Book Title: Shrutasarita
Author(s): Rajnibhai C Shah
Publisher: Narendra Mulchand Shah Mumbai
Catalog link: https://jainqq.org/explore/004582/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ESO 383 તરસારિતા (પત્રાવલિ સહિત) : સંકલનકાર - લેખક : 20 MATઈ શુળીલાલ શાહ U.S.A. SRA IRURERIROSR333333333EUR 3R CRARI2 SAIR 828 82 SR SR32 32 32 32 32 32 32 32 32 32 3 જ Seeeeeeeીથી 0િ 2010_03 Page #2 -------------------------------------------------------------------------- ________________ શુતરિત : સંકલનકાર - લેખક : રજનીભાઈ ચુનીલાલ શાહ U.S.A. 2010_03 Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : નરેન્દ્ર મૂળચંદ શાહ, મુંબઈ. યોગદાન : પ્રફુલ્લભાઈ મૂળચંદ શેઠ પરિવાર પુસ્તકનું નામ : શ્રુતસરિતા લેખક : રજનીભાઈ ચુનીલાલ શાહ, યુ. એસ. એ. પ્રકાશન વર્ષ : સંવત ૨૦૬૪ - ઈસવીસન ૨૦૦૮ આવૃત્તિ : રપ00 નકલ મૂલ્ય ; અભ્યાસ, અધ્યયન, આરાધન મુદ્રક : પરાગભાઈ શાહ, શાલિભદ્ર ઓફસેટ પ્રિન્ટર્સ, ગંજ બજાર, જુના માધુપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૪. ફોન : (૦૭૯) ૨૨૧ ૨૧ ૦ ૨૧ (ર) • પ્રાપ્તિ સ્થાન • ! (૧) પ્રફુલ્લ મૂળચંદ શેઠ રજનીભાઈ ચુનીલાલ શાહ 61-45 98th Street, 20 Brentwood Lane, Apartment # 2M, Cranbory, New Jersey 08512. Rego Park, New York 11374. Telephone : 609-716-2009 Telephone : 718-592-4663 (૩) નરેન્દ્ર મૂળચંદ શેઠ ૨૫, ગૌતમ ધન, દાદાભાઈ રોડ (કચ્છી ચાલ), વિલે પારલે (વેસ્ટ), મુંબઈ. (૪) પ્રકાશ ચુનીલાલ શાહ ૩, અંબર એપાર્ટમેન્ટ, નહેરૂનગર ચાર રસ્તા, આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૧૫. 2010_03 Page #4 -------------------------------------------------------------------------- ________________ અંતર નિવેદન અનંત ઉપકારી પરમ તારક શ્રી જિનેશ્વર ભગવંતે ઉપદેશેલ સર્વશ્રેષ્ઠ તત્વજ્ઞાન અને આચારમય પરમ કલ્યાણકર શ્રી વીતરાગ ધર્મની આરાધના દ્વારા ભૂતકાળમાં અનંત આત્માઓ ભવભ્રમણથી સર્વથા મુક્ત થઈને અવ્યાબાધપણે અનંતસુખના સ્વામી બન્યા છે. પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં, સંખ્યાબંધ આત્માઓ આ ધર્મની આરાધનામાં, પોતાનું સર્વોત્કૃષ્ટ વીર્ય ફોરવીને, કર્મોની નિર્જરા કરતાં કરતાં, વર્તમાનમાં શાશ્વત સુખધામ ભણી સંચરી રહેલ છે. એ જ રીતે, સર્વજ્ઞ પ્રણીત ધર્મની આરાધના વડે, ભાવિમાં અનંત આત્માઓ પણ શ્રી સિદ્ધિસુખનાં ભોક્તા બનશે, તે નિઃશંક છે. જૈનદર્શનની આ સર્વજ્ઞમૂલક પરંપરા જે રીતે ત્રિકાલાબાધિત અને અવિચ્છિન્નપણે વહી રહી છે; તેથી જ તેનો મહિમા અનુપમ અને અલૌકિક રહેવા પામ્યો છે. શ્રી નીતિસૂરિજી સમુદાય આજ્ઞાવર્તિની તપોનિધિ અને નિસ્પૃહતાની મૂર્તિ પરમ પૂજય સ્વ. સુનંદાશ્રી સાધ્વીજી મ.સા. દ્વારા સૌજન્યનિધિ અને સગુણાનુરાગી પ.પૂ. શ્રીમદ્ વિજય ભાનચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબનો મને સંવત ૨૦૩૬-૩૭ (ઈસવી સન ૧૯૮૦-૮૧)માં પરિચય થયો. આ પુણ્યવંતા પરિચયથી મારા જીવનમાં ધર્મનું નવલું પ્રભાત પ્રગટી ઉઠયું. પૂજયશ્રીએ મને અનેક મૌલિક સિદ્ધાંતોનો તેમ જ શાસ્ત્રગ્રન્થોનો અભ્યાસ, મારી લાયકાત અને ક્ષમતા અનુસાર કરાવ્યો. સાથે સાથે, તેઓશ્રીએ ધર્મનો પ્રારંભ કરવાથી માંડીને શ્રેષ્ઠ સિદ્ધિ વરવા સુધીનું સ્પષ્ટઅસદ્િધસુરેખ નિરૂપણ કર્યું. હાલમાં તેઓશ્રી કાળધર્મ પામી ગયા છે, પણ તેઓશ્રીના ઉપકારની પાવન સ્મૃતિ આજે પણ પાંપણ પર આવી પળે પળે ધર્મપ્રભાવના કરવાની પ્રેરણા આપી જાય છે. મારા પુણ્યોદયે, અન્ય પૂજય આચાર્ય ભગવંતો અને સાધુ ભગવંતો પાસેથી પણ, મને લોકોત્તર આચાર-વિચાર વિષયક જાણવાનો/ભણવાનો લાભ મળ્યો. આ અપૂર્વ લાભથી, સાધ્યસિદ્ધિના ઉપાયોમાં ઉત્તરોત્તર વધુ પ્રયત્નપૂર્વક પ્રવૃત્ત થવાની મને કેળવણી અને રૂચિ સાંપડી. પૂજય શ્રી ગુરૂ ભગવંતોના સાનિધ્યમાં સાંપડેલી મારા ચૈતન્યની ભાવયાત્રા અને લોકોત્તર ગુણોના વિકાસ બદલ તેઓશ્રી સર્વે પ્રત્યે અસીમ ઉપકાર અને ઋણની લાગણી વ્યકત કરું છું. સાધુભગવંતોનો પરિચય થતાં હજી સંસાર સેવી હતો. તેમાં સંવત ૨૦૫૭માં (ઇસવીસન ૧૯૯૧) અશુભ કર્મોનો ઉદય થતાં, મારે ભારતની આર્યભૂમિ છોડવી પડી અને અમેરીકા જેવી અનાર્યભૂમિમાં આવવાનું થયું. આ સંતોનો સમાગમ કયાંય મારા અંતરમાં અંકાયેલો હતો તેથી મોક્ષ લક્ષ્યસાધક ઉપાયોમાંથી વિચલિત ના થઈ જવાય અને મારા ક્ષયોપશમ ભાવની વૃદ્ધિના આશયથી, અમેરીકાના વિવિધ સંઘોમાં વીક-એન્ડમાં સ્વાધ્યાય કરાવવાનો મને ભાવ થયો કે જેની ફલશ્રુતિરૂપે વિવિધ સંઘોમાં સ્વાધ્યાય કરાવવા માટે મને છેલ્લા પંદર વર્ષથી લાભ મળે છે. જૈન તત્વજ્ઞાનને પામવા માટેના પ્રવેશદ્વાર જેવા નાના પણ વિષય નિરૂપણની દષ્ટિએ મહત્વના વિષયો ઉપર સ્વાધ્યાય કરાવવાનો લાભ મને આજે દેશવિદેશના સંઘો વારંવાર ભાવપૂર્વક આપે છે, કે જેઓનો હું ખૂબ આભારી છું. સ્વાધ્યાયના વિષયોની મારી પસંદગીનું ધોરણ એ રહેવા પામ્યું છે કે આ વિષયો જિનશાસન પ્રત્યે દેઢ અનુરાગ પ્રગટાવવામાં આલંબનરૂપ બને, રત્નત્રયી-પ્રાપ્તિના માર્ગમાં ઉત્કૃષ્ટ સાધન બને અને ચારે અનુયોગરૂપ સમસ્ત શ્રુતજ્ઞાનની વાનગીનો સ્વાદ ચખાડનાર બને. અનાર્યભૂમિના શ્રાવકના આધ્યાત્મિક ઉર્ધ્વગમન માટે, રત્નત્રયીના જિજ્ઞાસુ આત્માઓને જિનાજ્ઞાપ્રધાન સાધનો પૂરાં પાડવાનું આ કાર્ય, મારી 2010 03 Page #5 -------------------------------------------------------------------------- ________________ અલ્પ શક્તિ અને ક્ષયોપશમાનુસાર, સ્વયં સ્વાધ્યાય-અભ્યાસ કરી વિનમ્રભાવે કરૂં છું. ન્યુયોર્ક જૈન સંઘના શ્રાવક-શ્રાવિકાગણ આવા વિષયો સરળતાથી સમજે, પોતાની ધર્મરૂચિ વધારે, જિજ્ઞાસા સંતોષે, કર્મો બાંધતા બચે અને પરંપરાએ પરમપદને પામે, એ શુભાશયથી, સ્વ-પર શ્રેયરૂપ પ્રવૃત્તિ થાય છે. વૈયાવચ્ચ ગુણધારક શ્રાવક શ્રી પ્રવિણભાઈ કાન્તિભાઈ વાકાણી તથા તેમના સહધર્મચારિણી ભાવશ્રાવિકા બેનશ્રી ભાવિનીબેન, છેલ્લા ઘણા વર્ષોથી, મને ન્યુયોર્ક સંઘમાં પણ સ્વાધ્યાય કરાવવાનો લાભ ભાવપૂર્વક આપે છે. આ શુભ કાર્યમાં સહભાગી થવા બદલ આ ગુણવાન દંપતિને મારા અંતરના અહોભાવપૂર્વક પ્રણામ. ન્યુયોર્ક સંઘમાં મારા સ્વાધ્યાય દરમ્યાન શ્રુતપિપાસુ સુશ્રાવક શ્રી પ્રફુલ્લભાઈ શેઠ તથા તેમના ધર્મપત્ની શ્રાવિકા બેનશ્રી જ્યોતિબેન શેઠનો મને પરિચય થયો. સ્વાધ્યાય-વિષયક મારા લખાણોનું એક પુસ્તકરૂપે પ્રકાશન કરવાની ભાવના શ્રી પ્રફુલ્લભાઈને થઈ. તેઓનો આશય માત્ર એટલો જ કે શ્રદ્ધા, વિવેક અને ક્રિયાનો સુમેળ ધરાવતા દેશવિદેશના શ્રાવકોના ઘરમાં આ પ્રકાશન ધર્મલાભપૂર્વક પ્રતિષ્ઠિત થાય. તેઓની દ્રવ્ય સહાય પણ આ પ્રકાશનને સાંપડી. આવી જિનમંગલ ભાવના બદલ શ્રી શેઠ પરિવારનો ખૂબ ખૂબ આભાર અને અપાર અનુમોદના. શ્રી વીર વચનામૃતના ટાંકણે ઘડતર કરી પરમ વત્સલભાવે જેઓએ ભારતથી પધારીને અમેરીકા દેશમાં અમને સૌને આધ્યાત્મિકતાના પાન કરાવ્યા છે, તેવા ઓજસ્વી, તેજસ્વી અને વર્ચસ્વી, બહુશ્રુતા જીવનદીપિકા પરમોપકારિણી પૂજય શ્રી સુનંદાબેન વોહોરાના આ પ્રકાશન કાર્યમાં આશીર્વાદ આપવા તેમજ સર્વાગી માર્ગદર્શન માટે વિનંતી કરી. પૂજય બેનશ્રીએ અમારી વિનંતી ઉદારતાપૂર્વક સ્વીકારતાં અમારા આનંદની અવધિ વૃદ્ધિ પામી. મારા જેવા અલ્પજ્ઞ આત્માએ લખેલ સાહિત્યનું સંકલન પ્રકાશિત કરવામાં આશીર્વાદદાતા પૂજય બેનશ્રીને હું હૃદયભાવે વંદના કરું છું. - પૂજય બેનશ્રીના દરેક શબ્દ અર્થપૂર્ણ, ઉપદેશક અને અનુભવથી સભર હોય છે. પૂજય બેનશ્રીના આધ્યાત્મિક પત્રો દ્વારા, તેઓશ્રીની પ્રેરણા અને પ્રોત્સાહને, મારો વિદ્યાવ્યાસંગ ચાલતો રહ્યો છે. અંતરના અજવાળે પંથ કાપવામાં પૂજય બેનશ્રીનું મહત્વનું અને મનનીય માર્ગદર્શન અમ સૌ માટે શ્રાવકજીવનનો સથવારો બને છે. વૈરાગ્યતત્ત્વ અને સમાધિતત્ત્વ બંનેના રહસ્ય અમે આપની પાસેથી શીખ્યા છીએ તે બાબત વિશેષ શું લખું ? આ અવસર, મારા જન્મદાતા અને સંસ્કારદાતા ઉપકારી પૂજય માતુશ્રી (કમળાબેન) તથા સ્વ. પૂજય પિતાશ્રી (ચુનીલાલ) પ્રત્યે મારું જીવન ઋણ દર્શાવું છું. મારી ધર્મપ્રવૃત્તિમાં અનન્ય સાથ અને સહકાર બદલ મારા ધર્મપત્ની તપસ્વિની અને ભાવશ્રાવિકા શ્રી અરૂણાબેનનો આભાર માનું છું. સાથે સાથે, મારા બન્ને સુપુત્રો ચિરંજીવી રીપલ તથા જીપલ પરિવારનો ભાવપૂર્વક સહયોગ બદલ તેઓનો પણ આ પ્રસંગે આભાર માનું છું. સ્વાધ્યાયના વિષયોનું લખાણ અને વખતોવખત મારા લખેલ અનેક પત્રોમાંથી થોડાક પસંદ કરેલા પત્રોના આ સંકલનમાં જે કાંઈ લખાયું છે, તેમાં જિનાજ્ઞા અનુરૂપ છે તે સર્વે પૂજય ગુરૂ ભગવંતોનું છે અને આધારગ્રંથોના પૂજય ગ્રંથકારોશ્રીના આશય અનુસારનું છે. જે કાંઈ ભૂલ હોય તે મારા છદ્મસ્થપણાને કારણે છે. તે માટે ત્રિવિધ ત્રિવિધ મારા મિચ્છામિ દુક્કડમ્. - રજની શાહ 2010_03 Page #6 -------------------------------------------------------------------------- ________________ ધર્મલાભ-અનુમોદન પં. શ્રી પૂર્ણચન્દ્રવિજયજી મ. સા. સુશ્રાવક ધર્માનુરાગી અનુપ્રેક્ષારત રજનીભાઈ આદિ પરિવાર, ધર્મલાભ દેવ-ગુરૂ કૃપાથી સુખશાતા-આનંદ-મંગલ અત્ર પ્રવર્તમાન છે. અહીંના સંઘના અત્યંત સન્માન્ય શ્રી ચંપકભાઈ દ્વારા તમારા દ્વારા લિખિત “અત્યંતર તપ યાત્રા” મને પણ વાંચવા મળ્યું અને મને તે ખૂબ જ ગમ્યું પણ..... આ રીતે મનમાં ઊંડાણપૂર્વક ચિત્તન-મનન, પરિશીલન, નિદિધ્યાસન, અનુપ્રેક્ષા વગેરે થતું રહે તો કેટલા અશુભ તત્ત્વોથી બચી જવાય અને શાસ્ત્રોનો મજાનો ખજાનો એમાંથી કેટલાક અંશો પણ મળી રહે. તેમાં જ ચેતના કાર્યશીલ બનતી રહે, તચ્ચિત્તે, તમ્મણ, તલ્લેક્ષે તદગ્વી વગણે વગેરે લક્ષણો બતાવ્યા છે, જેથી માનસિક અનુપ્રેક્ષા શકિતનો વિકાસ થઈ શકે છે. પૂ. હરિભદ્રસૂરિ મ. ષોડશક ગ્રન્થમાં શ્રુતજ્ઞાન-પાણી જેવું, ચિત્તાજ્ઞાન-દૂધ જેવું તથા ભાવનાજ્ઞાન-અમૃત જેવું બતાવ્યું છે. જે અમૃત તત્ત્વસમાં ભાવનાજ્ઞાન સુધી પહોંચવા શકય પ્રયત્ન સાધકે કરવો ઘટે. તમારી ભાવાત્મકતાની ખૂબ અનુમોદના ! તપના વિષયમાં “અમારા ગુરૂદેવ આ. શ્રી ક્લાપૂર્ણસૂરિજી મ. ઘણું ઘણું કહેતા હતા. તેઓ કહેતા “અહિંસા કોમળતા આપે, સંયમ પવિત્રતા આપે, તપ તન્મયતા આપે.” દેવ-ગુરૂ કૃપાથી અમો સુખશાતામાં છીએ. તમારો ભાવસભર, અનેક હાર્દિક વાતોને જણાવતો, શુભાશયથી લખાયેલ વિસ્તૃત પત્ર મળ્યો. તેમાંથી ઘણી વાતો ઉચ્ચ જીવનને સ્પર્શે તેવી છે. મને પણ તેમાંથી ઘણી સાપેક્ષ ચિતનિકા મળી. સાથે શાસ્ત્ર પરિકર્મિતતાયુકત ચિંતનસભર લેખો મળ્યા છે. એ બધા મેં સાચવીને રાખ્યા છે. ભવિષ્યમાં તમારી સાથે પણ પત્રવ્યવહાર આપ-લે રહે તેવી આશા રાખું છું. તમારો મારા પરનો પત્ર તો ભવિષ્યમાં કયારે છાપવા યોગ્ય મેગેઝીનમાં પ્રકાશિત કરવાની પણ ઈચ્છા છે. તમારૂં જ્ઞાન વિદેશની ધરા પર પણ ખૂબ વધતું રહે. અનેકોને તમારૂં સશક્ત માધ્યમ આરાધના આદિ માટે મળતું રહે તથા તમારી સર્વ આંતરિક શુભભાવનાઓ શીધ્ર સાકાર પામે અને એક દિવસ પંચ પરમેષ્ઠિપદમાં કયાંય પણ તમારું સ્થાન નિશ્ચિત થાય. અમેરિકા જેવી ભોગવાદની ભૂમિમાં તમે જિનશાસનના રહસ્યોને પરિકર્મિત સંતુલિત રીતે દ્રવ્ય-વ્યવહાર, ભાવ-નિશ્ચય-ઉભયાત્મક રીતે તેમાં પણ આજે પરિશુદ્ધ વ્યવહારની ખૂબ તાતી આવશ્યકતા છે. એકલો નિશ્ચયપ્રધાન જેમાં કંઈ ક્રિયાત્મક માર્ગ કરવો ન પડે, સુખશીલતાનું પોષણ થાય, એવો કોરો નિશ્ચયવાદ અત્રે ભારતમાં પણ વધતો જાય છે. માટે તેની સામે પરિકમિત-પરિણત બનેલું, શ્રદ્ધાત્મક, આચારવાના માર્ગ પ્રરૂપણ એક મોટી શાસનસેવા બની રહે છે. પુનઃ પુનઃ તમારી અનુમોદના..... - આ.ભ. શ્રી કલાપૂર્ણસૂરિજીના શિષ્ય રત્ન પંન્યાસ પૂર્ણચન્દ્રવિજય 2010_03 Page #7 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન આવેદન આપણે સૌ સ્વાધ્યાયીગણ સહિત, સુનંદાબહેન વોહોરા સ્વપર શ્રેયાર્થી સુજ્ઞ, સુશ્રાવક શ્રી રજનીભાઈ, સ્વજન એવા રજનીભાઈ મૂળ અમદાવાદ-દહેગામના વતની પણ મને તેનમો પરિચય અમેરિકામાં લગભગ દસેક વર્ષ પહેલા થયો. તેઓ મારા સ્વાધ્યાયમાં આવતા. શ્રોતા થઈને પ્રેમથી જિનવાણીનું શ્રવણ કરતા. વળી કોઈ વાર શિબિરમાં સાથ મળી જતો. સવિશેષ તો આ પુસ્તકમાં જે શ્રુતજ્ઞાનનું દોહન તેમણે કર્યું છે તેના લેખો તેઓ મને નિયમિત મોકલતા. પરિચયની વૃદ્ધિ થતા ન્યુજર્સીમાં જયારે મારી સ્થિરતા હોય ત્યારે ત્યાં જે સત્સંગી મિત્રો તેમના નિકટના પરિચયમાં હોય તેઓ તેમને ભોજન-સ્વાગતનો લાભ લેવા આમંત્રણ આપતા. એ અવસરે અમને નિરાંતનો સમય જિનવાણીના આદાન પ્રદાનનો મળતો. ત્યારે મને તેમના શાસ્ત્રના જ્ઞાનનો પરિચય મળતો. યદ્યપિ પ્રથમથી જ તેમનો મારા પ્રત્યે અત્યંત આદર હું જોતી. ત્યારે કહેતી ભાઈ ! તમે ખૂબ ગુણગ્રાહી છો. મને પત્રોમાં પણ તમે કેટલા ઉત્તમ સંબોધન કરો છો, મારામાં એવા ગુણો નથી. ત્યારે તેઓ સહજ રીતે સ્મિત કરી લેતા પણ તેમના અમદાવાદના નિવાસ દરમ્યાન સાધ્વીશ્રી સુનંદાજીના પરિચયથી અને તેમની અંતઃસ્ફુરણાનો પત્ર નં. ૯૦માં ઉલ્લેખ કર્યો ત્યારે આ રહસ્ય સમજાયું. સવિશેષ મને તેમનો પરિચય થયો ત્યારથી મેં તેમને સ્વ-૫ર શ્રેયની પ્રવૃત્તિમાં ગુંથાયેલા. સમયનો અત્યંત સદ્ઉપયોગ કરનારા. શ્રાવકપણાના યોગ્ય આરાધક, આહાર વિહારના સંયમી, પોતાના સાંસારિક વ્યવહારને, વ્યાપારને યોગ્ય ન્યાય આપી, પ્રમાદનો ત્યાગ કરી સ્વાધ્યાયમાં રત રહેતા. તેના પરિણામે આપણે સૌ સ્વાધ્યાય પ્રેમીને ઉત્તમ સામગ્રી મળી રહી છે. મારા એક પ્રશ્નનો પ્રત્યુત્તર તેઓ ‘દેવગુરૂની કૃપા' કહે છે, હું પૂછતી કે તમને શાસ્ત્ર દોહનનો અને સ્વલેખનનો સમય કયારે મળે છે ? સવારના સાતથી સાંજ પાંચ સાત વાગ્યા સુધી તમારી નોકરી. તેમાં પણ કાર્યરત રહેવું પડે. રાત્રે ઘરે પહોંચો ત્યાર પછી પ્રતિક્રમણ વિગેરે હોય. એટલે તમને સમય કયારે મળે ? “દેવ ગુરૂ કૃપા’” જવાબ ટૂંકો પણ અંતરનો હતો. છતાં કયારેક ખુલાસો કરતા. રાત્રે પ્રમાદ ત્યજી તે સમયનો અને નોકરીના સમયમાં રિસેસ મળતી તેમાં આ કાર્ય થતું રહે છે. વળી વર્ષના લગભગ આઠેક મહિનાના નિ-રવિ તો તેમની અલગ અલગ શહેરોના કેન્દ્રોમાં-(દહેરાસર) શિબિરો ગોઠવાતી રહેતી. તેના વિષયો તૈયાર કરતા, પ્રવચનો આપવા. શિબિરના આયોજન પહેલા તે અંગેના લેખો તૈયાર કરવા. એ ઉપરાંત દર મહિને બે મહિને જીજ્ઞાસુઓને સ્વહસ્તે લખેલા ઝેરોક્ષથી પત્રો મોકલવા. આ બધું તેમના જીવનનું એક અંગ હતું. તેનો તેમને આનંદ હતો. એટલે સમય તેમને અવસર આપી દેતો. . 2010_03 છતાં તેઓના ભાવમાં એક વાત પ્રગટ થતી કે અમદાવાદ-ભારતમાં જે સાધુ સમાગમ, તત્ત્વબોધ, 6 Page #8 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ-ચિંતન, તીર્થયાત્રાનો લહાવો મળે તેનાથી આ દેશમાં વંચિત રહેવાનું. મારા પાપના ઉદયથી અમેરિકા આવવાનું થયું છે. પ્રભાતે પ્રતિક્રમણમાં જયારે સાધુ જનોને વંદના કરૂં ત્યારે સુખસંયમયાત્રા ભણું અને ભાત-પાણીનો લાભ દેજોજી કેવી રીતે બોલું? તેનો અફસોસ રહે છે. કારણકે અમદાવાદના નિવાસ દરમ્યાન પૂ. આચાર્ય સાધુ અને ભગવંતના સમાગમનો તેમને સારો લાભ લીધો હતો. તેવો આત્મલાભ કેવો અમૂલ્ય છે તેનો ખ્યાલ હતો. આમ અમદાવાદ છોડવાથી અને અમેરિકાના નિવાસના રંજનું જાણે પ્રાયશ્ચિત કરતા હોય તેવું તેમની સ્વ-પર શ્રેયની પ્રવૃત્તિરૂપ સ્વાધ્યાય, સત્સંગ પત્રો અને આરાધનામાં દેખાતું. એટલે ભૌતિકવાદી એ દેશમાં ભૌતિકતાથી દૂર રહી આત્મકલ્યાણને અગ્રિમતા આપતા. સાધુભગવંતના ઉપદેશનો એ સંસ્કાર હતો. એક યજમાનને ત્યાં અમે સાથે ભોજન કરવા બેઠા હતા. ત્યારે મને જાણવા મળયું, તેઓ આહારમાં ત્રણ જ ચીજ તે પણ એક વાર લઈને જમે છે. શિબિરોમાં અનેક જગાએ ફરવાનું થાય, ત્યારે દરેકને આનો ખ્યાલ ન હોય. ત્યારે તેઓ સહજપણે પોતાનું ભોજન કાર્ય પૂરું કરે છે. - આહારના આ સંયમની તેમની સ્કૂરણા કેમ થઈ ? ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ પૂ. બાપજી પાસે શાસ્ત્ર બોધ લેતા. એકવાર પોતાના જન્મ દિવસે તેઓ આશિષ-ધર્મલાભ માટે ગયા. ત્યારે પૂ. બાપજીએ તેમના માથે હાથ મૂકી, ધર્મલાભ આપી પોતાના હાથ ચત્તો કરી કહે, તું શું આપે છે ? ત્યારે તેમને ફુરણા થઈ કે મારે દરેક જન્મદિવસે આહારની એક ચીજનો ત્યાગ કરવો. તેમ કરતા હવે તેઓ ત્રણ ચીજ પર આવ્યા છે. કોઈવાર ત્રણેનું એકમ પણ કરી લે છે. Three in one મેં કહેલું આપણું અસ્તિત્ત્વ તો અનંત ઈન વન છે. તે પામવાનો પુરૂષાર્થ કરવાનો છે ને ! એટલે બાહ્ય આ પ્રયોગ પણ લાભદાયી છે. આ ઉપરાંત શ્રાવકાચારના જે સામાન્ય રોજના આવશ્યક કાર્યો જેવાકે સામાયિક, જાપ, પ્રતિક્રમણ વિના પ્રમાદ કરતા હોય છે. અંતરંગમાં શુભ ભાવનાઓથી ભાવિત છે. અધ્યાત્મ જીવન પ્રત્યેનું તેમની અભિગમતા તેમના પત્રોમાં પ્રદર્શિત થાય છે. સૌને બાહ્યાચાર સાથે સાથે તત્ત્વ બોધ ઉપકારી છે. તેનો વિશેષ ઉલ્લેખ કરે છે. અને તે માર્ગે દોરવા સ્વાધ્યાયમાં સમજાવે છે. ' અર્થાત મારો તેમનો અન્ય પરિચય વિશેષ નથી. પરંતુ છેલ્લા થોડા સમયમાં મેં તેમને નજીકના સાધક તરીકે નિહાળ્યા. તેનો મારો આ પ્રતિભાવ અને પ્રતિભાવ છે. જ્ઞાનસારમાં જણાવ્યું છે માનવનું સામાન્ય-મૂળ સ્વરૂપ પૂર્ણ છે, જે વાસ્તવિક જ્ઞાનના-સ્વરૂપના આનંદથી પૂર્ણ છે, એવા યોગીજનો જગતને પૂર્ણ-સ્વરૂપે જૂએ છે. સ્વરૂપ સ્થિતિ આત્માની પૂર્ણતાની અનુભૂતિ કરાવનાર છે. બુદ્ધિના વિષયોથી મુકત માત્રા જ્ઞાનને લઈને થતો આનંદ તે પૂર્ણ છે. તેનો અંશ પણ અનુભવાય તો તે મુક્તિદાતા બને. આપણી સાધનાનો મર્મ છે. શાસ્ત્રોના આવા ઘણા રહસ્યો તેમણે તેમના લેખમાં ખોલ્યા છે. શિબિરાર્થી-સ્વાધ્યાયીઓ જેમણે આવા ભાવોનો માણ્યો હશે, જેમણે તે જિનવાણીનો સ્વાદ 2010 03 Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુભવ્યો હશે તેમને ધન્ય છે. જીવન સાર્થક છે. અને અમેરિકા જેવા દેશમાં આવા ઉત્તમ આત્મિક અને આધ્યાત્મિક સુયોગ્ય વ્યક્તિનો લાભ મળવો દુર્લભ છતાં ભાઈના સત્સંગથી સુલભ બન્યો છે. તેમણે કરેલા શાસ્ત્રદોહન અને સંકલન બે ભાગમાં મૂકયા છે. પ્રથમનો ભાગ છે શ્રુતસરિતા, જેના ૨૭ પ્રબંધ જે અંક સાધુના ગુણ સૂચક છે. અને સૌને માટે તેવી ભાવના પ્રેરિત છે. જેમાં અંતર બાહ્ય આત્મ આરાધનાના વિવિધ વિષયો છે. જિજ્ઞાસુઓ પોતાની રૂચિ અનુસાર તેમાંથી પ્રેરણા મેળવશે તેને ઉપકારી થશે તેવી અપેક્ષા છે. બીજો ભાગ પત્રાવલિ છે. જેનો આંક ૯૦. એ પત્રો વ્યક્તિ વિશેષ સૌની ભૂમિકા ને કે પ્રસંગને યોગ્ય લખ્યા છે. તેમાંથી પણ જીવનદૅષ્ટિ વિષયક આત્મ ઉન્નતિકારક બોધ મળે તેવું તેમાં લેખન છે. તેમનું આંતર નિવેદન પણ તેમના અંતર ભાવનાના યુક્ત છે. એટલે મેં અગાઉ લખ્યું છે તે એ ભૂમિનો યોગ તેમને ખટકે છે, તેના પ્રાયશ્ચિત રૂપે જાણે તેઓ સાધનાના માધ્યમથી સ્વ-પર શ્રેયરૂપ આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. કરતા રહે તેવી શુભેચ્છા. આવકાર પત્રોમાં તો અમે સૌએ તેમના વ્યક્તિત્વ, સાધના, તેમનો અધ્યાત્મ માટેનો ઉઘમને અને લેખનનું અનુમોદન કરી એક લાભ લીધો છે. સવિશેષ આવી આત્મશ્રેયની સામગ્રીને જન જન સુધી પહોંચાડવા તેને ગ્રંથાકારે પ્રગટ કરવા તન-મન-ધનથી જે ભાવના શ્રી પ્રફુલભાઈ અને તેમના પરિવારને થઈ તેમને ધન્યવાદ આપી અભિવાદન કરૂં છું. શ્રી પ્રફુલભાઈ અને રજનીભાઈએ સૌના માતા-પિતાને આ નિમિત્તે સ્મરણાંજલિ અર્પી છે. તે પણ પ્રસંગોચિત આવકારદાયક છે. તેમાં ઋણમુકિત છે. પુનઃ રજનીભાઈને સ્વસ્થ દીર્ધાયુ હો, અને આત્મકલ્યાણને પ્રાપ્ત કરે તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના. આ શુભ પ્રસંગે આપણે સૌ તેમના ઉપકૃત થઈએ. તેમણે પીરસેલું સાત્વિક-તાત્ત્વિક ભાથું પચાવીએ. તેમની એ મનોકામના પૂર્ણ કરવા ઉદ્યમ કરીએ. પ્રભુકૃપાએ તેમને સ્વસ્થ દીર્ધાયુ મળો અને સ્વ-પર શ્રેયરૂપ ઉત્તમ કાર્ય કરતા રહે તેવી અભ્યર્થના સાથે વિરમું છું. અંતમાં આ પુસ્તક તમારા વરદ હસ્તમાં આવે ત્યારે તેને સૌ વધાવજો, વાંચજો, વિચારજો, આચરજો, આત્મશ્રેય સાધજો. સાથે જગતના કલ્યાણની ભાવના કરજો. આનંદ હો, મંગળ હો. અમે અમારા/આપણા સત્સંગ મિત્રોનું નામકરણ “આનંદ સુમંગલ” પરિવાર કરેલું છે. ઈતિ શિવમ 2010_03 આનંદ સુમંગલ પરિવાર વતી સૌના બહેન (સુનંદાબહેન વોહોરા) * * * * * 8 Page #10 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. શ્રી મૂલચંદભાઈ શેઠ સ્વ. પૂ. શ્રી વિજ્યાબા શેઠ અમારા પરમ ઉપકારી પૂ. બા-બાપુજીને સાદર અર્પણ. અહોભાગ્ય છે કે પ્રસ્તુત પુસ્તકના યોગદાનના સહભાગી થવાનું સૌભાગ્ય સાંપડવા સહ અમારા પૂ. બા-બાપુજી પ્રત્યેનું તેમણે આપેલા સંસ્કાર વારસાનું અમારૂ ગણતર્પણ થયું. સૌને આવો લાભ મળે તેવા શુભાશયથી આ પ્રકાશન કરેલ છે. સાથે સાથે પૂ. શ્રી રજનીભાઈના સાથ સહકાર માટે આભાર. શ્રી મૂલચંદભાઈ હરિલાલ શેઠ પરિવાર સુપુત્રો : નરેન્દ્રભાઈ - અ.સૌ. હસુમતિબેન ચંદ્રકાન્તભાઈ - અ.સૌ. વનિતાબેન પ્રકલ્લભાઈ - અ.સૌ. જયોતિબેન (ન્યુયોર્ક, અમેરીકા) લલિતભાઈ - અ.સૌ. કામિનીબેન (ન્યુયોર્ક, અમેરીકા) વિમલભાઈ - અ.સૌ. કલ્પાબેન (ન્યુયોર્ક, અમેરીકા) સુપુત્રીઓ : અનુપમાબેન ભોગીલાલ મહેતા મૃદુલાબેન મહેન્દ્રભાઈ મહેતા નલિનીબેન અનંતરાય શાહ મનોરમાબેન અશ્વિનભાઈ મહેતા (ન્યુયોર્ક, અમેરીકા) શોભનાબેન પ્રકાશભાઈ શાહ (ન્યુયોર્ક, અમેરીકા) 2010_03 Page #11 -------------------------------------------------------------------------- ________________ 2010_03 www.jalnelibrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. શ્રી ચુનીલાલ છગનલાલ શાહ (સ્વ. પૂ. પિતાશ્રી) પૂ. શ્રી કમળાબેન ચુનીલાલ શાહ (વિધમાન. ઊંમર : ૯૫ વર્ષ) (પૂ. માતુશ્રી) પરમ ઉપકારી જન્મદાતા, જીવનદાતા અને સંસ્કારદાતા માતા-પિતા. જેમના તરફથી મને વાત્સલ્યપૂર્ણ સંસ્કાર વારસો મળ્યો છે. જેથી મારા જીવનનો હું કંઈક પણ સદ્દઉપયોગ કરી શક્યો છું. માતા-પિતાનું આ સદણ કોઈ રીતે ચૂકવવું અઘરું છે. સિવાય કે તેમના કુળને દીપે તેવું જીવન જીવી ધન્ય બનીએ. - રજનીભાઈ ચુનીલાલ શાહ JaimEducation international 2010 LOS For private & Personal use only www.jaineitorary.org Page #13 -------------------------------------------------------------------------- ________________ DE 2010_03 Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી રજનીભાઈ ચુનીલાલ શાહ અમેરીકાની ભૂમિ ઉપર પ્રવચન પ્રભાકર સ્થાનિક વ્યાખ્યાતા શ્રી રજનીભાઈ શાહની શ્રાવકધર્મને યોગ્ય, વૈરાગ્ય, સમકિત, દીક્ષા અને મોક્ષને સ્પર્શતી વિધવિધ વિષયો ઉપર અવારનવાર આયોજાતી ધર્મ-શિબિરોમાં ઉપસ્થિત રહેવાનો લાભ અમને મળે છે. શ્રી રજનીભાઈએ ઉત્તમ શિલ્પી બની અમારા જેવા અનેક આત્માઓની જીવનપ્રતિમામાં સમ્યક્ રત્નત્રયીના પ્રાણ પૂર્યા છે. - પ્રફુલ્લભાઈ મૂલચંદભાઈ શેઠ Jain:Education International 2010_03 Page #15 -------------------------------------------------------------------------- ________________ 2010_03 Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતિ અરૂણાબેન રજનીભાઈ શાહ ભાવનાથી જેમનું જીવન ભવ્ય બનેલું છે, દાનથી જેમનું જીવન પરોપકારી રહ્યું છે. સરળતાને કારણે તેઓ મિત્રોમાં પ્રિય છે. ધર્મરૂચિ અનુસાર તેઓ જૈન ધર્મોપદિષ્ટ નાની-મોટી અનેક પ્રકારની તપશ્ચર્યાઓ નિયમિત કરીને પોતાનું જીવન સાર્થક કરી રહ્યા છે. 2010_03 Page #17 -------------------------------------------------------------------------- ________________ GRE 2010_03 گا 000000 DERED Page #18 -------------------------------------------------------------------------- ________________ આવકાર પત્ર-૧ પંડિત શ્રી ધરજલાલ મહેતા પંડિતવર્ય પૂજય શ્રી ધીરજભાઈ મહેતા (શ્રી ધીરૂભાઈ પંડિત) છેલ્લા ૧૭ વર્ષોથી દર વર્ષે સૂરત (ગુજરાત)થી અમેરીકા પધારી અનેક સંઘોમાં શ્રાવક-શ્રાવિકાઓને જ્ઞાન-પ્રબોધ ઉલ્લાસભેર પ્રદાન કરે છે, તેઓશ્રીનો પત્ર. બોસ્ટન તા. : ૪ ઓકટોબર, ૨૦૦૭ ધર્મપ્રભાવક અને ભાવશ્રાવક શ્રી રજનીભાઈ, વિવિધ વિષયો ઉપરની તમે આજ સુધી યોજેલ શિબિરોનું લખાણ અને અમેરીકાના શ્રાવકશ્રાવિકાઓને લખેલ કેટલાક પત્રોનું સંકલન કરીને હાલ જે એક પુસ્તકરૂપે છપાય છે, તે જાણી ખૂબ આનંદ. શાસ્ત્રોકત લખાણ, ઉપદેશાત્મક વાણી, જ્ઞાનાત્મક અભિગમ, સરળ ભાષા અને નિઃસ્વાર્થ શ્રુત-સેવા - આવી લાક્ષણિકતાઓ તમારા વ્યક્તિત્વમાં સ્પષ્ટ તરી આવે છે. પૂ. આચાર્ય ભગવંતો અને સાધુ ભગવંતો પાસેથી સંપાદન કરેલ ધર્મવિષયક જ્ઞાનનો તમારો ક્ષયોપશમ અનુમોદનીય કક્ષાનો છે. આ પુસ્તક ઘણા જીવોને ઉપકારક અને બોધપ્રદ થશે. સંકલનકાર શ્રી રજનીભાઈ માટે પ્રાસંગિક વાત જણાવું તો, રજનીભાઈ અમદાવાદના વતની છે. બાપદાદાથી જ આ કુટુંબ ધર્મના સંસ્કારોથી અતિશય રંગાયેલું છે. તપ-ત્યાગ-યાત્રા-જ્ઞાનાભ્યાસ આદિ સર્વ વિષયોને સ્પર્શતું તેમના કુટુંબનું જીવન છે. - તેમાં પણ, યુવાન વયમાં પૂ. આચાર્યશ્રી ભાનચંદ્રસૂરિજીનો અને પન્યાસ શ્રી સુબોધવિજયજી મ.સા.નો અમદાવાદમાં પરિચય થયો. તેઓની પાસેથી મંત્ર-યંત્ર-શાસ્ત્રાદિનો ઘણો સારો અભ્યાસ કર્યો. ત્યારબાદ, ઘણા બધા પ્રખર આચાર્ય મહારાજાઓના તથા મુનિ ભગવંતોના પરિચયમાં આવ્યા. જ્ઞાનાભ્યાસ, ધાર્મિક રૂચિ, ધાર્મિક ક્રિયા અને આચારસેવનથી તેઓનું શ્રાવક-જીવન વધુ સુગંધમય બનાવ્યું. - કાલાન્તરે, પુત્રાદિ પરિવાર અમેરીકા રહેતો હોવાથી, સને ૧૯૯૧માં પોતાની ઈચ્છા નહીં હોવા છતાં અમેરીકા વસવાટ માટે આવવાનું બન્યું. સુગ્રથિત અને સુદઢ ધાર્મિક અભ્યાસના કારણે, તેઓએ ન્યુજર્સી, ન્યુયોર્ક, સહિત અમેરીકાના ૧૫-૨૦ સંઘોમાં ધાર્મિક પ્રવચનો આપવાનો પ્રારંભ કર્યો. “જો હોવે મુજ શક્તિ ઐસી, સવિ જીવ કરૂં શાસનરસિ' ની ભાવના જ જાણે રજનીભાઈમાં વ્યાપી ચૂકી હોય, તેમ જ્ઞાનગંગા વહાવવાનું કાર્ય હાર્દિક ભાવનાપૂર્વક પૂરજોશથી ચાલુ કર્યું. તેઓની શિબિરો-પ્રવચનોમાં હાજરી ઓછામાં ઓછા ૧૫૦-૨૦૦ શ્રાવક-શ્રાવિકાઓની હોય છે, અને બધા એકાકારપણે સાંભળે છે. તેઓ પોતાના ઘરે પણ અનેક ગ્રંથો વાંચી-વિચારી માખણ જેવું તત્ત્વ કાઢીને દાખલા-દલીલ સાથે બધાને પીરસે છે. જે તે વિષયનું સંક્ષેપમાં પ-૬ પાનામાં 2010 03 Page #19 -------------------------------------------------------------------------- ________________ લખાણ કરીને ઝેરોક્ષ કોપીઓ કાઢીને દરેક શિબિરમાં વહેંચે છે, અને અમેરીકામાં વસતા અન્ય શ્રાવકોને પણ પોતાના ખર્ચે પોષ્ટ દ્વારા પહોંચતું કરે છે. ધન્ય છે તેમની ઉદારતાને, તેમના જ્ઞાનને, તેમના તપ-ત્યાગને અને ધન્ય છે તેમના ઉત્તમ શ્રાવકાચારને. આપણે વારંવાર તેઓની અનુમોદના કરીએ. તેઓનું શ્રાવકજીવન પણ ઘણું વધારે ત્યાગમય અને આચારમય છે. આખા દિવસમાં દરરોજ અત્યંત ઘણા જ ઓછા દ્રવ્યોનો વપરાશ, ભાણામાં એક જ વાર લેવાનું, પીરસનાર જે પીરસે તે જ લેવું વિગેરે નિયમો તેમના નિયમિત અને પવિત્ર જીવનમાં જોવા મળે છે. આ દેશમાં ૬૫ વર્ષની ઊંમરે આવા કડક નિયમપૂર્વકનું સંયમી જીવન જીવવું ઘણું દુષ્કર છે. સતત વાંચન, ચિંતન, જ્ઞાનદાન, છ આવશ્યક સહિતની ધર્મક્રિયા અને ઉમદા વિચારો ઈત્યાદિ ધર્મના આચરણથી ભરપૂર તેમનું જીવન દીપી ઊઠે છે. તેઓની સરળતા, સૌમ્યતા અને સૌજન્યતા વડે અનેકાનેક સંઘોની જૈન-પ્રજાનું હૃદય તેઓએ જીતી લીધું છે. સૌ તેઓ તરફ ઘણા આકર્ષાયેલા છે. રજનીભાઈ ઊંડું ચિંતન કરીને લોકોનું હિત થાય તેવા વિષયોને સરળ અને સાદી ભાષામાં ઘણી જ રમુજ સાથે ઉદાહરણોપૂર્વક શાસ્ત્રબદ્ધ એવી રીતે રજૂ કરે છે કે સર્વ શ્રોતાવર્ગ મંત્રમુગ્ધની જેમ સ્થિર થઈ જાય છે. આ સંકલનના પ્રકાશનનું કામ ઉપાડી લેનાર જ્ઞાનના પ્રેમીઓના કાર્યોની વારંવાર આપણે ઘણી અનુમોદના કરીએ, અને તેઓના ઉત્તમ આ કાર્યને ધન્યતા શબ્દથી વારંવાર નવાજીએ. તે સર્વેને આવાં કાર્યો કરવાની શાસનદેવ શક્તિ આપે. - રજનીભાઈનું આરોગ્ય સદા સારું રહે અને દીર્ધાયુષી થાય એવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના. એજ. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા સૂરત-ગુજરાત. * * * * * આવકાર પત્ર-૨ શ્રી સુનંદાબહેન વોહોરા સામાયિક વિજ્ઞાન'ના મારા સંકલન વિષયક પૂજય શ્રી સુનંદાબેન (અમદાવાદ)નો પ્રતિભાવ. મે, ૧, ૨૦૦૬ પૂ. બહેન, આદરણીય સલ્ફાસ્ત્રદોહન કર્તા શ્રી રજનીભાઈ, તમારો સન્શાસ્ત્રદોહન પત્ર મળ્યો, મળતા રહે છે. પુણ્યશાળીઓને અર્ક મળે છે. પરિશ્રમ વગર આવી સામગ્રી વાત્સલ્યભાવી વ્યક્તિ પ્રદાન કરી શકે. અગર તો તમે લખ્યું છે કે “ભૌતિક સામગ્રી ભેગી કરી શકાય છે. સુખ ભેગું કરી શકાતું નથી.” આ વાક્યમાં ઘણો બોધ ભર્યો છે. સામગ્રી ભેગી કરેલી મૂકીને જવાની છે તે ભાવ સમજાય તો જીવ સુખ-આત્મિક સખનો વાંછુ બને. વળી જીવ કંઈ 10 2010_03 Page #20 -------------------------------------------------------------------------- ________________ સમજતો નથી એવું નથી. પરંતુ તે મોહનીયકર્મથી ઘેરાઈ ગયો છે. પુણ્યયોગની મીઠાશમાં એ કર્મ વ્યસનનું કામ કરે છે. ચતુર એવો જીવ ભ્રમિત થઈ જાય છે. ,, અમારા એક બહેન ગાય છે કે દાન પુણ્ય કંઈ કર્યા નહિ ને માંગીએ શાલિભદ્રની રિદ્ધિ.' દાન કરે તોપણ ચિત્ત ઉલ્લાસ નિરામય કયાં છે ? વળી મૂળમાં પરિગ્રહની મૂર્છા ઘટે નહિ ત્યાં સુધી દાન થોડું થીગડું મારવા જેવું કામ કરે ને ? અહીં તો શ્રદ્ધાનું બળ છે. દાન ? તે સમયની ચિત્તની સ્થિતિ, કરોડો જન્મમાં ન થયા હોય તેવા ભાવની નિર્મળતા, તેમાં સામાયિકો સમાઈ જાય. ભાઈ ! તમે એક ઘટસ્ફોટ તો સિકસર-છગ્ગાનો કર્યો. આપણે પુણિયાનું સામાયિક માંગીએ છીએ. સર્વવતિથી બચી જવાય ! પુણિયાજીનું સામાયિક કાળલબ્ધિ માંગે છે. સર્વવિરતિનું બીજ રોપાઈ ગયું એ સામાયિકનું ફળ નરકગતિ નિવારે અને આજીવન સામાયિક ચાર ગતિ નિવારે. કોઈવાર થઈ આવે કે આવી ઊંચાઈએ જવા જીવમાં પ્રબળ સામર્થ્ય ઊલસતું કેમ નથી ? શું ખૂટે છે ? આ જીવનમાં સઘળા સંયોગો મળ્યા છે. પણ જીવ મોહનીયકર્મની ચુંગલમાંથી નીકળતો નથી. સામાયિકના વિવિધ પાસાઓ, અસંખ્યયોગ જેવા છે. ઉપયોગ રાગાદિ ભાવથી ક્ષણમાત્રમાં જાત્યાંતર થાય તો આત્મિક શક્તિનું વહેણ એ જ ઉપયોગ દ્વારા સમ્યક્ત્વને પ્રગટ કરે. જીવને બહા૨માં કંઈ ફે૨વવાનું નથી. ફરવાનું તો અંદરમાં છે. તે પણ પર્યાયમાં, પર્યાયનું શુદ્ધપણું-અજવાળું થતા પડળો વીખરાઈ આત્મા શુદ્ધપણે પ્રગટ થાય છે. આ આપણી સાધના. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં ‘પાસણયા’ના ભાવની સ્પષ્ટતામાં જણાવે છે કે, આત્મા શક્તિનો ભંડાર છે. સમયે સમયે ક્ષયોપશભાવને કારણે જીવોના ભૂમિકા પ્રમાણે યથાસંભવ ગુણો પ્રગટ થાય છે, તે ગુણો આત્માની ભિન્ન ભિન્ન અવસ્થા સાથે સંબંધિત હોય છે. સમ્યગ્ ક્ષયોપશમ પછી ઉદ્ભવેલા ગુણો જીવની સંપત્તિ જ છે. તે ગુણો વળી મનાદિયોગ દ્વારા ક્રિયાત્મક બને છે. વળી મોહાદિભાવના ઉદયને કારણે તે ક્રિયાત્મક ગુણો પર આવરણ આવે. વળી જીવના જ્ઞાનાત્મક ગુણો પણ ક્ષયોપશમને કારણે કાર્યકારી થતા હોય છે આથી ગુણો પ્રગટ થતા રહે છે. અને તે પ્રયોગાત્મક બને છે અર્થાત્ ઉપયોગ રૂપ બને છે. તેમાં જેટલો શુદ્ધ ઉપયોગનો પ્રયોગ છે તે કર્મનો નાશ કરે છે. શુભાશુભનું સંક્રમણ થતું રહે છે. ગુણશ્રેણિએ ચઢેલો જીવ શુદ્ધિકરણથી મુક્તિ સુધી પહોંચે છે. જીવની જ્ઞાનાત્મક ચેતના તે બોધસ્વરૂપ છે. કર્માત્મક ચેતના રાગદ્વેષ છે. રાગાદિનું, સુખદુઃખનું વેદન તે કર્મફળ ચેતના છે. અર્થાત્ ચેતિયતા, વેદકતા તે જીવની ચેતનાના અનુભવ છે. જીવની જ્ઞાનચેતના ચિદ્રુપ પરિણતિ છે. વિષયાદિકને વેદે છે તે ઉપચાર છે. વસ્તુના સ્વરૂપનો બોધ તે ચેતયિતા છે. રાગાદિપણું શુભાશુભ એ કર્મના ઉદયરૂપ છે. આત્મા ક્યારે પણ ચેતનતા છોડતો નથી. તેથી તે દેહાદિ સર્વ પદાર્થોથી ભિન્ન છે. મનાદિ સમીપ રહેલા પુદ્ગલોથી પણ ભિન્ન છે. આવું ભિન્નાભિન્નનું વાસ્તવિક સ્વરૂપ સમજાય તો જીવને વાસ્તવિક બોધનું પરિણમન થાય. તમારા આવા શાસ્ત્રદોહનને ધન્ય છે. 2010_03 11 Page #21 -------------------------------------------------------------------------- ________________ કથાયુગલ પુસ્તક પ્રભાવનાનો લાભ તમારા હસ્તે મળ્યો તે આનંદ થયો. ઉર્વશીબહેને પુછાવ્યું. મને તરત જ ભાવ થયો કે અહીં તરત જ યોગ્ય ન્યાય મળશે. મારું સ્વાથ્ય તમે જોઈ હતી તેવી થઈ છું. થોડી ચાલવાની ગતિ ધીમી થઈ છે. સહેજ જાણવા સારુ. લિ. બહેન * * * * * આવકાર પત્ર-૩ શ્રી સુનંદાબહેન વોહોરા વર્ષો સુધી અમદાવાદથી અમેરિકા પધારતા અને નાદુરસ્ત તબિયતના કારણે હવે નહીં પધારતા પરમ પૂજય સદૈવ ઉપકારી શ્રી સુનંદાબેન વોહરાનો પ્રતિભાવ- (‘ભાવશ્રાવકની ભવ્યતા’ની મારી શિબિરના લખાણ અંગે) સત્સંગપત્ર પ્રભાવક, જિનાજ્ઞા આરાધક શ્રી રજનીભાઈ, કુશળ હો ! આત્મ પ્રયોજન વૃદ્ધિ પામો. ૨૧મી નવેમ્બરનો પત્ર ૭ જાન્યુ. એ મળ્યો તે દરમિયાન બે પત્રો મળ્યા હતા. પહેલાનો પત્ર નૌતમભાઈ પાસેથી મળ્યો. પત્રમાં ગુણપ્રમોદ એ તમારી હાર્દિકભાવના છે તે જાણું છું. જોકે મારી પાસે કંઈ મરીચિને માન થયું તેવા ઉત્કૃષ્ટ કારણો નથી. એટલે તેમાં તમારી ઉદારતા જોઉં છું. વળી એ પણ દેવગુરુકૃપા જ છે. આપના પત્રોમાં શાસ્ત્રનો સાર શાસ્ત્રચક્ષુ જેવો છે. ખૂણે ખૂણેથી હીરા શોધીને ચમકાવો છો. પ્રકાશ પાડો છો. મને લાગે છે જે પુણ્યવંતા જીવોને આપના પત્રો મળતા હશે. તેમને તો અર્ક જ મળે છે. જે શાસ્ત્રો જેઓ કદાચ આ જન્મમાં જોવા ન પામે તેમને આપ તે શાસ્ત્રની સંગત કરાવો છો, જેઓ ગુણવાન છે તેઓ પોતાને ધન્ય માને? કે અમને આવું દુર્લભ શાસ્ત્રદર્શન કરવા મળે છે. શ્રી ધર્મરત્ન પ્રકરણ માંથી ૨૧ (૧૦) સાચા શ્રાવકનું જીવનદોહન આપે હસ્તાક્ષરમાં આપ્યું. મને એવો ભાવ થાય કે પત્રલાભી એક ગુણના શબ્દને ગોખી લે. એક મહિના સુધી તે ગુણનો મર્મ હૃદયમાં રાખી આચરણ કરે. જેમકે અશુદ્ર-ગાંભીર્ય. જીવનમાં જેની સાથે સંપર્ક થાય તેની સાથે તુચ્છ ભાવે વર્તન ન કરવું. આત્મવતુ વર્તવું. જડ પદાર્થોમાં રાગાદિ તુચ્છ ભાવ ન કરવા કે જડ પદાર્થોના અહં મમત્વથી જીવો સાથે દ્વેષભાવ ન કરવા. બીજા મહિને બીજો ભાવ જોડે. અર્થાત્ આપણે આવી આરાધના કરીએ તો જીવન પલટાઈ જાય. એના માટે સામાયિકની જેમ સમય કાઢવો પડતો નથી પરંતુ જાગૃતિ જોઈએ છે. એ ગુણ આરાધનનો ભાવ આત્મશક્તિ પ્રગટાવે છે. પછી જીવને કંઈ યાદ કરવાનું નથી. જેમ હું સ્ત્રી કે પુરુષ છું તે યાદ કરવાનું નથી તેમ પછી હું ગુણવાન છું તે યાદ કરવાનું ન રહેને? ખરેખર જીવે અનાદિકાળમાં માનવ દેહ અનેકવાર ધારણ કરી તપ, જપ, વ્રત વગેરે કર્યા નથી કે જ્ઞાનધ્યાન કર્યા નથી એવું નથી પણ આપ લખો છો તે વૈરાગ્ય અને સમાધિ-ઉપશમ સહિતના ન 1 12 2010 03 Page #22 -------------------------------------------------------------------------- ________________ બન્યા તેથી પરિભ્રમણ ચાલુ રહ્યું. દર્શનમોહનીયને અકબંધ રાખી આજુબાજુ ફર્યો, દર્શન મોહનીયે તેના તપાદિના બદલામાં દેવલોક જેવા સુખ બતાવી જીવને સંસારના ચક્રમાં ભમવા દીધો. આથી વૈરાગ્ય અને સમાધિ આપે લખ્યું તે રત્નત્રયના પાયાના છે. તમારા ચિત્તમાં અમારા માટેનો સદ્ભાવ ચિરંજીવ રહેવાનો છે. આપણે સૌએ મુક્તિની નાવ ચલાવવાની છે તેમાં અન્યોન્ય પૂરક થઈ પહોંચવાનું છે. મારો પ્રશ્ન રહ્યા જ કરે છે કે શાસ્ત્રના સ્વ લિખીત હસ્તાક્ષરો કયારે ગુંથાય છે? સમય કયો હોય છે તેમાં તમારા આત્મપ્રદેશોની નિર્મળતા થતી રહે તેવી શુભ કામના. તમારા ઉદાર યોગદાન માટે પ્રસન્નતા અનુભવું છું. મારી ધારણા આટલી મોટી ન હતી. તમારો દર વર્ષનો એ ક્રમ હેજે , અન્યોન્ય લાભકર્તા થયો. લિ. બહેન આવકાર પત્ર-૪ શ્રી તરલાબહેન દોશી ૐ હું અહં નમ: (મુંબઈથી અમેરીકામાં છેલ્લા ૧૫ વર્ષથી પ્રવચનાર્થે પધારતા પૂ. શ્રી તરલાબેન દોશીનો પત્ર) આત્મપ્રિય, તત્ત્વરસિક, જ્ઞાનપિપાસુ, વીરવાણીના ઉપાસક અને મહાવીર આજ્ઞાના આરાધક પૂ. ભાઈશ્રી રજનીભાઈ ! સાદર જયજિનેન્દ્ર ! આત્મ આરાધનાના મંગલ માર્ગે આપની જીવનયાત્રા સુખરૂપ હશે. અવારનવાર આપના કૃપા પત્ર જેવા અભ્યાસ લેખો - શિબિર નિમિતે થયેલ ઊંડા અભ્યાસપૂર્ણ ચિંતનના તારણો આપના દ્વારા મને પ્રાપ્ત થતાં રહે છે. જેનો પ્રતિભાવ મનમાં તો ઊઠે જ છે પણ શબ્દ દ્વારા આપને દરેક વખતે લખીને મોકલી શકાયો નથી પરંતુ એ ભાવોનો સૂર એક જ છે વર્તમાનકાળમાં વિચાર અને આચારના સુભગ સમન્વયવાળા ઉત્તમ આરાધકો વિરલ છે, દુર્લભ છે. આપ મૂર્તિમંત વિચાર છો આપના વિચારો તો પ્રભાવિત કરે જ પરંતુ આપના આચારો જાણે કે બળબળતા રણની મીઠી વિરડી કે શીળી છાંયડી છે. પાંચ પચીસ પોથી વાંચીને પૂજાતા પંડિતોની વામણી પૂજાના કાળમાં ગુરુ ચરણોપાસનાથી પ્રાપ્ત આગમ જ્ઞાનના ઉપાસકો કેટલાં ? અંતરમાંથી ઉગાર ઊઠે છે. આપનું સન્માન એ ગુરુગમના જ્ઞાનનું અને ગુરુકૃપાની પાત્રની ધન્યતાનું સન્માન છે. આપની અનુમોદના એ વીતરાગના આચાર માર્ગની અનુમોદના છે. આપનું ગૌરવ એટલે આગમ જ્ઞાનનું ગૌરવ છે. આપ અધિકારી છો અમારી અનુમોદના-અભિનંદના અને સન્માનના. તત્ત્વ જિજ્ઞાસુઓના હૃદયમાં આપે અવિસ્મરણીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આપના ચિંતન, અભ્યાસ અને વાચનના પુરુષાર્થમાંથી પ્રગટતું જ્ઞાન આરાધકો માટે સબળ અવલંબન છે. ગુરુવર્યોની કૃપાનું બળ આપની વાણીમાં સ્પષ્ટ જણાય છે. 13 2010_03 Page #23 -------------------------------------------------------------------------- ________________ વધુને વધુ આત્મ આરાધના અને તેના સુફળ જેવી શિબિરો આત્માર્થીઓને પ્રાપ્ત થતી રહે અને વીરવાણીનો સ્ત્રોત વહેતો રહે એવી શુભકામના સાથે આપનું સ્વાથ્ય અને સંયોગ સદેવ અનુકૂળ રહે એવી હૃદયગત ભાવના રજૂ કરતા કૃતકૃત્યતા અનુભવું છું. નિીર-ક્ષીર વિવેકવાન આપની પ્રજ્ઞા આરાધકોને માટે દીવાદાંડી સમાન છે. આપ વર્તમાનની ક્ષિતિજના ધ્રુવતારક છો એમ કહેવું ઉપયુકત થશે. એ જ. તરલાબેન દોશીના સાદર જય જિનેન્દ્ર * * * * * આવકાર પત્ર-૫ શ્રી સુનંદાબહેન વોહોરા સુજ્ઞ સ્વાધ્યાયી તપસ્વી શ્રી રજનીભાઈ કુશળ હો.. હમણાં સત્સંગ પ્રસાદિ મળી નથી. પ્રવચનકારોનું આગમન હોવાથી હમણાં શિબિરનું આયોજન ચાલે છે? શું વિષય હોય છે તે જણાવજો. અત્રે દેવગુરુકૃપાએ સકુશળ છે. અત્રે ચાતુર્માસમાં આસપાસ સાધુ આચાર્ય ભગવંતોનો યોગ છે જો કે જવાનું બહુ બનતું નથી. વાસ્તવમાં ચારે બાજુ ભૌતિકતા વિસ્તરતી છે. આથી શ્રોતા વક્તાનું વહેણ એ બાજુ જણાય છે. વક્તા માને છે કે જનજીવનમાં-સંસારીજીવનમાં સુધારો થાય તો સંઘર્ષ ટળે. કુટુંબ ભાવના સચવાય વિગેરે. એટલે ઉપદેશ શૈલી મહદ્ અંશે એ પદ્ધતિની છે. ગ્રંથોનો આધાર તો આગમાદિ છે, પરંતુ વિવેચન શૈલી બદલાઈ જાય છે. કયાંક તત્ત્વબોધ જળવાય છે તો શ્રોતાને રસ પડતો નથી. જયારે ભગવાને તો ઉપદેશ્ય કે “તત્વાર્થ શ્રદ્ધાનમ્ સભ્ય દર્શનમ્” ઉપદેશનું માધ્યમ તત્ત્વબોધ હોય સાથે જનજીવનના ઉત્કર્ષને વણી લેવામાં આવે તો રોચક બને તત્ત્વરૂચિ વિકસે. ખેર. ચારે બાજુ પાપના નિમિત્તામાં રહેવું અને પાપથી બચવું તે સાહસ છે. તેમાં તપ, પ્રતિજ્ઞા, નિયમ આંશિક બચાવે ખરા. છતાં અગ્નિના સંગમાં ઝાળ લાગવાની. સાચા શ્રાવકપણાનો ધર્મ, સર્વ વિરતિની ભાવનાવાળો હોય. આપણો ધર્મ-અર્થાત્ ક્રિયા જ કહોને અનુકૂળતાવાળી હોય છે. જેમાં સંસારની અનુકૂળતાના રાગનો ભાવ હોય તેવા અનુષ્ઠાનો શું નિર્જરા કરાવે ! બંધન કરાવે. હમણાં કયાંક વાંચ્યું કે સાધુપણું સાચું ન પાળ્યું તેથી સ્વર્ગમાં જવું પડયું. સાચું સાધુપણું મુક્તિ માટે છે. નિષ્પાપ જીવન એટલે સાધુપણું. કાળને અનુસરી દેવલોકમાં જાય તો પણ તેમાં સુખભોગનો ભાવ ન હોય. વાસ્તવમાં સાધુ કે શ્રાવક, સર્વથા પાપરહિત રહેવું તેજ આધ્યાત્મ, કર્મ રહિત બનવું તેવો પુરૂષાર્થ તે અધ્યાત્મ, જેનું પરિણામ મુક્તિ છે. મુક્તિ માટે બતાવેલો માર્ગ જાણવો તે જ્ઞાન, તેને યોગ્ય આચાર એ તે ચારિત્ર છે. તેની જ શ્રદ્ધા તે દર્શન છે. હમણાં આ. શ્રી ચંદ્રગુપ્તજીનું ચાતુર્માસ છે. સભામાં કોઈએ પ્રશ્ન પૂછયો કે હવે ઉંમર થઈ સાધુપણું કેમ લેવાય? પ્રત્યુત્તર : મોટી ઉંમરે ખવાતું નથી, પચતું નથી, છતાં ખાવાની ઈચ્છા થાય 14 2010_03 Page #24 -------------------------------------------------------------------------- ________________ છે ને ? પચવાની ગોળી લઈને ખાવ છો ને ! કમાવાની ઈચ્છા થાય છે ને ! રોગથી ખાવાનું બંધ થાય ત્યારે નળી નાંખીને ખાવ, આટલું બધુ શા માટે ? શરીર ટકાવવા ? આત્મા તો ટકેલો જ છે. શરીર વિનાશી છે તે ટકવાનું નથી, અજ્ઞાન જીવને કેવું છેતરે છે ? પ્રતિજ્ઞા લઈને પળાય નહિ તો ? જોબ પર જતા કયારેય આવો વિચાર આવે છે ! પ્રતિકૂળતામાં આત્મબળ વધારવાનું છે; તેવી ભાવના કેળવાય તો માર્ગ મોકળો થાય. સંસારમાં દુઃખ છે, કોને ? એમ કહેવું યથાર્થ છે કે સંસાર દુઃખરૂપ છે. આ સામગ્રી સમૃદ્ધિ લોભામણી છે તેવી જ બિહામણી છે. પરિણામ વિચારે લક્ષ્ય બદલાય સ્વરૂપ લક્ષ્યનો પક્ષ આત્મવિકાસનો છે. દુ:ખથી મુક્ત થવું છે તેને આત્મવિચાર આવશ્યક છે. આત્મવિચાર આત્મબળવર્ધક છે જે મુક્તિની દિશા પ્રત્યેનો છે. પરંતુ આરંભ પરિગ્રહના અલ્પત્વ વગર આત્મવિચાર સંભવિત નથી. અસત્સંગમાં રહેવું અને આત્મત્વ પામવું દુષ્કર છે. તેથી વર્ધમાન જેવા ચરમદેહી પણ વધતા પુરૂષાર્થ માટે ગૃહત્યાગી થયા. વિશેષ કર્મક્ષય માટે અનાર્ય ભૂમિમાં પ્રયાણ કરી, સ્વબળે સ્વરૂપ પ્રાપ્ત કર્યું. મનુષ્યજન્મ દુર્લભ કોને માટે મનાયો છે ? ઉત્તમ કોને માટે મનાયો છે ? પૂર્વ પુણ્યથી મળેલી સાંસારિક સામગ્રીમાં સુખ માનતો અજ્ઞાની આ દુર્લભતા કયાંથી જાણે ? ધર્મ-મોક્ષને પાત્ર જીવો એની દુર્લભતા અને મૂલ્ય જાણે છે. મનુષ્યપણું મળે મોક્ષ મળે તેવું નથી. વાસ્તવમાં મનુષ્યને મોક્ષ જોઈએ છે ! શાનો મોક્ષ, કોનો મોક્ષ ? ભવ આત્માર્થે યોજવાનું બળ સૂરે તો ભવ વિસ્તાર થાય છે. કોઈવાર થાય છે બળહીન એવા અમે તારા (અમારા મૂળ) સ્વરૂપને જાણી શકયા નથી. તો હે પ્રભુ ! તો પ્રભુ નિત્ય નિત્ય વંદનારે સ્વીકારો જિનરાય રે, જિનસાગર પ્રભુગુણ ગાવતા પામ્યો પરમાનંદ રે..... હે પ્રભુ એવી શક્તિ-ભક્તિ પ્રગટો કે જેથી પૂર્ણ ક્ષણ સ્વરૂપ સ્વયં પ્રગટ થાય. પૂર્ણાંશની ભાવના પૂર્ણ કરો. સત્સંગ પત્ર લખતા રહેજો. તમારા પત્રો શાસ્ર દોહનરૂપ હોવાથી થોડામાં પણ ઘણું શીખવા મળે છે. જેટલું અંતરમાં ઘૂંટાઈને આવશે તેટલો અન્યોન્ય લાભ છે. સર્વ પ્રકારે કુશળ હો. અત્રે કુશળતા છે. બહેન શુભભાવના સહ . 2010_03 * 15 Page #25 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રબંધ U Om E a ww m 6 5 6 6 છ ૧૦૩ ૦ - N O 5 2 વિષય પેજ નં. નવકાર મંત્રયુક્ત મંગલ શ્રી સિદ્ધચક્ર મહામંત્રમ્ શ્રી નવપદ આરાધના પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના શ્રી જિનબિંબ નિર્માણ અંજનશલાકા-પ્રાણપ્રતિષ્ઠા-સ્થાપના સકલ તીર્થ વંદના - અર્થ સહિત જિનપ્રતિમા જિન સારિખી આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા સર્વ ગુણોના રાજામહારાજા સમ્યગુદર્શન અનુષ્ઠાન ધર્મ ૧૧૭ અત્યંતર તપ યાત્રા ૧૨૭ દાનધર્મ ૧૩૮ આઠ મદનું આક્રમણ અને સંક્રમણ ૧૪૪ સામાયિક વિજ્ઞાન ૧૫૧ શ્રાવક ધર્મ ૧૭) ભાવશ્રાવકના ભાવગત ૧૭ લક્ષણો ૧૮૭ ધર્મતીર્થ - ભાવતીર્થ ૧૯૩ સદ્ગતિ, દુર્ગતિના હેતુઓ ૨૦૬ ત્રિશષ્ટિ શલાકા પુરુષોનું સંક્ષિપ્ત વિધાન ૨૧૦ અંતરાય કર્મ નિવારણ પૂજાનો હેતુ ૨૧૪ સદા સર્વને નૂતન વર્ષાભિનંદન ૨૧૬ શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન તથાભવ્યત્વની પરિપાકની પ્રક્રિયા ૨૨૯ માર્ગાનુસારીના ૩૫ ગુણ ૨૩૨ સમ્યગુજ્ઞાન સાધુ જીવનની ચર્ચાની પ્રથમ ભૂમિકા ૨૪ર પરિશિષ્ટ ૨૪૬-૨૬૪ પત્રાવલિ પત્રો-૯૦ ૨૬૫-૪૪૬ પત્રાવલિ પ્રતિભાવ ४४७-४४८ - - - 0 - S m - S « # ન જ = # # 5 # = ૨૩૭ # • # ) 16 2010_03 Page #26 -------------------------------------------------------------------------- ________________ अध-१ નવકાર મંત્રયુક્ત મંગલ શ્રુતસરિતા 2010_03 णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आयरियाणं णमो उवज्झायाणं णमो लोए सव्वसाहु णं एसो पंच णमोकारो, सव्व पाव प्पणासणो मंगलाणं च सव्वेसिं, पढमं हवई मंगलं બ્રાહ્મી લિપિમાં पंचमंगलमहासुखंधी (नमुक्कारो) TarUAL 1*CSI AYUTEI LXLGFFI I HJ Pla BEEJIYFT LgtotILE YAJIdLad 16X6..४AJ अर्हतो भगवंतइन्द्र महिताः, सिद्धाश्च सिद्धिस्थिताः । आचार्याजिनशासनोन्नतिकराः, पूज्या उपाध्यायकाः ॥ श्री सिद्धान्तसुपाठका-मुनिवरा रत्नत्रयाराधकाः । पंचैते परमेष्ठिनः, प्रतिदिनं कुर्वंतु वो मंगलम् ॥ ઇન્દ્રો વડે પૂજ્ય એવા અરિહંત ભગવંતો, સિદ્ધિસ્થાનમાં રહેલા સિદ્ધ ભગવંતો, જિનશાસનની ઉન્નતિ કરનારા પૂજ્ય આચાર્ય ભગવંતો, શ્રી સિદ્ધાંતને સારી રીતે ભણાવનારા ઉપાધ્યાય ભગવંતો અને રત્નત્રયને ધારણ કરનારા મુનિ મહંતો એ પાંચ પરમેષ્ઠિઓ પ્રતિદિન તમારું મંગળ કરો. नमस्कारसमो मन्त्रः, शत्रुज्जयसमो गिरिः । वीतरागसमो देवो, न भूतो न भविष्यति ॥ ૧ નવકાર મંત્રયુક્ત મંગલ Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્રનું સર્વદૃષ્ટિપણું-અર્થ સહિત અર્થ મંત્રશાસ્ત્ર સર્વ પાપરૂપી વિષનો નાશ - સવ્વ પાવપ્પણાસણો ૨. | યોગશાસ્ત્ર | પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત - ત્રણ પ્રકારના ધ્યાન પૈકી પદસ્થ ધ્યાન માટે પરમ | પવિત્ર પદોનું આલંબન. ૩. | આગમ સાહિત્ય | સર્વશ્રુતમાં અત્યંતર વિદ્યમાનતા અને ચૂલિકા સહિત મહાગ્રુત સ્કંધની ઉપમા. ૪. | કર્મ સાહિત્ય એક એક અક્ષર વડે અનંતાનંત કર્મોનો વિનાશ અપેક્ષિત અને એક એક અક્ષરના ઉચ્ચારણથી અનંતાનંત કર્મોના રસનો નાશ. ૫. | સાંસારિક (લૌકિક ઐહિક)| આ ભવમાં અર્થ, કામ, આરોગ્યની પ્રાપ્તિ અને તેને લીધે ચિત્તની પ્રસન્નતાની પ્રાપ્તિ ૬. | પારલૌકિક જયાં સુધી મોક્ષપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દરેક ભવમાં ઉત્તમ દેવલોક અને ઉત્તમ |. મનુષ્યકુળની પ્રાપ્તિ. જેના પરિણામે અલ્પ ભવોમાં બોધિ, સમાધિ અને સિદ્ધિની પ્રાપ્તિ ૭. દ્રિવ્યાનુયોગ પ્રારંભના બે પદ આત્માનું શુદ્ધ સ્વરૂપ અને પછીના ત્રણ પદ શુદ્ધ સ્વરૂપની સાધક અવસ્થાનું શુદ્ધ પ્રતિક. ૮. |ગણિતાનુયોગ નવનો અંક અખંડ-અભંગ-નવના અંક વડે અભિનવ ભાવોની ઉત્પત્તિ - નવકારની આઠ સંપદા વડે અણિમાદિ આઠ સિદ્ધિઓની પ્રાપ્તિ - અનાનુપૂર્વી વડે શ્રી નવકારના પદોનું પરાવર્તન ચિત્તની સ્થિરતાનું અમોઘ કારણ. ૯. | ચરણકરણાનુયોગ | શ્રી નવકારનું વારંવાર ઉચ્ચારણ-રટણ સાધુ-શ્રાવકને સામાચારી (કર્તવ્યો)ના પાલનમાં મંગલ અને વિદન નિવારણ. ૧૦. ધર્મકથાનુયોગ અરિહંતાદિ પાંચ પરમેષ્ઠિઓનું જીવન ચરિત્ર અને અદ્ભુત કથાઓ સાત્ત્વિકાદિ રસનું પોષણ. ૧૧. ચતુર્વિધ સંઘ ચારે પ્રકારના (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા) સંઘને એક શૃંખલામાં (કડી) બાંધે અને સમાન સ્તરે પહોંચાડવામાં સમર્થ. ૧૨. વ્યક્તિગત ઉન્નતિ | બાહ્ય સાધન સામગ્રીના અભાવમાં પણ સાધક ફકત માનસિક બળથી સર્વોચ્ચ ઉન્નતિના શિખર ઉપર પહોચે. ૧૩. સમષ્ટિગત ઉન્નતિ પરસ્પર સમાન આદર્શના પૂજક બની સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને | સમ્યફચારિત્રના સત્યપથ ઉપર ટકી રહેવાનું બળ પ્રદાન. | ૧૪. | અનિષ્ટ નિવારણ (ઇષ્ટ પ્રાપ્તિ અશુભ કર્મોના વિપાકોદયને અવરોધે અને શુભ કર્મોના વિયાકોદયને અનુકૂળ બનાવે. ૧૫. | વિશ્વ | શ્રી નવકારનો આરાધક દરેક જીવને અભયદાન આપનારો બને, ફળ-પ્રાપ્તિની આશા વિના સર્વેને સમાન સુખશાંતિની ચાહના વાળો બને અને સર્વ જીવોને શાસનનો રસ પમાડવાની ઉત્કટ ભાવનાવાળો બને. શ્રી નમસ્કાર મંત્રનાં ચાર નામો (૧) આગમિક નામ : શ્રી પંચ મંગલ મહામૃત સ્કંધ (૨) સૈદ્ધાન્તિક નામ : શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર (૩) વ્યવહારિક નામ: શ્રી નમસ્કાર મહામંત્ર (૪) રૂઢિગત નામ : શ્રી નવકાર મંત્ર નવકાર મંત્રયુક્ત મંગલ શ્રુતસરિતા 2010_03 Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨ અ.નં. અક્ષર | સંખ્યા પ્રયોજનની પ્રતીતિ ૧ ण ક ' H શ્રી નવકાર મંત્રનું ગાણિતિક દૃષ્ટિએ પ્રયોજન णमो अरिहंताणं ૨. णमो सिद्धाणं ૩. णमो आयरियाणं ४. णमो उवज्झायाणं ૫. णमो लोए सव्वसाहु णं ૬. માં પંચ મોહારો, सव्व पाव प्पणासणी ८. मंगलाणं च सव्वेसिं, पढमं हवई मंगलं ૭. ૯. ૧. ૧૪ ચૌદપૂર્વરૂપી શ્રુતજ્ઞાનનો સાર ८ ૫ ૧. नमो अरिहंताणं ૨. नमो सिद्धाणं 3. नमो आयरियाणं ४. नमो उवज्झायाणं ૫. नमो लोए सव्वसाहु णं ૬. સો પંચનમુરારો, सव्व पावप्पणासणो ૭. ૮. મંજવાળ ચ સવ્વેસિં, पढमं हवई मंगलं ૯. શ્રુતસરિતા . 2010_03 અક્ષરની મંત્રશક્તિ : મોક્ષબીજ આઠ કર્મોને ક્ષય કરવાનું સામર્થ્ય અક્ષરની મંત્રશક્તિ : મોક્ષબીજ પંચ પરમેષ્ઠિ પદમાં પાંચ ‘ન’ પાંચજ્ઞાન : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન અક્ષરની મંત્રશક્તિ : વિનયબીજ પદ ૧ જ જી ક ા છે ry 5 છે -જ જી અક્ષર સંખ્યા ૨ ર NNNN ૨ ૨ ૨ ૧ ૨ ૧ ૧૪ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ८ مي في م ૧ ૧ ૧ ૧ ૧ ૫ નવકાર મંત્રયુક્ત મંગલ Page #29 -------------------------------------------------------------------------- ________________ પદ. અક્ષર સંખ્યા અ.ન. અક્ષર, સંખ્યા પ્રયોજનની પ્રતીતિ ૪ | સ | ૮ |સિદ્ધ ભગવંતના આઠ ગુણો | આઠ પ્રકારની સિદ્ધિ-અડસિદ્ધિ દાતાર અક્ષરની મંત્રશક્તિઃ વાગુબીજ-વચનસિદ્ધિ ૫ | 7 | ૩ | ઊર્ધ્વ લોક, તિચ્છ લોક, અધો લોક અક્ષરની મંત્રશક્તિ : ઈન્દ્રબીજ ધર્મધ્વજરૂપી શિખરનો મંત્ર અક્ષરની મંત્રશક્તિ : સૂર્યબીજ | મનોયોગ, વચનયોગ, કાયયોગનું | અપૂર્વ અનુસંધાન به ماه | | અક્ષરની મંત્રશક્તિ : વાયુબીજ | ધ્યાનનું પ્રતિક - ઝાણેણે झ د અક્ષરની મંત્રશક્તિ : ચંદ્રબીજ નવ વાડ - બ્રહ્મચર્ય નવનિધિ - અક્ષરની મંત્રશક્તિ: વરણબીજ ૧૦| ન | ૧ | દગ્ધાક્ષર - ભવવનને બાળી નાખે | અક્ષરની મંત્રશક્તિ : દગ્ધબીજ નવકાર મંત્રયુક્ત મંગલ શ્રુતસરિતા 2010_03 Page #30 -------------------------------------------------------------------------- ________________ પદ અક્ષર સંખ્યા S « ! અ.ન. અક્ષરનું સંખ્યાનું પ્રયોજનની પ્રતીતિ ૧૧ પરમગુરુ - અરિહંત - સિદ્ધ ગુરુ - આચાર્ય - ઉપાધ્યાય - સાધુ અક્ષરની મંત્રશક્તિ : વિનાયકબીજ ૧૨ | મ | ૯ નવ મંગળ - પાંચ મહાવ્રત | અણુવ્રત ચાર મંગલ-શરણ (અરિહંત, સિદ્ધ, સાધુ, કેવળી) દ જ ૦ ૦ | ام | م م م م م م م | અક્ષરની મંત્રશક્તિ : માળાબીજ | ૧૩ ૪ | ૩ |ત્રિપદી - ઉત્પન - વિનાશ - ધ્રુવ & 2 | | هی هی هی | અક્ષરની મંત્રશક્તિ : શિવબીજ ચારિત્ર (સર્વવિરતિ અને દેશવિરતિ) ૧૪| | ૨ ૧ ૧ | m | અક્ષરની મંત્રશક્તિ : સુરબીજ ૧૫ | | ૨ | કર્મ (ઘાતી અને અઘાતી) અક્ષરની મંત્રશક્તિ : વિષબીજ ૧૬ | ૫ | ૫ | પંચ પરમેષ્ઠિ O m | | في مياه الها م با میا عوامی می هیاه می N અક્ષરની મંત્રશક્તિ ઃ સર્વ વિદનવિનાશકબીજ રત્નત્રયી (દર્શન-જ્ઞાન-ચારિત્ર) 3 0 | 2 | ૧૮| ત | | અક્ષરની મંત્રશક્તિ : અગ્નિબીજ તત્ત્વ એક છે - અક્ષરની મંત્રશક્તિ : અષ્ટમંગલબીજ ૧ શ્રુતસરિતા નવકાર મંત્રયુક્ત મંગલ 2010_03 Page #31 -------------------------------------------------------------------------- ________________ અ.નં. અક્ષર સંખ્યા પ્રયોજનની પ્રતીતિ ૧૯ ओ ૨ ૨૦ અનુસ્વર ૧૩ | કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર તેરમા ગુણસ્થાનકની પ્રાપ્તિ ૨૧ કુલ અક્ષર પ્રથમ પાંચ પદ છેલ્લા ચાર પદ ૬૮ ૩૫ સાતમો સ્વર - સાત રાજ ઊર્ધ્વલોક અને સાત રાજ અધોલોક એવા ચૌદ રાજલોકના શિખરે સિદ્ધશિલા ઉપર બિરાજમાન કરાવવાનું સામર્થ્ય અક્ષરની મંત્રશક્તિ : વશ્ય કરનાર ૩૩ અક્ષરની વર્ણશક્તિ ઃ હાથીને (કર્મરૂપી) વશ કરનાર ચૌદ પૂર્વનો સાર ૬ + ૮ = ૧૪ ૧ + ૪ = ૫ ૩ + ૫ = ૮ ૩ ૪ ૫ = ૧૫ ૩ + ૩ = ૬ ૩ X ૩ = ૯ નવકાર મંત્રયુક્ત મંગલ 2010_03 પંચ પરમેષ્ઠિ આઠ કર્મોનો ક્ષય કર્મભૂમિમાં જ પરમાત્મા છ અંતરંગ શત્રુઓનો નાશ નવ નિધિ ૬ પદ ૫ ૬ u ૧ જ જી ૪ ૫ ૧૩ ૪ અક્ષર સંખ્યા ૧ ૧ . y ૧ ૧ ૩ ૩ ૧૩ શ્રુતસરિતા Page #32 -------------------------------------------------------------------------- ________________ પિંગળશાસ્ત્રની દૃષ્ટિએ નવકારમંત્રમાં હૃસ્વ અને દીર્ઘ સ્વર હૂર્વ દીર્ઘ | नमो अरिहंताणं न, अ, रि 3 | मो, हं, ता, णं २. | नमो सिद्धाणं १ मो, सि, द्धा, णं 3. | नमो आयरियाणं न, य, रि 3 | मो, आ, या, णं ४ | ४. नमो उवज्झायाणं | मो, व, ज्ज्ञा, या, णं ५ | ५. नमो लोए सव्वसाहुणं न, व्च २ | मो, लो, ए, स, सा, ६. | एसो पंचनमुक्कारो, ८. | ए, सो, पं, मु, क्का, | न ७. सव्वपावप्पणासणो व्व, प्प, स | स (पहेलो अक्षर) | पा, व, णा, णो ८. मंगलाणं च सव्वेसिं ग, च २ | मं, ला, णं, स, व्वे, सिं ९. | पढम हबई मंगलं | प, ढ, ह, ब, इ, ग | ह म , मं, लं २४ ४४ ચોવીસ હૃસ્વ સ્વર ચોવીસ તીર્થંકરના પ્રતિકરૂપ બની રહે છે, અને ૪૪ દીર્ઘ સ્વર ચોવીસ તીર્થંકર તથા વીસ વિહરમાન જિનેશ્વર એમ મળીને ૪૪ અરિહંત પરમાત્માના પ્રતિકરૂપ બની રહે છે. नवमंत्रमा, ५, ७, 2, 6, 3, ३, ५, भ, श, ष ठेवा व्यंनो १५२॥या नथी. ना२मंत्र અર્ધમાગધીમાં હોવાથી તેમાં શ, ષ જેવા વ્યંજનોને અવકાશ નથી. શ્રુતસરિતા નવકાર મંત્રયુક્ત મંગલ 2010_03 Page #33 -------------------------------------------------------------------------- ________________ મંત્ર વ્યાકરણ અનુસાર દરેક વર્ગની મંત્રશક્તિ N | 5 | | મૃત્યુનાશક-મૃત્યુંજય આ| આકર્ષણ કરનાર | 3 |પુષ્ટિકર છું | પ્રકર્ષણ-પ્રકૃષ્ટ આકર્ષણ | | | છ | બળ આપનાર E | છે. | ઉચ્ચાટન કરનાર ક્ષોભ પમાડનાર | મોહન કરનારી | વિદ્વેષણ કરનાર તદ | ઉચ્ચાટન-ગતિવર્ધક g | વશ્ય કરનાર તે પુરુષને વશ કરનાર ઉો | લોકને વશ કરનાર શો | રાજ્યને વશ કરનાર | i | હાથીને વશ કરનાર ૩ઃ | મૃત્યુનો નાશ કરનાર વ | વિષ બીજ g | સ્તોભ બીજ 1 | ગણપતિ-વિનાયક બીજ | મારણ બીજ અસુર બીજ સુર બીજ લાભ બીજ | બ્રહ્મરાક્ષસ-દગ્ધ બીજ ચંદ્ર બીજ થોભણ-ક્ષોભણ બીજ 8 | ચંદ્ર બીજ ૩ | ગરુડ બીજ ઢ | કુબેર બીજ | મોક્ષ બીજ | ત | અષ્ટમંગલ બીજ યમ બીજ |દુર્ગા બીજ | ઘ | સૂર્ય બીજ | ન | વિનય બીજ 1 | સર્વવિદન વિનાશક બીજ વિષ્ણુ બીજ | વૈ | બ્રહ્મ બીજ ભદ્રકાલી બીજ | મ |રુદ્ર બીજ-માળા બીજ ચ | વાયુ બીજ ૪ | અગ્નિ બીજ | |ઇન્દ્ર બીજ | |વરુણ બીજ શ | લક્ષ્મી બીજ ઇ | સૂર્ય બીજા સ વાગ્મીજ-વચનસિદ્ધિ a |શિવ બીજ ક્ષ | પૃથ્વી બીજ જ્ઞ | ગગન બીજ | | | | | | નવકાર મંત્રયુક્ત મંગલ શ્રુતસરિતા 2010_03 Page #34 -------------------------------------------------------------------------- ________________ નવકાર મંત્રનો છંદ સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદ પુરવનો સાર, એના મહિમાનો નહિ પાર, એનો અર્થ અનંત અપાર, સ૦ ૧ સુખમાં સમરો દુ:ખમાં સમરો, સમરો દિવસ ને રાત; જીવતાં સમરો મરતાં સમરો, સમરો સહુ સંઘાત; સ0 ૨ યોગી સમરે ભોગી સમારે, સમરે રાજા રંક; દેવો સમરે દાનવ સમરે, સમરે સહુ નિઃશંક. સ0 ૩ અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણો, અડસિદ્ધિ દાતાર. સ૦ ૪ નવપદ એના નવનિધિ આપે, ભવોભવનાં દુઃખ કાપે, વીર વચનથી હૃદયે વ્યાપે, પરમાતમ પદ આપે. સ0 ૫ છંદનો અર્થ-વિસ્તાર સહિતા (૧) લોકોત્તર અને લૌકિક ભલું કરનાર શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરવાનો ઉપદેશ છે. શ્રી ગણધર ભગવત રચિત દ્વાદશાંગી પૈકી “દૃષ્ટિવાદ' નામના બારમા અંગમાં અંતર્ગત પાંચ વિભાગ પૈકી પૂર્વગત વિભાગમાં સમાવિષ્ટ થયેલ ચૌદ પૂર્વનો સાર છે. બારમું અંગ કાળના પ્રભાવે વર્તમાનમાં વિચ્છેદ થયેલ છે. એના મહિમાનો પાર નથી. શ્રી નવકાર મંત્રમાં લખાયેલા સ્વર-વ્યંજન (લઘુ-ગુરુ માત્રામાં)ના શબ્દાર્થ, ભાવાર્થ, ગૂઢાર્થ, રહસ્યાર્થ, તત્ત્વાર્થ કે પરમ તત્ત્વાર્થ પાર વિનાના અને અંત વિનાના એવા અપાર અને અનંત છે. (૨) આ મંત્ર આત્માના આરોગ્યનું અમૂલ્ય ઔષધ હોઈ અને કર્મનિર્જરાનું પ્રગટ પ્રસિદ્ધ કારણ હોઈ સુખમાં, દુઃખમાં, દિવસ, રાત્રિ, જીવતાં, મરતી વેળાએ, અને સહુની સંગાથે સ્મરણ કરવું. (૩) પરમપદ - આધ્યાત્મિક વિકાસ અને ભૌતિક સુખ - આ ત્રણે ફળ આપવા સમર્થ અને સક્ષમ એવો શ્રી નવકાર મહામંત્ર યોગી, ભોગી, રાજા, રંક, દેવ, દાનવ બધા જ આ મહામંત્રનું નિઃશંકપણે સ્મરણ કરે છે, તે એક નિઃશંક વાત છે. (૪) પ્રથમ પાંચ પદના (૩૫) અને તેની ચૂલિકાના (૩૩) અક્ષરો એમ કુલ મળી (૬૮) થાય છે. તીર્થ શબ્દ “નૃ' ધાતુ પરથી બન્યો છે, એટલે કે જેના વડે તરાય તે.' શ્રી નવકારના માત્ર એક અક્ષરમાં જીવ જાય તોપણ ઓછામાં ઓછા સાત સાગરોપમનાં પાપ કપાય છે, કારણ કે અસારનો ક્ષય કરવો તે તેનો સ્વભાવ છે. સંસાર અસાર છે, મુક્તિ સાર છે અને તેનો સાર નવકાર છે. આત્માના ભાવોને હલાવી નાખવા માટે અને અશુદ્ધ ભાવોને ટાળી શુદ્ધ ભાવો પ્રગટાવવા માટે શ્રી નવકારના અડસઠ તીર્થો અથવા અડસઠ રત્નો અથવા બીજી લૌકિક વસ્તુઓની ઉપમાઓ પણ ઘણી જ ઓછી પડી જાય છે. રૈલોક્યદીપક શ્રી નવકાર મહામંત્ર સર્વોત્કૃષ્ટ ભાવમંગલસ્વરૂપ છે, માટે તેની ફલશ્રુતિરૂપે આત્માના જ્ઞાનાદિ ગુણો અને તેના શ્રુતસરિતા નવકાર મંત્રયુક્ત મંગલ 2010_03 Page #35 -------------------------------------------------------------------------- ________________ સાધનભૂત ક્ષયોપશમાદિ ભાવો જ સિદ્ધિ સ્વરૂપ વર્તાય છે. નેત્રોની સંખ્યા બે હોવાથી નેત્ર શબ્દથી ‘બે' સંખ્યાનું ગ્રહણ થાય છે, તેમ મંગલવાચ્ય પદાર્થોની સંખ્યા આઠ હોવાથી અને ક્ષયોપશમાદિ ભાવરૂપ સ્થિતિ મંગલ સ્વરૂપ હોઈ, સિદ્ધિઓના પ્રકાર આઠ છે. • કોઈ પણ વસ્તુને પરમાણુ જેવી અણુસ્વરૂપે કરવાની શક્તિ. - કોઈ પણ વસ્તુને વાયુ જેવી લઘુ - હલકી કરવાની શક્તિ. - પોતાના શરીરાદિને મોટું અથવા ગુરુ - ભારે વજનદાર કરવાની શક્તિ. (૧) અણિમા (૨) લઘિમા (૩) મહિમા (૪) પ્રાપ્તિ (૫) પ્રાકામ્ય પોતાની આંગળીના અગ્રભાગથી ચંદ્રમાદિને સ્પર્શ કરવાની શક્તિ. પોતાની ઇચ્છા મુજબ ભૂમિ ઉપર ચાલવાની જેમ પાણી ઉપર ચાલવા વગેરે સ્વરૂપ શક્તિ. પાંચ મહાભૂતો અથવા ભૌતિક વિષયોને સ્વાધીન બનાવવાની શક્તિ. ધારે તો તે તે વિષયોને ઉત્પન્ન કરવાની વિશેષ શક્તિ. (૬) વશિત્વ (૭) ઈશિત્વ (૮) યત્રકામાવસાયિતા - પોતાના સંકલ્પ મુજબ તે તે પદાર્થને અવસ્થિત ક૨વાની શક્તિ. સંપદા એટલે વિશ્રાન્તિ સ્થાન-શ્વાસ-સાત સંપદાઓ પ્રથમના સાત પદોની પદ સમાન છે અને આઠમી સંપદા છેલ્લા બે પદોની મળીને છે. આમ, આ મહામંત્રનું પ્રમાણ આઠ સંપદાથી એટલે કે આઠ શ્વાસથી ગણવાનું નક્કી ગોઠવાયેલ છે. (૫) નવિધિ - આ મહાનિધિ અસામાન્ય કોટિના છે. ચક્રવર્તી છ ખંડ જીતવા નીકળે ત્યારે ગંગા નદીના પશ્ચિમ તટે પ્રગટ થાય છે. આ નવ પ્રકારના નિધિ શ્રી નવકાર મહામંત્રના નવ પદ આપવા સમર્થ છે. (૧) નૈસર્પિક : અઢળક સંપત્તિ - ગ્રામ, નગર, ગૃહ વગેરેની સ્થાપનાની વિધિ-નિર્માણ પદ્ધતિઓ. (૨) પાંડુક : ગણિત, ગીત, ચોવીશ પ્રકારના ધાન્યનાં બીજ અને ઉત્પત્તિ. : પુરુષ, સ્ત્રી, હાથી, ઘોડા વગેરેના આભરણો બનાવવાની વિધિ. (૪) સર્વરત્ન : સર્વરત્નો કે જેમાં ચક્રવર્તીનાં ચૌદ રત્નોનો સમાવેશ થાય છે. (૧) સેનાપતિ રત્ન (૨) ગૃહપતિ રત્ન (૩) પિંગલ (૩) પુરોહિત રત્ન (૪) અશ્વ રત્ન (૫) ગજ રત્ન (૬) વાર્ષકી રત્ન (૭) સ્ત્રી રત્ન (૮) ચક્ર રત્ન (૯) છત્ર રત્ન (૧૦) ચર્મ રત્ન (૧૧) મણિ રત્ન (૧૨) કાકિણી રત્ન (૧૩) ખડ્ગ રત્ન (૧૪) દંડ રત્ન (૫) મહાપદ્મ : વસ્ત્ર/રંગની ઉત્પતિ, પ્રકાર, ધોવાની રીતો અને સાત ધાતુઓનું વર્ણન. (૬) કાળ : સમગ્ર કાલનું જ્ઞાન, જ્યોતિષ, તીર્થંકરાદિના વંશનું વર્ણન - કથન અને સો પ્રકારના શિલ્પોનું વર્ણન. (૭) મહાકાળ : લોહ, સુવર્ણ, મુક્તા, મણિ, સ્ફટિક, પરવાળા વગેરેના વિવિધ ભેદો અને ઉત્પત્તિનું વર્ણન. નવકાર મંત્રયુક્ત મંગલ 2010_03 ૧૦ શ્રુતસરિતા Page #36 -------------------------------------------------------------------------- ________________ (૮) શંખ : શંખનિધિની સ્થાપના, ગદ્ય, પદ્ય, નૃત્ય, નાટક વગેરેનું વર્ણન. (૯) માણવક : યોદ્ધાઓની ઉત્પત્તિ, શસ્ત્રસામગ્રી, યુદ્ધનીતિ, દંડનીતિ વગેરેનું વર્ણન. ભવોભવનું એક માત્ર દુઃખ ‘જન્મ-મરણ’નું કાપે. શ્રી વીર પ્રભુના વચન વડે જે સાધક હૃદયમાં શ્રી નવકારનો વ્યાપ કરે, તેને આ મહામન્ત્ર પરમાત્મ-પદ આપવા સમર્થ છે. શ્રી નવકાર મહામંત્ર શ્રી જિનશાસનરૂપ મનુષ્ય ક્ષેત્રને વિષે પાંચ મેરુ સમાન પંચ પરમેષ્ઠિઓને નમસ્કાર હો ! અરિહંત : શ્રી અરિહંત પરમાત્મા મોક્ષમાર્ગના આદ્ય ઉપદેશક હોવાથી જગત ઉપર એમનો ઉપકાર મહાન છે, અજોડ છે. મોક્ષનો માર્ગ ચર્મચક્ષુને અગોચર હોય છે. કેવળજ્ઞાનરૂપી ચક્ષુ વડે તે માર્ગ સાક્ષાત જોઈ શકાય છે. : શ્રી સિદ્ધ પરમાત્માઓનો મુખ્ય ગુણ અવિનાશીપણું છે. આ ગુણ સર્વ મુમુક્ષુ આત્માઓનું લક્ષ્યબિન્દુ છે. શ્રી અરિહંત પરમાત્મા પણ દીક્ષા અંગીકાર કરતી વખતે સિદ્ધપદને નમસ્કાર કરે છે, અને જગતને સિદ્ધપદને માર્ગે દોરવે છે. સિદ્ધપદ સિવાય જગતના તમામ પદાર્થો ઉપર કાળની અસર હોવાના પ્રભાવે અવિનાશી છે. સિદ્ધ આચાર્ય : મુમુક્ષુઓ માટે મોક્ષ એ સાધ્ય છે અને સદાચરણ એ સાધન છે. સાધન સેવ્યા વિના સાધ્યની પ્રાપ્તિ થાય નહિ. આ પદથી વિભૂષિત આત્માઓ પોતે સદાચારનું (શુદ્ધાચાર) પાલન કરે છે અને એ માર્ગે ચાલવાની સતત પ્રેરણા પોતાના જીવનથી અને ઉપદેશથી આપે છે. આ પદને નમસ્કાર એટલે સદાચારની પૂજા અને સદાચાર ઉપરના આપણા પ્રેમની, પ્રીતિની, ભક્તિની, ભાવની અભિવ્યક્તિ. ઉપાધ્યાયઃ એમનો મુખ્ય ગુણ વિનય છે. વિનયથી જ મોક્ષમાર્ગનો પ્રારંભ થાય છે. વિનય વિના ઉત્તમ પ્રકારની વિદ્યા એટલે મોક્ષની વિદ્યા પ્રાપ્ત નથી થતી. પોતે આ ગુણનું પાલન કરે અને વિનયગુણનું શિક્ષણ આપે. આ પદને નમસ્કાર એટલે વિનય ગુણની પ્રાપ્તિની અદમ્ય ઝંખના, અને તીવ્ર તાલાવેલીપૂર્વક મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિ. : આ પદને નમસ્કાર એટલે પોતાને પ્રાપ્ત થયેલ તમામ શક્તિઓનું સ્વ-પરના હિતાર્થે સતત સત્કાર્યોમાં જોડવી. સાધુ મોહનીય કર્મના મુખ્ય ભેદરૂપ દર્શન મોહનીય અને ક્રોધ, માન, માયા અને લોભ આદિ મહાન દોષો આ મહામન્ત્રના સ્મરણ વડે ટળે છે. પ્રથમ પદથી દર્શન મોહનીય, બીજા પદથી લોભ, ત્રીજા પદથી માયા, ચોથા પદથી માન અને પાંચમા પદથી ક્રોધ જિતાય છે. અનંત ગુણગણની ગરિમાની ગંભીર એવા અનાદિકાલીન સર્વમન્ત્રશિરોમણિ શ્રી નવકાર મંત્રમાં એક એક અક્ષર, એક-એક શબ્દમાં અપાર વિદ્યાઓ, અચિત્ત્વ શક્તિઓ અને અનંત સિદ્ધિઓ ગર્ભિત છે. ભાવપૂર્વક શ્રી નવકાર મંત્રનું સ્મરણ દરેક જીવ શિવનો અધિકારી બને છે. “વાંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર, નિશ્ચે શ્રી નવકાર નિત્ય, જપતાં જય જયકાર.'' શ્રુતસરિતા 2010_03 ૧૧ નવકાર મંત્રયુક્ત મંગલ Page #37 -------------------------------------------------------------------------- ________________ જાપ એક અક્ષર એક પદ એક નવકાર ૧૦૮ નવકાર નવકાર પદ નમો અરિહંતાણં સિધ્ધાણં આયરિયાણં ઉવજ્ઝાયાણં શ્રી નવકાર મંત્ર અને જાપ મહિમા પાપક્ષય સંખ્યા ફળ સાગરોપમ |કર્મક્ષય સાગરોપમ કર્મક્ષય – પાપક્ષય સાગરોપમ |કર્મક્ષય પાપક્ષય સાગરોપમ કર્મક્ષય – પાપક્ષય અંક ૭ ૫૦ ૫૦૦ ૫૪,૦૦૦ શ્રી નવકાર મંત્ર અને છ આવશ્યક/યોગના આઠ અંગ યોગાંગ અર્થ આવશ્યક સામાયિક સમાધિ ચતુર્વિશતિ ધ્યાન = સવ્વ સાહૂણં એસો પંચ નમુક્કારો પ્રતિક્રમણ સવ્વ પાવ પણાસણો મંગલાણં ચ સવ્વુસિં| કાઉસગ્ગ વાંદણાં (ગુરુવંદન) સર્વ પાપનો નાશ એ જ પ્રતિક્રમણ મોક્ષ (I) પ્રતિ ક્રમની ગોઠવણી કાઉસગ્ગ માટે આસન અને પ્રાણાયામ આસન કાયાની સ્થિરતા-શ્વાસ પ્રમાણ કાઉસગ્ગ પઢમં હવઈ મંગલમ્ પચ્ચક્ખાણ યમ-નિયમ* કાઉસગ્ગમાં પ્રવેશવા પચ્ચક્ખાણ લેવું-પારવું એ જ પ્રથમ મંગલ 2010_03 ધારણા *પાંચ યમ = અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. પાંચ નિયમ નમન વડે (ન+મન) સાવધ વ્યાપારનો ત્યાગ. દેવતત્ત્વનું ધ્યાન - લોગસ્સ સૂત્રમાં અરિહંતે ક્તિઈસં - સિદ્ધા સિદ્ધ મમદિસંતુ ગુરુ તત્ત્વના ધ્યાન માટેની ધારણા પ્રત્યાહાર શૌચ (મનની પવિત્રતા), સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન. તપ વીર્ય પદ પંચ પરમેષ્ઠિ અને અન્ય સંબંધિત માહિતી વર્ણ ઉપકાર આચાર ઈન્દ્રિય અરિહંત શ્વેત માર્ગદર્શકપણું જ્ઞાન શ્રોત્ર (કાન) સિદ્ધ રક્ત અવિનાશીપણું દર્શન ચક્ષુ (આંખ) રૂપ |આચાર્ય | પીત આચાર ચારિત્ર નાસિકા (નાક) ગંધ ઉપાધ્યાય નીલ વિનય રસના (જીભ) રસ ત્વચા (ચામડી) સ્પર્શ |સાધુ શ્યામ સહાય નવકાર મંત્રયુક્ત મંગલ વિષય અર્થ શબ્દ દેશના-શાબ્દિક વાણી ૧૨ અરૂપી પણ શાશ્વત રૂપવાળા |પંચાચારની સુગંધ જ્ઞાનામૃત રસાસ્વાદ સાધનાનો સ્પર્શ શ્રુતસરિતા Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકાર મંત્ર અને ફલાદેશ (૧) જે ભાવપૂર્વક એક લાખ નવકારને ગણે છે તથા વિધિપૂર્વક શ્રી અરિહંતદેવને પૂજે છે તે આત્મા અવશ્ય તીર્થકર નામગોત્રને ઉપાર્જે છે. (૨) ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સફળ થતું નથી, જ્યાં સુધી શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરવામાં આવ્યું નથી. (૩) ઊઠતાં, સૂતાં, ભોજન વેળાએ, ઘરની બહાર નીકળતાં આદિ પ્રસંગે ઓછામાં ઓછો એક શ્રી નવકાર મંત્ર ગણવાની ટેવ પાડવી. પંચ પરમેષ્ઠિ અને નવ તત્ત્વનું જ્ઞાન પદ | તત્ત્વ | અર્થ અરિહંત પુણ્ય/પાપ તીર્થકર નામકર્મરૂપી ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિના પ્રકર્ષને પામેલા અને પાપ કર્મો (ઘાતી કમ)થી સર્વથા રહિત. સિદ્ધ | જીવ/અજીવ જીવ તત્ત્વથી પરિપૂર્ણ અને અજીવના સંગથી સર્વથા રહિત. આચાર્ય | આશ્રવ/સંવર, પંચાચારનું પાલન કરનાર/કરાવનાર, આશ્રવના દ્વારા રોકનાર અને સંવરી _|ભાવને પામેલા. | ઉપાધ્યાય બંધ/નિર્જરા | જ્ઞાન-ધ્યાનમાં લીન હોવાથી અલ્પ બંધ અને અધિક નિર્જરા. | સાધુ | મોક્ષ મોક્ષમાર્ગની સાધનાનું પ્રથમ પગથિયું - પ્રવેશદ્વાર. પંચ પરમેષ્ઠિ અને રનરચીનો સંબંધ પદ રત્નત્રયી | અર્થ અરિહંત | તપ અણાહારી પદના ભોક્તા એ જ તપપદની પરાકાષ્ઠા. સિદ્ધ આચાર્ય | ચારિત્ર ઉપાધ્યાય જ્ઞાન સાધુ દર્શન પદ ભાવના અરિહંત | કરુણા સિદ્ધ | | માધ્યસ્થ આચાર્ય |પ્રમોદ ઉપાધ્યાય પંચાચારના માલિક હોવાથી ચારિત્રગુણના માલિક. જ્ઞાનના પઠન-પાઠનમાં લીન રહેતાં જ્ઞાનપ્રધાન. દેવગુરુની આજ્ઞામાં અચળ વિશ્વાસ હોવાથી શ્રદ્ધા (દર્શન) એટલે દર્શન પ્રધાન. પંચ પરમેષ્ઠિ અને ચાર ભાવના અર્થ | ‘સર્વ જીવોને શાસનરસ પમાડું અને કરુણાભાવ. કાયા દ્વારા (પર્યાય) ઓળખ. મોક્ષપ્રાપક પ્રકર્ષથી આ પદની કૃતકૃત્ય અવસ્થા. આચરણ અને જ્ઞાન વડે અન્ય જીવોમાં રહેલા પ્રગટ-અપ્રગટ ગુણોનું બહુમાન-વચન દ્વારા ઓળખ (ગુણ) | સર્વજીવ રાશિ પ્રત્યે મિત્રભાવ, અહિંસક ભાવ, સમાન ભાવ-મન દ્વારા ઓળખ (દ્રવ્ય) સાધુ મૈત્રી શ્રુતસરિતા ૧૩ નવકાર મંત્રયુક્ત મંગલ 2010_03 Page #39 -------------------------------------------------------------------------- ________________ પદ | પંચ પરમેષ્ઠિ અને કષાયોને જીતવાનો ઉપાય કષાય નવકારવાળી ગણવાનું પદ અરિહંત |- | ‘નમો' એ શક્તિનો પુંજ હોઈ તેના વિષય તરીકે શ્રી અરિહંત પરમાત્મા છે. સિદ્ધ લોભ નમો સિદ્ધાણં – સિદ્ધાવસ્થા તૃપ્ત છે. આચાર્ય માયા નમો આયરિયાણં – અપાર શુદ્ધ છે. ઉપાધ્યાય માન | નમો ઉવજઝાયાણં – વિનય ગુણવાળા છે. સાધુ | ક્રોધ નમો લોએ સવ્વસાહૂણં – સમભાવી છે. શાસ્ત્ર આધારે નવ ગ્રહનો સચોટ ઈલાજ - એક નવકારવાળી ગણવી ગ્રહ નવકારનું પદ શ્રી તીર્થંકર પ્રભુ સૂર્ય | ૐ હું નમો સિદ્ધાણં ૐ હ્રીં શ્રીં પાપ્રભસ્વામીને નમઃ ચંદ્ર | ૐ હું નમો આયરિયાણં ૐ હ્રીં શ્રી ચંદ્રપ્રભ સ્વામીને નમ: મંગળ | ૐ હ્રીં નમો સિદ્ધાણં ૐ હ્રીં શ્રી વાસુપૂજ્ય સ્વામીને નમઃ બુધ |ૐ હ્રીં નમો આયરિયાણં ૐ હ્રીં શ્રી મહાવીર સ્વામીને નમઃ ગુરુ |ૐ નમો આયરિયાણં ૐ હ્રીં શ્ર ઋષભદેવાય નમ: શુક્ર ૩ૐ હ્રીં નમો અરિહંતાણં ૐ હ્રીં શ્રી સુવિધિનાથાય નમ: શનિ | ૐ હ્રીં નમો લોએ સવ્વસાહૂણં ૐ હ્રીં શ્રીં મુનિસુવ્રતસ્વામીને નમઃ રાહુ | ૐ હ્રીં નમો લોએ સવ્વસાહૂણં ૐ હૂ હૈં નેમીનાથાય નમઃ કેતુ | ૐ હ્રીં નમો લોએ સવ્વસાહૂણં ૐ હ્રીં શ્રીં પાર્શ્વનાથાય નમઃ જૈનશાસનના તેજસ્વી ઝળહળતા, જ્યોતિર્ધર, પ્રશમરસ પયોનિધિ, પ્રતિભાસંપન્ન પંન્યાસપ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવરની ઉદ્ઘોષણા જીવનની માર્ગદર્શક મૂડી દેહની અત્યંત અસ્થિરતા અને પારાવાર શારીરિક વેદના વચ્ચે પૂ. પંન્યાસજી મહારાજે તા. ૧૯-૧૦-૧૯૭૭ના સવારે ૧૧ વાગે પરમોપકારી શ્રી જિનેશ્વર ભગવંતની વાણીને પ્રકાશિત કરી. જેમાં પૂજ્યશ્રીની નવકાર પ્રત્યેની અવિહડ ભક્તિનાં દર્શન થાય છે. (૧) સકલ શ્રી સંઘ જેના વડે જીવે છે, તે મહામંત્ર નવકાર અને નવપદ છે. (ર) આ મહામંત્ર સકલ સંઘને સહાયક છે, પુણ્યનો ઉત્પાદક છે. આત્મ-ગુણો પ્રગટાવનાર છે. આ મહામંત્રના આધારે જ બધા જીવે છે. (૩) ત્રણ લોકના આધારભૂત આ મહામંત્રનો મહિમા સર્વત્ર ફેલાયેલો છે, તેના વડે જ આ વિશ્વ ટકી રહ્યું છે. (૪) શ્રી નવકાર મહામંત્ર વિજયવંત છે. સકલ સંઘમાં શ્રી નવકાર પરમ આધાર છે. (૫) શ્રી નવકારનો વિરાધક આત્મા, તીર્થનો વિરાધક છે. મહાન પાપી છે. આપણાં તીર્થો તારનારા છે. (૬) મૈત્રી આદિ ચાર ભાવનાઓ મહાન છે. | નવકાર મંત્રના આધારે તીર્થ ટકી રહેલ છે. જે શ્રી નવકારનો વિરોધી છે. તે નાસ્તિક અને તીર્થનો પણ વિરોધી છે. (૮) સમગ્ર સંઘને સંઘરૂપે શ્રી નવકાર જ સાચવે છે. નવકાર સિવાય જગતમાં બીજું કશુંય મહત્ત્વનું નથી. આપણા હૃદયમાં આ ભાવો જીવંત બને. ભદ્રંકર વિ. નવકાર મંત્રયુક્ત મંગલ શ્રુતસરિતા 2010_03 ૧ ૪ Page #40 -------------------------------------------------------------------------- ________________ વજ્રપંજર-અપરનામ-આત્મરક્ષા ન્યાસ ન્યાસ એટલે સ્થાપના. આ ન્યાસ જમણા હાથની અનામિકા અંગુલીથી કરવો. આ ન્યાસ દ્વારા જાપના મુખ્ય પદના ભાવને પોતાના દેહાંગોમાં સમાવિષ્ટ કરી સાધકે પોતે પ્રથમ દેવસ્વરૂપ બની જવું જોઈએ. એ પછી પ્રારંભેલી આરાધના કે અનુષ્ઠાન સર્વાંગી લાભદાયી અને ફળદાયી બને છે. પ્રથમ બે હાથ જોડીને ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારું નવપદાત્મકં; આત્મરક્ષા કરું વજ, પંજરાભં સ્મરામ્યહં ૧ હવે મસ્તક ઉપર બે હાથ મૂકીને ૐ નમો અરિહંતાણં શિરસ્કંશિર સિ સ્થિત. મુખ ઉપર બે હાથ મૂકીને ૐ નમો સવ્વસિદ્ધાણં, મુખે મુખપયંવરમ્ ર શ્રુતસરિતા . 2010_03 સર્વાંગ અથવા છાતીએ બે હાથ ફેરવતાં ૐ નમો આયરિયાણં, અંગ રક્ષાતિ શાયિની બે હાથમાં કલ્પનાથી શસ્ત્રો ધારણ કરીને ૐ નમો ઉવજ્ઝાયાણં, આયુÜહસ્તયોર્દઢમ્ ૩ બંને પક્ષ ઉપર હાથ ફેરવતાં ૐ નમો લોએ સવ્વસાહૂણંમોચકેપાદયોઃશુભે હાથ દ્વારા બેસવાની જગ્યાને વજ્ર જેવી મજબૂત કલ્પીને એસો પંચ નમુક્કારો, શિલાવજમયી તલે. ૪ બે હાથ દ્વારા સમગ્ર શરીર ફરતા વજ્રમય કિલ્લાની કલ્પના કરીને સવ્વ પાવપ્પણાસણો, વપ્રો વજ્રમયો બહિ: ખાઈની કલ્પના માટે મૂઠીવાળી માત્ર બે હાથની તર્જની આંગળીઓ શરીર ફરતી ફેરવતાં મંગલાણં ચ સવ્વેસિં, ખાદિરાંગાર ખાતકા. ૫ સ્વાહાંત ચ પદં શેયં, પઢમં હવઈ મંગલમુ કિલ્લાને ઉપરથી બંધ કરવા હાથનાં તળિયાં ફેરવવાં દ્વારા ઢાંકણાની કલ્પના કરતાં. વપ્રોપરિ વજ્રમયં, પિધાનં દેહ રક્ષણે. ૬ મહાપ્રભાવા રક્ષય, ક્ષુદ્રોપદ્રવ નાશિની, પરમેષ્ઠિ પદોદ્ભૂતા, કથિતા પૂર્વસૂરિભિ, યશ્વેનં કુરુતે રક્ષાં, પરમેષ્ઠિ પદૈઃ સદા, તશ્ય ન સ્યાદ્ ભયં વ્યાધિ, રાધિશ્વાડપિ કદાચન. ૮ ૧૫ નવકાર મંત્રયુક્ત મંગલ Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકાર મંત્રની આરાધના વિધિ ઉત્કૃષ્ટ – શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધના ૧૮ દિવસના ઉપધાન (જેનાથી શ્રુતજ્ઞાનની પુષ્ટિ થાય તે) વહન કરી ગુરુમુખે નવકાર ગ્રહણ કરે તે અઢારિયું. ૧૮ દિવસ સુધી એકાંતરે ઉપવાસ અને એકાસણું-ગુરુનિશ્રાએ પૌષધ-૧૦૦ ખમાસમણાં, ૧૦૦ લોગસ્સનો કાઉસગ્ગ, રોજ ૨૦૦૦ નવકાર જાપ. મધ્યમ – વીસ દિવસ આયંબીલ અથવા ખીરના એકાસણા કરી રોજના ૫,000 નવકાર જાપ ગણી સફેદ ફૂલ પ્રભુને ચઢાવતા જઈ જાય. જઘન્ય – નવ દિવસ એકાસણા કરી લઘુતપની વિધિપૂર્વક આરાધના. સામાન્ય – ૩/,/પ૯ વર્ષમાં કુલ ૫ લાખ કે નવ લાખ નવકાર મંત્ર ગણવો. શ્રી નવકાર મંત્રની જાપ પદ્ધતિ નિશ્ચિત સમય - શ્રેષ્ઠ સમય : સૂર્યોદય, બપોરના ૧૨ અને સૂર્યાસ્તની ૨૪ મિનિટ અગાઉ અને પાછળ. મધ્યમ સમય : સૂર્યોદય પછી એક કલાક. સામાન્ય સમય : સૂર્યોદય પછી સવારના ૧૦ વાગ્યા સુધી. નિશ્ચિત આસન – શ્વેત રંગનું કટાસણું - સફેદ વસ્ત્ર પહેરીને બેસવું - ટટાર બેસવું - હોઠ બંધ - ઉપરના અને નીચેના દાંત એકબીજાને અડવા જોઈએ નહીં. નિશ્ચિત દિશા – પૂર્વ કે ઉત્તર દિશામાં બેસી જાપ કરવા - ધૂપ - દીપ કરવો. નિશ્ચિત માળા – શ્વેત માળા (સૂતર, સ્ફટિક અથવા ચાંદીની) શ્રેષ્ઠ સૂતરની માળા - પ્લાસ્ટિકના મણકાની માળા ગણવી નહીં - માળા ગણતી વેળાએ નાસિકા અને નાભિના મધ્યભાગમાં રાખવી – આંગળીથી વેઢા ઉપર ગણવી હોય તો શંખાવૃત્ત અને નંદાવૃત્તના માધ્યમથી ગણવી. નિશ્ચિત સંખ્યા – એકબે પાંચ કે અન્ય કોઈ સંખ્યાની નવકારવાળી ગણવી. શ્રી નવકાર મંત્રની આરાધનાનું ફળ ઉત્તમોત્તમ ફળ – પંચ પરમેષ્ઠિની સાધના સાધકને પરમેષ્ઠિ બનાવે અને ક્રમે ક્રમે સર્વથા કર્મમુક્ત બનાવી સિદ્ધિપદની પ્રાપ્તિ કરાવે. ઉત્તમ ફળ – અપૂર્વ આત્મિક આનંદનો અનુભવ કરાવે - મન પ્રફુલ્લિત બને - સંતોષવૃત્તિ પ્રગટે - કષાયો મંદ પડે - ગુણોની વૃદ્ધિ થાય. મધ્યમ ફળ – જગત સાધકને અનુકૂળ વર્તે - અંતઃકરણ અને વિચારો પવિત્ર બને - વિચારોમાં શુદ્ધતા દ્વારા ધર્મની પ્રવૃત્તિ વધે - આંતરિક શુદ્ધિકરણ દ્વારા આત્મિક શુદ્ધિકરણ થાય - આવેશનો અગ્નિ સંસ્કાર થાય - પ્રશમની પ્રાપ્તિ થાય - મૈત્રીનો મંગલનાદ થાય. સામાન્ય ફળ – કાયાનો રોગ ઉત્પન્ન થાય નહીં - થયેલા રોગાદિ વિનાશ પામે - પરમ પંથે પ્રયાણ કરવાના પ્રબલ પુરુષાર્થની પાવન પ્રેરણા મળે. નવકાર મંત્રયુકત મંગલ ૧ ૬ શ્રુતસરિતા 2010_03 Page #42 -------------------------------------------------------------------------- ________________ धर्मस्य फलमिच्छन्ति, धर्मनेच्छन्ति मानवाः । पापस्य फलं नेच्छन्ति, पापं कुर्वन्ति सादरा || અર્થ : ધર્મના ફળને ઇચ્છે છે (ધર્મનું ફળ સુખ છે), પણ માનવ ધર્મને (ધર્માચારણને) ઇચ્છતો નથી. પાપના ફળને ઇચ્છતો નથી. (પાપનું ફળ દુઃખ છે), પણ માનવ પાપ તો હોશે હોશે કરે છે. નવકાર ગણવાની રીત રાત્રિના પાછલા પહોરે બાળ વૃદ્ધ વગેરે સર્વ લોકો જાગે છે ત્યારે પરમેષ્ઠી પરમ મંત્રને સાતઆઠવાર ભણે (ગણે). પૂ.પંન્યાસશ્રી વજ્રસેનવિજયજી સંપાદીત (શ્રાધ્ધવિધિ પ્રકરણમાંથી સાભાર) મનમાં નવકારમંત્રને યાદ કરતો ઊઠીને પલંગ વગેરેથી નીચે ઊતરી, પવિત્ર ભૂમિ ઉપર ઊભો રહીને કે પદ્માસન વગેરે આસને અથવા જેમ સુખે બેસી શકાય એવાં સુખાસને બેસીને પૂર્વ અગર ઉત્તર દિશાએ જિન પ્રતિમા કે સ્થાપનાચાર્યની સન્મુખ મનની એકાગ્રતા નિમિત્તે કમળબંધ કે કરજાપ આદિથી નવકાર ગણવો. કમળબંધ ગણવાની રીત આઠ પાંખડીવાળા કમળની કલ્પના હૃદય ઉપર કરે, તેમાં વચલી કર્ણિકા ઉપર “નમો અરિહંતાણં'' પદ સ્થાપન કરે, પૂર્વાદિ ચાર દિશામાં “નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએસવ્વસાહૂણં’” એ પદ સ્થાપે અને ચાર ચૂલિકાનાં પદો (એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલ) ચાર કોણ (વિદિશા)માં સ્થાપીને ગણે, એવી રીતે ગણવાથી કમળબંધ જાપ કર્યો કહેવાય છે. શ્રુતસરિતા 2010_03 पैटस हवइमंगल एसो मच नमक्कार सक्छ लोए सव्व साहूणं नमो अरिहंताएँ नमो भायरियाण सव्वपावप्पगोसांगी मंगलाणि च सव्वास C1111 ૧૭ નવકાર મંત્રયુક્ત મંગલ Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશમાં પણ ઉપર પ્રમાણે જ બતાવી એટલું જ વિશેષ કહેલું છે કે – त्रिशुद्ध या चिन्तयत्रस्य शतमष्टोत्तरं मुनिः । भुज्जानोऽपि लभेतैव चतुर्थतपसः फलम् ॥ મન, વચન, કાયાની, એકાગ્રતાથી જે મુનિ, નવકારનો એક સો આઠ વાર જાપ કરે, તે ભોજન કરવા છતાં પણ ઉપવાસ તપનું ફળ પામે છે. નવકારમંત્રનો પ્રભાવ “નંદાવર્ત” “શંખાવર્ત” આદિથી વાંછિત સિદ્ધિ વગેરે ઘણા લાભ આપનારો છે, કહ્યું છે કે करआवत्ते जो पंचमंगलं, साहू पडिमसंखाए । नववारा आवत्तइ, छलंति तं नो पिसायाई ।। કર આવર્તે (અંગુલીથી) નવકારને બારની સંખ્યાથી નવ વાર ગણે, તેને પિશાચાદિ હેરાન કરે નહીં. શંખાવ, નંદાવર્ત, વિપરીતાકાર, વિપરીત પદ અને વિપરિત નવકાર લક્ષ વાર ગણે તો બંધન, શત્રુભય, કષ્ટ આદિ સત્વર જાય છે. શંખાવ નંદાવર્ત : શંખાવર્ત નંદાવર્ત (જમણા હાથે જણાવેલા ક્રમ મુજબ નંદાવર્તથી એકએક નવકાર ગણવો અને ડાબા હાથે જણાવેલા ક્રમ મુજબ શંખાવર્તથી ગણત્રી રાખવી. એ રીતે ૧૦૮ નવકાર થાય છે.) શંખાવર્ત દ { " શંખાવ (જમણા હાથે જણાવેલા ક્રમ મુજબ એક-એક નવકાર ગણવો અને ડાબા હાથે જણાવેલા ક્રમ મુજબ ગણતરી રાખવી. એ રીતે ૧૦૮ નવકાર થાય છે.) ૧૮ શ્રુતસરિતા નવકાર મંત્રયુક્ત મંગલ 2010_03 Page #44 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર-ચંત્ર વશ્ય લાલ ઉત્તર, મોતી પ્રવાલ વિઠમં હવઇ પંજો કે છો પપુડાએ, સાધકને ધ્યાનમાં રાખવા જેવી બાબતો. મુખ્ય પ્રકારો | શાંતિક | પૌષ્ટિક | આકર્ષણ ૧. વસ્ત્ર શ્વેત | લાલ ૨. દિશા પશ્ચિમ નૈઋત્ય ઈશાન ૩. માળા, સ્ફટિક પ્રવાલ અથવા અથવા અથવા ચાંદી કે ફ ચાંદી | લાલ રંગની સૂતર | કે સૂતર , ૪. કઈ આંગળી મધ્યમાં | મધ્યમાં | કનિષ્ઠા | અથવા | (વચલી) | (ટચલી) | અનામિકા ૫. ધ્યાન વર્ણ શ્વેત લાલ ૬. પલ્લવ સ્વધા સ્વધા વૌષ સ્વધા સ્વધા જયોતિષ સંબંધ : શંખાવર્ત નંદાવર્ત અન્ય રંગની અનામિકા (અંગૂઠાથી ચોથી) લાલ (exth fath શ્વેત Mી વષર્ - મં 1 (જમણા હાથે જણાવેલા ક્રમ મુજબ એક-એક નવકાર ગણવો અને ડાબા હાથે જણાવેલા ક્રમ મુજબ ગણતરી રાખવી. એ રીતે ૧૦૮ નવકાર થાય છે.) ગM - { // - એ શત. નવકાર થાય છે.) * \ આકૃતિ શંખાવર્ત નંદાવત્ત નમસ્કાર-ચંત્રા करआवत्ते जो पंचमंगलं, साहू पडिमसंखाए । नववारा आवत्तइ, छलंति तं नो पिसायाई । કરઆવર્ત (અંગુલીથી) નવકારને બારની સંખ્યાથી નંદાવર્ત અને શંખાવર્ત વડે નવ વાર ગણવાથી વાંછિત સિદ્ધિ વિગેરે અનેક લાભ પ્રાપ્તમાન થાય છે. શ્રુતસરિતા ૧૯ નવકાર મંત્રયુક્ત મંગલ 2010 03 Page #45 -------------------------------------------------------------------------- ________________ વૃષભ મીન (ગુરુ), ૧૧ મિથુન મેષ (મંગળ) ગ્રહ સૂર્ય ચંદ્ર મંગળ બુધ (બુધ), (શનિ) ૧૦ સ્વરાશિ સિંહ કર્ક મેષ-વૃશ્ચિક મિથુન-કન્યા ધન-મીન વૃષભ-તુલા મકર-કુંભ તત્વ જીવનતત્વ પરિવર્તન કાર્યશક્તિ બુદ્ધિ પ્રગતિ સંવાદિતતા કષ્ટ મકર (શનિ) સિંહ તુલા (સૂર્ય) શુક્ર શનિ કન્યા વૃશ્ચિક (મંગળ) (બુધ) ભુવન અધિકાર ૧. આરોગ્ય - લક્ષણો ૭. લગ્ન - ભાગીદારી - શત્રુઓ ૨. ધન - જંગમ - મિલકત - વાણી ૮. મૃત્યુ - વારસો - મિલકત ૩. સગા સંબંધી - ટૂંકી મુસાફરી ૯. લાંબા પ્રવાસો - પરદેશગમન - અધ્યાત્મ ૪. કુટુંબ - સ્થાવર મિલકત - માતા-પિતા ૧૦. વ્યવસાય - આબરૂ - શાસનકર્તા ૫. સંતાન - આકસ્મિક લાભ - વિલાસ ૧૧. મિત્રો - સમાજ - આશા - ઇચ્છાઓ ૬. બીમારી - દેવું - રુચિ ૧૨. વિષાદ – દાન - દેવું - આધ્યાત્મિક પ્રગતિ નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી - આ બંને શબ્દો મૂળ સંસ્કૃત શબ્દ ‘જનપૂર્વ ઉપરથી આવ્યા છે. અનુ એટલે પાસે, પાછળ, બાજામાં, નીચે, નિયમિત. ‘પૂર્વ એટલે આગળનું અથવા પહેલાનું. અનુપૂર્વ એટલે આગળ પાછળનો નિયમિત વ્યવસ્થિત ક્રમ. આનુપૂર્વીના ત્રણ પેટા પ્રકારો : (૧) મૂળથી નિશ્ચિત કરેલ અંત સુધી જે ક્રમ હોય છે તેને પૂર્વાનુપૂર્વી કહેવામાં આવે છે. (એક,બે,ત્રણ, ચાર,આદિ). (૨) આપેલી સંખ્યાને અંતથી મૂળ સુધી ક્રમાનુસાર ગોઠવવામાં આવી હોય તેને પથાનુપૂર્વી કહેવાય છે. (દા.ત. ચાર,ત્રણ,બે,એક) (૩) મરજી મુજબ ગમે ત્યાંથી શરૂ કરી ક્રમાનુસાર ગમે ત્યાં પૂરું કરવામાં આવે તેને યથાતથ આનુપૂર્વી-(દા.ત. પાંચ,છ,સાત, આઠ) અનાનુપૂર્વી એટલે આનુપૂર્વી નહીં તે. નવકાર મંત્રના એકથી પાંચ અથવા એકથી નવ સુધીના પદના પૂર્વાનુપુર્વ કે પશ્ચિમાનુપૂર્વી ક્રમને ના સાચવતાં બીજી કોઈ સંખ્યા વચ્ચે મૂકીને એ ક્રમને તોડવામાં આવે તો તે અનાનુપૂર્વી બને છે. પૂર્વાનુપૂર્વી ફકત એક જ હોય છે, તેવી રીતે પશ્ચિમાનુપૂર્વી પણ એક જ હોય છે; પરંતુ અનાનુપૂર્વી એક કરતાં વધુ હોય છે. નવકાર મંત્રયુક્ત મંગલ શ્રુતસરિતા ૨૦ 2010_03 Page #46 -------------------------------------------------------------------------- ________________ નવકાર મંત્રના પાંચ પદની અનાનુપૂર્વી કરવી હોય તો ૧૪૨૮૩૮૪૫=૧૨૦ થાય અને નવ પદની અનાનુપૂર્વી કરવી હોય તો ૧×૨×૩×૪૪પ૬૪૭૪૮૪૯=૩,૬૨,૮૮૦ થાય. અનાનુપૂર્વી માટે ઓછામાં ઓછી ત્રણ સંખ્યાની આવશ્યકતા રહે છે. નવકાર મંત્રના પ્રથમ બે પદનો જાપ આનુપૂર્વીથી જ થઈ શકે છે. પૂર્વાનુપૂર્વી અનુસાર સીધા ક્રમમાં જયારે જાપ કરવામાં આવે છે ત્યારે તે જાપ યંત્રવતું બની જવાનો સંભવ વધુ રહે છે. જીભ માત્ર રટણ કરતી હોય અને ચિત્ત તો ક્યાંય બહાર અન્ય વિષયોમાં કે વિચારોમાં ભટક્યા કરતું હોય તેવું બને છે. દરેક સંખ્યા સાથે કર્યું પદ રહેલું છે એ યાદ કરવામાં ચિત્ત પરોવાઈ જતાં, અન્ય વિચારોમાં ઓછું ભટકે છે. આમ, ચંચળ ચિત્તને નવકારમંત્રમાં કેન્દ્રિત કે સ્થિર કરવા માટે અનાનુપૂર્વાની પદ્ધતિ સર્વોત્તમ છે, કારણ કે ચિત્તની ઉપયોગશક્તિ ક્રમે ક્રમે વધતી જાય છે, જે એને કર્મબંધન છેદવામાં ઉપકારક નીવડે છે. મહાન જૈનાચાર્ય શ્રી સોમસુંદરસૂરિજીના તેજસ્વી શિષ્યરત્ન શ્રી જિનકીર્તિસૂરિજીએ વિક્રમ સંવત ૧૪૯૭માં અનાનુપૂર્વીનું માહાભ્ય : “આણાપૂર્વી ગણજ્યો જોય, છ માસી તપનું ફળ હોય; સદેહ નવ આણો લગાર, નિર્મળ મને જપો નવકાર. શુદ્ધ વસ્ત્ર ધરી વિવેક, દિન દિન પ્રત્યે ગણવી એક; અમે અણાણુપૂર્વી જે ગણે, તે પાંચસે સાગરના પાપ હશે.” નમૂનારૂપ પાંચ પદની અનાનુપૂર્વીનો આરંભનો અને અંતનો એક એક કોઠો નીચે આપવામાં આવ્યો છે. એવા બીજા બાવીસ જુદા જુદા કોઠા (કુલ ૧૨૦ અનાનુપૂર્વી) થાય છે. | ૩ | ૪ | ૨ | ૧ જ | | ૩ | ૧ | ૨ | ૪ | ૫ અનાનુપૂર્વીનો કોઠો નજર સામે રાખી જાપ કરવાનો હોય તો આડી લીટી પ્રમાણે ડાબી બાજુથી જમણી બાજુના સંખ્યાંક પ્રમાણે જાપ કરવાથી પાંચ પરમેષ્ઠિનો જાપ આવી જશે. ઊભી લીટી પ્રમાણે ઉપરથી નીચે સુધીનો સંખ્યાંક લેવા જતાં પાંચ પદનો જાપ નહીં થાય. તે પાંચ પદની અનાનુપૂર્વી નહીં બને, અને કેટલાક કોઠાની ઊભી લીટીમાં તો એક જ પદનું પુનરાવર્તન થશે. (વિશેષ પ્રયોગ તરીકે તેમ કરવામાં આવે તો તે જુદી વાત છે.) શ્રુતસરિતા નવકાર મંત્રયુક્ત મંગલ ૨૧ 2010_03 Page #47 -------------------------------------------------------------------------- ________________ પદ લઘ નમસ્કારમંત્રના અક્ષરસ્વરૂપનો સ્પષ્ટ ખ્યાલ મેળવવા માટે નીચેનો મંત્ર ઉપયોગી છે : નસ્કારના વિભાગ, પદ, સંપદા તથા અક્ષરમાનનો યંત્ર અધ્યયન પદનો સંપદાનો વણી ગુરુ | | ક્રમ સંખ્યા વર્ણ नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उच्वज्झायाणं नमो लोए सव्वसाहूणं एसो पंचनमक्कारो, सव्व पावप्पणासणो मंगलाणं च सव्वेसिं, पढम हवई मंगलं છ | જ |o| S | T |G |- | 6 |િ ૧. ૩. શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર ગુણોની પ્રાપ્તિ અર્થે પંચ પરમેષ્ઠિના ગુણોને સ્મરણમાં લાવી નવકારવાળી નિત્ય ગણવી. ગુણ | ગુણનું નામ અર્થ શ્રી અરિહન્ત ભગવત્તા - કુલ ગુણ ૧ર - જ્ઞાનાતિશય | અનંત જ્ઞાન ૨. વચનાતિશય ૩૫ ગુણસભર વાણી પૂજાતિશય ત્રણે જગતને પૂજ્ય અપાયા પગમાતિશય દુઃખો/રોગો નાશ પામે ૫. | અશોકવૃક્ષ | પ્રભુની કાયાથી બાર ગણું મોટું સુરપુષ્પવૃષ્ટિ દેવો વડે કરાતી પુષ્પવૃષ્ટિ ૭. | દિવ્યધ્વનિ પ્રભુની વાણીમાં દેવો ધ્વનિ વડે સૂર પૂરે ચામર બન્ને બાજુ દેવો ચામર વીંઝે સિહાસન દેવોએ રચેલું સિંહાસન | ૧૦. | ભામંડળ પ્રભુની કાયાની પાછળ તેજના પંજરૂપ ૧૧. | દુર્દભિ ભવ્ય જીવોને ધર્મોપદેશ સાંભળવા આવવા સારૂ દેવો દુદુભિ વગાડે ૧ ૨. | છત્ર પ્રભુના શિર ઉપર ત્રણે લોકનું સ્વામિત્વ સૂચવનારા ઉપરાઉપર ત્રણ છત્રો નવકાર મંત્રયુકત મંગલ ૨૨ શ્રુતસરિતા 2010_03 ૮. Page #48 -------------------------------------------------------------------------- ________________ ગુણ | ગુણનું નામ શ્રી સિદ્ધ ભગવત્તા ૧૩, | અનંત જ્ઞાન ૧૪. | અનંત દર્શન ૧૫. | અવ્યાબાધ સુખ ૧૬. | અનંત ચારિત્ર | ૧૭. | અક્ષય સ્થિતિ ૧૮. | અરૂપીપણું ૧૯. | અગુરુલઘુપણું ૨૦. | અનંત વીર્ય શ્રી આચાર્ય મહારાજા ૨૧. | સ્પર્શેન્દ્રિય | ૨૨. | રસનેન્દ્રિય ૨૩. | ધ્રાણેન્દ્રિય | ૨૪. | ચક્ષુરિન્દ્રિય ૨૫. | શ્રોસેન્દ્રિય { ૨૬. | નવ પ્રકારે બ્રહ્મચર્યની | વાડને ધારણ કરનારા ૨૭. | અર્થ | કુલ ગુણ ૮ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી દર્શનાવરણીય કર્મના ક્ષયથી વેદનીય કર્મના ક્ષયથી મોહનીય કર્મના ક્ષયથી આયુષ્ય કર્મના ક્ષયથી નામકર્મના ક્ષયથી ગોત્રકર્મના ક્ષયથી અંતરાય કર્મના ક્ષયથી કુલ ગુણ ૩૬ | પાંચ ઇન્દ્રિયોના વિષયોને રોકનારા ૨૮. ૨૯. ૩). ૩૧. ૩૨. સ્ત્રી-પશુ-નપુંસકો હોય ત્યાં નજીકમાં વસવાટ કરે નહિ વિજાતીય (સ્ત્રી/પુરુષ) એકાતમાં બેસે નહિ વિજાતીય જે સ્થાને બેઠા હોય ત્યાં બેસે નહિ વિજાતીયના અંગ-ઉપાંગો કામવિકારની દૃષ્ટિથી જુએ નહિ. સ્ત્રી કે પુરુષ અથવા બંને એકાંતે બેઠાં હોય, સૂતાં કે વાતો કરતાં હોય તો જુએ/સાંભળે નહિ પૂર્વે સંસારીપણામાં ભોગવેલા ભોગો યાદ કરે નહિ માદક-વિકારક આહાર-પાણી કરે નહિ નીરસ આહાર પણ વધુ પડતો કરે નહિ દેહની શોભા કે ટાપટીપ કરે નહિ ચાર પ્રકારના કષાયથી મુકાયેલા જેનાથી સંસારની પરંપરા વધે તેને કષાય કહેવાય કષાયના ભેદ-૪ સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત | સર્વથા મૃષાવાદ વિરમણ વ્રત ૩૩. ૩૪. ૩૫. | ક્રોધ ૩૬. | માન | ૩૭. | માયા ૩૮. ! લોભ | ૩૯. | પંચ મહાવ્રતથી યુક્ત ૪૦. શ્રુતસરિતા ૨૩ નવકાર મંત્રયુકત મંગલ 2010_03 Page #49 -------------------------------------------------------------------------- ________________ ગુણ ગુણનું નામ ૪૧. ૪૨. ૪૩. ૪૪. ૪૫. ૪૬. ૪૭. તપાચાર ૪૮. | વીર્યાચાર ૪૯. ઈર્યા સમિતિ ૫૦. ભાષા સમિતિ ૫૧. એષણા સમિતિ પર. આદાન ભંડમત્તનિખેવણા સમિતિ ૫૩. | પારિષ્ઠાપનિકા સમિતિ ૫૪. મન ગુપ્તિ ૫૫. વચન ગુપ્તિ ૫૬. કાય ગુપ્તિ જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર શ્રી ઉપાધ્યાયજી મહારાજ ૫૭. શ્રી આચારાંગ સૂત્ર ૫૮. શ્રી સૂયગડાંગ સૂત્ર ૫૯. શ્રી સ્થાનાંગ સૂત્ર ૬૦. | શ્રી સમવાયાંગ સૂત્ર ૬૧. | શ્રી ભગવતીજી સૂત્ર ૬ર. શ્રી જ્ઞાતાધર્મકથા અંગ ૬૩. શ્રી ઉપાસક દશાંગ ૬૪. | શ્રી અંતગડ દશાંગ ૬૫. ૬૬. ૬૭. શ્રી વિપાક સૂત્ર ૬૮. | શ્રી ઔપપાતિક શ્રી અનુત્તરોપપાતિક દશાંગ શ્રી પ્રશ્ન વ્યાકરણ ૬૯. શ્રી રાજપ્રશ્નીય ૭૦. | શ્રી જીવાભિગમ ૭૧. | શ્રી પ્રજ્ઞાપના નવકાર મંત્રયુક્ત મંગલ . 2010_03 અર્થ સર્વથા અદત્તાદાન વિરમણ વ્રત સર્વથા બ્રહ્મચર્ય વ્રત સર્વથા પરિગ્રહ વિરમણ વ્રત યોગ્ય કાળે વિનયપૂર્વક ભણવું/ભણાવવું જિનવચનોમાં નિઃસંદેહ બુદ્ધિ કરવી સમિતિ-ગુપ્તિ પૂર્વક આચાર પાળવો/પળાવવો પૌદગલિક ભાવોનો/આંતરિક કષાયોનો ત્યાગ શારીરિક, વાચિક અને માનસિક શક્તિને ધર્મમાં જોડવી સાડા ત્રણ હાથ ભૂમિ જોઈને ચાલવું સ્વ-પર કલ્યાણમયી ભાષા બોલવી ૪૨ દોષો વિનાની ગોચરીની ગવેષણા કરવી વસ્ત્રો-પાત્રોને પૂંજવા/પ્રમાર્જવા મળ-મૂત્રાદિ નિર્જીવ ભૂમિમાં પરઠવવા માઠા વિચારો છોડી સારા વિચારો કરવા જયણાપૂર્વક નિર્દોષ બોલવું - શકય મૌન પાળવું કાયાને પ્રમાવાપૂર્વક હલાવવી-સ્થિર રાખવી કુલ ગુણ-૨૫ (અંગ ૧૧+૧૨ ઉપાંગ+ર સિત્તરી) સાધુ મહાત્માઓના આચાર-ગોચરીની વિધિ આદિ જૈન સિદ્ધાંતો-નવ તત્ત્વોનું વર્ણન પદાર્થોની સંખ્યા-ગણના તથા વ્યાખ્યા પદાર્થોની સંખ્યા-ગણના તથા વ્યાખ્યા પ્રશ્નો-ઉત્તરો-સંવાદો-કથાઓ-તત્ત્વ પ્રરૂપણા કથાઓ-ચરિત્રો-ઉદાહરણો દ્વારા ઉપદેશ જૈન ધર્મના ૧૦ ઉપાસકોનું વર્ણન કર્મોનો સંપૂર્ણ ક્ષય કરનાર દસ મહાપુરુષોનું ચરિત્ર અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર દસ પુરુષ ચરિત્ર પાંચ મહાપાપો તથા વિરમણ રૂપ મહાવ્રતોનું વર્ણન કર્મનાં ફળોના ભોગ વિષેનું વર્ણન દેવભવની પ્રાપ્તિ-ઉત્પત્તિ વિષયક વર્ણન કેશી ગણધરે જૈન ધર્મના સિદ્ધાંતો સમજાવ્યા જગતનું તથા જીવોનું ભેદ-પ્રભેદસહિત વર્ણન જીવના ગુણધર્મ આદિ બારીકાઈથી વર્ણન ૨૪ શ્રુતસરિતા Page #50 -------------------------------------------------------------------------- ________________ ગુણ ગુણનું નામ ૭૨. શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ ૭૩. શ્રી ચંદ્ર પ્રજ્ઞપ્તિ ૭૪. | શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ૭૫. શ્રી નિરયાવલી ૭૬. | શ્રી કલ્પાવતંસિકા ૭૭. શ્રી પુષ્પિકા ૭૮. શ્રી પુષ્પચૂલિકા શ્રી વૃષ્ણિ દશા ૭૯. ૮૦. ૮૧. ચરણ સિત્તરી કરણ સિત્તરી *)) શ્રી સાધુ મહારાજ પંચ મહાવ્રતથી યુક્ત ૮. ૮૩. ૮૪. ૮૫. ૮૬. ૮૭. ૮૮. ૮૯. ૯૦. ૯૧. ૯૨. ૯૩. | પાંચ ઇન્દ્રિય નિગ્રહ ૯૪. ૯૫. ૯૬. ૯૭. ૯૮. છ કાયના જીવોની રક્ષા શ્રુતસરિતા 2010_03 અર્થ સૂર્ય-ગ્રહ-નક્ષત્ર આદિ જ્યોતિષનું વર્ણન ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર આદિનું વર્ણન જંબુદ્રીપ તથા તેમાંના ક્ષેત્રોનું વર્ણન રાજા કોણિક-રાજા ચેટક યુદ્ધ-નરક જન્મ-વર્ણન તે રાજપુત્રો સાધુ બની સ્વર્ગે ગયા - વર્ણન જે દેવોએ શ્રી મહાવીર જન્મની કથાઓ જે દેવોએ શ્રી મહાવીર પૂર્વ જન્મની કથાઓ શ્રી નેમિનાથ ભગવાને વૃષ્ણિવંશના ૧૦ રાજાઓને જૈનધર્મી બનાવ્યા તેનું વર્ણન ચારિત્રના ૭૦ ભેદોનું વર્ણન ક્રિયાના ૭૦ ભેદોનું વર્ણન કુલ ગુણ-૨૦ સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત સ્વામીની પૂજા કરી તે દેવોના પૂર્વ સ્વામીની પૂજા કરી તે દેવોના સર્વથા મૃષાવાદ વિરમણ વ્રત સર્વથા અદત્તાદાન વિરમણ વ્રત સર્વથા બ્રહ્મચર્ય વ્રત સર્વથા પરિગ્રહ વિરમણ વ્રત પૃથ્વીકાય જીવોની રક્ષા અપકાય જીવોની રક્ષા તેઉકાય જીવોની રક્ષા વાઉકાય જીવોની રક્ષા વનસ્પતિકાય જીવોની રક્ષા ત્રસકાય જીવોની રક્ષા સ્પર્શેન્દ્રિય નિગ્રહ રસનેન્દ્રિય નિગ્રહ ઘ્રાણેન્દ્રિય નિગ્રહ ચક્ષુરિન્દ્રિય નિગ્રહ શ્રોત્રેન્દ્રિય નિગ્રહ રાત્રિભોજન ત્યાગ ક્ષમા ધારણ કરવી ૨૫ નવકાર મંત્રયુક્ત મંગલ Page #51 -------------------------------------------------------------------------- ________________ ગુણ | ગુણનું નામ ૧૦૦. ૧૦૧. ૧૦૨. ૧૦૩. ૧૦૪. ૧૦૫. ૧૦૬. ૧૦૭. ૧૦૮. અર્થ લોભનો નિગ્રહ કરવો વસ્ત્રાદિનું શુદ્ધ પાલન સંયમમાં યથાર્થ પ્રવૃત્તિ અશુભ વિચારો રોકવા અશુભ ભાષા બોલવી નહિ કુચેષ્ટા કરવી નહિ શીતાદિ પરિષહો સહન કરવા મરણાદિ ઉપસર્ગો સહન કરવા ચિત્તની નિર્મળતા ગુણ-સ્મરણના ફાયદા : અહંનો ક્ષય, વિવેકનો ઉદય, ઊર્જા-પ્રાપ્તિનું સાધન, ગુણ-ગ્રાહફ્તાનું પ્રતિક, સમ્યક્ત્વની શુદ્ધિ, સંયમજીવનનો આસ્વાદ, પવિત્રતાની પ્રદાનતા, અડસિદ્ધિ દાતાર, નવનિધિ પ્રદાનતા, મોક્ષપદ પ્રાપ્તિનું માધ્યમ, નવકાર મંત્રયુક્ત મંગલ 2010_03 નમસ્કાર સમો મંત્ર, શત્રુજયસમો ગિરિ; વીતરાગસમો દેવો, ન ભૂતો ન ભવિષ્યતિ. be ૨૬ શ્રુતસરિતા Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-ર શ્રી સિદ્ધચક્ર મહાયંત્રમ્ "तिजयविजयचक्कं सिद्धचक्कं नमामि " श्री सिद्धचक्र महायन्त्रम् ॥ दी णमो तवास શ્રુતસરિતા 2010_03 સ્થળ: चारितस्स दंसणस्स अरिहंताण णमो HAR Thing સંપાદક : સાહિત્ય-કલા-રત્ન મુનિશ્રી યશોવિજ્યજી મહારાજ एयं च सिद्धं चक्कं कहियं विज्जाणुवाय परमत्यं नाएण जेण सहसा, सिज्ज्ञंति महंतसिद्धिओ ॥ મંગલાચરણ શ્રી હેમચંદ્રાચાર્યે સંસ્કૃતહયાશ્રયમહાકાવ્યમાં નીચેના શ્લોકથી મંગલાચરણ કરેલું છે : अर्ह मिस्त्यक्षरं ब्रह्म, वाचकं परमेष्ठिनः । सिद्धचक्रस्य सद्बीजं, सर्वतः प्रणिदध्महे ॥ ‘k’ એવો જે અક્ષર છે, તે બ્રહ્મસ્વરૂપ છે, પરમેષ્ઠીનો વાચક છે અને શ્રી સિદ્ધચક્રનું સુંદર બીજ છે, તેનું અમે સર્વ પ્રકારે ધ્યાન ધરીએ છીએ. ૨૭ શ્રી સિદ્ધચક્ર મહાયંન્ત્રમ્ Page #53 -------------------------------------------------------------------------- ________________ जाम्यग्रतम नमः सर्वलम्धिसंपवाय ।। श्री गौतगगणगय नमोनमा ट्राक्ती या अह अभियातायात मलयपरिचयमा । बरामबनाया नाममा -daka 1.HIRAAMAA SMART-गाजाम ..विंद sail ग्रामसम्यक महायज्य मालगपश्यियन Arunaअधिना . ..auma.. ticlो - यो । rrent Httarada th. H DFuuttalil CHANDAN -विनmunlo Nagda विपदी Pram . Satta एम Aammer B. उन्टाग 8. माणिभदाय नमः 1मुदाय नमा S MAHARAS नया TARA एका ssssss staपमाना Gोजपुष्ठान yamir नजना NATAKA actsSSDS 40 DIविसावायन SaasexनाSAIRS GARL . विश्वक . ANDAR M TS मायादुपयों का TESO vanagar gaesssess SANSAR Rajput mukaraar Asharak Headline RAULARmrita Tरिरीक BER महायानं P DIMel.tohd AREN aariya upsaina APraga taritaveer kig RER AND MALLit Ayur SCIENCERT eSmSDMK Aangam murwAL AMOUS Antra पूजाआज-REAL HaGSESEN Manmaina Hinar Aaratpegree Disces MARMERSADNEKARS Hajar ARTISHNA pakamApps 14343444 NS353 AKTRO MPARAN TRA MARuraulina श्रीपालना STAR Munावररी .. MPU MARATORS irte in BC HOMDIHDPE VUUM कारण If NON त्यावर पानामारणीय आचार्य 1000 श्रीमद् विजयमोहनसूरीश्वर पदालंकार परमपूज्य आचार्य श्रीमद् विजयप्रतापनीभ्यार पानंयम परमपान पुन्य आचार्य चिनगामीभार पातकार गुग्ध भूनिधार ....निशान- महायभायक-मदनकमहायचकमिद अधावधिप्राधिनाशिवरायधिवादमाममबलमा यथाबुभव वधाजमान पपगगनाशुर्जियकत्य समालेजि संयोजक पू. मनिधी माधिजयजी महाया मुंबही पूर्ण विक्रमीयचतुर्दमाधिक दिसहम७ि४)अंजन्म सभंभवतु यनुविधीमस्या विद्यापपानीदतामिदमहायज मदा ध्यो चिकार यमक शाह BHI સંપાદક :- પ. પૂ. સાહિત્ય-કલા-રત્ન મુનિપ્રવર શ્રી યશોવિજયજી મહારાજ -भु. .है. भीडनमाणाना सौन्यथी. શ્રી સિદ્ધચક્ર મહાયંસ્ત્રમ્ શ્રુતસરિતા ૨૮ 2010_03 Page #54 -------------------------------------------------------------------------- ________________ એક અદ્ભુત મંગસંકેત (૪) શ્રી સિદ્ધચક્ર મહાયંત્રમ્ વલચ પરિચય (૧) અષ્ટદલ વલયમાં : £ - સ્વરો - નવપદજી (૨) ષોડશદલ વલયમાં : સ્વર-વ્યંજનો-સપ્તાક્ષરી મંત્ર (૩) લબ્ધિ વલયમાં : આઠ અનાહત અને ૪૮ લબ્ધિપદો અષ્ટગુરુપાદુકા (૫) જયાદિ આઠ દેવીઓ અધિષ્ઠાયકાદિ વલય : ચાર અધિષ્ઠાયકો સોળ અન્ય દેવદેવીઓ (૭) ૧૬ વિદ્યાદેવીઓ (૮) ૨૪ યક્ષ - ૨૪ યક્ષિણીઓ (૯) દિશાવર્તી ચાર દ્વારપાળો (૧૦) દિશાવર્તી ચાર વિરો (૧૧) કંઠસ્થાને નવ નિધિઓ (૧૨) કલશાતે નવ ગ્રહો (૧૩) દશ દિશાગત દસ દિપાલો શ્રુતસરિતા ૨૯ શ્રી સિદ્ધચક્ર મહામંત્રમુ: 2010_03 Page #55 -------------------------------------------------------------------------- ________________ श्री ऋषिमंडलस्तोत्रम् आयताक्षरसंलक्ष्यमक्षरं व्याप्प यत्स्थितं । अग्निज्वालासमं नादं बिंदुरेखासमन्वितं ।। १ ।। अग्रिज्वालासमाकान्तं मनोमलविशोधनं । देदीप्यमानं हृत्पद्म, तत्पदं नौमि निर्मलं ।। २ ॥ पूर्व प्रणवतः सांतः सरेफो द्वयब्धि पंचषान् । सप्ताष्टादशसूर्योकान् श्रितो विंदुस्वरान् पृथक् ।। ९ ।। पूज्यनामाक्षराद्यास्तु पंचातो ज्ञानदर्शनं । चारित्रेभ्यो नमो मध्ये ह्रीं सांतः समलंकृतः ।। १० ।। મૂળમંત્રઃ ___अ सि आ उ सा सम्यग् दर्शन ज्ञान चारित्रेभ्यो ह्रीं नमः हूँ ने अनु स्व२ नं. २, ४, ५, ६, ७, ८, १० मने १२ લગાડવાથી આ મૂળમંત્રની રચના થાય છે. स्वर अ आ इ ई उ ऊ ए ऐ ओ औ अं अः १ २ ३ ४ ५ ६ ७ ८ ९ १० ११ १२ નવપદની અભૂત રચના पूर्व दिशाना समां - सिद्ध - ॐ ह्री सिद्धेभ्यः स्वाहा इक्षि। हिना समां . मायार्य - ॐ ही आचार्येभ्यः स्वाहा पश्चिम हिशाना समi - Gपाध्याय . ॐ हीं उपाध्यायेभ्यः स्वाहा उत्त२ हिान ६समां . सर्व साधु - ॐ ही सर्वसाधुभ्यः स्वाहा मनिओना सभा - शन - ॐ ह्रीं दर्शनाय स्वाहा नैऋत्य ओएन। समi - शान - ॐ ह्री ज्ञानाय स्वाहा वायव्य ओएना समां - यारित्र - ॐ ह्रीं चारित्राय स्वाहा शान राना समां . त५ . ॐ ह्रीँ तपस स्वाहा શ્રી સિદ્ધચક્ર મહામંત્રમુ: 30 શ્રુતસરિતા 2010_03 Page #56 -------------------------------------------------------------------------- ________________ નવપદ- નવનો આંક પૂર્ણતાસૂચક અને રહસ્યમય છે. ધર્મશાસ્ત્રનું રહસ્ય એ છે કે દેવ, ગુરુ અને ધર્મ (તત્ત્વત્રયી) એ ત્રણ તારક તત્ત્વો છે. દેવથી ધર્મનું પ્રવર્તન થાય. ગુરુ દ્વારા ધર્મ આપણા સુધી પહોચે અને ધર્મનું આલંબન લઈ આપણે સંસારસાગર તરી જઈએ. દેવની નિશ્રાએ ગુરુ છે, અને ગુરૂની નિશ્રાએ ધર્મ છે. કર્મને તોડવાનો ઉપાય સુધર્મ છે, કે જેના જ્ઞાની ભગવંતોએ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એવા ચાર પ્રકારો બતાવ્યા છે. ઉત્તરાધ્યયન સૂત્ર - ના રે હંસ , ચરિતે ઈ તો તદ્દા | एयमग्गमणुपत्ता, जीवा गच्छन्ति सोग्गई ।। જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ માર્ગને અનુસરીને જીવો સદ્ગતિ એટલે મુક્તિ પામે છે. શ્રી ઉમાસ્વાતિજી તસ્વાર્થાધિગમ સૂત્રમાં - | મગન - જ્ઞાન - ચારિત્રા મોક્ષમા: || લબ્ધિપદોની સમજ લબ્ધિપદ એટલે લબ્ધિને દશવિનારું પદ. આ પદોની સ્થાપના બે અનાહત વચ્ચેની અંતરિયાળ જગામાં થયેલી છે. બન્નેની જોડીમાં લખતાં એક આવર્તનમાં ૧૬ લબ્ધિપદો આવે છે. કુલ ત્રણ આવર્તનમાં ૪૮ લબ્ધિપદો ગોઠવાયાં છે. આ પદો લબ્ધિક્ષેત્રમાં જૈન દર્શનમાં કેવો અને કેટલો વિકાસ થયો હતો તેનો ખ્યાલ આપનારા છે. (૧) ૐ ક્રૂ નઇvi – નિન - જિન શબ્દ લબ્ધિધરનો સૂચક છે. રાગ-દ્ધોષને જીતવાપૂર્વક કેવલજ્ઞાની પ્રાપ્તિ અને ૩૪ અતિશય એ જિનેશ્વરની વિશિષ્ટ લબ્ધિ છે. બધા લબ્ધિધારોમાં તેમનું સ્થાન પ્રથમ હોવાથી તેમને પ્રથમ વંદના. (૨) % 7 1ઈ માં દિન – દિનિજ એટલે અવધિજીન - અવધિજ્ઞાન પાંચ જ્ઞાનમાં ત્રીજુ અને અતીન્દ્રિયની કોટિમાં આવે છે. ॐ ह्रीं अहं णमो परमोहिजिणाणं - પરમાવધિજિન - પરમાવધિ જ્ઞાનને પ્રાપ્ત કરનાર ॐ ह्रीं अर्ह णमो सव्वोहि जिणाणं - સર્વાવધિજિન - અવધિજ્ઞાનનો પ્રકાર ॐ ही अर्ह णमो अणंतोहि जिणाणं - અનંતાવધિજિન - અવધિજ્ઞાનનો પ્રકાર (૬) ર્દી જમો Mવુદ્ધિvi - કોષ્ટબુધ્ધિ - સારી સ્મરણશક્તિ (કોઠીમાં પડેલા ધાન્યની જેમ અંતરમાં સંઘરાઈ રહે.) શ્રુતસરિતા ૩૧ શ્રી સિદ્ધચક્ર મહાયંન્નમ્ 2010_03 Page #57 -------------------------------------------------------------------------- ________________ (૭) ગર્ણ નો વરઘુદ્ધિvi - બીજબુધ્ધિ - એક અર્થરૂપ બીજથી અનેક અર્થોરૂપી બીજને જાણી શકે.દા.ત. સિદ્ધિ શબ્દ પરથી તે શબ્દના બધા અર્થો જાણે. (૮) ૐ શ્T નર્ટ નમો વયાનુસારી – પદાનુસારી - આદિ, મધ્ય કે અંતનું એક પદ સાંભળવાથી આખા ગ્રંથનો બોધ થાય. (૯) ૐ અનમો સાસવિતા – આશીવિષ - શાપ આપતાં મૃત્યુ થાય. જેની દાઢામાં વિષ હોય-દા.ત. દ્વૈપાયન ઋષિ અને દ્વારકાનગરી. (૧૦) શર્ટ માં વિવિસાઇi – દષ્ટિવિષ - દષ્ટિપ્રયોગથી મરણ - દા.ત. ચંદકૌશિક નાગ (૧૧) શર્ટ અમો સંમUર્તયાજ – સંભિન્નશ્રોત - એક ઈન્દ્રિયથી બીજી ઇન્દ્રિયના વિષયને પકડી શકે. (૧૨) નો સાંસંયુદ્ધri – સ્વયંસંબુદ્ધ - દરેક જિન-તીર્થકર (૧૩) ૐ Ê સર્ટ નો પ્રયાઇi – પ્રત્યેકબુદ્ધ-એક જ નિમિત્ત પામીને જાગી જાય, અને સંસારસાગરનો પાર પામી જાય. (૧૪) ૐ । ગઈ મો વોદિયુદ્ધvi – બોધિબુદ્ધ - ગુરુ આદિના નિમિત્તથી બોધ પામી સ્વ-પુરુષાર્થ વડે કેવલજ્ઞાન સુધી પહોંચે. (૧૫) ૐ ક્રૂ ઉર્ટ નમો ૩નુમાં – ઋજુમતિ - મન:પર્યવજ્ઞાનનો પ્રકાર - મનના ભાવોનું સામાન્ય સ્વરૂપ જણાય. (૧૬) $ ર્દી લઈ નમો વિમર્vi – વિપુલમતિ - મન:પર્યવજ્ઞાનનો પ્રકાર - મનના ભાવોનું વિશેષ સ્વરૂપ જણાય. (૧૭) મા gry – દસ પૂર્વોનું જ્ઞાન ધરાવનાર - દસમું પૂર્વ વિદ્યાપ્રવાદ શ્રી સ્થૂલભદ્ર સ્વામી (અંતિમ દશપૂર્વી). (૧૮) ર્દ નમો ઘડવપુલ્ઝાઇi – ચૌદ પૂર્વનું જ્ઞાન ધરાવનાર - અંતિમ શ્રી ભદ્રબાહુ સ્વામી (૧૯) મ ડું નિમિત્ત સાઇi – અષ્ટાંગનિમિત્તમાં કુશલ - સચોટ ભવિષ્યકથન. (૨૦) % [ 1 vમાં વિદ્યાઢિપસાઇi – વિદુર્વણ ઋદ્ધિ - શરીરને મોટું બનાવી શકાય. શ્રી સિદ્ધચક્ર મહામંામ્: 2010_03 ૩ર શ્રુતસરિતા Page #58 -------------------------------------------------------------------------- ________________ (૨૧) ૐ શ્f ê vમો Mિાદરાઇi – વિદ્યાધર - અનેક પ્રકારની વિદ્યાને ધારણ કરનાર - વિદ્યાસિદ્ધ. (રર) ઇનમાં ચાર દિધvi – ચારણ લબ્ધિ - આકાશમાં અત્યંત ઝડપથી જવાની શક્તિ. વિદ્યાચારણ - એક પગલે માનુષોત્તર પર્વત પરથી બીજા પગલે નંદીશ્વર દ્વીપ - અને જંઘાચારણ - એક પગલે રૂચક દ્વીપ, પાછા વળતાં બીજે પગલે નંદીશ્વર અને ત્રીજે પગલે સ્વસ્થાન ઉપર. (૨૩) ૐ દૈ નો પટ્ટણTI – પ્રજ્ઞાશ્રમણ-મતિજ્ઞાનના ઉત્કૃષ્ટ ક્ષયોપશમથી લબ્ધિ પ્રગટે. (૨૪) $ ર્દી નમો ના સમvi – આકાશગામી લબ્ધિ - આકાશમાં ગમન કરી શકે. (૨૫) ૐ ક્રૂ મ નો વીરાસવીvi – ક્ષીરાશ્રવી - વાણીપ્રવાહમાંથી ક્ષીર જેવી મીઠાશ ઝરતી હોય. (૨૬) ૩ [ નમો સક્વિઝાવીનં – સર્પિરાશ્રવી - સર્પિલ્સ એટલે ઘી. ઘી જેવી મીઠાશ. (૨૭) ૐ । ગર્ણ નમો દુકાવી – મધ્વાશ્રવી - મધ જેવી મીઠાશભરી વાણી. (૨૮) ૐ Ê મો મચાવી – અમૃતાશ્રવી - વાણીમાંથી અમૃત જેવી મીઠાશ. (૨૯) ૐ 7 કર્ણ નો સાથVII – સિદ્ધાયન - સિદ્ધોના સ્થાનમાં વસે છે – (30) ॐ ह्रीं अर्ह णमो भगवओ महइ-महावीर-बद्धमाण बुद्धरिसीणं - બુદ્ધર્ષિ - પૂર્ણ જ્ઞાનને પામેલા ઋષિ-વર્ધમાન-ભગવાન મહાવીર મહાન (૩૧) ાઈ પામો તવાઇi – ઉગ્રતાની લબ્ધિ. (૩૨) $ 7 ગઈ નમો સ્થviIEાલિri – અક્ષણ મહાનસી લબ્ધિ. (૩૩) ૐ કર્ણ નો વઢHTTvi – ધનધાન્ય આદિની ઈચ્છા અનુસાર વૃદ્ધિ – (૩૪) મર્દ નમો હિતવા – દીસતપ - તપથી તનની પૂરેપૂરી શુદ્ધિ થઈ પ્રકાશ પ્રગટે – શ્રુતસરિતા 2010_03 ૩૩ શ્રી સિદ્ધચક્ર મહામંત્રમુ: Page #59 -------------------------------------------------------------------------- ________________ (૩૫) ૐ કર્ણ નો તરવા – તપ્ત તપ - અગ્નિમય તપ - અગ્નિ પ્રકટાવી શકાય - તેજોલશ્યા. (૩૬) ૐ હૂં મર્દ નમો મદાતિવા – મહાતપ - માસક્ષમણથી ઉપરના બધા તપ મહાતપ – (૩૭) ૐ શં ગર્ટ મો ધરતવાઈi – ઘોરતપસ્વી - અભિગ્રહતપ - છઠ્ઠને પારણે છે કે અમને પારણે અઠ્ઠમ ઘોરતપ કહેવાય. (૩૮) ૐ હૈં કઈ નો ઘોરાWIN – ઘોર ગુણ - કઠિન ગુણ - ચારિત્રનો ગુણ - સર્વવિરતિ મહાત્મા. (૩૯) ૐ શ્T ગઈ મો ધોરારમાં – ઘોરપરાક્રમ - શીધ્રમુક્તિ મેળવવા માટે શૂરાતન (૪૦) ૐ શં શર્ટ નમો ધોરાજવંમારીને – ઘોરગુણ બ્રહ્મચારી-બ્રહ્મચર્યએ ચારિત્રનો બહું મોટો ગુણ - મન, વચન, કાયાથી પાલન કરે (૪૧) ૐ ૪ ગઈ છાનો મામોક્ષદપત્તાઈi – આમાઁષધિ પ્રાપ્ત - સ્પર્શમાત્રથી રોગ મટી જાય. (૪૨) ૩ ટૈ ર્દ નમો નોટિપvi - શ્લેષ્મૌષધિ પ્રાપ્ત - કફનો બળખો ઔષધિને પ્રાપ્ત. કફના ઉપયોગથી શરીર સુવર્ણસમ કાંતિવાળું બની જાય. (૪૩) ૐ અનમો નન્નાદપત્તા – જલ્લ ઔષધિ - શરીરનો મેલમાં ઔષધિ ગુણ - શરીરના મેલમાં કસ્તુરી જેવી સુગંધ. (૪૪) નમો વિપ્નોટિપvi - વિમુડ ઔષધિ - ઝાડો - પેશાબમાં પણ ઔષધિના ગુણ – (૪૫) ૐ ઈ મર્દ નો સબ્બોદિપરા – સર્વ ઔષધિ - નળ, કેશ, દાંત અને શરીરમાં સર્વ ઔષધિ ગુણ. (૪૬) ૐ હૂં મર્દ નમો મળવાની – મનોબલિ - અંતર્મુહૂર્તમાં સમસ્ત શ્રુતસમુદ્રનું અવગાહન કરવાને સમર્થ (૪૭) શર્ટ નમો વાવનીd – વચનબલિ - અંતર્મુહૂર્તમાં મૂળાક્ષર ગણવાની કળાથી સર્વ શાસ્ત્રો કંઠસ્થ. (૪૮) ૐ હ્વીં સદૈ નમો વાવીનં – કાયાબળથી અપૂર્વ બળ પ્રગટ કરી શકે. શ્રી સિદ્ધચક્ર મહાયંન્નમ્ર ૩૪ શ્રુતસરિતા 2010_03 Page #60 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રકારની વિધાઓ (૧) બધુમોક્ષિણીવિદ્યા - બંધનમાંથી છોડાવનારી વિદ્યા. જિનલબ્ધિ, અવધિલબ્ધિ, પરમાવધિલબ્ધિ, અનન્તાવધિલબ્ધિ, અનન્તાન્વલિબ્ધિ, ટ્યબુદ્ધલબ્ધિ, પ્રત્યેકબુદ્ધલબ્ધિ અને બુદ્ધબોધિતલબ્ધિ – કુલ ૮ લબ્ધિઓ. (૨) પરવિદ્યોચ્છેદિની વિદ્યા - બીજાઓની વિદ્યાઓનો પરાભવ કરનારી વિદ્યા, ઉગ્રતપલબ્ધિ, ચારણલબ્ધિ, દીસતપલબ્ધિ, પ્રતિમાપ્રતિપનલબ્ધિ - કુલ ૪ લબ્ધિઓ. (૩) સરસ્વતિવિદ્યા - જ્ઞાનને વધારનારી વિદ્યા. ચતુર્દશપૂર્વલબ્ધિ, દશપૂર્વલબ્ધિ, એકાદશાંગલબ્ધિ, પદાનુસારીલબ્ધિ, ઋજામતિ લબ્ધિ અને વિપુલમતિલબ્ધિ – કુલ ૬ લબ્ધિઓ. (૪) રોગોપહારિણીલબ્ધિ - જુદા જુદા રોગોને મટાડનારી વિદ્યા. શ્લેષ્મૌષધિલબ્ધિ, વિપુડોષધિલબ્ધિ, જલ્લૌષધિલબ્ધિ, આમાઁષધિલબ્ધિ, સર્વોષધિલબ્ધિ – કુલ ૫ લબ્ધિઓ. (૫) શ્રી સંપાદિની વિદ્યા - લક્ષ્મી તથા સંપત્તિને વધારનારી વિદ્યા બીજબુદ્ધિલબ્ધિ, કોષ્ટબુદ્ધિલબ્ધિ, સંભિન્નશ્રોતલબ્ધિ, અક્ષીણ મહાનલબ્ધિ, અને સર્વલબ્ધિ – કુલ ૫ લબ્ધિઓ. (૬) દોષવિષાપહારિણી વિદ્યા - ઝેરને ઉતારનારી વિદ્યા. વિદ્યાસિલબ્ધિ, ક્ષીરાશ્રવલબ્ધિ, મધ્યાશ્રવલબ્ધિ અને અમૃતાઢવલબ્ધિ - કુલ ૪ લબ્ધિઓ. (૭) નિર્નાશિની વિદ્યા - ભૂતપ્રેત આદિના વળગાડ દોષને દૂર કરનાર. વૈક્રિય લબ્ધિ, આકાશગમનલબ્ધિ, જંઘાચારણલબ્ધિ, વિદ્યાચારણલબ્ધિ – કુલ ૪ લબ્ધિઓ. (૮) અશિવોપશમની વિદ્યા - ઉપસર્ગો તથા આપત્તિઓને મટાડનારી વિદ્યા. તેજો વેશ્યાલબ્ધિ, શીતલેશ્યાલબ્ધિ, તરૂલેશ્યાલબ્ધિ, દષ્ટિવિષલબ્ધિ, આશીવિષલબ્ધિ, ચારણલબ્ધિ, મહાસ્વપ્નલબ્ધિ અને તેજોગ્નિનિસર્ગલબ્ધિ – કુલ ૯ લબ્ધિઓ. શ્રુતસરિતા ૩૫. શ્રી સિદ્ધચક્ર મહામંત્રમુ: 2010_03 Page #61 -------------------------------------------------------------------------- ________________ અષ્ટગુરુપાદુકા ગુરુ વિના જ્ઞાન નથી, તેમ ગુરુ વિના સિદ્ધિ પણ નથી. ગુરુ એટલે પૂજ્ય, સદાને માટે પૂજ્ય. ગુરુની શક્તિનો કેટલોક અંશ તેમની ચરણપાદુકામાં રહે છે, માટે પૂજાને યોગ્ય છે. અષ્ટગુરુ એટલે આઠ પ્રકારના ગુરુ. પાદુકાનો અર્થ પાવડી કે ચાખડી નહીં, પણ ચરણકમલ સમજવાના છે. અર્હત્ને પ્રથમ ગુરુ માની તેમના ચરણકમલને પ્રથમ નમસ્કાર. નવાંગી પૂજા. (૧) ૐ દૂř બર્દસ્વાયુજામ્યો નમઃ નવ અંગ શક્તિનાં કેન્દ્રો માટે સિદ્ધશિલાના અગ્રભાગે બિરાજી રહેલા ભગવન્તો પોતાની (२) ॐ ह्रीं अर्हं सिद्धपादुकाभ्यो नमः વિદ્યમાનતાથી આપણને આત્માની અમરતાનું અને ચિદાનંદ અવસ્થાનું ભાન કરાવે છે, એટલે આપણા ગુરુ છે. અરિહન્ત ભગવન્તના મુખ્ય શિષ્યો - ગણધર - અર્થરુપ (3) ॐ ह्रीं गणधरपादुकाभ्यो नमः વાણીને ઝીલી અક્ષરદેહ આપનારા. (४) ॐ ह्रीँ गुरुपादुकाभ्यो नमः (૫) ૐ મૈં પરમપુરુપાડુળામ્યો નમ: (૬) ી અદૃષ્ટનુરુપાલુજામ્યો નમઃ આચાર્ય - ઉપાધ્યાય - સાધુ ભગવન્તોને નમસ્કાર. - ગુરુના ગુરુ એટલે પરમ ગુરુ - યુગપ્રધાન - (७) ॐ ह्रीं अनन्तगुरुपादुकाभ्यो नमः - અદૃશ્યપણે ગુરુનું કામ - જનસંસર્ગથી દૂર રહી પોતાના વિચારબળથી યોગ્ય આત્માઓને પ્રેરણા-પુસ્તકો, ગ્રંથો તથા વ્યાખ્યાનસંગ્રહ આદિમાંથી જ્ઞાન આપનાર ગુરુવર્ય પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવારૂપ નમસ્કાર. · ભૂતકાળના અનંત ગુરુઓ - જ્ઞાનની મશાલ જલતી રાખી. (૮) ૐ Î અનન્તાન્ત ગુરુવાયુજામ્યો નમ: ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ મોટો છે. વર્તમાન, ભૂત અને ભવિષ્ય એ ત્રણે કાલના ધર્મગુરુઓને પૂજ્ય માની તેમની શક્તિનું સ્થાપનારૂપ નમસ્કાર. - આઠ દેવીઓ - શ્રી સિદ્ધચક્ર મહાયંત્રમ્ઃ 2010_03 (૧) જયા (૨) વિજયા (૩) જયંતિ (૪) અપરાજિતા ચાર દેરીઓ (૧) ૐ શ્રી વિમલેશ્વરાય નમઃ (૨) ૐ શ્રી ચક્રેશ્વર્યે નમઃ (૩) ૐ ક્ષેત્રપાલાય નમઃ (૪) ૐૐ અપ્રસિદ્ધાધિષ્ઠાયકભ્ય નમઃ (૫) જંભા (૬) મોહા (૭) સ્તંભા (૮) બંધા યંત્રના અધિષ્ઠાયકો વિમલસ્વામી મુખ્ય અધિષ્ઠાયક (સૌધર્મ દેવલોકના વાસી). શ્રી ઋષભદેવના શાસનરક્ષિકા દેવી ક્ષેત્રપાલક અધિષ્ઠાયક કે જે અપ્રસિદ્ધ છે. ૩૬ શ્રુતસરિતા Page #62 -------------------------------------------------------------------------- ________________ બહારનું વલય ડાબી બાજુથી : (૧) ૐ હ્રીં પ્રથમપ્રધાનાધિષ્ઠાયક શ્રીં વિમલસ્વામીને નમઃ (૨) ૐ હ્રીં શ્રીં ગટિપિટક યક્ષરાજાય નમઃ (૩) ૐ હ્રીં શ્રીં ધરણેન્દ્રાય નમઃ (૪) ૐૐ હ્રીં શ્રીં કપર્દિયક્ષાય નમઃ (૫) ૐ હ્રીં શ્રીં કુબેરદેવતાયૈ નમઃ (૬) ૐ હ્રીં શ્રીં કુલદેવતાયૈ નમઃ (૭) ૐ હ્રીં શ્રીં અમ્બિકાયૈ નમઃ (૮) ૐ હ્રીં શ્રીં કુરકુલ્લાયૈ નમઃ (૯) ૐૐ હ્રીં શ્રીં પદ્માવત્યે નમઃ (૧૦) ૐ હ્રીં શ્રીં તૃતીયપ્રધાનાધિષ્ઠાયક શ્રી ક્ષેત્રપાલાય નમઃ જમણી બાજુથી : (૧૧) (૨) ૐ હ્રીં દ્વિતીયપ્રધાનાધિષ્ઠાયક શ્રીં ચક્રેશ્વર્યે નમઃ (૧૨) ૐ હ્રીં અપ્રસિદ્ધ શ્રીં દ્વાદશ દેવીભ્યો નમઃ (૧૩) ૐ હ્રીં શ્રીં શારદાયૈ નમઃ (૧૪) ૐ હ્રીં શ્રીં શાન્તિદેવતાયૈ નમઃ (૧૫) ૐ હ્રીં શ્રીં અપ્રતિચક્રાર્યે નમઃ (૧૬) ૐ હ્રીં શ્રીં જ્વાલામાલિનીયૈ નમઃ (૧૭) ૐ હ્રીં શ્રીં ત્રિભુવનસ્વામિયૈ નમઃ (૧૮) ૐ હ્રીં શ્રીં દેવતાયૈ નમઃ (૧૯) ૐ હ્રીં શ્રીં વૈરોટયાયૈ નમઃ (૨૦) ૐ હ્રીં શ્રીં ચતુર્થઅપ્રસિદ્ધ શ્રી પ્રધાનાધિષ્ઠાયકાય નમઃ શ્રુતસરિતા 2010_03 સમસ્ત જિનપ્રવચનના અધિષ્ઠાયકસૂરિમંત્રની પીઠના અધિષ્ઠાયકપુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથના પરમ સેવક શ્રી શત્રુંજય ગિરિરાજના અધિષ્ઠાયક અખૂટ ધન આપનાર દેવતા દરેક જ્ઞાતિ/સમુદાયના કુળદેવતા શ્રી નેમીનાથ પ્રભુના શાસન દેવી સૂરિમંત્રમાં ઉલ્લેખ ધરાવતી દેવી શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસન દેવી ક્ષેત્રપાલક શ્રી ઋષભદેવ પ્રભુના શાસન દેવી બાર દેવીઓ જે અપ્રસિદ્ધ છે. સરસ્વતિ દેવી ‘શાન્તિ’ પ્રગટાવે તેવા દેવ. અપ્રતિચક્રા દેવી શ્રી ચંદ્રપ્રભ સ્વામીના શાસન દેવી ત્રિભુવન સ્વામી વિદ્યાની અધિષ્ઠાત્રી માનુષોત્તર પર્વતના શિખર નિવાસી વર્ષધર દેવી-શ્રી અને લક્ષ્મી દેવી એક જ છે તેવી પ્રચલિત માન્યતા. શ્રી ધરણેન્દ્ર દેવના દેવી અપ્રસિદ્ધ અધિષ્ઠાયક દેવ ૩૭ શ્રી સિદ્ધચક્ર મહાયંન્ત્રમ્ Page #63 -------------------------------------------------------------------------- ________________ સોળ વિધાદેવીઓ અનાહતની પરિધિ પર વર્તુલાકારે થયેલી સોળ સ્વરોની સ્થાપના છે. આ સોળ સ્વરો એ સોળ વિદ્યાદેવીઓના મંત્રબીજો છે. (૧) શ્રી રોહિણી – પુણ્યબીજને ઉત્પન્ન કરે. (૨) શ્રી પ્રજ્ઞપ્તિ - જેને પ્રકૃષ્ટ જ્ઞાન છે. (૩) શ્રી વજશૃંખલા - જેના હાથમાં દુષ્ટોનું દમન કરવા માટે વજની શૃંખલા છે. (૪) શ્રી વજાંકુશી – જેના હાથમાં વજ અને અંકુશ રહેલાં છે. (૫) શ્રી અપ્રતિચક્રા - જેના ચક્રની બરાબરી કોઈ કરી શકે નહીં. (૬) શ્રી પુરુષદત્તા - જે પુરુષને વરદાન આપનારી છે. (૭) શ્રી કાલી - જે દુશ્મનો પ્રત્યે કાલ જેવી છે. (૮) શ્રી મહાકાલી - જે વૈરીવર્ગ પ્રત્યે મહાકાલ જેવી છે. (૯) શ્રી ગૌરી - જેને દેખવાથી ચિત્ત આકર્ષાય. (૧૦) શ્રી ગાંધારી - જેનાથી ગંધ ઉત્પન્ન થાય. (૧૧) શ્રી સર્વીસ્ત્રમહાવાલા – જેના સર્વ અસ્ત્રોથી મોટી વાલાઓ નીકળે છે. (૧૨) શ્રી માનવી – જે મનુષ્યની માતા તુલ્ય ગણાય છે. (૧૩) શ્રી વૈરોટયા - અન્યોન્ય વૈરની શાંતિ માટે. (૧૪) શ્રી અચ્છતા - જેને પાપનો સ્પર્શ નથી. (૧૫) શ્રી માનસી - જે ધ્યાન ધરનારના મનને સાનિધ્ય કરે. (૧૬) શ્રી મહામાનસી – જે ધ્યાનારૂઢ મનુષ્યને વિશેષ સાનિધ્ય કરે. વર્ણમાતૃકા એક વસ્તુ છે અને સોળ વિદ્યાદેવીઓ બીજી વસ્તુ છે. વર્ણમાલુકા અને વિદ્યાદેવીના સંકલનથી પ્રાચીન કાલના શ્રમણો વિદ્યાદેવીની ઉપાસના કરતા અને તેથી જે વિદ્યાઓ સિદ્ધ થતી તેનો શાસનના હિતાર્થે ઉપયોગ કરતા. શ્રી સિદ્ધચક્ર મહામંત્રમ્ ૩૮ શ્રુતસરિતા 2010_03 Page #64 -------------------------------------------------------------------------- ________________ ડાબી બાજુથી નં. યક્ષ ૧ | ગોમુખ ર મહાયક્ષ ૩ | ત્રિમુખ યક્ષનાયક ૪ ૫ | તુંબર ૬ |કુસુમ ૭ |માતંગ ૮ |વિજય ૯ | અજિત ૧૦ શ્રી બ્રહ્મ ૧૧|મનુજ ૧૨ | સુરકુમાર ૧૩ | ષમુખ ૧૪ પાતાલ ૧૫ કિન્નર ૧૬ | ગરુડ ૧૭ ગંધર્વ તીર્થંકર ઋષભદેવ હાથી અજિતનાથ હાથી વાહન વર્ણ | ભુજાઓ આયુધો સુવર્ણ ચાર શ્યામ આઠ શ્યામ છ શ્યામ ચાર શ્વેત | ચાર નીલ | ચાર |સંભવનાથ |મયૂર અભિનંદન હાથી સુમતિનાથ | ગરુડ પદ્મપ્રભુ મૃગ સુપાર્શ્વનાથ હાથી નીલ |ચાર ચંદ્રપ્રભુ હંસ લીલો બે સુવિધિનાથ કાચબો શ્વેત | ચાર શીતલનાથ | કમલ શ્વેત આઠ શ્રેયાંસનાથ બળદ શ્વેત | ચાર શ્વેત ચાર વાસુપૂજ્ય હંસ વિમલનાથ મયૂર શ્વેત બાર રાતો છ કાચબો રાતો છ અનંતનાથ | મગર ધર્મનાથ શાંતિનાથ વરાહ કુંથુનાથ હંસ યક્ષ ૧૮ યક્ષેન્દ્ર ૧૯ કુબેર ૨૦ | વરુણ ૨૧ ભૃકુટિ ૨૨ |ગોમેધ નેમીનાથ ૨૩ શ્રી પાર્શ્વ પાર્શ્વનાથ ૨૪ બ્રહ્મશાન્તિ મહાવીર શ્યામચાર શ્યામ ચાર અરનાથ મૃગ શ્યામબાર મલ્લિનાથ હાથી | મેઘધનુષ્ય આઠ મુનિસુવ્રત બળદ ધવલ આઠ નમિનાથ બળદ |સુવર્ણ આઠ શ્રુતસરિતા 2010_03 પુરુષ શ્યામ છ કાચબો શ્યામ ચાર હાથી શ્યામ વરદમુદ્રા-જયમાલા-બિજોરૂ-પાશ વરદમુદ્રા-જયમાલા-બિજોરું-પાશ અભયમુદ્રા-અંકુશ-નોળિયો-ગદા-નાગ નોળિયો-અંકુશ ગદા-નાગપાશ પુષ્પ-અભયમુદ્રા-નોળિયો-માળા બિલ-પાશ-નોળીયો-અંકુશ ચક્ર-મુદ્ગર બિજોરું-જયમાલા-નકુલ-ભાલો બિજોરું-પાશ-ગદા-અંકુશ બિજોરું-ગદા-નકુલ-જયમાલા બિજોરું-બાણ-નકુલ-ધનુષ્ય ચક્ર, બાણ, તલવાર વિગેરે કમલ, તલવાર, ઢાલ વિગેરે નકુલ, કમલ, માળા વિગેરે બિજોરું-કમલ વિગેરે વરદમુદ્રા-પાશ-બીજોડું અંકુશ ધનુષ્ય, ઢાલ વિગેરે વરમુદ્રા, ધનુષ્ય, માલા વિગેરે નકુલ, કમલ, પરશુ વિગેરે વજ્ર, નકુલ, પાશ વિગેરે બીજોરૂં, ચક્ર, પરશુ વિગેરે નકુલ, સર્પ, બિજોરું વિગેરે નકુલ-બિજોરું ૩૯ શ્રી સિદ્ધચક્ર મહાયંન્ત્રમ્ઃ Page #65 -------------------------------------------------------------------------- ________________ પદમ્ |નીલ ચાર યક્ષિણી જમણી બાજુથી ? નં. | ચક્ષિણી | તીર્થકર | વાહન | વર્ણ | ભુજાઓ | આયુધો ૧ | ચક્રેશ્વરી ઋષભદેવ | ગરુડ સુવર્ણ આઠ બાણ, ચક્ર, પાશ વિગેરે અજિતબલા અજિતનાથ લોહાસન ગૌર ચાર બિજોરું, અંકુશ, વરદમુદ્રા, પાશ ૩ | દુરિતારિ સંભવનાથ | ઘેટું ગૌર | ચાર વરદમુદ્રા, જયમાલા, ફલ, અભયમુદ્રા કાલિ અભિનંદન કમલ શ્યામ ચાર વરદમુદ્રા, પાશ, નાગ, અંકુશ ૫ |મહાકાલી સુમતિનાથ પદમ્ સુવર્ણ ચાર વરદમુદ્રા, પાશ, બિજોરું, અંકુશ ૬ | શ્યામા (અયુતા) પદ્મપ્રભુ પુરુષ વરદમુદ્રા, વીણા, ધનુષ્ય, અભયમુદ્રા ૭ | શાના સુપાર્શ્વનાથ ગજરાજ સુવર્ણ ચાર વરદ-જયમાલા-શૂલ-અભયમુદ્રા ભૂકુટિ (વાલા) ચંદ્રપ્રભુ વરાહ પીળો | ચાર તલવાર-મુગર-ઢાલ-પરશુ સુતારિકા સુવિધિનાથ વૃષભ |ગૌર ચાર વરદમુદ્રા-જયમાલા-કલશ-અંકુશ ૧૦| અશોક | શીતલનાથ વરદમુદ્રા-પાશ-ફલ-અંકુશ ૧૧ માનવી (શ્રીવત્સા) શ્રેયાંસનાથ સિંહ વરદમુદ્રા-મુદગર-કલશ-અંકુશ ૧૨ ચંડા |વાસુપૂજય અશ્વ શ્યામ ચાર વરદમુદ્રા-શક્તિ-પુષ્પ-ગદા ૧૩ | વિદિતા (વિજયા વિમલનાથ બાણ-પાઘ-ધનુષ્ય-નાગ ૧૪ | અંકુશા અનંતનાથ ખડગુ-પાશ-ઢાલ-અંકુશ ૧૫ કંદર્પ (પનગા) ધર્મનાથ મસ્ય કમલ-અંકુશ-કમલ-અભયમુદ્રા ૧૬ નિવણી શાંતિનાથ કમલ-પુસ્તક-કમલ-કમંડલ ૧૭ | | બલા (અયુતા) કુંથુનાથ મયૂર બિજોરું-ફૂલ-ભુષેઢી-કમલ ૧૮ | ધારિણી |અરનાથ | કમલ બિજોરું-કમલ-પાશ-જયમાલા ૧૯| ધરણપ્રિયા (વૈરોટા) મલ્લિનાથ | કમલ વરદમુદ્રા-જપમાલા-બિજોરું-શક્તિ ૨૦| નરદત્તા (અરછુપ્તા, મુનિસુવ્રત | ભદ્રાસન વરદમુદ્રા-જપમાલા-બિજોરું-કુંભ ૨૧, ગાંધારી નમિનાથ હિંસ | વરદમુદ્રા-તલવાર-બિજોરું-કુંભ રર | અંબિકા નેમીનાથ | સિંહ સુવર્ણ ચાર બિજોરું-પાશ-પુત્ર-અંકુશ ૨૩ પદ્માવતી પાર્શ્વનાથ | કુકકુટ સપ સુવર્ણ ચાર કમલ-પાલ-બિજોરું-અંકુશ ૨૪ | સિદ્ધાયિકા મહાવીર સિંહ લીલો ચાર વરદમુદ્રા-પુસ્તક-બિજોરું-બાણ પદ્મ પદ્મ કમલ શ્રી સિદ્ધચક્ર મહામંત્રમુ: ૪૦ શ્રુતસરિતા 2010_03 Page #66 -------------------------------------------------------------------------- ________________ ગ્રહ રંગ નવ ગ્રહો દિશાનો | વસ્ત્રનો વાહન આયુધો અધિપતિ લાલ |રથ | સાત ઘોડાનો રથ - રન્નાદેવીનો પતિ વાયવ્ય | શ્વેત |રથ |દસ ઘોડાનો રથ - હાથમાં અમૃતકુંભ | દક્ષિણ પ્રવાલ હાથમાં કોદાળો ઉત્તર રાજહંસ હાથમાં પુસ્તક ઈશાન હિંસ હાથમાં પુસ્તક - સર્વ ગ્રહોમાં વધુ બળવાન અગ્નિ અશ્વ દેત્યોનો આચાર્ય - હાથમાં કુંભ પશ્ચિમ કાચબો હાથમાં પરશુ - સૌથી ધીમી ગતિ સિંહ - (રાહુના સાપ હાથમાં સાપ પડછાયારૂપ) નાલ | નૈઋત્ય શ્યામ શ્યામ. બુધ ગ્રહશાન્તિ માટેના જાપ તીર્થકર પુષ્પ જાપ. [(૬) પદ્મપ્રભુ રક્ત ૐ હ્રીં નમો સિદ્ધાણં (૮) ચંદ્રપ્રભુ શ્વેત ૐ હું નમો આયરિયાણં ૧૨, ૧૩, ૧૪, ૧૫ રક્ત 3ૐ હ્ નમો સિદ્ધાણં |૧૬, ૧૭, ૧૮, ૨૧, ૨૪ ૐ હું નમો આયરિયાણં ૧, ૨, ૩, ૪, ૫, ૭, ૧૦, ૧૧ ૐ હું નમો આયરિયાણં (૯) સુવિધિનાથ ૐ હું નમો અરિહંતાણં (૨૦) મુનિસુવ્રત સ્વામી 38 હૂ નમો લોએ સવ્વસાહૂણં (૨૨) નેમીનાથ નીલ છે હું નમો લોએ સવ્વસાહૂણં | |૧૯, ૨૩ ૐ હું નમો લોએ સવ્વસાહૂણં શ્રુતસરિતા ૪૧ શ્રી સિદ્ધચક્ર મહામંત્રમ્ 2010_03 Page #67 -------------------------------------------------------------------------- ________________ નવનિધિ (૧) ૐ નૈસપિકાય નમઃ અઢળક સંપત્તિ ઉપરાંત અન્ય કલ્પો શહેરો-ગામડાંઓ-ગૃહો વિગેરે. નિર્માણની રીતો (૨) ૩ૐ પાંડુકાય નમ: ગણિત, ગીત, ચોવીશ પ્રકારનાં ધાન્ય બીજ તથા તેની ઉત્પત્તિ. (૩) ૐ પિંગલાય નમઃ પુરુષ-સ્ત્રી-ઘોડા હાથી વિગેરે. આભરણો બનાવવાની વિધિ. (૪) ૐ સર્વરનાય નમ: ચક્રવર્તીનાં ચૌદ રત્નોનું સ્વરૂપ. સેનાપતિરત્ન, ગાથાપતિ, પુરોહિત, અશ્વ, ગજ, વાર્ધક, સ્ત્રી, ચક્ર, છત્ર, ચર્મ, મણિ, કાકિણી, ખગ, દંડ. (૫) ૐ મહાપદ્માય નમઃ વસ્ત્ર, રંગની ઉત્પત્તિ, સાત ધાતુઓનું વર્ણન (૬) ૐ કાલાય નમઃ જ્યોતિષ, તીર્થકરાદિના વંશનું કથન, સો પ્રકારના શિલ્પોનું વર્ણન. (૭) ૐ મહાકાલાય નમઃ લોહ, સુવર્ણ, મુક્તા, મણિ, સ્ફટિક, પરવાળાં વ. વિવિધ ભેદો તથા ઉત્પત્તિનું વર્ણન. (૮) ૩ૐ માણવકાય નમઃ યોદ્ધાની ઉત્પત્તિ, શસ્ત્રસામગ્રી, યુદ્ધનીતિ દંડનીતિ વ. નું વર્ણન. (૯) ૐ શંખાય નમઃ ગદ્ય, પદ્ય, નૃત્ય, નાટક વ. નું વર્ણન. ચાર દ્વારપાલ પૂર્વ દિશા - ૐ કુમુદાય નમઃ દક્ષિણ દિશા - ૐ અંજનાય નમઃ પશ્ચિમ દિશા - ૐ વામનાય નમઃ ઉત્તર દિશા - ૐ પુષ્પદંતાય નમઃ ચાર વીર પૂર્વ દિશા - ૐ માણિભદ્રાય નમ: દક્ષિણ દિશા - ૐ પૂર્ણભદ્રાય નમઃ પશ્ચિમ દિશા - 35 કપિલાય નમ: ઉત્તર દિશા - ૐ પિંગલાય નમ: દશ દિપાલ વાહન ૧ પૂર્વ દિશા - ૐ ઈન્દ્રાય નમ: - ઐરાવણ હાથી ૨ અગ્નિ કોણ - ૐ અગ્નયે નમ: - મેઘ ૩ દક્ષિણ દિશા - ૐ કમાય નમ: - મહીષ ૪ નૈરૃત્ય કોણ - ૐ નૈરૃતાય નમઃ - શબા ૫ પશ્ચિમ દિશા - ૐ વરુણાય નમઃ - મકર ૬ વાયવ્ય કોણ - ૐ વાયવે નમઃ - હરિણ ૭ ઉત્તર દિશા - ૐ કુબેરાય નમ: - નર ૮ ઈશાન કોણ - ૐ ઈશાનાય નમઃ - વૃષભ ૯ ઊર્ધ્વ દિશા - ૐ બ્રહ્મણે નમઃ - - ૧૦ અધો દિશા - ૐ નાગાય નમ: - - શ્રી સિદ્ધચક્ર મહામંત્રમ્: ૪૨ શ્રુતસરિતા 2010_03 Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-૩ 'શ્રી નવપદ આરાધના (નવસ્મરણની પટ્ટાવલિ) (આધાર ગ્રંથ : પ.પૂ.