________________
શ્રમણ કથાઓ
૩૯
રાજપુત્રોએ રાજભય આદિ સર્વ વાત જણાવી. ત્યારે આર્કકમુનિએ તેમને સમજાવ્યું. અરે! ભદ્રજનો ! કષ્ટ પડે તો પણ સજ્જન પુરુષોએ કદાપિ ચોરી કરવી નહીં. દુર્લભ એવો મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને એવું કાર્ય કરવું કે, જેથી શુભગતિ પ્રાપ્ત થાય. આવા પ્રકારના આÁકમુનિના વચનોથી તે ૫૦૦ ચોર (રાજપુત્રો) બોધ બામ્યા અને તે પાંચસોએ પ્રવજ્યા ગ્રહણ કરી.
ત્યારપછી રાજગૃહનગરના પ્રવેશ પૂર્વે તેમણે ગોશાલક, હસ્તિતાપસ અને બ્રાહ્મણોને વાદમાં પરાજિત કર્યા. (તવિષયક કથન આ કથામાં જ આગળ આવશે.)
તે વખતે આર્તકમુનિના દર્શન માત્રથી હાથી બંધન છોડીને ભાગ્યો. હસ્તિતાપસ આદિને આÁકમુનિએ ધર્મકથા કહી. રાજગૃહીમાં પરમાત્માના સમવસરણ પ્રતિ ભગવંત મહાવીરને વંદના કરવા ચાલ્યા. જ્યારે રાજાએ સર્વ વૃત્તાંત જાણ્યું ત્યારે તેણે અત્યંત કુતૂહલ યુક્ત હૃદય વડે આÁકમુનિને પૂછયું, હે ભગવન્! તમારા દર્શન માત્રથી હાથી બંધન તોડીને ભાગી ગયો ? આપ ભગવંતના પ્રભાવથી તે સંવૃત્ત થયો તેનું કારણ શું? ત્યારે આર્ટકમુનિએ તેમને જણાવ્યું – એ બેડી તોડવી તો બહું સુલભ છે. પણ મેં જે સૂત્રના તાંતણારૂપી લતાપાશ તોડ્યો. તે જ સર્વ પ્રાણીઓને દુષ્કર છે.
ત્યારે રાજાએ પૂછ્યું, એ સૂત્રના તાંતણારૂપી લાપાશનો શો સંબંધ છે ? ત્યારે આર્ટકમુનિએ પોતાના પુત્રે સૂત્રના તાંતણા વીંટ્યા હતા, તે સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળી રાજા વગેરે સર્વલોક આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે આર્કમુનિએ જણાવ્યું કે, લોખંડની જંજીરો તોડવી તો સરળ છે પણ સ્નેહસંતુ રૂ૫ બેડી તોડવી પ્રાણીઓને માટે અતિ દુષ્કર છે. ૦ આર્ટકમુનિનો ગોશાલક સાથે વાદ :
આર્કકમુનિનો ગોશાલક સાથે જે વાદ થયો તેને સૂત્રકાર મહર્ષિ સૂયગડાંગ સૂત્રમાં જે રીતે વર્ણવેલ છે, તે આ પ્રમાણે – ત્યારપછી રાજકુમાર પ્રત્યેકબુદ્ધ એવા આર્દકકુમાર જ્યારે રાજગૃહીમાં ભગવંત સમીપે જઈ રહ્યા હતા ત્યારે તેમને ગોશાલક સાથે આ પ્રમાણે વાદ થયો
ગોશાલકે કહ્યું, હે આર્દક ! જે હું કહું છું તે સાંભળ – શ્રમણ ભગવંત મહાવીરનો પૂર્વ વૃત્તાંત એ હતો કે, તેઓ પહેલા એકાકી – એકલા વિચરતા હતા, તપસ્વી હતા. પરંતુ હવે તેઓ અનેક ભિક્ષુઓને પોતાની સાથે રાખીને વિસ્તારની સાથે ધર્મનો ઉપદેશ કરે છે દેવોની મધ્યે જઈને ધર્મકથન કરે છે.
તે ચંચળ ચિત્તવાળા મહાવીરે હવે આ જીવિકા સ્થાપિત કરેલી છે કે, સભામાં જઈને અનેક ભિક્ષુઓની વચ્ચે ઘણાં બધાં લોકોના હિતને માટે ધર્મોપદેશ કરે છે. હાલના સમયનો તેમનો વ્યવહાર પહેલાના વ્યવહારથી બિલકુલ વિપરિત છે.
આ પ્રમાણે કાં તો તેમનો પહેલાનો એકાંતવાસનો વ્યવહાર જ સાચો હોઈ શકે અથવા વર્તમાનકાળે અનેક લોકો સાથે રહેવાનો તેમનો વ્યવહાર સાચો હોઈ શકે. પરંતુ તે બંને વ્યવહાર સાચા હોઈ શકે નહીં. કેમકે બંને વ્યવહાર પરસ્પર વિપરિત છે.
ત્યારે આર્તક મુનિએ ગોશાળાને ઉત્તર આપતા કહ્યું, શ્રમણ ભગવંત મહાવીર તો પહેલા – આજે અને ભવિષ્યમાં સદા સર્વદા એકાંતનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org