________________
ભ્રમણ કથાઓ
૬૧
હે સુદર્શન ! જ્યારે દિવસ અથવા રાત્રિમાં સાડાચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરુષી હોય છે ત્યારે તે મુહૂર્તના ૧૨૨માં ભાગે ઘટતા ઘટતા દિવસ અથવા રાત્રિમાં જઘન્ય ત્રણ મુહૂર્તની પૌરુષી થાય છે અને જ્યારે દિવસ અથવા રાત્રિની ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરુષી હોય છે ત્યારે મુહૂર્તનો ૧૨૨મો ભાગ વધતા—વધતા દિવસ કે રાત્રિમાં સાડાચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરુષી થાય છે.
હે ભગવંત ! દિવસ અથવા રાત્રિમાં સાઢા ચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરુષી ક્યારે થાય છે ? અને દિવસ અથવા રાત્રિમાં ક્યારે ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરુષી થાય છે ? હે સુદર્શન ! જ્યારે અઢાર મુહૂર્તનો ઉત્કૃષ્ટ દિવસ હોય અને બાર મુહૂર્તની નાની રાત્રિ હોય, ત્યારે સાડા ચાર મુહૂર્તની દિવસની ઉત્કૃષ્ટ પૌરુષી હોય છે અને રાત્રિમાં ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરુષી હોય છે અને જ્યારે અઢાર મુહૂર્તની મોટી રાત્રિ હોય અને બાર મુહૂર્તનો નાનો દિવસ હોય ત્યારે રાત્રિમાં સાડાચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરુષી અને ત્રણ મુહૂર્તની દિવસની જઘન્ય પૌરુષી હોય છે.
હે ભગવંત ! અઢાર મુહૂર્તનો લાંબો દિવસ અને બાર મુહૂર્તની નાની રાત્રિ ક્યારે હોય છે ? અઢાર મુહૂર્તની મોટી રાત્રિ અને બાર મુહૂર્તનો નાનો દિવસ ક્યારે થાય છે ? હે સુદર્શન ! અષાઢ પૂર્ણિમાએ અઢાર મુહૂર્તનો મોટો દિવસ અને બાર મુહૂર્તની નાની રાત્રિ હોય છે જ્યારે પૌષ માસની પૂનમે અઢાર મુહૂર્તની મોટી રાત્રિ અને બાર મુહૂર્તનો નાનો દિવસ હોય છે.
હે ભગવંત ! દિવસ અને રાત્રિ આ બંને સમાન સમયવાળા પણ હોય છે ખરા ? હાં (સુદર્શન !) હોય છે.
હે ભગવંત ! દિવસ અને રાત્રિ બંને ક્યારે સમાન હોય છે ?
હે સુદર્શન ! ચૈત્ર અને આસો માસની પૂર્ણિમાં હોય છે ત્યારે દિવસ અને રાત્રિ બંને સમાન કાળવાળા હોય છે. ત્યારે પંદર મુહૂર્તનો દિવસ અને પંદર મુહૂર્તની રાત્રિ હોય છે તે દિવસે અથવા રાત્રિએ મુહૂર્તના ચતુર્થ ભાગ ન્યૂન ચાર મુહૂર્તની પૌરુષી હોય છે. આ પ્રમાણે પ્રમાણકાળ છે.
હે ભગવંત ! યથાયુર્નિવૃત્તિ કાળ કઈ રીતે કહ્યો છે ?
જે કોઈ નારક અથવા તિર્યંચયોનિક અથવા મનુષ્ય કે દેવે પોતાનું જે પ્રમાણે આયુષ્ય બાંધ્યુ હોય, તે પ્રમાણે તેનું પાલન કરે તે યથાયુર્નિવૃતિ કાળ કહેવાય છે.
હે ભગવંત ! મરણકાળ શું છે ?
શરીરથી જીવનો કે જીવથી શરીરનો વિયોગ થવો તેને મરણકાળ કહેવાય છે. હે ભગવંત ! અદ્ધાકાળ શું છે ?
અહાકાળ
સમયરૂપ, આવલિકારૂપ યાવત્ – ઉત્સર્પિણીરૂપ અનેક પ્રકારનો કહેલો છે. હે સુદર્શન ! કાળના જ્યારે બે ભાગ કરવા છતાં પણ જ્યારે તેના બે ભાગ ન થઈ શકે તેવા અવિભાજ્ય કાળને સમય કહેવાય છે. એવા અસંખ્યાત સમયના સમુદાયની એક આવલિકા થાય છે. સંખ્યાત આવલિકાનો એક ઉચ્છવાસ થાય છે યાવત્ – સાગરોપમનું, એક ભવના પ્રમાણ પર્યંતનું પરિમાણ જાણવું.
For Private & Personal Use Only
-
Jain Education International
-
--
www.jainelibrary.org