________________
આગમ કથાનુયોગ-૩
તે સિવાય બીજા પણ ઘણાં હિરણ્ય, સુવર્ણ, કાંસાના વસ્ત્ર તથા વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, મૂંગા, રક્તરત્ન–માણેક આદિ સારભૂત ધન આપ્યું. જે સાત પેઢી સુધી ઇચ્છાપૂર્વક દેવા, ઇચ્છાપૂર્વક ભોગવવા અને ઇચ્છાનુસાર પરિભોગ માટે પરિપૂર્ણ હતું.
(* પ્રીતિદાનનું આવું જ વર્ણન મેઘકુમારની કથામાં
૭૦
નાયાધમ્મકહાઓ સૂત્ર–૨૮ની અભયદેવ
સૂરિકૃત્ વૃત્તિમાં પણ આવે છે.)
ત્યારપછી મહાબલ કુમારે પ્રત્યેક પત્નીઓને એક–એક હિરણ્યકોટિ આપી, એક— એક સુવર્ણ કોટિ આપી, મુગટોમાં ઉત્તમ એવો એક એક મુગટ આપ્યો. એ જ પ્રમાણે તે બધીને – યાવત્ – એક એક પ્રેષણકારી દાસી આપી તથા તે સિવાય બીજું પણ ઘણું જ હિરણ્ય, સુવર્ણ, કાંસુ, વસ્ત્ર અને વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, મૂંગા, માણિક આદિ સારભૂત ધન વૈભવ આપ્યો. જે સાત પેઢી સુધી ઇચ્છાનુસાર આપે - ભોગવે કે પરિભોગ કરવા છતાં પણ ઘટે તેમ ન હતું.
ત્યારપછી તે મહાબલકુમાર ઉત્તમ પ્રસાદમાં ઉપર બેસીને જમાલીની માફક પાંચ પ્રકારના મનુષ્ય સંબંધિ કામભોગોને ભોગવતો વિચરણ કરતો હતો.
..
ધર્મઘોષ અણગારનું આગમન :
તે કાળે, તે સમયે ભગવંત વિમલનાથ અદ્વૈતના પ્રપૌત્ર શિષ્ય ધર્મઘોષ નામના અણગાર હતા. તેઓ જાતિસંપન્ન હતા. ઇત્યાદિ વર્ણન કેશીસ્વામી માફક જાણવું – યાવત્ – તે ૫૦૦ અણગારો સાથે અનુક્રમે ગ્રામાનુગ્રામ વિચરતા એવા હસ્તિનાપુર નગરે, જ્યાં સહસ્રામવન ઉદ્યાન હતું ત્યાં આવ્યા. આવીને યથાયોગ્ય અવગ્રહ ધારણ કરી, સંયમ અને તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા વિચરણ કરી રહ્યા હતા.
ત્યારે હસ્તિનાપુર નગરના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્યપથ આદિમાં ઘણાં લોકો પરસ્પર વાતચીત કરતા હતા પર્ષદા યાવત્ ઉપાસના કરવા લાગી.
-
છે ?
Jain Education International
૦ મહાબલકુમાર દ્વારા ધર્મશ્રવણ :
ત્યારપછી તે મહાબલકુમાર ઘણાં બધાં મનુષ્યોના શબ્દો અને લોક કોલાહલને સાંભળીને – યાવત્ – જનસમૂહને જોઈને ઇત્યાદિ જમાલી માફક સમજી લેવું. તે પ્રમાણે એ મહાબલ કુમાર કંચુકીપુરુષને બોલાવે છે અને બોલાવીને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય ! આજે શું હસ્તિનાપુર નગરમાં ઇન્દ્રમહોત્સવ છે, સ્કંદ મહોત્સવ યાવત્ – નીકળે છે.
-
ત્યારપછી તે કંચુકી પુરુષ મહાબલકુમારની આ વાત સાંભળીને હર્ષિત થયા, સંતુષ્ટ થયા અને ધર્મઘોષ અણગારના આગમનને નિશ્ચિતરૂપે જાણીને બંને હાથ જોડી, અંજલિ કરી મહાબલકુમારને જય–વિજય શબ્દોથી વધાવ્યા, વધાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! આજે હસ્તિનાપુર નગરમાં ઇન્દ્રમહોત્સવ અથવા બીજો કોઈ ઉત્સવ નથી – યાવત્ - નગરજનો નીકળે છે. હે દેવાનુપ્રિય ! વિમલનાથ તીર્થંકરના પ્રશિષ્ય ધર્મઘોષ નામક અણગાર હસ્તિનાપુર નગરની બહાર સહસ્રામ્રવન નામક ઉદ્યાનમાં
--
For Private & Personal Use Only
-
www.jainelibrary.org