________________
શ્રમણ કથાઓ
૪૭
– સત્વોના વિષયમાં સંયમ ગ્રહણ કરે છે, તેના પર પણ તેઓ કલંક લગાડે છે.
આનું કારણ શું છે ? બધાં જ પ્રાણી પરિવર્તનશીલ છે. ત્રણ પ્રાણી પણ સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે, સ્થાવર પ્રાણી પણ ત્રસભાવને પામે છે. તેઓ ત્રસકાયપણું ત્યાગીને
સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે અને સ્થાવરો સ્થાવરકાયપણું ત્યાગીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે, જ્યારે તે ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ હનન કરવા યોગ્ય હોતા નથી. ૦ ત્રસપણા સંબંધે પ્રશ્ન :
ઉદક પેઢાલપુત્રએ વાદસહિત ભગવદ્ ગૌતમને આ પ્રકારે કહ્યું, હે આયુષ્યમાનું ગૌતમ ! તે પ્રાણી કોણ છે, જેને તમે ત્રસ કહો છો ? તમે ત્રસ પ્રાણીને ત્રસ કહો છો કે બીજા કોઈ પ્રાણીને ત્રસ કહો છો ?
ભગવદ્ ગૌતમે ઉદક પેઢાલપુત્રને વાદ સહિત આ પ્રમાણે કહ્યું, હે આયુષ્યમાનું ઉદક ! જે પ્રાણીઓને તમે ત્રણભૂત પ્રાણી, ત્રણભૂત પ્રાણી કહો છો, તેને અમે ત્રણ પાણી–ત્ર પાણી કહીએ છીએ અને અમે જેને ત્રસપાણી–ત્રસપ્રાણી કહીએ છીએ. તેને તમે ત્રણભૂત પ્રાણી – ત્રણભૂત પ્રાણી કહો છો. આ બંને સ્થાન સમાન અને એકાર્થક છે. તો હે આયુષ્યમાન્ ! ત્રણભૂત પ્રાણી – ત્રણભૂત પ્રાણી કહેવાને આપ શુદ્ધ માનો છો અને ત્રપ્રાણી – ત્રપ્રાણી કહેવું દુષ્પણિત સમજો છો ? હે આયુષ્યમાન્ ! તે રીતે શું આપ એકની નિંદા અને બીજાની પ્રશંસા કરો છો ? પરંતુ આપનો આ પૂર્વોક્ત ભેદ ન્યાય સંગત નથી.
ભગવદ્ ગૌતમે પુનઃ કહ્યું, એવા પણ કેટલાંયે મનુષ્ય છે, જેઓનું આ પૂર્વ કથન હોય છે કે, અમે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અનગારિક દીક્ષા ગ્રહણ કરવામાં સમર્થ નથી પણ ક્રમશ: સાધુત્વનો સ્વીકાર કરીશું. તેઓ એમના મનમાં આવો જ વિચાર કરે છે - તેઓ મનમાં આવા વિચારને સ્થિર કરે છે અને પછી તે પ્રમાણે ઉપસ્થિત થઈ જાય છે. રાજા આદિના અભિયોગ આદિ કારણોથી “ગાથાપતિ ચોર ગ્રહણ વિમોલ" ન્યાય થકી ત્રાસ પ્રાણીઓનો ઘાત ન કરવાની પ્રતિજ્ઞા કરાવે છે. આટલો ત્યાગ પણ તેમને માટે કલ્યાણકારી હોય છે.
- ત્રસજીવ પણ ત્રસનામ કર્મના ફળનો અનુભવ કરવાને કારણે ત્રસ કહેવાય છે જ્યારે તેનું ત્રસ આયુ ક્ષીણ થઈ જાય છે અને ત્રસકાયમાં તેમની સ્થિતિના હેતુરૂપ કર્મ પણ ક્ષીણ થઈ જાય છે, ત્યારે તેઓ તે આયુષ્યને છોડી દે છે અને તેને છોડીને તેઓ સ્થાવર ભાવને પ્રાપ્ત કરે છે.
સ્થાવર પ્રાણી પણ સ્થાવર નામકર્મના ફળનો અનુભવ કરવાને કારણે સ્થાવર કહેવાય છે અને એ જ કારણે તેઓ સ્થાવર નામને પણ ધારણ કરે છે. જ્યારે તેમનું સ્થાવરનું આણુ ક્ષીણ થઈ જાય છે અને સ્થાવરકાયની તેમની સ્થિતિનો કાળ સમાપ્ત થઈ જાય છે. ત્યારે તેઓ તે આયુને છોડી દે છે અને તે આયુને છોડીને પુનઃ પરલોકભાવને પ્રાપ્ત કરે છે.
તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાકાયાવાળા અને ચિરકાળની સ્થિતિવાળા પણ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org