શ્રી વિજય કીર્તિયશસૂરિજી લિખિત “નવપદ ઉપાસના') । तिजयविजयचक्कं सिद्धचक्कं नमामि । અનંત કરુણાનિધિ પરમાત્માએ ધર્મતીર્થની આરાધના-સાધના-ઉપાસના માટે અસંખ્ય યોગ ફરમાવ્યા. જે જીવની જે જે પ્રકારની લાયકાત-યોગ્યતા-ક્ષમતા-ભૂમિકા-કક્ષા-સંયોગ-શક્તિ તે તે પ્રકારના યોગો એને માટે દર્શાવ્યા છે. આ અસંખ્ય યોગો પૈકી દરેક જીવને એકસરખી રીતે ઉપકારક નીવડે એવો પ્રધાનયોગ છે - નવપદની આરાધના. કે શ્રી નવપદ જિનશાસનનું સર્વસ્વ છે. અરિહંતાદિ નવ મહાન પદોનું એમાં અધિષ્ઠાન છે. એના પદે પદે સર્વદુઃખનિવારક અને સર્વસૌખ્યપ્રદાયક શક્તિઓ રહેલી છે. સ્વભાવની પ્રાપ્તિનું એ અમોઘ સાધન છે. ધ્યાનની પરિપ્રાપ્તિ માટે શ્રેષ્ઠ ઉપાયરૂપ છે. હજારો દેવી-દેવતાઓથી એ અધિષ્ઠિત છે. ગણધરાદિ સર્વ સાધુગણથી એ પ્રપૂજિત છે. નવ પદો સારભૂત છે, કલ્યાણના કારણરૂપ છે અને તેથી વિધિપૂર્વક આરાધવા યોગ્ય છે. પ્રસ્તુત લેખન ધ્યાન ચિંતનની આરાધનાથી છે. વિધિવિધાન માટે અન્ય ગ્રંથનો આધાર લેવો.) કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ત્રિષષ્ઠીશલાકા પુરુષ ચરિત્રમાં દસમા પૂર્વમાં ફરમાવે છે – “નત્ત૬ :હસંસારો, મોક્ષોનત્તમુહૂ: પુનઃ” સંસારમાં દુઃખનો કોઈ છેડો નથી અને મોક્ષમાં સુખનો કોઈ છેડો નથી. શ્રુતસરિતા ४३ શ્રી નવપદ આરાધના 2010 03 Page #69 -------------------------------------------------------------------------- ________________ નવપદનું જ્ઞાન , નવપદની પ્રીતિ, નવપદની ભક્તિ, નવપદની પૂજા, નવપદનો તપ, નવપદની પ્રદક્ષિણા, નવપદને નમસ્કાર, નવપદના સ્વરૂપનું ચિંતન, નવપદનું ધ્યાન - આ વિવિધ પ્રકારો વડે નવપદનું આલંબન લેવાનું છે. એ નવપદ સાથે મન જોડાય તો ભાવ પેદા થાય અને ભાવ પેદા થાય તો જ દાન, શીલ અને તપ ધર્મ બને કે જે પરંપરાએ મુકિત અપાવે. પ્રાણાયામની પ્રક્રિયામાં જેમ “રેચક' દ્વારા અશુદ્ધ વાયુને બહાર કાઢી, પૂરક' દ્વારા શુદ્ધ વાયુને અંદર લઈ, કુંભક' દ્વારા તે શુદ્ધ વાયુને અંદર ધારી રખાય છે; તેમ અહીં પણ “રેચક' દ્વારા સંસારની સમગ્ર વાસનાને બહાર કાઢી, “પૂરક' દ્વારા નવપદને હૃદયમાં લઈ જઈને, “કુંભક' દ્વારા હૃદયમાં ધારી રાખવાના છે. આ એક ભાવ-પ્રાણાયામ છે. જેમ ક્ષેત્રમાં શ્રી સિદ્ધિગિરિ શાશ્વત છે, તેમ કાળમાં આસો અને ચૈત્ર માસની ઓળી શાશ્વત છે. આરાધના-સાધનામાં સહાયક ક્ષેત્રને મેળવવા આપણે તીર્થમાં જવું પડે છે, જ્યારે આ શાશ્વતી ઓળીમાં નિયત કાળ આપણી સામે આવે છે. શાશ્વતી ઓળીના આ નવેનવ દિવસો આત્માનું નવપદ સાથે જોડાણ કરવાના પવિત્ર દિવસો છે. આ જોડાણ આધ્યાત્મિક ચેતનાને નવપલ્લવિત બનાવે છે, અને પ્રગતિને સતત વેગવંતી બનાવે છે. (૧) શ્રી અરિહંત પદ - શ્વેત વર્ણ - ૧૦ ગુણ શ્રી અરિહંત પરમાત્માનું સ્વરૂપ, દ્રવ્ય-ગુણ-પર્યાયો, ઉપકારો આદિનું ચિંતન કરવાનું છે. પરમાત્માના બાર ગુણને લક્ષમાં રાખી એકેક ગુણને યાદ કરી કરીને ૧૨ પ્રદક્ષિણા-સાથિયા-ફળનિવેદ્ય અને કાઉસગ્ન કરવાનો છે. આપણી જાતને અરિહંતમય બનાવવાનો છે. નિશ્ચયનયની અપેક્ષાએ શ્રી સિદ્ધ ભગવંતનો ક્રમ પ્રથમ આવે છે, પણ વ્યવહારનયની અપેક્ષાએ પ્રથમ ક્રમ શ્રી અરિહંત ભગવંતનો છે. વાત્સલ્યના પુષ્પરાવર્ત મેઘમાં શ્રી અરિહંત પરમાત્માએ આપણને નવરાવ્યા છે, ભીંજવ્યા છે. અનંત માતાઓએ ભૌતિક દેહને જન્મ આપ્યો છે, જ્યારે આ (અરિહંત) માતાએ આધ્યાત્મિક દેહને જન્મ આપ્યો છે. નવપદમાં કેન્દ્રસ્થાને શ્રી અરિહંત છે, કે જે ધરીની ચારે બાજા બાકીના આઠ પદો ફરે છે. જે વ્યક્તિ જેટલા અંશે શ્રી અરિહંતની આજ્ઞા પાળે, તે વ્યક્તિને તેટલા અંશે પુણ્યની-સુખની પ્રાપ્તિ થાય છે. દ્રવ્યથી ધ્યાન : પરમાત્માનું આત્મ-દ્રવ્ય વિશિષ્ટ કોટિનું હોય છે. મૂળભૂત દ્રવ્યની આ વિશેષતા છે. પદાર્થગુણ અને કરુણા ગુણ વિશિષ્ટ કોટિનો સત્તામાં પડેલો હોય છે. પરમાત્માના આત્મદ્રવ્યના ચિંતનમાં આવતી એકાકારતા તે પરમાત્માનું દ્રવ્યથી ધ્યાન છે. ગુણોથી ધ્યાન : અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય - અનંત ચતુષ્ટયી - આ ગુણોનું ચિંતન કરવું. ગુણોની વિશેષતાના ચિંતનમાં જે એકાકારતા આવે તે ગુણોનું ધ્યાન કહેવાય. શ્રી નવપદ આરાધના ४४ શ્રુતસરિતા 2010_03 Page #70 -------------------------------------------------------------------------- ________________ પચયથી ધ્યાન : પર્યાયથી એટલે પરમાત્માની વિવિધ અવસ્થા. પિડW - જન્મઅવસ્થા. રાજ્યવસ્થા, શ્રમણ અવસ્થા. પદસ્થ - કેવળજ્ઞાનાદિ - પદ - અવસ્થા. રૂપાતીત - નિરાલંબન અવસ્થા. આ વિવિધ અવસ્થાના ચિંતનમાં આત્માને ભાવિત કરીને એકાકારતા, એ પર્યાયથી ધ્યાન કહેવાય. (દા.ત. ભગવાનશ્રી વિમલનાથથી ભગવાન શ્રી નેમીનાથ સુધીના કાળમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જીવ દેવલોકમાં હતો, ત્યાં તેમણે પ00 કલ્યાણકોની ઉજવણી વિશિષ્ટ તેઓ એ ભાવોલ્લાસપૂર્વક કરી, કે જેના પ્રભાવે પ્રકૃષ્ટ પુણ્યનો સંચય થયો, કે જેના ફળરૂપે પુરુષાદાનીયપણાની પ્રાપ્તિ થઈ. આવા પર્યાયો ચિંતવવા.) જપ વખતે સ્થિરતાપૂર્વક બેસવું. દષ્ટિ નાસિકા પર સ્થિર-હોઠ ફફડાવવાના નહીં-દાંત અંદર ઉપર-નીચે અડે નહીં, ભીંસાય નહીં-જીભ કયાંય અડે નહીં-શ્વાસ સહજ ગતિએ ચાલવા જોઈએજપમાંથી લય આવે અને લયમાંથી ધ્યાન ગોઠવાઈ જાય, અને ધ્યાન ગોઠવાયા પછી શ્રી અરિહંત પરમાત્માના બધા પર્યાયો આંખ સમક્ષ આવશે. (૨) સિદ્ધ પદ - રક્ત વર્ણ - ૮ ગુણ શ્રી અરિહંતનું મહત્ત્વ-શાથી? તેઓ સિદ્ધ બનવાના છે, તેથી આચાર્ય-ઉપાધ્યાય-સાધુનું મહત્ત્વ, તેઓ સિદ્ધિપદની સાધના કરી રહ્યા છે, માટે છે. સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર, તપનું મહત્ત્વ એના દ્વારા સિદ્ધપદ મળે છે, માટે છે. સિદ્ધપદ એ આપણું ધ્યેય છે. આપણું પોતાનું સ્વરૂપ છે. સર્વપ્રકારના બંધનથી રહિત, સર્વ પ્રકારની સિદ્ધિને વરેલા ચૌદ રાજલોકમાં મુગટ શિરોમણિ સમાન છે. સિદ્ધના ધ્યાનમાં શ્રી અરિહંત પરમાત્માની રૂપાતીત અવસ્થાનું ધ્યાન આવી જાય છે. જેના હૈયામાં સંસારની પ્રતિકૃતિ ઝિલાયા કરે છે તે સંસારી છે. જેના હૃદયમાં સિદ્ધની પ્રતિકૃતિ ઝિલાયા કરે તે સિદ્ધસ્વરૂપી છે. સિદ્ધનું ધ્યાન સિદ્ધ બનવા કરવાનું છે. અનંતજ્ઞાનાદિ આત્માની આઠે ય આત્મસંપત્તિને પ્રગટ કરી છે તેવા શ્રી સિદ્ધનું ધ્યાન કરવાનું છે. વિવિધ સાધનારૂપ અગ્નિના સંયોગથી આપણે આપણી વિશુદ્ધિ વધારવાની છે. આંતરિક લાલિમા પ્રગટાવવાની છે, માટે આત્માની એ લાલિમાવાની અવસ્થાને લક્ષમાં રાખી સિદ્ધિપદનો વર્ણ “રક્ત' માનવામાં આવ્યો છે. જેમ કાયાથી નીરોગી વ્યક્તિ લાલબુંદ જેવો હોય છે, તે જ રીતે કર્મથી નિરોગી સિદ્ધ આત્મા પણ લાલબુંદ જેવો જ હોય ને ! મારા ઉપર છત્ર તરીકે આ સિધ્ધ ભગવંતો છે. એમાંથી લાલ કિરણો મારા આત્મા ઉપર પડી રહ્યાં છે. તેના પ્રભાવે હું પણ નિર્મળ થઈ રહ્યો છું', “મારું પણ સિદ્ધાવસ્થાનું રૂપ પ્રગટી રહ્યું છે.'આવું ચિંતન કરવું - ધ્યાન કરવું. આ પદને મેળવવાની તાલાવેલી જાગે અને તે વડે પામવાનો પુરુષાર્થ પ્રબળ મનાવવાનું મન થાય. શ્રુતસરિતા 2010_03 ૪૫ શ્રી નવપદ આરાધના Page #71 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન આપણામાં આવી ગયું છે, માટે આપણું સગપણ “મોક્ષ'ની સાથે થઈ ગયું છે. હવે મોક્ષની સાથે લગ્ન જ બાકી છે. લગ્ન થતાં પહેલાં બધું શીખવું તો પડે ને ! આ શીખવાની ક્રિયા એ જ સાધના અને આરાધનાનો માર્ગ. રત્નત્રયીની સાધના, શ્રી જિનાજ્ઞાનુસાર મન, વચન અને કાયાની એકાકારતાથી સંયમ જીવનનું પાલન. સંયમ જીવન એટલે ઉકાળેલું પાણી, કાયમી કંદમૂળત્યાગ, રાત્રિભોજન ત્યાગ, વાસી ખોરાક ત્યાગ આદિ સુવિહિત સાધનોની સાથે છ આવશ્યકાદિ ક્રિયાઓ નો સુવાસભર્યો સંબંધ. (૩) આચાર્ય પદ - પીત વર્ણ - ૩૬ ગુણ દેવતત્ત્વમાં પ્રથમ બે પદોમાં) સાધ્યપદો આવે છે, ગુરુતત્ત્વમાં (પછીના ત્રણ પદોમાં) સાધકપદો આવે છે અને ધર્મતત્ત્વમાં સાધનાપદો આવે છે. પંચ પરમેષ્ઠિમાં કેન્દ્રસ્થાને “આચાર્યપદ છે. ઉપર બે પદ અને નીચે બે પદ, અરિહંત પરમાત્માની ગેરહાજરીમાં શ્રી આચાર્ય ભગવંતને અરિહંતતુલ્ય માન્યા છે. પરમાત્માના શાસનમાં આચાર્ય ભગવંત રાજાના સ્થાને છે. તેમનું અનુશાસન ચારે પ્રકારના સંઘે સ્વીકારવું પડે. સંઘ કોને કહેવાય? વ્યાખ્યા : સાવરિયો સંઘો જે આચાર્યની મુખ્યતાવાળો હોય તેને સંઘ કહેવાય. સામાન્યથી શ્રીઆચાર્ય ભગવંત ૩૬ ગુણોથી શોભતા હોય છે. વિશેષથી શ્રીઆચાર્ય ભગવંત છત્રીસ છત્રીસીએ શોભતા હોય છે. ૩૬ X ૩૬ = ૧,૨૯૬ ગુણને ધારણ કરનારા ધર્માચાર્ય હોય છે. આવા ગુણોને ધારણ કરનારાને ભાવાચાર્ય કહેવાય છે. ભાવાચાર્યના દર્શનથી સાક્ષાત્ શ્રી સુધર્માસ્વામી આદિના દર્શનનો અને ભક્તિનો લાભ થાય છે. આ અપૂર્વ લાભ વડે આત્માના અજ્ઞાનનો અંધકાર ઉલેચાયા વિના રહે નહીં. “બારસે છ– ગુણે ગુણવંતા, સોહમ જંબૂ મહેતા, આયરિયા દીઠે તે દીઠા, સ્વરૂપ સમાધિ ઉલ્લસતા” -શ્રી લક્ષ્મીસૂરિજી મહારાજા. શ્રી આચાર્ય ભગવંતને સુવર્ણની ઉપમા આપી છે. સુવર્ણ જેમ વિષહર છે, તેમ શ્રી આચાર્ય પણ મોહનું વિષ ઉતારનારા છે. સુવર્ણ જેમ સંપત્તિરૂપ ગણાય છે, તેમ શ્રી આચાર્ય પણ શાસનથી સંપત્તિરૂપ છે. સુવર્ણ જેમ જાજ્વલ્યમાન અને દેદીપ્ય માન છે, તેમ શ્રી આચાર્ય પણ. પાંચ પ્રકારના આચારના (પંચાચાર) પાલનથી પવિત્ર છે. શ્રી આચાર્ય ક્ષમાની સાક્ષાત મૂર્તિ, કરુણાની, જ્ઞાનની, ચારિત્રની, તપની સાક્ષાત મૂર્તિ છે, પુણ્યનો પૂંજ છે, પ્રભાવનો પૂંજ છે. શ્રી અરિહંત પાસે મોક્ષમાર્ગની પ્રાપ્તિની અપેક્ષા રાખવાની છે, સિદ્ધની આરાધના કરતાં સ્વસ્વરૂપની પ્રાપ્તિની અપેક્ષા રાખવાની છે અને આચાર્યપદની આરાધના કરતાં આચાર-પંચાચારની પ્રાપ્તિની અપેક્ષા રાખવાની છે. ઉપાધ્યાયપદની આરાધનાથી વિનય ગુણ અને સાધુપદની આરાધના મોક્ષમાર્ગની આરાધનામાં સહાય મળે એ અપેક્ષાથી કરવાની છે. આવા આચાર્ય ભગવંતોનો આપણે કરેલ વિનય, વૈયાવચ્ચ, ભક્તિ, આરાધના, ઉપાસના, ધ્યાન આપણા સૌનું પરમ કલ્યાણ કરનાર અવશ્ય બને. શ્રી નવપદ આરાધના શ્રુતસરિતા 2010_03 Page #72 -------------------------------------------------------------------------- ________________ (૪) ઉપાધ્યાય પદ - નીલ વર્ણ - ર૫ ગુણ : સાધુ અને આચાર્ય ભગવંત વચ્ચે સેતુ સમાન શ્રી ઉપાધ્યાય ભગવંત છે. આચાર્ય ભગવંત જૈનશાસનના રાજા છે, તો ઉપાધ્યાય ભગવંત “યુવરાજ' છે. આજના એ યુવરાજ આવતી કાલના “રાજા' થશે. આચાર્ય ભગવંતને અપેક્ષાએ તીર્થકરની ઉપમા આપી છે, તો ઉપાધ્યાય ભગવંતને ગણધરની ઉપમા આપી છે. આચાર્ય ભગવંત અર્થની વાચના આપે છે, તો શ્રી ઉપાધ્યાય ભગવંત સૂત્રની વાચના આપે છે. મુમુક્ષુને દીક્ષિત કરવાની-આપવાની જવાબદારી આચાર્ય ભગવંતની હોય છે, અને તે દીક્ષિતના ઘડતરની જવાબદારી ઉપાધ્યાય ભગવંતની હોય છે. ઉપાધ્યાય વિનય ગુણને વરેલા છે. ઉપાધ્યાય પદને નીચેના સ્વરૂપે ધ્યાન કરવાનું છે. આચાર્ય ભગવંત સામે હાથ જોડી મસ્તક નમાવી વિનય કરતાં નિહાળવાના, ગચ્છને સૂત્રની વાચના આપતાં, સમગ્ર ગચ્છની સારણા, વારણા, ચોયણા, પડિચોયણા કરતાં, ૪૫ આગમોમાં નિરંતર રત એવા ઉપાધ્યાય ભગવંતના વિવિધ પર્યાયોનું ચિંતન કરવાનું છે. આવા ધ્યાન દ્વારા આપણે આત્મ-વિકાસ સાધવાનો છે. ઉપાધ્યાય પદ સાથે જોડાણ થાય કે માનકષાય જાય, મોહનીય કર્મ મરે, જ્ઞાનાવરણીય કર્મના ભૂક્કા થઈ જાય, સર્વ અવગુણ દૂર થાય છે અને સર્વગુણ પ્રગટ થાય છે. પરમાત્માના શાસનના ખજાનાની પ્રાપ્તિ અને સર્વગુણના મૂળભૂત “વિનય” ગુણની પ્રાપ્તિ શ્રી ઉપાધ્યાય ભગવંતના શરણે રહેવાથી થાય છે. “નમો ઉવઝાયાણં' પદ બોલતાં મહા સામર્થ્યવાળી વ્યક્તિ સાથે જોડાણ કરવાનું છે. મરકત મણિના નીલવર્ણ જેવા શ્રી ઉપાધ્યાય ભગવંતને હૃદયના ભાવપૂર્વક નમસ્કાર કરીને ધ્યાન કરવાનું છે, કે જેથી તેમનો શ્રુતવારસો, વિનય વારસો, ગુણનો વારસો, આપણી યોગ્યતા અને પાત્રતા મુજબ આપણને મળે. “ઉપાધ્યાય' શબ્દનો : શબ્દાર્થ : ઉપ + અધ્યાય = જેઓ આગમાદિ ગ્રંથોના અધ્યયનની સમીપ રહે છે તે. ભાવાર્થ : ઉપ + અધિ + આય = “આય” એટલે લાભ. “ઉપ' એટલે સમીપ અને “અધિ' એટલે આત્મા. જેમની સમીપ રહેવાથી આત્માનો લાભ પ્રાપ્તમાન થાય છે તે. શ્રી ઉપાધ્યાય ભગવંતને પુનઃ પુનઃ ભાવપૂર્વક નમસ્કાર. (૫) સાધુ પદ - શ્યામ વર્ણ - ર૦ ગુણ : પંચ પરમેષ્ઠિમાં પ્રવેશ કરવાનું દ્વાર “સાધુપદ' છે. અરિહંત સાધુ છે. સિદ્ધ પણ સાધુ છે, આચાર્ય અને ઉપાધ્યાય પણ સાધુ છે, અને સાધુ તો સાધુ છે જ. અપેક્ષાએ, નવપદમાં સાધુપદ કેન્દ્ર સ્થાને છે. સાધુપદની ઉપર ચાર પદ અને નીચે ચાર પદ . જે દિવસે સાધુપદનો નાશ થશે, તે દિવસે શાસનનો નાશ થશે. “સહાય કરે સાધુજી' - આ પદની આરાધના દ્વારા આપણને મોક્ષની સાધનામાં સહાય મળે છે. તપ દ્વારા કાયાને તપાવી કાળી કોલસા જેવી કરી નાખે છે, તેથી સાધુનો વર્ણ શ્યામ વર્ણ મનાયો છે. તેમની દરેક પ્રવૃત્તિમાં સંયમની સાધના મુખ્ય હોય છે. માટે જ, આ પદમાં પ્રવેશ જેણે કરવો હોય, શ્રુતસરિતા ૪૭ શ્રી નવપદ આરાધના 2010_03 Page #73 -------------------------------------------------------------------------- ________________ એવા આત્માએ સંયમને સર્વસ્વ બનાવવું પડે. વીતરાગ પરમાત્માનો સાધુ જીવતો જાગતો ધર્મ છે, જીવતી જાગતી કરુણા છે, નમ્રતા છે, નિર્લોભતા છે, પરમશુદ્ધિનો અવતાર છે, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, ભાવના આદિનું પાલન કરે છે. આચાર્ય, ઉપાધ્યાય, બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી વગેરેની સાધુ નિરંતર સેવા કરે છે. ‘સેવા’ એ વૈયાવચ્ચ નામનો અત્યંતર તપ છે. વૈયાવચ્ચ ગુણ અપ્રતિપાતિ છે. બીજા ગુણ આવે ને ચાલ્યા પણ જાય, પણ આ વૈયાવચ્ચના ગુણથી જે આત્મવિકાસ થાય તેમાંથી આત્મપતન ક્યારે ય પણ ના થાય. કાજો કાઢતાં ભાવશુદ્ધિવડે સમ્યગ્દ દર્શન, અવધિજ્ઞાન અને કેવળજ્ઞાન પામ્યાના દાખલાઓ શાસ્ત્રમાં મોજૂદ છે. સાધુના મલિન વસ્ત્ર-વર્ણ જોઈને નિંદા કરો તો દર્શન મોહનીય કર્મનો બંધ થાય. ઘોર પાપ બંધાય. સાધુના મિલન વસ્ર-ગાત્ર-કાયા એ એનું ભૂષણ છે. વીતરાગના સાધુની કાયા ભલે કાળી હોય, પણ તપના તેજથી ઝગારા મારે. તેમની પ્રસન્નતા વિશિષ્ટ પ્રકારની હોય. તેમને નમસ્કાર કરવા આપણામાં પુણ્યના અંકુરો ફૂટે છે. સાધુપદમાં પ્રવેશ કરવાનું જેને મન નહીં તે વીતરાગના શાસનનો અનયાયી નહીં. શેઠિયાઓ, શ્રીમંતો અને સત્તાધીશોના પદને નવકારમાં સ્થાન નથી, માત્ર સાધુપદને સ્થાન છે. સાધુપદમાં આપણે વસી ના શકીએ, તો પણ હૈયામાં સાધુપદને વસાવવું જ જોઈએ. આ પદના ધ્યાનમાં એકાકાર બની સાધુતાનો આસ્વાદ લઈ, આપણે સાચા અર્થમાં નમનીયવંદનીય-સ્તવનીય-પૂજનીય બની જઈએ તેવું લક્ષ્ય બાંધવાનું છે. (૬) સમ્યગ્દર્શન પદ શ્વેત વર્ણ : સમ્યગ્દર્શન વિના સમ્માન નહીં, સભ્યજ્ઞાન વિના સમ્યક્ચારિત્ર નહીં, સમ્યક્ચારિત્ર વિના સમ્યક્તપ નહીં. આમ, જ્ઞાન-ચારિત્ર અને તપ એ ત્રણેને સમ્યક્ બનાવનાર સમ્યગ્દર્શન છે. સર્વજ્ઞ ભગવંતે બતાવેલા દર્શાવેલા આગમો પ્રત્યે રુચિ, સહૃણા, આંતરિક સ્વીકાર, આચરણ અને પ્રતીતિ, તેને સમ્યગ્દર્શન કહેવાય. સમ્યગ્દર્શનના અભાવમાં સાધુ-ઉપાધ્યાય કે આચાર્ય પદમાં પ્રવેશ મળે જ નહીં. સમ્યગ્દર્શન વિના જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય. ભવોની સંખ્યાની ગણતરીનો પ્રારંભ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી જ થાય. દા.ત. શ્રી મહાવીર સ્વામીનો પ્રથમ ભવ નયસારનો. “સમકિત પામ્યે જીવને, ભવ ગણત્રીએ ગણાય !’’ ‘‘સમકિત વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાય; સમકિત વિણ સંસારમાં, અરહો પરહો અથડાય.’’ જે ભવ્યાત્માઓ ચરમાવર્તમાં આવે, અપુનબંધક દશા પામે, ચરમ યથાપ્રવૃત્તકરણ દ્વારા આગળ વધે ત્યારે જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. આ ગુણ ઉપશમભાવથી, ક્ષયોપશમ ભાવથી અને ક્ષાયિક ભાવથી પામી શકાતો હોય છે, તેથી તે ત્રણ પ્રકારે ઓળખાય છે. આ ગુણવાળો જીવ અવશ્ય ચોથે ગુણસ્થાનકે હોય જ, અને યોગદૃષ્ટિની અપેક્ષાએ આઠ દૃષ્ટિઓ પૈકી પાંચમી સ્થિરા દૃષ્ટિએ તો હોય જ. આ ગુણથી પવિત્ર થયેલો આત્મા, કર્મયોગ સંસારમાં રહેવું પડે તો રહે, પણ સંસારસાગરમાં રમે તો શ્રી નવપદ આરાધના 2010_03 ૪૮ શ્રુતસરિતા Page #74 -------------------------------------------------------------------------- ________________ નહિ જ. ‘મોક્ષે વિતં, મવે તનુ:' તન ભલે સંસારમાં, પણ ચિત્ત તો મોક્ષમાં જ. વંદિત્તા સૂત્રમાં : " सम्मदीट्ठी जीवो, जइ वि हु पावं समायरे किंचि । अप्पा सि होइ बंधो, जेण न निध्धं धसं कुणइ ॥ " સમ્યગ્દષ્ટિ જીવ જો પાપ કદાચ કરે તોપણ અલ્પ કરે અને તેમાં તે નિષ્વસ બનતો ન હોવાથી તેને અલ્પકર્મનો જ બંધ થાય છે. સમ્યગ્દર્શન સાથે સંકળાયેલા ‘૬૭ બોલ’નું ચિંતન કરવું. (ચાર પ્રકારની શ્રદ્ધા, ત્રણ લિંગ, દસ પ્રકારનો વિનય, ત્રણ શુદ્ધિ, આઠ પ્રભાવકો, પાંચ દૂષણો, પાંચ ભૂષણો, પાંચ લક્ષણ, છ આગાર, છ જયણા, છ ભાવના અને છ સ્થાન). જેનામાં ત્રણ ગુણો હોય તે નવપદનો આરાધક બને. (૧) ખંતો (ક્ષમાશીલ) (૨) દંતો (ઇન્દ્રિયવિજેતા) (૩) સંતો (વિકારોરહિત) ઉત્તમ પ્રણિધાન દ્વારા આગળ વધીને સમ્યગ્દર્શનને પામીએ, પ્રાપ્ત સમ્યગ્દર્શનને સ્થિર બનાવીએ અને સ્થિર બનેલા સમ્યગ્દર્શનને વધુ નિર્મળ બનાવી આપણે પરંપરાએ પરમાત્મપદના ભોક્તા બનીએ. (૭) સમ્યજ્ઞાન પદ શ્વેત વર્ણ : આપણે બધા જે સંસારમાં રઝળ્યા છે, એનું મૂળ વિચારીએ તો આત્મવિષયક અજ્ઞાન છે. આત્માનું પરિજ્ઞાન કે નવતત્ત્વનું પરિશાન અનિવાર્ય છે, બંને એક જ છે. જે એકને (આત્માને) જાણે છે, તે સર્વને જાણે છે. સુખનું મૂળ આત્માનું જ્ઞાન છે. આત્માને જાણ્યા વિના સાધનાની શરૂઆત જ થતી નથી. પૂ. શ્રી યશોવિજયજી મ. - “જિહાં લગે આત્મ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું, કિમ આવે તાણ્યું.'' કર્મનું જ્ઞાન ન હોય, કર્મના બંધનનું જ્ઞાન ન હોય, એ બંધન તોડવાં શી રીતે ? આ જ્ઞાન ન હોય, તો બાકીના જ્ઞાનની કિંમત કાંઈ જ નથી. ભવનાં બંધન, કર્મનાં બંધન કેમ છૂટે, આત્મસ્વરૂપની અનુભૂતિ અને પરમાત્મપદની પ્રાપ્તિ આ બધું જ્ઞાન ન હોય તો બાકીનું જ્ઞાન એ અજ્ઞાન છે; બુદ્ધિનો અંધાપો છે. જ્ઞાન વિનય વડે પ્રાપ્ત થાય છે. જ્ઞાન જેમ જેમ વધે, તેમ તેમ નમ્રતા વધતી જાય તો જ્ઞાન પચ્યું કહેવાય; પણ જો અવિનય અને અહંકાર વધે તો જ્ઞાનનું અજીર્ણ કહેવાય. કુલ જ્ઞાન પાંચ છે અને તેના પેટા પ્રકારો એકાવન છે. કેવળજ્ઞાન સિવાયનાં બાકીનાં ચાર જ્ઞાન કર્મના ક્ષયોપશમથી થતાં હોવાથી ‘ક્ષયોપશમ ભાવ'ના કહેવાય છે, જ્યારે કેવળજ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી જ થતું હોવાના કારણે ક્ષાયિક ભાવનું ગણાય છે જ્ઞાનનું ફળ ચારિત્ર અને ચારિત્ર એટલે જ આત્મરમણતા. શાનના ત્રણ પ્રકાર (૧) વિષયપ્રતિભાસ - હેય-ઉપાદેય આદિના તાત્ત્વિક વિવેક વિના બાળકની જેમ માત્ર વિષયનો શ્રી નવપદ આરાધના શ્રુતસરિતા 2010_03 ૪૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાસ. (૨) આત્મપરિણતિમત્તાન - હેય-ઉપાદેય આદિના તાત્ત્વિક વિવેકપૂર્વકનું નિવૃત્તિ-પ્રવૃત્તિથી રહિત જ્ઞાન છે. જેને દર્શન સપ્તકનો ક્ષયોપશમ થઈ ગયો છે, પણ ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ થયો નથી, તે સમ્યગ્દષ્ટિ જીવને આ જ્ઞાન હોય છે. (૩) તત્ત્વસંવેદનશાન - હેય-ઉપાદેય આદિના તાત્ત્વિક વિવેકપૂર્વક હેયની નિવૃત્તિ અને ઉપાદેયમાં પ્રવૃત્તિ કરાવનાર તે. આ જ્ઞાનનું અનંતર ફળ વિરતિ છે, અને પરંપર ફળ મોક્ષ છે. સા વિદ્યા યા વિમુરે ! વિદ્યા વિમુક્તિ માટે છે; અને જ્ઞાન વિરતિ માટે છે. જ્ઞાનર્ચ વિરતિઃ શ્રુતજ્ઞાનની સાધના કરી, ઊજળી ભૂમિકા તૈયાર કરી અંતે આપણે કેવળજ્ઞાનના સ્વામી બનીએ. (૮) સમ્મચારિત્ર પદ - શ્વેત વર્ણ : શુભ ક્રિયાનો સ્વીકાર અને અશુભ ક્રિયાનો ત્યાગ એ જ ચારિત્રપદની આરાધના. અષ્ટ પ્રવચનમાતાનું પાલન એ શુભ ક્રિયા અને અઢાર પાપસ્થાનકની ક્રિયા એટલે અશુભ ક્રિયા. શુભ અને અશુભ ક્રિયાનો અનુક્રમે સંપૂર્ણપણે પ્રવૃત્તિ અને ત્યાગ એટલે સર્વવિરતિ અને અંશે અંશે શુભની પ્રવૃત્તિ અને અશુભનો ત્યાગ એટલે દેશવિરતિ. અશુભ ક્રિયા અશુભરૂપે અને શુભ ક્રિયા શુભરૂપે સમજાય તે સમ્યજ્ઞાન; અશુભ ક્રિયાને ત્યાગવાની તાલાવેલી અને શુભ ક્રિયા આદરવાની તાલાવેલી તે સમ્યગ્દર્શન અને અશુભ ક્રિયા સર્વ પ્રકારે છૂટે અને શુભ ક્રિયામાં જ પ્રવૃત્તિ થાય તે સર્વવિરતિરૂપ ચારિત્ર અને આ બંને અંશે અંશે થાય તો દેશવિરતિરૂપ. સ્વસ્વભાવમાં રમણતારૂપ ચારિત્ર અને નિશ્ચયચારિત્ર છે અને પ્રવૃત્તિ-નિવૃત્તિમય ચારિત્ર એ વ્યવહાર ચારિત્ર છે. શ્રાવકના બારે બાર વ્રતનો કદાચ સ્વીકાર ના શકય બને, તો ૧૧,૧૦,૯,૮,૭યાવતુ એક વ્રત પણ સ્વીકારી શકાય. જીવનભર, દશ વર્ષ, પાંચ વર્ષ, એકાદ વર્ષ પણ લઈ શકાય. કરવું, કરાવવું અને અનુમોદjમાંથી કરવું અને કરાવવું (દુવિહ-તિવિહેણ) આ બે બાબતની પ્રતિજ્ઞા લેવી. ગુણાકાર કરતાં બાર વ્રતોનો અનેક ભાંગી પડે છે. કોઈ પણ ભાંગે આપણે જો વિરતિ પામી જઈએ, તો ભવપરંપરા ઊજળી બની જાય. ચારિત્રના બળે અભવ્ય નવમા સૈવેયક સુધી જાય છે. શ્રાવકને આચારમાં સાધુતા નથી. છતાં ચારિત્રાચારના બળે પરભવમાં બારમા દેવલોક સુધી જાય છે. માટે, ચારિત્રને આરાધવું, મનોમન નમવું, અને સ્વજીવનમાં ઉતારવું, અશુભ ક્રિયાના ત્યાગમાં રાત્રિભોજનનો ત્યાગ, વાસી ભોજનનો ત્યાગ, અભક્ષ્યનો, અપેયનો, અગમ્યનો, ટીવીનો, ફ્રીઝનો, પરિગ્રહનો ત્યાગ, આદિ ગણી શકાય છે. આચરણ કરે તે ચારિત્ર; આચરણ એ જ ચારિત્ર. ચારિત્ર શબ્દની વ્યુત્પત્તિ - ચા + રિજ, ચય એટલે સંચંય (એકઠા થવું-કનું) અને રિકત' એટલે ખાલી થવું - એકઠા થયેલા કર્મોનું ખાલી થવું એનું જ નામ “ચારિત્ર.” ૫O શ્રી નવપદ આરાધના 2010_03 શ્રુતસરિતા Page #76 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર એ આત્મરમણતાનું ઉદ્યાન છે. મેરુપર્વત જેટલા ઓઘા-મુહપત્તિઓ કર્યા છતાં, જીવ જો ચાર ગતિનો જ મુસાફર રહે તો એમાં ચારિત્રનો વાંક નથી. ચારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે; છતાં આત્મામાં ઉપાદન ગ્રહણ, વિષય-કષાયો ભળે, તો મોક્ષના બદલે મોહ બળવાન બને, અને બળવાન બનેલો મોહ ચારિત્રધર્મને નિષ્ફળ બનાવે. સતત જિનાજ્ઞાપાલનમાં રહી, સ્વરૂપનો લાભ લેતા રહેવું એ જ ચારિત્રધર્મની સફળતા છે. (૯) તપ પદ - શ્વેત વર્ણ તપ એ સાધના-જીવનનો પ્રાણ છે. તપ વિનાનું મનુષ્યપણું જીવતું જાગતું હાડપિંજર છે. તપની વ્યાખ્યા કરતાં ધર્મશાસ્ત્રમાં લખ્યું છે. ઋનિરોધસ્તાઃ ઈચ્છાનો નિરોધ-અપેક્ષાનો અભાવ. આ અર્થ નિષેધાત્મક છે, હકારાત્મક એટલે કે તપનો વિધેયાત્મક અર્થ છે. મુક્તિનો તલસાટ. બાહા તપ છ છે, અને અત્યંતર તપ પણ છ છે. બાહ્ય તપમાં પ્રથમ ચાર (અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ અને રસત્યાગ) રસનેન્દ્રિયને જીતવા માટે છે. પાંચમો તપ કાયાને (કાયક્લેશ) જીતવા માટે છે અને છઠ્ઠો તપ (સંલીનતા) મન-વચન-કાયાના ત્રણે ય યોગોને જીતવા માટે છે, કષાયોને જીતવા માટે છે, પાંચ ઇન્દ્રિયોને જીતવા માટે છે. માટે સંલીનતા નામના આ છઠ્ઠા તપમાં યોગસંલીનતા, કષાય સંલીનતા અને ઇન્દ્રિયસંલીનતા કરવાની હોય છે. આ છઠ્ઠા પ્રકારનો તપ અત્યંતર તપનું પ્રવેશદ્વાર છે. છટ્ટા તપની ત્રણ પ્રકારની સંલીનતા બાદ જીવને દોષો ખટકવા માંડે, સાધના જીવનના નડતરો સમજાવા માંડે. ગુરુ પાસેથી ‘પાયશ્ચિત્ત' લે તે પ્રથમ અત્યંતર તપ કહેવાય. દેવ-ગુરુ આદિ પ્રત્યે હૃદયના બહુમાનપૂર્વકનો વ્યવહાર તે વિનય' નામનો બીજો તપ છે. સંયોગ-શક્તિ મુજબ તેમની સેવા-ભક્તિ કરે તે “વૈયાવચ્ચ' નામનો ત્રીજો તપ છે. ચોથો તપ સ્વાધ્યાય (વાચના, પૃચ્છના પરાવર્તન, અનુપેક્ષા, ધર્મ કથા) પાંચ પ્રકારે જીવનમાં આવે. અનુપેક્ષા (ચિંતન-મનન)માં ઊંડો ઊતરે, તેમાં એકાકાર બને ત્યારે ધ્યાને' નામનો પાંચમો તપ આવે. મનનું ધ્યાન “માનસિક' વચનનું ધ્યાન, “વાચિક કાયાનું ધ્યાન “કાયિક અને પ્રાણાયામ ધ્યાન આયામી ધ્યાન' કહેવાય છે. આ ચારે ધ્યાન એકસૂત્રતાથી પરિણમે તેને કાઉસગ્ગ કહેવાય છે. મુક્તિની સાધના જેણે પણ કરવી હોય તેણે પોતાના જીવનમાં તપધર્મની નિરંતર આરાધના કરવી જોઈએ. બારમાંથી જે જે તપ જ્યારે જ્યારે જેટલા પ્રમાણમાં શક્ય હોય તેટલો અવશ્ય કરવો જોઈએ. બાર પ્રકારના તપની આરાધના મુક્તિને નિકટ લાવે એ જ પરમ ભાવના. નવપદની ઉત્તમ આરાધના-સાધના, તપ-જપ, સ્વરૂપચિંતન-ધ્યાનના પ્રભાવે આપણે સૌ આપણા જૈન-જીવનને સાર્થક બનાવી, ભાવિને ઉજ્જવળ બનાવી વહેલી તકે પરમાત્મપદના ભોક્તા બનીએ એ જ શુભ કામના. શ્રુતસરિતા ૫૧ શ્રી નવપદ આરાધના 2010_03 Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-૪ પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના દશપૂર્વધર શ્રી ઉમાસ્વાતિ વાચકવર્ય શ્રી તત્ત્વાર્થ ભાષ્યમાં ફરમાવે છે કે – "अभ्यर्चनादर्हतां मनःप्रसादस्ततः समाधिश्च ।। तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् ॥१॥" શ્રી અરિહંતો-રાગદ્વેષાદિ મળથી રહિત આત્માઓની અભ્યર્થના, અભિગમન, સ્તુતિ, વંદ અને પર્યાપાસના આદિથી મનઃપ્રસાદ-ચિત્તની પ્રસન્નતા થાય છે. જેમાં નિર્મળ જલથી મળ દૂર થાય છે પરંતુ મલિન જળથી મળની વિશુદ્ધિ થતી નથી. તે જ રીતે શ્રી અરિહંતો રાગદ્વેષાદિ મળથી રહિત હોવાથી તેમની ઉપાસના કરનારાઓના રાગાદિ મળો નાશ કરનારા થાય છે. दर्शनात् दूरित र्ध्वसि, बंदनात् वांछितप्रदः । पूजनात् पूरकः श्रीमान्, जिनसाक्षात् सुरद्रुम ।। દર્શનથી દુ:ખનો નાશ થાય છે, વંદનથી વાંછિત ફળ મળે છે, પૂજનથી પૂજ્ય બનાય છે, જિનેશ્વર સાક્ષાત કલ્પવૃક્ષ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી વિરચિત “સકલાહ” नामाउउकृति-द्रव्य-भावैः, पुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ॥२॥ જેઓ સર્વ ક્ષેત્રમાં અને સર્વ કાલમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે ત્રણે જગતના લોકોને પવિત્ર કરી રહેલા છે, તે અહંતોની અમે સમ્યગુ ઉપાસના કરીએ છીએ. जिनेषु कुशलं चित्तम्, तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धि, योग बीजमनुत्तमम् ॥ જિનેશ્વરને વિષે કુશળ ચિત્તને મૂકવું; જિનેશ્વરને વચનથી નમસ્કાર કરવા; જિનેશ્વરને કાયાથી પ્રણામ કરવા. આ ત્રણે મોક્ષબીજ ઉત્તમ છે. પ.પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી – યોગસમુચ્ચય. દશશિક વગેરે સાભાર ઉદ્ભુત (૧) પૂજ્ય આચાર્યદેવશ્રી હેમચંદ્રસાગરસૂરીશ્વરજી દ્વારા લિખિત પુસ્તક પૂજા કરીએ સાચી સાચી'. (૨) ધર્મતીર્થપ્રભાવક પૂજ્યવાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ.આચાર્યદેવ શ્રી હેમરત્નસૂરીશ્વરજી મહારાજા દ્વારા લિખિત પુસ્તક “ચાલો જિનાલયે જઈએ. (૩) અધ્યાત્મ યોગી પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય લિખિત પુસ્તક “પ્રાકૃતિક તો પરમતત્ત્વનું મિલન' અને અન્ય પુસ્તક પ્રતિમાપૂજન.' (૪) શ્રી ગુણવંત જૈન સંપાદિત પુસ્તક શ્રી તારક ભક્તિસંગ્રહ.’ (૫) પૂજ્યપાદ પંન્યાસ પ્રવર ગુરુદેવ શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજના પ્રશિષ્યો પૂ. પંન્યાસ શ્રી ચન્દ્રવિજયજી અને શ્રી ઇન્દ્રજિતવિજયજી લિખિત પુસ્તક પ્રિતડી બંધાણી રે.’ પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના ૫૨ શ્રુતસરિતા 2010_03 Page #78 -------------------------------------------------------------------------- ________________ દશત્રિકનો ચાર્ટ નિશીહિ શિક પ્રદક્ષિણા ત્રિક ૧. પહેલી નિસાહિ ૧. પહેલી પ્રદક્ષિણા ૨. બીજી નિસાહિ ૨. બીજી પ્રદક્ષિણા ૩. ત્રીજી નિસહિ ૩. ત્રીજી પ્રદક્ષિણા પ્રણામ ત્રિક ૧. અંજલિબદ્ધ પ્રણામ ૨. અર્ધાવનત પ્રણામ ૩. પંચાંગપ્રણિપાત પ્રણામ પૂજા ત્રિક ૧. અંગપૂજા ૨. અગ્રપૂજા ૩. ભાવપૂજા અવસ્થા ત્રિક ૧. પિંડી અવસ્થા ૨. પદસ્થ અવસ્થા ૩. રૂપાતીત અવસ્થા દિશાત્યાણ મિક ૧. જમણી દિશા ત્યાગ ૨. ડાબી દિશા ત્યાગ ૩. પાછળની દિશા ત્યાગ પ્રમાર્જના ત્રિક ૧. ભૂમિ પ્રમાર્જન ૨. હાથ-પગનું પ્રમાર્જન ૩. મસ્તકનું પ્રમાર્જન આલંબન મિક ૧. જિનબિંબનું આલંબન ૨. સૂત્રોનું આલંબન ૩. સૂત્રાર્થનું આલંબન મુદ્રા નિક ૧. યોગમુદ્રા ૨. મુક્તાશુક્તિમુદ્રા ૩. જિનમુદ્રા પ્રણિધાન ત્રિક ૧. મનનું પ્રણિધાન ૨. વચનનું પ્રણિધાન ૩. કાયાનું પ્રણિધાન ૧. પરમાત્માની જન્મ અવસ્થા : મેરુશિખર પર ઇન્દ્રો દ્વારા અભિષેક ૨. પ્રભુની રાજ્ય અવસ્થા : રાજ્યાભિષેક ૩. પ્રભુની શ્રમણ અવસ્થા : દીક્ષા સ્વીકાર ૪. પ્રભુની પદસ્થ અવસ્થા : સમવસરણ ૫. પ્રભુની રૂપાતીત અવસ્થા : નિર્વાણ શ્રુતસરિતા ૫૩ પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના 2010_03 Page #79 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી પૂજનાં સ્થળ ત્રણ પૂજા - બે પૂજા ત્રણ પૂજા જિનબિંબ ઉપર જિનબિંબ આગળ રંગ મંડપમાં ગર્ભગૃહ બહાર પાટલા ઉપર ૧. જલપૂજા ૪. ધૂપપૂજા ૬. અક્ષતપૂજા ૨. ચંદનપૂજા ૫. દીપકપૂજા ૭. નૈવેદ્યપૂજા ૩. પુષ્પપૂજા ૮. ફળપૂજા (પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયહેમરત્નસૂરિજી લિખિત “ચાલો જિનાલયે જઈએ'માંથી સાભાર.) ૧. અંગપૂજા : પરમાત્માની પ્રતિમાજી ઉપર જે પૂજા કરવામાં આવે તેને અંગપૂજા કહેવાય છે. દા.ત., જલપૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા (વાસક્ષેપ પૂજા, અંગરચના, વિલેપનપૂજા, આભૂષણપૂજા ઇત્યાદિનો સમાવેશ પણ અંગપૂજામાં થાય છે.) આ પૂજાને વિદનોપશામિની કહેવાય છે. જે જીવનમાં આવતાં વિદનોનો નાશ કરનારી અને મહાફળને આપનારી છે. વૈરાગ્યકલ્પલતા ગ્રંથમાં આ પૂજાને “સમન્તભદ્રા' નામથી સંબોધીને અદ્ભુત ચિત્તપ્રસન્નતા આપનારી જણાવેલ છે. ૨. અગપૂજા : - પરમાત્માની આગળ ઊભા રહીને જે પૂજા કરવામાં આવે છે તેને અગ્રપૂજા કહેવાય છે. દા.ત., ધૂપપૂજા, દીપપૂજા, અક્ષતપૂજા, નૈવેદ્યપૂજા અને ફળપૂજા. આ પૂજાને અબ્યુદયકારિણી કહેવાય છે. પૂજકના જીવનમાં આવતાં વિદનોનો વિનાશ કરી, મોક્ષમાર્ગની સાધનામાં સહાયક એવો ભૌતિક અભ્યદય આ પૂજા દ્વારા પ્રાપ્ત થાય છે. આ પૂજાને વૈરાગ્ય-કલ્પલતામાં ‘સર્વભદ્રા' નામથી સંબોધવામાં આવી છે. ૩. ભાવપૂજા : પરમાત્મા સામે કરાતાં સ્તુતિ, સ્તવન, ચૈત્યવંદન, ગીત, નૃત્ય આદિને ભાવપૂજા કહેવાય છે. આ પૂજાને નિવૃત્તિકારિણી કહેવાય છે. ઉપરની બે પૂજાઓ દ્વારા વિદનનો વિનાશ તેમ જ ભવપરંપરામાં સદા માટે અભ્યદયની પ્રાપ્તિ થાય છે. અને અંતે આ પૂજા વડે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. માટે તેને નિવૃત્તિકારિણી કહેવાય છે. વૈરાગ્ય-કલ્પલતામાં આ પૂજાને “સર્વસિદ્ધિ ફલા' નામથી સંબોધી છે. જેમાં દેવતાઓએ કરેલા જન્માભિષેકને માનવોને મન વડે કરવાનું સૂચન કરેલ છે. આ ત્રણેય પૂજાઓ સમ્યગુદષ્ટિ આત્માને તો એકછત્રી પુણ્ય પ્રભુત્વ આપનારી છે. એટલું જ નહિ પણ સદ્ધર્મની પ્રાપ્તિ કરી આપનારા ગ્રંથિપ્રદેશના સામીપ્યમાં આવી ગયેલા મિથ્યાદષ્ટિ આત્માઓના જીવનમાં વિદનોનો પણ નાશ કરનારી છે. પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના ૫૪ શ્રુતસરિતા 2010 03 Page #80 -------------------------------------------------------------------------- ________________ કેટલાક લોકો એમ કહે છે કે અમે રોજ દર્શન કરીએ છીએ, પણ પૂજા કરતા નથી. આમ માત્ર દર્શનથી સંતોષ માની લેવો તે યોગ્ય નથી. પરમાત્મા માત્ર દર્શનીય નથી; પ્રભુ તો પૂજનીય પણ છે. પૂજનીય પરમાત્માનાં માત્ર દર્શન કરીને સંતોષ માનવો એ પણ એક આશાતના છે. યોગ્યનું યોગ્ય બહુમાન થવું જ જોઈએ. મ્યુનિસિપલ કોર્પોરેટર ઘરે આવે અને વડા પ્રધાન ઘરે આવે, એ બન્ને વચ્ચે સરખો વ્યવહાર ચાલી શકે ખરો ? વેપાર ધંધાના સંબંધવાળા કોક નાથાભાઈ ઘેર આવે તો ચા-પાણી કરાવીને વિદાય કરો તે રીતે જમાઈ ઘરે આવે અને ચા-પાણી કરાવીને વિદાય કરો તો ફરી તમારે આંગણે આવે ખરા ? વેપારી સાથેનો વ્યવહાર અને જમાઈ સાથેના વ્યવહારમાં જેમ ફ૨ક છે એમ દર્શન અને પૂજનના વ્યવહારમાં ફરક છે. પરમાત્મા પૂજય છે, પરમ પૂજ્ય છે, ત્રિલોક પૂજ્ય છે, ઇન્દ્રો, નરેન્દ્રો, દેવેન્દ્રો, સુરેન્દ્રો, અને અસુરેન્દ્રોને માટે પણ પ્રભુ પૂજ્ય છે. બળદેવો, વાસુદેવો અને ચક્રવર્તીઓ માટે પણ પ્રભુ પૂજ્ય છે. કેવલીઓ, ગણધરો, ચૌદ પૂર્વધરો, દશ પૂર્વધરો, શ્રુતધરો, આચાર્યો, ઉપાધ્યાયો, શ્રમણો અને શ્રમણીઓ માટે પણ પરમાત્મા પૂજય છે. દેવાંગનાઓ, રંભાઓ, અપ્સરાઓ, ઉર્વશીઓ, મહારાણીઓ, મહારાઓ અને સાધ્વીજીઓ માટે પણ પરમાત્મા પૂજ્ય છે. આવા સકલલોક પૂજિત પરમાત્માની સામે સાવ ઠાલા હાથે ઊભા રહેવું અને માત્ર દર્શન કરીને સંતોષ માનવો એ નરી આત્મવંચના છે. જગતને નહિ પણ જાતને છેતરવાનો એક માત્ર નુસખો છે. આજે ઘણો મોટો વર્ગ પ્રભુની પૂજા વગરનો છે. ખાલી હાથે માત્ર દર્શન કરીને ચાલ્યો જનારો વર્ગ પણ છે. એ સહુને ફરી ફરી ભલામણ છે કે અંતરનાં દ્વાર ખોલી નાખો. પરમાત્માને અંદર બિરાજમાન કરો. પ્રભુ સાથે પ્રેમ કરવાનું ચાલુ કરો. તમારા ચાર્મ બદલાઈ જશે. તમે ઓર મૂડમાં આવી જશો. તમારા રૂપ, રંગ અને દેદાર ફરી જશે. ચાલો થોડું લખ્યું ઘણું ફરી માનજો અને વહેલી તકે પરમાત્માની પૂજાનો પ્રારંભ કરજો. પ્રભાતે કરેલી જિનપૂજા રાત્રીનાં પાપોને હણે છે. મધ્યાહ્ને કરેલી જિનપૂજા આ જન્મનાં પાપોને હણે છે. સંધ્યાએ કરેલી જિનપૂજા સાત ભવોનાં પાપોને હણે છે. ‘નિસીહી’ કુલ ત્રણ વખત બોલવામાં આવે છે. ‘નિસીહી’ નો અર્થ છે ‘નિષેધ.’ – દહેરાસરના મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશ કરતી વેળાએ, પૂજા કરવા માટે ગભારામાં પ્રવેશ કરતી વખતે, ભાવપૂજા અર્થાત્ ચૈત્યવંદન કરવાની શરૂઆતના સમયે. ત્રણ વખત અલગ અલગ ક્રિયાનો નિષેધ કરવા માટેનો આ શબ્દ છે. પહેલી નિસીહી બોલ્યા પછી કોઈ પણ પ્રકારનો સાવધ વેપાર (પાપપ્રવૃત્તિ) કરાય નહિ. હા, દહેરાસર સંબંધી કાર્યવાહીમાં જરૂર ભાગ લઈ શકાય અને એ તો શ્રાવકની એક પ્રકારની ફરજ છે. પ્રથમ નિસીહી કહ્યા બાદ.... દેખરેખ કર્યા બાદ સર્વ પ્રથમ મૂળ દરવાજે જવાનું કે જ્યાંથી પરમાત્માનું દર્શન થાય ત્યાં જઈ પરમાત્માને ‘નમો જિણાણું જિઅભયાણં' કહી નમસ્કાર કરવો. પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના શ્રુતસરિતા ૫૫ 2010_03 Page #81 -------------------------------------------------------------------------- ________________ બાદ ત્રણ પ્રદક્ષિણા દેવી. પ્રદક્ષિણા દેતી વખતે બોલવાના દુહા પ્રથમ પ્રદક્ષિણામાં – કાળ અનાદિ અનંતથી, ભવ-ભ્રમણનો નહિ પાર, તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ વાર, ભમતીમાં ભમતાં થકાં, ભવભાવક દૂર પલાય, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. બીજી પ્રદક્ષિણામાં – જન્મ-મરણાદિ સવિ ભય ટળે, સીઝે જો દર્શન કાજ, રત્નત્રયી પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ, જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન-પરમ સુખ હેત, જ્ઞાન વિના જગજીવડાં, ન લહે તત્ત્વસંકેત. ત્રીજી પ્રદક્ષિણા – ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વળી જેહ, ચારિત્ર નામ નિર્યક્ત કહ્યું, વંદો તે ગુણગેહ, જ્ઞાનદર્શન ચારિત્રએ, રત્નત્રયી નિરધાર, ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખ ભંજનહાર. હે પરમાત્માનું ! છોડવા જેવો છે સંસાર અને છોડવો ય છે સંસાર. પરંતુ આજે લાચારીમાં ફસાયેલો છું. તો સંસાર છોડવાની પ્રવૃત્તિના બાનાખત રૂપે સંસારના પ્રતિક સમાન આ જળને તારા ચરણે ચઢાવું છું ! એ આશયથી કે વહેલામાં વહેલી તકે તારા આજ્ઞામાર્ગને ચુસ્ત રીતે અપનાવી શકું અર્થાતુ બનતી કોશિશે જલદી ચારિત્ર ધર્મ અંગીકાર કરી શકું.” - હાથમાં કલશ રાખી આ રીતે ભાવના ભાવવાની અને પછી નીચેનો દુહો અને કાવ્ય બોલવાં. नमोर्ह त्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः દુહો : નિર્મલ જ્ઞાન પ્રકાશ કર, નિર્મલ ગુણ સંપન્ન નિર્મલ ધર્મોપદેશકર, સો પરમપ્પા ધન છે જળપૂજા જુગતે કરો, આતમને હિત કાજ ! તજીય વિભાવ નિજભાવમેં, રમતાં લહીએ શિવરાજ | જળપૂજા જુગતે કરો, મોહ અનાદિ વિનાશ જળપૂજા સંયમ રૂપે, માગો એમ પ્રભુ પાસ છે तीर्थोदकैः मिश्रितचन्दनोधेः संसारतापाहतये सुशीतैः । जरा-जनिप्रान्तरजोपशान्त्यै तत्कर्मदाहार्थमजं यजेहम् ।। सुरनदीजलपरिपूर्णघटै घन-घुसृणमिश्रितवारिभृतैः परैः । स्नपय तीर्थकृतं गुणवारिधिं, विमलताः क्रियतां च निजात्मनः ।। जनमनोमणिभाजनभारया, शमरसैकसुधारसधारया । सकलबोधकलारमणीयकं सह जसिद्धमहं परिपूजये ।। પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના પ૬ શ્રુતસરિતા કાવ્ય : 2010_03 Page #82 -------------------------------------------------------------------------- ________________ દુહો : ૐ of પરમપુજાય ઘરનેશ્વરાય પરમાત્મને શ્રીમતે. (જે મૂળનાયક હોય તે પ્રભુનું નામ બોલવું) जिनेन्द्राय संसारवास मूलभूत स्त्री अग्नि; सचितजलमध्ये अपरिहार्यं संसाररोपबृंह कसचितजलपरिभोग. -परिहाराय वीतरागभावसंपादनाय आरम्भ समारम्भ विमोचनाय संयमप्राप्तये जन्मजरामृत्यु निवारणाय નાં ગામ સ્વ...Z...(સંસારવાસની મૂળભૂત સ્ત્રી, અગ્નિ, અને સચિત્ત જળનો ત્યાગ ચિંતવવો) આ રીતે દુહો-કાવ્ય બોલી કળશ દ્વારા પરમાત્માના ચરણે જળ ચઢાવવું અને પછી ક્રમશઃ બધા જ અંગે જળધારા ચઢાવવી. ચંદનપૂજા કરવા શું કામ તૈયાર થયો છું? તેના રહસ્યને ધ્યાનમાં લઈ ભાવના ભાવવી કે, “આ ચંદનપૂજા દ્વારા હું તારા ચરણે વિશ્વાસ મૂકું છું કે, તારી પૂજાથી મારો પણ આત્મા કષાયની કારમી ગરમીથી મુક્ત થશે જ થશે !” એ પછી ચંદનપૂજાનો દુહો અને કાવ્ય બોલવાં. नमोर्ह त्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः શીતળ ગુણ જેમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ ! આત્મ-શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ છે આતમ ગુણ વાસનભણી, ચંદનપૂજા સારા જેમ મઘવા અપછર કરે, તેમ કરીએ નર નાર છે કેસર ચંદન ઘસી ઘણાં, મેળવી માંહે બરાસ નવ અંગે જિન પૂજતાં, નવ નિધિ આતમ પાસ છે જિન પ્રતિમાને પૂજતાં, શીતળ થાયે આપા ક્રોધ દાનાવળ ઉપશમે, જાયે ભવ સંતાપ છે કાવ્ય : जिनपतेर्वरगन्धसुपूजनं, जनिजरामरणोद्भवभीति ह्यत् । सकलरोगवियोग-विपद्धरं, कुरुकरेण सदा निजपावनम् ।। सहजकर्मकलङ कविनाशनै, रमलभावसुवासनचन्दनैः । अनुपमांन-गुणावलीदायकं, सहजसिद्ध महं परिपूजये । મંત્ર : £ પરમપુજવા પરમેશ્વરાયે પરમાત્માને પરમેષ્ટિને શ્રીમતે.... (જે મૂળનાયક હોય તે પ્રભુનું નામ બોલવું) નિનેદ્રાય વિષયપાતા શાન્તયે નમ્ન-નર-મૃત્યુ નિવાર अनन्तानन्तात्मगुणप्राप्तये चन्दनं यजामहे स्वाहा. હવે વારો આવે છે પુષ્પપૂજાનો કેવાં પુષ્પ પરમાત્માને ચઢાવવાં જોઈએ કે - - જે સુગંધથી ભરપૂર હોય, - જે રંગોથી આકર્ષક હોય ! - જે નીચે પડેલ ન હોય, – જે વાસી ન હોય. શ્રુતસરિતા ૫૭. પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના 2010 03 Page #83 -------------------------------------------------------------------------- ________________ - જે ગંદા કપડામાં કે ગંદા સાધનમાં બાંધેલાં ન હોય. – જે પગ નીચે કચડાયેલાં ન હોય. - હાર સોયથી વીંધેલાં ન હોય. - પુષ્પ પ્રત્યે આપણો વ્યવહાર જરા પણ કઠોર ન હોવો જોઈએ. પરંતુ અતિશય કોમળ હોવો જોઈએ. કેમકે પુષ્પમાં એકેન્દ્રિય વનસ્પતિકાયનો જીવ હોય છે. પુષ્પપૂજામાં પુષ્પ ચઢાવતી વેળા પુષ્પોને થાળી યા રકાબીમાં રાખી અર્ધખુલ્લી અંજલિમુદ્રા કરી નીચે મુજબ દુહો-કાવ્ય-મંત્ર બોલવાં. नमोर्ह त्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः । દુહો : સુરભિ અખંડ કુસુમાગ્રહી, પૂજો ગત સંતાપ; સુમન જંતુ ભવ્ય જ પરે, કરીએ સમક્તિ છાપ. કાવ્ય : सुमनसा गतिदायि विधायिना, सुमनसा निकरैः प्रभु-पूजनम् । सुमनसा सुमनो-गुणसंगिनां, जन विधेहि विधेहि मनोर्चने । समयसार सुपुष्प सुमालया, सहज कर्म-करेण विशोधया । परमयोगबलेन वशीकृतं, सहज सिद्ध महं परिपूजये । મંત્ર ઃ 36 ઠ્ઠ 8 પરમપુરુષાથ પરમેશ્વરાય - પરમાત્મને રિદિને શ્રીમત્તે....(જે ભગવાન હોય તેમનું नाम) जिनेन्द्राय मिथ्यात्वदुर्गन्धनिवारणाय, पौद्गलिक वासनाक्षयाय आत्मगुणप्राप्तये पुष्पाणि यजामहे સ્વદ. આ મંત્ર બોલી પરમાત્માના નવે અંગે પુષ્પ ચઢાવવાં અને પુષ્પનો હાર ચઢાવવો. આટલી સુવિધા ન હોય તો ઓછામાં ઓછા બે અંગૂઠે બે અને એક અંજલિમાં એમ - ત્રણ પુષ્પ ચઢાવવાં. જળપૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા આ ત્રણેય પૂજાને અંગપૂજા કહેવામાં આવે છે. હવે પાંચ પ્રકારની અગ્રપૂજા શરૂ કરવાની છે. તેમાં પ્રથમ પૂજા છે ધૂપપૂજા. સુગંધી હોય, શુદ્ધ-સારા પદાર્થનો બનેલ હોય તેવો આ પૂજા માટેનો ધૂપ લેવો. नमोर्ह सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः । ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ, મિચ્છિત દુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મ-સ્વરૂપ. अगर मुख्य - मनोहर - वस्तुना स्वनिरुपाधिगुणोध - विधायिना । प्रभुशरीरसुगंधसुहे तुना रचय धूपन - पूजन - मर्हतः ।। निजगुणाक्षयरुप - सुधूपनं स्वगुणधातमल - प्रविकर्षणम् । विशदबोधमनंत - सुखात्मकं सहजसिद्धमहं – परिपूजये ।। મંત્ર : ૐ ર્થી પરમપુણા પરમેશ્વરાય-પરમાત્મને પરમેષ્ઠિને શ્રીમત્તે (જે ભગવાન હોય તેમનું નામ) जिनेन्द्राय मिथ्यात्वदुर्गन्धनिवारणाय, पौद्गलिक वासनाक्षयाय आत्मगुणप्राप्तये पुष्पाणि यजामहे स्वाहा. પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના ૫૮ શ્રુતસરિતા દુહો : કાવ્ય : 2010_03 Page #84 -------------------------------------------------------------------------- ________________ આ મંત્ર બોલી ધૂપસળી દીવાની જ્યોતથી સળગાવવી. બાદ ધૂપસળીને હાથમાં લેવી. એ પણ એવી રીતે કે બંને હાથની આંગળીઓ એકબીજાની સામે મળી જાય. પછી બંને તર્જની (અંગૂઠા પાસેની આંગળીઓ) અને બંને મધ્યમાં આંગળીની વચ્ચે જે ગેપ રહે છે ત્યાં ધૂપસળી બરાબર ફસાવી દેવી. આને ઉત્થિતાંજલિ મુદ્રા કહે છે. ( . ધૂપસળી ઊભી રહે એ રીતે રાખવાની છે. ધૂપસળીને ગોળ ગોળ ઘુમાવવાની કોઈ જ જરૂર નથી. ગભારા બહાર ઊભા રહી ધૂપપૂજા કરતી વખતે ધૂપ અને ધુમાડા સામે જોઈ ભાવના ભાવવાની છે કે, પ્રભો! આ ધૂપ દુર્ગધને દૂર કરી સુગંધને ફેલાવે છે તે રીતે મારા આત્મામાં રહેલી મિથ્યાત્વની દુર્ગધ દૂર થાવ. વળી, ધૂપમાંથી નીકળતો ધુમાડો જેમ ઊર્ધ્વદિશા તરફ વહેતો રહે છે, તે રીતે મારા આત્માનો સ્વભાવ પણ ઊંચે જવાનો છે. આવા પ્રકારના મારા સ્વભાવને શીધ્ર પામું. બાદ ધૂપ પરમાત્માની ડાબી બાજુ પધરાવવો. શુદ્ધ ઘી દ્વારા દીપ પ્રગટાવવો. અગ્રપૂજાનો બીજો પ્રકાર છે દીપકપૂજાનો. દીપકને વિવૃત્ત-સમર્પણ મુદ્રામાં એટલે કે બે હાથની હથેળી કરતાં એ ભાવના ભાવવી કે, “પરમાત્મન્ ! આ દીપક અંધકારનો નાશ કરી પ્રકાશને કરનારો છે તેમ આ પૂજા દ્વારા મારા અજ્ઞાન-અંધકારનો નાશ થાય અને જ્ઞાનનો વિવેકભર્યો પ્રકાશ પ્રગટે !” દીપકને પરમાત્માની જમણી બાજુ સ્થાપિત કરવો. શ્રુતસરિતા પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના ૫૯ 2010_03 Page #85 -------------------------------------------------------------------------- ________________ દુહો : नमोर्ह त्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः । દ્રવ્ય દીપક સુવેકથી, કરતાં દુઃખ હોય ફોક. ભાવદીપક પ્રગટ હુએ, ભાસિત લોકાલોક કાવ્ય : भवति दीपशिखा परिमोयनं, त्रिभुवनेश्वर सद्मनि शोभनमः स्वतनुकांतिकरं तिमिर हरं, जगति मंगलकारण मातरम् शुयिमनात्म चिदु ज्जवलदीपकै, र्ध्वलित पापपतंग समूहकैः स्वकपदं विमलं परिलेभिरे, सहज सिध्धमहं परिपूजये ।। મંત્ર : ૐ પરમપુજવા પરમેશ્વરાય - ૫રમાત્મને પરષ્ટિને શ્રીમત્તે (જે ભગવાન હોય તેમનું નામ) નિનેદ્રાય મિથ્યાત્વગંધાર નિવારાય ઢીપપૂના નામ સ્વાદા. હવે અક્ષતપૂજા પ્રારંભ કરવી... એક સાથિયો, ત્રણ ઢગલી અને સિદ્ધશિલા થઈ શકે એટલા ચોખા જમણા હાથમાં રાખી પાંચે આંગળીઓ પરમાત્મા સામે રહે તે રીતે રાખી અને બાદ ડાબા હાથનો પંજો ચોખાવાળા પંજાની નીચે આડો રાખવો. આને ચતુર્દલ મુદ્રા કહેવામાં આવે છે. આ રીતે ચતુર્દલ મુદ્રામાં ચોખા રાખીને નીચેનો દુહો-કાવ્ય અને મંત્ર બોલવો. नमोर्ह सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः । દહો : અક્ષતપદ સાધન ભણી, અક્ષત પૂજા સાર | જિન પ્રતિમા આગળ મુદા, ધરિયે ભવિ નરનાર ! અક્ષત પૂજા પૂજીયે, અક્ષત પદ દાતાર , પશુઆ રૂપ નિવારીને, નિજ રૂપે કરનાર છે અક્ષત શુદ્ધ અખંડશું. નંદાવર્ત વિશાળ પૂરી પ્રભુ સન્મુખ રહી, થુણીયે જગત દયાળ છે કાવ્ય : क्षितितलेऽक्षत शर्म निदानकं, गणिवरस्य पुरोडक्षतमंडलं । क्षत-विनिर्मित-देह-निवारणं, भव-पयोधि-समृद्ध रणोद्यतं ।। सहजभावसुनिर्मलतण्डुलै, विपुल-दोष विशोधक मंगलैः । अनुपरोध-सुबोध-विधायक, सह जसिद्धमहं परिपूजये ।। મંત્ર : ૐ દૈ ર્થી પરમપુજાય પરમેશ્વરા – પરમાત્મને રિદિને શ્રીમત્તે.... (જે ભગવાન હોય તેમનું નામ) નિનેદ્રારા વિશુદ્ધઘંટ – સક્ષત – સદન – શુદ્ધ – કાત્મ – સ્વરુપ – પ્રાપ્ત ક્ષતાનું यजामहे स्वाहा । આ રીતનો દુહો બોલ્યા બાદ જે હાથમાં ચોખા છે તે હાથની ઊભી મૂઠી વાળવી અને અંગૂઠાને ઉપર ઊઠેલો રાખવો. સર્વ પ્રથમ સિદ્ધશિલા માટેની ઢગલી કરવી. બાદ જ્ઞાન-દર્શન-ચારિત્રની ત્રણ ઢગલી અને પછી પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના ૬૦ શ્રુતસરિતા 2010_03 Page #86 -------------------------------------------------------------------------- ________________ સાથિયો કરવા માટેની ઢગલી કરવી. બાદ જે તર્જની આંગળી છે એના દ્વારા સર્વ પ્રથમ સાથિયો બનાવવો. બાદ સિદ્ધશિલા પણ એ જ આંગળીથી કરવાની છે. હવે જોઈએ નૈવેધપૂજા. નૈવેદ્ય એટલે મિષ્ટાન્ન, નૈવેદ્ય દ્વારા થતી પૂજા તે નૈવેદ્યપૂજા. નૈવેદ્યપૂજાની મુદ્રા બતાવી છે સંપુટમુદ્રા. આપણી ડાબી હથેળીમાં નૈવેદ્ય મૂકીને તેના પર જમણા હાથની હથેળી ઊંધી મૂકવી આને સંપુટમુદ્રા કહેવાય છે. સંપુટમુદ્રામાં નૈવેદ્ય રાખી નીચેના દુહા-કાવ્ય-મંત્ર બોલવાં. દુહો : કાવ્ય : अनशनं तु ममास्त्विति बुद्धिना रुचिरभोजन संचित भोजनं । प्रतिदिनं विधिना जिनमंदिरे शुभमते वत ढौकय चेतसा ॥ कुमतबोध विरोध निवेदकै विहित जाति जरामरणान्तकैः । निरशनैः प्रचुरात्म गुणालयं सहजसिद्धमहं परिपूजये || મંત્ર : ૐ હૈં Æ પરમપુરુબાય પરમેશ્વરાય નામ) નિનેન્દ્રાય मूलभूत आहार संज्ञा પછી નૈવેદ્યને સિદ્ધશિલા પર નવકાર હવે નંબર આવે છે ફળપૂજાનો. ફળપૂજા વિવૃત્ત સમર્પણ-મુદ્રામાં કરવાની છે અર્થાત્ બંને હાથની ખુલ્લી હથેળીને ભેગી કરી એમાં ફળ મૂકી અંજલિની દશેય આંગળીઓ પરમાત્મા સામે જરાક ઝૂકતી રાખી નીચેનો દુહો કાવ્ય મંત્ર બોલવાં. नमो सिद्धाचार्योपाध्यायसर्व साधुभ्यः । નિર્વેદી આગળ કવો, શુચિ નૈવેદ્ય રસાળ । વિવિધ જાતિ પક્વાશશું, ભરી અષ્ટાપદ થાળ ા અણાહારી પદ મેં કર્યા, વિગ્ગહ ગઈય અનંત । દૂર કરીને દીજીયે, અણાહારી શિવ સંત બાહ્યરૂપ આહાર વધે, રૂપાંતર અણાહાર । અણાહારી - પદ પામવા, ઠવો નૈવેદ્ય રસાળ । શ્રુતસરિતા 2010_03 - — પરમાત્મને પરમેષ્ઠિને શ્રીમતે....(જે ભગવાન હોય તેમનું उच्छेदनाय नैवेद्यं यजामहे स्वाहा. ગણવાપૂર્વક ચઢાવવું. — ૬૧ પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના Page #87 -------------------------------------------------------------------------- ________________ દુહો : नमोर्ह सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः । મોહમહાભટ કેશરી, નામે તે મિથ્યાત, ફળપૂજા પ્રભુની કરી, કરીએ તેહનો ઘાત. ફળપૂજા કરતાં થકાં, સફળ કરો અવતાર, ફળ માગો પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. કાવ્ય : शिवतरोर्फ लदानपरेर्नवैः, वरफलैः किल पूजय तीर्थपम् । ત્રિદશનાથનતમ – પંન્ન, નિદત્ત – મોર – મરઘર – મંદi | शमरसैक - सुधारसमाधुरै, रनुभवाख्यफलैरभयप्रदै । अहित दुःखहरं विभवप्रदं, सह जसिद्ध महं परिपूजये ॥ મંત્ર : ૐ $ ર્થી પરમપુજય પરમેશ્વરી – પરમાત્મને પરમેષ્ઠિને શ્રીમત્તે....(જે ભગવાન હોય તેમનું નામ) નિને રાય મહેમૂવાનોએંઢાય કુતિર્થ જ નામ સ્વાદા. બાદ ફળને હાથમાં લઈ સાથિયા પર ચઢાવવું. (૧) ચામરપૂજા : ચામર વીંઝે સુર મન રીઝે, વીંઝે થઈ ઉજમાળ ! ચામર પ્રભુ શિર ઢાળતાં, કરતાં પુણ્ય ઉદય થાય છે પરમાત્માની સન્મુખ ચામર વીંઝતાં વિચારવું કે, હે રાજરાજેશ્વર ! આ ચામર આપના ચરણમાં નમીને જેમ તરત જ પાછો ઊંચે જાય છે. તેમ આપના ચરણમાં લળી લળીને નમનારો હું પણ અવશ્ય ઊર્ધ્વગતિને પામીશ. પ્રભુજી ! પેલી સ્તવનપંક્તિ મને યાદ આવી જાય છે. - જિનજી ચામર કેરી હાર, ચલતી એમ કહે રે લોલ, માહરા નાથજી રે લોલ, જિનજી જે નમે અમ પરે તે ભવિ, ઊર્ધ્વગતિ લહે રે લોલ, માહરા નાથજી રે લોલ. (૨) દર્પણપૂજા : પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણપૂજા વિશાળ છે આત્મ દર્પણથી જુવે, દર્શન હોય તત્કાલ પરમાત્માની સન્મુખ દર્પણ ધરતાં વિચારવું કે, સ્વચ્છદર્શન ! હું જ્યારે દર્પણમાં નજર કરું છું ત્યારે જેવો છું તેવો તત્કાલ દેખાઉં છું. પ્રભુ! આપ પણ એકદમ નિર્મલ અને સ્વચ્છ અરીસા જેવા છો, જ્યારે આપની સામે જોઉં છું ત્યારે હું ભીતરથી જેવો છું તેવો દેખાઈ આવું છું. હે આદર્શ, તારી સામે જોયા પછી લાગે છે કે મારો આતમ સર્વત્ર કર્મના કર્દમથી ખરડાયેલો છે. તે વિમલદર્શન ! કૃપાનો એવો ધોધ વરસાવો કે જેના જલપ્રવાહમાં મારો કર્મકર્દમ ધોવાઈને સાફ થઈ જાય. પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના ૬ર શ્રુતસરિતા 2010_03 Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ! આપ જેવા આ દર્પણમાં દેખાઈ રહ્યા છો તેવા જ મારા દિલદર્પણમાં હરહંમેશાં દેખાતા રહેજો. પ્રભુ ! દર્પણ ધરીને મારું દર્પ-અભિમાન પણ હવે હું આપને અર્પણ કરી દઉં છું. નવ અંગે તિલક કરવાની મહત્તા અંગૂઠે તિલક કરતાં જલભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજંત, ઋષભ ચરણ અંગૂઠડે, દાયક ભવ જલ અંત. ઢીંચણે તિલક કરતાં જાનુબળે કાઉસગ્ગ રહ્યા, વિચર્યા દેશ-વિદેશ, ખડા ખડા કેવલ લહ્યા, પૂજો જાનુ નરેશ. - હાથના કાંડે તિલક કરતાં લોકાંતિક વચને કરી, વરસ્યાં વરસી દાન, કર કાંડે પ્રભુ પૂજના, પૂજો ભવી બહુમાન, ખભે તિલક કરતાં માન ગયું દો અંશથી, દેખી વીર્ય અનંત, - ભૂજા બળે ભવજળ તર્યા, પૂજા બંધ મહંત. શિર શિખા પર તિલક કરતાં સિદ્ધશિલા ગુણ ઊજળી, લોકાંતે ભગવંત, વસીયા તિણ કારણ ભવિ, શિર શિખા પૂજંત. લલાટે તિલક કરતાં તીર્થકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત, ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલતિલક જયવંત. કંઠે તિલક કરતાં સોળ પ્રહર પ્રભુ દેશના, કંઠ વિવર વર્તુળ, મધુરધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ. હૃદયે તિલક કરતાં હૃદય કમળ ઉપશમ બળે, બાળ્યાં રાગ ને દ્વેષ, હિમ દહે વન ખંડને, હૃદય તિલક સંતોષ. નાભિએ તિલક કરતાં રત્નત્રયી ગુણ ઊજળી, સકળ સુગુણ વિશ્રામ, નાભિકમળથી પૂજના, કરતાં અવિચળ ધામ. ઉપદેશક નવતત્ત્વના તેને અંગે નિણંદ પૂજો બહુવિધ રાગજા કહે શુભવીર મુણિંદ આ નવ અંગ સિવાય ક્યાંય તિલક-ટીલી કરી શકાય નહિ. શ્રુતસરિતા ૬૩ પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના 2010_03 Page #89 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ સાત પ્રકાર (૧) અંગ (૨) વસન (૩) મન (૪) ભૂમિકા (૫) પૂજોપકરણ સાર (૬) ન્યાયદ્રવ્ય (૭) વિધિશુદ્ધતા ૧. અંગશુદ્ધિ : માનવીયકાયા, મળમૂત્ર, પસીના, થૂંક, બલગમ અને ધૂળ આદિથી સદા ખરડાતી રહે છે, માટે પૂર્વે જણાવેલ સ્નાનવિધિથી તેને શુદ્ધ કર્યા બાદ જ પરમાત્માનો સ્પર્શ કરવો તે અંગશુદ્ધિ છે. (જયારે શરીરમાં ગૂમડાં વગેરે થતાં હોય અને તેમાંથી સતત પરુ-રસી વગેરે વહ્યાં કરતાં હોય ત્યારે જિનપૂજા ન કરવી. ડ્રેસીંગ કર્યા બાદ જો શુદ્ધિ રહેતી હોય તો કરવામાં બાધ નથી.) ર. વસ્ત્રશુદ્ધિ : વસ્ત્ર અને વિચારને ગાઢ સંબંધ છે; માટે જ કહેવાય છે જેવો વેશ તેવી વૃત્તિ. વિકારી વેશ વિકાર પેદા કરે છે, મિલન વેશ મનમાં પણ મલિનતા પેદા કરે છે. તેવી રીતે શુદ્ધ નિર્વિકારી વેશ પણ મનની શુદ્ધિ કરવામાં કારણ બને છે. માટે પૂજાનાં વસ્ત્રો શાસ્ત્રોમાં જણાવ્યા મુજબના ઉદ્ભવલ અને શુદ્ધ વાપરવાં, વાપર્યા બાદ રોજ તેને ધોવાં જરૂરી છે. ૩. મનશુદ્ધિ : પરમાત્માની પૂજા કરતી વેળાએ મનને પણ શુદ્ધ રાખવું જોઈએ એટલે કે મનને મલિન કરનારા દુષ્ટ વિચારોનો સદંતર ત્યાગ કરવો. બધી જ સામગ્રી શુદ્ધ હોવા છતાં જો મન મલિન રહેશે તો બધું યે વ્યર્થ જશે. ૪. ભૂમિશુદ્ધિ : જે ધરતી પર જિનાલયનું નિર્માણ કરવાનું હોય તે ભૂમિને પાતાલ સુધી શુદ્ધ કરી તેમાં પડેલાં કોલસા, હાડકાં, કલેવર વગેરે તત્ત્વોને દૂર કરવાં. તે પછી જ જિનમંદિર બાંધવું. ચૈત્યવંદનાદિ વિધિ કરતાં જિનમંદિરમાં કચરો વગેરે અશુદ્ધિ પડી હોય તેને દૂર કરવી. ઉપકરણશુદ્ધિ : પરમાત્માની પૂજામાં ઉપયોગમાં આવતાં તમામ ઉપકરણો સોના, ચાંદી જેવી ઉત્તમ ધાતુમાંથી બનાવવાં તેમ જ ઉપયોગમાં લેતાં પહેલાં તેને સારી રીતે સાફ કરવાં. અંગલૂછણાં વગેરે જાડા માદરપાટ વગેરેનાં ન વાપરતાં કોમળ-ઉત્તમ વસ્ત્રમાંથી બનાવેલાં વાપરવાં. ૫. . to. દ્રવ્યશુદ્ધિ : પરમાત્માની પૂજામાં વપરાતી સામગ્રી ખરીદવામાં તેમ જ અભિષેક આદિની ઉછામણીમાં ન્યાય-નીતિપૂર્વક મેળવેલું ધન વાપરવું. તેમ કરવાથી ભાવોલ્લાસ વધુ જાગે છે અને અગણિત લાભ તે શુદ્ઘ દ્રવ્યના ઉપયોગ દ્વારા મળે છે. વિધિશુદ્ધિ : પરમાત્માની પૂજાની તથા ચૈત્યવંદન વગેરેની વિધિ શુદ્ધ રીતે કરવી. કયાંય પ્રમાદ, અવિધિ, આશાતના વિગેરે દોષોને પેસવા દેવા નહિ. શ્રી જિનપૂજામાં દાનાદિ અને વ્રતાદિ ધર્મોની આરાધના દાનધર્મ - શ્રી જિનેશ્વરદેવ એ રત્નપાત્ર છે. શ્રી જિન પૂજન માટે અક્ષત, ફળ અને નૈવેદ્ય આદિ ઉત્તમ દ્રવ્યોનો ઉપયોગ કરનાર પોતાનાં દ્રવ્યો વડે રત્નપાત્રની ભક્તિ કરે છે, તેથી તેને દાનધર્મની સર્વોત્તમ આરાધના થાય છે. શીલધર્મ - પાંચે ઇંદ્રિયોને વશમાં રાખવી તે શીલધર્મ છે. શ્રી જિનપૂજામાં જેટલો કાળ જાય છે, તેટલો કાળ ઇંદ્રિયો સંવરભાવને પ્રાપ્ત કરે છે. પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના 2010_03 ૬૪ શ્રુતસરિતા Page #90 -------------------------------------------------------------------------- ________________ તપધર્મ - શ્રી જિનેશ્વરદેવના પૂજનકાળમાં ચાર પ્રકારના આહારનો ત્યાગ થાય છે, તેથી બાહ્ય તપ થાય છે અને શ્રી જિનેશ્વરદેવની પૂજાથી વિનય, વૈયાવચ્ચ, ધ્યાન આદિ થાય છે, તેથી અત્યંતર તપ પણ સધાય છે. ભાવધર્મ - શુભ ભાવ વિના સંસારના કાર્યોને છોડી શ્રી જિનપૂજામાં સમય ગાળી શકાતો નથી. માટે શ્રી જિનપૂજામાં પ્રવર્તનારને શુભ ભાવ અવશ્ય હોય છે. શ્રી જિનપૂજા વખતે શ્રી જિનેશ્વરદેવોના પાંચે કલ્યાણકો, જન્માવસ્થા, છર્મસ્થાવસ્થા અને કેવળી અવસ્થા વગેરેની પણ ભાવના કરવાની હોય છે, તેથી ભાવધર્મ પણ અવશ્ય સધાય છે. અહિંસાધર્મ - શ્રી જિનપૂજા વખતે શ્રી જિનપૂજાના વ્યાપાર સિવાયની સર્વક્રિયાનો ત્યાગ થાય છે, તેથી સંસારનાં કાર્યો સંબંધી થતી સર્વ હિંસાનો તેટલા વખત માટે ત્યાગ થતો હોવાથી અહિંસાધર્મ પણ સધાય છે. સત્યધર્મ - શ્રી જિનપૂજનના કાળમાં અસત્ય બોલવાનું હોતું નથી માટે સત્યધર્મ પણ સધાય છે. અસ્તેયધર્મ - શ્રી જિનપૂજન વખતે ચોરી કરવાની હોતી નથી અને શ્રી જિનપૂજન માટે પણ ચોરી આદિ કરવાનો નિષેધ છે, તેથી અસ્તેય ધર્મની આરાધના થાય છે. બ્રહ્મચર્યધર્મ - શ્રી જિનપૂજનના કાળમાં મન, વચન, કાયાથી શુદ્ધ શીલનું પાલન થાય છે અને સ્વસ્ત્રી સંબંધી વિકાર હોતો નથી, તેથી બ્રહ્મચર્યધર્મ પણ સધાય છે. અપરિગ્રહધર્મ - શ્રી જિનપૂજન માટે મંદિરમાં પ્રવેશ કરતી વખતે જ “નિસીહિ' કહીને પ્રવેશ કરવાનો હોય છે, તેથી તેટલા વખત માટે સંસારના આરંભ, પરિગ્રહનાં સર્વકાર્યોનો નિષેધ થવાથી અપરિગ્રહધર્મ પણ સધાય છે. ફલશ્રુતિ (શ્રી જિનપૂજાથી આઠે કર્મનો ક્ષય) જ્ઞાનાવરણીયકર્મ - ચૈત્યવંદન, સ્તુતિ અને સ્તોત્રાદિવડે શ્રી જિનગુણનું જ્ઞાન થવાથી જ્ઞાનાવરણીય કર્મ નાશ પામે છે. દર્શનાવરણીયકર્મ - શ્રી જિનમૂર્તિનાં દર્શનાદિ કરવાથી નેત્રોનું સાફલ્ય થવા સાથે દર્શનાવરણીય કર્મ નાશ પામે છે. વેદનીયકર્મ - જીવયતના અને જીવદયાની ભાવનાપૂર્વક શ્રી જિનપૂજા થતી હોવાથી અશાતા વેદનીય આદિ કર્મનો ક્ષય થાય છે. મોહનીયકર્મ - શ્રી અરિહંત પરમાત્માના ગુણના સ્મરણથી દર્શનમોહનીય અને શ્રી સિદ્ધ પરમાત્માના ગુણના સ્મરણથી ચારિત્રમોહનીય કર્મ નાશ પામે છે. - આયુષ્યકર્મ - અક્ષયસ્થિતિને વરેલા શ્રી જિનેશ્વરદેવના પૂજનના શુભ અધ્યવસાયથી ચારે ગતિના આયુષ્ય કર્મનો છેદ થાય છે. નામકર્મ - શ્રી જિનેશ્વરદેવના નામસ્મરણ આદિથી સંસારમાં વિચિત્ર પ્રકારના નામ અને આકાર અપાવનાર નામ કર્મનો નાશ થાય છે. શ્રુતસરિતા ૬૫ પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના 2010_03 Page #91 -------------------------------------------------------------------------- ________________ ગોત્રકર્મ શ્રી જિનેશ્વરદેવને વંદનાદિ કરવાથી નીચ ગોત્ર કર્મનો ક્ષય થાય છે. અંતરાયકર્મ - શ્રી જિનપૂજામાં શક્તિ, સમય તથા દ્રવ્યાદિનો સદુપયોગ થવાથી દાનાંતરાય આદિ પાંચે પ્રકારના અંતરાય કર્મનો ક્ષય થાય છે. - શ્રી જિનપૂજનમાં થતા ઉપરોક્ત લાભોનું અહીં માત્ર સામાન્ય વર્ણન કર્યું છે. ભાવવૃદ્ધિથી લાભની વૃદ્ધિ સમજી લેવાની છે. કોઈ આત્મા દુષ્ટ અધ્યવસાયથી પણ શ્રી જિનેશ્વરની પૂજા કરે તો તેને લાભના બદલે હાનિ પણ થાય, એ વાત સમજી શકાય તેવી છે, પરંતુ દુષ્ટ અધ્યવસાયથી પૂજા કરનારા હોય છે, તેથી શુભ અધ્યવસાયથી પૂજા કરનારા કોઈ હોતા નથી એમ માની લેવાનું નથી, બલ્કે શ્રી જિનપૂજા કરનાર મોટે ભાગે શુભ અધ્યવસાયવાળા જ હોય છે અને જે કોઈ દુષ્ટ અધ્યવસાયવાળા હોય છે, તેને પણ નિરંતર શ્રી જિનપૂજા કરવાથી સુધરવાનો યોગ પ્રાપ્ત થાય છે. ભાવશુદ્ધિપૂર્વક શ્રી જિનપૂજન થાય એ માટે જરૂરી જ્ઞાન તથા સમજ આપવા, શાસ્ત્રકારો તથા સદ્ગુરુઓ નિરંતર પ્રયાસ કરે છે. તેનો લાભ લઈ શ્રી જિનપૂજનમાં પ્રવૃત્ત થનાર આત્માને ઉપરોકત સર્વ પ્રકારના લાભો અવશ્ય પ્રાપ્ત થાય છે. ભાગ્યશાળીઓ ! જિનપૂજા એટલે ? ૧. જિનપૂજા એટલે પૂજકમાંથી પૂજ્ય બનવાનો ઉપાય. ૨. જિનપૂજા એટલે ભગવાનની વીતરાગતાનું અનુમોદન. ૩. જિનપૂજા એટલે ભગવાનના અનંત ઉપકારો પ્રત્યે કૃતજ્ઞતા બતાવવાનું સાધન. ૪. જિનપૂજા એટલે વિવિધ સત્કાર્યોની પ્રેરણા લેવાની પરખ. ૫. જિનપૂજા એટલે મારે પણ જિન થવું છે એવી પ્રેરણા લેવાની પરખ. ૬. જિનપૂજા એટલે શુદ્ધ આત્મસ્વરૂપનું ઉદ્ઘાટન કરવાની ચાવી. ૭. જિનપૂજા એટલે ધનનો સદુપયોગ કરવાનું પુણ્યક્ષેત્ર. ૮. જિનપૂજા એટલે સદ્ગતિની ચાવી. ૯. જિનપૂજા એટલે સુખ-સોભાગ્યની ચાવી. ૧૦. જિનપૂજા એટલે દુઃખ-દારિદ્રય-દુર્ભાગ્યરૂપી ઘડાનો ચૂરો કરનાર મુદ્ગર. ૧૧. જિનપૂજા એટલે દુર્ગતિના દ્વાર બંધ કરવાનું સ્પેશિયલ તાળું. ૧૨. જિનપૂજા એટલે શીલસુંદરીનો હસ્તમેળાપ કરવાની ખાસ ચાવી. ૧૩. જિનપૂજા એટલે શ્રાવકનું નિત્ય કર્તવ્ય. આવી અનંત ગુણવાળી જિનપૂજા આપણે કરીએ !!! શ્રી જિનપૂજાથી થતા સાત ફાયદા ૧. તીર્થંકર દેવોની પૂજા સંસારરૂપ સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓ માટે સ્ટીમર સમાન છે. ર. શિવનગરીનો માર્ગ બતાવે છે. ૩. ગમે તેવા દરિદ્રરૂપી પર્વતનો ચૂરો કરવા વજ્ર સમાન છે. ૪. દેવના અને મનુષ્યના વૈભવની પ્રાપ્તિ માટે કલ્પવૃક્ષ સમાન છે. ૫. દુઃખરૂપી અગ્નિને બુઝવવા પાણી સમાન છે. ૬. સકલ સુખ, સુંદર રૂપ અને સૌભાગ્ય અર્પણ કરે છે. ૭. ત્રણ જગતનું સામ્રાજ્ય આપવામાં ઉદાર છે. માટે જ જિનેશ્વરદેવની પૂજા કદી ચૂકવી નહિ. પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના 2010_03 ૬ શ્રુતસરિતા Page #92 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાન દશામાંથી જ્ઞાન દશા લાવવા માટે, સંસારનો અનેક આકર્ષણોમાંથી મનને નિવૃત્ત કરવા સંસારતારકના સૌમ્ય સ્વરૂપમાં મનની તમામ વૃત્તિઓને સ્થિર કરવા, મૂર્તિપૂજા સિવાય બીજો કોઈ ઉત્તમમાર્ગ છે જ નહિ !!! દેરાસર જવાનું ફળ संपत्तो जिणभवणे पावइ छम्मासिअं फलं पुरिसो । संवच्छरिअं तु फलं दारदेसटिठओ लहइ ॥ અર્થ : શ્રી જિનભવનને પ્રાપ્ત થયેલો પુરુષ છ માસના ઉપવાસના ફળને પામે છે અને દ્વાર દેશે (ગભારા પાસે) પહોંચેલો પુરુષ બાર મહિનાના ઉપવાસના ફળને પામે છે. વળી, पयाहियेण पावइ वरिस सयं फलं तओ जिणे महिए । पावइ वरिस सहस्सं, अनंत पुण्णं जिणे थुनिए || અર્થ : પ્રદક્ષિણા દેવાથી સો વર્ષના ઉપવાસના ફળને પામે છે. શ્રી જિનેશ્વર દેવની પૂજા કરવાથી હજાર વર્ષના ઉપવાસના ફળને પામે છે અને શ્રી જિનેશ્વર દેવની સ્તુતિ કરવાથી જીવ અનંત પુણ્યને ઉપાર્જન કરે છે. પ્રભુની પૂજાના પાંચ પ્રકાર : पुष्पाद्यच तदाज्ञा च द्रव्य परि रक्षणम् । उत्सवा तीर्थयात्रा य, भक्ति एव विधानम् ॥ (૧) ચંદન-પુષ્પાદિ પૂજા (૨) પ્રભુની આજ્ઞાનું પાલન (૩) દેવદ્રવ્ય રક્ષણ (૪) ઉત્સવો-મહોત્સવો (૫) તીર્થયાત્રા - એ પાંચ પ્રકારની ભક્તિ છે. મોક્ષ-માર્ગ જીવના પરસ્પર સંબંધનું જ્ઞાન, તે જ્ઞાનપૂર્વક સાચો સ્નેહ અને તે સ્નેહપૂર્વક સાચો આચાર એ રત્નત્રયી છે. એવી રીતે અજીવ તત્ત્વનું જ્ઞાન, જીવતત્ત્વ સાથેના એના સંબંધનું જ્ઞાન અને એ જ્ઞાન મુજબ અજીવ તત્ત્વ પ્રત્યે ઔદાસીન્ય, એ ઔદાસીન્યપૂર્વક અજીવ તત્ત્વ સાથેનું ઉચિત આચરણ એ પણ રત્નત્રયીનો બીજો પ્રકાર છે. એ બંને પ્રકાર મળીને મોક્ષમાર્ગ બને છે. શ્રુતસરિતા Jain Eğucation International 2010_03 ૬૭ પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના Page #93 -------------------------------------------------------------------------- ________________ સૂત્રો અને રચયિતા શ્રી જિન પ્રતિમાની પૂજા-ભક્તિ હાલમાં શ્રદ્ધાળુ શ્રાવક વર્ગ તરફથી કરવામાં આવે છે તે માટે તથા પૂજા વખતે શ્રી જિનની પિંડસ્થાદિ ત્રણે અવસ્થાઓનું આરોપણ કરવામાં આવે છે, તે માટે સેંકડો સૂત્રોનો આધાર છે. જેમાંના કેટલાંક નામો નીચે પ્રસ્તુત છે. એ સૂત્રો તથા તેના રચયિતાઓની પ્રમાણિકતા બાબતમાં કોઈનો ય બે મત નથી. (૧) શ્રી તત્ત્વાર્થ સૂત્રના કર્તા તથા બીજા પાંચસો પ્રકરણોના રચયિતા દશ પૂર્વધર વાચકશેખર શ્રી - ઉમાસ્વાતિ મહારાજ વિરચિત પૂજા પ્રકરણ.” (૨) ચૌદ પૂર્વધર શ્રી વીર પરમાત્માના છઠ્ઠા પટ્ટધર શ્રી ભદ્રબાહુસ્વામી કૃત ‘આવશ્યક નિર્યુક્તિ.” (૩) દશ પૂર્વધર શ્રી વજસ્વામી કૃત પ્રતિષ્ઠા કલ્પ.” (૪) પાદલિપ્તાચાર્ય કૃત પ્રતિષ્ઠા કલ્પ.” શ્રી બપ્પભટ્ટ સૂરિ કૃત પ્રતિષ્ઠા કલ્પ.” (૬) ચૌદસો ચૂંવાળીસ ગ્રંથોના કર્તા શ્રી હરિભદ્રસૂરિ કૃત ‘પૂજા પંચાશક.” (૭) એ જ મહાપુરુષે રચેલ “શ્રી ષોડશક.” (૮) એ જ મહાપુરુષે રચેલ “શ્રી લલિતવિસ્તરા.” (૯) એ જ મહાપુરુષ કૃત “શ્રાવક પ્રજ્ઞપ્તિ.” (૧૦) શ્રી શાલિભદ્રસૂરિ કૃત “ચૈત્યવંદન ભાષ્ય.” (૧૧) શ્રી શાન્તિસૂરિ કૃત “ચૈત્યવંદન બુદ ભાષ્ય.” (૧૨) શ્રી દેવેન્દ્ર સૂરિ કૃત “લઘુ ચૈત્યવંદન ભાષ્ય.” (૧૩) શ્રી ધર્મઘોષ સૂરિ કૃત “શ્રી સંઘાચાર વૃત્તિ.' (૧૪) શ્રી સંઘદાસ ગણિ કૃત “વ્યવહાર ભાષ્ય.” (૧૫) શ્રી બૃહત્કલ્પ ભાષ્ય અને તેની શ્રી મલયગિરિ સૂરિકૃતિ “વૃત્તિ.' (૧૬) શ્રી મહાવીર પ્રભુજીના હસ્તે દિક્ષીત, અવધિજ્ઞાની શ્રી ધર્મદાસ ગણિ કૃત ‘ઉપદેશમાલા.” (૧૭) જેમના વિદ્વત્તાભર્યા ગ્રંથોથી વર્તમાન વિશ્વ પણ ચકિત થઈ રહેલ છે તે કલિકાલસર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્ય ભગવંત કૃત “શ્રી યોગશાસ્ત્ર.” (૧૮) તેમણે જ રચેલ “શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર.” (૧૯) પૂર્વધર વિરચિત “શ્રી પ્રથમાનુયોગ.” (૨૦) પૂર્વધર શ્રી ચિરંતનસૂરિ કૃત “શ્રી શ્રાદ્ધદિન કૃત્ય સૂત્ર.” (૨૧) શ્રી વર્ધમાન સૂરિ કૃત “શ્રી આચાર દિનકર.” (૨૨) શ્રી રત્નશેખર સૂરિ કૃત “શ્રી શ્રાદ્ધવિધિ.” (૨૩) તેમણે જ રચેલ “શ્રી આચાર પ્રદીપ.” (૨૪) શ્રી ક્ક સૂરિ કૃત “શ્રી નવપદ પ્રકરણ.” પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના ૬૮ શ્રુતસરિતા 2010_03 Page #94 -------------------------------------------------------------------------- ________________ (૨૫) શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કૃત “શ્રી વિશેષાવશ્યક મહાભાષ્ય.” (૨૬) માલધારી શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત “મહાભાષ્ય વૃત્તિ.” (૨૭) તેઓશ્રીએ જ રચેલ “પુષ્પમાલા.” (૨૮) શ્રી અભયદેવ સૂરિ કૃતિ “પંચાશક વૃત્તિ.” (૨૯) શ્રી દેવસુંદર સૂરિ કૃત “સમાચારી પ્રકરણ (૩૦) શ્રી સોમસુંદર સૂરિ કૃત “સમાચારી પ્રકરણ” (૩૧) શ્રી જિનપતિ સૂરિ કૃત “સમાચારી પ્રકરણ” (૩૨) શ્રી અભયદેવ સૂરિ કૃત “સમાચાર પ્રકરણ (૩૩) શ્રી જિનપ્રભ સૂરિ કૃત સમાચાર પ્રકરણ” નવ પ્રકારની નવધા ભક્તિ ૧. શ્રવણ પ્રભુનું નામ, ગુણો, ગુણગાન ગાવા અને સાંભળવા - પ્રથમ પ્રીતિ, પછી શ્રદ્ધા અને પછી ભક્તિ. ૨. કીર્તન સાંસારિક બાબતોમાંથી મન કાઢી સ્તવન, સજઝાય, ભાવના સાંભળી તલ્લીન થવું. પ્રભુના બાહ્ય-અત્યંત ગુણોના સ્તવન-વર્ણન કીર્તનમાં આવે છે. દિવસની પૂજામાં અને રાત્રિની ભાવનામાં તલ્લીનતાનો આનંદપૂર્વકનો અનુભવ. ૩. સ્મરણ પ્રભુનું નિત્ય સ્મરણ સર્વ દુઃખો ભૂલી જવાનો કીમિયો-સ્મરણ એ ચિંતન ધ્યાનનું પ્રથમ પગથિયું છે - નવકારવાળીના જાપ એ નિત્ય સ્મરણ-જાપ જપાય એટલે સ્નેહ બંધાય. ૪. વંદન વંદનથી અહંકાર તૂટે, લઘુતા અનુભવાય અને આદર, નમ્રતા, વિનય, વિવેક જીવનમાં આવે કે જે ગુણો આધ્યાત્મિક પ્રગતિ માટે સાધનરૂપ છે. ૫. પૂજન પ્રભુના ચરણની સેવા-અષ્ટ પ્રકારી પૂજા-પ્રભુની નજીક જવાય-બહુમાન પ્રીતિ. ૬. અર્ચન અંગ પૂજા - અગ્ર પૂજા-અષ્ટ પ્રકારી-સત્તર ભેદી-૨૧ પ્રકારી-સેવા પૂજા-દ્રવ્ય પૂજા રૂપી સાધન વડે “ભાવસાધ્યને સિદ્ધ કરવાનું અમોધ સાધન. ૭. દાસ્યભાવ પ્રભુના દાસ થવા વડે તેઓના પ્રરૂપેલા માર્ગે ચાલવાની ગતિ પ્રાપ્ત થાય “તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી.” ૮. મૈત્રીભાવ પરસ્પર મિત્ર ભાવ - પરસ્પર પ્રીતિ ભાવ “ઋષભ નિણંદશું પ્રીતડી, કિમ કીજે હો ચતુર વિચાર; બાળપણે આપણ સસ્નેહી, પ્યારા રમતા નવ નવે વેશે.” (૧) કૃષ્ણ-સુદામા -દ્વારિદ્ર દૂર થાય, ભેદભાવ નષ્ટ થાય અને સમભાવ આવે. (૨) શ્રી હેમચંદ્રાચાર્ય, કુમારપાળ-વસ્તુપાળ-તેજપાળ-સમર્પણભાવ શ્રુતસરિતા ૬૯ પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના 2010_03 Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯. આત્મનિવેદન રત્નાકર પચ્ચીશી-નિખાલસ ભાવ વડે વેદન નવધા ભક્તિના આલંબન ભેદ શ્રવણ-કીર્તન-સ્મરણ - “અક્ષરના આલંબનથી પ્રભુભક્તિ વંદન-પૂજન-અર્ચન - “આકૃતિ'ના આલંબનથી પ્રભુભકિત દાસ્ય-મૈત્રી-આત્મનિવેદન - “નિરાલંબન' ધ્યાનથી પ્રભુભક્તિ. શ્રી જિનેશ્વર દેવની દ્રવ્ય અને ભાવથી ઉભય પ્રકારે પૂજા આપણા દૂષિત આત્માનું શોધન કરનારી, પ્રશસ્ત અધ્યવસાયોની વૃદ્ધિ કરનારી અને સર્વ દુઃખોમાંથી સદાને માટે આપણને મુક્ત કરનારી બની રહે. ભાવપૂજા યુક્ત (ચૈત્યવંદન વિધિ અંગે) શ્રી જૈનદર્શનમાં દેવતત્ત્વ, ગુરૂતત્ત્વ અને ધર્મતત્ત્વ એ ત્રણ તત્ત્વ પ્રસિદ્ધ છે. આ ત્રણ તત્ત્વને આદરપૂર્વક આરાધવાના વિધિવિધાનો શાસ્ત્રોમાં આલેખવામાં આવ્યા છે. દેવતત્ત્વને ચૈત્યવંદન આદિ ક્રિયાઓ વડે, જુદી જુદી ભૂમિકાએ રહીને આત્મવિકાસની સાધના કરી રહેલા ગુરુતત્ત્વને વંદન વડે અને ધર્મતત્ત્વને પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ) વડે આરાધવાનો નિર્દેશ છે. શ્રી અરિહંત પ્રભુની પૂજા, પૂજન, વંદન, આરાધના કે ઉપાસના બે પ્રકારે થાય છે. તેમાં સુગંધી પદાર્થો, ચૂર્ણો, પુષ્પો આદિ દ્રવ્યો વડે થતી પૂજાને દ્રવ્ય-પૂજન કહેવાય છે. વિનય, ભક્તિ, સન્માન, સત્કાર, સમર્પણ, શ્રદ્ધા, ચૈત્યવંદન આદિ ભાવોને ભાવ-પૂજન કહેવાય છે. પરમ ઉપકારી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજાએ પોતાના અનેકાર્થસંગ્રહ' માં ચૈત્ય' શબ્દના આ પ્રમાણે અર્થ કર્યો છે : चैत्यं जिनौकस्तद विंबं, चैत्यो जिनसमातरुः । અર્થ ચેત્ય એટલે (૧) જિનમંદિર (૨) જિનપ્રતિમા (૩) જિનરાજની સભાનું ચોતરાબંધ વૃક્ષ (સમવસરણ). અનેક અર્થો પૈકીનો બીજો અર્થ એ પણ થાય છે કે ચિત્ત એટલે અંતઃકરણ, અંતઃકરણનો ભાવ અથવા અંતઃકરણની ક્રિયા. શ્રી અરિહંત પરમાત્માની પ્રતિમા અંતઃકરણની ચેતનામાં ચૈતન્ય પ્રગટાવી સમાધિને પેદા કરનારી હોવાથી પ્રતિમાને પણ “ચૈત્ય કહી શકાય છે. દેહના વિવિધ અંગો અને અવયવોનો વિશેષ સંયોગ વડે વિવિધ પ્રકારની આકૃતિ એટલે કે મુદ્રા થાય છે. ચૈત્યવંદનમાં ત્રણ મુદ્રાનો આવિર્ભાવ થાય છે. (૧) યોગમુદ્રા માંહમાંહે (પરસ્પર) હાથની દસ આંગળીઓ આંતરી, કમળના ડોડાના આકારે બંને હાથો રાખી, પેટ ઉપર કોણીઓ સ્થાપવી. (૨) જિનમુદ્રા પગના આગળના ભાગમાં ચાર અંગુલ જેટલા પહોળા અને પાછળના એડીના ભાગમાં ચાર અંગુલથી કંઈક ઓછા અંતર રાખી પહોળા બે પગ ઊભા રાખી કાયોત્સર્ગ (કાઉસગ્ગ) કરવાથી જે મુદ્રા થાય તે. 'પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના શ્રુતસરિતા ૭૦ 2010 03 Page #96 -------------------------------------------------------------------------- ________________ (૩) મુક્તાણુક્તિ મુક્તા એટલે મોતી; શુક્તિ એટલે તેનું ઉત્પત્તિસ્થાન રૂપ છીપ. તેના આકારની મુદ્રા. આ મુદ્રામાં બંને હથેળીઓને સમ એટલે અંગુલિઓને પરસ્પર આંતરિક કર્યા વિના રાખવાની હોય છે. તે સમસ્થિતિમાં રાખેલી બંને ય હથેળીને ગર્ભિત રાખવી એટલે કે અંદરથી પોલાણવાળી રાખવી. બહારથી કાચબાની પીઠને પેઠે ઊંચી રહેવી જોઈએ. આ પ્રમાણે, બે હાથ મોતીની છીપના આકારે બને છે. આવી મુદ્રા સાથે બંને હાથ કપાળની સન્મુખ સામા ઊંચા રાખતાં આ મુદ્રા બને છે. મુદ્રા (૧) યોગમુદ્રા (૨) મુક્તાશુક્તિ (૩) જિનમુદ્રા સૂત્ર પંચાંગ પ્રણિપાત, શ્રુતસરિતા . 2010_03 ઈરિયાવહિયં લોગસ્સ, ચૈત્યવંદન જાવંતિ ચેઈઆઈ, જાવંત કે વિ સાહૂં, જય વીયરાય (આભવમખંડા સુધી) અરિહંત ચેઈયાણું, કાઉસગ્ગ, થોય. હેતુ શ્રી જિનેશ્વર ભગવંતના ગુણોમાં તલ્લીનતા અનુભવવા સારું ઘાતી કર્મો (પાપ કર્મો)ના ક્ષયોપશમ રૂપ ભવનિર્વેદ આદિ વસ્તુઓની માગણી પૂર્વકની પ્રાર્થના માગણીપૂર્વકની પ્રાર્થના શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણ, અને અનુપ્રેક્ષાપૂર્વક ચઢિયાતા શુભ ભાવોની પ્રાપ્તિ સારું. ચૈત્યવંદન વિધિનું કારણ અને પ્રત્યક્ષ-પરોક્ષ ફળ : ચૈત્યવંદન કરવાથી આત્મામાં ઊંચા શુભ અધ્યવસાય (શુભ ભાવ) જાગે છે. આમ તો, પહેલેથી જ વિષય-તૃષ્ણામય, ક્રોધાદિ-કષાયમય, જડ-મૂર્છામય, અશુભ રાગ-દ્વેષમય ઇત્યાદિ વિચાર-વલણવૃત્તિ-વર્તન વગેરે આત્મામાં રહેતાં હતાં, કે જેને અશુભ પરિણતિ કહેવાય. ચૈત્યવંદનથી એના બદલે શુભ ભાવ જાગે છે, વિચાર-વલણ-વૃત્તિ અને વર્તન બદલાય છે. ચૈત્યવંદન વીતરાગ પરમાત્માની સ્તવન સ્વરૂપ ક્રિયા હોઈ, તેઓની દેવાધિદેવ વીતરાગ તરીકેની માન્યતા, તરણતારણ તરીકેની શ્રદ્ધા ઉપરાંત તેઓના ગુણગાન અને તેઓની સમક્ષ કલ્યાણની પ્રાર્થના વગેરે થાય છે. ચૈત્યવંદનની વિધિની પૂર્વ શરત એ છે કે ચૈત્યવંદન દરમિયાન ચિત્તને પ્રગટ ઉપયોગમાં રાખવું પડે, સાવધાન રાખવું પડે, આત્મોપયોગી સાધન તરફ દૃષ્ટિ ઠેરવવી પડે, સૂત્રના ઉચ્ચારની સાથે સાથે અર્થનું અનુસંધાન કરવું પડે. આ પ્રશસ્ત ક્રિયામાં આત્માની જાગૃતિ અને પૂર્ણ ઉપયોગ વડે જ આ ક્રિયા પાપકર્મનો ક્ષય અને પરિણામે પુણ્યકર્મનો અનુબંધ કરાવનારી બને છે. માટે તો શાસ્ત્ર કહે છે ‘ઉપયોગે ધર્મ, ક્રિયાએ કર્મ અને પરિણામે બંધ.’ ૭૧ પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના Page #97 -------------------------------------------------------------------------- ________________ તાત્પર્ય એ છે કે ચૈત્યવંદન એ ભાવવંદન હોઈ, ભાવવંદનના નીચે દર્શાવેલ પાંચ લક્ષણોની લાક્ષણિકતા હોવી જોઈએ. (૧) ક્રિયાનો સતત ઉપયોગ, લક્ષ્ય કે સાવધાની. (૨) સ્તુતિ, સ્તોત્ર કે સૂત્રનો ઉચ્ચાર કરતાં તેના વિષયની અને અર્થની સતત વિચારણા. (૩) આરાધ્ય શ્રી અરિહંતદેવ પ્રત્યે બહુમાન. (૪) ચૈત્યવંદનની ક્રિયા કરવાની તક મળ્યા બદલ હૃદયમાં આનંદની લાગણી. (૫) ભવભ્રમણનો નિર્વેદ કે ભય. આમ, ચૈત્યવંદનથી જાગેલા શુભ ભાવ કર્મનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ કરે છે, કે જેના વડે આત્મા લઘુકર્મી બને છે; અને ક્રમે કરીને નિર્મળ બનતાં બનતાં મોક્ષની નિકટ પહોચે છે. શ્રી જિનેશ્વર દેવ એ સર્વોત્તમ વિશ્વપુરુષ છે. તેઓની પ્રતિમા એ તેઓની પ્રતિકૃતિ છે, આકૃતિ છે. માટે, તેઓની પ્રતિમાના દર્શનથી અને વિધિપૂર્વક વંદનથી શ્રી જિનેશ્વર ભગવંતના અનેક ગુણોના સઘન સ્વરૂપની, એક જ સમયે અને એક જ સ્થળે, પ્રાપ્તિનો ધન્ય અવસર ચૈત્યવંદન વડે સાંપડે છે. શ્રી જિનેશ્વરના ગુણોનું ચૈત્યવંદન દ્વારા રટણ અને સ્મરણ કરવાથી તે તે ગુણોની પ્રાપ્તિ માટેની અદમ્ય ઝંખના આપણામાં જાગે છે, ઉત્સાહ વધે છે, ચિત્તમાં પ્રસન્નતા પ્રકટે છે અને તે માટે જોઈતું આધ્યાત્મિક પુરુષાર્થનું બળ એકત્રિત થાય છે. સમર્થ શાસ્ત્રકાર મહર્ષિ આચાર્યદેવેશ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી યથાર્થ ફરમાવે છે : चैत्यवन्द नतः सम्यक् , शुभ भाव प्रजायते । तस्मात् कर्मक्षयः सर्वं, ततः कल्याणमश्नुते ।। અર્થ : ચૈત્ય એટલે શ્રી જિનમંદિર અથવા શ્રી જિનપ્રતિમાને સારી રીતે વિધિપૂર્વક વંદન કરવાથી પ્રકૃષ્ટ શુભભાવ પેદા થાય છે. શુભભાવથી કર્મનો ક્ષય થાય છે અને કર્મના ક્ષયથી સર્વના કલ્યાણની પ્રાપ્તિ થાય છે. ચૈત્યવંદનની વિધિ અન્ય ગ્રંથમાંથી કંઠસ્થ કરવી જરૂરી છે. તીર્થકર ભગવાનનું સમવસરણ તીર્થકર ભગવાનને જ્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તીર્થકર નામકર્મનો ઉદય થાય છે. તેઓ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના તીર્થની સ્થાપના કરે છે અને ધર્મદેશના આપે છે. દેશનાના સમયે દેવો દૈવિક શક્તિથી વૈક્રિય પુદ્ગલો દ્વારા ત્રણ ગઢના સમવસરણની રચના કરે છે. સમવસરણ એટલે પ્રવચન મંડપ. સમવસરણમાં ધર્મલાભ લેવા આવનાર : અઘોલોકના રહેવાશી ભુવનપતિ દેવો અને દેવીઓ આવે છે. મધ્યલોકમાંથી સાધુઓ, સાધ્વીઓ, પુરુષો, સ્ત્રીઓ, બધી જાતિના તિર્યંચો, વ્યંતર દેવ, વ્યંતર દેવીઓ, જ્યોતિષ્ક દેવ અને જ્યોતિષિક દેવીઓ આવે છે. ઉદ્ગલોકમાંથી વૈમાનિક દેવ અને દેવીઓ આવે છે. પ્રભુના સમવસરણમાં કોઈને પ્રતિબંધ નથી, કોઈ જાતની વિકથા નથી, વિરોધીઓને પણ પરસ્પર વૈર નથી તેમ કોઈને એક પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના ૭૨ શ્રુતસરિતા 2010_03 Page #98 -------------------------------------------------------------------------- ________________ બીજાનો ભય નથી. સમવસરણની ભૂમિ : વાયુકુમાર દેવતાઓ એક યોજન (૮ માઈલ) ક્ષેત્ર ભૂમિમાંથી કાંકરા વગેરે દૂર કરે છે. મેઘકુમાર દેવતાઓ તમામ રજને શાંત કરે એવી સુગંધી જળની વૃષ્ટિ કરે છે. તે ઉપર બીજા વ્યંતર દેવતાઓ સુવર્ણ રત્નોની શિલાઓથી ઘણી સુંદર રીતે ભૂમિનું તળ બાંધે છે. તેના ઉપર ઋતુની અધિષ્ઠાયક દેવીઓ જાનુ સુધી પંચવર્ણ પ્રફુલ્લિત પુષ્પોની વૃષ્ટિ કરે છે. સમવસરણના ગઢ : વૈમાનિક દેવો પ્રથમગઢ માણિક્ય કાંગરાવાળો રત્નનો બનાવે છે. તેની ફરતો જ્યોતિષ્ક દેવો બીજો ગઢ રત્નના કાંગરાવાળો સુવર્ણનો બનાવે છે. તેની ફરતો ભુવનપતિ દેવો ત્રીજો ગઢ સોનાના કાંગરાવાળો રૂપાનો બનાવે છે. પ્રથમ અને બીજા ગઢમાં ૫,૦૦૦ હજાર પગથિયાં હોય છે. ત્રીજા ગઢમાં ૧૦,૦૦૦ હજાર પગથિયાં હોય છે. એમ કુલે ૨૦ હજાર પગથિયાં એક એક હાથ છેટે હોય છે. દરેક ગઢ વચ્ચેનું અંતર ૧,૩૦૦ ધનુષ્ય હોય છે. ૪ હાથનો એક ધનુષ્ય અને ૧,૦૦૦ ધનુષ્યનો એક માઈલ થાય છે. સમવસરણની જમીનથી ઊંચાઈ અઢી ગાઉ એટલે ૫ માઈલ હોય છે. ભગવાનના અતિશયોને લીધે અને ચડનારના ઉમંગથી ચડતાં ચડતાં કોઈ થાકતું નથી. વ્યંતર દેવો સમવસરણના અધિકારી હોય છે. તેઓ દરેક ગઢમાં ચાર ચાર સુંદર દરવાજા રચે છે. તે દરેક દરવાજા ઉપર મરકત મણિમય પત્રોનાં તોરણો રચે છે. તોરણની બન્ને તરફ મુખ ઉપર કમળવાળા શ્રેણિબંધ કુંભ મૂકે છે. દરેક દ્વાર ઉપર સુવર્ણમય કમળોથી શોભતી સ્વચ્છ તથા સ્વાદુ જળથી પરિપૂર્ણ અને મંગળ કળશની જેવી એક એક વાપિકા રચે છે. દ્વારે દ્વારે દેવતાઓ સુવર્ણની ધૂપઘટીઓ મૂકે છે. બીજા ગઢમાં ઈશાનખૂણે પ્રભુને વિશ્રામ કરવા શ્વેત રંગનો ઓરડો રચે છે જેને ‘દેવચ્છેદ' કહે છે. આઠ પ્રાતિહાર્યો : વ્યંતર દેવો નીચે મુજબ આઠ પ્રાતિહાર્યો રચે છે. ૧. પ્રથમ ગઢમાં વચ્ચે ભગવાનની ઊંચાઈ કરતાં ૧૨ ગણુ ઊંચું તીર્થના પ્રતિકરૂપ ચૈત્યવૃક્ષ (ભગવાનને જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન થાય છે તે વૃક્ષ). ૨. સુગંધી પુષ્પોની વૃષ્ટિ. ૩. દિવ્ય ધ્વનિ દ્વારા કર્ણપ્રિય સંગીતના મધુર સ્વરો. ૪. ગાયનું દૂધ અને કમલના તંતુઓથી પણ અતિ ઉજ્જવળ વાળવાળા રત્નજડિત દંડયુક્ત ચામરો લઈને બે દેવો ઊભા રહે છે. ૫. સ્ફટિક રત્ન સમાન નિર્મલ દેદિપ્યમાન, સિંહના સ્કંધના સંસ્થાનવાળા, અનેક રત્નોથી જડેલા, અંધકારના નાશક, પાદ પીઠિકાયુત સિંહાસન. ૬. શરદ ઋતુના જાજ્વલ્યમાન સૂર્યથી પણ અત્યધિક તેજવાળું અંધકારનું નાશક પ્રભામંડલ ચારે દિશાઓમાં ભગવાનના મસ્તક પાછળ રચે છે. ૭. દુંદુભિ એટલે વાણીને પૂરક બનતા નગારાનો તાલબદ્ધ અવાજ રચે છે. ૮. લાંબી લાંબી મોતીઓની ઝાલરંવાળા એકના ઉપર એક એમ ત્રણ છત્રો ભગવાનના મસ્તક ઉપર રચે છે. શ્રુતસરિતા પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના 2010_03 Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ગઢ : પૂર્વદિશાના દ્વાર ઉપર બે સુવર્ણ વર્ણવાળા વૈમાનિક દેવો દ્વારપાળ તરીકે ઊભા રહે છે. દક્ષિણ દિશાના દ્વાર ઉપર બે ઉજ્જવળ વર્ણવાળા વ્યંતર દેવો દ્વારપાળ તરીકે ઊભા રહે છે. પશ્ચિમ દિશાના દ્વાર ઉપર બે રક્ત વર્ણવાળા જ્યોતિષ્ક દેવો દ્વારપાળ તરીકે ઊભા રહે છે. ઉત્તર દિશાના દ્વાર ઉપર બે કૃષ્ણ વર્ણવાળા ભુવનપતિ દેવો દ્વારપાળ તરીકે ઊભા રહે છે. સાધુઓ, સાધ્વીઓ અને વૈમાનિક દેવીઓ, એ ત્રણ પર્ષદા પૂર્વ દ્વારથી પ્રવેશ કરીને પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કરી અગ્નિ દિશામાં (SE) બેસે છે. તેમાં સાધુઓ આગળ બેસે છે અને તેમની પાછળ વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ ઊભાં રહે છે. ભવનપતિની દેવીઓ, વ્યંતર દેવીઓ અને જ્યોતિષ્ક દેવીઓ દક્ષિણ દ્વારથી પ્રવેશ કરીને પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કરી અનુક્રમે નૈઋત્ય દિશામાં (sw) ઊભાં રહે છે. ભવનપતિ દેવો, જ્યોતિષિક દેવો અને વ્યંતર દેવો પ્રશ્ચિમ દ્વારથી પ્રવેશ કરીને પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કરી અનુક્રમે વાયવ્ય દિશામાં (NW) બેસે છે. વૈમાનિક દેવો, પુરુષો અને સ્ત્રીઓ ઉત્તર દિશાના દ્વારથી પ્રવેશ કરીને પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કરી અનુક્રમે ઈશાન દિશામાં (NE) બેસે છે. બીજે ગઢ : પૂર્વ દિશાના દ્વાર ઉપર બે અભયને ધારણ કરનારી શ્વેતામણિ કાંતિવાળી જયા નામની દેવીઓ દ્વારપાળ તરીકે ઊભી રહે છે. દક્ષિણ દિશાના દ્વાર ઉપર બે પાશને ધારણ કરનારી શોણમણિ કાંતિવાળી વિજયા નામની દેવીઓ દ્વારપાળ તરીકે ઊભી રહે છે. પશ્ચિમ દિશાના દ્વાર ઉપર બે અંકુશને ધારણ કરનારી સુવર્ણમણિ કાંતિવાળી અજિતા નામની દેવીઓ દ્વારપાળ તરીકે ઊભી રહે છે. ઉત્તર દિશાના દ્વાર ઉપર બે મુદગરને ધારણ કરનારી નીલમણિ કાંતિવાળી અપરાજિતા નામની દેવીઓ દ્વારપાળ તરીકે ઊભી રહે છે. આ ગઢમાં તિર્યંચો બેસે છે. ત્રીજો ગઢ : પૂર્વદિશાના દ્વાર ઉપર બે તંબુરુ દેવતાઓ દ્વારપાળ તરીકે ઊભા રહે છે. દક્ષિણ દિશાના દ્વાર ઉપર બે ખટ્વાંગધારી દેવતાઓ દ્વારપાળ તરીકે ઊભા રહે છે. પશ્ચિમદિશાના દ્વાર ઉપર બે મનુષ્યમસ્તક માલધારી દેવતાઓ દ્વારપાળ તરીકે ઊભા રહે છે. ઉત્તર દિશાના દ્વાર ઉપર બે જટામુગટમંડિત દેવતાઓ દ્વારપાળ તરીકે ઊભા રહે છે. આ ગઢમાં દેવોના અને મનુષ્યોના વાહનો ગોઠવાય છે. સમવસરણમાં પ્રભુનું આગમન : ચાર પ્રકારના કરોડો દેવતાઓથી પરિપૂજિત પ્રભુ જ્યારે સમવસરણમાં પ્રવેશ કરવાને ચાલે છે, ત્યારે દેવતાઓ સહસ્ત્રપત્રવાળા સુવર્ણનાં નવ કમલો રચીને ક્રમસર પ્રભુની આગળ મૂકે છે. પ્રભુ બે બે કમળ ઉપર ચાલે છે. અને દેવતાઓ કમળો આગળ આગળ મૂકતા જાય છે. ધર્મચક્ર આકાશમાં ગરગાહટ ધ્વનિ કરતું પ્રભુની આગળ ચાલે છે. રત્નજડિત થાંભલાવાળી ઘણી ઊંચી અનેક નાની નાની ધજાઓના સમુદાયથી પરિવેષ્ટિત ઈદ્રધજા પ્રભુની આગળ દેખાય છે. ભગવાનની આજુબાજુની પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના ७४ શ્રુતસરિતા 2010 03 Page #100 -------------------------------------------------------------------------- ________________ જમીન ખાડાટેકરા રહિત સમતલ બની જાય છે. ઋતુ સુખદાતા થઈ જાય છે. મંદમંદ શીતળ સુગંધી વાયુ ભગવાનથી એક યોજન ચારે તરફ પ્રસરે છે. ઝીણી ઝીણી અને સુગંધી અચિત પાણીની વૃષ્ટિ ભગવાનની ચારે બાજુએ એક યોજન સુધી થાય છે જેથી ધૂળ દબાઈ જાય છે. દેવતાઓએ બનાવેલા અચિત ફૂલોની ઢીંચણ સુધીની વૃષ્ટિ પ્રભુની ચારેબાજુએ એક યોજન સુધી થાય છે. ખરાબ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનો નાશ થાય છે. પ્રિયકારી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનો ઉદ્ભવ થાય છે. ર૫૨૫ યોજન સુધી ઇતિભીતિ' એટલે તીડ-ભૂષકાદિ વગેરે ઉપદ્રવો થતા નથી, કોલેરા કે પ્લેગાદિની બિમારી થતી નથી, સ્વદેશના રાજા કે સેનાના ઉપદ્રવો થતા નથી, પરદેશના રાજા કે સેનાના ઉપદ્રવો થતા નથી, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થતી નથી અને દુષ્કાળ પડતો નથી. પ્રભુ પૂર્વ ધારથી પ્રવેશ કરીને અશોકવૃક્ષની ત્રણ વાર પ્રદક્ષિણા કરી “નમો પથ્થસ્સ' બોલીને પૂર્વ દિશામાં મુખ રાખીને રત્નસિંહાસન ઉપર બેસે છે. વ્યંતર દેવો ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ દિશાઓમાં પ્રભુના પ્રતિબિંબોની રચના કરે છે. પ્રભુના દરેક મસ્તકની પાછળ શરીરની કાંતિનું મંડલ-ભામંડલ પ્રગટ થાય છે. આકાશમાં દુંદુભિનાદ પ્રગટ થાય છે. ભગવાનની દેશના : પૂર્વોક્ત સભા સમક્ષ પ્રભુ માલકોશ રાગમાં અર્ધમાગધી (મગધ દેશની ભાષા સાથે બીજા દેશની મિશ્રિત) ભાષામાં અતિમધુર અમૃતમય પ્રવચન સવારના પ્રથમ પ્રહર એટલે કે ત્રણ કલાક સુધી આપે છે. પછી ભગવાન વિશ્રાંતિ કરવા અથવા આહાર-પાણી આદિ લેવા દેવછંદમાં જાય છે. ત્યાર બાદ બીજી વારની દેશના ગણધર ભગવંત સિંહાસનની આગળ દેવોએ રચેલી પાદપીઠ ઉપર બેસીને આપે છે. ત્યાર પછી પ્રભુ બીજી વારની છેલ્લા પ્રહરની ત્રણ કલાકની દેશના આપે છે. બધા ઉપસ્થિત જીવો પોતપોતાની ભાષામાં તે દેશનાને સમજે છે. ભગવાનના અતિશયોના પ્રભાવે કોઈને નથી લાગતો થાક કે નથી આવતો ઊઠવાનો વિચાર. ભગવાનને દેખતાં જ મતાભિમાની પોતાના અભિમાનને છોડી નમ્ર બને છે. શ્રોતા જે કાંઈ સવાલ મનમાં ધારીને આવેલ હોય એનું સમાધાન પૂછયા વગર જ થઈ જાય છે. (પરમ સુશ્રાવક શ્રી ભરતભાઈ કે. શાહ (st. Louis, Mo, USA) દ્વારા સંકલિત) શ્રુતસરિતા ૭૫ પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના 2010_03 Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-૫ શ્રી જિનબિંબ નિર્માણ (ચાર નિક્ષેપા ઉપાદેય છે.) શ્રી વીતરાગ ધર્મની આરાધના કરવા માટે ત્રણ મુદ્દાઓ ખાસ ધ્યાન ખેંચવારૂપ લક્ષમાં રાખવા જોઈએ. (૧) શાસ્ત્રની આજ્ઞા (૨) જ્ઞાનીની નિશ્રા (૩) વિધિપૂર્વક ધર્મની પ્રવૃત્તિ. પૂર્વે બાંધેલા પુણ્યકર્મના ઉદયકાળે આશા, નિશ્રા અને ધર્મની પ્રવૃત્તિ આપણને પ્રાપ્તમાન થાય છે. કોઈ પણ પદાર્થ કે વસ્તુનું સ્વરૂપ જાણવા માટે ઓળખ માટે ચાર નિક્ષેપા છે. (૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય (૪) ભાવ. આ ચાર નિક્ષેપો પૈકી સિદ્ધ થઈ ગયેલા અરિહન્ત પરમાત્મા કે જેઓ દ્રવ્ય તીર્થકર હોવા છતાં, આપણને લાભ સારું ભાવ-અરિહન્તના ગુણો આરોપિત કરીને ‘સ્થાપના’ નિક્ષેપાના આલંબન તરીકે સ્વીકાર કરીએ છીએ. ભાવ નિક્ષેપો કાળ આશ્રયી હોવાથી, દરેક કાળે અને સમયે ઉપસ્થિતિ હોવાનું સંભવિત નથી. માટે, સ્થાપના નિક્ષેપો એટલે કે પ્રતિમાજી અથવા જિનબિંબ સાધનાના પરમ આલંબન તરીકે બની, વીતરાગના ગુણોની પ્રાપ્તિ તરફનું લક્ષ બાંધવામાં મહત્ત્વનું અંગ બની જાય છે. સમર્થ શાસ્ત્રકાર મહર્ષિ આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા કહે છે કે શ્રી જિનબિંબને સારી રીતે વિધિપૂર્વક વંદન કરવાથી પ્રકૃષ્ટ શુભ ભાવ પેદા થાય છે. શુભ ભાવથી કર્મક્ષય થાય છે. અને કર્મના ક્ષયથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. જિનબિંબ એટલે શ્રી જિનેશ્વર પરમાત્માનું સ્થાપના નિક્ષેપોમાં રૂપાંતરિત થવા વડે આકૃતિ. બિબ ઉપરથી ‘પ્રતિબિંબ’ શબ્દ બન્યો છે. શ્રી જિનબિંબ એટલે પાષાણથી બનેલી પ્રતિમાજી. ધાતુના પ્રતિમાજીની અપેક્ષાએ આરસની પ્રતિમાજી હંમેશાં વધુ ઇચ્છવા જોગ, આવકારદાયક અને ઉપકારી છે. શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં શ્રી જિનેશ્વર ભગવન્તની સ્થાપનાનું સ્થાપન દસ પ્રકારે કરવાનું વિધાન છે. (૧) કાષ્ટમાં (૨) ચિત્રમાં (૩) પોથીમાં (૪) લેપકર્મમાં (પ) ગુંથનમાં (૬) વેષ્ટનમાં (૭) ધાતુનો રસ પૂરવામાં (૮) અનેક મણિકાના સંઘાતમાં (૯) કોડોમાં (૧૦) પાષાણમાં. આ દસે પ્રકારમાં સર્વશ્રેષ્ઠ શુભકારી ‘પાષાણ'માં છે. જૈન દર્શનમાં પ્રતિમાજી છ પ્રકારની બનાવવામાં આવે છે. (૧) પાષાણ (૨) કાષ્ટ (૩) ધાતુ (૪) કૃતિકા (માટી) (૫) ગોમય (૬) વાલુકા (રેતી). અષ્ટ પ્રકારી પૂજા અને નવાંગી પૂજા પાષાણની પ્રતિમાજીમાં વધુ સુગમ ઘટે છે. - પાષાણના પ્રતિમાજી દ્રવ્ય તરીકે પૃથ્વીકાય હોવા છતાં તેના પુદ્ગલ પરમાણુ અને પુદ્ગલ પરિણામમાં ઘણો ફરક હોય છે. આરસની પ્રતિમાજીમાંથી નીકળતો પ્રભાવક પૌદ્ગલિક પ્રવાહ, જિનબિંબનું પૂજન, અભિગમન, વંદન અને પર્યુષાસન કરવા વડે ચિત્તને વધુ નિર્મળ કરવામાં પ્રબળ નિમિત્ત પૂરું પાડે છે. શ્રી જિનબિંબ નિર્માણ ૭૬ શ્રુતસરિતા 2010_03 Page #102 -------------------------------------------------------------------------- ________________ પાષાણ' શબ્દ બોલવાની સાથે તે શબ્દમાં રહેલ “કાઠિન્ય-કઠણપણાનો બોધ થાય છે અને તે કઠણપણું આપણા કર્મસમૂહમાં ભારે નાસભાગ કરાવવામાં કારણભૂત છે. આરસની પ્રતિમાજીમાં શ્રી જિનેશ્વર પરમાત્માની મુખમુદ્રા સ્પષ્ટ અને સુરેખ હોવાથી હંમેશા મનમોહક, પ્રશાત અને ચિત્તાકર્ષક હોય છે. સંસારીનું મન અત્યંત ચંચળ હોઈ પાષાણના પ્રતિમાજી મનને સુસ્થિર અને સુલીન કરવામાં વધુ કારણભૂત બને છે. જિનાલયમાં જાળવવાની દસ-ત્રિક પૈકીની અવસ્થા-ત્રિકમાં પ્રભુની ત્રણ પ્રકારની અવસ્થાનું ચિંતન કરવાનું હોય છે. (૧) પિંડસ્થ : ત્રણભેદ : (૧) જન્માવસ્થા - અભિષેક, અંગલૂછણાં વ. (૨) રાજ્યાવસ્થા - કેસર, ચંદન, ફૂલ, અલંકાર, આંગી વ. (૩) શ્રમણાવસ્થા - કેશરહિત મસ્તક, પર્યકાસન, કાયોત્સર્ગ વ. (ર) પદસ્થ : કેવળજ્ઞાનની પ્રાપ્તિથી પ્રાંતે મોક્ષે ગયા ત્યાં સુધીની અવસ્થાનું ચિંતન. (૩) રૂપાતીત : રૂ૫ વગરની સિદ્ધપણાની અરૂપી અવસ્થા. આ ત્રણે અવસ્થાઓનું ચિંતન દ્વારા આત્મસ્નેહ અંજાય છે, અને મનમાં મંગળની શુભ ભાવના છલકાય છે કે જે મોહનીય કર્મનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ કરવામાં સમર્થ સાધન બને છે. પ્રાતિહાર્ય આદિથી યુક્ત પરિકરવાળા પ્રતિમાજીમાં પિંડસ્થ અવસ્થાનું ચિંતન વધુ સુકર બને છે. સર્વ અરિહન્ત પરમાત્મા સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હોય છે. એટલે કે તેઓશ્રીના ચરમ દેહના ચાર માપ એકસરખા હોય છે, સમાન હોય છે. આ માપનું સરખાપણું પાષાણના પ્રતિમાજીમાં જ શક્ય બને છે. પ્રભુ-પૂજાના ફળનું વર્ણન કરતાં શ્રી શાસ્ત્રકાર ફરમાવે છે કે શ્રી જિનબિંબને પ્રમાર્જન કરતી વેળાએ સો ગણું, વિલેપન કરતાં હજાર ગણું, પુષ્પની માળા ચડાવતાં લાખ ગણું, આંગી કરતાં કરોડ ગણું, અને ગીત/વાજિંત્ર વગાડતાં અનંતગણું પુણ્ય ઉપાર્જન થાય છે. ચૈત્યવંદન' શબ્દમાં એવો અર્થ પણ ઘટિત થાય છે કે “ચૈત્ય એટલે શ્રી જિનબિંબ અને વંદન'. શ્રી જિનબિંબને વંદન કરવાથી વિધિને ચૈત્યવંદન કહે છે. આમ, ચૈત્યવંદનનો બીજો અર્થ ‘પ્રતિમા-પૂન' છે માટે, શ્રી જિનપ્રતિમામાં શ્રી જિનેશ્વરદેવના નામ તથા ગુણોનું આરોપણ કરી, પ્રતિમા સમક્ષ શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ કરવી એ સર્વોત્તમ છે. શ્રી જિનબિંબમાં અરિહન્ત પરમાત્માના ગુણોનું આરોપણ પૂર્વે ત્રણ તબક્કામાંથી પસાર થાય છે. (૧) બિંબ-ભરાઈ (૨) અંજનશલાકા (૩) પ્રતિષ્ઠા. બિંબ ભરાઈનું આગવું મહત્ત્વ એટલા માટે છે કે આ ત્રણ તબક્કાનો પ્રારંભ તેના વડે થાય છે. બીજું, શ્રી જિનેશ્વરદેવની આકૃતિ બિંબ-ભરાઈ વેળાએ જ થાય છે. આરસના દરેક અણુમાં શ્રી જિનેશ્વરદેવની ભાવ-અધિવાસના રહે છે. બિંબનું જ પ્રતિબિંબ આપણા મનમાં અને હૃદયમાં અંકિત થાય છે. જે બીબામાંથી જે તે બિંબ બને, તે બીબાની પણ અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવે છે. શ્રુતસરિતા શ્રી જિનબિંબ નિર્માણ 2010_03 Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનબિંબના નિર્માણ માટે જયસંહિતા, જિનપ્રતિમા વિધાન, વાસ્તુશાસ્ત્ર, અપરાજિત પૃચ્છા, બૃહત્સંહિતા, પ્રતિમામાન લક્ષણ અને સમરાંગણ સૂત્રધાર આદિ ગ્રંથોમાં કહ્યા પ્રમાણે, ભૌમિતિક માપ સાથે બનાવવામાં આવે છે. - ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ષોડશકજી' પ્રકરણમાં કહે છે કે જે મનુષ્ય આગમની આજ્ઞાને અનુસરતો હોય, પરમાત્મા પ્રત્યેની ભક્તિથી ભીનો હોય, પ્રત્યેક પ્રવૃત્તિમાં માત્ર પ્રભુનું સંસ્મરણ કરનારો હોય, આવા આશયવાળો મનુષ્ય જો બિંબ ભરાવે છે, તો તેને અવશ્યમેવ લોકોત્તર ફળની પ્રાપ્તિ થાય છે. આશયરહિત જે બિંબ ભરાવે છે, તેને લૌકિક ફળ એટલે જીવનનો અભ્યદય, ઉન્નતિ વગેરે ફળ મળે છે. - જિનપ્રતિમાનું નિર્માણ કરાવનારને પ્રતિમાને જોઈને જેટલા પ્રમાણમાં આનંદ ઉલ્લાસ આદિની અભિવૃદ્ધિ થાય છે, તેટલા પ્રમાણમાં જ તેમને ભરાવ્યાનો ખરો લાભ સંપ્રાપ્ત થાય છે. કારણ પરમાર્થથી તો જેવા ભાવ હોય છે તેવું જ ફળ સંપ્રાપ્ત થાય છે. માટે, અધિક ગુણોવાળી પ્રતિમા ભરાવવામાં શ્રાવકે ન્યાયોપાર્જિત ધનનો જ સદ્વ્યય કરવો અને પોતાના અંતરમાં પણ પ્રભુ પ્રત્યે અનેક દોહદ-ભાવનાઓને ધારણ કરવી. વિશ્વના સર્વ જીવોને શિવસુખની સંપ્રાપ્તિ હોજો તથા બિંબ ભરાવામાં નિમિત્ત બનનાર સર્વને શિવસુખની સંપ્રાપ્તિ હોજો' વગેરે અનેક પ્રકારની ઉદ્ઘોષણા, પ્રાર્થનાઓ, પ્રવચનો અને પ્રેરણાઓ દ્વારા બિંબ ભરાવનારાના આશયો વિશુદ્ધ બને છે. શ્રી જિનેશ્વર દેવના અધિષ્ઠાયક દેવ-દેવીઓનું પરમ ધર્મમયી સંરક્ષણ શ્રી જિનબિંબ ભરાવનારને અવશ્ય પ્રાપ્ત થતું હોય છે. મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજ સાહેબ ફરમાવે છે કે ભગવાનનું નામ લેવાથી (નામ નિક્ષેપ), ભગવાનની પ્રતિમાના દર્શન કરવાથી (સ્થાપના નિક્ષેપ) અને પરમાત્માનું જીવનચરિત્ર સાંભળવાથી (દ્રવ્ય નિક્ષેપ) જાણે સાક્ષાત્ પરમાત્મા જ સામે જ દેખાવા માંડે છે, જાણે આપણા હૃદયમાં પ્રવેશ કરતા હોય એવો અનુભવ થાય છે, જાણે આપણે પ્રભુ સાથે તન્મય અને તલ્લીન થઈ ગયા હોય એવા અનુભવ થાય છે, જાણે આપણા સર્વ અંગોમાં પ્રભુ વ્યાપી ગયા હોય એવો અનુભવ થાય છે; અને આવું બનવાથી સર્વ પ્રકારની કલ્યાણની સિદ્ધિ થાય છે. આવું આવું જેટલા દર્શનાર્થીઓને પ્રાપ્ત થાય, તે બધાના પુણ્યઉપાર્જનનો અમુક ભાગ બિંબ ભરાવનારના ફાળે જાય છે. યાકિની મહત્તા સુનુ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલ ‘ષોડશકજી' પ્રકરણના સાતમા ષોડશકનો બારમો શ્લોક : बिम्बं महत्सुरुपं कनकादिमयं, च यः खलु विशेषः । नाऽस्मात्फलं विशिष्टं भवति, तु तदिहाशय विशेषात् ॥ અર્થ : તમે બિંબ મોટું સ્વરૂપવાન કરાવો કે સુવર્ણનું બનાવો એટલા માત્રથી વિશેષ લાભ મળી જાય એવું નથી. પણ આવું કરવા પાછળ તમારો આશય જેટલો વિશુદ્ધ હોય છે, તેટલું વિશેષ ફળ સંપ્રાપ્ત થાય છે. શ્રી જિનબિંબ નિર્માણ શ્રુતસરિતા ૭૮ 2010_03 Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-૬ 'અંજનશલાકા-પ્રાણપ્રતિષ્ઠા-સ્થાપના | સંક્ષિપ્ત રૂપરેખા શ્રી જિનેશ્વર દેવ, તેઓના માર્ગે ચાલનાર નિગ્રંથ ગુરુઓ અને તેઓએ પ્રતિપાદન કરેલ ધર્મ આ ત્રણેયની સાધનાની રીતો અલગ અલગ છે. આ રીતો પૈકી શ્રી જિનેશ્વર ભગવંતનું નામસ્મરણ, ગુણ સ્મરણ, ચરિત્રોના શ્રવણથી, ભક્તિથી અને તેઓની આજ્ઞાના પાલનથી થાય છે. તે જગતના તમામ દ્રવ્યો - નવ તત્ત્વો, પાંચે પરમેષ્ઠિઓ અને નવે પદો - આ દરેકમાં ઓછામાં ઓછા ચાર નિક્ષેપા તો અવશ્ય ઉતારી શકાય છે. કોઈ પણ પદાર્થ કે વસ્તુનું સ્વરૂપ જાણવા માટે - ઓળખ માટે ચાર નિક્ષેપ છે : (૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય (૪) ભાવ. ઉપરોક્ત ચાર નિક્ષેપો પૈકી જિનાલયમાં કરાતી પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા એ સ્થાપના નિક્ષેપા તરીકે ઓળખાય છે. ભાવ નિક્ષેપા કાળ આશ્રયી હોવાથી દરેક ક્ષેત્રમાં દરેક કાળે હોવાનું સંભવિત નથી. બાકી રહેલા ત્રણ નિક્ષેપામાં, સ્થાપના નિક્ષેપા એ સાધનાનું પરમ આલંબન હોઈ સૌથી વધુ મહત્ત્વનું અંગ બની જાય છે. આમ, સ્થાપનાની ભક્તિ અપેક્ષાએ પૂજકના અધિક આદરને સૂચવનારી છે. જિનાલય અને જિનપ્રતિમા એક એવું અદ્ભુત-અનુપમ સ્થાન છે કે જ્યાં જઈ ત્રિવિધ તાપ અને સંતાપને હરનારા અને ત્રિવિધ આરોગ્યને કરનારા ધર્મને સમ્યક પ્રકારે શ્રાવક આરાધી શકે છે. આમ, મૂર્તિની સ્થાપના દ્વારા પ્રભુના મૂળ આકારરૂપ પ્રતિમાની સેવા-ભક્તિથી સમ્યગુ દર્શનાદિ ગુણોને ઢાંકી રાખનારા આવરણોને દૂર કરી શકાય છે અને પોતાના આત્મગુણોને પ્રગટાવી શકાય છે. મૂર્તિની સ્થાપના એ ઉપાસના માટેનું અનુપમ, અલૌકિક અને અનન્ય આલંબનનું પરમ નિમિત્ત બની રહે છે. માટે તો, જિનપૂજા-જિનપ્રતિમા સંબંધી યથાર્થ ફરમાવ્યું છે. | “જિન-પ્રતિમા જિનવર સમ ભાખી, સૂત્ર ઘણાં છે સાખી” શ્રી જિન-પ્રતિમા સાક્ષાત્ શ્રી જિનરાજ તુલ્ય છે. તેના પ્રમાર્જન વિલેપન વગેરેનો મહિમા નીચેના શ્લોકમાં દર્શાવ્યો છે : सयं पमज्जणे पुन्नं, सहस्सं च विलेवणे । सयसह स्सिया माला, अनंत गीयवायह ॥ અર્થ : શ્રી જિનેશ્વર પ્રભુના બિંબને પ્રમાર્જન કરતાં સો ગણું, વિલેપન કરતાં હજાર ગણું, પુષ્પની માળા ચઢાવવામાં લાખ ગણું અને ગીત-વાજિંત્ર વગાડતાં અનંત ગણું પુણ્ય ઉપાર્જન થાય ધર્મભાવનાને ટકાવી રાખવા માટે જેમ જિનાલયોની અને પ્રતિમા-સ્થાપનાની અત્યંત જરૂર છે, તેમ લોભ અને પરિગ્રહ સંજ્ઞાના પાપ વડે ઉપાર્જન કરેલ દ્રવ્યનો સદ્વ્યય કરવા માટે પણ જિનાલયોની ખાસ જરૂર છે. શ્રુતસરિતા 2010_03 ૭૯ અંજનશલાકા-પ્રાણપ્રતિષ્ઠા-સ્થાપના Page #105 -------------------------------------------------------------------------- ________________ - શ્રી જિનપ્રતિમામાં સ્થાપના-નિક્ષેપે અરિહંતભાવની સ્થાપના કરવાનું અંજનશલાકા-પ્રાણ પ્રતિષ્ઠા એ પરમોચ્ચ કોટિનું વિધાન છે. “અંજન' એટલે ચક્ષુમાં અંજન અને “શલાકા' એટલે સળી. પ્રાથમિક વિધિમાં શ્રી આચાર્ય ભગવંત સળી વડે પ્રતિમાના ચક્ષુમાં પૂર્વોચાર્યોકત વિધિ અનુસાર ગર્ભિત મંત્રોચ્ચાર વડે “અંજન’ આંજે છે. આ ક્રિયામાં ઉપસ્થિતિ માત્ર આચાર્ય ભગવંતોની જ હોય છે. આ ક્રિયાની ફલશ્રુતિ સ્વરૂપે પ્રતિમામાં પ્રાણશક્તિ-તેજ શક્તિનો સંચાર થાય છે. આ વિધિ બાદ પ્રતિમા પૂજ્ય બને છે. આ વિધિ મધ્ય રાત્રિ બાદ કરવામાં આવે છે. ત્યાર બાદ, બીજા દિવસે આ પ્રાણભરી પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. અંજનશલાકા અને પ્રતિષ્ઠા - આ બન્ને વિધિ શાસ્ત્ર સુવિહિત આચાર્ય-સાધુ ભગવંતોના સમુદાય વડે જ કરવામાં આવે છે. આ બન્ને વિધિ દરમિયાન દેવ-દેવીઓને આહ્વાહન, પ્રભાવક મંત્રો, સંનિધાન મુદ્રાઓ કરવામાં આવે છે. ભારતમાં આ અલૌકિક પ્રસંગે શુભ મુહૂર્તે “દશાલિકા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ દસ દિવસ દરમિયાન બૃહદ શાન્તિસ્નાત્ર સહિત વિવિધ પ્રકારના પૂજનો અને પ્રભુના પાંચે કલ્યાણકો વિધિસહિત ઉલ્લાસભેર ભાવવિભોર બની ઉજવાય છે. પાશ્ચાત્ય દેશોમાં આજીવિકા-વ્યવહાર નિત્ય પ્રભાતે પૂજાને અનુકૂળ ના હોઈ, અંજનશલાકાવાળી પ્રતિમાની પ્રાણ-પ્રતિષ્ઠા કે સ્થાપના થતી નથી. અંજનશલાકાવાળી પ્રતિમાની દરરોજ પૂજા કરવી જ જોઈએ. ક્ષેત્ર કાળ અનુસાર, આ દેશમાં તેના બદલે અંતરંગભાવ વિશુદ્ધિ અને પરમાત્મા પ્રત્યેનો સંપૂર્ણ સમર્પણભાવના આલંબન સારું અંજનશલાકા રહિત પ્રતિમાની ૧૮ અભિષેક વિધિ કરીને સ્થાપના કરવામાં આવે છે. જિનેશ્વર પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કે સ્થાપના એ પરમપદનો પાયો છે, સાધના-આરાધનાઉપાસનાનું ભવ્ય આલંબન છે, આધ્યત્મિક પ્રગતિ માટેનું પરમ નિમિત્ત છે, સંસારના સંતાપમાં આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપથી બળ્યા ઝળ્યા આત્માનો વિસામો છે, કર્મ અને મોહના હુમલાઓથી ઘવાયેલા માટે ઔષધ છે, ભાવિનું ભાથું છે, ભવાટવીમાં ભૂલા પડેલાને દિવાદાંડી સમાન છે અને ગુણ-બહુમાન, કૃતજ્ઞતા અને વિનય - આ ત્રણ ગુણની સિદ્ધિનું સોપાન છે. . 5 જ --- - 1 - - - --- - - - - અંજનશલાકા-પ્રાણપ્રતિષ્ઠા-સ્થાપના 2010_03 ૮૦ શ્રુતસરિતા Page #106 -------------------------------------------------------------------------- ________________ અર્થ સહિત જૈન દર્શનાનુસારે વિશ્વદર્શન - ૧૪ રાજલોક લોકાગ્રભાગ ૧૪| ૧૩ ૧૨ | ૧૧ ૧૦ ર પ્રબંધ સકલ તીર્થ વંદના ઉ ઈ લો ક અનંત અલોકાકાશ અનંત સિદ્ધ ભગવંત પાંચ અનુત્તર મધ્ય લોક તિરૂં લોક 5S = h શ્રુતસરિતા 2010_03 અલોક ૧૨ દે ભાવ નિ લો $ વૈ વાણવ્યંતર-વ્યંતર ૧૦ ભવન તિ ૧૫ પરમાધામી ૧૦ તિયંગ જામક ૨ ધનાદિધ વલય ધનવાત વલય તનવાન વય 16.. રત્નપ્રભા શર્કરા પ્રભા વાલુકા પ્રભા પંક પ્રભા ધૂમ પ્રભા તમઃ પ્રભા તમસ્તમઃ પ્રભા HERIT ADMIN 445 ૪ શસનાડી સિદ્ધ શિલા નવ ગ્રેવયક નરક ૧ ૫ ૧૨ વૈમાનિક દેવલોક 4+4 ચર અચર જયોતિષ ચક્ર મેરૂ પર્વત અસંખ્ય દ્વીપ સમુદ્ર ૩ કિલ્બિષિક નરક-૩ ૧૬ ૪ ૮૧ અનંત અલોક અનંત ૧ ૧. ૯ અ નરક પ The → કા શ 1 5-bh ત કા श ↓ નરક અલોક સકલ તીર્થ વંદના - અર્થ સહિત Page #107 -------------------------------------------------------------------------- ________________ સાત નારકી : (૧) રત્ન પ્રભા (૨) શર્કરા પ્રભા (૩) વાલુકા પ્રભા (૪) પંક પ્રભા (૫) ધૂમ પ્રભા (૬) તમઃ પ્રભા (૭) તમઃ તમઃ પ્રભા વચમાં સીધી ત્રસ નાડી છે. ભુવનપતિ દેવો : (૧) (૬) વાતકુમાર અસુરકુમાર (૨) નાગકુમાર (૭) સનિતકુમાર (૩) વિદ્યુતકુમાર (૮) ઉદધિકુમાર (૪) સુવર્ણકુમાર (૯) દ્વીપકુમાર (૫) અગ્નિકુમાર (૧૦) દિકુમાર વ્યંતર દેવો ઃ (૧) પિશાચ (૨) ભૂત (૩) યક્ષ (૪) રાક્ષસ (૫) કિન્નર (૬) કિંપુરુષ (૭) મહોરગ (૮) ગાંધર્વ વાણવ્યંતર દેવો : કુંદિત (૧) ચણપશી (૫) (૨) પણપક્ષી (૬) (૩) હસ્તિવાદી મહાકંદિત (૭) કોહડ (૪) ભૂતવાદી (૮) પતંગ સકલ તીર્થ વંદના - અર્થ સહિત 2010_03 જ્યોતિષ્ક દેવો : (૧) સૂર્ય (૨) ચંદ્ર (૩) ગ્રહ તિયંગઝુંભક દેવો : (૧) અન્ન (૨) પાન (૩) વસ (૪) ઘર (૫) પુષ્પ વૈમાનિક દેવલોક : (૧) (૨) (૩) (૪) (૫) (૬) લાંતક સૌધર્મ ઈશાન સનત્કુમાર માહેન્દ્ર બ્રહ્મલોક નવ પ્રૈવેયક : (૧) સુદર્શન (૨) (૩) સુપ્રતિબદ્ધ મનોરમ (૪) સર્વતોભદ્ર (૫) સુવિશાલ પાંચ અનુત્તર : (૧) વિજય (૨) વિજયંત (૩) જયંત લોકાગ્રે સિધ્ધશીલા ૮૨ (૪) તારા (૫) નક્ષત્ર (€) ફળ (૭) પુષ્પફળ (૮) શયન (૯) વિદ્યા (૧૦) અવિયત્ત (૭) મહાશુક્ર (૮) સહસ્રાર (૯) આનત (૧૦) પ્રાણત (૧૧) આરણ (૧૨) અચ્યુત (૬) સુમનસ (૭) સૌમનસ (૮) પ્રિયંકર (૯) નંદીકર (૪) અપરાજિત (૫) સર્વાર્થસિદ્ધ શ્રુતસરિતા Page #108 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી જીવવિજયજી મહારાજ વિરચિત શ્રી સકલતીર્થ-વંદના સૂત્ર “સકલ તીર્થ વંદું કર જોડ, જિનવર નામે મંગલકોડ ! પહેલે સ્વર્ગે લાખ બત્રીસ, જિનવર ચૈત્ય નમું નિશદિશ ૧ બીજે લાખ અઠ્ઠાવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં છે ચોથે સ્વર્ગે અડ લખ ધાર, પાંચમે વંદું લાખ જ ચાર મારા દેરાસરો : (૧) ૩૨ લાખ (૨) ૨૮ લાખ (૩) ૧૨ લાખ (૪) ૮ લાખ (૫) ૪ લાખ. પ્રત્યેક પ્રાસાદમાં ૧ થી ૧૨ દેવલોકમાં પ્રતિમાજીની ગણતરી : પ્રતિમાજી - પશ્ચિમ સિવાય બાકીની ત્રણે દિશામાં એકેક દરવાજો દરેક દરવાજામાં પ્રવેશતાં ચૌમુખજી ૩ x ૪ ૧૨ - પશ્ચિમ દિશામાં ગભારામાં ૧૦૮ - દરેક દેરાસરમાં ઇન્દ્રો તથા દેવોને રાજ્યવ્યવસ્થા ચલાવવા પાંચ ખંડો - દરેક ખંડને ત્રણ દરવાજા કુલ દરવાજા ૫ x ૩ = ૧૫ દરેક દરવાજામાં પ્રવેશતાં ચૌમુખજી : ૧૫ x ૪ કુલ પ્રતિમાજી છઠે સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રાસાદ છે આઠમે સ્વર્ગે છ હજાર, નવ દસમે વંદું શત ચાર વાા અગ્યાર બારમે ત્રણસે સાર, નવ ગ્રેવેયકે ત્રણશે અઢાર છે પાંચ અનુત્તર સર્વે મળી, લાખ ચોરાસી અધિકાં વળી પ્રજા દેરાસરો : (૬) ૫૦,૦૦૦ (૭) ૪૦,૦૦૦ (૮) ૬,૦૦૦ (૯ અને ૧૦) શતચાર ૩૦૦ (૧૧ અને ૧૨) ૩૧૮ (નવ રૈવેયક) ૫ (અનુત્તર) ઉપર પ્રમાણે કુલ પ્રતિમાજી બાદ : નવ રૈવેયક અને પાંચ અનુત્તરમાં દરેક જીવ અહમિન્દ્ર હોઈ રાજ્યવ્યવસ્થા નથી, માટે પાંચ ખંડો નથી, તેથી ૫ x ૩ = ૧૫ x ૪ = ૬૦ પ્રતિમાજી નથી. ૧૨૦ “સહસ સત્તાણું ત્રેવીશ સાર, જિનવરભવન તણો અધિકાર લાંબા સો જોજન વિસ્તાર, પચાસ ઊંચા બહોંતેર ધાર પાા ૮૪,૯૭,૦૨૩ દેરાસરો ઊર્ધ્વલોકમાં એકેક દેરાસર ૧૦0 યોજન લાંબું - ૫૦ યોજન પહોળું - ૭૨ યોજન ઊંચું હોય છે. શ્રુતસરિતા સકલ તીર્થ વંદના - અર્થ સહિત ८३ 2010_03 Page #109 -------------------------------------------------------------------------- ________________ પાંચ અનુત્તર જય-વિજય-જયંત-અપરાજિત-સર્વાર્થસિદ્ધ “એકશો એંશી બિંબ પ્રમાણ, સભા સહિત એક ચૈત્યે જાણ છે સો ક્રોડ બાવન ક્રોડ સંભાળ, લાખ ચોરાણું સહસ ચોંઆલ શા સાતસે ઉપર સાઠ વિશાલ, સવિબિંબ પ્રણમું ત્રણ કાલ ! સાત ક્રોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવળ ભાખ પડા કુલ પ્રતિમાજી : ૧,પર,૯૪,૪૪,૭૬૦ - ઊર્ધ્વલોકમાં એકસો એંશી બિંબ પ્રમાણ, એક એક ચૈત્ય સંખ્યા જાણો તેરશે ક્રોડ નેવ્યાશી ક્રોડ, સાઠ લાખ વંદું કર જોડ ૮ બત્રીસે ને ઓગણસાઠ, તિસ્કૃલોકમાં ચૈત્યનો પાઠ ત્રણ લાખ એકાણું હજાર, ત્રણશે વિશ તે બિંબ જાહાર પલા ભુવનપતિમાં દેરાસરો : ૭,૭૨,૦૦,૦૦૦ x ૧૮૦ = ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ ૩.૧૯૯ દેરાસરો + ૬૦ દેરાસરો ૩,૨૫૯ દેરાસરો પ્રત્યેક પ્રાસાદમાં ૩,૧૯૯ દેરાસરોમાં ત્રણ દરવાજા : પ્રતિમાજી – પશ્ચિમ સિવાય બાકીની ત્રણે દિશામાં એકેક દરવાજો દરેક દરવાજામાં પ્રવેશતાં ચૌમુખજી – ૩ x ૪ ૧૨ – પશ્ચિમ દિશામાં ગભારામાં ૧૦૮ ૧ર૦. - ૬૦ દેરાસરોમાં ચાર દરવાજા : – ચારે દિશામાં ચાર દરવાજા - દરેક દરવાજામાં પ્રવેશતાં ચૌમુખજી - ૪ x ૪ – ગભારામાં ૧૬ ૧૦૮ ૧ર૪ ૬૦ દેરાસરની વિગત : પર - નંદીશ્વર દ્વીપમાં ૪ - કુંડલ દ્વિીપમાં ૪ - રૂચક દ્વીપમાં ૩, ૧૯૯ X ૧૨૦ ૬૦ x ૧૨૪ કુલ પ્રતિમાજી ૩,૮૩,૮૮૦ ૭,૪૪૦ ૩,૯૧,૩૨૦ સકલ તીર્થ વંદના - અર્થ સહિત શ્રુતસરિતા 2010_03 Page #110 -------------------------------------------------------------------------- ________________ વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદુ તેહ । ઋષભ ચંદ્રાનન વારિષણ, વર્ધમાન નામે ગુણગૃહ ॥૧૦મા સમેતશિખર વંદું જિન વીશ, અષ્ટાપદ વંદું ચોવીશ ! વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર ॥૧૧॥ વ્યંતર દેવોના નગરો તથા જ્યોતિષ્ક દેવોના વિમાનો અસંખ્યાતા છે. જે કોઈ શાશ્વતી પ્રતિમાઓ છે તેને વંદના. ઋષભ, ચંદ્રાનન, વારિષણ તથા વર્ધમાન એ ચાર નામવાળી શાશ્વત પ્રતિમાઓને ભાવવંદના. સમેતશિખર (૨૦ તીર્થંકરોનું નિર્વાણ ભૂમિ), અષ્ટાપદ (૪+૮+૧૦+૨=૨૪), વિમલાચલ (શત્રુંજય તીર્થ) ગિરનાર (નેમીનાથ પ્રભુનું નિર્વાણ ભૂમિ), આબુ પર્વતના જિનાલય-આદેશ્વરદાદા શંખેશ્વર કેસરીયો સાર, તારંગે શ્રી અજિત જુહાર ॥ અંતિરક્ષ વરકાણો પાસ, જીરાવલો ને થંભલ પાસ ૫૧૨૫ ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણગેહ । વિહરમાન વંદું જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિશ ॥૧૩॥ શંખેશ્વર પાર્શ્વનાથ, કેસરિયાજી તથા તારંગાજી તીર્થમાં અજિતનાથ પ્રભુ, અંતરીક્ષજી તીર્થ (મહારાષ્ટ્ર), વરકાણાજી તીર્થ અને જીરાવલાજી તીર્થ (રાજસ્થાન), સ્થંભનજી જે કોઈ ગામમાં, નગરમાં, પુર (જિલ્લાનું સ્થળ) અને રાજધાનીનું સ્થળ પાટણ-તમામ સ્થળોના જિનેશ્વરોના ચૈત્યોને પ્રણામ- જંબુદ્વીપના મહાવિદેહ, પૂર્વ ધાતકીખંડના, પશ્ચિમ ધાતકી ખંડના, પૂર્વ અર્ધ પુષ્કરવર દ્વીપના અને પશ્ચિમ અર્ધ પુષ્કરવર દ્વિપના - કુલ ૫ મહાવિદેહ x દરેક મહાવિદેહમાં (૪) ૨૦ વિહરમાન તીર્થંકરોને વંદના. – અનંત સિદ્ધ ભગવંતોને વંદના. “અઢીદ્વીપમાં જે અણગાર, અઢાર સહસ શીલાંગના ધાર । પંચ મહાવ્રત સમિતિ સાર, પાલે પલાવે પંચાચાર ॥૧૪॥ બાહ્ય અત્યંતર તપ ઉજમાલ, તે મુનિ વંદું ગુણમણિમાલ । નિતનિત ઊઠી કીર્તિ કરું, જીવ કહે ભવસાયર તરું ૫૧પા = જંબુ દ્વીપ, ઘાતકીખંડ અને અર્ધ પુષ્કરવર દ્વીપ = અઢી દ્વીપ ૧૮,૦૦૦ શીલાંગ : ક્ષમાદિ, યતિધર્મ ૧૦ X ૧૦ જીવોના પ્રકાર = ૧૦૦ x ૫ ઇન્દ્રિયો = ૫૦૦ ૫૦૦ × ૪ સંશા – ૨,૦૦૦ (આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ) (મન, વચન અને કાયા) ૨,૦૦૦ x ૩ = ૬,૦૦૦ ૬,૦૦૦ x ૩ = ૧૮,૦૦૦ (કરણ, કરાવણ અને અનુમોદન) છ પ્રકારના બાહ્યતપને અને છ પ્રકારના અત્યંતર તપને કરવામાં ઉજમાળ એવા ગુણો રૂપી મણિઓના માળાતુલ્ય અણગાર મુનિઓને વંદના અને પ્રણામ. આવા ભાવથી પ્રણામ કરવા વડે આ સૂત્રના કર્તા શ્રી જીવવિજયજી મહારાજ કહે છે કે હું ભવસાગર તરી જાઉં છું. શ્રુતસરિતા 2010_03 ૮૫ સકલ તીર્થ વંદના - અર્થ સહિત Page #111 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ સૂત્રની છેલ્લી બે ગાથા : સત્તાણવઈ સહસ્સા, લખ્ખા છપ્પન અઠકોડિઓ બત્તીસય બાસિઆઈ, તિઅલોએ ચેઈએ વંદે ૪ પનરસ કોડિ સયાઈ, કોડિ બાયાલ લ... અડવના છત્તીસ સહસ અસિઈ, સાસય બિંબાઈ પણમામિ પા કુલ જિનાલયો = ૮,૫૦,૦૦,૨૮૨ કુલ જિનમૂર્તિઓ = ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ ત્રણે લોકનાં દેરાસરો અને મૂર્તિઓની સંખ્યાનું કોષ્ટક ઊર્વલોક જિનમંદિરો પહેલા સ્વર્ગમાં ૩૨,00,000 X ૧૮૦ = બીજા સ્વર્ગમાં ૨૮,૦૦,૦૦૦ X ૧૮૦ = ત્રીજા સ્વર્ગમાં ૧૨,૦૦,૦૦૦ x ૧૮૦ = ચોથા સ્વર્ગમાં ૮,૦૦,૦૦૦ X ૧૮૦ = પાંચમા સ્વર્ગમાં ૪,૦૦,૦૦૦ X ૧૮૦ = છઠ્ઠા સ્વર્ગમાં ૫૦,૦૦૦ X ૧૮૦ = સાતમા સ્વર્ગમાં ૪૦,૦૦૦ X ૧૮૦ = આઠમા સ્વર્ગમાં ૬,૦૦૦ x ૧૮૦ = ૯/૧૦ મા સ્વર્ગમાં ૪00 x ૧૮૦ = ૧૧/૧૨ મા સ્વર્ગમાં ૩00 X ૧૮૦ = નવ ગ્રેવેયકમાં ૩૧૮ X ૧૨૦ = પાંચ અનુત્તરમાં ૫ X ૧૨૦ = ઊર્ધ્વલોકમાં ૮૪,૯૭,૦૨૩ અધોલોકમાં ૭,૭૨,૦૦,૦૦૦ X ૧૮૦ = . તિøલોકમાં ૩, ૧૯૯ X ૧૨૦ = + ૬૦ x ૧૨૪ = કુલ ૮,પ૦,૦૦, ૨૮ર જિનમૂર્તિઓ ૫૭,૬૦,૦૦,૦૦૦ પ૦,૪૦,૦૦,૦૦૦ ૨૧,૬૦,૦૦,૦૦૦ ૧૪,૪૦,૦૦,૦૦૦ ૭,૨૦,૦૦,૦૦૦ ૯૦,૦૦,૦૦૦ ૭૨,૦૦,૦૦૦ ૧૦,૮૦,૦૦૦ ૭૨,000 પ૪,000 ૩૮, ૧૬૦ ૬00 ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ ૩,૮૩,૮૮૦ ७,४४० ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ સકલ તીર્થ વંદના - અર્થ સહિત ८६ શ્રુતસરિતા 2010_03 Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-૮ 'જિનપ્રતિમા જિન સારિખી . શ્રી અજિતનાથાય નમઃ | સમર્થ શાસ્ત્રકાર મહર્ષિ આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અને તેઓશ્રીના પહેલાંના પણ મહાન પૂર્વાચાર્યો ફરમાવે છે. "चैत्यवन्दन्तः सम्यक् , शुभो भाव प्रजायते । તસ્માન્ત શર્મક્ષા: સર્વ, તત્ત: સ્થાપનુમનતે !” અર્થ : ચૈત્ય એટલે શ્રી જિનમંદિર અથવા શ્રી જિનબિંબ-તેને સારી રીતે વંદન કરવાથી પ્રકૃષ્ટ શુભ ભાવ પેદા થાય છે. શુભ ભાવથી કર્મક્ષય થાય છે, અને કર્મના ક્ષય વડે સર્વ કલ્યાણની (મોક્ષ) પ્રાપ્તિ થાય છે. ચૈત્યવંદનનો પ્રથમ અર્થ “જિનબિંબપૂજન’ છે. મન, વચન, કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ એ વંદન છે. “જિનબિંબ' એટલે પાષાણથી બનેલી પ્રતિમાજી. ધાતુની પ્રતિમાજીની અપેક્ષાએ આરસની પ્રતિમાજી હંમેશાં વધુ ઇચ્છવાજોગ, આવકારદાયક અને ઉપકારી છે. (૧) પાષાણની પ્રતિમાજીની આકૃતિ અને પ્રતિકૃતિ વધુ સ્પષ્ટ, સુરેખ અને મનોહર હોય છે, કે જેથી વીતરાગ પરમાત્મામાં વસેલા આત્મિક અનંત ગુણોનું સઘન સ્વરૂપ વધુ વ્યક્ત થાય છે. (૨) અષ્ટપ્રકારી પૂજા અને નવાંગી પૂજા પણ પાષાણની પ્રતિમાજીમાં વધુ ઘટે છે. ઉત્તમ દ્રવ્યો સાથે કરેલી પૂજા-ભક્તિ-સ્તુતિ પ્રશમરસની પ્રાપ્તિનું કારણ બને છે. (૩) જૈનદર્શનમાં પ્રતિમાજી છ પ્રકારની બનાવવામાં આવે છે. પાષાણ, કાષ્ટ, ધાતુ, કૃતિકા (માટી), | ગોમય, વાલુકા (રેતી) આ છ પ્રકારમાં શુક્લ ધ્યાનમાં સ્થિર અને પ્રશાન્ત મુદ્રા યુક્ત પ્રતિમાજી પાષાણની બને છે. ધાતુની અને આરસની પ્રતિમાજી બનાવવા/ઘડવાની ક્રિયામાં આરસની પ્રતિમાજી સર્વોત્તમ છે. શ્રી અનુયોગ દ્વાર સૂત્રમાં દસ પ્રકારે શ્રી જિનેશ્વર ભગવંતની સ્થાપનાનું સ્થાપન કરવાનું વિધાન છે : (૧) કાષ્ટમાં (૨) ચિત્રમાં (૩) પોથીમાં (૪) લેપ કર્મમાં (૫) ગુંથનમાં (૬) વેપ્ટન ક્રિયામાં (૭) ધાતુનો રસ પૂરવામાં (૮) અનેક મણિકાના સંઘાતમાં (૯) ડોડોમાં (૧૦) પાષાણમાં. આ દસમાં ‘પાષાણ'માં સ્થાપના શુભાકારી અને ઉપકારી ગણાય છે. પ્રતિમાજીના દ્રવ્ય તરીકે પાષાણ કે ધાતુ બંને પૃથ્વીકાય હોવા છતાં બન્નેના પુદ્ગલ-પરમાણુમાં અને પુદગલ-પરિણામમાં ઘણો ફરક હોય છે. આ ભેદને કારણે આરસની પ્રતિમાજીમાંથી નીકળતો પ્રભાવક પૌદ્ગલિક પ્રવાહ જિનબિંબનું પૂજન, અભિગમન, વંદન અને પર્યાપાસન કરવા વડે ચિત્તને વધુ નિર્મળ કરવામાં અને શુભ-ભાવનો પ્રાદુર્ભાવ કરવામાં પ્રબળ નિમિત્ત પૂરું પાડે છે. (૭) આરસનો શ્વેત રંગ કર્મકલંકરૂપી કાળાશને કાયમ દૂર કરનારો બનવામાં સૂચક છે. વધુમાં, શ્રીનવપદજીમાં અરિહંત પરમાત્માનો વર્ણ પણ ‘શ્વેત’ છે, તેથી પણ, આરસ-પાષાણની શ્રુતસરિતા - જિનપ્રતિમા જિન સારિખી 2010_03 Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાજીમાં પ્રભુના ગુણોનું આરોપણ વધુ પૂજનીય રીતે થઈ શકે છે અને આવા પ્રતિમાજી, ધાતુના પ્રતિમાજીની અપેક્ષાએ, શ્રેષ્ઠતમ આલંબન બને છે. પ્રભુ-પૂજાના ફળનું વર્ણન કરતાં શાસ્ત્રકાર ફરમાવે છે કે શ્રી જિનબિંબને પ્રમાર્જન કરતી વેળાએ સોગણું, વિલેપન કરતાં હજારગણું, પુષ્પની માળા ચઢાવતાં લાખગણું પુણ્ય ઉપાર્જન થાય છે. (૯) આરસની પ્રતિમાજી (મુખમુદ્રા સહિત) હંમેશાં મનમોહક, શાન્તાકાર અને ચિત્તાકર્ષક હોય છે અને પ્રતિમાજીના ચક્ષુમાં નર્યો નિર્મળ સ્નેહ સ્વચ્છપણે અને સ્પષ્ટપણે નિરખી શકાય છે. સંસારીનું મન અતિ ચંચળ હોઈ, પાષાણના પ્રતિમાજી મનને સુસ્થિર અને સુલીન કરવામાં વધુ કારણભૂત બને છે. (૧૦) પાષાણ' શબ્દ બોલવાની સાથે તે શબ્દમાં રહેલ “કાઠિન્ય'-કઠણપણાનો બોધ થાય છે; અને તે કઠણપણે આપણા કર્મ-સમૂહમાં ભારે નાસભાગ કરાવવામાં કારણભૂત છે. (૧૧) “નામતિ દ્રવ્યમા” – નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ – આ ચાર નિક્ષેપામાં પણ “આકૃતિ એટલે સ્થાપનામાં પાષાણની પ્રતિમાજીનો અભિગમ તરી આવે છે. (૧૨) સર્વ અરિહંત પરમાત્માઓ સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હોય છે; એટલે કે તેઓશ્રીના ચરમ દેહના ચાર માપ એકસરખા હોય છે, સમાન હોય છે. આ માપનું સરખાપણું પણ પાષાણના પ્રતિમાજીમાં વધુ શક્ય બને છે. (૧૩) જેમ સાધુ ભગવંતની વૈયાવચ્ચ કરવાની હોય છે, તેમ શ્રી અરિહંત તેમજ સિદ્ધ પરમાત્માની વૈયાવચ્ચ પણ કરવાની શાસ્ત્રમાં આલેખેલી છે, સમોવસરણમાં બેસવું તે શ્રી અરિહંત પરમાત્માની વૈયાવચ્ચ છે, તો મહાનિર્જરાની કારણભૂત શ્રી સિદ્ધ પરમાત્માની વૈયાવચ્ચ, તેઓશ્રીની અષ્ટ પ્રકારી પૂજા, નવાંગી પૂજા વગેરે કરવાથી થાય છે. આ પણ વધુ ઉચિત આરસની પ્રતિમાજીમાં ઘટે છે. (૧૪) જિનાલયમાં જાળવવાની દસ-ત્રિક પૈકી અવસ્થા-ત્રિકમાં પ્રભુની ત્રણ પ્રકારની અવસ્થાનું ચિંતન કરવાનું હોય છે. (૧) પિંડસ્થ (૨) પદસ્થ (૩) રૂપાતીત. પિંડસ્થ અવસ્થાના ત્રણ ભેદ : (૧) જન્માવસ્થા - અભિષેક, પ્રક્ષાલન, જંગલૂછણાં વગેરે. (૨) રાજ્યાવસ્થા - કેસર, ચંદન, ફૂલ, અલંકાર, આંગી વગેરે. (૩) શ્રમણાવસ્થા - કેશરહિત મસ્તક, પર્યકાસન, કાયોત્સર્ગ આસન વગેરે. પદસ્થ અવસ્થા - કેવળજ્ઞાનની પ્રાપ્તિથી માંડીને મોક્ષે ગયા ત્યાં સુધીની અવસ્થા ચિંતન. રૂપાતીત અવસ્થા - રૂપ વગરની સિદ્ધપણાની અવસ્થા. આ ત્રણે અવસ્થાઓનું ચિંતન (અવસ્થા-ત્રિક) દ્વારા અખૂટ આત્મસ્નેહ અંજાય છે અને મનમાં મંગળની શુભ ભાવના છલકાય છે કે જે મોહનીય આદિ કર્મપ્રકૃતિઓનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ કરવામાં કારણભૂત બને છે. પ્રાતિહાર્ય આદિથી યુક્ત પાષાણની પ્રતિમાજીમાં પિંડસ્થ અવસ્થાનું ચિંતન વધુ સુગમ અને સુકર બને છે. જિનપ્રતિમા જિન સારિખી શ્રુતસરિતા 2010_03 Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-૯ આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા (બહિરાત્મા, અંતરાત્મા, મહાત્મા અને પરમાત્મા) પરમ પૂજય પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ તપાગચ્છાધિપતિ સુવિહિત શિરોમણિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રભાવક શિષ્યરત્ન પૂજયપાદ પ્રવચન પ્રભાકર સિદ્ધાંતનિષ્ઠ શાસનજ્યોત પરમ પૂજય શ્રી વિજય નયવર્ધનસૂરિજી લિખિત ‘આત્માથી પરમાત્મા સુધી' પુસ્તક પર આધારિત. જૈનશાસનના જયોતિર્ધર આચાર્યદેવેશ શ્રી વિજય કમલસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રશિષ્ય આચાર્ય શ્રીમદ્ વિજય કેશરસૂરિજી લિખિત ‘શ્રી મહાવીર તત્ત્વપ્રકાશ અને શ્રી આત્મવિશુદ્ધિ'ના પાંચમા પ્રકરણનું મંગલાચરણ : જીવનો પશ્ચાત્તાપ ज्ञातं दष्टं मयासर्व સ્વીય શુદ્ધસવ્રૂપ, ન “સજીવ અને નિર્જીવ બધા પદાર્થો મેં જાણ્યા કોઈ પણ વખત મેં જાણ્યું કે જોયું નથી.” આધાર ગ્રંથો : सचेतन मचेतनम् । વિઘ્ન વતમ્ ||9|| અને જોયા પણ કેવળ મારું પોતાનું શુદ્ધ સ્વરૂપ સ્વ. આચાર્યદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પંન્યાસ પ્રવર શ્રી વિશ્વકલ્યાણ વિજયજી ગણિવરના શિષ્ય પૂજ્ય મુનિશ્રી યશોવિજયજી લિખિત ‘સંવેદનની સરગમ.’ (૨) ગચ્છાધિપતિ આચાર્યદેવ પ.પૂ. શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ. ના સૂક્ષ્મતત્ત્વ વિવેચક પ્રશિષ્ય પૂ. શ્રી મુક્તિદર્શન વિજયજી મ.સા. લિખિત ‘યોગદૃષ્ટિનાં અજવાળાં ભાગ-૧-૨-૩.’ (૩) પ.પૂ. વર્ધમાન તપોનિધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરિજી લિખિત ‘મનને સંભાળી લે.' (૪) ગુરુદેવ પૂજ્ય શ્રી ધીરજમુનિ મ.સા. ના આજ્ઞાનુવર્તી, તત્ત્વવેત્તા, બાલ બ્રહ્મચારી પૂ. શ્રી વિનતાબાઈ મહાસતીજી લિખિત ‘અધ્યાત્મસુધા.’ પ્રસ્તાવના : શ્રુતસરિતા 2010_03 અનંત ઉપકારી અનંત કરુણાના સાગર અનંત જ્ઞાની ચરમ તીર્થપતિ ભગવાન શ્રી મહાવીર સ્વામી સંસારી આત્મા ચાર અવસ્થામાંથી પસાર થઈને શીઘ્રાતિશીઘ્ર સિદ્ધ સ્વરૂપી બને, તે શુભ હેતુથી શાસનની સ્થાપના કરે છે. અનાદિથી આ જગતમાં અવિરત ભ્રમણ કરી રહેલો આપણો આત્મા રાગ-દ્વેષ, મોહ, અજ્ઞાન, કષાય-વિષય વ. અનેક કલુષિત ભાવોથી મિલન બનેલો છે. અનંત ગુણસમૃદ્ધિ જેની સત્તામાં પડેલી છે, તેવો આપણો આત્મા નિજાનંદને પડતો મૂકીને પુદ્ગલના આનંદને સાચો આનંદ માની બેસે છે. મનન યોગ્ય સૂત્ર છે કે પુદ્ગલ પુદ્ગલને પોષે છે અને જીવ પરભાવમાં પડતાં સ્વરૂપને શોષે છે. વર્ષોથી તપ, ત્યાગ, વૈરાગ્ય, ધર્મક્રિયા કરતાં હોવા છતાં તેના ફળ સ્વરૂપે હજી વિષય-કષાય ઘટતાં કેમ નથી ? વાસના અને વિજાતીયમાં આકર્ષણ કેમ ઘટતું નથી ? જાપ, માળા આદિમાં મન આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા ૮૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ સ્થિર કેમ થતું નથી ? વર્ષોથી પ્રવચનો/સ્વાધ્યાયો સાંભળવા છતાં ઉપદેશબોધ હજી કેમ પરિણમ્યો નથી ? આરાધકભાવ કેમ નિરંતર ટકતો નથી ? કર્મના તોફાનામાં આકુળતા હજી કેમ આવે છે ? હજુ કર્મબંધનના માર્ગે કેમ દોડી જવાય છે ? હજી આત્માનો અનુભવ કેમ થતો નથી ? આવી આવી આંતર વેદના અને વ્યથા આપણને બહિરાત્મામાંથી અંતરાત્મા તરફ લઈ જાય છે. આંતરભાવોથી અળગો બનેલો અને બાહ્ય ભાવોમાં ભાન ભૂલેલો આત્મા બહિરાત્માના પ્રભાવ તળે સમય પસાર કરે છે. પણ જ્યારે આત્માની આંખ ઊઘડે છે, આત્મા પોતાનું પડખું બદલે છે, બહાર કરતાં અંદરની અસ્મિતા અને ઓજસ્વિતા તેને આકર્ષવા લાગે છે, ત્યારે તે અંતરાત્મા તરીકે ઓળખાય છે. તે વેળાએ તેને વિચાર આવે છે, કે કર્મ નાટકમાં પાત્ર બનીને દરેક ભવમાં આ ભજવવાનું ક્યારે બંધ થશે આવો અંતરાત્મા મોક્ષના મૂળભૂત પોતાના સ્વરૂપને પામવા માટે જ્યારે મહાન સાધના આદરે છે, ત્યારે તે મહાત્મા કહેવાય છે. એ મહાત્મા સાધનાની ચરમ સીમાએ પહોંચી સિદ્ધિ મેળવી જયારે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરે છે, ત્યારે તે પરમાત્મા કહેવાય છે. આપણે માનવજન્મને માનવજીવમાં રૂપાંતરિત કરવા માટે બહિરાત્મામાંથી ૫રમાત્મા સુધીની અવસ્થાઓની આ આશ્ચર્યકારી યાત્રા કરવી આવશ્યક છે, ઉપયોગી છે, સાર્થક છે. આ ચારે અવસ્થાનું વર્ગીકરણ : ૧. મિથ્યાત્વની અવસ્થા તે બહિરાત્મદશા ૩. સાધુપણાની અવસ્થા તે મહાત્મદશા ૨. સમ્યક્ત્વની અવસ્થા તે અંતરાત્મદશા ૪. સિદ્ધપણાની અવસ્થા તે પરમાત્મદશા બહિરાત્મદશા અનાદિ કાળથી ચાલતી દશા છે, ત્યાર પછી અંતરાત્મદશા તેના કરતાં ઓછો કાળ ચાલતી દશા છે. મહાત્મદશા એના કરતાં પણ ઓછો સમય ચાલતી અવસ્થા છે, અને અનંતાનંત કાળ સુધી ટકી રહે તેવી પરમાત્મદશા છે. વર્તમાનકાળની મોટી ખામી એ છે કે આજે આત્મવાદ ભુલાયો છે અને ભૌતિકવાદ વકર્યો છે; આસ્તિકવાદ ભૂલાયો છે અને નાસ્તિકવાદ વધ્યો છે; જીવત્વનું ગૌરવ વિસરાયું છે અને જડની બોલબાલા વધી છે. હકીકતમાં, આત્માને યાદ કરે તે આસ્તિક અને યાદ ના કરે તે નાસ્તિક. આત્માની ઓળખાણ એ જિનશાસનનું પ્રવેશદ્વાર છે. બહિરાત્મા/અતંરાત્મા : (બહિરાત્માના પ્રતિપક્ષે અંતરાત્મા સમજવો) વ્યાખ્યા : બાહ્યભાવોમાં અર્થાત્ પૌદ્ગલિક પદાર્થોમાં આસકત બનેલો અને આત્મતત્ત્વને વિસરી ગયેલો આત્મા એ બહિરાત્મા છે. આત્માની બહિરાત્મદશા સૂચવનારાં ચાર લક્ષણો : विषय कषायावेशः, तत्वाश्रद्धा गुणेषु च द्वेषः । आत्माज्ञानं च यदा, वाह्यात्मा स्यात्तदा व्यक्तः ॥ (૧) વિષય-કષાયનો આવેશ (૨) તત્વની અશ્રદ્ધા (૩) ગુણોમાં દ્વેષ (૪) આત્માનું અજ્ઞાન. બાહ્યાત્મા આ રીતે જણાય છે. વિષય-કષાયનો આવેશ : શાસ્ત્રકારોએ વિષયોને વિષની ઉપમા આપી છે. પાંચે પાંચ ઇન્દ્રિયોના વિષયો ખતરનાક છે, આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા ૯૦ શ્રુતસરિતા 2010_03 Page #116 -------------------------------------------------------------------------- ________________ આત્માને ગબડાવનાર છે, ભવભ્રમણ વધારનારા છે, દુર્ગતિના કારણ છે. રાજસ-તામસ અને સાત્ત્વિકઆ ત્રણ પ્રકૃતિઓ ગણાય છે. તેમાં, વિષયોનું ખેંચાણ એ રાજસવૃત્તિ, કષાયોની પરવશતા એ તામસવૃત્તિ છે અને બન્નેમાં સંતુલન એ સાત્ત્વિક વૃત્તિ છે. ધર્મ સાત્ત્વિક વૃત્તિથી જ સંભવી શકે છે. આ આવેશ મોહના લીધે જ આવે છે. આ ચારે અવસ્થાઓ મોહની સાથેના આત્માના સંબંધ ઉપરથી નક્કી થાય છે. બહિરાત્મા આત્મા ઉપર મોહનું એક્ચક્રી આધિપત્ય. અંતરાત્મા આત્મા મોહને મહાત કરતો આગળ ધપે. મહાત્મા પરમાત્મા વૈરાગ્ય એ તો આત્માની લાયકાતનું સૌથી પહેલું લક્ષણ છે. તનથી સંસારમાં પણ મનથી મોક્ષમાં તે અંતરાત્મા. બહિરાત્માને સંસારમાં કદાચ સુખ મળી જાય તો ય દુ:ખી ને દુ:ખી, જ્યારે અંતરાત્માઓને કર્મોદયે કદાચ દુ:ખ આવી પડે, તો ય સુખીને સુખી. ધ્યાન રાખવા જેવું છે કે દુઃખની વેદના કરતાં દુ:ખનો અણગમો આપણને વધારે દુઃખી કરે છે. બહિરાત્માઓ ધર્મ કરવા છતાં પણ ધર્મી નથી બની શકતા, જ્યારે અંતરાત્માઓ પાપ કરવા છતાં ય પાપી નથી બની જતા. પૂ. શ્રી વિજય રામચન્દ્રસૂરિજી ફરમાવતા કે ‘પાંચ ડાકણોથી સાવધ રહેજો અને ચાર ચંડાળોના પડછાયાથી દૂર રહેજો.’ પાંચ ઇન્દ્રિયોના વિષયો એ પાંચ ડાકણ અને ચાર કષાયો એ ચાર ચંડાળો છે. વિષયો-કષાયોથી વેગળા થઈ ધર્મ કરીએ તો જ અંતરાત્મા બની શકાય છે. આપણે ધર્મપ્રવૃત્તિ તો હોંશેહોંશે કરીએ છીએ, પણ ધર્મનો પ્રવેશ આપણી વૃત્તિમાં તો દેખાતો નથી. આપણી પ્રવૃત્તિ અને વૃત્તિ (વિચારો)ની મોહની સાથેનો સંબંધ દર્શાવતી ચતુર્થંગી : બહિરાત્મા – પ્રવૃત્તિ મોહાધીન અને વૃત્તિ પણ મોહાધીન પ્રવૃત્તિ અલ્પાંશે મોહાધીન પણ વૃત્તિ ધર્માધીન મહાત્મા પ્રવૃત્તિ ધર્માધીન અને વૃત્તિ પણ ધર્માધીન અંતરાત્મા - આત્મા મોહને સંપૂર્ણ મહાત કરવા મોરચો માંડે. આત્માને પ્રાપ્ત થતી મોહથી સંપૂર્ણ મુક્તિ. - પરમાત્મા પ્રવૃત્તિ નથી અને વૃત્તિ પણ નથી આ માટે, આપણે પહેલાં નક્કી કરી લેવું જોઈએ કે આપણે બહિરાત્મા રહેવું નથી. જ્યાં સુધી કષાયો-વિષયોનો આવેશ છે, ત્યાં સુધી શાસનમાં પ્રવેશ મળશે નહીં. બહિરાત્મપણું છોડવું નથી અને અંતરાત્મપણું મેળવવું ય સહેલું નથી. અનાદિથી આત્મામાં જે સંસ્કારો ઘૂંટાયા છે, તેને ભૂંસવાના છે અને તેની સામે શુભ સંસ્કારો ઊભા કરવાના છે, દેઢ બનાવવાના છે. આત્મગુણોને રોકનારા ચાર કષાયોના ચાર પ્રકાર છે. અનંતાનુબંધી ક્યાય સમ્યક્ત્વને રોકે છે. પ્રત્યાખ્યાની ક્લાય સર્વવિરતિને રોકે છે. - અપ્રત્યાખ્યાની કષાય દેશવિરતિને રોકે છે. સંજ્જવલન ક્યાય - વીતરાગદશાને રોકે છે. ક્રોધ : કોઈ પણ પદાર્થની અપેક્ષા એ ક્રોધ ઉત્પન્ન થવાનું કારણ છે. ક્રોધની ઉત્પત્તિનું કારણ જડમૂળથી કાઢવું હોય તો અપેક્ષારહિત બનો. ક્ષણ વારના ક્રોધમાં ક્રોડ પૂર્વ વર્ષ સુધી પાળેલા સંયમના ફળનો નાશ કરે છે. સદ્ગુણોને ભસ્મસાત કરી આત્માને પરભવે દુર્ગતિમાં મોકલી આપવાની તાકાત આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા શ્રુતસરિતા 2010_03 ૯૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ ક્રોધમાં છે. જ્ઞાનીઓએ ક્રોધને અનેક ઉપમાઓ આપી છે - નાગ જેવો વિષમય, આગ જેવો દાહક, ચંડાલ જેવો હલકો, પિશાચ જેવો વિકરાળ, તાવ જેવો શક્તિસંહારક, અત્યંતર અશુચિ, મહાન આંતર રિપુ, કષાયોનો લોકનેતા વગેરે. ક્રોધના આવેશ સમયે મગજની સ્થિરતા ગુમાવીને પાગલપનના પટાંગણમાં વ્યક્તિ પ્રવેશે છે. ડહાપણનો દરિયો ક્ષણભર આવરણોથી ઢંકાઈ જાય છે. ક્રોધ એટલે આત્મભૂમિ પર સર્જાતો કેટલીક ક્ષણોનો મહાપ્રલય. કષાયમુક્તિ એ જ સાચી મુક્તિ છે અને “ક્ષમા” એ જ મહાશસ્ત્ર છે ક્રોધને કાબૂમાં લેવાના ઉપાયો : (૧) ક્રોધના સંયોગ આવે ત્યારે ય ક્રોધ ન થઈ જાય, તે માટે જાત ઉપર જાપતો ગોઠવવો. (૨) કદાચ ક્રોધ થઈ જાય તો મનમાં ખૂબ પશ્ચાત્તાપ કરવો. (૩) નિમિત્તોને નિષ્ફળ બનાવવાનો સંકલ્પ કરવો. (૪) જયારે ક્રોધના કોઈ સંયોગો ન હોય, ત્યારે નિરાંતની પળમાં “ક્રોધનાં ફળ કડવાં' વિષયક ચિંતન કરવું. (૫) ક્રોધ કરવો એ મોહની આજ્ઞા છે, ક્ષમા રાખવી એ જિનની આજ્ઞા છે. માનનું કરો અપમાન : જ્ઞાની ભગવંતો કહે છે કે મોહના બે પ્રકાર છે - રાગ અને દ્વેષ. તેમાં ક્રોધ અને માન દ્વેષના પ્રકારો છે, અને માયા અને લોભ એ રાગના પ્રકારો છે. બીજી અપેક્ષાએ, લોભ (ઇચ્છા) એ સર્વ કષાયોનું મૂળ છે. જીવ પ્રથમ કોઈ પદાર્થ માટેની ઇચ્છા (લાભ) કરે; પછી તેને પ્રાપ્ત કરવા “માયા” કરે; તેમાં સફળ થાય તો “માન” કરે અને નિષ્ફળ થાય તો “ક્રોધ' કરે. બહિરાભા – તનમાં અવિવેક અને મનમાં અવિવેક અંતરાત્મા – તનમાં અવિવેક અને મનમાં વિવેક મહાત્મા – તનમાં વિવેક અને મનમાં વિવેક પરમાત્મા – તનથી મુક્ત અને મનથી મુક્ત આઠ પ્રકારના મદ (જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ અને શ્રુત)થી વેગળા રહેવું. આ આઠે પ્રકારમાંથી જે જે મદ સેવ્યો હોય, તે તે વસ્તુ આપણને પરભવમાં હનરૂપે મળે છે. માયાની છાયા છોડો : ક્રોધ-માન અને લોભ એ પ્રગટ કષાય છે, પણ માયા એ તો પ્રચ્છન્ન કષાય છે, છૂપો દોષ છે. મુહપત્તિના બોલમાં “માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું” આવે છે. બીજા કોઈ કષાયને જ્ઞાનીએ શલ્ય નથી કહ્યો. આનો સ્પષ્ટ અર્થ એ જ છે કે માયાની ભયંકરતા સૌને ટપી જાય તેવી છે; એટલે કે અનુબંધ અશુભ પાડવાની ભયંકર તાકાત ધરાવે છે. માયાની પ્રતિપક્ષે આત્માનો ગુણ “સરળતા” છે. સરળતા તે તમામ આરાધનાની સફળતા છે. શાસ્ત્રમાં સ્પષ્ટ વિધાન છે કે સરળ આત્મા જ આત્મશુદ્ધિ સાધી શકે છે; સરળ આત્માને જ ધર્મ હોઈ શકે છે; સરળ આત્મા જ નિર્વાણપદને પામે છે. માયાનું સેવન કરનાર વ્યક્તિને તિર્યંચગતિનું આયુષ્ય બંધાય, સ્ત્રીવેદ બંધાય અને અનેક અશુભ નામકર્મની પ્રકૃતિઓ બંધાય. લોભને કહો થોભ : અજ્ઞાનથી અંધ અને મોહથી મૂઢ બનેલા આત્માને ભૌતિક પદાર્થોમાં જ સુખનાં દર્શન થાય છે. આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા ૯૨ શ્રુતસરિતા 2010_03 Page #118 -------------------------------------------------------------------------- ________________ સંસારના જે જે પદાર્થો મનગમતા લાગે તેની સ્પૃહાને, ઝંખનાને, લાલસાને જ્ઞાની ભગવંતો લોભ” શબ્દથી ઓળખાવે છે. લોભને આધીન જીવોના બાકીના ત્રણે કષાયો મજબૂત જ રહેવાના. સત્ય કથન છે કે ક્રોધ પ્રીતિનો નાશ કરે, માન વિનયનો નાશ કરે, માયા મૈત્રીનો નાશ કરે; જ્યારે લોભ એ સર્વનો વિનાશ કરે. આ લોભ આપણને સૌને ઇચ્છાઓ કરાવી કરાવીને દુઃખી દુઃખી કરાવે છે. દુનિયાના જીવોને નથી મળ્યું માટે દુઃખી છે, તેના કરતાં ય જેટલું મળે તેટલું ઓછું જ લાગે છે તેના કારણે વધુ દુઃખી છે. આવાને સુખી કોણ કરી શકે ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહે છે – સુચ્છા હું HTTPસક્ષમા કાંતીયા – ઇચ્છા આકાશ જેવી અનંત છે. – ગદા તાદો તદા તો – જેમ જેમ લાભ વધતો જાય, તેમ તેમ લોભ વધતો જાય છે. લોભને નાથવા માટે મનને સાધવું પડે. મનને જે ગમે, તેમાં મન રમે. મનથી જ ભવભ્રમણ અને મનથી જ આત્મરમણ. તનથી મૃત્યુ પામીએ તો તન મળે અને મનથી મૃત્યુ પામીએ તો મુક્તિ મળે. આમ, મન એ વિકાસનું સાધન છે. મનનો ઉપયોગ ઇચ્છાઓ કરવામાં નહીં કરતાં, સવિચારમાં લગાડવું જોઈએ : (૧) જીવ વિચાર, પ્રકરણ, તત્ત્વાર્થ, કર્મગ્રંથ આદિ શાસ્ત્રોનો સંગીન બોધ. (૨) અરિહંત પ્રભુના ૩૪ અતિશય, વાસ સ્થાનક, સકલાહત, વગેરે, સ્તોત્રોમાં પ્રભુના વિશેષણો. (૩) સમ્યકત્વના ૬૭ બોલ, માર્ગાનુસારીના ૩૫ ગુણ, શ્રાવકના ૨૧ ગુણ, ભાવશ્રાવકના લક્ષણ. (૪) જીવનમાં જેટલાં તીર્થો, દેરાસરો, સાધુ ભગવંત, મહાસતીજી આદિનાં દર્શન કર્યા હોય તે સર્વેને ક્રમસર મનમાં લાવી શકાય. (૫) ભરફેસરની સઝાયના ક્રમસર એકેક મહાપુરુષના જીવનના ખાસ પ્રસંગો મનમાં લાવવા. તત્વની અશ્રદ્ધા : પૂ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં ફરમાવેલ છે કે - તા શ્રદ્ધાનું સારર્શનમ્ - તત્ત્વના અર્થની પારમાર્થિક, શ્રદ્ધા એ જ ખરું સમ્યગ્દર્શન છે. ‘તત્ત્વ' સંસ્કૃત ભાષાનો શબ્દ છે. ‘તતુ = તે તે જગતના પદાર્થો અને ‘વ’ = તેનાપણું, તેનું સ્વરૂપ, તેનું જાણવાપણું. તત્ત્વનો અર્થ થાય છે “જગતના પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ.” સંસારની ટૂંકી વ્યાખ્યા છે : જીવ-અજીવનું મિશ્રણ. આત્મતત્ત્વ અને પુલતત્ત્વને જુદા પાડીને, મનથી જુદા પાડીને, આત્મા પોતાનો જે તે ભવ પસાર કરે તો કોઈ વાંધો નથી. ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજ “શ્રી શાન્ત સુધારસ'માં લખે છે – “પર : તે વિના, કોરિવા ન કૃતિ મળે” – પારકો જો અંદર ઘૂસે તો વિનાશ કર્યા વગર ન રહે – આવી જે લોકોક્તિ છે, તે ખોટી છે તેમ હું માનતો નથી.” ગુણમાં ઠેષ : અનાદિકાળથી સંસારમાં ભટકી રહેલો આપણો આત્મા કર્મોનો ગુલામ બન્યો છે. તેથી તેનામાં કાકવૃત્તિ (કાગડાનો સ્વભાવ) પેદા થઈ છે. “પશુચિવિરા' કાગડાની માફક અશુચિમાં રુચિ ધરાવતા બન્યા છીએ. આત્મવિકાસમાં આ ગુણમાં રહેલો વેષ મોટામાં મોટી પછડાટ અપાવે છે. ગુણોના ગ્રાહક બની, ગુણની અનુમોદના કરતાં કરતાં ગુણાનુરાગી બનવું જોઈએ. ગુણોને પ્રાપ્ત કરવા માટેનું શ્રુતસરિતા ૯૩ આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા 2010_03 Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશદ્વાર “ગુણાનુરાગ” છે. ઉદયભાવથી કરાતો ધર્મ સંસાર પરિભ્રમણનું કારણ બને છે, ત્યારે ક્ષયોપશમભાવથી કરાતો ધર્મ પાપનું નિવારણ, મોહનું મારણ અને ભવનું વારણ કરનારો બને છે. પ્રવૃત્તિથી બંધ અને વૃત્તિથી અનુબંધ પડે. પ્રભાવ દેખાડે તે બંધ અને સ્વભાવ ઘડે તે અનુબંધ. આત્માનું અજ્ઞાન : બહિરાત્મા – જેને આત્માનો વિચાર સરખો ચ નથી આવતો. અંતરાત્મા – જેણે આત્માને બરોબર ઓળખી લીધો છે. મહાત્મા – જેણે આત્માને જ જિંદગી સોંપી દીધી છે. પરમાત્મા – જેણે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. હું આત્મા છું, નિત્ય છું, કર્મનો કર્તા છું, કર્મનો ભોક્તા છું, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે – આ છ સ્થાનનું સતત સ્મરણ કરવું. આ સ્મરણ કરી કરીને આત્માનું ભાવન કરવું. આત્માની શ્રદ્ધા આત્માની ચિંતા કરાવ્યા વગર ન રહે. આ શરીરમાં હુંપણાનો ભાવ અને “મારાપણાનો ભાવ કાઢવો જોઈએ. મોહરાજાના આ જ બે મિત્ર છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે “બહિરાત્મા મટો અને અંતરાત્મા બનો.” અંતરાત્મા બનવું હોય તો આત્માને ઓળખો; આત્માના સ્વરૂપનું જ્ઞાન મેળવો અને આત્માના કલ્યાણ માટે પ્રયત્નશીલ બનો. આત્માની એવી અને એટલી ચિંતા કરો કે જેથી આપણો ધર્મ વાસ્તવિક ધર્મ બને અને આપણો સાંસારિક વ્યવહાર પણ વિવેકપૂર્વકનો બની રહે. જિહાં લગે આત્મતત્ત્વનું, લક્ષણ નવિ જાણ્યું, તિહાં લગે ગુણઠાણું ભલું, કિમ આવે તાણ્યું.” માત્ર જ્ઞાનાવરણીય કર્મનો જ નહીં, પણ સાથે સાથે મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ થાય તો જ પરમાત્માનો માર્ગ સમજાય. જ્ઞાન અને ક્રિયા તેમ જ નિશ્ચય અને વ્યવહાર - આ ઉભયથી જ મોક્ષ મળે. માટે તો કહે છે કે નિશ્ચય વગર તત્ત્વ નહીં અને વ્યવહાર વગર તીર્થ નહીં. નિશ્ચયને પમાડી આપે તે વ્યવહાર જ “ધર્મ' તરીકે મનાય છે. વિશ્વમાં રહેલા સર્વ પદાર્થોને જેવી રીતે છે તેવી રીતે બરોબર જે જાણે છે અને જુએ છે, તે વ્યાકુલતા વિનાના અને ગુણી આત્માને શુદ્ધ સ્વરૂપ કહેવામાં આવે છે. મહાત્મા ઃ અંતરાત્મા કરતાં ય આગળ તે મહાત્મા. દુનિયાના તમામ સદાચારોનો સમાવેશ થઈ જાય છે; એક પણ દુરાચારને સ્થાન નથી, દુનિયાના કોઈ પણ કાયદા જ્યાં બંધનકર્તા બની શકતા નથી, દુનિયા આખી જેને નમસ્કાર કરે છે, દુનિયામાં જેની તુલના કરી શકાય એવી કોઈ જીવનપદ્ધતિ જ નથી, જેની આરાધના એ દુનિયાની સલામતિનો આધાર છે, એવી છે સર્વજ્ઞ શ્રી વીતરાગ પરમાત્માએ દર્શાવેલી “દીક્ષા'. નિર્ભય, નિશ્ચિત, નિષ્પાપ અને નિર્દોષ જીવનાર જૈનશાસનના શણગાર સમા સાધુ ભગવંત આ સમગ્ર જગતની અનોખી અને અનુપમ અજાયબી છે. સાધુ થવાની શક્તિ મેળવવાનો પ્રયાસ તેનું નામ શ્રાવક્વણું છે. આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા ૯૪ શ્રુતસરિતા 2010_03 Page #120 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા પરમાત્મા પૂ. શ્રી રામચન્દ્રસૂરિજીએ દેખાડેલી મૂલ્યવંતી ત્રિપદી : સંસાર છોડવા જેવો; સંયમ લેવા જેવો; મોક્ષ મેળવવા જેવો. પરમાત્મા : આત્માની મૂળભૂત અવસ્થા - સ્વરૂપરૂપ અવસ્થા - શુદ્ધાતિશુદ્ધ અવસ્થા તે પરમાત્મ દશા. જે આત્મા મહાત્મા બન્યો, તેને વિષયો અને કષાયો “છેછતાં ‘નથી' જેવા થઈ ગયા હોય છે. જે હેય (છોડવા જેવું) લાગ્યું તે છોડી બેઠા; અને જે ઉપાદેય (મેળવવા જેવું) લાગ્યું તે સ્વીકારી બેઠા. મોક્ષની ઇચ્છામાં ય એવી તાકાત છે કે એ ક્રમે ક્રમે આત્માને ઇચ્છારહિત બનાવી દે. મોક્ષ એટલે આત્માનું સ્વાધીન જીવન અને સંસાર એટલે કર્મની ગુલામીભર્યું જીવન. જે વાતનો સીધો સંબંધ કે અવસરે પરંપરાએ સંબંધ મોક્ષ સાથે ન થતો હોય તેને ધર્મનો ઉપદેશ કહેવાય જ નહીં. આત્માને પરમ કક્ષાએ પહોંચાડવો તેનું જ નામ “પરમાત્મા છે. જ્ઞાન, દર્શન-ચારિત્ર એ આત્માના ભાવપ્રાણ છે. આ ત્રણેનો અભેદ થતાં આત્મામાંથી કર્મ ખરી પડે છે અને આપણો જ આત્મા પૂર્ણાનંદને પામે છે. ચાર અવસ્થાનું અલગ અલગ દ્રષ્ટિએ વિશ્લેષણ : | | બહિરાત્મા અંતરાત્મા ૧| મિથ્યાત્વની અવસ્થા | સમ્યકત્વની અવસ્થા | સાધુપણાની અવસ્થા સિદ્ધ અવસ્થા ૨. વિકૃતિમય જીવન વિરતિમય જીવન વિરક્તિમય જીવન | વિમુક્તિમય જીવન | ૩. પ્રવૃત્તિ મોહાધીને | પ્રવૃત્તિ મોહાધીન | પ્રવૃત્તિ ધર્માધીન | પ્રવૃત્તિ નથી વૃત્તિ મોહાધીન | વૃત્તિ ધર્માધીન વૃત્તિ ધર્માધીન વૃત્તિ નથી ૪. સંસારના રસિક જીવો | સંસારના વિરાગી જીવોસંસારના ત્યાગી જીવો સંસારમુક્ત જીવો પ. સંસારમાં ભટકનારો | સાધનાની સન્મુખ | સાધના સાધનારા સાધનાની સિદ્ધિ પામેલા | દ.| સંસારના રસિયા જીવો સંયમના રસિયા જીવો | મોક્ષના રસિયા જીવો | મોક્ષમાં વસિયા જીવો . ૭. તન-મનમાં અવિવેક | તનમાં અવિવેક તન-મનમાં વિવેક તન-મનથી મુક્ત મનમાં વિવેક ઉપસંહાર : અત્યારે હાલના તબક્કે દીક્ષા ના લેવાય, પણ જીવનને અંતર્મુખી બનાવી શકાય છે. ઇચ્છારહિત બનવાનો પ્રયત્ન કરવો. નિવારી શકાય તેવા પાપથી દૂર થવું. અનિવાર્યપણે કરવા પડતાં પાપનાં કાર્યોમાં આનંદ અનુભવવો નહીં. વ્યવહારિક ધોરણે, એકાંત, મૌન, ધ્યાન, સ્થિરાસન, તત્ત્વવિચારણા, સ્વાધ્યાય આદિમાં દરરોજ થોડો સમય જોડાવું. સ્વભાવની રુચિ, સ્વભાવનો ઉપયોગ, સ્વભાવની રમણતા અને સ્વનો અનુભવ કરી લેવા માટે આપણને આ ભવ જૈનકુળમાં પ્રાપ્ત થયો છે. તરણતારણહાર શ્રી જિનાજ્ઞાવિરુદ્ધ મારાથી લખાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્. ચારે ય અવસ્થાઓને નજર સમક્ષ રાખી, બહિરાત્મા મટી, અનુક્રમે અંતરાત્મા-મહાત્મા અને પરમાત્મપદના સૌ ભાગ્યને આપણે સૌ શીધ્ર પ્રાપ્ત કરનારા બનીએ એ મંગલ કામના. શ્રુતસરિતા ૯૫ આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા 2010_03 Page #121 -------------------------------------------------------------------------- ________________ અંતરયાત્રા માટેનું નિરીક્ષણ આત્મનિરીક્ષણના દર્પણ દ્વારા તારી જાતને સતત ઢંઢોળજે કે – ૧. હું કોણ છું? ૨. ક્યાંથી આવ્યો છું? ૩. મારું સાચું સ્વરૂપ શું છે ? ૪. અહીં શું કરવા આવ્યો છું ? પ. શું કરું છું? મારું કર્તવ્ય શું? ૭. જે કાર્ય કરવા આવ્યો તેમાં ક્યાં સુધી પહોંચ્યો ? ૮. શક્તિ હોવા છતાં શું કર્તવ્ય નથી કરતો ? ૯. શા માટે નથી કરતો ? ૧૦. શું કરવા જભ્યો છું ? ૧૧. શા કારણે જન્મ-મરણ કરું છું? ૧૨. મારો આખો દહાડો શામાં ગયો ? ૧૩. મેં આજે આત્માનું શું હિત કર્યું? કયા ગુણો મેળવ્યા? ૧૪. આત્માને નુકસાન થાય એવું મેં ચોવીસ કલાકમાં શું કર્યું? શા માટે ? કયા ગુણો મેળવ્યા ? ૧૫. શું શું બોલ્યો? ૧૬. શું શું જોયું? ૧૭. શું શું વિચાર્યું? ૧૮. એ ન કર્યું હોત તો શું ન ચાલત? ૧૯. વધુ વખત શામાં ગાળ્યો? ૨૦. આખું જીવન શામાં ગાળ્યું ? ૨૧. માનવભવ શેમાં પસાર થાય છે ? ૨૨. માનવભવ અને પુણ્યવૈભવને લૂંટનારા સાધનો કેમ ભેગા કરું છું? ૨૩. શું કરવાથી આ મોંઘેરો માનવદેહ સફળ થાય ? ૨૪. શું કરવાથી આ દુર્લભ જન્મ લેખે લાગે? જીવન પૂર્ણતયા સફળ કેમ થાય? ૨૫. જીવન કઈ રીતે જીવું? ૨૬. આ ભવમાં આત્માની ઓળખાણ નહિ કરું, તે માટે પુરુષાર્થ નહિ કરું તો મારી શી હાલત થશે ? ૨૭. સમગ્ર દિવસમાં હું જે કરું છું તેનું પરિણામ મુક્તિ છે કે બંધન? આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા ૯૬ શ્રુતસરિતા 2010_03 Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨૮. મેં શા માટે ધર્મક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે ? ર૯. તમામ ધર્મક્રિયા શા માટે કરું છું? ૩૦. આ લક્ષ્ય કેટલું જાગ્રત રહે છે ? ૩૧. શું કરવા શાસ્ત્ર શીખું છું ? ૩૨. શાસ્ત્ર વાંચતા તેની અપૂર્વતાનું ભાન કેમ થતું નથી ? ૩૩. શાસ્ત્રબોધ ઝટ પરિણામ કેમ પામતો નથી ? ૩૪. “ત્યાગમાં આનંદ છે, સહન કરવામાં સુખ-શૂરવીરતા છે.” . આવાં જિનવચનોનો મર્મ હૃદયમાં પરિણમનલક્ષે કેમ સમજાતો નથી? ૩૫. આજે શું વાંચવામાં આવ્યું? ૩૬. તેમાં શું યાદ રહ્યું? ૩૭. તેમાં મને શું શું લાગુ પડે છે? ૩૮. ઉપદેશમાં અન્યને મેં જણાવેલ વાત મારામાં છે કે નહિ? ૩૯. મારે શું લેવા યોગ્ય છે ? ૪૦. શું ત્યાગ કરવા યોગ્ય છે? ૪૧. બીજાને સલાહ-સૂચન-આદેશ-ઉપદેશ આપું છું. તે શા માટે ? ૪૨. મારો અધિકાર છે કે નહિ ? ૪૩. મારું આચરણ કેવું છે ? ૪૪. કઈ ભૂમિકાને યોગ્ય છે? ૪૫. હું જે બોલું છું એવું શું મારામાં નિરંતર હોય છે? ૪૬. કેમ અંદરમાં કશું ય થતું નથી ? ક્યારે થશે ? ૪૭. હું ક્રિયા આત્માર્થે કરું છું કે બીજા પ્રયોજન માટે કરું છું? ૪૮. શું કરવા આ બધું કરું છું? ૪૯. કોના માટે કરું છું? ૫૦. તમામ પ્રવૃત્તિ કરતી વખતે સતત આંતર-ભાવ કયાં રહે છે? ૫૧. પ્રવૃત્તિથી નિવૃત્તિ ક્યારે મળશે ? પર. શી રીતે મળશે ? પ૩. મારા દોષો શું મને દેખાય છે? ૫૪. હું જે આરાધના-વિરાધના કરું છું તેની આત્મા ઉપર અસર થાય છે કે કેમ? પપ. શા માટે આ દોષસેવન? પ૬. તેનાથી શો લાભ? ૫૭. મારા દોષદર્શનમાં પક્ષપાત કે બચાવ થાય છે કે નહિ? શા માટે ? શ્રુતસરિતા ૯૭ આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા 2010_03 Page #123 -------------------------------------------------------------------------- ________________ ૫૮. દોષ કાઢવાનો ઉપાય શો છે ? ૫૯. મોહનો ઉદય છે ત્યાં સુધી મારે શું કરવું? ૬૦. મને અંતરથી રાગાદિ ભાવો બંધનકારક કેમ લાગતા નથી? ૬૧. એ મીઠા મધુરા કેમ લાગે છે? ૬૨. શું દેહ-ઇન્દ્રિય-મનના ભોગસુખ મને બંધનરૂપ લાગે છે ? ૬૩. શા માટે નથી લાગતા ? ૬૪. રાગ-દ્વેષ ક્ષય ન થાય, જન્મ-મરણ ન છૂટે કે ઘટે તો પરમાર્થથી મારું કલ્યાણ શાનું અને ધર્મ શું કામનો ? ૬૫. વર્ષોથી આરાધના કરવા છતાં રાગાદિનું આકર્ષણ કેટલું ઘસાયું? ૬૬. કામ-ક્રોધાદિમાં સામે ચાલીને તણાઉં ત્યાં સુધી મારામાં ક્યાંથી આત્માર્થીપણું આવે-સંભવે. કહેવાય? ૬૭. “તૃષ્ણા-વાસના-પ્રસિદ્ધિની ભૂખ સાવ ખોટી છે” એમ શું ખરેખર હૈયામાં લાગે છે? ૬૮. વાસનાનું મૂળ કઈ રીતે છેદાશે ? ૬૯. વિષય-કષાય શાથી થાય છે? ૭૦. આત્માર્થી જીવનું લક્ષણ મારામાં દેખાય છે કે નહિ ? ૭૧. વિષય-કષાય સારા નથી - એમ લાગ્યું છે? ૭૨. એ સારા નથી છતાં એ પોષાય તેવું કાર્ય શાથી થયું? ૭૩. કર્મનો દોષ છે કે મારી બેદરકારી-પ્રમાદ-ગફલત મુખ્ય છે? ૭૪. મારે કેવા નિયમો-અભિગ્રહો લેવા વાજબી છે? કયા નિયમો મેં લીધા છે? ૭૫. વાસ્તવમાં વિષય-કષાય ઉપરથી આસક્તિ ઊઠી છે કે નહિ ? ૭૬. મારા દિવસો શેમાં પસાર થાય છે ? ૭૭. હું કઈ રીતે પ્રમાદમાં ખેંચી ન જાઉં ? ૭૮. આજ સુધી કેટલો પ્રમાદ કર્યો ? ૭૯. પંચવિધ પ્રમાદ મીઠો કેમ લાગે છે ? ૮૦. પ્રમાદ ઓછો થાય છે કે નહિ ? ૮૧. પ્રમાદ કેમ જાય ? ૮૨. પ્રમાદમાં પડ્યો રહીશ તો મારી શી હાલત થશે ? ૮૩. અજ્ઞાનથી ક્યારે છૂટાશે? ૮૪. છૂટવાનો રસ્તો કયો છે? ૮૫. અજ્ઞાન-મોહ વગેરે દુ:ખરૂપ કેમ નથી લાગતાં ? ૮૬. દેહાદિ બંધન મને શાથી છે ? આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા ૯૮ શ્રુતસરિતા 2010_03 Page #124 -------------------------------------------------------------------------- ________________ દેહાદિ બંધન રાખું કે છોડું ? શા માટે ? ૮૭. ૮૮. ૮૯. શરીરનું નહિ પણ મારું કલ્યાણ કઈ રીતે થાય ? ૯૦. શાથી થાય ? ૯૧. આ વિચાર મને કેટલો આવે છે ? ૯૨. આ ક્ષણે શરીર છૂટી જાય તો મારી શી હાલત થાય ? ૯૩. મારી શી ગતિ થાય ? ૯૪. દેહાધ્યાસ ઉપાધિરૂપ છે-એમ અંદરમાં લાગે છે ? શા માટે દેહસુખ-પ્રમાદસુખ હું ઇચ્છું છું ? ૯૫. ૯૬. દરેક ધર્મક્રિયા કરતી વખતે મન શું કરે છે ? ધર્મક્રિયામાં મન ઠરે છે કે બહાર ભટકે છે ? ૯૭. ૯૮. મનને લીધે શું શું થાય છે ? ૯૯. ઘડી ઘડીમાં મન શું કરે છે ? ૧૦૦, શું તેની તપાસ થાય છે ? ૧૦૧. મન સ્વચ્છંદ વર્તે છે અને બહારથી મોટી મોટી વાતો કરતાં મને શરમ કેમ આવતી નથી ? ૧૦. શમ-સંવેગાદિ ગુણો મારામાં છે કે નહિ ? ૧૦૩. મારા ભાવ પ્રતિક્ષણ કેવા પ્રકારના થઈ રહ્યા છે ? ૧૦૪. મારે ભાવ કેવા કરવા છે ? ૧૦૫. મારી અંતરંગ વૃત્તિ કેવી છે ? ૧૦૬. કેવી કરવી જોઈએ ? ૧૦૭, પરિણામ સંતોષકારક છે કે નહિ ? શા માટે ? ૧૦૮. શું ખામી છે ? ૧૦૯. બધું છોડીને જે માટે આવ્યો છું તે થાય છે કે નહિ ? ૧૧૦. મને તાત્ત્વિક રત્નત્રય સ્વરૂપ મોક્ષમાર્ગ ક્યારે મળશે ? ૧૧૧. જે કરવા આવ્યો છું તે કરું છું કે બીજું જ કંઈક થાય છે ? ૧૧૨. મોક્ષે શું ખરેખર જવું જ છે ? ૧૧૩. સુખી થવું છે ? ૧૧૪. તો રાગ-દ્વેષ, સંકલ્પ-વિકલ્પ કેમ મૂકતો નથી ? ૧૧પ. તેને મૂકવામાં શું નડે છે ? ૧૧૬. તેને છોડવાનો અભ્યાસ કેમ નથી કરતો ? ૧૧૭. મારો મોક્ષ ક્યારે થશે ? શ્રુતસરિતા 2010_03 આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા ૯૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮. મને કર્મ શા માટે બંધાય છે ? ૧૧૯. કઈ રીતે બંધાય છે ? ૧૨૦. પારમાર્થિક સુખની ભાવના શું ખરેખર અંતરમાં જાગી છે ખરી? ૧૨૧. પારમાર્થિક સુખને શું ઓળખું છું? ૧૨૨. મારી દૃષ્ટિ અંતર્મુખ ક્યારે થશે ? ૧૨૩. અંતર્મુખતાની સાચી ગરજ-લગની-ખા-જરૂરત ક્યારે જાગશે? ૧૨૪. આત્મભાવનાનું તાત્ત્વિક સ્વરૂપ શું ? ૧૨૫. આંતર-પરિણામ વૈરાગ્યમય થઈ મોક્ષે લઈ જાય એમ છે કે નહિ? ૧૨૬. વીતરાગનો માર્ગ શું છે? ૧૨૭. એ મને કેટલો સમજાયો - ગમ્યો અને પરિણમ્યો છે? ૧૨૮. પ્રભુકૃપાને પાત્ર થવા હું કેમ હતું? ૧૨૯. વીતરાગવચનમાં પરમ આદર-દઢ શ્રદ્ધા-અવિહડ રાગ હૃદયમાં અચળ ક્યારે થશે ? ૧૩૦. તેમાં મારી શી કચાશ અને ભૂલ છે? ૧૩૧. તેનું નિવારણ કઈ રીતે થશે ? ૧૩૨. ખરી મુમુક્ષુતા પ્રગટી છે કે નહિ? ૧૩૩. મોહનિદ્રામાંથી હજુ સુધી જાગ્યો નહિ તેનું કારણ શું? ૧૩૪. કઈ રીતે આ અનાદિ સ્વપ્રદશા-મોહદશા-મૂઢદશા દૂર થાય? ૧૩૫. વિભાવ દશાથી નિવૃત્તિ ક્યારે મળશે ? ૧૩૬. કેવી રીતે મળશે? ૧૩૭. વિભાવ દશામાં શું સુખ દેખાય છે? ૧૩૮. કેમ ભવભ્રમણનાં કારણો એકઠાં કરી રહ્યો છું? ૧૩૯. મારું પરભવમાં શું થશે? ૧૪૦. શું કરવાથી હું સુખી થાઉં? ૧૪૧. શું કરવાથી હું દુઃખી છું? ૧૪૨. ખરું દુઃખ મને શાનું લાગે છે? ૧૪૩. આ પાંચમા આરામાં મારે શું કરવા યોગ્ય છે ? ૧૪૪. સહાય, શક્તિ, સમજણ, સંયોગ, સામગ્રી, સહવર્તી - આ બધાનો યોગ કેવો છે? મારી કઈ જાતિ - કઈ કુલદેવી અને કઈ અવસ્થા છે ? ૧૪૫. સર્વજ્ઞની દૃષ્ટિએ મારો આત્મા પશુતાને છોડી સાચી રીતે કેટલો ઊંચો આવ્યો છે? ૧૪૬. આત્મવિકાસના માર્ગે આગળ વધાય છે કે નહિ ? ૧૪૭. આત્મા કર્મથી પકડાયો છે તે કેમ છૂટે ? આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા ૧૦૦ શ્રુતસરિતા 2010_03 Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮. આત્મ-કલ્યાણ કરવામાં મને શું નડે છે ? ૧૪૯. આત્મ-કલ્યાણ કરવામાં મને વિદન કરનાર વાસ્તવમાં કોણ છે? ૧૫૦. શું કરું અને કેવી રીતે કરું તો આત્માને લાભ થાય? ૧૫૧. આ બધું જાણનારો કોણ છે ? ૧૫ર. એ કેમ જણાતો નથી ? ૧૫૩. આત્માને ઓળખવામાં શું શું નડે છે ? ૧૫૪. મૂળ સ્વરૂપે મારો આત્મા કેવો છે? ૧૫૫. વર્તમાનમાં તેની કઈ દશા છે? ૧૫૬. આત્મા સુખી કઈ રીતે થાય? ૧૫૭. આત્માનંદ અખંડપણે કઈ રીતે પ્રગટે ? ૧૫૮. અનાદિ કાળની રખડપટ્ટી હજુ સુધી કેમ ટળી નથી ? ૧૫૯. આત્મામાં લીન થવાનું હું કેમ દેઢતાથી મનોમન ધારતો નથી? ૧૬૦. જોઈએ તેવી આત્માની અપૂર્વતા હૃદયમાં કેમ વસી કે ઠસી નથી? ૧૬૧. આત્મલીનતા ન થવા છતાં તેની ભાવના પણ અંદરમાં કેમ ઊગતી નથી ? ૧૬૨. જ્યારે એવો રૂડો અવસર-સંયોગ આવે કે હું આત્મામાં મગ્ન-લીન બનું? ૧૬૩. સ્વાનુભૂતિ ક્યારે કરીશ? ૧૬૪. વિષય-કષાયના ગંદા કીચડમાંથી નીકળવાનો ઉમળકો કેમ જાગતો નથી? ૧૬૫. વિષયો હજુ ઝેર જેવા કેમ લાગતા નથી ? ૧૬૬. ગંદા વિકારોમાં જ મન શા માટે ખેંચાઈ રહેતું હશે ? ૧૬૭. બીજાઓ મારામાં શું દોષ જુએ છે ? ૧૬૮. કયો દોષ મને મારામાં દેખાય છે? ૧૬૯. ક્યો દોષ જાણવા છતાં છોડતો નથી? ૧૭૦. શા માટે ? ૧૭૧. તે છોડવામાં મને શું નડે છે? ૧૭૨. સાચા આરાધકોના ગુણ કેવા હોવા જોઈએ ? ૧૭૩. એમાંના કયા ગુણો ખાસ કરીને મારામાં નથી ? ૧૭૪. તે મેળવવા જેવા હૈયામાં લાગે છે કે નહિ ? ૧૭૫. તે મેળવવા હું શું કરું છું? ૧૭૬. તેમ કરવામાં મને શું તકલીફ છે ? ૧૭૭. વાસ્તવમાં તે ગુણોની ગરજ-ભૂખ લાગી છે કે નહિ? ૧૭૮. પ્રભુનું નામ દીપે એવું આચરણ કર્યું છે કે વગોવાય તેવું? શ્રુતસરિતા ૧૦૧ આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા 2010_03 Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯. તેનું પરિણામ શું ? ૧૮૦. અહંભાવથી કેમ છૂટાય ? ૧૮૧, અહંકારને છોડવાના ભાવ કેમ ટકતા નથી ? ૧૮૨. કઈ રીતે આરાધના કરું ? ૧૮૩. કઈ રીતે વિરાધનાઓને છોડું ? ૧૮૪. કઈ રીતે આરાધના કરું તો તેનું અનેકગણું ફળ મળે ? ૧૮૫. રાગાદિના ઉદયનો મૂળ હેતુ શું ? ૧૮૬. તેની નિવૃત્તિનો ઉપાય શું ? ૧૮૭. તેની નિવૃત્તિ કેમ થાય ? ૧૮૮. હજુ સુધી તેની નિવૃત્તિ કેમ થઈ નથી ? ૧૮૯. કેવી રીતે થશે ? ૧૯૦. ક્યારે થશે ? ૧૯૧. આત્મા પ્રત્યે જેમ જેમ લાગણી વધે તેમ તેમ કેમ વર્તવું ? ૧૯૨. તે માટે શું કરવું ? ૧૯૩. કઈ રીતે કરવું ? ૧૯૪. મારી અંતરંગ રુચિ-વૃત્તિ-દષ્ટિનું સર્વત્ર ઊર્ધીકરણ કરવાનો ઉત્સાહ-ઉમંગ કેમ સતત ટકતો નથી ? ૧૯૫. વર્તમાનનું મારું પરિણમન અને મારા મૂળભૂત સ્વરૂપ વચ્ચે કેટલો ફેરફાર છે ? ૧૯૬. મારા મૌલિક પરમાનંદમય સ્વભાવને હું ક્યારે અનુભવીશ ? ૧૯૭. વીતરાગદશા-સિદ્ધ અવસ્થા ઝડપથી પ્રગટે તે માટે સતત સર્વત્ર સર્વથા તાત્ત્વિક પુરુષાર્થનો ઉત્સાહસભર ઉપાડ ક્યારે થશે ? ૧૯૮. શાસ્ત્રાભ્યાસ-સાધનામાર્ગ-જિનશાસનનું મારામાં સ્થાયી પરિણમન ક્યારે, કેવી રીતે થશે ? ૧૯૯. આત્મસ્મરણ વિના, આત્માનુભવ વિના એક પણ ક્ષણ રહી ન શકાય તેવી ઉન્નત આત્મદશા ક્યારે પ્રગટશે ? ૨૦૦. અંતરાત્મા અને પરમાત્મા વચ્ચે રસિલી અભેદઅનુભૂતિ ક્યારે સ્થિર અને વિશુદ્ધ થશે ? એવા વિચારો જાગશે તો આત્મા માટે જ બધું કર્તવ્ય લાગશે. આવા ભાવ જાગે તો શાસ્ત્ર ભણવાનો-મેળવવાનો-સાંભળવાનો-પરિણમાવવાનો વાસ્તવિક અધિકાર જાણવો. આ પ્રકારના આંતર સંશોધનથી સૂતેલો આત્મા જાગ્રત થશે. બેભાન આત્મા ભાનમાં આવશે. અજ્ઞાનદશામાં વારંવાર થતી ભૂલો વિરામ પામશે. અંતરમાં જ્ઞાનજ્યોત પ્રગટ થશે. અવચેતન મન નિર્મળ થશે. આગળનો માર્ગ ઓળખાતો જશે. આત્મગગનમાં નિર્ભયતાથી મુક્તપણે ઉડ્ડયન થશે. આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા _2010_03 ૧૦૨ શ્રુતસરિતા Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-૧૦ સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગદર્શન ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીની છઠ્ઠી પાટે થયેલા છેલ્લા ચૌદપૂર્વધર, શ્રુતકેવલી પૂજ્ય | શ્રી ભદ્રબાહુસ્વામીજી રચિત ઉવસગ્ગહરે સૂત્રનું મંગલાચરણ : उवसग्गहरं पास, पासं बंदामि कम्म-घण-मुक्का विसहर-विस-निन्नासं, मंगल-कल्लाण-आवासं ॥१॥ तुह सम्मत्ते लब्द्धे, चिंतामणि-कप्पपायवब्भहिए । पावंति अबिग्धेणं, जीवा अयरामरं ठाणं ॥४॥ (૧) ઉપસર્ગોને દૂર કરનાર પાર્થયા છે જેને એવા કર્મરૂપી મેઘોથી (ધાતી કર્મોથી) ઝેરી સર્પોના વિષનો સંપૂર્ણપણે નાશ કરનાર અને વિપત્તિઓનું ઉપશમન તથા સંપત્તિઓનો ઉત્કર્ષ કરનાર શ્રી પાર્શ્વનાથ ભગવાનને હું વંદન કરું છું. (૪) હે પરમાત્માનું ! ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવંત એવું સમ્યકત્વ (સમ્યગ્દર્શન) રત્ન પામ્યા પછી જીવો કોઈ પણ પ્રકારના વિન વિના અજરામર સ્થાન મોક્ષને પ્રાપ્ત કરે છે. આધાર ગ્રંથો : (૧) સુવિશાલ ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ, પૂજ્યપાદ સ્વ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિજી પ્રવચન (પૂ. શ્રી કીર્તિયશસૂરિજી સંપાદિત)-“સમ્યગ્દર્શન.” (૨) સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિજીના શિષ્યરત્ન સૂક્ષ્મતત્ત્વવિવેચક દર્શનપ્રભાવકે પ. પૂ. ગણિવર્યશ્રી [ યુગભૂષણ વિજયજી મ.સા. (નાના પંડિત મહારાજ) લિખિત ‘દર્શનાચાર.” (૩) તપોનિધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મ.સા. ના પ્રશિષ્ય પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય કીર્તિયશસૂરિજી લિખિત “નવપદ આરાધના.” ! (૪) સ્વ. ગચ્છાધિપતિ, જરુણાધારક, પ્રશાન્તમૂર્તિ, આચાર્યદેવેશ શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજાના વિનય શિષ્યરત્ન પરમ તારક પૂ. ગુરુદેવ ગણિવર્યશ્રી જ્ઞાનસાગરજી મ.સા. લિખિત “કૈલાસના સંગે, જ્ઞાનના રંગે.” (૫) સંઘહિતચિંતક સ્વ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરિજીના શિષ્યરત્ન સાધુસેવા તત્પર પૂજ્યપાદ મુનિરાજ શ્રી દેવસુંદરવિજયજી મ.ના શિષ્યરત્ન આચાર્યદેવ શ્રી વિજય રત્નસુંદરસૂરિજી લિખિત “નવપદ હૃદયમાં, પરમપદ સહજમાં.” (૯) પંન્યાસ પૂજ્યશ્રી મુક્તિચન્દ્ર વિજયજી ગણિવર સંપાદિત “કહે કલાપૂર્ણસૂરિ.” (૭) શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ, પ્રકાશિત “પ્રબોધ ટીકા.'' પ્રસ્તાવના :G સમ્યગ્દર્શનનો મહિમા અપરંપાર છે. સમ્યગ્દર્શન વિનાના નવ પૂર્વીને પણ શાસ્ત્ર અજ્ઞાની કહ્યા છે. સમ્યગ્દર્શન એ આત્માનો પોતાનો ગુણ હોવા છતાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ, પ્રમાદાદિ શત્રુઓએ તેને દબાવી દીધો છે. તે મિથ્યાત્વાદિ શત્રુઓની ઓળખ, તેના પ્રકારો, તેને શ્રુતસરિતા ૧૦૩ સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગદર્શન 2010_03 Page #129 -------------------------------------------------------------------------- ________________ ખસેડવાના, દબાવવાના અને નાશ કરવાના ઉપાયો તેમ જ સમ્યગ્દર્શન ગુણને પ્રગટ કરવા માટે કેવા કેવા પ્રકારના માનસિક, વાચિક અને કાયિક પ્રયત્નો આવશ્યક છે; એ બધા વિષયોનું સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન મેળવવું જરૂરી છે. અનાદિ અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવને પોતાના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કરાવનાર જો કોઈ હોય તો તે સમ્યગ્દર્શન છે. તેના પર્યાયવાચી શબ્દો છે યથાર્થ દર્શન, સમ્યકત્વ, મોક્ષદર્શન, સ્વરૂપદર્શન, તત્ત્વપ્રતીતિ, બોધીબીજ આદિ. જયાં સુધી જીવ સમ્યગ્દર્શનને કે સમ્યગ્દર્શનના સામીપ્યને પ્રાપ્ત નથી કરતો, ત્યાં સુધી એની દિશા, એનો પુરુષાર્થ, એનું જ્ઞાન, એનો આચાર, એનો વિચાર, એ બધું જ ભ્રાંત હોય છે. એનો ધર્મ પણ અધર્મ બને છે; એનું સંયમ પણ અસંયમ બને છે; એની શુભકરણી પણ અશુભમાં જ પરિણમતી હોય છે. જો અનાદિ કાળથી વિકસાવેલી વિકૃતિઓનો વિનાશ કરવો હોય, કર્મથી બદ્ધ આત્માને નિર્બદ્ધ બનાવવો હોય, કર્મના યોગે ભ્રમણશીલ આપણા આત્માને સ્વસ્વરૂપમાં સ્થિર કરવો હોય, સઘળા ય ધર્મને ધર્મનું સ્વરૂપ આપવું હોય અને આચરેલા ધર્મને સાર્થક બનાવવો હોય તો સમ્યગ્દર્શનનું પ્રગટીકરણ એ અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે. સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવા, સ્થિર કરવા અને નિર્મળ કરવા માટે એના સ્વરૂપનું જ્ઞાન જોઈએ અને એના વિરોધી તત્ત્વ મિથ્યાદર્શનનું પણ જ્ઞાન જોઈએ. સમ્યગ્દર્શનને મેળવવાના ઉપાયોનું જ્ઞાન જોઈએ અને એમાં આડે આવતા અવરોધોનું પણ જ્ઞાન જોઈએ. એ અવરોધોને અટકાવવાનું જ્ઞાન જોઈએ અને એવા કોઈ કર્મના ઉદયથી આવી ગયેલા અવરોધોને દૂર કરવાનું પણ જ્ઞાન જોઈએ. સમ્યગ્દર્શનને મલિન બનાવનારા દોષો અને અતિચારોનું પણ જ્ઞાન જોઈએ, અને સમ્યગ્દર્શનને પામેલા, નહિ પામેલા અને પામી તેને વમી ગયા હોય તેવા આત્માની સ્થિતિનું પણ જ્ઞાન જોઈએ. બહિર્જગતમાં જે સ્થાન અને માન આંખનું છે, એ જ સ્થાન અને માન અંતર્જગતમાં સમ્યગ્દર્શનનું છે. આંખ વિનાના શરીરની કોઈ કિંમત નથી, તો સમ્યગ્દર્શન વિનાની સાધનાની કોઈ કિંમત નથી. સમર્પણની-શરણની શરૂઆત જો અરિહંત પરમાત્માથી છે (અરિહંતે શરણં પવન્જામિ), તો સાધનાની શરૂઆત સમ્યગ્દર્શનથી છે. શાસ્ત્રકારોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે જે ભવમાં જીવ સમ્યગ્દર્શન પામે એ જ એનો પહેલો ભવ ! એની પહેલાના ભવો જીવે ભલે અનંતાનંત પસાર કર્યા હોય પણ એની કોઈ ગણતરી જ નહીં. દુનિયાના બધા રસમાં સબરસ (મીઠું) મુખ્ય, તેમ આત્માની દુનિયામાં સમ્યગ્દર્શન મુખ્ય. नादं सणिस्स नाणं, नाणेण विना न होन्ति चरणगुणा । अगुणिस्स नत्थि मुक्खा, नत्थि अमुक्खस्स निव्वाणं ।। અર્થ : સમ્યગ્દર્શન વિના જ્ઞાન ન હોઈ શકે; જ્ઞાન વિના ચારિત્રગુણો ન હોઈ શકે; ચારિત્ર વિના મોક્ષ ન થઈ શકે અને જેનો મોક્ષ નથી તેને નિર્વાણ – પરમપદ નથી. સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગદર્શન ૧૦૪ શ્રુતસરિતા 2010_03 Page #130 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યા : ( १ ) तत्तत्थसहणं सम्मतं તત્ત્વોની શ્રદ્ધા પૂ. શ્રી હરિભદ્રસૂરિજી – પંચાશક ગ્રંથમાં. (२) तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् તત્ત્વભૂત પદાર્થોનું યથાર્થરૂપથી શ્રદ્ધાન. પૂ. શ્રી ઉમાસ્વાતિજી – તત્ત્વાર્થાધિગમ સૂત્ર. પરમાર્થ દૃષ્ટિ : નવ તત્વોના સદ્ભાવમાં શ્રદ્ધા વ્યવહારષ્ટિ : સુદેવ – સુગુરુ — સુધર્મમાં શ્રદ્ધા. – (૩) सम्यग् पश्यति यः सः सम्यग्दृष्टि જે સાચું જુએ છે અને માને છે. (૪) સમ્યક્ દૃશ્યને ચૈન તત સપર્શનમ્ – જેના દ્વારા સાચું જોઈ શકાય, માની શકાય. દર્શનમોહનીય કર્મના ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ થકી થયેલા જીવાદિ તત્ત્વોની શ્રદ્ધા; યથાવસ્થિત તત્ત્વોનું શ્રદ્ધાન. (૫) (૬) આત્મશક્તિના વિકાસથી તત્ત્વની અર્થાત્ સત્યની પ્રતીતિ થાય; તેથી હેય અને ઉપાદેય તત્ત્વના યથાર્થ વિવેકની અભિરુચિ જાગે તે. (૭) અરિહંતાદિ નવે પદોનું સ્વરૂપ પોતાનામાં છે એવી પ્રતીતિ, દૃઢ શ્રદ્ધા તે. (૮) સર્વ જીવ પ્રત્યે સમદર્શીપણું. (૯) પરભાવથી અળગા થવાની ઇચ્છા તે. - (૧૦) આત્મા અને દેહનું ભેદ દર્શન એટલે સ્વ-પરનું ભેદ વિજ્ઞાન. (૧૧) વીતરાગ દેવ, નિર્ગથ ગુરુ અને સુધર્મની શ્રદ્ધા. ભૂમિકા પ્રકાર : તત્ત્વોના અર્થોની શ્રદ્ધા કરવી તે. : આપણી ધર્મક્રિયાના ધ્યેયને તપાસવું. ધ્યેય સુધરે તો પરિણામ સુધરે. મોક્ષ ગમે છે એનો અર્થ એ જ છે કે સંસારનાં સુખો ખરેખર ગમતાં નથી. મનમાં નક્કી થઈ ગયું છે કે સંસારના સુખમાં સરવાળે કાંઈ સાર જેવું નથી; અને એમાં જે ફસાય તે સંસારના દુઃખમાં ખૂંપ્યા વિના રહે નહિ. સાચેસાચ, જો ધર્મ પામવો હોય અને ધર્મ કરવો હોય તો સૌથી પહેલાં સંસારના સુખ તરફ આંખ બગડવી જોઈએ. સંસારના સુખ ઉપરથી આંખ ઊઠે નહીં, ત્યાં સુધી ધર્મ ધર્મરૂપે રૂચે નહીં. બીજાના હૂંફે જીવવાની વૃત્તિ છોડીને ધર્મની હૂંફે જીવનારા આપણે બનવું જોઈએ; કારણ કે સુખ-દુઃખમાં શરણભૂત તો એક માત્ર ધર્મ જ છે. શ્રુતસરિતા 2010_03 ધાતી કર્મોમાં રાજાતુલ્ય મોહનીય કર્મ બે પ્રકારે છે : (૧) દર્શન મોહનીય - શ્રદ્ધાગુણનો પ્રતિઘાત કરે (સમ્યક્ત્વ, મિશ્ર અને મિથ્યાત્વ મોહનીય) (૨) ચારિત્ર મોહનીય - ચારિત્રગુણનો પ્રતિઘાત કરે (ચાર ભેદે ચાર કષાયો અને નવ નોકષાય (૧૬+૯=૨૫) સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગ્દર્શન ૧૦૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના પાંચ પ્રકાર : (૧) ઔપથમિક : મિથ્યાત્વ મોહનીયને દબાવવાથી (ઉપશમાવવાથી) આત્મામાં જે શ્રદ્ધા ગુણ પ્રગટ થાય છે. સંસારચક્રમાં કુલ પાંચ વાર જ પ્રાપ્ત થાય છે. તેનો કાળ જઘન્યથી એક સમયથી માંડી અંતર્મુહૂર્ત માત્ર છે. (૨) સાસ્વાદન : સમ્યગુભાવનો ત્યાગ કરીને મિથ્યાત્વની સન્મુખ થયેલા જીવને અનંતાનુબંધી કષાયોનો ઉદય થતાં જે ભાવ પ્રગટે છે. આ ભાવ વધુમાં વધુ છ આવલિકા સુધી (સમયનું માપ) રહે. (૩) ક્ષાયોપથમિક : ઉદયમાં આવેલા મિથ્યાત્વ મોહનીયનો તીવ્ર રસ મંદ કરી ઉદય દ્વારા ભોગવી ક્ષય કરવાથી અને ઉદયમાં ન આવેલા પરંતુ સત્તામાં રહેલા અને ઉદીરણા આદિ દ્વારા ઉદયમાં આવવાને યોગ્ય એવા મિથ્યાત્વ મોહનીયના ઉપશમ કરવાથી જે ગુણ પ્રગટે છે. આનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ સાગરોપમ છે. (૪) વેદક : ક્ષપકભાવને પ્રાપ્ત થયેલા અનંતાનુબંધી કષાયની ચોકડી ક્ષય થયેલા, ક્ષાયક સમકિતની સન્મુખ બની સમકિત મોહનીયના છેલ્લા અંશને ભોગવનારા જીવને આ પ્રાપ્ત થાય છે. (૫) ક્ષાયિક : મિથ્યાત્વ મોહનીયાદિ દર્શન સપ્તકનો (દર્શન મોહનીયના ત્રણ પ્રકારો અને પોષક-વર્ધક એવા અનંતાનુબંધી ચાર કષાયો) સંપૂર્ણપણે નાશ કરવાથી પ્રગટ થતો જે નિર્મળ શ્રદ્ધાળુણ. સંસારચક્રમાં એક જ વાર પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થયા પછી આ ગુણ કદાપિ જતો નથી. સમક્તિ દર્શનગુણથી નીચે દર્શાવેલ ત્રણ પ્રકારે પણ છે : (૧) રોચક – શાસ્ત્રોકત તત્ત્વમાં હતુ અને ઉદાહરણ વિના જે દેઢ પ્રતીતિ ઉત્પન્ન થાય તે. (૨) દીપક – જે બીજાઓના સમકિતને પ્રદીપ્ત કરે દા.ત., અંગારમદકાચાર્ય (૩) કારક – જે સંયમ અને તપ વગેરેને ઉત્પન્ન કરે તે. ૬૭ બોલ : શ્રદ્ધા ગુણ આંતરિક હોવાથી નિશ્ચયનયથી સમ્યગ્દર્શન કહેવાય છે. શ્રધ્ધાગુણની શુધ્ધ પરિણતિ તે નિશ્ચયનયથી સમ્યગ્દર્શન છે. જીવની બહારની રીતભાત, વર્તણૂક આદિ બાહ્ય નિશાનીઓ વડે જે પ્રગટ થાય તેને વ્યવહાર નયથી સમ્યગ્દર્શન કહેવાય છે. આ બાહ્ય નિશાનીઓ પ્રાયે ૬૭ (સડસઠ) છે. મહોપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી મ.સા.એ “સમક્તિના ૬૭ બોલની સજઝાય'ની રચના કરી છે. ૬૦ બોલ અથવા સ્થાનોના પ્રકારોની વિગત : સમકિત એ બાહ્ય લક્ષણ નથી પણ આત્માનો અંતરંગ ગુણ છે તેને શાસ્ત્રકારોએ સડસઠ ભેદથી નિરૂપણ કર્યું છે. સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગુદર્શન ૧૦૬ શ્રુતસરિતા 2010_03 Page #132 -------------------------------------------------------------------------- ________________ ૪ - સહણા = શ્રઘાન ૫ - ભૂષણો ૩ - લીંગ = ચિન્હ ૫ - લક્ષણો ૧૦ - વિનય - હેય, શેય, ઉપાદેયનો વિવેક ૬ - પ્રકારે જયણા ૩ - શુદ્ધિ - મંતવ્યના અર્થમાં ૬ - આગારો ૫ - દોષોનો અભાવ ૬ - ભાવના ૮ - પ્રકારે ભાવના ૬ - સ્થાનો ૪. સહૃણા - શ્રદ્ધાન : (૧) પરમાર્થ સંસ્તવ (૨) પરમાર્થ જ્ઞાતૃસેવન (૩) વ્યાપન સર્જન (૪). કુદ્રષ્ટિ વર્જન પ્રથમનાં બે ગુણો સમ્યગૂ દ્રષ્ટિ ન થઈ હોય તો થવાના નિમિત્ત છે. બીજા બે ગુણો સમ્ય દ્રષ્ટિને રક્ષણરૂપ છે. (૧) પરમાર્થ સંસ્તવ : પરમાર્થ = જેમાં પદાર્થ-અર્થની પૂર્ણ પ્રાપ્તિ છે સંસ્તવ = આદર, બહુમાન. જીવા જીવાદિ તત્વોનો અત્યંત બહમાન પૂર્વક પરિચય અર્થાત્ તે તત્વોનો યથાર્થ બોધ. (૨) પરમાર્થ જ્ઞાતૃસેવન : શુદ્ધ ધર્મના ઉપદેશકો તેવા આચાર્ય કે સાધુ ભગવંતોની સેવા કરનારા. તેમના વચન વિશ્વાસ રાખે. (૩) વ્યાપન વર્જન : વ્યાપનઃ કુશીલાદિફ વર્જન ત્યાગ. જૈન દર્શને યોગ્ય સાધુ વેષમાં હોય પણ જેને દર્શનનું વચન થયુ છે તેવા નિન્હવ, કુશીલ, સ્વચ્છેદને પોષનારનો ત્યાગ કરવો. (૪) કુદ્રષ્ટિ વર્જન : જે દર્શનમાં એકાંત મિથ્યાત્વ જેવો ઉપદેશ હોય તેવા અન્ય દર્શનીઓનો મધ્યસ્થ ભાવે ત્યાગ કરવો. ૩. લીંગ ઃ ચિન્હ : (૧) સુશ્રુષા (૨) ધર્મરાગ (૩) દેવ-ગુરૂની વૈયાવચ્ચનો નિયમ. (૧) સુશ્રુષા : ધર્મ શ્રવણની ઈચ્છા. આત્મા શુદ્ધ સ્વરૂપ છે તેજ ધર્મ છે તેવો નિર્ણય. (૨) ધર્મરાગ : ચારિત્ર ધર્મનો રાગ. તે પ્રમાણે વર્તન કરવાની દ્રઢતા સમક્તિ વંતને ચારિત્ર અભિલાષા તીવ્ર પણે હોય. (૩) દેવ-ગુરૂની વૈયાવચ્ચની પ્રતિજ્ઞા : જીવ સ્વયં દેવસ્વરૂણ છે તે પ્રગટ કરવા શ્રી અરિહંત દેવોની શુધ્ધિપૂર્વક સેવા, પૂજા, ભક્તિ વગેરે કરવાની દ્રઢ પ્રતિજ્ઞા કરવી. દશવિધ વિનય : (૧) અરિહંત ભગવંત તથા સામાન્ય કેવળનો (૨) સિધ્ધ ભગવંતનો (૩) જિનપ્રતિમાનો (૪) આચારાગ આદિ આગમો (૫) ક્ષમાદિ દશ ધર્મ (૬) સર્વ સાધુજનો (૭) આચાર્ય ભગવંતો (૮) ઉપાધ્યાય (૯) પ્રવચન (શ્રીસંઘ) (૧૦) સમકિતવંત આત્માઓનો વિનય કરવો. આ ૧૦ સ્થાનકોની વિનયની વિધિનાં પાંચ પ્રકારો છે. (૧) ભક્તિ : ઉપરનાં ૧૦ સ્થાનકો પ્રત્યે અંતરથી બહુમાન રાખી ભક્તિ કરવી. (૨) પૂજા : વસ્ત્ર, પાત્ર, અન્નપાનાદિ આપવા વડે સત્કાર કરવો. મૃતસરિતા - ૧૦૭ સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગુદર્શન 2010_03 Page #133 -------------------------------------------------------------------------- ________________ (૩) પ્રશંસા: તે સ્થાનકોની પ્રીતિપૂર્વક પ્રશંસા કરવી. (૪) નિંદા પરિહારઃ જાણે અજાણે તેમનો અપલાપ ન કરવો. (૫) આશાતનાનો ત્યાગ : દેવની ૮૪ અને ગુરૂની ૩૩ આશાતનાનો ત્યાગ કરવો. ત્રણ શુધ્ધિ : (૧) જિનમત (૨) જિનવચન (૩) જિનપ્રવચન (શ્રીસંધ) (૧) જિનમત : સર્વજ્ઞ પરમાત્માએ કહેલા જીવાજીવાદિ તત્વોને સ્થાદાવાદશૈલીએ યથાર્થ માનનાર. (૨) જિન: વીતરાગદેવ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હોય છે કારણકે શુધ્ધ માર્ગના ઉપદેખા તીર્થકર દેવ તેને સારભૂત લાગે છે. (૩) શ્રીસંઘ : સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘમાં આદરવાળો હોય. પાંચ દૂષણ : (૧) શંકા (૨) કાંક્ષા (અભિલાષા) (૩) વિચિકિત્સા સંદેહરૂપ (૪) કુશલ પ્રશંસા (૫) મિથ્યાદર્શાનીનો પરિચય. (૧) શંકા સર્વજ્ઞનાં વચનમાં શંકાથવાથી સમકિતને દૂષણ લાગે છે શ્રધ્ધા ન થવી તે મિથ્યાદ્રષ્ટિનું લક્ષણ છે. (૨) કાંક્ષા : પરલોકના સુખની આકાંક્ષા થવી કે ધર્મના ફળરૂપે ભૌતિક સુખોની આકાંક્ષા થવી તે દોષ છે. તે મનને વ્યાકૂળ કરનાર છે. (૩) વિચિકિત્સા શંકા થી ભગવંતનાં વચનમાંથી શ્રધ્ધા ઘટે ત્યારે તે દૂષણ રૂપ છે. મનમાં મલિનતા હોય છે. ત્યાં સુધી મને વિક્ષિપ્ત રહે છે. (૪) કુશીલ પ્રશંસા : જૈન દર્શનથી વિપરીત દર્શનને સત્યધર્મ રૂપે સ્વીકારીને આરાધે તે કુદર્શન છે. (૫) મિથ્યા દ્રષ્ટિ પરિચયઃ જૈન દર્શનથી વિચરતપણે ધર્મની આરાધના કે પ્રચાર કરનારના જીવોમાં વિષયોનો પરિચય હોય છે તે દોષ છે. પ્રભાવના : પ્રભાવક જૈન શાસનનો મહિમા અને પ્રભાવ વધારવાની પ્રવૃત્તિ કરનારને પ્રભાવક કહે છે તેનાં ૮ પ્રકાર (૧) પ્રવચની : બાર અંગો અથવા આગમો-સર્વનો મર્મ જાણનારા પ્રવચની કહેવાય છે. તેમાંના જેકાળે જેટલા વિદ્યમાન હોય તે જાણનાર. (૨) ધર્મકથક : ઉપદેશ આપવાની લબ્ધિ-શક્તિ ધર્મકથા ચાર પ્રકારની છે. (એ) આક્ષેપણી કથા : મોહ ત્યાગ માટે સંસારનું સ્વરૂપ એવી રીતે સમજાવે કે જીવો સત્ય તત્વ પ્રત્યે આકર્ષાય. (બી) વિક્ષેપણી કથા : ઉન્માર્ગને છોડી તે સન્માર્ગે વાળે તેવી. (સી) સંવેગની : જે કથા વડે શ્રોતાઓમાં જ્ઞાનપૂર્વક ધર્મઆરાધનાનું બળ વધે. સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગદર્શન ૧૦૮ શ્રુતસરિતા 2010_03 Page #134 -------------------------------------------------------------------------- ________________ (ડી) નિર્વેદની : જે ઉપદેશથી જીવને સંસાર બંધનરૂપ લાગે. (૩) વાદી : સત્યધર્મના નિર્ણય માટે વિવેકપૂર્વક ધર્મવાદ કરવો જેથી પ્રતિવાદી ધર્મ પામે. (૪) નિમિત્તક : ભૂત, ભાવિ અને વર્તમાનકાલીન ભાવોને સ્વ-પર શ્રેય માટે પ્રવૃત્તિ કરે. (૫) તપસ્વી : તપ દ્વારા પ્રભાવના કરનાર. (૬) વિદ્યાવાન : અનેકવિધ વિદ્યાઓની સિધ્ધિવાળા પણ તેનો પૌદગલિક ઉપયોગ કરતા નથી. (૭) સિધ્ધ : (સિધ્ધિ પ્રાપ્ત પ્રભાવક) દુષ્કર કાર્યો સિધ્ધ કરે. જો પ્રશંસા, પ્રચાર કે સ્વાર્થ જનિત હોય તો ત્યાજય છે. (૮) કવિ : વિશિષ્ટ રચના અને મર્મવાળા ગદ્ય-પદ્ય-કાવ્યો રચે જેનાથી રાજા-મહારાજાઓ ધર્મનો બોધ પામતા હતા. પાંચ ભૂષણ : જેનદર્શનમાં કુશળપણું (૧) જિનશાસનમાં કૌશલ્ય (૨) પ્રભાવના (૩) તીર્થ સેવા (૪) સ્થિરતા (૫) ભક્તિ (૧) જિન શાસનમાં કૌશલ્ય : અનેક અપેક્ષાવાળા વચનોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના પુરુષાર્થને આશ્રીને યોગ્ય વ્યવહાર કરે તે ભૂષણ છે. (૨) પ્રભાવના : પ્રભાવના એ ભૂષણરૂપ હોવાથી તેનું પુનઃ નિરૂપણ કર્યું છે. (૩) તીર્થ સેવા બે પ્રકારે છે. (એ) દ્રવ્યતીર્થક જિનેશ્વરોનાં જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, મોક્ષ થયા હોય તે તે દ્રવ્ય તીર્થોની શુધ્ધિ જાળવવી. તેનો નિર્વાહ કરવો. (બી) ભાવતીર્થ : શ્રી ગણધર, અરિહંતો, તીર્થકરો વ. ભાવ તીર્થ છે તેનો વિનય કરવો તે ભાવતીર્થ સેવા છે. (૪) સ્થિરતા : સાધર્મીને સ્વધર્મમાં સ્થિર કરવા સહાય કરવી અને આત્મ નિશ્ચયમાં સ્થિરતા કરવી. (૫) ભક્તિ : શ્રી જિન પ્રવચનો, સંઘ, ગુરૂ આદિની ભક્તિ દ્વારા પોતાનામાં ગુણનો સંચય થાય છે અને અવસરે સંસારથી છૂટી આત્માના શુધ્ધ માર્ગમાં પ્રવેશ થાય છે. પાંચ લક્ષણો : છ જયણા : ઉપયોગ વિવેકની જાગૃતિવાળો આચાર. અન્ય દર્શનીઓ, અન્ય મતવાળા સર્વેને વંદન, નમન, આલાપ-સંલાપ, ન કરવા કે દાન પ્રદાન ન કરવું તે સ્વધર્મ વિવેક છે. (૧) વંદન : પંચાંગ પ્રણામ (૨) નમનઃ સન્માન કરવું (૩) આલાપ : વારંવાર વાર્તાલાપ કરવો (૪) સંલાપ : આલાપને કારણે પરિચય વધવો. (૫) દાન : આહારાદિ આપવા (૬) પ્રદાન : વિનય વૈયાવચ્ચ કરવા. આ પ્રકારોનું સેવન કરવાથી ક્ષયોપશમ સમક્તિને દોષ લાગે છે તેને નિર્મળ રાખવા આ આચાર છે. શ્રુતસરિતા ૧૦૯ સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગુદર્શન 2010_03 Page #135 -------------------------------------------------------------------------- ________________ છ આગારો : મુશ્કેલ પરિસ્થિતિમાં સામાન્ય જીવો વડે લેવાતી છૂટ અભિયોગ. (૧) રાજાભિયોગ : રાજાના દુરાગ્રહથી કે પરવશતાથી પ્રતિજ્ઞાબધ્ધ છતાં છૂટ લેવી પડે. (૨) ગણાભિયોગ : સ્વજન કે જનસમૂહનાં આગ્રહથી કોઈ દોષયુક્ત પ્રવૃત્તિ કરવી પડે. (૩) બલાભિયોગ : બળવાનનાં આગ્રહથી નિરૂપાય થઈને દોષિત વિધિ કરવી પડે. (૪) દેવાધિયોગ : હલકા દેવ-દેવીનાં ઉપસર્ગને ટાળવા, પ્રાણાંત સંકટ ટાળવા વંદનાદિ વિધિ કરવી પડે. (૫) કાંતર વૃત્તિ : કષ્ટ આવે તે કાંતરવૃત્તિ જંગલમાં કે કુટુંબાદિનાં નિર્વાહમાં કંઈ પીડાકારી પ્રસંગ આવે. (૬) ગુરૂનિગ્રહ : ગુરુ આજ્ઞાને આધિન થઈને કંઈ વર્તન કરવું પડે. છ ભાવનાઓ : સમકિત ને ભાવન કરવાની ભાવનાઓ. (૧) મૂલ : સમકિત ધર્મવૃક્ષનું મૂળ છે તે મોક્ષરૂપ ફળ આપે છે. (૨) દ્વાર : ધર્મરૂપનગરમાં સમકિત દ્વારા વિના પ્રવેશ મળતો નથી. (૩) પીઠીકા : (પાયો) સમકિત રૂપ પાયા પર ધર્મરૂપછી મહેલ સ્થિર રહે છે તેવી ભાવના કરવી. (૪) આધાર : જીવનો સ્વભાવ ધર્મ સમકિત વગર ધારણ થઈ શકે નહિ. (૫) ભાજન : પાત્ર સકિતરૂપ ભાજન વગર શુધ્ધ ધર્મરસ પ્રાપ્ત ન થાય. (૬) નિધિ : ભંડાર સમકિતરૂપ નિધિ વગર ચારિત્રરત્ન પ્રાપ્ત ન થાય. છ સ્થાન : (૧) આત્મા છે. (૨) આત્મા નિત્ય છે. (૩) આત્મા કર્તા છે. (૪) આત્મા ભોક્તા છે. (૫) મોક્ષ છે. (૬) મોક્ષનો ઉપાય છે. (૧) આત્મા છે : આત્મા ચૈતન્યગુણથી પ્રત્યક્ષ છે. અનન્ય અને અદ્ભૂત એનું સામર્થ્ય છે. તેનાં સ્વીકારથી જીવનું સમકિત શુધ્ધ થાય. (૨) આત્મા નિત્ય છે : જ્ઞાનાદિ ગુણો સહભાવી ધર્મવાળા હોવાથી ગુણોનો કે ગુણીનો કયારેય નાશ થતો નથી તે શાશ્વત તત્વ છે નિત્ય છે. (૩) આત્મા કર્તા છે ઃ અશુધ્ધ ઉપયોગ રૂપ વિભાવદશામાં આત્મા કર્મનો કર્તા બને છે. સ્વભાવથી સ્વરૂપના આનંદ-સુખનો કર્તા ભોક્તા છે. આત્મા રાગાદિ વિભાવથી ભાવકર્મનો કર્તા બને છે, જ્ઞાનાવરણ આદિ કર્મના ઉદયથી દ્રવ્યકર્મનો કર્તા બને છે. અને શરીરાદિનાં અધ્યાસથી નોકર્મનો કર્તા બને છે. (૪) આત્મા ભોકતા છે : આત્માએ પોતાના અજ્ઞાનથી જે કર્મો ગ્રહણ કર્યા તે તેને ભોગવવા પડે તેનું સામ્રાજયજડ હોવા છતાં સ્વત : પરિણમન અદ્ભૂત રીતે કામ કરે છે. તેથી આત્મા કર્મોનો ભોક્તા થઈ સુખ દુઃખને ભોગવે છે. (૫) મોક્ષ છે ઃ આત્મા અને પરમાત્મા ભિન્ન નથી અદ્વૈત છે દરેક પદાર્થોનો સ્વભાવિક ગુણનો અભાવ ન થાય તેનાં પર આવરણ આવે. રાગાદિનો નાશ થતાં આત્મા મોક્ષસ્વરૂપે પ્રગટ થાય છે. શ્રુતસરિતા સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગ્દર્શન 2010_03 ૧૧૦ Page #136 -------------------------------------------------------------------------- ________________ (૬) મોક્ષનો ઉપાય છે : મોક્ષ છે તો તેને પ્રાપ્ત કરવાનાં સાધનો છે સાધક, સાધ્ય અને સાધનનો અધ્યાત્મ સંબંધ છે. સાધના વડે સ્વરૂપ સિધ્ધિ થાય છે. સાધક પ્રાપ્તની પ્રાપ્તિ ઉદ્યમી સાધ્યઃ સ્વરૂપ પ્રાપ્તિનું લક્ષ્ય સાધનઃ આત્માનો શુધ્ધ ઉપયોગ ત્રણેની એકતાએ સ્વરૂપની પ્રાપ્તિ છે. કર્મના નાશ માટે સમ્યગ્દર્શન સમ્યગ જ્ઞાન અને સમ્યગ ચારિત્ર સાધનો છે. આ ત્રણેય સાધનો મળીને મોક્ષ મનાય છે. ત્રણેનો અવિનાભાવી સંબંધ છે. એકપણ ઓછું સાધન મોક્ષ અપાવી શકતું નથી. સમ્યગ્દર્શનનો સૂર્યોદય : જે ભવ્ય જીવોનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તકાળથી અધિક બાકી નથી, એટલે કે જે ભવ્ય જીવો ચરમાવર્તકાળને પામેલા છે, અને તેમાં પણ અપુનબંધક અવસ્થામાં આવેલા છે, તે જ જીવો ધર્મોપદેશને યોગ્ય છે. ચરમાવર્તકાળને પામેલા પણ ભવ્ય જીવોનો સંસારકાળ જ્યાં સુધી અર્ધપુદ્ગલ પરાવર્તકાળથી અધિક બાકી હોય ત્યાં સુધી તો તે જીવો સમ્યગ્દર્શન ગુણ પામી શકતા નથી. પરમ ઉપકારી સહસ્ત્રાવધાની આચાર્યદેવશ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજે “શ્રી જયાનંદ કેવળી ચરિત્ર'માં ફરમાવ્યું છે કે શ્રી સિદ્ધિપદને પમાડનારી જે સામગ્રી છે, તે સામગ્રીને પામ્યા વિના ભવ્ય એવા પણ જીવો શ્રી સિદ્ધિપદને પામી શકતા નથી. શ્રી સિદ્ધિપદની સામગ્રી છે : મનુષ્યપણું, આર્યદેશ, શ્રુતજ્ઞાન અને શ્રદ્ધા (ઉત્તરોત્તર સુદુષ્ઠાતા છે). આમ, શ્રદ્ધા ગુણ વડે, મિથ્યાત્વની મંદતાના યોગે, મોક્ષના અભિલાષવાળા જીવો ત્રણ બાબતો માને છે, સ્વીકારે છે. (૧) સુદેવ અઢારે દોષોથી રહિત અને અનંત ગુણોના સ્વામી શ્રી અરિહન્ત પરમાત્મા તથા શ્રી સિદ્ધિપદને પામેલા પરમાત્માઓ. (૨) સુગુરૂ - જિનાજ્ઞાનુસાર નિગ્રંથતા અને રત્નત્રયીના સ્વામી. (૩) સુધર્મ - ભગવાનશ્રી જિનેશ્વર દેવોએ ફરમાવેલી મોક્ષમાર્ગ, એ જ એક સાચો માર્ગ છે, સાચો ઉપાય છે, સાચો ધર્મ છે. ઉપરોક્ત સિવાયના સઘળા દેવોને કુદેવો, સઘળા ગુરુઓને કુગુરુ અને સઘળા ધર્મોને કુધર્મો માનીને ત્યાગ કરે એવી અનુપમ દશા (મનોદશા) જ્યારે આત્મામાં પ્રગટે ત્યારે જ દર્શનમોહનીયાદિનો ક્ષયોપશમ થયો ગણાય છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રાચાર્યજી ફરમાવે છે કે જેને સમ્યગ્દર્શન ગુણનો આસ્વાદ આવે છે, તેને દુન્યવી સુખ-સંપત્તિની ઈચ્છા નાશ પામી જાય છે, અને એક માત્ર મુક્તિમાર્ગની આરાધનાની જ ઇચ્છા એના હૈયામાં સામ્રાજય ભોગવે છે. એની બધી ઇચ્છાઓ મોક્ષની અનુકૂળતાઓ પૂરતી જ હોય છે. એ એકાંતમાં બેઠો હોય ત્યારે પણ મનમાં એવી ભાવના રમે છે : ___जिनधर्म विनिर्मुक्तो, माऽभूवं चक्रवर्त्यपि ।। અર્થ : મને મળેલો આ ધર્મ ચાલ્યો જાય અને ચક્રવર્તીપણું પણ મળતું હોય તો પણ મારે એ નથી જોઈતું ! શ્રુતસરિતા ૧૧૧ સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગુદર્શન 2010_03 Page #137 -------------------------------------------------------------------------- ________________ ભવે ભવે ભગવાનના ચરણોની સેવાની માગણી તો સમ્યગ્દર્શન તે તે ભવોમાં પ્રાપ્ત થાય તો જ સફળ બને. શ્રી જય વિયરાય સૂત્રમાં માગણી – “ભવે ભવે તુમ્હ ચલણાણું.” પ્રાપ્તિનો ક્રમ : અનાદિકાલીન એવું આ જગત અનંતકાલીન પણ છે. અનાદિ અને અનંત એવા આ જગતમાં “જીવ’ અને “જડ” એ બે પ્રકારના મુખ્ય પદાથો છે. અનાદિ કાળથી જીવ જે કર્મસંતાનથી (જડથી) વેષ્ટિત છે. તે કર્મો આઠ પ્રકારના છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય – આ આઠ પ્રકારના કર્મ ઉપાર્જનના છ નિમિત્તો છે: મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. દરેક દરેક પ્રકારના કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટપણે ભિન્ન ભિન્ન હોય છે : ઉત્કૃષ્ટ સ્થિતિ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય – ૩૦ કોટાકોટિ સાગરોપમ મોહનીય – ૭0 કોટાકોટિ સાગરોપમ નામ-ગોત્ર – ૨૦ કોટાકોટિ સાગરોપમ આયુષ્ય – ૩૩ સાગરોપમાં જે જીવો દુર્લભ એવા સમ્યગ્દર્શન ગુણને પામે છે, તે જીવોના આયુષ્ય કર્મ સિવાયના બાકીના સાતે ય કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી પણ ઓછી થઈ જાય છે. આ અવસરે, જીવ ગ્રંથિદેશ પામે છે. ગ્રંથિદેશને નહીં પામેલો શ્રી નવકાર મહામત્રને પણ પામી શકે નહીં. આ રીતે ગ્રંથિદેશે આવેલા જીવો યથાપ્રવૃત્તિકરણમાં જ વર્તતા થકા પણ કર્મલઘુતાને પામતાં પામતાં દ્રવ્યશ્રુત અને દ્રવ્યચારિત્રને પણ પામી શકે છે, અને વધુમાં વધુ નવમા ગ્રેવેયકની પ્રાપ્તિ થાય છે. ભાગ્યશાળીતાને પામેલા આત્માઓ, જો ધારે તો, પુરુષાર્થને ફોરવીને, સમ્યગ્દર્શનાદિ આત્મગુણોને પ્રગટાવવાને સમર્થ બની શકે એવો આ અવસર છે. ગ્રંથિદેશે આવી પહોંચેલો જીવ જ્યારે અપૂર્વકરણવાળો બને છે, ત્યારે તે જીવ ગ્રંથિને ભેદનારો બને છે. ગાઢ જેવા રાગ-દ્વેષનો જે આત્મપરિણામ એ જ કર્મગ્રંથિ છે. અપૂર્વકરણથી ગ્રંથિ ભેદાય છે અને અનિવૃત્તિકરણથી સમ્યગ્દર્શન પમાય છે. જે જીવ અપૂર્વકરણને પામે છે, તે જીવ નિયમા સમ્યગ્દર્શનને પામે છે. સમ્યગ્દર્શન બે પ્રકારે થાય છે ? (૧) સ્વભાવથી : કોઈ પણ બાહ્ય નિમિત્ત વિના, પૂર્ગગત સંસ્કારોની જાગૃતિ અથવા આત્માની તથા ભવિતવ્યતાના કારણે જે શ્રદ્ધા પ્રગટે છે. (૨) અધિગમથી : અન્યના ઉપદેશથી, યોગાવંચક આદિથી, જિનપ્રતિમા-દર્શન, પૂજય, જિન શાસ્ત્રોનું શ્રવણ, તીર્થકર કે ગુરુનું દર્શન આદિ નિમિત્તોથી ઉત્પન્ન થતું તત્ત્વ શ્રદ્ધાન. અધિગમના સાત પ્રકાર : (૧) અધિગમ (૨) આગમ (૩) અભિગમ (૪) શ્રવણ (૫) નિમિત્ત (૬) શિક્ષા (૭) ઉપદેશ. સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગદર્શન ૧૧૨ શ્રુતસરિતા 2010_03 Page #138 -------------------------------------------------------------------------- ________________ પાંચ લક્ષણોના લાભનો ક્રમ : શાસ્ત્રમાં સમ્યગ્દર્શનના વ્યવહાર અને નિશ્ચય તથા દ્રવ્ય અને ભાવ એમ વિવિધ ભેદો વર્ણવામાં આવ્યા છે. નિશ્ચય સમ્યગ્દર્શનની અપેક્ષાએ, શાસ્ત્રકારે પાંચ લક્ષણો નીચે મુજબ વર્ણવ્યાં છે. (૧) શમ - અનંતાનુબંધી કષાયનો ઉદય ન થાય તે એટલે કે સમ્યક્ પ્રકૃતિથી કષાયના પરિણામને જોવું. (૨) સંવેગ - કર્મના પરિણામ અને સંસારની અસારતાનું ચિંતન-સ્વરૂપ મોક્ષાભિલાષ. (૩) નિવેદ - (૪) અનુકંપા · સંસારવાસ કારાગૃહ છે અને સ્વજન છે તે બંધન છે એવો જે વિચાર થાય તે. સર્વ સંસારી જીવોના દુઃખથી દુઃખીપણું અને તેના નિવારણના ઉપાયમાં યથાશક્તિ પ્રવૃત્તિ. (૫) આસ્તિક્ય - આર્હત તત્ત્વમાં(જિનવચનમાં) આકાંક્ષારહિત પ્રતિપત્તિ રહેવી એટલે કે જિનવચનમાં દૃઢ આસ્થા શ્રદ્ધા થવી તે. સમ્યગ્દષ્ટિની અવસ્થા : तमेव सच्चं निस्संकं, जं जिणेहिं पवेइयं । અર્થ : શ્રી જિનેશ્વરદેવે પ્રકાશેલું જ સાચું અને શંકા વિનાનું છે. જગતના જીવો પોતાની મોક્ષની અભિલાષાને સફળ બનાવી શકે તે માટે શ્રી પરમાત્માએ પરમને પામવાનો ઉત્તમ માર્ગ બતાવ્યો છે. આત્માને જાણવો, માણવો અને અનુભવવો એ જ સાધકનું, માનવભવનું ધ્યેય છે. સમ્યગ્દર્શન માટે સમય અને શક્તિનો ભોગ આપવો પડે. આપણી અવસ્થા વધુ સુધરે તે માટે નીચેના મુદ્દાઓ પર ચિંતન કરવું : (૧) શ્રી જિનેશ્વર દેવ આ સંસારને દુ:ખમય, દુઃખફલક અને દુઃખપરંપરક કહે છે. આપણને કેવો લાગે છે ? (૨) જેને સંસારમાં ન રહેવું હોય તેને જ સંસારથી છોડાવનાર શ્રી જિનેશ્વર દેવ ગમે. (૩) ઘણા કાળથી ધર્મક્રિયા કરવા છતાં જોઈતું પરિણામ નથી આવતું, એનું કારણ એ છે કે પારકાને પોતાનું માન્યું છે. (૪) શ્રી જિનેશ્વર દેવે જે વસ્તુ હેય, શેય અને ઉપાદેય કહી છે, તે તેમ જ લાગે છે ! (૫) હેયમાં ઉપાદેય બુદ્ધિ તો આવતી નથી ને ? (૬) દુનિયાના પદાર્થો મળે, એથી અનુકૂળતા થાય પણ એ દશા ખરાબ લાગે છે ? (૭) દુનિયાદારી પહેલી અને ધર્મ ફુરસદે એ રોગ કોના ઘરનો છે ? (૮) મોક્ષસુખ માગીએ ખરા, પણ હૈયામાંથી સંસાર નીકળે નહીં તો ? (૯) આત્મા અર્થ અને કામ તરફ ઢળે છે કે ધસે છે ? (૧૦) ધર્મી કહેવડાવવું સહેલું છે, પણ ધર્મી બનવું એ મુશ્કેલ છે. (૧૧) ધર્મ, અર્થ અને કામમાં ધર્મ પુરુષાર્થ પ્રધાન લાગે તો ધર્મ પામવાની લાયકાત પ્રાપ્ત થયેલી કહેવાય. શ્રુતસરિતા 2010_03 ૧૧૩ સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગ્દર્શન Page #139 -------------------------------------------------------------------------- ________________ (૧૨) વિના ગુણ પામ્ય ગુણ પામ્યા છીએ એમ માનીએ તો ફાયદો લેશમાત્ર નહીં અને ઊલટાનું નુકસાન. (૧૩) સંસાર કહેવામાં ખરાબ અને માનવામાં સારો એવી દશા તો નથી ને ? (૧૪) શક્તિ તેટલી ભાવના નહિ, ભાવના તેટલો પ્રયત્ન નહિ અને પ્રયત્ન તેટલો રસ નહિ. આવું તો નથી ને ? સમ્યગ્દર્શનના આઠ આચાર : આચારના બે પ્રકાર : (૧) દ્રવ્યાચાર - રૂઢિ, રિવાજ કે પરંપરાથી ચાલ્યા આવતા લૌકિક આચારને અનુસરવું. (૨) ભાવાચાર - આત્મગુણોનો વિકાસ કરવા માટે શક્તિ અનુસાર પુરુષાર્થ ફોરવવો. જ્ઞાની કહે છે કે વિચારનો સાર તત્ત્વજ્ઞાન છે; તત્ત્વજ્ઞાનનો સાર ધર્મ છે અને ધર્મનો સાર આચાર છે. ઉનાવાર: પ્રથમ ઘ: આચાર એ જ આચરણ; અર્થાત્ જ્યાં આચારની મુખ્યતા નથી, ત્યાં ધર્મની સંભાવના નથી. જે આચરણથી જ્ઞાનની પ્રાપ્તિ, વૃદ્ધિ અને પ્રકાશ થાય; જે આચરણથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, શુદ્ધિ કે વિકાસ થાય; જે આચરણથી તપ સંવર-નિર્જરાનું સાધન અને અનુષ્ઠાનયોગ બને અને જે આચરણથી જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ માટે પ્રબળ પુરુષાર્થ જાગૃત થાય તે “આચાર” છે. જગતના જીવો સુખને ઝંખે છે, પણ તેમના સુખની દૃષ્ટિ ભૌતિક છે; અને મહાપુરુષો સુખ પ્રદાન કરવા આત્માના સુખની વાત કરે છે. તે આત્મસુખ પામવા જીવે આત્માના ગુણોનો વિકાસ કરવાનો છે. શાસ્ત્રકથન છે કે ગુણપ્રાપ્તિનો ચોક્કસ ક્રમ છે; અને તે ક્રમમાં પ્રથમ સમ્યગ્દર્શન ગુણ આવે છે. તે ગુણથી ધર્મમાં વિકાસની શરૂઆત થાય છે. બહુમાનપૂર્વક દેવ-ગુરુના દર્શન-પૂજન કરે પછી સમજ વધે, જિજ્ઞાસા વધે એટલે જ્ઞાન આવે અને પછી પ્રવૃત્તિરૂ૫ ચારિત્રાચાર આવે. શ્રાવક બનવું હોય તો સમ્યગ્દર્શન ફરજિયાત છે. શ્રાવકના જીવનમાં જ્ઞાનાચાર-ચારિત્રાચારતપાચાર-વર્યાચાર ઓછો વત્તો હોઈ શકે; પણ દર્શનાચાર ન હોય તો કદાપિ શ્રાવક બની શકાય નહીં. દર્શનગુણ વિનાનો જીવ ધર્મક્ષેત્રમાં આંધળો છે. અપેક્ષાએ, આંખથી આંધળો તો સાચો; બહુ બહુ તો સામેની વસ્તુ જુએ નહીં; જ્યારે મિથ્યાષ્ટિ તો ખરાબ કારણ કે જે છે, જેવું છે, તેના કરતાં ઊંધું જુએ છે. દર્શનાચારના આઠ પ્રકાર આ પ્રમાણે છે. આત્મા બે પ્રકારનો પુરુષાર્થ કરે છે (૧) આંતરિક (૨) બાહ્ય. આંતરિક પુરુષાર્થનું ફળ આંતરિક ચાર આચારોની પ્રાપ્તિ છે અને બાહ્ય આચારથી આંતરિક ગુણોનું પ્રાગટય થાય છે. આ સમ્યગ્દર્શનના ગુણો પણ મનાય છે. આંતરિક આચાર બાહા આચાર (૧) નિઃશંકા – જિનવચનમાં શંકા ન હોવી. (૧) ઉપબૃહણા – ગુણીની પ્રશંસા કરવી. (૨) નિઃકાંક્ષા – અન્ય મતની વાંચ્છા ન કરવી. (૨) સ્થિરીકરણ – જિનમત ધારીને ધર્મમાં સ્થિર કરવો. સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગુદર્શન ૧૧૪ શ્રુતસરિતા 2010_03 Page #140 -------------------------------------------------------------------------- ________________ (૩) નિર્વિચિકિત્સા – ધર્મના ફળમાં સંદેહ ન કરવો. (૪) અમૂઢદૃષ્ટિ – મિથ્યાત્વીની પ્રવૃત્તિમાં મોહિત ન થવું. પંચાચારની આઠ ગાથા પૈકી સમ્યગ્દર્શનના અતિચારની ગાથા : निस्संकिअ निक्कंखिअ, निव्वितिगिच्छा अमूढदिट्ठि अ । उबवूह थिरीकरणे, वच्छल्ल पभावणे अड्ड ||૨|| પ.પૂ. આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.સા. ફરમાવે છે કે આ આઠ ગાથાઓ આચારની હોવા છતાં અતિચારની એટલા માટે કહેવાય છે કે પંચાચારની ગાથાઓ હોવા છતાં અતિચારના ચિંતન માટે હોવાથી અતિચારની ગાથાઓ તરીકે ઓળખાય છે. આઠ આચારના વિસ્તારની અર્થ : (૧) નિઃશંકા (૨) નિષ્કાંક્ષા (૩) વાત્સલ્ય – સર્વ આરાધક જીવો માટે વાત્સલ્યભાવ. (૪) પ્રભાવના – મને જે સદ્ધર્મ મળ્યો છે તે સૌને મળે તેવો ભાવ. (૪) અમૂઢષ્ટિ શ્રી જિનેશ્વર દેવના વચનમાં શંકાનો સર્વથા અભાવ. સાચા ધર્મ પ્રત્યે શ્રદ્ધાળુ, સુનિશ્ચિત અને આસ્થાવાળા બનવું. અતિચાર : દેવ-ગુરુ-ધર્મ તણે વિષે નિઃશંકપણું ન કીધું. કામના, ઇચ્છા, અભિલાષા, ચાહનારહિત બનવું તે. પરમતની અભિલાષનો અભાવ. દેવ-ગુરુ-ધર્મની સેવાના ફળરૂપે પૌદ્ગલિક પદાર્થોની અપેક્ષા નહીં રાખવી. અતિચાર : એકાંતે નિશ્ચય ન કીધો. (૩) નિર્વિચિકિત્સા વિકૃતિવાળી ચિકિત્સા એટલે ચિત્તનો વિપ્લવ અથવા મતિભ્રમનો નાશ. કરણીના ફળમાં સંદેહરહિતતા. બીજો અર્થ : સાધુના મલિન વસ્ત્ર-ગાત્રોને જોઈને જુગુપ્સા ન કરવી. અતિચાર : ધર્મ સંબંધી ફળતણે વિષે નિઃસંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુ-સાધ્વીના મલ મલિન ગાત્ર દેખી દુર્ગંચ્છા નિપજાવી. મૂઢ એટલે મૂર્ખ. અમૂઢ એટલે વિચક્ષણ. સન્માર્ગથી ચલાયમાન ન થવું. રત્નત્રયીની જેને ઓળખાણ કે શ્રદ્ધા નથી તે મૂઢ દૃષ્ટિ છે. દર્શન મોહનીયનો ક્ષયોપશમ થતાં મૂઢતા (દર્શનમૂઢ, જ્ઞાનમૂઢ અને ચારિત્રમૂઢ) છૂટી જાય છે અને જીવ અમૂઢદૃષ્ટિ બને છે. અતિચાર : મિથ્યાત્વી તણી પૂજા પ્રભાવના દેખી મૂઢ દૃષ્ટિપણું કીધું. શ્રુતસરિતા 2010_03 ૧૧૫ સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગ્દર્શન Page #141 -------------------------------------------------------------------------- ________________ (૫) ઉપબૃહણા શ્રી સંઘમાં રહેલા ગુણીજનોના ગુણોની પ્રશંસા કરવી અને તેમના ગુણોની વૃદ્ધિ થાય તેમાં સહકાર આપવો. (૧) પ્રશસ્ત-ગુણીયલની પ્રશંસા-ભક્તિ-અનુમોદના (૨) અપ્રશસ્ત-દુર્ગુણીને ટેકો આપીએ. છતી શક્તિએ પ્રશંસા ન કરીએ અથવા અયોગ્યની પ્રશંસા કરીએ. અતિચાર : શ્રી સંઘમાં હે ગુણવંતતણી અનુપબૃહણા કીધી. (૬) સ્થિરીકરણ પ્રશસ્ત ઃ તપ, ત્યાગ, સંયમ, સામાયિક, જાપ, ધ્યાન વગેરે. વડે ધર્મારાધનામાં કોઈ જીવને સ્થિર કરીએ તે. અપ્રશસ્ત - ખોટામાં કોઈ જીવને સ્થિર કરો અથવા સાચામાં અસ્થિર કરો. અતિચાર : અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નિપજાવી. (૭) વાત્સલ્ય પ્રશસ્ત ઃ આચાર વિચારવાળા ધર્મી જીવો પ્રત્યે ભકિત, પ્રીતિ, બહુમાન, વાત્સલ્યનો ભાવ રાખે. સમાનધર્મી ઉપર ઉપકાર કરવો. અપ્રશસ્ત : શિથિલાચારી, અધર્મી જીવો પ્રત્યે ભક્તિ, પ્રીતિ કે બહુમાન રાખો. અતિયાર : અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નિપજાવી. પ્રભાવના દ્રવ્ય : માતા-પિતા-સ્વજનની ભક્તિ-ઉપકાર-ઋણ-બહુમાનભાવ ભવોભવના ભાથારૂપ રત્નત્રયી આપવી તે બહુમાનપૂર્વક અતિયાર ઃ અબહુમાન કીધું. નિઃશંકતા, નિ:કાંક્ષીતા, નિવિચિકિત્સા કર્મમાં; દૃષ્ટિ અમૂઢ, ગુણોની પુષ્ટિ, સ્થિરીકરણ છે ધર્મમાં; વાત્સલ્ય સર્વ જીવ પ્રત્યે, પ્રવચન તણી પ્રભાવના; આચાર આઠ સમ્યકત્વના, કરવી સદા આરાધના. ઉપસંહાર : સદ્ગુરુનો સંગમ, મિથ્યાત્વનો અપગમ, સમક્તિનો અભિગમ અને રત્નત્રયીનો ત્રિવેણી સંગમ વડે આપણે સૌ નિર્મળ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી, શક્તિ હોય તો સર્વવિરતિ ચારિત્રધર્મનો સ્વીકાર કરવા દ્વારા અને તેવા પ્રકારની શક્તિ ન હોય તો એવી શક્તિ પ્રગટ થાય તે માટે સુંદર અનુપમ શ્રાવક ધર્મનું પાલન કરી, આ ભવને સફળ બનાવી, ભવાંતરમાં દીક્ષાને પ્રાપ્ત કરી, અલ્પ સમયમાં પરમપદના ભોક્તા બનીએ, એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગ્ગદર્શન ૧૧૬ શ્રુતસરિતા 2010_03 Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-૧૧ અનુષ્ઠાન ધર્મ (અહિંસા-સંયમ-તપ) મંગલાચરણ શ્રુતકેવલી શ્રી શય્યભવસૂરિજી (શ્રી મહાવીર સ્વામીની ચોથી પાટે) રચિત ‘દશવૈકાલિક’ (ચાર મૂલસૂત્ર) સૂત્રના દસ અધ્યાય પૈકી પ્રથમ અધ્યાય ‘દ્રુમપુષ્પિકા’નું મંગલાચરણ. धम्मो मंगलमुक्किट्ठ, अहिंसा संजमो तवो । देवा वि तं नमसन्ति, जस्स धम्मे सया मणो ॥ અર્થ : ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ - એ ત્રણ ધર્મ કહેવાય છે. જેનું મન સદા આ ત્રણ ધર્મમાં હંમેશાં વર્તે છે, તેને દેવો પણ નમસ્કાર કરે છે. ચાર અનુયોગ : દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગના ત્રણ પ્રકાર : (૧) વિચાર ધર્મ : મૈત્રી – પ્રમોદ – કરુણા – માધ્યસ્થ ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ. (૨) અનુષ્ઠાન : અહિંસા – સંયમ (૩) ગુણ ધર્મ : દર્શન – જ્ઞાન – તપ ચારિત્ર O કેન્દ્ર ધરી સમાન હોઈ, આ ત્રણ પ્રકાર પૈકી અનુષ્ઠાન ધર્મનું ધરી-સમાન જૈનજીવનમાં મહત્ત્વનું સ્થાન છે. અનુષ્ઠાન ધર્મના ત્રણ પ્રકારો પૈકી ધરી-સમાન કેન્દ્ર ‘સંયમ' વડે જીવનપથ અને જીવનરથને શણગારવો જોઈએ. અહિંસાના બે સ્વરૂપ : (૧) તાત્ત્વિક-સદ્ગુણાત્મક (કોઈ સંપ્રદાયને મતભેદ નથી.) (૨) વ્યવહારિક-બાહ્યપ્રવૃત્તિરૂપ (સંપ્રદાય ભેદે મતભેદ છે.) પ્રમાદ : પ્રર્રેન માતિ કૃતિ પ્રમાવઃ - સાવઘયોગમાં પ્રચુરપણે ડૂબવું તે પ્રમાદ. પ્રમાદના પ્રકાર : (૧) કષાય (ર) વિષય (૩) નિદ્રા (૪) વિકથા (ભોજનકથા-દેશકથા-રાજકથા વિજાતીયકથા) (૫) મદ્યપાન પ્રમાદ-માનસિક દોષ જ મુખ્યત્વે હિંસા છે, અને એ દોષમાંથી જન્મેલ જ પ્રાણનાશ-હિંસા છે. આ સ્વરૂપે હિંસાના બે પ્રકાર છે. (૧) દ્રવ્ય હિંસા પાંચ ઇન્દ્રિય+મન+વચન+કાયા+શ્વાસોશ્વાસ+આયુષ્ય મળી કુલ દસ પ્રાણોનો અલ્પાધિક નાશ તે. — સ્વ-સ્વરૂપમાંથી બહાર નીકળી આત્માને રાગાદિ ભાવોથી ખરડવો તે. (૨) ભાવ હિંસા અહિંસાના બે રૂપ : (૧) નિષેધાત્મક અહિંસા - (૧) અન્યને ઈજા કરવી નહીં અથવા કષાય દ્વારા દુઃખ પહોંચાડવું નહીં. શ્રુતસરિતા 2010_03 ૧૧૭ અનુષ્ઠાન ધર્મ Page #143 -------------------------------------------------------------------------- ________________ (૨) વિધેયાત્મક અહિંસા - (૧) અન્યના દુઃખમાં ભાગીદાર થવું. અહિંસાનું સત્ય સ્વરૂપ અને સાત્ત્વિક સ્વરૂપ તો નિષેધાત્મક અહિંસામાં જ જણાય છે, ત્યારે વિધેયાત્મક અહિંસા દયા અગર તો સેવા તરીકે જાણીતી છે, લોકગમ્ય છે, લોકોને વધુ પ્રીતિકર છે, સુગમ છે, સુકર છે. વિધેયાત્મક અહિંસા સૌની નજરે દેખાતી હોઈ માનાદિ પ્રાપ્તિના આશયવાળા જીવોને વધુ રુચિકર હોય છે, જયારે નિષેધાત્મક અહિંસા અંતરના-અત્યંતર પરિણામવાળી હોય છે. તાત્ત્વિક સ્વરૂપે હિંસાના ત્રણ પ્રકાર : – જીવો બચાવવાની કાળજીનો અભાવ. - - (૨) પોતાના દુ:ખમાં અન્યને અનિચ્છાએ ભાગીદાર કરવો નહીં. (૧) હેતુ હિંસા (૨) સ્વરૂપ હિંસા – જીવોનો ઘાત કરવો તે, પ્રાણોને હણવાનો હેતુ. (૩) અનુબંધ હિંસા જે હિંસામાં પરિણમે તે. આ ત્રણ પ્રકારના વિશ્લેષણમાંથી સ્પષ્ટ ફલિત થાય છે કે જો અપ્રમત્તભાવ કોઈ જીવની વિરાધના-હિંસા થઈ જાય અગર તો કરવી પડે તો એ કેવળ અહિંસા કોટિની છે, અને તેથી આવી હિંસા નિર્દોષ તેમ જ નિર્જરાવર્ધક બને છે. હિંસાના સાધનોની અપેક્ષાએ અઢાર પાપસ્થાનકોને પણ ગણાય છે : - ક્રોધ, માન, માયા, લોભ, દ્વેષ, રતિ-અરિત મૃષાવાદ, અભ્યાખ્યાન, વૈશુન્ય, પર પરિવાદ, કલહ માયા મૃષાવાદ પ્રાણાતિપાત, ચોર્ય, મૈથુન, પરિગ્રહ, મિથ્યાત્વ (૧) મનથી થતાં પાપ (૨) વચનથી થતાં પાપ (૩) કાયાથી થતાં પાપ (૨) પોતાની સુખસગવડનો લાભ અન્યને આપવો અને સદ્ભાવના વડે અન્યને શાતા-સમતા પહોંચાડવી. - અનુષ્ઠાન ધર્મ 2010_03 અહિંસા કેવી અદ્ભુત - અહિંસા સુખની શેલડી, અહિંસા સુખની ખાણ; અનંત જીવ મોક્ષે ગયા, અહિંસાતણા ફળજાણ. અહિંસા પાલનના વ્યવહારિક ઉપાયો : (૧) બારે માસ ઉકાળેલું પાણી (૨) કંદમૂળત્યાગ (૩) વાસી ખોરાક ત્યાગ (૪) હોટેલ આદિ પાર્ટીઓનો ત્યાગ (૫) કષાય ત્યાગ (૬) વિષય ત્યાગ (૭) જરૂરિયાતો ઘટાડવી (૮) સામાયિકાદિ પ્રવૃત્તિ (૯) પર્વ કે તિથિ દિને વનસ્પતિ ત્યાગ (૧૦) જીવન સાદું બનાવવું (૧૧) પાંચ અણુવ્રત પાલન (૧૨) પાપ સ્થાનકમાંથી નિવૃત્તિ (૧૩) ચિત્તની કઠોરતા ઘટાડવી (૧૪) જ્ઞાન સંપાદન કરવું (૧૫) જયણા પાળવી હિંસાની કેવી હોનારત - હિંસા દુ:ખની વેલડી, હિંસા દુઃખની ખાણ; અનંત જીવ નસ્સે ગયા, હિંસા તણા ફળજાણ. - ૭ - દ ૧૧૮ - ૫ ૧૮ શ્રુતસરિતા Page #144 -------------------------------------------------------------------------- ________________ સંયમ : અહિંસાને આચરણમાં મૂકવાના બે સાધન - સંયમ અને તપ. અનુષ્ઠાન ધર્મના ત્રણ પ્રકારો પૈકી કેન્દ્ર સ્થાને હોઈ, “સંયમ એક બાજા અહિંસાને અને બીજી બાજા તપને સ્પર્શે છે. વ્યાખ્યા : અર્થ : (૧) સમ્યફ પ્રકારે યમનું પાલન. (૨) રસ અને રૂચિપૂર્વક સાચી શ્રદ્ધા સાથે ઉચ્ચતર ધ્યેય અર્થે સ્વેચ્છાએ નિયંત્રણ. યમના પ્રકાર .: (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ જેના વડે યમમાં સ્થિરતા આવે તેને નિયમ' કહેવાય છે. નિયમના પ્રકાર : (૧) શૌચ (પવિત્રતા) (૨) સંતોષ (૩) તપ (૪) સ્વાધ્યાય (૫) ઈશ્વર પ્રણિધાન (એકાગ્રતા). નિષેધ અર્થ .: યમ, નિયમ, સમિતિ, ગુણિ, વ્રત, વિરતિ, નિગ્રહ, નિરોધ, વિરોધ, દમન, નિયંત્રણ, કાબૂ આદિ - મન, વચન અને કાયાનું નિયમન રાખવું. વિધેય અર્થ : માધ્યસ્થ ભાવ (દાસીન્ય ભાવ), રાગ-દ્વેષનો ત્યાગ, કુતર્કોનો ત્યાગ, અંતરાત્મ ભાવની સાધના, સંવર, સમતા ભાવ, સાત્ત્વિક ભાવ આદિ-વિચાર વાણી અને ગતિ-સ્થિતિમાં યતના કેળવવી-સવૃત્તિના ગુણોનું ચિંતન. સંયમના ૧૭ પ્રકાર : પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, પાંચ અવ્રતનો ત્યાગ, ચાર કષાયનો જય, અને મન, વચન અને કાયાની વિરતિ. ભાતભાતનાં અને ચિત્રવિચિત્ર કર્મોના કારણે લોકો વિધવિધ પ્રકારની આપણને મનગમતી અણગમતી વાતો કરે છે; પરંતુ સમજદાર અને વિવેકી એવા આપણે શા માટે રાગ કે દ્વેષ અને પ્રશંસા કે રોષ દાખવવો? સંસારી પ્રવૃત્તિઓમાં પ્રતિભાવ આપવાના સમયે આપણે અંધ, મૂક અને બધિર (આંધળા, મૂંગા અને બહેરા) બની જવામાં જ ડહાપણ છે. પૂ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી યથાર્થપણે ફરમાવે છે : સ્વમાં વસ, પરમાં ખસ; એટલું જ બસ. સંયમ, આધ્યાત્મિક ગુણ હોઈ, પરભવમાં આપણી સાથે આવનાર છે. આપણને સજ્જનમાંથી સાત્ત્વિક બનાવવાનું સામર્થ્ય “સંયમ'માં અંતર્ગતપણે રહેલું છે. જેમ રાજાની વાર્તાના અંતે આવે છે ખાધું, પીધું અને રાજ કર્યું', તેમ આપણા આ જૈનકુળના ભવના અંતે ખાધું, પીધું અને તારાજ કર્યું,” એવું બને નહીં તે માટે સંયમ ગુણ કેળવવો જરૂરી છે. રત્નાકર પચ્ચીશીની ગાથા “આવેલ બાજી હાથમાં, અજ્ઞાનથી હારી ગયો ગાવાથી કાંઈ વળશે નહીં. તપ : બાર પ્રકાર - છ બાહ્ય અને છ અત્યંતર : બાહ્ય : (૧) અણસણ (૨) ઊણોદરી (૩) વૃત્તિ સંક્ષેપ (૪) રસત્યાગ (૫) કાયક્લેશ (૬) સંલીનતા અત્યંતર : (૧) પ્રાયશ્ચિત્ત (૨) વિનય (૩) વૈયાવચ્ચ (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન (૬) કાઉસગ્ન શ્રુતસરિતા ૧૧૯ અનુષ્ઠાન ધર્મ 2010_03 Page #145 -------------------------------------------------------------------------- ________________ તપ-પદનો સમાવેશ : નવપદ-પંચાચાર-વીસ સ્થાનક નિષેધ અર્થ : તપાવવું, દમન, કાબૂ, આહારાદિ ગ્રહણ ના કરવા તે. વિધેય અર્થ : મુક્તિનો તલસાટ - અપવર્ગની આરાધના (‘પ' વર્ગ - પ ફ બ ભ મ પતન ફિકર બાધા ભય મરણ પતન, ફિકર, બાધા, ભય અને મરણ જ્યાં નથી, તેવા એક માત્ર સ્થાન સિદ્ધશિલાની આરાધના. તપનું ફળ : (૧) વાસનાઓ ક્ષીણ થાય - ઇચ્છાનિરોધ, કષાયનિરોધ. (૨) આધ્યાત્મિક બળ કેળવાય. (૩) મન-શરીર અને ઇન્દ્રિયો તાપણીમાં તપે. અપેક્ષાએ પર્યાદિને આશ્રયી (પર્યુષણ વગેરે) કરવામાં આવતા નિમિત્ત ધર્મ રૂપી તપની સરખામણીએ તપના બાર પ્રકારો પૈકી વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ તથા અન્ય પ્રકારો નિત્ય ધર્મ તરીકે આચરવામાં સંવર અને નિર્જરા વધુ પ્રમાણમાં થાય છે. આપણા જીવનને સંપૂર્ણતઃ લોકોત્તર બનાવવું દુષ્કર છે. માટે, લૌકિક જીવનમાં લોકોત્તર ભેળવી દેવાની કળા આપણે સૌએ શીખી લેવા જેવી છે. દા.ત., લૌકિક ક્રિયા લોકોત્તર ક્રિયાના લક્ષ્યરૂપ નિયમો (૧) ભોજન અભક્ષ્ય ત્યાગ, કંદમૂળ ત્યાગ, વાસી ખોરાક ત્યાગ, તિથિએ વનસ્પતિ ત્યાગ, મદ્યપાન આદિ. (૨) ધન-પ્રાપ્તિ જિનાલય-જિનમૂર્તિ-જિનાગમ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા-આ સાત ક્ષેત્રોમાં દાન પ્રવૃત્તિ. (૩) પાંચ ઇન્દ્રિયોનો ભોગવટો દરેક ઇન્દ્રિયના ભોગવટાનું માપ નક્કી કરવું. (૪) લગ્ન પર્વતિથિઓ તથા માસિક તિથિઓના દિવસે બ્રહ્મચર્ય-પાલન. (૫) નિદ્રા સૂતાં પહેલાં નવકાર, સાત લાખ, ૧૮ પાપસ્થાનક, તીર્થકર ભગવંતો, સાધુ ભગવંતો, આદર્શભૂત, શ્રાવક-શ્રાવિકાઓનું ગુણ સ્મરણ. ઉપસંહાર : સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપની આરાધનાની અનુક્રમે ભક્તિ-અહિંસા-સંયમ અને તારૂપી ધર્મપુત્ર જન્મે છે, કે જેનું અનંતર ફળ અનુક્રમે ભાવ, દાન, શીલ અને તપમાં પામી શકાય છે. અનુષ્ઠાન ધર્મ સર્વયોગની સાધનામાં દીવાદાંડી સ્વરૂપ છે. અહિંસા આત્મા છે, સંયમ શ્વાસ છે અને તપ શરીર છે. તપ બહાર દેખાય છે, અહિંસા અંતરના પરિણામવાળી છે અને સંયમ અનુમાન દ્વારા પામી શકાય છે. ચાલવામાં, બેસવામાં, ઊઠવામાં, સૂવામાં, ખાવામાં, બોલવામાં બધે આપણે જયણાપૂર્વક વર્તવાનું છે. અનુષ્ઠાન ધર્મ ૧૨૦ શ્રુતસરિતા 2010_03 Page #146 -------------------------------------------------------------------------- ________________ अहिंसा सर्वजीवेषु, सर्वज्ञः परिभाषिताः । इदं हि मूल धर्मस्य, शेषः तस्येय विस्तरः ।। અર્થ : સર્વજ્ઞના ભાખ્યા અનુસાર, સર્વજીવોની અહિંસા જ મૂળ ધર્મ છે; બાકીનો બધો તેનો વિસ્તાર છે. સમય, સામગ્રી અને સંયોગનો સદ્ધપયોગ કરી આપણે સૌ દુઃખમુક્ત, પાપમુક્ત અને કર્મમુક્ત બનીએ. આપણી આ ભવની યાત્રા માત્ર પદયાત્રા કે વિચારયાત્રા ન બની રહેતાં ભાવયાત્રા બને અને આપણને ભયમુક્ત અને ભવમુક્ત બનાવે તેવી શુભ ભાવના. પરમ પૂજ્ય શાસન સમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરી ગચ્છના પ.પૂ. આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરિજીના પ્રશિષ્ય શ્રી મુનિ નંદીઘોષ વિજયજી મહારાજ સાહેબ લિખિત “જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો' માંથી સાભાર. તપથી થતા લાભો અને તેનું રહસ્ય: વૈજ્ઞાનિક દ્રષ્ટિએ : જિનશાસનમાં ધર્મઆરાધના/આત્મકલ્યાણના વિવિધ ઉપાયો દર્શાવેલા છે. પ્રત્યેક ઉપાયમાં જે તે ઉપાયની મુખ્યતા જ હોય છે. તે સિવાયના અન્ય ઉપાયો પણ ત્યાં ગૌણભાવે તો હોય જ છે. આ આત્મસાધનાનું એક અતિ મહત્ત્વનું અંગ તપ પણ છે. તે તપના મુખ્ય બે પ્રકાર છે : બાહ્ય તપ અને અત્યંતર તપ. જૈનશાસ્ત્રમાં દર્શાવેલ બાહ્ય તપ અંગે સેક સેકે અન્ય જૈનેતર તત્ત્વચિંતકોએ વિચાર કર્યો છે અને પ્રત્યેક વખતે બાહ્ય તપને નિરર્થક કાય-ક્લેશ, આત્મદમન અને ઇન્દ્રિયદમનરૂપે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આજના કહેવાતા વૈજ્ઞાનિક યુગમાં પણ બાહ્ય તપની જાહોજલાલીની ભરપૂર આતશબાજીથી આપણી આંખો અંજાઈ જતી હોવા છતાં તેને નિરર્થક અને દંભ કહેનારાની સંખ્યા પણ ઓછી નથી. વસ્તુતઃ બાહ્ય તપથી ઇન્દ્રિયનિગ્રહ અને ઇચ્છાનિરોધ થતો હોવા છતાં તેની સાથે અત્યંતર તપનો યોગ ન હોવાથી આત્મશુદ્ધિની પ્રક્રિયા પણ થતી નથી અને તેથી જ એકલું બાહ્ય તપ મોક્ષ તરફ ગતિ કરાવવા સમર્થ નથી. આમ છતાં, જૈનધર્મમાં દર્શાવેલા બાહ્ય તપ સંબંધી નિયમો અને તેના પ્રકાર સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રહસ્યોથી ભરપૂર છે અને તેનાથી વર્તમાનયુગમાં આત્મકલ્યાણ (મોક્ષપ્રાપ્તિ)ની શક્યતા નહિ હોવા છતાં શારીરિક તેમજ આરોગ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ લાભદાયક છે. સૌપ્રથમ રાત્રિભોજનના ત્યાગ વિષે વિચારીએ : રાત્રિભોજનના ત્યાગની વૈજ્ઞાનિકતા વિશે જુદાં જુદાં સામયિકો વગેરેમાં વારંવાર લખાતું રહ્યું છે તેથી તેના વિશે કોઈ પિષ્ટપેષણ કરવાની આવશ્યકતા નથી. છતાં શરીરવિજ્ઞાનની દષ્ટિએ રાત્રિના સમયે મોટે ભાગે શારીરિક પ્રવૃત્તિ, પરિશ્રમ ઓછો કરવાનો હોવાથી ચયાપચય (metabolism)ની પ્રક્રિયા પણ અતિમંદ પડી જતી હોવાથી રાત્રિએ ભોજન કરનારને મોટે ભાગે અજીર્ણ, ગેસ (વાયુ) વગેરેના રોગો થવાની સંભાવના રહે છે. તે સિવાય રાત્રિના સમયે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં વાતાવરણમાં શુદ્ર, જીવજંતુની ઉત્પત્તિ, ઉપદ્રવ પણ ઘણો રહે છે. સૂર્ય પ્રકાશમાં જ એવી અગમ્ય શક્તિ છે કે જે વાતાવરણના પ્રદૂષણ તથા બિનઉપયોગી જીવજંતુનો નાશ કરી શકે છે અને નવા જીવજંતુની ઉત્પત્તિને રોકી શકે છે. તેમાંય સૂર્યોદય પછીની ૪૮ મિનિટ પછી અને સૂર્યાસ્તની ૪૮ શ્રુતસરિતા 2010_03 ૧૨૧ અનુષ્ઠાન ધર્મ Page #147 -------------------------------------------------------------------------- ________________ મિનિટ પહેલાં ભોજન કરવાનું જૈનગ્રંથોમાં વિધાન છે. કારણ કે સૂર્યાસ્ત સમયે અને સૂર્યોદય સમયે માખી, મચ્છર વગેરે મુદ્ર જંતુઓનો ઉપદ્રવ વધુ હોય છે. સૂર્યાસ્ત સમયે જીવજંતુનો ઉપદ્રવ શરૂ થતો હોવાથી તથા સૂર્યોદય સમયે જીવજંતુનો ઉપદ્રવ પૂર્ણ થતો હોવાથી વધુ સંખ્યામાં તેઓ દેખા દે છે. તપની વાત કરીએ તો બિયાસણાં એટલે કે દિવસ દરમિયાન બે ટંક ભોજન લેવું, તેને સામાન્ય રીતે તપ તરીકે ગણતરીમાં લેવામાં આવતું નથી. આમ છતાં વ્યવહારમાં, બિયાસણાને તપ ગણવામાં આવે છે. બિયાસણું કરવાથી ખાન-પાનની અનિયમિતતા અને અપથ્ય, અયોગ્ય આહારનો ત્યાગ થાય છે. કારણ કે બિયાસણામાં દિવસમાં ફકત બે વખત એકબેઠકે ભોજન કરવામાં આવે છે અને તેમાં રાત્રિભોજનનો તથા રાતે પાણીનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે. અને દિવસના ભાગમાં પણ ભોજન કરતી વખતે અને તે સિવાયના સમયમાં ઉકાળેલા પાણીનો જ પીવામાં ઉપયોગ કરવામાં આવે છે એટલે આરોગ્યની દૃષ્ટિએ પાણીમાં રહેલ જીવજંતુ દ્વારા ફેલાતા કોઈ પણ પ્રકારના રોગ થવાની શક્યતા રહેતી નથી. - એકાસણું એટલે દિવસમાં ફક્ત એક જ વખત એકબેઠકે જમી લેવું. તે પહેલાં કે તે પછી દિવસના ભાગમાં ઉકાળેલા પાણી સિવાય કાંઈ પણ લેવાનું હોતું નથી. આજના જમાનામાં ચોવીસે કલાક, તમાકુ અને મસાલા ખાનાર નવી પેઢી માટે આ વાત અઘરી લાગે છે. પરંતુ નિયમિત વ્યવસ્થિત જીવન જીવતા શ્રાવક વર્ગ માટે તે જરાય અઘરું નથી. દિવસમાં ફક્ત એક વખત નિયમિત રીતે જમવાથી શરીરનાં યંત્રોને રાત્રિ દરમિયાન સંપૂર્ણ આરામ મળે છે અને તેથી તે તે યંત્રોને ચલાવવા માટે લોહી તથા ઑક્સિજનની જરૂરિયાત પણ ઓછી પડે છે. પરિણામે હૃદય અને ફેફસાં પર વધુ પડતા કામનો બોજ આવતો નથી અને તેથી સંપૂર્ણ શરીરને સારી રીતે આરામ મળતાં સવારનાં કાર્યોમાં અજબની સ્ફતિ અનુભવાય છે. વળી દિવસ દરમિયાન માનસિક, બૌદ્ધિક કે શારીરિક પરિશ્રમ પણ સારો એવો થયો હોવાથી શરીરને, ઉપર જણાવ્યું તેમ આરામની આવશ્યકતા રહે છે. એકાસણા, બિયાસણામાં આહાર પણ સૌ પોતપોતાની રુચિ પ્રમાણે પરંતુ જૈનધર્મગ્રંથોમાં વર્ણવેલા અભક્ષ્ય, અનંતકાય અને અપથ્યનો ત્યાગ કરવા પૂર્વક લે છે. તેથી મનુષ્ય અભક્ષ્ય, અપથ્ય કે તામસિક પ્રકારના આહારથી પેદા થતી વિકૃતિઓનો ભોગ બનતા અટકી જાય છે. આહારના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. સાત્ત્વિક, રાજસિક અને તામસિક. તપ દરમિયાન કરવામાં આવતા એકાસણા, બિયાસણામાં ખાસ કરીને પ્રમાણસર એટલે કે વધુ પડતો નહિ એવો સાત્ત્વિક આહાર જ કરવો જોઈએ. ક્યાંક, ક્યારેક જીભડીના સ્વાદ ખાતર રાજસિક આહાર પણ થાય છે. પરંતુ તામસિક આહાર ક્રોધાદિ કષાયોને ઉત્પન્ન કરનાર અથવા પોષક, ઉદ્દીપક હોવાથી તેનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ; અને જૈનધર્મશાસ્ત્રોમાં વર્ણવેલા નીતિનિયમો પ્રમાણે વર્તનાર તામસિક આહારનો ત્યાગ સરળતાપૂર્વક, સાહજિકપણે કરી શકે છે. પરિણામે તેના આરોગ્યમાં કોઈ પણ જાતની ખરાબી આવતી નથી. સિવાય કે પોતે બેદરકાર રહે અને પૂરતી સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી માટેના સામાન્ય નિયમોનું પણ પાલન કરવાનું ચૂકી જાય. અનુષ્ઠાન ધર્મ ૧૨૨ શ્રુતસરિતા 2010_03 Page #148 -------------------------------------------------------------------------- ________________ આયંબિલ પણ એક વિશિષ્ટ પ્રકારનું તપ છે. આ તપમાં દિવસે માત્ર એક જ વખત લુખ્ખાસુક્કા આહારનું ભોજન કરવાનું હોય છે. તેમાં મુખ્યત્વે છ વિગઈ, દૂધ, દહીં, ઘી, ગોળ (સાકર), તેલ અને પકવાન (મીઠાઈ)નો ત્યાગ કરવાનો હોય છે. તેમાં હળદર કે મરચું પણ વાપરી શકતા નથી. આ તપથી આધ્યાત્મિક દૃષ્ટિએ રસનેન્દ્રિય ઉપર વિજય મેળવી શકાય છે અને જીભ કાબૂમાં આવે એટલે બાકીની ચારેય ઇન્દ્રિય પણ કાબૂમાં આવી જાય છે અને પાંચેય ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત થતા ચાર કષાય અને મન ઉપર પણ વિજય મેળવાય છે. પરિણામે કર્મબંધ અલ્પ અને કર્મનિર્જરા વધુ થતાં મોક્ષપ્રાપ્તિ નજીક આવી જાય છે. આ સિવાય આ તપથી બીજા પણ અનેક પ્રકારના લાભો થાય છે. આ તપ કરવાથી શરીરમાં કફ અને પિત્તનું શમન થાય છે. કારણ કે કફને ઉત્પન્ન કરનાર ઘી, દૂધ, દહીં, ગોળ અને મીઠાઈનો આ તપમાં સર્વથા ત્યાગ કરવામાં આવે છે. સાથે સાથે લીલાં શાકભાજી જે સામાન્ય રીતે પિત્તવર્ધક જ હોય છે; તેનો પણ ત્યાગ કરવામાં આવે છે. આયુર્વેદની દૃષ્ટિએ સર્વરોગોનું મૂળ શરીરમાં ઉત્પન્ન થયેલ વાત, પિત્ત અને કફની વિષમતા જ છે અને સામાન્ય જીવન વ્યવહારમાં રસનેન્દ્રિયના ચટાકાના કારણે કફ અને પિત્તજનક પદાર્થોનું જ વધુ પડતું સેવન કરવામાં આવે છે. તેથી શરીરમાં કફ અને પિત્તનું પ્રમાણ વધી જાય છે અને તંદુરસ્તી જોખમાય છે. માટે શક્ય હોય તો મહિનામાં ચાર પાંચ આયંબિલ અવશ્ય કરવા જોઈએ. શાસ્ત્રકાર ભગવંતોએ પણ વર્ષમાં બે, ચૈત્ર માસમાં અને આસો માસમાં આયંબિલની નવ દિવસની શાશ્વતી ઓળીની આરાધના બતાવી આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તેનું પણ રહસ્ય આ જ છે. વળી ચૈત્ર મહિનો અને આસો મહિનો, એ બે ઋતુઓના સંધિકાળ છે; અને એ સંધિકાળ દરમિયાન લગભગ બધાંનાં આરોગ્યમાં ફેરફાર થાય છે. આ સમય દરમિયાન જો આહાર-પાણીમાં પથ્યાપથ્યનો વિવેક રાખવામાં ન આવે તો ક્યારેક બહુ લાંબા સમયની બીમારીનો ભોગ બનવું પડે છે. અને આયુર્વેદમાં કહ્યું છે કે, वैद्यानां शारदी माता, पिता तु कुसुमाकरः । (વૈદરાજ માટે શરદઋતુ માતા સમાન છે; અને વસંત ઋતુ પિતા સમાન છે.) કારણ કે આ બે ઋતુઓ દરમિયાન જ લોકોનું આરોગ્ય બગડે છે; અને ડૉક્ટરો, વૈદ્યોને સારી એવી કમાણી થાય છે. માટે શકય હોય તો નવપદની ચૈત્રી તેમજ આસો માસની બંને ઓળી કરવી જોઈએ. द्वितीयाद्याः पञ्च पक्षे मासे षट्तिथयाऽथवा । सावद्यारम्भसच्चित्तत्यागं तास्वेव भावयेः ॥ અર્થ : બીજ વગેરે પક્ષને વિશે પાંચ અથવા માસને વિશે છ પર્વ-તિથિઓના દિવસે સાવઘારમ્ભપાપ વ્યાપારનો અને સચિત્તનો ત્યાગ કરવો જોઈએ. ઉપવાસ જૈનધર્મનું આગવું વિશિષ્ટ તપ છે. આ તપમાં મુખ્ય બે પ્રકાર છે : (૧) તિવિહાર ઉપવાસ (૨) ચઉવિહાર ઉપવાસ. જૈન પરંપરા પ્રમાણે - ઉપવાસની શરૂઆત આગલા દિવસની અનુષ્ઠાન ધર્મ શ્રુતસરિતા 2010_03 ૧૨૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ સાંજથી થાય છે અને સમાપ્તિ બીજા દિવસની સવારે થાય છે. મતલબ કે પૂરા ૩૬ કલાકનો આ ઉપવાસ હોય છે, જૈન પરંપરાના ઉપવાસમાં અન્ય પરંપરાના ઉપવાસની માફક ચા, દૂધ, કૉફી, ફૂટ, માવાની મીઠાઈ કે અન્ય ફરાળ લેવામાં આવતું નથી કે રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવતા પ્રતિક ઉપવાસની માફક સવારના આઠથી રાત્રિના આઠ સુધી માત્ર ૧૨ કલાકના જ ઉપવાસ હોતા નથી. આવા પ્રતિક ઉપવાસો સવારના પેટ ભરીને નાસ્તો (breakfast) કરીને શરૂ થાય છે અને સાંજે તેની સમાપ્તિ બાદ પાકું ભોજન લેવામાં આવે છે. જ્યારે જૈન પરંપરાના તિવિહાર ઉપવાસમાં દિવસે માત્ર સવારના ૧૦ થી સાંજના ૬ સુધી ફક્ત ઉકાળેલું પાણી જ લેવામાં આવે છે. જયારે ચઉવિહાર ઉપવાસમાં તો આગલા દિવસની સાંજથી લઈ બીજા દિવસની સવાર સુધી પૂરા ૩૬ કલાક સુધી આહારનો ત્યાગ હોય છે જ પણ સાથે સાથે પાણીનું એક ટીપું પણ લેવામાં આવતું નથી. અર્થાતુ પાણીનો પણ સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે. જીવન માટે આવશ્યક મુખ્ય ત્રણ વસ્તુ છે : આહાર, પાણી અને હવા, શરીરને ટકાવવા માટે નિયમિત રીતે યોગ્ય પ્રમાણમાં પથ્ય આહાર લેવો જરૂરી છે. જો આહાર ઓછો લેવામાં આવે અથવા સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે તો શરીર ક્ષીણ થતું જાય છે અને લાંબા કાળે અન્ય પ્રવૃત્તિઓ કરવા માટે શરીર અસમર્થ બને છે. આહારને પચાવવા માટે પાણી અત્યંત જરૂરી છે. શરીરમાં ૭૫થી ૮૦ ટકા પાણી હોય છે; શરીરમાં ઝાડા ઊલટી દ્વારા પાણી ઓછું થઈ જાય તો ઝડપથી લોહીનું દબાણ ઘટવા માંડે છે; અને શરીર અસ્વસ્થ બને છે. તેથી શરીરનું શુષ્કીકરણ (dehydration) થતું રોકવા માટે લૂકોઝ વગેરેનું પાણી આપવું પડે છે. એટલે પાણી પણ જીવન ટકાવવા માટે અગત્યની વસ્તુ છે અને ચયાપચય (metabolism)ની ક્રિયા માટે ઑક્સિજન અતિ આવશ્યક છે. ઑક્સિજન વડે શરીરમાં ચરબી અને સાકરના દહન દ્વારા આપણને જરૂરી શક્તિ-કેલરી મળી રહે છે. એ ઑક્સિજનશ્વાસોચ્છવાસ દ્વારા હવામાંથી જ લેવામાં આવે છે. હવામાં લગભગ ૨૦% ઑક્સિજન-પ્રાણવાયુ હોય છે. એટલે હવા વિના મનુષ્ય કે કોઈ પણ સજીવ પ્રાણી કે વનસ્પતિ સુધ્ધાં થોડી મિનિટો પણ જીવી શકતા નથી. જ્યારે પાણી વિના થોડા કલાકો રહી શકાય છે; અને આહાર વિના થોડા દિવસો રહી શકાય છે. એટલે વિજ્ઞાનની દષ્ટિએ આહાર વિનાના ફક્ત પાણીના આધારે ઘણા દિવસના ઉપવાસ થઈ શકે છે. જ્યારે આહાર અને પાણી વિનાના સંપૂર્ણ નકોરડા ઉપવાસ ફક્ત થોડા દિવસ, ચાર કે પાંચ દિવસ થઈ શકે છે તેથી વધુ નહિ. ધાર્મિક, વૈજ્ઞાનિક, સ્વાથ્ય તેમજ આયુર્વેદની દૃષ્ટિએ શાકાહારી એવા આપણે સૌએ પર્વતિથિના દિવસો દરમિયાન લીલાં શાકભાજી વગેરેનો ત્યાગ કરવો ઉચિત છે. ઉપવાસ એ જેમ આત્મિક શુદ્ધિનું અને આત્મનિયંત્રણનું સાધન છે. તેમ દેહશુદ્ધિનું અને દૈહિક આંતરિક ક્રિયાઓને નિયંત્રિત-નિયમિત કરવાનું પણ સાધન છે. ઉપવાસ કરવાથી શરીરના આંતરિક ઘન કચરાનો નિકાલ થાય છે. શરીરમાં વધેલ પિત્ત, કફ કે વાયુનું ઉપશમન અથવા તો ઉત્સર્જન થાય છે અને શરીર શુદ્ધ થાય છે. ઉપવાસના બીજા અથવા ત્રીજા દિવસે કેટલાકને પિત્તની ઊલટીઓ થાય અનુષ્ઠાન ધર્મ ૧૨૪ શ્રુતસરિતા 2010_03 Page #150 -------------------------------------------------------------------------- ________________ છે. વસ્તુત: એ ઊલટીઓ દ્વારા શરીરનું વધારાનું પિત્ત બહાર નીકળી જતાં શારીરિક શાંતિ અનુભવાય છે. ઉપવાસ દરમિયાન માત્ર ઉકાળેલું પાણી પીવાથી પેટમાં રહેલ વધારાના મળનો નિકાલ થાય છે અને કૃમિ વગેરેને ખોરાક નહિ મળવાથી સ્વયમેવ બહાર નીકળી જાય છે; તથા કફ હોય તો તે પણ દૂર થઈ જાય છે. આમ વધારાનું પિત્ત અને વધારાનો કફ દૂર થતાં, વાત પિત્ત અને કફ ત્રણે સમ થાય છે, માટે ૧૫ દિવસમાં અથવા મહિનામાં ઓછામાં ઓછા એક ઉપવાસ કરવો જોઈએ અને એટલે જ શાસ્ત્રકાર ભગવંતોએ પાક્ષિક પ્રાયશ્ચિત્ત રૂપે એક ઉપવાસનું વિધાન કરેલ છે. સામાન્ય રીતે શાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે જે સાધુ કે સાધ્વી નિરંતર અટ્ટમ કે તેથી વધુ તપશ્ચર્યા કરતા હોય તેવા સત્ત્વશાળી સંયમી મહાત્માઓનું શરીર દેવાધિષ્ઠિત થઈ જાય છે. અર્થાત્ તપ વગેરેમાં દૈવી સહાય મળે છે. પરંતુ સામાન્ય ગૃહસ્થ વગેરે પણ જ્યારે અાઈ, અગિયાર ઉપવાસ, ૧૫ ઉપવાસ, માસક્ષમણ (૩૦ ઉપવાસ) કે ૪૫ ઉપવાસ જેવી મહાન દીર્ઘકાલીન તપશ્ચર્યા કરે છે, ત્યારે મોટે ભાગે શારીરિક રીતે ક્ષીણ અને અશક્ત થઈ જાય છે. છતાં મનોબળ અને આત્મબળના આધારે તેઓ લાંબાકાળ સુધી આહાર વિના ચલાવી શકે છે. કેટલાક લોકો ૧૬-૧૬ દિવસના ચઉવિહાર એટલે કે પાણી વગરના પણ ઉપવાસ કરી શકે છે. અર્થાત્ ૧૬-૧૬ દિવસ સુધી આહાર અને પાણી બંનેનો સંપૂર્ણત્યાગ કરે છે. શરીરવિજ્ઞાન તથા આરોગ્ય વિજ્ઞાનના સામાન્ય જ્ઞાનવાળા લોકોને આમાં ખૂબ આશ્ચર્ય જણાય છે. પરંતુ આ વિશે વધુ વિચાર કરતાં લાગે છે કે આપણા શરીરને કોઈ પણ નવી પરિસ્થિતિને અનુકૂળ થતાં લગભગ ત્રણ દિવસ લાગે છે અને એ ત્રણ દિવસ દરમિયાન શરીર નવીન પરિસ્થિતિનો સામનો-પ્રતિકાર કરે છે અને એ ત્રણ દિવસ દરમિયાન શારીરિક અને માનસિક વ્યવસ્થાતંત્ર અસ્તવ્યસ્ત થઈ જાય છે. પરંતુ એ પ્રતિકારને જ્યારે બહારથી કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર મળતો નથી ત્યારે શરીર નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય છે. આ સિદ્ધાંત પ્રમાણે આપણું શરીર સામાન્ય દિવસોમાં, દિવસ દરમિયાન લીધેલ આહાર અને પાણીમાંથી પોતાને આવશ્યક ગરમી અને શક્તિ મેળવી લે છે. પરંતુ શરીરમાં રહેલ ચરબી અને લૂકોઝ વગેરેનો તે ઉપયોગ કરતું નથી, કારણ કે આપણું શરીર એ પ્રમાણે જ ટેવાયેલું હોય છે. તેથી જયારે આપણે ઉપવાસ કે આયંબિલ વગરે તપશ્ચર્યા કરીએ છીએ ત્યારે આપણું શરીર રોજિંદાક્રમ પ્રમાણે બહારથી લેવાયેલ આહાર-પાણીમાંથી શક્તિ મેળવવા પ્રયત્ન કરે છે. પરંતુ તે તો સદંતર બંધ હોવાથી શરીર અશક્તિ, ભૂખ વગેરે સ્વરૂપે નવીન પરિસ્થિતિનો પ્રતિકાર કરે છે. આના જવાબમાં આપણું મનોબળ મજબૂત ન હોય તો આપણે પારણું કરી લઈએ છીએ; અને જો આપણે પારણું ના કરીએ અને ઉપવાસ વગેરે તપશ્ચર્યા ચાલુ જ રાખીએ તો આપણું શરીર બહારથી ગરમી અને શક્તિ મેળવવાને બદલે શરીરમાં રહેલ ચરબી અને લૂકોઝ વગેરેમાંથી પોતાને આવશ્યક ગરમી અને શકિત મેળવતું થઈ જાય છે. આ પરિસ્થિતિનું નિર્માણ થતાં લગભગ ત્રણ દિવસ લાગે છે. જેઓ ભારતમાંથી અમેરિકા અથવા તો અમેરિકામાંથી ભારતમાં આવે છે તેઓના શરીરની જૈવિક ઘડિયાળ-(biological clock)ને નવા પ્રદેશને અનુકૂળ થતા પણ ત્રણ દિવસ લાગે છે, જેને મેડિકલ પરિભાષામાં “જેટલેગ' શ્રુતસરિતા ૧૨૫ અનુષ્ઠાન ધર્મ 2010_03 Page #151 -------------------------------------------------------------------------- ________________ કહે છે. એ ત્રણ દિવસ દરમિયાન તેઓને પહેલાના સમય પ્રમાણે દિવસે ઊંઘ આવે અને રાત્રે જાગે, દિવસે ભૂખ ના લાગે પણ રાત્રે ભૂખ લાગે છે. મગજ પણ થોડો વખત અપસેટ-અવ્યવસ્થિત રહે છે. તેથી વિદેશમાં જતા એલચી-રાજદૂતોને પોતે જે તે દેશમાં ગયા પછી ત્રણ દિવસ સુધી કોઈ નવા નીતિવિષયક નિર્ણયો કે અગત્યની મંત્રણા નહિ કરવાનો આદેશ હોય છે. માટે લાંબી તપશ્ચર્યા દરમિયાન પ્રથમ ત્રણ દિવસ પછી ભૂખ કે અશક્તિ વગેરે નહિ લાગવાનું કારણ આ જ છે. ત્રણ દિવસ દરમિયાન શરીર પોતે પોતાને ગરમી અને શક્તિ મેળવવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી લે છે. ટૂંકમાં, જૈનધર્મમાં જણાવેલ નવકારશી, ચઉવિહાર, બિયાસણા, એકાસણા, આયંબિલ, ઉપવાસ વગેરે તપ આરોગ્યવિજ્ઞાન (મેડિકલ સાયન્સ) અને શરીરવિજ્ઞાન-(physiology)ની દષ્ટિએ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે અને તેનાથી આધ્યાત્મિક લાભની સાથે સાથે શારીરિક તંદુરસ્તીમાં ઘણા ઘણા ફાયદા થાય છે, જે નજરઅંદાજ કરવા ન જોઈએ. છેવટે ધર્મ કે ધાર્મિક શબ્દની કદાચ એલર્જી હોય તો, વિજ્ઞાન અને આરોગ્યના નામે પણ ઉપર્યુક્ત તપ અને નિયમોનું પાલન કરવું જોઈએ. - (પ.પૂ. તપસ્વી આ. શ્રી વિજય કુમુદચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથ) ટૂંકમાં “પાણી ઉકાળીને જ શા માટે પીવું જોઈએ?” એ પ્રશ્ન યથાવત્ જ રહે છે. આ પ્રશ્નનો ઉત્તર વૈજ્ઞાનિક સંશોધનોના આધારે આ પ્રમાણે આપી શકાય. વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે પ્રત્યેક પ્રવાહમાં ધનવિદ્યુતુભારવાળા અણુઓ (Positively charged particles called cations) અને ઋણવિધુતભારવાળા અણુઓ (Negatively charged particles caled anions) હોય છે અને કૂવા, તળાવ, નદી, વરસાદ વગેરેના પાણીમાં ક્ષાર હોય છે. અને સાથે સાથે તેમાં ઋણવિદ્યુતુભારવાળા અણુઓ વધુ પ્રમાણમાં હોય છે. ઋણવિદ્યુતુભારવાળા અણુવાળુ પાણી પીવાથી શરીરમાં ખૂબ જ તાજગી/સ્કૃતિનો અનુભવ થાય છે. આવું પાણી ક્યારેક વિકાર પણ પેદા કરે છે, પરંતુ જ્યારે પાણીને ગરમ કરવામાં આવે છે, ત્યારે તે પાણી અચિત્ત તો થઈ જ જાય છે પણ સાથે સાથે તેમાં રહેલ ઋણવિદ્યુતુભારવાળા અણુઓ તટસ્થ અર્થાત્ વીજભારરહિત થઈ જાય છે, પરિણામે ગરમ કરવામાં આવેલ પાણી શારીરિક અને માનસિક વિકૃતિઓ પેદા કરી શકતું નથી. માટે જ સાધુ-સાધ્વી તથા તપસ્વી ગૃહસ્થ-શ્રાવકોએ ગરમ કરેલ અચિત્ત પાણી જ પીવું યોગ્ય છે. અનુષ્ઠાન ધર્મ 2010_03 ૧ ૨૬ શ્રુતસરિતા Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-૧ર અત્યંતર તપ યાત્રા (પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને સર્વોચ્ચ શિખરે કાઉસગ્ગ), | મંગલાચરણ મહોપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી મ.સા. વિરચિત ‘જ્ઞાનસાર’ : तदेहि तपः कुर्यात्, दुर्व्यानं यत्र नो भवेत् । येन योगात् हीयन्ते, क्षीयन्तेने द्रियानी च ॥ દુર્થાન ધ્યાન થાય નહિ, મન, વચન, કાયાના યોગની હાનિ થાય નહિ, તેમ જ ઇન્દ્રિયની હાનિ થાય નહિ, તેવો તપ કરવો જોઈએ. यददूरं यद दुराध्य, यच्चदू रे व्यवस्थितम् । तत्सव तपसा साध्यं, तपो हरति दुष्कृतम् ॥ જે વસ્તુ ઘણી દૂર છે, જેની પ્રાપ્તિ પણ બહુ મુશ્કેલીએ પ્રાપ્ત થાય છે, એવી દૂરની વસ્તુઓ તપ વડે પ્રાપ્ત થાય છે. दिनदिने अभ्यसतं, दानं अध्यायनं तप तेनेय अभ्यास योगेन, तदे या अभ्यसते पुनः ।।। દાન, અધ્યયન (જ્ઞાન) અને તપ એ ત્રણનો અભ્યાસ દરરોજ પાડવી. તે અભ્યાસ આવતા ભવમાં પ્રાપ્ત થાય છે. દાન – અભયદાન, સુપાત્રદાન, ઉચિતદાન, અનુકંપાદાન, કીર્તિદાન. જ્ઞાન – શ્રુતજ્ઞાનનું ફળ અનુક્રમે વિરતિ, ચારિત્ર, મોક્ષ. તપ – કર્મને તપાવી, બાળીને ભસ્મીભૂત કરે-સંવર-નિર્જરાપ્રધાન. સંસાર વિષયક વિનશ્વર વસ્તુઓ માટે તપ નિષેધ છે. શાશ્વત એવા મોક્ષ સુખ માટે (કર્મનાશ માટે) તપ અનુમોદનીય છે. અણસણ (ઉપવાસાદિ)થી ઇન્દ્રિયો વશ નથી થતી, પણ ઉપયોગ હોય તો જ વશ થાય છે. જેમ લક્ષ્ય વિનાનું બાણ નકામું, તેમ ઉપયોગ વિનાનો ઉપવાસ નકામો. જે ઉપવાસ કે અન્ય તપ આત્માના અર્થે નથી, તે કોઈ પ્રકારે કલ્યાણકારી બનતું નથી. પરભવે બાંધેલા પુણ્યકર્મના ઉદયે લક્ષ્મી પ્રાપ્ત થાય છે; આ ભવના આપણા પુરુષાર્થ કારણે નહીં, તે બરોબર સમજી રાખી મનમાં ધારી રાખવા જેવું છે. કર્મના ઉદયે જે કાંઈ લક્ષ્મી આપણને મળી છે, તે પછી વધુની ઇચ્છા રાખીએ તે પાપનો અનુબંધ કરાવે છે અને વધુ ને વધુ લક્ષ્મી મેળવવા ધમપછાડા જેટલા આપણે કરીએ, તેટલો મહાપાપનો અનુબંધ થાય છે. તપ એક જ પ્રકારે છે. વ્યવહારિક ધોરણે, છ બાહ્ય અને છ અત્યંતર પ્રકાર દર્શાવ્યા છે. તપના આ બાર પ્રકાર ઉત્પત્તિના ક્રમે છે; એટલે કે આપણે અણસણાદિ પ્રથમ પ્રકારથી બારમા પ્રકાર-કાઉસગ્ન-સુધી યાત્રા કરવાની શ્રતસરિતા 2010_03 ૧૨૭ અત્યંતર તપ યાત્રા Page #153 -------------------------------------------------------------------------- ________________ છે. અપેક્ષાએ જ્ઞાની ભગવંતો એમ પણ કહે છે કે અણસણાદિ તપનો પ્રથમ પ્રકાર આપણે જે દિવસે આદરીએ, તે દિવસે તપના બારે પ્રકાર પણ યથાશક્તિ આદરવા જોઈએ. તે દિવસે શક્ય તેટલો એકાંતવાસ અને મૌન પાળવું જોઈએ. તપના બાર પ્રકાર : છ બાહ્ય અને છ અત્યંતર બાહા : (૧) અણસણ (૨) ઉણોદરી (૩) વૃત્તિ સંક્ષેપ (૪) રસત્યાગ (૫) કાયક્લેશ (૬) સંલીનતા અત્યંતર ઃ (૧) પ્રાયશ્ચિત્ત (૨) વિનય (૩) વૈયાવચ્ચ (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન (૬) કાઉસગ્ગ અત્યંતરની અલબેલી પકડ માટે તપના બાહા પ્રકારો અનુક્રમે સાધન છે. દા.ત. અણસણ સાધન છે, તો ઉણોદરી સાધ્ય છે; ઉણોદરી સાધન છે તો વૃત્તિસંક્ષેપ સાધ્ય છે. આમ, અનુક્રમે તપના બારે પ્રકારમાં સાધ્ય-સાધનનો સંબંધ સમજવો. (૧) અણસણ : ન હાશનમ્ રૂતિ ૩નશનમ્ | - ભોજન ના કરવું તે - બે પ્રકાર ઈવર થાવત્ કથિક (મૃત્યુ પર્યત) શ્રેણિ પ્રતર ધન વર્ગ વર્ગવર્ગ પ્રકીર્ણક પાદપોપગમન ઈગિનીમરણ ભક્તપરિજ્ઞા આદિ ૧૭ પ્રકારે (૨) ઉણોદરી : (અવમૌદર્ય) – ઉદર એટલે પેટ – ઊણું એટલે ઓછું. ભૂખ કરતાં ઓછું ખાવું તે – આહાર વાપરતાં પાંચ-સાત કોળિયા ઓછા વાપરવા. (૩) વૃતિસંક્ષેપ : (વૃત્તિપરિસંખ્યાન) – વિવિધ વસ્તુઓની લાલચને ટૂંકાવવી – ખાનપાન આદિ દ્રવ્યોનો દૈનિક ધોરણે વપરાશની સંખ્યા નક્કી ધારવી તે. (૪) રસત્યાગ : (રસપરિત્યાગ) – રસનું સેવન મન, વચન અને કાયામાં વિકૃતિ લાવે છે. વિકૃતિ એટલે વિગતિ એટલે વિગઈ. વિકારકારક રસનો ત્યાગ કરવો. કુલ દસ ભેદ – મહાવિગઈ : માંસ, મદિરા, મધ અને માખણ. લઘુવિગઈ : દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાન. મહાવિગઈ સર્વથા ત્યાજય છે. લઘુવિગઈનું બને તેટલું ઓછું સેવન કરવું. (૫) કાયક્લેશ : ટાઢ, તડકામાં કે વિવિધ આસનો વડે કાયાને કસવાનું તે. સંયમના સાધનરૂપ દેહ અને ઇન્દ્રિયોની પ્રત્યક્ષ હાનિ ના થાય તે રીતે સમજણપૂર્વકની તિતિક્ષા સમજવાની છે. આપણાથી સુખે કરી શકાય તેવા સુખાસન, વીરાસન, પદ્માસન, ગોદોહાસન આદિ આસનો ધારણ કરવા અત્યંતર તપ યાત્રા શ્રુતસરિતા ૧ ૨૮ 2010_03 Page #154 -------------------------------------------------------------------------- ________________ તે. ઉપલક્ષણથી ઉઘાડા પગે ચાલવું, થોડાં વસ્ત્રોથી ચલાવી લેવું, અલ્પ પરિગ્રહાદિ સંયમની પુષ્ટિ અર્થે જે જે તિતિક્ષા કરાય છે. કાયયોગનો નિરોધ તે કાયક્લેશ. અપેક્ષાએ, કાયા તો જડ છે. તેને ક્લેશ કે કષ્ટ આપીએ તે તપ ગણાય નહીં, પરંતુ કાયા અને કાયક્લેશથી આત્મલેશનો અનુભવ થાય છે, તેને આ પ્રકારનું તપ સમજવું. સ્વયં રેલા ક્લેશના અનુભવને કાયક્લેશ કહે છે; જ્યારે સ્વયં તથા બીજાઓએ કરેલ ક્લેશના અનુભવને પરિષહ ધે છે. (૬) સંલીનતા : (વિવિક્ત શય્યાસન સંલીનતા) સામાન્ય અર્થ : શરીરાદિનું સંકોચન વિશેષ અર્થ : પ્રવૃત્તિઓનું સંકોચન પ્રવૃત્તિઓને ઘટાડવી અને એકાંત સેવન કરવું. પ્રચલિત ચાર વિભાગો : (૧) ઇન્દ્રિયજય : પાંચ ઇન્દ્રિયોને તેના વિષયમાંથી પાછી લાવવી. (૨) કષાયજય : ચાર કષાયોને ઉદયમાં આવવા ન દેવા અથવા ઉદયમાં આવે તો નિષ્ફળ કિરવા. (૩) યોગનિરોધ : અપ્રશસ્ત યોગનો નિરોધ અને કુશળયોગની ઉદીરણા અમલમાં લાવવાનો પ્રયત્ન. (૪) વિવિક્તચર્યા : વિજાતીય તથા પશુ આદિ અયોગ્ય સંસર્ગરહિત શુદ્ધ સ્થાનમાં શયન અને આસન રાખવું તે. સંલીનતા” અત્યંતર તપની સાથે જોડતી કડી છે. કર્મની કે અન્યની ભૂલના બદલે પોતાની જ ભૂલ છે, પોતાના બાંધેલા જ ક્યોં ઔદયિક ભાવે વર્તી રહ્યા છે તેવી પાકી સમજણ આવ્યા પછી અત્યંતર તપની યાત્રાના પ્રથમ પગથિયે આપણે પણ મૂકી શકીએ. અને બસ ત્યાંથી, આપણી અંતર્યાત્રાનો પ્રારંભ થાય છે. (૧) પ્રાયશ્ચિત્ત ઃ પાપનો છેદ અથવા ચિત્તનું શોધન. મૂલગુણો કે ઉત્તરગુણોમાં થયેલા અતિચારની શુદ્ધિ માટે કરવામાં આવતું વિશિષ્ટ અનુષ્ઠાન. તપનો આ પ્રકાર “હું ખોટો છું કે “મારી ભૂલ થઈ' તે બોધ સાથે આપણને સંબંધિત કરી આપે છે. આપણી ભૂલ બદલ શ્રી ગુરુ ભગવંત કર્યું પ્રાયશ્ચિત્ત આપે, તેના નવ ભેદ છે. (૧) આલોચના - ગુરુ સમક્ષ નિખાલસભાવે ભૂલ પ્રકટ કરવી. (૨) પ્રતિક્રમણ - થયેલી ભૂલનો અનુતાપ કરી તેથી નિવૃત્ત થવું અને નવી ભૂલ ના કરવા સાવધાન થવું. (૩) તદુભય (મિશ્ર) - ઉક્ત આલોચન અને પ્રતિક્રમણ બંને સાથે કરવામાં આવે. (૪) વિવેક - ખાનપાન આદિ વસ્તુ જો અકલ્પનીય આવી જાય અને પછી માલૂમ પડે તેનો ત્યાગ કરવો. શ્રુતસરિતા ૧૨૯ અત્યંતર તપ યાત્રા 2010_03 Page #155 -------------------------------------------------------------------------- ________________ (૫) વ્યુત્સર્ગ - એકાગ્રતાપૂર્વક શરીર અને વચનના વ્યાપારો છોડી દેવા. (૬) તપ - બાહ્ય તપ કરવું તે. (૭) છેદ - દોષ પ્રમાણે દિવસ, પક્ષ, માસ કે વર્ષની દીક્ષા ઘટાડવી. (૮) પરિહાર - દોષપાત્ર વ્યક્તિને તેના દોષના પ્રમાણમાં પક્ષ, માસ કે આદિ પર્યત કોઈ જાતનો સંસર્ગ રાખ્યા વિના દૂરથી પરિહરવી તે (હાલમાં આ પ્રકાર/ભેદ વિચ્છેદ છે.) (૯) ઉપસ્થાપન - પાંચ મહાવ્રતોનો ભંગ થવાથી પુનઃ આરોપણ કરવું (હાલમાં આ પ્રકાર/ભેદ વિચ્છેદ છે.) (ર) વિનય : શાસ્ત્રાનુસારી વિનય विनीयतेऽनेनाष्ट प्रकारं कर्मेति इति विनय - જેનાથી આઠ પ્રકારનાં કર્મો દૂર કરી શકાય છે તે વિનય. પાંચ પ્રકાર : (૧) જ્ઞાન વિનય – જ્ઞાન મેળવવું, અભ્યાસ ચાલુ રાખવો, તેને ભૂલવું નહીં. (૨) દર્શન વિનય – તત્ત્વની યથાર્થ સ્વરૂપની પ્રતીતિરૂપ સમ્યગ્દર્શનથી ચલિત ના થવું અને તેમાં આવતી શંકાઓનું સંશોધન કરી નિઃશંકપણે કેળવવું. (૩) ચારિત્ર વિનય – સામાયિક આદિ પૂર્વોક્ત કોઈ પણ ચારિત્રમાં ચિત્તનું સમાધાન રાખવું. (૪) તપ વિનય – શ્રી ગુરુ ભગવંત પાસે પચ્ચકખાણ લેવું, તપના બારે પ્રકારોમાં પ્રવેશવું અને તપનું શાસ્ત્રોકત ફળ પામવું. (૫) ઉપચાર વિનય – કોઈ પણ સદ્ગણની બાબતમાં પોતાનાથી શ્રેષ્ઠ હોય તેની સામે જવું, તે આવે ત્યારે ઊભા થવું, આસન આપવું, વંદન કરવા વગેરે. વિનયનું ફળ અનુક્રમે ગુરુ-શુક્રૂષા, શ્રુતજ્ઞાન, વિરતિ, આશ્રવ-નિરોધ (સંવર), તપોબળ, નિર્જરા, ક્રિયા-નિવૃત્તિ, યોગનિરોધ (અયોગીપણું), ભવપરંપરાનો ક્ષય અને મોક્ષ પ્રાપ્ત થાય છે. એ રીતે સર્વ કલ્યાણોનું ભાજન (સાધન) વિનય” છે. બાર પ્રકાર પૈકી આ પ્રકાર “આઠમો” છે. (૩) વૈયાવચ્ચ : (સંસ્કૃત : વૈયાવૃચ) ગુરુ ભગવંતોની વિશેષ પ્રકારે સેવા-શુશ્રુષા કરનાર તે – ઉત્તરાધ્યયન સૂત્ર : પ્રશ્ન : વૈયાવચ્ચથી જીવને શું મળે છે ? શ્રી મહાવીર સ્વામીનો પ્રત્યુત્તર : વૈયાવચ્ચથી જીવ તીર્થકર ગોત્ર મેળવે છે. વૈયાવૃત્ય એ સેવારૂપ હોવાથી સેવાયોગ્ય હોય એવા દસ પ્રકારના સેવ્ય-સેવાયોગ્ય પાત્રને લીધે તેના પણ દસ પ્રકાર પાડવામાં આવ્યા છે : (૧) આચાર્ય - મુખ્યપણે જેનું કાર્ય વ્રત અને આચાર ગ્રહણ કરાવવાનું હોય તે. (૨) ઉપાધ્યાય - મુખ્યપણે જેનું કાર્ય શ્રુતાભ્યાસ કરાવવાનું હોય તે. અત્યંતર તપ યાત્રા ૧૩) શ્રુતસરિતા 2010_03 Page #156 -------------------------------------------------------------------------- ________________ (૩) તપસ્વી (૪) શૈક્ષ ગ્લાન ગણ (૫) (૬) (૭) કુલ સંઘ (૮) (૯) સાધુ (૧૦) સમનોજ્ઞ તપના બાર પ્રકારમાં ‘નવમા' નંબરે આ તપ છે. (૧) વાચના (૨) પૃચ્છના (૩) પરિવર્તના - મોટા અને ઉગ્ર તપ કરનાર હોય તે. - જે નવદીક્ષિત હોઈ શિક્ષણ મેળવવાને ઉમેદવાર હોય તે. - રોગ વગેરેથી ક્ષીણ હોય તે. (૪) અનુપ્રેક્ષા (૫) ધર્મકથા જુદા જુદા આચાર્યોના શિષ્યરૂપ સાધુઓ જે પરસ્પર સહાધ્યાયી હોવાથી સમાન વાચનાવાળા હોય, તેમનો સમુદાય તે. એક જ દીક્ષાચાર્યનો શિષ્ય પરિવાર તે. (૪) સ્વાધ્યાય : (અર્ધમાગધી : સન્તાય) જ્ઞાન મેળવવાનો, તેને નિઃશંક, વિશદ્ અને પરિપકવ કરવાનો તેમજ તેના પ્રચારનો પ્રયત્ન વગેરે ‘સ્વાધ્યાય’ માં આવી જાય છે. અધ્યયનને સ્વ સાથે લગાડવાથી જેમ શબ્દ ‘સ્વાધ્યાય’ બને છે; તેમ અધ્યયન વર્ગમાં જે કાંઈ ભણીએ/જાણીએ તેમાંથી જે અને જેટલી બાબતો સ્વ સાથે લગાડી આચરણમાં મૂકવાથી સ્વાધ્યાય બને છે. અભ્યાસશૈલીના ક્રમ પ્રમાણે પાંચ પ્રકાર છે : શ્રુતસરિતા 2010_03 - ધર્મના અનુયાયીઓ તે. - સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા - દીક્ષાવાન (પ્રવજ્યાવાન) હોય તે. - જ્ઞાન આદિ ગુણો વડે સમાન હોય તે. - સૂત્ર-પાઠ અને અર્થ ગ્રહણ કરવો. - તેના અંગે થતી શંકાઓનું નિરાકરણ કરવા પ્રશ્ન પૂછવા. - તેની આવૃત્તિ કરવી - પુનરાવર્તન કરવું. - શબ્દપાઠ કે તેના અર્થનું મનથી ચિંતન કરવું. તેનો અન્યને યોગ્ય રીતે વિનિમય કરવો. સ્વાધ્યાય દ્વારા પાપકર્મો ન કરવાનો ધર્માદેશ અને પાપકર્મોની શુદ્ધિના ઉપાયોની જાણકારી થાય છે, કે જેના વડે જીવ પાપમાંથી મુક્તિ મેળવવા પ્રચંડ પુરુષાર્થ આદરે છે. જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ આત્માનું અવસ્થાન છે અને અઢાર પાપસ્થાનક પરસ્થાન છે. પાપકર્મોની નિંદા, ગોં અને આલોચના કરીને નિઃશલ્ય થવાના સાધનોની પ્રાપ્તિ સ્વાધ્યાય દ્વારા થાય છે. શીલ, સંયમ, સદાચાર અને વિવિધ શુભ અનુષ્ઠાનોના આચરણ દ્વારા પરંપરાએ જીવ મોક્ષને મેળવે છે. માટે, સ્વાધ્યાયને સમકક્ષ અન્ય કોઈ તપ નથી. સન્નાય સમો તો નસ્થિ | (૫) ધ્યાન : (ધ્યા ધાતુ પરથી ‘ધ્યાન’ શબ્દ બનેલ છે.) વ્યાખ્યા : (૧) જ્ઞાનધારાને અનેક વિષયગામિની બનતી અટકાવી એક વિષયગામિની બનાવી દેવી. अकाग्र चिंता निरोध इति ध्यानम् । ૧૩૧ અત્યંતર તપ યાત્રા Page #157 -------------------------------------------------------------------------- ________________ (૨) એક વિષયમાં અંતઃકરણની વૃત્તિનું સ્થાપન. (૩) ધ્યાતા વડે ધ્યેય-પ્રાપ્તિ અર્થે કરાતી ક્રિયા. (૪) આગ્રહશૂન્ય તટસ્થ અવલોકન - સાક્ષીભાવ એ જ ધ્યાન. (૫) કશું પણ ના કરવાની સ્થિતિ - માત્ર ઉપસ્થિતિ. ધ્યાન કરવામાં જોઈતા માનસિક બળ માટે શારીરિક બળ અતિ આવશ્યક છે. જેટલું શારીરિક બળ ઓછું, તેટલું માનસિક બળ ઓછું અને તેટલી ચિત્તની સ્થિરતા ઓછી. વધારે વખત ધ્યાનને લંબાવતાં ઇન્દ્રિયોનો ઉપઘાત સંભવતો હોવાથી, ૪૮ મિનિટ ઉચિત ગણાય છે. પરંતુ, ફરી તે જ આલંબનનું કાંઈક રૂપાંતરથી કે બીજા આલંબનનું ધ્યાન કરી શકાય છે. દ્રવ્યનું ચિંતન એ તેના કોઈને કોઈ પર્યાય દ્વારા જ શક્ય બને છે. ધ્યાનના પ્રકાર ચાર : (૧) આર્તધ્યાન (૨) રૌદ્રધ્યાન (૩) ધર્મ ધ્યાન (૪) શુક્લ ધ્યાન. પ્રથમ બે સંસારના કારણ હોઈ દુર્બાન છે, માટે ત્યાજય-હેય છે. બાકીના બે મોક્ષના કારણ હોઈ સુધ્યાન છે, માટે ઉપાદેય-કરવા યોગ્ય છે. આ અગાઉના તપના પ્રકારો જેવા કે અણસણ, ઉણોદરી, દ્રવ્યસંક્ષેપ, રસત્યાગ, આસનાદિ કાયક્લેશ, ઇન્દ્રિયજય, કષાયજય, યોગનિરોધ તથા એકાંતસેવન કર્યા પછી “ધ્યાનમાર્ગમાં પ્રવેશી શકાય છે. ચારે પ્રકારના ધ્યાનનું નિરૂપણ : (૧) આર્તધ્યાન પીડા કે દુઃખ જેમાંથી ઉદ્ભવે તે (૧) ઈષ્ટવિયોગજન્ય - પ્રિય વસ્તુનો વિયોગ થાય તેને મેળવવાની ચિંતા. (૨) અનિષ્ટસંયોગ જન્ય - અપ્રિય વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે તેના વિયોગ માટે જે ચિંતાનું સાતત્ય. (૩) વ્યાધિપ્રતિકાર જન્ય - દુઃખ આવે તેને દૂર કરવાની જે સતત ચિંતા. (૪) નિદાનજન્ય - નહીં પ્રાપ્ત થયેલ વસ્તુની પ્રાપ્તિની સતત ચિંતા. (ર) રૌદ્રધ્યાન ઃ જેનું ચિત્ત ક્રૂર કે કઠોર હોય તે. (૧) હિંસાનંદી - હિંસા કરવાની નિરંતર વિચારણા (૨) મૃષાનંદી - જૂઠું બોલવાની નિરંતર વિચારણા (૩) ચૌર્યાનંદી - ચોરી કરવાની નિરંતર વિચારણા (૪) પરિગ્રહાનંદી - પ્રાપ્ત વિષયોને સાચવી રાખવાની વૃત્તિ. (૩) ધર્મધ્યાન : જે જિનાજ્ઞાનુસાર વર્તન દાખવે તે. (૧) આજ્ઞાવિચય - વીતરાગની આજ્ઞાનો સ્વીકાર. (૨) અપાયરિચય - કષાયોથી ઉત્પન્ન થતા દોષોનું સ્વરૂપ અને તેમાંથી કેમ છૂટાય તેનો વિચાર કરવો. અત્યંતર તપ યાત્રા ૧૩૨ શ્રુતસરિતા 2010_03 Page #158 -------------------------------------------------------------------------- ________________ (૩) વિપાકવિચય - અનુભવમાં આવતા વિપાકોમાંથી કયો વિપાક કયા કર્મને આભારી છે તેનું અવલોકન. હું જે જે ક્ષણે જે જે દુઃખ સહન કરું છું તે તે સઘળું મારા કર્મફળના ઉદય વડે કરીને 9. (૪) સંસ્થાનવિચય - ત્રણે લોકના સ્વરૂપનું ચિંતન. (૪) શુકલધ્યાન : આ પરમ ધ્યાનના પ્રથમ બે પ્રકાર પૂર્વધરને હોય છે અને બાકીના બે કેવળજ્ઞાનીને હોય છે; તેથી અત્રે વિશદ્ ચર્ચા કરી નથી. (૬) કાઉસગ્ગ - (સંસ્કૃત : વાયોત્સા) અર્થ : સાદો અર્થ : વહાવી ઉત્સ: #ાયોત્સ: કાયાને અર્થાત્ કાયાના હલનચલનાદિ વ્યાપારોનો ત્યાગ. ગૂઢાર્થ : દે મમત્વનિરાસ: વાયોત્સ: | કાયાની મમતાનો ત્યાગ, મલિન અધ્યવસાયોનું વિસર્જન, મનની મલિન વૃત્તિઓનો ઉત્સર્ગ. પ્રથમ કાયાનું દમન, પછી વાણીનું દમન અને છેવટે ચિત્તનું દમન એ જ સુવિહિત ક્રમ છે. અહમ્ અને મમત્વનો ત્યાગ. મહત્વ : નિર્જરા અને સંવર પ્રધાન તપના બાર પ્રકાર પૈકી બારમા સર્વોપરી પ્રકારનો છે. આત્મશુદ્ધિના સર્વ ઉપાયોમાં શ્રેષ્ઠ ઉપાય - દૂષિત આત્માનું શોધન કરે અને પ્રશસ્ત અધ્યવસાયોની વૃદ્ધિ કરે; અને વૃદ્ધિ વધતાં સંપૂર્ણ શુદ્ધિ કરે છે જેથી આત્મા સદાને માટે કર્મમુક્ત બને. રોજિંદા આવશ્યકમાં પાંચમું સ્થાન - તપના બાહ્ય પ્રકારો અત્યંતરની પકડ માટે છે; પરંતુ પરંપરાએ માત્ર બાહ્ય પ્રકારો પકડી રાખવા અને અત્યંતરની યાત્રા જ નહીં, તે આધ્યાત્મિક પ્રગતિની દષ્ટિએ ઉચિત નથી. હેતુઓ : ચૈત્યવંદન ભાષ્યમાં કાઉસગ્નના બાર હેતુઓ : (૧) તસ્સ ઉત્તરી કરણેણં - (૧) પાયચ્છિત કરણેણં (પાપોના પાયશ્ચિત્ત) (૨) વિસોહિ કરણેણં (અંતરની વિશુદ્ધિ) (૩) વિસલ્લિ કરણેણં (નિઃશલ્ય થવા) (૪) પાવાણું કમ્માણ (પાપોની આલોચના) (શલ્ય = અનાલોચિત પાપ) (ર) અરિહંત ચેઈઆણં : (૫) સદ્ધાએ (શ્રદ્ધાની વૃદ્ધિ) (૬) મેહાએ (મેધા નિર્મળ) (૭) ધીઈએ (ચિત્તની સ્વસ્થતા) (૮) ધારણાએ (ધારણાની વૃદ્ધિ) (૯) અણુપેહાએ (અનુપ્રેક્ષાના ચિંતન આલંબન). (૩) વૈયાવચ્ચ ગરાણ : (૧૦) વૈયાવચ્ચગરાણ (ચતુર્વિધ સંઘની વૈયાવચ્ચ કરનાર દેવ-દેવીઓ) (૧૧) સંતિગરાણ (રોગાદિ ઉપદ્રવોને શાંત કરનાર) શ્રુતસરિતા ૧૩૩ અભ્યતર તપ યાત્રા 2010_03 Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૨) સમ્મદિઢિ સમાહિગરાણું (સમ્યગ્દષ્ટિને સમાધિ ઉપજાવવા) કયા પ્રસંગોએ કરવામાં આવે ? (૧) શુભ કાર્યમાં બાધા ન પહોંચે (૨) પાંચ પ્રકારના પ્રતિક્રમણ કરતી વેળાએ (૩) શુભ કાર્યની નિર્વિદને પૂર્ણાહુતિ પ્રસંગે (૪) કષાયના ઉપશમ માટે (૫) દુઃખનો ક્ષય-કર્મનો ક્ષય (૬) શ્રુતદેવતાક્ષેત્રદેવતા-ભુવનદેવતા-શાસન દેવ-દેવીઓની આરાધના માટે (૭) છીંક વગેરે અપશુકનના નિવારણ માટે (૮) તીર્થયાત્રાના પ્રારંભાર્થે (૯) કુસ્વપ્ન-દુ:સ્વપ્ન નિષ્ફળ બનાવવા માટે (૧૦) અંજનશલાકાપ્રતિષ્ઠા-મહાપૂજન પ્રસંગોએ (૧૧) દીક્ષા પદવી વેળાએ (૧૨) યોગદ્વહન પ્રસંગે (૧૩) ઉપધાન દરમિયાન (૧૪) સાધુ-સાધ્વીજીના કાળધર્મ અવસરે (૧૫) તપ ચિંતવણી, નવપદ, વાસ સ્થાનક વગેરેની આરાધના માટે. પ્રકારો : (૧) ઉસ્થિત - પગની બને એડી અડાડીને પંજા વચ્ચે ચાર આંગળનું અંતર - બંને હાથ બને બાજુ લટકતા - દૃષ્ટિ સીધી સામે અથવા નાસાગ્ર ઉપર સ્થિર - ટટ્ટાર ઊભા - સર્વશ્રેષ્ઠ પ્રકાર (૨) આસિત - પદ્માસન કે સુખાસનમાં બેસી, કરોડરજ્જુ ટટ્ટાર રાખી, બંને હાથ બંને ઢીંચણ ઉપર ખુલ્લી હથેળી સાથે ગોઠવી દષ્ટિ સામેની દિશામાં સીધી અગર નાસાગ્ર ઉપર સ્થિર. (૩) શાયિત - શવાસન (શબની માફક) સૂતાં સૂતાં, હાથ-પગ ફેલાવ્યા કે હલાવ્યા વગર શરીરને ઢીલું રાખીને દૃષ્ટિ સ્થિર. શરીર અને ચિત્તની જાદી જુદી અવસ્થાને લક્ષમાં રાખીને ચાર પ્રકારો : (૧) ઉસ્થિત-ઉસ્થિત - ઊભા ઊભા - જાગ્રત ચિત્ત - અશુભ ધ્યાનનો ત્યાગ - શુભ ધ્યાનમાં લીન (૨) ઉસ્થિત - નિવિષ્ટ - ઊભા ઊભા - મન સાંસારિક વિષયોમાં રોકાયેલું - અશુભ ધ્યાનમાં લીન. (૩) ઉપવિષ્ટ - ઉસ્થિત - વૃદ્ધાવસ્થા કે શારીરિક અશક્તિને કારણે બેઠાં બેઠાં - જાગૃતિ ચિત્તની પૂર્ણપણે જળવાય - ધર્મધ્યાન કે શુક્લધ્યાનમાં લીન. (૪) ઉપવિષ્ટ - નિવિષ્ટ - તંદુરસ્ત અને સશક્ત હોય છતાં પ્રમાદના લીધે બેઠાં બેઠાં - અશુભ વિષયોનું ચિંતન. અંતિમ ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામીએ ઉસ્થિત, આસિત અને શાયિત પ્રકારના કાઉસગ્ગને શુભ ધ્યાન, અશુભ ધ્યાન અને કેવળજદશા અનુક્રમે ભાંગા પાડીને કાઉસગ્ગના નવ પ્રકાર દર્શાવ્યા (૧) દ્રવ્ય કાઉસગ્ગ - શરીરની ચંચળતા - મમતા દૂર કરવા જિનમુદ્રામાં સ્થિર થવું તે. (૨) ભાવ કાઉસગ્ગ - દ્રવ્ય કાઉસગ્ન કરવા વડે ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં મગ્ન બનવું તે. અત્યંતર તપ યાત્રા ૧૩૪ શ્રુતસરિતા 2010_03 Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રબાહુસ્વામીએ પ્રયોજનની દૃષ્ટિએ કાઉસગ્નના બે પ્રકાર : (૧) ચેષ્ટા કાઉસગ્ગ : ગમનાગમન પછી, આહાર, શૌચ, નિદ્રા વગેરેને લગતી ક્રિયાઓ કરવામાં જે કાંઈ દોષ લાગે છે તેની વિશુદ્ધિ માટે દિવસ, રાત્રિ, પખવાડિયું, ચાતુર્માસ કે વર્ષના અંતે નિયત શ્વાસોશ્વાસ પ્રમાણ. (૨) અભિભવ કાઉસગ્ગ : આત્મચિંતન માટે, આત્મશક્તિ, ખીલવવા માટે, ઉપસર્ગો કે પરિષહોને જીતવા માટે, સાધક જંગલ, ગુફા, સ્મશાન, તેવી કોઈ વિકટ જગ્યા અથવા તો ઘરમાં સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરી કાઉસગ્ન કરે તે - નિયત શ્વાસોશ્વાસ કે કાળ પ્રમાણ નહીં - દા.ત. શ્રી ગજસુકુમાલ, શ્રી ચંદ્રાવતંસક રાજા આદિ. આ કાઉસગ્નનો કાળ ઓછામાં ઓછા અંતરમુહૂર્તનો અને વધુમાં વધુ એક વર્ષનો હોય છે. દા.ત. શ્રી બાહુબલિજી. કાયોત્સર્ગની સિદ્ધિ : મુખ્ય પ્રયોજન ધ્યાન છે. ધ્યાન કરનારને ધ્યાતા કહે છે કે જે ભાવશ્રાવક હોવો જોઈએ. ધ્યેયના ચાર પ્રકાર છે : (૧) પિંડી - ચાર પ્રકાર: પાર્થિવી, આગ્નેયી, મારુતી, વારુણી - આ ચારે પ્રકારના ધ્યાન માતૃકાપદો કે નમસ્કારાદિના અક્ષરો વડે. (૨) પદસ્થ - પંચ પરમેષ્ઠિના પદ કે નવપદના ચિંતન વડે. (૩) રૂપસ્થ - શ્રી અરિહંત ભગવંતના સ્વરૂપનું ચિંતન વડે. (૪) રૂપાતીત - શ્રી સિદ્ધ પરમાત્માના નિરંજન - નિરાકાર સ્વરૂપનું ચિંતન વડે. ધ્યાનની વ્યાખ્યા : આત્માના જે અધ્યવસાયો “સ્થિર' એટલે વ્યવસ્થિત કે વિષયાનુરૂપ હોય તે. ધ્યાનના પ્રકાર : આર્ત-રૌદ્ર (અશુભ ધ્યાન); ધર્મ-શુક્લ (શુભ ધ્યાન) ધ્યાનનો કાળ : અંતમુહૂર્ત - વધુમાં વધુ ૪૮ મિનિટ. લાભ : (૧) ભૂતકાળ અને વર્તમાનકાળના પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારોની શુદ્ધિ. (૨) દોષો-દુર્ગુણો-અશુભ કર્મો દૂર થાય. (૩) ગુણોની પ્રાપ્તિ અને અનુક્રમે વૃદ્ધિ અને પરંપરાએ મુકિત. (૪) બારે પ્રકારના તપના વૈધાનિક ફળની પ્રાપ્તિ. (૫) અનુષ્ઠાન ધર્મના ત્રણ પ્રકારો - અહિંસા - સંયમ - તપ પૈકી કેન્દ્રસ્થાને “સંયમ' ધર્મની આરાધનામાં પૂરક બને. (૬) સાધનાના સાધન સમી કાયાના રોગો જેવા કે લોહીનું દબાણ, માનસિક તનાવ આદિથી મુક્તિ અપાવે. (૭) તત્ત્વાર્થ સૂત્રમાં “કાઉસગ્ગ'ના બદલે ‘બુત્સર્ગ' શબ્દ વપરાયો છે. વિશેષપણે ઉત્સર્ગ કરાવે તે. આમ, બાહ્ય-અત્યંતર ઉપાધિ એટલે કે બાધાનો ત્યાગ કરાવે તે. (૮) સ્થાન, મૌન અને ધ્યાનપૂર્વક આત્માના મલિન અધ્યવસાયોનું વિસર્જન કરાવે. શ્રુતસરિતા ૧૩૫ અત્યંતર તપ યાત્રા 2010_03 Page #161 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : ઉત્તરાધ્યયનના ૨૯મા અધ્યયનમાં કાર્યોત્સર્ગનો મહિમા સમજાવતાં પ્રભુશ્રી મહાવીર સ્વામીએ ફરમાવ્યું છે કે કાઉસગ્ન આત્માને કેવલજ્ઞાન પર્યત કે પરમાનંદની પ્રાપ્તિ પર્યત લઈ જાય છે; અને તેથી મહર્ષિઓએ તેનું આલંબન લીધું છે. મહાત્મા દઢપ્રહારી, ચિલાતીપુત્ર, ગજસુકુમાલ, અવંતિસુકુમાલ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ વગેરે તેના મનનીય ઉદાહરણો છે. ભવ્ય જીવો કાઉસગ્નના એક શ્વાસોશ્વાસમાં ૨,૪૫,૪૦૮ પલ્યોપમ જેટલું દેવગતિનું આયુષ્ય બાંધે છે. એક લોગસ્સના પચીસ શ્વાસોશ્વાસમાં ૬૧,૩૫,૨૦૦ પલ્યોપમ જેટલું દેવગતિનું આયુષ્ય જીવ બાંધે છે. - ચેષ્ટા કાઉસગ્ગની અપેક્ષાએ, અભિભવ કાઉસગ્ગ જ વિપુલ નિર્જરાપ્રધાન હોઈ મોક્ષગતિ પ્રદાન કરવાનું સામર્થ્ય ધરાવે છે. અભિભવ કાઉસગ્નમાં નવકાર કે લોગસ્સના બદલે કોઈ પણ ધાર્મિક શુભ વિષયનું ચિંતન કરવું જોઈએ. ભવ ભાંગવા, ભાવ કેળવવા અને સ્વભાવ પામવા માટે નિત્ય ધર્મ તરીકે અભિભવ કાઉસગ્ગ' પ-૧૦-૧૫-૨૦ કે વધુ મિનિટ માટે દરરોજ કરવાની સુટેવ પાડવી. વિચારનો સાર તત્ત્વજ્ઞાન છે. તત્ત્વજ્ઞાનનો સાર ધર્મ છે; અને ધર્મનો સાર “આચાર” છે. તપના આ બારે પ્રકાર “આચાર” રૂપે પરિણમે તેવી શુભ ભાવના. શ્રી વીસ સ્થાનક તપ - પદોનો સંક્ષિપ્ત પરિચય | ન. | પદ પરિચય તીર્થકરનામ કર્મ | ઉપાર્જન કરનાર ૧ | અરિહંત સવિ જીવ કરું શાસનરસિ-આવી ઉત્કૃષ્ટ ભાવદયા દેવપાલ રાજા ચિંતવતા-ચારે ઘાતકર્મોને ખપાવ્યા હોય ર ! સિદ્ધ સમ્યક રત્નત્રયીની આરાધના કરી આઠે કર્મોને હસ્તિપાલ રાજા ખપાવી સિદ્ધ-બુદ્ધ-મુક્ત થાય હોય પ્રવચન | ૩૫ ગુણો વડે શોભતી અને મોક્ષમાર્ગ દેખાડતી જિનદત્ત શેઠ સર્વજ્ઞના પ્રવચનની શ્રેષ્ઠ કક્ષાની વિશ્વતારકતા | | આચાર્ય ૩૬ ગુણોના ધારક, નામાદિ નિક્ષેપે, ભાવ પુરુષોત્તમ રાજા આચાર્ય હોય સ્થવિર ગીતાર્થ, રત્નાધિક, દીર્ધ સંયમ પર્યાયથી સ્થવિર પક્વોત્તર રાજા અને અન્યને સંયમ માર્ગમાં સ્થિર કરે તે ૬ | ઉપાધ્યાય | ર૫ ગુણોના ધારક કે જે વાચક-પાઠક છે અને મહેન્દ્રપાલ સાધુઓને ભણાવનારા સકળ સંઘના આધારરૂપ ૭ | સાધુ ૨૭ ગુણોના ધારક, સ્વ-પરનું હિત સાધનાર, વીરભદ્ર | મોક્ષમાર્ગ ઉપર ચાલનાર જિનશાસનના શણગાર અભ્યતર તપ યાત્રા ૧૩૬ શ્રુતસરિતા 2010_03 Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧ ૯ શાન દર્શન ૧૦ વિનય ૧૧ ચારિત્ર ૧૨ બ્રહ્મચર્ય ૧૩| ક્રિયા સંવર વડે કર્માશ્રવના નિરોધ-નિર્જરા-સર્વવિરતિ અને દેશવિરતિ ધર્મ સ્વરૂપ આચરણરૂપ ક્રિયા સ્વ અને પરના શરીરથી ભોગજન્ય સુખ માણવાની વૃત્તિ ટળે અને આત્મભાવમાં લીનતા જ્ઞાનને અનુરૂપ આચરણ-ક્રિયા-પંચાચારની વિશુદ્ધ ક્રિયા વડે બોધીબીજની પ્રાપ્તિ છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર ભેદે તપ વડે અનોખી કર્મ નિર્જરા; અંતે મુક્તિ ૧૫ (ગૌતમ) | અભયદાનાદિ-શ્રી ગૌતમ સ્વામી અનંતલબ્ધિ નિધાન-૧૫૦૦ તાપસોને કેવળજ્ઞાન કષાય-રાગાદિને જીતનારા-જિન-અરિહંત તેમજ સામાન્ય કેવળી-વીતરાગી સંયમ હિંસાદિ પાપોનો ત્યાગ-ચાર સંજ્ઞાઓનો ત્યાગ સંયમી જીવનને નિષ્પાપ બનાવે ૧૪| તપ હેય-જ્ઞેય-ઉપાદેયના વિવેકથી લોકાલોકના જ્ઞેય પદાર્થોને જાણવા માટે આત્માનો આધાર જ્ઞાનગુણ છ દ્રવ્ય-નવ તત્ત્વનું યથાર્થ સ્વરૂપ માનવું, દેવ-ગુરુ ધર્મમાં શુદ્ધ સ્વરૂપ, જિનવચનમાં નિઃશંક બુદ્ધિ આત્માનો મૂળભૂત ગુણ-મોક્ષની પ્રાપ્તિમાં બીજરૂપ ગુણ દાન ૧૬ | જિનપદ ૧૭ સંયમ ૧૮ અભિનવ | બુદ્ધિના આઠ ગુણો પ્રાપ્ત કરી, નિત્ય ગાથા શાન ૧૯| શ્રુત ૨૦| તીર્થ ગોખવી (શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, ઉહ, અપોહ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન) શ્રુતસરિતા 2010_03 જયંતદેવ રાજ ૧૩૭ હરિવિક્રમરાજા ધન શેઠ અરુણ દેવ ચંદ્રવર્મારાજા હરિવાહન રાજા રત્નચૂડ કેવળી પોતાના અનંત જ્ઞાનને શ્રુતના માધ્યમથી પ્રગટ કરે છે - શ્રુતજ્ઞાનની વિશેષતાચતુર્વિધ સંઘ-સંસ્થાપક તીર્થ-ગણધરાદિ તીર્થ સ્વરૂપ-સ્થાવરતીર્થ સ્વરૂપ પંચકલ્યાણક ભૂમિઓ મેરુપ્રભ સૂરિ જેમ નવપદ છે તે જ પ્રમાણે આ ૨૦ પદો છે. શાશ્વત પદો છે. આ ૨૦ પદોના નવપદમાં પણ સમાવેશ થઈ શકે છે. આરાધ્ય પદો છે. ઉપાસ્ય છે. આમાં સમગ્ર જૈનશાસનની આરાધના સમાઈ જાય છે. તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરેલા ઉપરોકત બધા જ શ્રેષ્ઠ પુણ્યાત્માઓ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર બની મોક્ષમાં પધારશે. કનકકેતુ રાજા હરિવાહન જિમ્મૂતકેતુ રાજા પુરંદર રાજા સાગરચંદ્ર રાજા અત્યંતર તપ યાત્રા Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-૧૩ દાનધર્મ (જ્ઞાનદાન-અભયદાન-સુપાત્રદાન-અનુકંપાદાન) મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત ‘દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા' (બત્રીશ બત્રીશી) પ્રકરણાન્તર્ગત ‘દાનબત્રીશી' ના પ્રથમ શ્લોકનું મંગાલચરણ ऐन्द्र शर्मप्रदं दानमनुकम्पासमन्वितम् भक्त्या सुपात्रदानं तु मोक्षदं देशितं जिनः ॥१-१॥ અર્થ : અનુકંપાથી યુક્ત ઇન્દ્રસંબંધી સુખને આપનારું છે, અને ભક્તિપૂર્વક સુપાત્રને અપાતું દાન તો મોક્ષને આપનારું છે, આ પ્રમાણે શ્રી જિનેશ્વર દેવોએ ઉપદેશ્યું છે. આધાર-ગ્રન્થો : (૧) પૂ. પરમશાસનપ્રભાવક સ્વ. આ.ભ. શ્રી વિજય રામચન્દ્રસૂરિજીના પ્રશિષ્યરત્ન પૂ.આ.ભ.શ્રી વિજય ચન્દ્રગુપ્તસૂરીશ્વરજી મ.સા. લિખિત ‘દાનબત્રીશી-પરિશીલન.’ વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાલ ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિજીના શિષ્યરત્ન, સન્માર્ગ દેશનાદક્ષ, યોગમાર્ગમર્મજ્ઞ, પરમ પૂજય ગણિવર્યશ્રી યુગભૂષણવિજયજી મ.