________________
આગમ કથાનુયોગ–૩
નગરજન હોવાથી શું કહી શકું ? જો મેં દીક્ષા લીધી હોત તો આ દિવસ ન જોવો પડત. તેણે રાજાને કહ્યું કે, તમારી આજ્ઞાને કારણે હું તેને જમાડવા આવીશ.
ત્યારપછી કાર્તિક શ્રેષ્ઠીએ આવીને તે તાપસને પોતાને હાથે પીરસી જમાડવાનો આરંભ કર્યો. તે વખતે તે તાપસે ભોજન કરતીવેળા પોતાના નાક પર આંગળી ઘસીને એવી ચેષ્ટા કરતા જણાવ્યું કે, “કેમ મેં તારું નાક કાપ્યુંને ?'' શ્રેષ્ઠીએ વિચાર્યું કે જો મેં પહેલાથી દીક્ષા લીધી હોત તો મારે આવો પરાભવ સહન કરવો ન પડત. ૦ હસ્તિનાપુરે ભ૰મુનિસુવ્રતનું આગમન :–
-
તે કાળ, તે સમયે ધર્મના આદિકર ઇત્યાદિ વિશેષણ યુક્ત ભગવંત મુનિસુવ્રત અર્હન્ત ત્યાં સમવસર્યા – યાવત્ – પર્ષદા પર્યુપાસના કરવા લાગી. ત્યાર પછી તે કાર્તિક શ્રેષ્ઠી ભગવંતના સમવસર્યાની વાત સાંભળીને હર્ષિત થયો, સંતુષ્ટ થયો ઇત્યાદિ સુદર્શન શ્રેષ્ઠી કથા પ્રમાણે જાણવું – યાવત્ – કાર્તિક શ્રેષ્ઠી નીકળ્યો અને ભગવંતની પર્યાપાસના
કરવા લાગ્યો.
૭૪
ત્યારપછી ભગવંત મુનિસુવ્રત અર્હન્ત કાર્તિક શ્રેષ્ઠી અને વિશાળ પર્ષદાને ધર્મોપદેશ યાવત્ – પર્ષદા પાછી ગઈ.
આપ્યો
૦ કાર્તિક શ્રેષ્ઠીનો પ્રવ્રજ્યા સંકલ્પ :
ત્યારપછી તે કાર્તિક શ્રેષ્ઠી મુનિસુવ્રત અર્હન્તની પાસે ધર્મશ્રમણ કરી અને હૃદયમાં અવધારીને પ્રસન્ન એવં સંતુષ્ટ થઈને પોતાના સ્થાનેથી ઉઠ્યો. ઉઠીને મુનિસુવ્રત અર્હન્તને વંદના—નમસ્કાર કર્યા. વંદના—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું—
હે ભગવંત ! આ એ જ પ્રકારે છે — યાવત્ – આપ જેમ કહો છો, તે જ પ્રમાણે છે. પરંતુ હે દેવાનુપ્રિય ! ૧૦૦૮ વણિકોને પૂછીને અને જ્યેષ્ઠ પુત્રને કુટુંબ વ્યવસ્થામાં સ્થાપિત કરીને હું આપ દેવાનુપ્રિયની પાસે દીક્ષિત થવા ઇચ્છું છું.
ભગવંતે કહ્યું, હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. પણ વિલંબ ન કરો. ત્યારપછી તે કાર્તિક શ્રેષ્ઠી યાવત્ – નીકળે છે. નીકળીને જ્યાં હસ્તિનાપુર નગર છે, જ્યાં પોતાનું ઘર છે, ત્યાં આવે છે, આવીને ૧૦૦૮ વણિકોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! મેં મુનિસુવ્રત અર્હન્ત પાસે ધર્મશ્રવણ કરેલ છે અને તે ધર્મ મને ઇષ્ટ, વિશેષ ઇષ્ટ અને રુચિકર છે તથા હે દેવાનુપ્રિયો ! તે ધર્મ સાંભળીને હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું – યાવત્ - પ્રવ્રુજિત થવાને ઇચ્છું છું. તેથી હે દેવાનુપ્રિયો ! તમે શું કરવાને ઇચ્છો છો ? શું વ્યવસાય ઇચ્છો છો ? તમારા હૃદયને શું ઇષ્ટ છે ? તમારું સામર્થ્ય શું છે ?
www
ત્યારપછી તે ૧૦૦૮ વણિકોએ તે કાર્તિક શ્રેષ્ઠીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને તો હે દેવાનુપ્રિય ! અમારે બીજા કોનું અવલંબન છે
યાવત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરશો ? બીજા કોનો આધાર છે ? બીજા
કોનો પ્રતિબંધ છે ?
-
Jain Education International
હે દેવાનુપ્રિય ! અમે લોકો પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન થયા છીએ,
-
For Private & Personal Use Only
www.jainelibrary.org