________________
૪૦
આગમ કથાનુયોગ-૩
જ અનુભવ કરતા હતા. કેમકે–
શ્રમણ ભગવંત મહાવીર તો ત્રસ અને સ્થાવર જીવોના કલ્યાણને માટે હજારો જીવોની મધ્યમાં ધર્મનું કથન કરતા-કરતા પણ એકાંતનો જ અનુભવ કરી રહ્યા છે. કેમકે તેમની ચિત્તવૃત્તિ તઅનુરૂપ જ બનેલી રહે છે.
ધર્મનો ઉપદેશ કરતા-કરતા પણ તેમને દોષ લાગતો નથી. કેમકે તેઓ સમસ્ત પરીષહોને સહન કરનારા, મનને વશમાં કરીને રહેલા અને જિતેન્દ્રિય છે. તેથી ભાષાના દોષોને વર્જિત કરનારા એવા તેમને માટે ભાષાનું સેવન પણ ગુણ છે, દોષ નથી.
કર્મથી અલિપ્ત એવા તેઓ પાંચ મહાવ્રતો અને પાંચ અણુવ્રતો તથા પાંચ આસવ અને પાંચ સંવરોનો ઉપદેશ કરે છે અને પૂર્ણ શ્રમણપણામાં તેઓ વિરતિની શિક્ષા આપે છે – આ પ્રમાણે હું કહું છું.
ત્યાર પછી ગોશાળાએ પોતાનો મત પ્રગટ કરતા આર્ટિકમુનિને કહ્યું કે, શીતદિક આદિનું સેવન પાપ નથી–
શીતદિક (કાચું પાણી), બીજકાય (સચિત વનસ્પતિ), આધાકર્મ તથા સ્ત્રીઓનું સેવન ભલે કોઈક જ કરતું હોય, પરંતુ જે એકલા વિચરે છે, તેને અમારા ધર્મમાં પાપ લાગતું નથી.
ત્યારે આર્ટકમુનિએ કહ્યું, સચિત્ત જળ, વનસ્પતિકાય આધાકર્મ અને સ્ત્રીઓનું સેવન કરનારા ગૃહસ્થ છે, શ્રમણ નથી.
જો વનસ્પતિકાય, સચિત્ત પાણી, આધાકર્મ અને સ્ત્રીઓનું સેવન કરવા છતાં પણ જો કોઈ પુરુષને શ્રમણ માનવામાં આવે તો પછી ગૃહસ્થને પણ શ્રમણ કેમ ન માનવા ? કેમકે તેઓ પણ આ બધાંનું સેવન કરે જ છે ?
જે ભિક્ષ થઈને પણ સચિત્ત વનસ્પતિકાય, સચિત્ત જળ અને આધાકર્માદિનું સેવન કરે છે, જીવન રક્ષાને માટે ભિક્ષાવૃત્તિ કરે છે. તેઓએ પોતાના જ્ઞાતિ સંસર્ગને છેદ્યા હોવા છતાં પણ તેઓ પોતાના શરીરના પોષક જ છે, પણ કર્મોનો ક્ષય કરનારા નથી.
ત્યારે ગોશાલકે કહ્યું, હે આર્તક ! તમે આ પ્રકારના વચનો કહીને સંપૂર્ણ પાવાદકોની નિંદા કરી રહ્યા છો. પાવાદુક ગણ અલગ-અલગ પોતાના સિદ્ધાંતોને બતાવીને પોતાના દર્શનને શ્રેષ્ઠ કહે છે.
ત્યારે આદ્રકે તેને કહ્યું કે, તે શ્રમણ અને બ્રાહ્મણ પરસ્પર એકબીજાની નિંદા કરીને પોતપોતાના દર્શનની પ્રશંસા કરે છે. તેઓ પોતાના દર્શનમાં કહેલી ક્રિયાના અનુષ્ઠાનથી પુણ્ય થાય અને પરદર્શન ઉક્ત ક્રિયાના અનુષ્ઠાનથી પુણ્ય ન થાય તેવું જણાવે છે તેથી હું તેમની આ એકાંત દૃષ્ટિની નિંદા કરું છું, તે સિવાય બીજું કંઈ નહીં.
અમે કોઈના રૂપ અને વેશની નિંદા નથી કરતા, પરંતુ સ્વદર્શનના માર્ગનો પ્રકાશ, કરીએ છીએ. આ માર્ગ સરળ અને સર્વોત્તમ છે અને આર્ય સત્પરષો દ્વારા અનુત્તર કહેવાયો છે.
ઉર્ધ્વ અધો અને તિછ દિશાઓમાં રહેનારા જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે, તે પ્રાણીઓની હિંસાથી ધૃણા કરનારા સંયમી પુરુષ આ લોકમાં કોઈની નિંદા કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org