________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુર્વેદ અને તેની અગત્ય તેને આયુ કહે છે અને એ આયુને ઉપદ્રવરહિત, રોગડિત, કલેશરહિત અને નિર્બળતારહિત નિભાવી રાખવાની જે વિદ્યા, તેને આયુર્વેદ કહે છે શાસ્ત્રકાર આપણને શીખવે છે કે –
शरीरप्राणयोरेवम् संयोगादायुच्यते। :
कालेन तद्वियोगाद्धि पंचत्वं कथ्यते बुधैः ॥ એટલે શરીર અને પ્રાણનો જ્યાં સુધી કેગ કાયમ રહે, ત્યાં સુધીના કાળને આયુષ્ય કહે છે. હવે આપણે સમજવામાં આવે છે કે, જ્યારે જે દેશમાં મનુષ્ય ત્રાષિપદને, ગીપદને અને સિદ્ધપદને પામતા હતા, ત્યારે તેઓએ નિઃસ્વાર્થપણે મનુષ્યમાત્રના કલ્યાણને માટે જે શાસ્ત્રો રચેલાં છે, તે શાસ્ત્રો અપૂર્ણ કેમ હોઈ શકે? - મિત્ર! આપણે એટલું તે ધ્યાનમાં રાખવું જોઈએ કે, આ પણ માતા વાત્સલ્યપ્રેમથી આપણા ઉપર જે હેત બનાવી, કાયમ ના સુખને માટે જે જન કરે, તે એક અપરમાતા આપણે સુખની હાનિ કરવાને, આપણું મનસ્વી તરંગેને પુષ્ટિ આપી, આપણને આડે રસ્તે દોરી જાય અને આપણે અજ્ઞાનદશામાં મેહવશ થઈને, આપણી વત્સલતાથી પરિપૂર્ણ માતાને ત્યાગ કરી, (જ્યાં સુધી આપણને આપણું ભૂલ ન જણાય ત્યાં સુધી) અપરમાતાના સ્વરૂપને જાણ્યા વિના દેરાઈ જઈએ, તે શોચનીય છે.
ખરી વાત તે એ છે કે, જે શાસ્ત્રમાં (પછી તે ગમે તે ભાષામાં લખાયેલું હોય) પરમેશ્વરનું, પ્રકૃતિનું, આત્માનું, આત્માનાં કર્મોનું અને તેથી જોડાતા પ્રાણી શરીરનું તથા સુખદુઃખનું વર્ણન કરવામાં આવ્યું હોય તથા મનુષ્ય જગ્યા પછી તેના શરીર ઉપર આકાશમાં પ્રકાશના ગૃહનાં કિરણોની, વાતાવરણમાં વહેતા વાયુઓની, ત્રાતુમાં થતા (હીન, મિથ્યાગ અને અતિયોગ) ફેરફારની, તેમ માબાપનાં કર્મો, ચારિત્ર્ય અને મને વિકારની
For Private and Personal Use Only