________________
શ્રમણ કથાઓ
૩૩
બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
નમો નમો નિમ્મલદંસણસ્મા શ્રી આનંદ ક્ષમા લલિત સુશીલ સુધર્મસાગર ગુરૂભ્યો નમ:
-કથાનુયોર-૩
ખંડ-૨-અધ્યયન-૫-શ્રમણ કથા
(શ્રમણ કથાનક વિભાગમાં ગણધર કથા, પ્રત્યેકબુદ્ધ કથા, નિલવ કથા આદિ અધ્યયનો પછી શ્રમણ કથા” શબ્દ જોઈને કદાચ આશ્ચર્ય થાય કે, શ્રમણ કથાનક વિભાગમાં જ “શ્રમણ કથા” એવું અધ્યયન કેમ? ગણધરો પણ શ્રમણ જ હતા. પ્રત્યેકબુદ્ધો પણ શ્રમણો જ હતા પરંતુ તે–તે અધ્યયનોની વિશેષતાને કારણે તેમની ભિન્ન-ભિન્ન અધ્યયનમાં વિચારણા કરી. હવે શ્રમણ અર્થાત્ ઉક્ત વિશેષતા સિવાયના સર્વસાધારણ સાધુ ભગવંતોના કથાનકો આ અધ્યયનમાં સ્થાન પામેલા છે – અપાયેલા છે.
શ્રમણોને નિર્ગસ્થ ભિખું. સાધુ ઇત્યાદિ અનેક પર્યાય નામોથી ઓળખવામાં આવે છે. તેની ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ પણ આગમ સૂત્રોમાં જોવા મળે છે. પરંતુ તે-તે વ્યાખ્યાઓને આધારે શ્રમણ શબ્દની ઓળખ કે પરિભાષામાં પડવાને બદલે સર્વસ્વીકૃત–સર્વવિદિત એવો શબ્દ “સાધુ” છે તે જ આ અધ્યયનનો આધાર છે, તેમ સમજવું – જાણવું અને ચતુર્વિધ સંઘના એક ઘટકરૂપ એવા સાધુ ભગવંતોની કથા અહીં આપેલ છે. તેમાં જે ચક્રવર્તી કે બળદેવ આદિ દીક્ષા લઈને શ્રમણ થઈ ગયા તે-તે કથાનો પણ અહીં સમાવેશ કરેલ નથી, કેમકે તેને કથાઓ પૂર્વે ઉત્તમ પુરુષ કથાનકોમાં અપાઈ ગયેલ છે.
–
૮
–
૮
–
શ્રમણ કથાનું વિભાગીકરણ કરવામાં અમે મુખ્ય બે વિભાગ કર્યા છે :- (૧) મૂળ આગમ આધારિત કથા. (૨) આગમોની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ આધારિત કથા.
Jain Lucenternational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org