સા. (નાના પંડિત મહારાજ) લિખિત (૧) લોકોત્તર દાનધર્મ (૨) સુપાત્રદાન. પ્રાસ્તાવિક : અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા દાનધર્મનો સમ્યક્ બોધ કરાવવા, દાનધર્મની ઉચિત મર્યાદાનો પ્રબોધ કરાવવા અને પુણ્યાનુબંધી પુણ્ય અને સકામનિર્જરાના પરમ સાધન એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. શ્રી તીર્થંકર ભગવન્ત સમવસરણમાં ચતુર્મુખે દેશના આપવા જ્યારે પૂર્વમુખે સદેહે બિરાજે છે, ત્યારે બાકીની ત્રણ બાજુ દેવો દ્વારા તેઓની પ્રતિમા સ્થપાય છે. શ્રી તીર્થંકર પરમાત્માના મુખકમળમાંથી નીકળેલ સર્વજીવકલ્યાણકારિણી વાણીમાં તેઓશ્રીએ ફરમાવ્યું છે કે પ્રધાનતાના ધોરણે ધર્મ, દાન, શીલ, તપ અને ભાવરૂપ છે. દાનધર્મની શ્રેષ્ઠતા અને સર્વ વ્યાપકતાના કારણે, ભગવાન ચાર ધર્મોમાં પહેલો દાનધર્મ પ્રકાશે છે. ધર્મનો એવો કોઈ પ્રકાર નથી કે જેમાં દાન સમાયેલું ન હોય. ધન સંપત્તિ દ્વારા સત્કાર્યો કરવા તેનું જ નામ દાન નથી, પરંતુ કોઈ પણ વસ્તુ સ્વમાલિકીની હોય અને તે વસ્તુ આપણે સ્વેચ્છાએ આપીએ, એટલે દાન કર્યું કહેવાય. વિશ્વવ્યાપી નિયમ છે કે આપણે જે બીજાને આપીએ, તે આપણને મળે. લોકવ્યવહારમાં પણ આપણે કોઈના પર ક્રોધ કરીએ, તો તેની સામે આપણને ક્રોધ જ મળે, લાગણી આપો તો સામે લાગણી મળે, આપણે સ્વાર્થી બનીએ અને સામે ઉદારતા માગીએ તો ના મળે. પ્રતિભાવ તો આપણા વર્તનને અનુરૂપ જ આવે છે. આપણે બીજાને અશાંતિ આપીએ, તો આપણને અશાંતિ જ મળશે. બીજાના સંતાપમાં નિમિત્ત બનીએ, તો આપણને સંતાપ જ મળે. રાગી દાનધર્મ 2010_03 ૧૩૮ શ્રુતસરિતા Page #164 -------------------------------------------------------------------------- ________________ સાથે આપણે પ્રેમ કરીએ, તો સંસાર વર્ધક બને. વીતરાગી સાથે કરેલો પ્રેમ સંસારનાશક જ બને. આનો અર્થ એટલો જ કે જે આપવું છે તે સ્વયં પહેલાં પામવું પડે છે. શ્રેષ્ઠતાના ધોરણે દાનના ત્રણ પ્રકાર : (૧) જ્ઞાનદાન : (૧) તીર્થકર, ગણધર અને જ્ઞાની સાધુ મહાત્માનું ઉપદેશ દ્વારા જ્ઞાનદાન હોય છે. અમેરિકા જેવા ક્ષેત્રની અપેક્ષાએ ભારતથી પધારતા કે સ્થાનિક સ્વાધ્યાયકર્તાઓ સ્વલ્પ ક્ષયોપશમાનુસાર જ્ઞાનનું જે આદાન-પ્રદાન કરે તે. (૨) ભવોભવનાં મૃત્યુ-સંતાપ-દુઃખો જેનાથી ટળે તે જ્ઞાનદાન છે. (ર) અભયદાન : (૧) અભય એટલે પ્રાણની નિર્ભયતા લેવાની છે. જીવમાત્રને પોતાના પ્રાણ સૌથી વહાલા હોય છે. જે વ્યક્તિ દ્વારા પોતાના પ્રાણના સંરક્ષણની ખાતરી મળે, તેનું નામ અભયદાન. છકાયના સંરક્ષણને સ્પર્શતું આ દાન સાધુપણામાં જ શક્ય છે. શ્રાવકને માટે કંદમૂળ ત્યાગ, ઉકાળેલું પાણી, રાત્રિભોજન ત્યાગ વગેરેમાં અપેક્ષાએ ગણી શકાય. (૨) આ ભવનાં મૃત્યુ-સંતાપ-દુઃખો જેનાથી ટળે તે. (૩) ધોંપગ્રાહી દાન : જેનું સાધન ધન છે . પાત્રભેદના આધારે બે પ્રકાર : (૧) સુપાત્રદાન : (૧) સાત પ્રકારે – - જિનાલય, જિનમૂર્તિ, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. (૨) આ સાત ક્ષેત્રોમાં દાન આપવાથી પોતાને ભવભ્રમણથી પાર પામવાની ઇચ્છા છે, તેને ભક્તિ કહેવાય છે. એ ભક્તિપૂર્વક સુપાત્રમાં આપેલું દાન ઘણા કર્મોનો ક્ષય કરવા સમર્થ બને છે. કારણ કે આ નિમિત્તો સ્વયં પવિત્ર છે. (૩) આ દાનથી પુણ્યાનુબંધી પુણ્ય દ્વારા પરંપરાએ મોક્ષ સુધીના ફળની પ્રાપ્તિ થાય છે. (૨) અનુકંપાદાન : (૧) દુઃખી જનોને આર્થિક કે કોઈ વસ્તુ-પદાર્થની સહાય કરવા વડે દુઃખનો ઉદ્ધાર કરવાની ઇચ્છા તે. (૨) અલ્પ જીવોને અસુખ થાય એવા પુરુષાર્થથી દુઃખીના દુઃખને દૂર કરવાની ઇચ્છા તે. (૩) આ દાનથી સ્વર્ગલોકના દેવતાઈ અને મૃત્યુલોકના ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. અનુકંપાદાનના અનેક પ્રકારો છે. આર્યદેશનું અનુકંપાદાન, અનાર્યદેશનું અનુકંપાદાન, ધર્માત્માનું અનુકંપાદાન, અધર્મીનું અનુકંપાદાન, જૈનધર્મનું અનુકંપાદાન, ઇતર ધર્મનું અનુકંપાદાન, જિનાજ્ઞાપૂર્વકનું અનુકંપાદાન, જિનાજ્ઞાશૂન્ય અનુકંપાદાન વગેરે. દીનદુઃખીઓની અનુકંપાના પાંચ કાર્યો નિસ્વાર્થ દયાબુદ્ધિથી કરવાં જોઈએ. (૧) અન્નદાન (ર) વસ્ત્રદાન (૩) ઔષધદાન (૪) આશ્રયદાન (૫) આજીવિકાદાન. શ્રુતસરિતા ૧૩૯ દાનધર્મ 2010_03 Page #165 -------------------------------------------------------------------------- ________________ દાનની વિધિ : (૧) જ્ઞાનદાન – શ્રુતજ્ઞાનના પુસ્તકો લખવા કે લખાવવા. ધાર્મિક સાહિત્ય નકલ કરી સાધર્મિકને મોકલવું. ભારતમાં પૂજ્ય સાધુ ભગવંતોના પ્રકાશિત પુસ્તકો મંગાવી સાધર્મિકોને વહેંચવા. જ્ઞાનભંડારોમાં આર્થિક સહયોગ આપવો. (ર) અભયદાન - છકાયની પૂર્ણપણે રક્ષા થઈ શકે તે માટે દીક્ષાની ભાવના રાખવી. અપેક્ષાએ, શ્રાવક માટે કંદમૂળ ત્યાગ, ઉકાળેલું પાણી, રાત્રિભોજન ત્યાગ, પૂજા, સામાયિક વગેરેમાં પ્રવૃત્ત થવું. ધર્મોપગ્રાહી દાન : (૧) સુપાત્રદાન - સુપાત્રના ત્રણ પ્રકાર : મુનિ, શ્રાવક અને સમ્યગ્દષ્ટિ. સર્વવિરતિને ધરનાર પૂ. મુનિ ભગવતો, દેશવિરતિને ધરનારા શ્રાવકો અને સમ્યગ્દર્શનને ધરનાર સમ્યગ્દષ્ટિ આત્માઓ સુપાત્ર છે. તેઓની આપણા વડે કરાતી ભક્તિ ભવથી નિસ્તારનારી છે. આ ત્રણ આત્માઓને કરેલું દાન. તેઓશ્રીના ગુણોની અનુમોદના અને ઔચિત્યની અનુપાલના હોવાથી સર્વસંપત્તિને પ્રદાન કરનારું છે, અર્થાત્ પરંપરાએ મહાનન્દ સ્વરૂપ મોક્ષને આપનારું છે. સુપાત્રદાનને આશ્રયી ચાર ભાંગા : (૧) સુપાત્રને શુદ્ધ દાન આપવું - શુદ્ધ નિર્જરાનું કારણ. (૨) સુપાત્રને અશુદ્ધ દાન આપવું - અલ્પ પાપબંધનું કારણ. (૩) કુપાત્રને શુદ્ધ દાન આપવું - વિપુલ કર્મબંધનું કારણ. (૪) કુપાત્રને અશુદ્ધ દાન આપવું - વિપુલ પાપ કર્મબંધનું કારણ. શુદ્ધ દાન : સાધુ અર્થે : નિરવદ્ય (અચિત), એષણીય (પૂ. સાધુ મહાત્માને ખપે તેવું) અને મધ્ય (૪ર દોષ રહિત) ભક્તિપૂર્વકનું દાન. શ્રાવક અર્થે શ્રાવકને અન્નદાન, વસ્ત્રદાન, ઔષધદાન, આશ્રયદાન, આજીવિકાદાન અને ધર્મમાં સુસ્થિર થવા સાધનો-ઉપકરણોનું ભક્તિપૂર્વક અને ભાવનાપૂર્વક દાન. અશુદ્ધ દાન આનાથી વિપરીત જાણવું. જેમકે સાવદ્ય કે દોષિત વસ્તુનું દાન, અભક્ષ્ય અપહારાદિ હિંસક સાધનો વગેરે. (૧) સુપાત્રને શુદ્ધ દાન આપવું : આવું દાન આપ્યા પછી અનુબંધ સહિત શુભ પુણ્યનું ઉપાર્જન થતું હોવાથી અનુબંધ સહિત પાપનો બંધ થતો નથી, અને પૂર્વે બંધાયેલા પાપથી મુક્ત થવાય છે. ભૂતકાળમાં કરેલાં પાપકર્મની આલોચનાદિ દ્વારા તેનો ક્ષય કર્યો છે અને ભવિષ્યમાં તે પાપકર્મ નહીં કરવાની પ્રતિજ્ઞા કરી છે. એવા સુપાત્રને (સંયતાત્માને) શુદ્ધ અન્ન, વસ્ત્રાદિ આપવાથી અનુબંધ પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન થાય છે. દાનધર્મ શ્રુતસરિતા 2010_03 ૧૪) Page #166 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ વસ્તુ આપણી પાસે કોઈ વાર હોય તો તે વખતે સંયતાત્માનો યોગ મળી જ જાય એવું કોઈ વાર જ બને. સંયતાત્માનો યોગ મળે ત્યારે શુદ્ધ વસ્તુ તૈયાર કરવા બેસીએ તો કોઈ વાર કોઈને કોઈ દોષ લાગી જાય. તેથી સદાને માટે શુદ્ધ આપણી પાસે હોય તો જ સુપાત્રદાન થઈ શકે. (ર) સુપાત્રને અશુદ્ધ દાન : સુપાત્રને અશુદ્ધ દાન આપવાથી કાલાદિની અપેક્ષાએ નિર્જરારૂપ ફળ મળે અથવા ન પણ મળે, તેથી આ બીજા ભાંગામાં વૈકલ્પિક શુદ્ધતા છે. આશય એ છે કે દુષ્કાળ વગેરે કાળના કારણે અથવા તો વિશિષ્ટ દ્રવ્યને કારણે, જંગલ વગેરે ક્ષેત્રના કારણે કે રોગાદિભાવના કારણે સુપાત્રને કોઈ વાર અશુદ્ધ દાન આપવાનો પ્રસંગ આવે તો એવા દાનથી કર્મનિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આવાં કોઈ કારણો વિના, અશુદ્ધ દાન અપાય, તો નિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થતી નથી. (૩) કુપાત્રને શુદ્ધ દાન (૪) કુપાત્રને અશુદ્ધ દાન : કુપાત્ર એટલે કે અસંયતને ગુરુ માની શુદ્ધ કે અશુદ્ધ દાન આપવામાં આવે તો અસાધુમાં સાધુપણાની બુદ્ધિના કારણે કર્મબંધ થાય છે. એકાંતે પરમ તારક શ્રી તીર્થંકર પરમાત્માના વચનની ઘોર અવજ્ઞા થાય છે. અસંયતને દાન આપવાનો નિષેધ નથી. અસંયતને ગુરુ માનીને ભક્તિપૂર્વક દાન આપવાનો નિષેધ છે. કારણ કે આવા દાનથી અસંયતના સ્વરૂપ દોષનું પોષણ થાય છે. આનું ફળ અનિષ્ટ પ્રાપ્ત થાય છે. આવા દાનનો અર્થ ઉપમાથી સમજીએ તો ચંદનના કાષ્ઠને બાળીને કોલસા બનાવવાનો કષ્ટમય વ્યાપાર કર્યો કહેવાય. સુપાત્રદાનનું મહત્વ જેને ખ્યાલમાં છે, તે કુપાત્રને સુપાત્ર માનીને દાન આપવાનો વિચાર ન જ કરે – એ સમજી શકાય છે. સુપાત્રદાનની સર્વોપરિતા : દાખલા તરીકે સુપાત્રદાનના સાત ક્ષેત્રો પૈકી છઠ્ઠા-સાતમા ક્ષેત્રના એક હજાર શ્રાવક-શ્રાવિકાની ભક્તિ કરો, તેની સામે એક પૂજ્ય સાધુ-સાધ્વીની ભક્તિ કરો, તેનું ફળ અનેકગણું છે. એક હજાર પૂજ્ય સાધુ-સાધ્વીની ભક્તિ કરતાં ‘જિનાગમ’ (ધર્મના પુસ્તકો લખવા, લખાવવા કે વહેંચવા)ની પ્રવૃત્તિનું ફળ વધુ છે. જિનાગમના ફળ કરતાં અનેકગણું ફળ ‘જિનમૂર્તિ ભરાવવામાં અને પ્રતિષ્ઠા કરાવવામાં છે. જિનમૂર્તિની પ્રતિષ્ઠાના ફળ કરતાં અનેકાનેક ગણું ફળ ‘જિનાલય’ના નિર્માણ કાર્યમાં આર્થિક સહયોગ આપવામાં છે, તેવા સ્પષ્ટ અને સચોટ નિર્દેશેં શાસ્ત્રમાં છે. આમ, સાતે ક્ષેત્રોમાં સર્વોપરિ અને સર્વશ્રેષ્ઠ ક્ષેત્ર ‘જિનાલય' છે. જ્ઞાનીની દૃષ્ટિએ આરંભ-સમારંભનાં જેટલાં કારણો છે, તેને પાપનાં સાધન કહે છે. ભલે આખું જગત ના માને, પણ જ્ઞાનીઓએ પરિગ્રહને પાપનું સાધન કહ્યું છે. આપણામાં જો આવડત હોય, સદ્ગુદ્ધિ હોય, સુપાત્રદાનની વિધિ અને ફળની સમજ હોય અને વિવેક હોય, તો ધનના પરિગ્રહરૂપી પાપના સાધનને ધર્મનું સાધન આપણે બનાવી શકીએ છીએ. ધન માટે ધર્મનું શ્રેષ્ઠ સાધન જિનાલયનિર્માણ કાર્યમાં અપાતું સુપાત્રદાન જ ગણવામાં આવે છે. ઓછામાં ઓછું એક જિનાલય સ્વદ્રવ્યથી બંધાવવાનું શ્રાવકનું કર્તવ્ય છે. સ્વતંત્ર જિનાલય શ્રુતસરિતા દાનધર્મ 2010_03 ૧૪૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ બંધાવવાનું દરેક શ્રાવક માટે શક્ય નથી. પરંતુ, અઢારે પાપસ્થાનક સેવીને પરિગ્રહની ભાવનાથી એકત્રિત કરેલા ધનનો સર્વશ્રેષ્ઠ સદુપયોગ જિનાલય નિર્માણ-કાર્યમાં યોગદાન આપવા વડે થઈ શકે છે. વળી, આપણા જીવનમાં જિનાલય-નિર્માણ કાર્યમાં દાનરૂપી સહયોગ આપવાનો સુઅવસર સદ્ભાગ્યે અને પુણ્યોદયે એકાદ-બે વખત જ આવતો હોય છે. એક વાત સમજવી જરૂરી છે કે ભૌતિક દુઃખોને દૂર કરવાવાળું અનુકંપાદાન લૌકિક દાન ગણાશે; પણ એ જ દાન જો સુપાત્રદાનના સાત ક્ષેત્રોમાં વાવેતર કરવા, શાસન પ્રભાવના કરવા અને પોતાના આત્માની ભાવદયા કરવાના લક્ષ્યથી આપણે કરીએ, તો લોકોત્તર દાન કહેવાશે. કાયાને લક્ષમાં રાખીને કરાતી દયા તે દ્રવ્યદયા અને આત્માને લક્ષમાં રાખીને કરવામાં આવતી દયા તે ભાવદયા સમજવી. શ્રાવકો વસ્તુપાલ-તેજપાલ, સંપ્રતિ મહારાજા, જગડુ શાહ, પેથડ શાહ, ધરણા શાહ, શ્રેણિક મહારાજા, કુમારપાળ મહારાજા આદિ અનેક શ્રાવકોએ સાત ક્ષેત્રોમાં કરેલ વાવેતર અને તે દ્વારા લોકોત્તર ફળની પ્રાપ્તિનાં જ્વલંત ઉદાહરણો છે. અભયદાનની જીવના પ્રાણને નિર્ભય બનાવવા વડે જે તે જીવનું વર્તમાન જીવન સુરક્ષિત થાય છે. પરંતુ, સમ્યક જ્ઞાનદાનથી તો જીવ ભવોભવ સુરક્ષિત થાય છે અને પ્રાન્ત પરમપદની પ્રાપ્તિનું સાધનને પામે છે. જ્ઞાનદાન, અભયદાન અને ધનદાનમાં, પૈસાથી અપાતું દાન ઘણું જ હલકું છે, ઊતરતી કક્ષાનું છે. ધનદાનમાં આરંભ-સમારંભ સમાયેલા છે જ્યારે સામાયિકમાં આરંભ-સમારંભ શૂન્ય અભયદાન સમાયેલું છે. દાનની જેટલી કક્ષા ઊંચી, તેટલો ધર્મ ઊંચો. વર્તમાનમાં દાનના ક્ષેત્રે ઘણી ગેરસમજ પ્રવર્તે છે. અનુકંપાદાન જ દાન તરીકે મહત્ત્વનું ના હોવા છતાં, સૌ કોઈને લાગે છે. તેથી, લોકો બોલે છે : “જનસેવા એ જ પ્રભુસેવા'. વાસ્તવમાં, ક્યાં સામાન્ય જન અને ક્યાં પરમાત્મા ! બન્નેની સેવા કદી સમાન થાય જ નહીં. “જનસેવા' શબ્દ પણ મિથ્યાત્વસૂચક છે. દુઃખી માનવની સેવા નહીં, પણ દયા હોય. સેવા તો પૂજ્યની જ હોય. પાત્ર પલટાય એટલે ભાવ પલટાય અને એથી આપણો વ્યવહાર પણ પલટાય. . સાધુ ભગવંતને જે ભાવથી ગોચરી આપણે વહોરાવીએ, તેવા જ ભાવથી ભિખારીને આપણે ખાવાનું નથી આપતા. પાત્ર પલટાતાં એકલા ભાવમાં જ નહીં, સાથે સાથે પ્રવૃત્તિમાં પણ ભેદ પડશે જ. સુપાત્રદાન ઘણું ઊંચું છે, છતાં અવસરે અનુકંપાદાન અવશ્ય કરણીય છે, એમ ભગવાને કહ્યુ છે. એટલે કે આ બન્ને પ્રકારનાં દાન પોતપોતાના અવસરે કરવાં જોઈએ. દા.ત, જગત મધર ટેરેસાને મહાન દયાળુ વ્યક્તિ માને છે, પણ શાસ્ત્રની દૃષ્ટિએ, તેમની આખી જિંદગીની દયા કરતાં, એક ભાવશ્રાવકની સામાયિકનું મૂલ્ય અનેકગણું વધારે છે. દયાપાત્રમાં કરાતું દાન હલકું છે, ભક્તિપાત્રમાં કરાતું દાન ઊંચું છે, લોકોત્તર છે અને પરમ મોક્ષ સુધીનું ફળ પરંપરાએ આપવા સમર્થ છે. - પૂજ્ય આ.ભ. શ્રી રત્નસુંદરસૂરિજી યથાર્થ ફરમાવે છે કે સામે ચાલીને દાન કરવાની તક શોધતા રહેવું એ સત્કારની ભૂમિકા છે. સામે ચડીને આવેલી દાનની તકને વધાવી લેવી તે સ્વીકારની ભૂમિકા છે. હૈયાને વિશાળ બનાવી, નાણાં કોથળી ખુલ્લી મૂકી દીધા વિના “સત્કાર'નું પ્રતિનિધિત્વ ધરાવી શકાય તેમ નથી. એટલી ઉદાર વૃત્તિ ન હોય તો છેવટે “સ્વીકારની ભૂમિકામાંથી તો પીછેહઠ દાનધર્મ ૧૪૨ શ્રુતસરિતા 2010_03 Page #168 -------------------------------------------------------------------------- ________________ કરવા જેવી નથી. દાન જ્યારે ઉત્સાહથી અપાય છે, ત્યારે બમણું અપાય છે. દાનના ફળની ટકાવારી આપણી કલ્પના બહાર વધી જાય છે. શાલીભદ્રજીના પૂર્વભવમાં તેઓએ કરેલ ખીરનું દાન, ચંદનબાળાજીએ કરેલ બાકુળાનું દાન, રેવતીજી શ્રાવિકાનું દાન, વગે૨ે ઉત્સાહપૂર્વક કરેલ દાનનાં શ્રેષ્ઠ ઉદાહરણ છે. દાન કરતાં આંખમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગે, શરીર રોમાંચિત થઈ જાય, અંતરમાં બહુમાનભાવ હોય, પ્રિય વચન નીકળતાં હોય, અને અંતરમાં અનુમોદના ચાલતી હોય - આ પાંચ દાનનાં ભૂષણ છે. આદર વિના આપવું, વિલંબ કરીને આપવું, વિમુખ બનીને આપવું, અપ્રિય વચન બોલીને આપવું અને આપ્યા પછી પસ્તાવું - આ પાંચ દાનનાં દૂષણ છે. આમ, સુપાત્રદાનના ભોગે અનુકંપાદાનનું મહત્ત્વ વધારવું, તે વિચાર માત્ર પણ મહાપાપ છે. તેથી લોકસંજ્ઞાથી પણ તેમાં તણાવું નહીં, અને અમૂઢ બનવું, વિચક્ષણ બનવું. અનુકંપામાં દયાપાત્ર દીન, દુઃખી, ગરીબ આવે છે. એ લોકો કંઈ સદ્ગુણી નથી. લૂલા-લંગડા-દુઃખી જીવો છે. ગુણિયલ અને ગુણહીનનો ભેદ વિચારો. ગુણ એ જ ધર્મ છે. ગુણપ્રાપ્તિથી જ ધર્મનો પ્રારંભ થાય છે. પરાકાષ્ઠાના ગુણો પરમાત્મામાં જ છે. તેથી બધા આત્માને સરખા ના માનવા જોઈએ. દયાપાત્રને ભક્તિપાત્ર નથી માનવાના અને ભક્તિપાત્રને દયાપાત્ર નથી માનવાના. જૈનદર્શનમાં ‘સબ સમાન'નો ભાવ નથી. દાન, શીલ, તપ આદિ ધર્મમાં જો પ્રાણરૂપ કાંઈ હોય તો તે ભાવધર્મ છે. જયાં સુધી ભાવનો વિવેક ન પ્રગટે ત્યાં સુધી તે જીવ ધર્મના વિશિષ્ટ લાભ મેળવી શકતો નથી. દાનધર્મ લોકોત્તર ભાવ સાથે આપણે કરવો જોઈએ. ઉપસંહાર : પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ ‘દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા’ (બત્રીશ બત્રીશી)માં દાનબત્રીશીમાં સુપાત્રદાનને સર્વશ્રેષ્ઠ, સર્વોપરિ અને સર્વોચ્ચ બતાવ્યું છે, અને સુપાત્રદાનને મોક્ષપ્રાપ્તિના સાધનરૂપ પુણ્યાનુબંધી પુણ્ય અને સકામનિર્જરારૂપ ગણાવ્યું છે. દાનબત્રીશીનો ૩૨મો શ્લોક : इत्थं दानविधिज्ञाता धीरः पुण्यप्रभावक : 1 यथाशक्ति ददद् दानं परमानन्दभाग् भवेत् ॥१-३२।। અર્થ : દાન આપવાની વિધિના જ્ઞાતા અને ધર્મની પ્રભાવના કરનારા એવા ધીર આત્માઓ પોતાની શક્તિનું અતિક્રમણ કર્યા વિના સુપાત્રદાન આપવા વડે પરમાનંદના ભાજન બને છે. ગમે તે દાન હોય, પરંતુ તે વિધિપૂર્વક જ કરવું જોઈએ. પાત્રાપાત્રનો વિવેક, આદર, સત્કાર, સન્માન, ત્યાગની વૃત્તિ, આ લોકાદિના ફળની અનપેક્ષા, તરવાની ભાવના, ન્યાય સમ્પન્ન વિભવાદિ વગેરે દાનવિધિનાં અંગો છે. નિશ્ચય અને વ્યવહાર નયની પરિણતિ અને પ્રવૃત્તિ દ્વારા પરમ પુણ્યોદયે પ્રાપ્ત થયેલી સર્વ સામગ્રીનો પૂર્ણપણે ઉપયોગ કરી દાનધર્મની આરાધના દ્વારા આપણે સૌ વહેલામાં વહેલા પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા. શ્રુતસરિતા 2010_03 ૧૪૩ દાનધર્મ Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-૧૪ 'આઠ મદનું આક્રમણ અને સંક્રમણ અભિમાનના આઠ પ્રકાર-અપાય-ઉપાય (જાતિ, કુળ, રૂપ, બળ, લાભ, બુદ્ધિ, લોકપ્રિય, શ્રુતજ્ઞાન) શ્રેષ્ઠ પૂર્વધર અને મહાન શ્રતધર શ્રી ઉમાસ્વાતિજી રચિત ‘પ્રશમરતિ' ગ્રંથ ઉપર સ્વ. પ.પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરિજીના વિવેચનમાંથી સાભાર. પ્રશમરસના મહાયોગી યુગપ્રધાન આચાર્યશ્રી ઉમાસ્વાતિજી (વીર નિર્વાણ પછી ૪૭૧ વર્ષ) વિરચિત ‘પ્રશમરતિ ગ્રંથનું મંગલાચરણ. नामे गाधा सिद्धार्थ राजसूनुचरमाश्चरमदे हाः । पंचनवदश च दशविधधर्मविधिविदो जयन्ति जिनाः ॥१॥ जातिकु लरुपबललाभबुद्धि चाल्लभ्यक शुतमदान्धाः । क्लीबाः परत्र चेह च हितमप्यर्थ न पश्यन्ति ॥८॥ અર્થ : (૧) ચરમશરીરી અને દસ પ્રકારના યતિધર્મને જાણનારા નાભિપુત્ર શ્રી આદિનાથ જેમાં પ્રથમ છે અને સિદ્ધાર્થપુત્ર શ્રી મહાવીર સ્વામી અંતિમ છે, તેવા પાંચ+નવ+દશ(=૨૪) જિનેશ્વર ભગવંતો જય પામે છે. (20) જાતિ, કુળ, રૂપ, બળ, લાભ, બુધ્ધિ લોકપ્રિયતા અને શ્રુતજ્ઞાનના મદથી આંધળા અને નિ:સત્ત્વ આ ભવમાં કે પરભવમાં અપકારી એવા અર્થને જોતા નથી. બહુશ્રુત આચાર્ય ભગવંતે મંગલાચરણ કરતાં કુશળતાપૂર્વક રાગ-દ્વેષ ઉપર વિજયી બનવાના અણમોલ ઉપાયોનો ગભિત નિર્દેશ કરી દીધો છે, પ+૯+૧૦=૨૪ના સંખ્યાવાચક અંકમાંથી એ ઉપાયો જડી જાય છે : પાંચ - અણુવ્રતમય/મહાવ્રતમય જીવન - પાંચ અણુવ્રત (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત (૪) સ્વદારા સંતોષ-પરદારા વિરમણ વ્રત (૫) પરિગ્રહ પરિમાણ વ્રત. નવી નવપદનું સમ્યગુ આરાધન - અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ. દસ- દસ શ્રમણ ધર્મનું યથાર્થ પાલન. ક્ષમા, મૃદુતા, નમ્રતા, નિર્લોભ, તપ, સંયમ, સત્ય, શોચ (પવિત્રતા) અકિંચન્ય (મમત્વરહિત) અને બ્રહ્મચર્ય. આઠ મદનું આક્રમણ અને સંક્રમણ ૧૪૪ શ્રુતસરિતા 2010_03 Page #170 -------------------------------------------------------------------------- ________________ ચોવીસ - તીર્થકર પાંચ મહાવ્રત-અણુવ્રત અને દસ પ્રકારના શ્રમણ ધર્મની સાધના માટે દઢ મનોબળ અને અપૂર્વ આત્મશક્તિ, કે જે પ્રગટે છે. શ્રી નવપદની આરાધનામાંથી, નવપદની ઉપાસનામાંથી, નવપદના ધ્યાનમાંથી નવપદ અખૂટ અનંત શક્તિનો ભંડાર છે. - શરીરમાં જ્યારે વાત-પિત્ત-કફ-વિષમ બને છે ત્યારે રોગ જન્મે છે. જયારે પિત્તનો પ્રકોપ થાય છે ત્યારે મીઠો-મધુરો-હિતકારી-આરોગ્યપ્રદ પદાર્થ પણ જીભને કડવો લાગે છે. આ શારીરિક વિક્રિયા છે, તેમ જ્યારે માનસિક વિક્રિયા જન્મે છે, ત્યારે મનુષ્યને સર્વજ્ઞની વાણી મીઠી હોવા છતાં, હિતકારી હોવા છતાં, કડવી લાગે છે. એ માનસિક વિક્રિયા હોય છે - રાગ અને દ્વેષની. રાગ-દ્વેષનો પ્રકોપ પિત્તના પ્રકોપને પણ ટપી જાય તેવો હોય છે. આ પ્રકોપ મનુષ્યને સ્વચ્છંદાચાર અને આઠ પ્રકારના મદથી આંધળો બનાવે છે, સત્ત્વવિહોણો અને પાંગળો બનાવી દે છે. આ આઠ પ્રકારનો મદ વડે મિથ્યાત્વરૂપી અંધાપો પ્રવર્તે છે. મનુષ્ય ગતિ પામ્યા છતાં પારમાર્થિક સત્યને પામવા ન દે, પરમાર્થના પંથ જોવા ન દે. આ આઠ પ્રકારને વિસ્તાર સાથે સમજીએ. (૧) જાતિ મદ : અનંતાનંત કર્મોની પરાધીનતાથી આપણે અનંતાનંત જન્મોની પરાધીનતા પામ્યા છીએ. અનંત જડ કર્મોએ ચૈતન્યસ્વરૂપ આત્માનો સંપૂર્ણ કબજો લઈ લીધો છે. કર્મો આત્માને ચાર ગતિમાં, ચોર્યાસી લાખ જીવો યોનિમાં અને ચૌદ રાજલોકમાં ભટકાવે છે. न सा जोइ, न सा जोणी, न तं ठाणं, न तं कुलं । न जाया न मुआ, जत्थ सटवो जीवा अणन्तसो ॥ અર્થ : એવી કોઈ જાતિ નથી, યોનિ નથી, સ્થાન નથી, કુળ નથી કે જ્યાં સર્વે જીવો અનંતિવાર જમ્યા અને મર્યા ન હોય. આ ચારે ગતિની કુલ યોનિની સંખ્યા ૮૪ લાખ છે. આપણે સૌ આ યોનિમાં જન્મી કોઈ ભવમાં હલકી, મધ્યમ કે મનુષ્યભવ જેવી ઉત્કૃષ્ટ જાતિને પામ્યા છીએ. ઊંચી-નીચી જાતિનો સંબંધ ઇન્દ્રિયોની સંખ્યા (અકેન્દ્રિય થી પંચેન્દ્રિય) સાથે છે, કે જે કર્મપરવશ છે. માટે તો પંચેન્દ્રિય જાતિ જ જોઈએ તેવી હઠ કે મોનોપોલી ચાલતી નથી. શ્વેતાંબરપણું, દિગંબરપણું કે સ્થાનકવાસીપણું કાયમ નથી રહેવાનું, કર્મો ઉપાડીને પશુયોનિમાં પટકી દેશે. જે જાતિનો તિરસ્કાર આપણે કરીએ, એ જ જાતિના કર્મો આપણને તે જાતિમાં ટ્રાન્સફર કરી દેશે. | નર્ક જાતિના જીવો આપણી સામે નથી? તિર્યંચો બિચારા લાચાર અને નિર્બળ છે. દેવોની ઋદ્ધિ આપણા કરતાં અનેકગણી ચઢિયાતી છે. માત્ર આપણી મનુષ્ય જાતિના જ વ્યક્તિઓ આપણી સામે છે. શા માટે મદ કરવો ? ભવના પરિભ્રમણમાં ચોર્યાસી લાખ જાતિઓમાં હીનપણું, મધ્યમપણું અને ઉત્તમપણું જાણીને કોણ વિદ્વાન જાતિનો મદ કરે ? શ્રુતસરિતા ૧૪૫ આઠ મદનું આક્રમણ અને સંક્રમર્ણ 2010_03 Page #171 -------------------------------------------------------------------------- ________________ (ર) કુળ મદ : શું સમાજમાં પ્રસિદ્ધ એવા જે કુળોમાં જન્મે છે તે રૂપવાન, બળવાન, જ્ઞાનવાન, બુદ્ધિમાન, સદાચારી કે શ્રીમંત જ જન્મે છે? પૂર્વજોના સત્કાર્યોથી, ત્યાગથી અને બલિદાનથી પ્રસિદ્ધિ પામેલા કુળમાં જન્મ થવા માત્રથી પોતાની મહત્તા સમજનારા અભિમાની માણસો “મૂર્ખ તરીકે જ ઓળખાય છે. અમારા કુળમાં શ્રી અભયકુમાર (શ્રી શ્રેણિક મહારાજાના સુપુત્ર) જેવા બુદ્ધિનિધાન કે શ્રી ગૌતમસ્વામી જેવા લબ્લિનિધાન થઈ ગયા, તેના માત્ર ગીતો ગાઈએ તે કેટલું બિનશોભાસ્પદ લાગે! માન-મરતબો-ઈજ્જત-આબરૂ કુળમદ કરવાથી નથી મળતું. એ બધું મળે છે-સદાચારોના પાલનથી. સદાચારોનું પાલન એટલે જિનાજ્ઞા પાલન દા.ત., બારે માસ ઉકાળેલું પાણી, કંદમૂળ ત્યાગ, વાસી ખોરાક ત્યાગ, છ આવશ્યક ક્રિયા, કષાયમંદતા, વીક એન્ડ પાર્ટીઓનો ત્યાગ, કેસીનો ત્યાગ વગેરે. એવી જ રીતે, જો તમે શીલવાન છો, સદાચારોથી તમારું જીવન સુવાસિત છે, પરમાર્થ અને પરોપકાર તમારો જીવનમંત્ર છે, તો કુળમદ કર્યા વિના જ તમારી પ્રશંસા થવાની જ છે, કીર્તિ ફેલાવવાની જ છે. ટૂંકમાં, જેનું શીલ (સદાચાર) અશુદ્ધ છે, તેણે કુળમદ કરવાથી શું? જે પોતાના ગુણોથી વિભૂષિત છે, તેને કુળમદ કરવાની જરૂર નથી; પ્રસિદ્ધિ આપોઆપ થવાની જ છે. (૩) રૂપ મદ : સદા જેનો સંસ્કાર કરવો પડે તેવા ચામડી અને માંસથી આચ્છાદિત, અશુદ્ધિથી ભરેલા અને નિશ્ચિતપણે વિનાશ પામવાના ધર્મવાળા એવા રૂપ ઉપર મદ કરવો નહીં. તેનાં કારણો : (૧) પિતાના શરીરમાંથી નીકળેલું વીર્ય અને માતાની યોનિનું રજ - આ બે દ્રવ્યોના સંયોજનથી જીવ શરીર બનાવે છે. માતા જે ભોજન કરે છે, એ ભોજનનો રસ ગર્ભસ્થ જીવ ગ્રહણ કરે છે. નવ-દસ મહિના સુધી અંધારી કોટડીમાં ઊંધે મસ્તકે લટકી જ્યારે અંગોપાંગ સંપૂર્ણ થાય છે, ત્યારે માતાના ઉદરમાંથી બહાર નીકળે છે. (૨) બહાર નીકળ્યા પછી શરીર અમુક વર્ષ સુધી વધતું જાય છે. નિરોગી શરીર વિશેષપણે વૃદ્ધિ પામે, બળ-રૂપ વધે, જ્યારે રોગી શરીરમાં ઊલટું. (૩) વીર્ય-રજ અતિ દુર્ગધભર્યા અને અશુચિભર્યા પદાર્થો હોઈ આ બંને દ્રવ્યોથી બનેલું આપણું શરીર પણ તેવા જ ગુણધર્મવાળું હોય છે. શરીરનાં બધાં છિદ્રોમાંથી અશુચિ અને દુર્ગધ જ બહાર નીકળે છે. (૪) શરીરના એ દ્વારોમાંથી અશુચિ દરરોજ બહાર નીકળ્યા કરે અને આપણે એની રોજ સફાઈ કરવાની. કાયાની કેવી કદરૂપતા અને આત્માની કેવી અનંત-અનુપમ સૌંદર્યતા ! (૫) રોગોનો હુમલો ગમે તે અવસ્થામાં, ગમે તે સમયે અને ગમે તે સ્થળે થઈ શકે છે. શરીર કાળક્રમે વૃદ્ધ પણ થાય છે. (૬) ગોરા કે કાળા ચામડાથી મઢેલી કાયાની અંદર ડોકિયું કરી જુઓ. માંસ, મજ્જા, લોહી, મળ, મૂત્ર અને હાડકાંથી ખચોખચ ભરેલી કાયા ઉપરનો આપણો મોહ ઊતરી જાય. આઠ મદનું આક્રમણ અને સંક્રમણ ૧૪૬ શ્રુતસરિતા 2010_03 Page #172 -------------------------------------------------------------------------- ________________ “કોઈ ગોર, કોઈ કાલા-પીલા, યે સબ નયણે નિરખનકી; વો દેખો મત રાચો પ્રાણી, મેં હૈ રચના પુદગલકી.” (૭) જીમમાં વ્યાયામ કરીને, માલીસ કરીને, સ્નાન કરીને, સુગંધી દ્રવ્યોના વિલેપન કરીને, દરરોજ મનપસંદ પૌષ્ટિક આહાર કરીને પણ આ શરીર અંતે તો રાખનો ઢગલો જ થવાનો છે. (૪) બળ મદ : પોતાના શારીરિક બળ ઉપર મુસ્તાક પહેલવાનો પણ કાળક્રમે નિર્બળ બની જાય છે. બળ જીવનપર્યત કદાપિ ટકવાવાળું હોતું નથી. મહાન સિકંદર, નેપોલિયન, રાજા રાવણ વગેરે દષ્ટાંતો આપણી સમક્ષ છે. બળના ઉપયોગ મદ માટે કરવો નહીં, તેના બદલે સ્વ-પરની ઉન્નતિ માટે કરવો. બળનો ધર્મપુરુષાર્થમાં વિનિયોગ કરીને આપણું બળ અક્ષય બનાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. (૫) લાભ મદ : અંતરાય કર્મના પાંચ પ્રકાર (દાન-લાભ-ભોગ-ઉપયોગ-વીર્ય) પૈકીનું આપણને લાભની પ્રાપ્તિમાં વિદન કરનારું કર્મ છે લાભાંતરાય કર્મ. આ કર્મ ઉદયમાં આવે એટલે દાનેશ્વરીને હૃદયમાં આપણને લાભ આપવાનો ભાવ જાગવા ના દે. આમ, આપણા લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ અને દાતાને દાનાંતરાય કર્મનો ક્ષયોપશમ આ બંનેનો સુમેળ થાય ત્યારે જ આપણને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. લાભાંતરાયનો ક્ષયોપશમ કર્મભનિત હોઈ સદાકાળ એકસરખો હોતો નથી. આપણા લાભાંતરાયનો ક્ષયોપશમ, દાતાના દાનાંતરાયનો ક્ષયોપશમ અને એના ચિત્તની પ્રસન્નતા - આ ત્રણે બાબતોનો સુમેળ કાયમ રહેતો નથી. આ કર્મજ્ઞાન (તત્ત્વજ્ઞાન) પામ્યા પછી પ્રાપ્તિમાં અભિમાન અને અપ્રાપ્તિમાં દીનતા ધારણ કરવી નહીં. કાર્યકારણના ભાવ જાણ્યા પછી સુખ-દુઃખ, હર્ષ-શોક, રતિ-અરતિ જેવા દ્વન્દ્ર મટી જાય છે. (૬) બુદ્ધિ મદ : આપણને બુદ્ધિની ખુમારી હોય અને થોડા મૂર્ખ માણસો વચ્ચે આપણે બુદ્ધિમાન તરીકે પૂજાતા હોઈએ તો વિચારો કે : (૧) દરરોજ આપણે કેટલા સૂત્રપાઠ ગ્રહણ કરી, કંઠસ્થ કરી, અર્થગ્રહણ કરી શકીએ ? (૨) તે સૂત્રો-અર્થો કેટલાને સમજાવી શકો? (૩) પ્રશમરતિ-યોગશાસ્ત્ર જેવા આધ્યાત્મિક ગ્રંથો નૈષધીય મહાકાવ્ય કે હીર સૌભાગ્ય મહાકાવ્ય જેવી કાવ્યરચના કે ઉપમિતિ જેવો કથાગ્રંથ રચી શકવાની બુદ્ધિ છે ? (૪) આત્મતત્ત્વનું દ્રવ્ય, ગુણ અને પર્યાયથી ચિંતન કરી શકો છો? (૫) ઉત્પત્તિ, સ્થિતિ અને લયના સિદ્ધાંતથી આત્મતત્ત્વનું પરિશીલન કરી શકો છો ? (૬) બદ્ધ, પૃષ્ટ, નિધત્ત અને નિકાચિત કર્મબંધ અંગે અવગાહન કરી શકો છો ? (૭) બંધ-ઉદય-ઉદીરણા-સત્તાનું ભાવવાહી સકૃત ચિંતન કરી શકો છો ? શ્રુતસરિતા ૧૪૭ આઠ મદનું આક્રમણ અને સંક્રમર્ણ 2010_03 Page #173 -------------------------------------------------------------------------- ________________ (૮) આશ્રવ-સંવર-બંધ-મોક્ષની ધારાવાહી અનુપ્રેક્ષા કરી શકો છો? (૯) દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગનું સંકલનપૂર્વક અધ્યયન કરી શકો છો ? ' (૧૦) બુદ્ધિના આઠ પ્રકારો (શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, ઉહ, અપોહ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન). ચિતવી શકો છો? (૧૧) માત્ર ત્રિપદીના આધારે દ્વાદશાંગીની રચના કરી શકો? ૧૬ વર્ષના ગણધર પ્રભાસ. (શ્રી મહાવીર સ્વામીના) () લોકપ્રિયતા મદ : જેમ ભિખારી વડે સ્તુતિ-પ્રશંસા સાંભળી મનુષ્ય ભિખારીને ભિક્ષા આપી દે છે, તેમ લોકોની સ્તુતિ પ્રશંસા કરી કરીને અને તેઓને જે સાંભળવું ગમતું હોય તે સંભળાવીને કે પ્રિય ભાષણ કરીને લોકપ્રિય કે લોકલાડીલા થવાનો માર્ગ અપ્રશસ્ત છે. તેના વડે ઉસૂત્ર પ્રરૂપણા થાય છે, જિનાજ્ઞાભંગ થાય છે. આ મદ અતિ નુકસાનકારી પુરવાર થાય છે. શ્રાવકના ૨૧ ગુણો પૈકી એક ગુણ “લોકપ્રિયતા' છે. એનો અર્થ છે : પરમાર્થ-પરોપકાર કરવો તે જિનાજ્ઞા છે, માટે મારું કર્તવ્ય છે. અનેક શ્રાવક-શ્રાવિકાને ધર્મારાધનામાં જોડી પુણ્યાનુબંધી પુણ્ય બાંધવાના અને બંધાવવાના પવિત્ર હેતુથી કર્તવ્યની કેડી ઉપર ચાલનાર વ્યક્તિ ઉપર આપણને સૌને સ્વાભાવિકપણે સ્નેહ થવાનો જ. આવા મહાપુરુષોની લોકપ્રિયતા અનેક જીવાત્માઓને ધર્મ-પ્રાપ્તિમાં નિમિત્ત બને છે. બીજાની કૃપારૂપ લોકપ્રિયતાથી જે અભિમાન કરે છે, લોકપ્રિયતા ચાલી જતાં તેને શોકસમુદાય ભેટે છે. (૮) શ્રુતજ્ઞાન મદ : મહાન જ્ઞાની પુરુષોના પરિચયથી અને સતત પુરુષાર્થથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે શ્રુતજ્ઞાનથી ચારિત્ર અને ક્રિયાની આરાધના કરીને સર્વ પ્રકારના મદોને દૂર કરવાનો હોય છે, તે શ્રત પામીને મદ કેવી રીતે કરાય? પ્રકાશથી અંધકાર દૂર કરવાનો હોય. જો અંધકાર દૂર ન થતો હોય તો તેને પ્રકાશ કેમ કહેવાય? જે જ્ઞાનથી અજ્ઞાન દૂર ના થતું હોય તેને સમ્યગુજ્ઞાન કેમ કહેવાય ? શ્રુતજ્ઞાનથી રાગ-દ્વેષ-મોહ દૂર થવા જોઈએ; અભિમાનનો અંધાપો દૂર થવો જોઈએ. અધ્યાત્મ વિનાનું શ્રુતજ્ઞાન સંસારવૃદ્ધિનો હેતુ બને છે. મદના અપાય : (મદ વડે થતું નુકસાન) - આ આઠ પ્રકારના સદસ્થાનોમાં પરમાર્થ દૃષ્ટિએ ખરેખર કોઈ ગુણ નથી. માત્ર પોતાના હૃદયનો ઉન્માદ અને સંસારવૃદ્ધિ જ સમજવી. આઠમાંથી આપણે એકાદ મદના રવાડે ચડી ગયો તો ગુરુકૃપાના પાત્ર નહીં બનીએ, વડીલોના આશીર્વાદ નહીં પામીએ, સ્વજનોની પ્રીતિ પ્રાપ્ત નહીં કરી શકીએ; અને અનંત સંસારમાં મરિચીના આઠ મદનું આક્રમણ અને સંક્રમણ ૧૪૮ શ્રુતસરિતા 2010_03 Page #174 -------------------------------------------------------------------------- ________________ દષ્ટાંતની માફક ભૂલા પડી જઈશું. માટે, મદત્યાગ કરી, વિનય અને નમ્રતાનાં દિવ્ય પુષ્પોને આપણા હૃદયબાગમાં ખીલવા દઈએ. મદત્યાગના ઉપાયો : સર્વ મદસ્થાનોનો (અભિમાન) મૂળ વિનાશ માટે બે ઉપાયો : (૧) પોતાના ગુણોનો ગર્વ ના કરવો : આપણી મનાવૃત્તિ બદલી “મારા કરતાં ઘણા મહાપુરુષો ચડિયાતા છે' આ વિચારને દઢ કરવો. વારંવાર પ્રશંસા સાંભળવી નહીં, કારણ કે તેના વડે આપણો માનકષાય પુષ્ટ થાય છે. આપણા પ્રશંસકને કહેવું કે તમને મારામાં ગુણો દેખાય છે, તે તમારી ગુણદષ્ટિને આભારી છે; બાકી મારામાં કોઈ વિશિષ્ટ ગુણ મને દેખાતો નથી.' (૨) બીજાઓની નિંદાનો ત્યાગ કરવો : પરનિંદા કરવી નહીં અને સાંભળવી પણ નહીં, કારણ કે તેના વડે એ જીવો પ્રત્યે આપણને અણગમો-તિરસ્કાર પેદા થાય છે. જે દુનિયામાં આપણે જીવીએ છીએ તેમાં સ્વપ્રશંસા અને પરનિંદાના પડઘમ વાગી રહેલાં છે. જીવનનો મહાશત્રુ “અભિમાન' છે. મોક્ષમાર્ગને અનુસરતો વિનય મહાન ગુણ અભિમાનના દુર્ગુણ દ્વારા નષ્ટ થાય છે. અભિમાન જીવનવિકાસ માટે પૂર્ણવિરામરૂપ પુરવાર થાય છે. પ્રગતિ રોકાય છે અને હાનિ વધે છે. લાકડાની અકડાઈ કયાં સુધી રહે છે? અગ્નિની આંચ ના લાગે ત્યાં સુધી જ. અહમનો સર્વથા ત્યાગ કરવો. બીજા મનુષ્યોના બળ, બુદ્ધિ, જ્ઞાન વગેરેની નિંદા ના કરો. બીજા જીવોને ઉતારી ના પાડો. આલોક અને પરલોકમાં અનર્થોની હારમાળા સર્જનારા અભિમાનને જીવનમાંથી વિદાય આપી દેવી. દુઃખના દાવાનળ સળગાવનારા મદને આત્મભૂમિમાંથી ઉખાડીને ફેંકી દેવો જોઈએ. આત્મગુણોનો સર્વનાશ કરનારા આ આઠ પ્રકારના મદનો પડછાયો પણ આપણા પર પડી ના જાય તેની તકેદારી રાખી જીવન જીવવું. अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्धकृत । अयमेव हि नम्पूर्वः, प्रतिमन्त्रोऽपि मोहजित् ।। અર્થ : “અહ” અને “મમ” એ બે મોહના-મદના મંત્રો છે. જગતના જીવો સદા એનો જ જાપ કરે છે. જગતને તે અંધ કરે છે. આ જ મગ્નની આગળ નકાર મૂકીએ તો પ્રતિમંત્ર “નારું અને મમ’ બને, કે જે મોહને-મદને જીતનારો બને છે. સહુ જીવો મદત્યાગ વડે શાન્તિ, પ્રશમ, ઉપશમની પ્રાપ્તિ થાય અને નિરવધિ આનંદ અનુભવે એવી શુભ ભાવના. શ્રુતસરિતા ૧૪૯ આઠ મદનું આક્રમણ અને સંક્રમર્ણ 2010_03 Page #175 -------------------------------------------------------------------------- ________________ આઠ મદની સજઝાયા મદ આઠ મહા મુનિ વારિયે, જે દુર્ગતિના દાતારો રે ! શ્રીવીર નિણંદ ઉપદિશ્યો, ભાખે સોહમ ગણધારી રે ! મદ આઠ. ૧ હાં જી જાતિનો મદ પહેલો કહ્યો, પૂર્વે હરિકેશીએ કીધો રે ! ચંડાળ તણે કુળ ઉપન્યો, તપથી સવિ કારજ સીધો રે ! મદ આઠ. ૨ હા જી કુળમદ બીજો દાખીએ, મરિચી ભાવે કીધા પ્રાણ રે ! કોડાકોડી-સાગર-ભવમાં ભમ્યો, મદ મ કરો ઈમ જાણી રે ! મદ આઠ. ૩ હાંજી બળમદથી દુઃખ પામીઆ શ્રેણિક-વસુભૂતિ-જીવો રે ! જઈ ભોગવ્યાં દુઃખ નરકતણાં, બૂમ પાડતાં નિત રીવો રે ! મદ આઠ. ૪ હાંજી સનતકુમાર નરેસરુ, સુર આગળ રૂપ વખાણ્યું રે ! રોમ રોમ કાયા બગડી ગઈ, મદ ચોથાનું એ ટાણું રે ! મદ આઠ. ૫ હાંજી મુનિવર સંયમ પાળતાં, તપનો મદ મનમાં આયો રે ! થયા કુરગડુ ઋષિરાજિયા, પામ્યા તપનો અંતરાયો રે ! મદ આઠ. ૬ હાં જ દેશ દશારણનો ધણી, (રાય) દશાર્ણભદ્ર અભિમાની રે ! ઈદ્રની રિદ્ધિ દેખી બુઝીઓ, સંસાર તજી થયો જ્ઞાની રે ! મદ આઠ. ૭ હાંજી સ્થૂલભદ્ર વિધાનો કર્યો, મદ સાતમો જે દુઃખદાયી રે ! શ્રુતપૂરણ-અર્થ ન પામીઓ, જુઓ માનતણી અધિકાઈ રે ! મદ આઠ. ૮ રાય સુબૂમ પખંડનો ધણી, લાભનો મદ કીધો અપાર રે ! વય-ગ-રથ સબ સાગર ગળ્યું, ગયો સાતમી નકર મોઝાર રે ! મદ આઠ. ૯ ઈમ તન-ધન-જોબન રાજ્યનો, ન કરો મનમાં અહંકારી રે ! એ સ્થિર અસત્ય સવિ કારમું, વિણસે બહુ વારો રે ! મદ આઠ. ૧૦ મદ આઠ નિવારો વ્રતધારી, પાળો સંયમ સુખકારી રે ! કહે માનવિજય તે પામશે, અવિચળ પદવી નરનારી રે ! મદ આઠ. ૧૧ માન વિશે રે જીવ ! માન ન કીજીએ, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહિ, તો કિમ સમકિત પાવે રે ? સમકિત વિણ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુક્તિ રે; મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કિમ લહીએ જુક્તિ રે. વિનય વડો સંસારમાં, ગુણમાં અધિકારી રે; માને ગુણ જાયે ગળી, પ્રાણી જોજો વિચારી રે. માન કર્યું જો રાવણે, તો તે રામે માર્યો રે; દુર્યોધન ગર્વે કરી, અંતે સવિ હાર્યો રે. સૂકાં લાકડાં સારીખો, દુ:ખદાયી એ ખોટો રે; ઉદયરત્ન કહે માનને, દેજો દેશવટી રે. આઠ મદનું આક્રમણ અને સંક્રમણ ૧૫૦ શ્રુતસરિતા 2010_03 Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-૧૫ સામાયિક વિજ્ઞાન મંગલાચરણ : सामायिक विशुद्धात्मा, सर्वथा घातिकर्मणः । क्षयात केवलमाप्नोति, लोकालोकप्रकाशकम् ॥ અર્થ : સામાયિકથી વિશુદ્ધ થયેલો આત્મા ઘાતિકર્મોનો સર્વથા નાશ કરીને લોક અને અલોકને પ્રકાશ કરનારું કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આધાર ગ્રંથો : (૧) ધર્મતીર્થપ્રભાવક પૂ.આ.ભ. શ્રી વિજય મિત્રાનંદસૂરિજી લિખિત “સામાયિક ધર્મ'. (૨) આગમ વિશારદ પંન્યાસપ્રવર પૂજ્ય ગુરુદેવ શ્રી અભયસાગરજી મ.સા.ના કૃપાપાત્ર તથા પૂજ્ય પંન્યાસશ્રી અશોકસાગરજી મ.સા. ના વિનેયરત્ન પૂજ્ય પંન્યાસશ્રી હેમચંદ્રસાગરજી મ.સા. લિખિત “સમજવા જેવું સામાયિક'.. (૩) અધ્યાત્મવિશારદ, વિદ્યાભૂષણ, મંત્રમનિષી, ગણિતદિનમણિ, શતાવધાની પંડિત સ્વ. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ લિખિત “સામાયિક વિજ્ઞાન”. (૪) જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ, પ્રકાશિત “પ્રબોધ ટીકા'. (૫) કેવલી ફાઉન્ડેશન પ્રકાશિત અને ડૉ. રશ્મિકાન્ત શાહ લિખિત “સામાયિક ભાવ’. પ્રસ્તાવના : સર્વશે કરેલું સચોટ નિદાન છે : પાપોમાં અશાન્તિ પાપોથી દુઃખ અને ત્રાસ અને પાપોથી સર્વનાશ. અશાન્તિ, દુઃખ, ત્રાસ અને સર્વનાશનું એક માત્ર કારણ “પાપ” જ છે, એવું જેને ગળે ઊતરી જાય છે, તેઓ પ્રતિજ્ઞા કરે છે : करेमि भंते ! सामाइयं, सावज्ज जोगं पच्चक्खामि । जाव नियमं पज्जुवासामि, दुविहं तिविहेणं, मणेणं वायाए काएणं, न करेमि, न कारवेमि । तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ॥ હે ભગવંત, હું પાપમય પ્રવૃત્તિનો એટલે કે સાવદ્ય યોગનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરું છું, સામાયિક કરું છું. આ પ્રતિજ્ઞામાં વર્ષોલ્લાસ વૃદ્ધિ પામે, તો જીવ જીવનપર્યત પાપોનો ત્યાગ કરવા સર્વવિરતિ ધર્મ સ્વીકારે છે. જીવનપર્યત નિષ્પાપજીવન જીવવાનો જેને આત્મ-વિશ્વાસ નથી, તેવા જીવો ચોવીસ કલાક માટે, બાર કલાક માટે અથવા તો છેવટે બે ઘડી (૪૮ મિનિટ) માટે આ પ્રતિજ્ઞા કરે છે. આવા જીવો સામાયિક દરમિયાન પાપોને પ્રતિક્રમે છે, પાપોને નિંદે છે, પાપોની ગહ કરે છે અને આત્માને પાપોથી અળગો કરે છે. મન, વચન, કાયાથી પોતે પાપ કરતો નથી અને બીજાઓ પાસે કરાવતો પણ નથી. આવા જીવો જ રાગ-દ્વેષથી મુક્ત રહી સમતાભાવમાં સ્થિર રહી શકે છે. શ્રુતસરિતા ૧૫૧ સામાયિક વિજ્ઞાન 2010_03 Page #177 -------------------------------------------------------------------------- ________________ બે કરણ (કરવું અને કરાવવું) અને ત્રણ યોગ (મન, વચન, કાયા)ના સંયોગી ૪૯ ભાંગા થાય છે. સામાયિક એ જૈનધર્મની મહાન સાધના છે. તે સમત્વની કે સમભાવની સિદ્ધિ માટે યોજાયેલી છે. સામાયિક વિના સાધુતા નહીં, એટલે કે પૂજ્ય સાધુ-સાધ્વીજી યાવજજીવ સામાયિક યોગ જ હોય છે. સમતાભાવમાં સ્થિરતા બક્ષનારી આ સામાયિક યોગને ઉભયનયથી વિચારીએ : પ્રકાર : નિશ્ચય નય : આત્મા એ જ સામાયિક છે. ટૂંકમાં, આત્માની સ્વાભાવિક સ્થિતિમાં રહેવું. વ્યવહાર નય : આત્માની સ્વાભાવિક સ્થિતિ તરફ લઈ જતાં તમામ સાધનો, ક્રિયાઓ અને અનુષ્ઠાનો. શ્રેષ્ઠ માધુર્યના અનુભવ માટેની સામાયિકના વ્યવહાર નયની દૃષ્ટિએ સહેતુક અનુક્રમે સ્વરૂપ વિષયક ચાર પ્રકારો : (ઉત્પત્તિ ક્રમે) (૧) શ્રુત સામાયિક : ગીતાર્થ ગુરુઓ પાસેથી વિનય બહુમાનપૂર્વક સૂત્ર અને અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવું તે. પાંચ ઇન્દ્રિયોના ૨૩ વિષયો તરફથી બાહ્યયાત્રા સ્થગિત કરી દેવામાં આવે તો જ અંતર્યાત્રાના પ્રથમ તબક્કામાં આપણે પ્રવેશી શકીએ. આ પ્રકારની સામાયિક અંતર્યાત્રાની ગાઈડ છે. આ શ્રુત સામાયિકની આરાધના સર્વથાપણે ઉપધાન તપમાં થાય છે. (ર) સમ્યક્ત્વ સામાયિક : જિનભાષિત તત્ત્વો પર દેઢ શ્રદ્ધા - સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યે અવિચલ શ્રદ્ધા અંતર્યાત્રા માટે આત્માને આવશ્યક બળ પૂરું પાડનાર આ પ્રકારની સામાયિક પાવર હાઉસ સમાન છે. (૩) દેશવિરતિ સામાયિક : પાપ પ્રવૃત્તિઓનો આંશિક ત્યાગ-બાર પ્રકારે : ૫ અણુવ્રત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત, સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત, સ્વદારા સંતોષ-પરદારા વિરમણ વ્રત અને પરિગ્રહ પરિમાણ વ્રત. દિશા પરિમાણ વ્રત, ભોગોપભોગ વિરમણ વ્રત, અનર્થદંડ વિરમણવ્રત. ૩ ગુણવ્રત ૪ શિક્ષાવ્રત - સામાયિક વ્રત, દેશાવગાસિક વ્રત, પૌષધોપવાસ વ્રત, અતિથિ સંવિભાગ વ્રત. આ બાર વ્રતો પૈકી એકાદ વ્રત ઉચ્ચરીએ તો જધન્યથી દેશવિરતિ ગુણઠાણું, બારે વ્રતો ઉચ્ચરીએ તો મધ્યમ દેશવિરતિ ગુણઠાણું અને બાર વ્રત ઉપરાંત ૧૧ પડિમાઓ પણ વહન કરીએ તો ઉત્કૃષ્ટ દેશવરતિ ગુણઠાણું કહેવાય છે. પ્રમાદવશ સંપૂર્ણ ચારિત્ર ન લઈ શકાય, તેવા જીવો માટે આ દેશવિરતિ ધર્મનું આયોજન છે. ચાર શિક્ષાવ્રતમાં પ્રથમ પ્રકાર ‘સામાયિક વ્રત' અંતર્યાત્રામાં આવતું ગેસ્ટ-હાઉસ સમાન છે અને સાધુજીવનની નેટ પ્રેક્ટિસ છે. વર્તમાન કાળે શ્રાવક-શ્રાવિકા જે બે ઘડીનું સામાયિક કરે છે, તે આવું હોવું જોઈએ. પરંતુ, સામાયિક વિજ્ઞાન શ્રુતસરિતા 2010_03 ૧૫૨ Page #178 -------------------------------------------------------------------------- ________________ અનેક ક્ષતિઓથી વિક્ષત થયેલું જોવામાં આવે છે. મનના દસ, વચનના દસ અને કાયાના બાર - એમ કુલ ૩ર દોષો ટાળવા-નિવારવા પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે. અવિધિથી અને અવિવેકથી આ અનુષ્ઠાન કરતાં શ્રાવકોને સામાયિક ધર્મ અંગે કોઈ વિશેષ સદ્ભાવ કે એની ઉપાદેયતાનો ભાવ જાગ્રત થતો નથી; ઉલટાનો અભાવ પેદા થાય છે. (૪) સર્વવિરતિ સામાચિક : સર્વ પાપપ્રવૃત્તિઓનો સર્વથા ત્યાગ. સામાયિકનો આ પ્રકાર સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ છે. આ પ્રકાર અંતર્યાત્રાનો છેલ્લો પડાવ છે, અને અંતે ગેસ્ટ હાઉસમાંથી રેસ્ટ-હાઉસ બની જાય છે. અર્થ : (શાસ્ત્રીય પરંપરા અને વ્યાકરણની દૃષ્ટિએ) સંસ્કૃત શબ્દ : સામાયિક - અર્ધમાગધી શબ્દ : સામરૂચ - સામાઈય (૧) સમ + આય + ઈક = સામાયિક સમ : સમભાવ, સમત્વ કે માધ્યસ્થ આય : પ્રાપ્તિ થવી તે સમાય : સમભાવની કે સ્વભાવની પ્રાપ્તિ થવી તે ઈક : આ પ્રત્યય લાગતાં, તદ્વિતરૂપ ધારણ કરતાં “સામાયિક' શબ્દ બને છે. (૨) શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ-વિશેષાવશ્યક ભાષ્યમાં સમ : રાગ-દ્વેષ રહિત આત્માનો પરિણામ અય : અયન કે ગમન સમાય : જે ગમન સમ પ્રત્યે થાય તે ઈક : પ્રત્યય (૩) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય-યોગશાસ્ત્રના સ્વોપજ્ઞવિવરણ – સમ : શમ (રાગ-દ્વેષ જન્ય ઇન્દ્રિયો અને મનના વિકારો શમી જતાં સુખ-શાંતિનો જે અનુભવ તે) આ અનુભવ પ્રકૃષ્ટપણું પામે, ત્યારે “પ્રશમ’ કહેવાય. આય : લાભ સમાય : શમ ગુણ (પ્રશમ ગુણ)નો લાભ થાય તે ઈક : પ્રત્યય (૪) સામાયિક નિર્યુકિત અને હરિભદ્રિય આવશ્યક વૃત્તિ : ત્રણ પર્યાયો : (૧) સામ પરિણામ - મધુર પરિણામ (૨) સમ પરિણામ - તુલા કે માધ્યસ્થ પરિણામ (૩) સમ્મ પરિણામ - રાગ-દ્વેષમાં સમાનતા (૫) જેનાથી સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્રની પ્રાપ્તિ થઈ શકે. શ્રુતસરિતા ૧૫૩ સામાયિક વિજ્ઞાન 2010_03 Page #179 -------------------------------------------------------------------------- ________________ (૬) આર્ત અને રૌદ્ર ધ્યાનનો તથા સાવદ્ય કર્મોનો ત્યાગ કરવા વડે એક મુહૂર્ત-પર્યત સમતાની પ્રાપ્તિ. મહિમા : સામાયિક એ જિનશાસનની મહામહિમાશાળી યોગ છે. તીર્થકર ભગવંત સહિત ચતુર્વિધ સંઘ તેનો આશ્રય લે છે. નમસ્કાર મહામંત્રને જિનશાસનનો સાર કહેવામાં આવે છે; પરંતુ નમસ્કાર મહામંત્રનો સાર “સામાયિક' છે. પંચ પરમેષ્ઠિના જીવનનો “સામાયિક' મુખ્ય આધારસ્તંભ છે. નમસ્કાર મહામંત્ર ઉત્કૃષ્ટ મંગલરૂપ છે, જ્યારે સામાયિક તો મોક્ષપ્રાપ્તિનું સીધું સાધન છે. આપણા જીવનમાંથી અધ્યાત્મ અને યોગનો રંગ ઊડી ગયો છે, એટલે સામાયિકનો મહિમા જેવા અને જેટલા જોરથી ગવાવો જોઈએ તેવા અને તેટલા જોરથી ગવાતો નથી. શાસ્ત્રવચન છે : जे के वि गया मोक्खां, जे वि य गच्छं ति । जे व गमिस्संति, ते सव्वे सामाइयप्पभावेण मुणेयव्वं ।। અર્થ આજ સુધીમાં જે આત્માઓ મોક્ષે ગયા છે, આજે જે મોક્ષમાં જાય છે અને ભવિષ્યમાં જે મોક્ષે જશે, તો બધો પ્રભાવ “સામાયિક'નો જાણવો. દશપૂર્વધર પૂજ્ય શ્રી ઉમાસ્વાતિજી ભગવંતે “સંબંધકારિકા” માં – सामायिक पद मात्र सिद्धा अनंता । અર્થ : અનંત સિદ્ધો માટેનું એક માત્ર પદ (સાધન) સામાયિક ધર્મ છે. મોક્ષપ્રાપ્તિનું સહુથી નજીકનું કારણ સમ્યક ચારિત્ર છે; પણ એ સમ્યક ચારિત્રનો પાયો “સામાયિક થી જ નંખાય છે. જેમ સર્વ પદાર્થોનો આધાર આકાશ છે, તેમ સર્વ ગુણોનો આધાર “સામાયિક છે. સામાયિક એક પ્રકારની ધાર્મિક ક્રિયા છે; એક પ્રકારનું ઉત્તમ કોટિનું આધ્યાત્મિક અનુષ્ઠાન છે, અને વિશિષ્ટ કોટિના રાજયોગની સાધના છે. ધર્મ = આચાર-વિચારની નિયત ભૂમિકાઓની સ્પર્શના. અધ્યાત્મ = આત્મસ્વરૂપ અને આત્મવિકાસની વિચારણાઓને પ્રાધાન્ય. યોગ = આત્મદર્શન, આત્મસાક્ષાત્કાર કે મોક્ષપ્રાપ્તિ માટેની વિશિષ્ટ પ્રક્રિયાઓનું અનુસરણ. આચારપ્રદીપ” ગ્રંથમાં ગ્રંથકાર ફરમાવે છે કે આ જીવનો જેટલો સમય સામાયિક અને પૌષધમાં પસાર થાય છે તેટલો જ સમય એનો સફળ ગણાય. બાકીનો બધો સમય સંસારના ફળને વધારનારો હોય છે. રાજગૃહીમાં રહેતા શ્રી પુણિયા શ્રાવની ભાવસામાયિક્તો ઉલ્લેખ શ્રી મહાવીર સ્વામીના મુખેથી થયો હતો. પુણીયો શ્રાવક સંપત્તિના અભાવમાં સુખી હતો અને મખણ શેઠ સંપત્તિના ઢેર ઉપર પણ દુ:ખી હતો. સુખનો સંબંધ સંપત્તિ કે સામગ્રી સાથે નથી; સુખનો સંબંધ સંતોષ સાથે છે. આપણે સંસારમાં અભાવને કારણે નહીં, અસંતોષના કારણે દુ:ખી છીએ. સુખની સામગ્રીઓ ભેગી કરાશે; પણ સુખ ભેગું કરી શકાતું નથી. સામાયિક વિજ્ઞાન ૧૫૪ શ્રુતસરિતા 2010_03 Page #180 -------------------------------------------------------------------------- ________________ આપી મનસ્થિતિ વિચિત્ર છે. સંપત્તિ માટે શાલિભદ્ર અને સંયમ ન લેવું પડે માટે પુણિયા શ્રાવક બનવાનું પસંદ કરીએ છીએ. અમાપ ફળને આપનાર આ સામાયિકની મહત્તા જો કોઈ શ્રાવક ના સમજે તો એ ભોળપણ નથી; મોટપણ છે. અભાવમાં રહેલ આપણને સમભાવ અને સ્વભાવ તરફ દોરી જનાર આ સામાયિક યોગ છે, મોક્ષ સાથેના જોડાણનું સક્ષમ સાધન છે. સામાયિક એટલે આત્માલાપભર્યો વાર્તાલાપ છે. આપણી આત્મસંપત્તિ ખોવાઈ નથી, ભૂલાઈ ગઈ છે. સામાયિક શોધ છે, ખોજ છે. ગણધર ભગવંત કહે છે : सामायिक संखेवो, चौदस्स पुव्वत्य पिंडोति । અર્થ : સામાયિક નામનું વ્રત ચૌદ પૂર્વનો સારભૂત પિંડ છે. તપને કર્મ નિર્જરાનું મુખ્ય સાધન માનવામાં આવે છે; પરંતુ સામાયિકની કર્મ ખપાવવાની શક્તિ તેના કરતાં અનેકગણી વધારે છે. ક્રોડો વર્ષ સુધી તીવ્ર તપ વડે જીવ જેટલા કર્મોને ખપાવે છે, તેના કરતાં અનેકગણા કર્મના જથ્થાને સમભાવથી ચિત્તવાળો સામાયિકનો સાધક અર્ધી ક્ષણમાં ખપાવે છે. પૂ. શ્રી ધર્મસિંહમુનિએ સઝાયમાં ફરમાવ્યું છે : “શ્રી વીર મુખે એમ ઉચ્ચરે, શ્રેણિકરાય પ્રત્યે જાણ લાલ રે, લાખ ખાંડી સોના તણું, દીયે દિન પ્રત્યે દાન લાલ રે. લાખ વરસ લગે તે વળી, એમ દીયે દ્રવ્ય અપાર લાલ રે, એમ સામાયિકના તોલે, ન આવે તેલ લગાર લાલ રે.” અર્થ એક લાખ ખાંડીના ૨૦ લાખ મણ થાય; ૨૦ લાખ મણના ૮ ક્રોડ શેર થાય અને ૮ ક્રોડ શેરના ૩૨૦ ક્રોડ તોલા થાય. એક તોલાનો ભાવ રૂા. ૬,૦૦૦ની ગણતરીએ એક લાખ ખાંડીની કિંમત રૂા. ૧૯,૨૦૦ અબજ જેટલી થાય. સ્થાન : (૧) છ આવશ્યક (શ્રાવકે અવશ્ય કરવા લાયક કર્મો) સામાયિક, ચઉવીસત્યો, વાંદણાં, પડિક્કમણું, કાઉસગ્ગ, પચ્ચખાણ. એક અપેક્ષાએ, આ છ પ્રકારો પૈકી સામાયિક એ જ સાધ્ય છે; બાકીના પાંચ આવશ્યકો તો તેનાં સાધનો છે; અંગો છે. માટે જ, સર્વ આધ્યાત્મિક ક્રિયામાં પડાવશ્યકની મુખ્યતા છે અને પડાવશ્યકમાં સામાયિકની મુખ્યતા છે. (૨) કરેમિ ભંતે સૂત્રમાં ઉપરોક્ત છએ આવશ્યકો ગર્ભિતપણે ગૂંથેલા છે. નં. આવશ્યક ગર્ભિત ૧ સામાયિક કરેમિ.....સામાઈયું ૨ ચઉવીસત્યો કરેમિ ભંતે ૩ વાંદણાં તસ્ય ભંતે શ્રુતસરિતા ૧૫૫ સામાયિક વિજ્ઞાન 2010_03 Page #181 -------------------------------------------------------------------------- ________________ ૪ પડિક્કમણું પડિક્કમામિ ૫ કાઉસગ્ગ અપ્રાણ વોસિરામિ ૬ પચ્ચખાણ સાવજ્જ જો– પચ્ચકખામિ (૩) શ્રાવકનાં બાર વ્રતો : આ બાર વ્રતો પૈકી છેલ્લા ચાર વ્રતો શિક્ષાવ્રત તરીકે ઓળખાય છે. સાધુધર્મના અભ્યાસ રૂપી શિક્ષણ આપે તેવા આ શિક્ષાવ્રતનો પ્રથમ પ્રકાર “સામાયિક' છે. (૪) છ આવશ્યક અને પંચાચારની શુદ્ધિ : ન, આવશ્યક શુદ્ધિ થાય ૧ સામાયિક ચારિત્રાચાર ૨ ચઉવીસન્થો દર્શનાચાર ૩ વાંદણાં દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર ૪ પડિક્કમણું ચારિત્રાચાર ૫ કાઉસગ્ગ ચારિત્રાચાર ૬ પચ્ચકખાણ તપાચાર આ છએ આવશ્યકમાં વિર્ય ફોરવવાથી (પ્રવૃત્ત થવાથી) વીર્યાચારની શુદ્ધિ થાય છે. સામાયિક લેવા-પારવાની વિધિના સૂત્રપાઠ : નં. સુત્ર રહસ્ય ૧ નવકાર જિનશાસનનો સાર-ઉત્કૃષ્ટ મહામંગલરૂપ ૨ પંચિદિય ધાર્મિક-આધ્યાત્મિક ક્રિયાઓ ગુરુની નિશ્રામાં ૩ પંચાંગ પ્રણિપાત ઈચ્છામિ ખમાસમણો-ગુરુને થોભવંદન ૪ ગુરુ નિમંત્રણ ગુરુને સુખ-શાતા પૂછવી-નિમંત્રણ પ ઈરિયાવહી જીવવિરાધનાને દુષ્કત સમજી પ્રાયશ્ચિત્ત ૬ તસ્સ ઉત્તરી પાપોનું વિશેષ આલોચન, આત્માનું વિશેષ શોધન. ૭ અન્નત્થ કાઉસગ્નના બાર આગારોનું વિવેચન ૮ લોગસ્સ ૨૪ તીર્થકરોના નામ નિક્ષેપ પડે ભાવ-સ્તવના ૯ કરેમિ ભંતે સામાયિકની પ્રતિજ્ઞારૂપ-આ સૂત્રનો વિસ્તાર : ૪ અનુયોગ ૧૦ સામાઈય વય જુત્તો પારવાનું (પાર ઊતરવાનું) સૂત્ર પુનઃ સામાયિક કરવાની ભાવના અને ૩ર દોષોમાંથી કોઈ દોષ સેવાયો હોય તો મિથ્યા દુષ્કૃત. ઉપરોક્ત દસ સૂત્રોની રચનામાં બહુશ્રુતોએ બને તેટલું રહસ્ય ઠાંસીઠાંસીને ભરેલું છે. માટે, તેનો પાઠ કરતી વખતે આ સૂત્રો શુદ્ધ રીતે બોલાય અને સાથે સાથે તેના અર્થ, આશય અને ભાવનું સામાયિક વિજ્ઞાન ૧પ૬ શ્રુતસરિતા 2010_03 Page #182 -------------------------------------------------------------------------- ________________ ચિંતન થાય તે જરૂરી છે. આ દસ સૂત્રમાં તેના અર્થ, આશય અને ભાવનું ચિંતન થાય તે જરૂરી છે. નં. આવશ્યક સૂત્ર ૧ સામાયિક કરેમિ ભંતે (પ્રતિજ્ઞા); સામાઈય વય જુત્તો (લાભ). ૨ ચઉવીસન્હો લોગસ્સ ૩ વાંદણાં નવકાર, પંચિદિય, પંચાંગ પ્રણિપાત, ગુરનિમંત્રણ ૪ પડિક્કમણું ઈરિયાવહી ૫ કાઉસગ્ન તસ્સ ઉત્તરી-અન્નત્થ ૬ પચ્ચકખાણ કરેમિ ભંતે સામાયિક કરવાના પ્રધાનતાના ક્રમે ચાર સ્થળ : (૧) સાધુ ભગવંત સમીપે (૨) પૌષધશાળા (૩) ઉપાશ્રય (૪) સ્વગૃહે શુદ્ધિ : (૧) વાતાવરણ શુદ્ધિ - સારામાં સારા વાતાવરણ માટે ઉપાશ્રય અને સાધુ સમીપે. (૨) ઉપકરણ શુદ્ધિ - વસ્ત્ર, કટાસણું, મુહપત્તિ, ચરવલો, ખેસ, કંદોરો (સૂતરનો) (૩) વિધિ શુદ્ધિ - સૂત્રપાઠ અને વિવિધ મુદ્રાઓ વડે શુદ્ધ ઉચ્ચારણનું અર્થ-ભાવ સાથે સંકલન. સામાચિક અને અષ્ટાંગ યોગ : ચોગાંગ સામાજિક યમ સાધુ ભગવંત (પાંચ મહાવ્રત-શ્રાવક (પાંચ અણુવ્રત) નિયમ સાધુ ભગવંત (પ સમિતિ + ૩ ગુપ્તિ)-શ્રાવક (ત્રણ ગુણવ્રત-ચાર શિક્ષાવ્રત) આસન સુખાસન-પદ્માસન-સ્વસ્તિકાસનાદિ પ્રાણાયામ મંત્રયોગ, લયયોગ, રાજયોગ અને હઠયોગ. યોગની આ ચાર પ્રણાલિકા પૈકી પ્રાણાયામ હઠયોગનો પ્રકાર છે. સામાયિક રાજયોગ હોઈ, તેમાં હઠયોગ અંતર્ગત છે. પ્રત્યાહાર પાંચ ઇન્દ્રિયો અને મનને વશ કરવાની કળા સામાયિકમાં સિદ્ધ થાય છે. ધારણા જડ કે ચેતન પદાર્થ પર દષ્ટિ સ્થિર કરી ધારણા કરી શકાય. ધ્યાન ધર્મસ્થાન એ જ સામાયિકની આધારશિલા છે. સમાધિ સમાધિના અનુભવના સાધનરૂપ “સમભાવ' એ જ સામાયિકની સિદ્ધિ છે. વાસ્તવમાં, સમાધિ અને ધ્યાનની દીર્ઘ અવસ્થા છે. ફાયદાઓ : (૧) તન્મયપણે સમતાભાવમાં રહીને એક શુદ્ધ સામાયિક જીવ કરે તો ૯૨ કરોડ, ૫૯ લાખ, ૨૫ હજાર ૯રપ વર્ષ જેટલું પલ્યોપમનું આયુષ્ય દેવલોકનું બંધાય છે. (ર) સમ્યફ રત્નત્રયીની આરાધના થાય છે. (૩) મનોગુમિ, વચનગુતિ અને કાયમુર્તિનું પાલન થાય છે. શ્રુતસરિતા ૧૫૭ સામાયિક વિજ્ઞાન 2010_03 Page #183 -------------------------------------------------------------------------- ________________ (૪) સાધુજીવનનાં પાંચ મહાવ્રત પળાઈ જાય છે. શ્રાવક બે ઘડી સાધુ સમાન થાય છે. (સમજો સાવો ઠંડું ગા). (૫) બારે પ્રકારના તપ થાય છે. (૬) અશુભ કર્મો છેદાય છે. (છિન્નડું સમુદ્ર મં). (૭) દેવલોકનું આયુષ્ય બંધાય છે. (૮) રોજના એક લાખ ખાંડી સોનાના દાન કરતાં પણ એક શુદ્ધ સામાયિકનું ફળ અનેકગણું છે. (૯) પાપકર્મ બંધાતા નથી, કારણ કે સાવદ્યયોગનું પચ્ચકખાણ છે. (સાવળં નોri પદ્યમ). (૧૦) આ સમયગાળામાં ઉદયમાં આવેલા કષાયો કર્મ બંધાવ્યા વિના આપમેળે નિર્જરી જાય છે. (૧૧) પ્રમાદ (વ્યસન, વિષય, કષાય, નિદ્રા, વિકથા)નો ત્યાગ થાય છે. (૧૨) ૨૫ પ્રકારનું મિથ્યાત્વ લાગતું નથી. (૧૩) અતિચારના ૯૯ પ્રકારના દોષો લાગતા નથી. (૧૪) સમભાવરૂપી સ્વભાવમાં રહેવાથી સ્વરૂપ લક્ષ્ય સિદ્ધ થાય છે. પરિણામે જીવ મુક્તિ પામે છે. સામાયિકના સ્વરૂપ સંબંધી ઉલ્લેખો : (૧) કેવળજ્ઞાનીનું વચન : जस्स समाणिओ अप्पा, संजमे नियमे तवे । तस्स सामाइयं होइ, इइ के वलभासियं ।। અર્થ : કેવળી ભગવંતે એમ કહ્યું છે કે જેનો આત્મા (બહિર્ભાવ છોડીને) સંયમ, નિયમ અને તપમાં આવેલો છે, તેને સામાયિક (સિદ્ધ) થાય છે. (૨) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી-યોગશાસ્ત્રમાં त्यक्तातरौद्र ध्यानस्य, त्यक्त सावद्यकर्मणः । मुहूर्त समता या ता, विदुः सामायिक व्रतम् ॥ અર્થ આર્તધ્યાનનો અને રૌદ્રધ્યાનનો તથા સાવદ્યકર્મોનો ત્યાગ કરનારની એક મુહૂતપર્યત જે સમતા, તેને સાધુપુરુષો સામાયિક વ્રત તરીકે ઓળખે છે. (૩) શ્રી હરિભદ્રસૂરિજીએ સાધના ક્રમમાં દર્શાવ્યું છે : अध्यात्म भावना ध्यानं, समता वृत्तिसंक्षयः । मोक्षेण योजनाद्योग, एष श्रेष्टो यथोत्तरम् ।। અર્થ : અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમત્વ અને વૃત્તિસંક્ષય મોક્ષમાં જોડનાર હોવાથી યોગ છે, અને ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. તાત્પર્ય એ કે અધ્યાત્મથી ભાવના પ્રકટે છે, ભાવનાથી ધ્યાન પ્રકટે છે અને ધ્યાનથી સમત્વની સિદ્ધિ થાય છે. પરિણામે શેષ રહેલી વૃત્તિઓનો ક્ષય થઈ જાય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આનો અર્થ એ છે કે સામાયિકની સિદ્ધિ કરવી હોય તો પ્રથમ અધ્યાયની ભૂમિકા, પછી ભાવનાની ભૂમિકા અને તે પછી ધ્યાનની ભૂમિકા સિદ્ધ કરવી જોઈએ. સામાયિક વિજ્ઞાન ૧૫૮ શ્રુતસરિતા 2010_03 Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : આત્માની અનંત સંપદા તરફ ઇશારો કરનાર સામાયિક યોગ એ તો આરાધનાપથનું પ્રથમ પગથિયું છે. આ યોગ વિશેની પૂર્ણ સમજ ના હોયવાના કારણે, મોટા ભાગની વ્યક્તિઓ તેના અંતર્ગત લાભથી વંચિત રહી જાય છે. વાણીનું મૌન, કાયાની સ્થિરતા અને મનની નિષ્કપ અવસ્થા એ સામાયિકનો આત્મા છે. સામાયિકનો ગૂઢાર્થ એ છે કે નહીં ભૂતકાળમાં, નહીં ભવિષ્યકાળમાં, માત્ર વર્તમાનકાળમાં સ્થિર રહેવાનો યોગ. અકારણ, અસ્વસ્થ અને અસ્પષ્ટ મન ઉપરની ચિંતા ઘટાડવા, ઉપાધિના જંગલ વચ્ચે સમભાવને અકબંધ રાખવા, સમગ્ર અસ્તિત્વમાંથી કંઈક નક્કર આત્માને ગમનો ઘાટ ઘડતાં, સમતા અને સમતુલા બને ખોઈ બેસીએ ત્યારે પુનઃસ્વસ્થતા અને તટસ્થતા મેળવી આપનાર આ સામાયિકનું મહત્ત્વ સમજી “સામાયિક વિજ્ઞાન પ્રત્યે આપણે સૌ મમત્વ જગાવીએ એ જ માત્ર ઇચ્છા. - મનના દસ દોષો अविवेक जसो-कित्ती, लाभत्थी गव्व-भय-नियाणत्थी । संसय-रोस अविणओ, अवहुमाणए दोसा भाणियव्वा ।। | (૧) અવિવેક દોષ – સામાયિકના સમય દરમિયાન આત્મ-હિત સિવાય અન્ય વિચારો કરવા તે અવિવેક દોષ છે. (૨) યશકીર્તિ દોષ – લોકો વાહવાહ બોલે એવી ઇચ્છાથી સામાયિક કરવું તે યશકીર્તિ દોષ છે. (૩) લાભ-વાંછા દોષ - સામાયિક દ્વારા કોઈ પણ જાતના લાભની ઇચ્છા રાખવી તે લાભ-વાંછા દોષ છે. ગર્વ દોષ - અન્ય લોકો કરતાં હું સારું સામાયિક કરું છું અને તેથી હું બધા કરતાં ચડિયાતો છું, એવો વિચાર કરવો તે ગર્વ દોષ છે. ભય દોષ – હું સામાયિક નહિ કરું તો અન્ય લોકો શું કહેશે? એવા ભયથી સામાયિક કરવું તે ભય દોષ છે. (૬) નિદાન દોષ – સામાયિક કરીને તેના ફળ તરીકે સાંસારિક સુખની ઇચ્છા કરવી તે નિદાન દોષ છે. (૭) સંશય દોષ – સામાયિકનું ફળ મળશે કે કેમ? એવો વિચાર કરવો તે સંશય દોષ છે. (૮) રોષ દોષ – કોઈ પણ કારણથી ઉત્પન્ન થયેલા રોષમાં ને રોષમાં સામાયિક કરવા બેસી જવું તે રોષ દોષ છે. અવિનય દોષ – જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેના ધારક સાધુ પ્રત્યે શ્રદ્ધા અને વિનય વગર સામાયિક કરવું તે અવિનય દોષ છે. (૧૦) અબહુમાન દોષ – ભક્તિભાવ, બહુમાન અને ઉમંગ સિવાય સામાયિક કરવું તે અબહુમાન દોષ છે. શ્રુતસરિતા ૧૫૯ સામાયિક વિજ્ઞાન 2010_03 Page #185 -------------------------------------------------------------------------- ________________ વચનના દસ દોષો कुवयणं सहसाकारे, सछंद-संखेय-कलहं च । विगहा-विहासोऽसुद्धं, निखेक्खो मुणमुणा दोसा दस ॥ (૧૧) કુવચન દોષ – કડવું, અપ્રિય કે અસત્ય વચન બોલવું, તે કુવચન દોષ છે. (૧૨) સહસાકાર દોષ – વગર-વિચારે એકાએક વચન કહેવું તે સહસાકાર દોષ છે. (૧૩) સ્વચ્છંદ દોષ – શાસ્ત્રની દરકાર રાખ્યા વિના કોઈ પણ વચન બોલવું તે સ્વચ્છંદ દોષ છે. (૧૪) સંક્ષેપ દોષ – સામાયિક લેતી વખતે તેની વિધિના પાઠ તથા સ્વાધ્યાય દરમિયાન અન્ય કોઈ સૂત્રસિદ્ધાંતના પાઠ ટૂંકાણમાં બોલી જવા તે સંક્ષેપ દોષ છે, મતલબ કે તે સ્કુટ અને સ્પષ્ટાક્ષરે બોલવા જોઈએ. (૧૫) ક્લહ દોષ – સામાયિક દરમિયાન કોઈની સાથે કલહકારી વચન બોલવું તે કલહ દોષ છે. (૧૬) વિકથા દોષ – સામાયિક દરમિયાન સ્ત્રીનાં રૂપ-લાવણ્ય-સંબંધી, ખાન-પાનના-સ્વાદસંબંધી, લોકાચાર-સંબંધી કે કોઈની શોભા યા સૌન્દર્ય-સંબંધી, વાતચીત કરવી તે વિકથા દોષ છે. (૧૭) હાસ્ય દોષ – સામાયિકમાં કોઈની હાંસી કરવી કે હસવું એ હાસ્ય દોષ છે. (૧૮) અશુદ્ધ દોષ – સામાયિકના સૂત્ર-પાઠમાં કાનો, માત્રા કે મીડું ન્યૂનાધિક બોલવાં અથવા - હૃસ્વનો દીર્ઘ ને દીર્ઘનો હૃસ્વ ઉચ્ચાર કરવો, અથવા તો સંયુક્તાક્ષરોને તોડીને બોલવા અને છૂટા અક્ષરોને સંયુક્ત બોલવા તે અશુદ્ધ દોષ છે. (૧૯) નિરપેક્ષ દોષ – અપેક્ષા રહિત વચન બોલવું એટલે કે નિશ્ચયકારી ભાષાનો ઉપયોગ કરવો તે નિરપેક્ષ દોષ છે. આ કાર્ય હું જરૂર કરીશ, તમારું કામ થશે જ, વગેરે વાક્ય-પ્રયોગો નિરપેક્ષ છે; જ્યારે આ કાર્ય માટે હું બનતો પ્રયત્ન કરીશ, તમારું કામ થવાનો સંભવ છે વગેરે વાક્ય-પ્રયોગો સાપેક્ષ છે. આ જાતની ભાષામાં જૂઠા પડવાનો સંભવ રહેતો નથી. (૨૦) મુણમુણ દોષ – સામાયિક સમય દરમિયાન ગણગણ્યા કરવું અથવા સૂત્ર-પાઠમાં ગરબડ ગોટા વાળવા તે મુણમુણ દોષ છે. કાયાના બાર દોષો कुआसणं चलासणं चला दिठ्ठी, सावज्जकिरियाऽऽलंबणाऽऽकज्जण-पसारणं । आलस-मोडण-मल-विमासणं, निद्दा वेयावच्चति बारस कायदोसा ॥ (૨૧) અયોગ્ગાસન દોષ – સામાયિકમાં પગ પર પગ ચડાવીને બેસવું તે અયોગ્યાસન દોષ છે. (૨૨) અસ્થિરાસન દોષ – ડગમગતા આસને અથવા જ્યાંથી ઊઠવું પડે તેવા આસને બેસીને સામાયિક કરવું, તે અસ્થિરાસન દોષ છે. (૨૩) ચલદૃષ્ટિ દોષ - સામાયિકમાં બેઠા છતાં ચારે બાજુ નજર ફેરવ્યા કરવી તે ચલદેષ્ટિ દોષ છે. (૨૪) સાવઘક્રિયા દોષ – સામાયિકમાં બેઠા છતાં કોઈ પર ઘરકામની કે વેપાર-વણજને લગતી વાતનો સંજ્ઞાથી ઇશારો કરવો તે સાવઘક્રિયા દોષ છે. સામાયિક વિજ્ઞાન 2010_03 શ્રુતસરિતા Page #186 -------------------------------------------------------------------------- ________________ (૨૫) આલંબન દોષ – સામાયિક વખતે કોઈ ભીંત કે થાંભલાનું આલંબન લઈને બેસવું તે આલંબન દોષ છે. આકુંચન-પ્રસારણ દોષ – સામાયિક ચાલુ છતાં હાથ-પગને લાંબા-ટૂંકાં કરવા તે આકુંચનપ્રસારણ દોષ છે. આળસ દોષ – સામાયિકના સમયમાં આળસ મરડવું તે આળસ દોષ છે. (૨૮) મોટન દોષ – સામાયિકના સમય દરમિયાન હાથ-પગની આંગળીના ટચાકા ફોડવા – ટચાકા વગાડવા (શરીર મરડવું) તે મોટા દોષ છે. (૨૯) મલ દોષ – સામાયિક વખતે શરીરનો મેલ ઉતારવો તે મલ દોષ છે. (૩૦) વિમાસણ દોષ – સામાયિકના સયમમાં એદીની માફક બેસી રહેવું તે વિમાસણ દોષ છે. (૩૧) નિદ્રા દોષ – સામાયિકમાં ઊંઘવું તે નિદ્રા દોષ છે. (૩૨) વસ્ત્ર-સંકોચન દોષ – સામાયિકમાં ટાઢ વગેરેના કારણથી (કે વિના-કારણે) વસ્ત્રને સંકોરવાં તે વસ્ત્ર-સંકોચન દોષ છે. * આ સંબંધમાં વિક્રમની ૧૯મી સદીના કવિએ શ્રી વીરવિજયજીએ કરેલી આ સજઝાય. શુભ ગુરુ ચરણે નામી શીસ, સામાયિકના દોષ બત્રીસ; કહીશું ત્યાં મનના દસ દોષ, દુશ્મન દેવી પરતો શેષ. ૧ સામાયિક અવિવેકે કરે, અર્થ વિચાર ન હૈડે પરે; મન ઉદ્વેગે ઇચ્છે યશ ઘણો, ન કરે વિનય વડેરા તણો. ૨ ભય આણે ચિતે વ્યાપાર, કુળ સંશય નિયામાં સાર; હવે વચનના દોષ નિવાર, કુવચન બોલે કરે ટુંકાર. લે કુંચી જા ગુરુ ઉઘાડ, મુખ લવરી કરતો વઢવાડ; આવો જીવો બોલે માળ, મોહ કરી ફુલરાવે બાળ. કરે વિકથા ને હાસ્ય અપાર, એ દશ દોષ વચનના વાર; કાયા કેરા દૂષણ બાર, ચપલાસન જોવે દિશિ ચાર. ૫ સાવધ કાય કરે સંઘાત, આળસ જોડે ઊંચે હાથ; પગ લંબે બેસે અવિનીત, ઓસીંગણ લે થાંભ્યો ભીત. ૬ અહીં જે પાપ વ્યાપારનું પચ્ચકખાણ બતાવ્યું છે, તેના ૪૯ ભાંગા થાય છે તે આ પ્રમાણે - ૧. મનથી કરવું. ૧૮. વચન કાયાથી અનુમોદવું. ૩૫. મન કાયાથી કરવું કરાવવું. ૨. મનથી કરાવવું. ૧૯. મન વચન કાયાથી કરવું. ૩૬. વચન કાયાથી કરવું કરાવવું. ૩. મનથી અનુમોદવું. ૨૦. મન વચન કાયાથી કરાવવું. ૩૭. મન વચનથી કરવું અનુમોદવું. ૪. વચનથી કરવું. ૨૧. મન વચન કાયાથી અનુમોદવું. ૩૮. મન કાયાથી કરવું અનુમોદવું. વચનથી કરાવવું. રર. મનથી કરવું, કરાવવું. ૩૯. વચન કાયાથી કરવું અનુમોદવું. ૬. વચનથી અનુમોદવું. ૨૩. વચનથી કરવું, કરાવવું. ૪૦. મન વચનથી કરાવવું અનુમોદવું. શ્રુતસરિતા ૧૬ ૧ સામાયિક વિજ્ઞાન = 2010_03 Page #187 -------------------------------------------------------------------------- ________________ ૭. કાયાથી કરવું. ૨૪. કાયાથી કરવું, કરાવવું. ૪૧. મન કાયાથી કરાવવું અનુમોદવું. ૮. કાયાથી કરાવવું. રપ. મનથી કરવું, અનુમોદવું. ૪૨. વચન કાયાથી કરાવવું અનુમોદવું. ૯. કાયાથી અનુમોદવું. ૨૬. વચનથી કરવું, અનુમોદવું. ૪૩. મન વચનથી કરવું કરાવવું અનુમોદવું. ૧૦. મન વચનથી કરવું. ર૭. કાયાથી કરવું અનુમોદવું. ૪૪. મન કાયાથી કરવું કરાવવું અનુમોદવું. ૧૧. મન વચનથી કરાવવું. ૨૮. મનથી કરાવવું અનુમોદવું. ૪૫. વચન કાયાથી કરવું કરાવવું અનુમોદવું. ૧૨. મન વચનથી અનુમોદવું. ૨૯. વચનથી કરાવવું અનુમોદવું. ૪૬. મન વચન કાયાથી કરવું કરાવવું ૧૩. મન કાયાથી કરવું ૩૦. કાયાથી કરાવવું અનુમોદવું. ૪૭. મન વચન કાયાથી કરવું અનુમોદવું. ૧૪. મન કાયાથી કરાવવું. ૩૧. મનથી કરવું કરાવવું અનુમોદવું. ૪૮. મન વચન કાયાથી કરાવવું અનુમોદવું. ૧૫. મન કાયાથી અનુમોદવું. ૩૨. વચનથી કરવું કરાવવું અનુમોદવું. ૪૯. મન વચન કાયાથી કરવું કરાવવું - ૧૬, વચન કાયાથી કરવું. ૩૩. કાયાથી કરવું કરાવવું અનુમોદવું. અનુમોદવું. ૧૭. વચન કાયાથી કરાવવું. ૩૪. મન વચનથી કરવું કરાવવું. (પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા. શિષ્યરત્ન સ્વ. પૂ. મુનિરાજશ્રી દર્શનભૂષણ વિજયજી મ.સા. ના શિષ્યરત્ન પૂ. શ્રી દિવ્યકીર્તિ વિજયજીના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી પુણ્યકતિ વિજયજી મ.સા. સંપાદિત “ભાવ પ્રતિક્રમણનું તાળું ખોલો' માંથી સાભાર.) ક્રિયાનો મહિમા • શ્રી જિનેશ્વરદેવના શાસનની બધી જ ક્રિયાઓ મોક્ષના હેતુપૂર્વક કરવાની છે. • “અમે આટઆટલી ધર્મક્રિયાઓ કરીએ છીએ એટલે અમે તો દુર્ગતિમાં નહિ જ જવાના” એવી તમારી ખાતરી છે? તમે જે ધર્મ કરો છો, તે એટલી રુચિપૂર્વક કરો છો? જ્યાં સુધી ધર્મ થઈ શકે ત્યાં સુધી તો તમે ધર્મ જ કરો ને? ઘરે ગયા વિના ચાલે તેમ નથી, માટે ઘેર જાઓ છો ને? કરવા લાયક-સેવવા લાયક તો ધર્મ જ, એવું જ તમારા મનમાં ખરું તે? એટલે ઘેર જાવ પણ તમને ગૃહવાસ સારો છે' – એમ તો લાગે નહિ ને? ધર્મક્રિયા થોડો સમય થાય, પણ ધર્મની રુચિ તો બધે રહે ને? જૈનશાસન કહે છે કે – “નક્રિયાખ્યાં મોક્ષઃ” – એકલા જ્ઞાનથી મુક્તિ જેનશાસનને માની નથી. છોકરો દુનિયાનું ન ભણે, વેપાર ન આવડે, પચાસ પગાર લાવતાં ન આવડે તો બાપ તે છોકરાને અક્કલ વગરનો બેવકૂફ કહે, પણ શ્રી જિનેશ્વરદેવની પૂજા ન કરે, વ્યાખ્યાન ન સાંભળે, સાધુ પાસે ન જાય, સામાયિક પ્રતિક્રમણ ન કરે તો માબાપ કહે કે – કામ ઘણું છે, ફુરસદ નથી, બિચારો શી રીતે કરે? અને એ લોકપ્રવાહમાં તણાઈને સાધુ પણ એમ કહી દે કે – એમાં કાંઈ વાંધો નથી, તો પછી કહેવું જ શું ? સામાની ઉત્તમ ક્રિયા આંખે ન ચઢતાં બીજું જ યાદ આવે છે. એમાં તમારી ત્રુટિ છે. એમાં સારી ક્રિયા પ્રત્યેનો અનાદર છે. -પૂ. આ. ભ. વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ૧ ૬ ૨ શ્રુતસરિતા સામાયિક વિજ્ઞાન 2010_03 Page #188 -------------------------------------------------------------------------- ________________ મુહપત્તીના ૫૦ બોલ સૂત્ર અર્થતત્વ કરી સદ્ભુ ૩ સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહ ૩ ‘કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ, પરિહરું' ૩ સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું ૩ કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું ૩ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિહરું મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું મનોદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું હાસ્ય, રતિ, અરતિ, પરિહરું ભય, શોક, જુગુપ્સા પરિહરું ૧ २ ) જી જી ૩ ૩ ૩ ૩ કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા, પરિહરું રસ ગારવ, રિદ્વિ ગારવ, સાતા ગારવ, પરિહરું માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય, પરિહરું ક્રોધ માન પરિહતું, માયા લોભ પરિહતું ૩ ૨ ૩ પૃથ્વીકાય, અપકાય તેઉકાયની રક્ષા કરું ૩ વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું ૫૦ બોલ સામાયિકમાં ચિંતન કરવા યોગ્ય વિષયો વડે આત્મવિકાસની પદ્ધતિઓ : (૧) મુહપત્તિ પડિલેહણ - પ્રતિલેખન - ૫૦ બોલ દ્વારા આત્માનું અવલોકન. (૨) આત્માના ત્રણ પ્રકારો - બહિરાત્મા - અંતરાત્મા - પરમાત્મા. (૩) ભાવનાના ચાર પ્રકાર - મૈત્રી, પ્રમોદ, કરુણા ને માધ્યસ્થ. (૪) ધ્યાનના ચાર પ્રકાર - આર્ટ, રૌદ્ર, ધર્મ અને શુક્લ. (૫) અંતરાયના પાંચ પ્રકાર - દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય. (૬) શરીરના પાંચ પ્રકાર - ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ. (૭) પાંચ ઇન્દ્રિયના ત્રેવીસ વિષયો - સ્પર્શેન્દ્રિયના આઠ, રસનેન્દ્રિયના પાંચ, ઘ્રાણેન્દ્રિયના બે, ચક્ષુરિન્દ્રિયના પાંચ અને શ્રોત્રેન્દ્રિયના ત્રણ. (૮) છ આરાનું સ્વરૂપ. (૯) સાત ચક્ર (મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્ત્રાર). શ્રુતસરિતા ૧૬૩ સામાયિક વિજ્ઞાન 2010_03 Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧૦) સાત નય (નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋાસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત) (૧૧) છ વેશ્યા (કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પધ અને શુક્લ). (૧૨) સાત પ્રકારની શુદ્ધિ (અંગ, વસ્ત્ર, મન, ઉપકરણ, દ્રવ્ય અને વિધિશુદ્ધિ). (૧૩) અરિહન્ત ભગવંતના બાર ગુણો. (૧૪) સિદ્ધ ભગવંતના આઠ ગુણો. (૧૫) કર્મની આઠ પ્રકૃતિ (ચાર ઘાતિ અને ચાર અઘાતિ) (૧૬) આઠ દૃષ્ટિ (મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા). (૧૭) પ્રભુના પૂજનીય નવ અંગો. (૧૮) નવપદ. (૧૯) નવ તત્વ અને એકેક તત્ત્વના ભેદો. (૨૦) શ્રાવકના બાર વ્રતો. (૨૧) ચૌદ ગુણ સ્થાનક. (૨૨) બાર ભાવનાનું સંક્ષિપ્ત સ્વરૂપ. (૨૩) પંદર કર્માદાન. (૨૪) સંયમના સત્તર પ્રકાર - ૫ આશ્રવવિરમણ, ૫ ઇન્દ્રિયનિગ્રહ, ૪ કષાયજય અને ૩ દંડવિરતિ. (૨૫) ૧૮ પાપસ્થાનક - ૮૪ લાખ જીવાયોનિ - ૧૪ રાજલોક (૨૬) વર્ષમાં આવતી પર્વ તિથિઓ. આત્માને સ્પર્શતી વધુને વધુ મુદાઓ-પદ્ધતિઓ આપણે આ યાદીમાં ઉમેરવી જોઈએ. સામાયિક દરમિયાન પરના નિમિત્તોથી દૂર રહેવાનું વિધાન છે. વાણીનું મૌન, કાયાની સ્થિરતા અને મનની નિષ્કપ અવસ્થા એ સામાયિકનો આત્મા છે. જીવ સામાયિકમાં અવસ્થિત થાય એટલે તેને આત્માના ગુણોનો આવિર્ભાવ થવા લાગે. સામાયિક આત્માની અનંત સંપદા તરફ ઇશારો કરનાર આરાધના છે. સામાચિકમાં કરવા યોગ્ય આરાધના : (આત્માનો વિચાર) સમભાવની પ્રાપ્તિ દ્વારા સ્વભાવની પ્રાપ્તિ એ સામાયિકનું પરંપર ફળ હોઈ, આપણે સ્વના સાધનોનો જ સામાયિકમાં ઉપયોગ રાખવો જોઈએ. જેવા કે : (૧) હું આત્મા છું. શરીરની જેલમાં પૂરાયો છું. રત્નત્રયી મારા ગુણો છે, કર્મના સંયોગે આ ગુણો દબાઈ ગયા છે, આ જ એક માત્ર કારણે હું ચૌદ રાજલોકમાં, ચાર ગતિમાં અને ૮૪ લાખ જીવાયોનિમાં રખડી રહ્યો છું. (૨) હું ક્યાંથી આવ્યો ? ચોવીસ દંડક વડે દંડાતો, રખડતો, રઝળતો હું ક્યાંકથી આ ભવમાં આવ્યો છું. દેવોને દુર્લભ અને ધર્મસામગ્રીથી ભરપૂર મહામૂલો મનુષ્યભવ હું પામ્યો છું. (૩) હું મરીને ક્યાં જવાનો ? નરક કે તિર્યંચ ગતિરૂપ દુર્ગતિમાં મારે જવું નથી. માનવભવમાં સામાયિક વિજ્ઞાન ૧૬૪ શ્રુતસરિતા 2010_03 Page #190 -------------------------------------------------------------------------- ________________ ચૂકેલ આત્મા ચાર ગતિમાં ૮૪ લાખ યોનિમાં બધે જ જઈ શકે છે. માટે, મારે ગાફેલ રહેવું નથી. દુઃખના પ્રસંગે આર્ત-રૌદ્ર ધ્યાન નહીં અને સુખના પ્રસંગે રાગાદિ-કષાયાદિ ભાવ નહીં. (૪) હું સાથે શું લઈ આવ્યો અને શું લઈ જવાનો ? પુણ્ય-પાપ અને તેના અનુબંધો લઈને હું આ ભવમાં આવ્યો છું. જીવનમાં પાડેલા સુસંસ્કારો કે કુસંસ્કારો તેમ જ વિષમય વિષયો ખાતર કેળવેલા કષાયો અને કુલેશ્યાઓ હું પરભવે સાથે લઈ જવાનો. જિનાજ્ઞાપાલન દ્વારા ઉપાર્જન કરેલ પુણ્ય, પુણ્યના અનુબંધો, સુસંસ્કારો, સગુણો અને લોકોત્તર ગુણો મારે પરભવમાં સાથે લઈ જવા છે. (૫) મારા દેવ, ગુરુ, ધર્મ કયો છે ? વીતરાગ મારા દેવ, નિગ્રંથ મારા ગુરુ અને કેવળી પ્રરૂપિત મારો ધર્મ છે. (૬) મારું કર્તવ્ય શું ? આ લોક સુધરે, પરલોક, ઉજ્જવળ બને અને અંતે મોક્ષસુખ પ્રાપ્ત થાય એ માટે જ્ઞાની ભગવંતોએ દૈનિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક, વાર્ષિક અને જીવનકાળનાં સુંદર કર્તવ્યો દર્શાવ્યાં છે. પ્રમાદ છોડી, તેનું યથાશક્તિ પાલન કરી જીવન સફળ બનાવવાની આપણી ફરજ છે. આ કર્તવ્યો ચિત્તને નિર્મળ બનાવે, આત્માને પાવન કરે, દોષોનો નાશ કરે, સગુણોનો ભંડાર ભરે, પાપના અનુબંધ તોડે, પુણ્યાનુબંધી પુણ્ય બંધાવે અને રાગદ્વેષનો નાશ કરે. આ ઉપરાંત, સામાયિકમાં છ દ્રવ્ય, નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનક, કર્યપ્રકૃતિ, ચૌદ રાજલોક, બાર ભાવના, મૌલિક સિદ્ધાંતો આદિનું ચિંતન કરવું. ઉપર દર્શાવેલ ચિંતન અનુકૂળ ના પડે, ફાવે નહીં અથવા અશકય લાગે, તો નીચે મુજબની પાંચ પ્રકારની આરાધના ૪૮ મિનિટમાં કરવી. ૧૦ મિનિટ આત્માનો વિચાર કરવો. ૧૦ મિનિટ પરમાત્માનો વિચાર કરવો. ૧૦ મિનિટ ત્રણે લોકના તીર્થોનો અને આપણે યાત્રા કરેલ તીર્થોનો વિચાર કરવો – ભાવ યાત્રા કરવી. ૧૦ મિનિટ શ્રી નવકાર મંત્રનો જાપ કરવો. ૮ મિનિટ કર્મક્ષય માટે નવકાર | લોગસ્સનો કાઉસગ્ગ કરવો અથવા વાચન કરવું. ૪૮ મિનિટ સ્વાધ્યાય કરવો. સામાચિકમાં પરમાત્માનો વિચાર હે દેવાધિદેવ અરિહંત પરમાત્મા! આ ઘોર ભયંકર સંસારસાગરમાં આપ પણ અમારી જેમ અનંતકાળથી અનંત જન્મમરણ કરી રહ્યા હતા. એમાં મહાન પુણ્યોદયે ઉત્તમ મનુષ્યભવની પ્રાપ્તિ થઈ. સગુરુનો સુયોગ મળ્યો. સગુરુએ સાચા દેવ-ગુરુ-ધર્મની ઓળખ કરાવી. આપને એ સુદેવગુરુ-ધર્મ ઉપર અપૂર્વશ્રદ્ધા પ્રગટી. આ ભવચક્રમાં અત્યંત દુર્લભ એવા સમ્યકત્વગુણની પ્રાપ્તિ થઈ. શ્રુતસરિતા ૧૬૫ સામાયિક વિજ્ઞાન 2010_03 Page #191 -------------------------------------------------------------------------- ________________ ભવચક્રમાં સર્વ કોઈ અરિહંતોને પ્રથમવાર થતાં સમ્યકત્વને “વરબોધિ સમ્યકત્વ કહેવાય. મિથ્યાત્વ નામનો દોષ જાય અને સમ્યકત્વગુણ પ્રગટે એટલે સંસારનાં સુખો દુઃખરૂપ લાગે. વિષયો ઝેર જેવા લાગે અને મોક્ષે જવાની તાલાવેલી જાગે. મોક્ષે જવાના ભાવથી પૂર્વના ત્રીજા ભવે વીસસ્થાનકતાની ભવ્ય આરાધના કરી સાથે સાથે સંસારની ચાર ગતિમાં અનંતાનંત જીવોને ભયંકર દુઃખમાં રિબાઈ રહેલા જોઈને આપનું અંતર કકળી ઊઠયું. એ દુઃખોથી જીવોને મુક્ત કરવા માટે આપના અંતરમાં અપાર કરુણા જાગી. “આ જીવોને સંસારના રસિયા મિટાવી, શાસનના રસિયા બનાવી, અનંતસુખનું ધામ મોક્ષપદ પ્રાપ્ત કરાવી દેવાની ભવ્યા ભાવના જાગી.” એ ભાવનાથી “શ્રીતીર્થકર નામકર્મ' નામનું ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું. છેલ્લા ભવમાં આપ માતાના ઉદરમાં પધારો છો ત્યારે માતાને ૧૪ મહાસ્વપ્નોનાં દર્શન થાય છે. એથી માતાને પરમ હર્ષ થાય છે. ગર્ભમાં ત્રણ જ્ઞાનના ધારક એવા આપને ૬૪ ઇન્દ્રો નમસ્કાર કરી “શક્રસ્તવ” સ્તોત્રથી સ્તવના કરે છે. આપનો વિશ્વકલ્યાણકારી જન્મ થાય છે ત્યારે ત્રણે લોકમાં પ્રકાશ પથરાય છે. ચૌદ રાજલોકમાં રહેલા પ્રાણીમાત્રને ક્ષણભર સુખનો અનુભવ થાય છે. છપ્પન્ન દિકકુમારિકાઓ સૂતિકર્મરૂપ જન્મોત્સવ ઊજવે છે. ૬૪ ઇન્દ્રો તથા અસંખ્યદેવો મેરુશિખર ઉપર જન્માભિષેકનો ઉત્સવ કરે છે. બાલ્યવયમાં પણ આપના જ્ઞાનની પ્રૌઢતા જોઈ લોકો આશ્ચર્યમગ્ન બને છે. યૌવનવયમાં જિતેન્દ્રિયપણું, વિનય, વિવેક અને વિરાગદશા વગેરે બધું જ અલૌકિક હોય છે. નિકાચિત ભોગાવલી કર્મો ખપાવવા માટે પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો આપશ્રીએ રોગની જેમ, રાગ રહિતપણે, ન છૂટકે ભોગવ્યા. મહાવિરાગદશામાં જીવન જીવતાં આપે અવધિજ્ઞાનથી દીક્ષાકાળ જાણી સંવત્સરી મહાદાન આપ્યું. ચારિત્ર ગ્રહણ કરતાંની સાથે જ આપને નિર્મળ એવું ચોથું મનઃપ્રર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. છદ્મસ્થઅવસ્થામાં પણ રત્નત્રયીની તેમજ દશ પ્રકારના શ્રમણધર્મની સુંદર આરાધના દ્વારા અનુપમ આત્મવિકાસ થતો ગયો. અપ્રમત્તભાવે નિરતિચાર ચારિત્રના પાલનથી, ઘોર, વીર, ઉગ્ર, તપથી, શુભધ્યાનની અખંડધારાથી, પરિષહ અને ઉપસર્ગના પ્રસંગે મેરુ જેવી ધીરતાથી ચાર ઘાતિકર્મનો ક્ષય કરી આપ લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન-કેવલદર્શન પામ્યા. વીતરાગ-અરિહંત બન્યા. આપને જન્મથી જ ચાર અતિશય હતા. કર્મક્ષયથી અગિયાર અતિશય પ્રગટ થયા અને દેવતાઓએ ઓગણીશ અતિશયો કર્યા. એમ આપ ચોત્રીશ અતિશયવંત બન્યા ! હે ત્રિલોકનાથ ! આપ અઢાર દોષથી રહિત છો માટે જ જગતમાં સાચા દેવ-સાચા ભગવાન આપ જ છો. આપ બાર ગુણે ગુણવંત છો. આઠ મહાપ્રાતિહાર્યની પૂજાથી પૂજિત છો. વાણીના પાંત્રીશ અતિશયોથી યુક્ત છો. આપ કૃપાળુનો પુણ્યદેહ છત્ર ચામરાદિ ૧૦0૮ લક્ષણોથી શોભિત છે. ગણધર ભગવંતો આપના ચરણકમલની સેવા કરે છે. ઓછામાં ઓછા એક ક્રોડ દેવતાઓ આપની સેવામાં હાજર હોય છે. આપના પરાકાષ્ઠાએ પહોંચેલા અહિંસાદિ ધર્મોના પ્રભાવે જન્મથી વૈરવાળા પ્રાણીઓ સિંહ-હરણ, ઉંદર-બિલાડી, વાઘ-બકરી વગેરે વૈરભાવ છોડી આપની પાસે પરમ મિત્રભાવને ધારણ કરે છે. સામાયિક વિજ્ઞાન શ્રુતસરિતા ૧૬૬ 2010_03 Page #192 -------------------------------------------------------------------------- ________________ આપ શાંત છો. પ્રશાંત છો. ઉપશાંત છો. કરુણાના મહાસાગર છો. મોક્ષમાર્ગ દેખાડનાર હોવાથી અમારા અનંત ઉપકારી છો. અમારા સુખદુઃખની સાચી ચિંતા કરનારા હોવાથી એકમાત્ર પરમ હિતસ્વી છો. કેવલજ્ઞાનાદિ અનંતગુણોના ભંડાર છો. આ વિશ્વમાં અપકારી ઉપર પણ અપાર કરુણાથી ઉપકાર કરનાર એકમાત્ર આપ જ છો. હે દેવ ! આપ પૃથ્વી જેવા સહનશીલ છો, સાગર જેવા ગંભીર છો, શરદ પૂનમના ચંદ્ર જેવા સૌમ્ય છો, ભારંડપક્ષી જેવા અપ્રમત્ત છો, મહાવ્રતોનો ભાર વહન કરવા શ્રેષ્ઠ વૃષભ જેવા છો, કુંજર જેવા શૂરવીર છો, સિંહ જેવા નિર્ભય છો. પુષ્કર કમલની જેમ જગતના ભાવોથી નિર્લેપ છો. છકાય જીવોના રક્ષક અને પાલક હોવાથી આપ મહાગોપ (ગોવાળ) છો. નાવિકની જેમ સંસારસાગરથી પાર ઉતારનાર હોવાથી આપ ભાવનિર્યામક (ખલાસી) છો. સાર્થવાહની જેમ સંસારઅટવીથી પાર ઉતારી મોક્ષે લઈ જનાર હોવાથી આપ સાર્થવાહ છો. વિશ્વમાં વિવિધ પ્રકારે હિંસામાં આસક્ત જીવોને હિંસાના મહાપાપનો નિષેધ કરનાર આપ મહા મા-હણ છો ! આપના અસંખ્ય આત્મપ્રદેશો નિર્મળ થયા છે. કેવળજ્ઞાનથી જગતના પદાર્થોમાં સમયે સમયે થતા ફેરફારોને આપ જાણો છો તેથી આપના જ્ઞાનના પર્યાયો પણ અનંતા છે. આપનું ધ્યાન પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ જુદી જુદી ચાર અવસ્થામાં દ્રવ્યગુણ-પર્યાયના વિચાર દ્વારા કરી શકાય છે. આ રીતે આપનું ધ્યાન કરવાથી ધ્યાન કરનારનો મોહ-મહામોહ લય પામે છે ! દેવપાલ વગેરે અનંત આત્માઓએ આ રીતે અરિહંતપદનું ધ્યાન ધરી તીર્થંકરનામકર્મ બાંધ્યું અને અંતે તેઓ મોક્ષલક્ષ્મી વર્યા...એવા ત્રણે કાળના અરિહંતપરમાત્માઓને હું દ્રવ્યથી અને ભાવથી નમસ્કાર કરું છું. હે નાથ ! આ પાપમય, દુઃખમય અને સ્વાર્થમય સંસારથી મને તારજે. તારા અંતરમાં સ્થાન આપજે. તું જ એક તારક છે-ઉદ્ધારક છે. હે કૃપાળુ ! તારી જ એક કૃપા હું ચાહું છું. હે દયાળુ ! તારા તારક ચરણોમાં, પાવન પદકમલમાં ભાવભરી વંદના કરી વિરમું છું. સામાયિકમાં તીર્થયાત્રા સામાયિકમાં બેઠા બેઠા ૧૦ મિનિટ ત્રણલોકના તીર્થોની યાત્રા ભાવયાત્રા કરી શકાય એ HIZ... અધોલોકમાં ભવનપતિદેવોના ભવનોમાં રહેલા ૭ ક્રોડ ૭૨ લાખ દેરાસરોના રત્નમય શાશ્વત જિનબિંબોને નમો જિણાણું' કહી ભાવથી નમસ્કાર કરવો. ભવનપતિ દેવલોકની ઉપર વ્યંતરદેવોના અસંખ્યનગરોમાં અસંખ્ય જિનમંદિરોના જિનબિંબોને મસ્તક નમાવી, હાથ જોડી ‘નમો જિણાણં' કહી ભાવયાત્રા કરવી ! મર્ત્ય (મધ્ય) લોકમાં જયોતિષ દેવલોકમાં અસંખ્ય જિનાલયોમાં બિરાજમાન અસંખ્ય જિનબિંબોને મસ્તક નમાવી, હાથ જોડી ‘નમો જિણાણું' કહી નમસ્કાર કરવો. શ્રુતસરિતા 2010_03 ૧૬૭ સામાયિક વિજ્ઞાન Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલતીર્થના મૂળનાયક શ્રી ઋષભદેવ પરમાત્માને યાદ કરી, નજર સામે લાવી, માથું નમાવી “નમો નિણાણું” કહી નમસ્કાર કરવો. એ જ રીતે તારંગા, શંખેશ્વર, માતર, તળાજા, ગિરનાર, સમેતશિખર, આબુ, અષ્ટાપદ, અંતરીક્ષજી, સ્થંભનપાર્શ્વનાથ (ખંભાત), જીરાવાલાજી, પાવાપુરી, ચંપાપુરી, ભીલડીયાજી, માંડવગઢ, શેરીસા, પાનસર, ભોયણી, ઊના, અજારા, દીવ, દેલવાડા, કદંબગિરિ, હસ્તગિરિ, પ્રભાસપાટણ, ઝઘડીયા, કાવી, ગંધાર, ઈડર, ચારૂપ, હસ્તિનાપુર, ભદ્રેશ્વર, નાગેશ્વર, ભાંડકજી, મક્ષીજી, કુલ્પાકજી, રાણકપુર, વકાણા, બામણવાડા, નાંદીયા, કુંભોજગિરિ, ભરૂચ, મુહરિ પાર્શ્વનાથ, કેસરીયાજી, ઠાણા, પોસીના, કુંભારીયા વગેરે તીર્થોના મૂલનાયક પ્રભુને યાદ કરી, હાથ જોડી ભાવપૂર્વક “નમો જિણાણ” કહી ભાવયાત્રા કરવી. ત્યાર બાદ... ઊર્ધ્વલોકમાં ૧લા દેવલોકમાં ૩૨ લાખ દેરાસર, રજામાં ૨૮ લાખ, ૩જા માં ૧૨ લાખ, ૪થા માં ૯ લાખ, પમા દેવલોકમાં ૪ લાખ, ૬ઠ્ઠામાં ૫૦ હજાર, ૭મા માં ૪૦ હજાર, ૮મા માં ૬ હજાર, ૯મા - ૧૦મા માં ૪૦૦-૪૦૦, ૧૧-૧૨મા માં ૩૦૦-૩૦૦, નવરૈવેયકમાં ૩૧૮, પાંચ અનુત્તરમાં ૫, આ રીતે ૮૪ લાખ ૯૭ હજાર ૨૩ જિનમંદિરના જિનેશ્વરદેવોના સર્વબિબોને નમો જિણાણું કહી, નમસ્કાર કરી યાત્રાનો લાભ લેવો. સામાયિકમાં નવકારમંત્રનો જાપ ચંચળ મનને જીતવા, વિશિષ્ટ પુણ્ય ઉપાર્જવા, અનંત ઉપકારી પંચપરમેષ્ઠિ ભગવંતો પ્રત્યે કૃતજ્ઞ બનવા, વિદનોનો નાશ કરવા, બુદ્ધિને નિર્મલ બનાવવા અને પરમશાંતિ સમાધિ અનુભવવા નીચે જણાવેલી રીતે ૧૦૮, ૩૬ અથવા ૧૨ નવકારનો જાપ કરો ! ધ્યાન ધરો !! એકાંત શાંત સ્થળે ઉત્તર કે પૂર્વ સન્મુખ બેસી જાવ. સામે સિદ્ધચક્રજીનો ગટ્ટો કે શ્રી સિદ્ધચક્રાકારે રહેલ નવકારનો ફોટો રાખો. તેમાં મધ્યમાં બિરાજમાન શ્રી અરિહંતભગવંતને અહોભાવથી જોઈ, હાથ જોડી બોલો – ‘નમો અરિહંતાણં:શ્રીઅનંત અરિહંત ભગવંતોને નમસ્કાર કરું છું. શ્રી અરિહંત પરમાત્માઓની કૃપાથી મારા કામ, ક્રોધ, માન, મદ, હર્ષ, લોભ વગેરે આંતરશત્રુઓ નાશ પામો ! પછી શ્રી સિદ્ધ ભગવંત સામે નજર કરી હાથ જોડી અહોભાવથી બોલો – નમો સિદ્ધાણં' હું શ્રી અનંત સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું. સિદ્ધભગવંતોની કૃપાથી મને અવિનાશીપદ પ્રાપ્ત થાઓ ! પછી શ્રીઆચાર્યભગવંતની સામે નજર કરી હાથ જોડી અહોભાવથી બોલો – નમો આયરિયાણં:”હું શ્રીઅનંત આચાર્ય ભગવંતોને નમસ્કાર કરું છું. શ્રી આચાર્ય ભગવંતોની કૃપાથી મને પંચાચારના પાલનનું બળ પ્રાપ્ત થાઓ ! પછી શ્રીઉપાધ્યાય ભગવંતોની સામે જોઈ હાથ જોડી અહોભાવથી બોલો – નમો ઉવજ્ઝાયાણં' હું શ્રી અનંત ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરું છું. શ્રીઉપાધ્યાય ભગવંતોની કૃપાથી મને જ્ઞાન તથા વિનયગુણની પ્રાપ્તિ થાઓ ! સામાયિક વિજ્ઞાન ૧૬૮ શ્રુતસરિતા 2010_03 Page #194 -------------------------------------------------------------------------- ________________ પછી શ્રીસાધુ ભગવંતની સામે જોઈ હાથ જોડી અહોભાવથી બોલો – નમો લોએ સવ્વસાહૂણં:' હું લોકમાં રહેલા સર્વસાધુભગવંતોને નમસ્કાર કરું છું. શ્રી સાધુભગવંતોની કૃપાથી મને ચારિત્ર પાલનનું બળ મળો, મોક્ષમાર્ગના આરાધકોને સહાય કરવાની શક્તિ મળો ! એસો પંચ નમુક્કારો પરમેષ્ઠિ ભગવંતોને કરેલા આ પાંચ નમસ્કાર (વિનયધર્મ). સવ પાવપ્પણાસણો સર્વ પાપોનો નાશ કંરનારો છે. મંગલાણં ચ સવ્વર્સિ દુનિયાભરના સર્વમંગલોમાં પઢમં હવઈ મંગલ પંચ પરમેષ્ઠિઓને કરેલો નમસ્કાર પહેલું (શ્રેષ્ઠ) મંગલ છે. આ રીતે જાપ કરવાથી મન એકાગ્ર બનશે, સ્થિર થશે. પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવો એ એક પાયોનો ધર્મ છે તેને અદ્દભુત રીતે આરાધી આગળ આગળના ધર્મના સોપાન ચઢો અને સિદ્ધિનું શિખર સર કરો !!! સામાયિકમાં કાયોત્સર્ગની આરાધના સામાયિકમાં ૧૦ મિનિટ આત્માના વિચારની, ૧૦ મિનિટ પરમાત્માના વિચારની, ૧૦ મિનિટ તીર્થયાત્રાની અને ૧૦ મિનિટ નવકાર મહામંત્રના જાપની સુંદર આરાધના થાય પછી છેલ્લી ૮ મિનિટમાં કાયોત્સર્ગની આરાધના કરવી અથવા સુંદર ધાર્મિક વાંચનાદિ કરવું. કાઉસગ્ગ એ સૌથી છેલ્લો અને સૌથી ચઢિયાતો (ઉત્કૃષ્ટ) તપ છે. કર્મક્ષય માટેનું એ ધારદાર શસ્ત્ર છે. શાસ્ત્રોમાં અનેક પ્રકારના કાઉસગ્ગ બતાવ્યા છે તેમાંના કેટલાક અહીં દર્શાવ્યા છે. (૧) શ્રીઅરિહંતપદની આરાધના માટે ૧૨ લોગસ્સનો (૪૮ નવકારનો) કાઉસગ્ગ કરવો તે આ પ્રમાણે : ખમા ) ઇચ્છાકારેણ સંદિ ) ભગવદ્ અરિહંતપદ આરાધનાર્થ કાઉસગ્ગ કરું? ઈચ્છે. અરિહંતપદ આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ વંદણવત્તિયાએ.... અનત્ય ૦ બોલી કાઉસગ્ગ કરવો. કાઉસગ્ગ પૂર્ણ થયે ઉપર પ્રગટ લોગસ્સ કહેવો. આ રીતે આદેશ માગી કાઉસગ્ન કરાય. આરાધનાના કાઉસગ્નમાં વંદણવંત્તઓએ સૂત્ર બોલવું બાકીમાં અન્નત્થ ) બોલીને કાઉસગ્ગ કરવો. (ર) શ્રી સિદ્ધપદ આરાધનાર્થે ૮ લોગસ્સનો કાઉસગ્ગ કરવો. (૩) તીર્થરક્ષા માટે ૧૨ લોગસ્સનો કાઉસગ્ગ. (૪) પાંચ જ્ઞાનની આરાધના માટે પાંચ અથવા ૫૧ લોગસ્સનો કાઉસગ્ગ કરી શકાય. (૫) દુઃખખય કમ્મખય માટે ૧૦/૨૦ લોગસ્સનો કાઉસગ્ન કરવો. આ એક દિશાસૂચન છે. બીજા જુદા જુદા કાઉસગ્ગ માટે કોઈ પણ પૂ. ગુરુ મહારાજને પૂછીને માર્ગદર્શન મેળવી આ આરાધનામાં રસલીન બનવું અથવા સામાયિકની છેલ્લી ૮ મિનિટમાં શ્રીવીતરાગ પરમાત્માનાં વચનો ઉપર શ્રદ્ધા વધે, સંસાર ઉપર વૈરાગ્ય પ્રગટે, સુખનો રાગ જાય, દુઃખનો દ્વેષ જાય, અશુભધ્યાન ટળે, શુભધ્યાન વધે, મોક્ષાભિલાષા તીવ્ર બને, તત્ત્વનો બોધ થાય એવાં ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું અથવા શુભભાવ ભાવવો, મહાપુરૂષોના મહાન સુકૃતો યાદ કરવા. શ્રુતસરિતા ૧૬૯ સામાયિક વિજ્ઞાન 2010_03 Page #195 -------------------------------------------------------------------------- ________________ પતં શ્રાવક ધર્મ (ભાવશ્રાવક બનવાની વિધિ) યુગપ્રધાન પૂ.આ.ભ.શ્રી સોમચન્દ્રસૂરિજીના પ્રશિષ્ય તપોગચ્છ નભોમણિ પૂ. આચાર્ય ભગવંત શ્રી રત્નશેખરસૂરિજી દ્વારા સંવત ૧૫૦૬માં (૫૫૪ વર્ષ પહેલાં) વિરચિત ‘શ્રાદ્ધવિધિ પ્રકરણ’નું મંગલાચરણ श्री वीरजिनं प्रणम्य, श्रुतात् कथयामि किमपि श्राद्धविधिम् । राजगृहे जगद्गुरुणा, यथा भणितं अभयपृष्टेन ॥१॥1 રાજગૃહીનગરીમાં શ્રી અભયકુમારના પૂછવાથી શ્રી વીર પ્રભુએ સ્વમુખે પ્રકાશેલા શ્રાવકોના આચારને (શ્રાદ્ધવિધિને) કેવળજ્ઞાન, અશોકાદિ આઠ પ્રાતિહાર્ય, વચનના પાંત્રીશ ગુણ, અતિશય વગેરે ઐશ્વર્યથી યુક્ત ચરમ તીર્થંકર શ્રી વીર જિનરાજને ઉત્કૃષ્ટ ભાવપૂર્વક ત્રિકરણયોગ (મન, વચન અને કાયા)થી નમીને શ્રુતાનુસાર તથા ગુરુ-પરંપરાએ સાંભળેલા ઉપદેશ પ્રમાણે હું ટૂંકમાં કહું છું. વિન-રાત્રિ-પર્વ-ચાતુર્માસિક-વત્સર-જન્મ ત્ય-દ્વારર્વાણ 1 श्राद्धानुग्रहार्थ श्राद्ध विधा भण्यन्त 1 ૧-દિન-કૃત્ય, ૨-રાત્રિ-નૃત્ય, ૩-પર્વ-કૃત્ય, ૪-ચાતુર્માસિક-નૃત્ય, ૫-વાર્ષિક-કૃત્ય, ૬-જન્મ-મૃત્યુ, એ છ દ્વારોનું શ્રાવકજનોના ઉપકારને માટે આ ‘શ્રાવકવિધિ’ નામના ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવશે. આધાર-ગ્રંથો (૧) ‘શ્રાદ્ધવિધિ પ્રકરણ' ઉપર શ્રીમદ્ વિજય ગુણયશસૂરિજીના વિનેયરત્ન પ્રવચનપ્રભાવક પૂ. આચાર્યદેવશ્રી કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ. (૨) પૂજ્ય મુનિરાજ શ્રી જયકુંજર વિજયજી મહારાજાના પરમ વિનીત મુનિ શ્રી મુક્તિપ્રભ વિજયજી મ.સા. લિખિત ‘શ્રાવકે શું કરવું જોઈએ ?’ (૩) સુગૃહીતનામધેય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત ‘પંચાશક' ગ્રંથના અનુવાદક/સંપાદક ૫.પૂ. ગણિવર્ય શ્રી લલિતશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રશિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી રાજશેખર વિજયજી મ.સા. (૪) સુવિશાલ ગચ્છાધિપતિ સ્વ. શ્રીમદ્દ રામચન્દ્રસૂરિજીના શિષ્યરત્ન સમર્થ વ્યાખ્યાતા ૫.પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણ વિજયજી મ.સા. (નાના પંડિત મહારાજા) લિખિત ‘ભાગવતી પ્રવજ્યા પરિચય. (૫) પૂ. આચાર્યદેવશ્રી મિત્રાનંદસૂરિજીના પ્રશિષ્યરત્ન શહાપુર તીર્થપ્રભાવક પૂ. આચાર્યદેવશ્રી હેમરત્નસૂરીશ્વરજી મ.સા. લિખિત ચાલો જિનાલય જઈએ.' (૬) મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ વિરચિત ‘દીક્ષા બત્રીશી’ વિવેચનકર્તા : પૂ આચાર્યદેવ શ્રી વિજય અમરગુપ્તસૂરિજીના શિષ્યરત્ન પૂ. આ. ભગવંત શ્રી વિજય ચન્દ્રગુપ્ત સૂરીશ્વરજી મ.સા. શ્રાવક ધર્મ 2010_03 ૧૭૦ શ્રુતસરિતા Page #196 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ : “શ્રાવક' શબ્દ : વ્યુત્પત્તિ અર્થ : શ્ર ધાતુ ઉપરથી આ શબ્દ બન્યો છે, કે જેનો અર્થ થાય છે કે જિનવાણી સાંભળવી અને તદનુસાર આચરણ કરવું. નિરૂક્તિ અર્થ : શ્રદ્ધા, વિવેક અને ક્રિયાનો ત્રિવેણી સંગમ જેનામાં હોય તે. પ્રસ્તાવના : જૈનદર્શનમાં સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર સ્વરૂપ મુક્તિમાર્ગ દર્શાવવામાં આવ્યો છે. એને રત્નત્રયીના નામે ઓળખાવાય છે. એ રત્નત્રયીની સંપૂર્ણ આરાધના વીતરાગ સર્વજ્ઞ પ્રભુ કથિત સાધુ ધર્મ એટલે કે સર્વવિરતિના પાલનમાં જ શક્ય બને છે. હર કોઈ આત્મા, એ સાધુપણું પાળવા શક્તિ ધરાવતા હોતા નથી. એવા અલ્પ સત્તાવાળા જીવો સાધુપણાના પાલનની શક્તિ આવે એવી અભિલાષાપૂર્વક શ્રાવક ધર્મ એટલે કે દેશવિરતિ ધર્મનું પાલન કરે છે. એ સંસાર ભલે ત્યાગી શક્તો નથી; પરંતુ સંસાર એને ઉપાદેય (આદરવા યોગ્ય) તો લાગતો જ નથી. સંસાર ક્યારે છોડું ? ક્યારે છોડું? એવો નિરંતર પ્રશસ્ત ભાવ એના ચિત્તમાં સતત રમ્યા કરતો હોય છે. શ્રદ્ધા, વિવેક અને ક્રિયા – આ ત્રણે રત્નત્રયી સ્વરૂપ જ છે. આ ત્રણ અનિવાર્ય કર્તવ્યો બીજરૂપ છે, અને તેના સિંચન, સંરક્ષણ અને સંવર્ધનથી એ શ્રાવકપણું “દીક્ષા' તરફ દોરી જાય છે; અને સાધુપણાની પ્રાપ્તિ કરાવવા દ્વારા શ્રાવકને પ્રાંતે મોક્ષસુખની ભેટ સમર્પી શકે છે. શ્રાવક-જીવનની મર્યાદા, સત્યનો અભાવ, શક્તિ-સંયોગની હીનતા, ભલે જ્ઞાન અને ચારિત્રની બાબતમાં શ્રાવકને પાછો પાડે; પણ એનું શ્રદ્ધાબળ એને મોહરાજા સામે ટટ્ટાર ઊભો રાખે છે. શ્રદ્ધાથી સમન્વિત અલ્પ પણ જ્ઞાન-ચારિત્ર સમ્યક બની એને પરમાર્થના પથ પર પ્રયાણ કરવા માટે જરૂરી પ્રકાશ પાથરી આપે છે. શ્રાદ્ધ' એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. એનો સીધો સાદો અર્થ થાય છે - શ્રદ્ધા રાખનાર, શ્રદ્ધા સંયુક્ત એવો શ્રાવક. આમાં પર્યાયવાચી શબ્દ તરીકે “શ્રાદ્ધ' શબ્દ ગોઠવાયો છે. શ્રાદ્ધ વિધિ એટલે કે શ્રદ્ધાસંપન્ન શ્રાવની વિધિ. શ્રાવક ધર્મના જ્ઞાન માટે-ધર્મની સાચી સમજણ માટે-વર્તમાનકાળની આવશ્યક આરાધના માટે આપણે જ્ઞાની મહાપુરુષોના ગ્રંથો વાંચવા જોઈએ; જેવા કે શ્રાદ્ધવિધિ પ્રકરણ, વંદિતા સૂત્રની ટીકાનું ભાષાંતર (અર્થદીપિકા), ધર્મરત્ન પ્રકરણ, ધર્મસંગ્રહ, ઉપદેશપ્રાસાદ, શ્રાવક પ્રજ્ઞપ્તિ, શ્રાદ્ધગુણ વિવરણ, શ્રાદ્ધધર્મદીપિકા, ભાષ્યત્રય, દ્રવ્યસપ્તતિકા, પૂજા પ્રકરણ, પ્રતિમાશતક, પંચાશક, આચારોપદેશ આદિ. શ્રાવકનું સ્વરૂપ : ચાર નિક્ષેપ (૧) નામ શ્રાવક - શ્રાવક શબ્દના અર્થથી રહિત. કેવળ નામને ધારણ કરે તે. (૨) સ્થાપના શ્રાવક - કોઈક ગુણવંત શ્રાવકની પાષાણિકની પ્રતિમા કે છબી. શ્રુતસરિતા ૧૭૧ શ્રાવક ધર્મ 2010_03 Page #197 -------------------------------------------------------------------------- ________________ (૩) દ્રવ્ય શ્રાવક - ભાવ ના હોવા છતાં શ્રાવકની ક્રિયા કરનારો હોય તે. (૪) ભાવ શ્રાવક - ભાવપૂર્વક શ્રાવકની ક્રિયામાં તત્પર હોય તે. ભાવશ્રાવકના ત્રણ ભેદ : (૧) દર્શનશ્રાવક - કેવળ સમ્યકત્વધારી ચતુર્થ ગુણસ્થાનકવર્તી જીવો - દા.ત. શ્રી શ્રેણિક મહારાજા. (૨) વ્રત શ્રાવક - સમ્યકત્વ મૂળ સ્થૂળ અણુવ્રતધારી-પંચ અણુવ્રતધારી-પ્રાણાતિપાત, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ - આ પાંચનો સ્થળ ત્યાગ. (૩) ઉત્તરગુણ શ્રાવક - શ્રાવકના બારે વ્રત સમ્યકત્વ સહિત ધારણ કર્યા હોય તેવા જીવો દા.ત., શ્રી સુદર્શન શેઠ, આનંદ શ્રાવક આદિ. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત (દિસ્પરિમાણ, ભોગોપભોગ, અનર્થદંડ પરિહાર ચાર શિક્ષાવ્રત (સામાયિક, દેશાવગાસિક, પૌષધોપવાસ, અતિથિ સંવિભાગ) પ્રકારમંતરે શ્રાવકના ચાર પ્રકાર : (૧) દર્પણ સમાન - જેમ દર્પણમાં સર્વ વસ્તુ દેખાય, તેમ પરમ ઉપકારી પૂજ્ય સાધુ ભગવંતનો ઉપદેશ સાંભળી ચિત્તમાં ઉતારી લે. (૨) પતાકા સમાન - જેમ પતાકા પવનથી હાલતી હોય તેમ દેશના સાંભળતાં પણ જેનું ચિત્ત સ્થિર ના હોય. (૩) સ્થાણુ સમાન - ખીલા જેવા. જેમ ખીલો કાઢી ન શકીએ, તેમ સાધુને કોઈક એવા કદાગ્રહમાં નાખી દે જેમાંથી પાછું નીકળવું મુશ્કેલ થાય. (૪) ખરંટક સમાન. અશુચિ સરખો શ્રાવક - તે પોતાના કદાગ્રહરૂપ અશુચિને છોડે નહીં અને ગુરુને દુર્વચનરૂપ અશુચિથી ખરડે. “શ્રાવક' શબ્દની વ્યાખ્યા : ઓઘ નિર્યુક્તિ'માં સૂત્રકાર ફરમાવે છે કે જે અને જેટલા સંસારના હેતુઓ છે તે અને તેટલા જ મોક્ષના હેતુઓ છે. સંસાર અને મોક્ષ એ બંનેનાં કારણોથી અસંખ્ય લોક સમાન રૂપે ભરેલા છે. અર્થાત્ સંસાર અને મોક્ષ એ બંનેનાં કારણો સમાનપણે અસંખ્ય છે. સુરિપુંગવ પૂ. શ્રી હરિભદ્રસૂરિજી રચયિત “પંચાશક' માં શ્રાવકની વ્યાખ્યા : परलोयहि यं सम्मं, जो जिणवयणं सुणेइ उवउत्तो । अइतिव्वकम्म विगमा, सुक्को सो सावगो एत्थ ।। અર્થ : પરલોક માટે હિતકર જિનવચનને અતિ તીવ્ર કર્મનો નાશ થવાથી દંભરહિત ઉપયોગપૂર્વક જે સાંભળે છે તે ઉત્કૃષ્ટ શ્રાવક છે. પૂ.આ.ભગવંતશ્રી રત્નશેખરસૂરીશ્વરજી રચયિત “શ્રાદ્ધવિધિ પ્રકરણમાં શ્રાવકની વ્યાખ્યા : દાન, શીલ, તપ અને ભાવનાદિ શુભ યોગોથી અષ્ટ પ્રકારનાં કર્મ સમયે સમયે નિર્જરાવે શ્રાવક ધર્મ ૧૭૨ શ્રુતસરિતા 2010_03 Page #198 -------------------------------------------------------------------------- ________________ (પાતળાં કરે કે ઓછા કરે કે નિર્બળ કરે) તેને અને યતિ (સાધુ) પાસેથી સમ્યક સામાચારી સાંભળે તેને “શ્રાવક' કહેવાય. અહીં “શ્રાવક' શબ્દનો અભિપ્રાય (અર્થ) પણ “ભાવશ્રાવકીમાં જ ઘટે છે. કહેલું છે કે – श्रवन्ति यस्या पापानि, पूर्वबाद्धान्याने कशः । आवृतश्च व्रतैर्नित्यं, श्रावकः सोऽभिधीयते ।।१।। પૂર્વનાં બાંધેલાં ઘણાં પાપને શ્રવે (ઓછાં કરે) અને વ્રત પચ્ચખાણથી નિરંતર યુક્ત જ (વીંટાયેલો જ) રહે તે શ્રાવક કહેવાય છે. सम्मत्तदंसणाइ, पइदीअहं जइजणा सुणेइ अ । सामायारिं परमं, जो खलु तं सावगं बिंति ॥२॥ સમ્યકત્વાદિવાળો અને પ્રતિદિન સાધુજનોની સામાચારી સાંભળનારો ભાવશ્રાવક કહેવાય છે. श्रद्धालुतां श्राति पदार्थचिन्तनाद्धनानि पात्रेषु वपत्यनारतम् । कृन्तत्यपुण्यानि सुसाधुसेवनादतोऽपि तं श्रावकमाहुरुत्तमाः ।।३।। નવ તત્ત્વના ચિંતવનથી શ્રદ્ધાને પાકી કરે, આત્મસ્વરૂપનું ચિંતવન કરે, પાત્રામાં નિરંતર ધન વાપરે, સુ-સાધુની સેવા કરીને પાપને નષ્ટ કરે, (એટલાં આચરણ કરે) તેને પણ શ્રાવક કહેવાય છે. श्रद्धालुतां श्राति श्रुणोति शासनं, दानं वपत्याशु वृणोति दर्शनम् । कृन्तत्यपुण्यानि करोति संयम, तं श्रावकं प्राहु रमी विचक्षणाः ।।४।। શ્રદ્ધા પાકી કરે, પ્રવચન સાંભળે, દાન દે, દર્શનને વરે, પાપને નષ્ટ કરે અને સંયમને કરે તેને વિચક્ષણ લોકો શ્રાવક કહે છે. ધર્મમાં સારી રીતે શ્રદ્ધા એ શ્રાદ્ધ શબ્દની વ્યુત્પત્તિ અર્થ છે અને તે પણ ભાવશ્રાવકની અપેક્ષાએ છે. તેથી જ અહીં ભાવશ્રાવકનો અધિકાર છે તેમ કહ્યું છે. પૂર્ણ ધર્મનું પાલન કરવા ખુદ તીર્થક્ય ભગવંત પણ દીક્ષા ગ્રહણ કરે છે. (દીક્ષાનો અર્થ : પચચવાચી શબ્દ : પ્રવજ્યા - સર્વવિરતિ) ‘દા” અને “ક્ષી' - આ બે અક્ષરોના વ્યત્યય વડે “દીક્ષા' શબ્દ બન્યો છે. (૧) જગતના જીવમાત્ર સાથેના ભૌતિક સંબંધોના ત્યાગ કરવો અને જીવ માત્ર સાથે આત્મિક સંબંધ બાંધવો. (૨) તમામ સામાજિક કર્તવ્યોનો ત્યાગ અને આધ્યાત્મિક કર્તવ્યોનો સ્વીકાર. (૩) તમામ પાપના સાધનોનો ત્યાગ અને આરાધનાના સાધનોનો સ્વીકાર. (૪) પોતાની પાસે જે કાંઈ છે તે બધું જ દેવ-ગુરુ-ધર્મને સમર્પણ. (૫) આખા જગતને અભયદાન આપવાનો સંકલ્પ ગ્રહણ કરવો. (૬) અધર્મના આલંબનોનો સર્વથા ત્યાગ અને ધર્મના આલંબનોનો સર્વથા સ્વીકાર. (૭) અનંતકાળથી આત્માએ સંચિત કરેલા પાપકર્મોને વોસિરાવવાની ક્રિયા. શ્રુતસરિતા ૧૭૩ શ્રાવક ધર્મ 2010_03 Page #199 -------------------------------------------------------------------------- ________________ (૮) આત્મિક વિકાસ એ જ એક માત્ર લક્ષ્ય; બાકીનાં બધાં લક્ષ્યોને સર્વથા તિલાંજલિ. મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત ‘દ્વાત્રિંશ વાત્રિંશિષ્ઠા' પ્રકરણાન્તર્ગત ‘દીક્ષાબત્રીશી'માં કહ્યું છે : दीशा हि श्रेयसो दानाद शिवपणा त्थ । सा ज्ञानिनो नियोगेन ज्ञानिनिश्रा वतोऽथवा ॥ અર્થ : શ્રેયનું પ્રદાન કરનારી અને અશિવ સંસારનો ઉચ્છેદ કરનારી દીક્ષા ચોક્કસપણે જ્ઞાનીને હોય છે. જેઓ જ્ઞાની નથી અથવા તો જ્ઞાનીની નિશ્રામાં રહેતા નથી, એવા લોકોને ચોક્કસ જ દીક્ષાની પ્રાપ્તિ થતી નથી. ઉપસંહાર : સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરિજી કહે છે ‘કમળ કાદવમાં પેદા થાય, પાણીથી એ વધે, છતાં આ બન્નેથી અલગ રહે ! શ્રાવક કર્મથી જન્મે, ભોગથી વધે છતાં આ બન્નેથી અલિપ્ત રહે ! શ્રાવક એટલે ‘કમળ’. પરમ શ્રદ્ધેય અધ્યાત્મયોગી સ્વ. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબ ‘સાધુપદ’ વિષયક કહે છે : “સાધુ પાસે સમતાનું, નિર્ભયતાનું, ચારિત્રનું, ભક્તિનું, મૈત્રીનું, કરુણાનું, જ્ઞાનનું સુખ છે. મૈત્રીની મધુરતા, કરુણાની કોમળતા, પ્રમોદનો પમરાટ અને માધ્યસ્થતાની મહાનતા હોય તેવું આ સાધુજીવન માત્ર પુણ્યહીન ને જ ન ગમે !’’ ૧૪૪૪ ગ્રંથોના રચયિતા પૂ. શ્રી હરિભદ્રસૂરિજી ફરમાવે છે : देशविरति खलु परिणामाः सर्वविरति । અર્થ : દેશવિરતિ ધર્મનું સાચું પરિણામ (ફલશ્રુતિ) સર્વવિરતિ છે. આત્મમુક્તિનો અનુપમ માર્ગ અને મુક્તિ મેળવવાનું અનુપમ સાધન ‘દીક્ષા’ છે. જેઓ સર્વવરિત ધર્મ સ્વીકારી ના શકતા હોય, તેઓએ ભાવશ્રાવક તો અવશ્ય બનવું જ જોઈએ. એ વાત મનમાં બરોબર ગોઠવવી કે સર્વવરિત ધર્મ આરાધવાની અશક્તિ પૂરતો જ દેશવિરતિ ધર્મ છે; અને એ દેશવિરતિ ધર્મ સર્વવરિત ધર્મની તાલીમ આપનારો છે. શ્રાવકને કોઈ પૂછે કે ‘તારે શું થવું છે ?’ તો જવાબ એક જ મળે કે ‘મારે સાધુ થવું છે.’ બીજો પ્રશ્ન પૂછે કે ‘કેમ થતો નથી ?’ તો કહે ‘અભાગિયો છું. સાધુ થવા માટે જ દેરાસર જઉં છું, પૂજા કરું છું, સ્વાધ્યાય કરું છું, પ્રવચનમાં જઉં છું, તપ કરું છું, વગેરે; પણ હજુ સંસાર છૂટતો નથી, એ મારા પરમ દુર્ભાગ્યની વાત છે. આપણે પોતે ભાવશ્રાવક બની સર્વવિરતિધર્મરૂપી સંયમજીવન જીવવાના આપણા અંતરાયો દૂર થતાં જ ‘દીક્ષા’ લઈ મુક્તિના બારણે ટકોરા મારતા સહુને ધર્મલાભ'ની આશિષ આપતા આપણે સૌ ઊભા રહીએ, એ જ મંગલ મનીષા. શ્રાવક ધર્મ 2010_03 ૧૭૪ શ્રુતસરિતા Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકના કર્તવ્યો : શ્રી વીતરાગ ધર્મની આરાધના કરવા માટે ત્રણ મુદ્દાઓ : (૧) શાસ્ત્રની આજ્ઞા (૨) જ્ઞાનીની નિશ્રા (૩) વિધિપૂર્વક ધર્મની પ્રવૃત્તિ. - જિનદર્શન-વંદન-પૂજન, ગુરુવંદન-પૂજન, ધર્મની વિવિધ આરાધનાઓ અને જીવનપર્યંતના શ્રાવકકુલના વહેવાર અને ધર્મ આચારોને આપણે દૈનિક જીવનમાં સ્થાન આપવું જોઈએ. લોકોત્તર માર્ગના એકાંત હિતને લક્ષમાં રાખી શ્રાવકના આચરણ ધર્મને આઠ વિભાગમાં વહેંચવામાં આવે છે? (૧) દૈનિક કર્તવ્ય (૨) રાત્રિ કર્તવ્ય (૩) પર્વ કર્તવ્ય (૪) ચાતુર્માસિક કર્તવ્ય (૫) વાર્ષિક કર્તવ્ય (૬) પર્યુષણ કર્તવ્ય (૭) જીવન કર્તવ્ય (૮) સમાધિ મરણ કર્તવ્ય. આ કર્તવ્યો અદા કરવાની વિવિધ ફરજોનું પાલન કરીને તે જૈન-શ્રાવક સામાન્ય જનથી વિશેષ રીતે અલગ તરી આવે છે, અને વિશુદ્ધ એવી આત્મદશાને પામવા રૂડું, રૂપાળું, હિતકર, રુચિકર અને પ્રીતિકર એવું સંયમી જીવન બનાવી શકે છે. - પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજીના શિષ્યરત્ન પૂજય પંન્યાસશ્રી વજસેનવિજયજી ગણિવર સંપાદિત “શ્રાદ્ધવિધિ પ્રકરણ' માંથી સાભાર. શ્રાવકનાં કર્તવ્ય શ્રાવકે શું કરવું જોઈએ? દૈનિક કર્તવ્ય :- (દિવસે શું કરવું જોઈએ ?) વહેલાં જાગવું (નવકાર સ્મરણ વગેરે), પ્રતિક્રમણ, (સામાયિક), દેવદર્શન, ગુરુવંદન, ગૃહવ્યવસ્થા, વ્યાખ્યાન શ્રવણ, સ્નાનવિધિ, પ્રભુપૂજા (અષ્ટ પ્રકારી), ભોજનવિધિ, સુપાત્રદાન, વ્યાપાર શુદ્ધિ, દેવપૂજન (ધૂપ વગેરે), પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ધર્મચર્ચા, વડીલોની ભક્તિ. રાત્રિ કર્તવ્ય :- (રાત્રે શું કરવું જોઈએ) ધર્મજાગરણ, સુકૃતની અનુમોદના, દુષ્કતની નિંદા, ચાર શરણ-સ્વીકાર, સાગાર અનશન, અલ્પનિદ્રા, રાત્રિ ચિંતન, (અશુચિ ભાવના) દીક્ષા અંગે મનોરથ સેવન, રાઈ પ્રતિક્રમણ. પર્વ કર્તવ્ય :- (પર્વ દિવસે શું કરવું જોઈએ) પૌષધ, ઉપવાસ, દાન, શીલ, તપ, ભાવ, અહિંસા, જયણા, શાસન પ્રભાવના. ચાતુર્માસિક કર્તવ્ય :- (ચાર માસમાં શું કરવું જોઈએ) વિવિધ નિયમગ્રહણ, દેસાવગાસિક, અતિથિ સંવિભાગ, સામાયિક, વિવિધ તપશ્ચર્યા, નૂતન અધ્યયન, સ્વાધ્યાય, જયણા પાલન. વાર્ષિક કર્તવ્ય :- (પ્રતિ વર્ષ શું કરવું જોઈએ) સંઘપૂજન, સાધર્મિક ભક્તિ, યાત્રાત્રિક (રથયાત્રા, જિનયાત્રા, તીર્થયાત્રા) જિનાલયે સ્નાત્ર મહોત્સવ, દેવદ્રવ્યની વૃદ્ધિ, મહાપૂજન, રાત્રિજાગરણ, શ્રુતજ્ઞાન પૂજા-મહોત્સવ, ઉજમણું, શાસન પ્રભાવના, પાપશુદ્ધિ (પ્રાયશ્ચિત્ત આલોચના) શ્રુતસરિતા ૧૭૫ શ્રાવક ધર્મ 2010_03 Page #201 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ કર્તવ્ય :- (પર્યુષણમાં શું કરવું જોઈએ) અમારી પ્રવર્તન (જીવદયા), સાધર્મિક ભક્તિ, ક્ષમાપના, અઠ્ઠમતપ, ચૈત્યપરિપાટી (દરેક દેરાસર જુહારવા). જીવન કર્તવ્ય :- (જીવન દરમ્યાન શું કરવું જોઈએ.) જિનાલય બંધાવવું, ગૃહમંદિર રાખવું. જિનબિંબ ભરાવવું, પ્રતિષ્ઠા કરાવવી, દીક્ષા અપાવવી, પદવી અપાવવી, હસ્તલિખિત આગમ લખાવવા, પૌષધશાળા બંધાવવી, પ્રતિમા વહન કરવી, ઉપધાન કરવા, પાલિતાણામાં ચાતુર્માસ કરવું, સંઘ કાઢવો, શત્રુંજયની ૯૯ યાત્રા કરવી, સંઘ રક્ષા માટે પ્રાણ તથા સર્વસ્વ આપવા તૈયાર થવું. સમાધિ મરણ કર્તવ્ય :- (મરણ સમયે શું કરવું જોઈએ.) દીક્ષા લેવી જોઈએ, શત્રુંજયમાં મન એકાગ્ર કરવું, ચારેય આહારનો ત્યાગ કરવો, ગુરુ સમક્ષ અતિચાર આલોચવા, સર્વ પાપ વોસિરાવવા, બાર વ્રત ગ્રહણ, દુષ્કૃતની નિંદા, સુકૃતની અનુમોદના, ચાર શરણ સ્વીકાર, સર્વ જીવ પ્રત્યે ક્ષમાપના, નવકાર મહામંત્રનું સ્મરણ, આદિ. શ્રાવકપણાનું અંતિમ ફળ : અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને પૂર્ણ ધર્મની પ્રાપ્તિ કરાવવા ગુરુ, આગમ અને ચતુર્વિધ સંઘરૂપી ધર્મતીર્થની સ્થાપના કરે છે. પૂર્ણધર્મનું સ્વરૂપ કેવું હોય, પૂર્ણધર્મના આરાધક જીવના મન-વચન-કાયાના યોગ કેવા હોય, તેને સાક્ષાત્ સમજવા હોય, તો તીર્થકર ભગવંતે પ્રરૂપેલું “મુનિજીવન' સમજવું પડે; એટલે કે આપણે દીક્ષા લેવી જોઈએ અથવા દીક્ષા લેવાના ભાવ કેળવવા જોઈએ. પરમ જ્ઞાની ભગવંતો યથાર્થ ફરમાવે છે કે જૈન કુળમાં જન્મેલ જૈન ભાવશ્રાવક બની દીક્ષા લે, દીક્ષાનો ભાવ રાખે અથવા તો જે પુણ્યશાળી જીવો એ દીક્ષા લીધી છે તેની અનુમોદના કરે. દીક્ષા, દીક્ષાનો ભાવ કે દીક્ષાની અનુમોદના - આ ત્રણમાંથી ગમે તે એક પણ જો શ્રાવક આ ભવમાં ના કરે, તો પરિણામે એકેન્દ્રિય બની વનસ્પતિકાયમાં ગતિ પરભવે થાય તેમાં શું આશ્ચર્ય ? શ્રાવક-પાત્રતા માટે આવશ્યક દૈનિક ધોરણે આચાર માર્ગમાં પ્રવેશવા અને અનુક્રમે વૃદ્ધિ પામવાના એક માત્ર શુભાશયથી આ યાદી તૈયાર કરેલ છે. ભાવો વર્ધમાન થવા વડે, નીચે દર્શાવેલ તથા અન્ય તમામ આચારો સંપૂર્ણતઃ બારે માસ આજીવન પાલન કરવાનું લક્ષ્ય રાખવું. ૧. ગૃહમંદિર દરરોજ સવારે કે સાંજે સૂતાં પહેલાં નીચે મુજબ બોલવું. “આજરોજ વિક્રમ સંવત ૨૦૫૭ ને ચૈત્ર વદી ૮ ને સોમવાર તા. ૧૬મી એપ્રિલ, ૨૦૦૧ (તિથિ-તારીખ દરરોજ બદલવી) ના રોજ બધા તીર્થોએ મારી ભાવયાત્રા હોજો અને તે તીર્થોએ બિરાજતા તીર્થકર ભગવંતોને મારી ભાવવંદના હોજો.' શ્રાવક ધર્મ ૧૭૬ શ્રુતસરિતા 2010_03 Page #202 -------------------------------------------------------------------------- ________________ 2. ઉકાળેલું પાણી (૧) કાયમ ન થઈ શકે તો કુલ ૧૨ તિથિ (બીજ, પાંચમ, આઠમ, અગિયારસ અને ચૌદસ-સુદ અને વદની તથા પૂનમ-અમાસ) અથવા (૨) આ બાર તિથિમાંથી સુદ પાંચમ, બંને આઠમ-ચૌદશ અથવા (૩) તીર્થકર ભગવન્તના દરેક મહિનામાં દીક્ષા-કલ્યાણક દિને અથવા (૪) દર અઠવાડિયે શનિવાર/રવિવારના રોજ. ૩. કંદમૂળ ત્યાગ આજીવન હોવો જોઈએ. ૪. વાસી ખોરાક ત્યાગ આજીવન હોવો જોઈએ. પ. આયંબિલ દર મહિને ઓછામાં ઓછું એક કરવું (શક્ય હોય તો આઠમ-ચૌદશ) ૬. રસત્યાગ વિગઈ, ગળપણ, તળેલું, અથાણાં, મુખવાસ આદિ પદાર્થોમાંથી કોઈ પણ એક-બેનો ત્યાગ-બાર તિથિ, શનિ-રવિ અગર કલ્યાણક દિને કરવો. ૭. વૃત્તિ સંક્ષેપ આખા દિવસમાં કુલ આઠથી બાર પદાર્થોનો વપરાશનો નિયમ બાર તિથિ, શનિ-રવિ અગર કલ્યાણક દિને લેવો. કુલ પદાર્થોના વપરાશની સંખ્યા (આઠથી બાર)નો અંક સવારથી ધારી લેવો. ૮. રાત્રિભોજન ત્યાગ આજીવન ન થાય તો રાત્રિના આઠ વાગ્યા પછી જમવું નહીં. પાર્ટીમાં મોડેથી જમવું નહીં. ૯. જમતી વેળાએ (૧) એક કે ત્રણ નવકાર ગણી ભોજનનો પ્રારંભ કરવો. (૨) બને ત્યાં સુધી ફરીથી લેવું નહીં. (૩) થાળી ધોઈને પી જવી. (૪) જમ્યા બાદ એક નવકાર ગણવો. ૧૦. ખમાસમણા દરરોજ ઓછામાં ઓછા પાંચ ખમાસમણા ગૃહમંદિરમાં દેવા (સુદ-વદ પાંચમે ખાસ). શ્રી મતિજ્ઞાનાય નમ-શ્રુતજ્ઞાનાય-અવધિજ્ઞાનાય મન:પર્યવ-કેવળજ્ઞાન. ૧૧. કાઉસગ્ગ દરરોજ અથવા બાર તિથિ અથવા કલ્યાણક દિને બાર નવકારનો અગર આઠ લોગસ્સનો ઊભા રહીને કરવો. ૧૨. સૂતી/ઊઠતી વેળાએ પથારીની બહાર ઊભા રહી સૂતી વેળાએ સાત નવકાર અને ઊઠતી વેળાએ આઠ નવકાર ગણવા. ૧૩. ચૌવિહાર ‘જમ્યા પછી નહીં જમવાનું' એવી રીતે પચ્ચખાણ ધારી ચૌવિહાર/ તિવિહાર કરવા. પચ્ચખાણ ના આવડે, તો નવકાર ગણવો. ૧૪. નવકારશી/પોરસી શનિ-રવિ બંને દિવસ તો ખાસ કરવી. ૧૫. પચ્ચકખાણ ધારણા અભિગ્રહ એટલે કે ચારે પ્રકારના આહારના વપરાશના વચગાળા દરમ્યાન પચ્ચકખાણની ટેવ પાડવી. (એક-બે-ત્રણ કલાક માટે). પચ્ચકખાણ અગર નવકાર. શ્રુતસરિતા ૧૭૭ શ્રાવક ધર્મ 2010_03 Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬. સામાયિક દરરોજ ના થઈ શકે તો એક મહિનામાં ઓછામાં ઓછી આઠ સામાયિકનો નિયમ ધારવો. ૧૭. પ્રતિક્રમણ દરરોજ ના થઈ શકે તો આઠમ-ચૌદશના દિને ખાસ. ૧૮. સ્વાધ્યાય દરરોજ ઓછામાં ઓછું એક ઘડી (૨૪ મિનિટ) શ્રુત-વાંચન કરવું (સૂતાં સૂતાં નહીં વાંચવું). ૧૯. મૌન (૧) દરરોજ ઓછામાં ઓછું એક ઘડી (૨૪ મિનિટ) અને શનિ-રવિ એક પ્રહર (ત્રણ કલાક). (૨) મહિનામાં એક શનિવારે આખા દિવસનું મૌન. (૩) જમતી વેળાએ મૌન રાખવું. ૨૦. ટેલિવિઝન દરરોજ એક કલાકથી અને શનિ-રવિ કુલ ત્રણ કલાકથી વધુ નહીં જોવું. ૨૧. ઈન્ટરનેટ દરરોજ અડધા કલાકથી વધુ નહીં અને શનિ-રવિ કુલ ત્રણ કલાકથી વધુ નહીં. ૨૨. ટેલિફોન (૧) “જય જિનેન્દ્ર - પ્રણામ' વડે સંબોધન કરવું. (૨) પરિવારના સભ્યો સિવાય અન્ય આવતા ટેલીફોન ઉપર નિયંત્રણ મૂકવા. (૩) દસ મિનિટથી વધુ વાત કરવી નહીં. (૪) એકાદ નાનું ધર્મવાક્ય સંભળાવવાની ટેવ પાડવી. ૨૩. સૂતાં પહેલાં સાત લાખ, અઢાર પાપસ્થાનક, ચત્તારિ શરણં બોલવા. ૨૪. પરિગ્રહ-પરિમાણ વસ્ત્રોની આદિ ઉપભોગની સાધનોની કુલ સંખ્યા નક્કી કરવી. ધનસંચયનું પણ માપ નક્કી કરવું. ૨૫. પત્રલેખન અહીંયાં કે ભારતમાં રહેતા સ્વજનો/પરિજનોને દર મહિને ઓછામાં ઓછા કુલ પાંચ પત્રો લખવા. ૨૬. બાર વ્રત શ્રાવક/શ્રાવિકાના બાર વ્રતો પૈકી એક-બે-ત્રણ વ્રત લેવા. ૨૭. ચૌદ નિયમ (૧) સચિત (ર) દ્રવ્ય (૩) વિગઈ (૪) બૂટ-ચંપલ (૫) મુખવાસ (૬) વસ્ત્ર (૭) ફૂલ-અત્તર (૮) વાહન (૯) શયન (૧૦) વિલેપન (સાબુ તેલ) (૧૧) બ્રહ્મચર્ય (૧૨) દિશા (૧૩) સ્નાન (૧૪) ભાત પાણી દરરોજ સવારના જ દિવસ પૂરતા અને સાંજના રાત્રિ પૂરતા આ ચૌદ નિયમો ધારવા વડે સત્ત્વ ખીલી ઊઠતાં કર્મબંધનની બચાય છે. શ્રાવક જીવનને દીપાવનારા નિયમો ૧. સવારે ઓછામાં ઓછું નવકારશીનું તથા સાંજે ચૌવિહારનું પચ્ચખાણ કરવું. ૨. નિરંતર (ત્રણ ઉકાલા આવેલું) ઉકાળેલું પાણી વાપરવું. તેથી સુપાત્ર ભક્તિ અને આરોગ્ય આદિ અનેક લાભો થાય છે. ૩. ઉભયકાલ આવશ્યક પ્રતિક્રમણ નિયમિત કરવું. ૪. મહિનામાં બે ચતુર્દશીએ ઉપવાસ કરવો. શ્રાવક ધર્મ - ૧૭૮ શ્રુતસરિતા 2010_03 Page #204 -------------------------------------------------------------------------- ________________ ૫. બાર તિથિ તથા છ અઠ્ઠાઈ લીલોતરી વાપરવી નહિ. ૬. ત્રિકાલ જિનદર્શન સામગ્રી યોગે અવશ્ય કરવા. ૭. વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા રોજ પોતાની લક્ષ્મીથી ઉત્તમ દ્રવ્યો લાવીને કરવી. ૮. મહિનામાં ઓછામાં ઓછું એક વાર સ્નાત્ર ભણાવવું. ૯. રોજ ઓછામાં ઓછી એક બાંધી નવકારવાળી ગણવી. ૧૦. મહિનામાં બાર તિથિ અથવા છેવટે પાંચ તિથિ ઉપવાસ, આયંબિલ કે એકાસણું, પોતાની શક્તિ મુજબ કરવું. - ૧૧. જિંદગીનું બ્રહ્મચર્ય ન લઈ શકે તેમને બાર તિથિ, અને છ અઠ્ઠાઈમાં તો અવશ્ય બ્રહ્મચર્ય પાળવું. ૧૨. બાવીશ અભક્ષ્ય અને બત્રીસ અનંતકાયનો જિંદગી પર્યત ત્યાગ કરવો. ૧૩. મૂળાના થડ, મોગરા, ફૂલ ને પાંદડા પણ અભક્ષ્ય છે. તેનો સર્વદા ત્યાગ કરવો. તથા ભાજીપાલો, પતરવેલીયા અને અડવીના પાંદડા, આઠ મહિના અભક્ષ્ય છે. ફાગણ મહિનાથી કાર્તિક સુદ ૧૫ સુધીના કાલ દરમિયાન ખાવા નહિ. ૧૪. જેમની શક્તિ હોય તેમણે ચોમાસામાં લીલોતરીનો ત્યાગ કરવો. ૧૫. હોટલમાં જવું નહિ, નાટક સિનેમા જોવાં નહિ, પાન, બીડી, સિગારેટ વગેરે વાપરવાં નહિ. ૧૬. શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણકનું એકાસણું દર મહિનાની વદિ દસમે અવશ્ય કરવું તેથી સમાધિમરણની પ્રાપ્તિ થાય છે. ૧૭. રોજ ઓછામાં ઓછું એક સામાયિક કરવું. ૧૮. મહિનામાં અમુક પૌષધ કરવા. ૧૯. તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે રોજ એક કલાક ગોખવું. સ્વાધ્યાય કરવો. ૨૦. શ્રી વર્ધમાન તપની ઓળીનો પાયો નાખવો. ૨૧. આસો તથા ચૈત્ર માસની શ્રી નવપદજી ભગવંતની શાશ્વતી ઓળીમાં નવ આયંબિલો જિંદગી પર્યત કરવા. ૨૨. ચૌદ નિયમો સમજી લેવા અને હંમેશાં ધારવા. ૨૩. સગુરુનો યોગ હોય તો વંદન તથા વ્યાખ્યાન શ્રવણ અવશ્ય કરવું. ૨૪. રોજ થાળી ધોઈ પીવી. થાળી ધોઈ પીનારને શાસ્ત્રમાં એક આયંબિલનો લાભ બતાવ્યો છે. ૨૫. દીક્ષા ન લેવાય ત્યાં સુધી ઓછામાં ઓછી કોઈ પણ એક ભાવતી વસ્તુનો ત્યાગ કરવો. ૨૬. રાત્રિ ભોજનનો ત્યાગ કરવો. ૨૭. માંસ, મદિરા, મધ અને માખણ ચાર મહા વિગઈઓનો જીવનપર્યત ત્યાગ કરવો. શુભકામના : શ્રાવક પોતે પોતાના જીવનમાં યથાશક્તિ અમલમાં મૂકે, આંખ સામે સાધુધર્મ જલદીમાં જલદી લેવાની ભાવના રાખે અને જ્યાં સુધી ગૃહવાસમાં છે ત્યાં સુધી શ્રાવકજીવનને દીપાવી સાધુતાના પોતાના આદર્શને વહેલી તકે પાર પાડે એ જ શુભ કામના. શ્રુતસરિતા ૧૭૯ શ્રાવક ધર્મ 2010_03 Page #205 -------------------------------------------------------------------------- ________________ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ધર્મતીર્થ પ્રભાવક પ. પૂ. આચાર્યદેવશ્રી હેમરત્નસૂરિજી લિખિત “ચાલો જિનાલય જઈએ' માંથી સાભાર. છેવટે મીની (પ્રાથમિક) શ્રાવક બનવા શું કરશો ? • રોજ ત્રિકાળ જિનદર્શન-પૂજા. • કંદમૂળ અને અભક્ષ્ય ચીજ ત્યાગ. • નવકારશી, ચઉવિહારનું પચ્ચખાણ. • બહારના પદાર્થોનો ત્યાગ. • ૧ બાંધી માળાનો નવકારનો જાપ. • ચૌદશે પૌષધની આરાધના. • રોજ એક સામાયિકની આરાધના. • ઉપધાન તપ વહન કરવા. • ઉભય ટંક પ્રતિક્રમણ. • શક્તિ પ્રમાણે સાત ક્ષેત્રમાં તથા • ગુરુવંદન, પ્રવચન શ્રવણ. અનુકંપામાં ધન વાપરવું. • ચૌદ નિયમ ધારવા. • દર વર્ષે તીર્થયાત્રા કરવી. • પર્વતિથિએ એકાસણું-આંબેલ. • બે શાશ્વતી ઓળીની આરાધના. • રોજ ૧૨ દ્રવ્યોથી વધુ દ્રવ્ય ન વાપરવા. • સાધર્મિકની ભક્તિ. • સચિત્ત ચીજનો, કાચા પાણીનો ત્યાગ. • સંયમની પ્રાપ્તિ કાજે પ્રિય ચીજનો ત્યાગ • તમાકુ, પાનપરાગ, બીડી, સિગારેટ, • દર વર્ષે ભવઆલોચના કરવી. શરાબ વગેરેનો ત્યાગ. • માતા-પિતાની સેવા કરવી. • સાત વ્યસનનો ત્યાગ. • ધર્મસ્થાનોની લાગણીપૂર્વક જાળવણી કરવી. આહારશુદ્ધિ માટે : ભક્ષ્યાભર્યા વિચાર આત્માનો સ્વભાવ આહારી નથી. આત્માનો સ્વભાવ અણાહારી છે. આત્માને શરીરનો વળગાડ વળગ્યો છે માટે ખાવા આપવું પડે છે. શરીરને પણ એ માટે આપવાનું છે કે એનાથી કંઈક ધર્મની સાધના થઈ શકે. શરીર તો માટી છે. ધર્મ આરાધના સોનું છે. માટી વેચી અંતે તો ખરીદાય એટલું સોનું જ ખરીદવાનું છે. આવા માટી જેવા શરીરને એવું તો ખાવાનું ન જ અપાય કે જેથી શરીર માથે ચડી બેસે ને ધર્મ પગ નીચે રહી જાય. શરીરને આહાર એ માટે જ આપવાનો છે કે “આહારની સહાયથી શરીર દ્વારા અણાહારી પદ પ્રાપ્ત કરી શકાય.' તો ખાવાનું આપતા પહેલા એ વિચારવું જોઈયે કે “શું ખાવાનું આપવું...? ભક્ષ્ય કે અભક્ષ્ય? ક્યારે ખાવાનું આપવું...? રાત્રે કે દિવસે ? કેટલી વાર ખાવાનું આપવું...? એક વાર બેવાર કે ત્રણવાર ? એ જાણવા માટે ભક્ષ્યાભઢ્ય વિચાર વાંચવા ભલામણ છે. પૂજ્ય શ્રી ધીરજલાલ ડી. મહેતા (પંડિતજી) લિખિત “જૈન ધર્મના મૌલિક સિદ્ધાંતો'માંથી સાભાર. દેશવિરતિ ગ્રહણ કરનારાને શ્રાવકનાં બાર વ્રતો હોય છે. તે આ પ્રમાણે છે : શ્રાવક ધર્મ ૧૮) શ્રુતસરિતા 2010_03 Page #206 -------------------------------------------------------------------------- ________________ : (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત : મોટા-જીવો (હાલતા-ચાલતા ત્રસ) જીવોને નિરપરાધીને મારે જાણીબૂઝીને હણવા-હણાવવા નહીં. (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત ઃ જેનાથી આપણે જૂઠાબોલા કહેવાઈએ, લોકો વિશ્વાસ ન કરે, ઈજ્જત હલકી થઈ જાય, પ્રતિષ્ઠા ગુમાવાય તેવું જૂઠું બોલવું નહીં. (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત : જેનાથી આપણે ચોર કહેવાઈએ, ચોરીનો ગુનો લાગુ થાય, ફોજદારી કેસ થાય એવી ચોરી કરવી નહીં. માલિકની રજા વિના માલ લેવો નહીં. (૪) સ્વદારા સંતોષ ઃ પરદારા વિરમણ વ્રત : નાતજાતના વ્યવહારથી પ્રાપ્ત થયેલી પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીની સાથે વ્યવહાર કરવો નહીં. પરસ્ત્રીનું સેવન કરવું નહીં. (૫) પરિગ્રહ પરિમાણ વ્રત : ધન, મિલકત વગેરે પરિગ્રહનું માપ ધારવું. ધારેલા માપથી ઉપર જવું નહીં. (૬) દિશા પરિમાણ વ્રત : પૂર્વાદિ ચારે દિશાઓમાં તેમજ ઉપર અને નીચે એમ છએ દિશાઓમાં જવા-આવવાનો જીવનભરનો નિયમ ધારવો; તે ઉપરાંત જવું નહિ. (૭) ભોગોપભોગ વિરમણ વ્રત ઃ ઘરમાં રહેલી સામગ્રીમાંથી જે ચીજો એક વાર ભોગવાય તેવી છે તે ભોગ, અને વારંવાર ભોગવાય તેવી ચીજો છે તે ઉપભોગ. જેમ કે રાંધેલું અનાજ, ફુટ તે ભોગ અને વસ્ત્ર, મકાન, આદિ તે ઉપભોગ. આ બંનેની સંખ્યાનો નિયમ કરવો, જેમ કે જીવનપર્યન્ત દરરોજ ૩૦, ૪૦, ૫૦ ચીજથી વધારે ખાવી પીવી નહીં. ૨૫, ૩૦ જોડીથી વધારે વસ્ત્રાદિ રાખવાં નહીં. (૮) અનર્થદંડ વિરમણ વ્રત : જેની જરૂર નથી, જે બિનપ્રયોજનવાળાં પાપો છે તે બહુધા કરવાં નહીં. અને કદાચ કરવાં પડે તોપણ તેનું માપ ધારવું તે. જેમ કે નદીમાં નાહવું, સમુદ્રમાં સ્નાન કરવું, હીંચોળે હીંચવું, નાટક, સરકસ જોવાં વગેરે અનર્થકારી પાપોનું પ્રમાણ કરવું. સામાયિક વ્રત : સમતાભાવની પ્રાપ્તિ તે સામાયિક. આત્મામાં સમતાભાવ આવે તે માટે ૪૮ મિનિટ ઘરસંસારનો ત્યાગ કરીને સાધુના જેવું જીવન અપનાવવું, સ્વીકારવું તે સામાયિકવ્રત. મહિનામાં અથવા વર્ષમાં અમુક સામાયિક કરવાં જ. બની શકે ત્યાં સુધી આ સામાયિક ઘરથી દૂર ઉપાશ્રય આદિમાં કરવાં કે જેથી ચિત્તની સ્થિરતા વધે. (૯) (૧૦) દેશાવઞાશિક વ્રત : વર્ષમાં એકાદ વખત પણ આ વ્રત કરવું, પોતાના મકાન વિનાની બીજી ભૂમિનો અથવા પોતાની શેરી, ગલી, પોળ, સ્ટ્રીટની ભૂમિ વિનાની બીજી ભૂમિનો ઉપયોગ કરવો નહીં. તે દેશાવગાશિક. આ વ્રત ધાર્યા પછી બહારના ફોન, ટપાલ લેવાય-વંચાય નહીં. આ વ્રત યથાર્થ પાળવા માટે આવા વ્રતધારી સવારથી સાંજ સુધી ૮-૧૦ સામાયિક જ કરે છે. (૧૧) પૌષધોપવાસ વ્રત : જીવનમાં વર્ષ દરમ્યાન એકાદ-બે પણ પૌષધ કરવા. ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ. રાત્રિ-દિવસ ઘર-સંસારનો ત્યાગ કરી સાવદ્ય યોગનાં પચ્ચખ્ખાણ કરીને સાધુના જેવું જીવન જીવવું તે ભૂમિશયન, એકલહારી, સચિત્તનો ત્યાગ, પડિલેહણ, દેવવંદન આદિ ધર્મક્રિયાઓ કરવાપૂર્વક વ્રત કરવું તે. (૧૨) અતિથિ સંવિભાગ વ્રત : રાત્રિ-દિવસનો પૌષધ કરી, ઉપવાસ વ્રત કરી, બીજા દિવસે શ્રુતસરિતા 2010_03 ૧૮૧ શ્રાવક ધર્મ Page #207 -------------------------------------------------------------------------- ________________ એકાસણું કરી અતિથિને (સાધુ-સાધ્વીજી) વહોરાવીને, તે ન મળે તો વ્રતધારી શ્રાવક-શ્રાવિકાને જમાડીને પછી એકાસણું કરવું તે અતિથિ સંવિભાગ વ્રત. ઉપર મુજબ શ્રાવકનાં બાર વ્રત છે. તે ઉપરાંત શ્રાવક જીવનમાં ૧૧ પડિમા પણ આવે છે. એકાદ વ્રત ઉચ્ચારીએ તો જઘન્ય દેશવિરતિ ગુણઠાણું અને બારે વ્રત ઉચ્ચારીએ તો મધ્યમ અને ઉપરાંત પડિમાઓ પણ વહન કરીએ તો ઉત્કૃષ્ટ દેશવિરતિ ગુણઠાણું કહેવાય છે. ચૌદ નિયમ ધારવાની વિગત : જેણે ચૌદ નિયમ પહેલાં અંગીકાર કર્યા હોય, તેણે દરરોજ સંક્ષેપ કરવા જોઈએ અને જેણે ચૌદ નિયમ લીધેલા ન હોય, તેણે પણ ધારીને દરરોજ સંક્ષેપ કરવા, તેની રીત નીચે મુજબ છે. ૧. સચિત્ત - મુખ્ય વૃત્તિએ સુશ્રાવકે સચિત્તનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. તેમ ન બની શકે તો સામાન્યથી એક-બે-ત્રણ પ્રકારે સચિત્ત વાપરવાની છૂટ રાખીને બાકીના સર્વ સચિત્તનો દરરોજ ત્યાગ કરે. કેમકે, શાસ્ત્રમાં લખેલું જ છે કે, પ્રમાણવંત, નિર્જીવ, પાપરહિત આહાર કરવાથી પોતાના આત્માનો ઉદ્ધાર કરવામાં તત્પર એવા સુશ્રાવકો હોય છે.' દ્રવ્ય - સચિત્ત (માંસ) ખાવાની ઈચ્છાથી માછલાં (તંદુલીઓ આદિ) સાતમી નરકમાં જાય છે. એટલે સચિત્ત (માંસ) આહાર મનથી પણ ઇચ્છનીય નથી. સચિત્ત વિગઈ (માંસ) છોડીને જે કાંઈ મુખમાં નંખાય તે સર્વ દ્રવ્યમાં ગણાય છે. જેમકે, ખીચડી, રોટલી, રોટલો, નીવિયાતાનો લાડુ, લાપસી, પાપડી, ચુરમુ, કરબો, પૂરી, ક્ષીર, દૂધપાક એમાં ઘણા પદાર્થ મળવાથી પણ જેનું એક નામ ગણાતું હોય, તે એક દ્રવ્ય ગણાય છે. વળી એક ધાન્યના ઘણા પદાર્થ બનેલા હોય, તે જુદા જુદા દ્રવ્ય ગણાય છે. (એ દ્રવ્યમાંથી એક-બે, ચાર જે વાપરવાં હોય તેની છૂટ રાખી બીજા બધાનો ત્યાગ કરવો.). વિગઈ - (વિગત)-વિગઈઓ ખાવા યોગ્ય છ પ્રકારની છે. ૧. દૂધ, ૨. દહીં, ૩. ઘી, ૪. તેલ, ૫. ગોળ, ૬. કઢા વિગઈ. (એ છ પ્રકારની વિગઈમાંથી જે જે વિગઈ વાપરવી હોય, તે છૂટી રાખી બીજીનો દરરોજ ત્યાગ કરવો.) ઉવાણહ - (ઉપાનહ)-પગમાં પહેરવાના જોડા તથા કપડાનાં મોજાની સંખ્યા રાખવી. કાષ્ઠની પાવડી તો ઘણા જીવની વિરાધના થવાના ભયથી શ્રાવકને પહેરવી જ યોગ્ય નથી. ૫. તંબોલ - (તાંબૂલ) પાન, સોપારી, ખરસાર કે કાથો વગેરે સ્વાદિય વસ્તુઓનો નિયમ કરવો. વત્થ - (વસ્ત્ર) પાંચે અંગે પહેરવાના વેષ-વસ્ત્રનું પરિમાણ કરવું, ઉપરાંતનો ત્યાગ કરવો. એમાં રાત્રે પોતીયું કે ધોતિયું અને રાત્રિના પહેરવાનાં વસ્ત્રાદિ ગણાતાં નથી. કુસુમ - અનેક જાતિનાં ફૂલ સૂંઘવાનો, માળા પહેરવાનો કે મસ્તક ઉપર રાખવાનો કે શય્યામાં રાખવાનો નિયમ કરવો. ફૂલનો પોતાના સુખ-ભોગને માટે નિયમ થાય છે, પણ દેવ-પૂજામાં વાપરવાનો નિયમ કરાતો નથી. વાહણ - રથ, અશ્વ, પોઠિયો, પાલખી વગેરે ઉપર બેસીને જવા-આવવાનો નિયમ (રેલવે, મોટર, વિમાન, ટ્રામ, બસ, સાયકલ વગેરે આધુનિક વાહનો.) સચણ - (શયા)-ખાટલા, પલંગ, ખુરશી, કોચ, બાંકડા વગેરે ઉપર બેસવાનો નિયમ રાખવો. શ્રાવક ધર્મ ૧૮૨ શ્રુતસરિતા ૮. 2010_03 Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૧૫ ૧૦. વિલવણ - (વિલેપન)-પોતાના શરીરને શોભાવવા માટે ચંદન, જવા, ચુઓ, કસ્તૂરી વગેરેનો નિયમ કરવો. નિયમ કર્યા ઉપરાંત પણ દેવપૂજામાં તિલક, હસ્તકંકણ, ધૂપ વગેરે કલ્પ છે. ૧૧. બંભ - (બ્રહ્મચર્ય)-દિવસે કે રાત્રે સ્ત્રી-સેવનનો ત્યાગ. ૧૨. દિસિ (દિશા પરિમાણ)-અમુક અમુક દિશાએ આટલા માઈલથી આગળ ન જવાનો નિયમ કરવો. ૧૩. રહાણ - (સ્નાન)-તેલ ચોળીને સ્નાન કરવું તે કેટલી વાર સ્નાન કરવું તેની મર્યાદા બાંધવી. ૧૪. ભાત - રાંધેલ ધાન્ય અને સુખડી વગેરે ત્રણ અથવા ચાર શેર આદિનું પરિણામ કરવું. અહીંયાં સચિત્ત કે અચિત્ત વસ્તુઓ ખાવાની જુદાં જુદાં નામ દઈ છૂટ રાખીને જેમ બની શકે એમ યથાશક્તિ નિયમ રાખવો. ઉપલક્ષણથી બીજાં પણ ફળ, શાક, વગેરેનો યથાશક્તિ નિયમ કરવો. નિયમ ધારવાની રીત જેઓને યાદ ન રહે તેઓ નિયમ ધારવા માટે નીચે પ્રમાણે ખાના પાડી અભ્યાસ પાડી પછી મોઢેથી ધારી શકે છે. નામ | કેટલું વાપરવાનું | કેટલું વાપર્યું | લાભમાં સચિત્ત દ્રવ્ય વિગઈ વાહ તંબોલ શ્રાદ્ધ વિધિમાં ધર્મ જાગરિકા આ પ્રમાણે દર્શાવી છે : ૧. ક્રોડ ? હું કોણ? ક્યાંથી આવ્યો? શું લાવ્યો છું? લઈ શું જવાનો છું? મારો આત્મા શુદ્ધ છે જ્ઞાન, દર્શન, ચારિત્રમય છે, તે મારા ગુણો છે. ૨. #ા મમ સારું ? મારી જાતિ કઈ ? મારી માતા કોણ? હું અંધ, અપંગ કે લૂલો નથી, પાંચે ઇન્દ્રિયો સંપૂર્ણ છે. ૩. દિ વં મારા પિતાનું કુળ કયું? હું ચંડાળ, ભિક્ષુક કે હલકા કુળનો નથી. ૪. સેવા દ્ય છે અને મારા દેવ કોણ? મારા ગુરુ કોણ? અરિહંત, સિદ્ધ, વિતરાગી મારા દેવ, જે અઢાર દોષો રહિત, બાર ગુણો સહિત છે. મારા ગુરુ પંચ મહાવ્રતધારી, કંચન-કામિનીના ત્યાગી છે. હું તેમની જેમ આરાધક બની ક્યારે તેમના જેવો બનું? મારું સ્વરૂપ તે જ છે. તે ક્યારે મેળવું ? પ. ો મદ ઇમ્પો ? મારો ધર્મ કયો? દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મારા ગુણધર્મ છે. મારો આચાર અનુષ્ઠાન ધર્મરૂપી, અહિંસા, સંયમ અને તપ છે. માટે સર્વે જીવો સાથે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવ તે વિચાર ધર્મ છે. મેં જીવનમાં કેટલો ધર્મ ઉતાર્યો? ૬. જે ચા સમrrદા ? મેં જીવનમાં કયા વ્રત-નિયમો-અભિગ્રહો લીધાં છે ? ૭. aધસ્થા ને ? વર્તમાન કાળમાં મારી કઈ અવસ્થા છે? અને ભૂતકાળમાં હું કેવો હતો ? હવે મારે કેવું જીવન જીવવાનું છે ? શ્રુતસરિતા શ્રાવક ધર્મ ૧૮૩ 2010_03 Page #209 -------------------------------------------------------------------------- ________________ ૮. દિ ને દિવ ને ? મારું કર્તવ્ય કર્યું કે નહિ? ૯. એ દિવં ચ વિ શેખ ? મારે કરવાનું કર્તવ્ય શું બાકી રહ્યું ? ૧૦. વિંદ સાબિન્ને સમયમ ? પ્રમાદથી હું શું નથી કરતો ? ૧૧. વિ. ને જો પાસ ? મારા કયા ક્યા દોષો બીજાઓ જુએ છે? ૧૨. હિંદ ૨ સપ્પા ? મારામાં કયા કયા દોષો છે ? તે હું ક્યારે દૂર કરીશ, તેવું વિચારવું. ૧૩. વિંદ હું નિશં વિMar? મારા તે દોષો કેમ દૂર થતા નથી? તેની વિચારણા કરવી. આવી રીતે ધર્મ જાગરિકા કરવાથી નિષ્કપટીપણું આવે છે. બીજાઓ પ્રત્યે હૈયું કૂણું બને છે. પછી ધર્મબીજ વાવો, અંકુર ફૂટવા માંડે છે. માટે ભદ્રિક ભાવ માટે હૈયાની સાફસૂફી રોજ થવી જોઈએ. इहहिं मरहे केई जीवा, मिच्छादि ट्ठिय मदवा मावा । ते मदीउण नव मे, वरिसंमि हुँति के वलिणो ।। • આ ભરત ક્ષેત્રમાં જ્યારે જ્યારે જ્ઞાની ભગવંતોને પૂછે, ત્યારે તેઓ કહે છે કે, આ ભરત ક્ષેત્રમાં મિથ્યા દષ્ટિ ભદ્રિક ભાવવાળા જીવો છે. તેઓ મૃત્યુ પામીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી આઠમે વરસે દીક્ષા લઈ, નવમે વરસે કેવળજ્ઞાન પામી મોક્ષે સંચરે છે. આવા શ્રાવકો ભરત ક્ષેત્રમાં છે. સર્વ ધર્મ ક્રિયાઓ રાગદ્વેષને પાતળા બનાવી, ભદ્રિક ભાવ લાવવા માટે છે. જ્યાં હૈયું સરળ, ઋજુ, નિષ્કપટી બન્યું ત્યાં ધર્મબીજથી કર્મબંધ અલ્પ થાય અને ભદ્રિક ભાવના કારણે કર્મોની નિર્જરા કરી; પરમપદના ભાગી બને છે. પૂજ્ય શ્રી ચુનીલાલજી સ્વામીના સુશિષ્ય શ્રી નિરંજન મુનિજી લિખિત “શ્રી જૈન તત્ત્વસાર’માંથી સાભાર શ્રાવકનાં ર૧ લક્ષણ (૧) અલ્પ ઈચ્છા : શ્રાવક ધનની, વિષયની તૃષ્ણા ઓછી કરી અલ્પ તૃષ્ણાવાળો હોય છે. ધન અને વિષયની પ્રાપ્ત સામગ્રીમાં પણ અત્યંત લુબ્ધ થતો ન હોવાથી અલ્પ ઇચ્છાવાન બને છે. (૨) અલ્પારંભી જે કાર્યમાં પૃથ્વી આદિ છ કાયની હિંસા થતી હોય તેવાં કાર્યોની વૃદ્ધિ કરે નહિ, પરંતુ પ્રતિદિન અલ્પ કરતો રહે, અનર્થાદંડથી સદૈવ દૂર રહેતો હોવાથી અલ્પારંભી હોય છે. અલ્પ પરિગ્રહ : શ્રાવકની પાસે જેટલો પરિગ્રહ (સંપત્તિ) હોય છે તેટલાથી સંતોષ માની અથવા ૯ પ્રકારના પરિગ્રહનું પરિણામ કરી તેથી વધારે મેળવવાની ઇચ્છાનો નિરોધ કરે છે. પુણ્યોદયે પ્રાપ્ત થયેલ પરિગ્રહનો સન્માર્ગે વ્યય પણ કરતો રહે છે અને અન્યાયોપાર્જિત દ્રવ્યોનો અણવંચ્છક હોવાથી અલ્પ પરિગ્રહી કહેવાય છે. સુશીલ : શ્રાવક પરસ્ત્રીનો ત્યાગી તો હોય છે પણ સ્વદારાથી પણ મર્યાદિત હોવાથી શીલવંત કહેવાય છે. સુતી : શ્રાવક ગ્રહણ કરેલાં વ્રત, પ્રત્યાખ્યાનને નિરતિચારપણે અને ચડતે પરિણામે પાલન કરતો હોવાથી “સુવ્રતી' ભલાં વ્રતવાળો કહેવાય છે. (૬) ધર્મિષ્ઠ : ધર્મકરણીમાં નિરંતર દત્તચિત્ત રહેવાથી શ્રાવક ધર્મિષ્ઠ કહેવાય છે. (૭) ધર્મવૃત્તિ: શ્રાવક મન આદિ ત્રણે યોગથી સદૈવ ધર્મમાર્ગમાં રમણ કરનાર હોવાથી ધર્મમાં જ વર્તમાન હોય છે. શ્રાવક ધર્મ ૧૮૪ શ્રુતસરિતા (૪) (૫) 2010_03 Page #210 -------------------------------------------------------------------------- ________________ (૮) કલ્પ ઉગ્રવિહારી ઃ ધર્મના જે જે કલ્પ અર્થાત્ આચાર છે તેમાં શ્રાવક ઉગ્ર એટલે અપ્રતિહત વિહારનો કરનાર અને ઉપસર્ગાદિ પ્રાપ્ત થયે કદાપિ ધર્મ વિરુદ્ધ આચરણ ન કરનાર હોવાથી તે પોતાના કલ્પમાં ઉગ્રવિહારી હોય છે. મહાસંવેગ વિહારી શ્રાવક નિવૃત્તિ માર્ગમાં (વૈરાગ્યમાં) જ સદૈવ તલ્લીન હોવાથી મહા સંવેગ વિહારી હોય છે. (૧૦) ઉદાસી ઃ શ્રાવક સંસારાર્થે જે હિંસાદી અકૃત્ય કરવાં પડે તે કરવાં છતાં તેમાં ઉદાસીન (રૂક્ષ) વૃત્તિ રાખે છે. (૧૧) વૈરાગ્યવંત ઃ શ્રાવક આરંભ અને પરિગ્રહથી નિવૃત્તિનો ઇચ્છુક હોવાથી વૈરાગ્યવંત હોય છે. (૧૨) એકાંત આર્ય : શ્રાવક બાહ્યાભ્યતર એકસરખી શુદ્ધ અને સરળ વૃત્તિવાળો હોય છે. આદર્શરૂપ નિષ્કપટી હોવાથી તે એકાંત આર્ય કહેવાય છે. (૧૩) સમ્યફમાગ : સમ્યગુજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ માર્ગમાં ચાલતો હોવાથી શ્રાવક સમ્યમાર્ગી કહેવાય છે. (૧૪) સુસાધુ : શ્રાવકે પરિણામથી તો અવ્રતની ક્રિયાઓનું રૂંધન સર્વથા કરી દીધું હોય છે. ફકત સંસારના કાર્ય અર્થે જે દ્રવ્યહિંસા કરવામાં આવે છે તે પણ અનિચ્છાએ, નિરુપાયે અને ઉદાસીન ભાવે કરવી પડે છે તે કરવા છતાં પણ ધર્મની વૃદ્ધિ કરતો રહે છે. તેથી તથા આત્મસાધના કરનાર અર્થાત્ મોક્ષ માર્ગનો સાધક હોવાથી સુસાધુ કહેવાય છે. (૧૫) સુપાત્ર : સુવર્ણ પાત્રમાં જ જેમ સિંહણનું દૂધ જળવાઈ શકે છે તેમ શ્રાવકમાં સમ્યકત્વાદિ સગુણો સુરક્ષિત રહી શકતા હોવાથી તે સુપાત્ર કહેવાય છે. અથવા શ્રાવકને આપેલ સહાય નિરર્થક થતી નથી તેથી તે સુપાત્ર છે. (૧૬) ઉત્તમ : શ્રાવક મિથ્યાત્વી કરતાં અનંત ગણી વિશુદ્ધ પર્યાયનો ધારક હોવાથી ઉત્તમ છે. (૧૭) ક્રિયાવાદી : શ્રાવક પુણ્ય-પાપનાં ફળને માનનારો તથા બંધ-મોક્ષને માનવાવાળો હોવાથી ક્રિયાવાદી છે. (૧૮) આસ્તિક : શ્રી જિનેન્દ્રનાં તથા સુસાધુનાં વચનો પર શ્રાવકને પ્રીતિ અને પ્રતીતિ હોય છે. તેથી તે આસ્તિક છે. (૧૯) આરાધક : શ્રાવક જિનાજ્ઞાનુસાર ધર્મકરણી કરતો હોવાથી આરાધક. (૨૦) જૈન માર્ગનો પ્રભાવક : શ્રાવક મનથી સર્વ જીવો પર મૈત્રીભાવ રાખે છે. ગુણાધિક પ્રત્યે પ્રમોદ (હર્ષ) ભાવ રાખે છે. દુઃખી જીવો પર કરુણાભાવ રાખે છે અને દુષ્ટ તરફ માધ્યસ્થ ભાવ રાખે છે. (૨૧) અર્વતના શિષ્ય : અહંત અર્થાત્ તીર્થકર દેવના જયેષ્ઠ શિષ્ય તે સાધુ અને લઘુ શિષ્ય તે શ્રાવક એટલે શ્રાવક તે અરિહંત ભગવાનના શિષ્ય છે. શ્રાવકના એકવીસ ગુણ : घम्मरयणस्स जुग्गो, १ अक्खुद्दो २ रुबबं ३ पगइसोमा । ४ लोगप्पीओ ५ अकूरो, ६ भीरु ७ असठो ८ सदक्खिणो ।।