________________
૪૬.
આગમ કથાનુયોગ-૩
૦ ઉદક પેઢાલપુત્રનું ગૌતમસ્વામી નજીક આગમન :
આ અવસરે ભગવંત પાર્થની શિષ્ય પરંપરાના મેદાર્ય ગોત્રીય ઉદક પેઢાલપુત્ર નિર્ગસ્થ જ્યાં ભગવનું ગૌતમ બિરાજતા હતા, ત્યાં આવ્યા, આવીને ભગવદ્ ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે આયુષ્યમાન્ ! આપે જે પ્રમાણે સાંભળેલ છે અને જેવો નિશ્ચય કરેલો છે, તેવું વાદ સહિત મને કહો
ભગવનું ગૌતમસ્વામીએ ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું, હે આયુષ્યમાનું ! આપના પ્રશ્નને સાંભળીને અને સમજીને, જો હું જાણી શકીશ તો ઉત્તર આપીશ. ૦ પ્રત્યાખ્યાન સંબંધિ પ્રશ્નોત્તર :
- વાદસહિત ઉદક પેઢાલપુત્રએ ભગવદ્ ગૌતમને આ પ્રકારે કહ્યું, હે આયુષ્યમાન્ ! ગૌતમ ! કુમારપુત્ર નામક એક શ્રમણ નિર્ચન્થ છે જે તમારા પ્રવચનની પ્રરૂપણા કરતા તેમની નિકટ આવેલા ગાથાપતિ, શ્રમણોપાસકને આ પ્રકારે પ્રત્યાખ્યાન કરાવે છે – રાજા આદિના અભિયોગને છોડીને “ગાથાપતિ ચોર ગ્રહણ વિમોક્ષણ” ન્યાયથી ત્રસ પ્રાણીઓને દંડ દેવાનું પ્રત્યાખ્યાન છે.
પરંતુ તેમનું આ પ્રકારનું પ્રત્યાખ્યાન દુપ્રત્યાખ્યાન છે. આ પ્રમાણે જે પ્રત્યાખ્યાન કરે છે, તે દુષ્પત્યાખ્યાન કરે છે. આ પ્રકારે બીજાને પ્રત્યાખ્યાન કરાવનાર પુરુષ સ્વયં પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. તેનું કારણ આ પ્રમાણે છે–
– કેમકે સંસારી પ્રાણી પરિવર્તનશીલ છે. તેથી સ્થાવર પ્રાણી પણ ત્રસરૂપતાને પામે છે અને ત્રસપ્રાણી પણ સ્થાવર રૂપમાં ઉત્પન્ન થાય છે. તેઓ સ્થાવરકાયને છોડીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે અને ત્રસકાયને છોડીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે. તે ત્રણ પ્રાણી જ્યારે સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યારે તે ત્રસકાયને દંડ ન દેનારા દ્વારા હત્યા કરવા યોગ્ય થાય છે.
પરંતુ જે લોકો આ પ્રમાણે પ્રત્યાખ્યાન કરે છે, તેમનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે. આ પ્રમાણે જેઓ પ્રત્યાખ્યાન કરાવે છે, તેમણે કરાવેલ પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે.
આ પ્રમાણે જે બીજાને પ્રત્યાખ્યાન કરાવે છે, શું તેઓ પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન નથી કરતા ? – રાજાના અભિયોગને છોડીને “ગાથાપતિ ચોર ગ્રહણ વિમોક્ષણ” ન્યાયથી વર્તમાનમાં ત્રસરૂપે પરિણત પ્રાણીને દંડ દેવાનો ત્યાગ છે. આ પ્રકારે હોવાથી ભાષામાં શક્તિવિશેષનું વિદ્યમાન ન હોવાથી તેઓ ક્રોધ કે લોભને વશ બીજાને પ્રત્યાખ્યાન કરાવે છે. શું અમારો આ ઉપદેશ ન્યાય સંગત નથી? હે આયુષ્યમાન્ ! ગૌતમ ! અમારું આ કથન શું આપને યોગ્ય લાગે છે ?
ભગવદ્ ગૌતમે ઉદક પેઢાલપુત્રને વાદસહિત આ પ્રમાણે કહ્યું, હે આયુષ્યમાન્ ઉદક! આ પ્રમાણે પ્રત્યાખ્યાન કરાવવું અમને યોગ્ય લાગતું નથી. જે શ્રમણ કે બ્રાહ્મણ તમારા કહેવા પ્રમાણે પ્રરૂપણા કરે છે, તે શ્રમણ અને નિર્ગસ્થ યથાર્થ ભાષાનું ભાષણ કરનારા નથી. તેઓ અનુતાપને ઉત્પન્ન કરનારી ભાષાનું ભાષણ કરે છે. તેઓ શ્રમણ અને શ્રમણોપાસકને અભ્યાખ્યાન કરે છે – વ્યર્થ કલંક આપે છે. જે અન્ય પ્રાણીઓ – યાવત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org