________________
૬૦
આગમ કથાનુયોગ-૩
-
-
—
-
-
-
-
-
તે વાણિજ્યગ્રામ નગરમાં સુદર્શન નામે એક શ્રેષ્ઠી રહેતા હતા. તેઓ ઋદ્ધિસંપન્ન -- યાવતું – અપરિભૂત – ઘણાં મનુષ્યોથી પરાભવ ન પામનારા, જીવાજીવ તત્ત્વના જાણકાર, શ્રમણોપાસક હતા – યાવત્ – યથાપરિગૃહિત (વિધિપૂર્વક ગ્રહણ કરેલ) તપોકર્મથી આત્માને ભાવિત કરતા એવા વિચરતા હતા.
ત્યાં મહાવીર સ્વામી સમોસર્યા – યાવત્ – પર્ષદા પર્યાપાસના કરવા લાગી. ૦ સુદર્શન શ્રેષ્ઠીનું ધર્મશ્રવણાર્થે આગમન :
ત્યાર પછી ભગવંત મહાવીરના પધાર્યાની વાત સાંભળીને તે સુદર્શન શ્રેષ્ઠી હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક–મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કરી સર્વ અલંકારોથી વિભૂષિત થઈને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને કોરંટપુષ્પની માળાવાળું છત્ર મસ્તક પર ધારણ કર્યું. પગે ચાલતો, ઘણાં મનુષ્યોના સમુદાયથી ઘેરાયેલો વાણિજ્યગ્રામ નગરની વચ્ચોવચ્ચ થઈ નીકળ્યો. નીકળીને જ્યાં દૂતિપલાશ ચૈત્ય હતું,
જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યો. આવીને શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ અભિગમપૂર્વક ગયો.
પાંચ અભિગમ આ પ્રમાણે - સચિત્ત દ્રવ્યનો ત્યાગ, અચિત્ત દ્રવ્યોનું અવિમોચન, વિનયપૂર્વક શરીરને નમાવવું, ભગવંતના દર્શન થતાં જ બે હાથની અંજલિ કરવી, મનને એકાગ્ર કરવું. એ પ્રમાણે કરીને – ત્રણ પ્રકારની પર્યાપાસના દ્વારા પર્યપાસના કરે છે.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે તે સુદર્શન અને તે વિશાળ પર્ષદાને ધર્મકથા કહી – યાવત્ – તેઓ આજ્ઞાના આરાધક થયા. ૦ સુદર્શન શ્રેષ્ઠી દ્વારા કાલવિષયક પૃચ્છા :
ત્યારપછી તે સુદર્શન શ્રેષ્ઠી શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મશ્રમણ કરી, અવધારણ કરી હર્ષિત અને સંતુષ્ટ થઈને પોતાના સ્થાનેથી ઊભો થયો, ઊભો થઈને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદના તથા નમસ્કાર કર્યા, વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું
હે ભગવંત! કાળ કેટલા પ્રકારે કહ્યો છે? હે સુદર્શન ! કાળ ચાર પ્રકારનો કહ્યો છે. ૧. પ્રમાણ કાળ, ૨. યથાનિવૃતિ કાળ, ૩. મરણ કાળ, ૪. અદ્ધા કાળ.
હે ભગવંત ! તે પ્રમાણ કાળ કેટલા પ્રકારે કહ્યો છે ?
પ્રમાણકાળ બે પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે :- ૧. દિવસ પ્રમાણકાળ અને ૨. રાત્રિ પ્રમાણકાળ. ચાર પૌરષીનો દિવસ હોય છે અને ચાર પૌરૂષીની રાત્રિ હોય છે. તે પૌરુષી દિવસ કે રાત્રિની ઉત્કૃષ્ટત સાડા ચાર મુહૂર્તની અને જઘન્યતઃ ત્રણ મુહૂર્તની હોય છે.
હે ભગવંત ! જ્યારે દિવસની અથવા રાત્રિની સાડાચાર મહુર્તની ઉત્કૃષ્ટ પૌરૂષી હોય છે, ત્યારે તે મુહુર્તના કેટલા ભાગ ઘટતા–ઘટતા દિવસ અને રાત્રિમાં ત્રણ મુહર્તની જઘન્ય પૌરુષી થાય છે ? અને જ્યારે દિવસની અથવા રાત્રિની ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરૂષી હોય છે, ત્યારે તે મુહૂર્તના કેટલા ભાગ વધતા વધતા દિવસ અને રાત્રિની સાડા ચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરુષી થાય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org