१।। શ્રુતસરિતા ૧૮૫ શ્રાવક ધર્મ 2010_03 Page #211 -------------------------------------------------------------------------- ________________ ९ लज्जालुओ १० दयालू, ११ मज्झत्थो-सोमदिठ्ठी १२ गुणरागी । १३ सक्कह १४ सुपक्खजुत्तो, १५ सुदीह दंसी १६ विसेसण्णू ।। १७ बुड्डाणुगो १८ विणीओ, १९ कयण्णुओ २० परहि अत्थकारी अ । તદ ઘેર ૨૧ બ્રાદ્ધત્તવલ્લો, રૂાવસાëિ ગંગુતો liણા (ધર્મરત્ન પ્રકરણ) ૧. અક્ષદ્ર-ઉદાર આશયનો (ગંભીર ચિત્તવાળો હોય છતાં તુચ્છ સ્વભાવ ન હોય એવો) ૨. રૂપવાન (દેખાવડો) પાંચે ઇન્દ્રિયોથી સંપૂર્ણ, (બોબડો, લૂલો, પાંગળો ન હોય એવો) ૩. પ્રકૃતિસૌમ્ય-સ્વભાવથી જ શાંત અને પાપકર્મથી દૂર રહેનારો તથા સેવકવર્ગને સુખે સેવવા યોગ્ય) હોય (પણ ક્રૂર સ્વભાવ ન હોય). ૪. લોકપ્રિય-દાન, શિયળ, ન્યાય, વિનય અને વિવેકાદિથી યુક્ત હોવાને કારણે લોકમાં પ્રિય. ૫. અક્રૂર-અક્લિષ્ટચિત્ત, અદેખાઈ આદિથી રહિત હોય એવો. અર્થાત્ કોઈની નિંદા નહિ કરનારો. ૬. ભીરુ-પાપથી, લોકનિંદાથી, તેમ જ અપયશથી ડરતો રહે એવો. ૭. અશઠ-કપટી ન હોય તેવો. (પારકાને ઠગે નહીં તે) ૮. સદાક્ષિણ્ય-પ્રાર્થનામંગથી ભીરુ, શરણે આવ્યાને હિત વત્સલ. ૯. લજ્જાળુ-અકાર્યવર્જક, (અકાર્ય-ન કરવા જેવું કાર્ય કરતાં પહેલાં જ ડરે. ૧૦. દયાળુ-સર્વ પર કૃપાવંત. ૧૧. માધ્યસ્થ-રાગ-દ્વેષ રહિત અથવા સૌમ્યદૃષ્ટિ. પોતાનાં કે પારકાંનો વિચાર કર્યા વગર ન્યાય માર્ગમાં સર્વનું હિત કરનાર, યથાર્થ તત્ત્વના જાણપણાથી એક ઉપર રાગ તેમ બીજા ઉપર દ્વેષ રાખે નહીં, માટે માધ્યસ્થ ગણાય છે; માધ્યસ્થ અને સૌમ્યદેષ્ટિ એ બન્ને એક ગુણ છે. ૧૨. ગુણરાગી-ગુણવંતનો જ પક્ષ કરે અને અવગુણીની ઉપેક્ષા કરે. ૧૩. સત્કથ-સત્યવાદી અથવા ધર્મસંબંધી (ઉચિત) જ કથા (વાર્તા)નો પ્રિય. ૧૪. સુપક્ષયુકત-ન્યાયનો જ પક્ષપાતી અથવા સુશીલ, અનુકૂળ અને સભ્ય સમુદાયવંત (સુપરિવારયુક્ત). ૧૫. સુદીર્ઘદર્શી-સર્વ કાર્યોમાં લાંબો વિચાર કરી, લાભાલાભ સમજી શકે. (બહુ લાભ અને અલ્પ લેશવાળા કાર્યનો કત). ૧૬. વિશેષજ્ઞ-તત્ત્વના અભિપ્રાયનો જાણકાર (પક્ષપાતરહિત હોવાથી ગુણ-દોષનું અંતર સમજી શકે). ૧૭. વૃદ્ધાનુગત-વૃદ્ધોને અનુસરનાર (આચારવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ એ ત્રણે વૃદ્ધોની શૈલી (પરંપરા) પ્રમાણે પ્રવર્તનાર). ૧૮. વિનીત-ગુણીનું બહુમાન કરનાર. ૧૯. કૃપજ્ઞ-કર્યા ગુણને (ઉપકારને) નહીં ભૂલનાર. ૨૦. પરહિતાર્યકારી-નિઃસ્પૃહપણે પારકાના હિતનો કર્તા. ૨૧. લબ્ધલ-ધર્માદિ કૃત્યોમાં સંપૂર્ણ અભ્યાસ કરેલા પુરુષોના પરિચયવાળો સર્વ ધર્મ કાર્યમાં સાવધાન હોય. (પોતાનું લક્ષ્ય (ધ્યેય) નક્કી કરનાર.) શ્રાવક ધર્મ 2010_03 ૧૮૬ Use Only શ્રુતસરિતા Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-૧૦ ભાવશ્રાવકના ભાવગત ૧૭ લક્ષણો જૈનશાસનના મહાન જ્યોર્તિધર વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યદેવશ્રી શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સુવિનીત શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક શ્રી વિજય નયવર્ધનસૂરિજીએ પરમર્ષિ શ્રી વિજય શાંતિસૂરિજી સ્વરચિત ‘ધર્મરત્ન પ્રકરણ ગ્રંથ’માં દર્શાવેલ ‘ભાવશ્રાવકના ભાવગત ૧૭ લક્ષણો’ વિષય ઉપર પ્રભાવક અને મનનીય પ્રવચનો આપેલ. મંગલાચરણ : "सदोत्तमात्मभावेन भववासेऽपि ये स्थिताः । कृर्वन्त्याराधनां भावश्रावकत्वमिदं मतम् ॥” “સંસારવાસમાં પણ (છોડવા જેવી પ્રવૃત્તિ કરતી વખતે પણ) જેઓ સદા ઉત્તમ એવા આત્મ ભાવોમાં સ્થિર હોય અને કરવા લાયક પ્રવૃત્તિ જેઓ અવશ્ય કરે છે તેઓમાં ભાવશ્રાવકપણું માનેલું છે.’ પ્રસ્તાવના : સુવિહિત શિરોમણિ શાસ્ત્રકાર આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે પરમાત્માનો ધર્મ સૂક્ષ્મ બુદ્ધિથી જ આરાધી શકાય. સૂક્ષ્મ બુદ્ધિના અભાવમાં આરાધના કરતો આત્મા ક્યારેક એની આરાધના દ્વારા જ ધર્મને વ્યાઘાત પહોંચાડી બેસે છે. સૂક્ષ્મ બુદ્ધિથી જ આરાધી શકાય-સમજી શકાય એવો પરમાત્માનો ધર્મ સૌકોઈને સરળતાથી અને સરસતાથી સમજાય તેવી તત્ત્વની હૃદયંગમ રજૂઆત આ વિષયની છે. પરમર્ષિશ્રી શાંતિસૂરીશ્વરજી મ.સા. સ્વરચિત ‘શ્રી ધર્મરત્ન પ્રકરણ’ નામના ગ્રંથમાં સૌથી પહેલાં ધર્મની આરાધના કરવા ઉદ્યત બનેલા આત્માની લાયકાતના ૨૧ ગુણોનું વર્ણન કરે છે. (૨૧ ગુણો : અક્ષુદ્, રૂપવાન, સૌમ્ય પ્રકૃતિ, લોકપ્રિય, અક્રૂર, ભીરુ, અશઠ, દાક્ષિણ્યતા, લજ્જાળુ, દયાળુ, મધ્યસ્થ, ગુણરાગી, સત્કથક, સહાયકયુત, દીર્ઘદર્શી, વિશેષજ્ઞ, વૃદ્ધાનુગત, વિનયવંત, કૃતજ્ઞ, પરહિતકારી અને લબ્ધલક્ષી). ત્યાર પછી તે શ્રાવકની ક્રિયામાં-પ્રવૃત્તિમાં કેવું કેવું પરિવર્તન આવે છે. તે જણાવતાં ક્રિયાગત છ લક્ષણો (વ્રતધારી, શીલવંત, ગુણવંત સરળ સ્વભાવી, ગુરુસેવક અને શાસ્ત્રનિપુણ) સમજાવે છે. ત્યાર બાદ, ધર્મની ક્રિયા કરનાર, આવા શ્રાવકનું ભાવવિશ્વ કેવું હોય તે દર્શાવતાં ભાવશ્રાવકના ભાગવત ૧૭ લક્ષણોનું વ્યવસ્થિત વર્ણન કરે છે. ‘ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન; ભાવે જિનવર પૂજીએ, ભાવે કેવળજ્ઞાન.” જ્ઞાની ભગવંતો કહે છે કે જો તમે શ્રાવક હો, તો ભાવશ્રાવક બનજો. જો તમારામાં સમ્યક્ત્વ હોય તો તેને ભાવ સમ્યક્ત્વ બનાવજો. જો ભાવધર્મ નથી અથવા ભાવધર્મ લાવવાનો ભાવ પણ નથી, તો ગમે તેટલી કરાતી ક્રિયા સંસારનો અંત લાવી શકશે નહીં. આત્મા ઉપર અનાદિ કાળથી પડેલી મોહની સત્તાને જ્યાં સુધી દૂર ના કરીએ ત્યાં સુધી ભાવધર્મ પેદા થઈ શકતો નથી. જે ભાવથી યુકત છે તે બધા ભાવશ્રાવકના ભાવગત ૧૭ લક્ષણો શ્રુતસરિતા Jain education International 2010_03 ૧૮૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ ધર્મ શુદ્ધ છે. ભાવશૂન્ય જેટલો પણ ધર્મ છે તે અશુદ્ધ ધર્મ છે. ભાવશૂન્ય ક્રિયાનું ફળ તુચ્છ છે. તેનાથી થતા પુણ્યબંધ સંસારની ભૌતિક સગવડતા અપાવે, પણ મુક્તિદાયક ફળ નથી અપાવી શકતો. પરમાત્માના વચનના મર્મને પામનારો શ્રાવક મોહના મર્મને ભેદવાનું કાર્ય કરે છે. મોહના ઘરમાં બેસીને મોહના જ હથિયાર વડે મોહને મારવાનું કાર્ય શ્રાવક એવી કુશળતાથી કરે છે કે જેના પરિણામે સંસારમાં રહ્યો રહ્યો પણ તે પોતાના ચારિત્ર મોહનીયનો ભુક્કો બોલાવી એક ધન્ય દિવસે સર્વવિરતિ ધર્મને (દીક્ષાને) અંગીકાર કરે છે. પૂ. શ્રી નયવર્ધનસૂરિજી ફરમાવે છે કે સંસાર પ્રત્યે અભાવ પેદા નહીં થવાનું એક માત્ર કારણ છે કે આપણે સંસારના દરેક પદાર્થને ‘આદિ' થી એટલે કે પ્રારંભિક અવસ્થાથી-શરૂઆતથી જોઈએ છીએ; ‘અંત’થી નહીં, એટલે કે અંતિમ અવસ્થા. જે તે પદાર્થની આદિને જોઈએ એટલે ધન આવતાં ખુશીખુશી થઈ જાય. પરંતુ તે ધનનો અંત જોઈએ તો ધન પૌદ્ગલિક અને કર્મજનિત હોઈ વિનાશવાળું અથવા ધન હોતે છતે આપણે આ ભવમાંથી વિદાય લેવાનું થવાનું છે. આદિથી જોવા વડે દૂધપાક સ્વાદિષ્ટ લાગે; પરંતુ તે પદાર્થનો અંત તો સરવાળે ‘મળ’માં જ પરિવર્તિત થવાનો છે. આમ, અંત વિચારતાં દરેક પદાર્થ માટે, સમગ્ર સંસાર માટે અવશ્ય અભાવ આપણામાં પ્રગટે. સંસારનાં સુખો દેખાવમાં ભલે સારાં લાગે, પણ તેનો અંત તો ક્યારે ય સારો હોતો જ નથી. ટૂંકમાં, સંસાર માટે અભાવ જાગવો એ ભાવશ્રાવક બનવા માટેની સૌથી પ્રથમ અને સર્વોપરિ આવશ્યકતા છે. સંસાર પ્રત્યે અભાવ અને મોક્ષ પ્રત્યે અહોભાવ, એનું જ નામ છે ભાવધર્મ. જગતમાં નજરે પડતાં એક એક પદાર્થને જો વાસ્તવિક રીતે વિચારીએ તો ખ્યાલ આવે કે જગતમાં પુદ્ગલના ઢગલા સિવાય બીજું છે શું ? જેટલા પણ સુખ આપનારા પદાર્થો છે, તે વાસ્તવમાં એકેન્દ્રિય જીવના મડદાં છે. આવા આવા વિચારો કેળવી જેણે પોતાના અંતરને ભાવિત બનાવી દીધું હોય એવા આત્માને સંસારની પ્રવૃત્તિ કરતી વખતે ય અનુભૂતિ આત્માની હોય. કર્મસત્તા કહે છે કે જો મળી ગયેલા સુખો મજેથી ભોગવવા ગયા તો દુર્ગતિમાં ગયા વિના છૂટકો નથી. પુણ્યથી પ્રાપ્ત થયેલા સુખોનો ત્યાગ જ આત્માને શાશ્વત સુખ અપાવી શકે. સુખો જો કદાચ છોડી ના શકો, તો કમસે કમ એની આસક્તિને તો છોડો. સંસારમાં બેઠેલો શ્રાવક શરીર-સ્વજન-સંપત્તિ વગેરે ધરાવતો હોય પણ એ શ્રાવક તે બધાને કેવી દૃષ્ટિથી જો તો હોય તેનું તાદેશ ચિત્ર આપણે ભાવશ્રાવકના ૧૭ લક્ષણોથી જોઈશું. - (૧) સ્ત્રી/પુરુષના ત્યાગના પરિણામવાળો : સ્ત્રી/પુરુષ અનર્થનું ભવન છે, ચંચળ ચિત્તવાળા છે, નરકના રાજમાર્ગ જેવા છે. આવું જાણનારહિતાકાંક્ષી શ્રાવક તેને વશ કે આધીન થતો નથી. (ર) ઇન્દ્રિય નિરોધક : ઈન્દ્રિય ચપલ ઘોડા જેવી છે. દુર્ગતિના માર્ગમાં હંમેશાં તે ઇન્દ્રિયો રૂપી અશ્વો દોટ મૂકતા હોય છે. સંસારના સ્વરૂપનો વિચારક એવો શ્રાવક તે ઇન્દ્રિયો રૂપી અશ્વોને સમ્યજ્ઞાનરૂપી લગામથી કાબૂમાં રાખે છે. ભાવશ્રાવકના ભાવગત ૧૭ લક્ષણો 2010_03 ૧૮૮ શ્રુતસરિતા Page #214 -------------------------------------------------------------------------- ________________ (૪) (૩) અર્થને અસાર જાણે : ધન સઘળા અનર્થોનો નિવાસ છે. મેળવવામાં મહેનત અને ક્લેશને કરાવનાર છે. ધનની આવી અસારતા જાણીને ધીર એવો શ્રાવક તેમાં લેશ માત્ર લુબ્ધ ન બને. સંસારને વિટંબન જાણે : સંસાર દુઃખરૂપ છે, દુઃખફલક છે, દુઃખાનુબંધી છે અને આત્માની વિડંબણા સ્વરૂપ જ છે. સંસારની આવી અસારતા જાણીને શ્રાવક, તેમાં ક્યાંય રતિ-આનંદ ન કરે. (૫) વિષયોને જિંપાક ફળ જેવા જાણે : વિષયો વિષ સમાન છે. ક્ષણમાત્ર સુખ આપનાર છે, તત્ત્વના પરમાર્થને પામેલો ભવભીરુ શ્રાવક, આવા વિષયોમાં વૃદ્ધ-આસક્તિ ન કરે. તીવ્ર આરંભ ન કરે : મહારંભનો શ્રાવક ત્યાગ કરે. જો જીવનનિર્વાહ થાય તેમ ન હોય તો મન વગર નાછૂટકે સામાન્ય આરંભોથી જીવન ચલાવે. તેમજ, સર્વ જીવો પ્રત્યે દયાળુ એવો શ્રાવક આરંભરહિત એવા સાધુ ભગવંતોની પ્રશંસા કરતો હોય. (૦) ગૃહવાસને જેલ સમાન માને : ગૃહવાસને પાશ (બંધન)ની માફક માનતો શ્રાવક દુઃખિત-હદયે તેમાં રહે અને ચારિત્ર મોહનીય કર્મને ખપાવવા ઉદ્યમ કરતો હોય. (૮) સુગુરૂની ભક્તિ વડે દર્શન શુદ્ધિ કરે : આસ્તિક્યના ભાવને પામેલો, શાસનની પ્રભાવના-પ્રશંસા વગેરે દ્વારા અને ગુરુભગવંતની ભક્તિથી યુકત થઈને બુદ્ધિમાન શ્રાવક નિર્મળ સમ્યગ્દર્શનને ધારણ કરતો હોય. (૯) ગાડરિચા પ્રવાહમાં તણાય નહીં : લોકો તો ગાડર પ્રવાહની માફક ગતાનુગતિક પ્રવૃત્તિ કરનારા હોય છે. તેથી ખૂબ વિચાર કરીને કામ કરનારો સુજ્ઞ શ્રાવક આવા લોકોનુસરણ રૂપ લોકસંજ્ઞાનો ત્યાગ કરે. (૧૦) શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ હોય : પરલોકના માર્ગમાં શ્રી જિનાગમને છોડીને બીજું કોઈ પ્રમાણ નથી, એમ સમજનારો શ્રાવક સર્વ કૃત્યો-આગમને અનુસરીને જ કરે. (૧૧) યથાશક્તિ દાન કરનારો હોય ? પોતાની શક્તિને ગોપવ્યા વગર આવક વગેરેનો વિચાર કરીને જેમ લોકો સંસારના કાર્યો સરસ કરે છે, તેમ સન્મતિવાળો ભાવશ્રાવક સુંદર રીતે દાનાદિ ચાર પ્રકારનો ધર્મ કરે. (૧ર) ધર્મ કરવામાં શરમાય નહીં ? હિત કરનારી નિર્દોષ અને ચિંતામણિ રત્નની માફક દુર્લભ એવી ચિનોક્ત ક્રિયાઓને સુંદર રીતે કરી રહેલા શ્રાવકની, કોઈ અજ્ઞ જનો મશ્કરી કરે તો ય તે લજ્જા પામે નહીં- ધર્મ છોડે નહીં. શ્રુતસરિતા ૧૮૯ ભાવશ્રાવકના ભાવગત ૧૭ લક્ષણો 2010_03 Page #215 -------------------------------------------------------------------------- ________________ (૧૩) રાગ-દ્વેષ છોડનારો હોય ? દેહ સ્થિતિના-શરીર ટકાવવામાં ઉપયોગી થતાં ધન, સ્વજન, આહાર, ગૃહ વગેરે સાંસારિક વસ્તુઓને વિષે રાગ-દ્વેષ કર્યા વિના ભાવશ્રાવક સંસારમાં વસતો હોય. (૧૪) મધ્યસ્થ : ઉપશમ વિચાર કરનાર ભાવશ્રાવક, રાગ-દ્વેષમાં તણાય નહીં, તેથી મધ્યસ્થ હોય. હિતાકાંક્ષી હોવાથી તે કોઈ પણ બાબતમાં મધ્યસ્થ રહે; અસઆગ્રહ ન કરે. (૧૫) સર્વ પદાર્થને ક્ષણિક વિચારે : સંસારની સમસ્ત વસ્તુઓની ક્ષણભંગુરતાને સતત ભાવી રહેલો ભાવશ્રાવક, ધનાદિ પદાર્થોની સાથે રહેતો હોવા છતાંય, ક્યાંય આસક્તિ કરતો નથી. (૧૬) વિરક્ત થઈ વિષય ભોગોને ભોગવે : ભોગપભોગ તૃપ્તિના હેતુભૂત નથી એમ જાણનારો સંસારથી વિરક્ત મનવાળો ભાવશ્રાવક કામભોગમાં પ્રવૃત્તિ કરે તો ય અન્યના દબાણથી જ કરે. (૧૦) વેશ્યાની જેમ ઘરવાસનું પાલન કરે : વેશ્યા, જેમ નિર્ધન વ્યક્તિને ક્યારે છોડું તેમ વિચારતી હોય, તેમ ગૃહવાસમાં ભાવશ્રાવક, પારકી વસ્તુની માફક ગૃહવાસને આજે છોડુ-કાલ છોડુ, તેમ વિચાર્યા કરતો હોય. ઉપસંહાર : - પૂજ્ય શ્રી નયવર્ધનસૂરિજી કહે છે કે ગૃહમાં રહેલો-ગૃહને મજા માને તે ગૃહસ્થ અને ગૃહમાં રહેલો-ગૃહને સજા માને તે શ્રાવક. જ્ઞાની ભગવંતોની ભાષામાં સમ્યગ્દર્શન તે જૈનશાસનનું હૈયું છે, સમ્યજ્ઞાન હૈયાનો હાર છે અને સમ્યફચારિત્ર તે હારના ચમકતા હીરા છે. આ ત્રણે ગુણોમાં પ્રથમ અને પ્રધાન તો સમ્યગ્દર્શન જ કહેવાશે. દાગીના પછી પહેરાય; પહેલાં તો કપડાં પહેરવાં પડે. માછલાને પકડવા જેમ માછીમાર જાળ પાથરે છે, તેમ આપણને પકડવા માટે મોહરાજાએ ઘર, પરિવાર, પૈસો, પદવી, પ્રતિષ્ઠા આદિ – આ બધાની જાળ પાથરી છે. વિવેક દૃષ્ટિ પૂર્વક વિચારો કરી, જિનેશ્વરની આજ્ઞા અનુસાર દરેક પ્રવૃત્તિ કરવી. સાથે સાથે, શ્રાવકના ઉત્તમ કોટિના મનોરથો સેવવા. સંસાર એક પ્રયોગશાળા છે, પાઠશાળા છે. આપણે સૌ હાલના તબક્કે સાધુપણું સ્વીકારી શકીએ તેમ નથી. તેવા સંજોગોમાં, શ્રાવકજીવનની આરાધના એ જ આપણા વર્તમાન માટે અને પરભવ માટે આધાર બની શકે તેમ છે. શ્રાવકજીવનની પણ બાહ્યકરણીઓ તો આપણે થતુકિંચિત કરીએ છીએ. તેમાં જો સારી રીતે ભાવનાની ભવ્યતા ભેગી ભેળવી દઈએ, તો આપણે સૌ શ્રાવક જીવનની શુદ્ધ પરિણતિને પામી શકીશું. આ શુદ્ધ પરિણતિ અનુક્રમે આપણને સર્વવિરતિ, અપ્રમત્ત અવસ્થા, ક્ષપકશ્રેણિ, વીતરાગ દશા અને કેવળજ્ઞાન અને પ્રાંતે મોક્ષની ભેટ આપનારી નીવડશે. પૂજ્ય શ્રી નયવર્ધનસૂરિજીના આ વિષયક આગ્રહ અને આદર્શ, એક સામાન્ય શ્રાવક તરીકે મને સમજવામાં અને સમજાવવામાં જો કોઈ સ્વાભાવિક અનેકાનેક ઊણપ રહી હોય તે બદલ તથા ભાવશ્રાવકના ભાવગત ૧૭ લક્ષણો ૧૦૦ શ્રુતસરિતા 2010_03 Page #216 -------------------------------------------------------------------------- ________________ જિનાજ્ઞા વિરુદ્ધ કે પૂજ્યશ્રીના આશય વિરુદ્ધ મારાથી કાંઈ પણ બોલાયું હોય તો તે શ્રી સંઘની સાક્ષીએ મારા મિચ્છામિ દુક્કડમ્. ભવની ભ્રાન્તિ ભાંગવા, કષાયોની ક્રાન્તિ કાઢવા, આત્માની ઉત્ક્રાતિ પામવા અને શાશ્વત શાંતિને સાધવા આ ૧૭ લક્ષણો રૂપી ગુણોનો ગુણાકાર કરી આત્માના આરોગ્યનું ઔષધ મેળવી, સંયમજીવનની શક્તિ સંપાદન કરી, વહેલામાં વહેલી તકે આપણે સૌ પરમાત્મપદને પ્રાપ્ત કરનારા બનીએ એ જ મંગલ મનીષા. શ્રી ભારતવર્ષીય જિનશાસન સેવા સમિતિએ આ પ્રવચનો પુસ્તકાકારે પ્રગટ કર્યા. પુસ્તકનું નામ છે “ભાવશ્રાવકની ભવ્યતા'. આ પુસ્તક ઉપર આધારિત પૂજય શ્રી નયવર્ધનસૂરિજીના ગીતાર્થ વચનો ટાંકી, મારા અલ્પાતિઅલ્પ ક્ષયોપશમ અનુસાર, સમજવાનો અને સમજાવવાનો મારો આ નમ્ર પ્રયાસ છે. દરેક જ્ઞાનપિયાસુ શ્રાવકે આ પુસ્તકનો અભ્યાસ કરવો જ જોઈએ. પ્રાપ્તિ સ્થાન : સતીષભાઈ જરીવાલા, મુંબઈ (ફોન નં. ૨૩૬૭ ૬૭૦૭) અને મિલનભાઈ શાહ, અમદાવાદ. (ફોન નં. ૨૬૬૦ ૩૮૭૧) વિશિષ્ટ સાધકના ૩૨ ગુણો (૧) આત્માનંદી (૨) સ્વરૂપમગ્ન (૩) સ્થિરચિત્ત (૪) નિર્મોહી (૫) જ્ઞાની (૬) શાંત (૭) જિતેન્દ્રિય (૮) ત્યાગી (૯) ક્રિયારૂચિ (૧૦) તૃપ્ત (૧૧) નિર્લેપ (૧૨) નિસ્પૃહ (૧૩) મૌની (૧૪) વિદ્વાન (૧૫) વિવેકી (૧૬) મધ્યસ્થ (૧૭) નિર્ભય (૧૮) અનાત્મશંસી (૧૯) તત્ત્વદેષ્ટિ (૨૦) સર્વગુણ સંપન્ન (૨૧) ધર્મધ્યાની (૨૨) ભવોકિંગ્સ (૨૩) લોકસંજ્ઞા ત્યાગી (૨૪) શાસ્ત્રચક્ષુ (૨૫) નિષ્પરિગ્રહી (૨૬) સ્વાનુભવી (૨૭) યોગનિષ્ઠ (૨૮) ભાવયાજ્ઞિક (૨૯) ભાવપૂજા પરાયણ (૩૦) ધ્યાની (૩૧) તપસ્વી અને (૩૨) સર્વનયજ્ઞ. મલ્હનિણાણની સઝાયમાં જણાવેલ ૩૧ ધર્મકૃત્યો (૧) તીર્થકરની આજ્ઞા માનવી (૨) મિથ્યાત્વનો ત્યાગ કરવો (૩) સમ્યકત્વને ધારણ કરવું (૪) સામાયિક, ચઉવિસત્થો, વંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચકખાણમાં હંમેશાં ઉઘુક્ત રહેવું (૫) પર્વ દિવસે પૌષધ કરવો (૬) સુપાત્રે દાન દેવું (૭) શિયળ પાળવું (૮) તપ કરવો (૯) ભાવના ભાવવી (૧૦) સ્વાધ્યાય કરવો (૧૧) નમસ્કાર મંત્રનો જાપ જપવો (૧૨) પરોપકાર કરવો (૧૩) જીવરક્ષા કરવી (૧૪) જિનેશ્વર ભગવાનની પૂજા કરવી (૧૫) જિનેશ્વર ભગવાનની સ્તુતિ કરવી (૧૬) ગુરુની સ્તુતિ કરવી (૧૭) સાધર્મિક વાત્સલ્ય કરવું (૧૮) સર્વ વ્યવહાર શુદ્ધ રાખવો (૧૯) રથયાત્રા કાઢવી (૨૦) તીર્થયાત્રા કરવી (૨૧) ઉપશમ ભાવ રાખવો (૨૨) વિવેક રાખવો (૨૩) સંવર ભાવના રાખવી (૨૪) ભાષા સમિતિ સાચવવી (૨૫) છકાય જીવોની દયા પાળવી (ર૬) ધાર્મિક માણસોનો સંસર્ગ રાખવો (૨૭) પાંચ ઇન્દ્રિયોનું દમન કરવું (૨૮) ચારિત્રના પરિણામ રાખવા (૨૯) સંઘ ઉપર બહુમાન રાખવું (૩૦) પુસ્તકો લખવાં, લખાવવાં અને (૩૧) તીર્થને વિષે પ્રભાવના કરવી. શ્રુતસરિતા 2010_03 ૧૯૧ ભાવશ્રાવકના ભાવગત ૧૭ લક્ષણો Page #217 -------------------------------------------------------------------------- ________________ સુશ્રાવકના બીજા ૨૧ ગુણો (૧) તત્ત્વજ્ઞઃ નવતત્ત્વનો જાણકાર (૨) ધર્મકરણીમાં તત્પર (૩) ધર્મમાં નિશ્ચલ (૪) ધર્મમાં શંકારહિત (૫) સૂત્રના અર્થનો નિર્ણય કરનાર (૬) અસ્થિ-હાડપિંજર સુધી ધર્મિષ્ઠ (૭) આયુષ્ય અસ્થિર છે ધર્મ સ્થિર છે, એમ ચિંતવનાર (૮) સ્ફટિક રત્નના સમાન નિર્મલ-કૂડકપટ રહિત (૯) નિરંતર ઘરનાં બારણાં ઉઘાડાં રાખનાર (૧૦) એક માસમાં પાંચ પૌષધ કરનાર (૧૧) જ્યાં જાય ત્યાં અપ્રીતિનું કારણ ન થાય, તેવી રીતે રહેનાર (૧૨) લીધેલાં વ્રતોને શુદ્ધ પાળનાર (૧૩) મુનિને શુદ્ધ વસ્તુ, પાત્ર, અન્નાદિકનું દાન આપનાર (૧૪) ધર્મનો ઉપદેશ કરનાર (૧૫) સદા ત્રણ મનોરથો ચિંતવનાર (૧૬) હંમેશ પાંચે તીર્થોના ગુણગ્રામ કરનાર (૧૭) નવા નવા સૂત્ર સાંભળનાર (૧૮) નવીન ધર્મ ઉપાર્જન કર્તા ને સહાયક (૧૯) બે ટંક પ્રતિક્રમણ કરનાર (૨૦) સર્વ જીવોપર મૈત્રીભાવ ધરનાર (૨૧) શક્તિ અનુસાર તપસ્યા કરી ભણવા ગણવામાં ઉદ્યમ રાખનાર. નીચેની ગાથા સ્થિર ચિત્તે ભણવી. ___ अरिहं तो महदे वो, जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहीअं ॥ પ્રત્યેક ભવમાં અરિહંત પરમાત્મા મારા દેવ છે, સુસાધુ ભગવંતો મારા ગુરુ છે, તેમજ સકલ જીવોનું હિત એ જ છે તત્ત્વ જેમાં એવો જે શ્રી જિનેશ્વર ભગવંત કથિત ધર્મ તેને જ હું તત્ત્વ માનું છું. આ જાતિનું સમ્યકત્વ મેં અંગીકાર કર્યું છે. પૂજયશ્રી ચરણવિજયજી ગણિવર રચિત દુહાઓ : (૧) ચાર ગતિ સંસારના, દુઃખ જેને સમજાય; ખાન-પાન ને રંગરાગમાં, તેવા કેમ ફસાય. (૨) જિનાજ્ઞા ઘારક જીવડો, સેવક બને જરૂર; આજ્ઞા વિણ સેવા કરે, કેવળ એક મજૂર. (૩) તું જાણે છે શરીર મારું, પણ છે તુજ વૈરી રે; પાપ કરાવી ચાર ગતિમાં, રાખ્યો તુજને ઘેરી રે. (૪) સર્વ જીવ રક્ષણ સમો, બીજો ધર્મ ન કોય; - જિન દીક્ષા આવ્યા વિના, પૂરણ રક્ષય નોય. (૫) જિનવાણી શ્રવણે પડે, નિઃશંક જો સમજાય; રાગ વધે જિનવાણીમાં, તો જીવન પલટાય. (૬) જિનવાણી જાણ્યા પછી, જીવો કેમ જમાય; (કાચું પાણી પીએ તે) પાણી એક જ બિંદુમાં, ત્રયપણ હોય ઘણાય. ભાવશ્રાવકના ભાવગત ૧૭ લક્ષણો 2010_03 ૧૯૨ શ્રુતસરિતા Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-૧૮ ધર્મતીર્થ - ભાવતીર્થ (ગીતાર્થ ગુરુ, દ્વાદશાંગી અને ચતુર્વિધ શ્રી સંઘ) જૈનશાસનના જ્યોતિર્ધર ગુરુદેવ સ્વ. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન શુદ્ધમાર્ગપ્રરૂપક અને સૂક્ષ્મ તત્ત્વવિવેચક પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મ.સા. (નાના પંડિત મહારાજ સા.) લિખિત ‘ધર્મતીર્થ’ પુસ્તક પર આધારીત આ પુસ્તકમાં પૂ. મહારાજ સાહેબે જે વિશદ્ ચર્ચા કરી છે તેમાંથી મારા અલ્પાતિઅલ્પ ક્ષયોપશમ અનુસાર તેઓનાં ગીતાર્થ વચનો ટાંકી સમજવાનો-સમજાવવાનો મારો આ નમ્ર પ્રયાસ છે. દરેક જ્ઞાનપિપાસુ શ્રાવકે આ પુસ્તકનો અભ્યાસ કરવો જ જોઈએ. પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : ગીતાર્થ ગંગા, ગંગોત્રી ગ્રંથમાળા, ૫, જૈન મરચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. જ વિદ્યાધર નામક આમ્નાય શાખામાં અનુયોગધર શ્રી વૃદ્ધવાદીસૂરિજીના પ્રશિષ્ય પ.પૂ. આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી (૨,૦૦૦ વર્ષ પહેલાં) મ.સા. પ્રણીત ‘સન્મતિતર્કપ્રકરણ’નું મંગલાચરણ : सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ॥१॥ અર્થ : રાગ-દ્વેષના જીતનાર જિનોનું અર્થાત્ અરિહંતોનું શાસન-દ્વાદશાંગ શાસ્ત્રસિદ્ધ અર્થાત્ પોતાના જ ગુણોથી પ્રતિષ્ઠિત છે. કેમ કે, તે અબાધિત અર્થોનું સ્થાન પ્રતિપાદક છે, શરણાર્થીઓને તે સર્વોત્તમ સુખકારક છે અને એકાંતવાદ મિથ્યામતોનું નિરાકરણ કરનારું છે. આ મંગલાચરણમાં શાસનના ચાર અસાધારણ ગુણો કહેવામાં આવ્યા છે : (૧) ગુણસિદ્ધતા (૨) યથાર્થ વસ્તુ પ્રતિપાદકતા (૩) શરણાર્થીને સુખપ્રદાન (૪) મિથ્યામતોનું નિરાકરણ. આધાર ગ્રંથો (૧) સુગૃહીતનામધેય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત ‘પંચાશક' ગ્રંથના અનુવાદક/સંપાદક ૫.પૂ. ગણિવર્ય શ્રી લલિતશેખર વિજયજી મ.સા.ના પ્રશિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી રાજશેખર વિજયજી મહારાજ સાહેબ. (૨) શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તુરસૂરિ સ્મૃતિ શ્રેણી-પ્રેરણાદાતા : પ.પૂ. સ્વ. શ્રી અશોકચન્દ્રસૂરીશ્વરજી મ.સા. અને પ.પૂ. સ્વ. શ્રી ચન્દ્રોદયસૂરીશ્વરજી મ.સા. (૩) પૂજ્ય મુનિરાજ સર્વશ્રી દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી અને ન્યાયવિજયજી (ત્રિપુટી મહારાજ) લિખિત જૈન પરંપરાનો ઇતિહાસ’. (૪) પૂ. આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજી પ્રણીત ‘સન્મતિ તર્ક પ્રકરણ’ના વિવેચક-અનુવાદક પૂ. પંડિતશ્રી સુખલાલજી અને બેચરદાસ દોશી. પ્રસ્તાવના : આ જગતમાં સર્વને માટે વંદનીય, સર્વને માટે પૂજનીય અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મહામંગલકારી કોઈ તત્ત્વ હોય તો તે તીર્થંકરોએ સ્થાપેલ આ ધર્મતીર્થ જ છે. આ ત્રણે પ્રકારના ધર્મતીર્થની અનુક્રમે ધર્મતીર્થ - ભાવતીર્થ શ્રુતસરિતા 2010_03 ૧૯૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના કરનારા હોવાથી તેઓને તીર્થંકર કહેવામાં આવે છે. તીર્થંકરોના જીવનનું મહાન સત્કાર્ય અને ઊંચામાં ઊંચો પરોપકાર તેમણે જગતમાં પ્રવર્તાવેલું ધર્મતીર્થ જ છે. કૃતકૃત્ય એવા તીર્થંકરોને પણ આ ધર્મતીર્થ નમસ્કરણીય છે. એનો પૂરાવો એ છે કે જ્યારે સમવસરણમાં શ્રી તીર્થંકર ભગવંત પ્રવેશ કરે ત્યારે સૌથી પહેલાં ‘નાં નિત્યસ્મ' (તીર્થને નમસ્કાર) બોલીને ધર્મતીર્થને નમસ્કાર કરીને જ સિંહાસન ઉપર બિરાજમાન થાય છે. વિશ્વમાં જે જે તીર્થંકરો થયા તે બધા તીર્થંકરોને તીર્થંકર બનાવનાર આ ધર્મતીર્થં જ છે. અનંતા તીર્થંકરોની બીજભૂમિ કહો કે ઉત્પત્તિની ખાણ કહો, તો તે આ ધર્મતીર્થ જ છે. અપેક્ષાએ, તીર્થંકરો કરતાં પણ આ ધર્મતીર્થ મહાન છે, પૂજ્ય છે; કારણ કે ધર્મતીર્થ જ અનંતા તીર્થંકરોની હારમાળા પેદા કરે છે. સમ્યગ્દષ્ટિ દેવતાઓ પ્રભુ જન્મે ત્યારથી જ ભાવના સતત ભાવે છે કે પ્રભુ ક્યારે સંસારનો ત્યાગ કરી, દીક્ષા લઈ, સાધના કરી, કેવળજ્ઞાન પામી સમસ્ત જગતનું કલ્યાણ કરવા ધર્મતીર્થની સ્થાપના કરે !’. ‘પ્રભુ ! ધર્મતીર્થ પ્રવર્તાવો' એવો લોકાંતિક દેવોનો વિનંતી-સ્વરૂપ આચાર આ જ કારણે ગોઠવાયો છે. પંચ પરમેષ્ઠિમાં તીર્થંકરો ‘અરિહન્ત’ ને નમસ્કાર નથી કરતા. દીક્ષા ગ્રહણ વેળાએ તેઓ સિદ્ધોને નમસ્કાર કરવા વડે ‘નમો સિદ્ધાણં’ બોલે છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુને તેઓએ જીવનમાં કદી નમસ્કાર કર્યા જ નથી. પરંતુ કેવળજ્ઞાન પામ્યા પછી, ગીતાર્થ ગુરુ, દ્વાદશાંગી અને શ્રી ચતુર્વિધ સંઘ સ્વરૂપ ધર્મતીર્થને પ્રતિદિન તેઓ નમસ્કાર કરે છે. ધર્મતીર્થને નમસ્કાર કરવાના ચાર કારણો : (૧) ઋણ સ્વીકાર - તીર્થ અને તીર્થપતિ વચ્ચે પરસ્પર બીજાંકુર-ન્યાયનો સંબંધ છે. દા.ત., કેરી-ગોટલો. (૨) પૂજિતપૂજ્ય (૩) વિનય અર્થે - જગત્પિતામહ-અંતરંગ પિતા ધર્મ' જ છે, કે જેના તેઓ પ્રણેતા છે. વિનય ધર્મનું મૂળ છે. સર્વ કર્મોનો ક્ષય કરવાનું અમોઘ સાધન ‘વિનય’ છે. સર્વ ગુણોની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન ‘વિનય’ છે. ત્રણ ભવ પૂર્વે બાંધેલ તીર્થંકરનામકર્મનો વિપાક જ તીર્થંકરો પાસે તીર્થનમસ્કારરૂપ સત્પ્રવૃત્તિ કરાવે છે. (૪) તીર્થંકરનામકર્મનો ઉદય આત્મસંયમથી આત્મવિકાસ એ જૈનધર્મનો સાર છે. કલ્યાણની જીવંત સામગ્રી તે મુખ્યતયા ‘ધર્મતીર્થ’. જિનપ્રતિમા, જિનાલય, ઉપાશ્રય, શત્રુંજય આદિ તીર્થો તે જીવંત તીર્થ નથી, તે સ્થાવર તીર્થ છે, દ્રવ્ય તીર્થ છે. ધર્મતીર્થમાં પ્રધાનતાથી જીવંત તીર્થ લેવાના છે. પરમોચ્ચ ઉપકારી એવા તીર્થંકરો પોતાના માટે નહીં, પરંતુ જગતના કલ્યાણ માટે ત્રણ પ્રકારનું (ગીતાર્થ સાધુ, આગમ, શ્રી ચતુર્વિધ સંઘ) જીવંત તીર્થ સ્થાપે છે. માટે જ ત્રણે લોકમાં અને ત્રણે કાળમાં તીર્થંકરોનું વ્યક્તિત્વ પૂજનીય, વંદનીય અને મહિમાશાળી ગણાય છે. ધર્મતીર્થની ઉત્કૃષ્ટ ઉપાસનાનું ફળ તીર્થંકરપદ અને સિદ્ધપદ છે. સંસારમાં ‘તીર્થંકરપદ’ની અને સંસારાતીત અવસ્થામાં ‘સિદ્ધપદ'ની પ્રાપ્તિ કરાવનાર આ ધર્મતીર્થ છે. ધર્મતીર્થ - ભાવતીર્થ 2010_03 ૧૯૪ શ્રુતસરિતા Page #220 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યા : ધર્મતીર્થની ઓળખાણ કરવા તેના વાચક શબ્દનો શાબ્દિક અર્થ કરવો પડે. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ, આ શબ્દ ‘ધર્મ’ અને ‘તીર્થ’ એમ બે શબ્દોના સંયોજનથી બનેલો સામાસિક શબ્દ છે. આપણા શાસ્ત્રમાં પાંચ દંડક (સૂત્ર) છે. (૧) શક્રસ્તવ (નમોથ્થુણં) (૨) ચૈત્યસ્તવ (અરિહંત ચેઈયાણું) (૩) ચતુર્વિશતિ સ્તવ (લોગસ્સ) (૪) સિદ્ધસ્તવ (સિદ્ધાણં-બુદ્ધાણું) (૫) શ્રુત સ્તવ (પુકખરવરદીવ}). આ પાંચ દંડક પૈકી તૃતીય દંડક લોગસ્સ સૂત્રમાં આપણે બોલીએ છીએ ‘નોસ્ત્ર उज्जो अगरे, धम्मतित्थयरे जिणे'. સાત વિભક્તિથી અર્થ : વ્યાકરણશાસ્ત્રમાં સાત વિભક્તિ આવે છે : કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ અને અધિકરણ - દા.ત., ઓરડામાં બાળક આનંદ માટે કર્તા સંપ્રદાન (કારણ) ડાબડામાંથી હાથેથી અધિકરણ અપાદાન કરણ (૩) ધર્મ દ્વારા તારનારું તીર્થ - કરણ (૪) ધર્મ માટે સ્થપાયેલું તીર્થ, ધર્મને પ્રદાન કરનારું તીર્થ - સંપ્રદાન (૫) ધર્મમાંથી પ્રગટેલું તીર્થ - અપાદાન (૬) ધર્મ સંબંધી તીર્થ - સંબંધ પંચમ ગણધર મહારાજા પૂ. શ્રી સુધર્માસ્વામીજી વિરચિત ‘આવશ્યક સૂત્ર' ઉપર ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજીએ નિયુક્તિ રચી છે. તેમાં ‘ધર્મતીર્થ’ શબ્દનો સામાસિક અર્થ સાત વિભક્તિની જુદી જુદી અપેક્ષાએ કર્યો છે. (૧) ધર્મ એ જ તીર્થ, ધર્મસ્વરૂપ તીર્થ, ધર્મમય તીર્થ - કર્તા (૨) ધર્મવિષયક તીર્થ, ધર્મને પ્રાપ્ત કરાવનાર તીર્થ - કર્મ લાડુ કર્મ શ્રુતસરિતા 2010_03 લઈ ખાય છે. સંબંધ (૭) ધર્મ જ આધાર છે જેનો એવું તીર્થ - અધિકરણ ધર્મતીર્થની સ્થાપનાનાં કારણો : (મુખ્ય કારણ : સવિ જીવ કરું શાસનરસી) (૧) અનુપમ યોગમાર્ગની પ્રાપ્તિ કરાવવા. (૨) પુદ્ગલાનંદમાંથી મુક્ત કરી આત્માનંદી બનાવવા. (૩) સુવિશુદ્ધ ભાવધર્મને પમાડવા. (૪) અનંત દુઃખમય એવા સંસારથી મુક્ત થઈ અનંત સુખમય એવા મોક્ષને પમાડવા. (૫) સંસારના પ્રણિધાનનો ત્યાગ કરી મુક્તિના પ્રણિધાનને પ્રાપ્ત કરવા. (૬) આત્માના અનુપમ સુખની ઉપલબ્ધિ કરાવવા. (૭) અતિ સુગમ અને સરળ રીતે મોક્ષમાર્ગનો પ્રબોધ કરાવવા. (૮) વિશુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરાવવા. (૯) આત્માની અનાદિ કાળની ભ્રાન્તિનું નિરાકરણ કરાવવા. (૧૦) ગુણદોષના વિવેકરૂપ નિર્મળ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરાવવા. (૧૧) વિશુદ્ધ આત્મતત્ત્વને ઉપલબ્ધ કરાવવા. (૧૨) ઉચિત વ્યવહારનો સમ્યગ્બોધ પમાડવા. (૧૩) સાચી હિતચિંતાની પ્રેરણા કરાવવા. (૧૪) સમ્યવિવેક પ્રાપ્ત કરાવવા. (૧૫) સાચો પરાર્થ અને પરમાર્થનો પ્રબોધ કરાવવા. ધર્મતીર્થ - ભાવતીર્થ ૧૯૫ Page #221 -------------------------------------------------------------------------- ________________ (૧૬) પરમતત્ત્વ પ્રાપ્ત કરાવવા. (૧૭) સર્વ દોષથી મુક્ત અને સર્વ ગુણથી યુકત કરાવવા. (૧૮) આત્મામાંથી સંસારના ભાવોનો નાશ કરી અધ્યાત્મના ભાવોને પ્રગટાવવા. (૧૯) કર્મના વિપાકની વિષમતાને સમજાવવા. (૨૦) આત્માને સર્વ પ્રકારની સિદ્ધિ પમાડવા. (૨૧) આત્મકલ્યાણના માર્ગમાં ગુરુલઘુભાવનો વિવેક કરાવવા. (૨૨) આત્માની અજ્ઞાનદશાનું નિવારણ કરવા. (૨૩) મોક્ષમાર્ગની અનુપમ સામગ્રી આપવા. (૨૪) કર્મબંધનો બોધ કરાવી કર્મ વિજયી બનાવવા. (૨૫) નિરતિચાર ધર્માનુષ્ઠાનને પ્રાપ્ત કરાવવા. (૨૬) રત્નત્રયીજન્ય સુખની પ્રાપ્તિ કરાવવા. (૨૭) ધર્મ-અધર્મની વિશિષ્ટ સમજણ આપવા. (૨૮) શ્રેષ્ઠ પરોપકારની પ્રવૃત્તિરૂપે. (૨૯) શુભાનુબંધની પુણ્યાનુબંધી પ્રાપ્તિ કરાવવા. (૩૦) વીતરાગતા પ્રાપ્ત કરાવવા. ધર્મની વ્યાખ્યા : વ્યુત્પત્તિ અર્થ : 9 ધાતુ ઉપરથી આ શબ્દ બન્યો છે. આત્માને અવનતિથી ધારી રાખે અને ઉન્નતિ તરફ લઈ જાય છે. નિરૂક્તિ અર્થ : (ગુણવત્તા, પરસ્પર તારતમ્ય અને અંતિમ લક્ષણના આધારે) (૧) સારા વિચારો, સારી વાણીનો પ્રયોગ અને સદ્વર્તન. (૨) બીજાએ આપણા પ્રત્યે જે વર્તન આપણને અનુકૂળ લાગે તેવું બીજા પ્રત્યે આપણું વર્તન. (૩) આત્માના શુભ પરિણામથી થતો પુણ્યબંધ. (૪) સદ્ગતિ અપાવે અને દુર્ગતિ અટકાવે. (૫) ભૌતિક ઉન્નતિ (અભ્યદય) અને આત્મિક ઉન્નતિ (નિઃશ્રેયસ)નો હેતુ. (૬) પુણ્યાનુબંધી પુણ્ય અને સકામ નિર્જરાનું કારણ હોય તે. (૭) અર્થ, કામ અને મોક્ષને આપનાર હોય તે. (૮) અહિંસા-સંયમ-તપ વિષયક અનુષ્ઠાન. (૯) આત્માનો ક્ષયોપશમભાવ, ઉપશમભાવ અને ક્ષાયિક ભાવ. (૧૦) વિવેકયુક્ત મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ ભાવ વડે કરાતું તત્ત્વચિંતન. (૧૧) પ્રણિધાન (મનની એકાગ્રતા), પ્રવૃત્તિ, વિદનજ્ય, સિદ્ધિ અને વિનિયોગ-આ પાંચ આશય તે (આત્માના અનુક્રમે ચઢતા પરિણામ). (૧૨) હેયનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર (હેયમાં અપ્રવર્તન અને ઉપાદેયમાં પ્રવર્તન). (૧૩) વિશુદ્ધ ચૈતન્યનો આસ્વાદ. (૧૪) જીવની નિરૂપાધિક પરિણતિ, તે જ ધર્મક્ષાયિક ભાવ તે જ ધર્મસંવર તે જ ધર્મ; શુદ્ધ નિર્જરા સાધક પરિણામ તે જ ધર્મ; સ્વભાવદશા તે જ ધર્મ; આત્મરમણતા તે જ ધર્મ. (૧૫) એક પ્રકારે ધર્મ - અપ્રમાદ એ ધર્મ. બે પ્રકારે ધર્મ - સમ્યગુજ્ઞાન અને સમ્મક્રિયા. ત્રણ પ્રકારે ધર્મ - સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યફચારિત્ર ધર્મતીર્થ - ભાવતીર્થ ૧૯૬ શ્રુતસરિતા 2010_03 Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચાર પ્રકારે ધર્મ - દાન, શીલ, તપ અને ભાવ. પાંચ પ્રકારે ધર્મ - જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર. છ પ્રકારે ધર્મ - છ આવશ્યક (સામાયિક, ચકવીસત્યો, વાંદણાં, પડિક્કમણું, કાઉસગ્ગ અને પચ્ચખાણ). (૧૬) ગુણસ્થાનક નામ જે તે ગુણસ્થાનકે સ્વીકારવા યોગ્ય વ્યાખ્યા મિથ્યાત્વ સંસાર પરિભ્રમણનું કારણ દેશવિરતિ જયણાએ ધર્મ સર્વવિરતિ જિનાજ્ઞા એ જ ધર્મ અપ્રમત્ત ઉપયોગે ધર્મ ૮થી૧૨ ક્ષપકશ્રેણિ અહિંસા-સંયમ-તપ તે ધર્મ ૧૩ સયોગી કેવલી મોહક્ષયે ધર્મ અયોગી કેવલી વસ્તુનો સ્વભાવ તે ધર્મ (વજુ સદાવો ઘમ્પો). તીર્થની વ્યાખ્યા : વ્યુત્પત્તિ અર્થ : 7 ધાતુ ઉપરથી આ શબ્દ બન્યો છે. આ ધાતુ તરવાની ક્રિયા બતાવે છે, જે ડૂબવાની ક્રિયાને સાપેક્ષ છે. દા.ત., મુક્તિ-બંધન સાપેક્ષ તીર્થને સનેન રૂત્તિ તીર્થ - જેનાથી ભવસાગર તરાય તે તીર્થ. નિરૂક્તિ અર્થ : દ્રવ્ય તીર્થ : સ્થાવર તીર્થ - શ્રી શત્રુંજય, સમેતશિખરજી આદિ. ભાવતીર્થ : જંગમતીર્થ - આત્માને ડુબાડનાર એવા અપાર દુઃખરૂપી સંસારસાગરથી પાર પમાડે - દા.ત., સાધુ ભગવંત, આગમ અને શ્રી ચતુર્વિધ સંઘ પ્રથમ ભાવતીર્થ - ગીતાર્થ ગુર શ્રી નંદીસૂત્ર આદિ આગમોમાં ગણધર ભગવંતોને જ “તીર્થ કહ્યા છે. જૈનશાસનના ગણધર ભગવંતોનો એટલો મહિમા છે કે કેવલી ભગવંતો પણ સમોવસરણમાં પ્રવેશ કરીને તીર્થસ્વરૂપ ગણધરોને નમસ્કાર કરી ગણધરોની આજુબાજુમાં બેસે છે. શાસનની ધુરાને વહન કરનાર વાહક અને સંચાલક છે. સુરિપુંગવ શ્રી હરિભદ્રસૂરિજી રચિત “યોગબિન્દુ' ગ્રંથના ૨૮૯મા શ્લોકમાં લખેલ છે કે ગણધરોએ પૂર્વભવોમાં સમ્યકત્વ પામ્યા પછી અનેક જીવોને તારવાની વિશુદ્ધ શુભ ભાવના કરેલ, જેના પ્રભાવે ગણધરનામકર્મ બાંધ્યું છે. આ નામકર્મ એ રૂ૫ નિરવદ્ય પુણ્યાનુબંધી પુણ્યના વિપાકનો પ્રભાવ છે. નમો તિથ' કહીને ખુદ તીર્થકર ભગવંતો પણ જીવંત તીર્થ એવા ગણધરોને નમસ્કાર કરી સમોવસરણમાં બિરાજે છે. જીવંત તીર્થની વ્યાખ્યા : શ્રુતસરિતા ૧૯૭ ધર્મતીર્થ - ભાવતીર્થ 2010_03 Page #223 -------------------------------------------------------------------------- ________________ “જે આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, પ્રવર્તક, ગણિ કે સામાન્ય સાધુ પણ હાલમાં ઉપલબ્ધ શ્રુતનો શાતા હોય, સૂત્ર-અર્થનો પારગામી હોય, નિશ્ચયનય અને વ્યવહારનયનો જાણકાર હોય, ઉત્સર્ગઅપવાદમાં નિપુણ હોય, સ્વસિદ્ધાંત-પરસિદ્ધાંતનો વેત્તા હોય અને જ્ઞાનમાર્ગ-ક્રિયામાર્ગમાં યથાસ્થાન નિયોજક હોય, તે વર્તમાનકાળનું તરણતારક જીવંત ધર્મતીર્થ છે.’’ બીજરૂપ તીર્થંકરના ત્રિપદીરૂપ વચનમાંથી ગણધરોના મસ્તિષ્કમાં સમગ્ર દ્વાદશાંગી રચાય છે, જે શ્રી સંઘને તરવા માટેનો અદ્વિતીય વારસો છે. ગણધર ભગવંતોના ગુરુ તીર્થંકર ભગવંતો અને સાધુ ભગવંતોના ગુરુ ગણધર ભગવંતો છે. સાધુ ભગવંત ગણધરના વંશના કહેવાય, ભગવાનના વંશના નહીં, માટે તો, પાટ શ્રી સુધર્માસ્વામી ગણધર ભગવંતની કહેવાય છે; શ્રી મહાવીર સ્વામીની નહીં. સમ્યક્ત્વસપ્તતિના શ્લોક ૧૮-૧૯-૨૦માં લખેલ છે કે શાસનનાયક તીર્થંકરોની ગેરહાજરીમાં ‘આચાર્ય’ એ તીર્થંકરતુલ્ય છે અને ઉપાધ્યાયજી એ ગણધરતુલ્ય છે. માર્ગદર્શક ગુરુ તો જ્ઞાની ગીતાર્થ જ જોઈએ. ‘ગીત’ એટલે સૂત્ર અને ‘અર્થ’ એટલે શબ્દાર્થ અને ભાવાર્થ. સૂત્રના શબ્દાર્થ અને ભાવાર્થ શાસનમત અનુસાર જે આપી શકે, તે ‘ગીતાર્થ’ કહેવાય. તીર્થંકરોના શાસનમાં તરવાના બે માર્ગ : (૧) કાં સ્વયં ગીતાર્થ બનો (૨) કાં ગીતાર્થનું શરણું સ્વીકારો. ગીતાર્થના ત્રણ પ્રકારો : (૧) જઘન્ય (૨) મધ્યમ - - શ્રી મહાનિશીથ સૂત્ર સુધી ભણેલા મર્મજ્ઞને. ઉત્સર્ગ - અપવાદથી ભરેલાં બૃહત્ કલ્પસૂત્ર - વ્યવહાર સૂત્ર આદિ આચાર માર્ગના આગમોના સાંગોપાંગ જ્ઞાતાને. (૩) ઉત્કૃષ્ટ - દ્રવ્યાનુયોગના નિષ્ણાત, સર્વ દર્શનોના જાણકાર અને નયવાદમાં નિપુણ હોય તે. બીજાને તારવા માટે સહાયના બે પ્રકાર : (૧) ઉપદેશાત્મક વાણી. (૨) સતત સારણા, વારણા, ચોયણા, પડિચોયણારૂપ અનુશાસન. દ્રવ્ય તીર્થો - સ્થાવર તીર્થો કરતાં જંગમ તીર્થોનો અચિત્ત્વ મહિમા છે. તેમનાથી જ જગતમાં કલ્યાણ વહન થાય છે અને તેમની પાસે જ તીર્થંકરોએ કહેલા તત્ત્વનો સાર છે. પોતે કેમ તરવું અને બીજાને કેમ પાર પમાડવા તેનું નિપુણ જ્ઞાન ગીતાર્થ ગુરુમાં જ છે. માટે, આપણે આ જીવંત તીર્થ ભક્તિ, સમર્પણ અને સાનિધ્યનો ઉત્કૃષ્ટ ભાવ કેળવવો જોઈએ. દ્વિતીય ભાવતીર્થ : દ્વાદશાંગી દ્વાદશાંગી એટલે બાર અંગ - આ આગમો દ્રવ્યથી સૂત્રાત્મક છે, પણ ભાવથી જ્ઞાનસ્વરૂપ છે, સનાતન છે, શાશ્વત છે, કે જે આત્માનો ગુણ છે. અપેક્ષાએ, વ્યક્તિ કરતાં શાસ્ત્રનું મહત્ત્વ વધારે છે, કેમ કે વ્યક્તિઓ તો બદલાશે, પણ શાસ્ત્રો નહીં બદલાય. માટે કહેવાય છે કે તીર્થંકરો સનાતન નથી, ધર્મતીર્થ - ભાવતીર્થ 2010_03 ૧૯૮ શ્રુતસરિતા Page #224 -------------------------------------------------------------------------- ________________ જ્યારે દ્વાદશાંગી આ જગતમાં શાશ્વત છે. પ્રથમ ભાવતીર્થ ગીતાર્થ ગુરુને ગીતાર્થ બનાવનાર અને તેમને કે તેમના થકી બીજાને તરવામાં આધાર બનનાર તો શાસ્ત્રો જ છે. જેમાં અનુશાસનની અને રક્ષણની શક્તિ છે, તેને શાસ્ત્ર કહેવાય. જૈનધર્મ તીર્થંકરોને કે ગણધરોને તત્ત્વસર્જક નથી માનતા, પણ તત્ત્વદર્શક માને છે. જ કેવળજ્ઞાન પામવાનું મુખ્ય સાધન પણ શ્રુતજ્ઞાન જ છે. અપેક્ષાએ, શ્રુતજ્ઞાન (આગમ) સર્વ સમ્યગ્ જ્ઞાનોની આઘ ગંગોત્રી છે. દ્વાદશાંગીનું બીજું નામ ‘પ્રવચન’ છે. તેનો અર્થ ‘આ જગતનું પ્રકૃષ્ટ-ઉત્કૃષ્ટ વચન’. દ્વાદશાંગીરૂપી શાસ્ત્રની મહાનતા, વિશાળતા, ગહનતા અને સંક્ષિપ્તતા અજોડ છે, અપાર છે. તૃતીય ભાવતીર્થ : ચતુર્વિધ શ્રી સંઘ આ તીર્થ ચાર પ્રકારે હોય છે - સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. ભાવશ્રુત-સ્વરૂપ શાસ્ત્રોને વરેલા ગીતાર્થ ગુરુ જે જીવંત તીર્થ છે. તેમના અનુશાસનમાં રહેલા શિષ્યોનો સમુદાય તે ગચ્છ. આવા અનેક ગચ્છ ભેગા થાય ત્યારે એક કુલ બને. અનેક ફુલોના સમૂહથી એક ગણ રચાય અને અનેક ગણોનો સમુદાય તે શ્રી સંઘ. પ્રત્યેક ગીતાર્થના નિશ્રાવર્તી સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શિષ્ય પરિવાર હોઈ શકે. મોક્ષસાધક ગુણોનો સમૂહ જેમાં છે એવા જનસમુદાયને ‘શ્રીસંઘ’ કહેવાય. પ્રથમના બે ધર્મતીર્થ (ગીતાર્થ ગુરુ અને આગમો) ના અનુશાસનમાં રહેનારા જ ત્રીજા તીર્થમાં આવશે. શાસ્ત્રમાં માત્ર સાધુ-સાધ્વીને ગીતાર્થ ગુરુનું દિગ્બધન નથી, પરંતુ શ્રાવક-શ્રાવિકાને પણ દિમ્બંધનની આવશ્યકતા છે. કલ્પસૂત્રમાં આવે છે કે આખું શાસન ચારિત્રધરથી સ્થપાય છે અને તેમનાથી જ ચાલે છે. ચારિત્રધર છે ત્યાં સુધી આ શાસન છે. માટે જ, વ્યવહારમાં મોટે ભાગે આપણે ‘ચતુર્વિધ સંઘ’ શબ્દ એકલો નથી બોલતા, પણ ‘શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ' બોલીએ છીએ. આ જ દર્શાવે છે કે ચારિત્રધરથી જ આ શાસનનું મંડાણ-સંચાલન-વ્યવસ્થા-વહન છે. આર્ય પરંપરામાં મા-બાપ બનવું એ મોટી જવાબદારી છે. મા-બાપે સંતાનોની ભૌતિક અને આત્મિક એમ બન્ને પ્રકારની હિતચિંતા કરવાની છે. શાસ્ત્રમાં કહ્યું છે કે જે મા-બાપ પોતાના સંતાનોને ધર્મના સંસ્કાર નથી આપતાં, તેમના આલોક-પરલોકની હિતચિંતા નથી કરતાં અને પાપમાં જ પાવરધાં કરે છે, તે મા-બાપ કસાઈ કરતાં પણ વધારે ખરાબ છે. સંઘ જિનાજ્ઞાનુસારી જ હોય અને તેમાં બધા ઘટકો ભગવાનની આજ્ઞામાં છે. આપણે જિનાજ્ઞા સીધી રીતે સમજી ના શકીએ તો સદ્ગુરુઓ પાસેથી જાણી લેવી જોઈએ. જાણો, સમજો અને તેને અનુસરવા સમર્પિત બનો. વ્યક્તિ કરતાં સમૂહનું મહત્ત્વ, શક્તિ, પ્રભાવ, આલંબન, ઐશ્વર્ય, પ્રેરકતા અનોખાં છે. તેથી તીર્થંકરોએ સામૂહિક તારકતાને અનુલક્ષીને શ્રી સંઘને તારક તીર્થ કહ્યું. જેમ એકલા અરિહંત કરતાં નવપદનો મહિમા વિશેષ હોય છે, તેમ વ્યક્તિ કરતાં વ્યક્તિઓનો સમૂહ અધિક મહાન છે. ધર્મતીર્થ - ભાવતીર્થ શ્રુતસરિતા 2010_03 ૧૯૯ Page #225 -------------------------------------------------------------------------- ________________ આગમોનું પર્યાલોચના (ભાવતીર્થનું અનુસંધાન) भई मिच्छादंसण समूहमइयस्स, अमरसाररुप । जिणवयणस्स भगवओ, संविग्ग सुहाहिगमस्स ।। મિથ્યાદર્શનોના સમૂહરૂપ, અમરપણું આપનાર અને મુમુક્ષુઓ વડે અનાયાસથી સમજી શકાય એવા પૂજય જિનવચનનું (આગમનું) ભદ્ર-ભલે હો ! – સન્મતિ તર્ક – તૃતીય કાંડ આ. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજી શ્રી સર્વજ્ઞ તીર્થકર ભગવંતોએ નિર્મળ કેવળજ્ઞાન દ્વારા વિશ્વભરના જીવોને સત્ય, પરિપૂર્ણ અને અનંત જ્ઞાન દર્શાવ્યું છે. તે જ્ઞાન શ્રી ગણધર ભગવંતોએ સ્વસ્મૃતિમાં અંકિત કરી શ્રુતજ્ઞાનના ઉત્કૃષ્ટ ક્ષયોપશમ ભાવ વડે સૂત્ર-આગમ રૂપે ગૂંચ્યું છે. મૂળ સૂત્રોમાં કહ્યું છે કે - રિદા માસ, પાદરા ધૃત્તિ અર્થાત્ શ્રી અરિહંત ભગવંત અર્થને પ્રકાશે છે અને શ્રી ગણધર ભગવંતો સૂત્રને ગૂંથે છે. જેના વડે પદાર્થો યથાર્થપણે અને સંપૂર્ણપણે જાણી શકાય તેને “આગમ' કહે છે. આત્માને ગમ (બોધ) પમાડે તે આગમ તેવો ઔપચારિક શબ્દાર્થ પણ થાય છે. જૈન ધર્મના મૂલભૂત શાસ્ત્રોને આગમ' શબ્દથી ઓળખવામાં આવે છે. આગમોના સમગ્ર સંકલનને “કાદશાંગી' (બાર અંગ) શબ્દથી ઓળખાય છે. પ્રવર્તમાન ઉપલબ્ધ આગમોના ઉપદેખા અને અર્થરૂપે પ્રણેતા ચરમ શાસન તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાન છે અને સૂત્રરૂપે રચયિતા પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજી છે. મનુષ્યનું સાચું જીવન આધ્યાત્મિક જીવન છે. બાહ્ય દશ પ્રાણો ધારણ કરતો મનુષ્ય જીવંત દેખાય છે, પરંતુ વિભાવ દશામાં મહદ્ અંશે જીવન વ્યતીત થતું હોય છે. સ્વભાવદશાને પુષ્ટિ આપતી આત્માભિમુખતા કેળવાય એ એક માત્ર આશય આ આગમોની રચનાનો છે. આગમોમાંથી સમ્યગુ દૃષ્ટિ અને સારગ્રાહી દૃષ્ટિ સંપ્રાપ્ત કરી શકાય છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ – આ ચારે અનુયોગસભર શ્રેષ્ઠતમ્ સાહિત્ય આગમોમાં ભારોભાર ભરેલું છે. માટે તો યથાર્થ કહેવાયું છે “દુષમકાળ જિનબિંબ જિનાગમ, ભવિયણકું આધાર.” આચાર્યશ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણે વલ્લભીપુરમાં વીર સંવત ૯૮૦માં આગમવાચનામાં અર્ધમાગધી અર્થાત્ પ્રાકૃત ભાષામાં આગમો લખ્યા હતા, જેનો ટૂંકો પરિચય નીચે મુજબ છે. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક આમ્નાય ૪૫ આગમોને માને છે, જ્યારે શ્રી શ્વેતાંબર સ્થાનકવાસી તથા તેરાપંથી ૩ર આગમોને માને છે. દિગંબર આમ્નાયમાં કોઈ ચોક્કસ સંખ્યા નક્કી જણાતી નથી પણ તેઓ ધવલા, મહાધવલા અને જયધવલાને મુખ્ય ગ્રંથો તરીકે માને છે. ધર્મતીર્થ - ભાવતીર્થ ૨૦૦ શ્રુતસરિતા 2010_03 Page #226 -------------------------------------------------------------------------- ________________ આગમ નામ આલેખેલ વિષયો પ્રમાણ ૧ | શ્રી આચારાંગ | શ્રમણાચાર, ગોચર, વિધિ, વિનય, ભાષા ૨ શ્રુતસ્કંધ સંયમ, આહારની માત્રા વગેરે. ૨૫ અધ્યયન ૨,૫૨૫ શ્લોક | શ્રી સુત્રકૃતાંગ | જૈન સિદ્ધાંતોનું વર્ણન, નવતત્ત્વનું જ્ઞાન ૨ શ્રુતસ્કંધ ૨૩ અધ્યયન ૨,૧૦૦ શ્લોક ૩ | શ્રી સ્થાનાંગ પદાર્થોની સંખ્યાનુક્રમે, ગણના અને વ્યાખ્યા ૧૦ અધ્યયન ૩,૭૦૦ શ્લોક | ૪ | શ્રી સમવાયાંગ સંખ્યાવાળા પદાર્થોનું નિરૂપણ, ૧૨ અંગોનું ૧,૬૬૭ શ્લોક સ્વરૂપ તથા કુલકર અને ૨૪ તીર્થકરોના ચારિત્ર ૫ | શ્રી ભગવતીજી. ગણધરો, શિષ્યો, ગૃહસ્થો, અર્જનો, સ્ત્રીઓ વ. | ૪૧ શતકો (વિવાહ પત્નતિ) દ્વારા પૂછાયેલ પ્રશ્નો અને શ્રી મહાવીર સ્વામી ૧૫,૪૭૨ શ્લોક પ્રભુએ આપેલ ચારે અનુયોગસભર ઉત્તરો ૬ | શ્રી જ્ઞાતાધર્મ કથા || કથાઓ દ્વારા ધર્મનો ઉપદેશ - ૨ શ્રુતસ્કંધ પેટા કથાઓ ૩', કરોડ ૫,૫૦૦ શ્લોક ૭ | શ્રી ઉપાસક દશા | જૈનધર્મના દસ ઉપાસકોના જીવનચરિત્ર ૧૦ અધ્યયન ૮૧૨ શ્લોક ૮ | શ્રી અંતકૃત્ દશા શ્રી નેમીનાથ અને શ્રી મહાવીર સ્વામીના સમયમાં મોક્ષગામી દસ ઉપાસકોના ૯૦ કથાનકો જીવનચરિત્રો ૭૯૦ શ્લોક | શ્રી અનુત્તરોપ- સર્વોચ્ચ દેવલોક પામેલા દસ ઉપાસકોની કથા ૩ વર્ગો પાતિક દશા ૩૦ અધ્યયન ૧૯૨ શ્લોક | 10 | શ્રી પ્રશ્રવ્યાકરણ | પાંચ મહાપાપ અને પાંચ મહાવ્રતોનું ૨ શ્રુતસ્કંધ વર્ણન અને તલસ્પર્શી વિવેચન ૧૦ અધ્યયન ૧,૩૦૦ શ્લોક ૧૧ | શ્રી વિપાકસૂત્ર | પરંપરાએ કર્મફળ અંગેની બોધ કથાઓ ૨ શ્રુતસ્કંધ ૨૦ અધ્યયન ૨૦ કથાઓ ૧,૨૫૦ શ્લોક | ૧ર | શ્રી દૃષ્ટિવાદ અનેકવિધ વિદ્યાઓ અને સિદ્ધિઓના ૧૪ પૂર્વોનો સમાવેશ સાધનો સંપાદન કરવાની વિધિ - (આ આગમ વીર સંવત ૧૦૦૦માં નાશ પામ્યું છે.) ૮ વર્ગો શ્રુતસરિતા ૨૦૧ ધર્મતીર્થ - ભાવતીર્થ 2010_03 Page #227 -------------------------------------------------------------------------- ________________ બાર ઉપાંગો | ૧ | શ્રી ઔપપાતિક | શ્રી રાજપ્રશ્નીય ૩ | શ્રી જીવાજીવાભિગમ | ૪ | શ્રી પ્રજ્ઞાપના ૫ | શ્રી સૂર્ય પ્રજ્ઞપ્તિ ૬ | શ્રી જંબુદ્વિપ પન્નતિ ૭ | શ્રી ચંદ્ર પ્રજ્ઞપ્તિ શ્રી મહાવીર સ્વામી પ્રભુના દર્શને ગયેલા ૧,૬૦૦ શ્લોક કોણિક રાજા અને તેમની દેવલોક પ્રાપ્તિનું વર્ણન શ્રી પાર્શ્વનાથ પ્રભુના કેશી ગણધર ૨,૧૦૦ શ્લોક અને પ્રદેશી રાજાનો જીવવિષયક સંવાદ જિનપ્રતિમા પૂજન - પૂજાવિધિ જીવ-અજીવનું સ્વરૂપ-શાશ્વતી જિન પ્રતિમાઓ - | ૯ અધ્યયન ૩ર નાટકો - ૧૮ ઉદ્દેશા ભૂગોળ - ખગોળના વિષયો ૪,૭૫૦ શ્લોક જૈનદર્શનના દરેક વિષયનું નિરૂપણ - ૩૬ પદો શ્રી મહાવીર સ્વામી અને શ્રી ગૌતમસ્વામીના ૭,૭૮૭ શ્લોક પ્રશ્નોત્તરરૂપે ગૂંથણી ખગોળશાસ્ત્ર - સૂર્ય, ગ્રહો, નક્ષત્રોનું વર્ણન ૨૦ પ્રાભૃત ૨,૨૦૦ શ્લોક જંબુદ્વિપના ક્ષેત્રો અને પ્રાચીન ૭ અધ્યયન રાજાઓનું વર્ણન ૪,૧૪૬ શ્લોક ખગોળશાસ્ત્ર - ચંદ્ર, ગ્રહો, નક્ષત્રોનું વર્ણન ૨૦ પ્રાભૃત ૨,૨૦૦ શ્લોક દસ કુમારો રાજા કોણિક સાથે મળી ૧૦ અધ્યયન પોતાના દાદા વૈશાલીની રાજા ચેટક ૧,૧૦૦ શ્લોક સાથે લડાઈમાં ઊતર્યા અને પરભવે નરક ગતિને પામ્યા તેનું વર્ણન. સમ્રાટ શ્રેણિકના દસ પૌત્રો દીક્ષા લઈ સંયમજીવન ૧૦ અધ્યયન પામી પરભવે સ્વર્ગમાં ગયા તેનું વર્ણન જે દેવોએ શ્રી મહાવીર પ્રભુની ભાવપૂર્વક ૧૦ અધ્યયન પૂજા કરી તેઓના પૂર્વજન્મની કથાઓ અને ચારિત્રમાં શિથિલ થયેલાનાં દૃષ્ટાંતો પુષ્પિકા ઉપાંગનું પરિશિષ્ટ યાદવકુળનંદન શ્રી નેમિનાથ પ્રભુએ ૧૨ અધ્યયન વૃષ્ણિવંશના દસ રાજાઓને પ્રતિબોધી જૈનધર્મી બનાવ્યા તેના દૃષ્ટાંતો | ૮ | શ્રી નિરયાવલિકા | ૯ | શ્રી કલ્પાવતંસિકા ૧૦ | શ્રી પુષ્પિકા ૧૧| શ્રી પુષ્પગુલિકા ૧૨ | શ્રી વૃષ્ણિદશા ધર્મતીર્થ - ભાવતીર્થ ૨૦૨ શ્રુતસરિતા 2010_03 Page #228 -------------------------------------------------------------------------- ________________ ૩ દસ પ્રકીર્ણક શ્રી ચતુઃશરણ | પ્રાર્થના અને પ્રાયશ્ચિત સંબંધી સમજ શ્રી આતુર પ્રત્યાખ્યાન ગ્લાન જ્ઞાનીને અનશન કરાવવાનો વિધિ ૭૦ ગાથા શ્રી ભક્તપરિજ્ઞા | ગ્લાન જ્ઞાનીની અંત સમયની વિધિ | ૪ | શ્રી સંસ્તારક || અંતિમ સમયના સંથારાનું વર્ણન શ્રી નંદુલર્વતાલિકા | શ્વાસોશ્વાસ, દેહવિદ્યા, ગર્ભવિદ્યા, મીઠું, ૧૩૯ ગાથા તાંદુલ વગેરે. નો વિચાર-વિમર્શ. ૬ | શ્રી ચન્દવેધ્યક ગુરુ-શિષ્યના ગુણો, રાધાવેધનું દષ્ટાંત, ૧૭૪ ગાથા મૃત્યુ વેળાએ ઉચિત વર્તન વગેરેનું નિરૂપણ ૭ | શ્રી દેવેન્દ્રસ્તવ સ્વર્ગના રાજાઓની ગણના ૩૦૭ ગાથા | શ્રી ગણિ વિદ્યા ફલિત, જ્યોતિષ વિદ્યાનું વર્ણન ૮૨ ગાથા ૯ | શ્રી મહાપ્રત્યાખ્યાન મૃત્યુ સમયની મોટી વિધિની સમજ ૧૪૨ ગાથા ૧૦ | શ્રી વીરસ્તવ શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ | | છ છેદસૂત્રા 1 | શ્રી નિશીથ સૂત્ર | સાધુના આચાર અને દોષોના પ્રાયશ્ચિત્ત | ૮૧૫ શ્લોક ૨ | શ્રી મહાનિશીથ | પાપ અને પ્રાયશ્ચિતોનું વર્ણન ૩,૫૦૦ શ્લોક ૩ | શ્રી વ્યવહાર શાસનના વિધિવિધાન-દંડવિધાન ૬00 શ્લોક |૪ | શ્રી દશાશ્રુત સ્કંધ સાધુની આચારદશા - આ ગ્રંથનો આઠમો ૧૦ અધ્યયન અધ્યાય તે “કલ્પસૂત્ર' ૧,૮૩) શ્લોક | શ્રી બૃહત્કલ્પ સાધુના સંયમજીવનની વિધિ ૪૭૩ શ્લોક શ્રી પંચકલ્પ શ્રી બૃહત્કલ્પ ભાષ્યનું એક અંગ ૧,૧૩૩ શ્લોક બે સૂત્ર શ્રી નંદિ સૂત્ર પાંચ જ્ઞાનનું વર્ણન ૭૦૦ શ્લોક શ્રી અનુયોગદ્વાર આવશ્યક શ્રુતસ્કંધ ઉપર અનુયોગ વિચારણા- ૨,૦૮૫ શ્લોક વિદ્યાઓનું વર્ણન ચાર મૂલસૂત્ર શ્રી ઉત્તરાધ્યયન શ્રી મહાવીર સ્વામીને નિર્વાણના અંતિમ ૨,૦૦૦ શ્લોક સમયે આપેલ ઉપદેશ - કથાઓ શ્રી આવશ્યક છ આવશ્યક અને તેની વિધિનું વર્ણન. પકખી | ૧૨૫ શ્લોક સૂત્ર અને શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર સાથે સંલગ્ન | ૩ | શ્રી દશવૈકાલિક ચૌદપૂર્વધારી આ. શ્રી શય્યભવસૂરિજીએ અધ્યયન ૧૦. બાળમુનિ મનકને માટે બનાવેલું સૂત્ર-મુનિજીવન | ૭૦૦ શ્લોક માટે બહું ટૂંકું અને બોધપ્રદ વસ્તુનિરૂપણ | ૪ | શ્રી પિંડનિયુક્તિ | સાધુને આહારગ્રહણ કરવાની વિધિ ૪૨ ગાથા શ્રુતસરિતા ૨૦૩ ધર્મતીર્થ - ભાવતીર્થ 2010_03 Page #229 -------------------------------------------------------------------------- ________________ જે કાળમાં બુદ્ધિની તીવ્રતા હોય, ક્ષયોપશમની વિશેષતા અંગે મૂળસૂત્ર કે આગમ ઉપરથી જ યથાર્થ ભાવગ્રહણ કરવાની શક્તિ હોય તેવા કાળમાં સૂત્રો ઉપર સંક્ષિપ્ત કે વિસ્તૃત વિવેચનની જરૂરિયાત હોતી નથી. જેમ જેમ બુદ્ધિમાં મંદતા આવતી જાય, અવસર્પિણી કાળના પ્રભાવે ક્ષયોપશમમાં ઘટાડો થતો જાય તેમ તેમ આગમો ઉપરથી જ મૌલિક રહસ્યોને સમજવાની શક્તિ મંદ થતી જાય છે. આવા કાળમાં તે તે સૂત્રોના રહસ્યો ભવિષ્યની પ્રજાને પણ સમજવામાં આવે તે હેતુએ સુવિહિતા ગીતાર્થ પૂર્વાચાર્યોએ નિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણિ-અને ટીકારૂપે તે તે આગમોના વિવેચનો કરેલ છે. સૂત્રનિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણિ અને ટીકા તે જ જૈનદર્શનની “પંચાંગી' છે. સૂત્ર (આગમ) જેટલું પ્રામાણિક છે તેટલું જ નિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણિ-ટીકાનું પ્રામાણિકપણું છે. જૈનદર્શનના ઉત્સર્ગ, અપવાદ, નિશ્ચય, વ્યવહાર, કાર્યકારણ ભાવની શૃંખલાઓ, નય, નિક્ષેપા, કર્મની અભુત બાબતો, ચાર અનુયોગ, છ દ્રવ્યો, નવ તત્ત્વ, રત્નત્રયી આરાધકોના બોધક દૃષ્ટાંતો અને જેન તત્ત્વજ્ઞાનના ગંભીર વિષયોને અનોખી ઢબે આવરી લેતા આ આગમોનું પરિશીલન, મનન અને વાંચન કરનાર આત્માને મુકિતપથનો સાચો અને સચોટ માર્ગ અવશ્ય પ્રાપ્ત થાય છે. સર્વ જીવોને સરળતાથી સ્વાધ્યાય યોગ્ય અને રસભરપૂર તેમજ વૈરાગ્ય, અધ્યાત્મ અને ત્યાગથી તરબોળ બનાવવા ગુજરાતી અને હિન્દી ભાષામાં પણ આ આગમોના ભાવાનુવાદ થયેલા છે, કે જે સરળતાથી પ્રાપ્ય છે. આપણે ધર્મશૂન્ય શ્રીમંતો-સત્તાધીશોને જોઈને અંજાઈ જોઈએ તો સમજવાનું કે આપણા ઉપર પાપાનુબંધી પુણ્યનો પ્રભાવ છે. જે ઘણાં પાપ કરીને ઋદ્ધિ મેળવે છે, વળી તેને સાચવવા ઘણાં પાપો કરે છે અને ફળરૂપે ભોગવવામાં પણ પાપની પરંપરા છે, તેને શાસ્ત્રમાં પાપદ્ધિ' કહે છે. - પૂ. શ્રી પંડિત મહારાજ કહે છે કે “તમને અમેરિકા, યુરોપની ઋદ્ધિ જોઈને મોંમાં પાણી આવે, જ્યારે અમને થાય કે ઘોર પાપથી ભેગું કર્યું, અનેક પાપો કરીને સાચવે છે અને મરવાના પણ પાપના પુંજ સાથે. દુનિયામાં કાતિલ કૂટનીતિઓ જે તેમની ઋદ્ધિ-સિદ્ધિની જીવાદોરી છે. ઘોર પાપાનુબંધી પાપવાળું આ ઐશ્વર્ય છે. આવી પાપદ્ધિનો મન ઉપર પ્રભાવ પડે એ પણ વિકારી બુદ્ધિ સૂચવે છે. શ્રી સંઘ પુણ્યાનુબંધી પુણ્યવાળા જીવોનો સમૂહ છે. કલિકાલસર્વજ્ઞ પૂ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.એ લખ્યું છે કે જિનશાસનનો ભાવશ્રાવક અન્ય દર્શનના સંન્યાસીઓ કરતાં આચાર-વિચારમાં ચડિયાતો છે. જયણા, પાપનો ત્યાગ, અહિંસાનું પાલન, સદાચારનું પાલન, સૂક્ષ્મ વિવેક આદિથી શ્રાવક ઊંચો છે. ટૂંકમાં, સમકિત કે ભાવશ્રાવકપણું જેનામાં આવે તે બધા ચતુર્વિધ શ્રી સંઘમાં અવશ્ય ગણી શકાય. શ્રી સંઘની આજ્ઞાના પાલનમાં ચૌદપૂર્વધર પૂ. ભદ્રબાહુસ્વામીજી, ચોથા પટ્ટધર પૂ. શäભવસૂરિજી, પૂ. વજસ્વામી, પૂ. કાલિકાચાર્ય મહારાજા વ. દષ્ટાંતો આપણી સમક્ષ છે. શ્રી સંઘની માનસિક આશાતનાના ફળમાં શ્રી સગર ચક્રવર્તીના ૬૦,૦૦૦ પુત્રોનું મૃત્યુનું દૃષ્ટાંત પણ હાજરાહજૂર છે. માટે, શ્રી સંઘની કદાપિ આશાતના - અવહેલના – ઉપેક્ષા કરવી નહીં. ધર્મતીર્થ - ભાવતીર્થ ૨૦૪ શ્રુતસરિતા 2010_03 Page #230 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : ગીતાર્થ ગુરુ, દ્વાદશાંગી અને ચતુર્વિધ શ્રી સંઘ - આ ત્રણે ભાવતીર્થ અરિહંત પરમાત્માએ સમવસરણમાં સ્થાપ્યા છે. આ ત્રણે ભાવતીર્થની સેવના વડે આપણી પ્રવૃત્તિ અવશ્ય શુભ બને, વિકાર-વાસના ઘટે, દોષો શાંત થાય, અને ધાર્મિક પુષ્ટિ અને સિદ્ધિ થાય. આ ત્રણ ભાવતીર્થ જ ભવસાગર પાર કરવાના સાધનરૂપ અધ્યાત્મની પાંચ ભૂમિકાનું પ્રદાન કરી શકે છે - સ્થાન યોગ - ઊર્ણયોગ (વચનયોગ) - અર્થ યોગ - આલંબન યોગ - અનાલંબન યોગ. આ કારણે, આ ત્રણે ભાવતીર્થનો આપણે અનુપમ આદર આજીવન કેળવવો જરૂરી છે. આપણે જ્યારે જ્યારે ભારતની મુલાકાતે જઈએ ત્યારે ત્યારે આ ત્રણે ભાવતીર્થોની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. આ ત્રણે ભાવતીર્થો પાસેથી ભાવધર્મ પામી, ફલશ્રુતિરૂપે દીક્ષા લેવાનો સંકલ્પ કરવો અથવા ભાવ કેળવવો જોઈએ. વધુમાં, જેઓએ દીક્ષા લીધી હોય (પૂ. સાધુ-સાધ્વીજી) તેઓની વૈયાવચ્ચ અને દીક્ષાર્થી જીવોની અનુમોદના આપણે કરવી જોઈએ. - પરમ ઉપકારી પૂજ્યશ્રી યુગભૂષણવિજયજી મહારાજ સાહેબનો “ધર્મતીર્થ વિષયક આગ્રહ અને આદર્શને સમજવામાં અને સમજાવવામાં સ્વાભાવિકપણે મારી અનેકાનેક ઊણપ રહેવા પામી છે, તે બદલ મારી ક્ષમાયાચના. જિનાજ્ઞા વિરુદ્ધ કે પૂજ્યશ્રી આશય વિરુદ્ધ મારાથી કાંઈ પણ બોલાયું હોય તો શ્રી સંઘની સાક્ષીએ મારા “મિચ્છામિ દુક્કડ'. આ ત્રણે ભાવતીર્થોની સમીપ જઈ, સાનિધ્ય કેળવી, આપણે આરાધકભાવને પામીએ, સુંદર પ્રકારે આરાધના કરનારા બનીએ અને પ્રાંતે આત્મસ્વભાવને સંપૂર્ણપણે પ્રગટાવી અનંત અને અક્ષય સુખના આપણે ભોક્તા બનીએ એ જ મારી શુભાભિલાષા. IbOUP ૨૦૫ ધર્મતીર્થ - ભાવતીર્થ શ્રુતસરિતા 2010_03 Page #231 -------------------------------------------------------------------------- ________________ સદગતિનાં કારણો ૧. અકામનિર્જરા ૨. મંદ કષાય ૩. શુભ લેશ્યા ૪. શુણ ધ્યાન ૫. ગુણસ્થાનક ૬. દ્રવ્યથી વિરતિ પ્રબંધ-૧૯ સદ્ગતિ, દુર્ગતિના હેતુઓ સદ્ગતિ, દુર્ગતિના હેતુઓ દુર્ગતિનાં કારણો સુખશીલતા (તીવ્ર પાપબંધ) તીવ્ર કષાય આપણા જીવે અનંત-અનંત પુદ્ગલપરાવર્તનકાળ સંસાર પરિભ્રમણમાં પસાર કરી દીધો છે. નિગોદમાં ગયો ત્યાં બે ઘડી - ૧ મુહૂર્તમાં ૬૫૫૩૬ ભવ કર્યા. આ રીતે અનંતકાળ નિગોદમાં પસાર કર્યો, અકામનિર્જરા દ્વારા “નદીગોળપાષાણ ન્યાય’’થી જીવ અનેક પ્રકારના દુઃખ - પીડાને સહન કરતો કરતો ક્રમશઃ નિગોદમાંથી નીકળી એકેન્દ્રિય - બેઇન્દ્રિય - યાવત્ સંશીપંચેન્દ્રિયપણાને પ્રાપ્ત થયો. માટે આ મનુષ્યજન્મમાં દુર્લભ એવા બોધીબીજ સમ્યગ્દર્શનને સાચી શ્રદ્ધાને પામીને સંસાર પરિત્ત કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. Jain Educatlon International2010_03 અશુભ લેશ્યા અશુભ ધ્યાન ગુણસ્થાનકનો અભાવ અવિરતિ एवं भवसंसारे, संसरए सुहासुहेहिं कम्मेहिं । जीवो पमाय बहुलो, समयं गोयम ! मा पमायए ।। પ્રભુ ગૌતમને ઉદ્દેશીને કહે છે - શુભાશુભ કર્મો અનુસાર ચારગતિ અને પાંચ જાતિમાં નિરંતર પરિભ્રમણ જીવો કરી રહ્યા છે. તેમાં જીવના પ્રમાદની પ્રચુરતા જ મુખ્ય કારણ છે. માટે હે ગૌતમ ! સમયમાત્રનો પ્રમાદ કરવા જેવો નથી. પ્રમાદમુક્તિ એ જ પરિભ્રમણથી મુક્ત થવાનો પરમ ઉપાય છે. ૨૦૬ શ્રુતસરિતા Page #232 -------------------------------------------------------------------------- ________________ સદ્ગતિની પ્રાપ્તિ માટેના પ્રાથમિક આચાર (૧) વાસી ખોરાક ત્યાગ (નર્ક ગતિ ટાળવા) (૨) કંદમૂળ ત્યાગ (અહિંસા ધર્મનું પાલન કરવા) (૩) વ્યસન ત્યાગ (સગુણોની પ્રાપ્તિ કરવા) (૪) નિંદા ત્યાગ (અશુભ કર્મોનો બંધ ના થાય તે સારું). (૫) આરંભ-સમારંભના આધારભૂત વીક એન્ડ પાર્ટીઓનો ઘટાડો. (૬) કષાયની મંદતા (ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ) (૭) અલ્પ પરિગ્રહી બનવા તરફ પ્રયાણ (૮) તિથિપાલન (પાંચ, દસ કે બાર તિથિએ વનસ્પતિ-ત્યાગ) (૯) ઉકાળેલું પાણી (બારે માસ નહીં તો છેવટે પાંચ તિથિએ કે જે દિવસોએ સંભવતઃ આયુષ્ય બંધ થાય છે.) (૧૦) ભોગ-ઉપભોગની વૃત્તિઓનો સંક્ષેપ અને રસનો ત્યાગ. (૧૧) ચોવીસ તીર્થકરોના કલ્યાણક શુભ તિથિઓનું સ્મરણ અને યથાશક્તિ આરાધના. (૧૨) દિવસ દરમિયાન સમયે સમયે ધારણા-અભિગ્રહ પચ્ચકખાણ. (૧૩) શુભ અને અશુભ બંને પ્રકારના કર્મોના ઉદય પ્રસંગે સમતાભાવ વડે સાક્ષીભાવની કેળવણી. (૧૪) ભૂતકાળનાં સંસ્મરણો અને ભવિષ્યની આશાઓના ચિંતનમાં સમય બગાડવાના બદલે ‘વર્તમાનકાળનો ઉપયોગ કરવાની ટેવ. (૧૫) સાધર્મિક વૈયાવચ્ચની તકો શોધવી. (૧૬) બહિર્યાત્રામાંથી અંતર્યાત્રા તરફ પ્રયાણ કરવું. (૧૭) આત્માનું લક્ષ્ય, આત્માની શુદ્ધિનો ખ્યાલ અને આત્મા તરફની જાગૃતિ કેળવાય તે દિશામાં પ્રયત્નો આદરવા. (૧૮) ટેલિવિઝન તથા મુવી-નાટકોમાં વ્યર્થ જતા સમયમાં ઘટાડો. (૧૯) વધુ પડતી ઇચ્છાઓ-અપેક્ષાઓ-અભિલાષાઓ-મનોરથો-વાસનાઓનો સમજણપૂર્વક ત્યાગ. (૨૦) ધર્મ પ્રવૃત્તિની સાથે સાથે ધર્મનો પ્રવેશ આપણી વૃત્તિમાં પણ થાય તેવો વિશેષ પ્રયત્ન. (૨૧) મૃત્યુ અનિવાર્ય હોઈ, પરભવમાં સાથે લઈ જઈ શકાય તેવી વસ્તુઓની એક યાદી બનાવવી. (રર) લૌકિક ગુણોની પ્રાપ્તિ નીતિ, સદાચાર, સંતોષ, દયા, દાન, ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા, લજ્જા, દાક્ષિણ્યતા, કુલિનતા આદિ. (૨૩) લોકોત્તર ગુણોની પ્રાપ્તિઃ વિનય, વિવેક, વૈરાગ્ય, ભવભીરુપણું, પાપભીરુપણું, જિનાજ્ઞાપાલન, અલિપ્તભાવ, અનાસક્તભાવ, નિર્મમત્વ આદિ. (૨૪) આપણા આ માનવભવના એક માત્ર ધ્યેયરૂપ “મુક્તિનો પાયો નાખવો. શ્રુતસરિતા ૨0૭. સદ્ગતિ, દુર્ગતિના હેતુ 2010_03 Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: સગતિ તમારા હાથમાં સાયન્સ - સંશોધનો વિજ્ઞાન - વિશેષ જ્ઞાન વસ્તુ - પદાર્થને જાણવો જાણનારને જાણવો વસ્તુ – પદાર્થ બોધ - અસ્થિર આત્મબોધ - સ્થિરતા વાળો રૂપી પદાર્થ પ્રત્યે લક્ષ્ય અરૂપી પદાર્થ પ્રત્યે લક્ષ્ય બહિર્યાત્રાથી પ્રાપ્તિ અંતર્યાત્રાથી પ્રાપ્તિ વિચાર ઉપર નિર્ભર નિર્વિચાર ઉપર નિર્ભર સફળતા/અસફળતા - અનિશ્ચિત સફળતા - નિશ્ચિત પરિણામના સંતાપમાં સમય મૌનમાં સમય પુગલલક્ષી હોવાથી જડ આત્મલક્ષી હોવાથી ચૈતન્ય અનુભવ/અનુભૂતિના અભાવવાળું અનુભવ - અનુભૂતિ વાળું પંડિત દશાને પામે પ્રબુદ્ધ દશાને પામે સ્વ-નિમિત્ત પરને અકલ્યાણકારી સ્વ-નિમિત્ત પરને કલ્યાણકારી આલ્બર્ટ આઇન્સ્ટાઈન આદિ ગૌતમ સ્વામી આદિ કતભાવ સાક્ષીભાવ વસ્તુ-પદાર્થ સાથે એકમેક વસ્તુ-પદાર્થથી અલગ સાવદ્યયોગ નિરવદ્યયોગ આશ્રવનું સબળ કારણ સંવરનું સમર્થ કારણ વિકારી નિર્વિકારી સંસારબીજનું આરોપણ મોક્ષબીજ (બોધિબીજ)નું આરોપણ મોહને પુષ્ટિદાયક મોહક્ષયને પુષ્ટિદાયક સંસાર રત સામાયિક રત કર્તાકાર કલાકાર કર્મબંધકારણ કર્મબંધરહિત ભિખારી (કર્મોદય વડે) સમ્રાટ (સાક્ષીભાવ વડે) અતિક્રમણ પ્રતિક્રમણ મિથ્યાત્વ સભ્યત્વ ગતિના પ્રકારો (શ્રી મોતીચંદ કાપડીયા ગ્રંથમાળા - જૈન દષ્ટિએ કર્મ' માંથી સાભાર) દેવગતિઆયુનાં બંધસ્થાના દેવગતિને યોગ્ય આયુષ્યબંધના ઘણા પ્રસંગો સાંપડે છે. પ્રભુભજન કરનાર, અનુકંપાથી દાન આપનાર, જયણાયુક્ત જીવનવ્યવહાર કરનાર, નિષ્કપટી અને ભવ્ય પણ સાદા જીવનને જીવનાર, શિક્ષક કે ગુરુદેવનું સ્થાન લઈ અભ્યાસ કરાવનાર, ખટપટ વગર, નામનાની ઇચ્છા વગર સમાજસેવા કરનાર, આવા ભાવુક, ભોળા સાદા ભદ્રિક જીવો દેવાયુનો બંધ કરે. મિત્રની પ્રેરણાથી ધર્મ કરનાર, સદ્ગતિ, દુર્ગતિના હેતુઓ ૨૦૮ શ્રુતસરિતા 2010_03. Page #234 -------------------------------------------------------------------------- ________________ દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય ધારણ કરનાર, અવિરતિપણામાં સમજયા વગર કાયકલેશ સહન કરનાર દેવ આયુષ્ય બાંધે. મનુષ્યગતિનો આયુબંધ કોણ કરે ? સ્વાભાવિક રીતે મંદકષાયી પ્રકૃતિવાળો, નામનાની ઇચ્છા વગર દાન આપવાની રુચિવાળો, ઉચિત દાન આપનાર, મધ્યમ પ્રકારના ગુણવાળો, ચાલચલગતમાં જેને ગૃહસ્થ કહી શકાય તેવો, ક્ષમાશીલ, નમ્રનિર્દભી, નિર્લોભી, પ્રામાણિક જીવન જીવનાર, ન્યાયથી ધન મેળવનાર, યતનાથી સર્વ વ્યવહાર કરનાર, પારકાના ગુણને જાણનાર, કોઈ પણ સાંસારિક કાર્ય કરે તેમાં ગાઢ આસક્તિ ન રાખનાર પ્રાણી મનુષ્યનું આયુષ્ય બાંધે છે. એ મહાઆરંભ મહાપરિગ્રહ ન કરે, બનતો પરોપકાર કરે અને ભદ્રિક ભાવે વર્તે, એનામાં કાપોત લેશ્યાની મુખ્યતા હોય. તિર્યંચનું આયુ કોણ બાંધે ? ગૂઢ હૃદયવાળો, મૂર્ખ, ધુતારો, અંદરથી સદહણામાં શલ્યવાળો, માયા અર્થાતું કપટ કરનારો, લાકડાં લડાવનારો, મધુર વાણી બોલનાર પણ અંદરથી કાપી નાખનાર, શીલ કે ચારિત્ર વગરનો, મિથ્યાત્વનો ઉપદેશ આપનાર, કૂડાં તોલમાપ કરનાર, કાળાં બજાર કરનાર, ખોટી સાક્ષી પૂરનાર, ખોટા દસ્તાવેજ બનાવનાર, ચોરી કરનાર, ખોટાં કલંક ચડાવનાર, ચાડી-ચૂગલી કરનાર, માન-પૂજા ખાતર તપ કરનાર, શુદ્ધ હૃદયે પાપની આલોચના નહિ કરનાર પ્રાણી તિર્યંચગતિનું આયુષ્ય બાંધે છે. માયા, અજ્ઞાન, તીવ્ર કષાય, દંભ અને સરળતાનો અભાવ તિર્યંચ આયુષ્યના બંધમાં અગત્યનો ભાગ ભજવે છે. તિર્યંચગતિમાં ચાર ઇન્દ્રિયોવાળા જીવો અને પાંચ ઇન્દ્રિયવાળામાં પાછા જળચર, સ્થળચર અને ખેચરો એ પ્રત્યેકનાં આયુષ્યબંધનાં કારણો અને પ્રસંગો કહી શકાય, તે કલ્પી લેવાં. મરીને કોણ કાગડો થાય અને કોણ ઘુવડ થાય, કોણ ચિત્તો થાય અને કોણ ભેંસ થાય, કોણ કાબર થાય અને કોણ માંકડ થાય, કોણ જળો થાય અને કોણ વીછી થાય એ વિચારવાથી બેસી જાય તેવી હકીકત છે. જીવનની છાયામાં પ્રાણીના ગુણ-અવગુણોની પ્રતિછાયા પડે જ છે, અને તે અનુસાર તેના આયુષ્યબંધની સંભાવનાની ગણતરી સામાન્ય રીતે કરી શકાય. નરકાયુ કોણ બાંધે ? મહા આરંભ કરનાર, મોટો પરિગ્રહ એકઠો કરનાર, ભારે ધમાલ, કાપાકાપી અને મારામારી કરનાર-કરાવનાર, અતિલોભ કરનાર, ચાલુ આર્તરૌદ્ર ધ્યાન કરનાર, અતિ વિષય સેવનાર, જીવવધ વગર સંકોચે કરનાર, મહામિથ્યાત્વમાં રાચનાર, સાધુ સેવક કે કાર્ય કરનારનું ખૂન કરનાર, માંસમદિરાનો આહાર તરીકે કે પીણા તરીકે ઉપયોગ કરનાર, ગુણવાન પ્રાણીની નિંદા કરનાર, સાત દુર્વ્યસન સેવનાર, કૃતદની, વિશ્વાસઘાતી, કૃષ્ણલેશ્યાનો પરિણામી, અવગુણમાં અભિમાન લેનાર પ્રાણી નરકાયુ બાંધે. એમાં પરિણામની તીવ્રતા, સ્વપરના વિવેકનો તદૃન અભાવ અને મિથ્યાત્વઅંધકારનો કે અજ્ઞાનનો મોટો ભાગ કામ કરે છે, અને આર્નરૌદ્ર ધ્યાનની ચાલુ પ્રવૃત્તિ એમાં સવિશેષ કારણભૂત બને છે. આ રીતે ચાર પ્રકારના આયુષ્યના બંધના સામાન્ય પ્રસંગો વિચાર્યા, બાકી એની વિગતોમાં ઘણી ઘણી બાબતો આવે તે ખ્યાલ કરવાથી બેસી જશે. (૧) ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર. (૨) ઈતને દિન તુમે નાહી પીછાળ્યો, મેરો જન્મ ગયો અજાન મેં - શ્રી જંબુવિજયજી મ.સા. (3) Be witness of your thoughts, not victim. શ્રુતસરિતા ૨૦૯ સદ્ગતિ, દુર્ગતિના હેતુ 2010_03 Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-ર૦ ' ત્રિશષ્ટિ શલાકા પુરુષોનું સંક્ષિપ્ત વિધાન તીર્થકર-૨૪, ચક્રવર્તી-૧૨, બળદેવ-૯, વાસુદેવ-૯, પ્રતિ વાસુદેવ-૯, કુલ ૬૩ કોષ્ટક તથા વિગતો તીર્થકરશ્રી| ચક્રવર્તી | ગતિ | બળદેવ | ગતિ | વાસુદેવ | પ્રતિવાસુદેવ વાસુદેવ અને પ્રતિવાસુદેવની ગતિ મોક્ષ ૧ | ઋષભદેવ | ભરત | મોક્ષ. ૨ | અજિતનાથ | સગર ૩ | સંભવનાથ અભિનંદન ૫ | સુમતિનાથ પદ્મપ્રભ | ૭ | સુપાર્શ્વનાથ I ! ચંદ્રપ્રભ ૯ | સુવિધિનાથ | ૧૦ | શીતલનાથ ૧૧ શ્રેયાંસનાથ અચલા, મોક્ષ | ત્રિપુષ્ટ અશ્વ ગ્રીવ ૧૨ | વાસુપૂજય વિજય. મોક્ષ ક્રિપષ્ટ તારકે ૧૩ | વિમલનાથ ભદ્રા મોક્ષ સ્વયંભૂ મેરક ૧૪ | અનંતનાથ સુપ્રભ મોક્ષ પુરુષોત્તમ | નિશુંભ ૧૫ | ધર્મનાથ | મઘવી દેવલોક સુદર્શન ભાલ પ્રલ્હાદે સનતકુમાર | દેવલોક ૧૬ | શાન્તિનાથ | શાન્તિનાથ | મોક્ષ ૧૭) કુન્થનાથ કુન્થનાથ | મોક્ષ ૧૮ | અરનાથ અરનાથ | મોક્ષ મોક્ષ | પરષપંડરિક | મધુકૈટભ સુભમ | સાતમી નર્ક | નંદન મોક્ષ | દત્ત ૧૯ | મલ્લિનાથ ૨૦ | મુનિસુવ્રત મહાપદ્મ | મોક્ષ મોક્ષ | લક્ષ્મણ રાવણ ૨૧ | નમિનાથ હરિપેણ મોક્ષ જય | મોક્ષ ૨૨ | નેમિનાથ | બ્રહ્મદત્ત | સાતમી નર્ક | બલરામ | દેવલોકો કુષ્ણ જરાસંઘ ૨૩ | પાર્શ્વનાથ ૨૪ | મહાવીર સાતમી નર્ક છઠ્ઠી નર્ક છઠ્ઠી નર્ક છઠ્ઠી નર્ક છઠ્ઠી નક પુરુષસિહ આનંદ છઠ્ઠી નક પાંચમી નર્ક બલી રામ ચોથી નર્ક ત્રીજી નર્ક ત્રિશષ્ટિ શલાકા પુરુષોનું સંક્ષિપ્ત વિધાન ૨૧૦ શ્રુતસરિતા 2010-03 Page #236 -------------------------------------------------------------------------- ________________ છત્ર વીર સંવત ૧૦૫૫ માં ચિતોડના રાજપુરોહિત શ્રી હરિભદ્ર રાજમાર્ગ પરથી પસાર થતી વેળાએ જૈનાચાર્ય શ્રી જિનદત્તસૂરિ આજ્ઞાવર્તી યાકિની મહત્તરા સાધ્વીજી દ્વારા મોટેથી ઉચ્ચારાતી નીચેની ગાથા સાંભળી : "चक्किदुगं हरिपणगं पणगं चक्कीण केसवो चक्की । के सव चक्की के सब, दुचक्की केसी य चक्की य ।।" આ ગાથાનો અર્થબોધ શ્રી જિનદત્તસૂરિજી પાસેથી પ્રાપ્ત કરી સર્વપાપમય આચરણની નિવૃત્તિરૂપ દીક્ષા ગ્રહણ કરી. સંસારદાવા સહિત અને ચારે અનુયોગ સભર (દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ) ૧૪૪૪ ગ્રંથોના રચયિતા શ્રી હરિભદ્રસૂરિજી બન્યા. શ્રી યાકિની મહત્તરા સાધ્વીજી પ્રત્યે આજીવન ઋણી રહ્યા. ચક્રવર્તીનાં ચૌદ રત્નો, તેનાં માપ અને તેની વિશેષતા નામ | માપ | કયાં જન્મે | ઈન્દ્રિય | વિશેષતા ચક્ર | ૪ હાથ લાંબુ | આયુધશાળા | એકેન્દ્રિય | સેનાની આગળ આકાશમાં ચાલે છ ખંડ જીતવાનો રસ્તો બતાવે. ૪ હાથ લાંબુ આયુધશાળા | એકેન્દ્રિય ૧૨ યોજન લાંબુ અને ૯ યોજન પહોળું થઈ જાય - ઠંડી, તાપ, વાયુથી રક્ષા કરે, ૪ હાથ લાંબુ આયુધશાળા એકેન્દ્રિય વૈતાઢય પર્વતની બંને ગુફાના દ્વાર ખુલ્લાં કરે - રસ્તો સાફ કરે. ૪ | ખડુંગ ૫૦ આંગળ લાવ્યું છે આયુધ શાળા | એકેન્દ્રિય અતિ તીક્ષ્ણ ધારવાળું ૧૬ આંગળ પહોળું શત્રુનું શિરછેદન કરે. ૧ર આંગળ જાડું ૫ | મણિ ૪ આંગળ લાવ્યું લક્ષ્મી ભંડાર ઊંચે મૂકવાથી ૧ર યોજન પ્રકાશ કરે. ર આંગળ પહોળું હાથીના મસ્તકે મૂકવામાં આવે. ૬ | કાકિણી, છે એ બાજુથી લક્ષ્મીભંડાર વૈતાઢ્ય પર્વતની અને ગુફામાં એક એક ચાર ચાર યોજના અંતરે ૫૦૦ ધનુષ્યમાં ગોળાકાર આંગળ લાંબુ ૪૯ મંડળ કરે - ચંદ્રમા સમાન પ્રકાશ ૭ | ચર્મ | ૨ હાથ લાંબુ લક્ષ્મીભંડાર | એકેન્દ્રિય ૧૨ યોજન લાંબું અને ૯ યોજના પહોળું હોડીરૂપ થઈ જાય-સેના સવાર થઈ ગંગા-સિંધુ મહાનદીઓ પાર કરે. | | સેનાપતિ | તત્કાલ યોગ્ય સ્વસ્વનગર પંચેન્દ્રિય વચલા બંને ખંડો ચક્રવર્તી જીતે અને ખૂણાના ચારે ખંડ સેનાપતિ જીતે-વૈતાઢચ પર્વતની ગુફાના દ્વાર દંડ પ્રહારથી ખોલે. શ્રુતસરિતા ૨૧૧ ત્રિશષ્ટિ શલાકા પુરુષોનું સંક્ષિપ્ત વિધાર્ગે 2010_03 Page #237 -------------------------------------------------------------------------- ________________ ૯ ગાથાપતિ ૧૦૦ વાર્ષકી ૧૧ પુરોહિત ૧૨| સ્ત્રીરત્ન ૧૩ અશ્વ ૧૪૨ ગજ તત્કાલ યોગ્ય તત્કાલ યોગ્ય તત્કાલ યોગ્ય તત્કાલ યોગ્ય ૧૦૮ આંગળ લાંબો ૮૦ આંગળ ઊંચો ચક્રવર્તીથી બે ગણી ઊંચાઈ બળનું અપેક્ષિત વર્ણન ૧૨ પુરુષ ૧૦ બળદ ૧૨ ઘોડા ૧૫ પાડા ૫૦૦ હાથી ૨,૦૦૦ સિંહ ૧૦ અષ્ટાપદ ૨ બળદેવ ૨ વાસુદેવ ૧૦ લાખ ચક્રવર્તી ૧ કરોડ નાગકુમાર દેવ સ્વસ્વનગરે સ્વસ્વનગરે = સ્વસ્વનગરે સ્વસ્વનગર = ૧ બળદ = ૧ ઘોડો = ૧ પાડો = ૧ હાથી = ૧ સિંહ = ૧ અષ્ટાપદ = ૧ બળદેવ = ૧ વાસુદેવ = ૧ ચક્રવર્તી = ૧ નાગકુમાર દેવ ૧ વૈમાનિક ઇન્દ્ર પંચેન્દ્રિય ત્રિશષ્ટિ શલાકા પુરુષોનું સંક્ષિપ્ત વિધાન 2010_03 પંચેન્દ્રિય વૈતાઢય પર્વતની પંચેન્દ્રિય તળેટી વૈતાઢ્ય પર્વતની પંચેન્દ્રિય તળેટી પંચેન્દ્રિય પંચેન્દ્રિય ચર્મરત્નને પૃથ્વીના આકાર બનાવી ૨૪ પ્રકારનું ધાન્ય, મેવા, શાકભાજી-પ્રથમ પહોરમાં વાવે, બીજા પહોરમાં પાકે, ત્રીજા પહોરમાં વપરાશ. એક મુહૂર્તમાં ૧૨ યોજન લાંબા, ૯ યોજન પહોળા, ૪૨ માળના મહેલો સાથે નગર વસાવે. માર્ગે જતાં ચક્રવર્તી સપરિવાર નિવાસ કરે. શુભ મુહૂર્ત બતાવે-સામુદ્રિક અષ્ટાંગ નિમિત્તે નિષ્ણાત - શાન્તિપાઠ વૈતાઢ્ય પર્વતના માલિક વિદ્યાધરની પુત્રી મહારૂપવતી અને સદાકુમારિકા-પુત્રપ્રસવ નહીં-દેહમાન ચક્રવર્તીથી ચાર આંગળ ઓછું ક્ષણભરમાં ધારેલા સ્થાને પહોંચાડે વિજય પ્રદાન કરાવે. મહા સૌભાગ્યશીલ, કાર્યદક્ષ અતિ સુંદર ૨૧૨ શ્રુતસરિતા Page #238 -------------------------------------------------------------------------- ________________ || . છ | જ | | | નવ નિધિ - વિગત - ચક્રવર્તીને પ્રાપ્તિ ૧ | નૈસર્પ | ગ્રામાદિ વસાવવાની, સેનાનો પડાવ નાખવાની સામગ્રી અને વિધિ ૨ | પાંડુક | તોલ-માપના ઉપકરણોની પ્રાપ્તિ પિંગલ | મનુષ્ય તેમ જ પશુનાં બધી જાતનાં આભૂષણો સર્વરત્ન | રત્ન-ઝવેરાત ૫ | મહાપા | બધી જાતનાં વસ્ત્રોની તથા વસ્ત્રોને રંગવા-ધોવાની વસ્તુઓ કાલ | અષ્ટાંગ નિમિત્તનાં, ઇતિહાસનાં તથા કુંભકારાદિ કર્મનાં શિલ્પશાસ્ત્ર મહાકાલ સુવર્ણ વ. બધી ધાતુના વાસણો તથા રોકડ ધનની પ્રાપ્તિ | માણવક | બધી જાતનાં અસ્ત્ર-શસ્ત્રની પ્રાપ્તિ ૧૯ | શંખ | ધર્મ, અર્થ, કામ અને મોક્ષનાં સાધન બતાવનાર શાસ્ત્રો અને બધી જાતનાં વાજિંત્રોની પ્રાપ્તિ આ નવ નિધિ પેટીની જેમ ૧૨ યોજન લાંબી, ૯ યોજન પહોળી, ૮ યોજન ઊંચી, ૮ પૈડાવાળી, જ્યાં સમુદ્રની સાથે ગંગા નદી મળે છે ત્યાં રહે છે. અઠ્ઠમ તપના આરાધન વડે, ચક્રવર્તીના પગમાં નીચે આવીને રહે છે. દ્રવ્યમય વસ્તુઓ સાક્ષાત નીકળે છે, જ્યારે કાર્ય કરવા રૂપ વિધિઓના પુસ્તકો નીકળે છે. ચક્રવર્તીનું આયુષ્ય પૂર્ણ થયા બાદ અગર દીક્ષા લીધા બાદ આ નવ નિધિ પોતાના મૂળ સ્થાને ચાલ્યા જાય છે. ચક્રવર્તીની પરચૂરણ ત્રાદ્ધિ ૨ હજાર આત્મરક્ષક દેવ ૩૨ હજાર દેશો (૨૧ લાખ ગાઉ વિસ્તાર) ૬ લાખનું એક ગામ - ૩૦ ગામનો એક દેશ ૨૫V, દેશ આર્ય ગણાય. ૩૨ હજાર રાજા (મુકુટબંધ) - સેવક ૧૯૨ હજાર પત્નીઓ (૬૪ હજાર રાજકન્યા, ૬૪ હજાર પ્રધાનપુત્રી, ૬૪ હજાર પુરોહિતપુત્રી) ૮૪ લાખ હાથી-ઘોડા-૨થ ૨૬ લાખ અંગમર્દક ૯૬ કરોડ પગપાળા સૈનિક ૯૯ કરોડ દાસ-દાસી ૩૨ હજાર નૃત્યકાર ૯૯ લાખ અંગરક્ષક ૧૬ હજાર રાજધાની ૩ કરોડ શસ્ત્રશાળા ૧૬ હજાર દ્વીપ ૩ કરોડ વેદ્ય ૪૯ હજાર બાગ-બગીચા ૮ હજાર પંડિત ૧૪ હજાર મહામંત્રી ૬૪ હજાર ૪૨ માળના મહેલો ૧૬ હજાર રત્નભંડાર ૪ કરોડ મણ દરરોજ અનાજ વપરાશ ૨૦ હજાર સોના-ચાંદીના ભંડાર ૧૦ લાખ મણ દરરોજ મીઠું વપરાશ ૩ કરોડ ગોકુળ (૧૦,૦00 ગાયોનું એક ગોકુળ) ૩૬૦ ભોજન બનાવનાર રસોઈયા ૭ર મણ દરરોજ હિંગ વપરાશ. શ્રુતસરિતા ૨૧૩ ત્રિશષ્ટિ શલાકા પુરુષોનું સંક્ષિપ્ત વિધાર્ગે 2010_03 Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-ર૧ અંતરાય કર્મ નિવારણ પૂજાનો હેતુ કર્મ, સંબંધરહિત, જ્ઞાનતત્ત્વ, અમર, સહજસ્વરૂપ સિદ્ધ પરમાત્માને, મારા આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે હું નમન કરું છું. જ્ઞાનાવરણ આદિ આઠ કર્મો તે પુગલનાં બનેલાં છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગી (મન, વચન અને કાયારૂપી) વડે દરે જીવ કર્મ બાંધે છે. કર્મ બંધાતી વેળાએ જે તે કર્મની વર્ગણાઓ આઠ વિભાગમાં વહેંચાઈ જાય છે. આ આઠ પ્રકારના કર્મના બે વિભાગ છે : (૧) ઘાતી કર્મ – આત્માના ગુણોનો ઘાત કરે તે. (૨) અઘાતી કર્મ - આત્માના ગુણોનો ઘાત ના કરે તે. ઘાતી કર્મ ચાર છે : (૧) જ્ઞાનાવરણીય – આત્માના જ્ઞાનગુણને ઢાંકે છે. (૨) દર્શનાવરણીય - આત્માના દર્શન (જોવું આદિ) ગુણને ઢાંકે તે (૩) મોહનીય - આત્માને સંસારમાં મૂંઝવે તે (૪) અંતરાય - દાનાદિ આપતાં આત્માને જે રૂકાવટ કરે, વિદનભૂત બને છે. અઘાતી કર્મ ચાર છે : (૧) આયુષ્ય - આત્માને પોતપોતાના ભવમાં જિખવાડે તે. (૨) નામ - જે કર્મથી આત્માને શરીર, ઇન્દ્રિયો, રૂપ, રંગ આદિની પ્રાપ્તિ થાય તે. (૩) ગોત્ર – જે કર્મના ઉદયથી ઉચ્ચ કે નીચ કુલમાં આત્મા જન્મ ધારણ કરે તે. (૪) વેદનીય = સુખ અને દુ:ખરૂપે જે વેદાય તે. ચાર ઘાતી કર્મોમાં મોહનીય કર્મ પ્રધાનતા ધરાવે છે, જ્યારે અઘાતી કર્મોમાં આયુષ્ય કર્મની પ્રધાનતા છે. અંતરાય કર્મના પાંચ ભેદો છે : (૧) દાનાંતરાય - આપણી પાસે સંપત્તિ હોય, યોગ્ય પાત્ર લેવા માટે આવ્યાં હોય, દાનનું ફળ સારું છે તે પણ આપણે જાણતા હોઈએ છતાં આપવાનું મન જ ન થાય તે. લાભાંતરાય - દાનેશ્વરીને ઘેર લેવા જઈએ, વિનયથી માગણી કરીએ છતાં આપણને પ્રાપ્ત ન થાય અને પ્રાપ્ત થાય તો ઢોળાઈ જાય, લૂંટાઈ જાય તે. (૩) ભોગાંતરાય - એક વખત ભોગવાય એવી જે વસ્તુઓ તે ભોગ જેમ કે રાંધેલું અનાજ, ફૂટ, તે ઘરમાં હોવા છતાં માંદગી-અપચો-અજીર્ણ અથવા તેવા પ્રકારના રોગાદિના. કારણે આપણી ખાવાની-પીવાની શક્તિમાં અંતરાય ઊભો થાય તે. (૪) ઉપભોગાંતરાય - વારંવાર વપરાય એવી જે વસ્તુઓ તે ઉપભોગ, જેમ કે કપડાં, અલંકાર આદિ. તે બધું હોવા છતાં શરીર એવા રોગોથી ઘેરાયેલું હોય કે તે વસ્તુઓનો ઉપભોગ ન કરી શકીએ તે. (૫) વીઆંતરાય - યુવાવસ્થાદિ હોવા છતાં આત્મા શરીરથી દુર્બળ બને છે. અંતરાય કર્મ નિવારણ પૂજાનો હેતુ ૨૧૪ શ્રુતસરિતા 2010_03 Page #240 -------------------------------------------------------------------------- ________________ આત્માના ગુણોનો ઘાત કરનાર ઘાતી કર્મોના પ્રકારમાં અંતરાય કર્મ આવે છે. માટે, ઉપરોકત પાંચ ભેદો તાત્વિક દૃષ્ટિએ પણ વિચારવા જોઈએ. આ અંતરાય કર્મના ઉદયથી જીવ દાનાદિ આપી શકતો નથી. જિનેશ્વર પરમાત્મા, સાધુસંતો, સાધર્મિક શ્રાવકો આદિની સેવા-પૂજન-ભક્તિનો નિષેધ કરનારા, અને હિંસા-જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ આદિ પાપોમાં જ આસકત રહેનારા જીવો આ અંતરાય કર્મ બાંધે છે, અને જિનેશ્વર પરમાત્મા આદિની સેવા-પૂજન-ભક્તિ કરનારા અને હિંસાદિનો નિષેધ કરનારા જીવો આ અંતરાય કર્મ તોડે છે. આપણી અપેક્ષા અને પ્રાપ્તિ - આ બે વચ્ચેનું અંતર તે જ અંતરાય કર્મ. દરેક જીવને પદ્ગલિક પદાર્થોની (ધન આદિ) અપેક્ષા ઘણી હોય છે, પણ અપેક્ષા અનુસાર પ્રાપ્તિ થતી નથી, અને તેથી તે જીવ પ્રાપ્ત કરવા રાત-દિવસ તનતોડ મહેનત કરે છે, પરંતુ પ્રાપ્તિ કરવામાં પોતાનું અંતરાય કર્મ આડું આવે છે. આડું આવતાં જીવ રાગ-દ્વેષાદિ પરિણામો કરી નવું અશુભ કર્મો બાંધે છે. આ અપેક્ષાએ, આત્માના ગુણોનો ઘાત કરનારા ચાર ઘાતી કર્મોમાં અંતરાય કર્મ મુખ્ય ભાગ ભજવે છે. આ અંતરાયકર્મ નિવારણ પૂજા આપણા સ્વજનના આત્માની વિદાયને “નિમિત્ત’ બનાવી ભણાવવામાં આવે છે. આ ભણાવવાથી સદ્ગતના આત્માને લાભ-હાનિ નથી, તેમજ તે આત્માના શ્રેયાર્થે છે તેવું પણ નથી. જનાર જીવે જે ભાવે ભાવતાં ભાવતાં જીવન દરમ્યાન જેવું અંતરાય કર્મ બાંધ્યું હોય તનુસાર તે જીવ આવતા ભવમાં જે તે ઉદય વેળાએ તે રીતે ભોગવશે. પરંતુ, સ્વજનની વિદાય વેળાએ આ પૂજા ભણાવવાનો એક માત્ર આશય એ છે કે આ વિદાયની ઘટનાને નિમિત્ત બનાવી પાછળ રહેલા સ્વજનો અને સ્નેહીજનો તેઓના જીવનમાં, આ પૂજામાં આવતી વિગતોનું વર્ણન સાંભળી, ચિંતન કરી, નવું અંતરાય કર્મ બંધન પ્રત્યે જાગ્રત બને અને પોતાનું શ્રેય સાધે અને પરમ કલ્યાણના માર્ગે આગળ વધે. પૂ. શ્રી શુભવિજયજીના પરમ વિનીત શિષ્ય શ્રી વીરવિજયજી મહારાજ સાહેબ આ કર્મની પૂજા રચેલી છે. અષ્ટપ્રકારી પૂજા હોઈ આઠ પૂજામાં સમગ્ર કથા વસ્તુ વહેંચાઈ જાય છે. (૧) જળપૂજા - અંતરાય કર્મના બંધ હેતુઓનું વિવેચન (૨) ચંદનપૂજા - દાનાંતરાય દૂર કરવાના ઉપાયોનું વિવેચન (૩) પુષ્પપૂજા - લાભાંતરાય દૂર કરવાના ઉપાયોનું વિવેચન (૪) ધૂપપૂજા - ભોગાંતરાય દૂર કરવાના ઉપાયોનું વિવેચન (૫) દીપકપૂજા - ઉપભોગાંતરાય દૂર કરવાના ઉપાયોનું વિવેચન (૬) અક્ષતપૂજા - વીઆંતરાય દૂર કરવાના ઉપાયોનું વિવેચન (૭) નૈવેદ્યપૂજા - અણાહારી એવા સિદ્ધપદની માગણી (૮) ફળપૂજા - આઠે કર્મોનો વિનાશ કરવા માટે જન્મ-જરા-મૃત્યુના નિવારણની માગણી. આ પૂજાની રચનામાં કરવામાં આવેલું વિવેચન દ્વારા પદાર્થોની અનિત્યતા, જીવોની અશરણતા, સંસારની વિવિધતા, કર્મોનું જીવને એકલાને ભોગવવાપણું, દેહ આત્માની ભિન્નતા, શરીરની અશુચિતા, કર્મને આવવાના માર્ગો, કર્મને આવતાં અટકાવવાના ઉપાયો, આત્માથી કર્મને અલગ કરવાના પરિણામો વગેરેનો વિચાર કરવો. જન્મ, મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિઓની વિષમતા અને પાંચ ઇન્દ્રિયોના વિષયોના વિરપણાનો વિચાર કરવો. તે પછી આ સંસારના સુખનો અને આત્માની શાંતિનો મુકાબલોસરખામણી કરી જોવી તેથી સંસારની અસારતા સમજાયા વિના રહેશે નહીં. અંતરાય કર્મ સહિત આઠ કર્મોનો સર્વથા ક્ષય કરી આપણે સૌ નિરૂપમ, અખંડ, અનંત, અતીન્દ્રિય અને અવિનાશી આત્મિક સુખ સદાકાળની આનંદમય સ્થિતિને પામીએ એ જ એક માત્ર અંતરની મહેચ્છા અને અર્ધથના. શ્રુતસરિતા ૨૧૫ અંતરાય કર્મ નિવારણ પૂજાનો હેતુ 2010_03 Page #241 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-ર૦ સદા સર્વને નૂતન વર્ષાભિનંદન, સદા આનંદ હો મંગલ હો રાગ-દ્વેષ , અનાદિ કાળથી અજ્ઞાનદશા વડે મોહવશ જીવ દરે ક ભવમાં રાગ-દ્વેષથી શુભાશુભ કર્મ ઉપાર્જન કરે છે અને બાંધે છે. તે કર્મ ઉદયમાં આવતાં જીવ ઔદયિક ભાવને આધીન વર્તે છે અને નવિન કર્મ ઉપાર્જન કરે છે. જન્મ-મરણ રૂપી સંસાર પરિભ્રમણનું આ જ કારણ છે. આમ, કર્મના ઉદયને વશ વર્તીને જીવ રાગ-દ્વેષ કરે છે અને રાગ-દ્વેષ કરવા વડે કર્મ આવે છે અને કર્મબંધ થાય છે. આ અન્યોન્ય સંબંધનો અંત લાવવા આ બે ભાવની સમજણ અને જાગૃતિ આવશ્યક છે, કે જેની ફલશ્રુતિ રૂપે મૃત્યુલોકમાંથી મુક્તિલોક તરફ પ્રયાણ કરે છે. રાગના બે પ્રકાર : (૧) પ્રશસ્ત - આત્મગુણોની અભિવૃદ્ધિ અને રત્નત્રયીની પ્રાપ્તિના સાધનો પ્રત્યે રાગ. (૨) અપ્રશસ્ત - જડ-ચેતન પદાર્થ પ્રત્યે મમત્વ બુદ્ધિની આસક્તિ. પ્રશસ્ત રામના ત્રણ પ્રકાર : (૧) દેવ - દર્શન, સેવા, પૂજા, દેવતત્વનું સ્વરૂપ, દ્રવ્ય-ગુણ-પર્યાયનું ચિંતન આદિ. (૨) ગુરૂ - સુસમાહિત સદ્દગુરૂના સમાગમ દ્વારા વિનય, વૈયાવચ્ચ, ભક્તિ, સમર્પણ, વંદન, - સ્તવન, પૂજ્યભાવ આદિ ગુણપ્રાપ્તિ. (૩) ધર્મ - સમ્યગ્દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં વૃત્તિ અને પ્રવૃત્તિ. અપ્રશસ્ત રાગના ત્રણ પ્રકાર : (૧) કામરાગ - પાંચ ઈન્દ્રિયોના વિષયસુખને ભોગવવાની ઈચ્છા, સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ પ્રત્યેનો રાગ. (૨) સ્નેહરાગ જીવનો જીવ પ્રત્યેનો મોહ. જીવની જીવ અને અજીવ પ્રત્યેની બાહ્ય લાગણી, સ્નેહરાગમાં લાગણી અને માગણીની પ્રધાનતા રહેલી છે. તેથી જીવો પરસ્પરનું જીવન નિભાવી લે છે. સ્નેહમાં બંધાયેલો જીવ સંકલેશમાં અટવાઈને ગાઢી બંધનરૂપ કર્મ બાંધતો રહે છે. (૩) દૃષ્ટિરાગ - જગતના તમામ પદાર્થો પ્રત્યે પોતાના માની લીધેલ મત પ્રમાણે જ વિચારે, તેને આ જ સત્ય માને અને અન્ય જીવને પોતાનો મત સ્વીકારવા આગ્રહ રાખે. ઢષના બે પ્રકાર : (૧) પ્રશસ્ત - ભવોભવ ભટકાવનારા, અને દુ:ખો દેનારા પાપો પ્રત્યે દ્વેષ, ઘણા, ગુસ્સો આદિ) (૨) અપ્રશસ્ત - જીવને જીવ-અજીવ પ્રત્યેનો અભાવ, અરૂચિ, અપ્રીતિ, અરતિ, ઈર્ષ્યા આદિ. સદા સર્વને નૂતન વર્ષાભિનંદન ૨૧૬ શ્રુતસરિતા 2010_03 Page #242 -------------------------------------------------------------------------- ________________ રાગ-દ્વેષ ઉપર વિજયી બનવા માટે મોહ-સંબંધના બદલે આપણે કર્તવ્ય-સંબંધનો સ્વીકાર કરવો જોઈએ. મોહ-સંબંધ બંધનરૂપ હોવાથી વિનાશ સર્જતી બેડી છે, જયારે કર્તવ્ય-સંબંધ કર્મબંધનના અભાવરૂપ હોવાથી સાધનાના વિકાસની કેડી છે. - પરમ માંગલિક નૂતન વર્ષારંભ-દિને શ્રી વીતરાગ પરમાત્માને પ્રાર્થના कामरागः स्नेह रागश्च, दृष्टि रागो न तु मे कदा । वीतराग ! तवैव वत्सलता, आविर्भवतु मे सदा ॥ અર્થ : કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ કયારે પણ મને ન થાઓ; હે વીતરાગ, આપની જ વત્સલતા મારા પર સદા પ્રકટ થાઓ. શ્રાવકનો બે અર્થ વ્યુત્પતિ : ધાતુ ઉપરથી “શ્રાવક' શબ્દ બનેલો છે. અર્થાત્ વીતરાગ વાણી સાંભળવી અને તદનુસાર આચરણ કરવું. નિરૂકિત ઃ શ્રદ્ધા, વિવેક અને ક્રિયાનો ત્રિવેણી સંગમ. શ્રાવકના ચાર નિક્ષેપા. નામ શ્રાવક : “શ્રાવક' નામ-શબ્દ વડે સાધર્મિક પરસ્પર એકબીજાને સંબોધન કરે; પરંતુ આવી વ્યક્તિ શ્રાવકના ગુણોથી રહિત હોય. સ્થાપના શ્રાવક : કોઈક ગુણવંત શ્રાવકની કાષ્ટ કે પાષાણાદિક પ્રતિમા અથવા ફોટો. દ્રવ્ય શ્રાવક : ઉપયોગ શૂન્યપણે ક્રિયા કરે અથવા વીતરાગ ધર્મની ક્રિયાના ફળરૂપે સંસારવૃદ્ધિના સાધનોની પ્રાપ્તિની ઈચ્છા રાખે. ભાવ શ્રાવક : દાન, શીલ, તપ અને ભાવ વડે ઘાતી કર્મોની સમયે સમયે નિર્જરા કરે (પાતળાં કરે, ઓછાં કરે કે નિર્બળ કરે) અને સાધુ ભગવંત પાસેથી સમ્યક સામાચારી નિત્ય શ્રવણ કરે. ઉપરોકત ચાર નિક્ષેપો પૈકી માત્ર ભાવશ્રાવકપણું જ મોક્ષપ્રાપ્તિ કરાવનાર હોઈ, આપણે “ભાવશ્રાવક' બનવાનું લક્ષ્ય રાખવું અત્યંત આવશ્યક છે. श्रवन्ति यस्य पापानि, पूर्वबद्धान्यनेकशः । ___ आवृतश व्रतैर्नित्यं, श्रावकः सोडभिधीयते ॥ પૂર્વના બાંધેલાં ઘણાં પાપને શ્રવે (ઓછાં કરે) અને વ્રત પચ્ચખાણથી નિરંતર યુકત જ (વીંટાયેલો જ) રહે તે શ્રાવક કહેવાય છે. ભાવ શ્રાવકના ત્રણ ભેદ દર્શન શ્રાવક : કેવળ સમ્યકત્વધારી ચતુર્થ ગુણસ્થાનકવાર્તા. દા.ત. : શ્રી શ્રેણિક મહારાજા; શ્રી કૃષ્ણ મહારાજા વ્રત શ્રાવક : સમ્યકત્વમૂળ સ્થૂળ પાંચ અણુવ્રતધારી. શ્રુતસરિતા સદા સર્વને નૂતન વર્ષાભિનંદન ૨૧૭ 2010_03 Page #243 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરગુણ શ્રાવક : પાંચ અણુવ્રત ઉપરાંત ત્રણ ગુણવ્રત (દિક પરિમાણ, ભોગપભોગ અને અનર્થદંડ પરિહાર) અને ચાર શિક્ષાવ્રત (સામાયિક, દેશાવગાસિક, પૌષધોપવાસ અને અતિથિ સંવિભાગ) ત્રણ ગુપ્તિ સહિત ધારણ કરે તે. श्रद्धालुतां श्राति श्रुणोति शासनं, दानं वपत्याशु वृणोति दर्शनम् । कृन्तत्यपुण्यानि करोति संयम, तं श्रावकं प्राहुरमी विचक्षणाः ॥ શ્રદ્ધા પાકી કરે, પ્રવચન સાંભળે, દાન દે, દર્શનને વરે, પાપને નષ્ટ કરે અને સંયમને કરે તેને વિચક્ષણ લોકો શ્રાવક કહે છે. ભવની ભ્રાતિ ભાંગવા, આત્માની ઉક્રાન્તિ પામવા, અને શાશ્વત શાન્તિને સાધવા ભાવશ્રાવકપણાના આત્મરમણતાના ઉદ્યાનસમા આચારનો અભિગમ કેળવી આપણે સ્વ-સ્વરૂપને દીપાવીએ એ જ મંગલ મનીષા. આશ્રવ - કર્મોને આવવાના દ્વાર - શુભાશુભ કર્મોનો પ્રવાહ (ઈન્દ્રિય ૫ + કષાય ૪ + અવ્રત ૫ + યોગ ૩ + ક્રિયા ૨૫ = પ્રકાર) સંવર - આશ્રવનો નિરોધ કરે - કર્મોને આવવાના માર્ગો બંધ કરે. (સમિતિ ૫ + ગુપ્તિ ૩ + પરિષહ ૨૨ + યતિ ધર્મ ૧૦ + ભાવના ૧૨ + ચારિત્ર ૫ = ૫૭ પ્રકાર) સંવરની પ્રાપ્તિ - આશ્રવનો નિરોધ ૫ સમિતિથી - ઈન્દ્રિયનો આશ્રવ રોકાય છે. ૩ ગુપ્તિથી - મન, વચન, કાયાના યોગનો આશ્રવ રોકાય છે. રર પરિષહથી - પ્રમાદ અને ક્રિયાનો આશ્રવ રોકાય છે. ૧૦ યતિધર્મથી - કષાયનો આશ્રવ રોકાય છે. ૧૨ ભાવનાથી - મિથ્યાત્વ આદિ રોકાય છે. ૫ ચારિત્રથી - અવ્રત - અવિરતિ રોકાય છે. ___ सर्वाश्रव निरोधकैः एक ही रस जिनशासनम् । સર્વ આશ્રયોનો નિરોધ (સંવર) - આ એક જ વાતમાં જિન શાસનને રસ છે. आश्रवो भवहे तुस्यात्, संवरो मोक्षकारणम् । આશ્રવ એ સંસારનું કારણ છે, જયારે સંવર એ મોક્ષનું કારણ છે. સંવરનું સચોટ ફળ • મિથ્યાત્વનું મંજન, સમકિતનું અંજન અને મુક્તિનું રંજન. • સંસ્કારની શુદ્ધિ, વૈરાગ્યની વૃદ્ધિ, પરભાવની વિરૂદ્ધિ, આત્મભાવની અભિવદ્ધિ, મોક્ષની શાશ્વતી ઋદ્ધિ. • શ્રેષ્ઠ સદ્ભાવનાના સરવાળા, અસદ્ ભાવનાની બાદબાકી, પરભાવના ભાગાકાર અને સ્વભાવ દિશાના ગુણાકાર. સદા સર્વને નૂતન વર્ષાભિનંદન શ્રુતસરિતા ૨૧૮ 2010_03 Page #244 -------------------------------------------------------------------------- ________________ • ચેન્નયનો ચિરાગ ચમકાવનાર ચકમકની પ્રાપ્તિ. • આત્મશ્વર્યની પ્રાપ્તિ અને આત્મરમણતાનું ઉધ્યાન. “કરો આશ્રવથી વિરામ, પામો સંવરમાં વિશ્રામ છોડી દો પાપો તમામ, મળશે અવશ્ય મુક્તિધામ” ધર્મ પુરૂષાર્થનો પરમાનંદ, નિરપેક્ષતાનો નિત્યાનંદ, સંવરના સત્તાવન ઉપાયના સંગનો સદાનંદ અને કર્મના જંગની જીતનો જિનાનંદ - આ ચારે પ્રકારના આનંદની પ્રાપ્તિ કરાવનારું આ વર્ષ મંગલમય અને કલ્યાણમય બની રહે તેવી મારી શુભ ભાવના. ધર્મના બે પ્રકાર શ્રતધર્મ : વસ્તુ-પદાર્થ સ્વભાવને જણાવે છે. ચારિત્રધર્મ : વસ્તુ પદાર્થના થયેલા જ્ઞાન મુજબ આચરણ દ્વારા મોક્ષ પદ પમાડે તે. સમ્યક્ ચારિત્રની વ્યાખ્યા આચરણ એ જ ચારિત્ર મન-વચન-કાયાના યોગથી મુક્તિ એ જ ચારિત્ર સર્વ સાવદ્યયોગનો ત્યાગ એ જ ચારિત્ર સંચય કરેલાં કર્મને ખાલી કરવાં એ જ ચારિત્ર સંસ્કારોનો અગ્નિસંસ્કાર થતો અટકાવે એ જ ચારિત્ર સ્વ-સ્વભાવનું દર્શન એ જ ચારિત્ર પરભાવનો પરિત્યાગ એ જ ચારિત્ર આત્માના ચરણમાં (આચરણ)જ્ઞાનનું ક્રિયાત્મક સમર્પણ એ જ ચારિત્ર હેયમાં અપ્રવર્તન અને ઉપાદેયમાં પ્રવર્તન એ જ ચારિત્ર धम्मो बंधु सुमित्तो य, धम्मो य परमो गुरुः । __ मुक्खमग्ग पयट्टाणं, धम्मो परमसंदणो । ધર્મ બંધુ છે, સુમિત્ર છે, ધર્મ પરમ ગુરૂ છે, મોક્ષમાર્ગમાં પ્રવેશ માટે ધર્મ એ શ્રેષ્ઠ રથ છે. દૈનિક જીવનમાં ચારિત્રની સુવાસ દ્વારા સમતાનું સર્જન પરમપદની પ્રાપ્તિના પંથે પ્રયાણ કરવાના પ્રબળ પુરૂષાર્થની પાવનીય પ્રેરણા પ્રદાન કરનારું આ નૂતન વર્ષ બની રહો. હૈયાની શુદ્ધિ માટે પ્રથમ વિચાર ધર્મ, પછી અનુષ્ઠાન ધર્મ અને પછી ગુણ ધર્મ આવે છે. વિચાર ધર્મ : મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ ભાવ અનુષ્ઠાન ધર્મ : અહિંસા, સંયમ અને તપ ગુણ ધર્મ : દર્શન, જ્ઞાન અને ચારિત્ર શ્રુતસરિતા ૨૧૯ સદા સર્વને નૂતન વર્ષાભિનંદન 2010_03 Page #245 -------------------------------------------------------------------------- ________________ सर्वत्र निन्दा संत्यागो, वर्णवादश्च साधुषु । आपद् दैन्यं मन्यंत, तद्तद् संपदि नम्रताम् || સર્વત્ર નિન્દાનો ત્યાગ કરો, સત્પુરૂષોના ગુણોની પ્રશંસા કરો, આપત્તિ સમયે દીનતા ધારણ ના કરો, સંપત્તિ આવે ત્યારે નમ્રતા રાખો. दिनेदिने अभ्यसतं, दानं अध्यायनं तप । तेनेय अभ्यास योगेन, तदेया अभ्यसते पुनः ॥ દાન, અધ્યયન (જ્ઞાન) અને તપ એ ત્રણેનો અભ્યાસ દરરોજ પાડવો. તે અભ્યાસ આવતા ભવમાં પ્રાપ્ત થાય છે. આત્મ શુદ્ધ પ્રક્રિયા आवस्सयमुभयकालं, ओसहमिव जे कुणंति उज्जुया । जिणविज्जक हियविहिणा, अकम्म रोगाय ते हुंति ॥ ષડાવશ્યકની કરણીથી પંચાચારની શુદ્ધિ થાય છે. (૧) જ્ઞાનાચારની શુદ્ધિ : સામાયિક અને વંદન આવશ્યકની થાય છે. કેમ કે, સામાયિકમાં સજ્ઝાય કરવાની પ્રતિજ્ઞા લીધેલી હોવાથી પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવાનો હોય છે. (ર) દર્શનાચારની શુદ્ધિ : ચૈત્યવંદન આવશ્યકથી થાય છે, કારણ કે સમ્યક્ત્વના કારણભૂત શ્રી જિનવચનમાં, શ્રી જિનેશ્વર ભગવંતના ચારે નિક્ષેપાના આલંબન વડે સાધ્ય - સાધન ભાવમાં શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ઉત્પન્ન થાય છે. (૩) ચારિત્રાચારની શુદ્ધિ : સામાયિક ચતુર્વિશતિ-સ્તવ વંદન અને પ્રતિક્રમણ એ ચારે આવશ્યકની કરણી વડે થાય છે. કારણ કે આ ચારે પ્રકારની કરણી પરસ્પર સમસ્ત આચારમાં સહાયકારી છે. (૪) તપાચારની શુદ્ધિ : પચ્ચકખાણ આવશ્યક વડે થાય છે. (૫) વીર્યાચારની શુદ્ધિ ઃ છ અને આવશ્યકમાં યથાશક્તિ વિધિ - નિષેધપૂર્વક યથાર્થ ભાવે પ્રવર્તન કરતાં વીર્યાચારની શુદ્ધિ થાય છે. અન્યથા વિરાધક થવાય છે. • દયારૂપી પાણીથી સ્નાન કરી, સંતોષના ઉજ્જવળ વસ્ત્રને ધારણ કરી, વિવેકના તિલકથી શોભાયમાન બની, ભાવના, ભક્તિ અને શ્રદ્ધારૂપ કેસરમિશ્રિત ચંદન વડે મારા શુદ્ધ સ્વરૂપી આત્માદેવની નવ અંગે દરરોજ હું પૂજા કરીશ. ♦ સંવેગ, વૈરાગ્ય અને મધ્યસ્થ દૃષ્ટિને વિકસાવનારા અને પુષ્ટ કરનારાં ત્રણ કારણોનું (સ્વાધ્યાય · ક્રિયા - ભાવ) સેવન હું દરરોજ કરીશ. મન - વચન - કાયાના યોગોની પુદ્ગલભાવોમાં નિવૃત્તિ અને આત્મભાવોમાં પ્રવૃત્તિપૂર્વકનું મૌન દરરોજ ધારણ કરી હું આત્માનંદની અનુભૂતિ કરીશ. • જિતેન્દ્રિય, ધીર, અને પ્રશાન્ત બની કર્મનિર્જરા કરવા માટે હું દરરોજ ધ્યાન કરીશ. • ધર્મનું અર્જુન અને દોષોનું વિસર્જન દ્વારા સંયમનું સર્જન કરી મારા જૈનત્વને હું વધુ સુવાસમય બનાવીશ. સદા સર્વને નૂતન વર્ષાભિનંદન 2010_03 ૨૨૦ શ્રુતસરિતા Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-ર૩ પ્રબંધ-ર૩ પૂજય ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મ.સા. રચિત શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન મંગલાચરણ : નરભવ-આરાધન સિદ્ધિસાધન, સુકૃત લીલ વિલાસ એ; | નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પુણ્ય પ્રકાશ એ. પ્રાસ્તાવિક : આ સ્તવનના રચયિતા પૂ. કીર્તિવિજય ઉપાધ્યાયજીના પ્રશિષ્ય ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ સાહેબ છે. માનવભવની આરાધના, સુકૃતની પ્રાપ્તિ અને કર્મનિર્જરાના પ્રમુખ હેતુના અર્થે પૂજયશ્રીએ સં. ૧૭૨૯માં (૩૩૫ વર્ષ પહેલાં) રાંદરે મુકામે (સૂરત નજીક) ચાતુર્માસ દરમ્યાન વિજયાદશમીના રોજ કરેલી છે. આ સ્તવનમાં, મુક્તિમાર્ગની આરાધના માટે આવશ્યક એવા દસ અધિકારો દર્શાવ્યા છે. (૧) પંચાચાર પાલનમાં લેવાયેલા અતિચારોની આલોચના. (૨) ગુરૂની સાક્ષીએ વ્રતની ધારણા. (૩) ૮૪ લાખ જીવાયોનિમાં ઉત્પન્ન થયેલા જીવોને ખમાવવા. (૪) ૧૮ પાપસ્થાનકોને વિધિસહિત વોસિરાવવા. (૫) ચાર શરણાંને (અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળી પ્રરૂપતિ ધર્મ) નિત્ય ત્રિકાળ અનુસરવા. (૬) દુષ્કત (પાપજનક દુષ્કૃત્ય)ની ગહ (નિંદા). (૭) સુકૃતની અનુમોદના. (૮) ભાવની (ભાવધર્મની) પ્રતિષ્ઠા. (૯) શક્તિ અનુસારે અવસરે અણસણ આદિ તપ કરવાં. (૧૦) નવપદનો પ્રણિધાનપૂર્વક જાપ કરવો. આ સ્તવન દરરોજ રાત્રે સૂતાં પહેલાં શાબ્દબોધપૂર્વક અને ભાવપૂર્વક આપણે વ્યક્તિગત પઠન કરવું જોઈએ, કે જેથી આ દસ અધિકારો આપણને પરભવે શુભગતિ અને પરંપરાએ મુક્તિમાર્ગને પમાડે. | શ્રી પુણ્ય-પ્રકાશનું સ્તવન | (દુહા) સકળ સિદ્ધિદાયક સદા, ચોવીસે જિનરાય; સદગુરુ સ્વામિની સરસતી, પ્રેમે પ્રણમું પાય. ત્રિભુવનપતિ ત્રિશલા તણો, નંદન ગુણ ગંભીર; શાસન-નાયક જગ જયો, વર્તુમાન વડવીર. | શ્રુતસરિતા ૨ ૨૧ શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન 2010_03 Page #247 -------------------------------------------------------------------------- ________________ એક દિન વીર-નિણંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. મુક્તિ મારગ આરાધિએ, કહો કિણ પરે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. 'અતિચાર આલોઈએ, વ્રત ધરીએ ગુરુ શાખ; જીવ ખમાવો સયલ જે, યોનિ ચોરાશી લાખ. વિધિશું વળી વોસિરાવીયે, પાપત્થાન અઢાર; ચાર શરણ નિત્ય અનુસરો, નિંદો દુરિત આચાર. ૬. શુભ કરણી અનુમોદીએ, ‘ભાવ ભલો મન આણ; “અણસણ અવસર આદરી, નવપદ જપો સુજાણ. શુભગતિ આરાધન તણા, એ છે દશ અધિકાર; ચિત્ત આણીને આદરો, જેમ પામો ભવપાર. (ઢાળ પહેલી) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણા ઈહ ભવ પરભવના, આલોઈએ અતિચાર રે, પ્રાણી ! જ્ઞાન ભણો ગુણ ખાણી, વીર વદે એમ વાણી રે. પ્રા. જ્ઞા. ૧. ગુરુ ઓળવીએ નહિ ગુરુ વિનય, કાળે ધરી બહુ માન; સૂત્ર અર્થ તદુભય કરી સૂધાં, ભણીએ વહી ઉપધાન રે. પ્રા. શા. ૨. જ્ઞાનોપગરણ પાટી પોથી, ઠવણી નોકારવાલી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાન ભક્તિ ન સાંભળી રે. પ્રા. શા. ૩. ઈત્યાદિક વિપરીતાણાથી, જ્ઞાન વિરાછું જેહ; આ ભવ પરભવ, વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે, પ્રાણી ! સમકિત લ્યો શુદ્ધ પાણી, વીર પદ એમ વાણી રે. પ્રા. સ. ૪. જિન વચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુ તણી નિંદા પરિ હરજો, ફળે સંદેહ મ રાખ રે. પ્રા. સ. ૫. શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન 2010_03 ૨ ૨૨ શ્રુતસરિતા Page #248 -------------------------------------------------------------------------- ________________ મૂઢપણું ઠંડો પરશંસા, ગુણવંતને આદરીએ; સાહમ્મીને ધર્મે કરી સ્થિરતા, ભક્તિ પ્રભાવના કરીએ રે. પ્રા. સ. ૬. સંઘ ચેત્ય પ્રાસાદ તણો જે, અવર્ણવાદ મન લેખ્યો; દ્રવ્ય દેવકો જે વિણસાડ્યો વિણસંતો ઉલેખ્યો રે.. પ્રા. સ. ૭. ઈત્યાદિક વિપરીતપણાથી, સમકિત ખંડ્યું જેહ; આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તે રે, પ્રાણી ચારિત્ર લ્યો ચિત્ત આણી, વીર વદે એમ વાણી રે. પ્રા. ચા. ૮. પંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચનમાય; સાધુ તણે ધરમે પ્રમાદે, અશુદ્ધ વચન મન કાય રે. પ્રા. ચા. ૯. શ્રાવકને ધર્મે સામાયિક, પોસહમાં મન વાળી; જે જયણા પૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળી રે. પ્રા. ચા. ૧૦. ઈત્યાદિક વિપરીતપણાથી, ચારિત્ર ડોહોલ્યું જેહ; આ ભવ પર ભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રા. ચા. ૧૧. બારે ભેદે તપ નવિ કીધો, છતે યોગે નિજ શકત; ધર્મે મન વભ કાયા વીરજ, નવિ ફોરવીયું ભગતે રે. પ્રા. ચા. ૧૨. તપ વીરજ આચારજ એણી પેરે; વિવિધ વિરાધ્યા જેહ; આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડ તેહ રે પ્રા. ચા. ૧૩. વળિયા વિશેષ ચારિત્ર કેરા, અતિચાર આલોઈએ; વીર જિણેસર વયણ સુણીને, પાપ મેલ સવિ ધોઈએ રે, પ્રા. ચા. ૧૪. (ઢાળ બીજી) પૃથ્વી પાણી તેઉ, વાઉ વનસ્પતિ; એ પાંચ થાવર કહ્યા છે, કરી કરસણ આરંભ, ખેજે ખેડીયાં; કુવા તળાવ ખણાવીઆરે તેના શ્રુતસરિતા ૨૨૩ શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન 2010_03 Page #249 -------------------------------------------------------------------------- ________________ રા ૬ાા LI૮ાા ઘર આરંભ અનેક, ટાંકાં ભોયરાં; મેડી માળ ચણાવી એ, લીંપણ ઝુંપણ કાજ, એણીપરે પરપરે; પૃથ્વીકાય વિરાધીઆએ ધોયણે નાહણ પાણી, ઝીલણ અપકાય; છોતિ ધોતિ કરી દુહવ્યાએ; ભાઠીગર કુંભાર, લોહ સોવનગરા; ભાડભુંજા લીહાલાગરાએ તાપણ શેકણ કાજ, વસ્ત્ર નિખારણ; રંગણ રાંધણ રસવતીએ, એણીપેરે કર્માદાન, પરે પરે કેલવી; તેલ વાઉ વિરાધીઆએ. ૪ના વાડી વન આરામ, વાપી વનસ્પતિ પાન ફૂલ ફળ ચુંટીયાએ પહોંક પાપડી શાક, શેક્યાં સૂકવ્યાં; છેદ્યાં છુંઘાં આથીયાંએ પાપા અળશીને એરંડા ઘાલી ઘાણીયે, ઘણા તિલાદિક પીલીયાએ. ઘાલી કોલું માંહે, પીલી શેલડી, કંદમૂળ ફળ વેચીયાએ એમ એકેન્દ્રિય જીવ હણ્યા, હણાવીયાં, હણતાં જે અનુમોદીયા એ; આ ભવ પરભવ જેહ, વલીય ભવો ભવે, તે મુજ મિચ્છામિ દુક્કડે એ માશા કમી ચરમીયા કીડા, ગાડર ગંડોલ્લ; ઈયળપૂરાને અલશીયાએ વાળા જળો ચૂડેલ, વિચલિત રસતણા; વળી અથાણા પ્રમુખનાએ એમ બે ઇદ્રિય જીવ, જે મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડંએ ઉધહી જૂ લીખ, માંકણ મકોડા; ચાંચડ કીડી કુંથુઆએ પહેલા ગહિઆ ધીમેલ, કાનખજૂરડા, ગીંગોડા ધનેરીયાં એ, એમ તે ઇદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તેમજ મિચ્છામિ દુક્કડે એ ૧Oા માખી મચ્છર ડાંસ, મસા પતંગીયા; કંસારી કોલિયાવડા એ, ઢાંકણ વિછું તીડ, ભમરા ભમરીઓ; કોતાં બગ ખડમાંકડી એ એમ ચૌરિન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડંએ, જળમાં નાંખી જાળ, જળચર દુહવ્યા; વનમાં મૃગ સંતાપીઆ એ છે ૧રા પડ્યા પંખી જીવ, પાટી પાસમાં પોપટ ઘાલ્યા પાંજરે એ, એમ પંચેન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડે એ ૧ ૩ (ઢાળ-ત્રીજી) ક્રોધ લોભ ભય હાસ્યથીજી, બોલ્યાં વચન અસત્ય; કુડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્ત રે-જિનજી! મિચ્છામિ દુક્કડં આજ, તુમ સાખે મહારાજ રે-જિનજી; દેઈ સારૂં કાજ રે-જિનજી, મિચ્છામિ દુક્કડં આજ. દેવ મનુષ્ય તિર્યંચનાજી, મૈથુન સેવ્યાં જેહ; વિષયારસ સંપટપણેજી, ઘણું વિડંખ્યો દેહ રે. જિનજી. શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન ૨૨૪ શ્રુતસરિતા ૧૧ 2010_03 Page #250 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહની મમતા કરીજી, ભવે ભવે મેલી આથ; જે જિહાં તે તિહાં રહીજી, કોઈ ન આવી સાથ રે. જિનજી. ૩. રયણી ભોજન જે કર્યા છે, કીધાં ભક્ષ અભક્ષ; . રસના રસની લાલચેજી, પાપ કર્યો પ્રત્યક્ષ રે. જિનજી. વ્રત લેઈ વિસારીયાંજી, વળી ભાંગ્યાં પચ્ચખાણ; કપટ હેતુ કિરિયા કરીજી, કીધા આપ વખાણ રે. જિનજી. ત્રણ ઢાલ આઠે દુહેજી આલોયા અતિચાર; શિવગતિ આરાધન તણોજી, એ પહેલો અધિકાર રે. જિનજી. ૬. (ઢાળ ચોથી) પંચ મહાવ્રત આદરો-સાહેલડી રે, અથવા લ્યો વ્રત બાર તો; યથાશક્તિ વ્રત આદરી-સાહેલડી રે, પાળો નિરતિચાર તો. ૧. વ્રત લીધાં સંભારીએ-સા., હૈડે ધરીય વિચાર તો; શિવગતિ આરાધન તણો-સા, એ બીજો અધિકાર તો. જીવ સર્વ ખમાવીએ-સા., યોનિ ચોરાશી લાખ તો; મન શુદ્ધ કરી ખામણાં-સા., કોઈ શું રોષ ન રાખ તો. સર્વ મિત્ર કરી ચિંતવો-સા., કોઈ ન જાણો શત્રુ તો; રાગ દ્વેષ એમ પરિહરો-સા., કીજે જન્મ પવિત્ર તો. સ્વામી સંઘ ખમાવીએ-સા., જે ઉપની અપ્રીત તો; સ્વજન કુટુંબ કરી ખામણાં-સા., એ જિનશાસન રીત તો. ખમીયે ને ખમાવીએ-સા., એહિજ ધર્મનો સાર તો; શિવગતિ આરાધન તણો-સા., એ ત્રીજો અધિકાર તો. મૃષાવાદ હિંસા ચોરી-સા., ધન મૂછ મૈથુન તો; ક્રોધ માન માયા તૃષ્ણા-સા., પ્રેમ ઠેષ પૈશુન્ય તો. નિંદા કલહ ન કીજીએ-સા., કૂડાં ન દીજે આળ તો; રતિ અરતિ મિથ્યા તજો-સા., માયા મોહ જંજાળ તો. ત્રિવિધ ત્રિવિધ વોસિરાવીએ-સા, પાપસ્થાન અઢાર તો; શિવગતિ આરાધન તણો-સા., એ ચોથો અધિકાર તો. (ઢાળ પાંચમી) જનમ જરા મરણે કરી એ, આ સંસાર અસાર તો; કર્યા કર્મ સહુ અનુભવે એ, કોઈ ન રાખણહાર તો. શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તો; શરણ ધર્મ શ્રી જિનનો એ, સાધુ શરણ ગુણવંત તો. ૨ ૨૫ શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન શ્રુતસરિતા 2010_03 Page #251 -------------------------------------------------------------------------- ________________ અવર મોહ સવિ પરિહરિએ, ચાર શરણ ચિત્ત ધાર તો; શિવગતિ આરાધન તણો એ, એ પાંચમો અધિકાર તો. આ ભવ પરભવ જે કર્યા છે, પાપ કર્મ કઈ લાખ તો; આત્મ સાખે તે નિંદીએ એ, પડિક્કમિએ ગુરુ સાખ તો. મિથ્યામત વર્તાવીયા એ, જે ભાખ્યાં ઉસૂત્ર તો; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સૂત્ર તો. ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણાં એ, ઘરંટી હળ હથિયાર તો; ભવભવ મેલી મૂકીયાં એક કરતા જીવ સંહાર તો. પાપ કરીને પોષીયા એ, જનમ જનમ પરિવાર તો; જનમાંતર પોહોંચ્યાં પછી એ, જેણે ન કીધી સાર તો. આ ભવ પરભવ જે કર્યા એ, એમ અધિકરણ અનેક તો; ત્રિવિધ ત્રિવિધ વોસિરાવિએ એ આણી હૃદય વિવેક તો. દુષ્કૃત નિંદા એમ કરીએ, પાપ કરો પરિહાર તો; શિવગતિ આરાધન તણો એ, એ છઠ્ઠો અધિકાર તો. (ઢાળ છઠ્ઠી) ધન ધન તે દિન માતરો, જીહાં કીધો ધર્મ; દાન શીયળ તપ ભાવથી, ટાળ્યાં દુષ્કૃત કર્મ. ધન. શેત્રુજાદિક તીર્થની, જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂજીયા, વળી પોપ્યાં પાત્ર. ધન. પુસ્તક જ્ઞાન લખાવીયા, જિણવર જિનચૈત્ય: સંઘ ચતુર્વિધ સાચવ્યાં, એ સાતે ક્ષેત્ર. ધન. પડિક્કમણાં સુપરે કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવજઝાયને, દીધાં બહુમાન. ધન. ધર્મકાર્ય અનુમોહિએ, એમ વારોવાર; શિવગતિ આરાધન તણો, એ સાતમો અધિકાર. ધન. ભાવ ભલો મન આણીએ, ચિત્ત આણી ઠામ; સમતા ભાવે ભાવીએ, એ આતમરામ. ધન. સુખ દુઃખ કારણ જીવને, કોઈ અવર ન હોય; કર્મ આપ જે આચર્યા, ભોગવીયે સોય. ધન. સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુણ્યનું કામ; છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ. ધન. શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન શ્રુતસરિતા 2010_03 Page #252 -------------------------------------------------------------------------- ________________ ભાવ ભવી પરે ભાવીએ, એ ધર્મનો સાર; શિવગતિ આરાધન તણો, એ આઠમો અધિકાર, ધન. (ઢાળ સાતમી) હવે અવસર જાણી, કરી સંલેખન સાર; અણસણ આદરિયે, પચ્ચક્ખી ચારે આહાર. લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ગતિ ચારે કીધા, આહાર અનંત નિઃશંક; પણ તૃપ્તિ ન પામ્યો, જીવ લાલચીયો રેંક. દુલહો એ વળી વળી, અણસણનો પરિણામ; એહથી પામીજે, શિવપદ સુરપદ કામ. ધન ધન્નો શાલિભદ્ર, ખંધક મેઘકુમાર; અણસણ આરાધી, પામ્યા ભવનો પાર. શિવમંદિર જાશે, કરી એક અવતાર; આરાધન કેરો, એ નવમો અધિકાર. દસમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નવિ મૂકો, શિવસુખ-ફલ સહકાર. એહ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર; સુપ૨ે એ-સમરો, ચૌદ પૂરવનો સાર. જનમાંતર જાતાં, જો પામે નવકાર; તો પાતિક ગાળી પામે સુર અવતાર, એ નવપદ સરીખો, મંત્ર ન કો સંસાર; આ ભવને પરભવે, સુખ સંપત્તિ દાતાર. જ્યું ભીલ ભીલડી, રાજા રાણી થાય; નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય ! રાણી રત્નવતી બેહુ, પામ્યા છે સુરભોગ; એક નવ પછી લેશે, શિવ-વધૂ સંજોગ. શ્રીમતીને એ વળી મંત્ર ફળ્યો તત્કાલ; ફણીધર ફીટીને, પ્રગટ થઈ ફૂલમાળ ! શિવકુમરે જોગી, સો વન પુરિસો કીધ; એમ એણે મંત્રે, કાજ ઘણાનાં સિદ્ધ. શ્રુતસરિતા 2010_03 ૨૨૭ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૯. ૭. શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન Page #253 -------------------------------------------------------------------------- ________________ એ દશ અધિકાર, વિર જિસેસર ભાખ્યો; આરાધન કેરો વિધિ, જેણે ચિત્તમાંહી રાખ્યો ! તેણે પાપ પખાળી, ભવભય દૂરે નાંખ્યો; જિન વિનય કરતાં, સુમતિ અમૃત રસ ચાખ્યો. ૮. (ઢાળ આઠમી) (નમો ભવિ ભાવશું એ દેશી) સિદ્ધારથ રાયકુલ તિલોએ, ત્રિશલા માત મલહાર તો; અવનીતલે તમે અવતર્યાએ, કરવા અમ ઉપકાર. જ્યો જિન વીરજીએ મેં અપરાધ કર્યાં ઘણાંએ કહેતાં ન લુહ પાર તો; તુમે ચરણે આવ્યાં ભણીએ, જો તારે તો તાર. જ્યો. આશ કરીને આવયો એ તુમ ચરણે મહારાજ તો; આવ્યાંને ઉવેખશો એ, તો કેમ રહેશે લાજ. જ્યો. કરમ અલુંજણ આકરાં એ, જન્મ મરણ જંજાળ તો; હું છું એહથી ઉભવ્યો એ, છોડાવ દેવ ! દયાલ. જ્યો. આજ મનોરથ મુજ ફળ્યાં એ, નાઠાં દુઃખ દંદોલ તો; તૂઠયો જિન ચોવીસમો એ, પ્રગટ્યાં પુન્ય કલ્લોલ. જ્યો. ભવે ભવે વિનય કુમારડો એ; ભાવ ભક્તિ તુમ પાય તો; દેવ ! દયા કરી દીજીએ એ બોધિબીજ સુપસાય જ્યો. ૬. (કળશ) ઈહ તરણ તારણ સુગતિકારણ; દુઃખ નિવારણ જગ જ્યો; શ્રી વીર-જિનવર ચરણ ઘુણતાં, અધિક મન ઉલટ થયો શ્રી વિજયદેવસૂરિંદ-પટધર, તીરથ જંગમ એણી જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે શ્રી હરિ વિજયસૂરિશિષ્ય વાચક, કીર્તિ વિજયસુર ગુરુ સમો; તસ શિષ્ય વાચક-વિનયવિજયે, થયો જિન ચોવીસમો ૩. સયસત્તર સંવત ઓગણત્રીશે રહી રાંદેર ચોમાસ એ; વિજયાદશમી વિજય કારણ, કીયો ગુણ અભ્યાસ એ નરભવ-આરાધન સિદ્ધિસાધન, સુકૃત લીલ વિલાસ એ નિર્જરા હેતે સ્તવન રચિયું નામે પુજે પ્રકાશ એ ૧. શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન ૨ ૨૮ ૨૨૮ શ્રુતસરિતા 2010_03 Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-ર૪ તિયાભવ્યત્વની પરિપાકની પ્રક્રિયા આધાર ગ્રંથો : (૧) પ.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા. લિખિત “ભગવતી સૂત્રના પ્રવચનો'. (૨) ગણિવર્ય શ્રી જ્ઞાનસાગરજી મ.સા. લિખિત કૈલાસના સંગે, જ્ઞાનના રંગે'. (૩) શ્રી ચિરંતનાચાર્ય વિરચિત આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત ટીકા સહિત “પંચસૂત્ર' વિવેચનકાર : પૂજય પંડિતવર્ય શ્રી પ્રવિણચંદ્ર ખીમજી મોતા. પ્રકાશન : ગીતાર્થ ગંગા, અમદાવાદ (ફોન નં. ૨૬૬૦૪૯૧૧) તથાભવ્યત્વ : કે સંસારવ જીવોના મુખ્યત્વે બે પ્રકાર છે. (૧) ભવ્ય જીવો અને (૨) અભવ્ય જીવો. જે જીવોમાં મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા હોય તે ભવ્ય જીવો અને યોગ્યતા ના હોય તે અભવ્ય જીવો ગણાય છે. ભવ્યપણું કિંવા અભવ્યપણું એ કોઈનું કરેલું અથવા અમુક સમયે થયેલું છે, એમ સમજવાનું નથી. ભવ્યપણું કે અભવ્યપણું એ સાદિ પારિણામિક ભાવ નથી; કિન્તુ અનાદિ પારિણામિક ભાવ છે. આ પ્રમાણે, આ બે પ્રકારના જીવોમાં ભવ્ય આત્માઓને જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. પરંતુ, અભવ્ય જીવોને એ આત્મિક ગુણ પ્રગટ થતો નથી. કે ભવ્યત્વ એટલે મોક્ષગમનની યોગ્યતારૂપ જીવનો અનાદિ પારિણામિક ભાવ અને તથાભવ્યત્વ એટલે વિશિષ્ટ એવું આ = ભવ્યત્વ. જે તે વ્યકિતમાં રહેલું તે જીવનું ભવ્યત્વ તે તેનું ‘તથાભવ્યત્વ' છે. આ તથાભવ્યત્વ જયારે કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરૂષાર્થ કારણને પ્રાપ્ત કરે છે, ત્યારે પાપકર્મનું વિગમન થાય છે. આવું ભવ્યત્વ દરેક જીવને કાળથી જુદું જુદું હોય છે. તેથી જ, બધા ભવ્ય જીવો એક કાળમાં જ મોક્ષમાર્ગ પામીને સાધના કરીને સાથે જ મોક્ષમાં જતા નથી. તથાભવ્યત્વના પરિપાકની પ્રક્રિયા ઃ (૧) ચતુઃ શરણગમન : અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળી ભગવંતથી કહેવાયેલા ધર્મનું શરણગમન. દ્રવ્ય કે શબ્દોથી શરણ નહીં, પણ આ ચારેનું ભાવથી શરણ.. (૧) અરિહંત - જગતમાં લોકોત્તમ એવા પૂર્ણ પુરૂષ શ્રી અરિહંત ભગવાન. | (૨) સિદ્ધ - સર્વ કર્મથી રહિત એવા સિદ્ધનું સ્વરૂપ આપણી બુદ્ધિ સામે ઉપસ્થિત કરવું. (૩) સાધુ - સિદ્ધ અવસ્થાને પ્રગટ કરવા માટે સર્વશક્તિથી પ્રયત્ન કરનારા. (૪) ધર્મ - સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિમાં અનન્યકારણરૂપ એવો કેવળીથી કહેવાયેલો ધર્મ. આ ચતુ:શરણગમન જીવને આપત્તિમાં મહાન પરિરક્ષણનો ઉપાય છે. આ શરણગમન ભાવથી યાદ કરીને જીવે દરરોજ ત્રિકાળ કરવાનું છે. (૨) દુષ્કતની ગહ (પોતે કરેલા પાપોની નિંદા) : જે જે દુષ્કૃત કર્યા છે તે સર્વે દુષ્કતોને યાદ કરીને, પંચ પરમેષ્ઠિને બુદ્ધિથી ઉપસ્થિત કરીને, સાક્ષાત્ નિવેદન કરતો હોય કે “મેં આ દુષ્કૃત્ય (મન, ૨ ૨૯ તથાભવ્યત્વની પરિપાકની પ્રક્રિયા શ્રુતસરિતા 2010_03 Page #255 -------------------------------------------------------------------------- ________________ વચન અથવા કાયા વડે) કર્યું છે અને તે સ્વીકારતી વખતે “આ દુષ્કૃત્ય અકર્તવ્ય છે' એવી પોતાને અત્યંત બુદ્ધિ પેદા થાય તે પ્રકારના ઉપયોગપૂર્વક પંચ પરમેષ્ઠિ સમક્ષ દુષ્કતની ગહ કરવાની છે. જે જે દુષ્કૃત પોતાને યાદ આવતાં નથી અને પૂર્વના ભવોમાં જે દુષ્કત પોતાના વડે કરાયાં હોય તે સર્વેને સામાન્યથી યાદ કરીને તેની પણ ગહ કરવાની છે. આ દુષ્કૃત ગહ દરરોજ “ મિચ્છામિ દુક્કડ' પૂર્વક ત્રિકાળ કરવાની છે. મિચ્છામિ દુક્કડ : સામાન્ય અર્થ : મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુજી રચિત “આવશ્યક નિર્યુક્તિ' અનુસાર : (૧) મિ = મૃદુ - માવપણું. (૨) ચ્છા = દોષોનું છાદન કરવું. (૩) મિ = ચારિત્રની મર્યાદામાં રહેલો હું. (૪) દુ = દુષ્કતવાળા આત્માની દુર્ગછા કરું . (૫) * = મારા વડે પાપ કરાયું છે તેનો સ્વીકાર. (૬) ડું = ઉપશમ દ્વારા તે પાપનું ઉલ્લંઘન (નાશ) કરૂં છું. આ શબ્દસમૂહમાંથી ચાર પ્રકારનો શાબ્દબોધ : (૧) પ્રથમના ચાર અક્ષરોથી શાબ્દબોધ - “મિચ્છામિ દુ : મૃદુ પરિણામવાળો, દોષોના છાદનના ભાવવાળો, ચારિત્રની મર્યાદામાં રહેલો એવો હું દુષ્કતને કરનાર એવા મારા આત્માની નિંદા કરૂં . (૨) પાંચમા અક્ષરથી શાબ્દબોધ - “ક્ક : મારા વડે પાપ કરાયેલું છે, એ પ્રકારના પાપના સ્વીકારનો સ્વતંત્ર શાબ્દબોધ. (૩) છઠ્ઠા અક્ષરથી શાબ્દબોધ - “' ? ઉપશમના પરિણામ દ્વારા હું તે પાપનું ઉલ્લંઘન કરૂં છું. (૪) “મિચ્છા મિ દુક્કડ' શબ્દસમૂહથી સ્વતંત્ર શાબ્દબોધ : મારૂં દુષ્કૃત્ય (પાપ) મિથ્યા થાઓ. આ રીતે, ચારે શાબ્દબોધ જાણીને, ઉપયોગપૂર્વક પ્રયોગ “ મિચ્છા મિ દુક્કડ' નો આપણે કરીએ તો ચારે અલગ અલગ શાબ્દબોધ અપેક્ષિત પરિણામો જીવને અવશ્ય થાય છે, કે જેના કારણે થયેલું પાપ અવશ્ય નાશ પામે છે. (૩) સુકૃતની અનુમોદના : સુકૃત આસેવનનું સ્વરૂપ બે પ્રકારે છે : (૧) સ્વસુકૃત અને (૨) પરસુકૃત. અહીં સ્વસુકૃત-આસેવનને ગ્રહણ કરવાનું નથી, પરંતુ બીજા વડે કરાયેલાં અનુમોદનારૂપ પરસુકૃતનું આસેવન' ગ્રહણ કરવાનું છે. જ્ઞાની કહે છે કે વિવેક હોતે છતે નિયમભાવિ એવા અખંડભાવની સિદ્ધિ હોવાથી, પર વડે સેવાયેલાં એવાં સુકૃતના અનુમોદનરૂપ સુકૃતના આસેવનને ગ્રહણ કરવાનું છે. તથાભવ્યત્વની પરિપાકની પ્રક્રિયા ૨૩) શ્રુતસરિતા 2010_03 Page #256 -------------------------------------------------------------------------- ________________ અરિહંતાદિના સામર્થ્યથી હું હિતાહિતનો જાણકાર થાઉં અને અહિતમાંથી નિવૃત્ત થાઉં અને હિતમાં પ્રવૃત્ત થાઉં, તેવા પ્રકારની પ્રાર્થના કરીને પરિણામના અતિશયને અર્થે જીવ કહે કે “દુષ્ઠાન મુદ્ર ' હું સુકૃતને ઈચ્છું છું. આમ, જીવનું તે તથાભવ્યત્વ ઉપર દર્શાવેલ ત્રણ દ્વારો દ્વારા ખીલે છે, તેથી ક્રમસર ભાવરોગ ઘટતો જાય છે. પરિણામે, જીવમાં અંશે અંશે ભાવઆરોગ્ય પ્રગટે છે અને પ્રાન્ત ફલસ્વરૂપે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઉપસંહાર : ઉપરોકત દસ અધિકારોના આધાર વડે આપણી મુક્તિમાર્ગની આરાધના વેગવંતી બને, અને આ સ્તવનના નિત્ય ગાન-બાન-શાન વડે રચયિતાના ત્રણ શુભાશયને (નરભવ-આરાધન, સુકૃત અનુમોદન અને નિર્જરા) આપણે સિદ્ધ કરનારા બનીએ એ જ શુભ ભાવના. રચયિતાના આશય, આગ્રહ અને આદર્શ વિરૂદ્ધ જાણતાં-અજાણતાં મારાથી જે કાંઈ સમજાવાયુંબોલાયું હોય, તે સર્વે “ મિચ્છા મિ દુક્કડ'. રજની યુ. શાહ -: સુવાકયો :૧. ચતુદશરણગમનમાં ગુણવાનના બહુમાન દ્વારા ગુણની પ્રાપ્તિ સુલભ થાય છે, દુષ્કૃતગર્તામાં પાપના અનુબંધને તોડવાની શક્તિ છે અને સુકૃત અનુમોદનામાં પુન્યના અનુબંધની પુષ્ટિ થાય છે. ૨. ચતુદશરણગમન, દુષ્કતગહ અને સુકૃતઅનુમોદના ત્રણે કુશલ આશય છે. ચતુઃ શરણગમન કરનારને પાપનો ઉદય પણ હોય પણ બહુફલવાળો ન થાય. ચતુ શરણગમન આપત્તિમાં મહાનપરિરક્ષણનો ઉપાય છે. ૫. સુપ્રણિધાનપૂર્વક, વિધિપૂર્વક ચતુઃ શરણગમનઆદિમાં પ્રયત્ન કરવામાં આવે તો તથાભવ્યત્વનો પરિપાક થાય છે. દુકૃતગહ અને સુકૃતઅનુમોદના એ દોષો પ્રત્યે દ્વેષ અને ગુણો પ્રત્યે રાગ કેળવવાની ક્રિયા છે. ૭. દોષો પ્રત્યે જેટલો જુગુપ્સાનો ભાવ પ્રકર્ષવાળો તેટલા અંશે દોષો જાય અને બીજાધાન થાય. ઉત્કટ પરિણામથી તીર્થકર, કેવલી આદિ ઉત્કટ ગુરૂની પ્રાપ્તિ થાય. ૮. માત્ર દુષ્કતગત કરવાથી દોષોનો નાશ કરવો અતિદુષ્કર છે તેથી ચારનું શરણું સ્વીકારીને દુષ્કતગહ કરવામાં આવે તો પાપનો પ્રતિઘાત થઈ શકે. ચતુઃશરણગમનમાં રક્ષણના કાર્યની પ્રધાનતા છે, દુષ્કૃતગર્તામાં અનુબંધના અપનયની મહત્તા છે. ભગવાનના વચન અનુસાર અને ગુરૂના અનુશાસન નીચે રહેવાથી ગહ સમ્યફ થાય. ૧૧. સુકૃતની અનુમોદના સંવેગપૂર્વક થાય તો ફલવાન બને. ૧૨. સુકૃતની અનુમોદના એવી રીતે કરવાની છે કે તેના સંસ્કાર દઢ બની, સુકૃત એ જ આપણી પ્રકૃતિ બને. ૧૩. જ્યાં સુકૃત સેવનની શક્તિ નથી ત્યાં સુકૃતની અનુમોદનાનો ભાવ છે, પણ જયાં સુકૃત સેવનની શક્તિ છે ત્યાં સુકૃતની અનુમોદના નહિ, પણ સુકૃત સેવનમાં જ સમ્યગું યત્ન કરવાનો છે. શ્રુતસરિતા તથાભવ્યત્વની પરિપાકની પ્રક્રિયા W ૨૩૧ 2010_03 Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-ર૫ માગનુસારીના ૩૫ ગુણ મંગલાચરણ : धम्मो बंधू सुमित्तो य, धम्मो य परमो गुरु । मुक्ख मग्ग पयट्टाणं, धम्मो परमसंदणो । અર્થ : ધર્મ બંધુ છે, સુમિત્ર છે, ધર્મ પરમગુરૂ છે; મોક્ષમાર્ગમાં જવાને માટે ધર્મ એ શ્રેષ્ઠ રથ છે. આધાર ગ્રંથો : (૧) પૂજયપાદ શ્રીમદ્ વિજયચંદ્રસૂરિજીના પ્રશિષ્યરત્ન પૂજય આચાર્યદેવ શ્રી વિજય ભુવનરત્નસૂરીશ્વરજી મ.સા. લિખિત મંગલાચરણ”. (૨) જ્ઞાનપુત્ર ભગવાન મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટ પ્રકાશિત ‘માર્ગાનુસારીના ૩૫ ગુણ'. (૩) જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ (શ્રી અમૃતભાઈ કાળીદાસ દોશી) સંપાદિત પ્રબોધ ટીકા'. પ્રસ્તાવના : ચરમ શાસન તીર્થપતિ શ્રી મહાવીર સ્વામીના ઉપદેશના પ્રવેશદ્વાર સમા આ ૩૫ ગુણો, મોક્ષે જવાની ઈચ્છા ધરાવનાર દરેક જીવને હોવા પરમ આવશ્યક છે. બહુશ્રુત મુનિવર્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ સ્વલિખિત “યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં માત્ર દસ ગાથામાં આ ૩૫ ગુણોની વાત મુકતાફળની માળાના મોતીની માફક ગૂંથી લીધી છે. જીવનના ઘડતર માટે પાયાના ગુણો આવશ્યક છે. પાયો મજબૂત હોય તો તેની ઈમારત જેમ મજબૂત થાય. તેમ ધાર્મિક જીવનના પાયામાં નીતિ, ન્યાય આદિ ગુણો હોય તો વ્રત, તપ, પચ્ચકખાણ, સ્વાધ્યાયાદિની ઈમારત પણ ખૂબ મજબૂત થાય. : આજે ભણતર ખૂબ વધ્યું છે, પણ સાથે જીવનનું ઘડતર રહ્યું નથી. ખરી રીતે, સંસ્કારને પોષણ આપે તે જ શિક્ષણ. સાર્થકપણે કહે છે - સ દિતી રૂત્તિ સાહિત્ય ; ના વિદ્યા યા વિમુયે / જીવનમાં સંસ્કારના ઘડતર વિનાનું એકલું ભણતર તો કેટલીક વાર આશીર્વાદરૂપ નિવડવાને બદલે શ્રાપરૂપ નિવડે છે. સમ્યક્ત સહિત શ્રાવકના બારે વતનું પાલન કરવું એ તો ધાર્મિક દૃષ્ટિએ ઉચ્ચ ભૂમિકાવાળું જીવન કહી શકાય. જયારે મહાવ્રતોનું પાલન એ તો ટોચ ભૂમિકાવાળું ધાર્મિક જીવન કહી શકાય. સમ્યગુદૃષ્ટિપણું, દેશવિરતિપણું, સર્વવિરતિપણું એ ધાર્મિક જીવનની ઉત્તરોત્તર ઉચ્ચ ભૂમિકાઓ કહેવાય જેને લોકોત્તર ધાર્મિક જીવન પણ કહી શકાય. પણ તેટલી ઉચ્ચ ભૂમિકાએ પહોંચવા માટે શરૂઆતની ભૂમિકા પણ તૈયાર કરવી પડે છે, જેને માર્થાનુસારિતા કહેવામાં આવે છે. - ધાર્મિક જીવનની શુભ શરૂઆત માર્ગાનુસારી જીવનથી થાય છે. માર્ગાનુસારીના ગુણો જીવનમાં ઉતારવાથી અવશ્યમેવ જીવનનું ઘડતર થશે, અને આપણું જીવન અંતે સ્વ-પર શ્રેયકારી બનશે. આમ, આ ૩૫ ગુણોને સાર્થકપણે ધાર્મિક જીવનનું મંગલાચરણ કહી શકાય. માર્ગાનુસારીના ૩૫ ગુણ ૨૩૨ શ્રુતસરિતા 2010_03 Page #258 -------------------------------------------------------------------------- ________________ મહત્વ : કોઈપણ યોગ્ય જીવ સાધુ ભગવંતની સમીપે ધર્મજિજ્ઞાસાથી આવે એટલે સાધુ ભગવંત સૌથી પહેલાં તેને સર્વવિરતિનો ઉપદેશ આપે. તે જીવને સંસારની અસારતા, પદાર્થ માત્રની ક્ષણભંગુરતા અને વિષયોની વિરસતા એવી તો સચોટ શૈલીમાં સમજાવે કે તે જીવમાં જો યોગ્યતા હોય, તો તેનામાં સર્વવિરતિના પરિણામ પ્રગટયા વિના રહે નહીં. સાધુ ભગવંતને તેવી યોગ્યતા ન દેખાય, તો તે જીવને દેશવિરતિનો ઉપદેશ આપે; અને તેટલી પણ યોગ્યતા ન દેખાય, તો સમ્યગુર્દષ્ટિ બનવાનો ઉપદેશ આપે. ત્યારબાદ સાધુ ભગવંત જુએ કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી આ જીવ સમ્યકત્વ પામવાને પણ લાયક નથી, એટલે પછી તેને માગનુસારિતાના ૩૫ ગુણો સમજાવે. આ ૩૫ ગુણોનો એવો તો અજબ પ્રભાવ છે કે તે ગુણોને અનુસરનારો જીવ પણ આગળ જતાં તે ગુણોના પ્રભાવે યોગ્યતા પ્રગટતાં સમકિતિ પણ બને, અને ત્યારબાદ તે જીવ અનુક્રમે દેશવિરતિ અને સર્વવિરતિને પણ યોગ્ય બની શકે. સર્વ જ્ઞાની ભગવંતોનો એક જ ઉપદેશ છે કે સૌ જીવો અપરિગ્રહી અને નિરારંભી બને તો કેવું સારૂં! જે અપરિગ્રહી અને નિરારંભી બનીને ધર્મની ઉચ્ચ ભૂમિકાએ દીક્ષા સુધી પહોંચ્યા હોય તે પુણ્યવંતા જીવ કોડાનુક્રોડ ધન્યવાદને પાત્ર છે. જે જીવોની એટલી તૈયારી ન હોય તેવા જીવો ગૃહસ્થ બનીને પણ ધર્મને યોગ્ય બને એટલા માટે જ્ઞાની મહાપુરૂષોએ માગનુસારિતાનો ઉપદેશ કર્યો છે. જેમણે ધાર્મિક જીવનની તાલીમ લેવી હોય અને જેનજીવનનો વિકાસ સાધવો હોય તેમણે માર્ગાનુસારીપણાના આ ૩૫ ગુણોનો સાંગોપાંગ અભ્યાસ કરવો જોઈએ. ચૈત્યવંદનની સફળતાનો આધાર “શુભ પ્રણિધાન' ઉપર રહેલો છે. પ્રણિધાનનો અર્થ છેધ્યેયપ્રાપ્તિનો સંકલ્પ. માટે, “જય વિયરાય’ સૂત્રમાં તેવું પ્રણિધાન મુખ્ય હોવાથી, તે સૂત્ર પ્રણિધાન સૂત્ર” અથવા “પણિહાણ સુત્ત' ના નામે ઓળખાય છે. આ સૂત્રમાં ઘાતી કર્મોના ક્ષયોપશમના સાધન તરીકે આઠ ભાવનાઓની માગણી આપણે મુક્તાસુક્તિ મુદ્રામાં કરીએ છીએ. તે ભાવનાઓ પૈકી બીજી ભાવના તે “મજ્ઞાણસારીઆ' એટલે કે માર્ગાનુસારિતા. માર્ગાનુસારિતાના શાસ્ત્રીય અર્થો : (૧) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના માર્ગે ચાલવાની વૃત્તિ. (૨) તત્ત્વ-પ્રતિપત્તિ જે તત્ત્વ મોક્ષ ભણી લઈ જાય તેને અનુસરવાની વૃત્તિ. (૩) મિથ્યાત્વના વિજયથી ઉત્પન્ન થયેલું તત્તાનુસારિપણું. (૪) “માર્ગ' એટલે આગમ-નીતિ અથવા સંવેગી મોક્ષમાર્ગના અભિલાષી જીવોએ આચરેલું તે; એ બંનેને અનુસરનાર જે ક્રિયા તે. (૫) મોક્ષની સ્થિતિએ પહોંચવાના માર્ગનું અનુસરણ કરવાની શક્તિ પ્રાપ્તિનો યથાશક્તિ પુરૂષાર્થ. માગનુસારીના ૩૫ ગુણ ૧. ન્યાયસંપન્નવિભવ : ન્યાયથી ધન મેળવવું. સ્વામિદ્રોહ કરીને, મિત્રદ્રોહ કરીને, વિશ્વાસીને શ્રુતસરિતા ૨૩૩ માર્ગાનુસારીના ૩૫ ગુણ 2010_03 Page #259 -------------------------------------------------------------------------- ________________ ઠગીને, ચોરી કરીને, થાપણ ઓળવવી વગેરે નિંદવા યોગ્ય કામ કરીને ધન મેળવવું નહિ. ૨. શિષ્ટાચારપ્રશંસા : ઉત્તમ પુરુષોનાં આચરણનાં વખાણ કરવાં. ૩. સરખા કુળાચારવાળા પણ અન્ય ગોત્રી સાથે વિવાહ કરવો. પાપકામથી ડરવું. ૫. પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. ૬. કોઈનો અવર્ણવાદ બોલવો નહિ-કોઈની નિંદા કરવી નહિ. ૭. જે ઘરમાં પેસવા નીકળવાના અનેક રસ્તા ન હોય તથા જે ઘર અતિ ગુપ્ત અને અતિ પ્રગટ ન હોય અને પાડોશી સારા હોય તેવા ઘરમાં રહેવું. ૮. સારા આચરણવાળા પુરુષોની સોબત કરવી. ૯. માતા તથા પિતાની સેવા કરવી. તેમનો સર્વ રીતે વિનય સાચવવો અને તેમને પ્રસન્ન રાખવાં. ૧૦. ઉપદ્રવવાળા સ્થાનકનો ત્યાગ કરવો. લડાઈ, દુકાળ વગેરે અડચણવાળાં ઠેકાણાં છોડવાં. ૧૧. નિંદિત કામમાં ન પ્રવર્તવું. નિંદવા યોગ્ય કાર્યો ન કરવાં. ૧૨. આવક પ્રમાણે ખરચ રાખવું. કમાણી પ્રમાણે ખર્ચ કરવું. ૧૩. ધનને અનુસરતો વેષ રાખવો. પેદાશ પોશાક રાખવો. ૧૪. આઠ પ્રકારના બુદ્ધિના ગુણને સેવવા. તે આઠ ગુણનાં નામ : ૧. શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા. ૨. શાસ્ત્ર સાંભળવું. ૩. તેનો અર્થ સમજવો. ૪. તે યાદ રાખવો. ૫. તેમાં તર્ક કરવો. ૬. તેમાં વિશેષ તર્ક કરવો. ૭. સંદેહ ન રાખવો. ૮. આ વસ્તુ આમ જ છે, એવો નિશ્ચય કરવો. ૧૫. નિત્ય ધર્મને સાંભળવો (જેથી બુદ્ધિ નિર્મળ થાય.) ૧૬. પહેલાં જમેલું ભોજન પચી જાય, ત્યાર પછી નવું ભોજન કરવું. ૧૭. જયારે ખરી ભૂખ લાગે ત્યારે ખાવું, પણ એક વાર ખાધા પછી તરત જ મીઠાઈ વગેરે આવેલું જોઈ લાલચથી તે ઉપર ખાવું નહિ, કારણ કે અપચો થાય. ૧૮. ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને સાધવા. ૧૯. અતિથિ તથા ગરીબને અનપાનાદિ આપવાં. ૨૦. નિરંતર અભિનિવેષ રહિત રહેવું. કોઈને પરાભવ કરવાના પરિણામ કરી અનીતિના કામનો આરંભ કરવો નહિ. ૨૧. ગુણી પુરુષોનો પક્ષપાત કરવો, તેમનું બહુમાન કરવું. ૨૨. નિષિદ્ધ દેશકાળનો ત્યાગ કરવો. રાજા તથા લોકોએ નિષેધ કરેલા દેશકાળમાં જવું નહીં. ૨૩. પોતાની શક્તિને અનુસરીને કામનો આરંભ કરવો. પોતાની શક્તિ હોય તે પ્રમાણે કામ આરંભવું. ૨૪. પોષણ કરવા યોગ્ય જેવાં કે માતા-પિતા-સ્ત્રી-પુત્રાદિકનું ભરણપોષણ કરવું. ૨૫. વ્રતને વિશે રહેલા તથા જ્ઞાને કરી મોટા એવા પુરુષોને પૂજવા. માર્ગાનુસારીના ૩૫ ગુણ શ્રુતસરિતા ર૩૪ 2010_03 Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૬. દીર્ઘદર્શી થવું કોઈપણ કામ કરતાં લાંબી દૃષ્ટિ ફેરવી તેનાં શુભાશુભ ફળની તપાસ કરી ચાલવું. ૨૭. વિશેષજ્ઞ થવું ઃ દરેક વસ્તુનો તફાવત સમજી પોતાના આત્માના ગુણદોષની તપાસ કરવી. ૨૮. કૃતજ્ઞ થવું : કરેલા ઉપકાર તથા અપકારને સમજનારા થવું. ૨૯. લોકપ્રિય થવું : વિનયાદિ ગુણે કરી લોકપ્રિય થવું. ૩૦. લજ્જાળુ થવું ઃ લાલમર્યાદામાં રહેવું. ૩૧. દયાળુ થવું : દયાભાવ રાખવો. ૩૨. સુંદર આકૃતિમાન થવું : ક્રૂર આકૃતિનો ત્યાગ કરી સુંદર આકૃતિ રાખવી. ૩૩. પરોપકારી થવું : પરનો ઉપકાર કરવો. ૩૪. અંતરંગારિજિતુ થવું : કામ, ક્રોધ, લોભ, માન, મદ તથા હર્ષ એ છ અંતરંગ વૈરીને જીતવા. ૩૫. વશીકૃતેંદ્રિયગ્રામ થવું : ઈદ્રિયોના સમૂહને વશ કરવા. સર્વ ઈદ્રિયોને વશ કરવાનો અભ્યાસ કરવો. ગુણોને સ્પર્શતી ચિંતનકણિકાઓ : (૧) લોભથી સર્વ વિનાશ, તો સંતોષથી પૂર્ણ વિકાસ. (૨) સંતોષને જ સળગાવી નાખ્યો, ત્યાં સુખની આશા જ રાખવાની કયાં રહી? (૩) વસ્ત્ર પહેર્યા વિના એકલા અલંકારો પહેરવાથી શું શોભા ? (૪) શાસનની પ્રભાવના એ મહાન પુણ્ય અને શાસનની હેલના એ મહાપાપ. (૫) પાપ કરીને ભેગું કરેલું પરભવે ભેગું નહીં આવવાનું, પણ ભેગું કરવા કરેલું પાપ તો પરભવે ભેગું જ આવવાનું. (૬) નિશ્ચયના લક્ષે વ્યવહાર (ક્રિયા) હોય એટલે બેડો પાર. (૭) સાધનને સાધ્ય માની લેવાની ભૂલમાંથી બીજી અનેક ભૂલો ઉભી થઈ. (૮) અશુભના ઉદયને ધર્માજીવ નિર્જરાનો અપૂર્વ અવસર માને. (૯) કુંભારને કયારેક ગધેડાની દયા આવે, તેટલી પણ દયા માનવીને પોતાના આત્માની આવતી નથી. (૧૦) વ્યવહારનય ધર્મ પ્રવૃત્તિ પર જોર આપે છે, તો નિશ્ચયનય અંદરના પરિણામ પર વધારે જોર આપે છે. (૧૧) સંસારીએ પરસ્પર બાધા ન પહોંચે તે રીતે ધર્મ, અર્થ અને કામ પુરૂષાર્થ સાધવો. (૧૨) પતિના આદેશમાં પતિવ્રતા નારીએ નિરર્થક વિકલ્પો નહીં કરવા. (૧૩) બે ને વિચારો (કોઈના ઉપર આપણે કરેલ ઉપકાર અને કોઈએ આપણી કરેલી નિંદા) બે ને સંભારો (જિનેશ્વર ભગવાન અને ગમે ત્યારે આવનાર મૃત્યુ). ઉપસંહાર : માર્ગાનુસારીના ૩૫ ગુણો, આપણા જીવનમાં ઉતરે અને ક્ષયોપશમાદિ લબ્ધિની પ્રાપ્તિપૂર્વક શ્રુતસરિતા ૨૩૫ માગનુસારીના ૩૫ ગુણ 2010_03 Page #261 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગના પ્રથમ સોપાન સમ્યગ્દર્શનને (ભેદવિજ્ઞાન) પામી જિનેશ્વર ભગવંતના સાચા અનુયાયી બની, અનુક્રમે દેશવિરતિ અને સર્વવિરતિની ઉચ્ચ ધાર્મિક ભૂમિકાઓ સંપાદન કરી, અંતિમ ધ્યેય જે નિર્વાણને આપણે સૌ પ્રાપ્ત થઈએ એ જ મંગલ ભાવના. ‘જિનેશ્વર પ્રભુના અનુયાયી' કહેવા જેવું કોઈ બહુમાન ત્રણલોકમાં નથી. “ભેદવિજ્ઞાન જગ્યો જિનકો ઘટ, શીતલ ચિત્ત ભયો જિન ચંદન; કેલી ક૨ે શિવમારગમેં, જગમાંહી જિનેશ્વર કે લઘુનંદન.’ જિનેશ્વર ભગવંતના ‘લઘુનંદન’ સમાન ત્રણલોકમાં કોઈ બિરૂદ કે અહોભાગ્ય નથી. અનેકાનેક યોનિઓમાં ભયંકર દુઃખો ભોગવી ભોગવીને, આપણા કર્મો ક્ષીણ થયા ત્યારે જ આ ભવમાં આપણે મનુષ્ય ગતિને પામ્યા છીએ. જીવનશુદ્ધિની પ્રાથમિક ભૂમિકારૂપ આ ૩૫ ગુણો પ્રાપ્ત કરી આત્માનો વિકાસ કરી, મહર્ષિ, પરમર્ષિ અને અંતે કર્મમુક્ત એ જ અભિલાષા. આ સંકલન કાર્યમાં ક્ષયોપશમ-મંદતાએ શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા કે આશય વિરૂદ્ધ જે કાંઈ લખાણ લખાયું હોય તો તે બદલ મારા પર અનન્ય અનુગ્રહ કરીને એ ક્ષતિ બદલ મને ક્ષમા કરશો, એવી અંતરની અભિલાષા સાથે વિરમું છું. ૧ ૨ ૩ ૪ ૫ LA 6 જીનવાણીની શ્રવણ પદ્ધતિ શુશ્રુષા શ્રવણું ચૈવ, ગ્રહણું ધારણં તથા; ઉહાપોહાર્થ વિજ્ઞાન, તત્વજ્ઞાન ચ ધી ગુણ સાંભળવાની ઈચ્છા - તત્ત્વ ઉપદેશની જિજ્ઞાસા સાંભળતી વખતે અન્ય વિચારો આવે નહીં. શુશ્રુષા મનના ઉપયોગપૂર્વક વર્તન - પૂર્વનું અનુસંધાન એકાગ્રતાની મુદ્દા (અંજલી) સાથે શ્રવણ - મુક્તામુક્તિ શ્રવણ ગ્રહણ ધારણા ઉહ અપોહ વિજ્ઞાન ८ તત્ત્વજ્ઞાન શ્રવણનું ગ્રહણ કરતાં ચાલવું - સમજણમાં અને મુદ્દા આચરણમાં ઉતારવું. જેમ જેમ સમજણમાં ઉતરે, તેમ ધારી રાખવું - વ્યાખ્યાનનું અખંડ ચિત્ર અંક્તિ કરવું. જે વસ્તુ જયાં બરાબર લાગુ થાય ત્યાં એનું કહ્યા પ્રમાણે પરિણામ આવે એનું ચિંતન - દા.ત., ક્રોધથી અનર્થ થાય. 2010_03 જે વસ્તુ જયાં લાગુ થતી નથી ત્યાં એનું પરિણામ આવતું નથી. દા.ત., ક્રોધ નહીં - અનર્થ નહીં. વિશેષ જ્ઞાન - ધર્મ એ જ વિજ્ઞાન - ઉહાપોહ કરીને પદાર્થનો નિર્ણય તે અર્થવિજ્ઞાન તત્ત્વ, સિદ્ધાન્ત, રહસ્ય, તાત્પર્ય નક્કી કરવું - દા.ત., ક્રોધ, માન, માયા, લોભ, ત્યાગ કરવા જેવો છે. માર્ગાનુસારીના ૩૫ બોલ ૨૩૬ માર્ગાનુસારીના ૩૫ ગુણ Page #262 -------------------------------------------------------------------------- ________________ - પ્રબંધ-ર૬, સમ્યગજ્ઞાન | મંગલાચરણ : (૧) કલિકાલસર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યજી રચિત “યોગશાસ્ત્ર' - यथावस्थितत्त्वानां, संक्षेपाद् विस्तरेण वा । योडवबोधस्तमत्राहुः, सम्यग्ज्ञानं मनीषिणः ॥१६॥ | અર્થ : યથાવસ્થિત તત્વોનો સંક્ષેપ કે વિસ્તારથી જે અવબોધ થવો, તેને પંડિતો સમ્યજ્ઞાન કહે છે. (૨) મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત ‘શ્રી નવપદની પૂજા’ - સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહીએ, તેહ જ્ઞાન નિત નિત વંદીએ, તે વિણ કહો કેમ રહીયે રે... સિદ્ધચક્ર પદ વંદો... આધાર ગ્રંથો : | (૧) સ્વ. ગચ્છાધિપતિ, આચાર્યદેવેશ શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજાના પ્રશિષ્યરત્ન પૂ. ગણીવર્ય શ્રી જ્ઞાનસાગરજી મ.સા. લિખિત કૈલાસના સંગે, જ્ઞાનના રંગે'. (૨) પૂજય શ્રી ગુણયશસૂરિજીના પ્રશિષ્ય અને પ્રભાવક પ્રવચનકાર પૂ.આ.શ્રી કીર્તિયશસૂરીશ્વરજી મ.સા. લિખિત ‘નવપદ ઉપાસના'. | (૩) સ્વ. ગચ્છાધિપતિ પૂજયપાદ આ.ભ. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરિજીના શિષ્યરત્ન સ્વ. પૂ. શ્રી દેવસુંદરવિજયજીના વિનેય પ્રશિષ્યરત્ન પૂ.આ.ભ. શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. લિખિત “પ્યારાં નવપદ, મારાં નવપદ'. | (૪) શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ, પ્રકાશિત ‘પ્રબોધટીકા. પ્રસ્તાવના : આત્માના સહજાનંદ સ્વરૂપની પ્રાપ્તિ અર્થે મુખ્ય નિમિત્તકારણ યોગ છે. આ યોગનું જ્ઞાનદર્શન-ચારિત્રમાં નીચે મુજબ કર્મબંધને આશ્રયી વિભાગીકરણ કર્યું છે : | (૧) સમ્યજ્ઞાન - કર્મ બંધને જાણવું. | (૨) સમ્યગ્દર્શન - કર્મ બંધને માનવું. | (૩) સુચકચારિત્ર - કર્મ બંધને તોડવું. ‘દર્શન’ મધ્યમાં મૂકયું. તેનું કારણ, શ્રુતજ્ઞાનાદિ ગ્રંથના આલંબન-અભ્યાસથી ક્ષયોપશમાદિ અનુસાર જ્ઞાની થઈ શકાય છે. ક્રિયા-અનુષ્ઠાનાદિ આચરણથી ચારિત્રી બની શકાય છે. પણ મનની | વિચારધારાથી વિમુક્તિ, અશાશ્વત પદાર્થોની કૂડી માયામાંથી મુક્તિ, શાશ્વત તત્વો તરફ રૂચિ, અને લક્ષ્ય એ સમ્યગ્દર્શનના પ્રભાવે જાગે છે. તેથી ‘દર્શન’નો નંબર જ્ઞાન પછી બીજા નંબરે મૂકવામાં આવ્યો. શ્રુતસરિતા 2010_03 ૨૩૭ સમ્યગુજ્ઞાન Page #263 -------------------------------------------------------------------------- ________________ દેરાસરમાં જેમ મધ્યમાં રહેલા મૂળનાયક છે, તેમ દર્શન (શ્રદ્ધા) એ આત્માના સર્વ ગુણોમાં મૂળનાયક સમાન છે. દર્શન આત્મશુદ્ધિ અર્થે છે. જ્ઞાન પ્રાપ્તિ અર્થે છે. તેથી જયારે જયારે પ્રાપ્તિની અપેક્ષા હોય ત્યારે જ્ઞાન પ્રથમ છે અને જયારે શુદ્ધિની અપેક્ષા હોય, ત્યાં દર્શન પ્રથમ છે. જિનશાસનમાં જ્ઞાનને બે વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે : (૧) સમ્યજ્ઞાન (૨) મિથ્યાજ્ઞાન. આત્મકલ્યાણકર બને એ સમ્યજ્ઞાન અને આત્મ-અહિતકર બને એ મિથ્યાજ્ઞાન. સમાધિસ્થ બનાવે એ સમ્યજ્ઞાન અને સંકિલષ્યવસ્થામાં જ રાખે એ મિથ્યાજ્ઞાન. નમ્ર બનાવે એ સમ્યજ્ઞાન અને ઉદ્ધત બનાવે એ મિથ્યાજ્ઞાન. સમ્યજ્ઞાન આપણને મા-બાપ પ્રત્યે વિનયી બનાવે, જીવનના કર્તવ્ય પ્રત્યે સજાગ બનાવે, પવિત્રતા ટકાવી રાખવા સાવધ રાખે, પ્રતિકૂળતાના વાવંટોળ વચ્ચે ટકી રહેવા સક્ષમ બનાવે, પ્રલોભનોને દૂર કરવા જરૂરી સત્વના સ્વામી બનાવે અને પશુતાનું પ્રતિનિધિત્વ ધરાવતાં પરિબળોથી દૂર રાખે. આમ, હેયોપાદેયની જાણકારી, કર્તવ્યાકર્તવ્યનો ખ્યાલ, ભક્ષ્યાભઢ્યનો વિવેક, સદ્-અસ નિમિત્તોની સમજ, જડ-ચેતનના સ્વરૂપની ઓળખ; એ બધું આવે છે સમ્યજ્ઞાનથી; અને એ સમ્યજ્ઞાન આત્માને સતત સમ્યગ્દર્શન સાથે જોડાયેલો રાખે છે. ઉપમા : (૧) જ્ઞાનયોગ રત્નસમાન છે. (૨) જ્ઞાન એ કિરણગણને પ્રસરાવતો દિવાકર છે. (૩) જ્ઞાન એ દિવ્ય નયન છે. (૪) જ્ઞાન એ હાથી છે. (૫) જ્ઞાન એ દીપક છે. (૬) જ્ઞાન એ પારસમણિ છે. (૭) જ્ઞાન એ કલ્પવૃક્ષ છે. (૮) જ્ઞાન એ સ્વભાવની પ્રાપ્તિ છે. વ્યાખ્યા : (૧) જ્ઞાથd ગનેન ઝુત જ્ઞાનમ્ | જેના વડે જણાય તે જ્ઞાન. (૨) તે ગનેનાસ્માર વંતિ જ્ઞાનમ્ | જેના વડે આત્મકલ્યાણનો માર્ગ સમજાય અને મોક્ષમાર્ગનાં સાધનોનો બોધ થાય તે જ્ઞાન. (૩) ગાનાર રૂત્તિ જ્ઞાન ! જાણે તે જ્ઞાન. (૪) યથાસ્થિત તત્ત્વનામવવધ તિ જ્ઞાનમ્ | યથાવસ્થિત તત્વોનો વિસ્તારથી યા સંક્ષેપથી અવબોધ થવો તે જ્ઞાન. (૫) વસ્તુના સ્વરૂપનું અવધારણ તે જ્ઞાન. (૬) નય અને પ્રમાણથી થનારો જીવાદિ તત્ત્વોનો યથાર્થ બોધ તે જ્ઞાન. સમ્યગુજ્ઞાન ૨૩૮ શ્રુતસરિતા 2010_03 Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રકાર : (૧) મતિજ્ઞાન : ઈન્દ્રિયો અને મન વડે થતું જ્ઞાન. તે અવગ્રહ, ઈહા, અપાય, ધારણા વગેરે ૨૮ તથા બહુ, બહુવિધ વગેરે ૩૪૦ ભેદોવાળું છે. (૨) શ્રુતજ્ઞાન : પૂર્વો, અંગો, ઉપાંગો, પ્રકીર્ણકો વડે વિસ્તાર પામેલું શ્રુતજ્ઞાન ૧૪ ભેદોવાળું છે. (3) અવધિજ્ઞાન : રૂપી પદાર્થના બોધને કરાવનારૂ આત્મસાક્ષાતકર જ્ઞાન. બે પ્રકારનું (૧) ભવપ્રત્યયિક : દેવતા અને નારકીઓને ભવયોગ થાય તે. (૨) લબ્ધિપ્રત્યયિક : મનુષ્ય અને તિર્યંચોને લબ્ધિથી થવાવાળું આ પ્રકારનું અવધિજ્ઞાન છે ભેદે છે. ક્ષયોપશમ-જન્ય છે. (૪) મન:પર્યવજ્ઞાન : મનના ભાવોને જણાવતું આ જ્ઞાન બે ભેદે છે; ઋજુમતિ અને વિપુલમતિ. વિપુલમતિ પ્રકારનું જ્ઞાન વિશુદ્ધિવાળું હોવાથી અપ્રતિપાતિ એટલે કે આવ્યા પછી જતું નથી. (૫) કેવળજ્ઞાન : સર્વ દ્રવ્યોના, સર્વકાળના અને સર્વપર્યાયોના વિષયવાળું, વિશ્વલોચનસમાન, અનંત, અતિન્દ્રિય, અપૂર્વ એવું જ્ઞાન તે. ઉપરોક્ત પાંચ જ્ઞાન પૈકી શ્રુતજ્ઞાન બોલકું જ્ઞાન છે, જયારે બાકીના ચાર જ્ઞાન મૂંગા છે. આ પાંચે જ્ઞાનના પેટા પ્રકારો પ૧ છે. આ પાંચ જ્ઞાન વડે નવ તત્ત્વો સમજી શકાય છે. નવ તત્ત્વોમાં જીવઅજીવ જાણવા લાયક છે. પાપ-આસ્રવ-બંધ ત્યાગ કરવા લાયક છે. પુણ્ય પણ અમુક હદે ગયા પછી ત્યાગ કરવાનું છે. સંવર-નિર્જરા-મોક્ષ આદરવા લાયક છે. સમ્યજ્ઞાનનો સૂર્યોદય : બહુ ક્રોડો વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહ, જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કર્મ ખપાવે તેહ.” આત્માને જાણ્યા વિના સાધનાની શરૂઆત જ થતી નથી, અને મોહનો ક્ષયોપશમ કે ક્ષય થયા વિના ગુણસ્થાનક (ગુણઠાણું) પર આગળ ચઢી શકાતું નથી. માટે જ પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ.સા. ૧૨૫ ગાથાના સ્તવનમાં લખ્યું છે કે જિહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નહીં જાણ્યું, | તિહાં લગે ગુણઠાણું, ભલું, કિમ આવે તાણ્યું” જે સંસ્કારો દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય, તેવા સંસ્કાર જેનાથી મળે તેનું નામ જ્ઞાન. આત્માનું જ્ઞાન ના હોય, તો નીચેના વિષયોનું ચિંતન કેવી રીતે કરીશું : શ્રુતસરિતા ૨૩૯ સમ્યગુજ્ઞાન 2010_03 Page #265 -------------------------------------------------------------------------- ________________ (૧) શું કરું તો ભવના બંધન છૂટે? (૨) શું કરું તો કર્મના બંધન છૂટે ? (૩) શું કરું તો દુર્ગતિમાં જવું ન પડે ? (૪) શું કરું તો સદ્ગતિમાં જવાનું થાય? (૫) શું કરું તો આત્મસ્વરૂપની અનુભૂતિ થાય ? (૬) શું કરું તો પરમપદની પ્રાપ્તિ થાય ? સમ્યજ્ઞાન મળે કેમ? શાસ્ત્રકાર પરમર્ષિ કહે છે, પહેલાં વિનય કેળવો. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, એ બધું પછી. સમ્યજ્ઞાન હૈયાથી પેદા કરવાનું છે. પુસ્તકથી માત્ર માહિતી મળે. પરમાત્માના શાસનમાં પહેલાં ગુરૂનો વિનય કરવો પડે, વૈયાવચ્ચ કરવી પડે અને એના દ્વારા આત્માની પાત્રતા ખીલવવી પડે. પછી ગુરૂ યોગ્યતા જુવે અને યોગ્યતા મુજબ જ્ઞાન આપે. ત્યારે, આત્મામાં સમ્યજ્ઞાન પ્રગટે. આત્મા ઉપરથી આઠ પ્રકારના કર્મને વિશેષ પ્રકારે દૂર કરે તે વિનય. વિશેષ પ્રકારે આત્માને મુક્તિ તરફ લઈ જાય તેને વિનય કહેવાય. શ્રતને ગ્રંથસ્થ કરવું એ જેમ ભક્તિ છે, તેમ તેના કરતાં પણ વધુ કંઠસ્થ કરવું, એ ઊંચી ભક્તિ છે. છ મહિને એક લીટી આવડે ત્યાં સુધી ગોખવાની મહેનત કરવાની છે. શક્તિ છતાં જે ગોખવામાં પ્રમાદ કરે તેને જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. વીસ સ્થાનકમાં “અભિનવજ્ઞાન પદ આવે છે. પદની આરાધના માટે દરેકે પોતાની શક્તિ મુજબ કાંઈને કાંઈ નવું ભણવું જ જોઈએ. આ પણ શ્રુતભક્તિ છે. શ્રતને ટકાવવાનો ઉત્તમ માર્ગ છે. કુમારપાળ મહારાજા ૭૦ વર્ષની ઊંમરે સંસ્કૃત-પ્રાકૃત ભણ્યા. વીતરાગ સ્તોત્ર અને યોગશાસ્ત્ર કિંઠસ્થ કર્યા. રોજ એનો સ્વાધ્યાય કર્યો. જિન સ્તવનની સંસ્કૃત ભાષામાં સ્વયં રચના કરી. ત્રિષષ્ઠિ શલાકાપુરૂષનું ચરિત્ર-વાંચન કર્યું. આજે આપણે ઘરના એક એક મેમ્બર લખવા બેસીએ તો કેટલા ગ્રંથ લખાય? શ્રાવકના ૩૬ કર્તવ્યો પૈકીનું એક કર્તવ્ય છે “પુસ્થમvi’ - પુસ્તક લખવું તે. આપણે ત્યાં અભૂત મજાનો ખજાનો છે. આગમ, આગમની પંચાંગી, પ્રકરણ ગ્રંથો, કર્મ સિદ્ધાંત, જ્યોતિષશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, યોગશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર, વ્યાકરણ, દાર્શનિક, ભૂગોળ, ખગોળ, ઈતિહાસ, પદાર્થ વિજ્ઞાન, સૂક્ષ્મગણિત, કથા ગ્રંથો, પ્રશ્ન ગ્રંથો, આચાર ગ્રંથો, આમ દરેક વિષય ઉપર આપણે ત્યાં પરાકાષ્ઠાના ગ્રંથો છે. આચાર : પંચાચારની આઠ ગાથા પૈકી સમ્યજ્ઞાનના આઠ આચારની ગાથા : काले विणए बहुमाणे, उवहाणे तह अनिण्हवणे । वंजण-अत्थ-तदुभए, अट्टविहो नाणमायारो ।।२।। શ્રુતસરિતા સભ્ય જ્ઞાન ૨ ૪O 2010_03 Page #266 -------------------------------------------------------------------------- ________________ (૧) કાળ : સમયના નિયમને અનુસરવા વડે. નિયત કરેલા સમયે અધ્યયન કરવામાં આવે તે ઈષ્ટ છે. (૨) વિનય : ગુરૂ, જ્ઞાની, જ્ઞાનાભ્યાસી, જ્ઞાન અને જ્ઞાનનાં ઉપકરણોની આશાતના (અનાદર) વર્જવાના અને તે સઘળાની યોગ્ય ભક્તિ કરવી તે. (૩) બહુમાન : ગુરૂ, જ્ઞાન અને જ્ઞાનોપકરણ પ્રત્યે આંતરિક પ્રીતિ કે ભાવોલ્લાસ. (૪) ઉપધાન : જે તપ વડે સૂત્રાદિક આત્મસમીપમાં કરાય છે. જ્ઞાનાવરણીય કર્મને ખપાવવા માટે તપનું વિધાન છે. તપ અને જ્ઞાનને ઘનિષ્ઠ સંબંધ છે. (૫) અનિદ્ધવને : નિદ્ભવ એટલે છુપાવનાર. તે ન હોવું તે અનિદ્ભવન. તાત્પર્ય એ કે અશઠાણું કે નિખાલસતા દાખવવી. ગુરૂનું નામ છુપાવવું, તે જ રીતે જ્ઞાન અને સિદ્ધાંતને છુપાવવો અથવા દુરાગ્રહને વશ થઈ શાસ્ત્ર વિરૂદ્ધ પ્રતિપાદન કરવું. (૬) વ્યંજન : વ્યંજન-શુદ્ધિ-શબ્દ-શુદ્ધિ જાળવીને પદરચના, પદદ કે પદપોજના પ્રમાણે બોલવા જોઈએ. (૭) અર્થ : સૂત્રના ઉચ્ચારણ વેળાએ પૂર્વાપરનો સંબંધ વિચારી વિષયને અનુરૂપ અને પ્રણાલિકાને છાજે તેવો અર્થ કરવો. (૮) તદુભય : વ્યંજન અને અર્થનો ઉભયનો સંબંધ જાળવી રાખવો તે. ઉપસંહાર : આ વિષયના લખાણમાં જિનાજ્ઞા વિરૂદ્ધ કોઈ રજૂઆત થવા પામી હોય તો મારા મિચ્છા મિ દુક્કડમ્. આવા અનુપમ જ્ઞાનની આરાધના, સાધના, ઉપાસના માટે આપણે સમ્યક પુરૂષાર્થ આદરવો જોઈએ, કે જેથી અંતે, આપણને કેળવજ્ઞાનની પ્રાપ્તિ થાય. બાકીના ચારે જ્ઞાનની સુંદર સાધના કરતાં પહેલાં શ્રુતજ્ઞાનની સાધના કરવી પડશે. શ્રુતજ્ઞાનની સાધના કરી તે દ્વારા મતિજ્ઞાનને પણ વિશદ્ બનાવી બાકીના જ્ઞાન મેળવવા માટેની ઉજળી ભૂમિકા તૈયાર કરી ભવ-ભવાંતરમાં તેને પામી અંતે કેળવજ્ઞાનના પણ આપણે સ્વામી બનીએ એ જ અભિલાષા સહ - રજની યુ. શાહ શ્રુતસરિતા સમ્યગૂજ્ઞાન ૨૪૧ onal 2010 ૨ ૪૧ 2010_03 Page #267 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ-ર૭ સાધુ જીવનની ચયની પ્રથમ ભૂમિકા છે અને સર્વવિરતિધર સાધુ સત્તાવીસ ગુણથી ઓપતા, સત્તર પ્રકારના સંયમને ધારણ કરતા સ્વપરદયાના ઉદ્યમી. પંચમહાવ્રતધારી, પવિત્રતાના પુંજ. સંસારજીવોના આચરણ વડે ઉપકારક સર્વસંગના પરિત્યાગી એવા સાધુના ગુરૂપદની યોગ તે મહત્વપૂણા છે. નિઃસંગ અને નિર્વિકલ્પતા તે સાધુજીવનનો પરમાર્થ છે. તેમની કૃપા વૈયાવચ્ચ દ્વારા મળે છે. તે સંવર તત્ત્વના પ્રકારો મારી | સંવર | હતી કલી | સમિતિની ગતિ પરિષહ યતિધર્મ ભાવના ચારિત્ર કથા ભેદી [ પ + ૩ - રર + 10 + ૧૨ + ૫ = ૫૭. શનિ સમિતિ = ચાલવાની-બોલવાની આહાર ગ્રહણની વચ્ચપાત્ર અને નિહારની આ સર્વ ક્રિયાઓ ઉપયોગથી એટલે કે જાગૃતિપૂર્વક કરવી. ગુપ્તિ = (૧) મનગુપ્તિ મનના અશુભ વિકલ્પોનો ત્યાગ કરવો. . (૨) વચનગુપ્તિ - દુષ્ટ શબ્દો ન બોલવા, મૌન ધારણ કરવું. (૩) કાયગુપ્તિ શરીરનો સંયમ રાખવો. . પરિષહ = ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ આદિ પરિષહ સમભાવથી સહન કરવા યતિધર્મ = ઉત્તમ ક્ષમા, આર્જવ, માર્દવ, શૌચ, સંતોષ, સત્ય, તપ, ત્યાગ, અકિંચનત્વ અને બ્રહ્મચર્યનું પાલના ભાવના = અનિત્ય આદિ બાર ભાવના ભાવવી. ચારિત્ર = સામાયિક ચારિત્ર આદિ પાંચ પ્રકારના ચારિત્રનું પાલન કરવું. સંવરના કયા પ્રકારથી કન્યા આશ્વવનો નિરોધ થાય છે ? સંવર આશ્રવ નિરોધ, સમિતિથી - ઈન્દ્રિયનો આશ્રવ રોકાય છે. ગુપ્તિથી જ - મન, વચન, કાયાના યોગનો આશ્રવ રોકાય છે. પરિષહજયથી જ પ્રમાદ અને ક્રિયાનો આશ્રવ રોકાય છે. યતિધર્મથી (કષાયનો આશ્રવ રોકાય છે. ભાવના ભાવવાથી મિથ્યાત્વ આદિ રોકાય છે. ચારિત્રરૂપ વ્રતથી - અવ્રત - અવિરતિ રોકાય છે. છે “પાપમય વૃત્તિ અને પાપની પ્રવૃત્તિ', धर्मस्य फलमिच्छन्ति, धर्मनेच्छन्ति मानवाः IPL पापस्य फलं नेच्छन्ति, पापं कुर्वन्ति सादरा ।। ધર્મના ફળને ઈચ્છે. છે, પણ માનવ, ધર્મને (ધર્માચરણને) ઈચ્છતો નથી. આ પાપના ફળને ઈચ્છતો નથી, પણ માનવ પાપ તો હોંશે હોંશે કરે છે. ધર્મના બે પ્રકાર (નિમિત્ત ધર્મ અને નિત્ય ધર્મ) પૈકી નિત્ય ધર્મ સંવર ગુણને સીધો સ્પર્શતો હોઈ, અપેક્ષાએ ઉત્તરોત્તર સગતિ તરફ પ્રયાણ કરવામાં આપણને વધુ ઉપકારી અને ફળદાયી નીવડે છે. સાધુ જીવનની ચર્યાની પ્રથમ ભૂમિકા ૨૪૨ શ્રુતસરિતા 2010_03 Page #268 -------------------------------------------------------------------------- ________________ વૈયાવચ્ચ, મંગલાચરણ - ઉત્તરાધ્યયન સૂત્ર नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામિને નમઃ संजोगा विप्पमुक्क स्स, अणगारस्सा भिक्षुणो । विणयं पाउक रिस्सामि, आणुपुटिव सुणेह मे ।।१।। सूत्र ४४ - वेयावच्चेणं भन्ते ! जीवे किं जणयइ ? वयाबच्चोणं तित्थायरनामगोतं कम्मं निबन्धाइ ।।। અર્થ : જે સાંસારિક સંયોગો અર્થાતું બંધનોથી મુક્ત છે. અણગાર ભિક્ષુ છે. તેના વિનયધર્મનું અનુક્રમથી નિરૂપણ કરું છું. તેને ધ્યાનપૂર્વક મારી પાસે સાંભળો. ભજો ! વૈયાવૃત્યથી જીવને શું મળે છે? વૈયાવૃત્યથી જીવ તીર્થકર નામ ગોત્ર મેળવે છે. ચાર ઘાતી કર્મોના ક્ષય વડે ૧૮ દોષ દૂર થાય : જ્ઞાનાવરણીય - અજ્ઞાન - દર્શનાવરણીય - નિદ્રા અંતરાય - (દાન, લાભ, ભોગ - ઉપભોગ - વીર્ય) મિથ્યાત્વ, અવિરતિ, રાગ, દ્વેષ, કામ - હાસ્યષટક (મોહનીય) (હાસ્ય-રતિ અરતિ-ભય-શોક-દુર્ગચ્છા) ૬ ૧૬ શ્રી જિન પદની આરાધના વિધિ દુહો : દોષ અઢારે ક્ષય થયા, ઉપન્યા ગુણ જસ અંગ, વૈયાવચ્ચ કરીએ મુદા, નમો નમો જિનપદ સંગ સાથીયા - ૨૦ ખમાસમણ - ૨૦ કાઉસ્સગ્ન - ૨૦ પદ : “ૐ હ્રીં શ્રી વિદ્યમાન જિનેશ્વરાય નમઃ” નવકારવાળી-૨૦ અર્ધમાગધી શબ્દ : વૈયાવચ્ચ સંસ્કૃત શબ્દ : વૈયાવૃત્ય व्यावृत्तस्य भावः कर्म वा वैयावृत्यम् । વ્યવૃત્ત = વિશેષ પ્રકારે પ્રવૃત્તિવાળા થવું, એટલે સાધુ ભગવંત સાંસારિક પ્રવૃત્તિ એ સામાન્ય પ્રકાર અને મોક્ષવિષયક પ્રવૃત્તિ એ વિશેષ પ્રકાર. ગુરૂ ભગવંતોની વિશેષ પ્રકારે સેવા - શુશ્રુષા કરનાર તે વૈયાવૃત્યકર. વ્યાવૃત્ત થયેલાની શુભ પ્રવૃત્તિ તે વૈયાવૃત્ય. વૈયાવચ્ચ” શબ્દનો અર્થ સેવા-સુશ્રુષા કરવામાં આવે છે; પણ આ અર્થ અપેક્ષાએ રૂઢિગત, પારંપરિક અને ઔપચારિક છે. સેવા-સુશ્રુષા કરવા-કરાવવા માટે ઉભય પાત્રોની આવશ્યકતા રહેતી શ્રુતસરિતા ૨૪૩ સાધુ જીવનની ચર્યાની પ્રથમ ભૂમિકા 2010_03 Page #269 -------------------------------------------------------------------------- ________________ હોવાથી તે બાહ્ય દેખાતી ક્રિયા છે. જયારે તપના બાર પ્રકારો પૈકી (છ બાહ્ય અને છ અત્યંતર) વૈયાવચ્ચ અત્યંતર છ તપ પૈકીનું ત્રીજુ તપ છે. આમ, વૈયાવચ્ચ' એ આંતરિક અને અત્યંતર સ્વરૂપનું તપ છે, માટે બાહ્ય ક્રિયા સાથે આ તપની ભૂમિકા કે ફળનો સંબંધ હોય નહીં. આ અંતસ-તપની અસ્મિતા અને ઓજસ્વિતા અનેરી છે, કે જે પામવા નીચે દર્શાવેલ પાંચ પ્રકારની વૈયાવચ્ચ' નિત્ય ધર્મ તરીકે દરરોજ ક્રવી જોઈએ. (૧) શ્રી અરિહન્ત પરમાત્માની વૈયાવચ્ચ - સમોવસરણ અને દેશનાના ચિંતન વડે. (૨) શ્રી સિદ્ધ ભગવત્તની વૈયાવચ્ચ - સેવા-પૂજા તેમ જ સિદ્ધના આઠ ગુણોના ચિંતન વડે. (૩) શ્રી ગુરૂ ભગવત્તની વૈયાવચ્ચે - આધ્યાત્મિક પરંપરામાં ગુરૂનું પ્રદાન-વિષયક તાત્વિક વિચારણા વડે. (૪) શ્રી શ્રુતજ્ઞાનની વૈયાવચ્ચ - શ્રુત-ચિંતન વડે (છ દ્રવ્ય, નવ તત્ત્વ, કર્મ પ્રકૃતિ, ચૌદ ગુણસ્થાનક, ચાર અનુયોગ, રત્નત્રયી આદિનું ચિંતન). (૫) શ્રી સ્વાત્માની વૈયાવચ્ચ - જ્ઞાનાદિ ગુણોને પ્રગટ કરવા માટે અવશ્ય કરવા યોગ્ય છ આવશ્યકનું દૈનિક ધોરણે પરિપૂર્ણ પાલન. ध्यानमूलं गुरोर्मूर्तिः, पूजामूलं गुरोः पदम् । मन्त्रमूलं गुरोर्वाक्यं, मोक्षमूलं गुरोः कृपा ।। ઉત્તર શિષ્યને ગુરુની મુખમુદ્રા એ ધ્યાનનો વિષય છે, ગુરુચરણો એ પૂજાને પાત્ર છે, ગુરુનું વચન એ મંત્રતુલ્ય છે અને ગુરુની કૃપા એ મોક્ષનું મૂળ છે. પ.પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત પ.પૂ. શ્રી અભયદેવસૂરીશ્વરજી રચિત ટીકા સહિત ભાવાનુવાદકર્તા : પ.પૂ. મુનિશ્રી રાજશેખર વિજયજી પંચાશક ગ્રંથ' માંથી સાભાર. સુવર્ણના ગુણો :- સદારૂ-રાયU/- 1 - fig vયાદિviારો ! __ गरुए अडज्झ-कुत्थे, अट्ठ सुवण्णे गुणा होंति ॥३२।। સુવર્ણના આઠ ગુણો જેવા સાધુના આઠ ગુણો : ___ इय मोह विसं धायइ सिसवोचएसा रसायणं होति । गुणओ य मंगलटुं, कुणति विणीओ य जोग्गत्ति ।।३३।। मग्गणुसारि पयाहि ण, गंभीरो गरुयओ तहा होइ । कोहग्गिणा अडज्झो, अकृत्थ सइ सीलभावणं ।।३४।। સાધુ જીવનની ચર્યાની પ્રથમ ભૂમિકા ૨૪૪ શ્રુતસરિતા 2010_03 Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧ વિધાર્ ર रसायण 3 मंगलट्ट ४ विणए ५ पयाहिणावत्ते हु गरुए જી अडज्झ ८ कृत्थे સુવર્ણના આઠ ગુણો જેવા સાધુ ભગવન્તના આઠ ગુણો સુવર્ણના ગુણ વિષનો નાશ કરનાર વૃદ્ધાવસ્થા થવા છતાં શક્તિ, કાન્તિ આદિથી વૃદ્ધાવસ્થા ન જણાય મંગલનું કારણ-માંગલિક કાર્યોમાં ઉપયોગ વિનીત-કડાં, હાર આદિ આભૂષણો થાય છે પ્રદક્ષિણાવર્ત- અગ્નિના તાપથી જમણી તરફ ગોળગોળ ફરે છે ગુરુ-સારયુકત છે અદાહ્ય-સારયુકત હોવાથી અગ્નિથી ન બળે અકુત્સ્ય તેમાં દુર્ગંધ ન હોય मोहविसं घायइ શ્રુતસરિતા 2010_03 सिवोवएसा रसायणं गुणयो य मंगलट्ठ कुणति विणीओ य जोग्गति मसारि पयाहिण गंभीरो गरुयओ જોRIT अडज्झो સાધુ ભગવન્તના ગુણ अकुत्थ सइ મોક્ષમાર્ગનો ઉપદેશ આપી મોહરૂપ વિષનો નાશ મોક્ષમાર્ગનો ઉપદેશ આપી અજર-અમર બનાવે છે ૨૪૫ સ્વગુણોથી મંગલનું કાર્ય-વિઘ્નોના વિનાશ કરે છે યોગ્ય હોવાથી સ્વભાવથી જ વિનયયુક્ત હોય છે માર્ગાનુસારીમોક્ષરૂપ તાત્વિક માર્ગને અનુસરનારા ગંભીર હોય અતુચ્છ ચિત્તવાળો ક્રોધરૂપી અગ્નિથી ન બળે सीलभावेणं જે સુવર્ણ કષ, છેદ, તાપ અને તાડનારૂપ કારણોથી (પરીક્ષાઓથી) નિર્દોષ સિદ્ધ થાય, તે સુવર્ણમાં ઉપરોકત આઠ ગુણો હોય છે. સાધુભગવન્તો : (૧)કષ-જેમ કષ વડે સુવર્ણ નિર્મલ, તેમ તેજો લેશ્યા આદિ શુભલેશ્યાથી કષ શુદ્ધિ. (૨) છેદ-શુભભાવ અને શુદ્ધભાવની પ્રધાનતા એ છેદ શુદ્ધિ. (૩) તાપ-અપકારી પ્રત્યે અનુકંપા એ તાપશુદ્ધિ. (૪) તાડના-રોગાદિમાં અત્યંત નિશ્ચલતા એ તાડના શુદ્ધિ. સદા શીલરૂપ સુગંધ હોવાથી દુર્ગુણોરૂપ દુર્ગંધ ન હોય સાધુ જીવનની ચર્યાની પ્રથમ ભૂમિકા Page #271 -------------------------------------------------------------------------- ________________ નં. સ્મરણ ૧ | શ્રી નમસ્કાર મહામન્ત્ર | ૨ | ઉવસગ્ગહર ૩ | સંતિકર ૪ તિજયપહુĒ | ૫ | નમિઉણ の ભક્તામર પરમ શ્રી મહાપ્રાભાવિક નવસ્મરણ કર્તા વિગેરે-૧ સમય અનાદિ સ્તુત્યપ્રભુ પંચ પરમેષ્ઠિ શ્રી પાર્શ્વનાથ શ્રી શાન્તિનાથ |૬| અજિતશાન્તિ | શ્રી અજિતનાથ શ્રી શાન્તિનાથ ૧૭૦ તીર્થંકર શ્રી અજિતનાથ પ્રભુ સમય શ્રી પાર્શ્વનાથ શ્રી ઋષભદેવ પરિશિષ્ટ 2010_03 ગાયા કર્તા ૫ ૧૪ ૧૪ ૨૪ ४० પરિશિષ્ટ ૪૪ અનાદિ અંતિમચૌદ પૂર્વધર શ્રીભદ્બાહુ સ્વામિ સહસ્ત્રાવધાની | સ્વર્ગમન શ્રી મુનિસુંદર સૂરિજી શ્રીમાનદેવ સૂરિજી વીર સં. ૧૭૦ શ્રી નંદિષેણ મુનિ શ્રીમાનતુંગ સૂરિજી-બીજા વિક્રમ સંવત ૧૫૦૩ શ્રીમાનતુંગ સૂરિજી (બીજા) | ૭૩૧ ગિરનારથી સ્વર્ગગમન વિક્રમ સં. ૪૦૧ વિક્રમ સંવત અર્ધમાગધી શ્રી મહાવીર નેમીનાથ સમય વિક્રમ સંવત ૭૩૧ ૨૪૬ ભાષા અર્ધમાગધી અર્ધમાગધી / ઉપસર્ગો-ઉપદ્રવો વિઘ્નોને હરનાર વિસહરફુલિંગ મન્ત્ર વડે વિભુષિત. અર્ધમાગધી | શાન્તિને કરનાર અર્ધમાગધી અર્ધમાગધી અર્ધમાગધી વિશેષતા પંચમંગલ મહાદ્યુત સ્કંધ. સંસ્કૃત ઉત્કૃષ્ટ સુખ સંપતિદાતા બે મન્ત્રો સૂરિમન્ત્ર માંથી ઉદ્ધરેલા. પાપનાશક, ઉપસર્ગહર, ભનિવારક, દેહરક્ષક પંચમહાભૂત બીજના સંપુટ વડે મન્ત્રોક્ત યન્ત્ર. ભયહર-અઢાર અક્ષરના વિષહર સિદ્ધ મન્ત્ર વડે સમાપિત. ઉપસર્ગહર, રોગહર, પાપહર, જયકર, શાંતિકર ૨૮ છંદોની રચના વસંતતિલકા છંદ ભરતક્ષેત્રના ૨૪ + ૨૦ વિહરમાન = ૪૪ તીર્થંકર દરેક શ્લોકમાં ગભિત મન્ત્ર-ઋદ્ધિ-લબ્ધિનો સમાવેશ. શ્રુતસરિતા Page #272 -------------------------------------------------------------------------- ________________ ૮ | કલ્યાણમંદિર | શ્રી પાર્શ્વનાથ ૯ | બૃહદ્ શાંતિ મુખ્યત્વે શાન્તિનાથ પ્રભુ દેવ-દેવી ગ્રહરક્ષકદેવો શ્રુતસરિતા 2010_03 ૪૪ શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજી શ્રી નેમિનાથ પ્રભુના માતાજી શિવાદેવી पदम हवइसंगल नमो लोए सव्व साह मोरिहंत मंगलाय च सव्वेर्सि C1111 ( પ્રથમ સદી શ્રી નેમિનાથ પ્રભુનો સમય नम्सो मच नमक्का iL नमो आयरियाण खेव्वपावप्पलसंगी ૨૪૭ સંસ્કૃત સંસ્કૃત વસંતતિલકા છંદ ૨૪૧૨૦=૪૪ તીર્થંકરો ઉજ્જૈન નગરીમાં ઉત્પત્તિ-મન્ત્રાન્નાયો વડે સંપુટિત. દ્વારિકાનગરી દહન વેળાએ ઉત્પત્તિ સ્નાત્ર-પ્રતિષ્ઠા મહોત્સવની શાન્તિ અર્થે ઉચ્ચારણ પાક્ષિક, ચૌમાસિક અને સાંવત્સરિક, પ્રતિક્રમણના અંત ભાગમાં ઉચ્ચારણ સઘળા સહાયક દેવદેવીઓને પ્રાર્થના. પરિશિષ્ટ Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રી બષિમંડલ પૂજન-ર ચરમ શાસન તીર્થપતિશ્રી વર્ધમાન સ્વામીને નમઃ અનંતલબ્ધિ નિધાન શ્રી ગુરૂ ગૌતમ સ્વામીને નમઃ જેમાં જગતના જયશાલી અદ્વિતીય ચોવીસ ઋષિઓનું મંડલ વ્યવસ્થિત થયેલું છે અને સર્વ પરમ તત્વો પ્રતિષ્ઠા પામેલા છે, તે શ્રી ઋષિમંડલ યંત્રરાજને કોટિ કોટિ વંદના. પશ્યન્તીતિ 2ષયઃ - જે જ્ઞાનદષ્ટિએ જગતને જાએ છે તે ઋષિ; અથવા પતિ જ્ઞાનેન સંગારપરમિતિ ત્રષિઃ- જે જ્ઞાન દ્વારા સંસારનો પાર પામી જાય તે ઋષિ. “ઋષિ' શબ્દનો અર્થ “તીર્થકર' છે અને મંડલ' શબ્દથી તેમનો સમૂહ અર્થાત્ વર્તમાન ચોવીસી અભિપ્રેત છે. જે સ્તોત્રમાં ઋષિઓના મંડલ એટલે કે તીર્થકરોનો સમુહની સ્તુતિ કરવામાં આવી હોય તેને ઋષિમંડલ સ્તોત્ર કહે છે. આ સ્તોત્રની ૧૦૧ ગાથા છે. દ્રવ્ય, ક્રિયા અને ભાવ - આ ત્રિવિધ પૂજન અનુષ્ઠાન આ સ્તોત્ર ઉપર સંપૂર્ણતઃ આધારિત છે. અનંતલબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામી ગણધર આ સર્વશ્રેષ્ઠ સ્તોત્રના રચયિતા છે. તપ, જપ, ભક્તિ, પૂજન, યોગ અને ઉપાસના એ જૈન આરાધનાનાં મૌલિક તત્વો છે. આરાધનામાં પ્રથમ આવશ્યકતા “ગુરૂપદ'ની છે. સાથે સાથે, શ્રદ્ધા અને શુદ્ધિની પણ આવશ્યકતા રહે છે. શુદ્ધિથી સ્થાનશુદ્ધિ, તનશુદ્ધિ, મનશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ અને ક્રિયાશુદ્ધિની અપેક્ષા રાખવામાં આવે છે. મંત્ર અને તેનો મહિમા, આઠ આરાધ્યપદોને નમસ્કાર (પંચ પરમેષ્ઠિ અને રત્નત્રયી), ન્યાસ અને અંગરક્ષા, મૂલમંત્ર, પાર્થિવી ધારણા અંગે અભૂત પ્રક્રિયા, અહંદબિંબનું ધ્યાન, હૂકાર બીજમાં ચોવીસ તીર્થકરોની સ્થાપના, આધ્યાત્મિક યાત્રામાં સંભવિત વિવિધ ભયોમાંથી રક્ષા, કીર્તિ, કાંતિ, ધૃતિ અને મતિ માટે જિનશાસનની લોકપ્રસિદ્ધ ચોવીસ મહાદેવીઓને પ્રાર્થના સહિત અનેકવિધ ગોપનીય અને ગર્ભિત રિદ્ધિ-સિદ્ધિઓ આ સ્તોત્રમાં સમાવિષ્ટ થયેલ છે. એ મંત્રાક્ષર બ્રહ્મસ્વરૂપ પરમેષ્ઠિનો વાચક છે, અને સિદ્ધચક્રનું શ્રેષ્ઠ બીજ છે. સર્વકાલમાં અને સર્વક્ષેત્રમાં મોક્ષપુરીના અનિર્વચનીય આનંદના અભિલાષી ભવ્ય જીવો આ મંત્રાકારનું ધ્યાન ધરે છે. ત્રણે લોકમાં જેટલા શાશ્વતા જિનબિંબો છે, તેમના સ્તવન, વંદન અને દર્શનથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ આ સ્તોત્રના સ્મરણથી થાય છે. આયંબિલની તપશ્ચર્યા સાથે જિનેશ્વરોની સેવા-પૂજા કરવાપૂર્વક આ સ્તોત્રના મૂલમંત્રનો ૮,૦૦૦ વાર જાપ કરવા વડે આ સ્તોત્રની સિદ્ધિ થાય છે. જે ભવ્ય જીવ દરરોજ પ્રાતઃકાળે આ સ્તોત્રનો પાઠ તથા મૂલમંત્રની માળા સળંગ આઠ મહિના સુધી કરે તેને મહાતેજસ્વી જિનબિંબના દર્શન થાય છે; અને એ રીતે જિનબિંબના દર્શન થતાં તે શુદ્ધાત્મા સાતમા ભવે મોક્ષ પામે છે. આ સ્તોત્રના હાર્દ સમાન “હૂકાર” શૈલોક્ય બીજ છે કે જે અવર્ણનીય મહાશક્તિથી વ્યાપ્ત છે. પંચ પરમેષ્ઠિની પરમ શક્તિથી વિભુષિત છે અને રત્નત્રયીથી અત્યંત રમણીય છે. આ “કાર'નું ધ્યાન ધરતાં ચિત્તને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે તથા અધ્યાત્મની ઉચ્ચ ભૂમિકાઓ ઉપર આરોહણ કરી શકાય છે. પરમ તત્વરૂપ, પરમ કલ્યાણકર, દિવ્ય તેજોમય અને જન્મ-જરા-મૃત્યુનિવારક ‘ઈ' મંત્રની ઉત્પત્તિ, સમજ, રહસ્ય અને ઔદપર્યાર્થ પણ આ સ્તોત્રમાં આલેખવામાં આવેલ છે. પરિશિષ્ટ ૨૪૮ શ્રુતસરિતા 2010_03 Page #274 -------------------------------------------------------------------------- ________________ આ સ્તોત્રના પઠન-પૂજનની ફલશ્રુતિ ઃ (૧) આધ્યાત્મિક ભાવનાઓની ઉન્નતિ. (૨) આધ્યાત્મિક યાત્રામાં વિવિધ ભયોમાંથી મુક્તિ. (૩) દિવ્યજીવનના દ્વાર ખુલી જાય. (૪) દિવ્યજીવનનો સાક્ષાત્કાર થાય. (૫) આત્મગુણોનો અપ્રતિપાતિ વિકાસ. (૬) વ્યવહાર અને પરમાર્થ સિદ્ધિ (૭) મુક્તિપદનો પાયો. (૮) અવ્યય, અવિનાશી અને અપુનરાવર્તી કલ્યાણપદરૂપી મોક્ષલક્ષ્મીની પ્રાપ્તિ. આ સ્તોત્રની આરાધના કરનાર ભવ્યાતિભવ્ય આત્માને અભીષ્ટની પ્રાપ્તિ થાઓ એ જ મંગલ કામના - ભાવના - અભ્યુંથના. નં. ગુણ ៥ વર્ણ ૧ | કૃષ્ણ ૨ | નીલ ૫ ૩ | લોહિત ૪ હારિદ્ર શ્વેત રસ ૧ | તિકત ૨ | કટુક ૩ કાય ૪ | આમ્લ ૫ | મધુર સંસ્થાન ૧ | ત્રિકોણ ૨ | સમચોરસ ૩ | લંબચોરસ ૪ | ગોળ ૫ | લંબગોળ અર્થ કાળો વાદળી રાતો પીળો ધોળો તીખો કડવો તૂરો ખાટો મીઠો શ્રુતસરિતા . 2010_03 કોના જેવો પુદ્ગલના પ્રકારો-૩ નં. સ્પર્શ ૧ ર ૩ ૪ ૫ કાજળ મોરપીંછ મજીઠ હળદર સફેદ શંખ સુંઠ-મરી લીમડા ત્રિફળા આંબલી સાકર ... LO ८ ગંધ ૧ ૨ ગુણ શીત ઉષ્ણ સ્નિગ્ધ રૂક્ષ લઘુ ૮૧ ૪ સુરભિ દુભિ અર્થ ૨૪૯ ઠંડો ગરમ ચીકણો લૂખો હલકો કોના જેવો ભારે સુંવાળો કર્કશ ખરબચડો કરવત માખણ સુગંધ દુર્ગંધ બરફ અગ્નિ દિવેલ-ઘી રાખ ३ લોખંડ કસ્તુરી લસણ પરિશિષ્ટ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] મનહ જિણાણે સજઝાય-શ્રાવક-શ્રાવિકા કરણી-૪ આત્મિક વિકાસ સાધવાની અને રત્નત્રયીની આરાધના માટેની યોગ્યતા-પાત્રતા મેળવવાની આવશ્યક કરણી આધાર સ્થાન : શ્રી ધર્મઘોષસૂરિશિષ્ય આચાર્યશ્રી મહેન્દ્રસૂરિ રચિત “વિચારસરૂરી' मण्णह जिणाणमाणं, मिच्छं परिह रह धरह सम्मतं । छविह-आवस्सयम्मि, उज्जत्ता होह पइदिवस ।।१।। पवोसु पोसह वयं, दाणं सीलं तवो अ भावो अ । सज्झाय-नमुक्कारो, परोवयारो अ जयणा अ ।।२।। जिण-पूआ जिण-थुणण, गुरु-थुइ साहम्मिआण वच्छल्लं । દેવદાર દા સુદ્ધી, રઇ-ઝારા તિર્થી-=ા //રૂ I उवासम-विवेग-सवर, भासा-समिई छज्जीव-करुणा य । धम्मिअजण-संसाग्गो, क रण-दमो चरण-परिणामो ।।४।। संघोवरि बाहु माणो, पुत्थय-लिहणं पभावणा तित्थे । सड्डाण किच्चमे अं, निच्चां सुगुरूवएसोणं ।।५।। ૧ | મન્ડ જિણાણે આણે | જિનેશ્વરની આજ્ઞા તું માન ૧૯ | જિણ પૂઆ જિનેશ્વરની પૂજા કર | ૨ | મિચ્છુ પરિહરહ મિથ્યાત્વને ત્યાગો | ૨૦ | જિણ-ગુણણ જિનેશ્વરની સ્તુતિ કરી ૩ | ધરહ સમ્માં | સમ્યકત્વને ધારણ કરો | ૨૧ | ગુરૂ-થઈ ગુરૂભગવન્તોની સ્તુતિ કર ૪ | જીવિત અવસ્મયમેિ છ આવશ્યક કાર્યો વિષે સાહમ્પિઆણ વચ્છલ્લે | સાધર્મિક વાત્સલ્ય ૫ | ઉજ્જતા હોહ પઈદિવસ હિંમેશાં ઉધમવંત થાઓ | ૨૩ વવહારસ્સ ય સુદ્ધી વ્યવહારશુદ્ધિ પાળો છે આવશ્યક : સામાયિક Jરહ-જત્તા રથયાત્રા-વરઘોડો કર ચઉવીસથ્થો, વાંદણાં | તિર્થ-જત્તા તીર્થયાત્રા કરી પડિક્કમણું કાઉસગ્ગ અને | ઉવસમાં ઉપશમભાવ રાખવો પરચકખાણ | વિવેગ વિવેક દાખવવો ૧૦ પન્વેસુ પોસહવયં પર્વદિને પૌષધ વ્રત કરવું ૨૮ | | સવર સંવર ગુણ કેળવો સુપાત્રદાન ભાસા-સમિઈ ભાષાસમિતિ-મધુરવચન શીયળ પાળવું | છજીવ કરૂણા ય છ પ્રકારના જીવોની કરૂણા બાહ્ય-અત્યંતર તપ કરવું | ૩૧ | ધમિ અજણ સંસગ્ગો ધાર્મિક આત્માઓનો બાર અને ચાર સંસર્ગ-સંપર્ક કુલ ૧૬ ભાવના ભાવો (૩રકરણ દમો પાંચે ઈન્દ્રિય/મનનું દમન કર સજઝાય સ્વાધ્યાય કર ૩૩ ચરણ પરિણામો | સર્વવિરતિ ચારિત્રનો ભાવ | નમુક્કારો પંચ પરમેષ્ઠિ - ૩૪ | સંઘોવરિ બહુમાણો સંઘ (ચતુર્વિધ) ઉપર મહાપુરૂષોને નમસ્કાર બહુમાન ૧૭ | પરોવયારો પરોપકાર ૩૫ પુસ્થય લિહણે પુસ્તક લખ અને લખાવ ૧૮ | જયણા છ પ્રકારના જીવોનું રક્ષણ કરે ૭૬ | પભાવણા તિર્થે | તીર્થમાં પ્રભાવના સટ્ટાણ કિશ્ચમ્ એય નિચ્ચે સુગુરૂ વએતેણે શ્રાવકના એ હંમેશા સુગુરૂ ઉપદેશ વડે દરેક શ્રાવકનું આ કર્તવ્ય છે. તે સગુરૂના ઉપદેશથી જાણી નિત્ય કરવા યોગ્ય છે. પરિશિષ્ટ ૨૫૦ શ્રુતસરિતા 2010_03 તવો ભાવો જ જ Page #276 -------------------------------------------------------------------------- ________________ તમને શું ગમે ? મોક્ષસુખ કે સંસારસુખ-૫ એકાંતિક, આત્યંતિકો, સહજ, અકૃત સ્વાધીન હો જિનજી નિરૂપચરિત, નિદ્રુન્દ સુખ, અન્ય અહેતુક પીન હો જિનજી - શ્રી દેવચંદજી ચોવીસી એકાંતિક મોક્ષ - એક જ અંત - સુખમાંથી સુખ જ નીકળે. સંસાર - અનેકાન્ત - સુખ પછી દુઃખ - વિકલ્પોવાળું ૨ | આત્યંતિકો | મોક્ષ - અનંતકાળ સુધી એકસરખું-વધઘટવાળું નહીં. સંસાર - દુઃખના પ્રતિકારરૂપ - વધઘટવાળું - તૃષ્ટિગુણવાળું મોક્ષ - સ્વાભાવિક, આત્માના ગુણસ્વરૂપ, પોતાનું, મૌલિક. સંસાર - કુત્રિમ, સુખાભાસ, અસ્વાભાવિક, પર-આધારીત, ભ્રમણા ૩ | સહજ ૪ | અકૃત મોક્ષ - સુખ કોઈ વડે કરાયેલું નથી સંસાર - સુખ કોઈ વડે કરાયેલું હોય છે. દા.ત., ઘર - ગાડી વિ. ૫ | સ્વાધીન મોક્ષ - સ્વપુરૂષાર્થથી કર્મક્ષયથી મળે - શાશ્વત સંસાર - પુણ્ય કર્મના ઉદયથી મળે - અસ્ત થતાં જતું રહે. ૬ | નિરૂપચરિત | મોક્ષ - આત્માની કર્મરહિત શુદ્ધ અવસ્થા - કર્મક્ષયથી ગુણ સંસાર - પદગલિક કર્મના ઉદયથી પ્રાપ્તિ - સુખાભાસ | ૭ | નિદ્દે ન્દ | મોક્ષ - જોડકા વિનાનું - દ્વન્દ નહીં. સંસાર - સુખ-દુઃખ, રાગ-દ્વેષ, રતિ-અરતિ, સંયોગ-વિયોગ ૧૮ | અન્ય અહેતુક મોક્ષ - સુખના સંવેદના માટે કે સંરક્ષણ માટે અન્યની જરૂર નહી. સંસાર - અન્યની, અન્યના અભિપ્રાય/પ્રશંસાની જરૂર. | પીન મોક્ષ - પુષ્ટ - બળવાન છે - શુદ્ધ સંસાર - અપીન - નિર્બળ - અશુદ્ધ - પર ઉપર આધારિત શ્રુતસરિતા 2010_03 ૨૫૧ પરિશિષ્ટ Page #277 -------------------------------------------------------------------------- ________________ દેશાવગાસિક વ્રત તથા ચૌદનિયમાવલિ દેશમાં અવકાશ તે દેશાવકાશ. તેના સંબંધવાળું તે દેશાવકાસિક. અહીં ‘દેશ’ શબ્દથી દિવિરતિવ્રત વડે મર્યાદિત કરેલો દિગ્-પરિમાણનો એક ભાગ અથવા કોઈ પણ વ્રત-સંબંધી કરવામાં આવેલો સંક્ષેપ સમજવાનો છે. ‘અવકાશ’ એટલે અવસ્થાન; અર્થાત્ કોઈ પણ વ્રતમાં રાખેલી છૂટોને વિશેષ મર્યાદિત કરીને તેના એક ભાગમાં-દેશમાં સ્થિર થવું, તે દેશાવકાસિત વ્રત છે. તેનું પાલન એક મુહૂર્તથી માંડીને અનુકૂળ તેટલા દિવસો માટે એક પથારી, એક મકાન કે એક નગરનો નિયમ કરવાથી થઈ શકે છે. આ વ્રતનું સમાચરણ કરવા માટે શ્રાવકે પ્રતિદિન નીચે દર્શાવેલ ચૌદ નિયમો ધારવા જોઈએ. જગતમાં જે જે પદાર્થો છે, તે બધા આપણા ભોગોપભોગમાં આવતા નથી. તે છતાં, તે તે પદાર્થોના આરંભથી થતા દોષો અવિરતિપણાથી આપણને લાગે છે. માટે, આ નિયમો ધા૨વાથી બાકીના ન વપરાયેલા પદાર્થોની સાક્ષાત્ વપરાશથી લાગતા કર્મથી બચી જવાય છે, તેટલો લાભ ગણવો. વધુમાં, જીવોની હિંસામાં ઘટાડો, રસનેન્દ્રિય ઉપર વિજેતાપણું, કામ-ચેષ્ટાની શાન્તિ, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, અપરિગ્રહની ભાવનાનો વિકાસ આદિ અનેક લોકોત્તર ગુણોની આ નિયમો દ્વારા ખિલવણી થાય છે, કે જેનું પરંપરાએ ફળ મોક્ષ પ્રાપ્તિ છે, અવિનાશી પદ છે. સવારે : આખા દિવસમાં જેટલી જરૂર લાગે તેટલી વસ્તુઓની છૂટ રાખી બાકીની વસ્તુઓનો નિયમ કરવો. તેનું નામ ‘નિયમ ધાર્યા' કહેવાય. સાંજે : સવા૨ે ધારેલા નિયમોનું બરોબર પાલન થયું છે કે નહીં, તેનો, વિગતવાર વિચાર કરવો તેને ‘નિયમ સંક્ષેપવા' એમ કહેવાય છે. આ જ રીતે, રાત્રિ માટેના નવા નિયમો લેવા કે જે બીજા દિવસે સવારે સંક્ષેપવા. નિયમો લેવાનું પચ્ચક્ખાણ : अभिग्राहं पच्चखाइ, अत्रत्थणाभोगेणं, सहसागारेणं, महत्तरागारेणं, सव्वसमाहिबत्तियागारेण वोसीर । દંડ નીચે મુજબના પ્રકારના કહ્યા છે : (૧) અર્થ દંડ · કુટુંબ આદિ આશ્રિતોનું પાલન પોષણ કરવાને છકાયાદિ જીવોનો આરંભ કરવો પડે તે. (૨) અનર્થ દંડ - વિના કારણ અને જરૂરતથી વધારે પાપ કરવામાં આવે છે તે. અનર્થ દંડની અપેક્ષાએ અર્થ દંડમાં પાપ ઓછું હોય છે. શ્રાવક અર્થદંડમાં અનુકંપા અને વિવેક રાખે છે, અને અવસર આવ્યે ત્યાગવાની અભિલાષા સેવે છે. જેમાં પોતાનો કશો સ્વાર્થ ન હોય એવા હિંસાદિ પાપ બનતા સુધી શ્રાવક કરતો નથી. નિવારી શકાય તેવા આવા પાપના અપોષણાર્થે, શ્રાવકનું કર્તવ્ય છે કે જે અધિક પાપકારી વસ્તુ હોય તેનો ત્યાગ કરે અને જે વસ્તુ ભોગવ્યા વિના ચાલી શકતું નથી, તેની ગણતરી સંખ્યાથી, વજનથી કે માઈલથી પરિમિત કરે. પરિમાણથી અધિક કોઈ વસ્તુ ભૂલથી ભોગવાઈ ગઈ હોય તો તે માટે ‘મિચ્છામિ દુક્કડમ્' બોલવું. “સચિત્ત-દવ્ય-વિગઈ-વાણહ-તંબોલ-વત્થ-કુસુમેસુ । વાહણ-સયણ-વિલેવણ-બંભ-દિસિ લ્હાણ-ભત્તેસુ !'' વજન, સંખ્યા કે માઈલની ધારણામાં પ્રયોજન અને પોતાની અનુકૂળતાનુસાર દ૨૨ોજ વધઘટ કરવી. પરિશિષ્ટ 2010_03 ૨૫૨ શ્રુતસરિતા Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨0. ૮ ન. | નિયમ | સમાવિષ્ટ વસ્તુઓ-પદાર્થો પરિમાણ | દિવસમાં | રાત્રિમાં ધારવાનું . વધુમાં વધુ વધુમાં વધુ ૧ | સચિત શાકભાજી, ફળફળાદિ, સલાડ, કાચું મીઠું વિ. સંખ્યાથી | ૨૫ જયણા ૨ | દ્રવ્ય ખાવા-પીવાના પદાર્થો સંખ્યાથી | પ૦ જયણા | વિગઈ છ વિગઈ (દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાન) | સંખ્યાથી | એકનો ત્યાગ | એકનો ત્યાગ ઉપાનહ ચંપલ, શુઝ, સ્નીકર, સ્લીપર, મોજા વિ. સંખ્યાથી | ૫ જોડી | ૫ જોડી તંબોલ. પાન, સોપારી, મુખવાસ, લવીંગ, એલચી વિ. વજનથી | પ૦૦ ગ્રામ પહેરવા-ઓઢવાના વસ્ત્રો સંખ્યાથી ૫૦ પુષ્પભોગ માથા ઉપર, ગળામાં, વેલ, અત્તર વિ. વજનથી | ૧૦૦ ગ્રામ | ૫૦ ગ્રામ વાહન વિમાન, ટ્રેઈન, કાર, બસ, સાયકલ વિ. સંખ્યાથી | ૨૫. પ. | ૯ | શયને પથારી, સોફા, ખુરશી, પાટ વિ. સંખ્યાથી | ૨૫ ૧૫ ૧૦ | વિલેપન ક્રિીમ, લોશન, પાવડર, તેલ, સાબુ, ચાંલ્લો વિ. ! વજનથી | પ00 ગ્રામ ૨00 ગ્રામ ૧૧ | બ્રહ્મચર્ય પાંચ, દસ કે બાર તિથિ તથા પર્વ દિને પાલન | ધારણાથી ત્યાગ | જયણા | ૧૨ | દિશા ભાવના અને પ્રયોજન અનુસાર દસે દિશામાં માઈલથી | ૧૦૦ માઈલ | ૫૦ માઈલ જવા આવવાનું પરિમાણ ૧૩ | સ્નાન સ્નાનની સંખ્યા સંખ્યાથી | ૩ ૧૪ | ભોજન સ્વઅપેક્ષાએ દિવસ સંબંધી આહાર વજનથી જયણા તથા પાણીનું પરિણામ છકાય અને ત્રણ કર્મ-વધારાના નિયમો પૃથ્વીકાય મીઠું, માટી, ચૂનો, ખારો વિ. વજનથી | ૫ કિલો જયણા અપકાય | પાણી, બરફ, પીવા, નાહવા, ધોવા વિ. વજનથી | જયણા જયણા ૩ | તેઉકાય ગેસ, દીવો, લાઈટર, માઈક્રોવેવ, ટીવી, સંખ્યાથી | ૫૦ ૧) ફીઝ, ઓવન વિ. ૪ | વાઉકાય હીંચકો, પંખો, એરકન્ડીશન, વેકયુમ કલીનર સંખ્યાથી | ૨૫ વેલણ વિ. ૫ | વનસ્પતિકાય શાકભાજી, ફળફળાદિ, સલાડ વિ. સંખ્યાથી | ૨૫ જયણા ત્રસકાય બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોને હણવાની બુદ્ધિથી મારવા નહીં. | ત્રણ કર્મ અસિકર્મ ચપુ, કાતર, સૂડી, સોય વિ. સંખ્યાથી | ૨૫ ૨ | મસિકર્મ | પેન, પેન્સીલ, માર્કર વિ. સંખ્યાથી | ૨૫ લોનકટર, સ્નો બ્લોઅર, કોદાળી, પાવડો વિ. સંખ્યાથી | ૨૫ શ્રુતસરિતા ૨૫૩ પરિશિષ્ટ 2010_03 10. مابه | ب Page #279 -------------------------------------------------------------------------- ________________ લેશ્યાની લશ્યાની મધ્યમ ગતિ | ઉત્કરગતિ [૫ સ્થાવર, ૩ | પાંચમી. છઠ્ઠી વિકલેન્દ્રિય સાતમી | તિર્યચ નરક લેશ્યા પંચેન્દ્રિય જ અતિમહત લેશ્યા ૫ સ્થાવર, |ત્રીજી, ચોથી | ૩ વિકસેન્દ્રિય | પાંચમી તિર્યંચ પંચેન્દ્રિય નરક લેશ્યા યંત્ર-૮ લેશ્યાનું | લશ્યાનાં વર્ણ, લેશ્યાનાં લક્ષણો | વેશ્યાની જધન્ય | વેશ્યાની નામ | ગંધ, રસ અને સ્પર્શ | ઉત્કૃષ્ટ સ્થિતિ , જધન્ય ગતિ વર્ણ-કૃષ્ણ ૫ આસ્રવ સેવે, | જ. અંતમુહુર્ત | ભવનપતિ | ગંધ-દુર્ગધ ૩યોગ, ૫ ઈદ્રિય | ઉ.૩૩ સાગરોપમ વાણવ્યંતર રસ-કટું મોકળી મૂકે. તીવ્ર અંતમુહૂર્ત અધિક અનાર્ય મનુષ્ય સ્પર્શતીક્ષ્ણ પરિણામી, ઉભયલોકના દુઃખથી ડરે નહિ વર્ણ-લીલો ઈર્ષ્યાવત, બીજાના ભવનપતિ ગંધ-દુર્ગધ ગુણ સહન કરી શકે ઉ.૧૦ સાગરોપમ વાણવ્યંતર રસ-તીખો નહિ જ્ઞાનાભ્યાસ પલ્યનો અસંખ્યાત | કર્મભૂમિ સ્પર્શ-ખરખરો આદિ કરે નહિ. ભાગ અધિક | મનુષ્ય રસગૃદ્ધિ, ઈદ્રિયના વિષયમાં લંપટ સાતાનો ગવેષક કાપોત | વર્ણ-કોયલની પાંખ જેવો | વાંકું બોલે, વાંકો | જ.અંતમૂહુર્ત ભવનપતિ લેશ્યા | ગંધ-દુર્ગધ ચાલે, પોતાના દોષ ઉ.ત્રણ સાગરોપમ | વાણવ્યંતર રસ-કસાયેલો ઢાંકે, પારકા દોષ અંતરકીપ સ્પર્શ-કઠણ પ્રકાશે, કઠોર વચન | અસંખ્યાતમો | મનુષ્ય | બોલે, ચોરી કરે, પર- | ભાવ અધિક સ્ત્રીની ઈચ્છા કરે તેજો વર્ણ-લાલ | ન્યાયી, સ્થિર ચિત્ત, || જ.અંતમુહૂર્ત પૃથ્વી, પાણી, લેડ્યા | ગંધ સુગંધ કુતૂહલ રહિત, ઉ.બે સાગરોપમ વનસ્પતિ, રસ-ખટમીઠો વિનીત જ્ઞાન, પલ્યનો અસંખ્યાત | જાગલીયા સ્પર્શ-નરમ દમિતેન્દ્રિય, દેઢધર્મી ભાગ અધિક મનુષ્ય પ્રિયધમ, પાપભીરૂ, તપસ્વી પદ્મ | વર્ણ-પીળો કષાય પાતળા પાડે, જ.અંતમુહૂર્ત લેશ્યા | ગંધ સુગંધ સદા ઉપશાંત કવાયી | ૧.૧૦ સાગરોપમાં દેવલોક રસ મીઠો ૩ યોગ વશ રાખે, | અંતર્મુહૂર્ત અધિક સ્પર્શ-કોમળ અલ્પભાષી, દમિતેન્દ્રિય શુકલ | વર્ણ સફેદ આર્ત-રોદ્ર ધ્યાન વજે, | જ.અંતમૂહૂર્ત છઠ્ઠાથી લેશ્યા |ગંધ-સુગંધ ધર્મ-શુકલધ્યાન, | ઉ.૩૩સાગરોપમ બારમા રસ-મધુરો રાગદ્વેષ પાતળા પાડે | અંતર્મુહૂર્ત અધિક દેિવલોક સુધી સ્પર્શ સુકોમળ અગર વિરમે, દમિતેન્દ્રિય સમિતિ, ગુપ્તિવંત, સરાગસંયમી સમતાવત ૫ સ્થાવર | પહેલી, બીજી | ૩ વિકલેન્દ્રિય ત્રીજી નરક તિર્યંચ પંચેન્દ્રિય પલ્યનો | પહેલું, બીજું દેવલોક ભવનપતિ, વાણાવ્યંતર જ્યોતિષી તિર્યય પંચેન્દ્રિય ચોથું દેવલોક | પાંચમું દેવલોક ૯ ગ્રેવેયક ૪ અનુત્તર વિમાન | સર્વાર્થસિદ્ધ || વિમાન પરિશિષ્ટ 2010_03 ૨૫૪ શ્રુતસરિતા Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસરિતા 2010_03 ગુણાકાર | ૭,૦૦,૦૦૦ ૭,00,000 ૭,00,000 ૭,૦૦,૦૦૦ | ૧0,00,000 | જીવના ઉત્પતિ સ્થાન-૮૪ લાખ જીવાયોનિ-૯ લાખ | સ્થાનક મૂળભેદ | વર્ણ, ગુણાકાર | ગંધ | ગુણાકાર રસ, ગુણાકાર સ્પર્શ | ગુણાકાર સંસ્થાન ૭ | પૃથ્વીકાય ૩૫૦ | ૫ | ૧,૭૫૦ | ૨ | ૩,૫00 | ૫ | ૧૭,૫00 | ૮ | ૧,૪૦,૦00 | ૭ | અપકાય ૩૫૦ | ૫ | ૧,૭૫0 | ૨ | ૩,૫00 | ૫ | ૧૭,૫00 | ૮ | ૧,૪૦,૦00 | ૭ | તેઉકાય ૩૫૦| ૫ | ૧,૭૫૦ | ૨ | ૩,૫૦૦ | ૫ | ૧૭,૫૦૦ | ૮ | ૧,૪૦,૦૦૦ | ૫ | વાઉકાય ૩૫૦| ૫ | ૧,૭૫૦ | ૨ | ૩,૫૦૦ | ૫ | ૧૭,૫૦૦ | ૮ | ૧,૪૦,૦૦૦| ૫ | ૧૦ | પ્રત્યેક ૫૦૦ | ૫ | ૨,૫૦૦ | ૨ | ૫,000 ૫ | ૨૫,000 | ૮ | ૨,00,000 | ૫ | વનસ્પતિકાય ૧૪ | સાધારણ ૭૦૦ | ૫ | ૩,૫૦૦ | ૨ | ૭,૦૦૦ | ૫ | ૩૫,૦૦૦ | ૮ | ૨,૮૦,૦૦૦ | ૫ | વનસ્પતિકાય ૨ | બેઈન્દ્રિય ૧૦૦ | ૫ | ૫૦૦] ૨ | ૧,000 | ૫ | ૫,000 | ૮ | ૪૦,૦૦૦ | ૫ | ૨ | ઈન્દ્રિય ૧૦૦ | ૫ | ૫૦૦| ૨ | ૧,૦૦૦ | ૫ | ૫,૦૦૦ | ૮ | ૪૦,૦૦૦ ૨ | ચૌરિન્દ્રિય ૧૦૦| ૫ | ૫૦૦] ૨ | ૧,000| ૫ | ૫,૦૦૦ | ૮ ૪૦,000 | ૫ ૪ | દેવતા ર૦૦ | ૫ | ૧,૦૦૦ | ૨ | ૨,000 | ૫ | ૧૦,000 | ૮ | ૮૦,000 | ૫ ૪ | નારક ૨૦૦ | ૫ | ૧,૦૦૦| ૨ | ૨,૦૦૦| ૫ | ૧૦,૦૦૦ | ૮ | ૮૦,૦૦૦ | ૫ | તિર્યંચ પંચેન્દ્રિય | ૨00 | ૫ | ૧,૦૦0 | ૨ | ૨,000 | ૫ | ૧૦,૦૦૦ | ૮ | ૮૦,૦૦૦ | ૫ | ૧૪ મનુષ્ય ૭00 | ૫ | ૩,૫૦૦ | ૨ | ૭,000 | ૫ | ૩૫,૦૦૦| ૮ | ૨,૮૦,૦૦૦ | ૫ | ૪,૨૦૦ ૧૪,૦૦,૦૦૦ ૨૫૫ | ૨,00,000 ૨,૦૦,૦૦૦] ૨,00,000 ૪,૦૦,૦૦૦ ૪,૦૦,000/ ૪,૦૦,૦૦૦ ૧૪,૦૦,000 | ૮૪,00,000 ८४ પરિશિષ્ટ Page #281 -------------------------------------------------------------------------- ________________ જયકુંજર હાથીની વિશેષતા ભગવતી સૂચના આધારે-૧૦ સંવત ૨૦૦૫માં Edison, NJ માં અને ન્યુયોર્ક સંઘમાં પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રની સાથે નવાંગી ટીકાકાર પૂ. શ્રી અભયદેવસૂરિજીએ કરેલ “જયકુંજર હાથી'ની સાંગોપાંગ સરખામણી-તે વિષય ઉપર પાંચ કલાકની સ્વાધ્યાય-શિબિર કરાવવાનો લાભ મને મળેલ, તેની સામાન્ય નોંધ. આ સરખામણી સ્પર્શતી હોઈ, કંદમૂળ ત્યાગનો નિયમ હોય અથવા ઓછામાં ઓછા એક વર્ષ માટે કંદમૂળ ત્યાગનો નિયમ લેવા તૈયાર હોય, તેવી વ્યક્તિને જ આ સ્વાધ્યાયમાં પ્રવેશ આપવાની જાહેરાત મેં અગાઉથી કરેલ. આ પૂર્વશરત સ્વીકારી, ૨૫૦થી વધુ શ્રાવક-શ્રાવિકાઓ એ નિયમ લેવાની તૈયારી દર્શાવી આ સ્વાધ્યાયનો લાભ લીધો હતો. ત્રણ પ્રકારના દેવતા (અભીષ્ટ, અભિયુક્ત અને અધિકૃત) એટલે કે અનુક્રમે દેવ, ગુરૂ અને ધર્મને વંદન કરી ભાવશ્રુતને પ્રાપ્ત કરાવવા માટે સમર્થ સાધન દ્રવ્યશ્રુતમય બાહ્મી લિપિને બહુમાનપૂર્વક નમસ્કાર કરી સ્વાધ્યાયનો પ્રારંભ કર્યો હતો. જેઓશ્રીના પ્રવચનોના આધારે વિષય કથાવસ્તુનું નિરૂપણ કરેલું. પરમ પૂજયશ્રી વિજયધર્મસૂરિ મહારાજ સાહેબને પણ વંદન કર્યું હતું. અનંતકાય ભક્ષણના ત્યાગનું મહત્વ પ્રારંભિક સમજાવતાં કહ્યું હતું કે જિનાજ્ઞા ચારે પ્રકારની મોક્ષરસિક આત્માએ ચારે પ્રકારની જિનાજ્ઞા જીવનમાં પાળવી જોઈએ. (૧) સાંભળવા યોગ્ય સાંભળવું. (૨) પ્રશંસા યોગ્ય પ્રશંસવું. (૩) ત્યાગવા યોગ્ય ત્યાગવું. (૪) આચરવા યોગ્ય આચરવું. પુરૂષાર્થની બે શક્તિ ઉપર વધુ ભાર મૂક્યો હતો : (૧) ચેતનાનો વિકાસ = જ્ઞાનની પ્રાપ્તિ (૨) વીર્યનો વિકાસ = જ્ઞાન પ્રમાણે જીવન ઘડવું. અભણ્યનું ભક્ષણનું કારણ મુખ્યત્વે રસાસક્તિ છે, કે જે આત્માને અત્યંત અનર્થકારી છે. જયાં આસક્તિ, ત્યાં ઉત્પત્તિ'ની ચેતવણી પણ આપી હતી. શ્રી ભગવતીજી સૂત્રની ઉત્પત્તિ, સૂત્રરચના, પ્રશ્નો પૂછનાર વ્યક્તિઓને નામો, સૂત્રશ્રવણની વિધિ, વાંચન-શ્રવણ માત્ર સાધુ ભગવંતોનો જ અધિકાર વિ. જણાવ્યા બાદ, સિચાણાને ત્યાં ત્રણ જ્ઞાન સહિત જન્મેલ આ હાથી, જેનું પ્રથમ નામ “સેચનક’ હતું, તે હાથી રાજા શ્રેણિકના દરબારમાં આવ્યા પછી તેનું નામ “જયકુંજર' પડયું હતું. આ જયકુંજર હાથીની લાયકાત, લક્ષણો, વિલક્ષણો, વિશેષતાઓ વિ. શ્રી શ્રેણિક પુત્રો હલ્લ-વિહલ્લના દૃષ્ટાંત સહિત મેં સમજાવી હતી. શ્રી ભગવતીજી સૂત્ર રૂપી જયકુંજર હાથીની બરોબર મદદ લઈ મોહરાજાને પરાજય પમાડવાની બુદ્ધિ જાગે, તે એક માત્ર આશય આ શિબિરનો હતો. મોહરાજાએ આપણી પાસેથી સમ્યક રત્નત્રયી લૂંટી લઈ આપણને ચાર ગતિરૂપ ખાડામાં ફેફી દીધા છે. તે રત્નત્રયી પાછી મેળવી આપણે સ્વદેશગમન (સિદ્ધશિલાગમન) તરફ પ્રગતિ કરવાનો નિર્ધાર કરવો જોઈએ. | શ્રી ભગવતીજી સૂત્ર અને હાથીની સરખામણીમાં પ્રથમ પરસ્પર ગુણોની સરખામણી મેં સમજાવી હતી. પરિશિષ્ટ ૨૫૬ શ્રુતસરિતા 2010_03 Page #282 -------------------------------------------------------------------------- ________________ (૧) ચાલ - પાદ વડે - પદ (સૂત્રપદ) મનોહરપણું. (૨) ગમે તેવા ઉપદ્રવો કે વિઘ્નો ઉપસ્થિત, છતાં સ્વાભાવિક ગતિમાં ભંગ નહીં. (૩) ગંભીર-ઉદાર (૪) લિંગ-વિભક્તિ સહિત (૫) સદા ખ્યાતિવાન (૬) સદ્લક્ષણવાળો (૭) દેવવિશેષથી અધિષ્ઠિત (૮) શ્રુતદેવતાથી અધિષ્ઠિત (૯) સુવર્ણના હોદ્દાથી શુશોભિત-અંબાડી (૧૦) ભિન્ન ભિન્ન રીતે અદ્ભૂત અને ઉત્તમ પરાક્રમવાળો (૧૧) ૩૬,૦૦૦ વ્યાકરણીય પ્રશ્નો આ ગુણોની સરખામણી બાદ, હાથીના અંગો સાથે શ્રી ભગવતીજી સૂત્રના વિષયોની વિશદ્ ચર્ચા દષ્ટાંતો સહિત કરી હતી. હાથી (૧) ચાર પગ (૨) બે આંખ (૩) બે દંતશૂળ (૪) બે ગંડસ્થળ (૫) સૂંઢ (૬) પૂંછડી (૭) આઠ અલંકારો (૮) બે ઘંટ (ગળા ઉપર લટકતા) (૯) યશપટહ (૧૦) અંકુશ (૧૧) બે કર્ણયુગલ (૧૨) આજુબાજુ બે સૈનિકો (૧૩) રણસંગ્રામમાં પ્રથમ હરોળમાં (૧) (૨) (૩) (૪) સૂત્ર ચાર અનુયોગ જ્ઞાન અને ચારિત્ર (ક્રિયા) દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નય નિશ્ચય અને વ્યવહાર શ્રુતસરિતા 2010_03 (૫) પ્રસ્તાવના ઉપસંહાર જ્ઞાનના આઠ આચારો ઉત્સર્ગ-અપવાદ યશકીર્તિ (૬) (૭) (૮) (૯) (૧૦) સ્યાદ્વાદ (૧૧) યોગ અને ક્ષેમ (૧૨) સુંદર તત્વોનું પ્રતિપાદન (૧૩) આગમોમાં પ્રથમ હરોળમાં આ પ્રસંગે ચેરીહીલ સંઘ (NJ)ના ભાવશ્રાવકો ડો. શ્રી સુરેશભાઈ દોશી અને શ્રી શશિભાઈ શાહના સહયોગથી શ્રી જયકુંજર હાથીનો ફોટો (શ્રી આગમ મંદિર, પાલીતાણામાં છે તે) દરેકને વહેંચવામાં આવ્યો હતો. હેયમાં હેયપણાની અને ઉપાદેયમાં ઉપાદેયપણાની રૂચિ પ્રગટાવી, જયારે જયારે જીવનમાં પ્રસંગ આવે ત્યારે ત્યારે તે રૂચિને અંતરમાં બરોબર ટકાવી રાખી અમલમાં મૂકીને મોહ મહારાજાના દુર્ધર સેનાપતિઓને પરાસ્ત કરી આપણે સૌ વિજય-વરમાળાના અધિકારી બનીએ તેવી શુભ ભાવના ભાવી માંગલિક સાથે શિબિરની પૂર્ણાહૂતિ કરી હતી. ૨૫૭ પરિશિષ્ટ Page #283 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં અંકનું મહત્વ-૧૧ સામુદ્રિક શાસ્ત્ર, માતૃકા શાસ્ત્ર, મંત્ર-યંત્ર શાસ્ત્ર, આકૃતિ શાસ્ત્ર, પાકૃત વ્યાકરણ શાસ્ત્ર, શબ્દાનુશાસન શાસ્ત્ર - આવા અનેક શાસ્ત્રોમાં “અંક' નું આગવું અને અનોખું સ્થાન છે. દરેક અંક પોતપોતાની અનુપમ વિશિષ્ટતા ધરાવે છે. ૩), (સાડા ત્રણ) : (35) ઓમ - આ આકૃતિ સાડા ત્રણ અંક વડે બની છે) (૧) ૩/, હાથ = દેહની ઊંચાઈ (૨) દેહમાં ૩૧/, કરોડ રૂવાડાં (૩) ૩૧/, વેંત લાંબુ કટાસણું (૪) ગુરૂવંદન - ૩, હાથ દૂર (૫) યંત્ર રેખા - ૩૧/, (૬) કુંડલિની આંટા ૩, (૭) સવારે ઊઠવાનું ૩/, વાગે - સુષુણ્ણા નાડી ચાલતી હોય. (૮) લોગસ્સ સૂત્રમાં ૨૪ = ૩/, = ૭ (સાત તીર્થકર પછી જિર્ણ' શબ્દ આવે છે.). ૫ (પાંચ) : (આ પાંચમાં પાંચમાનું અપેક્ષાએ વિશેષ મહત્વ જોવા મળે છે.) (૧) પરમેષ્ઠિ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. (૨) પ્રતિક્રમણ રાઈ, દેવાસી, પછી, ચોમાસી, સાંવત્સરિક. (૩) પંચાચાર જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર. (૪) તિથિઓ બીજ, પાંચમ, આઠમ, અગીયારસ, ચૌદસ નંદા ભઠ્ઠા જયા રિકતા પૂર્ણા (૫) જ્ઞાન મતિ, ચુત, અવધિ, મન:પર્યવ, કેવળજ્ઞાન. કલ્યાણક ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, નિવાણ. (૭) શરીર ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ. (૮) રંગ લાલ, પીળો, વાદળી, શ્યામ, શ્વેત. (૯) ગતિ દેવ, મનુષ્ય, તિર્યંચ, નરક, મોક્ષ. (૧૦) પંચમુષ્ટિ લોચ જમણી, ડાબી, આગળ, પાછળ, સહસ્ત્રાર (શિરના મથાળે). (૧૧) પંચાંગ પ્રણામ બે હાથ, બે પગ, માથું. (૧૨) પંચાંગ તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ. (૧૩) પાંચ સમુદ્ર લવણ, કાલોદધિ, પુષ્કરવર, વારૂણીવર, ક્ષીરવર. (ક્ષીરવર સમુદ્રના દૂધ જેવા રંગવાળા પાણીથી પ્રભુને અભિષેક) (૧૪) કાર્ય થવાના કારણો કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ, પુરૂષાર્થ. (૧૫) વાયુ પ્રાણાય, અપાનાય, ઉદાનાય, વ્યાનાય, સમાનાય. (૧૬) પંચેન્દ્રિય એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય. (૧૭) પંચ મહાભૂત આકાશ, વાયુ, તેજ, પાણી, પૃથ્વી. (૧૮) પંચતીર્થ શ્રી આદિશ્વર, શ્રી શાન્તિનાથ, શ્રી નેમીનાથ, શ્રી પાર્શ્વનાથ, શ્રી મહાવીર સ્વામી. પરિશિષ્ટ ૨૫૮ શ્રુતસરિતા 2010_03 Page #284 -------------------------------------------------------------------------- ________________ (૧૯) વર્ણમાતૃકા ટ, ઠ, ડ, ઢ, ણ - પાંચમો વર્ણ (ણ) નું મહત્વ “ણ' વડે બનેલા શબ્દ: કટાસણું, વાંદણાં, પ્રતિક્રમણ, ગણધર, પ્રણામ, વાણીયા આદિ. (૨૦) પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથ પ્રભુને સાચાદેવ કહે છે. (૨૧) પાંચમા ગણધર શ્રી સુધર્મા સ્વામી શ્રી મહાવીર સ્વામીની પ્રથમ પાટે આવ્યા. (૨૨) ઘ વર્ગ પતન, ફિકર, બાધા, ભય, મરણ-આ પાંચ સિદ્ધના જીવોને હોતા નથી. (૨૩) પાંચ રસ કડવો, તીખો, મીઠો, તૂરો, ખાટો (૨૪) પાંચ અનુત્તર જય, વિજય, જયંત, અપરાજિત, સર્વાર્થસિધ્ધ. (૨૫) પાંચ અજીવ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ ૮ (આઠ) : આકૃતિથી ઉર્ધ્વગામી (અન્ય અંકની અપેક્ષાએ). (૧) કર્મો આત્માનો ઘાત કરે તે ઘાતી, ઘાત ના કરે તે અઘાતી ઘાતી કર્મો : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય અઘાતી કર્મો : આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ. (૨) પૂજા જળ, ચંદન, પુષ્પ, દીપ, ધૂપ, અક્ષત, નૈવેધ, ફળ. (૩) સિદ્ધના ગુણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વિર્ય અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુ, અવ્યાબાધ સુખ. (૪) નવાંગી શ્રીવત્સ-વધુ મહત્વનું છે. પૂજામાં આઠમું અંગ (૫) મદ જાતિ, કુળ, બળ, રૂપ, તપ, ઋદ્ધિ, વિદ્યા, લાભ. (૬) આઠ સિદ્ધિ (૧) અણિમા કોઈ પણ વસ્તુ પરમાણું સ્વરૂપે કરવાની શક્તિ . (૨) લઘિમાં - વાયુ જેવી લઘુ-હલકી કરવાની શકિત. (૩) મહિમા - મોટું અથવા ગુરૂ-ભારે વજનદાર કરવાની શક્તિ. (૪) પ્રાપ્તિ આંગળીના અગ્રભાવથી ચંદ્રમાદિને સ્પર્શ કરવાની શક્તિ. (૫) પ્રાકામ્ય - ભૂમિની જેમ જળ ઉપર ચાલવાની શક્તિ . (૬) વશિત્વ - પંચ મહાભૂત અથવા ભૌતિક વિષયોને સ્વાધીન બનાવવાની શક્તિ. (૭) ઈશિત્વ - વિષયોને ઉત્પન્ન કરવાની વિશેષ શક્તિ. (૮) યત્રકામાવસાચિત્વ - પદાર્થને સ્થિર કરવાની શક્તિ. શ્રુતસરિતા ૨૫૯ પરિશિષ્ટ 2010_03 Page #285 -------------------------------------------------------------------------- ________________ (૯) અષ્ટમંગલ સ્વસ્તિક, શ્રીવત્સ, કુંભ, ભદ્રાસન, નંદાવર્ત, મીનયુગલ, દર્પણ, વર્ધમાન. (૧૦) કર્મવર્ગણા ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, ભાષા, શ્વાસોશ્વાસ, મન, કામણ. (૧૧) આઠ દોષ ખેદ (અરૂચિ); ઉદ્વેગ (ચિત્તદોષ); ક્ષેપ (વિલંબ); ઉત્થાન (ચિત્તનું ઉડી જવું) બ્રાન્તિ (મલિન-અશુદ્ધ), અન્યમુદ્ (અન્ય શ્રુતનો પરિચયસહવાસ); રોગ (હિત-મિત આહારયુક્તથી કાયા નિરોગી); આસંગ (આશય-ઈચ્છા). (૧૨) આઠ દૃષ્ટિ મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા, પરા. (૧૩) યોગાંગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. (૧૪) આઠ ગુણ અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણ, સૂક્ષ્મબોધ, મીમાંસા, પ્રતિપત્તિ, પ્રવૃત્તિ. (૧૫) બુદ્ધિના આઠ ગુણ શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, વિજ્ઞાન ઊહ અપોહ તત્વાભિનિવેશ પૂર્વા પર અનુચિત યુક્તિયુક્ત વિચારણા અર્થત્યાગ તત્વ સ્વીકાર (૧૬) જ્ઞાનાચાર આઠ પ્રકારે (૧૭) દર્શનાચાર આઠ પ્રકારે (૧૮) ચારિત્રાચાર આઠ પ્રકાર બાર (૧ર)નો અંક : કહેવત : બાર ગાઉએ બોલી બદલાય. (૧) આગમ આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતીજી, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્ન વ્યાકરણ, વિપાકસૂત્ર, દષ્ટિવાદ. (૨) સમવસરણ ચાર પ્રકારના દેવો, ચાર પ્રકારની દેવીઓ, સાધુ, સાધ્વી, શ્રાવકશ્રાવિકા-કુલ બાર પર્ષદા (સભા). દેવોના ચાર પ્રકાર : વૈમાનિક, જયોતિષ્ક, ભુવનપતિ, વ્યંતર સમવસરણના દરવાજા : બાર અશોક વૃક્ષ : જે તે તીર્થકર ભગવંતની કાયાની ઊંચાઈથી બાર ગણું ઊંચું. (૩) કાળચક્ર અવસર્પિણી કાળ (ઉતરતો) ના ૧ થી ૬ આરા ઉત્સર્પિણી કાળ (ચઢતો) ના ૧ થી ૬ આરા (૪) વર્ષના મહિના બાર (૫) દિવસ-રાત્રિના કલાકો બાર પરિશિષ્ટ શ્રુતસરિતા 2010_03 ૨૬) Page #286 -------------------------------------------------------------------------- ________________ (૬) જયોતિષ રાશિ બાર - મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્વિક, ધન, મકર, કુંભ, મીન. (૭) અરિહંતના ગુણો જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય, અપાયાપગમાતિશય (દુઃખો/રોગો નાશ પામે), અશોક વૃક્ષ, સુરપુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડળ, દુદુભિ, છત્ર. અન્યના મરણ બાદ બાર નવકાર ગણવા. (૮) શ્રાવકના વ્રત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત - જીવ-હિંસા નહીં કરવાની. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત - જૂઠું નહીં બોલવાનું. પાંચ અણુવ્રત સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત - ચોરી નહી કરવાની. સ્વદારા સંતોષ - પરદાર ગમન - સ્વસ્ત્રીથી સંતોષ રાખી વિરમણ વ્રત પરસ્ત્રી સાથે ગમન નહીં કરવાનું. સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત - પરિગ્રહને મર્યાદિત રાખવાનું. દિફ પરિમાણ વ્રત - દરેક દિશામાં જવાની મર્યાદા. ત્રણ ગુણવ્રત ભોગોપભોગ પરિમાણ વ્રત - ભોગ અને ઉપભોગના પદાર્થોની મર્યાદા નક્કી કરવી. અનર્થદંડ વિરમણ વ્રત - ખાસ પ્રયોજન કે અનિવાર્ય કારણ હિંસા નહીં કરવી. સામાયિક વ્રત - બે ઘડી (૪૮ મિનિટ) સુધી સાવદ્ય વ્યાપારનો ત્યાગ. દેશાવગાસિક વ્રત - છઠ્ઠા વ્રતમાં રાખેલી છૂટોની મર્યાદા કરવી. ચાર શિક્ષાવ્રત પૌષધોપવાસ વ્રત - પર્વના દિવસે ઉપાશ્રયમાં રહી વ્રત કરવું - સાધુ જીવનની તાલીમ કુલ ૧૨ વ્રતો અતિથિ સંવિભાગ સાધુ ભગવંતને શુદ્ધ આહાર-પાણી દાન કરવાનું. શ્રુતસરિતા ૨૬૧ પરિશિષ્ટ Use Only 2010_03 Page #287 -------------------------------------------------------------------------- ________________ તિથિપાલન તપના પ્રકાર બીજ, પાંચમ, આઠમ, અગીયારસ, ચૌદસ - પાંચ સુદની અને પાંચ વદની - કુલ ૧૦ + પૂર્ણિમા + અમાસ. બાહ્ય : અણસણ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સંલીનતા. અત્યંતર : પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાઉસગ્ગ. તપના ત્રણ ફળ : (૧) વાસનાઓ/ઈચ્છાઓ ક્ષીણ થાય. (૨) આધ્યાત્મિક બળ કેળવાય. (૩) મન-શરીર અને ઈન્દ્રિય તાપણીમાં તપે તે. ભાવના વિચારણાના મુદ્દાઓ અનિત્યતા - પદાર્થોના સંયોગ-સંબંધ સર્વે થોડા સમય માટેના છે. અશરણતા - પદાર્થોનો સંબંધ શરણ આપનાર કે શાંતિ કરનાર નથી. સંસાર - ચાર ગતિ રૂપ સંસારનું પરિભ્રમણ. - હું એકલો આવ્યો છું અને એકલો જવાનો બાર ભાવના એકત્વ અન્યત્વ - શરીર આદિ સર્વે આત્માની પર છે. અશુચિ - શરીર અપવિત્ર પદાર્થોથી ભરેલું છે. આશ્રવી - કર્મબંધનના સ્થાનો અને તેની પ્રણાલિકા. સંવર - આવતાં કર્મોને રોકી રાખવાના માર્ગોની વિચારણા. નિર્જરા - બાંધેલા કર્મોને ભોગવ્યા વિના ખપાવવાના માર્ગો. ધર્મભાવના - ધર્મસ્વરૂપનું વિશિષ્ટ ચિંતવન. લોકસ્વરૂપ - વિશ્વની માંડણી, રચના અને સ્થાનનો ખ્યાલ. બોધિદુર્લભતા - ધર્મસામગ્રી-સમક્તિની પ્રાપ્તિ થવી દુર્લભ છે તેની વિચારણા. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જિનવર પૂજીએ, ભાવે કેવળજ્ઞાન. ૨૬ ૨ શ્રુતસરિતા પરિશિષ્ટ 2010_03 Page #288 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી : સર્વશ્રી ભરત, સગર, મઘવા, સનતકુમાર, શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ, સુભૂમ, મહાપદ્મ, હરિપેણ, જય અને બ્રહ્મદત્ત. માતૃકા શાસ્ત્રી બા = ચંદ્ર; અને ૨ = સૂર્ય બા = માતા; અને ૨ = પિતા બા = મનના ભાવો પ્રકાશિત કરે. ૨ = આત્માના ભાવો પ્રકાશિત કરે. બા = માતાના વાત્સલ્યાદિ કોમળ ભાવોને વ્યક્ત કરે. ૨ = પિતાના આજ્ઞાકારક ત્રાદિને ઉગ્ર ભાવે વ્યક્ત કરે. બાપા” શબ્દની રચના (બા અને બાળકનું પાલન કરે તે). બા” અને “3” એ બંને વણે મળીને જળ અને અગ્નિ, શીતળતા અને ઉષ્ણતાનો સામૂહિક સંયોગ દર્શાવે છે. પ્રતિજ્ઞા પઝલ-૧૨ (ગુરૂણીદેવા પૂજય શ્રી વનિતાબાઈ મહાસતીજી લિખિત “સચિત્ર જૈન તત્વદર્શન' માંથી સાભાર.) ભવવનમાં “અવિરતિ’ના વાદળની અવિરત વર્ષો રોકવા માટેની છત્રી ફળ : આશ્રવનિરોધ - સંવર આરાધના દરરોજ એક નવકાર ગણી આંખ બંધ કરી અનામિકા આંગળી જે અંક ઉપર મૂકાય તે નિયમ તે દિવસ માટે લેવો. પ્રતિજ્ઞા પઝલ 7 | 14 | 22 | | 25 3 | 45 | 41 | 18 | | 37 | 5 | * | 26 | 11 | 4o 12 48 (27 ઉ3-61-03-2018 : 19 10. 32 49 44 * 35 * |17 so| 39| * | | 31 */ શ્રુતસરિતા ૨૬૩ પરિશિષ્ટ 2010_03 Page #289 -------------------------------------------------------------------------- ________________ નિયમોનું નં... દ... નં... વ... ન... ૧. વડિલોને જય જિનેન્દ્ર કહેવું. ૨. જમતી વખતે મૌન રાખવું. ૩. થાળી ધોઈને પી જવી. ૪. ટી.વી. જોવાની મર્યાદા કરવી. ૫. ‘શ્રી શાંતિનાથાય નમઃ' ની માળા. ૬. કંદમૂળનો ત્યાગ કરવો. લીલોતરીનો ત્યાગ કરવો. ૭. ૮. એક કલાક ગુસ્સો ન કરવો. ૯. માતા-પિતા સામે ગુસ્સો ન કરવો. ૧૦. રાત્રિભોજનનો ત્યાગ કરવો. ૧૧. સ્નાનનો ત્યાગ કરવો. ૧૨. આઈસ્ક્રીમનો ત્યાગ કરવો. ૧૩. કોઈ એક પ્રિય વસ્તુ છોડવી. ૧૪. માતા-પિતાને પગે લાગવું. ૧૫. પરસ્પર ઝઘડો કરવો નહીં. ૧૬. ફુવારા નીચે સ્નાન કરવું નહીં. ૧૭. એકબીજાની ચાડીચુગલી ન કરવી. ૧૮. ચા નો ત્યાગ કરવો. ૧૯. અથાણાનો ત્યાગ કરવો. ૨૦. ‘મહાવીર સ્વામી અંતર્યામી'ની માળા. ૨૧. ૧૦ મિનિટ સાંચન કરવું. ૨૨. સેન્ટ, અત્તરનો ત્યાગ કરવો. ૨૩. સંત-સતીજીના દર્શન કરવા. ૨૪. ત્રણ વંદના કરવી. ૨૫. જમતા પહેલાં ૩ નવકાર બોલવા. ૨૬. પત્તાથી રમવું નહીં. પરિશિષ્ટ 2010_03 ૨૭. મુખવાસનો ત્યાગ કરવો. ૨૮. નવકાર મંત્રની માળા કરવી. ૨૯. સચિત્ત ફૂલો વાપરવા નહીં. ૩૦. એક કલાક ચૌવિહાર કરવો. ૩૧. સૂતી વખતે ૯ નવકાર ગણવા. ૩૨. ૩૦ મિનિટ મૌન રાખવું. ૩૩. બજારની વસ્તુનો ત્યાગ કરવો. ૩૪. એક સામાયિક કરવી. ૩૫. બે જોડીથી વધુ વસ્ત્ર ન વાપરવા. ૩૬. પોતાના હાથે ટીવી ચાલુ ન કરવું. ૩૭. એક રૂપિયાનું દાન કરવું. ૩૮. વ્યાખ્યાન સાંભળવું. ૩૯. ઊભા ઊભા કોઈ વસ્તુ ખાવી નહીં. ૪૦. ઉઠતી વખતે લોગસ્સનો કાઉસગ્ગ, ૪૧. મિઠાઈનો ત્યાગ કરવો. ૪૨. પાનપરાગ, માવાનો ત્યાગ કરવો. ૪૩. નવી ખરીદી કરવી નહીં. ૪૪. દાંડિયા રાસ રમવા નહીં. ૪૫. ચંપલ પહેરવા નહીં. ૪૬. અપશબ્દ બોલવા નહીં. ૪૭. જુગાર રમવું નહીં. ૪૮. ટી.વી. સિનેમા જોવા નહીં. ૪૯. ૨૫ દ્રવ્યથી વધુ લેવા નહીં. ૫૦. બગીચામાં જવું નહીં. ૫૧. કાચી લીલોતરી ખાવી નહીં. + ૦ જયાં નિશાની છે, તે આવે તો નવકારની માળા કરવી. નોંધ : વધુમાં વધુ બે વખત માફ. ત્રીજી વખત આવેલ પ્રતિજ્ઞાનું અવશ્ય પાલન કરો. ૨૬૪ શ્રુતસરિતા Page #290 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ श्री सनीभाछ लिजीत सत्संग पत्रावलिना भित्रो भाटे આ અમૂલ્ય અવસર છે. વાંચજો, વિચારજો, આચરજો. ધન્ય બની જશો. છે. કા. કરાર કરવા, ** મારા નાના નાના કદમ કાન કરવામા કાનન કરી શકાય. કા . - સુનંદાબહેન * - ક , નાક , કામાકાકા ** જ 3 3; t*t % 23 5 - ,8 કે કાકા કક, 5:35 :s: :58. 5 કફકર stew :::: ૧ , 1 5: 58:53:{s:34 કરવી જરૂર . set ર જ દર:- રોકડ .e- , 30%ાક જ દઈ, R eaders કાર અકસ્ટડી કે દાન Aી : " કે, Rs ક ક જી :: છે કે, જો કે 'કેમ ? ' પત્રાવલિ 2010_03 ૨૬૫ શ્રુતસરિતા Page #291 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ સ્વજન વિયોગનો વૈરાગીય બોધ શનિવાર, તા. ૧૮મી જાન્યુ., ૧૯૯૭ વ્હાલા સ્વજન શ્રી, જય જિનેન્દ્ર. આપશ્રીના લાડીલાં મોટાબેને આ નશ્વર જગતમાંથી વિદાય લીધી. સૌનું થાય છે, તેમ તેમનું પણ, આ ભવનું આયુષ્ય પૂર્ણ થયું. તેઓશ્રીની સાથે આપના ચિરકાળના સુખદ સંસ્મરણો છે; અને કોઈ અગમ્ય રાગપૂર્વક આપ બંને આ ભવમાં ભાઈ-બહેન સ્વરૂપે ભેગાં થયાં હતાં. શાસ્ત્ર સમર્થન આપે છે કે આપણે બધા ૨૦૦-૩૦૦ ભવો સુધી ૫૦-૧૦૦ જીવોની વચ્ચે ફર્યા જ કરીએ છીએ, દરેક ભવમાં માત્ર સંબંધની ભૂમિકા જ બદલાય છે, ભાઈ-બહેન, માતા-પિતા, પતિ-પત્ની, પુત્ર-પુત્રી વગેરે. શ્રી ભગવતી સૂત્રમાં તો, ત્યાં સુધી કહે છે કે જૈન દર્શન અનેકાના દર્શન હોઈ, ભિન્નઅભિન્ન-નિત્ય-અનિત્ય સ્વરૂપમાંથી નિશ્ચયથી નિત્ય સ્વરૂપ છે, જ્યારે વ્યવહારથી અનિત્ય સ્વરૂપ છે. અને જે કાયમ ટકવાવાળું છે તે માત્ર નિશ્ચય એટલે કે નિત્ય સ્વરૂપ જ છે; જ્યારે દેહ અનિત્ય સ્વરૂપ છે. મારા, તમારા અને બધાના મનનો એવો સ્વભાવ છે કે એને જે અનિત્ય લાગે, તેના પર તેને રાગ નહીં થાય, સ્નેહ નહીં બંધાય. જે વિનાશી છે (દેહ) તેને અનિત્ય ક્ષણિક અને વિનાશી સમજી લેવામાં આવે એ સમજણને, આપણે આત્મસાત કરી લઈએ ને તો જ આસક્તિના બંધનમાંથી મન મુક્ત બને. અને મનથી મુક્તિ તો કર્મથી મુક્તિ, મોક્ષ આનું જ બીજું નામ છે. આપશ્રીના બેન ઉચ્ચ ધાર્મિક પરિવારમાં જન્મ્યાં, ઊછર્યા અને ભવ્ય જીવાત્મા હતાં. આ દેહ છોડવાના એક કલાક અગાઉ સંથારો લઈ બધું જ વોસિરાવી દીધું. ધન્ય છે આવા ભવ્ય જીવોને; અને અંત સમયે તેમનું આવું મનોવલણ જ ભાવિ ભવોની ભવ્યતાનો નિર્દેશ કરી જાય છે. આપણો પણ અંત આવો જ હોજો, એવી ભાવના તો રાખીએ. બીજી ભવ્યતા આપના બેનના ઉચ્ચ જીવની એ કે તેઓના બે સુપુત્રીઓએ આ ભવમાં સર્વવિરતિ (દિક્ષા) ધર્મ સ્વીકાર્યો અને પોતાનું આત્મ-કલ્યાણ સાધી રહ્યાં છે. આ બે જીવો આપની બેનની કુક્ષિમાં આવ્યા અને તેમના થકી આ સંસારમાં જન્મ લીધો. તીર્થકરની માતાનો પુણ્યોદય પ્રચંડ હોય છે, તીર્થકરના માતા જેવું જ ન ગણવું. આપશ્રીની પૂ. બેનનો પુણ્યોદય બે સર્વવિરતિ જીવોની માતા તરીકે પણ મહાન પુણ્યોદય મનાય. તેઓશ્રીએ તેમનું માનવ-જીવન, જૈન-જીવન અને જિન-જીવન સાર્થક બનાવ્યું. પરિવારમાં કે મનગમતી વ્યક્તિ સાથે જીવનમાં પરસ્પર સ્નેહ બંધાય છે, અનુરાગના તાણાવાણા બંધાય છે, ત્યારે જીવાત્મા એમ સમજી લે છે કે અમારો આ સંબંધ ત્યાં સુધી અખંડ-અભંગ રહેશે કે જ્યાં સુધી ચાંદ-સૂરજ આકાશમાં પ્રકાશતા રહેશે ! કાચા સૂતરના તાંતણા જેવા સર્વ સંબંધો જ્યારે તૂટી પડે છે, ત્યારે જીવાત્માનું, એટલે કે આપણું, ધર્ય તૂટી પડે છે. અને આંખોમાંથી આંસુના મેઘ વરસી પડે છે. આ સંજોગો અને આવી કરુણતા ન સર્જાય તે માટે સંસ્થા વિયોગાન્તા: નું ચિંતન કરવું શ્રુતસરિતા પત્રાવલિ ૨૬૬ 2010_03 Page #292 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. ‘સર્વ સંયોગો વિયોગમાં પરિણમનારા છે.” આ સત્યને વારંવાર વાગોળ્યા કરવું જોઈએ. ભાઈ, મનને અને હૃદયને ઢીલું ના પડવા દેતા. ધર્મની આ તો કસોટી છે. પરિવારમાં બધાને હિંમત આપશો. આપશ્રીની ધર્મ-સાધના અને આરાધના અપૂર્વ છે, અને તેની પકડ સમજણ અને આચરણ હજુ પણ વધુ મજબૂત કરવાની છે. પૂ. બેનશ્રી તો નામથી “દેવકાબાઈ' હતા, પણ તમે તો રાજરાજેશ્વર રાજેશ' છો ને ! જોજો, ભાઈ, નામ અને ગુણ બંને લજવાય નહીં. પૂ. બેનના પુણ્યશાળી આત્માને જિનેશ્વર ભગવંતનું નિમિત્ત અપાર અને અપૂર્વ શાતા બક્ષે એ જ પ્રાર્થના સહ. લિ. આપનો, રજની શાહ પત્રાવલિ-ર સંસાર દુ:ખરૂપ છે. રવિવાર, તા. ૧૯મી જાન્યુ., ૧૯૯૭ વ્હાલા વ્હાલેશ્વરી શ્રી, જય જિનેન્દ્ર. બાર ભાવનાઓ પૈકી પ્રથમ ‘અનિત્ય ભાવનામાં એવું વિચારવું કે ઇષ્ટ જનોનો સંયોગ, ઋદ્ધિ, વિષયસુખ, સંપત્તિ, આરોગ્ય, શરીર, યૌવન અને જીવન આ બધું જ અનિત્ય છે. અનિત્ય વસ્તુઓમાં અનિત્યતાનું જેટલું વધુ ચિંતન, તેટલું આસક્તિથી વધુ દૂર; અને તેટલું જ અનિત્ય વસ્તુ ચાલી જવાથી ઓછામાં ઓછું દુઃખ અથવા સહેજ પણ દુ:ખ જ નહીં. ઉત્પાદ અને વ્યય એ શરીરનો ગુણધર્મ છે. શરીર પોતાનો ગુણધર્મ પ્રગટ કરે તેમાં આપણે નિરપેક્ષ ભાવે જ વિચારવું. ત્રિપદીમાંનું ધ્રુવ' તત્ત્વ એટલે કે આત્મ-દ્રવ્ય સંબંધી એવું વિચારવું કે હું મારા ગુણધર્મ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વિર્ય કેમ પૂર્ણપણે પ્રગટ ના કરું ? તમે હજી અહીં પૂ. મોટીબેનનો વિચાર કર્યા જ કરતા હશો, કે જે જીવે પોતાના આગામી ભવમાં છ પર્યાપ્તિઓ પૂર્ણ કરી એક અઠવાડિયાથી વધુ આયુષ્ય તે ભવમાં ભોગવી પણ લીધું, અને ઘણુંબધું આયુષ્ય ભોગવશે, સંથારા સહિતની વિદાય, સ્વદ્રવ્ય કરેલ ધર્મ-ઉપાર્જન અને બે સર્વવિરતિ જીવોની જનેતા તો દેવલોકને જ પામ્યા હોય; અને ત્યાં તો “સાગરોપમ'ના આયુષ્ય હોય છે ને ! તેથી, હવે પૂ. મોટીબેનના દેહ-પર્યાયને વિસારે પાડી તેમના ભવ્ય જીવાત્માએ સ્વ-જીવનમાં જેટલો ક્ષયોપશમ કર્યો તેને નજર સમક્ષ રાખી તમે પણ ભાવ-ધર્મની ભવ્યતાને પ્રગટ કરવાના પુરુષાર્થમાં લાગી જાઓ; અને જો આજે નહીં તો કાલે, લાગ્યા વિના તમારો કે મારો છૂટકો જ નથી, તો શા માટે, આજે જ નહીં ! કહેવત પણ છે ને “આજે રોકડા ને કાલે ઉધાર.” પૂર્ણજ્ઞાની મહાપુરુષોએ સંસારનું સ્વરૂપદર્શન યથાર્થ જ કરાવ્યું છે. સંસાર દુ:ખરૂપ છે ?” એટલે તો સંસારને સંસાર-સાગર, ભવ-સાગર-ભવજલનિધિ કહે છે. સાગરનું પાણી ખારું ઉસ જેવું, પત્રાવલિ ૨૬૭ શ્રુતસરિતા 2010_03 Page #293 -------------------------------------------------------------------------- ________________ પીવું સહેજપણ ગમે નહીં, પણ આપણને, મિથ્યાત્વને લીધે, સાગરનું પાણી (સંસારનું પાણી) હજી મીઠું લાગે છે; સત્સંગમાં કે શ્રુતસંગમાં ખારું લાગે છે, પણ જેવા સંસારમાં આવ્યા એટલે ખારું પાણી મીઠું લાગવાનું શરૂ. આ બધા દુઃખોનો એક માત્ર ઉપાય છે, વીતરાગ પરમાત્માનાં અમૃતસમાં વચનો! વિતરાગની વાણી એટલે રસાયણ! આત્મભાવને પુષ્ટ કરનારું અધ્યાત્મ રસાયણ ! વીતરાગની જ્ઞાનગંગા એટલે ઐશ્વર્ય ! આત્માની દરિદ્રતા મિટાવી દેનારું ઐશ્વર્ય! આ માટે, આપણે સૌએ શાસ્ત્રજ્ઞાની બનવું પડશે. આત્મજ્ઞાની બનવું પડશે. આત્મજ્ઞાનના અજવાળે અજવાળે નિર્વાણના મહામાર્ગે આગળ વધવું પડશે. આવા જ્ઞાની બનવા માટે અન્તઃકરણથી શ્રી અરિહંત પરમાત્માનું શરણ સ્વીકારવું, સર્વ કર્મોથી મુક્ત સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકારવું, અને સાધનાલીન સાધુપુરુષોની શરણાગતિ સ્વીકારવી અને સર્વજ્ઞ પરમાત્માએ ચીંધેલા મોક્ષમાર્ગનું શરણ સ્વીકારવું. ભાઈ, પૂ. મોટીબેનના સગુણોની સુવાસ અને ચારિત્ર્યરૂપ ધર્મરમણતાને સ્મરણમાં રાખી અનુપ્રેક્ષા કરતાં કરતાં, જિનવચનની શરણાભૂતિ સ્વીકારી, આપના આત્મભાવને નિર્ભયતા, નિશ્ચિતતા અને પ્રસન્નતાપૂર્વકનો બનાવો. પૂ. બેનની વિદાયના શોકને વિસારે પાડવા પ્રયત્ન કરશો. અને તમારી દરેક પ્રયત્ન સફળતાને વરે છે તેવો તમારો પુણ્યોદય પણ છે વે, તમારો આ પ્રયત્ન પણ સફળ બને તેવી ભાવના. આપનું સ્વાથ્ય સાચવશો. લિ. આપનો, રજની શાહ પત્રાવલિ-૩ એકલા આવ્યા એકલા જવાના સોમવાર, તા. ૨૦મી જાન્યુ, ૧૯૯૭ વ્હાલા ધર્મબંધુશ્રી, જય જિનેન્દ્ર. સંસાર-સાગરના આવર્તમાં જીવ એકલો (અસહાય) જન્મે છે, એકલો જ જીવે છે અને એકલો જ મરે છે. શુભ-અશુભ ગતિઓમાં પણ એકલો જ જાય છે. માટે, જીવે એકલાએ જ પોતાનું સ્થાયી હિત શેમાં છે તે નક્કી કરવું જોઈએ, અને તે મુજબનું વલણ દાખવવું જોઈએ. આ જ વાસ્તવિકતા છે, “એકલામાં દુ:ખ અને ઘણામાં સુખ” આવી કલ્પના મિથ્યા છે. “એકલામાં સુખ અને ઘણામાં દુ:ખ' એ જ સ્વીકાર્ય સત્ય છે. એટલે જ જિનશાસન શણગાર શ્રી બુદ્ધિસાગરજી મ.સા. એ કહ્યું પરમાંથી ખસ, સ્વમાં વસ, એટલું જ બસ.' મારે, તમારે અને દરેકે એકલાએ જ ચાર ગતિમાં અને ૮૪ લાખ યોનિમાં ભટકવાનું છે, તો પછી શા માટે આપણે એકલાએ જ, આપણું આત્મહિત-આત્મકલ્યાણ ન સાધી લેવું. “છોડ' હું શ્રુતસરિતા ૨૬૮ પત્રાવલિ 2010_03 Page #294 -------------------------------------------------------------------------- ________________ એકલો જ છું – આ, સત્યને આત્મસાત કરવા માટે નિરંતર એકત્વની ભાવનાથી ભાવિત થતા રહેવાનો પ્રયત્ન કરવો; અને અંતે આત્માએ અદ્વૈત ભાવની મસ્તીમાં મસ્ત બની જવું. “સહુની વચ્ચે પણ અંતરથી સહુથી અળગા' આ જીવન-સૂત્ર બનાવીએ ને તો, જીવવાની મજા આવી જાય તેમ છે, નિત્ય અને શાશ્વત ગુણસમૃદ્ધિ મેળવવાની આ ચાવી છે. કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે', એ સ્તવનમાં છેલ્લી કડીમાં સત્ય પ્રકાશે છે - માટે સ્વીકારો શરણું સાચું, દુનિયાનું મેલો શરણું કાચું, ભજો વીતરાગને મથી મથી રે.....” ભાઈ, વીતરાગશરણ જ આપણને ક્ષયોપશમ સમ્યકત્વમાંથી ક્ષાયિક તરફ લઈ જશે, અને આપણું લક્ષ્ય તો એ જ છે, તો પછી લક્ષણો એવા કેમ નહીં! પૂ. મોટીબેનની વિદાય વસમી અને ઘેરી ત્યાં સુધી તમને લાગ્યા જ કરશે, જયાં સુધી તમે તમારી નજર તેઓશ્રીના પર્યાય પરથી ખસેડશો નહીં. આપશ્રીનાં પૂ.બેનને મળવાનું સન્નસીબ મને તો પ્રાપ્તમાન થયું નહોતું, પરંતુ આવાં ભવ્યજીવો તો આવે અને જાય. તેમના આત્મ-દ્રવ્યને નજર સમક્ષ રાખી તેની નિત્યતા વિચારતાં વિચારતાં હજી આગળના ભવોમાં ક્યાંક તો મળીશું, અને કદાચ ના મળાય તો સિદ્ધશિલાએ તો અવશ્ય મળીશું. કોઈ ભવ્ય જીવે પુરૂષાર્થ કરી મોક્ષે જઈ આપણને નિગોદમાંથી બહાર નીકળવાની તક આપી, તો શું આપણે પણ પુરૂષાર્થ કરી મોક્ષે જઈ બીજા એક જીવને નિગોદમાંથી બહાર નીકળવાની તક નહીં આપીએ ! આપણે નગુણા તો છીએ જ નહીં ! માટે, પૂ. બેનને છેવટે ત્યાં મળીશું, તેમ મનને મનાવજો, અને અધ્યાત્મની ઊંડી સમજણદશા જે આપનામાં પ્રગટેલી છે તેને સંસારના આવા નિયત પ્રસંગો કે ઘટનાઓ ઝાંખપ લગાડી ના જાય કે આપના આધ્યાત્મિક પ્રાગટ્યપણામાં ઘટાડો કરી ના જાય, તે બહું જ સાચવવું. “ઘેરો વિષાદ' એ વીતરાગ ઉપરનું ખરું બહુમાન નથી; સાચું બહુમાન તો ભવનિર્વેદ' છે; નિત્ય તરફ નિત્ય દષ્ટિ અને અનિત્ય તરફ અનિત્ય દષ્ટિ એ સમ્યકત્વનું લક્ષણ છે. ભાઈ, જેમ બીજથી અંકુર અને અંકુરથી બીજ - આ પ્રવાહથી કોઈની આદિ નથી, તેમ જ અરિહંતથી આગમ અને આગમથી અરિહંત એમ સમજવું. બેમાંથી કર્યું પહેલું તેની આદિ નથી, માટે અનાદિ છે. અને તેથી જ કહે છે કે અરિહંત એટલે કે સર્વજ્ઞ હંમેશાં વચનપૂર્વક હોય અને આગમ-વચન હંમેશાં સર્વાપૂર્વકના જ હોય. ખરું ને મારા, રાજેશભાઈ. લિ. આપનો, રજની શાહ * * * * * ( પત્રાવલિ 09 ૨૬૯ શ્રુતસરિતા W w .jainelibrary.org 2010_03 Page #295 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૪ સાચું શરણ મળો મંગળવાર, તા. ૨૧મી જાન્યુ., ૧૯૯૭ સુજ્ઞ ધર્મપ્રિયંકર ભાઈશ્રી, જય જિનેન્દ્ર, પૂ. મોટીબેને આ ભવના દેહત્યાગના એક કલાક અગાઉ “સંથારો લીધો. મારી અલ્પ સમજણમાં જે “સંથારા'નો અર્થ અને હેતુ છે તે હું આપને જણાવું છું. મને શ્રદ્ધા અને પાકો વિશ્વાસ છે કે મોટીબેને આવું જ કાંઈ વિચાર્યું હશે અને શુભ ભાવના ભાવી હશે. “હું ધન્ય છું કેમકે અપાર ભવસમુદ્રમાં ભટક્તાં મને ચિંતામણિ રત્ન સમાન જિનેન્દ્ર ભગવંતના ધર્મની પ્રાપ્તિ થઈ. ચારે ગતિમાં જન્મ-મરણરૂપ ચક્રની મધ્યમાં ભટક્તાં મેં મોહના વશથી જે કોઈ જીવને દુ:ખ દીધું હોય તેને હું મન-વચન-કાયાએ ક્રી ખમાવું છું. મેં જે જે અપરાધ ક્યાં હોય તે તે બધા અપરાધોને હે જીવો ! મધ્યસ્થ થઈને, વેર મૂકીને ખમો અને હું પણ ખમું છું. આ સંપૂર્ણ જીવલોકમાં સ્વરૂપથી મારો કોઈ પણ દોષ નથી, હું જ્ઞાનદર્શન સ્વભાવવાળો છું, એક છું, મમત્વભાવરહિત છું. મને અરિહંત અને સિદ્ધનું શરણ થાઓ; સાધુ અને કેવલી ભાષિત ધર્મ મને પરમ માંગલિક થાઓ, કર્મક્ષયનું કારણ એવા પંચ પરમેષ્ઠિનું શરણ મને થાઓ. શ્રી જિનકથિત જ્ઞાન-દર્શન-ચારિત્ર તથા વીર્યની આરાધનામાં તત્પર મારો અંતરાત્મા એક જ છે, એ જ મારો છે. આ સિવાય અન્ય સર્વને મેં ત્યજી દીધાં છે. ગ-દ્વેષ મહામોહ અને ક્યાયરૂપ કારમા મલને ધોઈ હું અત્યારે નિર્મલ બન્યો છું. મારા દેહ સહિતની તમામ પદ્ગલિક વસ્તુઓ કે જે હવે મારા ચેતન આત્માની સાથે સંબંધ રાખી શકે તેમ નથી. તે તમામ વસ્તુઓને વોસિરાવી દઉં છું. આ ભવમાં કર્મ અનુસાર પ્રાપ્ત થયેલા તમામ પરિવાર સહિતના સંબંધોને, માયાને, મમતાને, દરેક વસ્તુમાં કરેલા મારાપણાને વોસિરાવું છું. હવે હું સારો થઈને આ પથારીમાંથી ન ઊઠું ત્યાં સુધી હવે મારે આ કાયાને પલંગ સિવાય કોઈનો સંબંધ નથી તે બધાને હું વોસિરાવું છું. મારો દેહ પડી જાય તે સમયે મારી પાછળ કોઈ રુદન કરે અગર શોક પાળે, છ કાચની વિરાધના કરે, તેમાં મારે કોઈ લેવાદેવા નથી, મારા શરીરનો સંસ્કાર કરે તેમાં પણ મારે કોઈ લેવા દેવા નથી. વ્યવહારથી જે કોઈ કરે તે તેઓ જાણે; મારી પાછળ કુટુંબીઓ અને સ્વજનોએ મોહના કે રાણના પ્રભાવથી કોઈ આરંભાદિક કાર્યો કરવાં નહીં. કારણ કે હું અજર છું, અમર છું, નિત્ય છું, સ્વ-ગુણ સંપન્ન છું.” મારી વિચારધારા સાથે સહમત થાઓ છો કે નહી ! જ્યારે પૂ. બેને તમને બધાને વોસિરાવી દીધા, ત્યારે તમારે બધાએ પણ તેમના દેહ-પર્યાયને વોસિરાવી દેવો તો પડે જ ને ! માટે હવે ધીમે શ્રુતસરિતા ૨૭) પત્રાવલિ 2010_03 Page #296 -------------------------------------------------------------------------- ________________ ધીમે, બેનની વિદાયને સ્મૃતિપટ પરથી દૂર કરી સ્વસ્થ બનતા જાઓ. પૂ. બેન, દેવલોકમાં પ્રાપ્તમાન ભવપ્રત્યય અવધિજ્ઞાનથી તમને શોક કરતા નિહાળે, તો તેમને કેટલું દુઃખ અને વેદના થાય ? તેમના ભવ્ય આત્માને અપાર શાતા પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના તમે ધ્યાનમાં બેસી જિનેશ્વર પ્રભુને કરો. એક કડી યાદ કરાવું, ભાઈ - નરક નિગોદનાં મહાદુ:ખોથી, તેં પ્રભુ અમને ઉગાર્યા; ક્ષણ ક્ષણ સમરે તું પ્રભુ અમને, અમે ભલેને વિસાર્યા. સાચે જ, આપણે આપણને જ વિસારી દીધા છે. જિનેશ્વર ભગવંતના પવિત્ર ચરણકમલ પ્રત્યે સદાય આપણા અંતરમાંથી શ્રેયને કરનારી ભક્તિનું ગાન રેલાતું રહે એ જ ઝંખના-પ્રાર્થના અને અભ્યર્થના લિ. આપનો ભાઈ, રજની શાહ * * * પત્રાવલિ-પ હું દેહાદિથી ભિન્ન શુદ્ધાત્મા છું બુધવાર, તા. ૨૨મી જાન્યુ., ૧૯૯૭ સુજ્ઞ શ્રેયસકર શ્રાવક ભાઈશ્રી, જય જિનેન્દ્ર. “હું સ્વજનોથી, પરિજનોથી, સંપત્તિથી અને શરીરથી જુદો છું એમ વિચારવું, જેની આ પ્રકારની નિશ્ચિત મતિ હોય છે, તેને શોકરૂપી કલિ દુ:ખી કરતો નથી. ભાઈ, પ૨ને સ્વ માનવાની ભૂલ આજકાલની નથી. આ ભૂલ અસંખ્ય જન્મોથી આપણે બધાં કરતા આવ્યાં છીએ. મને સ્વજનો સુખ આપશે, સ્વજનો સાથે રહ્યો, એમની સાથે પ્રેમ કર્યો, સ્નેહ બાંધ્યો. મને લાગ્યું કે ‘ઓહો ! આ સ્વજનો, માતા-પિતા, પુત્ર-પત્ની, ભાઈ-બહેન કેવાં પ્રેમાળ છે! કેવાં હેત વરસે છે ! પરંતુ જ્યારે સ્વજનનું અવસાન થયું ત્યારે તેમના વિરહની વેદનાએ આપણા હૃદયને વલૂરી નાખ્યું. એક વાત, બરોબર મનમાં ઠસાવી દેજો કે સ્વજનો, પરિજનો, સંપત્તિ અને શરીર સાથેનો સંબંધ કર્મજન્ય છે. કર્મની નિર્જરા જો કરવી હોય તો રાગ-દ્વેષ કે શોક-ઉદ્વેગની સ્થિતિમાંથી બહાર આવવું જ પડશે. તો જ બહિરાત્મ સ્વરૂપમાંથી અંતરાત્મ સ્વરૂપમાં અને ત્યાંથી પરમાત્મ-સ્વરૂપ તરફ પ્રયાણ થશે. વ્યવહારમાં, ભાઈ, કોઈ તમને પૂછે કે ‘તમારે કેટલા દીકરા છે ?’ તમે પ્રત્યુત્તર આપો કે ‘મારે બે દીકરા છે’ - તો આવા જવાબ માત્રથી બહિરાત્મા નથી થઈ જવાતું, પણ ઊંડે ઊંડે જો તેનું સંવેદન થયા કરતું હોય તો તે બહિરાત્મભાવ છે. અંદરના સંવેદન ઉપર ઘણો મોટો આધાર છે. જેમ મંદી ઘૂંટાય તેમ તેનો રંગ જામે છે, એવી રીતે અંતરમાં જે ઘોલન થતું હોય છે, અંતઃકરણમાં જે સંવેદાતું પત્રાવલિ શ્રુતસરિતા 2010_03 ૨૭૧ Page #297 -------------------------------------------------------------------------- ________________ હોય તે સંવેદન છે. શુદ્ધ-બુદ્ધ સ્વરૂપની દૃષ્ટિએ, તમારે અને મારે વળી બે દીકરા શાના ? બંને દીકરા પણ કર્મજન્ય સંબંધને લીધે તમારા ઘેર જન્મ લઈને આવ્યા છે. બાકી, તમારા અને મારા બંને દીકરા પોતે સ્વતંત્ર જીવ છે અને પોતપોતાના કર્મોના કર્તા અને ભોક્તા છે. પૂ. મોટીબેનનો દેહ કે આપણા બધાનો દેહ પુદ્ગલ હોઈ તેનો સ્વભાવ સડણ, પડણ અને વિધ્વંસણનો છે. પૌદ્ગલિક શરીરને દર્દી લાગે. પુદ્ગલ જ મહાદગાખોર છે. તેના પર વિશ્વાસ રાખવા જેવો નથી. શ્રી આનંદઘનજી ફરમાવે છે યે પુદ્ગલકા ક્યા વિશ્વાસા, હૈ સ્વપ્નકા વાસા રે, ચમત્કાર વીજળી દે જૈસા, પાની બીચ પતાસા રે. એક રીતે જોતાં, ભાઈ, પુદ્ગલો જડ હોવા છતાં તમારા, મારા, બધાનાં ચેતન સ્વરૂપ આત્માને ચાર ગતિરૂપ સંસારમાં વિવિધ પ્રકારના નાચ નચાવી રહ્યાં છે. આત્મા અનંત શક્તિનો ધણી હોવા છતાં પુદ્ગલ તરફના તીવ્ર રાગ-ભાવને લીધે આપણે કેવા કાયર બની ગયા છીએ. જરાક અશાતાનો ઉદયકાળ જાગે ત્યાં આત્મા ગળિયા બળદ જેવો બની જાય છે. આપણે જો સ્વરૂપમાં સાવધાન બનીએ તો આત્મા ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ મનની સમાધિને ટકાવી રાખી શકાશે. મારા ભાઈ, સમ્યક્દષ્ટભાવવાળા તમે છો; અને ખબર છે ને કે સમ્યક્દષ્ટિના ભાવના ચિત્તનો પ્રવાહ મોક્ષરૂપ ઊંચાણવાળા પ્રદેશ તરફ હોય છે. શ્રી ચિદાનંદજી મહારાજ – પુદ્ગલ ભાવ રુચિ નહિ, તામે રહે ઉદાસ, સો આતમ અંતર લહે, પરમાનંદ પ્રકાશ. तरति शोक आत्मवित् । આત્માને જાણનારા મનુષ્યો શોકને તરી જાય છે, અને તેમનામાં આત્માનંદ એવો પ્રગટે છે કે તેમનો આખો બાકીનો અવતાર આનંદમય થાય છે. મૃત્યુલોકમાં રહીને પણ જીવનમુક્તિના આનંદને અનુભવાય છે. પરમાત્માની ભક્તિનું આ જ ખરેખરું આખરી રહસ્ય છે. કુશળતામાં રહેજો. અગાઉના જેવો હસતો, પુલિંકત તમારો ચહેરો મારે નિહાળવો છે. લિ. આપનો ભાઈ, રજની શાહ શ્રુતસરિતા 2010_03 ૨૭૨ પત્રાવલિ Page #298 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૬ સંયોગો વિયોગાન્તા ગુરુવાર, તા. ૨૩મી જાન્યુ., ૧૯૯૭ પ્રેમાળ, પ્રભાવી અને પ્રસન્ન ભાઈશ્રી, જય જિનેન્દ્ર. - પૂ. મોટીબેનના દેહત્યાગને દિવસો વિતતા જાય છે તેમનાં સંસ્મરણો તાજાં રહે છે. સ્મૃતિપટ પરથી પૂ. બેનના સ્મરણને દૂર કરી નાખો અને તેમને ભૂલી જાઓ, તેવું હું આ પત્રમાં કે અગાઉના પત્રોમાં કહેવા માગતો જ નથી. યાદ તો ચોક્કસ આવે જ. તે પર્યાય સાથે આપણો લાગણીભર્યો પ્રેમાળ સંબંધ હતો. સમ્ + બંધ = સંબંધ – બધાય સંબંધ બંધ-સમ જ ગણાય; અને બંધ શેનો કરાવે, કર્મનો જ કરાવે. માટે “સંબંધ” ને બદલે “સંયોગ' શબ્દ વિચારવો. સંયોગ વિચારીએ એટલે વિયોગ સમજી લઈએ જ. એક જ માતા-પિતાના સુસંસ્કારોથી તમે બંને એક જ ઘરમાં ઊછર્યા, મોટાં થયાં અને તમે તો વળી લઘુબંધુ. નાનાને આમે ય વધુ પ્રેમ મળે. ટૂંકમાં, બેનને ભૂલી ન જતા. પણ મારું કહેવાનું માત્ર એટલું જ છે કે દેહનો પર્યાય પરિવર્તનશીલ છે. એક કાયામાંથી બીજી કાયામાં સરકવું તેનું જ નામ સંસાર. પૂ. મોટીબેનની વિદાયને બીજી એક દૃષ્ટિથી પણ જોઈએ. મૃત્યુ એ એક હર્ષનું નિમિત્ત છે. જનાર જીવ એમ વિચાર કરે જ કે આયુષ્ય કર્મના નિમિત્તથી જ આ દેહનું ધારણ કરવાપણું છે, અને તેની સ્થિતિ પૂર્ણ થયે તે કર્મના પુદ્ગલો નાશ પામશે ત્યારે મારે બીજી ગતિમાં ઉત્પન્ન થવું પડશે, મારો આત્મા તો અનાદિ કાળથી મરણ પામ્યો નથી અને મરશે પણ નહિ; પરંતુ પુણ્યશાળી આત્માને તો આ સાત ધાતુમય મહા અશુચિના કોથળા જેવા અને વિનશ્વર સ્વભાવવાળા દેહનો ત્યાગ કરવો, અને શુભ કર્મોના પ્રભાવથી સમાધિના પ્રભાવથી પરભવે નવીન સુંદર શરીર ધારણ કરવું જેને મરણ કહેવાય છે. તેમાં શોક શાનો હોય ? તેમાં તો આનંદ જ માનવાનો છે. એક દષ્ટાંતથી જોઈએ : જેમ કોઈ માણસને એક સડી ગયેલી ઝૂંપડીને છોડી દઈ બીજા નવીન મહેલમાં જઈને વસવું હોય, તો તે માણસને શોક નહિ થતાં આનંદના ઊભરા હોય છે. તેવી જ રીતે આ આત્માને આ ખંડેર જેવા સડી ગયેલ દેહરૂપ ઝૂંપડીનો ત્યાગ કરી નવા દેહરૂપ મહેલને પ્રાપ્ત કરવો, એ મહા ઉત્સવનો અવસર છે. તેમાં કોઈ પ્રકારની હાનિ છે જ નહિ, કારણ કે જો આવા પ્રકારનું ઉત્તમ સમાધિ મરણ થાય તો હે ચેતન ! તે મરણ ઉત્તમ ગતિને આપનાર છે. પૂ. મોટીબેન સંથારો લઈને ઉત્તમ પ્રકારનું સમાધિમરણથી આનંદ માની સ્વજનો સહિત તમામ વસ્તુઓ વોસિરાવી અને પાછળના જીવો એટલે કે આપણે બધા, રાગના કે મોહના જોરથી કર્મબંધન ન કરે તે માટે પાકી ભલામણ કરી જ હોય અને તમે પણ તેમની ભલામણ અનુસાર વર્તન દાખવો એ જ સાચી ભાવપૂર્વકની શ્રદ્ધાંજલિ. પ્રાચીનકાળમાં આર્ય સંસ્કૃતિનું સજીવનપણું હતું, પરંતુ પાંચમો આરો આગળ વધતાં વધતાં વર્તમાનમાં તેથી વિપરીત દશા છે. માટે આપણું જૈનત્વ, આર્યત્વ અને મનુષ્યત્વની મર્યાદાનું લીલામ પત્રાવલિ શ્રુતસરિતા ૨ ૭૩. 2010 03 Page #299 -------------------------------------------------------------------------- ________________ ના થઈ જાય તે માટે વધુ પુરુષાર્થ કરવો જોઈએ. તમે તો પૂર્ણપણે, ભાઈ, સજાગ છો, જાગ્રત છો. જ્ઞાન અને ક્રિયા બંને વડે પૂરા રંગાયેલા છો. માટે પૂર્ણ સમજેલાને વળી વધુ શું સમજાવવા ! “સક્લ વિભાવ અભાવથી, પ્રગટ્યો શુદ્ધ સ્વભાવ, ડ્રોયથી જ્ઞાન અનંત જસ, તે સિદ્ધ નમો ધરી ભાવ. અનંત જ્ઞાન દરશન ધણી, રૂપ બળ જાસ અનંત, સાદિ અનંત સુખ અનુભવે, નમો સિદ્ધ ભગવંત.” આપ બંનેની કુશળતા ઇચ્છું છું. લિ. આપનો ભાઈ, રજની શાહ પત્રાવલિ-૭ અચિમય શરીર છતાં આવો રાગ ! શુક્રવાર, તા. ૨૪મી જાન્યુ., ૧૯૯૭ જ્ઞાનપિપાસુ, ક્રિયાસિક અને પ્રચંડ આત્મબળના ત્રિવેણી સંગમ સમા વ્હાલા ભાઈશ્રી, જય જિનેન્દ્ર. મને શરીર ગમે છે ! શરીર પર અને રાગ છે ! એટલે હું શરીરની કાળજી રાખું છું; શરીરની માવજત કરું છું. મારો આ શરીરપ્રેમ મને રાગ-દ્વેષી બનાવે છે. શરીરપ્રેમ તોડવો છે. વીતરાગ વાણીમાં તેના ઉપાયો છે. જપ-તપની કાંઈ લપ નથી. માત્ર ચિંતવન કરવું. વિચાર કરવાનો. ભાવના જ ભાવવાની. સૌ પ્રથમ એ વિચારીએ, કે મેં જ આ શરીરની રચના કરી છે. માતાના ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થતાં જ શરીરરચનાનું કાર્ય કર્યું હતું. આ રચના કરવા માટે મેં સર્વપ્રથમ માતાએ લીધેલા અને પેટમાં આવીને બીભત્સ-ગંદા બની ગયેલા આહારના પુલો (રજ, વીર્ય, લોહી વગેરે.) ગ્રહણ કર્યા હતા. આ રીતે શરીર રચનાનાં મૂળભૂત દ્રવ્યો ગંદાં અને મલિન હતાં, ત્યાર બાદ શરીરના સંવર્ધન માટે પણ માતાના ઉદરમાંથી આવતો જ આહાર મેં ગ્રહણ કર્યો - અસ્થિ, માંસ, મજજા આદિથી શરીર ભરાવા માંડ્યું. આવા ગંદા અને અશુચિમય પદાર્થોથી નિર્માયેલા આ શરીર પર રાગ કેવી રીતે થાય? આ શરીરમાં ભરેલા એ ગંદા પદાર્થો જ્યારે આ દેહના તમામ છિદ્રોમાંથી દિવસ દરમિયાન અવારનવાર બહાર પડે છે, ત્યારે જોવા પણ ગમતા નથી અને જોવામાં આવે તો કમકમાં આવી જાય છે. મારી અને તમારી કમનસીબી અને દુર્ભાગ્ય એ છે કે ભીતરનો ગંદવાડ જોવાની દૃષ્ટિ નથી લાધી. શરીર ઉપર ચડેલું વસ્ત્ર કે શરીરને કરાવેલો સ્વાદિષ્ટ આહાર પણ અંદર જઈ શુદ્ધ રહી શકતો નથી. ચોખ્ખા વસ્ત્રને પણ મેલું કરી નાખે, તો સ્વાદિષ્ટ આહારને પણ મળ’ જેવો દુર્ગધમય પદાર્થ બનાવી શ્રુતસરિતા ૨૭૪ પત્રાવલિ 2010_03 Page #300 -------------------------------------------------------------------------- ________________ દે, તેવું આ શરીર છે. શરીરના રાગ-દ્વેષી બનવામાં કાંઈ સાર નથી. શાસ્ત્રકાર કહે છે કે દેહનો કોઈ એક ખૂણો પણ શુદ્ધ નથી. પવિત્ર નથી. શરીરના કોઈ પણ અંગ-ઉપાંગમાંથી પવિત્રતાનો પરિમલ મળતો નથી. આવા અશુચિના કોથળા પ્રત્યે વિરાગી અને અનાસક્ત બની, હે ચેતન, આ શરીરનો ઉપયોગ આત્મશુદ્ધિની સાધના માટે કરી લઉં, તપશ્ચર્યા કરું, ત્યાગ કરું, ગુરુજનોની સેવા-ભક્તિ કરું, પરમાર્થ અને પરોપકારની પ્રવૃત્તિઓ કરું, નિર્મમ અને નિરાગી બનીને શરીરનાં બંધનને તોડી નાખું ! સ્મૃતિ સરોવરની પાળે, પૂ. મોટીબેનની સાથેના અનેક સંસ્મરણોની અનુભૂતિ થઈ આવતી હશે. આવી સ્મૃતિની અનુભૂતિઓને ભક્તિપૂર્વક વાગોળજો. તેમના જીવનમાંથી તમને ઘણું હજી પણ શીખવા મળશે. દરેકના જીવનમાં સારું સારું ગ્રહણ કરતા રહેવું, આનું જ નામ ગુણગ્રાહકતા. એક દષ્ટાંત. એક વ્યક્તિનું મૃત્યુ થયું. પરભવમાં દેવલોકમાં જન્મ થયો. જન્મ થતાંની સાથે અવધિજ્ઞાનથી જોયું તો અગાઉના ભવનાં પત્ની, બાળકો, ભાઈ-બહેન તમામ તે જીવના અગાઉના ભવના શરીરની સામે બેસી કલ્પાંત કરતાં હતાં. તેથી, દેવલોકમાં ગયેલ જીવ અગાઉના ભવના સ્વજનો સમક્ષ આવી કારમાં કલ્પાંતનું કારણ પૂછે છે. બધાં સ્વજનો એકી સાથે ઉત્તર આપે છે ‘તમે મૃત્યુ પામ્યા તેથી.” દેવ જવાબ આપે છે કે હું તો આ રહ્યો. હું તો મર્યો નથી. જો તમને મારામાં રાગ છે તો હું તો અજર અને અમર છું; અને જો તમને મેં ધારણ કરેલ દેહમાં રાગ હોય, તો દેહ તો આ રહ્યો, તેને ઘરમાં જ રાખી લો ને. મૂળ વાત, ભાઈ, આપણને બધાને જે તે આત્માએ ધારણ કરેલ દેહમાં જે તે પર્યાયનો રાગ થઈ જાય છે, અને પર્યાય પરિવર્તન પામતાં જ દુઃખ અને વિષાદ થાય છે. સ્વસ્થ બનો એ જ મારી ઇચ્છા છે. અંદરથી અને બહાર ચહેરા ઉપરથી તમને સ્વસ્થતા આવી છે તેની અમને અનુભૂતિ કરાવો. લિ. આપનો ભાઈ, રજની શાહ પા .. પત્રાવલિ-૮ જડચેતનનું સ્વરૂપ શનિવાર, તા. ૨૫મી જાન્યુ., ૧૯૯૭ પ્રચંડ પુણ્યોદયના પ્રગટ પ્રભાવીશ્રી, જય જિનેન્દ્ર. આત્મા માટે સંસાર એ એક જાતની જેલ છે. અનાદિકાળથી આત્માં ગુનેગાર બનતો આવ્યો છું. અજ્ઞાનદશામાં તો ગુના થાય, પણ આજે તો ડાહ્યા અને બુદ્ધિવાન ગણાતા આત્માઓની અંતરંગ પરિસ્થિતિ વિચારાય તો ગુનેગારીનો પાર નથી. જેટલા પ્રમાણમાં આત્મસ્વરૂપમાં, ભાઈ, આત્મા ટકે તેટલા પ્રમાણમાં તે બિનગુનેગાર. પત્રાવલિ ૨૭૫ શ્રુતસરિતા 2010_03 Page #301 -------------------------------------------------------------------------- ________________ આપણને બધાને, જિનવાણી-શ્રવણ કરવાના પ્રભાવે જડ અને ચેતન (દેહ અને આત્મા)નું ભેદજ્ઞાન થયું હોય તો તે શબ્દરૂપે હોય છે; પણ માન્યતા તે પ્રમાણે પણ કરવી પડે જ. જ્ઞાની જણાવે છે કે सम्यग्दर्शन पूतात्मा रमते न भवोदधौ । સમ્યગુદર્શનથી પવિત્ર થયેલો આત્મા સંસારમાં રમતો નથી. ચારિત્ર મોહનીય કર્મના ઉદયને લીધે સંસાર છોડી સર્વવિરતિ લઈ શકે નહીં, પરંતુ સંસારમાં રમણતા તો સમ્યગ્દર્શની જીવ દાખવે જ નહીં. પોતાનું કામ પોતાના ઘરને સંભાળવાનું છે. અવિરતિનો બીજો અર્થ પારકી પંચાત છે. પારકી પંચાત ટળે એટલે કે અવિરતિમાંથી દ્રવ્ય સર્વવિરતિ કે ભાવ સર્વવિરતિ આવે, આવે અને આવે જ. આવી સમજણની ડાહી ડાહી વાતો, ભાઈ, હું અને તમે સ્વાધ્યાયમાં અને સત્શાસ્ત્રના સંગમાં ઘણી વાર કરીએ છીએ, પરંતુ સુવર્ણના પ્રમાણ કરતાં આપણામાં માટીનું પ્રમાણ વધતું ચાલ્યું છે. આત્મશક્તિ કરતાં કર્મશક્તિનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. માટે જ આત્માના સ્વાભાવિક તેજ નષ્ટ થતાં ચાલ્યા છે. આપણા આત્માના પ્રત્યેક પ્રદેશે અનંતજ્ઞાનાદિ શક્તિ ભરેલી હોવા છતાં, વીતરાગની અપેક્ષાએ, આપણે કેવા તદ્દન ભિખારી જેવા લાગીએ છીએ ! આત્માની સંપત્તિનું લીલામ કરનારા અને કરાવનારા જાલીમ દુશ્મનોને (મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ) દુશમનો તરીકે હજુ આપણે ઓળખ્યાં નથી; બલ્ક એ શત્રુઓમાં મિત્રતાની બુદ્ધિ રાખીએ છીએ. આનાથી વધુ આપણું શું દુર્ભાગ્ય હોઈ શકે ! સંસારવૃક્ષને નવપલ્લવિત રાખનાર જો કોઈ હોય તો આ ત્રણ જાલીમ દુશ્મનો જ છે. પૂ. મોટીબેને વિદાય લીધી. આપણે સૌ કોઈ એક દિવસે, આયુષ્યકર્મ પૂર્ણ થતાં, વિદાય લઈશું. સ્વજન એવા પૂ. દેવકાબાઈ બેનના જીવનમાંથી કંઈક એવું મેળવીએ કે જે ભવોભવ ઉપરને ઉપર લઈ જાય. બાકી તેમના વિરહ અને વિષાદ માટે તો સમય એ જ દવા છે. સમય જતાં બધું વિસારે પડી જાય છે. મારા પિતાનું મૃત્યુ ૪૨ વર્ષ અગાઉ થયું હતું. હવે અમે બધા તેમની વાર્ષિક પુણ્યતિથિએ વર્ષમાં એક વાર ભાવપૂર્વક અને ભારપૂર્વક યાદ કરીએ છીએ. પૂ. મોટીબેને “સંથારો' લઈ વોસિરાવી દીધા. તેમાંથી આપણે એ શીખવાનું કે આપણે પણ દરરોજ રાત્રે સૂતી વેળાએ બધું ય વોસિરાવી દેવાનું; એટલી છૂટ રાખીને કે જો હું સવારે પથારીમાંથી ઊઠું, તો બધું જ યથાવત્ ભોગવવાનું. અને વધુ રાત્રે સૂતી વેળાએ પચ્ચખ્ખાણ, એટલે વોસિરાવ્યાથી અપરિગ્રહી અને પ્રત્યાખ્યાનથી વિરતિપણું. આ બે સ્થિતિમાં જો કદાચ આયુષ્ય પૂર્ણ થઈ પણ જાય ને, તો ગતિ તો ઉચ્ચ નક્કી જ અને સાથે સાથે આ ભવમાં કરેલ આરંભાદિ અને પરિગ્રહાદિની રાવી પરભવમાં પહોંચે નહીં. આવી અનેક વાતો, પૂ. બેન પાસેથી શીખવાની છે. તેમના જીવનની ઘટનાઓને યાદ કરી જીવનમાં ઉતારજો. મારા લાયક ઉતારવા જેવી હોય તો મને પણ જણાવશો. હું પણ અવશ્ય ઉતારીશ. परार्थग्रहणे येषां, नियमः शुद्धचेतसाम् । अभ्यायान्ति श्रियस्तेषां, स्वयंमेव स्वयंवराः ।। જે પવિત્ર મનવાળા પુરુષોને પારકું ગ્રહણ નહિ કરવાનો નિયમ હોય છે, તેઓને પોતાની મેળે જ લક્ષ્મી (મોક્ષ) સ્વયંવરા થઈને ચાલી આવે છે. લિ. આપનો ભાઈ, રજની શાહ શ્રુતસરિતા 2010_03 પત્રાવલિ Page #302 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૯ ભ્રમણા દુઃખરૂપ છે સૌજન્યશીલ સહૃદયી સ્વજનશ્રી, જય જિનેન્દ્ર. પૂ. ઉમાસ્વાતિ મહારાજ કહે છે રવિવાર, તા. ૨૬મી જાન્યુ., ૧૯૯૭ माता भूत्वा दुहिता भगिनी भार्या च भवति संसारे । व्रजति सुतः पितृतां भातृतां पुनः शत्रुतां चैव ॥ અર્થ : સંસારમાં (જીવ) માતા બનીને (મરીને) પુત્રી, બહેન અને પત્ની બને છે તથા પુત્ર (મરીને) પિતા, ભ્રાતા અને શત્રુ બને છે. સંબંધોના બંધન-સંબંધોની માયા - આ જ સંસાર છે ને ! આ જ છે ભવભ્રમણનું મૂળ કારણ. આ સંસારરૂપી સ્ટેજ નાટક તો એક જ, જીવો પણ તેના તે જ, માત્ર પાત્રવરણી બદલાય. અનંત સંસારના ઘોર ધસમસતા પ્રવાહના કિનારે ઊભા રહી, સ્કૂલ આંખો બંધ કરી, માત્ર જ્ઞાતા અને દ્રષ્ટા બની, શાસ્ત્રદૃષ્ટિના માધ્યમના આ સંસારપ્રવાહને જો આપણે જોઈએ ને તો, અનંત અનંત જીવોના સંબંધ-પરિવર્તન જ દેખાય. રાગ ના થાય, દ્વેષ પણ ના થાય. આત્મભૂમિમાં વિરક્તિનાં ફૂલો ખીલી ઊઠે છે. કોઈ જ સંબંધ મનને બાંધી શકતો નથી. બધા જ સંબંધો એ અવસ્થામાં અળગા થઈને ઊભા રહી જાય છે. સંબંધોની કલ્પનાથી જે આંતરસુખોનો સર્વથા અભાવ હતો, તે દૂર થઈ ગયો. સંબંધોની ગાંઠો ખૂલી થઈ, અને એની સાથે જ આંતરસુખના મધુર સ્પંદનોએ રસતરબોળ કરી દીધા. આપણે સંબંધોની ભ્રમણાઓમાં અસંખ્ય ભવોથી ભરમાયેલા જ રહ્યા. પણ હવેથી, વર્તમાન ભવથી, આ ભ્રમણા તોડવી જ છે, એવો ભાઈ, પાકો નિરધાર કરવો જ રહ્યો. હવે કોઈની તાકાત નથી કે આપણને બાંધી શકે. સંસારના બાહ્ય વ્યવહારોમાં આવશ્યક એવા બધા સંબંધો જાળવવાના. ફરજો બધી જ બજાવવાની; પરંતુ અંતરંગ જાગૃતિ જાળવીને. આપણું વલણ કૃતજ્ઞતાભર્યું અને વ્યવહાર પાકો ઔચિત્યપૂર્ણ રાખવાનો, પણ આપણું મન સંસારના કોઈ સંબંધમાં ન બંધાઈ જાય, આ માટેની સતત સાવધાની સાથે. ‘કરુણાના કરનારા' પદમાં સુંદર ગાઈએ છીએ ને ! “હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી, અવળીને સવળી કરનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી. હે પરમ દયાળુ વ્હાલા, મેં પીધા વિષના પ્યાલા, વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.' સાચે જ ભાઈ, અરિહંત ભગવાનની કરુણાનો કોઈ પાર નથી. અપાર કરુણા અને અસીમ ઉપકાર છે. શ્રી જિનેશ્વર ભગવંતોની ત્રણ જગતના પામર જીવોને પવિત્ર કરવાનું એક નૈસર્ગિક પત્રાવલિ શ્રુતસરિતા . 2010_03 ૨૭૭ Page #303 -------------------------------------------------------------------------- ________________ મીશન જાણે ! મારા અને તમારા જીવનમાં માતા-પિતા-ભાઈ-બહેનનો વિરહ તો આપણા આખા ય જીવનમાં થોડાક કે વધુ વર્ષોનો, પણ ભાવતિર્થંકરનો વિરહ તો આખાય ભવનો. આપણે આ ભવમાં જન્મ્યા ત્યાંથી મૃત્યુ પામીશું ત્યાં સુધી તેમનો વિરહ જ છે ને. તેમનો (અરિહંત) વિરહ સ્વજનોના વિરહથી વધારે લાગે છે કે ઓછો ? આના જવાબ ઉપરથી, આપણી સમ્યગદર્શનની કક્ષા નક્કી થઈ જશે. ભવસાગરથી પાર પડવું જ છે, અને પાર પડીને જ જંપીશું, એવો પાકો નિરધાર, રરંતે શi vજ્ઞામિ – આ સૂત્ર વડે (અર્થ અને ભાવ બંને વડે) ચિંતા-સંતાપ અને સંક્લેશ મોળા પડી જશે અને ચિત્તમાં પ્રસન્નતા અને ભવ્ય સ્કૂર્તિનો અનુભવ થશે જ. લિ. હંમેશાં આપનો, રજની શાહ પત્રાવલિ-૧૦ આશ્રવ નિરોધ એ ધર્મ સોમવાર, તા. ૨૭મી જાન્યુ., ૧૯૯૭ આતમરામી ભાઈશ્રી, જય જિનેન્દ્ર. દરેક જીવ જ્ઞાનદર્શનાદિ ગુણોમાં રમણતા કરે એ આત્મા માટે ઊંચામાં ઊંચો ખોરાક કહેવાય અને તેવા પુરુષોને જ આતમરામી કહેવામાં આવે છે. આપણે તે જ બનવું છે. અધ્યાત્મનો અર્થ એટલે આત્માને ઉદ્દેશીને ધર્મક્રિયામાં પ્રવર્તવું. નિર્વિકલ્પ સ્થિતિ એ તેનો બીજો અર્થ. મહાપુરુષોએ, મનને માછીમારની ઉપમા આપી છે તે અંદરમાં સંકલ્પ-વિકલ્પની જાળ બિછાવીને તેમાં આત્માને એવો સપડાવી દે છે કે આત્માને પોતાના નિર્વિકલ્પ સ્વરૂપનું ભાન જ રહેતું નથી અને તે જ મન જો અનિત્ય આદિ ભાવનાઓના ચિંતનમાં લાગેલું હોય તો મન કલ્યાણ મિત્રનું કામ કરે છે. સૂત્રકાર ભગવાન ફરમાવે છે : अगं जाणई सो सव्वं जांणई એક આત્માને જેણે જાણ્યો તેણે સર્વ કાંઈ જાણ્યું. જ્યાં પાયો અને ચણતર મજબૂત છે ત્યાં મોક્ષનો મહેલ ઊભો થવાને કોઈ વાર નથી લાગતી. વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનો અને નિર્ગથ ગુરુજનોનો આપણા પર અપાર અનુગ્રહ છે. અને તેનાથી જ આપણું આત્મવીર્ય આટલું ઉલ્લાસ પામ્યું છે. પાપોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ એનું જ નામ: સર્વવિરતિ. ભાઈ, દ્રવ્ય સર્વવિરતિ તો આ દેશમાં શક્ય નથી, પરંતુ ભાવ સર્વવિરતિ તો ચોક્કસ લઈ શકાય. પણ તે માટે સૌ પ્રથમ આપણે ભાવ દેશવિરતિમાંથી ઉપર ઊઠવું પડે ને. અવિરતિનો પર્યાયાર્થી શબ્દ જ “આશ્રવ’ છે. આશ્રવ જ પ્રમાદને નોતરે છે. અને પ્રમાદ આવતાં જ આત્મભૂમિ પર કર્મશત્રુઓ શ્રુતસરિતા ૨૭૮ પત્રાવલિ 2010_03 Page #304 -------------------------------------------------------------------------- ________________ અધિકાર જમાવતા જાય છે. અને સરવાળે ક્રોધની સામે ક્ષમાભાવ ટકતો નથી, રોષ અને રીસ સ્વાભાવિક બની જાય છે. મનમાં જુદું, વાણીમાં જુદું ! આચરણ એનાથી પણ જાદું. કષાયોનો અનંત પ્રવાહ રોકે જ છૂટકો. મોક્ષ સિવાયનું બધું જ સુખ અનિત્ય અને વિનશ્વર છે, તેનો વિચાર કરવો જ રહ્યો. પૂ. મોટી બેન હતા ત્યારે સુખ હતું કે જે આજે તેમની વિદાયથી તેમના થકી સુખ જતું રહ્યું. આવા વધુ ને વધુ વિચારો આત્માને કર્મબંધન કરાવે, આર્તધ્યાન-રૌદ્રધ્યાન તરફ લઈ જાય. માટે તે વિચારનો પણ સંવર. સર્વસંવર કરતાં ઘણાં વર્ષો હજી પણ વીતશે, કદાચ બે-ચાર ભવ પણ. પરંતુ મારે અને તમારે, આ પ્રયત્ન તો ચાલુ જ રાખવો પડશે અને તો જ ભાવસંવરની સફળતા. અને એક વાર જો ભાવસંવર આવી ગયું, તો સાચી નિર્જરા તેની સાથે જ છે એટલે સર્વસંવર સાથે આત્મામાં પ્રવેશી ગયેલાં સર્વ અનંત કર્મોનો નાશ. જે સમયે સમૂળગો નાશ તે જ સમયે કેવલજ્ઞાન, ખરુંને ભાઈ, શાસ્ત્ર સમર્થન આપે છે કે એક અંતર્મુહૂતમાં કોડાકોડી સાગરોપમ વર્ષો સુધી ભોગવવા પડે તેવા કર્મો બાંધે છે, અને આવી રીતે કોડાકોડી સાગરોપમ વર્ષોથી કર્મો બાંધતા આવ્યા છીએ. નિર્જરા તત્ત્વની ખાસિયત એ છે કે જો જીવ જ્ઞાનસહિત સવળો પડે તો કોડાકોડી સાગરોપમમાં બાંધેલા તમામ કર્મો એક જ અંતમુહૂતમાં તોડી પણ શકે છે. આમ જો આશ્રવ અટકે પછી અનુક્રમે એટલે સંવર પછી સર્વસંવર આવે જ. મનને આવી બધી વાતોથી સમજાવજો. પૂ. મોટીબેનના દેહત્યાગની ઘટનાને શુભ નિમિત્ત બનાવી આત્માના ઉત્થાન કાર્યમાં લગાડજો, અને તે જ સાચી શ્રદ્ધાપૂર્વકની અંજલિ. આટલી સમજણ પછી સ્તવન ગાવું પડશે જ નહીં. “આ જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો.” આપનો સ્વજન, રજની શાહ પત્રાવલિ-૧૧ અરિહંતે શરણં પવામિ મંગળવાર, તા. ૨૮મી જાન્યુ. ૧૯૯૭ આણાએ ધમ્મો'ના અનુશાસક શ્રી, જય જિનેન્દ્ર. અહિંસા એ જ આજ્ઞા છે, અને આજ્ઞા એ જ ધર્મ છે. પરંતુ તે આજ્ઞા કઈ ? જો કે દરેક જીવના સુખ-દુઃખ જુદા જુદા હોય છે. એક માનેલું સુખ બીજાને દુઃખરૂપ હોય અને એકે માનેલું દુઃખ બીજાને સુખરૂપ હોય છે. મરવું કોઈને ગમતું નથી. તેથી વીતરાગ પ્રભુ કહે છે કે હેય-શેય અને ઉપાદેયને તસ્વરૂપ જાણવા-સ્વીકારવા તથા ત્યાગ કરવાનો વિવેક કરવો. પૂ. મોટીબેનનો દેહ શેયભાવથી નાશવંત જ હતો માટે તેમાં રાખેલો રાગભાવ હેય છે. સાધાર: પ્રથમ ધર્મ: અર્થાત્ કોઈ પણ ચીજનું જ્ઞાન ત્યારે જ સાર્થક ગણાય કે જાણ્યા પછી યથા પત્રાવલિ શ્રુતસરિતા 2010_03 Page #305 -------------------------------------------------------------------------- ________________ સમયે તેનો તે મુજબ અમલ થાય, અને તે અમલમાં આત્માનું આત્મકલ્યાણ સમાયેલું છે. માટે હવે આવું ચિંતવન કરી પૂ. બેનની વિદાયને આવી રીતે મૂલવશો. આવી મૂલવણીથી જ પૂ. મોટીબેને લીધેલ “સંથારો' નવપલ્લવિત, પુષ્પિત અને ફલિત થશે. તમે આ ઘટનાને અનેકાના સ્વરૂપે નિહાળો. એક વધુ દૃષ્ટાંતથી તમને સમજાવું. મીઠા રસવાળી પાકી કેરીને જોઈને એક સંસારી વ્યક્તિના મોમાં પાણી આવી જાય છે, જ્યારે તે જ કેરીને એક વનસ્પતિના જીવ તરીકે જોઈને સાધુની આંખમાં પાણી આવી જાય છે. આવું ચિંતવન જ ચિત્તખિન્નતાને સ્થાને ચિદાનંદ ખુરાવે અને આંતરશુદ્ધિ અને આંતરવિકાસની અપેક્ષાએ ચિંદાનંદપણું અત્યંત આવશ્યક છે. આવી સતત વિચારધારા ચિત્તપ્રસન્નતા, ધ્યાનલક્ષિતાને અને ધ્યેયલક્ષિતાને પુષ્ટ બનાવે છે. આપણે વિચારક્ષેત્રમાં અનેકાન, વચનવ્યવહારના ક્ષેત્રમાં સ્યાદ્વાદ અને સામાજિક તથા આત્મશાંતિના ક્ષેત્રમાં અપરિગ્રહપણાનું રૂપ પ્રગટાવવાનું છે. મોહની પ્રબળતાને લીધે સંસાર વધતો જાય છે. ભાઈ, આ દેહ દ્વારા કાર્ય સાધી લેવાની મળેલી તક વારંવાર મળતી નથી. આવતો ભવ મનુષ્યનો મળે કે ના મળે? વિશ્વાસે બહું રહેવા જેવું નથી. સરોવરનું દૃષ્ટાંત બંધબેસતું છે. નિર્મળ મીઠા પાણીથી ભરેલું, ઉપશાંત રજવાળું તથા જલચર જીવોની રક્ષા કરતું સરોવર જે રીતે સમતલ ભૂમિમાં પણ પોતાના સ્વરૂપમાં મસ્ત રહી, જલપ્રવાહ અને તરંગોને પોતાનામાં સમાવી આત્મરક્ષા કરતું રહે છે. તે રીતે આપણે પણ બુદ્ધિમાન, તત્ત્વજ્ઞ, જાગ્રત અને આરંભ-સમારંભરૂપ (દેશવિરતિ રૂપે) પાપકાર્યોથી વિરમવું જ જોઈએ. આપણે સરોવરના ઉપરોકત ગુણયુક્ત થવાનું લક્ષ્ય રાખવું જોઈએ. આપણે મુમુક્ષુ બની મધ્યસ્થ ભાવથી જીવનમાં બનતી તમામ ઘટનાઓનું નિરીક્ષણ કરવું જોઈએ. આવું સત્ય શ્રદ્ધાપૂર્વક વિચારવાથી આપણું અંતરાય કર્મ દૂર થશે અને તત્ત્વ સમજાશે, તો જ સમભાવ આવશે. સમભાવ એ તો સંયમાનુષ્ઠાનનો પાયો છે. સરલ આત્માની જ શુદ્ધિ થાય છે અને શુદ્ધ આત્મામાં જ ધર્મ સ્થિર રહી શકે છે. માટે હવે ભાઈ, સરલ બની જાઓ. ___ सम्मीलने नयनयोर्न हि किंचिदस्ति ।। આંખો મીંચાતાં તેમાંનું (અનુકૂળ કુટુંબ પરિવાર, મિલ્કત, વૈભવ વગેરે.) કાંઈ તારું નથી. શાતામાં રહેજો, અને સ્વસ્થતા કેળવજો. લિ. આપનો ભાઈ, રજની શાહ શ્રુતસરિતા 2010_03 onal 2010_09 ૨૮O પત્રાવલિ Page #306 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧૨ નિશ્ચય દૃષ્ટિ હૃદય ધરીજી..... બુધવાર, તા. ૨૯મી જાન્યુ., ૧૯૯૭ શ્રેયસકર શ્રેયાર્થી શ્રી, જય જિનેન્દ્ર. હે આત્મ, આ ચૌદ રાજલોકના વિરાટ વિશ્વમાં તું સર્વત્ર જન્મ્યો છે અને મર્યો છે ! એક બિંદુ જેટલી પણ જગા એવી નથી કે જ્યાં તું જન્મ્યો ન હોય, જ્યાં તું મર્યો ન હોય. નીચેની સાતમી નરકથી માંડી ઉપર સિદ્ધશિલા સુધી જુદા જુદા નામે, જુદા જુદા રૂપે હું જન્મેલો છું અને મરેલો છું. પરમાણુથી માંડી અનંતાઅનંત પુદ્ગલ સ્કંધ સુધીના રૂપી દ્રવ્યો મેં ભોગવ્યાં છે ! બધું જ ભોગવ્યું છે..... છતાં કાયમ માટે ધરાયો નથી ! મને તૃપ્તિ થઈ નથી. દુઃખનાં બે કારણો, બે માધ્યમ હોય છે. (૧) શરીર અને (૨) મન. આ બે માધ્યમોથી દુ:ખ બે પ્રકારનાં હોય છે. શારીરિક અને માનસિક. મન વિનાના જીવોને માત્ર શારીરિક દુઃખ હોય છે. મન વાળાને શારીરિક અને માનસિક દુ:ખ બંને હોય છે. મુકતાત્માને દુઃખના કારણભૂત મન અને શરીર નથી હોતાં, માટે તેમને દુઃખ ન જ હોઈ શકે - માત્ર સુખ જ હોય. આપણે બનવું છે મુક્તાત્મા, અને તે માટે આપણે સાંસારિક વિષાદ અને વ્યગ્રતાને ત્યજવી જ રહીને, ભાઈ. ગૌતમ સ્વામીને તીર્થપતિશ્રી વર્ધમાન સ્વામી પરના રાગને કારણે તો કેવળજ્ઞાન અટકીને ઊભું રહી ગયું હતું. રાને તોડવો જ રહ્યો. તમારો અને પૂ. મોટીબેનનો સંબંધ આ ભવનો નહોતો, પણ ભવભવાંતરોનો હતો. લાંબા કાળથી પરસ્પર પ્રીતિને પ્રાપ્ત કરી હતી. તમે બંને એકબીજાના અનુગામી રહ્યા છો. ઘણા ભવોથી અનુવર્તન કરી રહ્યા છો. અને પ્રેમ ભરેલી દોરડીમાં પરસ્પર બંધાઈને રહ્યા છો. આવું બધું ચિંતન કરવાથી, ભાઈશ્રી, તમે એ વાત સ્વીકારશો કે કેવળજ્ઞાન પ્રાપ્ત થવું સુલભ છે, પણ સમ્યગ્દર્શન પ્રગટ થવું ખૂબ મુશ્કેલ છે. આપણા અનાદિ કાળના અંતરંગ શત્રુઓ મોહ, રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ છે. બાહ્ય શત્રુઓનો પરાભવ કરવો એ સહેલી વાત છે, પણ અંતરંગ શત્રુઓનો પરાભવ કરવો એ ઘણી આકરી વાત છે. મમતાની ગાંઠ ઢીલી થાય તો જ સમતાનું સ્થાન પ્રગટે પણ તે માટે જિનેશ્વર ભગવંતની વાણીને સાધનધર્મ તરીકે આચરણમાં મૂકવી પડે માટે જ જ્ઞાની કહે છે કે દર્શનાવરણીય કર્મના ઉદયજન્ય ચક્ષુનો અંધાપો સારો છે, પરંતુ મિથ્યાત્વમોહના ઉદયજન્ય અંતરનો અંધાપો મહાભયંકર છે. માટે જ પૂ. મોટીબેનના વિદાયના દુઃખદ પ્રસંગે તમે વ્યવહારિક દૃષ્ટિને બાજુએ રાખી નિશ્ચય દૃષ્ટિ કેળવો. મહામહોપાધ્યાય પૂ. યશોવિજયજી ફરમાવે છે : પત્રાવલિ . 2010_03 “નિશ્ચય દૃષ્ટિ હદયે ધરીજી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી, ભવ સમુદ્રનો પાર'' આપણે દૃષ્ટિમાં નિશ્ચય તો લાવવો નથી; પરંતુ નિશ્ચયની હદ આપણા આત્મામાં પ્રાપ્ત કરવી ૨૮૧ શ્રુતસરિતા Page #307 -------------------------------------------------------------------------- ________________ છે. શ્રી ભગવતી સૂત્રમાં કહે છે “ચત્તમાને નિવે” ચાલવા માંડ્યું એટલે પહોંચ્યા જ કહેવાય. માટે હવે સમ્યગૃષ્ટિ તરફ ચાલવા માંડો. સમ્યગુદૃષ્ટિ આત્મા કાયાથી ભલે સંસારમાં હોય પણ મનથી તો મોક્ષમાં જ છે. વ્યવહાર નયની અપેક્ષાએ સમાપ્તિના અંતિમ સમયે કાર્યની પૂર્ણતા ગણાય, પણ નિશ્ચય નયની અપેક્ષાએ પ્રતિ સમયે કાર્ય થતું જાય છે. દેશમાં આપના પરિવારના બધા સ્વજનો પણ સત્વરે સ્વસ્થ બને તેવી ભાવના સાથે. લિ. આપનો ભાઈ, રજની શાહ પત્રાવલિ-૧૩ આ જન્મ પુરુષાર્થની તક છે. ગુરુવાર, તા. ૩૦મી જાન્યુ, ૧૯૯૭ સુજ્ઞશ્રી, જય જિનેન્દ્ર. અનંત જીવસૃષ્ટિમાં, આજે આપણે મનુષ્યરૂપે છીએ, આપણને મનુષ્ય જીવન મળેલું છે. આ આપણું મહાભાગ્ય છે. આ હા ! કેવું ભાગ્ય જાગ્યું, વીરના ચરણો મળ્યા” હું નરકમાં નારકીરૂપે હોત તો? હું તિર્યંચગતિમાં પશુરૂપે, પક્ષીરૂપે કે કીડારૂપે હોત તો? કેવી ઘોર વેદનાઓ સહેવી પડત? પ્રગાઢ અજ્ઞાનના અંધકારમાં ભટકવું પડત? દેવલોકમાં દેવ હોત તો યે શું? વૈષયિક સુખોમાં લીન બન્યો હોત અને ધર્મપુરુષાર્થથી વંચિત રહ્યો હોત. આપણા વર્તમાન ભવમાં ભલેને તીવ્ર દુઃખો નથી કે ભરપૂર સુખો નથી, પરંતુ આત્મ-કલ્યાણ અર્થે પુરુષાર્થ કરવાની પૂરેપૂરી તક છે. પરંતુ, જો આપણે અકર્મભૂમિમાં મનુષ્ય તરીકે જન્મ્યા હોત તો શું થાત ? ત્યાં કોઈ તીર્થકર ન જન્મ, ન કોઈ ધર્મશાસન, ન કોઈ સદ્ગુરુ ! આ ઉપરાંત, આપણને આર્ય દેશમાં જન્મ મળ્યો એટલું મનમાં ચોક્કસ ઠસાવજો કે આર્ય એવો ભારત દેશ છોડી અમેરિકા આવવાનું બન્યું તે પુણ્યની નિશાની નથી; એટલો પુણ્યોદય ઓછો. મારે, તમારે કે બધા માટે. આ બંને દેશોની ભૌતિક સામગ્રી કે અન્ય લૌકિક સમૃદ્ધિની સરખામણી કરવી જ નહીં. એમ પણ વિચારો, આપણે અહીં જે પ્રતિમાની સેવા-પૂજા કરીએ, તે પણ જિનશાસન શણગાર સમા આચાર્ય ભગવંતોના કરકમલ હસ્તે અંજનશલાકા થયા વિનાની. અંજનશલાકા એટલે જ પ્રતિમાજીમાં પ્રાણ પૂરવાની પરમ પાવનીય પ્રક્રિયા. અંજનશલાકાવાળી પ્રતિમાજી હોય તો દરરોજ સેવા-પૂજા તે પ્રતિમાજીની થવી જ જોઈએ કે જે આ કહેવાતા સમૃદ્ધ દેશના સાધર્મિક સ્વજનો માને છે કે તે શક્ય નથી. તમે એમ કહેશો કે અંજનશલાકાવાળી કે વિનાની પ્રતિમાજી. મૂળ વાત તો, આપણા ભાવ કેળવવાની છે, જાળવવાની છે. ભાઈ, ભાવ કેળવવામાં અને જાળવવામાં પ્રતિમાજીનું આલંબન શ્રુતસરિતા ૨૮૨ પત્રાવલિ 2010_03 Page #308 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વનો ભાગ ભજવે છે. માટે તો તીર્થસ્થાને શંખેશ્વર, પાલીતાણા વગેરે સ્થળોએ આપણને વિશિષ્ટ અનુભૂતિ થાય છે જ. આવાં મોટાં તીર્થોએ પ્રતિમાજીની પ્રાચીનતા, અંજનશલાકા, પ્રતિષ્ઠાવિધિ ઉપરાંત વખતોવખત અનેક જિનશાસન પરમ પ્રભાવક પ્રખર મહારાજાધિરાજા સમર્થ આચાર્ય ભગવંતો વડે દર્શન કરાયેલી હોય છે. આવું બધું, અહીં અમેરિકામાં ક્યાંથી લાવવું, મારા ભાઈ ? મારું પણ પુણ્યબળ કાચું પડ્યું હોઈ અહીં આવવાનું થયું, પરંતુ આવી ખોટ જે મને સતત લાગ્યા કરે છે તે પૂરાય તેમ પણ નથી. મન મનાવીને રહેવું, પરંતુ અહીંની ધન્યતા અનુભવવા જેવી નથી. રંજ, શોક કે પશ્ચાત્તાપ અંતરમાં ધારણ કરવો, કે જેથી પુણ્યનો પુનઃ સંચય થાય અને આ ભવમાં આર્ય દેશમાં સ્થિર થવાની પુનઃ તક મળે અથવા આવતા ભવમાં કર્મભૂમિ અને આર્યદેશ પૂર્ણ ભવ પર્યત મળેલો રહે. વધુ એક દૃષ્ટિએ. મનુષ્ય જન્મ, કર્મભૂમિ, આર્યદેશ, આર્યકુલ,નીરોગિતા અને આયુષ્ય પ્રાપ્ત હોવા છતાં શ્રદ્ધા, સગુરુ અને શાસ્ત્રશ્રવણ પ્રાપ્ત થવા છતાં, સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાન પ્રાપ્ત થવું ઘણું દુર્લભ છે. વિરતિની દુર્લભતા છે. વૈરાગ્ય ભાવ કેળવી વૈરાગ્યવિજય દુર્લભ છે, વૈરાગ્યવિજયના ઉપાયો પણ આગમો અને શાસ્ત્રોમાં પ્રાપ્તમાન છે. ઉપાયો ભારે લાગે છે, પરંતુ ખરેખર તેવું નથી. ઉપાયો હલકા છે, પણ આપણા મનની સ્થિતિ ભવાભિનંદી હોઈ ભારે છે, પૂ. મોટીબેનનો પુણ્યશાળી આત્મા શાતામાં જ હશે. તમે શાતામાં આવી સત્વરે સ્વસ્થ બનો એ જ પરમ ભાવના. લિ. આપનો ભાઈ, રજની શાહ * * * * * પત્રાવલિ-૧૪ આત્મદર્શનથી પામીએ સકળ પદારથ સિદ્ધ શુક્રવાર, તા. ૩૧મી જાન્યુ., ૧૯૯૭ શ્રદ્ધેયશ્રી, જય જિનેન્દ્ર. જિનેશ્વર ભગવંતો અને અનેક સમર્થ આચાર્યોના નશ્વર દેહની માફક પૂ. મોટીબેનના નષ્ટ નશ્વર દેહને આજે સમય વિતતો જાય છે અને વીતતો જશે; પણ તેઓનો અક્ષરદેહ આજે ય આપણે સંભારીએ છીએ. આ સંસારના પારિવારિક સ્વજનો સાથેનો સંબંધ અનેક ભવોથી ચાલ્યો આવે છે અને જો આપણે હજી કર્મ-સંબંધ તરીકે સમજીશું નહીં તો હજી યે આ સંબંધ ચાલ્યો જ રહેવાનો. - જો સંબંધ જ વિચારવો-સંભાળવો હોય તો જિનેશ્વર ભગવંત સાથેનો વિચારીએ. તેમની સાથે હું, તમે અને બધા એક સમયે ભૂતકાળમાં નિગોદમાં સાથે જ હતા, રમતા, જમતા વગેરે અને આજે જ્યારે સિદ્ધસ્વરૂપી જિનેશ્વરની અને આપણી વચ્ચે અંતર કેટલું બધું પડી ગયું છે ? કારણ એક છે - મોહજન્ય અજ્ઞાન. તીર્થકરના જીવનની માફક આપણું જીવન પણ એક સ્વયં ઇતિહાસ બની જાય પત્રાવલિ ૨૮૩ શ્રુતસરિતા 2010_03 Page #309 -------------------------------------------------------------------------- ________________ તે જ લક્ષ્ય રાખવું છે. એટલે કે, ભાઈ, આવતી કે પછીની ચોવીસી કે તે પછીની ચોવીસીના ‘લોગસ્સ સૂત્ર'માં આપણું નામ આવે કે ના આવે, પરંતુ જીવનમાં અપૂર્વ સત્ત્વ બતાવી, સત્યપ્રકાશ પામેલાઓની યાદી સ્વરૂપ શ્રી ભરહેસરની સજઝાયમાં તો આપણું નામ આવવું જ જોઈએ. “ભરહેસર બાહુ-બલી, અભયકુમારો અ ઢંઢણકુમારો.....'' વળી, તે પણ લક્ષ્યમાં લેવા જવું છે કે કોઈ ભવ્ય જીવે પુરુષાર્થ કરી મોક્ષગમન કરી આપણને સૂક્ષ્મ નિગોદમાંથી બહાર કાઢી છેક આ મનુષ્ય ભવ સુધી વિકાસ કરવાની અપૂર્વ તક આપી, તો શું આપણે અન્ય કોઈ જીવને આવી તક પૂરી નહીં પાડીએ, અને તે માટે સમ્યગ્દષ્ટિ કેળવી મોક્ષદિશા તરફ જવાનો પુરુષાર્થ કરવો જ રહ્યો, આપણે સાવ નગુણા તો નથી. તીર્થંકર જો બનવાનું લક્ષ્ય હોય તો તેમાં તો ‘સવિ જીવ કરું શાસનરસી'ની ઉત્કૃષ્ટ પ્રકૃષ્ટ ભાવના હોવી જોઈએ. આ પણ ઉચિત છે જ. તો પછી તીર્થંકર શ્રી મહાવીર સ્વામી તેઓના પૂર્વ ૨૭ ભવ કહે છે. અને જો હવે તમે ૨૭ ભવની અંદર તીર્થંકર થવાના હોય તો તમારે આ અમેરિકાના ભવનું પણ વર્ણન કરવાનું રહેશે. માટે પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અને સમ્યકત્વની વૃદ્ધિ કરવી જ રહી. તીર્થંકર પ્રભુની દેશના વેળાએ બાર પર્ષદામાં વર્તમાનમાં આપણે ૧૧મી પર્ષદામાં બેસવાનું આવે, ત્યાંથી સીધા પહેલી પર્ષદામાં બેઠકપ્રાપ્તિ માટે મોટો કૂદકો, મારા ભાઈ મારવો પડશે. મુશ્કેલ દેખાય છે, પરંતુ અશક્ય નથી. કચ્છ જેવી ખમીરવંતી ભૂમિના તમે સપૂત છે. અને લક્ષ્મી, સરસ્વતી અને સંસ્કારિતાથી સુસજ્જ એવા માતા-પિતાને ત્યાં તમે જન્મ્યા છો, અને તેને જ કારણે, તમે તમારા જીવનમાં વ્યવહાર અને આદર્શનો, તેમજ જ્ઞાનયોગ-ક્રિયાયોગ અને કર્મયોગનો સમન્વય સધાયો છે, અને સહૃદયતા, નમ્રતા, સરળતા, ઉપકારક વૃત્તિ, ગુણગ્રાહક દષ્ટિ, વગેરે સદ્ગુણોથી જીવનને સુરભિત બનાવ્યું છે. “પ્રભુ દરિશન સુખ સંપદા, પ્રભુ દરિશન નવનિધ, પ્રભુ દરિશનથી પામીએ, સળ પદારથ સિદ્ધ.'' વ્યવહારથી ‘દરશન’ શબ્દનો અર્થ-દર્શન એટલે કે જૈનદર્શન, દેવદર્શન, (હૃદય) ચક્ષુ વડે દર્શન વગેરે થાય; પણ નિશ્ચયથી તો આત્મદર્શન જ અર્થ થાય છે; અને વળી ‘પ્રભુ’ એટલે વીતરાગદેવ એ તો વ્યવહારથી; પણ નિશ્ચયથી તો ‘આત્મા’ જ લેવાનો. ‘આતમ દરિશન સુખ સંપદા, આતમ દરિશન નવનિધ, આતમ દરિશનથી પામીએ, સફ્ળ પદારથ સિદ્ધ.'' પૂ. મોટીબેનના દેહવિલય નિમિત્તે પ્રારંભાયેલી આ મારી ભાવના-શ્રેણી આ પત્ર-પુષ્પથી અટકે છે. ‘રાજેશ’ નામ ના લજવાય અને મારો પુરુષાર્થ-ભાવના અફળ ના બને એ બંને તમારા પર છે. અમૃત-તત્ત્વ માટેની ઝંખના આપણા અંતરમાં વધુ ને વધુ પ્રબળ બની રહે તે જ અભ્રંથના. લિ. આપનો સ્વજન, રજની શાહ શ્રુતસરિતા . 2010_03 * * * * * ૨૮૪ પત્રાવલિ Page #310 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧૫ જન્મદિનનો સાત્ત્વિક બોધ તા. ૨જી માર્ચ, ૧૯૯૭ સ્નેહી ભાઈશ્રી, જય જિનેન્દ્ર. ગયા અઠવાડિયે આપના પરિવારની મહેમાનગતિ માણી. અતિ સુંદર સ્વાગત અને અનુકૂળતાઓની સાથે સાથે મારા માટે પણ એક ચિરસ્મરણીય પ્રસંગ બની ગયો. જન્મ-દિનની ઉજવણી આયુષ્ય-કર્મ નિવારણ પૂજાની સાથે તમે જે સાંકળ્યું છે તે સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે, અનુમોદનીય છે, અનુકરણીય છે. આવો અપૂર્વ વિચાર અને આયોજન એ આપ બંનેના જીવના ભવ્યત્વની પ્રતીતિરૂપ છે, તેમાં મોક્ષાભિલાષ છતી થાય છે; અને તે આનંદની અને ધન્યતાની વાત છે. ધન્ય છે આપ બંનેના માતાપિતાને કે જેઓએ આપ બંનેમાં ભારોભાર ધર્મપરાયણતાના સુસંસ્કારોની સુવાસ પૂરી છે અને ધર્મકરણીનું ભાવપૂર્ણ સિંચન કર્યું છે. આપણા સૌમાં પરમ શ્રદ્ધાનું બીજ કેમ પાંગરે, સંસાર પરથી રાગ કેમ દૂર થાય, સંયમની તાલાવેલી કેમ જાગે, જિનાજ્ઞાપ્રધાન જીવન કેવી રીતે જિવાય, વ્યાધિમાં સમાધિ કેમ રખાય, અને આ બધામાંથી પરમ શ્રેય સાધીને પવિત્રીકરણની લોકોત્તર ક્રિયા કરતાં કરતાં મોક્ષનું સુખ પ્રાપ્ત કરવું કેટલું બધું સુગમ અને સરળ બની જાય છે, તે બાબતો આપણાં શાસ્ત્રો-આગમો સ્પષ્ટપણે દર્શાવે છે. ભાઈશ્રી, ધર્મનો મર્મ સમજાવતી આગમવાણી-વીતરાગવાણી વૈરાગ્ય રેલાવતી, મિથ્યાત્વ કાપતી, સમ્યક્ત્વ જગાડતી, દેશવિરતિ વિક્સાવતી, સંયમમાં જોડતી, સન્માર્ગે દોરતી, મોહને છેદતી, રાગદ્વેષને બાળતી, શાસનરસ છલકાવતી, સરળ ભાષામાં ગૂઢ રહસ્યો પિરસતી, હસાવતી, રડાવતી, સંશયને છેદતી, પ્રચ્છન્ન પ્રશ્નોનો સચોટ ઉકેલ આપતી અને આપણને સૌને અનંત આત્મ-વૈભવનું દર્શન કરાવતી અને ‘જન' માંથી “જૈન' અને ‘જૈન' માંથી ‘‘જિન’’ થવામાં સબળ અને પ્રબળ નિમિત્ત પૂરું પાડે છે. 66 આપણે લક્ષ્ય તો બરોબર જિનેશ્વર ભગવંત સમાન બનવાનું ગોઠવી રાખ્યું છે; પરંતુ હવે લક્ષણ તદ્અનુસાર કેળવવા તો પડશે ને ! આ ભવનું આયુષ્ય પાણીના પરપોટાની માફક પૂર્ણતાને આરે ક્યારે આવી જશે તેની ખબર તો નથી. શ્રી મહાવીર સ્વામી, ગૌતમ સ્વામીને કહે છે “ એક સમયનો પણ પ્રમાદ કરીશ નહીં.’' પ્રમાદની પથારી છોડી સમજણના ઘરમાં બેસવું જ પડશે; અને તે માટે, અઢાર પાપસ્થાનકના ઉકરડામાંથી વિરમી દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની અદ્ભુત સુવાસ પ્રગટાવનારી પરમ કલ્યાણમયી જ્ઞાનવિહિત ક્રિયાની આવશ્યકતા સમજવી પડશે અને તેને રોજિંદા જીવનમાં અપનાવવી પડશે. આપશ્રી થકી આપના જૈન સંઘના સભ્યોને મળવાની તક મળી. સ્વાધ્યાયની અને બીજા દિવસે આયુષ્ય કર્મ-નિવારણ પૂજા ભણાવવાની અને અર્થ સમજાવવાની ઉલ્લાસપૂર્ણ મજા આવી. બધાને આનંદ થયો અને તેઓના આનંદની અવધિમાં આપશ્રીએ મને નિમિત્ત બનાવ્યો તે બદલ આપનો હું પત્રાવલિ શ્રુતસરિતા 2010_03 ૨૮૫ Page #311 -------------------------------------------------------------------------- ________________ આભારી છું. હવે તો હું પણ આપ બંનેના પરમ પ્રીતિ અને અનુપમ સ્નેહને આધીન થયો છું અને વખતોવખત મળવાનું થશે. જેમણે અહિંસા, સંયમ અને તપના અનુષ્ઠાન વડે આત્માની અનંત શક્તિનો પ્રકાશ કર્યો તથા અક્ષય, અનંત અને અવ્યાબાધપદની પ્રાપ્તિ કરી છે તેવા શ્રી જિનેશ્વર ભગવંત આપ બંનેને અને પરિવારને ઊર્ધ્વગામી લક્ષ્ય સાધવામાં પરમ અને પ્રબળ નિમિત્ત પૂરું પાડે એ જ ભાવના-પ્રાર્થનાઅર્જુથના. લિ. આપનો ભાઈ, રજની શાહ ( પત્રાવલિ-૧૬ સંસારમાં ક્ષણનું સુખ અને મણનું દુઃખ ? બુધવાર, તા. ૨૧ ઑકટોબર, ૧૯૯૮ સહૃદયી સ્વજનશ્રી તથા પરિવાર - જય જિનેન્દ્ર - નૂતન વર્ષાભિનંદન. શ્રી અરિહંત પરમાત્માએ ધર્મના ચાર પ્રકાર દર્શાવ્યા છે. દાન, શીલ, તપ અને ભાવ. આ ચારે વસ્તુ જીવનમાં આપણે વખતોવખત કરીએ છીએ, પરંતુ તેને ક્રિયા કહેવાય કે ધર્મ કહેવાય તે સમજવા જેવું છે. આપણે ર૦૦-૫૦૦ ડોલરનું દાન આપીએ, તો તે દાનક્રિયા થઈ કહેવાય, પણ જો પરિગ્રહની સંજ્ઞા તૂટે તો દાનધર્મ થયો કહેવાય. પાંચ તિથિ અને શનિવાર-રવિવારના દિવસે બ્રહ્મચર્ય પાળીએ તેને શીલક્રિયા કહેવાય, પરંતુ જ્યારે મૈથુન સંજ્ઞાનો નાશ થાય, ત્યારે શીલધર્મ થયો કહેવાય. એકાસણું, આયંબીલ, ઉપવાસ વગેરે કરીએ તેને તપક્રિયા કહેવાય, પણ જ્યારે આહાર સંજ્ઞાનો વેગ અને પ્રબળતા તૂટે કે છૂટે ત્યારે તપધર્મ થયો કહેવાય. એવી જ રીતે, પ્રભુની પાસે ગદ્ગદ અવાજે ક્રિયામાં એકતાન થઈએ તે ભાવક્રિયા થઈ, પણ પુણ્યના ઉદયથી મળેલો અનુકૂળ સંસાર કે પાપના ઉદયથી મળેલો દુઃખમય સંસાર - આ બંને પ્રકારના સંસાર અસાર લાગે ત્યારે ભાવધર્મ કહેવાય. આ ભાવધર્મની ભવ્યતા, પ્રગટાવવા માટે પાયાની એક વાત સ્વીકારવી પડે કે સંસારમાં એક ક્ષણનું સુખ મેળવવા માટે મણનું પાપ કરવું પડે છે, અને ઉદયકાળે એક ટનનું દુઃખ આવીને ઊભું રહે છે. બીજો પણ એક અભિગમ - બીજા મને દુઃખ આપે છે એ નાસ્તિકની માન્યતા, મારા કર્મો મને દુઃખ આપે છે એ આસ્તિકની માન્યતા, અને મારા દોષો મને દુઃખ આપે છે, તે ધર્મીની માન્યતા છે. આમ, દાનધર્મ, શીલધર્મ, તપધર્મ અને ભાવધર્મ – આ ચારે ગુણ આપણામાં વસે ત્યારે ધર્મી કહેવાઈએ. આવા ધર્મી બનવાનો પાકો નિર્ધાર આજના શુભ દિને આપણે સૌ બાંધીએ. પુદ્ગલ પ્રત્યે ઉદાસીનભાવ, કષાયો પ્રત્યે ઉપશમભાવ, વિષયો પ્રત્યે અનાસક્તભાવ, જીવો શ્રુતસરિતા ૨૮૬ પત્રાવલિ 2010_03 Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યે મૈત્રીભાવ, સાધર્મિક પ્રત્યે વાત્સલ્યભાવ, દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે રાગભાવ, રત્નત્રયી પ્રત્યે રતિભાવ અને પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ - આ બધા ભાવો વધુ ને વધુ પૂરક, પ્રેરક, પ્રબળ અને પ્રાગટ્યપૂર્ણ બને અને આપણે સૌ ધીમેધીમે પા-પા-પગલી પાડતાં પાડતાં મુક્તિ સુધી પહોંચી જઈએ એ જ શુભેચ્છા-પ્રાર્થના-અભ્યર્થના. મારા પ્રત્યે આપશ્રીએ દાખવેલ ભાવપૂર્ણ સ્નેહ બદલ હું ઋણી છું. લિ. આપનો ભાઈ, રજની શાહ પત્રાવલિ-૧૭ આચાર વિચારનો સુમેળ બુધવાર, તા. ૧૨-૧૫-૯૯ ગુણાનુરાગી, પ્રણામ - જય જિનેન્દ્ર. આજે આપશ્રીની સાથે ફોન પર વાત થઈ. ચિ. સેજલની ઉજ્જવળ કારકિર્દી જાણી ખૂબ ખૂબ આનંદ થયો. ચિ. સેજલને મારા અંતરના અભિનંદન અને તેના જીવનબાગમાં સદાય સુખ-સમૃદ્ધિની છાયા રહે અને તેના સઘળા મનોરથો પાર પડે તેવી પ્રાર્થના અને શુભેચ્છા અને આશીર્વાદ. સાચે જ તેજસ્વી અને સુશીલ સંતાન તરીકે ચિ. સેજલનો ગર્વ આપ બંનેને અપાર હશે. ગર્વ અને ગૌરવ બંને નિપજે તેવી તેની પ્રગતિ છે. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. પૂ. શ્રી મુક્તિદર્શન વિજયજી મ. સાહેબ જણાવે છે કે લીલા નારિયેળમાં ત્રણે વસ્તુ છે. રાગતેષ એ પાણી છે. સંસારી જીવોનું પાણી સુકાયું નથી. કોપરું એ આત્મા છે, એટલે ચૈતન્ય આત્મા દેહરૂપી કાચલીથી છૂટો પડ્યો નથી. છાલ એ શરીર છે. દેહને કંઈ પણ થાય એટલે દેહ સાથે ચૈતન્યને પણ કંઈ કંઈ થઈ જાય છે. ઘાતક ગયા એટલે રાગ-દ્વેષના પાણી સુકાઈ ગયાં. સિદ્ધાવસ્થા અશરીરી સ્વરૂપે છે, તે અવસ્થા ગમાડવા માટે પ્રયત્ન કરવો જરૂરી છે. સિદ્ધાવસ્થા સમજવા માટે પ્રયત્ન કરવો જરૂરી છે. સિદ્ધાવસ્થાનો આનંદ સમકિતીને આંશિક હોય છે. પવનના ઝપાટાથી રેતીનો મહેલ જેમ વેરવિખેર થઈ જાય છે, તેમ આયુષ્યના ઝપાટાથી આ સંસાર અદૃશ્ય થઈ જાય તે પહેલાં સાધના કરીને ચાર પ્રકારના મોક્ષ મેળવવા જેવા છે : (મોક્ષનો શબ્દાર્થ મુકાવું, છૂટવું) (૧) દષ્ટિમોક્ષ - ગ્રન્થિભેદ કરીને સમક્તિ પામતાં દૃષ્ટિનું બંધન છૂટે છે. પહેલાં જે ઊંધું દેખાતું હતું, તે હવે સીધું દેખાય છે. (ર) રાગમોક્ષ - બારમા ગુણસ્થાનકે ક્ષીણમોહ વીતરાગ અવસ્થા પ્રાપ્ત થતાં. (3) અજ્ઞાન મોક્ષ - તેરમે ગુણસ્થાનકે સયોગી કેવલીને અજ્ઞાન મોક્ષ થાય તે. (૪) પ્રદેશ મોક્ષ - દેહનું બંધન છૂટે તે - ચૌદમા ગુણસ્થાનક્તા અંતે. પત્રાવલિ શ્રુતસરિતા ૨૮૭ 2010_03 Page #313 -------------------------------------------------------------------------- ________________ ભાઈ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયનો ઉદય જ આપણને કચડી રહ્યો છે. ચારિત્ર મોહનીયનો ઉદય જીવને વીતરાગતા થવા દેતો નથી. અને ચારિત્ર મોહનીયના ઉદયથી જીવને વીતરાગતા ગમતી નથી. દેહ અને આત્માનું એકમેકપણું છે. ક્રિયા પુગલમાં છે, પણ સારી ક્રિયાનું બળ નહીં વધારીએ તો દેહ ખોટી ક્રિયા કર્યા વગર નહીં રહે. ખોટી ક્રિયાનું ફળ છે રખડપટ્ટી, સંસારનું પરિભ્રમણ. જેઓ ફક્ત શુદ્ધ-બુદ્ધ સ્વરૂપની વાતો કરે છે. તેઓ જ્ઞાનીના માર્ગનું ઉત્થાપન કરે છે, ઉડાડે છે, લોપ કરે છે. શુદ્ધ બુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવામાં સહાયક બનનાર, ભાઈ, ધ્યાન, જ્ઞાન, ક્રિયા, તપ, ત્યાગ આદિને ઉડાડી ન શકાય. વ્યવહારનો લોપ કરનાર તીર્થનો લોપ કરે છે, અને નિશ્ચયનો લોપ કરનારા તત્ત્વનો લોપ કરે છે; તીર્થ એ તત્ત્વને પામવા માટે છે. આજે સર્વત્ર જ્ઞાનની બૂમો વધતી જવા પામી છે, તેટલી આચારની બૂમો નથી પાડવામાં આવતી. શ્રી વીતરાગ પરમાત્માએ તો આચારમાં અહિંસાધર્મ, વિચારમાં અનેકાન્તધર્મ અને જીવનમાં કર્મવાદ આપ્યો છે. આચારધર્મના પાલન વિના ગુણવિકાસ અને શુભભાવના વિકાસ અશક્ય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી સૂત્રકાર રમાવે છે “ઇશ્નો મંત્ર મુવિટું, ઢસા સંગમાં તવ ” અહિંસા, સંયમ અને તપ આ ત્રણ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા આત્માને સ્પર્શે છે, સંયમ દસ પ્રાણોને સ્પર્શે અને તપ કાયાને સ્પર્શે છે. અહિંસાનું પાલન કરવા માટે સંયમ પાળવો જોઈએ; અને સંયમનું પાલન કરવા માટે તપ કરવું પડે; અને તપ કરીએ એટલે અહિંસા આપોઆપ પળાય જ. મૈત્રી, પ્રમોદ, કરુણા માધ્યસ્થ (વિચાર ધર્મ) અને અહિંસા-સંયમ-તપ (અનુષ્ઠાન ધર્મ) દ્વારા જ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયી ગુણ (ગુણધર્મ) પ્રગટ થાય છે. આપ પરિવારના આત્મિક ગુણોની સંપત્તિ વધુ ને વધુ ખીલી ઊઠે, દીપી ઊઠે તેવી શુભ ભાવનાઓ સહ. લિ. આપનો ભાઈ, રજની શાહ ( પત્રાવલિ-૧૮ માનવજન્મ મંગલ, મૃત્યુ કલંક છે ? તા. ૧- ૧૯-૯૯ સહૃદયી સ્વજનશ્રી, જય જિનેન્દ્ર. - શ્રી બેનના પૂજ્ય માતુશ્રીએ નશ્વર દેહ છોડ્યો. ઓચિંતું બન્યું તેથી હંમેશાં આઘાત વધુ લાગે. પરંતુ, બેન ભારત ગયાં છે, તે ઘણું સારુ. તેઓ પૂ. પિતાશ્રી તથા અન્ય સ્વજનોને રૂબરૂ મળીને પાછાં આવશે, ત્યારે તેમનામાં સ્વસ્થતા અને સ્થિરતા ઘણી આવી હશે. મારાં બેન, તેમની ગેરહાજરીમાં, તમારી સાર-સંભાળ રાખવાનું કહી ગયા છે. ફોન તો કરતો રહીશ. દરરોજ આપના ઘેર રૂબરૂ આવવાનું તો શકય નહીં બને, પણ પત્ર દ્વારા તો હું રોજ આવી શકું ને? શ્રુતસરિતા પત્રાવલિ ૨૮૮ 2010_03 Page #314 -------------------------------------------------------------------------- ________________ ભાઈ, જૈનદર્શન કહે છે કે જન્મ મંગલ છે, પરંતુ મૃત્યુ ક્લંક છે. કારણ કે જન્મે તે મરે તે નિયમ છે, પરંતુ મરે તે જન્મે તેવો નિયમ નથી. દા.