________________
૩ર.
આગમ કથાનુયોગ-૩
પ્રાધાન્ય છતાં આર્દ્રકુમાર આદિ માટે સૂયગડાંગ જોવું જ રહ્યું અને પદાર્થોની એકથી | દશની ગણના છતાં ઠાણાંગ સૂત્રની વૃત્તિમાં કથા તો મળે જ છે. ગણિતાનુયોગ પ્રાધાન્ય છતાં જંબૂદીવપન્નત્તિ સૂત્ર વિના ભગવંત ઋષભનું ચરિત્ર અને ભરત ચક્રવર્તી કથા અધૂરી જ રહી હોત. તો જીવ–અજીવ આદિ પદાર્થોની પ્રજ્ઞાપના કરતા જીવાજીવાભિગમની વૃત્તિ પણ ક્યાંક ક્યાંક કથાઓનું દર્શન કરાવવાનું ચૂક્યું નથી.
ચાર મૂળસૂત્રોમાં આવશ્યક સૂત્રની પંચાંગી તો લખલૂંટ ખજાના જેવું છે. આગમોમાં સૌથી વિપુલ સાહિત્ય જો ક્યાંય પ્રાપ્ત થતું હોય તો તે છે આવશ્યક સૂત્રના ચૂર્ણિ–વૃત્તિ–ભાષ્ય અને નિર્યુક્તિ તેની સાથે સાથે ઓઘ અને પિંડનિર્યુક્તિ પણ આચારની સમજ આપતી વેળા વિવિધ દોષોનો નિર્દેશ કરતા અનેક દૃષ્ટાંતો પૂરા પાડે જ છે. પણ જો દષ્ટાંતમાળાની ગુંથણી જ કરવી હોય તો નિશીથ, બૃહત્કલ્પ, વ્યવહાર અને જીતકલ્પ સૂત્રના ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ જેટલી વિપુલ માહિતી તો અંગસૂત્ર અને ઉપાંગસૂત્રો પણ પૂરી પાડતા નથી. મહાનિશીથ સૂત્ર તો સચોટ કથાના વૈભવરૂપ છે જ. તો દસાસુયાબંધ છેદસૂત્ર એ શ્રેણિક–ચેઘણા તારા ભગવંત વંદનાર્થે જતા શ્રાવકોની ઋદ્ધિનું ઉત્તમ દષ્ટાંત પૂરું પાડેલ છે. નંદી આદિ ચૂલિકા સૂત્ર પણ કથાનકથી અણસ્પર્યા નથી જ તો પન્ના સૂત્ર પણ કથાનો અંગુલિનિર્દેશ તો કરે જ છે.
આટલા બધાં આગમોમાં કથાઓના વર્ણનથી આપણે સહેજે એવો વિચાર ઝૂરે કે, અધધ ! આટલું કથાસાહિત્ય છે આપણી પાસે ? તો તમને ભગવંતના શાસનકાળ વખતના એક માત્ર નાયાધમકહા સૂત્ર સુધી અવશ્ય દોરી જવા પડશે.
જ્યારે નાયાઘમ્મકહા સૂત્રનું કદ ૫,૭૬,૦૦૦ શ્લોક પ્રમાણ હતું ત્યારે તેમાં નાની–મોટી થઈને સાડા ત્રણ કરોડ કથાઓ હતી. આ તો થઈ માત્ર એક જ અંગસૂત્રની વાત. બીજા સૂત્રોમાં આવતી કથાઓ તો અલગ. તેની સામે અમે વર્તમાનકાલીન આગમોમાં પીસ્તાળીશે આગમ, તેની પ્રાપ્ત નિર્યુક્તિ, ભાગ, ચૂર્ણિ, વૃત્તિ આદિ બધું જ સાહિત્ય એકઠું કરીને એક–એક પાત્રની માહિતીને એક જ
સ્થાને સંગ્રહિત કરી તો પણ મળ્યા માત્ર ૮૫ર કથાનક અને ૧૮૭ દૃષ્ટાંતો. ખેર I છેદસૂત્રો અને આવશ્યક સૂત્રનું વિવેચન સાહિત્ય ફંફોસતા દૃષ્ટાંતોની સંખ્યા હજી વધી શકે છે. પણ ક્યાં સાડા ત્રણ કરોડનું કથા સાહિત્ય અને ક્યાં આજે મળતી માંડ-માંડ હજાર-બારસો કથાઓ !!!
તો પણ મને સંતોષ છે કે, પૂજ્યપાદું આગમોદ્ધારક શ્રી આનંદસાગર સૂરિશ્વરજીના અધૂરા રહી ગયેલા સ્વપ્નોને પરિપૂર્ણ કરવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું અને અનેકાનેક પૂજ્ય શ્રી, શ્રમણીર્વાદ અને મૃતપ્રેમીઓના દ્રવ્યભાવયુક્ત સહકાર, પ્રેરણા, ભાવના, આશીર્વાદ અને પ્રાર્થનાઓના પ્રેરકબળોથી ગણધર કૃત શબ્દોને પુનઃ શબ્દદેહ અર્પી કિંચિત્ ચેતના પૂરી શક્યો છું.
– મુનિ દીપરત્નસાગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org