________________
૫૦
આગમ કથાનુયોગ-૩
--
આ અર્થ સમર્થ નથી. (અર્થાત બરોબર નથી.)
તે જીવ એ જ છે, જેણે પહેલાં સમસ્ત પ્રાણીઓ – યાવત્ – સમસ્ત સત્વોને દંડ દેવાનો ત્યાગ કર્યો ન હતો. તે એ જ જીવ છે, જેણે હાલ સમસ્ત પ્રાણીઓ – યાવત્ – સમસ્ત સત્વોને દંડ દેવાનો ત્યાગ નથી. તે પહેલા અસંયમી હતો. પછી સંયમી થયો છે, ફરી પાછો અસંયમી થઈ ગયો છે. અસંયમી જીવને સંપૂર્ણ પ્રાણીઓ – વાવ – સંપૂર્ણ સત્વોને દંડ દેવાનો ત્યાગ હોતો નથી. તે નિર્ગળ્યો આ પ્રમાણે જાણો. આ પ્રમાણે જ જાણવું જોઈએ. ભગવત્ (ગૌતમે) કહ્યું કે, હું નિર્ચન્થોને પૂછું છું, હું આયુષ્યમાન્ નિર્ચન્હો ! આ લોકમાં પરિવ્રાજકો કે પરિવાજિકાઓ કોઈ બીજા તીર્થના સ્થાનમાં રહીને ધર્મ સાંભળવાને માટે શું સાધુની સમીપે આવી શકે છે ?
હાં, આવી શકે છે. શું તથા પ્રકારની વ્યક્તિઓએ ધર્મ સાંભળવો જોઈએ ? હાં, સાંભળવો જોઈએ.
શું તેઓ આવા પ્રકારનો ધર્મ સાંભળીને અને સમજીને આ પ્રમાણે કહી શકે છે કે, આ નિર્ચન્જ પ્રવચન જ સત્ય છે, અનુત્તર છે, કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારું છે, પરિપૂર્ણ છે, ન્યાયયુક્ત છે, સંશુદ્ધ છે, શલ્યનાશક છે, સિદ્ધિનો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, નિર્માણ માર્ગ છે, નિર્વાણ માર્ગ છે, અવિતથ, મિથ્યાત્વરહિત સંદેહરહિત અને સમસ્ત દુઃખોના નાશનો માર્ગ છે ?
આ ધર્મમાં સ્થિત જીવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે, સમસ્ત દુઃખોનો નાશ કરે છે. તેથી અમે તેની આજ્ઞાનુસાર તેમાં બતાવેલી રીતિથી ચાલીશું, રહીશું, બેસીશું, પડખાં બદલીશું, ભોજન કરીશું, બોલીશું, ઉઠીશું, ઉઠીને સંપૂર્ણ પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્વોની રક્ષાને માટે સંયમ ધારણ કરીશું – આ પ્રમાણે શું તેઓ કહી શકે ?
હાં, તેઓ આ પ્રમાણે કહી શકે છે. શું આ પ્રકારના વિચારવાળા તે જીવ દીક્ષા દેવા યોગ્ય છે ? હાં, તેઓ યોગ્ય છે. શું આવું વિચારનારા તે પુરુષ મુંડિત કરવાને યોગ્ય છે ? હાં, તેઓ યોગ્ય છે. આવા વિચારવાળા તે પુરુષ શું શિક્ષા દેવાને યોગ્ય છે ? હાં, અવશ્ય યોગ્ય છે. શું આવા વિચારવાળા તે પુરુષ પ્રવજ્યામાં સ્થાપવા યોગ્ય છે ? હાં, યોગ્ય છે. શું આવા વિચારવાળા તે પુરુષ સાથે બેસીને ભોજન કરવા યોગ્ય છે? હાં, યોગ્ય છે.
શું તે હવે આવા પ્રકારની ચર્યામાં સ્થિત થઈને – યાવત્ – ચાર, પાંચ, છ કે દશ વર્ષ સુધી થોડાં કે અનેક દેશોમાં ફરીને પુનઃ ગૃહસ્થાવાસમાં જઈ શકે ખરા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org