________________
૫૪
આગમ કથાનુયોગ-૩
કાળના સમયે કાળ કરીને અત્યંત અસર યોનિમાં અથવા કિલ્બિષ યોનિમાં ઉત્પન્ન થાય છે. તેઓ ત્યાંથી ચ્યવને પછી બકરાની માફક મૂક અને તામસવૃત્તિવાળા થાય છે.
તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાકાય અને ચિરસ્થિતિવાળા હોય છે. એવા પ્રાણી ઘણાં હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તેવા પ્રાણી ઘણાં ઓછા હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું અપ્રત્યાખ્યાન હોય છે. હવે તે મહાન્ ત્રસકાયની હિંસાથી ઉપશાંત, વ્રતમાં ઉપસ્થિત, પ્રતિવિરતને જે આપ લોકો અથવા અન્ય કોઈ જે આ પ્રમાણે કહે છે કે, તેમના માટે એવો કોઈ પર્યાય નથી, જેનાથી શ્રમણોપાસકને એક પ્રાણીના પણ દંડનો ત્યાગ થાય.” આ કથન ન્યાયસંગત નથી.
ભગવન (ગૌતમે) કહ્યું, આ જગતમાં ઘણાં પ્રાણી દીધાર્યવાળા હોય છે. જેના વિષયમાં શ્રમણોપાસક વ્રતગ્રહણ કરવાના સમયથી મરણપર્યત દંડ દેવાનો ત્યાગ કરે છે તેવા પ્રાણીઓ પહેલાં જ કાળધર્મને પ્રાપ્ત કરીને પરલોકમાં જાય છે.
તેઓ પ્રાણી પણ કહેવાય છે, અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મોટા શરીરવાળા, ચિરકાળની સ્થિતિવાળા અને દીર્ધ આયુવાળા હોય છે. તેવા પ્રાણી ઘણાં છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને તેવા પ્રાણી ઘણાં ઓછા છે, જેના વિષયમાં શ્રમણોપાસકને અપ્રત્યાખ્યાન હોય છે.
તેથી તે મહાન્ ત્રસકાયની હિંસાથી ઉપશાંત, સંયમમાં સ્થિત, પ્રતિવિરતને માટે જે આપ અથવા બીજા કોઈ એમ કહે છે કે, “તેમના માટે એવો કોઈ પર્યાય નથી, જેના વિષયમાં શ્રમણોપાસકને એક પ્રાણીના દંડનો પણ ત્યાગ થાય." આવો ઉપદેશ ન્યાય સંગત નથી.
ભગવત્ (ગૌતમે) કહ્યું, આ જગતમાં કોઈ પ્રાણી સમાન આયુવાળા હોય છે, જેને શ્રમણોપાસક વ્રતગ્રહણના સમયથી લઈને મરણપર્યત દંડ દેવાનો નિષેધ કરે છે. તેઓ સમકાળમાં કાળને પ્રાપ્ત થાય છે. પછી પરલોકમાં જાય છે.
તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાત્ શરીરવાળા અને સમ આયુવાળા હોય છે. તેવા પ્રાણી અધિક હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને એવા પ્રાણી ઓછા હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકને પ્રત્યાખ્યાન હોતું નથી.
તે મહાન ત્રસકાયની હિંસાથી વિરત, મુમુક્ષુ, પ્રતિવિરતને માટે આપ લોકો કે અન્ય કોઈ જે એમ કહે છે કે, “તેમના માટે એવો કોઈ પર્યાય નથી, જેના વિષયમાં શ્રમણોપાસકને એક પ્રાણીના દંડનો પણ ત્યાગ હોય.” એ કથન ન્યાયયક્ત નથી.
ભગવત્ (ગૌતમે) કહ્યું, આ જગમાં કોઈ પ્રાણી અલ્પ આયુવાળા હોય છે. જેને શ્રમણોપાસક વ્રતગ્રહણના દિવસથી મરણપર્યત દંડ દેવાનો ત્યાગ કરે છે. તેઓ પહેલાં જ કાળ કરે છે અને પરલોકમાં જાય છે.
તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાનું શરીરવાળા અને અલ્પ આયુવાળા હોય છે. તેવા પ્રાણી અધિક હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org