________________
શ્રમણ કથાઓ
૭૧
યથાયોગ્ય અવગ્રહ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા એવા વિચરણ કરે છે. તેથી આ ઘણાં જ ઉગ્રકુલના, ભોગકુલના આદિ લોકો – યાવત્ – નીકળી રહ્યા છે. ૦ મહાબલ દ્વારા પ્રવજ્યાભિલાષ કથન :
ત્યારપછી તે મહાબલકુમાર ઉત્તમ રથમાં બેસીને નીકળ્યા. તે સમગ્ર વર્ણન પ્રદેશી રાજા અને કેશીસ્વામીના વર્ણન અનુસાર જાણવું – યાવત્ – ધર્મકથા સાંભળી.
તે પણ એ જ પ્રમાણે માતા–પિતાને પૂછે છે, આજ્ઞા માંગે છે. ફર્ક માત્ર એટલો છે કે, ધર્મઘોષ અણગારની પાસે મુંડિત થઈને ગૃહવાસ ત્યાગ કરી આનગારિક પ્રવજ્યા લેવા ઇચ્છું છું. તે જ પ્રમાણે યુક્તિ-પ્રયુક્તિથી સંવાદ કરે છે. ફર્ક માત્ર એટલો છે કે, તારી આ પત્નીઓ, વિપુલ એવા રાજકુળોમાં ઉત્પન્ન થયેલ કન્યાઓ છે, કળાઓમાં કુશળ છે, સંદેવ યથોચિત સુખ સાધનો દ્વારા જેનું લાલનપાલન કરાયેલ છે અથવા જે સદા સુખસાધનોનો ભોગોપભોગ કરી રહી છે. ઇત્યાદિ બધું જ વર્ણન પૂર્વવત્ જાણવું – યાવત્ –– અનિચ્છાપૂર્વક મહાબલકુમારને આ પ્રમાણે કહ્યું
હે પુત્ર ! એક દિવસને માટે પણ અમે તારી રાજ્યલક્ષ્મી જોવાને માટે ઉત્સુક છીએ. ત્યારે તે મહાબલકુમાર માતાપિતાના વચનને અનુસરણ કરતા મૌન રહ્યા.
ત્યારપછી તે બલ રાજા કૌટુંબિક પુરુષોને બોલાવે છે ઇત્યાદિ વર્ણન શિવભદ્રની માફક રાજ્યાભિષેક કર્યો ત્યાં સુધી જાણવું – યાવત્ – (મહાબલકુમારનો) રાજ્યાભિષેક કર્યો. પછી બંને હાથ જોડી મસ્તક નમાવી અંજલિપૂર્વક મહાબલકુમારને જય-વિજય વડે વધાવ્યા, વધાવીને આ પ્રમાણે કહ્યું
હે પુત્ર! બતાવો કે તમને શું આપીએ? તમને અર્પિત કરીએ ? ઇત્યાદિ શેષ કથન જમાલિ અનુસાર જાણવું. ૦ મહાબલની પ્રવજ્યા અને દેવનો ભવ :
ત્યારપછી મહાબલ અનગાર થયા. તેઓએ ધર્મઘોષ અણગાર પાસે સામાયિક આદિ ચૌદ પૂર્વોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ, અર્ધમાસક્ષમણ, માસક્ષમણ આદિ વિચિત્ર તપોકર્મ દ્વારા આત્માને ભાવિત કરતા સંપૂર્ણ બાર વર્ષનો શ્રમણ પર્યાય પાલન કર્યો. પાલન કરીને માસિક સંલેખના દ્વારા આત્માને અત્યંત નિર્મળ બનાવતા એવા નિરાહાર સાઠ ભક્તોને પૂર્ણ કર્યા. પૂર્ણ કરી આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિને પ્રાપ્ત થઈ મરણ સમયે કાળ કર્યો.
કાળ કરીને ઉર્ધ્વલોકમાં ચંદ્ર, સૂર્ય, ગ્રગણ, નક્ષત્ર અને તારાઓથી પણ ઉપર ઘણાં યોજનો, સેંકડો યોજનો, હજારો યોજનો, લાખો યોજનો, કરોડો યોજનો, કોડાકોડી યોજનોની ઉપર જઈને સૌધર્મ, ઇશાન, સનસ્કુમાર, માહેન્દ્ર કલ્પોને ઉલ્લંઘીને બ્રહ્મલોક કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાંયે દેવતાઓની સ્થિતિ દશ સાગરોપમની કહેલી છે,
ત્યાં મહાબલ દેવની પણ દશ સાગરોપમની સ્થિતિ થઈ. ૦ સુદર્શન કથાનક (ચાલુ) :
(એ રીતે સુદર્શનના પૂર્વભવને વર્ણવીને ભગવંત મહાવીરે કહ્યું-) હે સુદર્શન ! તેં એ બ્રહ્મલોક કલ્પમાં દશ સાગરોપમ પર્યત દિવ્યભોગોને ભોગવીને તે દેવલોકથી આયુષય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org