________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ - મધુર અને કર્તમાન “g
IT
.
?
--------- છ- ---- ઘણા પ્રાચીન કાળથી આયુર્વેદની સ્થાપના આપણા આર્યાવર્તમાં થયેલી છે. આર્યાવર્તમાં અથવા આખી દુનિયામાં પ્રાચીન નમાં પ્રાચીન ગણતાં પુસ્તકમાં, “વેદ” નામથી ઓળખાતાં પુસ્તક સિવાય બીજું કઈ પણ પુસ્તક જાણવામાં આવ્યું નથી. તે વેદને માનનારાઓ તથા વેદનું મનન કરનારાઓ, વેદને અનાદિ તથા અપૌરુષેય માને છે; અને તેજ વેદપિકી નાદને ઉપવેદ, તે આયુર્વેદ ગણાય છે. એટલે સૃષ્ટિના આદિમાં જે જે મંત્રદ્રષ્ટા ઋષિઓ ઉત્પન્ન થયા, તે તે ઋષિઓને વેદમંત્રો દેખાયા અને તે પછી તે મંત્રનું વિવેચન કરતાં આયુર્વેદનું નિરૂપણ કરવામાં આવ્યું, આ ઉપરથી સમજી શકાય છે કે, આયુર્વેદ વેદકાળની સાથે સાથેજ ઉત્પન્ન થયેલું છે. હવે જાણવાનું એટલું બાકી રહે છે કે, આ યુર્વેદ નામનું કોઈ પુસ્તક હાલમાં હયાત નથી; પણ હાલમાં જે પુસ્તકે ઉપલબ્ધ થાય છે તે આયુર્વેદનો આશય લઈને ઋષિમુ નિઓએ ચરક, સુશ્રત આદિ સંહિતાઓ રચેલી છે, તેને આયુર્વેદ કહેવામાં આવે છે તે આયુર્વેદની જુદી જુદી સંહિતાએ જુદા જુદા ઋષિઓએ ગૂંથેલી હોવા છતાં, તે એટલી તે પૂર્ણ છે કે, જેમ વર્તમાનકાળમાં કઈ પણ ઋષિ ઉત્પન્ન થઈ વેદમંત્રને દ્રષ્ટા થવાને દા કરે, પણ તેણે ગમે તેવા ગોઠવેલા મંત્રના આશય અસલ વેદમાંથી નીકળી આવે છે તે મંત્રદ્રષ્ટા ગણાય નહિ; પણ માત્ર વેદમંત્રના વિવેચક અથવા ભાષ્યકાર ગણાય. તેમ આયુર્વેદના સિદ્ધાંત ને લીધા સિવાય, કેઈ પણ શેધક, વૈદકવિદ્યામાં નવી શોધ કરી શકે નહિ. પણ આયુર્વેદના વિવેચકે ભાગ્યકાર ગણાય; એટલે કહેવા ની મતલબ એવી છે કે, આયુર્વેદ
૬
For Private and Personal Use Only