________________
શ્રમણ કથાઓ
૪૧
ગોશાળકે ભગવંત મહાવીર પર આક્ષેપ કરતા કહ્યું કે
તમારા શ્રમણ ભગવંત મહાવીર ઘણાં ડરપોક છે, તેથી તેઓ જ્યાં ઘણાં આગંતુક મુસાફર લોકો ઉતરતા હોય, એવા આગંતુકગૃહો અને આરામગૃહોમાં નિવાસ કરતા નથી. કેમકે તેઓ વિચારે છે કે, આવા સ્થાનોમાં ઘણાં બધાં કોઈ જૂન, કોઈ અધિક, કોઈ વક્તા અને કોઈ મૌની એવા મનુષ્યો ત્યાં નિવાસ કરે છે.
એ સિવાય કોઈ મેધાવી, કોઈ શિક્ષિત, કોઈ બુદ્ધિમાનું તથા કોઈ સૂત્ર અને અર્થોમાં પૂર્ણ નિષ્ણાત ત્યાં નિવાસ કરે છે. તેથી આવા તે લોકો મને કોઈ પ્રશ્ન પૂછી ન બેસે, એવી આશંકાથી તે શ્રમણ ભગવંત મહાવીર ત્યાં જતા નથી.
ત્યારે આર્દિકે તેમને પ્રત્યુત્તર આપ્યો કે, તે શ્રમણ ભગવંત મહાવીર પ્રયોજન વિના કોઈ કાર્ય કરતા નથી કે બાળકની માફક વિચાર્યા વિના પણ કોઈ કાર્ય કરતા નથી. જ્યારે તેઓ રાજભયથી પણ ધર્મોપદેશ કરતા નથી ત્યારે બીજા ભયોની વાત જ ક્યાં રહી ? ભગવંત પ્રશ્નોના ઉત્તર આપે છે અને નથી પણ આપતા. તે તો તીર્થંકર નામકર્મને કારણે આર્યપુરુષોને ધર્મોપદેશ આપે છે.
તે તીર્થકર ભગવંત સાંભળનારાની પાસે જઈને કે ન જઈને સમાનભાવથી ધર્મનો ઉપદેશ આપે છે. પરંતુ અનાર્ય લોકો દર્શનથી ભ્રષ્ટ હોય છે, તેવી આશંકાથી ભગવંત તેમની પાસે જતા નથી.
ત્યારે ગોશાલકે ભગવંત મહાવીર પ્રત્યે આક્ષેપ કરતા કહ્યું કે, જેમ લાભાર્થી વણિક લાભને માટે મહાજનો સાથે સંગ કરે છે, તે જ ઉપમા શ્રમણ જ્ઞાતપુત્રની છે. એવું મારી બુદ્ધિથી મને જણાય છે.
ત્યારે આદ્રકે કહ્યું કે, શ્રમણ ભગવંત મહાવીર નવીન કર્મોને બાંધતા નથી, પરંતુ પૂર્વના કર્મોનો ક્ષય કરે છે. કેમકે તેઓ સ્વયં કહે છે કે, પ્રાણી કુમતિને છોડીને જ મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે મોક્ષનું વ્રત કહેલું છે. તે જ મોક્ષના ઉદયની ઇચ્છાવાળા ભગવંત છે, તેવું હું કહું છું.
વણિક તો પ્રાણીઓનો આરંભ કરે છે અને તેઓ પરિગ્રહની મમતા પણ રાખે છે. તેમજ જ્ઞાતિજનો સાથેનો સંબંધ ન છોડીને લાભના નિમિત્તે બીજાનો સંગ કરે છે.
વણિકો ધનના અન્વેષી–અર્થી અને મૈથુનમાં અત્યંત આસક્ત હોય છે. તેઓ ભોજનની પ્રાપ્તિને માટે અહીં-તહીં જાય છે. અમે લોકો તો વણિકોને કામાસક્ત, પ્રેમરસમાં ગૃદ્ધ અને અનાર્ય કહીએ છીએ.
વણિકો આરંભ અને પરિગ્રહને છોડતા નથી. પરંતુ તેમાં અત્યંત લિપ્ત રહે છે અને આત્માને દંડ દેનારા છે. તેઓનો જે ઉદય, જેને તમે ઉદય કહો છો, તે વસ્તુતઃ ઉદય નથી પણ ચતુર્ગતિરૂપ સંસારને પ્રાપ્ત કરનાર અને દુઃખનું કારણ છે અને તેનો કદિ અંત નથી.
વણિકોને જે ઉદય હોય છે, તે એકાંત અને આત્યંતિક નથી. એવું વિકજન કહે છે. તેમજ તેમના ઉદયમાં કોઈ ગુણ હોતો નથી. જ્યારે ભગવંત જે ઉદયને પ્રાપ્ત થાય છે. તે સાદિ અને અનંત છે. તેઓ બીજાને પણ આવા જ ઉદયની પ્રાપ્તિને માટે ઉપદેશ આપે છે. ભગવંત ત્રાણ કરનારા અને સર્વજ્ઞ છે.
: ૮ ૮૮ ૮d
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org