________________
૫૬
આગમ કથાનુયોગ-૩
શ્રમણોપાસકને પ્રત્યાખ્યાન હોતું નથી. તે મહાન્ ત્રસકાયની હિંસાથી ઉપશાંત, મુમુક્ષુ, પ્રતિવિરતને માટે જે આપ અથવા અન્ય લોકો એ પ્રમાણે કહે છે, “એવો એક પણ પર્યાય નથી કે જેના માટે શ્રમણોપાસકને એક પ્રાણીના દંડનો પણ ત્યાગ થઈ શકે.” આ કથન ન્યાયસંગત નથી.
(૩) ત્યાં નિકટ દેશમાં રહેનારા જે ત્રસ પ્રાણી છે, જેને શ્રાવકે વ્રત ગ્રહણના સમયથી લઈને મરણપર્યત દંડ દેવાનો ત્યાગ કર્યો છે. તેઓ એ આયુને છોડે છે, છોડીને તેનાથી દૂર પ્રદેશમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે, જેના વિષયમાં શ્રમણોપાસકે વ્રતગ્રહણના સમયથી મરણપર્યત દંડ દેવાનો ત્યાગ કર્યો છે, તેમાં ઉત્પન્ન થાય છે. તેમના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે.
તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાકાય અને ચિરસ્થિતિવાળા હોય છે. તેવા પ્રાણી ઘણાં હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને એવા પ્રાણી અલ્પ હોય છે, જેમાં શ્રમણોપાસકને પ્રત્યાખ્યાન હોતું નથી. તે મહાનું ત્રસકાયની હિંસાથી ઉપરત, વિરત અને પ્રતિવિરતને માટે આપ કે અન્ય કોઈ જે આમ કહે છે કે, “એવો કોઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીના દંડનો પણ ત્યાગ થઈ શકે” એ કથન ન્યાયસંગત નથી.
(૪) ત્યાં સમીપ દેશમાં જે સ્થાવર પ્રાણી છે, જેને શ્રાવકે અનર્થદંડ દેવાનું વર્જિત કરેલ છે, પણ અર્થદંડ દેવાનું વર્જિત કરેલ નથી, તેઓ આયુષ્ય પૂરુ થયે, ત્યાં સમીપ દેશમાં જે ત્રસ પ્રાણી છે, જેને શ્રમણોપાસકે વ્રત ગ્રહણના દિવસથી મરણપર્યંત દંડ દેવાનો ત્યાગ કર્યો છે, તેમાં ઉત્પન્ન થાય છે. તેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે.
તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તે મહાકાય અને ચિરસ્થિતિવાળા હોય છે. તેવા પ્રાણી અધિક હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને તેવા પ્રાણી ઓછા હોય છે, જેના માટે શ્રમણોપાસકને પ્રત્યાખ્યાન હોતું નથી. તેથી તે મહાન્ ત્રસકાયની હિંસાથી ઉપશાંત, સંયમમાં સ્થિત અને પ્રતિવિરતને માટે આપ અથવા અન્ય કોઈ જે એમ કહે છે કે, “એવો કોઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીના પણ દંડનો ત્યાગ થઈ શકે." આ ઉપદેશ પણ ન્યાયયુક્ત નથી.
(૫) ત્યાં નીકટ દેશમાં જે સ્થાવર પ્રાણી છે, જેને શ્રમણોપાસકે પ્રયોજન વશ દંડ દેવાનો તો ત્યાગ નથી કર્યો, પણ અનર્થદંડનો ત્યાગ કર્યો છે, તેઓ જ્યારે તે આયુને છોડીને ત્યાંજ નીકટના દેશમાં જે સ્થાવર પ્રાણી છે, જેને શ્રમણોપાસકે અર્થદંડ તો છોડ્યો નથી, પણ અનર્થદંડ દેવો છોડી દીધેલ છે, તેમાં ઉત્પન્ન થાય છે. તેમને શ્રાવક અર્થદંડ તો આપે છે, પણ અનર્થ દંડ આપતો નથી.
તે પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તે મહાકાય અને ચિરસ્થિતિવાળા હોય છે. તેવા પ્રાણી અધિક હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકને સુપ્રત્યાખ્યાન હોય છે અને તેવા પ્રાણી ઓછા હોય છે જેમાં શ્રમણોપાસકને અપ્રત્યાખ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org