________________
૬૮
આગમ કથાનુયોગ-૩
થાવત્ – વાયુરહિત, વ્યાઘાતરહિત સ્થાનમાં સુખપૂર્વક મોટો થવા લાગ્યો.
ત્યારપછી તે મહાબલ બાળકના માતાપિતા અનુક્રમથી સ્થિતિપતિતા – જન્મોત્સવ, સૂર્યચંદ્રના દર્શન, ધર્મજાગરણ, નામકરણ, ગોઠણ વડે ચાલવું, પગ વડે ચાલવું, અન્નપ્રાશન, કવલવર્ધન, બોલવું, કર્ણચ્છદ, વર્ષગાંઠ, શિખાકર્મ, ઉપનયન અને તે સિવાય બીજા અનેક ગર્ભાધાન–જન્મ આદિ કૌતુક કરે છે. ૦ શિક્ષા ગ્રહણ અને પાણિગ્રહણ :
ત્યારપછી તે મહાબલકુમારના માતાપિતાએ તે બાળકને સાધિક આઠ વર્ષનો થયેલ જાણીને શુભ-તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં કલાચાર્યની પાસે મૂક્યો ઇત્યાદિ બધું જ વર્ણન દૃઢપ્રતિજ્ઞ (જુઓ અંબ પરિવ્રાજક કથા)ની માફક જાણવું – યાવત્ – તે બાળક વિષયોપભોગ કરવામાં સમર્થ થયો.
ત્યારપછી તે મહાબલકુમારને બાલ્યાવસ્થા વીત્યા – યાવત્ – વિષયોપભોગ કરવામાં યોગ્ય જાણીને તેના માતાપિતાએ આઠ પ્રાસાદાવતંસકોનું નિર્માણ કરાવ્યું. તે પ્રાસાદ અત્યંત ઊંચા હતા. હસી રહ્યા હોય તેવા લાગતા હતા. ઇત્યાદિ વર્ણન પ્રદેશી રાજાની કથાનુસાર જાણવું – યાવત્ – આ પ્રાસાદ અત્યંત સુંદર હતા. તે પ્રાસાદોના બરાબર મધ્ય ભાગમાં એક વિશાળ ભવન તૈયાર કરાવ્યું. જે સેંકડો સ્તંભોથી સત્રિવિષ્ટ હતું ઇત્યાદિ યાવત્ પ્રેક્ષાગૃહમંડપ હતો જે – યાવત્ – પ્રતિરૂપ હતો.
ત્યારપછી માતા-પિતાએ એક દિવસે શુભ-તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર, મુહૂર્તમાં જેમણે સ્નાન, બલિકર્મ, પૂજાકર્મ કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કરેલ છે, એવા તે મહાબલકુમારને સર્વ અલંકારો વડે વિભૂષિત કરી, વિલેપિત કરી, ખાન, ગીત, વાજિંત્ર, પ્રસાધન – આઠ અંગોમાં તિલક અને કંકણ પહેરાવી મંગલ અને આશીર્વાદપૂર્વક ઉત્તમ રક્ષા આદિ કૌતુકરૂપ અને મંગલરૂપ ઉપચારો દ્વારા શાંતિકર્મ કરીને યોગ્ય, સમાનરૂપવાળી, સમાન વયવાળી, સમાન લાવણ્યરૂપ, યૌવન અને ગુણોથી યુક્ત, વિનીત અને જેમણે કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કરેલ છે એવી સમાન રાજકુળથી લવાયેલી આઠ ઉત્તમ રાજકન્યાઓ સાથે મહાબલકુમારનું પાણિગ્રહણ કરાવ્યું.
ત્યારપછી તે મહાબલકુમારના માતા-પિતાએ પ્રીતિદાન કર્યું. તે આ પ્રમાણે – આઠ કોટિ હિરણ્ય, આઠ કોટિ સુવર્ણ, આઠ ઉત્તમ મુગટ, આઠ ઉત્તમ કુંડલની જોડી, ઉત્તમ આઠ હાર, ઉત્તમ આઠ અર્ધવાર, આઠ ઉત્તમ એકાવલી, એ જ પ્રમાણે મુક્તાવલિ, કનકાવલિ, રત્નાવલિ આદિ આઠ–આઠ, આઠ ઉત્તમ કડાઓની જોડ. એ જ પ્રમાણે આઠ ત્રુટિતની જોડ, આઠ બાજુબંધોની જોડ, આઠ રેશમી વસ્ત્રોની જોડ, એ જ પ્રમાણે સુતરાઉ વસ્ત્રોની જોડ, પટ્ટયુગલોની જોડ દકૂલયુગલોની જોડ આપી.
તદુપરાંત આઠ શ્રી, આઠ હી, આઠ ધૃતિ, આંઠ કીર્તિ, આઠ બુદ્ધિ, આઠ લક્ષ્મીદેવીની પ્રતિમાઓ આપી. આઠ નંદ, આઠ ભદ્ર, ઉત્તમ એવા આઠ તાડ વૃક્ષો આપ્યા. આ નંદ–ભદ્ર અને વૃક્ષો સર્વે રત્નમય જાણવા. પોતાના ભવન માટે આઠ કેતુરૂપ ચિન્હ, ઉત્તમ એવા આઠ ધ્વજ, દશ હજાર ગાયોનું એક એવા આઠ ગોકુળ આપ્યા.
ઉત્તમ એવા બત્રીશબદ્ધ આઠ નાટકો, ઉત્તમ આઠ અશ્વો આપ્યા તે સર્વે રત્નમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org