________________
૩૮
આગમ કથાનુયોગ-૩
અંગીકાર કરેલા છે. ત્યારે તે કન્યા પોતાના પરિવાર સહિત તે આર્તમુનિની પાછળ જવા લાગી. લોકો તથા રાજાની સમક્ષ તેમનો હાથ પકડી લીધો. તે વખતે આર્દ્રકુમાર પણ દેવતાના વચનને (દેવતા કૃત ભવિષ્યવાણીને) યાદ કરવા લાગ્યા. ત્યારે તથાવિધ કર્મોના ઉદયથી “આ અવશ્ય બનવાનું જ છે.” એ પ્રમાણે ભવિતવ્યતાના યોગથી પોતાના વ્રતથી પ્રતિભગ્ન થયા. તે કન્યા સાથે તેમણે પાણિગ્રહણ કર્યું અને સંસાર સંબંધી ભોગોને ભોગવવા લાગ્યા. ૦ આર્કકુમારને પુનઃ વૈરાગ્યભાવનો ઉદય :
આર્દકકુમારને શ્રીમતી સાથે ભોગ ભોગવતા એક પુત્ર ઉત્પન્ન થયો. ત્યાર પછી કેટલાંક કાળે આર્દકકુમારે પોતાની પત્નીને કહ્યું, હે પ્રિયે હવે તને સહાયક એવો આ પુત્ર તારી પાસે છે, તેથી તું મને અનુમતિ આપ, જેથી હું ફરી પ્રવજ્યા ગ્રહણ કરું. ત્યારે શ્રીમતી પોતાના પુત્રને તે વાત જણાવવા માટે રૂ ની પૂણીઓ લઈને કાંતવા બેઠી. જ્યારે તે બાળકે આ જોયું ત્યારે તેણે તેની માતાને પૂછ્યું કે, હે માતા ! તું આવું મજૂરો જેવું સામાન્ય કામ કેમ કરે છે ? ત્યારે શ્રીમતીએ જણાવ્યું કે, તારા પિતા દીક્ષા લેવાના છે, માટે મારે હવે બીજો કોઈ આશ્રય નથી. તારા પિતા સાધુ બની જશે પછી તને મારે મોટો કરવાને માટે અર્થ ઉપાર્જન કરવું પડશેને ? તેથી હું અનાથ સ્ત્રીઓએ કરવા યોગ્ય એવું આ નિંદ્ય કર્મ કરીને મારા આત્માને ભાવિત કરતા તારું પાલન પોષણ કરી શકું – એ પ્રમાણે વિચારીને મેં ઇત્તરજનોએ કરવા યોગ્ય આ સામાન્ય કર્મ કરવું શરૂ કરેલ છે.
ત્યાર પછી તે બાળકે ઉત્પન્ન પ્રતિભા વડે કહ્યું કે, માતા તારે દુઃખી થવાની જરૂર નથી. હું એવું કરીશ કે, જેથી મારા પિતા દીક્ષા નહીં લે. એમ કહીને તેણે કાંતેલા સુતરના તાંતણા (આંટી) વડે તેના પિતાના પગને બાંધી દીધા અને માતાને પોતાની કાલી કાલી ભાષામાં કહેવા લાગ્યો કે, માતા મેં મારા પિતાના પગે સુતરની આંટી વીંટી દીધી. હવે તે ક્યાં જશે ? ત્યારે આર્દિકકુમારે વિચાર્યું કે, આ બાળકે મારા પગે જેટલા તાંતણા વીંટેલા છે, તેટલા વર્ષ માટે ઘરમાં રહેવું. એમ ધારીને તેણે તાંતણાઓને ગણ્યા. તે તાંતણા બાર થયા. તેથી આદ્રકુમારે નક્કી કર્યું કે, આ પુત્રનો મારા પર આટલો બધો સ્નેહ છે તો હું બાર વર્ષ હજી ગૃહસ્થાવાસમાં રહીશ.
બરાબર બાર વર્ષ પૂર્ણ થયા ત્યારે આર્દ્રકુમાર ઘેરથી નીકળી ગયા અને ફરી પ્રવ્રજિત થઈ ગયા (દીક્ષા લીધી) ત્યાર પછી સૂત્રાર્થ નિષ્પન્ન એવા તે આર્તમુનિ એકાંકી વિહાર વડે વિચરતા રાજગૃહ તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં તેમને ચોરવૃત્તિમાં તત્પર એવા પોતાના જ ૫૦૦ સામંતો મળ્યા. આ પ૦૦ સામંતો એ જ હતા, જેમને આર્દ્રકુમારના પિતાએ પૂર્વે આર્કમારના રક્ષણ માટે રોક્યા હતા. જ્યારે આર્તકુમાર ઘોડા પર પલાયન થઈ ગયા ત્યારે તે પ૦૦ રાજપુત્રો રાજભયથી ભયભીત થઈને રાજાની પાસે ગયા ન હતા. તે જ અટવીમાં ચોરવૃત્તિને ધારણ કરીને રહેલા. ૦ આર્કમુનિ દ્વારા ચોર અને હસ્તિતાપસઆને પ્રતિબોધ :
આર્કમુનિ તે ૫૦૦ ચોરોને પોતાના સામંતો હતા, તે પ્રમાણે ઓળખીને તેઓને પૂછયું કે, તમે આવી પાપકારી અને દુર્ગતિદાયક વૃત્તિ કેમ અંગીકાર કરી ? ત્યારે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org