ત., છેલ્લા ભવમાં નિર્વાણ પામી મોક્ષે જનારા જીવો મર્યા કહેવાય, પણ જન્મતા નથી; તેથી તે જીવો છેલ્લા ભવમાં જ્યારે જમ્યા, તે મંગલ તો કહેવાય ને! માટે જ, કહેવાય છે ને “જન્મ’ અપરાધ છે, મૃત્યુ તે અપરાધ નથી, મૃત્યુ તો જન્મના લીધે અનિવાર્ય છે. મૃત્યુથી નિર્ભય બનવું જોઈએ, કે જેથી આકુળ-વ્યાકુળતા વિદાય લઈ લે, અને આપણે સ્વસ્થ અને સ્વચ્છ મનથી પરમાત્માની સાથે આંતરપ્રીતિનો સંબંધ સ્થાપિત થઈ ગયા પછી દુનિયાના બધા જ સ્વાર્થસભર સંબંધો નીરસ બની જશે અને સમગ્ર જીવનસૃષ્ટિની સાથે મૈત્રીનો પવિત્ર સંબંધ સ્થાપિત થઈ જશે. એવો વિચાર આવે કે પરમાત્મા અદેશ્ય છે, અશ્રાવ્ય છે, અસ્પૃશ્ય છે. આપણા માટે તો પછી એમની સાથે આંતરપ્રીતિનો નાતો કેવી રીતે રચી શકાય ? મારા વ્હાલા ભાઈ, પરમાત્માની સાથે સંબંધ બાંધવા મનને માધ્યમ બનાવવું પડશે. મન પણ આખરે તો છઠ્ઠી ઇન્દ્રિય છે ને ! જ્ઞાનયુક્ત પવિત્ર મન દ્વારા સંબંધ બાંધી શકાશે. પરમાત્માની સાથે સંબંધનો સેતુ રચવો પડશે, અને આંતર અનુભવોની દિવ્યતા પામવી પડશે, બુદ્ધિ જેટલી ઊંડાણમાં ઊતરશે એટલી શ્રદ્ધા મજબૂત અને પુષ્ટ બનશે. પણ, મનને સ્વસ્થ, સ્વચ્છ, શાંત, નિરાકુલ અને પ્રસન્ન બનાવવાનું તો શીખવું પડશે ને, ભાઈ ! આપણે દરરોજ જિનાલય જઈ સેવા-પૂજા વગેરે ક્રિયાઓ ભાવથી કરીએ છીએ માટે પરમાત્માની દુનિયાથી પરિચિત છીએ, તેવું માની લેવાની ભૂલ નહીં કરવી. જિનાલય એ તો પરમાત્માની સૃષ્ટિમાં પ્રવેશવા માટે પ્રવેશદ્વાર માત્ર છે. મોટા ભાગના લોકો તો પ્રવેશદ્વારની પ્રદક્ષિણા દઈને જ પાછા વળી જતા હોય છે. જેમ મુંબઈમાં લોકો “ગેટ વે ઓફ ઇન્ડિયા’ જોઈને જ પાછા વળી જાય છે ને? પણ દરવાજા કંઈ જોવા માટે જ થોડા હોય છે ? એ તો પ્રવેશવા માટે હોય છે. પરમાત્માનું નામ, પરમાત્માની મૂર્તિ, પરમાત્માનું મંદિર - આ બધાં માધ્યમો છે. પરમાત્માની સાથે આંતરપ્રીતિ-આંતર ભક્તિનો સેતુ રચવા માટે. અને એક વાર સેતુ રચાઈ જાય પછી મનના માંડવે પ્રસન્નતાના પુષ્પોનો પમરાટ ફેલાવા લાગશે, અને મન સ્વસ્થ, પ્રફુલ્લિત અને નિરાકુલ બની જશે. કુતર્કવાદીઓએ સ્થાપેલા સંપ્રદાયો અને પંથોમાં ફસાવા જેવું નથી. ર૫૦૦ વર્ષથી ચાલી આવતી શ્રી મહાવીર પ્રભુની પાટે આવેલા આચાર્ય ભગવંતો જ પૂજ્ય છે અને પ્રભુની વાણી પ્રકાશવાના અધિકારી છે. પૂ. શ્રી આનંદઘનજી સાચું કહે છે “મારગ સાચા કોન બતાવે, જાવું જાઈને પૂછીએ, વે તો અપની અપની ગાવે.” તબિયત સાચવશો. લિ. આપનો ભાઈ, રજની શાહ * * * * પત્રાવલિ ૨૮૯ શ્રુતસરિતા 2010_03 Page #315 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧૯ પરમાત્મા સાથે પ્રીત કેમ થાય ? તા. ૧-૨૦-૯૯ સૌજન્યશીલ સાધર્મિક શ્રી, જય જિનેન્દ્ર, બેન સુખરૂપ ભારત પહોંચી ગયા હશે અને કુશળતામાં હશે. પરમાત્મા પ્રત્યે આંતરપ્રીતિનું અનુસંધાન આરંભાઈ જાય ત્યારે વીતરાગની પ્રતિમામાં જીવંતતા ભાસે છે. ભાઈ, માનવસ્વભાવની એક ખાસિયત છે. જ્યારે એ કોઈની સાથે આંતરિક સ્નેહના સાથિયા પૂર્વે, ભીતરી પ્રેમનાં ફૂલો ખીલવે, ત્યારે એને મળવાની, મેળવવાની, જોવાની, એનામાં ડૂબી જવાની તમન્નાનો તરવરાટ પેદા થાય છે. પૂ. શ્રી આનંદઘનજીએ વૈરાગ્યપૂર્ણ રચેલ ‘ચોવીસી સ્તવન'માં શ્રી આદીશ્વર પ્રભુના સ્તવનમાં લખ્યું છે ‘રંજન ધાતુ મિલાપ.' જેવી રીતે માણસના શરીરમાં ધાતુ તરીકે મુખ્ય છે. ‘વીર્ય’ એવી રીતે પરમાત્માની ધાતુ છે એમની આજ્ઞા પરમાત્માની આજ્ઞાનું અવિક્લપણે પાલન કરવું તેને કહેવાય છે ‘ધાતુ મિલાપ.' એ જ સાચું પરમાત્મરંજન છે. જેમ જેમ પરમાત્માની આજ્ઞાનું પાલન થતું જાય છે, તેમ તેમ પરમાત્માની સાથે મન અને હૃદય જોડાતાં જાય છે, અને પરમ આનંદની અનુભૂતિ થવા માંડે છે. પ્રીતિ કરવાનું આખરે પ્રયોજન પણ આ જ છે ને ? પરમ આનંદની અનુભૂતિ, આત્માનંદની રસાનુભૂતિ. આ બધી વાતો વિચારીએ, તે પહેલાં નીચેનું વિચારવું જોઈએ. (૧) હે પ્રભુ, હું પુરુષ કેવી રીતે ? પુરુષમાં તો પૌરુષ ખળભળતું હોય ! મારામાં પૌરુષ છે જ ક્યાં? જો મારામાં પૌરુષ હોત તો રાગ-દ્વેષ-ક્રોધાદિ કષાયોને પડકારી એમના પર વિજય ન મેળવી લેત ! હું તો પુરુષ કહેડાવવાને લાયક નથી ! (૨) તારી પાસે પહોંચવાનો માર્ગ તો માત્ર કેવળજ્ઞાન વડે જ જોઈ-જાણી શકાય છે. ચર્મચક્ષુ કે શારીરિક આંખો વડે તારા મારગને જોવાની ગુસ્તાખી કરી કરીને તો હું આજ દિવસ સુધી સંસારની ચારે ગતિમાં ભટકી રહ્યો છું. ચર્મચક્ષુથી જેમણે જેમણે રસ્તો ખોજવાની કોશિશ કરી એ બધા જ નિષ્ફળ ગયા. એ બધા જ ગૂંચવાઈ ગયા ! અનેક જાતના પંથોમાં, સંપ્રદાયોની ભૂલભૂલામણીમાં ભટકી ગયા અને તારા માર્ગથી લાખો યોજન દૂર ફેંકાઈ ગયા. જો અંધ વ્યક્તિ બીજા અંધને માર્ગ બતાવે છે, તો એ બીજી અંધ વ્યક્તિને પણ જિનપ્રણિત માર્ગથી દૂર લઈ જાય છે. (૩) તર્કની જાળમાં જાતને ગૂંચવી દેનાર વાદ-વિવાદથી વધારે શું મેળવી શકે છે ? વાદ-વિવાદ એવી છેતરામણી ભૂલભૂલામણી છે કે એમાં અટવાઈને અગમ-અગોચર તત્ત્વોનો નિર્ણય ના કરી શકાય ! ભાઈ, આજે દિવ્ય દૃષ્ટિનો (કેવળજ્ઞાનનો) વિરહકાળ છે. યથાર્થ-વાસ્તવિક તત્ત્વચિંતન માટે શ્રુતસરિતા પત્રાવલિ 2010_03 ૨૯૦ Page #316 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય દૃષ્ટિ જોઈએ. એનો સહારો અપેક્ષિત છે. કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન જેવા દિવ્ય જ્ઞાનોનો ઊજળો ઊજળો પ્રકાશ આજે છે ક્યાં ? કોની પાસે આવા અજવાળાનો સૂર્યોદય છે ? તત્ત્વ ચિંતનના તાણાવાણા ગૂંથતા જ્યારે શંકાઓના સળ પડવા માંડે ત્યારે સમાધાન કોની પાસે જઈને કરવું ? ભાઈ, મારી મતિ પ્રમાણે વિશિષ્ટ ક્ષયોપશમવાળા શાસ્ત્રજ્ઞ ૩૬ ગુણોના ધારકો પૂજ્ય શ્રી આચાર્ય ભગવંતો જ આધારભૂત છે. જેમની પાસે ઉત્સર્ગ-અપવાદનું જ્ઞાન હોય, નિશ્ચય અને વ્યવહારની તલસ્પર્શી સમજ હોય, વળી જેઓ નિષ્કામ-નિસ્પૃહી જ્ઞાની હોય, એઓ જ કંઈક પથ-પ્રદર્શન કરી શકે ! ભલેને પરમાત્મા પાસે પહોંચવાની મંજિલ સુધી પહોંચતાં બે-ચાર જન્મોના જંગલને વટાવવા પડે. માર્ગ ખોજવાનો-ખોજી બનીને માર્ગ મેળવવાનો આનંદ પણ અદ્ભૂત હોય છે, એ તો જે મેળવે છે તે માણે છે, ખરું ને ભાઈ. “માંહી પડ્યા તે મહાસુખ માણે,” આ ઉક્તિનો આ જ અર્થ છે. * * * * પત્રાવલિ-૨૦ પરદેશગમન - પાપનો ઉદય લિ. આપનો ભાઈ, રજની શાહ ૨૯૧ તા. ૧-૨૧-૯૯ સુજ્ઞશ્રી, જય જિનેન્દ્ર. પૂ. પિતાશ્રી પાસે બેન સુખરૂપ પહોંચી ગયા છે. તેઓના પૂ. મમ્મીની અંતિમ વિદાય પ્રસંગે તેમના સ્વજનોને ભારતમાં રૂબરૂ મળવાથી તેઓ વધુ સ્વસ્થ સત્વરે થશે, તેમાં શંકા નથી. જે પરમાત્માની સાથે પ્રીતની સગાઈ થઈ, અને જેની પાસે પહોંચવાની તીવ્ર ઇચ્છા પેદા થઈ. એમની સ્મૃતિ વારે વારે દિલના દરવાજે હળવા હળવા ટકોરા દે છે. ‘એને પામવા શું કરું ?' આવી ભાવનાનો જુવાળ ફૂટે છે ભીતરમાં ! જો સદેહે તીર્થંકર ભગવંત આ ધરતીતલ પર વિચરતા હોત તો આપણે અવશ્ય એમના ચરણોમાં પહોંચી જાત, એમની ભક્તિ કરત, એમની સેવા કરત, એમના અમૃત-વચનોના શ્રવણમાં ડૂબી જાત અને એમની આજ્ઞાઓનું પાલન કરવામાં જીવનની ધન્યતા માનત પણ આપણી કમનસીબી છે, ભાઈ, કે આજે વર્તમાન વિજ્ઞાનની દૃષ્ટિએ દેખાતા-જણાતા વિશ્વમાં ક્યાંય પરમાત્મા છે જ નહીં. એ તો જઈને બેઠા છે સિદ્ધશિલા પર, કાં પછી વિચરે છે મહાવિદેહ ક્ષેત્રમાં. પંચ પરમેષ્ઠિના પાંચ પદ પૈકી ત્રણ પદાધિકારી (આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ) તો વર્તમાનમાં પણ ભારતમાં વિદ્યમાન છે. ભારત જેવી આર્યભૂમિ છૂટવી અને અનાર્ય એવા અમેરિકામાં આપણું બધાનું આવી પડવું, એ આપણું પુણ્ય પાતળું પડ્યું અથવા પાપનો ઉદય થયો એમ નક્કી માનવું. પત્રાવલિ . 2010_03 શ્રુતસરિતા Page #317 -------------------------------------------------------------------------- ________________ ત્રણ શબ્દોના અર્થને સમજીએ. (૧) અભય - ચિત્તના ચંચળ પરિણામ એટલે વિચાર, એને ભય કહેવામાં આવે છે. વિચારોની ચંચળતા, અસ્થિરતા, પરિણામ, અધ્યવસાય, મનોભાવ કે વિચાર ક્વો, આ બધું “ભય' જ છે. જ્યાં સુધી આપણે જીવદ્વેષી અને જઠરાગી બન્યા રહીશું ત્યાં સુધી ભયના થડકારાથી આપણે મુક્ત નહીં બની શકીએ. આવા બધા “ભય' નો અભાવ તેને “અભય' કહેવાય. (૨) અઠેષ - દ્વેષ એટલે અરુચિ - તેના બે પ્રકાર - મોક્ષમાર્ગ પ્રત્યે અરુચિ અને જીવો પ્રત્યે અરુચિ મોક્ષ પ્રત્યે રુચિ નહીં હોય તો ચાલશે, પણ દ્વેષ કે અરુચિ તો ન જ હોવા જોઈએ. મોક્ષમાર્ગ અને જીવો - આ બંને પ્રત્યે અરુચિ કર્મબંધનું કારણ પુરવાર થશે અને ૮૪ લાખ જીવા યોનિના અતિથિ બની ભટક્યા જ કરવું પડશે. (3) અખેદ - પોતપોતાની ભૂમિકા મુજબની ધાર્મિક પ્રવૃત્તિ કરતાં કરતાં થાકી જવું, કંટાળી જવું આને ખેદ કહેવાય. પરમાત્મા પ્રત્યે પ્રીતિ થયા પછી, એમની સેવા માટે તત્પર બન્યા પછી થાક તો લાગવો જ ના જોઈએ ને ? અનુષ્ઠાન અને ધમનુષ્ઠાન અવિરતપણે અથાગપણે-અખેદપણે કરવા જોઈએ. આ ત્રણેનું પરિણામ - (૧) પાપોનો નાશ થાય છે. (૨) પાપાનુબંધી અકુશળ કર્મ ઓછા થાય છે. (૩) આધ્યાત્મિક ગ્રંથોનું શ્રવણ-મનન થાય છે. (૪) નયવાદના માધ્યમથી, હેતુવાદની સહાય વડે ધર્મગ્રંથોનું અનુશીલન-પરિશીલન થાય છે. (૫) આત્માની આંતર વિકાસયાત્રાનો આરંભ થાય છે. ભાઈ, આપ બન્નેનું ધર્મરાગીપણું અનુમોદનીય છે. ધર્મનો રાગ અને પ્રભાવ આપ બંનેના વ્યક્તિત્વમાં સ્પષ્ટ તરી આવે છે. ક્રમિક આત્મવિકાસના અપરિહાર્ય સિદ્ધાંતને છેહ દઈને અન્ય પંથવાળા “અક્રમ વિજ્ઞાન'ની ઉટાંગ-પુટાંગ વાતો કરી ભોળી જનતાને ઉન્માર્ગે દોરે છે. તેમાંથી આપણે સતત ચેતતા રહેવાનું છે. ક્રમિક આત્મવિકાસનો સિદ્ધાંત જ સાચો સિદ્ધાંત છે, વિકાસ કદાપિ “અક્રમ' હોતો નથી. લિ. આપનો ભાઈ, - રજની શાહ શ્રુતસરિતા 2010_03 on 200 અને ૨૯૨ પત્રાવલિ Page #318 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૨૧ મોહનીયકર્મની ભયંકરતા સહૃદયી સ્વજનશ્રી, જય જિનેન્દ્ર. શ્રી બેનની ભારત-યાત્રા સુખદાયી નિવડે તેવી ભાવના અને શુભેચ્છા. પૂ. મમ્મીની ગેરહાજરી ખૂબ સાલશે. પણ તેમની કાયમી વિદાયને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી મૂલવવી જ પડશે. પૂ. શ્રી આચાર્ય ભગવંતોની વાણી, મારા અનુભવ પ્રમાણે હંમેશાં અગમ-અગોચરના સંકેતો સૂચવતી જ વહેવાની. એમના એકે એક શબ્દની સોડમાં રહસ્યો સંગોપાયેલા હશે. આ રહસ્યોને સમજવા ઊંડાણમાં ઊતરવું પડે, અને ભાઈ, દરિયાની છીછરી સપાટીએ ક્યાં સુધી છબછબિયાં કરતા રહીશું ? અંદર...ઊંડે ઊંડે પણ ક્યારેક ઊતરવાની તમન્ના જગવવી પડશે ને ? દરિયાના કિનારે છબછબિયાં કરનારને, શંખ અને છીપલાં જ મળે; જ્યારે મરજીવા બનીને દરિયામાં ઊંડે જનારને જ ‘મોતી’ મળે. સાહસ વિના કશું સાંપડે છે પણ ક્યાં ? પરમાત્મને પામવાના માર્ગ પર સાહસિક હોય એ જ સ્વસ્થપણે ચાલી શકે ? પત્રાવલિ 2010_03 તા. ૧-૨૨-૯૯ ‘દર્શન’ આ શબ્દ બહુ વ્યાપક રીતે વપરાય છે. દર્શનનો એક અર્થ થાય છે ‘જોવું’. બીજો અર્થ છે ‘સમ્યક્ત્વ’, તો દર્શનનો ત્રીજો અર્થ ‘મત-માન્યતા’ પણ થાય છે. પ્રથમ અર્થથી, આપણે પરમાત્માને પ્રત્યક્ષ જોવાની ઝંખના કેળવવાની છે; નજરોનજર જોવા છે, તેવો પાકો નિર્ધાર કરવાનો છે. બીજા અર્થથી, આપણે સૌએ ‘સમ્યગ્દર્શન’ શોધવાનું છે. ત્રીજા અર્થથી, તત્ત્વજ્ઞાનના આશક એવા આપણે સાચો માર્ગ-સાચો મત જાણવાનો છે. આ ત્રણે અર્થો ફલિભૂત ક્યારે થાય ? પહેલો અર્થ : નજરો નજર પરમાત્માને જોવાનું તો ત્યારે જ બને જ્યારે આપણને ‘કેવળજ્ઞાન' પ્રાપ્ત થાય. બીજો અર્થ સમ્યગ્દર્શન, મિથ્યાત્વના અંધકારને ઉલેચ્યા વિના અસંભવ છે. ત્રીજો અર્થ : સાચો માર્ગ, કોઈ સુયોગ્ય સુગુરુ માર્ગદર્શક વગર મળવો મુશ્કેલ છે. ટૂંકમાં આ ત્રણે અર્થોના ફલિકરણ માટે આપણે જૈનદર્શનની તત્ત્વ-વ્યવસ્થાને અને વિચારવ્યવસ્થાને વ્યવસ્થિતપણે સમજવી પડે; અને આ સમજણ અર્થે નયવાદ અને અનેકાન્તવાદનું અધ્યયન અનિવાર્ય છે. સરળ તો નથી, પણ પ્રયાસ તો કરવો જ પડશે. કર્મ-પ્રકૃતિને બરોબર સમજી ચાર ઘાતી કર્મોને હરાવવા-હઠાવવા પેંતરા રચવા પડશે. ચાર ઘાતી કર્મોના ડુંગર અડીખમ ઊભા છે. આત્મા જ્યારે આ ચારેનો નાશ કરે છે, ત્યારે એને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ અને વીતરાગતા પ્રાપ્ત થાય છે. આપણું લક્ષ્ય, ભાઈ, અઘાતી તરફ વધુ છે. ત્યાંથી હટાવી ઘાતી પર ગોઠવવું છે. આપણો પ્રમાદ પણ ઘાતી કર્મોમાં જ છે; અઘાતી કર્મોમાં તો એક પણ સમયનો પ્રમાદ આપણે કરતા નથી. આ પરિસ્થિતિને પણ ઊલટાવી પડશે. ઘાતી કર્મો જ ‘કેવળજ્ઞાન'ને રોકે છે. આ ચારને જ ‘ચંડાળ ચોકડી' કહેવાય છે. અઘાતી જે તે ભવને આશ્રયી હોય છે, જયારે ઘાતી તો આપણને ચતુર્ગતિમાં ભટકાવનાર છે. મોક્ષે જતાં જો રોકતું હોય ૨૯૩ શ્રુતસરિતા Page #319 -------------------------------------------------------------------------- ________________ તો તે આ ચાર ઘાતી કર્મો જ છે. આ ચારની સામે એકી સાથે લડવું મુશ્કેલ છે. આ ચાર પૈકી રાજા જેવું “મોહનીય કર્મ' ઉપર જ લક્ષ્ય ગોઠવવું. મોહનીય કર્મ જો ઢીલું પડે તો બાકીના ત્રણ તો મર્યા જ સમજો ! હતાશાથી હબકી જઈ, નિરાશાના નંદવાયેલા સૂરોમાં આપણી વ્યથાને વાગોળવાનું બંધ કરી, જીવનમાં જાગૃતિપૂર્વક કોશિશ કરી, દરરોજ થોડીક ક્ષણો માટે પરમાત્માનું ધ્યાન કરવાની ટેવ પાડવા જેવી છે. મન, કોઈક વાર, પણ જો એમાં રમી જાય તો પરમાત્માની કૃપા-પાત્રતા આપણામાં અવશ્ય ઊતરે જ. આપ બધા કુશળ હશો. મંગલ કામનાઓ સાથે. લિ. આપનો ભાઈ, રજની શાહ ( પત્રાવલિ-૨૨ દરિસણ દુર્લભ સુલભ કૃપા થકી તા. ૧-૨૩-૯૯ સ્નેહાળ-સ્વજનશ્રી, જય જિનેન્દ્ર. પૂ. શ્રી આનંદઘનજીએ કહ્યું છે - દરિસણ દુર્લભ સુલભ કૃપા થકી' પરમાત્મદર્શન હોવું દુર્લભ છે. અસંભવ છે. પણ જો પરમાત્માની કૃપાના નીર વરસી જાય તો દુર્લભ દર્શન પણ સુલભ બની જાય ! હે પરજતત્ત્વની કૃપા પ્રાપ્ત કેમ કરી થાય? માત્ર શબ્દોની સોડમાં કૃપાના નીર નથી વરસી જતા. કોરી શ્રદ્ધાનો કેકારવ પણ કૃપાના વાદળોને છાંટણાં કરવા કબૂલાત નથી કરાવી શકાતો. કૃપા મેળવવાનો - કેળવવાનો અણમોલ ઉપાય - બિનશરતી સંપૂર્ણપણે વીતરાગ પ્રભુને સમર્પણ. અહંને ભૂલીને, અહંને ઓગાળીને ‘Ego' નો ‘Go'કરીને ! અહંને બદલે ભીતરના એક એક સ્પંદનમાં “અહંનો ગુંજારવ મચી ઊઠવો જોઈએ. સમગ્રતયા સમર્પણ ત્યારે જ થશે, જ્યારે વ્યક્તિ પોતાના આગ્રહોને વિસર્જી શકશે. વિસર્જન વગર સમર્પણ તન અસંભવ છે. ન જોઈએ પોતાની કોઈ માન્યતા કે ન રહે પોતાના નિજી કોઈ આગ્રહ. અહપ્રેરિત માન્યતાઓ અને આગ્રહોનો અખાડો એ જ તો દુબુદ્ધિ છે. દુર્ગતિ છે-કુમતિ છે. કુમતિને દૂર કરી જીવનમાં “સુમતિ” ને સ્થાન આપવું જોઈએ. સુમતિ ત્યારે જ બને, જયારે આપણા હૃદયમાં દિવસ અને રાત સારા વિચારોનું વાવેતર ચાલ્યા જ કરે. શરીરધારી જીવાત્માઓ ત્રણ પ્રકારના હોય છે. (૧) બહિરાત્મા (૨) અંતરાત્મા (૩) પરમાત્મા. શરીર-ઇન્દ્રિયોમાં વગેરેમાં જે આત્મા માને છે, “શરીર’ એ જ આત્મા છે - આવી માન્યતા છે શ્રુતસરિતા ૨૯૪ પત્રાવલિ 2010_03 Page #320 -------------------------------------------------------------------------- ________________ મૂઢ છે, તે બહિરાત્મા છે. બહિરાત્મા દોષોથી ભરપૂર હોય છે, પાપોથી પ્રચુર હોય છે, કારણ કે પાપ-પુણ્યના ભેદને એની બુદ્ધિમાં જગ્યા નથી. શરીરમાં રહેવા છતાંયે શરીરથી ભિન્ન રહીને જે સાક્ષીભાવે જીવે છે એ છે તે અંતરાત્મા “આત્મા જ કર્મોને બાંધે છે, આત્મા પોતે જ કર્મના ફળ ભોગવે છે, અને એ જ કર્મોનો નાશ કરે છે.’’ આ સિદ્ધાંત પર શ્રદ્ધા હોવા છતાં પણ અનેકાન્ત દૃષ્ટિકોણથી, નિશ્ચય નયની અપેક્ષાએ ‘આત્મા કર્તા-ભોક્તા નથી, પણ એ માત્ર જ્ઞાતા-દ્રષ્ટા છે' – આવી વિચારણા, ભાઈ, અંતરાત્મા સતત કર્યા કરે છે. આવી સભાનતાના સહારે, આપણે પણ આપણી જીવનયાત્રાનો માર્ગ કાપવાનો છે. માનવું તો પડશે જ ભાઈ, કે આ સભાનતા જ આપણા શેષ જીવનમાં શાંતિ, સમતા અને સંવાદિતા લાવશે અને આપણે રાગ-દ્વેષ પર વિજયી બનીશું. જે જ્ઞાનથી પરિપૂર્ણ હોય, પવિત્ર હોય, બધી ઉપાધિઓથી મુક્ત હોય અને અનંત ગુણોની ખાણ હોય તેને પરમાત્માનું સ્વરૂપ સમજવું. આ જ પરમાત્મ દશા - આ જ આપણું લક્ષ્ય. અંતરાત્મદશામાં જ પરમાત્મ-સ્વરૂપનું આકર્ષણ આત્માને ખેંચે છે. મારું એ સ્વરૂપ છે. મારે એ સ્વરૂપ પામવું છે, મેળવવું છે. મારા ગુણો અનંત છે. મારે મારા ગુણમય સ્વરૂપને મેળવવું છે. “બહિરાતમ દશા તજી અંતર આત્મા રૂપ થઈ સ્થિર ભાવ, પરમાતમનું હો આતમ ભાવવું આતમ અર્પણ દાવ !'' બહિરાત્મદશાનો ત્યાગ કરી, અંતરાત્મદશામાં સ્થિર બનવું અને ‘આત્મા એ જ પરમાત્મા’ છે આવી ભાવનાથી ભાવિત બનવું. કુશળતામાં રહેજો એ જ મંગળ કામના. * * * * * પત્રાવલિ-૨૩ આત્માનું પરમાત્માથી અંતર કેમ દૂર થાય ? લિ. આપનો ભાઈ, રજની શાહ પત્રાવલિ 2010_03 સદ્ગુણાનુરાગી, જય જિનેન્દ્ર. શરીરધારી જીવાત્માઓના ગયા પત્રમાં ત્રણ પ્રકારની વાતથી એક નવી જ્ઞાનદૃષ્ટિની ક્ષિતિજ ઉઘાડી મૂકે છે. ‘આત્મા એ જ પરમાત્મા છે' તો પછી બહિરાત્મા અને અંતરાત્માના ભેદ શા માટે? આત્મા અને પરમાત્માના વિભાગ શા માટે ? રવિવાર, તા. ૧-૨૪-૯૯ હે વીતરાગ પ્રભુ, હું અંતરાત્મા છું, તમે પરમાત્મા છો. આપણી વચ્ચેનું આ અંતર કેવી રીતે દૂર થશે ? તમે તો હવે અંતરાત્માની ભૂમિકા પર આવી શકો તેમ નથી. હું જરૂર પહોંચી શકું તમારી ભૂમિકાની ભોમકા પર. મારે જ આવવું પડશે. હું આવવા માટે અતિ ઉત્સુક-આતુર છું, પણ પહોંચી ૨૯૫ શ્રુતસરિતા Page #321 -------------------------------------------------------------------------- ________________ શકતો નથી. આપણો ભેદ મટવો જ જોઈએ. આપણી વચ્ચેના અંતર કે અંતરાય હવે ઓગળી જવા જોઈએ. તત્ત્વદષ્ટિથી જોઈએ તો આત્મા અને પરમાત્મા વચ્ચેની ભેદરેખા - જીવ અને શિવ વચ્ચેની લક્ષ્મણરેખા માટે જવાબદાર છે કર્મોની કરામત. જયાં સુધી આપણો આત્મા કર્મોના સકંજામાં જોડાયેલો-જકડાયેલો છે, ત્યાં સુધી આત્મા-આત્મા જ રહે. કર્મોના બંધન પૂરી રીતે તૂટ્યા પછી જ એ આત્મા પરમાત્મા બની શકે. એ કર્મોને આત્માથી અલગ કરવા માટે કર્મોનું તત્ત્વજ્ઞાન વિશરૂપે જાણવું અનિવાર્ય બની જાય છે. આ કર્મોનું તત્ત્વજ્ઞાન ખૂબ જ સૂક્ષ્મ અને ઊંડાણભર્યું છે, છતાં ય આપણા જેવા આ તત્ત્વજ્ઞાનનાં તાળાં ખોલી શકે છે. પણ, આ માટે સતત પુરુષાર્થ સ્વાધ્યાય તરફનો કરવો જ પડશે, વાંચવું, વિચારવું, ચિંતનની ભૂમિકાએ તે વિચારને લઈ જવો. સંસારના સુખદુઃખ ભર્યા પ્રસંગોને, ઘટનાને, બનાવને માત્ર કર્મ પ્રકૃતિની અપેક્ષાએ જ ઉકેલવો. આત્મા કર્મોથી બંધાયેલો, એટલે એનો અર્થ એ થાય છે કે આત્માના હરેક પ્રદેશને કાર્પણ વર્ગણા નામના પુદ્ગલનો સંયોગ હજી છે. માટે તો કહે છે - “અન્ય સંયોગી જિહાં લગે આત્મા રે, સંસારી કહેવાય.'' ટૂંકમાં, ભાઈ, કર્મબંધના કારણો (મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ, પ્રમાદ)નું સેવન ઘટાડવું જ પડશે. કર્મબંધને ‘આશ્રવ’ કહેવામાં આવે છે. મન-વચન-કાયાથી જીવાત્મા મુક્ત બની જવા માટે ઉચિત કારણોનું આલંબન લે છે. આ કારણોને ‘સંવર’ કહેવાય છે. ભાઈ, આશ્રવ હેય છે, ત્યાજ્ય છે, જ્યારે સંવર ઉપાદેય છે, આદરણીય છે. સંસાર-ભ્રમણને ભટકાવવો કે અટકાવવો તે નક્કી આપણે કરવાનું છે. આવી પ્રાર્થના પ્રભુની કરીએ તો કેવું ! હે પ્રભુ, બાહરી અંતર તો જ્યારે મટશે ત્યારે મટશે, હમણાં હાલ તુરંત તો આંતરિક અંતરભીતર દૂરીને દૂર કરવા કોશિશ કરવી છે. અંદરના અંતરને જાદુમંતર મારીને છૂમંતર કરી દેવું છે. જ્યારે અંદરનું અંતર સદંતર મટી જશે, પછી તો તમારું પ્રતિબિંબ મારા આત્મામાં ઊપસવા માંડશે અને હું દિવ્ય આનંદની અનુભૂતિ અનુભવવા માંડીશ. ‘મુંજન’ શબ્દ બન્યો છે ‘યુ' એટલે જોડાવું, જોડવું. આત્માનું કર્મોની સાથે જોડાવું. ઉપરની પ્રાર્થના સાથે આપણે બે વસ્તુઓ કરવાની (૧) યુંજન કરણ (આત્માનું કર્મોની સાથે જોડાવું) છોડવાનું અને (૨) ગુણકરણ (મૌલિક ગુણોનું પ્રગટીકરણ) માટે લાગી જવાનું. બહિરાત્મદશામાં યુજનકરણ થાય છે, જ્યારે અંતરાત્મ-દશામાં ગુણકરણ થાય છે. આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ ભૂંસી નાખવા માટેનો આ એક માત્ર કીમિયો છે. આપ બધાની કુશળતા ચાહું છું. શ્રુતસરિતા . 2010_03 * ૨૯૬ લિ. આપનો ભાઈ, રજની શાહ પત્રાવલિ Page #322 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૨૪ આત્મા પરમાત્માનું અંતર કેમ ! સોમવાર, તા. ૧-૨૫-૯૯ જ્ઞાનપિયાસુ, જય જિનેન્દ્ર. આત્મા-પરમાત્માની વચ્ચેનું અંતર જેમ જેમ ઓછું-ઓછું થતું જાય છે, ઘાતી કર્મોની પ્રબળતા જેમ જેમ ઢીલી પડતી જાય છે, અંતરાત્મદશામાં જેમ જેમ વિશેષ સ્થિરતાના મંડાણ થાય છે, તેમ તેમ ભીતરનો આનંદનો ઉદધિ ઉછળવા લાગે છે. જ્યારે સ્થિર, શાંત અને સ્વચ્છ આત્મદર્પણમાં પરમાત્માનું પ્રતિબિંબ દેખાવા માંડે છે, ત્યારે હૈયું પ્રેમ અને ભક્તિના પૂરથી છલકાવા માંડે છે. ભાઈ, વીતરાગનો રાગ પુણ્યાનુબંધી પુણ્ય બંધાવે છે અને આવું પુણ્ય બધી જાતની સુખસંપત્તિ, સુખ-સુવિધા આપનારા છે. વળી દુઃખથી ભરેલા આ સંસાર-સાગર પરથી ગુજરવા માટે વીતરાગ પરમાત્મા સેતુ છે; એ સેતુ ઉપર ચઢીને આત્મા સંસારસાગરની સામે પાર જઈ શકે છે. આપણે જો પરમાત્માની આજ્ઞાને આરાધીએ, તો પરમાત્મા આપણા માટે ‘પુલ’ બની જાય છે. સંસાર અને સિદ્ધિની વચ્ચે પરમાત્મા પુલ (Bridge) છે. એ પુલ ઉપર નિર્ભય અને નિશ્ચિત બનીને આપણે ચાલવાનું છે. બંને કિનારા પર સુરક્ષા છે. જ્યાં પરમાત્માનું સંરક્ષણ છે, ત્યાં વળી ભયનો ભાર કેવો? પરમાત્મા શાન્તસુધાના સાગર છે. આ સાગર ક્યારે ય સુકાતો નથી. તળાવ તો સૂરજનાં તીખાં કિરણોથી ક્યારેક સુકાઈ પણ જાય, સરોવર પણ શોષાઈ જાય, પણ સમુદ્ર ક્યારેય ન તો સુકાય કે ન શોષાય ! પરમાત્મામાં તો સદૈવ શાંતરસના પ્રવાહને પ્રવાહિત કરે છે. ભાઈ, ચોવીસે તીર્થંકરોનાં નામ, પરમાત્માનાં ભિન્ન ભિન્ન સ્વરૂપ અને વિવિધ પ્રભાવને દર્શાવનારા છે; પણ આ નામો ખાલી શબ્દાર્થના સહારે કે બુદ્ધિના માપદંડથી સમજવાના નથી. ધર્મગ્રંથોનો સહારો લઈને દરેક નામમાં છુપાયેલા અર્થને અનુભવોથી જાણવાના છે. અનુભવથી જે આત્મા આ નામ-ગુણોનો સાક્ષાત્કાર કરે છે, એ અવશ્ય મોક્ષ અવસ્થા મેળવે છે. ટૂંકમાં, ગુણોની અનુભૂતિને ઉઘાડ્યા વગર, અનુભવજ્ઞાનનો આસ્વાદ ચાખ્યા વિના આપણી મુક્તિ થવાની નથી. આ બધા ચિંતન કે વિચારણાનો સાર એટલો જ કે વીતરાગ-આજ્ઞાને શક્ય તેટલી વધુ ને વધુ અને શક્ય તેટલી જલ્દીમાં જલ્દી જીવનમાં ઉતારવી જ પડે. આજ્ઞા-પાલન જ ધર્મ છે. ‘બાળાએ ધો!' જે જે આજ્ઞા સાંભળીએ, તેને આપણા જીવનમાં લાગુ કરવી જોઈએ. ગયા ભવોમાં કદાચ આજ્ઞા સાંભળી હશે, પરંતુ જીવનની સાથે તે ભવોમાં લાગુ નહીં કરી, તેનું પરિણામ ભવભ્રમણ રહેવા પામ્યું છે, ઘટવા પામ્યું નથી. જિનાજ્ઞા-પાલનનો ઉલ્લાસ અનેરો છે. એ ઉલ્લાસની માત્રા અને અનુભૂતિ એ તો આશા-પાલન કરીને જે અનુભવે તેને જ ખબર પડે. આત્માનુભૂતિ અને પરમાત્માનુભૂતિના પોતાના છતાં અજાણ્યા રસ્તા પર ચાલવાનું સાહસ હવે તો કેળવવું જ રહ્યું ! અનુભૂતિની ગુફામાં આત્મા-પરમાત્માની વાતો આપણને જાણવા માટે તેવી મંગલ કામના સાથે. પત્રાવલિ 2010_03 * * * ૨૯૭ * લિ. આપનો ભાઈ, રજની શાહ શ્રુતસરિતા Page #323 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૨૫ જીવની યુગજૂની કથાની વ્યથા વ્હાલા ભાઈશ્રી, જય જિનેન્દ્ર. न सा जाइ न सा जोणी, न तं ढाणं न तं कुलं । न जाया न मुआ, जत्थ सव्वे जीवा अनंतसो || એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવી કોઈ જગ્યા નથી અને એવું કોઈ કુળ નથી કે જ્યાં જીવાત્માએ જન્મ ન લીધા હોય અને મૃત્યુ ન પામ્યા હોય ! જન્મ-મરણ પણ એક-બે વાર નહીં, બલ્કે અનંત અનંતવાર આ ઘટમાળ ઘૂમતી રહે છે. શ્વાસ પણ સ્તબ્ધ રહી જાય. એવી કહાણી છે, આ અનંત અનંત જન્મોની ઘટમાળની ! એક જીવની નહીં, માત્ર તમારી-મારી પણ નહીં પણ બધાય સંસારી જીવોની આ જ રામકહાણી છે. મંગળવાર, તા. ૧-૨૬-૯૯ ભાઈ, આપણું નિકટનું સગું કોઈ હોય, તો તે છે આત્મા. આ ભવમાં આપણા આત્માને જે પરમાત્માના-વીતરાગના-મુખચંદ્રને જોવાની તક મળી છે, એવો અવસર અનંતકાળમાં ક્યારેય સાંપડ્યો નથી ! આપણી અનંત અનંત ભવયાત્રા કે પૂર્વે અનુભવી છે તેની થોડીક વાતો વિચારીએ. આપણો આત્મા સૌથી પહેલાં સૂક્ષ્મ નિગોદમાં હતો. ત્યાં અનંતકાળ સુધી જન્મ-મરણનો ચકરાવો ચાલતો રહ્યો. ત્યાં માત્ર સ્પર્શ-ઇન્દ્રિય જ હતી. મન નહોતું કે બીજી ઇન્દ્રિયો પણ નહોતી. ત્યાં પરમાત્માનું દર્શન ચક્ષુ વિના અસંભવ હતું. જ્યારે બાદર નિગોદમાં જીવ આવે છે, ત્યારથી એનો સંસારયાત્રાનો આરંભ ગણાય છે. એ નિગોદના જીવો, સંસારના બીજા બધા જ જીવો કરતાં ખૂબ જ અતિ સંખ્યામાં હોય છે, એટલે અસંખ્ય નહીં સમજવા, તેઓની સંખ્યા તો અનંત છે. નિગોદમાંથી નીકળ્યો, પૃથ્વી-માટીના જીવ તરીકે જન્મ્યો. પાણીના જીવનું, અગ્નિના જીવનું, વાયુના જીવનું રૂપ ધારણ કર્યું. વનસ્પતિમાં જન્મ્યો. આ બધી યોનિઓમાં અસંખ્ય વરસોનો કાળ વીતી ગયો. શ્રુતસરિતા 2010_03 સંસારયાત્રા આગળ વધી. બે-ઇન્દ્રિય બન્યો. સ્પર્શની સાથે ૨સના-ઇન્દ્રિય પણ મળી. શંખ બન્યો. કૃમિ બન્યો. વળી આગળ વધીને તેઇન્દ્રિય બન્યો. ત્રીજી ઘ્રાણ-ઇન્દ્રિય મળી. સૂંઘવાની શક્તિ મળી. માંકડ, જૂ, મંકોડો બન્યો. પછી વળી ચઉરિન્દ્રિય બન્યો. ચક્ષુ-ઇન્દ્રિય ચોથી પણ ઉમેરાઈ. વીંછી, ભ્રમર, માખી, મચ્છર વગેરે. તરીકે જન્મો લીધા પછી પંચેન્દ્રિય બન્યો. પાંચમી શ્રવણ-ઇન્દ્રિય મળી. પણ મન નહોતું એટલે અસંજ્ઞી-મનરહિત. સ્થળચર, જલચર આદિ તરીકે તિર્યંચ પંચેન્દ્રિય બન્યો. આ બધામાં પરમાત્માનું દર્શન કેવી રીતે થાય ? આ ભવમાં પંચેન્દ્રિય ઉપરાંત મન તો મળ્યું છે, પરંતુ તેનાથી વધુ અગત્યનું એ છે કે જૈન દર્શન પ્રાપ્તમાન થયું છે. સંસારયાત્રા દરમ્યાન દેવલોકમાં દેવ બનીને પરમાત્માનાં દર્શન કરવા છતાં, ભાવો હોવા છતાં, દેવોને અવિરતિ જ રહેવાની ને ! મનુષ્ય અને વિરતિ - આ બંને જ જોડે ચાલે પત્રાવલિ ૨૯૮ Page #324 -------------------------------------------------------------------------- ________________ છે. માટે, મનુષ્ય તરીકે જૈનદર્શન પામ્યા પછીના દર્શનનું જ મૂલ્ય છે. વળી, કેવળ આંખોથી પરમાત્માને જોવાના છે એવું નથી, આપણે તો અંતરાત્મા બનીને પરમાત્માનાં દર્શન કરવાં છે. જિનેશ્વર ભગવંત કલ્પતરુ છે. “મો માગ્યું અને મન ચાહ્યું આપનારા છે. એક માત્ર આંતરિક અભિલાષાનું સેવન કરવાનું કે હે જિનેશ્વર ભગવંત ! આપનું દર્શન અને આપના પ્રબળ નિમિત્તથી અમારૂં મોહનીય કર્મ બળીને રાખ થઈ જાય. આપની કુશળતા ચાહું છું. લિ. આપનો ભાઈ, રજની શાહ પત્રાવલિ-૨૬ આરાધકની દિનચર્યા બુધવાર, તા. ૧-૨૭-૯૯ સમતાભાવના આરાધક, જય જિનેન્દ્ર. શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પછી કોઈ પણ તીર્થકર આ ભરત ક્ષેત્રમાં અવતર્યા નથી કે આગળ હજારો વરસો સુધી અવતરવાના નથી. મહાવિદેહ ક્ષેત્રમાં સદાકાળ તીર્થકરોની ઉપસ્થિતિ હોય છે જ. અત્યારે પણ ત્યાં ૨૦ તીર્થકરો સાક્ષાત્ વિચરે છે, પણ અહીંથી ત્યાં જવું સંભવિત નથી, સક્ષમ નથી. અહીંનું કોઈ વિમાન કે રોકેટ ત્યાં જઈ શકવાનું નથી. રોજ બદલાતા આ વિજ્ઞાન પર ભરોસો રાખીને બેસી રહેવા જેવું નથી. જિનવાણી પર શ્રદ્ધા, અપાર શ્રદ્ધા, અપૂર્વ શ્રદ્ધા રાખીને ચલાવવાનું છે, ચાલવાનું છે. આવી શ્રદ્ધા જ પરમાત્મા પ્રત્યેની પ્રીતિ-ભક્તિની અભિવ્યક્તિ માટે માધ્યમ બને છે. વહેલી સવારે નિદ્રાનો ત્યાગ કરીને, જમીન પર પલાંઠી વાળીને બેસીને સ્વચ્છ મન અને સ્વસ્થ તનથી જિનેશ્વર પરમાત્માનું સ્મરણ કરવું. ભાવપૂર્વક એમના ચરણોમાં નમસ્કાર કરવા અને સ્નાનાદિ ક્રિયાઓ કરી દેરાસરની તરફ આગળ વધવું. ત્રણ ભુવનના નાથના ચરણે જવું છે ને ? તન પણ સ્વચ્છ જોઈએ, વસ્ત્રો પણ શુદ્ધ અને સાફ હોવાં જરૂરી છે. પૂજનની સામગ્રી પણ ઊંચી જાતની અને શુદ્ધ જોઈએ. ભાઈ, જ્યાં પ્રીતિ હોય, ભક્તિ હોય, ત્યાં શુદ્ધિ, સ્વચ્છતા અને શ્રેષ્ઠતાનો ખ્યાલ રાખવો નથી પડતો, આપમેળે એ બધું થઈ જતું હોય છે. દશ-ત્રિક તો આપશ્રી પરિચિત હશો. દેરાસરમાં પ્રવેશ્યા પછી આ દસ-ત્રિક સાચવવાની છે. (૧) નિસીહી (૨) પ્રદક્ષિણા (૩) પ્રણામ (૪) પૂજન (૫) અવસ્થા ચિંતન (૬) પ્રમાર્જના (૭) દિશિત્યાગ (૮) મુદ્રા (૯) આલંબન (૧૦) પ્રણિધાન. આ દસે જાતની ક્રિયાઓ ત્રણ-ત્રણ વાર કરવાની છે, માટે શબ્દ “ત્રિક’ જોડવામાં આવ્યો છે. પત્રાવલિ 2010_03 ૨૯૯ શ્રુતસરિતા rsonal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરાંત, ભાઈ, નીચે દર્શાવેલ પાંચ અધિગમ પણ પાળવાના છે. અભિગમ એટલે નિયમ, મર્યાદા. (૧) પૂજનની સામગ્રીમાં ઉચિત વસ્તુ સિવાય અન્ય કોઈ સચિત્ત (સજીવ) પદાર્થ દેરાસરમાં ન લઈ જવાય. (૨) અચિત્ત (જીવત્વરહિત) વસ્તુ પણ પૂજન માટે જ લઈ જવાની છે. આનો અર્થ : પૈસાનું પાકીટ બહાર ગાડીમાં મૂકીને જવું. (૩) મનને પરમાત્મામાં એકાગ્ર બનાવવાનું છે. (૪) દેરાસરમાં ઉત્તરાસંગ-ખેસનો જ ઉપયોગ કરવાનો છે. (૫) દેરાસરમાં પ્રવેશ કરતાં જ મસ્તક પર અંજલિ રચાવીને પ્રણામ કરવાનો છે. જેમ અષ્ટપ્રકારી પૂજા બતાવાઈ છે, તેમ ૧૭ પ્રકારની, ૨૧ પ્રકારની અને ૧૦૮ પ્રકારની પૂજા પદ્ધતિઓ દ્રવ્ય-પૂજાની દર્શાવવામાં આવી છે. ભાવપૂજામાં કોઈ પણ દ્રવ્યની જરૂરિયાત રહેતી નથી. ભાવપૂજા પણ અનેક જાતની શાસ્ત્રોમાં બતાવાઈ છે. બંને પૂજા ફળદાયી છે. ફળ બે રીતે પ્રાપ્ત થાય છે. એક અનંતર ફળ હોય છે અને બીજું પરંપર ફળ હોય છે. અનંતર એટલે આ જીવનમાં જ જે ફળ પ્રાપ્ત થાય છે અને પરંપર ફળ એટલે આવનારા ભવિષ્યના ભવોમાં જે પ્રાપ્ત થાય છે. આ બંને ફળ જોઈએ :(૧) અનંતર-આ ભવનું - જિનાજ્ઞાનું પાલન થાય છે, ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. (૨) પરંપર-પરભવનું - મોક્ષ-પ્રાપ્તિ, શ્રેષ્ઠ મનુષ્ય ભવ સાંપડે છે, દેવલોકનું જીવન મળે છે. ભાવ-પૂજામાંથી આત્મા આગળ વધીને પ્રતિપત્તિ પૂજાનો અધિકારી બને છે. આ પૂજા કશું જ ન કરવારૂપ છે. ક્રિયાવિહીન ક્રિયા જેવી. અભેદભાવની આ પૂજામાં “આત્મા એ જ પરમાત્મા’ હોય છે. આ બધું ૧૧મા ગુણસ્થાનકની ઉપર એટલે કે ક્ષપક કે ઉપશમ શ્રેણિ માંડ્યા પછીની અવસ્થા દેવાધિદેવના દર્શન-પૂજન પળેપળ પ્રસન્નતાની અનુભૂતિમાં આપણે ઊંડા ઊતરીએ એ જ મંગલ ભાવના. લિ. આપનો ભાઈ, રજની શાહ પત્રાવલિ શ્રુતસરિતા 2010_03 ૩00 Page #326 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૨૭ પ્રભુગુણની વિશેષતા સાધર્મિક સ્નેહી ભાઈશ્રી, જય જિનેન્દ્ર. ગયા પત્રમાં દ્રવ્ય-પૂજા અને ભાવ-પૂજા બાદ તેનાથી પણ ઉત્તમ ‘પ્રતિપત્તિ' પૂજાની વાત લખી. આ શબ્દને ‘પડિપત્તિ’ પૂજા તેમ પણ કહે છે. આ પૂજામાં પૂજાની શ્રેષ્ઠતા જ એ છે કે કાંઈ કરવાનું જ નહીં. કોઈ ક્રિયા જ નહીં. આ શબ્દની પરિભાષા અર્થે કહ્યું છે કે ‘વિાનોપદેશવાણના ।' આપી-જ્ઞાની પુરુષોના ઉપદેશનું યથાર્થ પાલન કરવું, એ પ્રતિપત્તિ-પૂજા છે. ગુણસ્થાનકના દૃષ્ટિકોણથી અગિયારમા, બારમા અને તેરમા ગુણસ્થાને રહેલા આત્માઓ આ પ્રતિપત્તિ પૂજા કરવા ભાગ્યશાળી બને છે. પરમાત્માના આવા સ્મરણ, દર્શન, પૂજન અને સ્તવન કરવાથી પરમાત્માની સાથે આંતરપ્રીતનો રંગ પ્રગાઢ બને છે. પરમાત્મપ્રેમી મન પરમાત્માના વિશિષ્ટ ગુણોનું દર્શન કરવા માંડે છે. પત્રાવલિ 2010_03 ગુરુવાર, તા. ૧-૨૮-૯૯ પરમાત્મામાં પરસ્પર વિરોધી એવા ત્રણ ગુણ વિચારીએ, કે જેને ‘ત્રિભંગી’ કહેવાય છે. ‘ભંગ’ એટલે પ્રકાર-જાત. ત્રિભંગી એટલે ત્રણ ગુણોનો સમૂહ. (૧) કરુણા (કોમળતા) (૨) તીક્ષ્ણતા (કઠોરતા) (૩) ઉદાસીનતા (ઉપેક્ષા) ણા : આપણે, ભાઈ, સામાન્ય સમજથી સમજીએ છીએ કે પરમાત્માને સંસારી જીવો જોઈને, તેમના દુ:ખો પ્રત્યે કરુણાભાવ છે. ખરેખર તેવું નથી. દરેક જીવની સુખભરી કે દુ:ખપૂર્ણ અવસ્થા જે તે જીવના પોતે બાંધેલી કર્મની ઉદય-અવસ્થા છે. તેમાં પ્રભુની કરુણા કોઈ કામની નહીં, અને આવી કર્મજનિત પરિણામોમાં પ્રભુને કરુણા હોતી જ નથી. ‘કરુણાના કરનારા’ એ અર્થમાં કહેવાય છે કે જીવોને સંસારભયમાંથી બચાવવાની, સંસાર-પરિભ્રમણ અટકાવવાની અભયદાનની વૃત્તિ. પરમાત્માને માટે તો ‘નમોથ્થુણં’ માં ‘અભયદયાણં’ કહીએ છીએ ને ! ટૂંકમાં કહીએ તે, પરમાત્મામાં અન્ય જીવોના દુઃખછેદનની ઇચ્છારૂપ કરુણા નથી પણ અભયદાનસ્વરૂપ કરુણા તો છે જ. તીક્ષ્ણતા : જયારે કરુણાની પરિભાષા જ બદલાઈ ગઈ ત્યારે પછી તીક્ષ્ણતા, એવી કરુણા સાથે, કોઈ વિરોધ વિના રહી શકે છે. અનાદિકાલીન કર્મક્ષય કરવા માટે જેવો આત્મભાવ જોઈએ, એવા આત્મભાવને તીક્ષ્ણતા તરીકે ઓળખવી જોઈએ. તીક્ષ્ણતાનો અર્થ અહીં ઉગ્રતા કે તીવ્રતા નથી કરવાનો. કરુણાની પૃષ્ઠભૂમિકામાં તીક્ષ્ણતા અવિકલપણે રહી શકે છે. ઉદાસીનતા : કર્મક્ષય સહજ રીતે થયા કરે છે અને અભયદાનનો ગુણ પણ સાહજિક રૂપે પ્રગટે છે. કોઈ પણ જાતના પ્રેરક-તત્ત્વની ત્યાં પ્રેરણા અપેક્ષિત નથી. નથી કોઈ જાતનો પ્રયત્ન-પુરુષાર્થ ! આ જ આત્માની ઉદાસીનતા છે. કર્તૃત્વનું અભિમાન ત્યાં લેશમાત્ર રહેતું નથી ! આમ જોતાં, કરુણા, તીક્ષ્ણતા અને ઉદાસીનતા આ ત્રણે ગુણો પરમાત્મામાં એકી સાથે રહેતા ૩૦૧ શ્રુતસરિતા Page #327 -------------------------------------------------------------------------- ________________ હોવા છતાં કોઈ વિરોધ કે વિરોધાભાસ પેદા નથી થતો. ત્રિભંગીનું આવું અર્થઘટન એ સાપેક્ષ દૃષ્ટિ છે, સ્વાદ્વાદ દૃષ્ટિ છે. પરસ્પર વિરોધી દેખાતું પરમાત્માનું વ્યક્તિત્વમાં કેટલીક ત્રિભંગીઓ પણ ભાઈ, વિચારવા જેવી છે. - પરમાત્મા શક્તિરૂપ છે અને વ્યક્તિરૂપ પણ છે. - પરમાત્મા ત્રિભુવનપતિ છે અને નિર્ગુન્થ પણ છે. - પરમાત્મા ભોગી છે અને યોગી પણ છે. - પરમાત્મા વક્તા છે અને મૌની પણ છે. - પરમાત્મા ઉપયોગયુક્ત છે અને ઉપયોગરહિત પણ છે. આ ત્રિભંગીઓના વિશિષ્ટ અર્થઘટનની વાતો કોઈક વાર હવે પછીના પત્રોમાં કરીશ. સાપેક્ષ દૃષ્ટિથી દર્શન-મનન-ચિંતન કરવાની ટેવ પાડવી તેમજ રાગ-દ્વેષને મંદ-મંદતર કરવાની આપણે કોશિશ કરવી જ રહી. લિ. આપનો ભાઈ, રજની શાહ * * * * * પત્રાવલિ-૨૮ પરમાત્માપદનો મહિમા શુક્રવાર, તા. ૧-૨૯-૯૯ ભાઈશ્રી, જય જિનેન્દ્ર. પરસ્પર વિરોધી દેખાતું વ્યક્તિત્વ બતાવીને, શ્રી અરિહંત પરમાત્માનું સામંજસ્ય સ્થાપિત કરતી પાંચ ભિંગી ગયા પત્રમાં લખી હતી. તેનું વિશિષ્ટ અર્થઘટન આ રીતે સમજવું. (૧) પરમાત્મા શક્તિરૂપ છે અને વ્યક્તિરૂપ પણ છે : શક્તિરૂપે જોઈએ તો સહુ આત્માઓ એક જ છે, જ્ઞાન, દર્શન, વગેરે અનંત ગુણો આત્માની શકિત છે, પણ વ્યક્તિરૂપે તો દરેક આત્માનું અલગ અસ્તિત્વ છે. શક્તિરૂપે અનંત ગુણ હોય છે, જ્યારે વ્યકિતરૂપે એ ગુણો ગણતરીમાં સમાઈ શકે એટલા જ હોય છે. આ પ્રમાણે પરમાત્મા શક્તિરૂપ પણ છે અને વ્યક્તિરૂપ પણ છે. (૨) પરમાત્મા ત્રિભુવનપતિ છે અને નિગ્રંથ પણ છે : | ત્રિભુવનપતિનો અર્થ થાય છે ત્રિભુવન પૂજ્ય. પરમાત્મા ત્રિભુવનપતિ હોય છે, છતાંયે એમના આત્મામાં રાગ-દ્વેષની કોઈ ગ્રન્થિ નથી હોતી. નિગ્રંથ આત્મામાં ત્રિભુવનપતિપણું નથી સંભવતું ! ત્રિભુવન પૂજ્યતાની દૃષ્ટિએ ત્રિભુવનપતિ છે, જ્યારે રાગ-દ્વેષના અભાવની દૃષ્ટિએ તેઓ નિગ્રંથ પણ છે. શ્રુતસરિતા 2010_03 ૩૦૨ પત્રાવલિ Page #328 -------------------------------------------------------------------------- ________________ (3) પરમાત્મા ભોગી છે અને યોગી પણ છે : પરમાત્મા સ્વગુણોની અપેક્ષાએ ભોગી છે, ભોકતા છે અને પરદ્રવ્યના ગુણોની અપેક્ષાએ તેઓ યોગી છે, અથવા તો આમ પણ વિચારી શકીએ, કે તીર્થકરત્વના ઋદ્ધિ-વૈભવને એઓ ભોગવે છે માટે ભોગી શકાય, જ્યારે કે આત્મભાવોની અવિકલ સ્થિરતાની અપેક્ષાએ તેઓ યોગી છે. હજી બીજો અર્થ સમજીએ. ભોગી કે યોગીનો અર્થ વસ્તુ કે પદાર્થ હોવા કે ના હોવા તેના પર આધારિત નથી; અને હોય તો તેને વાપરનાર કે ભોગવનાર ભોગી કહેવાય તેવો નિયમ નથી. વસ્તુ કે પદાર્થનો જે આત્મા ઉપભોગ કરે તે ભોગી, અને ઉપયોગ કરે તે યોગી. (૪) પરમાત્મા વક્તા છે અને મોની પણ છે. પરમાત્મા સમવસરણમાં બિરાજીને જે કથનીય ભાવો છે, એ કહે છે, ઉપદેશે છે. આ અપેક્ષાએ તેઓ વકતા છે, અને જે અનંત અનંત કથનીય ભાવો છે પણ તેઓના આયુષ્યની મર્યાદાને લીધે કહી શકતા નથી, શકવાના નથી, એ અપેક્ષાએ મૌની પણ કહેવાય છે. કથનીય ભાવો ઉપરાંત અનંત અનંત અકથનીય ભાવો પણ હોય કે જેઓને પરમાત્મા ન તો કહી શકે કે ન તો સમજાવી શકે. (૫) પરમાત્મા ઉપયોગયુક્ત છે અને ઉપયોગરહિત પણ છે. સિદ્ધ અવસ્થામાં પરમાત્માના બે ઉપયોગ હોય છે. ‘ઉપયોગ' શબ્દનો અર્થ વપરાશ નહીં, પણ ઉપયોગ એટલે સ્થિતિ સમજવી. એક જ્ઞાનોપયોગ, બીજો દર્શનોપયોગ. એક સમયે એક જ ઉપયોગ હોય. આ અપેક્ષાથી પરમાત્મા ઉપયોગવાળા છે, અને જ્યારે જ્ઞાનોપયોગ હોય ત્યારે દર્શનોપયોગ નથી હોતો, એ દષ્ટિએ એઓ ઉપયોગરહિત પણ પૂરવાર થાય છે. - મહાન ઉપકારી એવા પૂ. આચાર્ય ભગવંતો પાસેથી આવી “ભંગીઓ દ્વિભંગી, ત્રિભંગી, ચતુર્ભગી વગેરે ઘણુંબધું શીખેલું, સાંભળેલું. મારા જ્ઞાનનો ક્ષયોપશમ અલ્પ હોવાને લીધે ઘણું બધું ભૂલી ગયો છું. જેટલું જેટલું યાદ આવે છે તેને વધુ વિગતવાર પરાવર્તન કરવા પ્રયત્નશીલ તો હંમેશાં પ્રયત્નશીલ રહું છું. અંતમાં, યોગી હંમેશાં આતમરામી હોય. જે આતમરામી છે એઓ તો નિષ્કામયોગી હોય છે. જેમણે કામનાઓનાં કપડાં ઉતારી દીધાં છે, પદ્ગલિક સુખોના શણગાર ત્યજી દીધા છે. આપણું ધ્યેય હોવું જોઈએ આત્મશુદ્ધિનું ! અને ક્રિયા હોવી જોઈએ એ ધ્યેયને સિદ્ધ કરનાર ! લિ. આપનો ભાઈ, રજની શાહ પત્રાવલિ 2010_03 ૩૦૩. શ્રુતસરિતા Page #329 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૨૯ આત્મસ્વરૂપ કેવી રીતે જાણવું ? શનિવાર, તા. ૧-૩૦-૯૯ વ્હાલા ભાઈશ્રી, જય જિનેન્દ્ર. ભાઈ, આપણે જો આધ્યાત્મિક વિકાસ જોઈતો હોય તો આત્મ-સ્વરૂપનું વ્યાપક જ્ઞાન મેળવવું જ પડશે, અને એ જ્ઞાન દ્વારા આત્માના સ્વરૂપને ઓળખવું પડશે. દરેક વસ્તુમાં બે ધર્મ હોય છે, એટલે કે દરેક વસ્તુનો સ્વભાવ બે જાતનો હોય છે. એક ‘સામાન્ય કહેવાય છે તો બીજો વિશેષ' તરીકે ઓળખાય છે. વસ્તુના સામાન્ય સ્વભાવની જાણકારી ‘દર્શન' કહેવાય છે, જ્યારે વસ્તુના વિશેષ સ્વભાવની જાણકારી “જ્ઞાન” કહેવાય છે. વસ્તુનો સામાન્ય સ્વભાવ નિરાકાર હોય છે એટલે કે કોઈ વિશેષ આકાર એનો હોય નહીં, જ્યારે વસ્તુનો વિશેષ સ્વભાવ સાકાર રૂપે હોય છે. આકાર ભેદ પેદા કરે છે. નિરાકારમાં અભેદ જ હોય છે. આત્મામાં દર્શન શક્તિ છે. આત્મામાં જ્ઞાનશક્તિ છે. કોઈ પણ વસ્તુને જાણવા માટેની કોશિશ આત્મા બે રીતે કરે છે. દર્શનથી અને જ્ઞાનથી. આ અપેક્ષાએ ચેતનાના પણ બે પ્રકાર - (૧) દર્શન ચેતના (૨) જ્ઞાન ચેતના. મારું સમજાવવાનું તાત્પર્ય એ છે કે આત્માની ચેતના દર્શન અને જ્ઞાન બંનેમાં પ્રવાહિત હોય છે. જ્યારે ચેતના દર્શનમાં વહેતી હોય ત્યારે આત્મા નિરાકાર કહેવાય અને ચેતના જ્યારે જ્ઞાનમાં વહેતી હોય ત્યારે આત્મા સાકાર” કહેવાય. આત્મા ચૈતન્યયુક્ત હોવાથી “સચેતન” કહેવાય છે. ક્યારેય પણ આત્મા ચૈતન્યરહિત હોતો નથી. આત્મા કર્મથી બંધાયેલો હોય કે મુક્ત હોય, એમાં ચૈતન્ય તો હોય જ, કારણ કે એ ચૈતન્યમય છે. એક જ જીવાત્મામાં કેટલાં બધાં પરિવર્તન ! જીવાત્મા સ્વયં એ પરિવર્તનના પડદા પાડે છે, ઉઠાવે છે. પરિવર્તન માટે જવાબદાર પરિબળ “કર્મ છે. જીવાત્મા કર્મ બાંધે છે અને પરિવર્તનનું નર્તન કરે છે. પરિવર્તનશીલ જીવાત્માને આપણા દર્શનમાં પરિણામી આત્મા’ કહેવામાં આવે છે. જીવાત્મા પોતાના નિશ્ચિત પર્યાયો મુજબ પરિવર્તન પામ્યા કરે છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આ દ્રવ્ય એક જ છે. આના કારણે એ એક જ છે એમ કહેવાય છે; પણ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ, આત્માના પર્યાયો અનંત હોય છે, માટે એ દૃષ્ટિકોણથી આત્માને “અનંત પણ સમજવો. વ્યવહાર નય જેમ આત્માના અશુદ્ધ સ્વરૂપની વાત કરે, તેમ નિશ્ચય નય આત્માના શુદ્ધ સ્વરૂપની વાત કરે છે. શુદ્ધ સ્વરૂપમાં (કર્મરહિત અવસ્થા) સુખ-દુઃખનો ભોક્તા આત્મા નથી હોતો. કર્મજન્ય અશુદ્ધ અવસ્થામાં જ આત્મા સુખ-દુ:ખને ભોગવે છે. પણ બંને અવસ્થાએ (શુદ્ધ અને અશુદ્ધ) હોય છે આત્માની જ. માટે ટૂંકમાં આમ કહી શકાય : અશુદ્ધ અવસ્થા - આત્મા સુખ-દુઃખનો ભોકતા છે. શુદ્ધ અવસ્થા - આત્મા માત્ર આનંદનો જ (સ્વગુણોનો) ભોક્તા છે. આ બંને અંતિમ છેડાનાં સત્ય છે, પણ છે તો બંને સત્ય જ. નિશ્ચયનયથી આત્મા અરૂપી છે, શ્રુતસરિતા ૩૦૪ પત્રાવલિ 2010_03 Page #330 -------------------------------------------------------------------------- ________________ જ્યારે વ્યવહાર નય આત્માને સુરૂપ-કુરૂપ તરીકે વર્ણવી શકે છે. સુરૂપતા-કુરૂપતા તો કર્મજન્ય છે ને! આપણે બંને નયને માનવાના છે, માન્ય રાખવાના છે. કુશળતામાં રહેજો. * * * * પત્રાવલિ-૩૦ એકાંતની મનોકામના * લિ. આપનો ભાઈ, રજની શાહ રવિવાર, તા. ૧-૩૧-૯૯ સહૃદયી સ્વજનશ્રી, જય જિનેન્દ્ર. ગયા પત્રમાં વ્યવહાર નય અને નિશ્ચય નયનું એક જ દૃષ્ટાંત મેં લખ્યું હતું. આ બંને ઉપર અનેક દૃષ્ટાંતો આપી શકાય તેમ છે. જૈનદર્શનની અનેક વિશેષતાઓને અનેકાન્ત દૃષ્ટિકોણના આઈનામાં સ્પષ્ટ ઉપસાવી છે. ઘણીબધી ખૂબીઓ વર્ણવી છે. ફરી ફરી મનન કરવાથી જ આવી વાતોનો મર્મ પામી શકાશે. આ કંઈ નવલકથા કે વાર્તા નથી. આ તો અતિ ગંભીર વિષય છે. ઊંડાણભર્યું તત્ત્વજ્ઞાન છે. ભાઈ, દરરોજ આપણે દેરાસરે જઈએ છીએ (કમનસીબે, અમેરિકામાં તો ફક્ત રવિવારે જ) અને પરમાત્માના દર્શન પણ કરીએ છીએ, પણ ક્યારેય પરમાત્માની સામે ટગર ટગર જોઈ તેઓની આંખોમાં-ચક્ષુમાં-ઝાંક્યું છે ? ચક્ષુના સમંદરમાં કોઈ એવા દિવ્ય તત્ત્વનો અણસાર જોયો છે કે દર્શન કરીને તન-મન-નાચી ઊઠ્યા હોય ! દરરોજ દર્શન કરતાં કંઈ દિવ્યતાનો દેદાર ના સાંપડે ! પણ કોઈક દિવસ તો એમ થઈ આવવું જોઈએ ને કે “હે ભગવંત, હે જિનેશ્વર, મારી બધી જ મનોકામનાઓ આજે મહોરી ઊઠી - મારાં બધાં જ કાર્યો સિદ્ધ થઈ ગયાં. પૃથ્વી પર જ્યારે સૂરજનાં સંખ્યાતીત કિરણોનો કાફલો ઊતરી આવે છે, ત્યારે અંધકારના બોરિયા બિસ્તર આપોઆપ ઊપડી જાય છે. જૈનદર્શનને જોઈને-જાણીને-સમજીને-દર્શન પામીને-કોઈ પણ વાતનો કે કોઈ પણ જાતનો સંદેહ-સંશય રહેતો નથી. બધાં સમાધાન સાંપડી જાય છે. બધાં ખુલાસા ખૂલી જાય છે આપોઆપ. પરમાત્માનું રૂપ જોયા પછી, સ્વરૂપની અનુભૂતિ માણ્યા પછી મનમાં કોઈ જ સંશય સંભવી ના શકે. સ્વરૂપની અનુભૂતિ સૂરજના અજવાળા જેવી હોય છે. સૂર્યોદયની માફક, પ્રારંભમાં આ અનુભૂતિ આછી હોય, પળભરની હોય, પણ પછી આ અનુભૂતિનો ઉઘાડ વધુ ને વધુ ખીલતો જાય છે. અનુભૂતિનું આગમન અનુભવરસના પાનમાં પલટાય છે. આ બધા માટે પ્રભુનાં ચક્ષુમાં અને ચરણોમાં મગ્નતા માણવી પડે. શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિમાં ડૂબેલું મન દિવ્ય-દૈવી તત્ત્વો તરફ પણ લાપરવાહ બની જાય છે. અનાસક્ત થઈ જાય છે. બીજાં કોઈ તત્ત્વોમાં એને રસ રહેતો જ નથી ! ‘મારા પર કોઈ દેવ-દેવી રીઝી જાય' આવી ઝંખનાનાં જાળાં-બાવાં જિનભક્તિના રંગમાં રંગાયેલા આત્માના હૈયે પત્રાવલિ શ્રુતસરિતા . 2010_03 ૩૦૫ Page #331 -------------------------------------------------------------------------- ________________ બાઝતા નથી ! શા માટે આવી આશા - અપેક્ષાના ખાબોચિયામાં ઊતરવું પડે ? જ્યારે કે પાસે જ પરમ સામર્થ્યના સાગર જેવા પરમાત્મા પોતે જ ઊભા છે ! જેણે પરમાત્માની શક્તિને અનુભવી છે, એ વળી રાગી-દ્વેષી દેવોને આજીજી, કરગરતા શા માટે હશે ? આ બધી વાતો એકાંતમાં બેસી વિચારવા જેવી છે. જેમ જેમ ઊંડાણ વધતું જશે, તેમ તેમ આ દુનિયાની – આ ચાર ગતિની - ચાર દીવારીમાં જીવવાનું જામશે નહીં. પરમાત્માની પાસેથી કશું જ આપણે પામવું નથી...પરમાત્માને પોતાને જ આપણે પ્રાપ્ત કરી લેવા છે. - કાશ, આપણો પણ આ દુનિયા સાથેનો લગાવ છૂટી જાય સંસાર સાથેનું સગપણ તૂટી જાય અને પરમાત્માની સાથે પ્રીતનો નાતો બંધાઈ જાય. પરમાત્માની પ્રતિમાના અંગે અંગને, પરમાણુને સુધા છલકતા જોઈએ. આપણી આંખોની ગાગરમાં પણ આ શાંતસુધાનો સાગર સમાઈ જાય. બીજું વધારે શું જોઈએ ? ક્યારેક દેરાસરમાં પરમાત્માની સામે બેસીને મધુર-મંજુલ સ્વરમાં ગાઈએ– એક વાર તો પગલાં પાડો, મારા મનડાની ભીતર ! લિ. આપનો ભાઈ, રજની શાહ પત્રાવલિ-૩૧ હારિભદ્રી અનુષ્ઠાન સોમવાર, તા. ૨-૧-૯૯ પ્રિય ભાઈશ્રી, જય જિનેન્દ્ર. પ્રીતિ પરમાત્માનું સ્મરણ અને દર્શન કરાવે છે. પ્રીતિ પરમાત્માનો સ્પર્શ કરવા પ્રેરે છે. પ્રીતિ જ પરમાત્માની આજ્ઞાને અનુસરવા માટે પ્રોત્સાહિત કરે છે. ભાઈ, જેટલી આશાઓ હજી પણ ના પાળતા હોય કે ના પાળી શકતા હોય તેની યાદી બનાવવી. યાદીમાં બરોબર વિચારવું કે પરમાત્માની પ્રીતિ અને પ્રોત્સાહનમાં ક્યાં ઊણપ છે? પરમાત્મ-પ્રેમી માટે પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું સહેજ પણ મુશ્કેલીભર્યું નથી, એકદમ સાહજિક છે. એક બાબત અહીં ધ્યાનમાં રાખવી કે જિનાજ્ઞાની સાથે જે વ્યવહારને સંબંધ નથી એવા વ્યવહારોની વળગણો જિનશાસનને માન્ય નથી. પૂ. આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ ચાર પ્રકારનાં અનુષ્ઠાન બતાવ્યાં છે. (૧) પ્રીતિ અનુષ્ઠાન : સર્વ પ્રથમ પરમાત્મા માટે હૈયામાં આંતરિક પ્રીતિ ઉભવવી જોઈએ. પ્રીતિ જિનાજ્ઞા પાળવામાં પ્રોત્સાહન આપે. આજ્ઞાપાલન કરવા જીવન પરિવર્તન કરવું પડશે. અત્યાર સુધી જે રીતે જીવ્યા તેમાં ફેરફાર તો કરવો પડશે. વિચારોને, વાણીને, વર્તનને અને શરીરની પ્રવૃત્તિઓને બદલવી પડશે. આજ્ઞાપાલનની ધારે કોણ ઊભું નથી રહેવા દેતું, ખબર છે ને ભાઈ ! ભીતરનાં કામ-ક્રોધ, માયા, શ્રુતસરિતા ૩૦૬ પત્રાવલિ 2010_03 Page #332 -------------------------------------------------------------------------- ________________ આદિ. આ ભીતરી દુશ્મનોને ખંખેરવા પડશે, ભલેને ખુંખાર યુદ્ધ કરવું પડે. જિનાજ્ઞાનો પરમાર્થ જાણવો પડશે. માત્ર ક્રિયા કરનાર પોતાની આંખોથી ક્રિયાઓનું અનેકાન્ત ફળ દેખતા નથી અને એવી અનિશ્ચિત ફળવાળી ક્રિયાઓ કરી કરીને એ બિચારા ચાર ગતિના ચકરાવે ઘૂમ્યા કરે છે. (૨) ભક્તિ અનુષ્ઠાન : ભક્તિ એટલે સંપૂર્ણતયા સમર્પણ. પરમાત્માના ચરણોમાં જ રહેવું. ક્રિયાવાદી લોકો જિનાજ્ઞાનું યથોચિત પાલન નથી કરી શકતા અને તેને લઈને તરેહ તરેહના મતભેદો પેદા થતા રહ્યા છે, અને જાત જાતના/ભાત ભાતના ગચ્છ, મત, પંથ નીકળતા રહ્યા છે. કમનસીબે, આ પંથોમાં પારસ્પરિક સહિષ્ણુતા અને સમજણનો અભાવ છે, અને તેને પરિણામે લોકો જૈનદર્શનના વિચારની અનેકાનાદિશા ચૂકી જઈ “ઉપાશ્રય”માંથી “આશ્રમ' તરફ વળી જાય છે. રાગદ્વેષમાં રાચતા લોકો રાગદ્વેષથી મુક્ત થવાની સુફિયાણી વાતો કેવી રીતે કરી શકે! કષાયોની ડાકલી કૂટનારા લોકો વીતરાગની વાણી વહેવરાવવાનો દાવો કરતા થઈ ગયા છે. (3) વચન અનુષ્ઠાન : જિનાજ્ઞાની અવહેલના કર્યા વિના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવના માધ્યમથી જિનાજ્ઞાને જાણવીજોવી જોઈએ. આવો કોઈ વિચાર કર્યા વગર કેવળ માન-મરતબો પામવા ઉલટા-સીધા વર્તન દાખવનાર અંતે દુઃખદાયી સિદ્ધ થાય છે. જિનાજ્ઞાથી વિપરીત બધા ક્રિયા-કલાપોને છોડી દેવા જોઈએ. આગમ વચનોનો અર્થ સાચો કરવો. ઉસૂત્ર ભાષણ કદાપિ કરવું નહીં. (૪) અસંગ અનુષ્ઠાન : જે મોક્ષગામી આત્મા સૂત્રાનુસાર-આગમ-શાસ્ત્રાનુસાર ક્રિયા કરે છે, એ જ શુદ્ધ ચારિત્રી કહેવાય છે. જિનાજ્ઞા પ્રત્યે સાપેક્ષ ભાવ રાખનારા સાધકનું ચારિત્ર જ શુદ્ધ ચારિત્ર છે. આ બધું સમજવા, બુદ્ધિ સૂક્ષ્મ અને સ્વચ્છ જોઈશે. આપણી બુદ્ધિમાં પૂર્ણ ક્ષમતા કદાચ ના પણ હોય પણ જિનાગમો પ્રત્યે આદરભાવ તો અખંડ રહેવો જ જોઈએ. જિનાજ્ઞાનો આદર એક દિવસ આપણને સૌને આજ્ઞાપાલન માટે સક્ષમ બનાવશે. આવી સક્ષમતા આપણે કેળવીએ-મેળવીએ એ જ મંગલ કામના. લિ. આપનો ભાઈ, રજની શાહ * * * પત્રાવલિ 2010_03 ૩૦૭ શ્રુતસરિતા Page #333 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૩૨ જૈન અને જયણા મંગળવાર, તા. ૨-૨-૧૯૯૯ રત્નત્રયી આરાધકશ્રી, જય જિનેન્દ્ર. ગયા પત્રમાં ‘અનુષ્ઠાન' ના વિષય પર ચર્ચા કરી. આ પત્રમાં જૈનજીવનમાં સૌથી વધુ મહત્ત્વની ‘જયણા’ ઉપર ચર્ચા કરીશ. ‘જયણા’ શબ્દનો અર્થ માત્ર પૂજવું, પ્રમાર્જવું એમ નહીં, પણ પ્રાણીમાત્ર પ્રત્યે વાત્સલ્ય ધરાવતી આત્મદર્શી હૃદયની યતનાપૂર્વકની પ્રવૃત્તિ. કોઈને પણ કોઈ પણ જાતની બાધા ન થાય એવું કાળજીપૂર્વકનું જીવન એ ‘પાંચ સમિતિ’નું હાર્દ છે. જેમ સમ્યક્ત્વ એ આત્માના ચૈતન્યને જીવંત બનાવવા માટે પ્રાણ છે, તેમ જયણા એ આત્માના સંયમ-ચારિત્ર માટે પ્રાણ છે. જયણા એ પ્રમાદની હાણ છે. જયણા એ દયાની ખાણ છે. જયણા એ ભવસાગરમાં નિરંતર ગતિ કરતું, મુક્તિપુરીમાં જવાનું વહાણ છે. જયણા એ અન્ય જીવોને દુઃખ ના થાય અને પોતાને કર્મબંધ ન થાય તેવું રસાયણ છે. સર્વવિરતિ અને દેશિવરિત બંને યોગ જયણાપ્રધાન છે. ભાઈ, ટૂંકમાં કહું તો સમિતિપ્રધાન પ્રવૃત્તિ તે જયણા. જયણા અને સમિતિ લગભગ એક્ત્વભાવ જેવી છે. કેમ કે સમિતિ એટલે સુંદર પ્રવૃત્તિ, ત્યારે જ સુંદર બને છે જ્યારે જયણા અને ઉપયોગના પરિણામવાળી હોય. જ્યાં જયણાનું પ્રવર્તન છે, ત્યાં સમિતિનું સમ્યક્ પાલન છે. જયણા સંવર છે, સંવરની જ પ્રવૃત્તિ છે. સંવર એ ચારિત્રનું-એક્લા આત્મસ્વરૂપનું પોષક છે. તેથી તો કહેવાય છે ‘સમિતિ એ સર્વ શાસ્ત્રોના જ્ઞાનનું સમ્યગ્ આચરણ છે.'' ભાઈ, એમ ન સમજતા કે સમિતિ-ગુપ્તિ-જયણા આ બધું સાધુ ભગવંતો માટે જ હોય છે. જેમ મુનિ જીવનમાં પ્રતિપળે જયણાનું જતન છે, તો શ્રાવકના સામાયિક, પૌષધમાં આ ત્રણેનો ઉપયોગ છે. શ્રાવક પોતાના દેહ પર રહેલા જીવજંતુને જયણાપૂર્વક કેવી રીતે દૂર કરે ? એનું જીવતું જાગતું દેષ્ટાન્ત શ્રી કુમારપાળ મહારાજા છે, કે જેમને જીવદયા એ પોતાના પ્રાણ સમાન હતી. સામાયિકમાં એકદા તેમના શરીર પર મંકોડો ચઢ્યો. ચટકા ભરવા લાગ્યો, ત્યારે તેમણે મંકોડાને પકડી દૂર ન કર્યો, પણ જયણાપૂર્વક એટલા ભાગની ચામડી દૂર કરી. ચામડી સાથે મંકોડાનું બાજુ પર મૂક્યો. समणो इव सावओ हवइ जम्हा । શ્રાવણ પણ તેના પાલનથી સાધુ સમાન થાય છે. સામાયિક, પૌષધમાં તો જયણા ખરી જ, પણ આપણે આપણા રોજિંદા જીવનમાં પણ જયણા પાળવાની છે. જયણાથી થતા લાભો : (૧) પરમાત્માની આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન. (૨) પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ પ્રગટે. શ્રુતસરિતા . 2010_03 ३०८ પત્રાવલિ Page #334 -------------------------------------------------------------------------- ________________ (૩) જીવમાં જીવ પ્રત્યે શ્રદ્ધા દેઢ થાય. (૪) સમ્યક્ત્વ નિર્મળ થાય. (૫) જીવદયાની પ્રવૃત્તિના પરિણામથી સંસ્કાર સુદૃઢ થાય. (૬) ધ્યાનની સાધના કરતાં સાધકની સાધનામાં ધ્યાન સ્થિર બની શકે. માટે, નક્કી કરવું રહ્યું કે હું સંયમના ભોગે કદાપિ દેહનું લાલન કરીશ નહીં, પરંતુ દેશના ભોગે સંયમના પાલનમાં આત્માનું ઉત્થાન આદરીશ અને મારા આત્માના મોતીને જયણાપૂર્વક સુસંસ્કારના સૂત્રમાં પરોવીશ. “મોક્ષે વિતં, મને તનું:' સમકિતી અને વૈરાગ્યવાનની આ જ જીવન-સરણી છે. ચાર ગતિના ચ્યવનના ચોપડા ચૂકવી સિદ્ધશિલામાં બિરાજેલા ભવ્ય જીવોની સાથે સત્વરે પહોંચી જઈએ તે મંગલ કામના સાથે – લિ. આપનો ભાઈ, રજની શાહ * * * * પત્રાવલિ-૩૩ જીવતાં કે મરતાં ? એક જ તારું નામ બુધવાર, તા. ૨-૩-૧૯૯૯ ભાઈશ્રી, જય જિનેન્દ્ર. પ.પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ હંમેશાં કહેતા - “મને જીવવાનો મોહ નથી, ને મરવાનો મોહ નથી, જીવીશું તો સોઽહં સોડહં કરીશું, મરીશું તો મહાવિદેહમાં જઈશું.'’ સો + અહં = સોઽહં = હું તે છું - હું આત્મા છું. - કેવી સુંદર વાત છે ! કેવી પ્રાર્થના છે ! આ. પૂ. મહારાજ સાહેબ સદૈવ ઉપકારક હતા અને તેઓએ મારા તમારા જેવા અનેકની જીવનપ્રતિમામાં સમ્યક્ત્વના પ્રાણ પૂર્યા અને ઉત્તમ શિલ્પી બનીને અનેક આત્માઓને પરમાર્થની પગદંડી પર પગરણ મંડાવ્યાં અને સંસારસાગર પાર ઊતરવા સંયમ-નૌકા આપી છે. ઘણા પુણ્યના ઉદયે, સુસાધુ ભગવંતનો આપણને જોગ થાય છે અને તેથી યે અધિક પુણ્ય હોય ત્યારે ભક્તિ કરવાનો યોગ થાય છે. આવા ઉત્તમ યોગ પછી, ધર્મક્રિયા તરફ ઊંચો આદર જાગે છે, જાણે અમૃતનો કટોરો પીતા હોઈએ તેવો ઉલ્લાસ અને તન્મયતા ક્રિયામાં પ્રગટે છે, અને તેથી તેનું શ્રેષ્ઠ ફળ પણ તે આત્માને મળે છે. અનાદિકાળથી લાગેલા મહામિથ્યાત્વ રોગનું નિવારણ કરવું છે ? રાગ-દ્વેષાદિની આગ મિટાવવી છે ? વીતરાગના ગુણોનો બાગ ખીલવવો છે ? જન્મ-મરણની જંજાળને દૂર કરી, મુક્તિશ્રીની વરમાળા પત્રાવલિ શ્રુતસરિતા . 2010_03 ૩૦૯ Page #335 -------------------------------------------------------------------------- ________________ વરવી છે? આપણે આ બધાને પામવા પ્રયત્નશીલ બનવું પડશે. સમકિતનું મુખ્ય કારણ છે અવંચક યોગ, અને મોક્ષનું મૂળ બીજ છે સમ્યકત્વ. અવંચકયોગ = જેના વડે આત્મા છેતરાય નહીં તે અવંચકયોગ. તેના ત્રણ પ્રકાર : (૧) યોગાવંચક (૨) ક્રિયાવંચક (૩) ફલાવંચક - સદગુરુનો યોગ અને તેમની યથાર્થ ઓળખાણ તે યોગાવંચક છે. - સદ્ગુરુ પ્રત્યે જે વંદન, નમસ્કાર, ભક્તિ આદિ ક્રિયા કરવી તે ક્રિયાવંચક. - સદ્ગુરુનો યોગ અને વંદનાદિક્રિયાનું ફળ તે ફલાવંચક. ફળની બાબતમાં, આરાધક આત્મા કદાપિ ઠગાતો નથી. જે ક્રિયાનું ફળ અવશ્ય મળે છે, તે ફલાવંચક યોગ છે. ભાઈ, આત્માના આરાધક બનવા માટે, કાયા અને કુટુંબના કુંડાળામાંથી આપણે બહાર નીકળવા માટે, પ્રભુભક્તિને પ્રાણવંતી બનાવવા માટે, દુષ્કતની ગહ માટે, સુકૃતની અનુમોદના માટે અને આત્મસ્નેહ છલકાવવા માટે ઉપરના ત્રણ પ્રકારની ત્રિવિધ રીતે આપણા જીવનમાં જરૂરી છે. આ દેશમાં કમનસીબે કોઈ સુગુરુનો યોગ છે નહિ અને થવાનો પણ નથી. કર્મસત્તાની કાળી કેદમાંથી કાયમી મુક્તિ અપાવવામાં સગુરુનો ફાળો જોઈએ જ. માટે, જ્યારે પણ નિવૃત્ત થઈએ, ત્યારે આપણે વર્ષનો કેટલોક ભાગ ભારતમાં ગાળવો જ પડે, અને ઉત્તમ અવંચક યોગને પામવો જ રહ્યો. જીવનની અંતિમ પત્ર સુધી જૈનશાસનના અપ્રતિમ રાગી બનેલા રહીને, જગતના જીવોના કલ્યાણમિત્ર બનીને, સંયમયાત્રા સાધી, પરલોકયાત્રા સફળ બનાવતાં, અંતિમ અનુપમ આરાધના કરતાં કરતાં સમાધિભાવમાં અણશણપૂર્વક નિમગ્ન બનીને આપણે આપણી આ ભવ-યાત્રા, આ ભવના આયુષ્યકર્મોને આધીન, પૂર્ણ થાય તેવી મંગલ કામનાઓ. લિ. આપનો ભાઈ. રજની શાહ પત્રાવલિ-૩૪ સમ્યગદર્શનની સંક્ષિપ્ત રૂપરેખા ગુરુવાર, તા. ૩-૪-૯૯ વ્હાલા ભાઈશ્રી, જય જિનેન્દ્ર. ‘દર્શન' કે “શ્રદ્ધા” શબ્દની આગળ “સમ્યગુ” શબ્દ જોડીને સમ્યગ્દર્શન કે સમ્યફશ્રદ્ધાની જે જ્યોતિ બને છે, તેના કારણે વિશ્વનાં દર્શનોમાં જૈનદર્શન આગવી વિશિષ્ટતા ધરાવે છે. રત્નત્રયીમાં પણ સમ્યગ્દર્શન પ્રથમ સ્થાન ધરાવે છે સમ્યગ્દષ્ટિ આત્માનાં આ વચનો છે : “સ સ , ગેસ પરમ, રે સૈ ઉસ ” અર્થ : જિનશાસનની રત્નત્રયીની આરાધના અર્થરૂપ છે, આ જ પરમાર્થરૂપ છે. “ો' એટલે શેષશ્રુતસરિતા ૩૧૦ પત્રાવલિ 2010_03 Page #336 -------------------------------------------------------------------------- ________________ બાકીનું બધું જ અનર્થરૂપ છે. માટે તો સમ્યગ્દર્શન સર્વ ગુણોમાં રાજા-મહારાજા તરીકે ગણાય છે. શ્રી જિનેશ્વર ભગવંતે કહેલા તત્ત્વોમાં રુચિ થવી એ જ સમ્યગ્દર્શન કે સભ્યશ્રદ્ધા કહેવાય. આત્મામાં અનંત ગુણો છે, એમાં દર્શનગુણ મુખ્ય છે. જ્ઞાન ભલે દર્શનમોહનીયનો ક્ષયોપશમ કરવામાં સહાયક હોય, પણ ભાઈ, શુદ્ધ તો સમ્યગ્દર્શનથી જ થવાય છે. ગમે તેટલું પરાકાષ્ઠાનું જ્ઞાન હોય કે ચારિત્ર હોય, પણ અંતરમાં જો શુદ્ધિ-શ્રદ્ઘા ન હોય તો તેનું કોઈ મૂલ્ય નથી. એકડા વિનાના કરોડો, અબજો મીંડાની કોઈ કિંમત હોતી નથી. સમ્યગ્દર્શન વિના બધા ગુણોની સમર્થતા અવરોધાય છે. માનો કે આપણે કહીએ કે ‘જિનાજ્ઞા પ્રત્યે અપાર શ્રદ્ધા છે'; તો જિનાજ્ઞાનુસાર પ્રારંભિક ક્રિયાઓ જેવી કે ઉકાળેલું પાણી, નવકારશી, ચૌવિહાર, છ આવશ્યક, યથાશક્તિ તપ, કષાય-વિષયનો ત્યાગ વ. આપણા જીવનમાં આવેલી હોવી તો જોઈએ ને ! "नादं सणिस्य नाणं, नाणेण विना न होन्ति चरण गुणाः । अगुणिस्स नत्थि मुक्खो, नत्थि अमुक्खस्स निव्वाणं || " અર્થ : સમ્યગ્દર્શન વિના જ્ઞાન ન હોઈ શકે, જ્ઞાન વિના ચારિત્રગુણ ન હોઈ શકે, ચારિત્રગુણ વિના મોક્ષ ન થઈ શકે અને જેનો મોક્ષ નથી, તેને નિર્વાણ-પરમપદ નથી. જ્ઞાન અને ચારિત્ર વિનાનું પણ સમ્યગ્દર્શન વખાણવા યોગ્ય છે, કારણ કે તે ક્લ્યાણ-માર્ગ પ્રાપ્ત કરાવનાર છે. જ્ઞાન અને ચારિત્ર ન હોવા છતાં શ્રી મરુદેવા માતા મોક્ષે ગયા છે અને શ્રી શ્રેણિક મહારાજા ક્ષાયિક સમ્યગ્દર્શનથી આગામી ચોવીસીમાં પ્રથમ તીર્થક૨૫ણું પામવાના છે. સમ્યગ્દર્શનનો શબ્દાર્થ અને ગૂઢાર્થ, વ્યુત્પત્તિ અને પરમાર્થની દૃષ્ટિએ, સમજી, વિચારી દરરોજ ચિંતનમાં લેવા જેવો છે. (૧) મા પતિ ચ: સ: સભ્યસૃષ્ટિ - જે સાચું એ છે, માને છે તે સમ્યગ્દર્શન. (૨) સમ્યા દૃશ્યતે યેન તત: સમ્પર્શનમ્ - જેના દ્વારા સાચું જોઈ શકાય છે, માની શકાય છે તે સમ્યગ્દર્શન. (૩) તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્પર્શનમ્ - તત્ત્વયુક્ત જીવાદિ પદાર્થોની શ્રદ્ધા, તે સમ્યગ્દર્શન. (૪) આત્મશક્તિના વિકાસથી હેય અને ઉપાદેય તત્ત્વના યથાર્થ વિવેકની અભિરુચિ જાગે તે સમ્યગ્દર્શન. (૫) અરિહંતાદિ નવે પદોનું સ્વરૂપ પોતાનામાં છે એવી પ્રતીતિ, દૃઢ શ્રદ્ધા તે સમ્યગ્દર્શન. (૬) સર્વ જીવો પ્રત્યે સમદર્શીપણું તે સમ્યગ્દર્શન. (૭) પરદ્રવ્યથી, પરભાવથી અળગા રહેવાની ઇચ્છા તે સમ્યગ્દર્શન. (૮) આત્મા અને દેહનું ભેદ-દર્શન તે સમ્યગ્દર્શન. ભાઈ, બહિર્જગતમાં જે સ્થાન અને માન ‘આંખ'નું છે, એ જ અંતર્જગતમાં સમ્યગ્દર્શનનું છે. સમર્પણ-શરણની શરૂઆત જો અરિહંતથી છે (અરિહંતે શરણ પવામિ), તો સાધનાની શરૂઆત સમ્યગ્દર્શનથી છે. આ એક માત્ર કારણે, જે જીવ જે ભવમાં સમ્યગ્દર્શન પામે તે એનો પહેલો ભવ પત્રાવલિ 2010_03 ૩૧૧ શ્રુતસરિતા Page #337 -------------------------------------------------------------------------- ________________ (દા.ત., મહાવીર સ્વામીના ૨૭ ભવો પૈકી પ્રથમ ભવ-નયસાર મુખીનો કે જે ભવમાં તેઓ સમ્યગ્દર્શન પામ્યા). એની પહેલાંના ભવો જીવે ભલે અનંતાનંત પસાર કર્યા હોય, પણ એની કોઈ ગણતરી નહીં, નોંધ નહીં. જગતમાં બધા રસમાં “સબરસ-મીઠું મુખ્ય છે, તેમ આત્માની દુનિયામાં “સમ્યગ્દર્શન' એ સબરસ છે, “જગત” શબ્દની વ્યુત્પત્તિ પણ સમજવા જેવી છે. “જ” = જન્મ; “ગ” = ગત (વિનાશ); ‘ત' તિષ્ઠતિ (સ્થિર રહેવાવાળું, નિત્ય). જગત આ ત્રણ અક્ષરો જૈનદર્શનની ત્રિપદીના સૂચક છે - ઉત્પાદ, વ્યય અને ધ્રુવ પ્રથમ બે પુગલને આશ્રયી છે, અને છેલ્લું દ્રવ્યને આશ્રયી વિધાન છે. પ્રતિષ્ઠાની તૈયારીઓ બરોબર ચાલતી હશે. કાર્યવાહીમાં અન્ય સાધર્મિક સ્વજનોની સાથે રાગદ્વેષ ન બંધાઈ જાય તેની સતત કાળજી રાખશો. ગણિવર્ય શ્રી જ્ઞાનસાગરજી મહારાજ કહે છે કે વ્યવસાયની પ્રવૃત્તિનો આશય તો અર્થ ઉપાર્જન-કમાણીનો જ હોય છે, પણ આ આશય તે લૌકિક કહેવાય, તેમાં જોડે મોક્ષનો આશય પણ ભેળવી દેવાય, તો અલૌકિક બની જાય; અને પછી જુઓ તો ખરા, જીવનમાંથી કેવી અદ્ભુત સુવાસ પ્રગટે છે ! શ્રી સદગુરુનો સમાગમ, મિથ્યાત્વનો અપગમ, સમકિતનો અભિગમ અને રત્નત્રયીનો સંગમ આપણને સૌને સાંપડે એ જ મંગલ મનીષા. લિ. આપનો ભાઈ, રજની શાહ * * * * * પત્રાવલિ-૩૫ આચારપાલન મંગળવાર, તા. ૧૨-૧૪-૯૯ સૌજન્યશીલ સાધર્મિક ભાઈશ્રી, આચારપાલન તે ધર્મનો પાયો છે. જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી વિવિધ ક્રિયા વિવિધ વસ્તુ જીવ માંગે છે. ધ્યાનને ધ્યાનરૂપે પરિણાવવું હોય તો આચારનું પાલન ખૂબ જરૂરી છે. કોરું ધ્યાન ના ચાલે. ધ્યાન સિવાયના કાળમાં આચારની ચુસ્તતા જોઈએ જ. એના દ્વારા જીવ આગળ વધે છે. પહેલે ગુણઠાણે રહેલો અભવ્ય જીવ માત્ર આચારના બળે નવમા ગ્રેવેયકે જાય છે. શ્રાવકને પાંચમું ગુણઠાણું છતાં આચારમાં સાધુતા નથી, તોપણ બારમા દેવલોક સુધી જાય છે. આચારપાલનનું યથાર્થ ફળ કષાયમંદતા છે. કાચું પાણી અડી જાય તો તમને સંકોચ થાય છે ? વનસ્પતિને અડતાં તમને અરેરાટી થાય છે ? તેઉવાઉનો આરંભ કરતાં તમને દુઃખ થાય છે? કાચું પાણી વાપરતાં તમને અપકાયના જીવોના પ્રાણઘાતનો આઘાત થાય છે? શ્રુતસરિતા ૩૧૨ પત્રાવલિ 2010_03 Page #338 -------------------------------------------------------------------------- ________________ આ બધાનું એક માત્ર કારણ છે, કે જ્યાં સુધી આપણને દરેક જીવ સાથે “મૈત્રીભાવ નહીં થાય, ત્યાં સુધી ઉપર દર્શાવેલ વેદન થવાનું નથી. જ્ઞાની ભગવન્તો સતત કહ્યા કરે છે કે નીચે પટકાવું ના હોય તો એક પણ ઉચિત આચાર છોડો નહીં, અને એક પણ અનુચિત આચાર પકડો નહીં. ક્રમસર ઊંચે ચઢવું હોય તો “આચાર” એ જ પાયો છે. આચારનું બળ કેટલું છે, તેનો ખ્યાલ અબુધ જીવોનો હોતો નથી. ભાઈ, એક વાર બારે માસ ઉકાળેલું પાણી જ પીવાનું ચાલુ કરો ને; પછીથી આપશ્રી પોતે જ નિહાળશો કે માત્ર એક આચાર (ઉકાળેલા પાણીનો) બીજા કેટલા બધા આચાર જીવનમાં લાવી દે છે. આપને પણ અચંબો થશે ! શાન ઓછુંવત્તું ચાલે, પણ મુક્તિનો તલસાટ ઓછો ના ચાલે. તપનો અર્થ “ઇચ્છાનિરોધ” કરીએ છીએ, તે તપનો નકારાત્મક અર્થ છે; માટે તે તપનો અપેક્ષિત અર્થ છે. તપાચારનો અર્થ “ઇચ્છાનિરોધ છે. તપનો તો અર્થ છે “તલસાટ', “મુક્તિની ઝંખના', “મોક્ષ-પ્રાપ્તિ માટે તલપાપડ.' વિર્યાન્તરાયનો યોપશમ જેટલો ઇચ્છીએ છીએ તેટલો થતો નથી, કારણ કે આચારનું બળ નથી. આપણે સજ્જન છીએ, પણ સાત્ત્વિકતા હજુ વધુ ખીલવવાની છે. સજ્જનો તો ઘણા છે, પણ સત્વસભર જીવદયાવાળા જીવો ઓછા છે. ભાઈ, આપશ્રી સંમત થશો કે જ્ઞાન તો સ્વપર પ્રકાશક છે. તે વસ્તુને ઓળખાવે છે. જ્ઞાન આત્મા અને પુદ્ગલાદિને જણાવે છે. ઓળખાવીને-જણાવીને જ્ઞાનનું કાર્ય પૂરું થાય છે. જ્ઞાન દ્વારા આપણે જે પદાર્થનું સ્વરૂપ સમજ્યા, તેમાં જે લાભકારી હોય તેને મેળવવા મથવાનું અને અહિતકારીને છોડવાનું એમાં જ જ્ઞાનની સાર્થકતા છે. જે જ્ઞાન સમ્યગુ ઇચ્છાને જન્માવે તે સમ્યગુ જ્ઞાન છે; જે જ્ઞાન સમ્યગૂ ઇચ્છાને ના જન્માવે તે જ્ઞાન મિથ્યાજ્ઞાન-અજ્ઞાન છે. જેને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચન માતાનું જ જ્ઞાન છે અને એ જ્ઞાનના બળે જે તે સમ્યગૂ ઇચ્છા જન્મે તો તે સમ્ય જ્ઞાન છે. આપણે સૌએ સંવિગ્ન થવાનું છે, ગીતાર્થ બનવાનું છે. લિ. આપનો ભાઈ, રજની શાહ * * * * * પત્રાવલિ-૩૬ આધ્યાત્મિક રુચિની કેળવણી ગુરુવાર, તા. ૧-૨૭-૨૦૦૦ સગુણાનુરાગી સ્નેહી સ્વજન શ્રી, પારમાર્થિક દૃષ્ટિએ, જન્મ લેવો એ જ અપરાધ છે, ગુનો છે, કલંક છે. મૃત્યુને અપરાધ કે ગુનો નથી ગણાતો, કારણ કે જે જન્મે છે તે નિયમાં મૃત્યુ પામે જ છે. પરંતુ જે મૃત્યુ પામે છે તે જન્મે જ છે તેવો નિયમ નથી. દા.ત., મોક્ષે જતા જીવનો છેલ્લો ભવ. આપણે પૂજામાં પણ મન્ન બોલીએ છીએ “જન્મ-જરા મૃત્યુ નિવારણાય'; પણ હકીકતમાં તો જો જન્મનું જ નિવારણ થઈ જાય તો જરા પત્રાવલિ ૩૧૩ શ્રુતસરિતા 2010_03 Page #339 -------------------------------------------------------------------------- ________________ (ઘડપણ) અને મૃત્યુનું આપોઆપ નિવારણ થઈ જાય છે, કેમ ખરું ને, ભાઈ ? જન્મનું નિવારણ કરવાના સિદ્ધ ઉપાયો. (૧) રત્નત્રયીની તરણી (દર્શન-જ્ઞાન-ચારિત્ર) (ર) તત્ત્વત્રયીની શરણી (દેવ-ગુરુ-ધર્મ) (૩) સાધનત્રયીની કરણી (શ્રદ્ધા-શુદ્ધ-વિધિ) (૪) ભાવપ્રયીની ભરણી (જ્ઞાન સંવર તપ) પ્રકાશક રોધક શોધક આ ચારે ઉપાયોનું સેવન નિયમિત કરતાં કરતાં આપણામાં એવો અનોખો, અજોડ અને અપૂર્વ ભાવધર્મ પ્રગટે કે જે એક-બે-ચાર ભવોમાં આપણને સિદ્ધશિલા ઉપર બિરાજમાન કરાવી દે. ભાઈ, એક વાત તો આપણે સૌએ સ્વીકારવી જ પડે કે સંસારમાં એક ક્ષણનું સુખ મેળવવા માટે એક મણનું પાપ કરવું પડે છે, અને તે એક મણનું પાપ જ્યારે કર્મ-ફળરૂપે એક ટન જેટલું દુઃખ થઈને આપણી સામે ભોગવવા માટે આવીને ઊભું રહે છે. માટે, કષાયો-વિષયોની મંદતા અને શક્ય તેટલું ૧૮ પાપસ્થાનકથી અટકવું, વિરમવું. જીવનમાં દૈનિક ધોરણે વધુને વધુ ‘આચાર’ ઉમેરવા. ક્રમસર ઊંચે ચઢવું હોય તો ‘આચાર’ એ જ પાયો છે. નીચે પટકાવું ના હોય તો એક પણ ઉચિત આચાર છોડો નહીં અને એક પણ અનુચિત આચાર પકડો નહીં. પહેલે ગુણસ્થાનકે રહેલો અભવ્ય જીવ માત્ર આચારના બળે નવ ચૈવેયક દેવલોક સુધી પહોંચે છે; શ્રાવક-શ્રાવિકાને ઉત્કૃષ્ટા પાંચમું ગુણસ્થાનક હોવાથી આચારમાં સાધુતા નથી, છતાં પણ માત્ર ‘શ્રાવક-આચાર’ ના બળે, બારમા દેવલોક સુધી પરભવમાં જાય છે. આચારપાલનનું યથાર્થ ફળ ‘કષાયમંદતા’ છે; વાસ્તવિક ફળ છે. વાસનાઓની ક્ષીણતા અને અનંતર ફળ છે. ‘આધ્યાત્મિક ગુણોની કેળવણી' : જ્ઞાન ઓછુંવત્તું હજી ચાલી જશે, પણ આચારમાં ઓછુંવત્તું નહીં ચાલે. વીર્યાન્તરાયનો ક્ષયોપશમ જેટલો થવો જોઈએ તેટલો થતો નથી, કારણ કે ‘આચાર’નું બળ હજી વધુ ઉમેરવાની જરૂર છે. આપણે સજ્જન છીએ, પણ સાત્ત્વિકતા હજુ વધુ ખીલવવાની છે. જગતમાં સજ્જનો તો ઘણા છે, પરંતુ સાત્ત્વિક જીવદળવાળા જીવો અલ્પ સંખ્યામાં છે. એક વાર માત્ર ઉકાળેલું પાણી જ વા૫૨વાનો પ્રયોગ/નિયમ (બારે માસ, ચાતુર્માસ એકાદ મહિને, અગર તો છેવટે માત્ર વીક એન્ડ પૂરતો) જીવનમાં લઈએ, પછી આપોઆપ આપણને ‘અપકાય’ના જીવો પ્રત્યે મૈત્રીભાવ પ્રગટે, અને તેના પરિણામે ત્યારબાદ આપોઆપ બાથરૂમમાં Shower ના બદલે ડોલથી આપણે સ્નાન કરતા થઈ જઈએ, વરસાદ પડતો હોય તો નિવારી શકાય તેવા સંજોગોમાં બહાર નીકળીએ નહીં, સ્વિમિંગ પુલમાં રસ દાખવીએ નહીં, Cruiseની મુસાફરીમાં જવાનો વિચાર સુધ્ધાં પણ આવે નહીં વગેરે. દરેક જીવ (સ્થાવર અને ત્રસકાય) સાથે મૈત્રી-પ્રમોદ-કરુણા-માધ્યસ્થ ભાવ આપણને જાગે તેને ‘વિચાર ધર્મ’ કહે છે. વિચાર ધર્મ પ્રગટ્યા બાદ આચરવામાં આવતો અનુષ્ઠાન ધર્મ (અહિંસા-સંયમ શ્રુતસરિતા 2010_03 ૩૧૪ પત્રાવલિ Page #340 -------------------------------------------------------------------------- ________________ ત૫) વધુ ફળદાયી નીવડે છે. અહિંસાના પાલન માટે સંયમ જોઈએ; સંયમના પાલન માટે તપ આવશ્યક છે અને તપ કરીએ એટલે અહિંસા આપોઆપ પળાય જ. અહિંસા આત્માને સ્પર્શે, સંયમ દસ પ્રાણોને અને તપ કાયાને સ્પર્શે છે. અહિંસા, સંયમ અને તારૂપી આ અનુષ્ઠાન જ રત્નત્રયીનું પ્રાગટ્ય કારણ છે. અમેરિકા દેશમાં જ્ઞાનની ભૂખ જેટલા પ્રમાણમાં જાગી છે, તેટલા પ્રમાણમાં ‘આચાર'ની ભૂખ જાગી નથી. (આપ અને પુણ્યશાળી તો આ બાબતમાં અપવાદ છો.) બેનશ્રી ભાવિનીબેનની વર્ષીતપની મહાન આરાધના છે. ધન્ય છે બેનને અને ધન્ય છે તેઓના પૂ. માતા-પિતાને. આવા મહાન તપની આરાધના અને દેશમાં જવલ્લે જ નિહાળવા મળે છે. આપ બન્નેમાં જ્ઞાન અને આચારનો સપ્રમાણ સુવાસમય સંગમ છે. જ્ઞાન એ બગીચો છે, પણ બગીચાની સુવાસ “પુષ્પ' વડે છે. પુષ્પ તે “આચાર” છે. એકલા જ્ઞાનની કદાપિ સુગંધ હોતી જ નથી; સુગંધ તો આચારની જ હોય. જ્ઞાન એ ઇલેક્ટ્રિક ફીટિંગ સમાન છે, તો આચાર એ બલ્બ છે. ઘરમાં ઇલેક્ટ્રિકનું ફીટિંગ કરાવ્યા બાદ બલ્બ લગાવીએ, પછી જ “પ્રકાશ' થાય છે ! આમ, ભાઈ, આપણે સૌએ અંતરમાં આધ્યાત્મિક પ્રકાશ પામવા માટે આજે નહી તો કાલે “આચાર' ને પકડ્યા વિના છૂટકો જ નથી, છૂટકો જ નથી અને છૂટકો જ નથી. જ્યાં ભ્રમણ નથી, કર્મોનું આક્રમણ નથી અને સુખ-દુઃખનું સંક્રમણ નથી તેવું એક માત્ર સ્થાને સિદ્ધશિલા'નું લક્ષ્ય બાંધી “આચાર'ના બળે આત્મ-સ્નેહના પરિણામ મેળવી સત્વરે મુક્તિગામી બનીએ એ જ મારી આપ બને ભાગ્યશાળી પ્રત્યે મારી શુભેચ્છા. લિ. આપનો ભાઈ, રજની શાહ * * * * * પત્રાવલિ-૩૭ ધાર્મિક અભિગમ મંગળવાર, તા. ૩-૭-૨૦૦૦ પરમ સ્નેહી ભાઈશ્રી, જય જિનેન્દ્ર. પૂ. શ્રી મુક્તિદર્શન વિજયજી મ. સાહેબ ફરમાવતા કે લીલા નારિયેળમાં ત્રણ વસ્તુ છે - છાલ - કોપરું અને પાણી. રાગ-દ્વેષ એ પાણી છે. સંસારી જીવોનું પાણી સુકાયું નથી. કોપરૂં એ આત્મા છે, અને છાલ એ દેહ છે. ચૈતન્ય આત્મા દેહરૂપી કાચલીથી છૂટો પડ્યો નથી. નારિયેળમાં જ્યાં સુધી પાણી સુકાઈ ના જાય ત્યાં સુધી કોપરું છાલથી છૂટું પડતું નથી. બસ આ જ રીતે, જ્યાં સુધી રાગદ્વેષથી છૂટા નહીં પડીએ, ત્યાં સુધી આત્મા દેહથી છૂટો પડતો જ નથી, અને સિદ્ધશિલાએ બિરાજતો નથી. સિદ્ધાવસ્થાનો આનંદ સમક્તિીને આંશિક હોય છે, અને તે પણ સામાયિકમાં હોય ત્યારે. છ માસના નિયમના બદલે મારા તપસ્વિની બેનશ્રી ભાવિનીબેનના વર્ષીતપના પારણાના દિન પહેલાં આપશ્રી કંઠસ્થ કરો, તેવી મારી ઇચ્છા છે. ભાઈ, દરરોજ અથવા તો છેવટે વીક-એન્ડમાં એક પત્રાવલિ ૩૧૫ શ્રુતસરિતા 2010_03 Page #341 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ચોપડીમાં વાંચી કરવાની ટેવથી સૂત્રો તો આપોઆપ આવડી જશે. આપશ્રી પ્રયત્ન કરશો. મારું આધ્યાત્મિક બળ આપની સાથે ઉમેરીશ. ભાઈ, “મોક્ષ' શબ્દ “મુ' ધાતુ પરથી બન્યો છે; એટલે કે મુકાવું, છૂટવું. ચાર પ્રકારના “મોક્ષ' છે. (૧) દેષ્ટિ મોક્ષ. ગ્રંથિભેદ કરીને સમક્તિ પામતાં વિપરીત, ઊલટી દૃષ્ટિનું બંધન છૂટે છે. (૨) રાગ મોક્ષ - બારમા ગુણસ્થાનકે “ક્ષીણમોહ વીતરાગ' અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે. (૩) અજ્ઞાન મોક્ષ - તેરમે ગુણસ્થાનકે સયોગી કેવલીને એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ વેળાએ. (૪) પ્રદેશ મોક્ષ - દેહનું બંધન છૂટે તે - ચૌદમાં ગુણસ્થાનકના અંતે - આપણે જે સામાન્ય અર્થમાં “મોક્ષ' સમજીએ છીએ તે પ્રદેશ મોક્ષ છે. આ ચારમાંથી આ ભવ પર્યત પ્રથમ ‘દષ્ટિમોક્ષ થાય તો પણ આ ભવ સાર્થક બને છે. સમકિત પામવા તે દિશામાં ભગીરથ પ્રયત્ન કરવો પડે તેમ છે. સંસારમાં ટકી રહેવા અને ભૌતિક પ્રગતિ કરવા જેમ એક અઠવાડિયાના ૪૦-૫૦ કલાક કામ કરીએ, તેમ ૪૦-૫૦ કલાક જો આત્મિક ક્ષેત્રે કાઢવાનું નક્કી કરીએ તો એમ લાગે કે સમય જ આપણી પાસે નથી. ભાઈ, દરરોજ સૂર્યોદય થાય એટલે તે દિવસ પૂરતું દરેકને, કોઈ પણ પક્ષપાત વિના, ૨૪ કલાક, અથવા ૧,૪૪૦ મિનિટ અથવા ૮૬,૪૦૦ સેકન્ડ પ્રાપ્ત થાય છે. દરેક જીવ પોતાની રુચિ પ્રમાણે જે તે આખા દિવસનો અગ્રતાક્રમ નક્કી કરે છે. આમાં, ધર્મના ક્ષેત્રે આત્માના ગુણોના ઉઘાડ માટે કેટલો સમય ફાળવે છે, તે રુચિ પર આધારિત છે. જે ગુણો અને ભાવો પરભવમાં સાથે આવનાર છે તેના ઉપર વધુ લક્ષ્ય આપવા જેવું છે. દરરોજ એક સામાયિક, નવકારવાળી, ધ્યાન, કાઉસગ્ગ આદિ ક્રિયાઓ જોડાવવાનો નિયમ લેવા જેવો છે. ભાઈ, ચારે ઘાતકર્મોમાં “મોહનીય કર્મ ને રાજા જેવું ગણાય છે. બધા ય ગુણસ્થાનકોનો આધાર મોહનીય કર્મની જ તરતમતા ઉપર છે. મોહનીય કર્મના બે ભેદ ઃ (૧) શ્રદ્ધાને રોકે તે દર્શન મોહનીય અને (૨) ચારિત્રને રોકે તે ચારિત્ર મોહનીય. આ બંને પ્રકારના મોહનીયના ઉદય જ આપણને કચડી રહ્યો છે. ચારિત્ર મોહનીયનો ઉદય જીવને વીતરાગતા લાવવા દેતો નથી, અને દર્શન મોહનીયના ઉદયથી જીવને વીતરાગતા ગમતી નથી (રુચિ થતી નથી). દેહ અને આત્માનું એકમેકપણું છે. સારી ક્રિયાનું બળ નહીં વધારીએ તો દેહ ખોટી (અશુભ) ક્રિયા વગર રહેશે નહીં. ખોટી ક્રિયાનું ફળ છે, સંસારના પરિભ્રમણમાં વૃદ્ધિ અને રખડપટ્ટી. સર્વજ્ઞ પરમાત્માએ પ્રરૂપેલો ધર્મ આ ભવમાં પ્રાપ્ત થયો છે. હવે પછીના ભવોમાં કોણ જ્યારે ક્યારે મળશે ? આવતા ભવે પણ જૈનધર્મ મળશે જ, તેવી ખાતરી સમજીને આ ભવને વ્યર્થ કરવા જેવો નથી. આચારમાં અહિંસા ધર્મ, વિચારમાં અનેકાન્ત ધર્મ અને જીવનમાં કર્મવાદ આપણને મળ્યો છે. આત્મગુણોના ઉઘાડ માટે આપણને સૌથી મોટો પડકાર સારું કરવાના ક્ષેત્રે એટલો નથી, જેટલો નબળું છોડવાના ક્ષેત્રે છે. કંદમૂળ, અભક્ષ્ય, નિન્દા, ગલત સાહિત્ય વાચન, ટેલિવિઝન, શ્રુતસરિતા ૩૧૬ પત્રાવલિ 2010_03 Page #342 -------------------------------------------------------------------------- ________________ ચલચિત્રો, નાટકો, કષાય, ચાર સંજ્ઞાઓ (આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ) રાત્રિ ભોજન ત્યાગ વગેરે છોડવાના ક્ષેત્રે આપણે સૌએ ખાસ પુરુષાર્થ કરવો પડશે. દાન, શીલ, તપ અને ભાવધર્મ આપણી દૈનિક પ્રવૃત્તિમાં લાવવો આવશ્યક છે; અભિગમ બદલવો પડશે જ. ધર્મનો અભિગમ, મિથ્યાત્વનો અપગમ, સદ્ગુરુનો સમાગમ અને રત્નત્રયીનો સંગમ-આપણને સૌને ભવોભવ સાંપડે એ જ મંગલ મનીષા. તપસ્વીની બેનને મારા પ્રણામ. લિ. આપનો ભાઈ, રજની શાહ * * * * * પત્રાવલિ-૩૮ ધર્મકરણી એ જ કમાણી મંગળવાર, તા. ૮મી ફેબ્રુઆરી, ૨૦૦૦ આત્મસ્નેહી અનુરાગી, જય જિનેન્દ્ર. ગત વર્ષે આપના સંઘના આંગણે સ્વાધ્યાય નિમિત્તે આપણે મળ્યા. સાધર્મિક સદ્ભાવના અને સહૃદયતાને લીધે પરસ્પર પ્રીતિ અને આદર થઈ આવે તે અતિ સ્વાભાવિક છે. આજનો દિવસ તો મંગળવાર છે જ, પણ બીજી દષ્ટિએ એટલે પણ મંગળ છે કે આજે શ્રી વિમલનાથ પ્રભુ અને શ્રી ધર્મનાથ પ્રભુ બંનેનો આજે જન્મદિન છે, જન્મલ્યાણક છે. આપ પુણ્યશાળી પરિવાર પ્રત્યે આ મંગળ દિને પ્રાર્થના. વત્સલતાદાયક શ્રી વિમલનાથ પ્રભુ સમતાનાં વારિ વહાવે અને મમતાનાં બંધન તોડે. શ્રીકૃતવર્મા રાજા અને શ્રી શ્યામાં માતાના આ પુત્રનંદનને પ્રાર્થના કે એક વાર તો આપણા મનડાની ભીતર પગલાં પાડે. ધીર, વીર, ગંભીર અને ધર્મના દાતા શ્રી ધર્મનાથ પ્રભુ આપણા કરમના ભરમને દૂર કરે. શ્રી ભાનુરાજા અને શ્રી સુવ્રતામાતાના નંદન આપણને જીવનમાં સુવ્રત આપી આપણા સૌનો ઉદ્ધાર કરે. આપ પરિવારને અવારનવાર યાદ કરું છું. મારે સ્વાધ્યાય નિમિત્તે અનેક સંઘોમાં જવાનું બનતું હોય છે. અને ઉત્તમ શ્રાવકો-શ્રાવિકાઓને મળવાનું બનતું હોય છે. દરેક સંઘમાં બે-ચાર પરિવાર ધર્મના રાગી અને અત્યંત સૌજન્યશીલ હોય છે. આપનો પરિવાર પણ, મારી અનુભૂતિમાં, ઉત્કૃષ્ટતામાં સ્થાન ધરાવે છે. ધર્મનો વારસો આપ બંનેને પૂર્વ ભવથી અને પરમ ઉપકારી માતા-પિતા પાસેથી પ્રાપ્ત થયો છે, અને તે અમૂલ્ય વારસાને આપશ્રીએ વધુ દીપાવ્યો છે, વિકસાવ્યો છે. આપ બંનેનો ધર્મરાગ અને ધર્મરુચિ બદલ મારી પણ આપ બંનેને અપાર અપાર અનુમોદનાઓ અને શુભેચ્છાઓ. દિવસો-મહિનાઓ-વર્ષો પસાર થતા જ જાય છે. જીવનમાં વર્ષો ઉમેરાતાં જાય છે કે વર્ષોમાં જીવન ઉમેરાતું જાય છે, તે નક્કી કરવું મુશ્કેલ છે, દુષ્કર છે. પણ એક વાત નક્કી કે આપણા બધાનું પત્રાવલિ ૩૧૭ શ્રુતસરિતા 2010_03 Page #343 -------------------------------------------------------------------------- ________________ જીવન આ ભવના અંત તરફ આગળને આગળ ધપતું જ જાય છે, ધસમસતું આગળ વધતું જ જાય છે. ધર્મકરણીનો સંતોષ થતો જ નથી. ધર્મક્ષેત્રે હજી ઘણું કરવાનું બાકી છે, તેવું સતત લાગ્યા જ કરે છે. કહે છે ને “આ ભવ મીઠા, પણ પરભવ કોણે દીઠા.” આ ભવ જૈનકુળનો પામ્યા છીએ તેથી મીઠો' છે જ, પણ પરભવ કયા કુળમાં પ્રાપ્ત થશે તેની ખબર નથી. માટે, આ ભવનો ઉપયોગ વધુ ને વધુ ધર્મક્રિયાઓ દ્વારા આત્મિક ગુણોના વિકાસમાં, ખિલવણીમાં, વૃદ્ધિમાં જ કરવા જેવો છે. સંસારનો ત્યાગ કરીને દીક્ષા લઈ શકવાની શક્યતા આ ભવમાં તો હજી દેખાતી નથી. માટે, સંસારનાં લૌકિક કાર્યો તો કરવો પડે છે. અલૌકિક એવા ધર્મને પ્રથમ સ્થાન આપવું. લૌકિક-અલૌકિકની આ ભેળવણી, મેળવણી તરફ લક્ષ્ય રાખવું પડશે. લૌકિક ધર્મસંજ્ઞા (ઇચ્છા) : આહાર ભય મૈથુન પરિગ્રહ અલૌકિક ધર્મ : તપ ભાવ શીલ દાન આનો અર્થ છે કે કમાણી દ્વારા આપણે કરેલા પરિગ્રહમાંથી યથાશક્તિ દાન કરવું; સ્વદારા સંતોષ વ્રતમાં પણ પાંચ તિથિના દિવસોએ, કલ્યાણક દિન, શનિ-રવિ આદિ દિવસોએ બ્રહ્મચર્યનું પાલન કરવું; ભવ ભ્રમણના ભયની સામે પ્રભુની સાથેના આપણા ભાવ જોડવા અને આહાર સંજ્ઞાની સામે કંદમૂળ ત્યાગ, તિથિ-કલ્યાણક દિને યથાશક્તિ ઉચિત તપ, વાસી ખોરાક ત્યાગ આદિ પ્રવૃત્તિઓ આદરવી. અનાદિ કાળથી ચાર સંજ્ઞાઓ (આહાર, ભય, મૈથુન, પરિગ્રહ)ની પ્રવૃત્તિ રહેવા પામી છે; હવે સમજણપૂર્વક આ ચારની દાન, શીલ, તપ અને ભાવને દૈનિકમાં જીવનમાં ભેળવવા પ્રયત્ન કરવા જેવો છે. શ્રી રત્નાકર પચ્ચીશીમાં પણ ગાઈએ છીએ : “મેં દાન તો દીધું નહીં...' દૂધના તપેલામાં કેસરનો એક કણ પણ સુગંધ લાવે છે, અને દૂધનો રંગ બદલી નાખે છે. બસ, આમ જ, આપણા નિત્ય લૌકિક જીવનમાં એક અલૌકિક કણ પણ આપણા જૈન-જીવનમાં સુગંધ લાવનાર બનશે અને જીવનનો રંગ બદલી મોક્ષગામી બનશે. વીતરાગનું શાસન તો આપણે પામ્યા છીએ. પણ વીતરાગી બનાતું નથી, અરે ! વૈરાગી પણ બનાતું નથી, થોડાક ત્યાગી પણ બનાતું નથી. રાગ થોડોક પણ ઓછો થાય તો વૈરાગી ત્યાગી બનાય ને ! રાગ-દ્વેષ કર્મના કારણે છે. કર્મ મોહથી ઉત્પન્ન થાય છે. કર્મ જ જન્મ-મરણનું કાર્ય છે, કારણ છે. જન્મ-મરણ એ જ જીવને સૌથી મોટું દુઃખ છે. સંસારની વૃદ્ધિ કરાવનાર આ રાગાદિનું સ્વરૂપ જાણવું આવશ્યક છે. જીવ જ્યારે રાગને રાગસ્વરૂપે અને દ્વેષને દ્વેષસ્વરૂપે જાણે અને જુએ, ત્યારે જ વસ્તુ તત્ત્વના યથાતથ્થ સ્વરૂપનું ભાન થાય છે. “મનસ: પરમતિઃ રા: ''. મનની અન્યમાં પરમપ્રીતિ એ જ રાગ. રાગના બે પ્રકાર : (૧) પ્રશસ્ત (વખાણવા યોગ્ય) અને (૨) અપ્રશસ્ત. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે રાગ તે પ્રશસ્ત રાગ છે. સ્વકર્મોદયના કારણે પ્રાપ્ત થયેલો આ સંસારના જડ કે ચેતન પાત્રો કે પદાર્થો પ્રત્યે મમત્વ બુદ્ધિથી જે આસક્તિ તે અપ્રશસ્ત રાગ છે. આ અપ્રશસ્ત રાગ દુઃખદાયી છે, બંધનકર્તા શ્રુતસરિતા પત્રાવલિ ૩૧૮ 2010_03 Page #344 -------------------------------------------------------------------------- ________________ છે, અવિવેક છે, પાપ છે. આ અપ્રશસ્ત રાગના ત્રણ પ્રકાર છે. તે ત્રણે પ્રકારો આપણે સામાયિક-પ્રતિક્રમણ વેળાએ મુહપત્તિ પડિલેહણ કરતાં બોલીએ છીએ.‘કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ પરિહતું, ત્યાગ કરું.'' (૧) કામરાગ : પાંચ ઇન્દ્રિયો ચક્ષુ સ્વાદેન્દ્રિય નાસિકા સ્પર્શ ચક્ષુરિન્દ્રિય રસનેન્દ્રિય ઘ્રાણેન્દ્રિય શ્રોત્રેન્દ્રિય સ્પર્શનેન્દ્રિય કાન રસ સ્પર્શ - ઇન્દ્રિયના નામ ઇન્દ્રિયના વિષયો : રૂપ ગંધ શબ્દ આ પાંચે ઇન્દ્રિયોના વિષયસુખોને ભોગવવાની ઇચ્છાને કામરાગ કહે છે. (૨) સ્નેહરાગ : જીવની જીવ અને અજીવ પ્રત્યેની લાગણી એ સ્નેહરાગ છે. જીવ જીવની પાછળ ખેંચાય, મોહ વધે તે સ્નેહરાગ છે. અપેક્ષાએ, કામરાગ કરતાં સ્નેહરાગ વધુ ભયાનક છે. તે સુંવાળી રેશમની દોરી જેવો છે; એટલે કે દેખાવે સુંવાળો, પણ દોરીની માફક ભવોભવ સંસાર બંધાવનારો. .. (૩) દૃષ્ટિરાગ : પોતપોતાની માન્યતા-મિથ્યામતિ પ્રત્યેનો રાગ. જગતના તમામ પદાર્થો અને પાત્રો પ્રત્યે પોતાની માની લીધેલ મતાનુસાર જ પોતે વિચારે, વર્તે અને તેને જ સત્ય માને. અંતે, તે માન્યતામાં, તે દૃષ્ટિમાં રાગ એવો તો સજ્જડ બંધાઈ જાય કે કોઈ બાંધછોડ જ નહીં. ઉપરના સ્નેહરાગમાં સંધાણરૂપ સુખ કરતાં ભંગાણરૂપ દુઃખ વધુ છે અને લાગણી અને માગણીની પ્રધાનતા રહેલી છે, તેમ છતાં અપેક્ષાએ કામરાગ અને સ્નેહરાગ કરતાં પણ દૃષ્ટિરાગ સૌથી વધુ ખતરનાક છે. કામરાગ અને સ્નેહરાગવાળા જીવો ને જો સભ્યષ્ટિ આવે તો તે જ ભવે મોક્ષે જઈ શકે છે, પણ દૃષ્ટિરાગી જીવને મોક્ષ-પ્રાપ્તિ અનંતા ભવો સુધી થઈ શકતી નથી. ભાઈ, આ જ રીતે, રાગને દૂર કરવા ચિંતન કરવું. રાગ જો હોય નહીં તો દ્વેષ થતો જ નથી, એ તો સિદ્ધ વિધાન છે. માટે, નીચેની પ્રાર્થના દરરોજ કરવા જેવી છે : ‘જામરા: સ્નેદરાશ્ય, સૃષ્ટિરાનું ન તું મે ટા | વીતરાગ ! તર્તવ વત્સાતા, ગાવિર્ભવતુ મેં સવા ।।” અર્થ : કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ ક્યારે પણ મને ના થાઓ. હે વીતરાગ, તમારી જ વત્સલતા મારા ઉપર સદા પ્રગટ થાઓ. પત્રાવલિ 2010_03 જ્યાં ભ્રમણ નથી, કર્મોનું આક્રમણ નથી અને સુખ-દુઃખનું સંક્રમણ નથી, તેવું એક માત્ર સ્થાન ‘સિદ્ધશિલા’નું લક્ષ્ય બાંધીએ, અને રાગ-દ્વેષ-મોહની જાળ તોડી આત્મસ્નેહના પરિણામ કેળવી પાંચમું જ્ઞાન અને પંચમ ગતિ આપણે પામીએ એ જ આપ પરિવાર પ્રત્યે ભાવના-અભ્યુંથના. લિ. આપનો ભાઈ, રજની શાહ * * * ૩૧૯ શ્રુતસરિતા Page #345 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૩૯ આ સંસાર શું છે ? બુધવાર, તા. રજી, ઑગસ્ટ, ૨૦૦૦ શ્રી સાચાદેવ સુમતિનાથ ભગવાન ચ્યવન કલ્યાણક આરાધક ભાઈશ્રી, જય જિનેન્દ્ર. જ્ઞાની ભગવંત સંસારની ત્રિવિધતા આ રીતે સમજાવે છે. (૧) તીર્થંકર પરમાત્માને શરીરનો સંસાર છે. (૨) સાધુ ભગવંતને શરીર અને પરિગ્રહનો સંસાર છે. (૩) ગૃહસ્થને શરીર, પરિગ્રહ અને ભોગનો સંસાર છે. ઘાતી કર્મોના ક્ષય પછી જ તીર્થંકર બની શકાય છે. શરીર એ અઘાતી (નામકર્મ)ના ઉદયનું કારણ છે. માટે જ વીતરાગી બની ગયા બાદ જ્યાં સુધી અઘાતી કર્મોનો જથ્થો હોય ત્યાં સુધી આત્મા શરીરથી છૂટે નહીં. માટે, તીર્થંકરને શરીરના સંસારથી ‘સંસારી' કહેવામાં આવે છે. જીવના બે પ્રકાર (૧) સિદ્ધ (૨) સંસારી. સંસારીમાં તીર્થંકરને ગણવામાં આવે છે. પરમાત્માને શરીર છે ખરું, પણ શરીરનો પરિગ્રહ નથી. નાળિયેરમાં ગોળાની માફક ચૈતન્યનો ગોળો છૂટો પડી ગયો છે. સાધુ ભગવંતને શરીરના સંસાર ઉપરાંત, તેઓના શરીર અને આત્માના પ્રદેશો એકમેક થયેલા છે. ચૈતન્યનો ગોળો છૂટો પડ્યો નથી, માટે શરીરની અસર અમુક અંશમાં આત્મા ઝીલે છે, એટલે અંશાત્મક રીતે શરીરનો પરિગ્રહ કહેવાય. શરીર મારું છે એ અવ્યક્તપણે બેઠું છે. આમ, સાધુ ભગવંતને શરીર અને પરિગ્રહનો સંસાર હોય છે. ગૃહસ્થને શરીર, પરિગ્રહ અને ભોગનો સંસાર છે. ગૃહસ્થને શરીર-કર્મ અને આત્માનો લોહાગ્નિ ન્યાયે સંબંધ છે. કષાય અને ઉપયોગ લોહાગ્નિ ન્યાયે ભળેલા છે. ચૈતન્યના ગોળામાં રાગ અને દ્વેષનું પાણી ભરેલું છે. એટલે તો શરીરને વાગ્યું તો મને વાગ્યું એમ થાય છે. આત્માને થતી આ અસર અને ઇન્દ્રિયજન્ય ભોગવૃત્તિની અપેક્ષા ભોગ-સંસાર ગણવામાં આવે છે. આ ત્રણ પ્રકારના સંસારમાંથી સૌથી પ્રથમ ભોગ સંસારને કાઢવાનો છે. ભોગી જેટલો વ્હેલો ભોગ-સંસાર કાઢી યોગી બને તેટલું સારું. ભોગીના મન-વચન-કાયાના વ્યાપારો સ્વકેન્દ્રિત હોય છે, જ્યારે યોગીના સ્વ-પરકેન્દ્રિત હોય છે. બીજા ક્રમે, કાઢવા યોગ્ય છે – પરિગ્રહ સંસાર. ત્રીજો-શરીરસંસાર બાધક નથી. જેમાં બે સંસાર (ભોગ-પરિગ્રહ) નીકળી જાય તેનો ત્રીજો (શરીર-સંસાર) આપોઆપ કાળક્રમે નીકળી જાય. શ્રુતસરિતા 2010_03 ઉપરોકત બે સંસાર કાઢવા તત્ત્વની જિજ્ઞાસા કેળવવી પડે. આ જિજ્ઞાસાથી સમ્યક્ત્વ પામી છેક વિરતિ (દીક્ષા) સુધી પહોંચી શકાય છે. શાબાશી લેવાના આ મનુષ્યભવમાં આપણે નાલેશી લઈએ છીએ. શુદ્ધિ વધતી જવી જોઈએ. શુદ્ધિ વધારવાનો એક માત્ર ઉપાય – મોહનીય કર્મનો રસ તોડવાનો. પત્રાવલિ ૩૨૦ Page #346 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ વધતાં શ્રવણનો રસ વધે, શ્રવણનો રસ વધતાં તત્ત્વનું જ્ઞાન વધે, જ્ઞાન વધે એટલે જિજ્ઞાસા વધે. જ્ઞાનના બળે જિજ્ઞાસા અને જિજ્ઞાસાના બળે જ્ઞાન, આમ બંને અન્યોન્ય વધે છે. વૃદ્ધિ પામેલું જ્ઞાન નવા નવા જ્ઞાનના આવરણ તોડી તોડીને પ્રગટ કરે છે અને આપણા મતિજ્ઞાનનું કેવળજ્ઞાનમાં પરિણમન થાય છે. હકીકતમાં, સંસાર અને મોક્ષ બંને મતિજ્ઞાનમાંથી ઉપયોગમાંથી જ નીકળે છે. પસંદગી આપણે કરવાની છે. જેમ રાત્રિ દરમ્યાન નિહાળેલું સ્વપ્ન બીજા દિવસે સત્ય નથી લાગતું, તેમ દિવસે ખુલ્લી આંખે દેખાતો સંસાર પણ સ્વપ્નની માફક સત્ય છે જ નહીં. માટે તો ભગવંતો કહે છે કે સંસારને સ્વપ્નવત્ સમજવો. સંસારરૂપી સ્વપ્નમાંથી જે જે જાગ્યા છે, તેઓએ દીક્ષા લીધી છે. આપણે બધા હજી સંસારમાંથી જાગ્યા જ નથી. સંસારમાંથી જાગવું એટલે દીક્ષા જ લઈ લેવાની એવો અર્થ નથી થતો. સંસારમાંથી જાગવું એટલે હેયની અરુચિ અને ઉપાદેયની રુચિ જાગે, તેમ સમજવાનું છે. મોહની ફોજ સામે, સમતાના હોજમાં, આત્માની મોજમાં, રોજે રોજ રમવાનું રાખજો, કે જેથી પરમાત્માની પ્રકર્ષ ઋદ્ધિ પ્રગટ થાય. આપ પરિવારનું સર્વાગી કલ્યાણ થાઓ એ શુભભાવના સાથે. લિ. આપનો ભાઈ, રજની શાહ પત્રાવલિ-૪) ભાવના ભવનાશિની મંગળવાર, તા. ૨૨મી, ઓગસ્ટ, ૨૦00 શ્રી ચન્દ્રપ્રભ સ્વામી અને શ્રી શાન્તિનાથ પ્રભુ શુભ કલ્યાણક દિન. શ્રેયસ્કર શ્રાવક શ્રી, પ્રણામ - જય જિનેન્દ્ર. પૂ. શ્રી ધીરૂભાઈ પંડિતજીના આગમન નિમિત્તે ગયા રવિવારે આપ બંનેની સાધર્મિક વાત્સલ્યતા માણવાની તક મને મળી. આપ બંને ભવ્યાતિભવ્ય જીવોને મળવાનો ઘણો આનંદ તો દર વખતે હોય છે જ. ધન્ય છે આપ બંનેના સૌહાર્દપૂર્ણ અને ભાવનાશાળી વ્યક્તિત્વને. માયતે તિ માવII: / મનમાં જે ભાવવામાં આવે છે તે ભાવના. ભાવવું, વિચારવું, ચિંતવવું, મનન કરવું - આ બધા શબ્દો પર્યાયવાચી છે. માત્ર એક વાર કોઈ શુભ વિચાર આવી જાય એટલે ‘ભાવના” નથી કહેવાતી; પરંતુ એ જ શુભ વિચારને જપની માફક ઘૂંટવામાં વારંવાર આવે ત્યારે તે વિચાર “ભાવના'નું સ્વરૂપ બને છે. ભાવના કેળવવા માટે સાધનો સેવવાં પડે. બાર ભાવના અને મૈત્રિ-પ્રમોદ-કરુણા-માધ્યસ્થ એમ કુલ ૧૬ ભાવનાઓને નિયમિતપણે ચિંતવવી પડે. બાર ભાવના રાગને દૂર કરવામાં સહાયક પત્રાવલિ ૩૨૧ શ્રુતસરિતા 2010_03 Page #347 -------------------------------------------------------------------------- ________________ છે. જ્યારે મૈત્રાદિ ચાર ભાવના દ્વેષને દૂર કરવામાં ઉપયોગી છે. આ ઉપરાંત અગત્યનું સાધન અનુષ્ઠાન ધર્મનું સેવન છે. અનુષ્ઠાન ધર્મ એટલે અહિંસા-સંયમ અને તપનો આપણા જીવનમાં ત્રિવેણી સંગમ, અહિંસા અને તપનું (ઉપવાસાદિ) અપેક્ષાએ પાલન સહેલું છે, પણ આ ત્રિપુટીમાં કેન્દ્રસ્થાને રહેલ “સંયમનું પાલન મુશ્કેલ છે. કારણ તેનું એ છે કે અહિંસા અને તપ તો કોઈ કોઈક વાર જ કરવાનું બને, જ્યારે સંયમ તો દરરોજ નિત્યપણે દર મિનિટે પાલન કરવું પડે. સમપૂર્વક યમને “સંયમ' કહેવાય છે. ભાઈ, આપણું જીવન જ્યાં સુધી દૈનિક ધોરણે સંયમમય નહીં બને, ત્યાં સુધી આપણા આ ભવના મહામૂલ્યવાન જૈન-જીવનનો મેળ નહીં બેસે. તત્ત્વથી જો સમજીએ તો આત્મામાં કર્મોનો જે પ્રવેશ છે, તે પરદ્રવ્યનો પ્રવેશ છે. અનાદિ કાળમાં ભોગવેલાં સુખો અને સહન કરેલાં દુઃખો - તે બધાં કર્મના જ કારણે છે. કર્મ પૌદગલિક છે. આમ જોઈએ તો, પુગલથી વિનાશ, જન્મ-જરા-મૃત્યુ, કર્મબંધ, મન-વચન-કાયાના યોગ, રૂપકુરૂપ, ગરીબાઈ-શ્રીમંતાઈ, સંસાર-પરિભ્રમણ, દરેક ભવના નાટકો સર્જાય છે અને આત્મા એટલે કે આપણે સંસાર રૂપી રંગભૂમિ ઉપર “કર્મ' નામના દિગ્દર્શક (director)ની સૂચના અનુસાર નાચ્યા કરીએ છીએ. આત્મા અને કર્મ અલગ છે, તેનો ભેદ જાણી, ભેદજ્ઞાન પ્રાપ્ત કરી આત્મગુણોના ખજાનાને નિયમિત નિહાળવાની ટેવ પાડવી જોઈએ. ભાવનાના ત્રણ પ્રકાર : શુભ, અશુભ અને શુદ્ધ. આ ત્રણમાંથી જે મનુષ્ય પ્રથમની બે (શુભઅશુભ) ભાવનાઓનો ત્યાગ કરી છેલ્લી શુદ્ધ ભાવના ધારણ કરે છે, ભાવે છે. તેનાં કર્મો વિપુલ પ્રમાણમાં ક્ષય પામે છે. શુભ ભાવથી પુણ્યબંધ, અશુભ ભાવથી પાપબંધ અને શુદ્ધ ભાવથી કર્મક્ષયરૂપ નિર્મળતા પ્રાપ્ત થાય છે. જેઓ પ્રથમની બે જ ભાવના ભાવે છે. તેના પરિણામ માત્ર શુભાશુભ જ હોઈ, તે મનુષ્યો પુણ્ય-પાપ ઉપાર્જન કરી ઉદયકાળે સુખ-દુઃખ ભોગવવાના માટે ૮૪ લાખ જીવયોનિમાં અતિથિ બની ચાર ગતિરૂપ પરિભ્રમણ કર્યા કરે છે; પણ ત્રીજી, શુદ્ધ ભાવ વાળો વ્યક્તિ કર્મની નિર્જરા કરી સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે. ભાઈ, આનો અર્થ એવો નહીં કાઢવાનો કે શુભ ભાવ ભાવવાની જરૂર નથી. શુભ ભાવ ચોક્કસ ભાવવાના અને સાથે સાથે શુદ્ધ ભાવ પણ ઉમેરવા. આત્મસ્મરણ, આત્મચિંતન ઉમેરવાનું છે. “હું કોઈનો નથી અને મારું અન્ય કોઈ નથી. બધા પદાર્થો મારાથી પર છે.” આવા આવા આત્મલક્ષી વિચારો કરીને અને વિચારોને દઢ માન્યતામાં ફેરવીને આપણે આપણા કર્મોને ધ્રુજાવવાનું લક્ષ્ય રાખવાનું છે. આવી માન્યતા વડે આત્મ-સ્વરૂપની સ્થિરતા એવી તો અપૂર્વ આવે કે જેની પ્રખર ઉષ્માથી-ગરમીથી કર્મનો રસ શોષાઈ જાય; અને રસ દૂર થતાં જ, જેમ પવનના ઝપાટાથી સૂકાં પાંદડાઓ ધ્રૂજી ઊઠી નીચે ખરી પડે છે, તેમ કર્મો ધ્રૂજીને આત્મપ્રદેશની અલગ થઈ ખરી પડે છે. જેમ જેમ ખરવાની ક્રિયા ઝડપી, તેમ તેમ આત્મા વધુને વધુ ઉજ્જવળ થતો જાય છે; અને અંતે આપણો જ આત્મા પરમાત્મા થઈ જાય છે. અપેક્ષાએ, પરમાત્મા બહારથી આપણામાં અંદર આવતા નથી, પણ અંદર રહેલ આત્મા પરમાત્મા બની પરમાત્મ-સ્વરૂપ બહાર પ્રગટે છે. શ્રુતસરિતા ૩૨ ૨ પત્રાવલિ 2010_03 Page #348 -------------------------------------------------------------------------- ________________ એટલે ટૂંકમાં, પરમાત્મા દેહની અંદર જ છે; એ છતાં જે જીવો, અપેક્ષાએ, પરમાત્માને બહાર કે બીજા સ્થળે શોધે છે, તેની ઉપમા જ્ઞાની ભગવંતો પોતાના ઘરમાં રંધાયેલું અન્ન તૈયાર હોવા છતાં જે મનુષ્ય ભિક્ષા માગવા બહાર ભમે છે તેવા મૂઢ બુદ્ધિવાળા મનુષ્ય સાથે કરે છે. " भावच्यिय परमत्थो भावो, धम्मस्स साहगो भणियो । सम्मत्तस्य वि बीअं, भावच्यिय विंति जगगुरुणो ॥ " અર્થ : ભાવ જ સાચો પરમાર્થ છે. ભાવ જ ધર્મસાધનામાં સહાયકમ છે. ભાવથી જ સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે, એમ ત્રિભુવનગુરુ શ્રી તીર્થંકર ભગવાન કહે છે. પર્યુષણ મહાપર્વમાં આપ બંનેની શાતા સારી રહો તેવી શુભેચ્છા. પરમ પાવનીય, પવિત્ર અને પારમાર્થિક જૈનદર્શન વડે પ્રકૃષ્ટ પુણ્ય પામી આપણે સૌ પરમામૃતના પંથે આગળને આગળ વધીએ એ જ મારી શુભાશંસાપૂર્વકની અભ્યર્થના. * * પત્રાવલિ-૪૧ પત્રાવલિ 2010_03 અનુભવજ્ઞાન જ જ્ઞાન છે લિ. આપનો ભાઈ, રજની શાહ રવિવાર, તા. ૩જી, સપ્ટેમ્બર, ૨૦૦૦ પર્વાધિરાજ પર્યુષણ પર્વ તપસ્વી-પારણા શુભ દિન પરમ આત્મસ્નેહી સ્વજનશ્રી, આપસૌ દિવ્યાત્માઓને મારા પ્રણામ-જય જિનેન્દ્ર-મિચ્છામિ દુક્કડમ્. મહાપર્વ દરમિયાન દેવગુરૂપસાય આપ પરિવારની શાતા, સમતા અને સમાધિ અવશ્ય અનન્ય રહેવા પામી જ હશે. વીતેલા વર્ષ દરમિયાન, આપ સોનું દિલ દુભાય એવું કાંઈ પણ મેં મનસાવાચા-કર્મણા કર્યું હોય, તો તે બદલ હું આપ સૌને ‘મિચ્છા મિ દુક્કડમ્’ પાઠવું છું. આપ સૌ મને ઉદારભાવે ક્ષમા પ્રદાન કરશો. આપણે તપના બાર પ્રકાર પૈકીનું પ્રથમ તપ ‘અણસણ’ને રૂઢીગત રીતે ‘ઉપવાસ’ શબ્દથી નવાજીએ છીએ. અણસણ એટલે ચારે પ્રકારના આહારનો ત્યાગ અને ઉપવાસ એટલે ઉપવાસ આત્મામાં વસવું તે. આ અર્થથી આજે મારે એકાસણાના તપ વડે ઉપવાસ છે' આ વિધાન પણ તદ્ન સત્ય છે. આનો તાત્પર્યાર્થ એ છે કે આપણે જ્યારે પણ અણસણનું તપ કરીએ, તે દિવસે ઉપવાસ (ઉપમાં વાસ = આત્મામાં વાસ) તો કરવો જ જોઈએ અને તે દિવસે તો ખાસ તપના બાકીના અગિયાર તપ પણ કરવા જોઈએ. અણસણના અગર તો કોઈ પણ તપના દિવસે કાયક્લેશ, સંલીનતા, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાઉસગ્ગ આદિ બાહ્ય-અત્યંતર તપ પણ કરવાનું લક્ષ્ય રાખવું અવશ્યમેવ ઉપકારી છે. ૩૨૩ શ્રુતસરિતા Page #349 -------------------------------------------------------------------------- ________________ ત્રિકાલાબાધિત સર્વજ્ઞપ્રણીત પ્રભુએ શાસનમાં છએ દ્રવ્યોનું નિરૂપણ કરી, તેમાં જીવદ્રવ્ય (ચૈતન્ય દ્રવ્યોના ગુણગાન ભારોભાર કર્યા છે. બાકીના પાંચ અજીવ દ્રવ્ય (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગલાસ્તિકાય અને કાળ)ની જે પ્રરૂપણા કરી છે, તે પણ માત્ર જીવદ્રવ્યની (આત્મદ્રવ્ય) પ્રાપ્તિ કરવા માટે જ કરી છે. આ જ વસ્તુના સંદર્ભમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. “અધ્યાત્મસાર'ના આત્મનિશ્ચયાધિકારમાં લખે છે : नवानामपि तत्त्वानां, ज्ञानमात्मा प्रसिद्धये । येनजीवादयो भावाः स्वभेद प्रतियोगीनः ।। આનું કારણ એક જ છે કે આત્મા સૌથી સુંદર અને મહાન ચીજ છે. એ જ પોતાની સાચી મૂડી છે. એ જ પોતાનો સાચો સગો છે, સ્નેહી છે. સાચો આનંદ દેનાર છે, સાચો સાથી છે. જેમ જેમ આપણે સાધના-આરાધનાના માર્ગે આગળ વધીએ છીએ, તેમ તેમ શુદ્ધિ વધતાં અશુભ વિલ્પો શુભમાં પરિણમે છે. શુભ વિલ્પો દ્વારા ધીમે ધીમે શુભ ભાવો આત્મસાત્ થાય છે. પછી, આત્માનું શુદ્ધ સ્વરૂ૫-જ્ઞાયભાવ વારંવાર દૃષ્ટિમાં આવતાં-ઘૂંટાતાં ક્રમેક્રમે નિમિત્ત પરથી દૃષ્ટિ છૂટી ઉપાદાન (આત્મા) તરફ વળે છે. નિમિત્ત પરથી દષ્ટિ છૂટતાં નિમિત્તના કારણે થતા નૈમિત્તિક ભાવો પણ છૂટવા માંડે છે. પુણ્ય-પાપ-આશ્રવ અને બંધ - આ ચાર નૈમિત્તિક ભાવો છે કે જે જીવના પર્યાયમાં થાય છે. એમાં નિમિત્તભૂત ર્મની (કાર્પણ વર્ગણાની) અપેક્ષા આવે છે. સંવર, નિર્જરા અને મોક્ષ - એ જીવના પર્યાયમાં થનારા શુભ ભાવો છે, જેમાં નિમિત્તભૂત કર્મ (કાર્પણ વર્ગણા)ના અભાવની અપેક્ષા રહે છે. તત્ત્વમાં નવ ભેદને (નવ તત્ત્વને) જોનારી આપણી દૃષ્ટિ અનાદિની છે. પર્યાયની-ભેદની રુચિમાં આપણું આત્મદ્રવ્ય પૂર્ણ રીતે ઢંકાઈ ગયું છે. પૂર્ણાનંદનો નાથ, જે આપણો જ આત્મા છે, તેને જ વારંવાર ઉપયોગમાં લેતાં જીવ-અજીવાદિ નવ ભેદ રહેતા જ નથી. ભેદ ઉપરથી નજર હટાવી એક ત્રિકાળી જ્ઞાયકભાવને નિહાળતાં પુદ્ગલના સંબંધે જે દૃષ્ટિ ભેદવાળી હતી, તે હવે રહેશે જ નહીં. આ પ્રક્રિયા વડે જ પુદ્ગલ પુદ્ગલ રૂપે અને જ્ઞાયક જ્ઞાયક રૂપે ભિન્ન થઈ જાય છે. આનું જ નામ ભેદજ્ઞાન છે. આપણા આત્માનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપે પ્રગટ કરવા માટે, અનુભવવા માટે, અનુભૂતિ માગે “ભેદજ્ઞાન' એક માત્ર ચાવી છે. નવ તત્ત્વમાંથી એકલા જ્ઞાયકભાવરૂપ ધ્રુવસ્વરૂપ-ધ્રુવસ્વભાવને ભિન્ન તારવી તેને અનુભવવો એ જ સમ્યગ્દર્શન છે. શેયાનંદ નહીં, પણ જ્ઞાનાનંદને અનુભવવો એ જ આપણું કાર્ય છે, ચરમ લક્ષ્ય છે. લાખો વર્ષોના શ્રુતજ્ઞાનના પરિભાવન પછી આવતો એક અંતર્મુહૂર્તનો જ અનુભવ મહાન છે, અને ચારિત્રધર્મરૂપી નિસરણીનું પ્રથમ પગથિયા ઉપર આપણને આપોઆપ મૂકે છે. અનુભવજ્ઞાનઅનુભૂતિજ્ઞાન વડે આત્મઘરના અનાદિ કાળના અંધેરા ઉલેચાઈ જાય છે, અને આપણા આત્મા ઉપર આનંદ, મહાનંદ અને પરમાનંદનું સામ્રાજય છવાઈ જાય છે. યોગ દ્વારા પરમાનંદસ્વરૂપને, મોક્ષ સ્થાનને પામવું, એ એક માત્ર લક્ષ્ય આપણે સૌએ સેવવા જેવું છે. “જેવું લક્ષ્ય તેવાં લક્ષણો પણ આપણે કેળવવાં તો પડશે ને ! મૃતસરિતા 2010_03 ૩૨૪ પત્રાવલિ Page #350 -------------------------------------------------------------------------- ________________ એ વાત નક્કી સ્વીકારવી કે વર્તમાનમાં આપણા આધ્યાત્મિક પુણ્યનો ઉદયકાળ પ્રવર્તે છે, અને માટે જ આપણા વ્યક્તિગત જીવનમાં આધ્યાત્મિક ક્ષેત્રે અપૂર્વ અને અકથ્ય વિકાસ થયો છે. ધર્મરાગ વૃદ્ધિ, સ્વાધ્યાય રૂચિ, ચારિત્ર પ્રીતિ, આચરણમાં રમણતા આદિ લક્ષણો આપણા વિકાસના છે. આ હૂડા અવસર્પિણી કાળમાં આપણા આધ્યાત્મિક પુણ્યનો ઉદય થવો, એનાથી અધિક શ્રેયસ્ક બીજું શું હોઈ શકે? પંચમ આરો આપણને સૌને પંચમ ગતિની સમીપ લઈ જવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે તેમ છે. પાંચમા આરાનું મૂલ્ય, અપેક્ષાએ, હેજ પણ ઓછું આંકવા જેવું નથી. આ આરાના અંત સુધી એકાવતારીપણું વિદ્યમાન છે. સંસારની મુક્તિનું મુખ્ય સાધન આત્મજ્ઞાન છે. જૈનદર્શને આપેલો શાસ્ત્રખજાનો મજાનો છે. આગમિક અને પંચાંગી (સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા અને ચૂર્ણિ) સાહિત્ય ઉપરાંત પ્રકરણ ગ્રંથો, વિપુલ વ્યાકરણ સાહિત્ય, રસાળ કાવ્યશાસ્ત્રો, અલંકાર-છંદ, કોષ-ગ્રંથો, દિલચસ્પી ચરિત્રગ્રંથો, અકાટ્ય તર્ક ગ્રંથો, સ્તુતિ-ગ્રંથો, અવિસ્તર આચારગ્રંથો, યોગ અને અધ્યાત્મના ગ્રંથોની ગલીઓથી શોભતું જૈનોનું સાહિત્યનગર એટલું બધું રમણીય છે કે ખરો જિજ્ઞાસુ આ નગરની એકાદ ગલીમાં ધરાઈને જાણવા-માણવામાં જ સમગ્ર જીવન વ્યતીત કરી શકે છે. ભાવનાભાવિત હૃદયનું અદ્ભુત સત્ત્વ કેળવવા અને અંતઃકરણનું અનુપમ સુખ મેળવવા માટે બસ આટલું જ પૂરતું છે. - જિનશાસનની તમામ આરાધના-સાધના-ઉપાસના-અનુષ્ઠાનના અંતે આત્મશીતલતા પ્રગટ થવી જ જોઈએ. આપણામાં થયેલ શીતલતારૂપી ફેરફારની અનુભૂતિ આપણા પરિવારને અને સ્નેહીવર્ગને થવી જ જોઈએ. વિષય અને કષાયોની ગરમીનો અભાવ તેમ જ ઇચ્છાઓ અને બાહ્ય પરિગ્રહમાં મંદતા એ જ આત્મશીતલતા. તપની સાથે ભાવાનુસંધાન કરી આત્માની મૌલિકતા પ્રગટે એ જ તપની યથાર્થ નિષ્પત્તિ છે, ફળ છે, પરિણામ છે. “તપ” નામની દવા કર્મ-નિર્જરા માટે તો આપણે લઈએ છીએ, પણ સાથે સાથે આત્માની તબિયત પણ આપણે અવારનવાર તપાસતા રહેવી જોઈએ. દેહની સાથે સાથે આત્મારામને પણ ચંદન લગાડી ચંદ્રવતું, શીતલ, શાંત, સૌમ્ય અને સમતામય બનાવવાનું લક્ષ્ય આપણે સૌએ રાખવાનું છે. 'साम्यं समस्त धर्माणाम्, सारं ज्ञात्वा ततो बुधः । बाह्यं दृष्टि ग्रहं मुक्त्वा , चित्तं कुरुत निर्मलम् ॥' - યોગસાર અર્થ : સર્વ ધર્મોનો સાર સમતા છે, એવું જાણીને બુધ જનો (ડાહ્યા માણસો) બાહ્ય દષ્ટિરાગને છોડી દઈને ચિત્ત નિર્મળ બનાવવાના કામે લાગી જાય છે. 'अनुपमतीर्थमिदं स्मर चेतन ! अन्तः स्थितमभिरामम् रे । विरतिभाव विशद परिणाम, लभसे सुखमविरामं रे ।' અર્થ : હે ચેતન ! તારી અંદર એક અનુપમ તીર્થ છે, રમણીય છે, તે છે વિરતિભાવનો શ્રેષ્ઠ આવિર્ભાવ! તું એને યાદ કર. તું અવિરામ નિરંતર સુખ પામીશ. પત્રાવલિ 2010_03 ૩૨૫ શ્રુતસરિતા Page #351 -------------------------------------------------------------------------- ________________ પંચપરમેષ્ઠી ભગવંતોની ગુણોની અનુમોદના : अणुमोएमि सव्वेसिं अरहंताणं अनुट्ठाणं । હું સર્વ અરિહંત-તીર્થંકરોની તીર્થ સ્થાપનારૂપ અનુષ્ઠાનની અનુમોદના કરું છું. सव्वेसिं सिद्धाणं सिद्धभावं । હું સર્વ સિદ્ધ ભગવંતોની અક્ષય સ્થિતિની અનુમોદના કરું છું. सव्वेसि आयरियाणं आयारं । હું સર્વ આચાર્યોના પંચાચાર પાલનની અનુમોદના કરું છું. सव्वेसि उवज्झायाणं सुत्तप्पयाणं । હું સર્વ ઉપાધ્યાયોના સૂત્ર પ્રદાનની અનુમોદના કરું છું. सव्वेसिं साहूणं साहु किरियं । હું સર્વ સાધુપુરુષોની સાધુક્રિયાની અનુમોદના કરું છું. પ્રકૃષ્ટ પુણ્ય પ્રાપ્ત કરી પરમામૃત પ્રતિ પ્રગતિને આપણે સૌ પામીએ એ જ પરમ પરમાત્માને પ્રાર્થના. સંયમનૌકા સુકાની શ્રી, પત્રાવલિ-૪૨ મનનું મૌન શ્રુતસરિતા 2010_03 લિ. આપનો સાધર્મિક ભાઈ, રજની શાહ પ્રણામ - જય જિનેન્દ્ર - આપ સર્વે કુશળ હશો. પનોતા પુણ્યવંતા પર્વાધિરાજ પર્યુષણ પર્વ પૂર્ણ થયા. દર વર્ષે પર્યુષણ આવે અને પૂર્ણ થાય. ધર્મના બે પ્રકાર (૧) નિમિત્ત ધર્મ (૨) નિત્ય ધર્મ. નિમિત્ત ધર્મ એટલે કે જે પર્યુષણ પર્વાદિ વેળાએ આચરવામાં આવે તે; અને નિત્ય ધર્મ એટલે કે જે નિત્યપણે દૈનિક જીવનમાં આચરવામાં આવે તે, દા.ત., ચૌવિહાર, નવકારશી, રાત્રિભોજન ત્યાગ, ઉકાળેલું પાણી, કંદમૂળ ત્યાગ, વાસી ખોરાક ત્યાગ, સામાયિક, પ્રતિક્રમણ, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, સ્વાધ્યાય, ધ્યાન, કાઉસગ્ગ, આદિ. શાસ્ત્ર સમર્થન આવે છે કે નિમિત્ત ધર્મ કરતાં અપેક્ષાએ નિત્ય ધર્મ વધુ ઉપકારી અને ફળદાયી નીવડે છે. નિમિત્ત ધર્મ પ્રાસંગિક હોઈ અલ્પ-કાલીન છે, અત્યંતર શુભ પરિણામો પણ અલ્પકાલીન હોય છે; જ્યારે નિત્ય ધર્મ નિત્ય હોઈ શુભ પરિણામો સમગ્ર જીવનસભર હોય છે. છતાં પરિ+ઉષન્ (પર્યુષણ) શબ્દાર્થથી તો ‘પર્યુષણ' આપણા નિત્ય જીવનમાં દૈનિક ધોરણે હોવું જ જોઈએ. ધર્મ નિમિત્ત હોય કે નિત્ય હોય, પણ આ બંને પ્રકાર આત્મામાં વધુ વસવાટ કરનારો (ઉપ+વાસ) ૩૨૬ ગુરુવાર, તા. ૯-૨૧-૨૦૦૦ પત્રાવલિ Page #352 -------------------------------------------------------------------------- ________________ બનવો જોઈએ; અને તે માટે સબળ અને સઘન સાધન ‘મૌન’ છે. શક્ય હોય તો દ૨૨ોજ થોડાક સમય માટે પણ (અડધા કલાક/કલાક) મૌનનું પાલન કરવા જેવું છે. મૌનનો અભિગ્રહ પરંપરાએ મોક્ષ આપી શકે તેટલું સામર્થ્ય ધરાવે છે. મૌનના સાધન વડે આત્મામાં વાસ સરળ અને સાહિજક બને છે. ૫૨૫દાર્થ અને પરભાવદશાપૂર્વકની બહિરાત્મદશામાંથી અંતરાત્મદશામાં પ્રયાણ કરવાનું ‘‘મૌન’’ એ પ્રથમ પગથિયું છે, કે જેના વડે આગળ વધીને આપણે પરમાત્મદશાને પામી શકીએ તેમ છે. જેના વડે મનન કરાય તે મન, ધર્મ અને કર્મ બંનેમાં મનોયોગ મુખ્ય ભાગ ભજવે છે. મોહને આધીન મન ભવભ્રમણ કરાવે છે, જ્યારે નિર્વિકલ્પ મન મોક્ષપદને પમાડે છે. ‘મન’ શબ્દને ઊલટાવો તો ‘નમ’ શબ્દ બને છે, કે જેના વડે મોક્ષપંથ પર પ્રગતિ થઈ શકે છે. મૌન અને મનોગુપ્તિ – આ બંને શબ્દો પર્યાયવાચી કે સમાનાર્થી નથી. બંને શબ્દની ફલશ્રુતિ પણ ભિન્ન છે. ગુપ્તિ એટલે ગોપવવું, રક્ષણ કરવું, રોકવું, નિગ્રહ કરવો. જે ક્રિયાથી અનિષ્ટ રોકાય તે ગુપ્તિ. ટૂંકમાં, મનનું રક્ષણ થાય તે મનોગુપ્તિ. જ્ઞાની ભગવંતોએ મનોગુપ્તિની વ્યાખ્યા આપી છે : 'विमुक्त कल्पनाजालं, समत्वे सुप्रतिष्ठतम् । आत्मारामं मनस्तज्झे, मनोगुप्ति रुदाहता || ' અર્થ : કલ્પનાના જાળથી મુક્ત થયેલા, સમભાવમાં સ્થિર થયેલા અને આત્મભાવમાં રમણ કરતા મનને, જ્ઞાની પુરુષોએ, મનોગુપ્તિ કહેલી છે. મન મલિન છે. મન ચંચળ છે. ભૂત-ભાવિમાં સદાય રત રહેતા મનને વર્તમાનમાં ‘સ્થિર’ કરવાનો પુરુષાર્થ આદરવા જેવો છે. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. “મન ઃ મનુષ્યાળાં વારાં મોક્ષર્ચા:। બંધ અને મોક્ષનું કારણ મન જ છે. મલિન મનને શુદ્ધ કરવા અને ચંચળ મનને સ્થિર કરવા મનની સમજણપૂર્વક માવજત કરવી જરૂરી છે. માવજતની પ્રાથમિક ભૂમિકા ‘મૌન’ છે. મનની શુદ્ધતા અને સ્થિરતા થતાં જ ધર્મ ઉદ્ભવ પામે, જે પરંપરાએ મોક્ષપ્રાપ્તિનું કારણ બને; માટે તો કહેવાય છે ‘મન ચંગા, તો કથરોટ મેં ગંગા.' (૧) મનની કથા મનના વિષયની વાત (૨) મનની વ્યથા આત્માના માટે મનની પીડા. (૩) મનની શ્લથા મનનો નિગ્રહ - આત્માને મનથી મુક્ત કેમ બનાવવો ? મન સંબંધિત કથા, વ્યથા અને શ્લથાનું ચિંતન કરવું. પાંચ ઇન્દ્રિયોની અપેક્ષાએ, મનને નોઇન્દ્રિય પણ કહ્યું છે. ઇન્દ્ર એટલે આત્મા; આત્માને ઓળખવાનું ચિહ્ન તે ઇન્દ્રિય. પાંચે ઇન્દ્રિયોને સહાય કરનાર મન છે. ઇન્દ્રિયોનું પ્રવર્તન મન દ્વારા જ થાય છે. પાંચે ઇન્દ્રિયના વિષયો (જેવા કે જોવું, સાંભળવું આદિ) પૌલિક હોઈ શુભાશુભ નથી; પણ તેમાં ‘મન’ ઉમેરાતાં શુભાશુભ ભાવો જન્મે છે અને કર્મબંધ થાય છે. દા.ત., જમતી - પત્રાવલિ 2010_03 ૩૨૭ શ્રુતસરિતા Page #353 -------------------------------------------------------------------------- ________________ વેળાએ રસનેન્દ્રિય મનને તો એમ જ જ્ઞાન કરાવે કે આ મીઠાઈ ગળપણવાળી છે; પણ આ મીઠાઈ સરસ છે, મને બહુ ભાવે છે આદિ ભાવો મનના છે, સારા નરસા ભાવો પાંચે ઇન્દ્રિયોના નથી. આમ, સહાયક ઇન્દ્રિય તરીકે મનને “નોઇન્દ્રિય' કહેવાય છે. મનથી જ ભવભ્રમણ અને એ જ મનથી ઉપાધિ આવે, તો સમાધિ પણ મનથી જ આવે. સઘળો સંસાર મનનો જ ખેલ છે. ખેલને ખતમ કરવો એ પણ મનના ઉપર જ નિર્ભર છે “મોહવશ મન મારે અને મોક્ષવશ મન તારે.' એક અપેક્ષાએ, મૌન એ મનોગુપ્તિ નથી, એ તો વચનગુપ્તિ છે. વચન ના બોલીએ એ તો મુખનું મન થયું કહેવાય; પણ ખરેખર તો આપણે મનનું મૌન સાધવાનું છે. કાયાની ચેષ્ટા, અંગુલિનિર્દેશ, ઇશારા કરીને, ચપટી વગાડીને - આવી બધી જ સંજ્ઞાઓનો નિર્દેશ ત્યાગ કરી મનનું મૌન જ ઉપકારી ભાઈ, વ્યવહારમાં પણ “સબસે બડી ચૂપ કહેવાય છે ને ચૂપ થઈને ચાલ્યા જવું તે જ સફળ જિંદગી છે. મન એ સફળતાની સીડી છે. મૌનનું જ બીજું નામ આત્મસંયમ છે. જગતમાં જાણિતી કહેવત છે. “આવડે એટલું બોલવું નહીં અને ભાવે તેટલું ખાવું નહીં.” આ કહેવતમાં વચનગુપ્તિ અને સ્વાદગુપ્તિ બનેનો સમાવેશ થાય છે. માને પરમ પૂજનમ્ - મૌનમ્ સર્વાર્થસાધનમ્ | મૌન એ સર્વોત્તમ આભૂષણ છે, સર્વ અર્થને સિદ્ધ કરવાનું સાધન છે. મૌનના પરિણામે કર્યો પણ વિપુલ પ્રમાણમાં નિર્જરી જાય છે. મૌનના ગાળા દરમિયાન ઉદયમાં આવેલ ક્રોધાદિ કર્મો તેનો ઔદયિક ભાવ ભજવી શકતાં નથી, તેથી અશુભ કર્મોની હારમાળા નવી બંધાતી અટકે છે. ના બોલ્યામાં નવ ગુણ' – આ કહેવત પણ મૌનનો જ મહિમા દર્શાવે છે. પરમાર્થ સાધક આત્માને એટલે કે આપણને નવ આધ્યાત્મિક ગુણો સાંપડે : (૧) અહિંસા ધર્મનું પાલન (૨) ક્ષમાગુણનો આવિર્ભાવ (૩) મન-વચન-કાયાનું સ્વાથ્ય જળવાય (૪) જીવમાત્ર પ્રત્યે સમદર્શીપણું પ્રગટે (૫) કષાયવિજેતા બને (૬) સ્વ-પર હિત સધાય (૭) જિનાજ્ઞાનું પરિપૂર્ણપણે પાલન થાય (૮) યોગસાધના સફળ થાય (૯) મુક્તિરૂપ ધ્યેયની સિદ્ધિ થાય. મે વિજ્ઞાનત: સિદ્ધા:, સિદ્ધા ત્નિ વન | ઐરામાવતઃ : વૈદ્ધ થે કિ દાન ' અર્થ : જે કોઈ આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે, તેઓ આત્મા અને દેહ ભિન્ન છે, આવા ભેદશાનથી સિદ્ધ બન્યા છે; અને જે કોઈ આત્માઓ કર્મથી બંધાયેલા છે, તેઓ આ ભેદજ્ઞાનના અભાવથી બંધાયેલા છે. અજ્ઞાનનો અંધકાર રાખી, જ્ઞાનનો સૂર્ય ઝગમગાવી, મૌનપાલનની સુટેવ કેળવી, ભવારણ્યમાં પગદંડી અને કર્મ-કાષ્ઠને બાળનાર અગ્નિ સમાન રત્નત્રયીની આરાધના કરતાં કરતાં આપણે સૌ મોક્ષમાર્ગ ઉપર આગળ ને આગળ ધપીએ એ જ પરમ ભાવના અને અભ્યર્થના સાથે – શ્રુતસરિતા ૩૨૮ પત્રાવલિ 2010_03 Page #354 -------------------------------------------------------------------------- ________________ મનપાલન દરમિયાન નીચેના ત્રણ મનોરથને મનોમંદિરમાં વિચારવા, માનપૂર્વક ભાવવા : (૧) જ્યારે હું બાહ્ય તથા આત્યંતર પરિગ્રહનો ત્યાગ કરી મારા આત્માને સુખી કરીશ. તે બંને પ્રકારના પરિગ્રહો મહાપાપનું મૂળ છે, દુર્ગતિને પમાડનાર છે, કષાયના સ્વામી છે, અનર્થોને ઉત્પન્ન કરવાના હેતુભૂત છે, બોધીબીજરૂપ સમ્યકત્વના ઘાતક છે. (૨) ક્યારે હું પંચમહાવ્રત લઈ, પંચસમિતિ, ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચન માતાનો આદર કરીશ? વળી અંત આહારી, પંત આહારી, અરસ આહારી, વિરસ આહારી, સર્વ રસનો ક્યારે ત્યાગી થઈશ ? “ધન્ય ધન્ય તે દિન મુજ ક્યારે હોશે, હું લઈશ દીક્ષા જી.” (૩) જ્યારે હું અઢાર પાપસ્થાનકોને આળોવી, નિઃશલ્ય થઈ, ચોદ રાજલોકના તમામ જીવોને ખમાવી સર્વ વ્રતો સંભાળી, અઢાર પાપસ્થાનકો ત્રિવિધ ત્રિવિધ વોસિરાવી, ચાર આહારના પચ્ચકખાણ કરી, છેલ્લે શ્વાસે આ કાયાને પણ વોસિરાવી ચાર મંગળરૂપ ચાર શરણને ઉચ્ચરતો થકો, મરણને નહીં વાંછતો અંતકાળે પંડિત મરણને પામીશ? અજ્ઞાનનો અંધકાર રાખી, જ્ઞાનનો સૂર્ય ઝગમગાવી, મૌનપાલનની સુટેવ કેળવી, ત્રણ મનોરથો ચિંતવી, આપણે સૌ મોક્ષમાર્ગ ઉપર આગળને આગળ ધપીએ એ જ મારી પરમ ભાવના અને અભ્યર્થના. નૂતન વર્ષ મંગલમયી અને કલ્યાણમયી બની રહો તેવી શુભેચ્છા. લિ. આપનો ભાઈ, રજની શાહ પત્રાવલિ-૪૩ વૈરાગ્ય વાસિત બનવું શુક્રવાર, તા. ૧લી, ડિસેમ્બર, ૨000 વીર સંવત ૨પર૭ માગસર સુદી ૫ ભાઈશ્રી, પ્રણામ - જય જીનેન્દ્ર. નૂતન નિવાસસ્થાને હવે આપ બરોબર ગોઠવાઈ ગયા હશો. મેં શુભેચ્છાઓ ફોન ઉપર તો પાઠવી હતી, પરંતુ આજે આ પત્ર લખું છું તો ફરીથી શુભેચ્છાઓ પાઠવું છું કે આપ પરિવારના જીવનબાગમાં સુખ, સમૃદ્ધિ અને ધર્મ-વૃદ્ધિના સુરભિત પુષ્પો ખીલી ઊઠે અને આ વૃદ્ધિમાં આપનું આ નૂતન નિવાસસ્થાન સબળ, પ્રબળ અને પરમ શુભ નિમિત્ત બની રહે તેવી પ્રાર્થના. જિનશાસન એટલે સર્વશશાસન. સર્વજ્ઞશાસન એટલે એક સમૃદ્ધનગર ! વૈભવશાળી નગર ! એનો વૈભવ કોઈ સામાન્ય સોના-ચાંદીનો નથી, રત્નોનો-હીરાઓનો વૈભવ છે. જિનશાસનનું આ નગર અનન્ત-અના રત્નોથી ખચાખચ ભરેલું છે, અત્યંત ગહન છે. આવા નગરમાં પ્રવેશવું અને પત્રાવલિ ૩૨૯ શ્રુતસરિતા 2010_03 Page #355 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશીને તેને જાણવું એ જ એક માત્ર જૈનકુળમાં જન્મ લીધાનો ઉપયોગ છે. "नाभेयाद्या सिद्धार्थराजसूनु चरमाश्चरदे हाः । पंचनवदश च दशविधधर्म विधिविदो जयन्ति जिनाः ॥" અર્થ : ચરમશરીરી અને દશ પ્રકારના યતિધર્મને જાણનારા, નાભિપુત્ર (આદિનાથ) જેમાં પ્રથમ છે અને સિદ્ધાર્થ પુત્ર (વર્ધમાન સ્વામી) અંતિમ છે, તેવા પાંચ + નવ + દશ (ચોવીશ) જિનેશ્વર ભગવંતો જય પામે છે. જિનશાસનના જ્યોતિર્ધર મહાન આચાર્યશ્રી ઉમાસ્વાતિજીએ ‘પ્રશમરતિ' ગ્રંથના મંગલાચરણ કરતાં કુશળતાપૂર્વક રાગ-દ્વેષ પર વિજયી બનાવવાના અણમોલ ઉપાયોનો ગર્ભિત રીતે નિર્દેશ કરી દીધો છે. પ-૯-૧૦ ના સંખ્યાવાચક અંકોમાંથી એ ઉપાયો જડી જાય છે : (૧) પાંચ મહાવ્રતો, અણુવ્રતોનું જીવન (૨) નવપદોની સમ્યગુ આરાધના (૩) દશ પ્રકારના શ્રમણધર્મનું યથાર્થ પાલન. પંચ અણુવ્રતમય જીવન બની જાય, દશ પ્રકારના શ્રમણધર્મનું સર્વાગ સુંદર પાલન થઈ જાય અને નવપદોનું હૃદયકમલમાં ધ્યાન રમતું થઈ જાય ! બસ, ચરમશરીરી બનતા વાર નહીં ! શરીર અને આત્માનો અંતિમ સંયોગ ! જ્યાં સુધી શરીર અને આત્માનો સંયોગ છે, ત્યાં સુધી જ પરાજય છે, રાગ-દ્વેષના ત્રાસ છે આ સંસારમાં પરિભ્રમણ છે. પાંચ અણુવ્રતોની અને દસ પ્રકારના શ્રમણધર્મની સાધના માટે જોઈએ દેઢ મનોબળ અને અપૂર્વ આત્મશક્તિ. તે મનોબલ અને આત્મશક્તિ પ્રગટે છે શ્રી નવપદની ઉપાસનામાંથી શ્રી નવપદના ધ્યાનમાંથી ! અરિહંતાદિ નવ પદ અખૂટ-અનંત શક્તિનો શાશ્વત ભંડાર છે. જાપ અને ધ્યાનની ઉપાસનાના માધ્યમથી ઉપાસક એ ભંડારમાંથી પર્યાપ્ત શક્તિ પ્રાપ્ત કરી શકે છે. આપ બંનેના પુણ્યોદયે, આપ બંનેમાં દઢ મનોબલ અને આત્મશક્તિ પ્રગટી ચૂકી છે. ભાઈ, આપણે “મહાવીર સ્વામી ભગવાન કી જય' એમ બોલીએ છીએ, તેનો અર્થ એ છે કે રાગ-દ્વેષના વિજેતાની જય બોલ્યા; એટલે રાગ-દ્વેષને કટ્ટર દુશ્મન તરીકે આપણે જાહેર કર્યા. રાગ ષના વિજેતાનો સર્વત્ર અને સદેવ “જય' ઇચ્છીએ એટલે રાગ-દ્વેષ સામે ખુલ્લું યુદ્ધ પોકાર્યું ! સંસારના મુમુક્ષુ જીવોને આ યુદ્ધમાં ઉતારી તેમને વિજયી બનાવવા માટે અનેક અનેક કરુણાવંત આચાર્ય ભગવત્તોએ ગ્રંથોની રચના કરી છે, અને કરી રહ્યા છે. જિનશાસન' કોઈ પંથનું નામ નથી, એ કોઈ સંપ્રદાય નામ નથી, કોઈ ગચ્છનું કે સમુદાયનું નામ નથી ! જિનશાસન એટલે દ્વાદશાંગી ! જિનશાસન એટલે શ્રુતજ્ઞાનની પરમપાવની ભાગીરથી! જિનશાસન એટલે સમ્યજ્ઞાનનો મહાસાગર ! આ જિનશાસન જ આપણને સૌને વૈરાગ્ય રસમાં નિમગ્ન રાખી શકે તેમ છે. ટૂંકમાં, પાંચ અણુવ્રત, દશ યતિ ધર્મ અને નવપદનું આપણામાં સંમેલન થાય તો રાગ-દ્વેષ જિતાયા જ સમજો. દશ યતિ ધર્મ છે : ક્ષમા, માર્દવ (મૃદુતા), આર્જવ (માયાનો ત્યાગ), મુક્તિ (તૃષ્ણાનો વિચ્છેદ), તપ, સંયમ, સત્ય, શૌચ (પવિત્રતા) અકિંચન્ય (મમત્વરહિતપણું) તથા બ્રહ્મચર્ય. શ્રુતસરિતા ૩૩) પત્રાવલિ 2010_03 Page #356 -------------------------------------------------------------------------- ________________ ભાઈ, પ્રતિદિન એક જ કરવાનું છે. વૈરાગ્યની ભાવનાને વધુને વધુ દૃઢ બનાવવી. મનથી, વચનથી અને કાયાથી આ એક જ પ્રવૃત્તિ. વૈરાગ્ય ભાવનાને દઢ બનાવવા માટે મનના વિચારોને બદલવા પડશે. પ્રત્યેક પ્રસંગ અને પ્રત્યેક ઘટનાનું ચિંતન સંવેગમય અને નિર્વેદમય વિચારોથી કરવું પડશે. સંવેગ-નિર્વેદગર્ભિત (મોક્ષાભિલાષા) વિચારોથી (ભવનો ખેદ) વૈરાગ્ય દૃઢ થાય છે; પુનઃ પુનઃ આવા વિચારો કરે જ જવાના. મોક્ષ પર રાગ અને સંસાર પર ઉદ્વેગ ! વિચારોના આ બે જ કેન્દ્ર બિન્દુ બનાવી દેવાનાં. જન્મ-જરા-મૃત્યુ, આધિ-વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર આ સંસારનું ચિંતન આપણા વૈરાગ્યને પ્રબળ બનાવશે. ક્યારેક સંસારનાં સુખોની ક્ષણભંગુરતાના ચિંતનમાં ચઢી જવાનું તો ક્યારેક ભીષણ સંસારમાં જીવાત્માની અશરણદશાના વિચારમાં ગરકાવ થઈ જવાનું ! ક્યારેક આત્માની એક્લતાથી સ્થિતિના ચિંતનમાં મગ્ન થઈ ગયા, તો ક્યારેક સ્વજન-પરિજન અને વૈભવથી આત્માના જુદાઈના વિચારોમાં ડૂબી જવાનું, ક્યારેક પ્રતિજન્મમાં બદલાતા રહેતા આપણા પરસ્પરના સંબંધોની વિચિત્રતાના ચિંતનમાં ખોવાઈ જવાનું, તો ક્યારેક શરીરની ભીતર બીભત્સ અને ગંદી અવસ્થાની ક્લ્પનામાં ચાલવાનું. આપણે સૌ આવું આવું કરતા રહીએ, આવું વિચારીએ, આવું બોલીએ અને શરીરથી એને અનુરૂપ આચરણ કરીએ, અને સિદ્ધશિલા ઉપર સૌ સાથે બિરાજીએ એવી મારી ભાવના. લિ. આપનો ભાઈ, રજની શાહ - * * પત્રાવલિ Jain Education hternational 2010_03 પત્રાવલિ-૪૪ મહામંત્ર નવકાર સુજ્ઞ ભાઈશ્રી, પ્રણામ જય જિનેન્દ્ર. આપ પરિવાર કુશળતામાં હશો. જિનશાસન એટલે સર્વજ્ઞશાસન. સર્વજ્ઞશાસન એટલે એક સમૃદ્ઘનગર ! વૈભવશાળી નગર ! જિનશાસનનો એક માત્ર અર્ક છે - આશ્રવનિરોધ. આશ્રવ પરદ્રવ્યના પ્રસંગ વડે જ આવે છે. આમ, પરદ્રવ્યના સંગને દૂર કરી, ઇન્દ્રિયોના સમૂહને અત્યંત ચપળ જાણીને, અંતરમુખ દૃષ્ટિ કરી, નિર્મળ જ્ઞાન દર્શન ચારિત્ર સ્વભાવવાળા આત્માનું ધ્યાન કરી, કર્મોની નિર્જરા કરી, આપણે નિત્ય જ્યોતિ સ્વરૂપ - શીતલ સ્વરૂપ - શશિ સ્વરૂપ નિરૂપમ પદને પ્રાપ્ત કરવાનું છે. સોમવાર, તા. ૧૮મી, ડિસેમ્બર, ૨૦૦૦ વીર સંવત ૨૫૨૭ ને માગસર વદી ૮ ૩૩૧ શ્રુતસરિતા Page #357 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્યશ્રી વિજય કેસરસૂરીશ્વરજી મ.સા. ફરમાવે છે. “कारणं कर्मबंधस्य, परदव्यस्यचिंतनं । __स्वदव्यास्य विशुद्धास्य, तन्मोक्षस्यैव केवलं ॥" અર્થ : પરદ્રવ્યનું ચિંતન કરવું તે જ કર્મબંધ થવાનું કારણ છે, અને પવિત્ર આત્મદ્રવ્યનું ચિંતન કરવું તે કેવળ મોક્ષનું જ કારણ છે. આત્મવસ્તુના ચિંતનમાં પણ અનંત આત્મદ્રવ્યો છે. તેમાંથી જ્ઞાતાદ્રષ્ટાપણું, સુખદુઃખના અનુભવ કરવાપણું પોતાનું પોતાને ઉપયોગી છે, અને પોતા માટે પોતામાં જ અનુભવો થાય છે. માટે બીજા અરિહંતાદિ પવિત્ર આત્મા સાથે પોતાના આત્મદ્રવ્યની સરખામણી કે નિશ્ચય કરી લીધા પછી પોતાનામાં જ સ્થિરતા કરવાની છે, અને તે સિવાયના બીજા જીવોના ચિંતનનો તો અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. આગળ વધવામાં આલંબન માટે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિરાજ આ પંચ પરમેષ્ઠિની મદદ લેવામાં આવે છે, પણ માળ ઉપર ચડવામાં જેમ દાદરાની (સીડીની) સહાય લેવામાં આવે છે, તેમ આત્મદ્રવ્યથી જુદા તે અરિહંતાદિથી અને તેમની મદદથી આગળ વધવું અને માળ ઉપર ચડી ગયા પછી જેમ સીડીનો ત્યાગ કરવામાં આવે છે તેમ શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ થયા પછી આ મદદગારોના ચિંતનનો પણ છેવટે ત્યાગ કરવાનો છે. આ જ દૃષ્ટિકોણ વડે, શ્રી નવકાર મહામત્રમાં “નમો અરિહંતાણં' - નમો અને અરિહંતાણં - આ બેમાંથી તારક તત્ત્વ કયું છે ? આ પ્રશ્નના ઉત્તર સામાન્ય રીતે બધા આપે છે “અરિહંત' તારક તત્ત્વ છે. આ ઉત્તર સાચો નથી. અરિહંત તો વિશુદ્ધ નિમિત્તા છે, “નમો’ વડે (નમવા વડે) કર્મનો ક્ષય થાય છે. ઉપાદાનની નિમિત્તના આલંબન વડે ‘નમન' વડે તરી જવાય છે. માટે, તારક તત્ત્વ “નમો છે. પ્રથમ પાંચે પદમાં “નમો’ને જ તારક તત્ત્વ સમજવું. ન+મન = મન એટલે ઇચ્છા, નઇચ્છાવાળા થવા માટે ન+મન કરવું જોઈએ. આપણે નમન કરતા હોઈએ અને હજી ઈચ્છારહિતપણું જો આવ્યું ના હોય, તો આપણા નમનમાં ક્યાંક કોઈ દોષ છુપાયેલો છે. ‘નમન' માટે દરરોજ ઓછામાં ઓછા પાંચ ખમાસમણાં દેવાં જોઈએ. શુદ્ધ સ્વભાવને ભૂલીને આત્મા શુભાશુભ ઉપયોગે પરિણમે છે તેથી કર્મબંધની શરૂઆત થાય છે. આ શુભાશુભ ઉપયોગ મન, વચન અને કાયાને પ્રવૃત્તિ કરાવે છે. કર્મનું બીજ શુભાશુભ ઉપયોગમાં છે પણ તે ઉપયોગ જાતે પ્રવૃત્તિ કરી શકતો નથી એટલે હથિયાર તરીકે મન, વચન, કાયાને વાપરે છે. પછી મનાદિમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય ભળે છે અને કર્માશ્રવનો પ્રારંભ થાય છે. આશ્રવનિરોધના પુરુષાર્થમાં સફળતા તો મોક્ષ નિશ્ચિત બને છે. આપ બંને પુણ્યશાળી જીવોને મારી શુભેચ્છાઓ. લિ. આપનો ભાઈ, રજની શાહ શ્રુતસરિતા 200 2 0 ૩૩૨ પત્રાવલિ 2010_03 Page #358 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૪૫ ગુરુકૃપા અમૃતની ખાણ છે શુક્રવાર, તા. રરમી, ડિસેમ્બર, ૨૦૦૦ વીર સંવત ૨પર૭ ને માગસર વદી ૧૨ પરમ વ્હાલા આત્મજન ભાઈશ્રી, પ્રણામ - જય જિનેન્દ્ર, ભારત આર્યભૂમિની યાત્રા સુખદ રહી હશે. પારિવારિક સંમેલન અને ગુરુ ભગવંતો તેમજ સ્થાવર તીર્થોના દર્શન પણ સારી રીતે થયા હશે. જંગમ તીર્થવર શ્રી ગુરુ ભગવંતોનું સાનિધ્ય આપણી આધ્યાત્મિક પ્રગતિમાં સબળ અને પ્રબળ નિમિત્ત બની રહે છે, તેવું મારું મક્કમ માનવું છે, મારો સ્વાનુભવ પણ છે. આપણા વ્યક્તિગત વ્યક્તિત્વમાં આરાધના અને સાધના માટે ગુરુસમાગમ અને ગુરુકૃપાનું પુણ્યાનુબંધી સાચું સંબલ પ્રતિબિંબિત થાય છે. મારું પુણ્ય ઘટતાં આ દેશમાં આવીને ગુરુ ભગવંતો વિના અહીં રહેવું પડે છે, તેનું દુઃખ મનમાં ભારોભાર છે. પણ ભાઈ, કર્મસત્તા આગળ લાચાર બનીને હું પણ અહીં જ બેઠો છું. કર્મોનો કાટમાળ બાંધતી વેળાએ હું પણ તે પળ ચૂકી ગયો અને તેથી આજે ઉદય વેળાએ ગમે તેટલો કલ્પાંત કરું, શોક કરું, વિષાદ કરું તેનો શો અર્થ ! શ્રી વીર વિજયજી મ.સા. અંતરાય કર્મની પૂજાની ઢાળ રચતાં કહે છે : બંધ સમયે ચિત્ત ચેતીયે રે, ઉદયે શો સંતાપ.” મારા જીવનગાળા દરમ્યાન ગુરુભગવંતોના સમીપમાં રહી એટલું તો નક્કી સમજ્યો છું કે આપણી ઇચ્છા અને અનુકૂળતા મુજબની ગુરુ-આજ્ઞાની પ્રાપ્તિ એ ગુરુ-કૃપા નથી, કારણ કે તે તો રતિ-અરતિરૂપ મોહની વાત છે. સાચી ગુરુ-કૃપા એટલે સાચા અર્થમાં ગુરુ-કૃપા તો “સાહૂ શરણે પવન્જામિ' વડે શરણાગત બની તેઓશ્રીના ચરણમાં બેસી અવાચ્ય, નિઃશબ્દ, મૌન વડે આપણા આત્માને પ્રાપ્ત અને વ્યાપ્ત થાય છે. આવી ગુરુકૃપાના નિમિત્તને આપણા શુદ્ધ ઉપાદાન સાથે જોડીએ તો મોક્ષ બે-ચાર ભવથી વધુ દૂર નથી. ગુરુતત્ત્વની અનોખી વિશિષ્ટતા બતાવતાં શ્લોક : ધ્યાનમૂત્ત પુરોતિ , પૂનામૂiાં પુરોઃ ઘરમ્ | મન્નપૂરાં પુર :, મોક્ષ મૂર્ત પુરો: પા: '' ઉત્તમ શિષ્યને ગુરુની મુખમુદ્રા એ ધ્યાનનો વિષય છે, ગુરુચરણો એ પૂજાને પાત્ર છે, ગુરુનું વચન એ મંત્રતુલ્ય છે અને ગુરુની કૃપા એ મોક્ષનું મૂળ છે. - ગુરુ-ભગવંતોની યોગક્ષેમકારક વત્સલતા અને ઉત્તમ નિર્મળ નિસ્પૃહતાની વર્ષા વિનાની અહીંની જિંદગી મને પણ ખૂબ સાલે છે. મારા જીવનમાં આ અશુભોદય વેળાએ આપ જેવા ધર્મપ્રિય, ધર્માનુરાગી અને શ્રુત-આરાધક મહાનુભાવો મને આપના સંઘમાં અને બીજા સંઘોમાં વખતોવખત સ્વાધ્યાય કરાવવાની તક આપો છો, તેથી હું થોડોક આનંદ પામું છું. આનંદ એટલા જ માટે થાય છે કે આવી સ્વાધ્યાયની તકના પરિણામે મારાં કર્મોનો ક્ષયોપશમ થાય છે, કે જે મને અંતે ઉપકારી થાય છે, ઉપયોગી નીવડે છે. પત્રાવલિ 2010_03 ૩૩૩ શ્રુતસરિતા Page #359 -------------------------------------------------------------------------- ________________ દેશના બે ભાગ - આર્ય અને અનાર્ય. ‘આર્ય’ શબ્દની વ્યુત્પત્તિ ‘‘બારાત્ ચાત: સર્વદેવધર્મમ્ય કૃતિ આર્ય:’’ - સર્વ હેય - ત્યાજ્ય ધર્મો (કાર્યોથી) નીકળી ગયો છે તે આર્ય. આવા આર્યો જ્યાં રહે છે તે આર્ય દેશ. પરંતુ વર્તમાન વિશ્વની સ્થિતિ એટલી બદલાઈ ગઈ છે કે કયા દેશને આર્ય કે અનાર્ય કહેવો ! મુખ્ય રૂપે જે દેશમાં માંસાહાર, શરાબ, જુગાર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન આદિ પાપો થાય વ્યાપક રૂપે થાય છે એ અનાર્ય દેશ. આમ તો, ભારતમાં પણ અનાર્ય આચારોની-દુરાચારોની વ્યાપક પશ્ચિમની અસર તો દેખાય છે. કવિરાજ અભયમુનિનું આ કાવ્ય કોને સંભળાવવું ? “આ ભાવ રત્નચિંતામણિ સરિખો, વારે વારે ન મળશે જી, ચેતી શકે તો ચેતજે જીવડા, આવો સમય નહિ મળશે જી.’’ આપ બધા કુશળ હશો. છે - * * પત્રાવલિ-૪૬ શ્રુતસરિતા 2010_03 મોહનીય કર્મ નિવારણ પૂજા શા માટે ભણાવવી લિ. આપનો ભાઈ, રજની શાહ સોમવાર, તા. : ૨૨મી જાન્યુ., ૨૦૦૧ વીર સંવત ૨૫૨૭ને પોષ વદી ૧૩ (મેરુ તેરસ) શ્રી ઋષભદેવ પ્રભુ નિર્વાણ કલ્યાણક શુભ દિન પરમ વ્હાલા ભાઈશ્રી, પ્રણામ - જય જિનેન્દ્ર - આપ શાતામાં હશો. આપની ૨૫મી લગ્નતિથિના શુભ અવસરે ડીટ્રોઈટમાં પૂજા ભણાવવા-સમજાવવાની તક આપના પરિવારે મને આપી, તે બદલ આપના બંને લાડકવાયા બાળકોનો ખૂબ આભાર. આપ બંનેને મારી અને શ્રી દેવજીભાઈ દેઢીયાની ઉપસ્થિતિ આશ્ચર્યમાં ઉમેરો કરે તે સ્વાભાવિક છે. આપ બંનેની મારા પ્રત્યે પ્રીતિનું ઋણાનુબંધ જાણે પૂર્વભવનું હશે, તેમ લાગે છે. મોહનીય કર્મ નિવારણ પૂજા અવસરે મોહનો ક્ષય, ઉપશમ કે ક્ષપોયશમ કરવાની ઘણી રીતો અને ઘણાં દૃષ્ટાંતો આપ્યાં હતાં. મોહ ક્દાચ દૂર ના થાય, પણ પાતળો તો કરવો જ પડે. આ માટે બે ભાવ (૧) ર્તાભાવ (ર) સાક્ષીભાવ સમજવા જેવો છે. ક્તભાવ સંસારનો વિભાગ છે, જ્યારે સાક્ષીભાવ સંસારની પેલે પાર લઈ જાય છે. સાક્ષીનો અર્થ જ એ કે વસ્તુની સાથેથી અલગ થઈ જવું. નાટક્ના અભિનેતાની માફક આપણે પણ ક્ર્મના માત્ર અભિનેતા બની જઈએ, તો ર્તાભાવ ખોવાઈ જાય છે, અને સાક્ષીભાવ ઉપલબ્ધ થાય છે. આત્મામાં રહેલા જ્ઞાનગુણ વડે જે જે વસ્તુ સામે આવે તેને સાક્ષીભાવ વડે જાણવી. દા.