________________
શ્રમણ કથાઓ
૬૩
સુવર્ણના કડા જેવી હતી. તે ગોળ અને વીજળીના સમાન નિર્મળ અને તેજોદીપ્ત હતી. તેની જંઘા વિશાળ અને પુષ્ટ હતી. તેના સ્કંધ વિશાળ અને પરિપૂર્ણ હતા. તેની કેશરા કોમળ, વિશદ, સૂક્ષ્મ અને પ્રશસ્ત લક્ષણવાળી હતી. તે પોતાની ઉન્નત તથા સુંદર પૂંછને પૃથ્વી પર ફટકારતો એવો સૌમ્ય, સૌમ્ય આકારવાળો, લીલા કરતો એવો, અંગડાઈ લેતો એવો આકાશથી નીચે ઉતરતો, મુખરૂપ કમળ સરોવરમાં પ્રવેશ કરતો દેખાયો. આવા સિંહના સ્વપ્નને જોઈને રાણી પ્રભાવતી જાગી.
ત્યારપછી પ્રભાવતી દેવી આવા પ્રકારના ઉદાર – યાવત્ – શોભાયુક્ત મહાસ્વપ્નને જોઈને જાગી અને હર્ષિત – સંતુષ્ટ અને આનંદિત હૃદયવાળી થઈ – યાવત્ - મેઘધારાથી વિકસિત થયેલ કદંબપુષ્પની જેમ રોમાંચિત થઈ. પછી તેણી સ્વપ્નનું
સ્મરણ કરે છે, સ્મરણ કરીને પોતાની શય્યાથી ઉઠી, ઉઠીને ત્વરારહિત, ચપળતારહિત, સંભ્રમરહિત, વિલંબરહિત, રાજહંસ સદશ ગતિથી ચાલતી–ચાલતી જ્યાં બલરાજાનું શયનગૃહ હતું, ત્યાં આવી.
– આવીને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોરમ, મનને મુગ્ધ કરનારી, ઉદાર, કલ્યાણ, શિવ, ધન્ય, મંગલમય, સુંદર, શોભાયુક્ત, મિત, મધુર અને મંજુલ વાણી દ્વારા બોલતી – તેણી બલરાજાને જગાડે છે, જગાડીને બલ રાજાની અનુમતિથી આશ્ચર્યકારી મણિરત્નોની રચનાથી ચિત્રિત ભદ્રાસન પર બેસે છે. સુખાસને બેઠેલી એવી, સ્વસ્થ અને શાંત થઈ પ્રભાવતી રાણીએ ઇષ્ટ – યાવત્ – મધુર વાણીથી બોલતા આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! આ પ્રમાણે હું આજે એવા પ્રકારની શય્યામાં – યાવત્ – પોતાના મુખમાં પ્રવેશ કરતા એવા સિંહને સ્વપ્નમાં જોઈને જાગી. તો હે દેવાનુપ્રિય ! આ ઉદાર - યાવત્ – મહાસ્વપ્નનો શો કલ્યાણપ્રદ અર્થ અને વૃત્તિ વિશેષ થશે ? ૦ બલ રાજા દ્વારા સ્વપ્નફળ કથન :
ત્યાર પછી તે બલરાજા પ્રભાવતી દેવીના મુખેથી આ વાતને સાંભળીને અને અવધારીને હર્ષિત થયા, સંતુષ્ટ થયા. આહ્માદયુક્ત ચિત્તવાળા, આનંદિત, પ્રીતિયુક્ત મનવાળા થયા. પરમ સૌમનસ, હષાતિરેકથી વિકસિત હૃદયવાળા, મેઘધારાથી વિકસ્વર સુગંધિત કદંબ પુષ્પની જેમ તેનું શરીર રોમાંચિત થયું. રોમરાજી વિકસ્વર બની. તેવો એ બળરાજા તે સ્વપ્નના સામાન્ય અર્થને વિચારે છે. પછી વિશેષરૂપે વિચારે છે એમ કરીને પોતાના સ્વાભાવિક મતિથી, બુદ્ધિવિજ્ઞાનથી તે સ્વપ્નના ફળનો નિશ્ચય કરે છે. નિશ્ચય કરીને ઇષ્ટ, કાંત – કાવત્ – મંગલયુક્ત, મિત્ત, મધુર, શોભાયુક્ત વાણી વડે પ્રભાવતીદેવી સાથે સંલાપ કરતા આ પ્રમાણે કહ્યું
હે દેવી! તમે ઉદાર સ્વપ્નોને જોયા છે – યાવત્ – હે દેવાનુપ્રિયે ! તમને પુત્રનો લાભ થશે, હે દેવાનુપ્રિયે ! રાજ્યનો લાભ થશે, હે દેવાનુપ્રિયે ! અવશ્ય તમે નવ માસ અને સાડાસાત દિવસ પૂર્ણ થયે આપણા કુળમાં ધ્વજાસમાન – યાવત્ – સુરૂપ દેવકુમાર જેવી પ્રભાવાળા પુત્રને જન્મ આપશો.
તે બાળક બાલ્યકાળને વ્યતીત કરીને વિજ્ઞ અને પરિણત થઈને યુવાવસ્થાને પ્રાપ્ત કરીને શૂર, વીર, પરાક્રમી, વિસ્તીર્ણ અને વિપુલ બલવાહનવાળો, રાજ્યનો અધિપતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org