________________
આગમ કથાનુયોગ–૩
-
રાજા થશે. હે દેવી ! તમે ઉદાર સ્વપ્ન જોયા છે — યાવત્ – હે દેવી ! તમે આરોગ્ય, તુષ્ટિ, દીર્ઘાયુ, કલ્યાણપ્રદ, મંગલકારક સ્વપ્ન જોયા છે, આ પ્રમાણે કહીને ઇષ્ટ – યાવત્ – વાણીથી તે પ્રભાવતી દેવીની બીજી વખત, ત્રીજી વખત પણ આ પ્રકારે પ્રશંસા કરે છે. ત્યારપછી તે પ્રભાવતી દેવી બલરાજાની પાસેથી આ વાત સાંભળીને અને હ્રદયમાં અવધારીને હર્ષિત થઈ, સંતુષ્ટ થઈ, બંને હાથ જોડી, મસ્તકે આવર્ત્ત કરી અંજલિપૂર્વક આ પ્રમાણે બોલી
૬૪
હે દેવાનુપ્રિય ! આપે જે કંઈ કહ્યું, તે એમજ છે – યાવત્ – એ પ્રમાણે કહીને સ્વપ્નાઓને સમ્યક્ પ્રકારે સ્વીકારે છે, સ્વીકારી તે બલરાજાની અનુમતિ લઈને અનેક પ્રકારના મણિરત્નોની રચનાથી વિચિત્ર એવા ભદ્રાસનથી ઉઠે છે. ઉઠીને ત્વરારહિત, ચપળતારહિત, સંભ્રમરહિત, વિલમ્બરહિત, રાજહંસ સશગતિથી, જ્યાં પોતાની શય્યા છે, ત્યાં આવી, આવીને શય્યા પર બેઠી, બેસીને, તેણીએ (મનોમન) કહ્યું –
આ મારા ઉત્તમ, પ્રધાન, મંગલરૂપ સ્વપ્ન, અન્ય પાપસ્વપ્નોથી ખંડિત ન થાઓ, એ પ્રમાણે કહીને તે દેવ–ગુરુ સંબંધિ, પ્રશસ્ત, મંગલરૂપ ધાર્મિક કથાઓ વડે સ્વપ્ન જાગરણ કરતી એવી પ્રતિજાગૃત થઈ વિચરે છે. (સમય પસાર કરે છે) ૦ સ્વપ્નલક્ષણપાઠકો દ્વારા સ્વપ્નફળ કથન :
-
ત્યારપછી તે બલરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આજે તમે જલ્દીથી બહારની ઉપસ્થાનશાળાને – યાવત્ – ગંધવર્તિભૂત સુગંધની ગુટિકાની સમાન કરો અને કરાવો. એ પ્રમાણે કરીને અને કરાવીને ત્યાં સિંહાસન રાખો, સિંહાસન રખાવીને મારી આ આજ્ઞા પ્રમાણે કાર્ય થયાનું મને નિવેદન કરો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષો – યાવત્ – આજ્ઞા સ્વીકારી જલ્દીથી વિશેષરૂપે બાહ્ય ઉપસ્થાનશાળાને – યાવત્ – ગંધવર્તિભૂત કરીને, સિંહાસન સ્થાપન કરીને આજ્ઞા પાછી આપે છે.
-
-
-
ત્યાર પછી તે બલરાજા પ્રાતઃકાળના સમયે શય્યાથી ઉઠ્યો. ઉઠીને પાદપીઠથી નીચે ઉતર્યો. ઉતરીને જ્યાં વ્યાયામ શાળા છે ત્યાં આવ્યો, આવીને વ્યાયામશાળામાં પ્રવેશ કર્યો. ઉવવાઈ સૂત્રાનુસાર (કૂણિકરાજાના કથાનક અનુસાર) વ્યાયામશાળા અને સ્નાનઘર આદિનું વર્ણન કરી લેવું – યાવત્ ચંદ્રમાની સમાન પ્રિયદર્શનવાળો તે નરાધિપ સ્નાનગૃહથી બહાર નીકળ્યો, બહાર નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, ત્યાં આવ્યો. આવીને પૂર્વદિશા સન્મુખ ઉત્તમ સિંહાસન પર બેઠો.
બેસીને પોતાથી ઇશાન ખૂણામાં શ્વેત ધવલ વસ્ત્રોથી આચ્છાદિત અને જેનો મંગલોપચાર સરસવ દ્વારા કરાયેલ છે એવા આઠ ભદ્રાસન સ્થાપન કરાવે છે, કરાવીને પોતાનાથી અતિ દૂર નહીં કે અતિ નીકટ નહીં એવા સ્થાને અનેક મણિરત્નોથી મંડિત યાવત્ – યવનિકા લટકાવડાવી. તેમ કરીને અનેક પ્રકારના મણિરત્નોની રચનાથી ચિત્રિત — યાવત્ – સુકોમલ એવું એક ભદ્રાસન પ્રભાવતી દેવીને માટે રખાવ્યું. રખાવીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું–
-
હે દેવાનુપ્રિયો ! તમે જલ્દીથી અષ્ટાંગ મહાનિમિત્તના સૂત્ર અને અર્થના ધારક અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org