________________
શ્રમણ કથાઓ
૬૭
ત્યારપછી તે બલરાજા અંગપરિચારિકા–દાસીઓ પાસેથી આ વાત સાંભળીને અને અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થયો, આનંદિત ચિત્તવાળો, નંદિત, પ્રીતિયુક્ત મનવાળો, પરમ સૌમનસ થયો. હર્ષાતિરેકથી તેનું હૃદય વિકસ્વર થયું. મેઘધારાથી સિંચિંત કદંબપુષ્પની માફક રોમાંચિત શરીરવાળો અને ઉર્ધ્વમુખી રોમરાજીવાળો થઈને તેણે અંગપરિચારિકાઓને મુગટ સિવાયના પહેરેલા સંપૂર્ણ અલંકારો આપી દીધા. આપીને તેણે શ્વેત, રજતમય અને નિર્મળ જળથી ભરેલ કળશને લીધો. કળશ વડે તે દાસીઓના મસ્તકને ધોયુ, ધોઈને જીવિકાને યોગ્ય ઉચિત વિપુલ પ્રીતિદાન આપ્યું. પ્રીતિદાન આપીને તેણીનો સત્કાર અને સન્માન કર્યા. સત્કાર અને સન્માન કરીને તેઓને વિસર્જિત કરી. ૦ મહાબલ કુમારનો જન્મોત્સવ :
ત્યારપછી તે બલ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયો ! તમે જલ્દીથી હસ્તિનાપુર નગરને કેદીઓથી મુક્ત કરો, મુક્ત કરીને માનોન્માનની વૃદ્ધિ કરો. હસ્તિનાપુર નગરની અંદર અને બહાર જલનો છંટકાવ કરો. નગરને સાફસૂથરું કરો, સંમાર્જિત કરો, લેપન કરાવો યાવત્ – ગંધવર્તિભૂત કરો અને કરાવો. તે પ્રમાણે કરીને અને કરાવીને સહસ્ર યૂપોની, સહસ્ર ચક્રોની પૂજા, મહામહિમા સહિત સત્કાર કરો. આમ કરીને મારી આ આજ્ઞા મને પાછી આપો.
થયા
-
ત્યારપછી તે કૌટુંબિક પુરુષો બલરાજાની આ વાત સાંભળીને હર્ષિત થયા, સંતુષ્ટ યાવત્ – તેમની આજ્ઞા પાછી સોંપી.
-
ત્યારપછી બલરાજા જ્યાં વ્યાયામશાળા છે, ત્યાં આવ્યો, ત્યાં આવીને
ઇત્યાદિ – પૂર્વવત્ જાણવું યાવત્ – સ્નાનગૃહથી નીકળ્યો. નીકળીને નગર અને જનપદવાસીઓ સહિત દશ દિવસ સુધી ઉશુલ્ક જકાતરહિત, કરરહિત, (પ્રધાન) ઉત્કૃષ્ટ અદેય, અમેય, સુભટના પ્રવેશરહિત, દંડ અને કુદંડરહિત, અધરિમયુક્ત, ઉત્તમ ગણિકાઓ અને નાટ્યકારો યુક્ત, અનેક તાલાનુચરોથી યુક્ત, નિરંતર વાગતા એવા મૃદંગોસહિત, તાજા પુષ્પોની માલાયુક્ત, પ્રમોદ અને ક્રીડાયુક્ત એવી સ્થિતિપતિત (કુલ ક્રમાનુગત પુત્ર જન્મ મહોત્સવની પરંપરા મુજબ) પુત્ર જન્મ મહોત્સવ કર્યો.
ત્યારબાદ જ્યારે તે દસ દિવસીય સ્થિતિપતિત પુત્ર જન્મ મહોત્સવ ચાલુ હતો ત્યારે તે બલરાજાએ શત, સહસ્ર, લક્ષ મુદ્રાનું દાન આપતા અને અપાવતા, તેમજ શત, સહસ્ર, લક્ષ મુદ્રાનો લાભ લેતા અને લેવડાવતા વિચરવા લાગ્યો. ૦ નામકરણ અને અન્ય સંસ્કાર :–
ત્યારપછી તે બાળકના માતા–પિતા – યાવત્ – આવા પ્રકારના ગુણયુક્ત અને ગુણનિષ્પન્ન નામકરણને કર્યું – જેથી અમારો આ બાળક બલરાજાનો પુત્ર અને પ્રભાવતી દેવીનો આત્મજ છે, તેથી અમારા આ પુત્રનું નામ ‘મહાબલ'' થાઓ. ત્યાર બાદ તે બાળકના માતાપિતાએ તેનું મહાબલ એવું નામકરણ કર્યું.
ત્યારપછી તે મહાબલ પુત્રનું પાંચ ધાત્રિઓ દ્વારા પાલન કરાયું. જેમકે ક્ષીરધાત્રિ આદિ આ પ્રમાણે સર્વ વર્ણન દૃઢપ્રતિજ્ઞ (જુઓ અંબઽપરિવ્રાજક કથા) માફક જાણવું. -
-
1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org