________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુર્વેદ અને તેની અગત્ય યથાર્થ રૂપમાં ગોઠવી ધર્મ, અર્થ, કામ અને મોક્ષપર્યન્ત પહોંચવાને માટે પ્રણાલિકા ઠરાવી હોય, તેને આયુર્વેદ કહે છે.
મિત્રો! આપણા રાષિઓએ મનુષ્યના અથવા કહે કે પ્રાણીમાત્રના હિતને માટે આયુર્વેદની સ્થાપના કરી, કેઈ પણ સ્વાર્થ વિના માત્ર પરમાર્થ બુદ્ધિથી પિતાના જ્ઞાન સમુદ્રમાંથી નિષ્કર્ષરૂપ જે મુકતાફળની માળ પ્રમાણે શબ્દરૂપ માળાઓ ગોઠવી રાખી છે, તેનું પરિધાન કરવાથી આપણું આબાલવૃદ્ધના આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યામિક તાપનું સાંત્વન થાય છે. માટે આપણે તે આયુર્વેદના રહસ્યને સમજવાને અને આયુર્વેદમાં લખેલાં ટૂંકા સૂત્રોમાં રહેલાં રહસ્ય સમજવા પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે. તેટલા માટે આ પ્રથમ નિબંધ તેની પ્રસ્તાવનારૂપે લખી, આપ લેકનાં મનને આનંદ પમાડવા અને આપને આયુર્વેદ એ શું છે અને આયુર્વેદમાં કેટલું ગાંભીર્ય છે તથા આયુર્વેદ ભણવાની અને તેનું મનન કરવાની કેટલી બધી આવશ્યકતા છે, તે તરફ આપનું ધ્યાન ખેંચવાની અમારી ખાસ ફરજ છે. આજકાલ એવું મનાયું છે કે, આયુર્વેદને અભ્યાસ કરે એ માત્ર વૈદોને માટે છે, આપણે (બીજાઓએ) એના તરફ દષ્ટિ કરવાની કોઈ જરૂર નથી; પણ એવા વિચાર કરનારાઓ કેવળ ભૂલ કરે છે. કારણ કે જેને આયુષ્ય છે અથવા જેને પોતાનું આયુષ્ય ટકાવી રાખવાની ઈચ્છા છે અથવા જેને જન્મથી મરણપર્યન્ત રેગિરૂપી શત્રુના દળને શરીરમાં દાખલ નહિ થવા દેવાને વિચાર છે, તેણે તે બીજા ધર્મ શાસ્ત્રોને, અર્થશાસ્ત્રોને, કામશાસ્ત્રોને અભ્યાસ કરતાં પહેલાં આયુર્વેદને અભ્યાસ કરવાની ખાસ જરૂર છે.
For Private and Personal Use Only