________________
શ્રમણ કથાઓ
૩૫
લીધે તેનો અનાર્ય દેશમાં જન્મ થયો છે નક્કી એ આસનભવ્ય અને મુક્તિગામી છે, તેણે પારિણામિક બુદ્ધિ વડે જાણ્યું કે, આ મારી સાથે પ્રીતિ ઇચ્છે છે, માટે કોઈ એવો પ્રપંચ કરવો કે તે અરિહંતનો ભક્ત થાય. તેથી જો હું તેને આદિ તીર્થંકરની પ્રતિમા ભેટમાં મોકલાવું તો પ્રતિમાના દર્શન વડે તેનો અનુગ્રહ થશે. જો તે તીર્થંકરની પ્રતિમા જોશે તો તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થશે, માટે તેવી પ્રતિમા ભેટ મોકલું.
આ પ્રમાણે વિચારી, એક પેટી લાવી તેમાં આદિ તીર્થકર એવા ઋષભદેવની પ્રતિમાને પૂજાના સર્વ ઉપકરણો સાથે મૂકી. સાથે એક શ્લોક પણ લખીને મોકલ્યો કે, મારું ચિત્ત તમારા વિશે જ સંલગ્ન છે. તમારા ગુણનું શ્રવણ કરીને મારા કાનને બહુ જ સંતોષ થયો છે. મારી જીભ તમારું નામ ગ્રહણ કર્યા કરે છે. ફક્ત એક દૃષ્ટિ જ તરફડ્યા કરે છે.” – આ પ્રમાણે લખી પેટી બંધ કરી તાળું વાસી તે આર્દક રાજાના મંત્રીને આપીને કહ્યું, આ પેટી તમારે આદ્રકુમારને છાની રીતે આપવી.
શ્રેણિક રાજાએ પણ આર્દક રાજાને યોગ્ય ભેટયું મોકલાવ્યું. તે મંત્રીને સારી રીતે સન્માન્યો. પછી એ સર્વ લઈને આર્દિક રાજાનો પ્રધાન પ્રવાહણમાં બેસી સમુદ્ર માર્ગે ચાલ્યો. કેટલેક દિવસે પોતાને નગર પહોંચ્યો. ત્યાં જઈ રાજાએ આપેલ ભેંટણું આર્દક રાજાને સોંપ્યું. તે આર્દક રાજાએ હર્ષથી ગ્રહણ કર્યું. અભયકુમારે આપેલ ભેટ લઈને આર્દિકકુમાર પાસે ગયો. પેલી પેટી છાની રીતે આર્તકકુમારને આપી. ૦ આર્દકકુમારને બોધ થવો :
આર્દ્રકુમારે અભયકુમારના સંદેશા પ્રમાણે એકાંતમાં રહીને પેટી ઉઘાડી, તેમાં રહેલી અપર્વ પ્રતિમાને જોઈ. અપૂર્વ બિંબને જોઈને તેણે વિચાર્યું કે, અહો ! મારા મિત્રએ આ શી અપૂર્વ વસ્તુ મોકલી ? મેં આવી વસ્તુ આજ પર્યત ક્યાંય જોઈ નથી. તે કોઈ અલંકાર કે ઘરેણું નથી એવી ખાતરી થતા પ્રતિમાને સિંહાસન ઉપર અલંકાર સહિત બિરાજમાન કરી, તેની સન્મુખ ઊભો રહી આર્દ્રકુમાર ધ્યાન ધરવા લાગ્યો. અહો ! શું મેં આવું રૂપ પૂર્વે કયાંય પણ જોયેલું છે ? એ પ્રમાણે ઇહા–અપોહ કરતા અંતે તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. વિચારવા લાગ્યો કે, અહો મને અભયકુમારે મહાન ઉપકાર કર્યો છે કે, તેણે મને સદ્ધર્મથી પ્રતિબોધિત કર્યો છે. આર્ટિકમારને પૂર્વભવની સ્મૃતિ થઈ. ૦ આર્દકકુમારનો પૂર્વભવ :
મગધ-દેશમાં વસંતપુર નામે એક નગર હતું. ત્યાં સામાયિક નામનો એક કુટુંબી (કણબી) રહેતો હતો. તેને બંધુમતી નામે એક સુંદર પત્ની હતી. સંસારના ભયથી ઉદ્વેગ પામીને તેણે પોતાની પત્ની સહિત ધર્મઘોષ આચાર્ય પાસે જઈને ધર્મનું શ્રવણ કર્યું. ધર્મ સાંભળીને તે બંનેએ દીક્ષા ગ્રહણ કરી. સામાયિકમુનિ સમ્યક પ્રકારે આચારનું પાલન કરતા-કરતા સંવિગ્ર સાધુ ભગવંતો સાથે વિચરણ કરવા લાગ્યા. બંધુમતી સાધ્વી પણ સાધ્વીજીઓ સાથે વિચરણ કરવા લાગ્યા.
કોઈ વખતે તેઓ કોઈ એક નગરમાં ભિક્ષાર્થે ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે સામાયિકમુનિએ બંધુમતી સાધ્વીજીને જોયા. ત્યારે તેવા પ્રકારના કર્મોદયના કારણે બંધુમતી સાથે સંસારમાં ભોગવેલ કામક્રીડાનું સ્મરણ થયું, તેને તે પ્રકારના ભાવો ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org