________________
૮૦
આગમ કથાનુયોગ-૩
૦ ઋષભદત્ત કથા :ઋષભદત્તનો પરીચય :
તે કાળ અને તે સમયે બ્રાહ્મણકુંડ નામે નગર હતું. ત્યાં બહુશાલક નામે ચૈત્ય હતું. તે બ્રાહ્મણકુંડ ગ્રામ નામક નગરમાં ઋષભદત્ત નામનો બ્રાહ્મણ નિવાસ કરતો હતો. જે ઋદ્ધિમાનું – યાવત્ – અપરિભૂત હતો – કોઈથી પરાભવ ન પામે તેવો હતો. ટ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ – યાવત્ – બ્રાહ્મણોના બીજા અનેક નયોમાં કુશલ, શ્રમણોપાસક, જીવ અજીવ તત્ત્વો જાણકાર, પુણ્ય–પાપનો પરીક્ષક – યાવતુ – તપોકર્મને ગ્રહણ કરીને આત્માને ભાવિત કરતો વિચરણ કરતો હતો. તેની પત્નીનું નામ દેવાનંદા હતું. (દેવાનંદા વિષયક કથાનક માટે શ્રમણી વિભાગમાં દેવાનંદાની કથા જોવી)
(શ્રમણ ભગવંત મહાવીર કથાંશ – ભગવંત મહાવીરના કથાનકમાં ઋષભદત્ત તથા દેવાનંદાનો ઉલ્લેખ આવેલો જ છે અત્રે ઋષભદત્ત કથામાં પુનઃ તેનો સામાન્ય ઉલ્લેખ કરીએ છીએ.) ઋષભદત્ત બ્રાહ્મણની નગરીનું નામ આચારાંગ સૂત્ર-૫૧૦માં “દાહિણમાહણકુંડપુર” બતાવે છે. આવશ્યક નિર્યુક્તિ–૩૮૪માં “કુંઠપુર” બતાવે છે. કલ્પસૂત્ર-૩માં “માણકુંડગ્રામ” બતાવેલ છે. ભગવતીજીમાં પણ માહણ (બ્રાહ્મણ) કુંડગ્રામ જ બતાવેલ છે.
શ્રમણ ભગવંત મહાવીર પ્રાણત કલ્પથી ચ્યવને આ કોડાલગોત્રિય બ્રાહ્મણની પત્ની જાલંધરગોત્રિયા દેવાનંદા નામની બ્રાહ્મણીની કુક્ષિમાં પુત્રરૂપ ગર્ભપણે ઉત્પન્ન થયા... દેવાનંદાએ પ્રશસ્ત આદિ. ચૌદ સ્વપ્નો જોયા. ઝાષભદત્ત બ્રાહ્મણ પાસે આવી.. હે દેવાનુપ્રિય ! આ પ્રશસ્ત – યાવત – ચૌદ મહાસ્વપ્નોનું મને કલ્યાણકારી ફળ અને વૃત્તિ વિશેષ શું થશે ? ત્યારે ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદા બ્રાહ્મણીની આ વાત સાંભળીને, મનમાં અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થયો. તેનું હૃદય હર્ષના વશથી ઉલ્લસિત થયું. મેઘધારાથી સિંચાયેલ કદંબના પુષ્પની જેમ તેની રોમરાજી વિકસ્વર થઈ. સ્વપ્નાઓના ફળનું અવધારણ કરી, તેના અર્થની વિચારણા કરવા લાગ્યો. વિચારણા કરીને પોતાની સ્વાભાવિક મતિપૂર્વક, બુદ્ધિ અને વિજ્ઞાન વડે તે સ્વપ્નાઓના અર્થનું અવધારણ કરી – અર્થ નિર્ણય કરી દેવાનંદા બ્રાહ્મણીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયા ! તે પ્રશસ્ત સ્વપ્નોને જોયા છે.. હે દેવાનુપ્રિયા ! તને અર્થ–લાભ, ભોગ–લાભ, પુત્ર–લાભ અને સુખ-લાભ થશે... નિશ્ચયથી તું નવમાસ અને સાડા સાત દિવસ વ્યતીત થયા પછી... સુંદર રૂપવાળા અને દેવકુમાર સદશ પુત્રને જન્મ આપીશ..
જ્યારે તે બાળક યૌવન અવસ્થાને પામશે ત્યારે સ્વેદ, યજુર્વેદ. બ્રાહ્મણ સંબંધિ અનેક શાસ્ત્ર અને પરિવ્રાજકના શાસ્ત્રોમાં નિપુણ થશે. ઇત્યાદિ (ભગવંત મહાવીર કથાનકથી જાણવું) ૦ ઋષભદત્તની ભગવંત મહાવીર દર્શનાભિલાષા :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર સમવસૃત થયા. પર્ષદા પર્યપાસના કરવા લાગી. ત્યાર પછી ઋષભદત્ત બ્રાહ્મણ આ વાત જાણીને હર્ષિત, સંતુષ્ટ અને મનમાં આનંદિત થયો – યાવત્ – દેવાનંદા બ્રાહ્મણી પાસે આવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયે ! આ પ્રમાણે તીર્થની આદિને કરનારા – યાવત્ – સર્વજ્ઞ, સર્વદર્શી શ્રમણ ભગવંત મહાવીર આકાશગત ચક્ર દ્વારા – યાવત્ – સુખપૂર્વક વિહાર કરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org