________________
ભ્રમણ કથાઓ
પાલન કરીને માસિકી સંલેખના દ્વારા આત્માને નિર્મળ કર્યો. નિર્મળ કરીને સાઠ ભક્તોનું અનશન દ્વારા છેદન કર્યું. છેદન કરીને જે કાર્યની સિદ્ધિને માટે નગ્નભાવ નિગ્રન્થપણું સ્વીકાર કર્યું – યાવત્ – તે નિર્વાણરૂપ અર્થની આરાધના કરે છે, આરાધના કરીને અંતિમ ઉચ્છવાસ–નિશ્વાસના સમયે સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત અને સંપૂર્ણ દુઃખોથી મુક્ત થયા.
૦ આગમ સંદર્ભ
આયા. ૫૧૦;
આવ...૧-પૃ. ૨૩૬;
ભગ ૪૬૦ થી ૪૬૨; આવ.નિ. ૪૫૭ ની રૃ.
-
X
Jain Education International
X
૮૩
• અતિમુક્ત કથા ઃ
(અતિમુકત મુનિની બીજી પણ કથા આવે છે. તે ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયા છે. તે કથા આત્યંત લઘુ છે. અહીં જે કથાનક પ્રસ્તુત છે, તે ભગવંત મહાવીરના શાસનમાં થયેલા અતિ-મુક્તમુનિનું છે. જેને કુમારશ્રમણ નામે પણ ઓળખાવાયા છે.)
૦ પોલાસપુરનો રાજકુમાર :
તે કાળ અને તે સમયે પોલાસપુર નામે નગર હતું. ત્યાં શ્રીવન નામનું ઉદ્યાન હતું. તે નગરમાં વિજય નામનો રાજા હતો. તેની (પત્ની) રાણીનું નામ શ્રીદેવી હતું. રાજા વિજયનો પુત્ર અને રાણી શ્રીદેવીનો આત્મજ એવો અતીવ સુકુમાર એક પુત્ર હતો, જેનું નામ અતિમુક્ત કુમાર હતું.
૦ ભગવંતનું આગમન ગૌતમસ્વામીની ભિક્ષાચર્યા :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પોલાસપુર નગરે શ્રીવન ઉદ્યાનમાં પધાર્યા અને યથાપ્રતિરૂપ અવગ્રહને ધારણ કરી સંયમ અને તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
આ.નિ. ૩૮૪;
કલ્પસૂત્ર–૩, ૫ થી–
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર નિરંતર છટ્ઠ–છઠનો તપ કરતા સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરતા હતા. પારણાને દિવસે પહેલે પોરિસીમાં સ્વાધ્યાય કર્યો. બીજી પોરિસીમાં ધ્યાન કર્યું. ત્રીજી પોરિસીમાં શારીરિક શીઘ્રતારહિત, માનસિક ચપળતારહિત, આકુળતા અને ઉત્સુકતારહિત થઈને મુખવસ્તિકાનું પડિલેહણ કર્યું. પછી પાત્રો અને વસ્ત્રની પ્રતિલેખના કરી. પછી પાત્રોનું પ્રમાર્જન કર્યું અને પાત્રો લઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા. આવીને ભગવંતને વંદના નમસ્કાર કર્યા. કરીને આ પ્રમાણે નિવેદન કર્યું – હે ભગવન્ ! આજે છઠ્ઠ ભક્તના પારણા નિમિત્તે આપની અનુજ્ઞા પ્રાપ્ત થયેથી પોલાસપુર નગરમાં ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં – યાવત્ — ભિક્ષાર્થે ભ્રમણ કરવા
-
લાગ્યા.
૦ ગૌતમ અને અતિમુક્તનો સંવાદ :–
1
તે સમયે કુમાર અતિમુક્ત સ્નાન કરીને – યાવત્ – સર્વ અલંકારોથી વિભૂષિત થઈને ઘણાં જ છોકરા—છોકરીઓ, બાલક–બાલિકાઓ અને કુમાર–કુમારિકાઓની સાથે
For Private & Personal Use Only
www.jainelibrary.org