________________
શ્રમણ કથાઓ
99
હે ભગવંત ! તે એમ જ છે, એમ જ છે – ઇતિ – ૦ આગમ સંદર્ભ :– સૂય.પૂ. ૨૬૨,
ઠા. ૯૭૪ + 9. આવ.યૂ.ર-. ર૭૬, ૨૭૭; આવ મૂ૬૩ની વૃ.
ભગ. ૭૨૭; કલ્પસૂત્ર-૧૪ની વૃ;
૦ ગંગદત્ત કથા :ગંગદત્ત દેવનું ભગવંત મહાવીર પાસે આગમન :
એક દેવ શીઘ્રતાથી ભગવંત મહાવીર પાસે આવ્યો. તે દેવે આવીને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત પ્રદક્ષિણા કરી, પછી વંદન–નમસ્કાર કર્યા કરીને પૂછયું, હે ભગવંત ! મહાશુક્ર કલ્પમાં મહાસામાન્ય વિમાનમાં ઉત્પન્ન થયેલ એક માયીમિથ્યાદૃષ્ટિ દેવે મને આ પ્રમાણે કહ્યું, “પરિણમતા એવા પુદ્ગલ હજી પરિણત નથી કહેવાતા, પણ અપરિણત કહેવાય છે, કેમકે તે પુદ્ગલ હજી પરિણમી રહ્યા છે. તેથી તે પરિણત નહીં પણ અપરિણત જ કહેવાય” ત્યારે મેં તે માયી મિથ્યાષ્ટિ દેવને આ પ્રમાણે કહ્યું –
- પરિણમતા એવા પુદ્ગલ પરિણત કહેવાય છે, અપરિણત નહીં કેમકે તે પુલ પરિણત થઈ રહ્યા છે માટે પરિણત જ કહેવાય છે, અપરિણત નહીં. ભગવંત ! આ પ્રકારનું મારું કથન યોગ્ય છે ? શ્રમણ ભગવંત મહાવીરે ગંગદત્ત દેવને આ પ્રમાણે કહ્યું, હે ગંગદત્ત ! હું પણ આ જ પ્રમાણે કહું છું – યાવત્ – પ્રરૂપણા કરું છું કે પરિણમતા એવા પુદ્ગલ – યાવત્ – અપરિણત નથી, પરિણત છે. આ અર્થ સત્ય છે.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર પાસેથી આ ઉત્તર સાંભળી અને અવધારણ કરીને તે ગંગદત્ત દેવ હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે ભગવંત મહાવીરને વંદન નમસ્કાર કર્યા. પછી તે અતિદૂર કે અતિ નિકટ નહીં તેવા સ્થાને બેસીને – યાવત્ – ભગવંતની પર્યપાસના કરવા લાગ્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે તે ગંગદત્ત દેવને અને મોટી પર્ષદાને ધર્મકથા કહી – યાવત્ – જેને સાંભળીને જીવ આરાધક થાય છે.
તે સમયે ગંગદા દેવ શ્રમણ ભગવંત મહાવીરથી ધર્મદેશના સાંભળીને, અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થયો. પછી તેણે ઊભા થઈને શ્રમણ ભગવંત મહાવીરને વંદન નમસ્કાર કરીને આ પ્રકારે પૂછયું, ભગવંત ! હું ગંગદત્ત દેવ ભવસિદ્ધિક છું કે, અભવસિદ્ધિક ? હે ગંગદત્ત ! સૂર્યાભદેવ સમાન બધું જ જાણવું (કથા જુઓ સૂર્યાભદેવ પ્રદેશીરાજા) ત્યારપછી ગંગદત્ત દેવે પણ સૂર્યાભ દેવની માફક બત્રીશ પ્રકારની નાટ્યવિધિ પ્રદર્શિત કરી અને પછી તે જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ગયો. ૦ ગંગદત્ત દેવની ઋદ્ધિ અને પૂર્વભવ સંબંધિ પૃચ્છા :
ભગવંત ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને યાવત્ પૂછયું, હે ભગવન્! ગંગદત્તની તે દિવ્ય વદ્ધિ, દિવ્ય દેવઘુતિ યાવત્ ક્યાં ગઈ? ક્યાં પ્રવિષ્ટ થઈ ગઈ? ગૌતમ ! થાવત્ તે ગંગદત્ત દેવના શરીરમાં ગઈ અને શરીરમાં જ અનુપ્રવિષ્ટ થઈ ગઈ. અહીં કૂટાગારશાળાનું દૃષ્ટાંત ચાવતું તે શરીરમાં અનુપ્રવિષ્ટ થઈ ત્યાં સુધી સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org