________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા
મનુષ્યમાત્રના જીવનને માટે, કલ્યાણને માટે, આરોગ્ય માટે અને સંપૂર્ણ સુખ પામવા માટે, જુદી જુદી દિશામાં, જુદી જુદી ભાષામાં, જુદા જુદા રૂપમાં અને જુદે જુદે પ્રકારે પ્રવૃત્તિ થાય, એ જરૂરનું તેમ આનંદદાયી છે, પરંતુ તે પ્રવૃત્તિ એવી ન હેવી જોઈએ કે જેથી એકબીજાના માનને હાનિ પહોંચે.
હિંદુસ્તાનની આર્યપ્રજા, સૃષ્ટિના આદિથી એટલે વેદકાળથી મનુષ્યના જીવનને પૃથ્વીથી પરમેશ્વરપર્યત સરળતાથી સુખરૂપ પહોંચવા માટે કેવા માર્ગો લેવા તેને વિચાર કરતી આવી છે. અને આર્ય પ્રજાએ શારીરિક, માનસિક અને આત્મિક ઉન્નતિ કેવી રીતે કરવી તેના નિયમે, જ્ઞાન દ્વારા, અનુભવ દ્વારા અને પ્રત્યક્ષ અનુમાન અને ઉપમાનથી સિદ્ધ કરી, આપ્ત-પ્રમાણમાં એવી રીતે ગેઠવી તેની સંકલના કરી છે કે, તે સંકલનામાં થોડો પણ ફેરફાર કરવાની આવશ્યકતા રહી નથી, પરંતુ તે જાષિમુનિઓ એ જે નિયમે હરાવ્યા છે અથવા જે શેધ કરી છે, તેને સમાવેશ જેમ ઘડામાં સમુદ્રને સમાવી દીધું હોય તેમ, એક વાક્યમાં અથવા એક સૂત્રમાં કરે છે. એટલે હવેના વિદ્વાનોના હાથમાં એટલી જ વાત રહેલી છે કે, તે સૂત્રને સમજીને પિતપેતાની બુદ્ધિ પ્રમાણે તેને વિસ્તારમાં લખી, આ કાળના ઓછી બુદ્ધિવાળા મનુષ્ય સમજી શકે તેવા રૂપમાં લાવી, જગત પર ઉપકાર કરે; એ સિવાય બીજો ઉપાય રહ્યો નથી. કેટલાક વિદ્વાનેને એ અનિપ્રાય છે કે, આર્યોનું વૈદ્યકશાસ્ત્ર અપૂર્ણ છે, તેમાં સુધારાની ઘણું જરૂર છે, એ લોકેએ પ્રત્યક્ષમાં જોયા સિવાય જેમ મન માં આવ્યું તેમ લખી માર્યું છે, પરંતુ એવા વિચારને હસી કાઢવા સિવાય આપણી પાસે બીજો ઉપાય નથી.
આપણા શાસ્ત્ર પ્રમાણે અથવા આપણી ભાષા પ્રમાણે જ્યાં સુધી મનુષ્ય જીવે અથવા જન્મ અને મરે તેની વચમને જે કાળ
For Private and Personal Use Only