________________
ભ્રમણ કથાઓ
ભગવંત મહાવીર ત્યાં સમોસર્યા – યાવત્
પર્ષદા પર્વપાસના કરવા લાગી.
તે કાળે, તે સમયે શક્ર, દેવેન્દ્ર, દેવરાજ, વજ્રપાણિ, પુરંદર આદિ વિશેષણયુક્ત – યાવત્ – દિવ્ય ભોગોને ભોગવતો કેવલાલોક કરતો આ જંબુદ્વીપને પોતાના વિપુલ અવધિજ્ઞાન વડે નિહાળતો—નિહાળતો શ્રમણ ભગવંત મહાવીરને જૂએ છે યાવત્ - દિવ્ય વિમાનમાં બેસીને આવ્યો. તેની સાથે આભિયોગિક દેવ આદિ તેની સર્વ પર્ષદા આવી યાવત્ તે ભગવંત સન્મુખ બત્રીશબદ્ધ નાટ્યવિધિનું પ્રદર્શન કરે છે. દેખાડીને – યાવત્ – તે પાછો ચાલ્યો ગયો.
૦ ગૌતમસ્વામી દ્વારા શક્રના પૂર્વભવની પૃચ્છા :
Jain Education International
-
હે ભગવંત ! એ પ્રમાણે કહીને ભગવન્ ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વંદના— નમસ્કાર કર્યા. વંદના—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, જે પ્રમાણે ઇશાનેન્દ્રના સંબંધમાં કૂટાગાર શાળાનું દૃષ્ટાંત અને પૂર્વભવ પૃચ્છા છે, તે જ પ્રમાણે અહીં પણ સમજવું યાવત્ – તેને ઋદ્ધિ અભિસમન્વાગત થઈ ત્યાં સુધી ઇશાનેન્દ્રના કથન પ્રમાણે જાણવું. ૦ શક્રનો પૂર્વભવ—કાર્તિક શ્રેષ્ઠી :–
ગૌતમાદિ શ્રમણોને સંબોધિત કરતા શ્રમણ ભગવંત મહાવીરે ભગવન્ ગૌતમને આ પ્રમાણે કહ્યું, એ પ્રમાણે હે ગૌતમ ! તે કાળે, તે સાયમાં જંબુદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. ત્યાં સહસ્રામ્રવન નામક ઉદ્યાન હતું. તે નગરમાં જિતશત્રુ નામે રાજા હતો.
-
તે નગરમાં ઋદ્ધિસંપન્ન – યાવત્ – કોઈથી પરાભવ ન પામે તેવો વ્યાપારીઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારો, ૧૦૦૮ વ્યાપારીઓમાં ઘણાં જ કાર્યો અને કારણોમાં અને કુટુંબોમાં યાવત્ ચક્ષુરૂપ એવો કાર્તિક નામે શ્રેષ્ઠી રહેતો હતો. જે પ્રમાણે ચિત્તસારથીનું વર્ણન છે, તે જ પ્રમાણે અહીં પણ જાણવું (કથા જુઓ પ્રદેશી રાજા) તથા ૧૦૦૮ વ્યાપારી અને પોતાના કુટુંબનું આધિપત્ય – યાવત્ – પાલન કરતો રહેતો હતો. તે શ્રમણોપાસક હતો અને જીવાજીવ તત્ત્વોનો જ્ઞાતા હતો યાવત્ –વિધિપૂર્વક તપકર્મથી આત્માને ભાવિત કરતો એવો વિચરતો હતો. તેણે શ્રાવકની પાંચમી પ્રતિજ્ઞા સો વખત વહન કરેલી, તેથી તેનું નામ શતક્રતુ એ પ્રમાણે પ્રસિદ્ધ થયેલું. ૦ નૈરિક તાપસનું આગમન :–
કોઈ વખતે તે નગરમાં માસક્ષમણ માસક્ષમણ કરતો એવો બૈરિક તાપસ (એક પરિવ્રાજક) આવ્યો. ત્યારે એક કાર્તિક શ્રેષ્ઠી સિવાયના બધાં લોકો તેના ભક્ત થયા. તે વાતની નૈરિક તાપસને ખબર પડવાથી તે કાર્તિક શ્રેષ્ઠી પર ઘણો જ ગુસ્સે થયો.
કોઈ વખત જિતશત્રુ રાજાએ તે પરિવ્રાજકને ભોજન માટે નિમંત્રણ આપ્યું. પોતાને ત્યાં પારણું કરવા કહ્યું, ત્યારે ગૈરિક તાપસે તે વાત ન સ્વીકારી. રાજાએ આજીજી કરી ત્યારે તાપસે કહ્યું કે, જો કાર્તિક શેઠ આવીને મને પીરસે તો હું પારણું કરવાને આવું. રાજાએ તે વાત કબૂલ રાખીને કાર્તિક શ્રેષ્ઠીને બોલાવ્યો. રાજા પોતાના માણસોને લઈને કાર્તિક શ્રેષ્ઠીના ઘેર ગયો. તેને આજ્ઞા કરી કે કાર્તિકે આવીને ઐરિક તાપસને ભોજન પીરસવું. ત્યાર કાર્તિક શ્રેષ્ઠીએ કહ્યું કે, અમારો તે આચાર તો નથી જ. પણ હું તમારો
-
For Private & Personal Use Only
-
-
૭૩
-
www.jainelibrary.org