________________
આગમ કથાનુયોગ–૩
(ગૌતમ-) અહો ભગવંત ! ગંગદત્તદેવ મહર્તિક યાવત્ મહાસુખ સંપન્ન છે.
હે ભગવંત ! ગંગદત્ત દેવે તે દિવ્ય દેવઋદ્ધિ અને દિવ્ય દેવઘુતિ કઈ રીતે પ્રાપ્ત કરી ? – કાવત્ – ગંગદત્ત દેવને આ દિવ્ય દેવઋદ્ધિ – યાવત્ – અભિસમન્વિત થઈ?
હે ગૌતમ ! એ પ્રમાણે કહીને શ્રમણ ભગવંત મહાવીરે ભગવદ્ ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે ગૌતમ ! તે કાળ, તે સમયે આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. સહસ્ત્રાપ્રવન ઉદ્યાન હતું. તે હસ્તિનાપુર નગરમાં ઋદ્ધિમાનું – યાવત્ – ઘણાં મનુષ્યો દ્વારા અપરિભૂત એવો ગંગદત્ત નામનો ગાથાપતિ રહેતો હતો. ૦ હસ્તિનાપુરમાં ભ૦મુનિસુવ્રતનું આગમન :
તે કાળે, તે સમયે આદિકર – યાવત્ – સર્વજ્ઞ, સર્વદર્શી મુનિસુવ્રત નામના અન્ત - યાવત્ – જેની આગળ આકાશમાં ધર્મચક્ર ચાલે છે, દેવો ધર્મધ્વજ લઈને ચાલે છે એવા, શિષ્યગણથી સંપરિવૃત્ત થઈને પૂર્વાનુપૂર્વી વિચરણ કરતા અને ગ્રામાનુગ્રામ ગમન કરતા, સુખપૂર્વક વિહાર કરતા એવા જ્યાં હસ્તિનાપુર નગર હતું. જ્યાં સહસ્સામ્રવન નામક ઉદ્યાન હતું – વાવ - વિહાર કરતા પધાર્યા. પર્ષદા નીકળી – યાવતું – પર્યાપાસના કરવા લાગી. ૦ ગંગદત્તનું ધર્મ શ્રવણાર્થે ગમન :
ત્યાર પછી તે ગંગદત્ત નામનો ગાથાપતિ આ વાત સાંભળી હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું – યાવત્ – અલ્પ માત્રામાં પણ મહામૂલ્યવાનું આભુષણોથી શરીરને અલંકૃત્ કરીને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને પગે ચાલતો હસ્તિનાપુર નગરની મધ્યમાંથી થતો એવો જે તરફ સહસ્ત્રાપ્રવન ઉદ્યાન હતું અને જ્યાં મુનિસુવ્રત અન્ત હતા ત્યાં આવ્યો. આવીને મુનિસુવ્રત અન્તને ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી – યાવત્ – ત્રણ પ્રકારની પર્યાપાસના દ્વારા પર્યાપાસના કરવા લાગ્યો.
ત્યારપછી મુનિસુવ્રત અર્હતે ગંગદત્ત ગાથાપતિ અને તે વિશાળ પર્ષદાને ધર્મોપદેશ આપ્યો – યાવત્ – પર્ષદા પાછી ગઈ.
ત્યારપછી તે ગંગદત્ત ગાથાપતિ મુનિસુવ્રત અહંન્ત પાસે ધર્મશ્રવણ કરીને અને અવધારણ કરીને હર્ષિત અને સંતોષ યુક્ત થઈને ઊભો થયો. ઊભો થઈને મુનિસુવ્રત અન્તને વંદન–નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યો
હે ભગવંત! હું નિર્ગસ્થ પ્રવચનમાં શ્રદ્ધા કરું – યાવત્ – આપ જે પ્રમાણે કહો છો, જે કહો છો, તેને એ જ પ્રમાણે માનું છું. વિશેષ એ કે હે દેવાનુપ્રિય ! જ્યેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપી આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરીને હું આનગારિક પ્રવજ્યા અંગીકાર કરીશ.
(ભગવંતે કહ્યું) – હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. ૦ ગંગદત્તની પ્રવજ્યા :
ત્યારપછી મુનિસુવ્રત અન્તિ પાસેથી આ કથનને સાંભળીને તે ગંગદા ગૃહપતિ હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે મુનિસુવ્રત અર્પેન્તને વંદન-નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org