________________
શ્રમણ કથાઓ
છે. એમ કહીને તેને દીક્ષા લેતા અટકાવવાનો પ્રયત્ન કર્યો. પણ તેણે દેવતાની અવગણના કરી અને યતિ વેશ ધારણ કર્યો. એ પ્રમાણે નિરતિચાર ચારિત્રનું પાલન કરતા તેઓ વિચરવા લાગ્યા. (સૂયગડાંગ સૂત્ર ૭૩૮ની વૃત્તિમાં જણાવ્યા પ્રમાણે તેઓ પ્રત્યેકબુદ્ધ થયા.) આર્યકમુનિને અનુકૂલ ઉપસર્ગ :
આર્દ્રકમુનિ કોઈ વખતે વિચરતા–વિચરતા વસંતપુર નગરે પહોંચ્યા. ત્યાં બહારના કોઈ દેવમંદિરમાં કાયોત્સર્ગ પ્રતિમા ધારણ કરીને રહ્યા. દેવલોકથી ચ્યવીને બંધુમતીનો જીવ (આર્દ્રકમુનિના સામાયિક ગૃહસ્થના ભવની પત્નીનો જીવ) વસંતપુરના શ્રેષ્ઠીની પુત્રી શ્રીમતીરૂપે ઉત્પન્ન થયો હતો. તે પોતાની અન્ય સખીઓ સાથે તે જ દેવમંદિરમાં રમવાને આવેલી હતી. તે બધી સખી એવી રમત રમતી હતી કે, આ મંદિરના જે સ્તંભો છે તેને ભર્તાર ગણીને જેને જે રુચે તે પતિ પસંદ કરી લેવો. બધી સખીઓએ એકએક સ્તંભને પતિરૂપે પસંદ કર્યો. કોઈ સ્તંભ બાકી ન રહેતા શ્રીમતી કન્યાએ કાયોત્સર્ગ પ્રતિમાએ રહેલા આર્યકમુનિને પકડી લીધા અને કહ્યું કે, મારો પતિ આ યતિ.
જ્યારે શ્રીમતી કન્યા આ પ્રમાણે બોલી ત્યારે ત્યાં તેની નિકટમાં રહેલા દેવોએ, “આ કન્યાએ ઘણો સારો વર પસંદ કર્યો.'' એમ પ્રશંસા કરીને ત્યાં સાડા બાર કરોડ પ્રમાણ સોનૈયાની વૃષ્ટિ કરી. રાજાએ ત્યાં આવીને તે સુવર્ણને ગ્રહણ કર્યું. દેવતાઓએ ત્યાં સર્પો વિકુર્તી તે સુવર્ણને પાછું મૂકાવી દીધું. પછી જાહેર કર્યું કે, આ સર્વે સુવર્ણ આ બાલિકાનું છે તેથી બીજા કોઈ તેને ગ્રહણ કરી શકશે નહીં. તેની તે કન્યાના પિતા એવા શ્રેષ્ઠીએ સર્વ સુવર્ણને લઈને સારી રીતે મૂકી રાખ્યું.
આર્દ્રકકુમારે પણ તેને અનુકૂળ ઉપસર્ગ થયો જાણીને વિચાર્યું કે, અહીં રહેવાથી મારે વ્રતભંગનો પ્રસંગ આવશે. તેથી તેઓ ત્યાંથી વિહાર કરી અન્યત્ર ચાલી નીકળ્યા. જેમ જેમ સમય વિતવા લાગ્યો તેમ તેમ શ્રીમતીની સાથે લગ્ન કરવાને ઘણાં માંગા આવવા લાગ્યા. તે કુમારોને આવતા જાણીને તેણીએ માતા–પિતાને પૂછ્યું કે, આ બધાં કુમારો શાના માટે આવે છે ત્યારે માતા–પિતાએ તેણીને જણાવ્યું કે, આ બધાં તને પરણવાને માટે આવી રહ્યા છે. ત્યારે તેણી બોલી કે, હે પિતાજી ! કન્યા તો એક ને જ અપાય છે, અનેકને નહીં. જેના સંબંધમાં વૃષ્ટિ થયેલ સુવર્ણને તમે ગ્રહણ કરેલ છે, તેને જ હું તો અપાઈ ગઈ છું અર્થાત્ મારા પતિ તો મેં તે યતિને જ ગ્રહણ કરી લીધા છે.
ત્યારે તે શ્રેષ્ઠીએ તે કન્યાને પૂછ્યું કે, હે બાલિકા ! તું તારા પતિને કઈ રીતે ઓળખીશ ? ત્યારે શ્રીમતીએ કહ્યું કે, જ્યારે હું તે યતિના પગે પડી ત્યારે મેં તેમના પગમાં વીજળી સમાન ઉદ્યોતવાળી ગજચિન્હની રેખા જોયેલી હતી. આવું ચિન્હ જોઈને હું તેમને ઓળખી જઈશ. ત્યાર પછી તેના પરિજ્ઞાનને માટે સર્વ ભિક્ષાર્થીઓને – સાધુઓને તેણી શુદ્ધ ભિક્ષાનું દાન કરવાને લાગી અને સર્વેના ચરણોમાં વંદન કરવા લાગી. એ પ્રમાણે કરતા બાર વર્ષ વીતી ગયા.
ત્યારે કોઈ દિવસે ભવિતવ્યતાના યોગે આર્દ્રકમુનિ વિચરણ કરતા વસંતપુર નગરે પધાર્યા. તેમને ભિક્ષા વડે પ્રતિલાભીને તેમના ચરણકમળમાં વંદના કરતા, યતિના પગમાં રહેલા ચિન્હને જોઈને શ્રીમતીને પરિજ્ઞાન થયું કે, આ જ તે મુનિ છે, જેને મેં મારા પતિરૂપે
Jain Education International
૩૭
For Private & Personal Use Only
www.jainelibrary.org