________________
આગમ કથાનુયોગ–૩
હે ભગવંત ! આ પલ્યોપમ અને સાગરોપમનું શું પ્રયોજન છે ? હે સુદર્શન ! આ પલ્યોપમ અને સાગરોપમ દ્વારા નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવોના આયુષ્યોનું માપ નીકળે છે.
હે ભગવંત ! નૈરયિકોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
૬૨
આ સંપૂર્ણ સ્થિતિ પદ પત્રવણા સૂત્રાનુસાર જાણવું – યાવત્ – સર્વાર્થસિદ્ધના દેવોની સ્થિતિ અજઘન્ય અનુત્કૃષ્ટતઃ એવી ૩૩ સાગરોપમની કહેલી છે.
હે ભગવંત ! આ પલ્યોપમ અને સાગરોપમનો ક્ષય કે અપચય થાય છે ? હાં, થાય છે.
હે ભગવંત ! આપ કયા કારણથી એમ કહો છો કે, આ પલ્યોપમ અને સાગરોપમનો ક્ષય અથવા અપચય થાય છે ?
૦ સુદર્શન શ્રેષ્ઠીનો પૂર્વભવ—‘મહાબલ કથા'' :–
સુદર્શન ! તે આ પ્રમાણે છે. તે કાળે, તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું. ત્યાં સહસ્રામ્રવન નામનું ઉદ્યાન હતું. ત્યાં બલ નામનો એક રાજા હતો, તેને પ્રભાવતી નામે રાણી હતી. તે રાણીના હાથપગ સુકુમાલ હતા યાવત્ તેણી પાંચ પ્રકારના કામભોગોનો પ્રત્યાનુભવ કરતી વિચરતી હતી. ૦ પ્રભાવતી દેવીને સ્વપ્નમાં સિંહદર્શન :
-
ત્યારે કોઈ એક દિવસે તેવા પ્રકારના વાસગૃહોમાં જે અંદરથી ચિત્રિત હતું, બહારથી સફેદી કરેલું હતું અને ઘસીને કોમળ બનાવાયેલ હતું. જેનો ઉપરનો ભાગ વિવિધ ચિત્રોથી સજ્જ હતો. નીચેનો ભાગ સુશોભિત હતો. તે મણિરત્નોના પ્રકાશ વડે પ્રકાશિત, બહુસમ સુવિભક્ત ભાગવાળા અને પંચવર્ણી સરસ અને સુરભિત પુષ્પોના ઠેરથી યુક્ત હતું. ઉત્તમ કાલાગુરુ-કુન્દરુક અને તુરુષ્કના ધૂપથી ચારે તરફથી સુગંધિત, સુગંધી પદાર્થોથી સુવાસિત અને સુગંધિ દ્રવ્યની ગુટિકા સમાન હતું.
એવા વાસભવનમાં એક શય્યા હતી. તેની બંને તરફ તકિયા રાખેલા હતા. તેથી બંને તરફથી ઉન્નત અને મધ્યમાં કંઈક નમેલી, વિશાલ, ગંગાના કિનારાની રેતી, અવદાલની સમાન કોમળ, રેશમી દુકુલ પટ્ટથી આચ્છાદિત, રજસ્રાણ વડે ઢાંકેલી, રક્તાંશુક સહિત, સુરમ્ય; આજિનક, રુ, બૂર, નવનીત અને અર્કતુલ સમાન કોમળ સ્પર્શવાળી, સુગંધિત ઉત્તમ પુષ્પ—ચૂર્ણ અને અન્ય શયનોપચાર યુક્ત શય્યામાં સુતેલી પ્રભાવતી રાણીએ અર્ધરાત્રિ સમયે કંઈક સુતી – કંઈક જાગતી એવી અર્ધનિદ્રા લેતી, તે પ્રભાવતી રાણી આવા પ્રકારના ઉદાર યાવત્ - શોભાયુક્ત (સિંહના) મહાસ્વપ્નને જોઈને જાગી.
તે (સિંહ) હાર, રજત, ક્ષીરસાગર, ચંદ્રના કિરણ, જળબિંદુ અને રજતનો વિશાળ પર્વત જેવો ધવલ, વિશાળ, રમણીય, પ્રિય તથા દર્શનીય હતો. તેના પ્રકોષ્ઠ સ્થિર અને સુંદર હતા. તે ગોળ, સુપુષ્ટ, સુશ્લિષ્ટ વિશિષ્ટ તથા તીક્ષ્ણ દાઢાઓ વડે યુક્ત અને ફાળેલા મુખવાળો હતો. તેના હોઠ સંસ્કારિત શ્રેષ્ઠ કમળ સમાન કોમળ, પ્રમાણોપેત અને સુશોભિત હતા. તેનું તાળવું અને જીભ રક્તકમળ સમાન લાલ અને કોમળ હતા. તેની આંખો ભઠ્ઠીમાં રહેલ અને અગ્નિથી તપાવાયેલ તથા ગોળ ઘૂમતા એવા શુદ્ધ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org