________________
૩૪
આગમ કથાનુયોગ-૩
૦ આદ્રકુમાર કથા -
આર્દક નામે એક અનાર્ય દેશ હતો, ત્યાં આર્ટિકપુર નામે નગર હતું. તેમાં આર્ટિક (આ૮) નામે રાજા રાજ્ય કરતો હતો. તેના પુત્રનું નામ પણ આર્દક (આર્કકુમાર) હતું. તેના વંશજો પણ બધાં આÁક નામથી જોડાયેલા હતા. આÁ રાજાની પત્નીનું નામ આર્ક્ટિકા હતું. ૦ રાજા શ્રેણિક અને રાજા આર્ટની પરસ્પર પ્રીતિ–
રાજા શ્રેણિકને રાજા આર્ટ સાથે અત્યંત પ્રીતિ હતી, પોતાની મૈત્રી નિમિત્તે તે કોઈને કોઈ પ્રકારનું ઉત્તમ ભેટછું મોકલતો હતો. કોઈ વખતે રાજા શ્રેણિકનો એક મંત્રી પ્રીતિલેખ અને ભેટયું લઈને આÁ રાજાના નગરમાં ગયો. ત્યાં જઈને તેણે રાજાને ભેટયું અને પ્રીતિલેખ અર્પણ કર્યા. તે સ્વીકારીને રાજા આર્કે, શ્રેણિક રાજાને મન અને વચનથી પ્રણામ કર્યા. પછી મગધદેશના કુશળ સમાચાર પૂછયા. રાજા શ્રેણિકના મંત્રીએ તે ઉપરથી સર્વના કુશળ સમાચાર આપ્યા.
પછી આર્દ્રકુમારે હાથ જોડી પોતાના પિતા રાજા આÁને પૂછયું, હે પિતાજી ! તમારે મગધ દેશના રાજા સાથે પ્રીતિ ક્યાંથી ? રાજાએ કહ્યું કે, મારે અને તેને ઘણા કાળથી મૈત્રી છે. અહીંના રાજાઓને પૂર્વકાળના ત્યાંના રાજાઓ સાથે સારો સંબંધ હતો. આ કુળક્રમાગત પ્રીતિ છે. પિતાના વચનો સાંભળી આર્તકુમારે પેલા મંત્રીને પોતાના આવાસમાં બોલાવી એકાંતમાં પૂછયું, તમારા શ્રેણિક રાજાનો કોઈ પુત્ર છે? ત્યારે મંત્રીએ કહ્યું, મહાબુદ્ધિશાળી અને પાંચસો મંત્રીઓમાં મુખ્ય એવા અભયકુમાર નામે તેને પુત્ર છે. આર્દ્રકુમારે કહ્યું, મારે તેની સાથે મૈત્રી કરવી છે. માટે તમે જ્યારે અહીંથી જાઓ ત્યારે મારી પાસેથી ભેટયું લઈને જજો.
જ્યારે મંત્રી ત્યાંથી વિદાય થયા ત્યારે આર્ટ રાજાએ શ્રેણિક રાજાને યોગ્ય એવાં મણિમુક્તાફળાદિ મહાઈ વસ્તુઓ પોતાના મંત્રીને આપીને કહ્યું, તમે આ વસ્તુઓ લઈને રાજગૃહી જર્જા. ત્યાં શ્રેણિક રાજાને આ મૂલ્યવાનું ઉપહાર અર્પણ કરજો. ત્યારે આર્ટ રાજાનો મંત્રી, શ્રેણિક રાજાના મંત્રી સાથે રાજગૃહી જવા નીકળ્યો. શ્રેણિક રાજાનો મંત્રી ત્યાંથી નીકળતા પહેલા આર્દ્રકુમાર પાસે જઈ આવ્યો. પોતાને હવે રાજગૃહી જવાનું છે એમ કહ્યું. ત્યારે તેણે અભયકુમારને આપવા માટે કોટિ મૂલ્યવાળા મણિ મુક્તાફળાદિ આપીને કહ્યું, અભયકુમારને મારા પ્રણામ કહેજો – આ ભેટશું આપજો. ૦ અભયકુમારની વિચારણા – આર્દકને મોકલેલ ઉપહાર :
- રાજા આર્ટએ શ્રેણિક રાજાના પ્રધાનનું પણ ઉત્તમ વસ્તુઓ આપી સન્માન કર્યું. પછી બંને મંત્રીઓ ત્યાંથી શુભ દિવસે પ્રવહણમાં બેસી ચાલી નીકળ્યા. અનુક્રમે રાજગૃહી નગરે પહોંચ્યા. ત્યાં આર્દક રાજાના મંત્રીએ સર્વ મૂલ્યવાનું, મહાર્ણ ભેટ શ્રેણિક રાજાને અર્પણ કરી, તે જોઈને રાજા ઘણો હર્ષિત થયો. તેણે તે મંત્રીનું ઘણું જ સન્માન કર્યું. શ્રેણિક રાજાના મંત્રીએ પણ આર્દ્રકુમારે આપેલી વસ્તુઓ અભયકુમારને અર્પણ કરી. એ ભેટશું જોઈને હર્ષિત થયેલા અભયકુમારે ચિંતવ્યું કે –
આ આર્ટુકુમારે તત્ત્વની અર્થાત્ વ્રતની વિરાધના કરી હશે, તેથી કર્મજ બુદ્ધિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org