________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા
એકજ દાખલાથી, વૈદકશાસ્ત્રમાં કાળે કાળે કેવો કે અને કઈ કઈ જાતને કેટકેટલો ફેરફાર થયો છે, તે તરફ દષ્ટિ કરતાં આપણને સમજાશે કે, જેમ વડના ઝાડનું ગાંભીય, વડની વડાવઈ. ઓથી આવત થઈ, ઘણે કાળે જેનારને અસલ થડ શોધી કાઢવું મુશ્કેલ થઈ પડે છે, તેમ વર્તમાન ચિકિત્સાશા જેનાં પ્રાચીન આયુર્વેદને શોધી કાઢવે કઠિન થઈ પડ્યો છે, પણ અમે લેકે હિંમત અને ખાતરી સાથે કહી શકીએ છીએ કે, હાલમાં જે જુદી
જુદી જાતનાં ચિકિત્સાશાસ્ત્રો પ્રવર્તી રહ્યાં છે, તે મૂળ આયુર્વેદના પુત્ર-પુત્રો અને વંશજો છે, તેનું દિગ્દર્શન નીચે કરાવવામાં આવે છે.
વેદ અને આયુર્વેદના પ્રાચીન સિદ્ધાંતો તપાસતાં જેમ વેદધર્મની ઉપર જુદે જુદે સમયે, જુદી જુદી જાતનાં પડે ચડેલાં જણાય છે, તેમ આયુર્વેદ ઉપર પણ તે તે કાળમાં જુદાં જાદાં પડે ચડેલાં માલુમ પડે છે. વેદ અને આયુર્વેદ એ પ્રાણીમાત્રના કલ્યાણ માટે નિર્માણ થયેલાં છે, તેથી હાલમાં જે કિંવદંતી ચાલે છે, કે “વહી હિંસા હિંસા ન મવતિ” તે પ્રમાણે વેદ તથા આયુર્વેદમાં હિંસા હતી નહિ. પણ જ્યારથી કૃષ્ણ યજુર્વેદની સ્થાપના થઈ, ત્યારથી વેદમાં યજ્ઞનિમિત્તે હિંસાની રીતિ ચાલુ થઈ. તે પ્રમાણે આયુર્વેદમાં પશુયજ્ઞ, પક્ષીનું માંસ વગેરે અવયને, જુદાં જુદાં દ્રવ્ય ગણીને તેના રસ, ગુણ, વિર્ય, વિપાક અને શક્તિને વિચાર કરીને, તે તે પ્રમેગેનું એક નવું પડ ચડાવવામાં આવ્યું. એટલે વેદધર્મ ઉપર જેવું હિંસાનું પડ ચડ્યું, તેવું આયુર્વેદની ઉપર પણ ચડયું. તે પછી જ્યારે વામમાગીઓએ સુરા અને વાણી વગેરે ઘણી જાતનાં માદક દ્રવ્યની શોધ કરી, એટલે આયુર્વેદ ઉપર આસ અને અરિષ્ટને બીજો લેપ ચડ્યો. તે પછી તે દ્રવ્યોમાં અનિષ્ટતા દેખાવાથી, શુદ્ધ દ્રવ્યને સિદ્ધ લેકેએ
For Private and Personal Use Only