ત., દર્પણ. દર્પણનો ગુણ એ છે કે જે જે વસ્તુ સામે આવે તેનું પ્રતિબિંબ બતાવવું, પણ જેવી તે વસ્તુ સામેથી જતી રહે તે જ સમયે પ્રતિબિંબ પણ ગાયબ થઈ જાય. કેમેરા પણ પ્રતિબિંબ પકડે છે, પણ પકડી રાખે છે, દર્પણની માફક ૩૩૪ પત્રાવલિ Page #360 -------------------------------------------------------------------------- ________________ પ્રતિબિંબ છોડી દેતું નથી. આમ, કેમેરામાં કર્તાભાવ અને દર્પણમાં સાક્ષીભાવ સમજવો. સાક્ષીભાવમાં ‘હું' અને ‘મારું’ મોહરાજાના આ મંત્રો નિર્મિત નથી થતા. દર્પણ નિર્વિકારી છે, માટે જિનપૂજા પૂજા વેળાએ નિર્વિકારી પ્રભુનું મુખ નિર્વિકારી દર્પણ વડે આપણે નિહાળીએ છીએ. ધર્મ આત્માનો પોતાનો સ્વભાવ છે. જ્ઞાન-દર્શન-સુખ-વીર્યમય આત્માનું યથાર્થ શ્રદ્ધાન. જ્ઞાનમાં જ સ્થિરતા, આ જ સ્વાત્માનુભાવ ધર્મ છે. રાગ-દ્વેષ-મોહના તીવ્ર પવનના ઝપાટાથી ઉપયોગ ચંચળ થાય છે, ત્યારે સ્વભાવ વિકારી બને છે. તે માટે રાગ-દ્વેષનો ત્યાગ કરી, આત્મામાં જ વિશ્રામ કરવાની સલાહ જ્ઞાની ભગવંતો આપે છે. આત્માના જ ઉપવનમાં રમણ કરો, વિરક્ત બનો, સમભાવી બનો. રાગ-દ્વેષથી દૂર રહેવાનો એક સફળ અને સચોટ ઉપાય એ છે કે જગતને નિશ્ચયદૃષ્ટિથી જોવાની ટેવ પાડો. ધર્માસ્તિકાયાદિ છયે દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં દેખાશે. સર્વ જીવો પણ એક સમાન શુદ્ધ સ્વરૂપી દેખાશે. ધર્મમાં શ્રદ્ધા, ધર્મનું રક્ષણ અને ધર્મમાં સમર્પણ એટલે કે પરમાત્માના ચરણોમાં, સદ્ગુરુના શરણમાં અને અહિંસાદિની આરાધનામાં આપણે લાગી પડવું જોઈએ. મિથ્યાત્વ, અવિરતિ, ચોરી, પરસ્ત્રીગમન અને પરિગ્રહ - આ પાંચ આશ્રવોનાં વાદળો આ ભવ-વનમાં સદાય કાળ માટે વરસતા જ રહે છે. સમ્યગ્ જ્ઞાન અને સ્વ-પર પ્રકાશ છે, જ્યારે સંવર એ રોધક છે, અને તપ એ શોધક છે. માટે, સમ્યગ્ જ્ઞાન-સંવર અને તપ આ ત્રણેના સમાયોગને જિનશાસનમાં મોક્ષ કહેવામાં આવે છે. ત્રણ નદીઓના સંગમસ્થાન પ્રયાગમાં ત્રિવેણી કહેવાય છે, પણ એ તો દ્રવ્યત્રિવેણી છે, જ્યારે જ્ઞાન, સંવર અને તપ અને ભાવ-ત્રિવેણીમાં નિમજ્જન કરનાર ભાવશુદ્ધિને પામે છે અને ભાવશુદ્ધિ એ જ એક માત્ર મોક્ષનું પરમ અંગ છે. પરમાત્માની શુદ્ધાત્મ સત્તાની સાથે આપણા ચૈતન્યની ધાતુનું સુભગ મિલન સત્વરે થાય તેવી શુભાકાંક્ષા સાથે — * - * પત્રાવલિ-૪૭ શ્રી ગૌતમસ્વામીની વિશિષ્ટતા લિ. આપનો ભાઈ, રજની શાહ શુક્રવાર, તા. ૨જી, ફેબ્રુઆરી, ૨૦૦૧ વીર સંવત ૨૫૨૭ને મહા સુદ ૮ શ્રી અજિતનાથ પ્રભુ જન્મ કલ્યાણક શુભ દિન પરમ આત્મસ્નેહી સ્વજનશ્રી, પ્રાણમ - જય જિનેન્દ્ર - આપ પરિવાર ક્ષેમકુશળ હશો. જૈનદર્શનમાં ચાર પ્રકારના ચક્ષુ ગણાવવામાં આવ્યા છે : ચામડાના ચક્ષુ - આપણને સૌને છે તે. (૧) ચર્મચક્ષુ પત્રાવલિ 2010_03 ૩૩૫ શ્રુતસરિતા Page #361 -------------------------------------------------------------------------- ________________ (૨) આગમચક્ષુ - આચાર્ય - ઉપાધ્યાય - સાધુ ભગવંતોને છે તે. (૩) અવધિચક્ષુ - દેવ -નારકીના જીવોને અને લબ્ધિપ્રત્યેક છે તે. (૪) કેવળચક્ષુ - જે સિદ્ધના જીવો અને કેવળી ભગવંતોને છે તે. એક અપેક્ષાએ, ઉત્તમોત્તમ એવા કેવળચક્ષુ પામવા માટે બાકીના ત્રણમાંથી એક માત્ર “આગમચક્ષુ” જ ઉપયોગી નીવડે છે. આગમચક્ષુ-પ્રાપ્તિની આરાધના માટે આ ચક્ષુ જેઓની પાસે છે તેવા ગુરુતત્ત્વની જ આરાધના કરવી પડે. - આમ એટલે આત્માને ગમ્ (બોધ) પમાડે તે; બીજો અર્થ +ામ (કા એટલે ચારે બાજુથી - ચારે બાજુથી બોધ પમાડે તે; ત્રીજો અર્થ સામ ( એટલે મર્યાદાપૂર્વક) - આગમના રચયિતા ગણધર ભગવંતો છદ્મસ્થ હોઈ તેઓની રચના અપેક્ષાએ મર્યાદાવાળી-સીમાવાળી ગણવામાં આવે છે - માટે અર્થ “મર્યાદાપૂર્વક બોધ પમાડે તે.” કેવળચક્ષુ પામવાના કાર્યમાં આગમચક્ષુ કારણ હોઈ, કાર્યમાં કારણનો ઉપચાર દ્વારા, આગમચક્ષુની ઉપમા દિવ્ય ચક્ષુ અગર દિવ્ય નયન સાથે પણ કરે છે; આ દિવ્ય ચક્ષુ અગર દિવ્ય નયનનું જ બીજું નામ “સમ્યજ્ઞાન' કહેવાય છે. યથાવસ્થિત તત્ત્વોનો સંક્ષેપ કે વિસ્તારથી જે અવબોધ થવો તેને “સમજ્ઞાન' કહેવાય છે. રત્નત્રયી (દર્શન - જ્ઞાન - ચારિત્ર)માં શબ્દ-સમૂહમાં “જ્ઞાન” ને વચ્ચે મધ્ય સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં દર્શન (શ્રદ્ધા) અને જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં ચારિત્ર (આચરણ). જાણવું, શ્રદ્ધા કરવી અને આચરણ કરવું એ જ શિવમાર્ગ છે, પરમપદનો પથ છે, મુક્તિનો રસ્તો છે, કલ્યાણનું કારણ છે, સિદ્ધમાર્ગ છે. | દર્શન (શ્રદ્ધા) આત્મશુદ્ધિ અર્થે છે, જ્યારે જ્ઞાનપ્રાપ્તિને અર્થે છે. તેથી જ્યારે જ્યારે પ્રાપ્તિની અપેક્ષા હોય ત્યારે જ્ઞાન પ્રથમ છે (જ્ઞાન-દર્શન-ચારિત્ર); અને જ્યારે આપણે શુદ્ધિની અપેક્ષા હોય ત્યાં દર્શન પ્રથમ મુકાય છે (દર્શન-જ્ઞાન-ચારિત્ર). જ્ઞાનથી જાણું, દર્શનથી શ્રદ્ધા કરી તે સઘળી વસ્તુઓને આચરણમાં લાવવાનું સહેજે સહજ બની જાય છે. માટે તો કહેવાય છે કે સમ્યજ્ઞાન હંમેશાં સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્રની પુષ્ટિ કરે છે. દા.ત., ચરમ તીર્થકરના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી અષ્ટાપદ યાત્રા વેળાએ પર્વત ઉપરથી નીચે ઊતરતાં ૧૫00 તાપસોને પારણાં કરાવે છે. ૧૫00 તાપસીને શ્રી ગૌતમસ્વામી જ્ઞાન વડે (શ્રુતજ્ઞાન) શ્રી મહાવીર સ્વામી પ્રભુનું વર્ણન કરવા વડે ૧૫૦૦માંથી ૫૦૦ તાપસોને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ કેવળજ્ઞાન પ00 તાપસીને થયાનું સ્પષ્ટ કારણ “સમ્યજ્ઞાન' છે. શ્રી ગૌતમ સ્વામી બાકીના ૧000 તાપસીને શ્રી મહાવીર સ્વામી પ્રભુની આજ્ઞા એ જ ધર્મ છે' એવું શ્રદ્ધાપૂર્વક વર્ણન કરે છે, ત્યારે આ ૧૦૦૦ તાપસોમાંથી ૫૦૦ તાપસોને પણ કેવળજ્ઞાન થાય છે. આ બીજા ૫૦૦ તાપસોને કેવળજ્ઞાન થયાનું કારણ સમ્યગ્દર્શન' છે. આમ, કુલ ૧૦૦૦ તાપસોને કેવળજ્ઞાન શ્રી મહાવીર સ્વામી પ્રભુને નિહાળ્યા પહેલાં જ થઈ જાય છે. છેલ્લા ૫00 તાપસોને અને 1000 કેવળજ્ઞાનીઓ સાથે શ્રી ગૌતમ સ્વામી સર્વેને શ્રી મહાવીર પ્રભુના દર્શનાર્થે લઈ આવે છે. પ્રથમના શ્રુતસરિતા ૩૩૬ પત્રાવલિ 2010_03 Page #362 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ તાપસોને સમ્યજ્ઞાનથી પામ્યા, બીજા ૫૦૦ તાપસોએ સમ્યગ્દર્શનથી પામી લીધું અને છેલ્લા ૫૦૦ તાપસો પ્રભુના દર્શન થતાં જ નિજગુણ સત્તારૂપ સ્થિરતા કેળવી કેવળજ્ઞાન ઉપર આરૂઢ થઈ ગયા. નિજગુણ સત્તારૂપ સ્થિરતાનું બીજું નામ ‘સભ્યશ્ચારિત્ર’ છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર આ ત્રણે સમ્યક્ પ્રકારે વ્યક્તિગત અને સમૂહમાં આપણને ઉપયોગી અને ઉપકારી નીવડે છે, તે આ ઉપરના દૃષ્ટાંત દ્વારા સમજાવવાનો મેં પ્રયાસ કર્યો છે. શાંત ચિત્તે બેસી આ બધી ચિંતનની સામગ્રીને વિચારશો. ઘણા ઉકેલો આપને આપોઆપ આપનામાંથી જ મળી જશે. સમ્યજ્ઞાનના થોડાક અર્થો જોઈએ : ( १ ) ज्ञायते अनेव इति ज्ञानम् જેના વડે જણાય તે જ્ઞાન. (૨) જ્ઞાતિ તિ જ્ઞાનમ્ - જાણે તે જ્ઞાન. (૩) યથાસ્થિત તત્ત્વાનામવાંધ: - યથાવસ્થિત તત્ત્વોનો જે અવબોધ થાય તે જ્ઞાન. - (૪) વસ્તુના સ્વરૂપનું અવધારણ તે જ્ઞાન. (૫) નય અને પ્રમાણથી થનારો જીવાદિ તત્ત્વોનો યથાર્થ બોધ. (૬) નવ તત્ત્વ સ્વરૂપ, છ દ્રવ્ય સ્વરૂપ અને ત્રિપદી સ્વરૂપની (ઉત્પાદ-વ્યય-ધ્રુવ) સમજણપૂર્વકની માન્યતા તે જ્ઞાન. જ્ઞાન-પ્રાપ્તિ માટે જ્ઞાનાવરણીય કર્મના આવરણોને દૂર કરવો પડે. આ આવરણને દૂર કરવા ‘વિનય’ ગુણની અપૂર્વ વિશિષ્ટતા છે. વિદ્યા વિનયથી જ શોભે છે. જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય છે. સા વિદ્યા યા વિમુયે - વિદ્યા વિમુક્તિ માટે છે. જ્ઞાન વિરતિ માટે છે, જ્ઞાનસ્ય હાં વિસ્તૃત । શાનનું ફળ ચારિત્ર અને ચારિત્રનું ફળ આત્મરમણતા વડે મુક્તિપદની પ્રાપ્તિ. આત્મરમણતા ભેદજ્ઞાન વડે જ પામી શકાય છે. જ્ઞાની ભગવંત કહે છે : - “મેવિજ્ઞાનત: સિદ્ધા:, સિદ્ધા યે જિન દેવન । અચવામાવત: ચન્દ્રા:, વબા યં ચિત્ત ધન ।।'' અર્થ : જે કોઈ આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે, તેઓ આત્મા અને દેહ ભિન્ન છે આવા ભેદજ્ઞાનથી સિદ્ધ બન્યા છે; અને જે કોઈ આત્માઓ કર્મથી બંધાયેલા છે તેઓ આ ભેદજ્ઞાનના અભાવથી બંધાયેલા છે. અજ્ઞાનનો અંધકાર ટાળી, જ્ઞાનનો સૂર્ય ઝગમગાવી, ભવારણ્યમાં પગદંડી સમાન, કર્મકાષ્ઠને બાળનાર અગ્નિ સમાન સમ્યક્ત્તાનની સમ્યક્ આરાધના કરતાં કરતાં આપણે સૌ મોક્ષમાર્ગે આગળને આગળ ધપતા રહીએ એ જ શુભાશંસા સાથે. પત્રાવલિ 2010_03 * ૩૩૭ લિ. આપનો ભાઈ, રજની શાહ શ્રુતસરિતા Page #363 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૪૮ આયુષ્ય કર્મનો મર્મ અને મર્યાદા બુધવાર, તા. ૧૪મી, ફેબ્રુઆરી, ૨૦૦૧ વીર સંવત ૨૫૨૭ મહા વદ ૭ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ નિર્વાણ કલ્યાણક શુભ દિન અને શ્રી ચન્દ્રપ્રભ સ્વામી કેવળજ્ઞાન કલ્યાણક શુભ દિન. સાધર્મિક સૌજન્યશીલ બેનશ્રી, આપણા સૌના લાડીલા અને સર્વપ્રિય શ્રી મયૂરભાઈએ આ જગતમાંથી અને આપણા બધાની વચ્ચેથી કાયમી વિદાય લીધી. શ્રી મયૂરભાઈનો પુણ્યશાળી આત્મા દ્રવ્યથી અને ગુણથી નિત્ય છે અને નિત્ય રહેવાવાળા સ્વભાવવાળો છે, માટે અવિનાશી-શાશ્વત સ્વભાવવાળો આપણા સૌનો આત્મા કદાપિ નમ-મરણને પામતો જ નથી. જન્મ-પર્યાય અને મરણ-પર્યાય - આ બંને પ્રકારના પર્યાય અનાદિ કાળથી ૮૪ લાખ જીવા યોનિના અતિથિ બની દરેક ભવમાં જીવ ધારણ કરતો હોય છે. શ્રી મયૂરભાઈના આ ભવનો પર્યાય ‘મયૂરભાઈ' તરીકે ઓળખાતો હતો. આપણે સૌ આપણા જે તે નામાભિધાન વડે ઓળખાઈએ છીએ. દરેક જીવ પર્યાય વડે રાગ-દ્વેષ અને મોહના પરિણામો સેવે છે અને પરભવમાં ઉદયમાં આવ્યે જે તે બાંધેલાં કર્મો ભોગવે છે અને આગળ આગળના ભવોમાં કર્મબંધ અને ઉદય અવિરતપણે ચાલ્યા જ કરે છે; આનું જ બીજું નામ ‘સંસાર’ છે. સંસાર શબ્દનો અર્થ જ એ છે કે એક ભવમાંથી બીજા ભવમાં સરકવું, એક ભાવમાંથી બીજા ભાવમાં સરકવું, આદિ. સ્વજનો-પરિજનોની વિદાય-વિયોગ-વિનાશ-વિસર્જન બે પ્રકારે બનતી હોય છે. (૧) માંદગીભર્યા સંજોગોમાં થોડાક મહિનાઓ/વર્ષો સુધી જે તે સ્વજન અસહ્ય દુઃખ અને કારમી પીડા અને વસમી વેદના ભોગવવા વડે પરિવારના અન્ય સ્વજનોને પોતાના આગામી મૃત્યુની બાબતમાં પૂર્વતૈયાર કરી દે છે. (૨) સ્વજન પોતે મન તનની કોઈ પીડા કે વેદના મહિનાઓ સુધી ભોગવ્યા વિના એક-બેગણત્રીના દિવસોમાં જ મૃત્યુને પામે છે; આમાં અન્ય સ્વજનો જે તે સ્વજનની વિદાય માટે પૂર્વતૈયાર હોતા નથી. બેન, આપના જીવનમાં આ બીજો પ્રકાર લાગુ પડે છે. શ્રી મયૂરભાઈની વિદાય એટલી બધી આકસ્મિક હતી કે માનસિક રીતે આપ બધા પૂર્વતૈયાર નહોતા. આ સઘળી ઘટનાને શ્રી મયૂરભાઈની દૃષ્ટિથી જોઈએ તો તેઓના જીવે મૃત્યુ વેળાએ લાંબા સમય સુધી અશાતા વેદનીય કર્મ ભોગવવું પડે તેવું અશુભ કર્મો બાંધ્યા નહોતા. મૃત્યુ વેળાએ જીવની આકસ્મિક વિદાય એટલે કે લાંબા સમય સુધી અશાતા ભોગવ્યા વિના જ વિદાય. એ જે તે વિદાય લેનાર જીવનો અપેક્ષાએ પુણ્યોદય કહેવાય અને પરભવમાં પણ પુણ્યાનુબંધનું કારણ ગણાય. કર્મ પ્રકૃતિ સ્પષ્ટ સમજાવે છે કે દરેક જીવ દરેક સમયે કર્મ તો બાંધતો હોય છે. બાંધેલ કર્મની આઠ પ્રકારમાં વહેંચણી થાય છે. કર્મના આઠ પ્રકારોમાં એક પ્રકાર ‘વેદનીય કર્મ’ છે. આ વેદનીય કર્મના વિભાગમાં કાર્મણ વર્ગણાઓની સૌથી વધુ વહેંચણી થાય છે, કારણ કે બધા કર્મોએ આ શ્રુતસરિતા ૩૩૮ પત્રાવલિ 2010_03 Page #364 -------------------------------------------------------------------------- ________________ વેદનીય કર્મ વડે જ શાતા કે અશાતા વડે પોતાનું સ્વરૂપનું વેદન કરવાનું હોય છે. આમ, જીવને શાતા હોય અને/અથવા જીવને અશાતા હોય તે બધાનો આધાર જે તે જીવે શુભ વેદનીય અને અશુભ વેદનીય કર્મ કેટલું બાંધ્યું છે, તેના ઉપર આધારિત છે. રાગ-દ્વેષ-મોહના કારણે પણ જીવ કાયા છોડે ત્યારે જેટલો સમય ઓછો, તેટલી શાતા જનાર જીવને વધુ ઊપજે. બેન, જે રીતે શ્રી મયૂરભાઈએ માત્ર બે જ દિવસમાં દેહ મૂક્યો તે તેઓના માટે અવશ્ય પરભવના પુણ્યાનુબંધનું જ સબળ અને સઘન કારણ ગણાય. મોહના અને રાગના કારણે તેઓની ભરયુવાન વયે વિદાય આપણને સ્વીકાર્ય ના બને, તે સ્વાભાવિક છે. પરંતુ ‘વેદનીય કર્મ’ના દૃષ્ટિકોણથી વિચારવું તો જોઈએ. શ્રી મયૂરભાઈની કાયાના કેટલા બધા અંગો અનેક જીવોને ઉપયોગી થઈ પડ્યા, તે organ-donation નો આપ પરિવારનો તે નિર્ણય અનુમોદનીય છે. જીવ નિત્ય છે, દેહ અનિત્ય છે, નાશવંત છે, ક્ષણભંગુર છે. આપણા આગમ-ગ્રંથો સ્પષ્ટપણે જણાવે છે કે દરેક જીવ દરેક ભવના આયુષ્યના છેલ્લા ત્રીજા ભાગમાં આગામી એક જ ભવનું આયુષ્ય બાંધે છે. આ જ નિયમાનુસાર, આપણે સૌ આ ભવમાં કેટલા વર્ષો જીવવાના તેનો આધાર આપણે સૌએ આપણા ગયા ભવમાં આ ભવનું કેટલા વર્ષનું આયુષ્ય બાંધ્યું છે, તેના ઉપર આધાર છે. પૂર્વભવમાં જીવ આગામી ભવનું જ્યારે આયુષ્ય બાંધે ત્યારે કયા સ્થળે મૃત્યુ પામવાનું, કયા કારણ વડે, કયા નિમિત્ત વડે, કયા સમયે આદિ બધું જ નક્કી જીવ પોતે જ બાંધે છે. દરેક જીવ ચાર ગતિમાંથી (દેવ-મનુષ્ય-તિપંચ-નર્ક) જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય, તે ગતિમાં આ ભવ પૂર્ણ કરી પોતાની સંસાર-યાત્રામાં આગળ વધે છે. બેન, આપણે સૌ પણ આપણા આ ભવના આયુષ્યના છેલ્લા ત્રીજા ભાગમાં આગામી ભવનું આયુષ્ય બાંધવાના છીએ. આ ભવનું આયુષ્ય આપણને ખબર ના હોઈ, દરેક સમય આપણા આ ભવના આયુષ્યનો છેલ્લો ત્રીજો ભાગ જ ચાલે છે, તેમ માની મનમાં સતત શુભ ભાવો અને ધર્મકરણીના સાધનો તરફ લક્ષ્ય રાખવું. ધર્મરાગ, ધર્મરુચિ, અને ધર્મકરણીનો ત્રિવેણીસંગમ આપણા દૈનિક જીવનમાં પ્રતિબિંબિત થવો જોઈએ. સદ્ગતિ આપણા હાથમાં છે, તો બેન, દુર્ગતિ પણ આપણા જ હાથમાં છે. પસંદગી આપણે કરવાની છે. એક વાત ખૂબ જ અગત્યની ધ્યાનમાં રાખવા જેવી છે કે આપણા આગામી ભવની ગતિ આ ભવમાં આદરેલ કે આચરેલ ધર્મ ઉપર આધારિત નથી; પણ જ્યારે આપણા આ ભવના છેલ્લા ત્રીજા ભાગમાં આગામી ભવનું આયુષ્ય બાંધતા હોઈએ, તે વખતના આપણા કષાય-રાગ-દ્વેષ-મોહ આદિ ઉપર જ આધારિત છે. આગામી ભવનું આયુષ્ય બાંધવાનું જીવ શરૂ કરે પછી એક અંતર્મુહૂર્તમાં એટલે કે ૪૮ મિનિટની અંદર બંધાઈ જાય છે. ટૂંકમાં, બેન, દ૨ેક મિનિટ આપણે સાચવવા જેવી છે. અશુભ પરિણામો સેવવા નહીં, કારણ કે આયુષ્યનો બંધ જો તેવા સમયે પડી જાય, તો આપણે આ ભવ પૂર્ણ કર્યા પછી જે તે બંધાયેલ દુર્ગતિ તરફ જ પ્રયાણ કરવું પડે. એક વાર આયુષ્ય બંધાઈ જાય, પછી તેમાં કોઈ ફેરફાર, પાછળથી ગમે તે શુભ ભાવો વડે પણ, જીવ કરી શકતો નથી. આયુષ્ય કર્મ હંમેશાં નિકાચિત પત્રાવલિ 2010_03 ૩૩૯ શ્રુતસરિતા Page #365 -------------------------------------------------------------------------- ________________ જ બંધાય છે. દા.ત., શ્રેણિક મહારાજા. ગર્ભવતી હરણી જેવા પંચેન્દ્રિયના શિકારમાં તે સમયે શ્રી શ્રેણિક મહારાજા હર્ષથી પ્રવૃત્ત હોવાથી તેઓ એ પ્રથમ નર્કનું આયુષ્ય બાંધ્યું. ત્યાર બાદ તે જ ભવમાં તેઓને શ્રી મહાવીર સ્વામીનો સંપર્ક થયો, પ્રભુ પ્રત્યેની અનન્ય ભક્તિના નિમિત્તે તીર્થંકર નામકર્મ બાંધ્યું (ભરતક્ષેત્રની આગામી ચોવીસીમાં તેઓનો જીવ શ્રી પદ્મનાભ સ્વામી નામે પ્રથમ તીર્થંકર થવાના છે), તેમ છતાં આયુષ્ય કર્મમાં કોઈ ફેરફાર ના કરી શકવાથી, તેઓએ શ્રી શ્રેણિક તરીકે મૃત્યુ પામી પ્રથમ નર્કમાં જ ગતિ કરી. આ દુઃખના પ્રસંગને સમ્યગ્ જ્ઞાનમાં અને સમ્યક્ ચારિત્રમાં વાળજો. દુઃખગર્ભિત વૈરાગ્યનું સેવન આપના દુઃખને અવશ્ય હળવું બનાવશે. ધર્મ પ્રત્યે શ્રદ્ધા, આ પ્રસંગને નિમિત્ત બનાવી, વધાવજો. ધર્મ એ તો સુખની ફૅક્ટરી છે. સંસારના અને મોક્ષનાં બંને સુખો આપવા ધર્મ સમર્થ છે. તિથિપાલન, વાસી ખોરાક ત્યાગ, સામાયિક આદિ ક્રિયાઓ તરફ લક્ષ્ય વધારશો. * શ્રુતસરિતા . 2010_03 * * પત્રાવલિ-૪૯ સ્વજન મૃત્યુ વૈરાગ્ય પ્રેરક છે લિ. આપનો ભાઈ, રજની શાહ બુધવાર, તા. ૨૧મી, ફેબ્રુઆરી, ૨૦૦૧ વીર સંવત ૨૫૨૭ને મહા વદી ૧૩ શ્રી શ્રેયાંસનાથ પ્રભુ દીક્ષા કલ્યાણક શુભ દિન. શ્રેયાર્થી બેનશ્રી, પ્રણામ - જય જિનેન્દ્ર - જંગમ તીર્થસમા આપનાં પૂજ્ય માતા-પિતા તથા બાને મારી નતમસ્તક ભરી વંદનાઓ. આપ પરિવાર સત્વરે સ્વસ્થ થઈ જાઓ તેવી મારી પણ પ્રાર્થના અને શ્રદ્ધાનું બળ આપની સાથે જ છે. શ્રી જિનેશ્વર ૫૨માત્માનું સબળ અને સઘન નિમિત્ત પૂર્ણપણે સ્થિરતા અપાવે તેવી મારી અભ્યર્થના છે. બેન, જૈનકુળમાં આપશ્રીનો આ ભવમાં જૈનકુળમાં જન્મ થયો છે, એ જ પરમ પુણ્યોદયનું પ્રગટ પ્રતિક છે. આવા અજોડ અને અભૂતપૂર્વ પુણ્યોદય પછી પણ આ ભવના સમગ્ર જીવનમાં માત્ર સુખ અને સુખના સંયોગો જ મળી રહે, તેવું કદાપિ બનતું નથી. પોતાના શુભાશુભ બાંધેલ કર્મોના ઉદય વડે દરેક જીવ સુખ-દુઃખને પ્રાપ્ત કરે છે. સુખમાં લીનતા નહીં અને દુઃખમાં દીનતા નહીં, એ જૈનત્વનું આગવું લક્ષણ છે. સંયોગો અને વિયોગોથી ભરપૂર આ સંસારચક્રને અધ્યાત્મ દૃષ્ટિએ સમજવા પ્રયત્ન કરવા જેવો છે. દરેક જીવને વૈરાગ્યની ત્રણ પ્રકારે પ્રાપ્તિ થાય છે. (૧) દુઃખગર્ભિત (૨) મોહગર્ભિત અને (૩) જ્ઞાનગર્ભિત. બેન, આપને આપના જ અશુભ કર્મોદય વડે આ દુઃખગર્ભિત દશા ઉદયમાં આવી છે. આવી પડેલ આ દુ:ખને શ્રી જિનેશ્વર પરમાત્મા તરફ વાળવાની તકને ચૂકી પત્રાવલિ ૩૪૦ Page #366 -------------------------------------------------------------------------- ________________ જતા નહીં. આવા દુઃખોમાં એક માત્ર શરણભૂત તીર્થકર ભગવંતે પ્રરૂપેલો ધર્મ જ છે. ધર્મનું સેવન વધારશો. પ્રભુ વીરના સંતાન તરીકે આપનું વીરપણું' લજવાય નહીં. મોહની ઉચ્છેદક, શાન્ત રસની ઉત્પાદક અને સંસારતારક જિનવાણી અગનઝાળ એવા સંસારમાં ચંદનસમી છે. પર્યુષણ, તિથિઓ આદિ પર્વના દિવસોએ આચરવામાં આવતા ધર્મને નિમિત્ત ધર્મ કહે છે, જ્યારે દરરોજ દૈનિક ધોરણે આચરવામાં આવતા ધર્મને નિત્ય ધર્મ કહે છે. બેન, નિમિત્ત ધર્મ અપેક્ષાએ નિર્જરા તત્ત્વને વધુ સ્પર્શે છે, જ્યારે નિત્ય ધર્મ સંવર તત્ત્વને વધુ સ્પર્શે છે. બાંધેલા કર્મોનું ખરી જવું કે જેને નિર્જરા કહે છે તે અગત્યનું તો છે, પરંતુ વધુ અગત્યનું નવા અશુભ કર્મોનું આગમન અટકે તે છે, કે જેને સંવર કહે છે. માટે, બેન, દૈનિક જીવનને નિત્ય ધર્મરૂપી ધર્માચરણની સુવાસ વડે સુરભિત કરવા પ્રયત્ન કરશો. દરરોજ એક સામાયિક, તિથિએ વનસ્પતિ ત્યાગ, કંદમૂળ ત્યાગ, છેવટે વીક-એન્ડમાં ઉકાળેલું પાણી, સ્વાધ્યાય, ધ્યાન, કાઉસગ્ગ, પચ્ચખ્ખાણ આદિ શાસ્ત્રસુવિહિત ક્રિયાઓ નિત્ય જીવનમાં લાવવા પ્રયત્ન કરશો. અમેરિકા દેશની ધરતી અનાર્ય ભાવો વડે સંસ્કારિત હોવાથી, ધર્મને આપણામાં વસાવવાનું, વિકસાવવાનું અને યોગક્ષેમ કરવાનું મુશ્કેલભર્યું છે. બેન, હવે આપણે આ દેશમાં રહેવાનું પસંદ કર્યું છે, તો આવી ક્રિયાઓ વડે જ, નિત્ય ધર્મ સેવવા વડે જ, આપણે આ જૈનભવને આંશિક પણ સફળ બનાવી શકીશું, અને આપણાં સંતાનોમાં ધર્મના વારસાનું અમૂલ્ય સિંચન કરી શકીશું, અને તેઓના પણ જીવનને ધન્ય બનાવી શકીશું. દરરોજ કરવા આ બધી ક્રિયાઓ છેવટે વીક એન્ડમાં તો થઈ શકે જ ! આ બધું નહીં કરવા બદલ ક્યાં સુધી, બેન, આપણા બધા આ અમેરિકા ક્ષેત્રનું બહાનું કાઢ્યા કરીશું? એક પણ સમયનો પ્રમાદ સેવવા જેવો નથી, તેવું શ્રી મહાવીર સ્વામી ભગવાનનું સ્પષ્ટ વિધાન છે. કાળના ત્રણ પ્રકાર ગણાવવામાં આવે છે (૧) ભૂતકાળ (૨) વર્તમાનકાળ અને (૩) ભવિષ્યકાળ. આ પ્રકારની ગણતરી અપેક્ષાએ અયથાર્થ છે. કાળનો એક જ પ્રકાર છે (૧) વર્તમાનકાળ. આપણી મૃતિઓમાંથી જે જન્મે તે ભૂતકાળ અને આપણી ઇચ્છાઓ-આશાઓમાંથી જે જન્મે તે ભવિષ્યકાળ. આમ, ભૂતકાળ અને ભવિષ્યકાળ જેવો કોઈ ખરેખર કાળ હોતો ન નથી. કાળ એક માત્ર વર્તમાન સ્વરૂપે હોઈ, જે જીવ વર્તમાનમાં જીવે તે જીવ અલ્પ ને બાંધનારો બને છે. ભૂતકાળ આપણને આર્ત-રૌદ્ર ધ્યાન કરાવનારો બને છે, જ્યારે ભવિષ્યકાળની આપણી ઇચ્છાઓની પ્રાપ્તિમાં આપણને સાથ આપનારા વ્યક્તિઓ પ્રત્યે આપણને “રાગ' થાય છે અને સાથ નહીં આપનારા વ્યક્તિઓ પ્રત્યે આપણને “ટ્રેષથાય છે. જ્ઞાની ભગવંતો કહે છે કે આર્ત-રૌદ્ર ધ્યાન, રાગ અને દ્વેષ અશુભ કર્મોનો બંધ કરાવે છે. માટે, બેન, માત્ર વર્તમાનકાળમાં જીવવાનો સમર્થ પ્રયત્ન કરશો, અને ભૂત-ભવિષ્યથી શક્ય તેટલું દૂર રહેજો. ચાર કષાયો ક્રોધ, માન, માયા અને લોભ છે. ક્રોધ-માનનું યુગલ દ્રષ' છે, અને માયા-લોભનું યુગલ “રાગ' છે. ક્રોધ-માનનું જડમૂળ અહંકાર છે અને માયાલોભનું જડમૂળ “મમકાર” છે. અહંકાર અને મમત્વની જડો, બેન, આપણી આત્મભૂમિના ઊંડાણમાં ફેલાયેલી છે. પત્રાવલિ 2010_03 ૩૪૧ શ્રુતસરિતા Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રી મયૂરભાઈ વિનાનો આપનો સંસાર આગળ તો વધવાનો છે. તેઓની સાથેનાં સંસ્મરણો તાત્કાલિક ભુલાઈ જાય નહીં, તે હું પણ, બેન, જાણું જ છું. તેઓના સદ્ગુણોનું સ્મરણ અને તદનુસાર આપણું આચરણ એ જ આપણા સૌની એ ઉત્તમોત્તમ ભવ્ય જીવને સાચી શ્રદ્ધાંજલિ છે. બેન, હવે આગળના જીવનમાં દુઃખનો સંયોગ ના પ્રાપ્ત થાય તે માટે નવું અશુભ બાંધવાનું બંધ કર્યે જ છૂટકો. જો અશુભ બંધાયું તો તે ઉદયમાં આવશે ત્યારે એક યા બીજા પ્રકારે દુ:ખ સમક્ષ આવીને ઊભું જ રહેવાનું. જેમ આંબો વાવનારને કેરી અને બાવળ વાવનારને કાંટા જ મળે છે, તેમ જ શુભ કર્મો બાંધનારને સુખ અને અશુભ કર્મો બાંધનારને દુ:ખ મળે છે. આપણું લક્ષ્ય સુખ જ મેળવવાનું હોઈ, બેન, આપણાં લક્ષણ શુભ કર્મો બાંધવાનાં જ હોવાં જોઈએ. ‘જેવું લક્ષ્ય, તેવાં લક્ષણ.’ અશુભ નહીં બાંધવાનું, એનો બીજો અર્થ એ છે કે કર્મોના આગમનને, કર્મોના આશ્રવને અટકાવવા. માટે તો કહે છે : सर्वाश्रव निरोधके ओक ही रस जिनशासनम् । સર્વ-આશ્રવોનો નિરોધ-આ એક જ વાતમાં જિનશાસનને રસ છે. સ્ત્રીઓને જેમ પતિ પ્રિય હોય છે, નિર્બળોને જેમ રાજા, રાજાઓને જેમ પૃથ્વી, માતાને જેમ સંતાન, ચાતકને જેમ વરસાદ, મનુષ્યને જેમ અમરપણું, દેવોને જેમ સ્વર્ગલોક અને રોગીને જેમ વૈદ્ય-ડૉક્ટર પ્રિય હોય છે તેમ, શુદ્ધ આત્માનું નામ આપણા હૃદયને પ્રિય છે. અનાદિ કાળથી આ સંસારમાં આપણે ભવભ્રમણ કરતા આવ્યા છીએ. પણ આ શુદ્ધ આત્મામાં મનને નિશ્ચળ નથી કર્યું તેને લઈને જ આપણે સૌ દુઃખના અનુભવ કરીએ છીએ. આ જન્મને નિરર્થક નહીં, બેન, પણ સમર્થક બનાવવા નીચે મુજબની આત્મસ્મરણની પ્રતિજ્ઞા લેવી ઉપકારક છે ઃ सुखे दुःखे महारोगे, क्षुधादीना मुपदवे | चतुर्विधोपसर्गे च कुर्वेचिद्रुप चिंतनं ॥ અર્થ : સુખમાં, દુઃખમાં, મહાન રોગમાં, ક્ષુધા આદિના ઉપદ્રવમાં અને દેવાદિકના ચાર પ્રકારના ઉપસર્ગમાં પણ હું આત્માનું ચિંતન કરીશ. મનને જે ગમે, મન તેમાં રમે. મનને આશ્રવનિરોધના સાધનોમાં આપણે રમતું રાખીએ તેવી શુભ ભાવના સાથે. શ્રુતસરિતા 2010_03 * ૩૪૨ લિ. આપનો ભાઈ, રજની શાહ પત્રાવલિ Page #368 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૫૦ અશુભ પ્રસંગે અંતરાયકર્મની પૂજા શા માટે ? મંગળવાર તા. ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૦૧ વીર સંવત ૨૫૨૭ ને ફાગણ સુદ ૪ શ્રી મલ્લિનાથ પ્રભુ ચ્યવન કલ્યાણક શુભ દિન બેનશ્રી, પ્રણામ - જય જિનેન્દ્ર - પરમ વાત્સલ્યવારિધિ આપના પૂ. પપ્પા-મમ્મીને તથા પૂ. બાને મારી ભાવભરી ચરણસ્પર્શ સહિત વંદના. ગયા વીક-એન્ડમાં આપના પૂ. પપ્પા સાથે ફોન ઉપર વાત થઈ. આપના પરિવારની ધાર્મિક સુવાસ અને ધર્મપરાયણતા જાણીને મને ખૂબ આનંદ થયો. ધન્ય છે. બેન, આપને, આવા પનોતા અને પુણ્યવંતા ધાર્મિક પરિવારમાં આપશ્રી જન્મ પામ્યા છે. ધન્ય છે આપના તેમજ શ્રી મયૂરભાઈના માતા-પિતાને કે જેઓએ આપ બંનેમાં ધર્મરાગ અને ધર્મરુચિના આવા સુશોભિત સુસંસ્કારોનું સિંચન કર્યું છે. શ્રી મયૂરભાઈ પોતાની સાથે પરભવમાં પણ આ સુસંસ્કારોરૂપી અલંકારો લઈ ગયા છે. સંસ્કારોરૂપી ધન આત્મધન હોઈ, આત્મગુણ હોઈ, હંમેશાં આત્માની સાથે જ રહે છે. બેન, શ્રી મયૂરભાઈના અરિહંતશરણના પ્રસંગને શુભ નિમિત્ત બનાવી આપશ્રી પરિવારે ‘અંતરાય કર્મ નિવારણ પૂજા'નું આયોજન તા. ૪થી માર્ચના રોજ ન્યુયોર્ક દેરાસરમાં કરેલ છે. આપના પરમ સ્વજન, અને મારા આત્મસ્નેહી રત્નાકરશ્રી નરેશભાઈ શાહ પૂજા ભણાવવાના હોય તેથી આનંદમાં અવધ રહે અને આપનો આ પ્રસંગ અત્યંત ઉમંગ અને ઉલ્લાસપૂર્ણ બની જશે. આપના નિમંત્રણ બદલ ખૂબ આભાર. અન્યત્ર સ્થળે તે દિવસે મારા બે સ્વાધ્યાય પૂર્વે નિયત થઈ ગયેલા હોઈ, બેન, મને ક્ષમા કરશો, મારી અનુપસ્થિતિ બદલ. મારી શુભેચ્છાઓ અને પ્રાસંગિક મંગલ કામનાઓ આપ પરિવારની સાથે જ છે, અને હંમેશાં રહેશે. બેન, અંતરાય કર્મ એ ચાર ઘાતી કર્મો પૈકીનું એક કર્મ છે. આત્માના ગુણોનો ઘાત કરે તેને ઘાતી કર્મ કહેવાય છે. દરેક જીવન જન્મ ધારણ કરીને વિવિધ ઇચ્છાઓ કરે, પછી તેની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરે, અને પ્રાપ્તિ થતાં જ થોડાક સમય બાદ તૃપ્તિ અતૃપ્તિમાં પરિણમે ને ઇચ્છા પુનઃ જાગી ઊઠે. આમ, ઇચ્છા-પ્રવૃત્તિ-તૃપ્તિ-અતૃપ્તિ-ઇચ્છા-આ અનુક્રમ પ્રમાણે દરેક જીવ ભવોભવ પસાર કરતો કરતો ૮૪ લાખ જીવયોનિનો અતિથિ બની પરિભ્રમણ કર્યા જ કરે છે. આ કર્મ અપેક્ષા અને પ્રાપ્તિ આ બે વચ્ચેનું અંતર સમજાવતું હોઈ તેને ‘અંતરાય કર્મ’ કહે છે. આ કર્મ નિવારણાર્થે આપ પરિવાર પૂજા ભણાવવા પ્રવૃત્ત થયા છો, તે શુભ નિમિત્ત છે; અને સોનામાં જેમ સુગંધ ભળે તેમ ભણાવનાર વિધાન અને પરમ સ્નેહીશ્રી નરેશભાઈ છે. આપશ્રી પરિવાર આ કર્મ નિવારણના પ્રયાસને વધુ સવિસ્તર સમજી શકો, તેથી આ સાથે ‘અંતરાય કર્મ નિવારણ પૂજા' અંગે થોડુંક મારું લખાણ લખીને મોકલું છું. પત્રાવલિ 2010_03 ૩૪૩ શ્રુતસરિતા Page #369 -------------------------------------------------------------------------- ________________ આ સાથેની નોંધમાં લખ્યા મુજબ, આ પૂજા સમજી વિચારી આપણે આપણા ભાવિ જીવનના અંતરાયો દૂર કરવાના છે. અંતરાયો બંધના હેતુઓ અને દૂર કરવાના હેતુઓથી સભર આ આખી પૂજા છે. પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા અને મરણને નિવારનાર એવા શ્રી વીર પરમાત્માની આ કર્મ બાંધવાનાં કારણોનો ઉચ્છેદ કરવા માટે જ આ પૂજા ભણાવવામાં આવે છે. અનાદિકાળથી સહજ એવા કર્મોરૂપી કલંકનો નાશ કરનાર એવા અને નિર્મળ ભાવરૂપી સુગંધ વડે સુવાસિત એવા ચંદન વડે અનુપમ ગુણશ્રેણીને આપનાર શ્રી જિનેશ્વર પરમાત્માની ભાવપૂર્વક પૂજા કરશો. અષ્ટપ્રકારી પૂજામાં આ અંતરાય કર્મ બંધાયા વડે આવી પડેલાં દુઃખો અને આ અંતરાય કર્મના નિવારણ બાદ પ્રાપ્ત થયેલાં સુખો - આ બંને સમજાવવા અનેક દષ્ટાંતો આ પૂજામાં સમાવિષ્ટ કરવામાં આવેલાં છે. દા.ત., સોમશ્રી બાહ્મણી મુક્તિપદ પામી, દાનગુણે કરી તુંગીયા નગરીના શ્રાવકના તારો વાચકો માટે હંમેશાં ખુલ્લાં રહેતાં, વણિકપુત્રી લીલાવતી માલતીનાં પુષ્પો વડે પ્રભુને પૂજી લાભાંતરાયનો ક્ષય કરી નિર્વાણપદ પામી, ઢંઢણમુનિને પૂર્વભવમાં પશુઓને અંતરાય કરેલ હોવાથી ગોચરી નથી પ્રાપ્ત થતી, શ્રી આદીશ્વર પ્રભુ સંયમભાવ ધારણ કર્યા પછી એક વર્ષ સુધી આહાર પામ્યા ન હતા (વરસીતપ), પુણિયા શ્રાવકની કથા, ધૂપપૂજા વડે શ્રી વિનયંધર રાજા સાતમા ભવે સિદ્ધિપદ પામ્યા, નળ-દમયંતી, સીતાજી, અંજનાજી આદિનો પતિ-વિયોગ, મુનિરાજને મોદક વહોરાવી પછી લોભના વશે તેની નિંદા કરવાથી ઉપભોગવંતરાય કર્મ બાંધનાર મમ્મણ શેઠ નરકે ગયા, આદિ. બેન, આ બધી કથાઓ આપણા જીવનમાં બેસાડવાની છે, આચરવાની છે. આવા આચરણ વડે આપણે સૌ આપણા ભાવિ જીવનમાં નવાં અંતરાય કર્મો ના બાંધીએ એ જ આ પૂજાના આપના આયોજનની એક માત્ર સફળતા છે, અને એ જ આપણા સૌના લાડીલા શ્રી મયૂરભાઈના સદ્ગત આત્માને આપણી સૌની ભાવ-અંજલિ છે. આત્મા તરફ લક્ષ્ય થતાં જ આવા વિચારો આપણા મનમાં આવે છે કે આત્મા જ વૈતરણી નદી છે, આત્મા જ કામાદુગ્ધા ધેનુ છે, આત્મા જ નંદનવન છે, આત્મા જ સુખ-દુઃખનો કર્યા છે, આત્મા જ મિત્ર છે, અને આત્મા જ શત્રુ છે. બેનશ્રી, ભોગ અને ઉપભોગમાંથી અટકી સંયમ અને ત્યાગની દિશા સૂચવતા જૈનકુળમાં આ ભવમાં આપણે સૌ જન્મ્યા છીએ, તે પરમ પુણ્યોદય છે. ધર્મનો મર્મ સમજાવતી વીતરાગ-વાણી વૈરાગ્ય રેલાવતી, મિથ્યાત્વ કાપતી, સમ્યકત્વ જગાડતી, વિરતિ વિકસાવતી, સંયમમાં જોડતી, સન્માર્ગે દોરતી, મોહને છેદતી, રાગ-દ્વેષને બાળતી, શાસનરસ છલકાવતી અને આપણને સૌને આત્માના અનંત આત્મવૈભવનું દર્શન કરાવતી છે. આ બધામાંથી પરમ શ્રેય સાધીને પવિત્રીકરણની ક્રિયા કરતાં કરતાં આપણે અંતિમ લક્ષ્ય “મોક્ષને પામવાનું છે. મોક્ષ પામવા વીતરાગ બનવાનું લક્ષ્ય બાંધવું પડશે. ભોગમાંથી ભાગ, ભાગમાંથી ત્યાગ, ત્યાગમાંથી વૈરાગ અને વૈરાગમાંથી વીતરાગ બનાય છે. આ એક માત્ર જ માર્ગ છે, ક્રમ છે, અનુક્રમ છે. “જેવું લક્ષ્ય તેવા લક્ષણો' પણ આપણે સૌએ કેળવવાં તો પડશે જ ને ! શ્રુતસરિતા ૩૪૪ પત્રાવલિ 2010_03 Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાનું કેન્દ્ર અને શરણાગતિનું કેન્દ્ર ‘ધર્મસેવન'ને જ બનાવશો. બંને લાડકાં સંતાનોમાં ધર્મના સંસ્કારોનું સતત સિંચન કરતા રહેશો. સિદ્ધશિલા ઉપર જે મોક્ષસુખ છે, તે તો ઘણું દૂર છે. અહીં સંસારમાં પ્રશમસુખ, શાન્તરસ, સમતારસ, સમભાવરસનું રસપાન જ મોક્ષસુખ છે. મમત્વ, રાગદ્વેષનો થોડોક સમય ત્યાગ કરી, વિયોગના વિષાદને વિસારે પાડી, સ્થિર ચિત્તે સ્થિર આસન ઉપર બેસી દરરોજ થોડોક સમય અધ્યાત્મ-ચિંતન કરશો. આ સંસારમાં સાચું શરણ આપનાર અરિહંતાદિ ચાર પરમ તત્ત્વો છે; એના સિવાય કોઈ શરણ નથી. ‘શ્રી નિનધર્મ: શરણં મમ' આ વારંવાર રટવા જેવું છે. જ્યારે ચિત્ત અશાંત થઈ જાય, ત્યારે વારંવાર આ ચાર શરણ (અરિહંત, સિદ્ધ, સાધુ, જિનધર્મ)નો સ્વીકાર કરતા રહેવું, કે જેના વડે શાન્તિ, સમતા અને પ્રસન્નતા પ્રાપ્ત થશે. સુખ-દુ:ખની ઘટમાળ એ દરેક જીવના સંસારનો ક્રમ છે. બંને બાળકો પ્રત્યેની જવાબદારી સ્નેહપૂર્ણ અને ફરજપૂર્વક બજાવવાની તો છે જ; પણ થોડુંક સ્વદ્રવ્યનું એટલે કે આત્માનું પણ વિચારવાનું. કર્મોનો આશ્રવ એટલે કર્મોનું આગમન. પરદ્રવ્યના સંગ વડે જ આવે છે, માટે આપણે સૌએ પરદ્રવ્યના સંગને શક્યતાપૂર્વક દૂર કરી, ઇન્દ્રિયોના સમૂહને અત્યંત ચપળ જાણી, અંતર્મુખી યાત્રા આદરી, નિરૂપમ, અવિનાશી, અવ્યય મોક્ષપદને પામવાનું છે. પ.પૂ. આચાર્યશ્રી વિજયકેસરસૂરીશ્વરજી મ.સા. ફરમાવે છે. ‘વ્હારાં કર્મબંધસ્ય, પરદ્રવ્યચિંતનમ્ । स्वद्रव्यस्य विशुद्धस्य तन्मोक्षस्यैव केवलम् ||" અર્થ : પરદ્રવ્યનું ચિંતન કર્મબંધનું કારણ છે અને વિશુદ્ધ સ્વદ્રવ્ય (આત્મા)નું ચિંતન મોક્ષનું કારણ છે. બેન, આપની વર્તમાન અસમંજસ દશામાં દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે રાગભાવ, રત્નત્રયી (દર્શનજ્ઞાન-ચારિત્ર) માટે રતિભાવ, પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ, દરેક જીવ પ્રત્યે મૈત્રીભાવ, પુદ્ગલ (જડ પદાર્થો) પ્રત્યે ઉદાસીનભાવ, કષાયો (ક્રોધ-માન-માયા-લોભ) પ્રત્યે ઉપશમભાવ, ઇન્દ્રિયાના વિષયો પ્રત્યે અનાસક્તભાવ અને સાધર્મિકો પ્રત્યે વાત્સલ્યભાવ - આ બધા ભાવો આપનામાં વધુને વધુ પૂરક, પ્રેરક અને પ્રબળ બને, તે દિશામાં યથાશક્તિ પુરુષાર્થ કરશો. પરમ પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ દરેકના આત્માના સ્વચ્છ આઈનામાં પડે, આપ સૌના જીવનબાગમાં સદાય સુખ-સમૃદ્ધિની છાયા રહે અને આત્મ-સાગરમાં સદાય રત્નત્રયીની ભરતી રહે તેવી મારી અભ્યર્થના અને મંગલ મનીષા. પત્રાવલિ 2010_03 ૩૪૫ લિ. આપનો ભાઈ, રજની શાહ શ્રુતસરિતા Page #371 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૫૧ પ્રભુના કલ્યાણકનો મહિમા બુધવાર, તા. ૭મી માર્ચ, ૨૦૦૧ વીર સંવત ૨૫૨૭, ફાગણ સુદ ૧૨ શ્રી મલ્લિનાથ પ્રભુ નિર્વાણ કલ્યાણક અને શ્રી મુનિસુવ્રત સ્વામી દીક્ષા કલ્યાણક શુભદિન. ધર્માનુરાગી સમભાવી બેનશ્રી, પ્રણામ - જય જિનેન્દ્ર - પરમ પૂજનીય અને પાવનીય આપના પૂ. પપ્પા-મમ્મીને તેમજ પૂ. બાને મારા પાદસ્પર્શભર્યા પ્રણામ. શ્રુતસરિતા 2010_03 આજના શુભ દિને બે તીર્થંકર ભગવંતોના કલ્યાણક છે. અનાદિ કાળથી થયેલી અને અનંત કાળમાં થનાર ચોવીસીઓના ચોવીસે તીર્થંકર ભગવંતોના કલ્યાણકોની તિથિ એકસરખી જ આવે છે. એટલે કે દા.ત., ફાગણ સુદ ૧૨ના રોજ અન્ય બે તીર્થંકર ભગવન્તના નિર્વાણ અને દીક્ષા કલ્યાણક દરેક ચોવિસીમાં હોય જ છે. માટે, બેન, આ કલ્યાણકના દિનને પણ યાદ કરી જે તે પ્રભુનું નામસ્મરણ હંમેશાં આપણા અંતરાય કર્મોને હળવાશ કરે છે. ચ્યવન(ગર્ભ), જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ - આ પાંચ દિવસ ને ‘કલ્યાણક દિન’ તરીકે ઊજવાય છે. આના જ ઉપરથી ‘પંચ કલ્યાણક પૂજા' ભણાવવામાં આવે છે. મારા અંતરાય કર્મો હળવા થાય એવી ભાવના ભાવવાથી હળવા થાય નહીં, તે માટે આવી કલ્યાણકો આદિ શાસ્ત્રોક્ત વિધિથી કર્મો હળવા થાય. કલ્યાણકના દિને જે તે તીર્થંકર ભગવંતનું નામ-સ્મરણ કરતાં જ તેઓના યક્ષ-યક્ષિણી (અધિષ્ઠાયક દેવ-દેવી) આપણને સહાય કરવા તત્પર થાય છે. બેન, શ્રી મલ્લિનાથ ભગવાન આ ચોવીસીમાં ૧૯મા તીર્થંકર હતા. તેઓ, અપવાદ રૂપે, સ્ત્રી અવતારે હતા. બાકીના ૨૩ તીર્થંકરો પુરુષ અવતા૨ે હતા. ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં ભોંયણી તીર્થમાં આ પ્રભુ મૂળનાયક સ્વરૂપે બિરાજે છે : ‘રાજા કુંભ ને પ્રભાવતીના, કુળની કીર્તિ વધારી તમે, મલ્લિ જિનેશ્વર સ્ત્રી તીર્થંકર, બન્યા'તા વિસ્મયકારી તમે, ઓગણીસમા તીર્થંકરની, આરાધના ભવથી તારી દે, ભોયણી મંડણ પ્રભુ-જાપથી, સુખ મળતાં સંસારીને.’ વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી શ્યામ વર્ણના હતા. તેઓ વૈરાગ્યના કારક અને શિન ગ્રહદશાના નિવારક ગણાય છે. સૂર્ય-ચંદ્ર-મંગળ-બુધ-ગુરુ-શુક્ર અને શશિન. આ સાતે ગ્રહોમાં વધુમાં વધુ માઠી (અસર), ખરાબ પરિસ્થિતિ ઊભી કરનાર શનિ ગ્રહ ગણાય છે. આ સાતે ગ્રહોમાં અત્યંત ધીમી ગતિએ પરિભ્રમણ કરતો ગ્રહ પણ શનિ છે. એક રાશિ પૂરતી કરતાં ૨'/ વર્ષ તેને લાગે છે, અને બીજું આગવું લક્ષણ આ શનિ ગ્રહનું એ છે કે એ જે રાશિમાં ભ્રમણ કરતો હોય, તે રાશિની પત્રાવલિ ૩૪૬ Page #372 -------------------------------------------------------------------------- ________________ પાછળની અને આગળની રાશિ ઉપર પણ વક્ર નજર (વાંકી દૃષ્ટિ) રાખે છે. આમ, ૨', વર્ષ શનિ જે રાશિમાં હોય, અને ૨૧/, વર્ષ આગળની રાશિ, ૨૧/, પાછળની રાશિ, તેમ ૨૧/, + 917, + ૨૧/, = ૭'|- સાડા સાત વર્ષની શનિની પનોતી ગણાય છે. શનિની ગ્રહદશા અને પનોતીના નિવારણ કરનાર શ્રી મુનિસુવ્રત સ્વામી ગણાય છે. આ કારણે ભારતના ઘણા પ્રાચીન દેરાસરોમાં શ્રી મુનિસુવ્રત સ્વામી મૂળનાયક સ્વરૂપે બિરાજતા હોય છે. શ્રી મુનિસુવ્રત સ્વામીએ પોતાના પૂર્વભવનો મિત્ર કે જે રાજા જિતશત્રુને ત્યાં અશ્વ (ઘોડા) રૂપે જન્મ્યો હતો, તે અશ્વને પ્રતિબોધ કરવા (ઉપદેશ આપવા) એક જ રાતમાં ૨૪૦ માઈલનો ઉગ્ર વિહાર કર્યો હતો. ઉપદેશ આપ્યાના સ્થળનું નામ ‘ભરૂચ' છે. દક્ષિણ ગુજરાતમાં આવેલું છે. અવબોધ એટલે ઉપદેશ અને અશ્વ એટલે ઘોડો. ભરૂચમાં દેરાસર છે કે જેનું નામ “અશ્ચાવબોધ' છે, તીર્થ સમાન છે. ઘણા શ્રાવકો દર્શનાર્થે જાય છે. વીસમા મુનિસુવ્રત સ્વામીને, વંદન કરીએ ભાવથી, પરમાનંદન પીડા હરી દે, પ્રકૃષ્ટ પુણ્ય પ્રભાવથી. અશ્વને પ્રતિબોધિત કરવાને, પ્રભુએ ઉગ્ર વિહાર કર્યો, શરણાગતની રક્ષા કરીને, દુનિયાથી ઉદ્ધાર કર્યો.' આ બંને પનોતા તીર્થકરો શ્રી મલ્લિનાથ પ્રભુ અને શ્રી મુનિસુવ્રત સ્વામીની આપના જીવનના વર્તમાન સંજોગોમાં અસીમ કૃપા અને અપાર આશીર્વાદ રહે તેવી મારી પ્રાર્થના છે. શ્રી મયૂરભાઈની વિદાયને દિવસો ઉપર દિવસો ઉમેરાતા જાય છે. આપ પરિવારની અંતરાય કર્મ નિવારણ પૂજા સુંદર રીતે ભાવોલ્લાસ સાથે ભણાવાઈ હતી, તે જાણી આનંદ. બેન, આપણો જીવ પણ અનંતીવાર વનસ્પતિકાયમાં છેદાયો, ભેદાયો, કપાયો, બફાયો અને છોલાયો છે. બેઇન્દ્રિયથી ચોરેન્દ્રિયના ભાવોમાં આપણો જ જીવ બીજાના પગ નીચે કચડાઈને કે બીજા પ્રકારે અનંતી અનંતી વાર મર્યો છે. પંચેન્દ્રિયમાં પણ અનેક વાર મનુષ્યભવ પામી આપણે અનંતી વાર વિના મોતે મૃત્યુને ભેટ્યા છીએ. માટે શાસ્ત્ર કથન છે. “ન સા નાડું, ન સા ગોળી, ને તે ટામાં ન તં રુમ | ન નાથા ન મુઝા, મલ્થ સચ્ચે નવા નન્તસો '' અર્થ : એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવું કોઈ સ્થાન નથી, એવું કોઈ કુળ નથી કે જયાં સર્વ જીવો અનંત વાર જમ્યા ન હોય અને મર્યા ન હોય. દરેક ભવમાં જન્મ-મરણની વચ્ચેના ગાળામાં અનંતા સંબંધો બાંધ્યા, સંયોગ થયા, વિયોગ થયા - આ બધું દરેક ભવમાં આપણે કરતા જ આવ્યા છીએ. માટે, સંયોગમાં અતિ રાગ નહીં અને વિયોગમાં અતિ દ્વેષ કે દુઃખ નહીં રાખનારા જીવો જ મોક્ષમાર્ગ પ્રતિ પ્રગતિ કરે છે. સંસારના બધા સંબંધો સાંયોગિક હોઈ કાચા સૂતરના તાંતણા જેવા જ હોય છે. બેન, આત્મા પ્રત્યે લક્ષ રાખશો તો આર્તધ્યાન-રૌદ્રધ્યાન ઓછું થશે. આત્મા સૌથી સુંદર અને મહાન ચીજ છે. એ જ પોતાની સાચી મૂડી છે. એ જ પોતાનો સાચો સગો છે, સાચો સ્નેહી છે, સાચો આનંદ દેનાર છે, સાચો સાથી છે. પત્રાવલિ ૩૪૭ શ્રુતસરિતા 2010_03 Page #373 -------------------------------------------------------------------------- ________________ અનંત સંસારની અનંત માયામાં ફસાયેલો આપણો આત્મા અનેક કે અનંત માતા-પિતા, પતિપત્ની, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી, પુત્રવધૂઓ કે જમાઈઓને પોતાના આત્મીય બનાવ્યા છે. માણસને જ્યાં સુધી મોહ અને અજ્ઞાનનો નશો હોય છે, ત્યાં સુધી પોતાના ચાલુ ભવને શણગારવામાં જ આખી જિંદગી ખપાવી દે છે. સતત અંતરમાં યાદ રાખવું કે આ સંસાર તો આ ભવ પૂરતો જ છે અને પ્રાયઃ આ ભવના સંસારનો એકેય સભ્ય આપણને પરભવમાં ઉપયોગમાં આવવાનો નથી. “આપ મૂએ મર ગઈ દુનિયા' એટલે કે આપણે મૃત્યુ પામીએ પછી આ દુનિયા (સંસાર) આપણા માટે પણ મૃત્યુ પામી જાય છે. ખેલ જેમ ખતમ થઈ જાય તેમ આ ભવનો ખેલ ખતમ થઈ જતાં આ ભવ ઉપર પડદો પડી જાય છે. મદારીનો ખેલ પૂરો થતાં જેમ મદારી ખેલ કરવા માટે બીજા બજારમાં જાય છે. તેમ જ આપણો જીવ આ ભવની શ્રીમંતાઈ કે ગરીબાઈ, સત્તા, સંપત્તિ, હીરા-મોતીના દાગીના, અને પતિ-પત્ની-પરિવાર આદિની સાથે ખેલાતી કે ખેલાયેલી રામલીલા સમાપ્ત કરી બીજા બજારમાં (પરભવમાં) જાય છે. આમ, બેન, આખો ય સંસાર આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે ઉઘાડેલા પુસ્તકની જેમ પ્રત્યક્ષ છે. કર્મપ્રકૃતિની અપેક્ષાએ, માનવશરીર મેળવેલો જીવાત્મા આ ભવ પૂરતી સંસારની માયામાં કરજદાર બનીને આવ્યો છે. તો કરજ ચૂકવીને અને લેણદાર બનીને આવ્યો હોય તો લેણું વસૂલ કરીને જીવનનો અંત આવેથી સંસારના બીજા બજારમાં જાય છે. બસ, આનું જ નામ ભવભ્રમણ. આવી વિચારણાને કેન્દ્રમાં રાખી આપણે સૌએ આપણું જીવન ઘડવું જોઈએ. આવી પડેલ આપ પરિવારનું દુઃખ હળવું થાય અને આપ સૌની અધ્યાત્મ રુચિ પ્રગટે તેમજ અધ્યાત્મ માર્ગમાં સ્થિર થાઓ તે એક માત્ર શુભાશયથી હું પત્ર લખું છું. મારા પ્રયાસને સફળતા અપાવવાનું કામ આપ સૌનું છે. સત્વરે સ્વસ્થ થાઓ તેવી શુભેચ્છા. લિ. આપનો ભાઈ રજની શાહ * * * * * પત્રાવલિ-પર મોહરાજાનું વ્યાપક સામ્રાજ્ય (આઠ અંકની વિશેષતા) બુધવાર, તા. ૧૪મી માર્ચ, ૨૦૦૧ વીર સંવત ૨પર૭ને ફાગણ વદ ૫ શ્રી ચન્દ્રપ્રભુ સ્વામી ચ્યવન કલ્યાણક શુભ દિન. બેનશ્રી, પ્રણામ - જય જિનેન્દ્ર - સંસારસાગર પાર ઊતરવા દેહરૂપી સંયમનૌકા આપને આ ભવમાં આપનાર આપના પૂ. પપ્પા-મમ્મીને અને પૂ. બાને ભાવવિભોર હૈયે સાદર વંદન. શ્રુતસરિતા પત્રાવલિ ૩૪૮ 2010_03 Page #374 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન ચોવીસીના આઠમા તીર્થંકર શ્રી ચન્દ્રપ્રભુ સ્વામીનો ચ્યવન કલ્યાણક શુભ દિન છે. સામુદ્રિક શાસ્ત્રમાં “ચન્દ્રને મનનો કારક એટલે મનની શાંતિ માટેનો ગ્રહ ગણાય છે. “સોમ'નો અર્થ ચન્દ્ર થાય છે, માટે સોમવાર છે. અંગ્રેજીમાં 'Moon-day' શબ્દમાંથી કાળક્રમે એક ‘o' નીકળી જવાથી, અત્યારે આપણે શબ્દ 'Mon-day' લખીએ છીએ. મનની શાંતિ માટે શ્રી ચન્દ્રપ્રભ સ્વામીનો આશ્રય લેવાનું શાસ્ત્રોકત વિધાન છે. બીજું, આ તીર્થકર પ્રભુનો ક્રમાંક ચોવીસ પૈકી “આઠમો' છે. “આઠ'નો અંક જ્યારે આપણે ગુજરાતીમાં લખીએ (૮) ત્યારે એકથી નવ (૧,૨,૩,૪,૫,૬,૭, ૮,૯)માં એક આઠ' નો જ અંક એવો છે કે જેનું એક પાંખિયું ઉપર સિધ્ધશિલા (મોક્ષ)ની તરફની દિશા દર્શાવે છે. અંગ્રેજી ભાષામાં પણ એકથી નવ લખીએ તો એક માત્ર આઠ (8) નો જ અંક એવો છે કે જે લખતાં જયાંથી શરૂ થયો હોય તે જ બિંદુ ઉપર પૂર્ણ થાય છે. આમ, આઠ એ પૂર્ણ અક્ષર છે, અને પૂર્ણપદ એ મોક્ષ-અવસ્થા (આઠ ગુણ યુક્ત સિદ્ધ) છે. માટે, “આઠ'નો અંક મોક્ષગામી છે, પરમ પદનો સૂચક છે. માટે, પૂજા અષ્ટપ્રકારી (આઠ-પ્રકારની) હોય છે; કર્મોના પ્રકાર પણ આઠ છે, સિદ્ધિઓ આઠ છે (અડસિદ્ધિ દાતાર); નવકાર મહામત્રના પદ નવ હોવા છતાં આઠ શ્વાસમાં જ ગણવાનો નિયમય છે (આઠ સંપદાથી પરમાણો; “સંપદા' એટલે શ્વાસ) અને આઠનો અંક મંગલ હોઈ, રવિવારથી શનિવાર સુધી દિવસો કુલ સાત હોવા છતાં “સાતવાડિયું” ના બદલે “અઠવાડિયું' બોલાય છે. બેન, ત્રીજાં કારણ, જૈન દર્શનમાં ચોવીસે તીર્થકર ભગવન્તોના અધિષ્ઠાયક ચોવીસ યક્ષ (દેવ) અને ચોવીસ (યક્ષિણી) દેવીઓ હોય છે. આ બધા જ દેવ-દેવીઓ પૈકી શ્રી ચક્રેશ્વરી દેવી (શ્રી આદિશ્વર પ્રભુના અધિષ્ઠાયી દેવી), શ્રી પદ્માવતી માતાજી (શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયી દેવી), (શ્રી અંબિકા માતાજી), (શ્રી નેમિનાથ ભગવાનના અધિષ્ઠાયી દેવી)ની સાથે સાથે શ્રી ચન્દ્રપ્રભ સ્વામીની અધિષ્ઠાયી દેવીશ્રી વાલામાલિની પણ આપણા જેવા સાધમિકોને સહાય કરવા સદા તત્પર હોય છે, અતિ જાગ્રત દેવી તરીકે ગણાય છે. ચોથું કારણ, આ પ્રભુનું લાંછન પણ “બીજનો ચન્દ્ર' નો આકાર હોઈ, તે લાંછનનું દર્શન આકારની દૃષ્ટિએ “સિદ્ધશિલા’નો આકાર દર્શાવે છે, અને બીજનો ચન્દ્ર' એટલે આપણા મનમાં (ચન્દ્રમાં) મોક્ષનું બીજ રોપવાનું સફળ કાર્ય કરે છે. પાંચમું કારણ, ચોવીસે તીર્થકરોના વિવિધ વર્ણમાં (રંગમાં), આ પ્રભુની કાયાનો વર્ણ “શ્વેત-સફેદ” છે, તે પણ અપેક્ષાએ શુભકારી ગણાય છે, કારણ કે પંચ પરમેષ્ઠિમાં અરિહંત પરમાત્માનો વર્ણ શ્વેત છે. શ્રી મયૂરભાઈના આકસ્મિક વિયોગ-વિદાયના કારણે સર્જાયેલી આપ પરિવારની પ્રવર્તમાન પરિસ્થિતિમાં મારી શ્રી ચન્દ્રપ્રભ સ્વામીને પ્રાર્થના : “ચાંદલિયાની ચાંદની જેવા, શીળા ચન્દ્રપ્રભ સ્વામી, લક્ષ્મણ રાણીના નંદન, તમે સૃષ્ટિના અચર્યામી. સ્નેહસુધા વરસાવો સ્વામી, પાપ-તાપને આપ હરો, વિષય વિકારમાં ડૂબેલા આ, આતમના સંતાપ હરો.” પરમાવલિ ३४८ શ્રુતસરિતા 2010_03 Page #375 -------------------------------------------------------------------------- ________________ ભવવનમાં, ભ્રમણાઓમાં આપણું મન અટવાય નહીં, તીર્થકર ભગવન્તનું સ્મરણ-દર્શન-પૂજનસ્તવન આપણા કર્મની બેડીને તોડી, સાચા સુખની કેડી શોધી આપે, કે જેના ઉપર ધીમે-ધીમે પા-પા પગલી કરતાં કરતાં આપણે સૌ મુક્તિ સુધી પહોંચી જઈએ. આ મારી આપ પરિવાર પ્રત્યે શુભ ભાવના. આચાર્ય શ્રીમદ્ વિજય કેસરસૂરીશ્વરજી મ.સા. ફરમાવે છે : यावन्मोहोबलीपुंसि, दीर्ध संसारि तापि च । न तावत्शुद्ध चिद्रुपे, चिरत्यंत निश्चला ।। અર્થ : મનુષ્યમાં જ્યાં સુધી મોહની પ્રબળતા અને દીર્ઘ સંસાર પરિભ્રમણ કરવાનું હોય છે ત્યાં સુધી શુદ્ધાત્મામાં અત્યંત નિશ્ચળ રુચિ થતી નથી. મૂંઝાવે તે મોહ. આત્મા તરફ પ્રીતિ ન થવા દે તે મોહ. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ કરાવે તે મોહ. આ મારા અને પારકા, એમ સજીવ તથા નિર્જિવ પદાર્થના સંબંધમાં ચિંતન કરવું તે મોહ છે, કારણ કે તાત્ત્વિક દૃષ્ટિએ વિચાર કરતાં વિશ્વમાં કોઈનું કોઈ નથી, કોઈનું કાંઈ નથી. આણે મને માન આપ્યું, આણે મારું અપમાન કર્યું, આણે મારી ઉજ્જવળ કીર્તિ વધારી, આ માણસે મારી અપકીર્તિ કરી, મયૂર મને છોડીને ચાલ્યો ગયો, આવું આવું ચિંતન કરવું તે જ મોહ છે. હું શું કરું? ક્યાં જાઉં? ક્યાંથી કેવી રીતે સુખી થાઉં? કોનો આશ્રય લઉં? શું બોલું? એવું બધું મોહનું ચિંતન કહેવાય. આપણા જીવનનિર્વાહ માટે કારકિર્દીનું ચોક્કસ આયોજન અને તેનું ચિંતન કરવું જ જોઈએ; પણ અન્ય ચિંતાઓ કે જે ભવિષ્યમાં આવનાર છે (અને કદાચ ના પણ આવે) તેનું ચિંતન કરવું નહીં. એવું ના બને, બેન, કે ભવિષ્યની ચિંતાઓ, આયોજન, આશાઓ, ઇચ્છાઓ, લક્ષ્યાંકો વિચારવામાં વર્તમાનકાળનો સોનેરી સમય વીતી ના જાય. કાળ કાળનું કામ કરે છે. આપણે સૌએ જેને પરિણામે જેવે રસે જે જે કર્મ બાંધ્યાં છે, તે તે કર્મ તેવા રસે અને તેના પરિણામે ભોગવ્યા સિવાય છૂટકો જ નથી. દિવસ આવે છે, રાત્રિ આવે છે, શિયાળા પછી ઉનાળો અને ઉનાળા પછી ઋતુઓ નિયમિત આવ્યા જ કરે છે. આપણો જીવ પરમાર્થથી બંધાયેલો નથી છતાં મોહના પાશથી ભીરુ બની પોપટની માફક પોતાના અજ્ઞાનથી પોતાને બંધાયેલો માની તેમાં જ વધુ ને વધુ હેરાન થઈ જાય છે. પવન ચક્કીના એક ભાગ ઉપર બેઠેલો પોપટ આનંદ કરતો હતો, તેવામાં પવન વડે પવનચક્કી ફરવા લાગી. પોપટ જાણ્યું કે હું પડી જઈશ, તેથી તે સળિયાને તેણે મજબૂતાઈથી પકડ્યો. તેના કારણે પોપટ પવન ચક્કીની સાથે ઊંચ-નીચે ફરવા લાગ્યો. જેમ જેમ તેને મજબૂત પકડે છે, તેમ તેમ તે પોતાને મજબૂત રીતે તેની સાથે જ ચોંટાડી રાખે છે. પોપટ જો પવનચક્કીને મૂકી દે તો તરત જ તેનાથી છૂટો થઈ શકે તેમ છે, પણ પોતાની ભૂલથી, ભ્રમથી અને પવનચક્કીને છોડી દઈશ તો હું પડી જઈશ. આવા ખોટા ભ્રમથી પોપટ હેરાન થાય છે. આ દૃષ્ટાંતમાં પોપટના સ્થાને આપણા જીવને મૂકીએ તો સ્પષ્ટ થાય કે જીવ મોહને તથા મોહનાં સાધનોને જેમજેમ વળગતો જાય છે તેમ તેમ તે વધારે વધારે શ્રુતસરિતા ૩૫૦ પત્રાવલિ 2010_03 Page #376 -------------------------------------------------------------------------- ________________ બંધાતો જાય છે. જેમ પોપટની મુક્તિનો ઉપાય પવનચક્કીને છોડવામાં આવે, તે આપણી મુક્તિનો ઉપાય મોહને ઘટાડવામાં છે, છેદ કરવામાં છે, ભેદ કરવામાં છે. વિચાર કરતાં જણાય છે કે મોહ કરતાં બીજો કોઈ પણ બળવાન શત્રુ નથી, માટે પ્રબળ પુરુષાર્થ કરીને પણ તેને જીતવો જોઈએ. આ સંસારરૂપ કૂવાના મોહરૂપ કાદવમાં અનાદિ કાળથી જગત ખૂંચેલું છે, તેનો આત્માના જ્ઞાન અને ધ્યાન વડે ઉદ્ધાર કરવો. મોહથી કર્મબંધ થાય અને કર્મબંધથી દુ:ખ થાય છે, માટે મોહ એ જ મોટો શત્રુ છે, આ વાતને બરોબર અંતરમાં રાખવા જેવી છે. બંને બાળકોની આપની ફરજો ઉમંગથી અને સહિષ્ણુતાપૂર્વક બજાવજો. આત્માના આરોગ્યના ઔષધ સમા શ્રેષ્ઠ સદ્ભાવનાના સરવાળા, અસદ્ ભાવનાની બાદબાકી, પરભાવ-પરચિંતનના ભાગાકાર અને સ્વભાવદશા-આત્મદશાના ગુણાકારનું અંકગણિત આપ પરિવારના જીવનમાં બેસે તેવી પ્રાર્થના. * * પત્રાવલિ 2010_03 * * * પત્રાવલિ-૫૩ તપનું વિવિધ વિધાન લિ. આપનો ભાઈ, રજની શાહ શનિવાર, તા. ૧૧મી ઑગસ્ટ, ૨૦૦૧ વીર સંવત ૨૫૨૭ ને શ્રાવણ વદ ૭ શ્રી શાન્તિનાથ પ્રભુ ચ્યવન કલ્યાણકદિન શ્રી ચન્દ્રપ્રભ સ્વામી નિર્વાણ કલ્યાણકદિન શ્રેયસ્કર શ્રાવકશ્રી, શ્રાવિકાશ્રી તથા પરિવાર - પ્રણામ - જય જિનેન્દ્ર - આપ પરિવારની ક્ષેમકુશળતા ચાહું છું. કર્મસંબંધરહિત, જ્ઞાનતત્ત્વ, અમર, સહજ સ્વરૂપ સિદ્ધ પરમાત્માને, મારા આત્મસ્વરૂપની પ્રાપ્તિ અર્થે, હું નમન કરું છું. પુણ્યનું પોષણ અને પાપનું શોષણ કરવાની અનુપમ અને અજબગજબની ક્ષમતા ધરાવતા પર્વાધિરાજની પધરામણી થઈ રહી છે. પરિ+ઉષન્ શબ્દની સંધિ વડે ‘પર્યુષણ' શબ્દ બને છે, કે જેનો અર્થ છે ‘સમગ્રતયા આત્મામાં વસવું તે.’ એટલે કે આ પર્વ દરમિયાન સાવદ્ય વ્યાપારના (સંસારનાં) કાર્યોનો ત્યાગ અને જિનેશ્વર પ્રણીત માર્ગનું અનુષ્ઠાન. આત્મસાક્ષી, ગુરુસાક્ષી અને દેવસાક્ષી વડે પ્રત્યાખ્યાનપૂર્વક પ્રણિધાન. રાઈ પ્રતિક્રમણથી દિનનો પ્રારંભ થાય, ત્યાર બાદ જિનપૂજા, અનુકૂળ તપ, ધાર્મિક વાચન, વ્યાખ્યાન, સામાયિક, કાઉસગ્ગ, અનુપ્રેક્ષા, ધ્યાન, ચૌવિહાર, દેવસિ, પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ આપણે ઉલ્લાસભેર આદરવાની છે. આ પર્વ દરમિયાન, કાયાને શણગારવાને બદલે આત્માને શણગારવા તરફ લક્ષ્ય કેળવવું અને સ્વસ્થ (સ્વમાં અસ્થ) બનવું, એ જ આ પર્વનો સુગમ સંદેશ છે. ૩૫૧ શ્રુતસરિતા Page #377 -------------------------------------------------------------------------- ________________ આ મહાપર્વને નિમિત્ત બનાવી વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ આદરવામાં આવે છે, તે અનુમોદનીય છે. ઉપવાસાદિ તપથી દેહમાં એક પ્રકારની તપ્તતા ઉદ્દભવે છે, કે જેથી કાર્પણ વર્ગણાના કેટલાક પુલ પરમાણુઓ ખરી પડે છે. તપ એટલે ઈચ્છાનિરોધ; તપ એટલે વાસનાઓ ઉપર વિજય, તપ એટલે તૃષ્ણાઓનો ત્યાગ; તપનો વિધેયાત્મક અર્થ : મુક્તિનો તલસાટ. પંડિત પૂ. શ્રી સુખલાલજીએ તપની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે ? વાસનાઓને ક્ષીણ રવા વાસ્તે જોઈતું આધ્યાત્મિક બળ કેળવવા માટે શરીર, ઇન્દ્રિય અને મનને જે તે તાપણીમાં તપાવાય તે બધું “તપ” છે. આમ, જેમ તપ સંવરનો ઉપાય છે, તેમ તપ નિર્જરાનો પણ ઉપાય છે : भवकोडि संचियं कम्म, मनसा निज्जरिज्जइ । કરોડો ભવનાં સંચિત થયેલાં કર્મો તપથી નિર્જરીત થાય છે. - શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તવેvi વીદvi નાયડુ તપથી વ્યવદાન અથતિ કર્મોની શુદ્ધિ થાય છે. - શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર तापयति अष्टप्रकारं कर्म इति तपः । આઠ પ્રકારને (કર્મોના) જે તપાવે તે તપ છે - શ્રી આવશ્યક સૂત્ર ટીકા તપથી દેહ શુદ્ધ થવો જોઈએ અને આત્મા પવિત્ર થવો જોઈએ. તપ વડે અશુભ લેશ્યાઓનો પરિહાર થાય છે, ક્રોધાદિ કષાયોનો ઉપશમ થાય છે અને સમ્યગ્દર્શન નિર્મળ બને છે. જીવ, અજીવાદિ નવ તત્ત્વોની શ્રદ્ધા થવી તેને વ્યવહારે સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. નિશ્ચય દૃષ્ટિએ, સમ્યગ્દર્શનના ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયક એવા ભેદ છે. પર્વના દિવસો પૂરા થાય એટલે દરેક સંઘ આ મહાપર્વ નિમિત્તે આચરેલ તપસ્વી સભ્યોની યાદી બહાર પાડે, સન્માન કરે, ઉજવણું કરે, પ્રભાવના કરે. આ ઉપરાંત, જે સભ્યો નિત્ય ધર્મ આચરતા હોય (એટલે કે આજીવન ઉકાળેલું પાણી, કંદમૂળ ત્યાગ, રાત્રિભોજન, ત્યાગ, વાસી ખોરાક ત્યાગ, રોજિંદા જ આવશ્યક આદિ) તેવી એક અલગ યાદી તૈયાર કરી, અનુમોદનાના ભાવ સાથે અને અનુકરણના પ્રભાવ સારું, દરેક સંઘ જે તે સાધર્મિક સભ્યોનું ઉચિત સન્માન કરે છે. દરેક પ્રસંગે કયું તપ કરવું અને કેટલી હદ સુધી કરવું, તે અંગે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા “જ્ઞાનસાર' ગ્રંથમાં “તપ”ના અષ્ટકમાં કહે છે : तदेव हि तप कार्य, दुनिं यत्र ना भवेत् । येन योगो न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि च । કરો તે જ તપશ્ચર્યા, દુર્થાન જયાં ન ઊછળે; યોગ-હાનિ ન જેનાથી, ઇન્દ્રિય બળ ના ટળે. જ્ઞાની ભગવંત અન્યત્ર ફરમાવે છે : बलं थामं च पेहाए, सद्धा मारोग्ग मप्पणो । खेतं कालं च विन्नाय, तहप्पाणं निमुंजए ।। શ્રુતસરિતા પત્રાવલિ ૩૫ર 2010_03 Page #378 -------------------------------------------------------------------------- ________________ બળ, શક્તિ, દેઢતા, શ્રદ્ધા, આરોગ્ય, ક્ષેત્ર અને કાળ પ્રમાણે સમજી વિચારીને દરેકે પોતાના આત્માને તપમાં જોડવો જોઈએ. કર્મને તપાવે તે તપ. મુખ્યતયા “જ્ઞાન” જ કર્મને બાળતું હોવાથી પંડિતો “જ્ઞાન”ને જ “તપ” કહે છે. બાહા અને અત્યંતર – એ બે તપમાં અત્યંતર તપ જ તારૂપે ઈષ્ટ છે. બાહ્ય તપ તો અત્યંતર તપની પુષ્ટિ-વૃદ્ધિ કરનાર છે, માટે તો કહ્યું છે : તપાવે કર્મને તેથી, જ્ઞાનને તપ છે કહ્યું, અત્યંતર જે તે ઈષ્ટ, બાહા તે પોષવા રહ્યું. બાહા તપના છ ભેદ : અણસણ, ઊણોદરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સંલીનતા. અત્યંતર તપના છ ભેદ : પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાન, ધ્યાન, કાઉસગ્ગ. આમ, અત્યંતર તપના છએ પ્રકારો નિત્ય સેવી પૂર્ણપણે અત્યંતર તપ આચરી શકાય તઅનુસાર સાધકે બાહ્ય તપનું, તપની મર્યાદાનું લક્ષ્ય રાખવું ઉપકારી છે. દરેક સાધકે પોતાની રુચિ, કક્ષા, શકિત, આરોગ્ય, વ્યવસાયિક મર્યાદા, પારિવારિક સંજોગો વગેરે અનેક બાબતોને ધ્યાનમાં લઈ તપની પસંદગી કરવી જોઈએ. બાહ્ય તપ કરતાં અત્યંતર તપ ચઢિયાતું છે એ નિઃસંશય છે; પરંતુ એથી બાહા તપનો નિષેધ કરવાનો નથી. ચરમ શાસન તીર્થપતિશ્રી મહાવીર સ્વામીએ બાહા તેમજ અત્યંતર તપ એમ બંને પ્રકારની ક્રિયા કરી છે. દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ વેળાએ દરેક તીર્થંકર પરમાત્માને અમુક બાહ્ય તપ હોય છે. આત્મા માટે શ્રેયસ્કર અને મોક્ષપથગામિની બની શકે એવા “તપ”ને મહત્ત્વનું સ્થાન નીચે મુજબ છે. (૧) ઉત્કૃષ્ટ મંગલ (ત્રીજ) - ઇમ્પો માન્ન મુવિટ, હંસા સંગમો તવો શ્રી દશવૈકાલિક સૂત્ર (૨) પંચાચાર-ચોથું - દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર. (૩) નવપદ-નવમું - અરિહન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ. (૪) ધર્મના ભેદ-ત્રીજું - દાન, શીયળ, તપ, ભાવ. (૫) વાસ સ્થાનક ૧૪મું પદ - અરિહન્ત, સિદ્ધ, પ્રવચન, સૂરિ, સ્થવિર, પાઠક, સાધુ, જ્ઞાન, દર્શન, વિનય, ચારિત્ર, બહ્મચર્ય, ક્રિયા, તપ, દાન, વૈયાવચ્ચ, સમાધિ, અભિનવજ્ઞાન, શ્રત, તીર્થ. (૬) યતિ ધર્મ-દસ (આઠમું) - ક્ષમા, માર્દવ (મૃદુ), આર્જવ (સરળ), શૌચ (પવિત્ર) સંયમ, ત્યાગ, સત્ય, તપ, બ્રહ્મચર્ય, અકિંચન્ય (અપરિગ્રહી). આ મહા મંગલકારી પર્વ વેળાએ, આપણી એક નવી ઓળખાણ કરી લઈએ. ચૌદ રાજલોકના અગ્રસ્થાને જે સિદ્ધશિલા છે, ત્યાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત આત્માઓનું અવસ્થાન છે. નિશ્ચય દૃષ્ટિએ, દરેક જીવ દ્રવ્ય અને ગુણ વડે તો સિદ્ધ સમાન છે; જે કાંઈ ફરક છે તે માત્ર આવરણના કારણે સર્જાતા પત્રાવલિ ૩૫૩ શ્રુતસરિતા 2010_03 Page #379 -------------------------------------------------------------------------- ________________ પર્યાયોને લીધે છે. આ દૃષ્ટિએ, આપણે સૌ, દ્રવ્ય-ગુણની અપેક્ષાએ, સિદ્ધોના સાધર્મિક છીએ. આ મહાપર્વ દરમિયાન આપ સૌને તપશ્ચર્યામાં દેવગુરુપસાય શાતા, સમતા અને સમાધિ બની રહે તેવી શુભેચ્છા. આ વર્ષ દરમિયાન, આપ સૌનું દિલ દુભાય એવું કાંઈ પણ જાણતાં-અજાણતાં, મનસા-વાચા-કર્મણા મેં કર્યું હોય, તો તે બદલ મારા આપ સૌને મિચ્છામિ દુક્કડમ્. આપ સૌ મને પણ ઉદારભાવે ક્ષમા કરશો. પરમાત્મા પ્રતિ પરમ નિરાગી પ્રીતિ-ભક્તિ, જીવ-જગતમાં શિવનું દર્શન કરતી, કરુણાસભર હૈયે સહાનુભૂતિ, વિષય-કષાય અને વિશ્વ પ્રતિ વિરકિત, આત્માના અવિનાશી સ્વરૂપાનુસંધાન સાધતી વૃત્તિ-પ્રવૃત્તિ વડે નિત્ય જીવનને આચારોથી સુશોભિત બનાવી ભવની ભ્રાન્તિ ભાંગવાનો, કષાયોની ક્રાન્તિ કાઢવાનો, આત્માની ઉત્ક્રાંતિ પામવાનો અને શાશ્વત શાંતિ સાધવાનો પાકો નિર્ધાર આ પનોતા પર્વ વેળાએ આપણે સૌ કરીએ એ જ અભ્યર્થના સહ. * * પત્રાવલિ-૫૪ લિ. આપનો સાધર્મિક ભાઈ, રજની શાહ નવપદ આરાધનાનું અભિવાદન મંગળવાર, તા. ૨૩મી ઑક્ટૉબર, ૨૦૦૧ વીર સંવત ૨૫૨૭ ને આસો સુદ ૭ પરમ આરાધક શ્રાવક, શ્રાવિકાશ્રી તથા પરિવાર - પ્રણામ - જય જિનેન્દ્ર - ઓળી દરમિયાન આપ સૌ શાતામાં રહો તેવી ભાવના. આત્માનું મુક્તિગમન નિશ્ચિત કરી દેનાર નવપદને અનંત અનંત નમસ્કાર. નવ પદનો મહિમા જિનશાસનમાં નવકાર મંત્ર જેટલો જ છે. સકળ સાધનાના કેન્દ્રમાં નવપદમાંથી કોઈને કોઈ પદ હોય જ છે. ધર્મપ્રવૃત્ત અને પાપનિવૃત્ત બનવા માટે આપણું સત્ત્વ ફોરવવા માટે અનેક પર્વો ગોઠવવામાં આવ્યા છે. જેમ સઘળાં તીર્થોમાં સર્વશ્રેષ્ઠ તીર્થ શ્રી શત્રુંજય છે, તેમ સઘળાં પર્વોમાં અવ્વલ નંબરે નવપદની ઓળી છે. શત્રુંજય જેમ શાશ્વત તીર્થ છે, તેમ નવપદની ઓળી શાશ્વત પર્વ છે. અતિ અલ્પ પુરુષાર્થે લખલૂટ કર્મ નિર્જરા અને પુણ્યબંધ કરાવનારું આ અનુપમ પર્વ છે. પ્રથમના બે પદ સિદ્ધપદ, પછીના ત્રણ સાધક પદ અને છેલ્લા ચાર સાધના પદ છે. જેણે સિદ્ધ બનવું હોય તેણે સાધક બનવું જ પડે. જેણે સાધક બનવું છે તેણે જીવનમાં સાધનાને અપનાવી જ પડે. નવ પદના કેન્દ્ર સ્થાને સાધુપદ, પ્રથમ પાંચ પદ (પરમેષ્ઠિ)માં કેન્દ્રસ્થાને આચાર્ય પદ અને ત્રણ ગુરુતત્ત્વના કેન્દ્રસ્થાને ઉપાધ્યાય પદ આવે છે. આમ, નવપદના ત્રણે કેન્દ્રોમાં ગુરુતત્ત્વના ત્રણે પદ આવી જાય છે. ગુરુપદ વિના મોક્ષમાર્ગની આરાધના થઈ શકતી નથી. માટે તો કહ્યું છે - શ્રુતસરિતા 2010_03 ૩૫૪ પત્રાવલિ Page #380 -------------------------------------------------------------------------- ________________ “પ્રવચન અંજન જો સદ્ગુરૂ કરે, દેખે પરમ નિધાન જિનેશ્વર; હૃદય નયણ નિહાળે જગ જાણી, મહિમા મેરુ સમાન જિનેશ્વર.” મોહનીય કર્મના ક્ષયોપશમના અભાવમાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પેદા થયેલું જ્ઞાન જીવને વિકલ્પો-તર્કો-દલીલો કરાવી ઊંધા રવાડે ચડાવે છે, જેના પરિણામે મોક્ષમાર્ગ વાસ્તવિક પણે હાથમાંથી સરકી જાય છે અને છતાં હું મોક્ષમાર્ગ ઉપર આગળ ચાલી રહ્યો છું તેવો નિરંતર ભ્રમ રહ્યા કરે છે. અમેરીકામાં પ્રવચનકારોની ઉપસ્થિતિ એ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમનું કારણ છે અને આ દેશમાં સાધુ ભગવંતોની અનુપસ્થિતિએ મોહનીય કર્મના ક્ષયોપશમના અભાવનું કારણ છે. માટે, નવપદની આરાધનાનું લક્ષ્ય મોહનીય કર્મના ક્ષયોપશમાં રાખવા જેવું છે, કે જેથી ઇચ્છાઓનો સંવર થાય, સમતા યોગ પરિણમે, કષાયો પાતળા પડે, ઉપશમભાવ પેદા થાય. સ્વરૂપનું લક્ષ્ય, સ્વરૂપની શુદ્ધિનો ખ્યાલ અને સ્વરૂપ તરફની જાગૃતિ એ નિશ્ચય છે અને આચારમાર્ગનું અણીશુદ્ધ પાલન એ વ્યવહાર છે. બંનેનો સુમેળ તે મોક્ષ માર્ગ છે. સ્વરૂપના ભાર વિનાની દોડાદોડી તે પ્રમાદ છે કે જેમાંથી કષાયની ઉત્પત્તિ થાય છે. ઇચ્છા રોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે; તપ તે એહી જ આત્મા, વર્તે નિજ ગુણ ભોગે રે.” - પૂ. શ્રી યશોવિજયજી મહોપાધ્યાય. આ નવ દિવસ દરમ્યાન આત્માને નવપદમય બનાવી, આધ્યાત્મિક ચેતના જાગ્રત કરી, તપજપ-ભક્તિ-ધ્યાનના સંયોજન વડે આત્માને ભાવિત બનાવી આપની સાધના-આરાધના-ઉપાસના ફળવતી બનાવશો. અનેરા ઉલ્લાસભેર અને નિર્વિદનપણે આપનું આ અનુષ્ઠાન પાર પડે તેવી મારી અભિનંદનભરી શુભેચ્છા અને શાસનદેવને પ્રાર્થના. લિ. આપનો સાધર્મિક ભાઈ, રજની શાહ ( પત્રાવલિ-૫૫ શ્રી શત્રુંજયની નવાણું યાત્રા મહિમા મંગળવાર, તા. ૮મી, જાન્યુઆરી, ૨૦૦૨ વીર સંવત ૨૫૨૮ ને માગસર વદ ૧૦ પરમ પુરૂષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુ જન્મકલ્યાણક શુભ દિન. પનોતી પુણ્યાઈના ધારક અને પરમ સૌભાગ્યવંતા ભવ્યાત્માઓ : પ્રણામ - જય જિનેન્દ્ર. આપની શત્રુંજય મહાતીર્થની નવાણું યાત્રા આત્મશાન્તિપૂર્વક નિર્વિને મનપ્રસન્નતા અને ચિત્તસ્થર્ય સાથે આગળને આગળ ધપતી રહે તેવી મારી શુભેચ્છા અને મંગળ પત્રાવલિ ૩૫૫ શ્રુતસરિતા 2010_03 Page #381 -------------------------------------------------------------------------- ________________ ભાવના. પ્રથમ જિનેન્દ્ર શ્રી ઋષભદેવ ભગવંત આ ગિરિ ઉપર ૯૯ પૂર્વ વાર સમવસર્યા છે. તેના અનુકરણપૂર્વક આપશ્રી ૯૯ વાર યાત્રા કરવા પ્રવૃત્ત થયા છો. સાચે જ, પરમાત્માનું જીવન એ પ્રયોગ છે, તેઓનો ઉપદેશ એ સિદ્ધાંત છે. તે મુજબનું આપણું આચરણ કાયોનું કફન અને દુઃખોનું દફન કરવા સમર્થ છે. પર્વતોમાં જેમ મેરુપર્વત, મુનિમંડળમાં જેમ જિનેશ્વર ભગવંત અને વૃક્ષોમાં જેમ કલ્પવૃક્ષ તેમ આ તીર્થ સર્વ તીર્થોમાં તીર્થાધિરાજ છે. આ ગિરિ શિવવધૂને વરવા માટે મંડપ જેવો છે. ધન્ય છે આપને, આવો અજોડ, અનુપમ અને અભૂતપૂર્વ યાત્રાનો લાભ લેવા બદલ ધન્ય છે આપના પરિવારને, આપને આ લાભની અનુમતિ તેમજ સગવડતા કરી આપવા બદલ. સંયમમય જીવન, શિસ્તમય વર્તન અને શ્રદ્ધાસભર મન સાથે દરેક તીર્થયાત્રા કરજો અને આ નવાણું યાત્રા સંસારયાત્રાને સમાપ્ત કરવામાં સંપૂર્ણ સહયોગી અને સહાયક બનાવશો. તીર્થસ્થાને કરેલી આરાધના-સાધના સંસાર અને શિવનગરી વચ્ચે અખંડ-અભંગ સેતુનું સર્જન કરે છે. ક્ષમાસભર સાધુ ભગવંતો, સાધનાસબળ સાધ્વીજી મહારાજો, શ્રદ્ધાસંપન્ન શ્રાવકો અને સંવેગયુક્ત શ્રાવિકાઓનો સંયોગ આપ બધાને પ્રબળ પુણ્યોદયે સાંપડ્યો છે, તો પૂરેપૂરો લાભ લેશોજી. આ લાભ વડે જ્ઞાનમાં વૃદ્ધિ થાય, દર્શન વિશુદ્ધ બને, દૃષ્ટિ વિશાળ બને, ચારિત્ર નિર્મળતાને ધારણ કરે તેમ જ જીવનમાં પવિત્રતા, પરમાર્થ અને પરોપકાર પરાયણતાની પરિમલ પ્રસરે છે. માટે તો જ્ઞાની ભગવંતો ફરમાવે છે : पूज्यपूजा दया दानं, तीर्थयात्रा जपस्तपः । श्रुतं परोपकारश्च मर्त्यजन्म फलाष्टकम् ॥ અર્થ : પૂજ્યોની પૂજા, દયા, દાન, તીર્થયાત્રા, જપ, તપ, શ્રુતારાધન, અને પરોપકાર - મનુષ્ય. જન્મના આ આઠ વિશિષ્ટ ફળ છે. આચાર્યદેવેશ પૂ. શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજા વડે સ્પર્શાયેલી ભૂમિ કે જેઓના નામ ઉપરથી ‘પાલિતાણા’ નામાભિધાન થયું છે, તે અતિ પવિત્ર, સાત્ત્વિક અને શાન્તિદાયક તીર્થભૂમિ ઉપર ઉપરોક્ત આઠે કરણી નિત્યધર્મ તરીકે દૈનિક ધોરણે કરશો. તીર્થયાત્રાનું રૂપ દર્શાવતાં જૈન મહર્ષિઓએ કહ્યું છે કે - श्रीपान्थरजसा विरजीभवन्ति, तीर्थेषु बम्भ्रमवतो न भवे भ्रमन्ति । द्रव्यव्ययादिह नराः स्थिरसम्पदः स्युः तुलया भवन्ति जगदीशमथार्चयन्तः || અર્થ : તીર્થયાત્રિકોના પગની રજ વડે રજવાળા થનારા મનુષ્યો કર્મ૨જથી રહિત થાય છે. તીર્થમાં પરિભ્રમણ કરનારા મનુષ્યો સંસારમાં પરિભ્રમણ કરતા નથી. તીર્થયાત્રામાં દ્રવ્યવ્યય કરવાથી મનુષ્યો સંપત્તિવાળા થાય છે; અને તીર્થમાં જઈ જગદીશ એટલે શ્રી જિનેશ્વર દેવની પૂજાભક્તિ-આરાધના-ઉપાસના કરનારા સ્વયં પૂજ્ય બને છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, મુનિ, સાધ્વી, જૈન પ્રવચન અને સંઘ આદિ પત્રાવલિ શ્રુતસરિતા 2010_03 ૩૫૬ Page #382 -------------------------------------------------------------------------- ________________ જંગમ તીર્થો છે, જ્યારે શત્રુંજય આદિ સ્થાવર તીર્થો છે. કોઈક સમયે મુખ્ય રૂપે અને બીજા સમયે ગૌણરૂપે અથવા અમુક જીવને મુખ્યરૂપે અને અમુક જીવને ગૌણરૂણે આ બન્ને પ્રકારનાં તીર્થો આત્મકલ્યાણ કરાવનારા, આશ્રવમાર્ગનો ત્યાગ કરાવીને સંવરધર્મને મેળવાવનારા યાવતુ કર્મોનો સર્વથા ક્ષય કરાવીને મોક્ષપ્રાપ્તિ કરાવવામાં આ બે તીર્થ સિવાય અન્ય એકેય સાધન નથી. માટે, આ બને (સ્થાવર અને જંગમ) તીર્થોના પદપંકજમાં બેસી આત્માને અતિ ભાવિત કરવાનું લક્ષ્ય રાખશો. સંવર ધર્મને વધુ સમૃદ્ધ કરવા માટે, અંતર્યાત્રાની સાચી દિશા પકડવા માટે અને આત્મધર્મના આરાધક બનવા માટે, દુષ્કતની ગહ, સુકૃતની અનુમોદના અને ચતુઃ શરણગમનના તારક ત્રિવેણી સંગમમાં નિરંતર સ્નાન કરજો, અને આત્મસ્નેહને આત્મસાત્ કરી સ્વસ્વરૂપનો આવિર્ભાવ કરશો. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકાગ્રતા વડે દરેક યાત્રા ક્રશો અને અનુભવ-અનુભૂતિ પામતા રહેશો. અનુભવજ્ઞાન ઇન્દ્રિયોના માધ્યમમાં રહેતું નથી; તે તો આત્માની અનુભૂતિમાં જ રહેવાનું અને તેને આચરણરૂપી તીજોરીમાં રાખવાનું. વૃત્તિને સ્પર્શેલું જ્ઞાન પ્રવૃત્તિમાં અને છેવટે નિવૃત્તિમાં સ્થિર થઈ ઘાતીકનો ચરઘાણ અવશ્ય ક્યું છે. આની ફલશ્રુતિ વડે જ પુદ્ગલની પ્યાસ, સુખની આશ અને વિષયોનો વિકાસ વિરમશે અને મોક્ષનો અભિલાષ પ્રગટ થશે. આપ સૌના નવાણું યાત્રાના પ્રયાસની હું અપાર અપાર અનુમોદના કરું છું અને આપને મારા અસીમ ધન્યવાદ. સઘળી ક્રિયાઓ કરતાં કરતાં ચાર દોષો (દગ્ધ, શૂન્ય, અવિધિ અને અતિપ્રવૃત્તિ) સેવાઈ ના જાય તેની પૂરી કાળજી રાખશો. સિદ્ધાચળના શિખર ઉપર દીપક સમાન બિરાજતા અલબેલા શ્રી આદીશ્વર પ્રભુને મારા ચરણસ્પર્શ અને ભાવભરી વંદનાઓ. તીર્થના ગુણોરૂપી મોતીઓની માળા આ નવાણું યાત્રાને પૂજારૂપે બનાવી કંઠમાં સ્થાપન કરશો. સદ્ગુરુનો સમાગમ, મિથ્યાત્વનો અપગમ, સમક્તિનો અભિગમ અને રત્નત્રયીનો સંગમ આપશ્રી પરિપૂર્ણપણે પામો તેવી મારી અભ્યર્થના અને મંગલ મનીષા. લિ. આપનો સાધર્મિક ભાઈ, રજની શાહ પત્રાવલિ 2010_03 ૩૫૭ શ્રુતસરિતા Page #383 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૫૬ આ મૃત્યુનું શું રહસ્ય છે ? શ્રી દીપકભાઈ ગાંધીના અરિહન્તશરણ | નિમિત્તે પ્રાર્થનાસભા વેળાએ શ્રી રજનીભાઈ શાહનું પ્રાસંગિક ઉદ્ધોધન તારીખ : ફેબ્રુઆરી ૨, ૨૦૦૨ 294 : Caldwell @21242, NJ. આ નશ્વર જગતમાંથી દરેક જીવ પરભવમાં બે પ્રકારે વિદાય લે છે. (૧) માંદગીભર્યા સંજોગોમાં કે જેમાં આપણા સ્વજન થોડાક મહિનાઓ અને વર્ષો સુધી અસહ્ય તનદુઃખ, કારમી મનપીડા અને વસમી વેદના ભોગવે છે. વિદાય લેનાર જીવ પોતે અપરંપાર વેદના ભોગવે, પણ તેના આનુષંગિક પરિણામ વડે સ્વજનો-પરિજનોને પોતાના આવી રહેલ મૃત્યુની બાબતમાં માનસિક તૈયારી કરાવી દે છે. (૨) વિદાય લેનાર જીવ પોતે તન કે મનની કોઈ પીડા કે વેદના લાંબા ગાળા સુધી ભોગવ્યા વિના એક-બે દિવસમાં જ પોતાની આ ભવયાત્રા સંકેલી પરભવમાં પહોંચી જાય છે. આ બીજા પ્રકારમાં, સ્વજનો-પરિજનોને વિદાય લેનાર જીવ પોતાની કાયમી વિદાયના માટે માનસિક તૈયારી કરાવી શકતો નથી. પ્રથમ પ્રકારમાં જેમ અશાતા વેદનીય કર્મનો ઉદય હોય છે, તેવો ઉદય અશાતા વેદનીય કર્મનો બીજા પ્રકારમાં હોતો નથી. ના હોતા નથી, આપણા સંઘની અસ્મિતા અને અનેરી ઓજસ્વિતા સમા મૂકસેવક શ્રી દીપકભાઈની વિદાય આ બીજા પ્રકારની રહેવા પામી છે. સ્વજનોની વિદાયની વેળાએ પણ આપણે આપણી દૃષ્ટિથી જ જોવા ટેવાયેલ હોઈ આપણને આકસ્મિક વિદાય એટલે કે બીજા પ્રકારના અણધાર્યા વિયોગમાં પ્રથમ પ્રકારની સરખામણીએ, વધુ આઘાત અને વધુ શોક થાય છે. આ જ બાબતને શ્રી દીપકભાઈની દૃષ્ટિએ જોઈએ તો તેઓની વિદાય, ભલે કદાચ ઓચિંતી અને અણધારી હતી, પણ તે દુઃખ પીડા વેદના વિનાની હતી અને અશાતા વેદનીય કર્મના ઉદયના અભાવવાળી હતી; એ દૃષ્ટિએ શ્રી દીપકભાઈની વિદાય સાચે જ પુણ્યવંતી અને લાભદાયી હતી. આપણા સૌની પણ વિદાય આ બેમાંથી કોઈ એક પ્રકારે જ થવાની છે. કોઈ આપણને પૂછે કે આ બે પ્રકારમાંથી કયા પ્રકારની વિદાયને પામવાની ઇચ્છા છે ! તો આપણો બધાનો સાર્વત્રિક ઉત્તર એ જ છે કે બીજો પ્રકાર, કે જેમાં કોઈની સેવા-ચાકરી લેવી ના પડે અને અશાતા વેદનીય કર્મ પીડાવેદના સાથે ભોગવવું ના પડે. આપણા લોકલાડીલા-સંઘલાડીલા શ્રી દીપકભાઈની બીજા પ્રકારની વિદાયની ઇચ્છા તો પાર પડી ગઈ; પણ આવી વિદાય આપણે પણ પામીએ તે માટે હાલ પૂરતી તો પ્રાર્થના' જ કરવાની રહી. જિનશાસનના જ્યોતિર્ધર ગચ્છાધિપતિ પ.પૂ.શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી હંમેશાં કહેતા “જન્મ શ્રુતસરિતા ૩૫૮ પત્રાવલિ 2010_03 Page #384 -------------------------------------------------------------------------- ________________ ભલે મહાવિદેહનો વખણાતો હોય પરંતુ મૃત્યુ તો શત્રુંજયમાં જ વખણાય છે.' આ અપેક્ષાએ, શ્રી દીપકભાઈ મૃત્યુ વેળાએ પોતે શત્રુંજય ના જઈ શક્યા; પણ પોતાના જીવનસાથી શ્રી ઉષાબહેનને તે વેળાએ ત્યાં જ મોકલી દીધાં. સ્વજનો-પરિજનોની વિદાય વેળાએ સ્મશાન-યાત્રામાં તો આપણે ઘણી વાર હાજરી આપવા ગયા છીએ. પરંતુ હજી જીવન એક સ્વપ્ન માત્ર જ છે તેની પ્રતીતિ કે સમજણ આપણામાં આવી નથી; આંખ ખોલીએ તો જ સ્વપ્ન તૂટે છે. હજી આપણી આંખ ખૂલી થઈ જ નથી. મૃત્યુ વેળાએ મહદ્ અંશે આંખ ખૂલે છે ને સ્વપ્ન તૂટે છે. પણ આનો કોઈ અર્થ સરતો નથી, કારણ કે તે વખતે ઘણું મોડું થઈ ગયું છે. આ પ્રસંગે આપણે પણ બોધ લેવો જોઈએ કે સ્વપ્ન તૂટે ત્યારે જ ખબર પડે છે કે હાથમાં કશું જ નથી; જે હતું હતું નહીં પણ માત્ર હતું તેવું દેખાતું હતું. હાથમાં ભેગું કરવાની અને કરી લેવાની આ દોટ થોડી અટકાવી આપણા પુરુષાર્થને થોડોક વધુ ‘ધર્મ’ તરફ વાળવાની આવશ્યકતા છે. आयुर्याति क्षणे क्षणे । આયુષ્ય ક્ષણે ક્ષણે ક્ષય પામે છે. આયુષ્ય ક્ષણભંગુર છે. આપણું ભાગ્ય પણ અપૂર્ણ છે. ચરમ શાસનપતિ શ્રી મહાવીર સ્વામીને અને તેઓના ગુણોની ‘પ્રશંસા’ તો આપણે અત્યાર સુધી ઘણી ઘણી કરી છે; હવે તેઓને આપણા જીવન પરિવર્તન માટે ‘પસંદ’ પણ કરીએ. તેઓશ્રીએ કહેલું અને કરેલું આપણા જીવનમાં ઉતારીએ અને વર્તન-આચરણ દ્વારા પ્રતિબિંબિત કરીએ; આપણો જીવનપથ અને જીવનરથ જિનશાસનની પ્રશસ્ત ક્રિયાઓ વડે આપણે શણગારીએ. શુક્ષ્મસ્ય શીઘ્રમ્ - સપ્રવૃત્તિઓ એટલે કે શુભ પ્રવૃત્તિઓ શીઘ્રતાથી સત્વરે આદરવી ઉપકારી છે. સરળતા, સજ્જનતા, સૌજન્યતા, સાધર્મિકતા અને સત્યાગ્રહતા - આવા અનન્ય વિશેષણોથી વ્યક્ત થતા ભાવાત્મક ગુણોના ધારક પરમ શ્રાવક શ્રી દીપકભાઈ અને પરમ શ્રાવિકા બેનશ્રી ઉષાબહેનની દાંપત્ય-જોડી આજે ખંડિત થઈ છે. વૈયાવચ્ચગુણથી દેદીપ્યમાન શ્રી દીપકભાઈ ચિરકાળ સુધી આપણા હૃદયનિકેતનમાં બિરાજેલા રહેશે અને અનેરા ગુણાનુવાદનું આપણા સૌ માટે સ્થિર અને સ્થાયી સ્મારક બની રહેશે. સદ્ગત શ્રી દીપકભાઈના પુણ્યશાળી આત્માને પરભવમાં શ્રી જિનેશ્વર ભગવંતનું પરમ અને પ્રબળ નિમિત્તે અપાર શાતા, સમતા અને સમાધિ બન્ને અને શ્રી ઉષાબહેન સહિત પરિવારને આવી પડેલું આ દુ:ખ સહન કરવા શક્તિ અર્પે તેવી ભાવના-પ્રાર્થના-અભ્યર્થના. સપ્રવૃત્તિ અને સાધર્મિક વૈયાવચ્ચ સભર શ્રી દીપકભાઈ સદ્દ્ગતિને (મનુષ્ય અગર દેવ ભવ) જ પામ્યા હોઈ શકે છે. પરભવમાં જો તેઓ દેવભવને પામ્યા હોય તો ધર્મારાધનામાં આપણાં વિનો દૂર કરવા અને ધર્મબળ પૂરું પાડવા ગમે તે સ્વરૂપે તેઓશ્રી આપણી પાસે આવે તેવી સ્તુતિ ભરી પ્રાર્થના કરી હું વિરમું છું. પત્રાવલિ 2010_03 ૩૫૯ શ્રુતસરિતા Page #385 -------------------------------------------------------------------------- ________________ “અજ્ઞાનમાં અથડાઉં ત્યારે, દેવ બનીને આવજો; ભવવનમાં તપતો હું ત્યારે, ચન્દ્ર બનીને ઠારજો. ઉન્માર્ગે જો ભટકું હું ત્યારે, દીપક બનીને આવજો; જે જે રૂપે કરું હું પ્રતીક્ષા, તે તે સ્વરૂપે આવજો.” - જય જિનેન્દ્ર - * * * * * પત્રાવલિ-પ૭ ક્રોધથી થતી જીવની ભયંકર અવનતિ અને અસદ્ગતિ (આ શત્રુને નષ્ટ કરો) બુધવાર, તા. ૧૯ જૂન, ૦૨ - વીર સંવત ૨પર૮ ને જેઠ સુદ ૯ શ્રી વાસુપૂજય સ્વામી, ચ્યવન કલ્યાણક શુભ દિન. ભાઈશ્રી, પ્રણામ - જય જિનેન્દ્ર - નમ્રતા-સરળતા અને સમર્પણ સાથે કરેલ નમસ્કારથી જીવમાં વિશિષ્ટ જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનથી યોગ તરફ જવા માર્ગ અને પ્રેરણા મળે છે. મુખ્યતઃ યોગ ત્રણ પ્રકારના છે - જ્ઞાનયોગ, દર્શનયોગ અને ચારિત્રયોગ. આ યોગપ્રાપ્તિથી જીવના અનાદિ કર્મમળ નષ્ટ થઈ જાય છે અને જીવ પરમપદનો-મોક્ષનો અધિકારી બને છે. આ અધિકારીપણાની પ્રાપ્તિમાં નડતરરૂપ કારણો માત્ર બે જ છે - મોહ અને કષાય. ચાર કષાયો પૈકી “ક્રોધ કષાય જ માત્ર બાહી સ્વરૂપવાળો છે, જ્યારે અન્ય ત્રણ (માન, માયા અને લોભ) અત્યંતર સ્વરૂપ છે. ઊકળતા પાણીમાં કોઈ પણ ચીજનું પ્રતિબિંબ સ્પષ્ટ હોતું નથી, એમ જ્યારે આપણા દિમાગમાં ક્રોધાદિનો કોઈ પણ ઉકળાટ હોય ત્યારે પરિસ્થિતિનું યથાર્થ પ્રતિબિંબ ઝીલાતું નથી. બીજી રીતે કહીએ તો, બેટરી ગમે તેટલી પાવરફુલ હોય પણ જો એને દશ્ય પદાર્થ (માર્ગ કે વસ્તુ કે રજૂઆતની વાત) પર સ્થિર ક્રવામાં ન આવે અને જોર જોરથી ઘુમાવ્યા ક્રાતી હોય તો એ બેટરી યથાર્થ દર્શન કરાવતી નથી. એમ, ગમે તેવી ધારદાર બુદ્ધિ, સત્ય અને સચોટ વાત પણ, ક્રોધાદિના આવેશ કાળે, યથાર્થ નિર્ણય આપી શક્તી નથી અને તેથી એ વખતે લેવાયેલો નિર્ણય ભૌતિક અને આધ્યાત્મિક, બધી રીતે આપણને ભારે નુકસાનક્ત પુરવાર થાય છે. 1 પરિવાર, સંસ્થા કે સમાજ ઉપર અનેકવિધ અજોડ ઉપકાર કરનાર વ્યક્તિ પણ, જો એનો સ્વભાવ પ્રચંડ હોય, ક્રોધ ઉપર કાબૂ ના હોય, તો લોકપ્રિયતા ગુમાવી અળખામણાં બની જવાનું કેટલું મોટું નુકસાન વ્હોરી લે છે એ આ વાતો પરથી સ્પષ્ટ છે. જે પરિસ્થિતિને પલટવા માટે માનવી ક્રોધનો સહારો લે છે, તે પરિસ્થિતિ સામાન્યથી બે પ્રકારની હોય છે. (૧) સામી વ્યક્તિનું દોષ-અપરાધ કે આશાતના ભરેલું વર્તન (૨) પોતાની વાત સત્ય છે તેનો સામી વ્યક્તિ દ્વારા અસ્વીકાર. ભાઈ, આપને પ્રથમ પ્રકાર લાગુ પડે છે. ૩૬) પત્રાવલિ For Private શ્રુતસરિતા 2010_03 Page #386 -------------------------------------------------------------------------- ________________ આ બન્ને પરિસ્થિતિમાં ક્રોધથી કાર્યસિદ્ધિ તો વધુ દૂર જ થાય છે. સોનાની લગડી પણ જો લાલચોળ તપાવીને આપવામાં આવે તો એને હાથમાં કોણ ઝાલશે ? સામાને સ્વ-વાત સમજાવવા માટે પણ ક્રોધ નહીં, બબ્બે શાંતિ જ ઉપાયરૂપ નીવડે છે. ક્રોધના ધમધમાટમાં વાતની તથ્થતા અને યુકિતસંગતતા છવાઈ જાય છે. ભાઈ, એક સુંદર દેાંત આપને જણાવું. ઠંડી હથોડી તપેલા લોખંડને ઈચ્છા મુજબનો ઘાટ આપી શકે છે, પણ તપેલું લોખંડ ઠંડી હથોડીને નહીં. આ વાસ્તવિક્તાને હંમેશાં આપણે યાદ રાખવા જેવી છે. સાધુ ભગવંતની ભિક્ષાના ૪૨ દોષોમાંથી એક દોષનું નામ “ક્રોધપિંડ છે. ક્રોધથી ભય પમાડીને, ધમકી આપીને કે શાપ દઈને સાધુ ભિક્ષા પ્રાપ્ત કરે તો તે ભિક્ષાનું નામ “ક્રોધપિંડ' છે. તે શ્રમણને અકથ્ય છે. ભાઈ, ઉપદેશમાલા' નામના ગ્રંથના ૩૦૨મા શ્લોકમાં ક્રોધના અનેક સમાનાર્થ નામો આપવામાં આવ્યા છે. તેમાં એક નામ છે : અનુશય. અનુશય = પ્રાયશ્ચિત્ત. ક્રોધ કર્યા પછી હંમેશાં પ્રશ્ચાત્તાપ થાય છે, તેથી જ ક્રોધનું નામ જ રાખ્યું - અનુશય. ભાઈ, ક્રોધની જગ્યા ઉપર ક્ષમાગુણને કેળવજો. સર્વે નવા મવશ – દરેક જીવ પોતપોતાના કર્મોને વશ વર્તે છે. માધ્યસ્થ ભાવ અત્યંત જરૂરી છે. આચારાંગ સૂત્ર સ્પષ્ટ ફરમાવે છે. संसार छेत्तुमनो, कम्मं उम्मूलाए तदठाए । उम्मूलिज्ज कसाया, तम्हा चयिज्ज सयणाई ॥ અર્થ : સંસારનો છેદ કરવાની ઇચ્છા હોય તો કર્મનું ઉમૂલન કરો. કર્મનું ઉમૂલન કરવા કષાયનું ઉમૂલન કરો. કષાયનું ઉમૂલન કરવા સ્વમતનો ત્યાગ કરો. આપશ્રી સ્વાથ્ય ખૂબ સાચવજો. મનને સંતાપ કે સંવાદમાં જવા દેતા નહીં અને વિખવાદ થવા દેતા નહીં. મારી શુભેચ્છાભરી પ્રાર્થના સમગ્રતયા આપ પરિવારની સાથે જ છે. લિ. આપનો ભાઈ, રજની શાહ પત્રાવલિ-૫૮ ક્રોધે ક્રોડ પૂરવતણું સંયમ ફળ જાય શુક્રવાર, તા. ૨૧મી જૂન, ૨૦૦૨ વીર સંવત ૨૫૨૮ને જેઠ સુદ ૧૦ ઔપથમિક ભાવની પ્રાપ્તિ માટે સક્ષમ પુરુષાર્થીશ્રી, પ્રણામ - જય જિનેન્દ્ર. ક્રોધથી બળી ઝળીને ખાખ થતા દુઃખિયારા જીવોને કરુણાના ભંડાર સમા મહર્ષિઓ કેવી રીતે જોઈ શકે? ઉપશમ અને ક્ષમાની ચિંતનધારા રૂપી બંબાના જલપ્રવાહથી આ આગને ઠારવા જ્ઞાનીઓ ખૂબ મથ્યા છે. તેઓ કહે છે કે તે ફરમાવે છે કે પાયજિ: વિશન મુ#િવ ા કષાયમુક્તિ એ જ સાચી મુક્તિ છે. પત્રાવલિ ૩૬ ૧ શ્રુતસરિતા 2010_03 Page #387 -------------------------------------------------------------------------- ________________ જાત અને જગત ઉપર વિજય પ્રાપ્ત કરવાનું એક માત્ર શસ્ત્ર છે – ક્ષમા. આ ક્ષમાને કોઈ શમ કહે છે, કોઈ ઉપશમ કહે છે, કોઈ શાનારસ કહે છે, કોઈ જીવનનો પરમ વૈભવ કહે છે, તો કોઈ તેને આત્માનું સાચું સૌંદર્ય કહીને બિરદાવે છે. ક્ષમા એ જ સૌંદર્ય, ક્ષમા એ જ સૌષ્ઠવ, ક્ષમા એ જ વૈભવ. માટે તો જ્ઞાની ભગવંતોએ ક્ષમાગુણના અપાર ગુણવાન ગાય છે. ક્ષમા શસ્ત્ર ઝરે ચર્ચા, : હિં #રિષ્યતિ . ૧0 યતિ ધર્મોમાં પ્રથમ છે - ઉત્તમ ક્ષમા. “ઈચ્છામિ ખમાસમણો માં ખમાસમણ'નું સંસ્કૃત “ક્ષમા-શ્રમણ યથાર્થ થાય છે. આપણાં ધર્મશાસ્ત્રો સમ્યગુ જ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્મચારિત્રની સમુદિત સાધનાને મોક્ષનો માર્ગ કહે છે. આ ત્રણેને “ઉપશમ’ સાથે બહુ ગાઢ સંબંધ છે. આ ત્રણેયમાં પ્રથમ સ્થાને સમ્યગ્દર્શન ' ઉપશમ એ સમ્યગ્દર્શનનું લક્ષણ છે. સમ્યગ્દર્શનની રક્ષા માટે ઉપશમભાવ એ ચોકીદાર છે. આ સમ્યગ્દર્શન એ કલ્યાણવૃક્ષનું મૂળ છે. તે પુણ્યનગરનો દરવાજો છે અને નિર્વાણ મહેલનો પાયો છે. આ સમ્યગ્દર્શન સર્વ સંપત્તિઓનું નિધાન છે. સર્વ ગુણોનો આધાર છે, અને ચારિત્રરત્નને સાચવવા માટેની મંજૂષા (પેટી) છે. ઉપશમને ધક્કો મારીને ક્રોધાદિ કષાયો આત્મા ઉપર અડો જમાવી દે ત્યારે સમ્યગ્દર્શન પણ ઉચાળા ભરી ચાલી જાય છે. આ અનંતાનુબંધી કષાયનું આગમન એટલે સમ્યગ્દર્શનની વિદાય. માટે, ક્ષમા અને માધ્યસ્થ ભાવ એ આપણો પોતાનો વૈભવ છે. ક્રોધ એ વિભાવની નીપજ છે. આ વાત મનમાં જો બરોબર ગોઠવાઈ જાય તો ક્રોધના તાવને ઉતારવા વારંવાર ઉપદેશના ઇન્જકશનની પણ જરૂર નહિ પડે. ક્ષમા એ વ્યવહાર નથી, જીવનમૂલ્ય છે; એ વેપાર નથી, પરમાર્થ છે. શ્રી સિદ્ધર્ષિગણિએ, ઉપમિતિમાં આ ક્ષમાને “અનેક ગુણરત્નોની મંજૂષા' કહીને નવાજી છે. જૈન પંચતંત્ર નામના ગ્રંથમાં કહ્યું છે કે ક્ષમા જેવો કોઈ તપ નથી. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે ક્ષમાને સંયમરૂપી બગીચાને નવપલ્લવિત કરનાર નીક સમાન ગણી છે. યોગશાસ્ત્રમાં તેઓશ્રીએ લખ્યું છે કે “ત્રણ લોકના પ્રલયને રક્ષણ કરવા સમર્થ એવા તીર્થંકરદેવો પણ જે ક્ષમાનું શરણ સ્વીકારે છે, તે ક્ષમાનો આશ્રય આપણે કેમ નથી લેતા? ઉપદેશ પ્રાસાદમાં ક્ષમાને સાધકનું આભૂષણ ગણવામાં આવ્યું છે. ભાઈ, ક્ષમાદિ આત્મભાવોને જાણીને મેળવી લેવા અને પછી તેમાં જ રમ્યા કરવું તે સમ્યક ચારિત્ર. ક્ષમા મારી છે તેમ નહીં, હું પોતે જ ક્ષમા સ્વરૂપ છું આ ભાન થતાં સ્વરૂપના પ્રગટીકરણનો પુરુષાર્થ સ્કુરે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ દરેક વ્યક્તિનાં વૃત્તિ, વર્તન અને વ્યક્તિત્વ ઉપર ઘણી અસરો ઉપજાવે છે, પણ આપણા મનની ગંગામાં મલિન વમળો પેદા ના થાય, તે જોવાનું ડહાપણ આપણું છે. ઉપશમભાવના અરીઠા ઘસીને કષાયનો મેલ કાઢી આપણે હૃદયને પારદર્શક બનાવવાનું છે. એક બીજી પણ વાત મનમાં નક્કી ધારી રાખવા જેવી છે કે મોંદયથી થતું નુક્સાન અનિવાર્ય છે; ક્રોધની થતું નુક્સાન નિવાર્ય છે. સ્વ-પરનું ભેદજ્ઞાન આવી જાય તો આપણું શ્રુતસરિતા ૩૬૨ પત્રાવલિ 2010_03 Page #388 -------------------------------------------------------------------------- ________________ બગાડવાની કોઈની તાકાત નથી. ક્રોધ કરવો એ મોહની આજ્ઞા છે, અને ક્ષમા રાખવી એ જિનેશ્વરની આજ્ઞા છે. अह नैकेन हरत्येव, तेजः पाण्मासिकं ज्वरः ।। क्रोधः पुनः क्षणेनापि, पूर्व कोट्यर्जितं तपः ॥ અર્થ : એક જ દિવસનો તાવ છ મહિનાની સ્કૃતિને હણી નાખે છે, તેમ એક જ ક્ષણનો ક્રોધ કોડપૂર્વ વર્ષોમાં પેદા કરેલા તપના ફળને ફૂંકી મારે છે. ક્ષમાં હાર્દિક જોઈએ, ક્ષમા સર્વની જોઈએ, ક્ષમા બિનશરતી જોઈએ, ક્ષમા ચિરંજીવ હોવી જોઈએ અને ક્ષમા જ્ઞાનગર્ભિત જોઈએ. ક્ષમાના આ પાંચ પ્રાણોને ધારણ કરવાના આપના પુરુષાર્થને હું સફળતા ઇચ્છું છું. લિ. આપનો સાધર્મિક, રજની શાહ પત્રાવલિ-પ૯ પંડિતશ્રી ધીરજલાલ મહેતાનું અભિવાદન પ.પૂ. શ્રી ધીરજભાઈ મહેતા (શ્રી પંડિતજી)ને ભારતમાં શ્રી નેમિ-સૂરિ સુવર્ણચંદ્રક એનાયત થયો, તે પ્રસંગને અનુલક્ષીને શ્રી પંડિતજીના બહુમાન વેળાએ ડો. શ્રી રજનીભાઈ શાહનું પ્રાસંગિક પ્રવચન તા. : ૧૮મી જુલાઈ, ૨૦૦૨ - સ્થળ : Caldwell Jain Temple, NJI ગુરુ દીવો ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર; જે ગુરુથી વેગળા, રળવળીયા સંસાર.” ગુણરત્ન રત્નાકર, સમ્યફરત્ન ઝવેરી, શાસ્ત્રસિદ્ધાંત અને સત્યના અજોડ ચાહક-વાહક અને સન્દર્શક ધર્મપ્રભાવક પરમ પૂજ્ય શ્રી પંડિતજીને મારા ચરણસ્પર્શભર્યા પ્રણામ અને ભાવભર્યા વંદન. અમેરિકાની ભોગભૂમિ ઉપર અવિરતિના કારખાનામાંથી પ્રત્યેક સમયે ઊપજતા અઢળક કર્મરાશિના ઉત્પાદનની માઠી અસરોથી આપણને બચાવવા માટે પૂ. શ્રી પંડિતજી છેલ્લા બાર વર્ષોથી ધર્મપ્રભાવના રૂપ અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. જૈનદર્શને આપેલો શાસ્ત્રખજાનો મજાનો છે. આગમ અને પંચાંગી સાહિત્ય ઉપરાંત પ્રકરણ ગ્રંથો, રસાળ કાવ્ય શાસ્ત્રો, વિપુલ વ્યાકરણકોષો, યોગગ્રંથો, અધ્યાત્મગ્રંથો, કર્મગ્રંથો, તત્ત્વાર્થ સૂત્ર, જ્ઞાનસાર, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ આદિ ગ્રંથોની ગલીઓથી શોભતું આપણું જૈન સાહિત્યનગર એટલું બધું રમણીય છે કે ખરો જિજ્ઞાસુ આ નગરની એકાદ ગલીમાં ધરાઈને જાણવા-માણવામાં સમગ્ર જીવન વ્યતીત કરી શકે છે. પૂ. શ્રી પંડિતજીએ આપણને એકાદ ગલી નહીં, પણ સમગ્ર જૈન સાહિત્યનગરની અર્થયાત્રા-ભાવયાત્રા કરાવી છે. લોકોત્તર ધર્મની સ્પષ્ટ અને સચોટ સમજ વડે આપણા મનને મોક્ષમાં બિરાજીત કરવા, વચનને સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રોમાં સ્થાપિત કરવા અને કાયાને આરાધનામાં અનુષ્ઠાનમાં સમર્પિત કરવામાં પૂ. પત્રાવલિ ૩૬૩ શ્રુતસરિતા 2010_03 Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્રીનો ફાળો અનુપમ છે, અજોડ છે. આપણું જીવન-મરણ અને પરલોક-ત્રણેને સફળ બનાવવાના અનેકવિધ ઉપાયો તેઓશ્રીએ આપણને દર્શાવ્યા છે. મૃત્યુલોકમાંથી મુક્તિલોકમાં જવા માટેનું ભાથું તેઓશ્રીએ આપણને વહેંચ્યું છે, કે જેના વડે આપણો જીવનપથ અને જીવનરથ જ્ઞેય-હેય અને ઉપાદેયરૂપ અલંકારો વડે શણગારી શક્યા છીએ. તેઓશ્રીએ લખેલ વિવેચનાત્મક પુસ્તકો પણ તેઓશ્રીની વિદ્વત્તા અને પાંડિત્યના પુરાવા છે. એક પ્રચલિત સુભાષિત : पदे पदे निधानादि, योजने रसकुंपिका । भाग्यहीना न पश्यन्ति, बहुरत्ना वसुंधरा || જૈનજગતની વસુંધરાનું આ અણમોલ રત્ન સમાન પૂ. શ્રી પંડિતજી સાથે આપણો સંયોગ, એ આપણા પ૨મ ભાગ્યની સાક્ષી પૂરે છે. તેઓશ્રી થકી શ્રુતજ્ઞાનનો સાગર આપણને સૌને સુગમ અને સુલભ રીતે સાંપડ્યો છે. સરળતા, સમતા, સમભાવિતા, સમદર્શિતા, સૌમ્યતા, સહૃદયતા, સજ્જનતા, સૌજન્યતા, સત્યાગ્રહતા, નમ્રતા, નિસ્પૃહતા, વાત્સલ્યતા, પ્રેમાળતા, નિરહંકારિતા, પ્રોત્સાહિતા, નિત્યનૂતનતા આદિ ગુણસાગરની રત્નસમૃદ્ધિનું પૂ. શ્રી પંડિતજી સંગમસ્થાન છે. આપણા સૌ માટે તેઓશ્રી ગુણાનુવાદનું એક અનોખું સ્થિર અને સ્થાયી સ્મારક છે, અને તેઓશ્રી આપણા હૃદયનિકેતનમાં સન્માનપૂર્વક બિરાજે છે. તેઓશ્રીના પરમ ઉપકારી માતા-પિતાને પ્રણામ. તેઓશ્રીના સહધર્માચારિણી તથા પરિવારનું અભિવાદન. તેઓશ્રીનું સ્વાસ્થ્ય નિરોગી અને નિરામય બની રહે તેવી શાસનદેવને પ્રાર્થના. ધર્મલાભનો ટેકો લઈને નરક-તિર્યંચ ગતિ ટાળવા અને મોક્ષભાવનો ટેકો લઈને દેવ-મનુષ્ય ગતિ ટાળવી, આપણી રત્નત્રયીની આરાધનામાં પૂ. શ્રી પંડિતજીનું સાનિધ્ય અને માર્ગદર્શન, અવિરત ઉજમાળ બની, સ્વ-પરનું કલ્યાણ સાધનારું બની રહે તેવી શુભાભિલાષા. સુવર્ણચંદ્રક એનાયત પ્રસંગે અપાર શુભેચ્છાઓ સાથે - * * * * * પત્રાવલિ-૬૦ લિ. રજની શાહ સંયોગ તેનો વિયોગ તે જગત સ્થિતિનો અબાધિત નિયમ છે સોમવાર, તા. ૪થી ડિસેમ્બર, ૨૦૦૬ વીર સંવત ૨૫૩૩ ને માગસર સુદ ૧૫ શ્રી સંભવનાથ ભગવાન દીક્ષા કલ્યાણક શુભ દિન. પરમ ભાવશ્રાવિકા બેન શ્રી, સ્વજનની ઓચિંતી વિદાય, સ્વજનનો અણધારો વિયોગ અને સ્વજનની કાયાનું ઓચિંતું વિસર્જન આપણામાં ઘેરા વિષાદની-વ્યથાની-વિષમતાની લાગણીઓ પેદા કરે છે. કર્મસત્તા આગળ દરેક જીવ લાચાર છે, મજબૂર છે. શ્રુતસરિતા 2010_03 ૩૬૪ પત્રાવલિ Page #390 -------------------------------------------------------------------------- ________________ સાત્ત્વિક સાધક, આદર્શ આરાધક અને ગરવા ગુણધારક શ્રી વિરેન્દ્રભાઈ શાહ આપણા સૌની વચ્ચેથી ચાલ્યા ગયા છે. અને મને સમગ્ર સંઘને પડેલી ખોટ પુરાય તેમ નથી. બેન, આપના વ્યક્તિગત જીવનમાં પડેલી આ ખોટ તો આજીવન પુરાવાની નથી. બેન, સમતા રાખશો; શાન્તિ સાધનો અને બને બાળકોને માતા-પિતા બનેનો પ્રેમ આપશો. શ્રી વીરેન્દ્રભાઈ જેવા ગુણિયલના તો ગુણાનુવાદ જેટલા કરીએ તેટલા ઓછા છે. અમેરિકાની ભોગભૂમિ ઉપર અવિરતિના કારખાનામાંથી પ્રત્યેક સમયે ઊપજતા અઢળક કર્મરાશિના ઉત્પાદનથી વ્યથિત થઈ, શ્રી વીરેન્દ્રભાઈએ અમેરિકામાં અનેક જિનાલયોમાં પ્રતિષ્ઠા કરાવી છે. મુક્તિની ઇચ્છાની ઈટ-ઈટ એકઠી કરીને ઊભા કરેલ આ દેશના અનેક જિનાલયો, મન-વચન-કાયાના ત્રિભેટા વડે પ્રકાશ પાથરનાર દીવાદાંડી સ્વરૂપ શ્રી વીરેન્દ્રભાઈના પ્રકૃષ્ટ પુણ્ય અને પ્રત્યક્ષ પ્રભાવની સાક્ષી પૂરે છે. તેઓની પ્રેરક સ્મૃતિની સૌરભ અને જીવનવૈભવ અજોડ હતો. તેઓનો ધર્મરાગ અને ધર્મસંસ્કારો અજોડ હતા. આણાએ ધમ્મો' ના અનુશાસક તરીકે શ્રી વીરેન્દ્રભાઈના આત્માનંદનના પડતા ધોધનો છંટકાવ અને સુકૃતની સાગર સમી સરવાણી મારા જેવા અનેકના હૃદયને ભીંજવી જાય છે. નિસ્પૃહતા, વાત્સલ્યતા, નિત્યનૂતનતા, ઉત્સાહ, અપ્રમત્તભાવ, પરમ સંવેગ, દીર્ઘદ્રષ્ટા, ઔદાર્યપૂર્ણ વ્યક્તિત્વ આદિ રત્નસમૃદ્ધિનું શ્રી વીરેન્દ્રભાઈ સંગમસ્થાન હતા. કોઈ અગમ્ય ઓવારેથી ઉદ્ભવતો અને હૈયાના વાત્સલ્ય સાથે વહેતો શ્રી વીરેન્દ્રભાઈ અને શ્રી કીર્તિભાઈ (બંધુબેલડી)નો સંગીતભર્યો પ્રવાહ પૂજા વેળાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે. બંને ભાઈઓ પૂજા ભણાવતા હોય, ત્યારે હાજર રહેવાનું સદ્ભાગ્ય પણ સૌભાગ્યશાળી ગણાતું. શ્રી વીરેન્દ્રભાઈનો સૂર ક્યારેક હિમાચ્છાદિત શિખર જેવી ધવલતા અને અણનમતા ધારણ કરતો હતો; તો ક્યારેક ખળખળ વહેતી ગંગા જેવી પવિત્રતા અને પ્રવાહિતા ધારણ કરતો હતો. શ્રી વીરેન્દ્રભાઈ જિનશાસનતા શણગાર, પનોતી પ્રતિભા અને અનુપમ વાત્સલ્યની મૂર્તિ હતા. આ દેશના જૈનોના ઘરમાં મુક્તિના નાદનો શંખધ્વનિ, જૈન સિદ્ધાન્ત રક્ષા, શુદ્ધ સિદ્ધાન્તની સ્થાપના અને પ્રતિપાદનપૂર્વક અનુશીલન શ્રીભાઈના સુયોગ થકી આ ધરતી ઉપર સૌ કોઈને સુગમ અને સુલભ સાંપડ્યું હતું. જિનેશ્વર પ્રણીત ધર્મની પ્રભાવનાના વ્યાસંગી, આત્મપ્રદેશોમાં શુભ ભાવોની મનોહર રંગોળી પૂરનાર અને ધર્મપ્રેરણાના પીયૂષ પાનાર શ્રી વીરેન્દ્રભાઈના પુણ્યવાન આત્માને મારા પ્રણામ. સરળતા, સજ્જનતા, સૌજન્યતા, સમભાવિતા, સમદર્શિતા, સાલસતા, સાહજિકતા અને સત્યાગ્રહતા - આવા અનન્ય વિશેષણોથી વ્યક્ત થતા ભાવાત્મક ગુણોના ધારક, શ્રેષ્ઠ શ્રાવક અને પરમેષ્ઠિ ઉપાસક શ્રી વીરેન્દ્રભાઈ મારા હૃદયનિકેતનમાં આજીવન બિરાજેલા રહેશે અને અનેરા ગુણાનુવાદનું આપણા સૌ માટે સ્થિર અને સ્થાયી સ્મારક બની રહેશે. સંત શ્રી વીરેન્દ્રભાઈના પુણ્યશાળી આત્માને પરભવમાં શ્રી જિનેશ્વર ભગવંતનું પરમ અને પત્રાવલિ ૩૬૫ શ્રુતસરિતા 2010_03 Page #391 -------------------------------------------------------------------------- ________________ પ્રબળ નિમિત્ત અપાર શાતા, સમતા અને સમાધિ બક્ષે અને આપશ્રી, બાળકો, પૂજ્ય શ્રી કીર્તિભાઈ પરિવાર, સર્વેને આ દુઃખ સહન કરવા શક્તિ અર્પે તેવી મારી શાસનદેવને પ્રાર્થના. અવસરોચિત થોડાંક ચિંતનાત્મક કથનો : (૧) કટાસણું એ તો સિદ્ધશિલાનો ટુકડો છે. (૨) રડે તે આર્તધ્યાની, બીજાને રડાવે તે રૌદ્રધ્યાની, રડતાંને છાનો રાખે તે ધર્મધ્યાની, રડવાનું મૂળ કાપે તે શુક્લધ્યાની. (૩) આયુર્થાત ક્ષણે ક્ષણે - ક્ષણે ક્ષણે મૃત્યુ નજીક આવી રહ્યું છે, ત્યારે આપણે પુગલના ભોગ અને સંગ્રહ કરવામાં જિંદગી વ્યતીત કરી રહ્યા છીએ. (૪) જીવનમાં જયણા, વૃત્તિમાં વૈરાગ્ય અને પ્રવૃત્તિમાં પરોપકાર આપણે કેળવવા જેવું છે. (૫) નિગોદની અનંતી જેલમાંથી છોડાવનાર સિદ્ધ ભગવંતનો ઉપકાર યાદ કરો. મોક્ષમાં જવું એ ઋણમુક્તિ છે. અનેક ગુણગુણઅલંકૃત અને પરમ આરાધક ભાવ-પુષ્પની મઘમઘતી સુવાસના સુવાહક એવા આપશ્રી, ગીતાબહેનને, મારા અને અરુણાના વંદન. લિ. સાધર્મિક ભાઈ, રજની શાહ પત્રાવલિ-૬૧ ઉપાદન-નિમિત્તનું યથાસ્થાને મહત્ત્વ છે ભાવશ્રાવકશ્રી, પ્રણામ-જય જિનેન્દ્ર. ઉપાદન અને નિમિત્ત અંગેનો પ્રશ્ન આપશ્રીએ ફોન પર પૂળ્યો હતો. ફોન ઉપર, સમયના અભાવે, સવિસ્તર સમજાવવું મુશ્કેલ હોય છે, તેથી આ પત્ર દ્વારા લખીને સમજાવવા પ્રવૃત થયો છું. ઉપાદાન = ઉપ + આ + દા + અનું સમીપ આપવું પ્રત્યય • “દા'ની પૂર્વે ‘આ’ લાગવાથી વિરુદ્ધાર્થ બનતાં “આપવું” ના બદલે લેવું/ગ્રહણ કરવું. અર્થ : જે પદાર્થના સમીપમાંથી કાર્યનું ગ્રહણ થાય તે ઉપાદાન છે, દા.ત., ઘડો બનાવવામાં માટી' ઉપાદાન છે, રોટલી બનાવવામાં “લોટ” ઉપાદાન છે, મોક્ષ-પ્રાપ્તિમાં “આત્મા” એ ઉપાદાન છે. ટૂંકમાં, જેમાં કાર્ય નિપજે, ફળ સ્વરૂપે જે પરિણમે, જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે તેને ઉપાદાન' કહે છે. નિમિત્ત-કાર્ય નિપજતી વેળાએ એ પરપદાર્થની અનુકૂળ હાજરી હોય તે નિમિત્ત છે. સ્વયં કાર્યરૂપે ના પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં સહાયક હોય તે નિમિત્ત છે; દા.ત., ઘડો બનાવવામાં કુંભાર, ચક્ર, દંડ આદિ; રોટલી બનાવવામાં વેલણ-ગંસ, બનાવનાર આદિ, અને “મોક્ષ-પ્રાપ્તિમાં શ્રુતસરિતા ૩૬૬ પત્રાવલિ 2010_03 . Page #392 -------------------------------------------------------------------------- ________________ દેવ, ગુરુ, શાસ્ત્રાદિ, દહીં થવામાં દૂધ તે ઉપાદાન છે, ‘મેળવણ' તે નિમિત્ત છે. વ્યવહાર અપલાપ કરનારા એકાન્તિ નિશ્ચયવાદીઓ માત્ર ઉપાદાનને જ સ્વીકારે છે, માને છે, મનાવે છે, તે ઉચિત નથી. માત્ર ઉપાદાનને આગળ કરીને, ‘નિમિત્ત’ પર છે. તેની માત્ર અનુકૂળ હાજરી છે, વગેરે માનવું મિથ્યાત્વથી ભરેલું છે. તેઓનું એકાન્ત કથન એવું હોય છે કે રત્નત્રયી આદિ ગુણોની સંભાળ કરવાથી આત્માનું કલ્યાણરૂપ કાર્ય થાય છે, અને બધાં નિમિત્તો પર છે, માત્ર હાજર જ હોઈ, ઉપકારી નથી. આપણે આવી વિચારસરણી સ્વીકારવી પણ નહીં, અને જ્યાં આવી વિચારસરણીની પ્રધાનતા હોય તેવા સ્થળોથી/સ્વાધ્યાયથી દૂર રહેવું. જીવની પૂર્ણ શક્તિ તે ઉપાદાન છે. તેની ઓળખાણ કરે તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ઉપાદાનકારણ પ્રગટે અને મુક્તિ થાય. નિશ્ચયથી જીવનો મૂળ સ્વભાવ જ મુક્તિ કરવાનો છે, તે અંતરમાંથી શક્તિ અને મુક્તિ પ્રગટે છે; પરંતુ વ્યવહારથી એ પણ સાથે સાથે બરોબર સમજવું કે દેવ-ગુરુ-ધર્મ નામની તત્ત્વત્રયીના નિમિત્તનું સેવન કરવાથી શક્તિ અને મુક્તિ પ્રાગટ્ય પામે છે. છ આવશ્યકાદિના અભ્યાસ, જ્ઞાનયોગ અને ધ્યાનયોગ ઉપર આરૂઢ થતાં મુક્તિયોગ પ્રગટ થાય છે. માટે વ્યવહારથી નિમિત્તકારણને પણ સાથે ગણવું જોઈએ. આપણા મનમાં એવો પ્રશ્ન ઊઠે કે ઉપાદાન અને નિમિત્ત આ બે પૈકી વધુ બળવાન કોને ગણવું ? અપેક્ષાએ વિચારતાં કોઈક પ્રસંગે ઉપાદાન બળવાન હોય, તો કોઈક પ્રસંગે નિમિત્ત મજબૂત હોય. આત્મશક્તિમાં (ઉપાદાનમાં) ફળ-પ્રાપ્તિનો સુયોગ્ય વિકાસ જ્યાં સુધી ના થયો હોય, ત્યાં સુધી નિમિત્ત મજબૂત છે તેમ સમજવું તેનાથી ઊલટું, ઉપાદાન વિકસિત હોય છે, ત્યારે ઉપાદાન બળવાન છે. એક મીઠી કેરીને જોતાં, સાધુ ભગવન્ત (વિકસિત ઉપાદાન)ની આંખમાં પાણી આવે છે (ચિંતન : આ કેરીમાં રહેલ વનસ્પતિકાયનો જીવ ક્યારે પ્રગતિ પામતો પામતો અંતિમ ફળ મોક્ષને પામશે); જ્યારે આપણને (ઉપાદાન અવિકસિત) કેરી જોતાં જ તેની મીઠાશનું ચિંતન થતાં જ મોંમાં પાણી આવે છે. ટૂંક સાર એટલો લેવો કે કોઈ પણ કાર્યની સિદ્ધિ ઉપાદાન અને નિમિત્તના સહયોગથી જ થાય છે. ઉપાદાનની યોગ્યતા અને તે યોગ્યતા પ્રગટ કરવામાં સહાયક બળ તે નિમિત્ત છે. દા.ત., શ્રી મહાવીર સ્વામીને તેઓના ત્રીજા ભવમાં (ત્રિદંડી મરિચી) શ્રી આદીશ્વર પ્રભુ (કે જેઓ શ્રી મરિચીના દાદા હતા)નું ભવ્ય નિમિત્ત મળ્યું હતું; પરંતુ શ્રી મહાવીર સ્વામીના જીવે તે વેળાએ પોતાની ઉપાદાન શક્તિ ખીલવી નહીં, તેથી ફળ-પ્રાપ્તિ (મોક્ષ) થઈ શકી નહીં. નિમિત્ત અને ઉપાદાનનો યોગ બંનેનો સહયોગ થતાં જ ફળ આપોઆપ બેસી જાય છે. જગતનું સ્વરૂપ બે નયથી (એટલે કે ઉભય સ્વરૂપ) જ ભરેલું હોય છે. દ્રવ્ય-ભાવ, વ્યવહાર નય અને નિશ્ચય નય. આપણામાં ધર્મ સમજવાની યોગ્યતા (ઉપાદાન) હોવા છતાં ધર્મ પમાડનાર ગુરૂના સંયોગ વિના જ્ઞાન-પ્રાપ્તિ થતી નથી. જીવમાં નિશ્ચય નયથી સ્વતંત્ર પણે ગતિ કરવાની ઉપાદાન શક્તિ હોવા છતાં નિમિત્ત એવા ધર્માસ્તિકાય દ્રવ્યની આવશ્યકતા તો રહે જ છે. લંગડો માણસ પોતાની યોગ્યતાથી (ઉપાદાનથી) લાકડીના નિમિત્તથી ચાલી શકે છે; પરંતુ લાકડી વડે જ ચાલી પત્રાવલિ 2010_03 ૩૬૭ શ્રુતસરિતા Page #393 -------------------------------------------------------------------------- ________________ શકાય તેવું માનીએ, તો મૃત શરીર લાકડી વડે નથી ચાલી શકતું. ઉપાદાનથી શક્તિ અને નિમિત્ત બંને પરસ્પર સહકારી અને સહયોગી કારણ છે. આ બન્ને વચ્ચે કાર્ય-કારણનો પણ સંબંધ સમજવા જેવો છે. જ્યાં કાર્ય થાય ત્યાં (નિમિત્ત) કારણ અવશ્ય હોય જ, દા.ત., નફો થાય તેને માટે (નિમિત્ત) ધંધો હોવો જોઈએ. પરંતુ જ્યાં કારણ હોય ત્યાં કાર્ય થાય જ તેવો નિયમ નથી; એટલે કે જ્યાં ધંધો હોય ત્યાં નફો થાય જ તેવો નિયમ નથી. સંતાન-પ્રાપ્તિના કાર્ય માટે માતા-પિતાનું નિમિત્તકારણ અવશ્ય જોઈએ જ; પણ માતા-પિતાનું નિમિત્તકારણ અવશ્ય સંતાન-પ્રાપ્તિનું કાર્ય નિપજાવે જ તેવો નિયમ નથી. આમ, એ નક્કી માનવું કે કાર્ય ઉપાદાનમાં જ પ્રગટે છે, ઉપાદાન પોતે જ કાર્યરૂપે પરિણમે છે, પરંતુ તે કાર્ય થવામાં, નિપજાવવામાં નિમિત્તની માત્ર હાજરી નથી હોતી; પણ નિમિત્ત સહકારી છે, સહયોગી છે, ઉપકારી છે, મદદગાર છે. ઉપાદાન એ દ્રવ્ય છે, તો નિમિત્ત પર્યાય છે, એમ પણ અપેક્ષાએ કહી શકાય. આપણે આપણા આત્માને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે યથાર્થ રીતે જાણવો જોઈએ, અને તેના વડે મિથ્યાત્વ મોહનો નાશ કરી મોક્ષસુખના બીજભૂત સમ્યગ્દર્શન અને સ્વાત્માનુભૂતિ પ્રગટ કરવા તરફ વધુ લક્ષ્ય આપવું જોઈએ. ઉપસંહારમાં, પુણ્યપુંજના ઉદયથી આપણને આ ભવમાં પ્રાપ્ત થયેલ આર્યકુળ, મનુષ્યભવ, જૈન-જીવન આદિ શુભ નિમિત્તોનો સાર્થક સહયોગ કેળવી ઉપાદાનને જાગ્રત કરવામાં લક્ષ્યવેધી પુરુષાર્થ કરવો જોઈએ. પ્રમાદનું ઘર છોડવું જોઈએ. આપણી દૃષ્ટિ નિશ્ચય અને વ્યવહારલક્ષી બનાવવી જોઈએ. એકાન્ત નિશ્ચય કે એકાતે વ્યવહાર પરમ હિતકર નથી. મહોપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી મ.સા. કહે છે : “નિશ્ચય દૃષ્ટિ હદયે ધરીને, પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશે, ભવસમુદ્રનો પાર.” શ્રી આચારાંગ સૂત્રમાં શ્રી સૂત્રકાર ફરમાવે છે : ___ “जे आसवा ते परिसवा; जे परिसवा ते आसवा" ઉપાદાનના એટલે કે પરિણામના વશથી જે આશ્રવનું કારણ હોય તે સંવરનું કારણ બની જાય; અને જે સંવરનું કારણ હોય તે આશ્રવનું કારણ બની જાય. પાપસ્થાનકની નિવૃત્તિ અને અણુવ્રતની પ્રવૃત્તિ આ બે જ ઉપાય છે. ઉપાદાનકારણરૂપ ભાવધર્મની ભવ્યતાને પ્રગટાવવા માટે પાયાની એક વાત સ્વીકારવી પડે કે સંસારમાં એક ક્ષણનું સુખ મેળવવા માટે એક મણનું પાપ કરવું પડે છે; અને તે પાપના પરિપાકરૂપે એક ટન જેટલું દુઃખ ભોગવવા સારુ આપણી સામે આવીને ઊભું રહે છે. હેય અને ઉપાદેયથી વિવેક કેવળી આપણે સૌ ઉપાદાનને ભવ્ય અને ઉપકારી નિમિત્તો જોડી વિકસાવીએ. “આચાર” એ ઈલેક્ટ્રિકનો બલ્બ છે, તો જ્ઞાન એ ફિટિંગ છે અને ઉપાદાનપણું તે પાવરહાઉસ છે. આ ત્રણેનો સંગમ કરવો શ્રુતસરિતા પત્રાવલિ ૩૬૮ 2010_03 Page #394 -------------------------------------------------------------------------- ________________ પડશે. ઉપાદાન-જાગૃતિનો અભિગમ, મિથ્યાત્વનો અપગમ, સદ્ગુરુનો સમાગમ અને રત્નત્રયીનો સંગમ-આપણને સૌને ભવોભવ સાંપડે એ જ પરમ ભાવના-પ્રાર્થના-અભ્યર્થના. આપશ્રીની જ્ઞાન-રુચિ અને વૈયાવચ્ચના અપ્રતિપાતિ ગુણની અપાર અપાર અનુમોદનાઓ સાથે.. લિ. આપનો ભાઈ, રજની શાહ પત્રાવલિ-૬ર વ્યવહારનય-નિશ્વયનયની યથાર્થતા વીર સંવત ૨૫૩૨ ને મહા વદ ૧૪ રવિવાર, તા. ૨૬મી ફેબ્રુઆરી, ૨૦૦૬ શ્રી વાસુપૂજય સ્વામી જન્મદિને શુભ કલ્યાણક દિન | ૐ હૈં વૈાતુપૂર્ચસ્વામી તે નમ: || ભાવશ્રાવક ભાઈશ્રી, પ્રણામ-જય જિનેન્દ્ર. તા. ૧૬મી ફેબ્રુઆરીનો આપનો ભાવસભર પત્ર મળ્યો. સાથે પરમ પૂજય શ્રી નંદીયશાશ્રીજીના શિષ્યારત્ન પ્રશમસંવેગી પૂ. શ્રી વિરતિયશાશ્રીજીની અધ્યાત્મસભર અને આપણને સૌને મોક્ષમાર્ગ ઉપર આગળ ધપવામાં ઉપયોગી થઈ પડે તેવી તેઓશ્રીની નોંધ પણ મળી. પ્રભુ વીરનો મારગડો મીઠો, બહુ પુણ્ય મેં આજે દીઠો. પંક્તિનો અર્થ સરળ છે. એનું હૈયું અતિ ગંભીર છે. સમકિત પ્રગટે એને જ આ મારગ મીઠો લાગે. બેન, આપણે બધા તો હજુ કેડીએ છીએ. આનંદ એટલો જ કે કેડી મારગ તરફ લઈ જાય છે. એટલે મારગ પણ મળશે અને આગમ પ્રકાશ એવો શાસ્ત્રબોધ પણ મળશે, એવો વિશ્વાસ છે. મિથ્યામતોની મિથ્યા-માન્યતાને આધીન બનેલું જગત પ્રથમ તો મિથ્યાત્વનું બંધન ઊભું કરે છે. જ્ઞાન કે ક્રિયા અથવા નિશ્ચય કે વ્યવહાર પ્રત્યે આપણી માન્યતા જો એકાંતિક હોય, તો તે પણ મિથ્યાત્વ જ છે. જ્ઞાન અને ક્રિયા એ બને સાધનો મુક્તિમાર્ગે ગમન કરાવનાર સંયમરથનાં બે પૈડાં છે. બે ય પૈડાં ગતિશીલ જોઈએ. બે ય પૈડાંમાં પરસ્પર સામંજસ્ય પણ જોઈએ. જ્ઞાનને ક્રિયાનો ટેકો જોઈએ અને ક્રિયામાં જ્ઞાનની ચેતના જોઈએ. આ જ સામંજસ્યની ખૂબી યોગવિંશિકામાં દર્શાવી છે. ત્યાં કહ્યું છે કે ક્રિયાને યોગ બનાવવો હોય તો ચાર કારણો એમાં ભળવાં જોઈએ. (૧) સ્થાન - આસન મુદ્રા આવે. પત્રાવલિ ૩૬૯ શ્રુતસરિતા 2010_03 Page #395 -------------------------------------------------------------------------- ________________ (૨) વર્ણ - સૂત્રોચ્ચારની શુદ્ધિ આવે. (૩) અર્થ - વિભિન્ન દૃષ્ટિએ સૂત્રનો અર્થ વિચારાય. (૪) આલંબન - યોગ્ય લક્ષ્ય-ધ્યેયને આકૃતિ રૂપે ચિત્ત૫ટ્ટ પર સ્થાપિત કરવામાં આવે. આ ચાર કારણો જો ભળે તો એ ક્રિયા યોગ બને, ભાવક્રિયા બને, ભાવરૂપ બને. એ જો ન ભળે, તો આપણી ક્રિયા સંમૂર્ણિમ બની જાય કે જે મોક્ષફળ ન આપી શકે. નિશ્ચય-વ્યવહારમાં પણ આમ જ સમજવું. મહોપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી મ.સા. એ અધ્યાત્મસાર' માં કહ્યું છે : ___ व्यावहाराऽविनिष्णातो, यो जीप्सति विनिश्चयम् । કાસારસ્તાનાસ , સા રે સ તિતીર્ઘત IT અર્થ : જે વ્યવહારમાં નિષ્ણાત થયો નથી અને નિશ્ચયને જાણવાને ઇચ્છે છે. એટલે કે જેણે વ્યવહારનયથી બનાવેલી ક્રિયાઓ જીવનમાં આચરીને પચાવી નથી અને નિશ્ચયનય મુજબની આત્મામાં લીન બનવાની વાતને અપનાવે છે, તે તળાવમાં તરવાને અસમર્થ હોવા છતાં સાગરને તરવાની ઇચ્છા કરનાર જેવો મહામૂર્ખ છે. પહેલાં વ્યવહારનયને જીવનમાં પચાવો; તેનું પાચન એ જ નિશ્ચયનયમાં લીન બનવાની ભૂમિકા છે. આવી આવી વિધવિધ સ્વરૂપની મિથ્યા-માન્યતાથી પ્રેરાઈને પરિગ્રહ, હિંસા અને મમત્વનાં બંધનો જીવ ઊભાં કરે છે અને એ બધાં જ બંધનોથી કર્મનું બંધન ઊભું થાય છે. પાપકર્મથી બંધાઈ એના ફળ-વિપાકો ભોગવતો જીવ દુર્ગતિના દારુણ ચકરાવે ચડી જાય છે અને સરવાળે દુઃખ અને દુઃખની પરંપરાનો ભોગ બને છે. સમગ્ર સાધનાનો પાયો તો સમ્યકત્વ છે. તે સમ્યકત્વને પામવા માટે મિથ્યાત્વનાં મૂળિયાં બાળવાં, ઉખેડવાં, અતિ અનિવાર્ય છે. આ મિથ્યાત્વ મિથ્યામતો ઉપર નભે છે માટે મિથ્યામતનાં એક-એક મૂળિયાંને ઓળખી-ઓળખાવીને સમકિત જ આપણને મિથ્યામતોની ચુંગાલથી છોડાવે છે. ધર્મનગરીમાં પ્રવેશ કરવા માટે ચોક્કસ ક્ષમતા જોઈએ - લાયકાત જોઈએ અને એ માટે અદ્ભુત કોટિની ગુણસમૃદ્ધિ જોઈએ. કેવળ સાંભળવાથી કલ્યાણ નથી થતું પણ સાંભળીને, સમજીને, અને આપણા જીવનમાં એ ગુણોને કેળવવાથી જ કલ્યાણ થાય છે. જે કર્મ એક વાર ભોગવીને છૂટી જાય તેવા આત્મા સાથે એકાકાર થયેલા કર્મના જોડાણને બંધ કહેવાય છે. અને જે કમ, ભોગવતી વખતે નવાં કર્મનાં બંધન મૂકીને જાય છે. ફરી એને ભોગવતાં એ બીજાં બંધન મૂકી જાય છે. એવા આત્મા સાથેના પરંપરાવાળા કર્મના જોડાણને અનુબંધ કહેવાય છે. “આત્માને ઓળખો એવી નિશ્ચયનયની બૂમો પાડવાને બદલે, બેન, બંધનોને સૌ પ્રથમ ઓળખો. બંધનોને ઓળખ્યા પછી એ બંધનોને તોડો. માગનુગામી પ્રતિભાના સ્વામી, પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મ. સાહેબ “આતમ જાગો' નામના પુસ્તકમાં ફરમાવે છે કે બંધનને જાણવું તે શ્રુતસરિતા ૩૭૦ પત્રાવલિ 2010_03 Page #396 -------------------------------------------------------------------------- ________________ સમ્યજ્ઞાન છે, બંધનને માનવું તે સમ્યગ્દર્શન છે અને બંધનને તોડવું તે સમ્યક્ચારિત્ર છે. જે ક્યારેય બંધન જોવાનો પ્રયત્ન કરતા નથી, તે વીતરાગતાના સાધન બની શકતા નથી. માત્ર આત્માની વાતો કરી ‘સોહં-સો ં’, ‘શુદ્ધોડહં', ‘બુદ્ધોઽહં’નો જાપ કરવાથી કાંઈ વળશે નહીં, તેવું મક્કમતાપૂર્વક માનવું. સાથે સાથે, ‘વ્યવહાર'ની વ્યાખ્યા સમજીને ગોખી રાખવા જેવી છે - નિશ્ચયને પમાડે તે જ વ્યવહાર. અનાદિકાળથી મોહનિદ્રામાં સૂતેલા આપણા આત્માને જગાડી, આત્માને ભવ-દુ:ખ બંધનમાં બાંધતા કર્મના બંધનો, પરિગ્રહ, હિંસા, મમતા અને મિથ્યાત્વનાં બંધનોને જાણી, એને તોડવાનો ભવ્ય પુરુષાર્થ કરી પ્રાંતે શિવસુખના સંગાથી બનીએ એ જ અભિલાષા સાથે. લિ. આપનો સાધર્મિક ભાઈ, રજની શાહ સર્વવિરતિના મનોરથ સેવવા તે શ્રાવકનું શ્રેષ્ઠ કર્તવ્ય * * * પત્રાવલિ-૬૩ - પરમ સાધર્મિક શ્રાવક શ્રાવિકા મંગલ પરિવાર - પ્રણામ - જય જિનેન્દ્ર. || ૐ કર્દમ્ નમ: | શુક્રવાર, તા. ૨જી, ડિસેમ્બર, ૨૦૦૫ વીર સંવત ૨૫૩૨ ને માગસર સુદ ૧ संज्ञादिपरिहारेण, यन्मनस्यावलम्बनम् । वाग्वृत्तेः संवृत्तिर्वा या सा वाग्गुप्तिरि होच्यते ॥ -પરમર્ષિ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા સ્વરચિત ‘યોગશાસ્ત્ર’ માંથી. અર્થ : હાથ-મુખાદિની ચેષ્ટા વડે સંજ્ઞાનો ત્યાગ, જે મૌનપણાનું આલંબન કરવું અથવા વાચાનો નિરોધ કરવો, તે વચનગુપ્તિ કહેવાય છે. પત્રાવલિ . 2010_03 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનમાં શાસનપતિ શ્રી મહાવીર સ્વામી ફ૨માવે છે કે વચનગુપ્તિથી નિર્વિકારિતા આવે છે અને નિર્વિકારી જીવ અધ્યાત્મયોગ સાધવાવાળો થાય છે. માટે, વચન નિર્વિકારી બનાવવા માટે તથા યોગની સફળ સાધના માટે, મુમુક્ષુને વચનગુપ્તિની અતિશય આવશ્યકતા છે. જ્ઞાની ભગવંત કહે છે કે યોગનો અભ્યાસ એ આત્મસાધના છે. આત્મસાધના એ મોક્ષ માટે છે. મોક્ષ એ સ્વરૂપનો લાભ છે. સ્વ-સ્વરૂપનો લાભ એ જ ધર્મલાભ છે. તે માટે જરૂરી છે, ચારિત્રયોગ. અનાદિકાળથી આપણો જીવ કર્મોની જંજીરમાં જકડાયેલો છે. કર્મોના જથ્થા ભેગા કરે છે. આશ્રવ ચાલુ છે. પણ જો સદ્ગુરુનો સમાગમ થાય તો જ્ઞાન-ભાન ભૂલેલા જીવને શાન પ્રાપ્ત થાય. ૩૭૧ શ્રુતસરિતા Page #397 -------------------------------------------------------------------------- ________________ અત્યંતર યોગનું જો આલંબન લેવામાં આવે અને સાથે સાથે સંવરનું સેવન કરવામાં આવે તો અવશ્ય મોક્ષધ્યેયને સિદ્ધ કરી શકાય છે. - વચનગુપ્તિની ફલશ્રુતિરૂપે વિભાવદશાની ઘોર અંધારી રાત વિદાય લે છે. સ્વભાવદશાનું મંગલ પ્રભાત પાંગરે છે. સમ્યકત્વના સુખનો સૂર્યોદય થાય છે. મનનું મોં અત્યંતર યોગની દિશામાં રાખવું જોઈએ. હૃદયને પ્રભુના ધ્યાનમાં પરોવવું જોઈએ. વૃત્તિઓના વેપારમાં વીતરાગની આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ. દેહભાવ દૂર કરવો જોઈએ. આ બધી હૃદયસ્પર્શી વાતોનો એકાગ્ર ચિત્તે સ્વાધ્યાય કરતા રહેવાથી જીવની અજ્ઞાનદશા કે મોહદશા ટળ્યા વિના રહેતી નથી. શ્રાવકના દેશવિરતિપણાની સાચી ફલશ્રુતિ સર્વવિરતિપણાની પ્રાપ્તિ છે. ગુણાત્મક સ્વરૂપે શ્રી નવકાર મહામત્રમાં બિરાજતા પંચ પરમેષ્ઠિપદમાં આપણને સ્થાન સર્વવિરતિપણાથી જ પ્રાપ્ત થાય છે. મન, વચન અને કાયાથી એમ ત્રિવિધ સંબંધ કેળવવાથી નિયમા ચારિત્રધર એવા શ્રી પંચ પરમેષ્ઠિ ભગવતો સાથે આપણો મૌલિક સંબંધ કેળવાય છે. આ સંબંધ સુદઢ થવાથી આત્માને પોતાની શુદ્ધ આત્મસત્તાનો અનુભવ કરવાની તીવ્ર ઈચ્છા ઉછાળા મારે છે. ઉત્કટ આ ઇચ્છાને કારણે ઐહિક ઇચ્છાઓનો અંત થાય છે. ઐહિક ઇચ્છાઓનો નાશ થવાથી સર્વ પાપવૃત્તિઓનો સમૂળ ઉચ્છેદ થવા માંડે છે અને સર્વવિરતિપણાની દિશામાં આત્માની પ્રગતિ થાય છે. પરમના પ્રેમનું પરમગીત એ જ પરમેષ્ઠિ તરીકે આ વિશ્વમાં પંકાય છે. પરમેષ્ઠિ જ પૂજનીય છે, પાવનીય છે, પ્રાણામ્ય છે, પ્રાતઃ સ્મરણીય છે. શ્રી જિનચંદ્રસૂરિજીએ “વૃદ્ધ નમસ્કારકૂલ સ્તોત્ર'માં કહ્યું છે કે શ્રી અરિહંતાદિ પાંચ ભગવંતોનેપાંચ પરમેષ્ઠિઓને કરવામાં આવતો નમસ્કાર સંસાર-સમરાંગણમાં પડેલા આત્માઓને શરણરૂપ છે, અસંખ્ય દુઃખોના ક્ષયનું કારણ છે અને શિવપંથનો પરમ હેતુ છે. પંચ પરમેષ્ઠિનો પાવનકારી પ્રભાવ સાહજિક છે, સ્વાભાવિક છે, જેના પ્રભાવથી આપણો ઉપાદાન આત્મા પણ શુદ્ધ-સિદ્ધ બની શકે છે, અને પરમપદ પામી શકે છે. આમ, શુદ્ધ સ્ફટિક સમું પંચ પરમેષ્ઠિનું નિર્મળ આત્મદ્રવ્ય એ અત્યંતર યોગનું પુષ્ટ આલંબન છે, આલંબનનું અમોઘ સાધન છે, કાયોત્સર્ગ છે. ઉપરોકત બાબતને ધ્યાનમાં લઈને, સકળ જીવલોકના પરમ સ્નેહી શ્રી અરિહંત પરમાત્માના સ્નેહમાં સમાઈ જવા માટેની જીવનકળા સાધવાના શુભાશયથી, દર મહિને બાર તિથિઓએ (સુદ અને વદની બીજ, પાંચમ, આઠમ, અગિયારસ અને ચૌદસ; ઉપરાંત પૂનમ અને અમાસ) ૧૦૮ શ્રી નવકાર મહામત્રંનો અને ૧૦૮ શ્રી લોમ્મસ્સ સૂત્રનો કાઉસગ્ન કરવાનો મેં નિર્ધાર કર્યો છે. આના કારણે, દર મહિને આ બાર તિથિઓએ કાઉસગ્ગ આદિ ક્રિયામાં પ્રવૃત્ત હોવાને લીધે, ઘરમાં મારી ઉપસ્થિતિ હોવા છતાં, આ બાર તિથિઓએ ટેલિફોન ઉપર મળવાનું મારા માટે લગભગ અશકય બની રહેશે. માટે, આપશ્રીને જરૂર જણાયે, આ બાર તિથિઓ સિવાયની તિથિઓએ મને ફોન કરવા નમ્ર વિનંતી છે. સર્વવિરતિ જીવનની શક્તિ અને સૌભાગ્ય સંપાદન કરી, તેની આરાધના દ્વારા વહેલામાં વહેલી શ્રુતસરિતા ૩૭ર પત્રાવલિ 2010_03 Page #398 -------------------------------------------------------------------------- ________________ તકે પરમપદને પ્રાપ્ત કરનારા આપણે સૌ બનીએ એ જ અંતરની એક માત્ર અભિલાષા. લિ. આપનો સાધર્મિક ભાઈ, રજની શાહ પત્રાવલિ-૬૪ જિનવાણી અનુપમ છે મંગળવાર, તા. ૨૩મી મે, ૨૦૦૬ વીર સંવત ૨૫૩૨ વૈશાખ વદ ૧૧ હૃદયાગેમ ઉપર બિરાજેલા ભાવશ્રાવક શ્રી, પ્રણામ. વીતરાગ પ્રભુનો ગુણ રૂ૫ હિમાલય પર્વત છે. આપણે સૌએ પ્રભુના ગુણ ઉપર પ્રેમ કરવાનો છે, અનેક ગુણોનું ચિંતન કરવાનું છે, તેમાંથી સર્જન થાય છે ગંગોત્રીનું. ગંગા નદીનું મુખ એ જ ગોમુખ. પ્રભુના ગુણરૂપી હિમાલય પર્વત ઉપરથી ગોમુખ” એટલે “ગુરુમુખ” માંથી ગંગોત્રીનું પવિત્ર ઝરણું નીકળે છે. ધીમે ધીમે તે ગંગોત્રી ગંગારૂપ બને છે. જે કોઈ તેના સંબંધમાં આવે તેને પવિત્ર કરે છે. જે કોઈ ગુરુના સંબંધમાં આવે તેના આત્માને લાગેલા કર્મમળને ધોઈને શુદ્ધ કરે છે. તે ગુરુરૂપ વાણી સંસારના ત્રિવિધ તાપ રૂ૫ અગ્નિદાહમાં પીડાઈ રહેલા જીવોને શાંતિ આપે છે. “ગુરુ' એટલે ૩૬//૨૭ ગુણોના ધારક સમજવા. આવા પરમ પુનિત ગુરુમુખમાંથી નીકળેલી જિનવાણી સંબંધમાં આવતા જીવોને પવિત્ર કરતાં કરતાં છેવટે મહાસાગર રૂપ બને છે; અને ગુરુ પોતે સમુદાય સાથે પરમાત્મરૂપી બની જાય છે. ગુરુ પાસેથી મળેલી પ્રસાદી એ મારી પોતાની માલિકીનો માલ નથી કે મૂડી નથી. આ પ્રસાદીની રસલ્હાણ મુમુક્ષુઓને કરવી, તે મારી ફરજ સમજી, મારા અલ્પાતિઅલ્પ ક્ષયોપશમ વડે હું આ અનાર્ય દેશમાં પ્રયાસ કરું છું. પરમ તારક ત્રિભુવન વિભુ મહાવીર દેવ પરમાત્મા પાસેથી ગુરુ પ્રસાદી રૂપ ગૌતમસ્વામીજીને મળેલી ત્રિપદીમાંથી ઉદ્ભવેલું આ તીર્થ પરંપરાએ આપણને મળ્યું છે. તેમાં અનેક મહાપુરુષોએ સૂર પુરાવીને તેને સમૃદ્ધ કર્યું છે. તેમાંના અંશો આપણને ગુરુમુખથી મળ્યા છે. તેની રૂપરેખા સમાન વિધવિધ વિષયો ઉપર સ્વાધ્યાય કરાવવાનો લાભ મને આ દેશમાં પ્રાપ્ત થયો છે. આ આધ્યાત્મિક પ્રવૃત્તિ હાથ ધરવામાં મારો એક માત્ર આશય છે કે – આપણું હૃદય પવિત્ર બને. આપણા હૃદયમાં ધર્મમંગલ પ્રગટ થાય. આપણા હૃદયમાં પ્રભુપ્રેમના અમૃતનું સિંચન થાય. આપણા હૃદયમાં જીવમાત્રના કલ્યાણરૂપ, મહાસમાધિસુખનું સર્જન થાય. પત્રાવલિ ૩૭૩ શ્રુતસરિતા 2010_03 Page #399 -------------------------------------------------------------------------- ________________ ગુરુમુખથી નીકળેલું પવિત્ર ઝરણું આપણા, ‘અહંભાવ'ને ઓગાળનારું બને. ધવંતરિ વૈદ્ય'ની જેમ આપણા સ્વાર્થરૂપી, કારમા વ્યાધિનો નાશ થાય. પરમાત્માના અભેદ મિલન દ્વારા આત્માનુભવ, રૂપ અમૃતને દેનારું બને. મારી આવા પ્રકારની નમ્ર ભાવનાને ધ્યાનમાં લઈને, સાધર્મિક સંબંધમાંથી કોઈ પણ વસ્તુ, પદાર્થ, આઈટમ, ઉપકરણ, અધિકરણ કે રોકડ રકમ નહીં સ્વીકારવાનો મારો આજીવન નિયમ છે. મારા આ નિયમને આપશ્રી ઔદાર્યપૂર્વક સમજી-સ્વીકારી, આ સાથે પરત મોકલેલ વસ્તુ સ્વીકારશો. લિ. આપનો સાધર્મિક ભાઈ, રજની શાહ * * * પત્રાવલિ-૬૫ સંતોષ સમાન સુખ નથી મંગળવાર, તા. ૨૫મી ઑકટોબર, ૨૦૦૫ વીર સંવત ૨૫૩૧ને આસો વદ ૮ પરમ સૌભાગ્યવંતા સાધર્મિક શ્રાવક-શ્રાવિકા, પ્રણામ. જયવંતુ શ્રી જિનશાસન અભુત હીરાઓની ખાણ છે. ત્રણ જગતના સર્વે જીવોનું પરમ હિત ચિંતવનારા તથા તેનો મંગળકારી માર્ગ બતાવનારા શ્રી જિનેશ્વરદેવનું સ્મરણ કરવું, તેમને મનમાં વસાવવા, નમન કરવું, અર્પણ થવું, શરણે જવું, એ મોટું મંગળકારી કાર્ય છે. પરમ સૌભાગ્યને ખીલવનારૂં શ્રેષ્ઠ સત્કાર્ય છે. જૈનદર્શનના સિદ્ધાંત પ્રમાણે, પરમાત્મા પ્રત્યે અર્પણતા બજાવવાની હોય છે, ત્યારે તે ભક્તિ હોય છે. પરંતુ જ્યારે તે અર્પણતા ગુરુ ભગવંત તરફ બજાવવાની હોય છે, ત્યારે તે સ્વધર્મ કે સ્વકર્તવ્ય તરીકે ઓળખાય છે. અર્પણતા એટલે જિનાજ્ઞા પ્રત્યે આદર અને સર્વાગી પાલન. અર્પણતાથી અહંકારનો ક્ષય થાય છે. અહંકારના નાશ થયા વિના આત્મશોધન થઈ શકતાં નથી અને આત્મશોધનના માર્ગ વિના શાંતિ કે સુખ નથી અને શાંતિ વિના સમાધિ નથી. સંતોષ સમાન સુખ નથી. ઇચ્છા-આશા-તૃણા-અપેક્ષા વગેરે. દુ:ખની જનની છે. તૃષ્ણા આવી કે પાસેના સાધનો અપૂર્ણ દેખાય. સંતોષ આવ્યો કે દેખીતું દુઃખ ભાગ્યું અને સાધનો બધાં સુખદ સ્વયં બની રહે. તપશ્ચર્યા એટલે ઇચ્છાનો નિરોધ. આશાઓને રોકી એટલે જગત જીત્યા. આશાધારી તો આખું જગત છે. એ આશામય પ્રવૃતિ જ સંસાર છે અને આશા વિરહિત પ્રવૃત્તિ એ જ નિવૃત્તિ છે. હૃદયનું પરિવર્તન ચારિત્રની ચિનગારીથી થાય છે. જ્યાં ચારિત્રની સુવાસ મહેકે છે, ત્યાં મલિન વૃત્તિઓ નાશ પામે છે. ક્ષણવારમાં પ્રબળ વિરોધકોને સેવકરૂપ બનાવી દે છે. જ્ઞાનના મંદિરો ચારિત્રના શ્રુતસરિતા 3७४ પત્રાવલિ 2010_03 Page #400 -------------------------------------------------------------------------- ________________ નંદનવનથી જ શોભે છે. પ્રવૃત્તિ ભેદે નીચ-ઊંચ ભાવો ચારિત્રના સ્વચ્છ પ્રવાહમાં સાફ થઈ જાય છે. ચારિત્રરૂપી પારસમણિ કંઈક લોખંડોને સુવર્ણ રૂપમાં પલટી મૂકે છે. અર્પણતા, ઇચ્છાનિરોધ અને સમ્યક્યારિત્રના ત્રિવેણીસંગમ વડે સમ્યગ્દર્શનના પાંચ અલંકારો પ્રાપ્ત કરવાનો આપણે નિર્ધાર કરીએ. (૧) જિનશાસનમાં સ્થિરતા (૨) જિનશાસનની પ્રભાવના (૩) સુપ્રશસ્ત ધર્મતીર્થની સેવા (૪) સૂત્ર અને અર્થમાં કુશળતા (૫) જિનશાસન ઉપર અત્યંત ભક્તિરાગ. વીર સંવત ૨૫૩રનું નૂતન વર્ષ આપણને સૌને સર્વ પ્રકારની સુખ-શાંતિ અને બાહ્ય-અત્યંતર પ્રગતિને પ્રદાન કરી આત્મકલ્યાણ કરનારું બની રહે તેવી મારી શુભ ભાવના. લિ. આપનો ભાઈ, રજની શાહ પત્રાવલિ-૬૬ સંસારભાવનો અભાવ, કેમ કરવો ? મંગળવાર, તા. ૩૦મી ઑગસ્ટ, ૨૦૦૫ - વીર સંવત ૨૫૩૧ ને શ્રાવણ વદ ૧૧ પરમ સાધર્મિક ભાવશ્રાવક, પ્રણામ - જય જિનેન્દ્ર. મારા સહધર્માચારિણી અખંડ સૌભાગ્યવંતા શ્રી અરુણાની સર્જરી પ્રસંગે આપ પરિવારે હિંમત, હૂંફ અને માર્ગદર્શનની સાથે સાથે અનુપમ અને અનન્ય સાધર્મિક વૈયાવચ્ચનું દર્શન અમને કરાવ્યું છે. આપ પરિવારનો ખૂબ ખૂબ આભાર અને અંતઃકરણપૂર્વકની અનુમોદના. જ્ઞાની ભગવંતો કહે છે કે જો તમે શ્રાવક હો, તો ભાવશ્રાવક બનજો. જો તમારામાં સમ્યકત્વ હોય તો તેને ભાવ સમ્યકત્વ બનાવજો. જો ભાવધર્મ નથી અથવા તો ભાવધર્મને લાવવાનો ભાવ પણ નથી. તો ગમે તેટલી કરાતી ક્રિયા સંસારનો અંત ન લાવી શકે. આત્મા જ્યારે ભાવધર્મ પેદા કરી શકે છે, ત્યારે તેને સંસાર પ્રત્યે ભયની લાગણી પેદા થાય, સંસારનાં સુખો તેને અંગારા જેવાં લાગે, દઝાડનારાં લાગે. આત્મા પર અનાદિકાળથી પડેલી મોહની સત્તાને જ્યાં સુધી દૂર ન કરી શકીએ ત્યાં સુધી ભાવધર્મ પેદા થઈ શકતો નથી. મોહના ઘરમાં બેસીને મોહના જ હથિયાર વડે મોહને મારવાનું કાર્ય આપણે એવી કુશળતાથી કરવાનું છે કે જેના પરિણામે સંસારમાં રહ્યા રહ્યા આપણા પોતાના ચારિત્ર-મોહનીયનો એક દિવસ ભુક્કો બોલાવી સર્વવિરતિ ધર્મ અંગીકાર કરીએ. સર્વવિરતિના ચાર પદમાં અનુક્રમે પ્રગતિ કરતાં કરતાં ‘vjમાં સિદ્ધા' પદમાં બિરાજીત થઈ જઈએ. પૂજ્ય શ્રી નયવર્ધનસૂરિજી ફરમાવે છે કે સંસાર પ્રત્યે અભાવ પેદા નહીં થવાનું એક માત્ર પત્રાવલિ ૩૭૫ શ્રુતસરિતા 2010_03 Page #401 -------------------------------------------------------------------------- ________________ કારણ છે કે આપણે સંસારના દરેક પદાર્થોને “આદિ'થી જોઈએ છીએ; “અંત'થી નહીં. ધન આવે એટલે આદિ. અંતે તો ધન વિનાશ થવાવાળું અથવા ધન હોતે છતે આપણે વિદાય લેવાનું થવાનું છે. દૂધપાક ખાઈએ અને સ્વાદિષ્ટ લાગે તે “આદિ'; અંતે તો “મળ’માં જ પરિવર્તિત થવાનો છે, તે “અંત'. આવા દરેક પદાર્થમાં દૃષ્ટાંતો ગોઠવવા. એક વખત દરેક પદાર્થને અંતથી જોવાનો પ્રયત્ન શરૂ કરાય તો સંસારનો અંત આવ્યા વિના ન રહે. સંસાર માટે અભાવ જાણવો એ ભાવધર્મની પ્રાપ્તિ માટેની સૌથી પહેલી આવશ્યક્તા છે. સંસાર પ્રત્યે અભાવ અને મોક્ષ પ્રત્યે અહોભાવ, એનું જ નામ છે ભાવધર્મ. માટે તો કહે છે કે દુનિયાની ગમે તેવી પણ સામગ્રી જેના હૈયામાં અહોભાવ પેદા ક્રાવી ન શકે તેનું નામ છે “શ્રાવક'. ક્રિયારૂપે ધર્મને આરાધનારા આપણે સમજવાનું છે કે આ ક્રિયાઓ એ તો પગથિયું છે. ખરેખર લક્ષ્ય તો પરિણતિ છે. ધર્મ પ્રવૃત્તિથી કરતાં કરતાં આપણી વૃત્તિમાં ઊતરવો જોઈએ. ક્રિયારૂપ ધર્મ તો મોહના ઉદયભાવથી પણ થઈ શકે, પરંતુ ભાવધર્મ તો મોહના ક્ષયોપશમથી જ થઈ શકે છે. સત્ય કથન છે કે મોહના ધક્કાથી ધર્મ કરવો તે ઉદયભાવ અને મોહને ધક્કો મારવા માટે ધર્મ કરવો તે ક્ષયોપશમભાવ છે. “શ્રાવક' શબ્દના નિરુક્તિ અર્થમાં શ્રદ્ધા, વિવેક અને ક્રિયાનો ત્રિવેણી સંગમ જેનામાં હોય તે. બીજો પણ નિરુક્તિ અર્થ છે - શ્રવણ, વપન અને કર્તન કરે તે શ્રાવક. (૧) શ્રવણ - પરમાત્માના વચનોનું શ્રવણ, કે જેના વડે આત્મા અને અંતર ભીંજાતા હોય, અને તેથી જ અંતરમાં અકબંધ પડેલી સંસારની આસક્તિ ઘટતી જાય. (૨) વપન - વાવવું. જેમ ખેતરમાં થોડા દાણા વાવીને ખેડૂત મબલક પાક મેળવે છે, તેમ શ્રાવકે ધર્મના ક્ષેત્રમાં ધન વાપરવું. ધન કે જેને પાપ તરીકે ઓળખીએ છીએ અને મહાકર્મબંધનું કારણ છે, તે બધાથી છૂટવા માટે ઉત્તમ પાત્રોમાં તેનું નિયોજન કરે. (સાત ક્ષેત્રોમાં). (૩) કર્તન - કાપવું. દુનિયા દુઃખને કાપી નાખવા પ્રયત્ન કરે છે, જ્યારે શ્રાવક પાપને કાપી નાખવા પ્રયત્ન કરે છે. જે ધર્મ પાપને કે પાપની વૃત્તિને કાપે નહીં તેને જ્ઞાની ભગવંતો ધર્મ કહેતા નથી. ધર્મની પ્રવૃત્તિ તે વકરો અને એનાથી જે પેલી પાપની વૃત્તિઓ કપાતી જાય તે નફો છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં ચિંતન-મનન દ્વારા ભાવશ્રાવકના હૃદયને આત્મસાત કરી પરમાત્માના શાસનમાં આપણે સૌ ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરનારા બનીએ એ જ મંગલ કામના. જાણતાં-અજાણતાં મન-વચન-કાયાથી આપનું દિલ દુભવ્યું હોય તો મારા મિચ્છા મિ દુક્કડમ્. લિ. આપનો સાધર્મિક ભાઈ, રજની શાહ Yadalal for 398 30 oral Use Only પત્રાવલિ 2010_03 Page #402 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૬૭ આત્માને ઓળખો બુધવાર, તા. ૧૪મી એપ્રિલ, ૨૦૦૪ વીર સંવત ૨૫૩૦ ને ચૈત્ર વદ ૧૦ શ્રી નમિનાથ પ્રભુ મોક્ષ કલ્યાણક અને વીસ વિહરમાન જન્મ કલ્યાણક શુભ દિન. સમ્યગુ ધર્મારાધક અને સમુદ્યમી ભાવશ્રાવક, પ્રણામ - આપ સર્વે સુખશાતામાં હશો. તા. ૧૫મી માર્ચના આપશ્રીના બને પત્રો મળ્યા. વાંચી અનહદ આનંદ થયો. આપ પરિવારના ધર્મસુકૃત્યોની હું અપાર અનુમોદના કરું છું. આપશ્રીએ કરેલી શ્રુતભક્તિની હું હાર્દિક અનુમોદના કરું છું. શ્રી જિનશાસન ખરેખર જયવંતુ છે. વર્તમાન ચોવીસી પરમ શાસન પ્રેમનું જ સર્જન છે. અણિશુદ્ધ જિનભક્તિનો આવિષ્કાર છે. શ્રી જિનેશ્વર દેવોએ રાગ-દ્વેષના કીચકમાં આળોટતા જીવોને આત્માની ઓળખ કરાવી છે. એ આત્માને સાધવાનો રત્નત્રયીરૂપી શ્રેષ્ઠ માર્ગ બતાવ્યો છે. જીવને શિવ બનવાની ઉત્કૃષ્ટ ભાવદયાની ગંગા ત્રિલોકમાં વહાવી છે. પરમ તારક શ્રી નમિનાથ પ્રભુને પ્રાર્થના : વિજયરાજા-વપ્રારાણીના, કુળદીપક નમિનાથ પ્રભુ; મિથિલાના રાજા તીર્થકર, માથે મૂકીને હાથ પ્રભુ. ભક્તિની શક્તિ જીવનની, વિપદાઓને ચૂર કરે; પ્રભુની પ્રીતિ રોમેરોમમાં, અનાસક્તિના નૂર ભરે. - સ્વ. પૂ. શ્રી વિજય ભદ્રગુપ્તસૂરિજી મ.સા. કર્મભનિત વિદનો બે પ્રકારનાં હોય છે, એક સોપક્રમ એટલે શિથિલ બંધવાળા અને બીજા નિરૂપક્રમ. તેમાં શિથિલ બંધવાળા સોપક્રમ કર્યો તો પ્રભુભક્તિની શક્તિના પ્રભાવે નષ્ટ પામી જાય છે; અને નિરૂપકમ કર્મો ઉદયમાં આવે અર્થાતુ વિદનોના હુમલા આવે ત્યારે પણ પ્રભુનો સેવક ડઘાઈ જતો નથી. આ રીતે, કર્મનું સ્વરૂપ વિચારીને વિદન વખતે પણ જીવ અડોલ રહી. સમતાભાવમાં રહે છે, કે જેથી ઉદય વખતે પણ અનંત કર્મનિર્જરા કરનારો બને છે. પરમ ઉપકારી મહોપાધ્યાય પૂજય શ્રી યશોવિજયજી મ.સા.ની વિદ્યમાન કૃતિઓને વિભિન્ન વિભાગોમાં વહેંચીએ તો : (૧) સમ્યકત્વની શુદ્ધિ માટે ૬૭ બોલની સઝાય તથા ચોવીસી. (૨) જ્ઞાનની શુદ્ધિ માટે ૧૨૫-૧૫૦ અને ૩૫0 ગાથાના ત્રણ સ્તવનો સાથે નિશ્ચય વ્યવહારના શ્રી શાંતિનાથ અને શ્રી સીમંધર સ્વામીના સ્તવનો. (૩) ચારિત્રની શુદ્ધિ માટે અઢાર પાપ સ્થાનકની અને આઠ દૃષ્ટિની સજઝાયો ઉપરાંત આધ્યાત્મિક ૩૭૭ શ્રુતસરિતા પત્રાવલિ 2010_03 Page #403 -------------------------------------------------------------------------- ________________ સ્તવનો વગેરે. ઉપરોક્ત ત્રણ પૈકી પ્રથમ વિભાગ એટલે સમ્યક્ત્વની શુદ્ધિ માટે તેઓશ્રીએ લખેલ ચોવીસી પૈકી શ્રી ઋષભદેવ સ્વામીના સ્તવનમાં લખે છે : “લક્ષણ અંગે વિરાજતાં, અડહિય સહસ ઉદાર લાલ રે; રેખા કરચરણા-દિકે, અત્યંતર નહિં પાર લાલ રે.'' અર્થ : પ્રભુના પુણ્યદેહે એક હજાર ને આઠ ઉત્તમ લક્ષણો શોભે છે. હાથ-પગના તળિયાં પર અનેક પ્રકારની શુભ રેખાઓ હોય છે. આ બધાં તો બાહ્ય લક્ષણો છે. જ્યારે આંતરિક લક્ષણો યા ને આત્મિક ગુણોનો તો કોઈ પાર જ નથી. ભાઈ, પરનારી-સહોદર અને પરદુઃખભંજક મહારાજા વિક્રમ જેવા પુરુષો બત્રીસ-લક્ષણા કહેવાય છે. જ્યારે વાસુદેવના દેહ ઉપર ૧૦૮ શુભ લક્ષણો હોય છે. પણ ૧૦૦૮ ઉત્તમ લક્ષણો તો શ્રી તીર્થંકરના પુણ્યદેહ ઉપર જ શોભતાં હોય છે. આ લક્ષણો પ્રભુની પ્રભુતાનો સ્પષ્ટ ખ્યાલ આપીને તેમની સેવા-પૂજા કરવાની પ્રેરણા આપે છે. સેવા-પૂજા-વંદન-દર્શન વગેરે. કરવા વડે આપણે પ્રભુના બાહ્ય લક્ષણો અને આંતરિક ગુણોથી આકર્ષાઈ, પ્રભુને ભજવામાં ઉત્સાહિત થઈએ છીએ. આત્માને પરમાત્મા બનાવવાની આ જ સિદ્ધ પ્રક્રિયા છે. સંસારીમાંથી સિદ્ધસ્વરૂપી બનતો આત્મા ચાર અવસ્થામાંથી પસાર થતો હોય છે. (૧) બહિરાત્મ દશા (૨) અંતરાત્મ દશા (૩) મહાત્મ દશા (૪) પરમાત્મ દશા. આ ચારેને વર્ગીકરણથી સમજીએ, તો મિથ્યાત્વની અવસ્થા તે બહિરાત્મ દશા, સમ્યક્ત્વની અવસ્થા તે અંતરાત્મ દશા, સાધુપણાની અવસ્થા તે મહાત્મ દશા અને સિદ્ધ અવસ્થા તે પરમાત્મ દશા. જેને આત્માનો વિચાર આવે તેને આ બધો વિચાર કરવામાં રસ પડે. આજની મોટામાં મોટી ખામી જ આ છે કે આજે આત્માનો વિચાર જ ભુલાઈ ગયો છે. આજે આત્મવાદ ભુલાયો છે અને ભૌતિકવાદ વકર્યો છે. આસ્તિકવાદ ભૂલાયો છે અને નાસ્તિકવાદ વકર્યો છે. જીવત્વનું ગૌરવ વિસરાયું છે અને જડની બોલબાલા વધી છે. સૌથી પહેલાં તો આપણે આત્માને ઓળખવાનો છે. આત્માની ઓળખાણ એ જ જૈનશાસનનું પ્રવેશદ્વાર છે. આત્મા જ્યારે આત્માના આદેશને અનુસરવા તૈયાર થાય ત્યારે અધ્યાત્મભાવ પ્રગટે. અધ્યાત્મભાવ માટે આત્માનું જાગરણ જરૂરી છે. આવું જાગરણ આવવાથી આપણને અવશ્ય સમજાય કે સંસારના બધા કામો એ પુદ્ગલની પૂજા જ છે. માટે જ, જ્ઞાની ભગવંતો હે છે કે આત્મતત્ત્વની વિચારણા વગર પરમાત્માના વચનો પણ પ્રતીતિનો વિષય બની શક્તાં નથી. આત્માનો આશ્રય કરીને તેને લક્ષમાં રાખીને આપણે જે કાંઈ કરીએ તેને અધ્યાત્મ કહેવાય છે. તે બે પ્રકારે : (૧) વ્યવહાર અધ્યાત્મ શ્રુતસરિતા 2010_03 = હેય - વિષય - કષાયનો ત્યાગ શેય - જીવાદિ તત્ત્વોનું જાણપણું ૩૭૮ પત્રાવલિ Page #404 -------------------------------------------------------------------------- ________________ ઉપાદેય - શ્રાવકના વ્રતો, સાધુના મહાવ્રતો, ગ્રહણ કરવા. (૨) નિશ્ચય અધ્યાત્મ = પોતાના આત્માના ગુણોનો આશ્રય સ્વભાવ આશ્રય. પૂ. શ્રી આનંદઘનજી મ.સા. એ રચેલી અધ્યાત્મસભર ચોવીસીમાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુના સ્તવનમાં અધ્યાત્મના ચાર પ્રકાર દર્શાવ્યા છે : “નામ અધ્યાત્મ, ઠવણ અધ્યાત્મ, દ્રવ્ય અધ્યાત્મ ઇંડો રે; ભાવ અધ્યાત્મ નિજગુણ સાધે, તો તેહસુ રઢ મંડો રે.” મુખતા ભાવ અધ્યાત્મની છે. તેમાં વિષય-કષાયોની ઉપશાંતિ છે, આત્મગુણોની રતિ છે, પરભાવોની ઉપેક્ષા છે, રત્નત્રયીને પામવાની ઝંખના છે, સ્વરૂપસિદ્ધિનું લક્ષ્ય છે. ટૂંકમાં, અધ્યાત્મનો પ્રારંભ - એટલે કલ્યાણમુખી જ્ઞાનનો આવિર્ભાવ. સ્વ. પૂ. શ્રી વિજય કેસરસૂરીશ્વરજી મ.સા. આ વિષયમાં ફરમાવે છે : ___'कारणं कर्मबिंधस्य, परद्रव्यस्यचिंतनं । स्वद्र व्यस्य विशुद्ध स्थ, तन्मोक्षस्यैव केवलं ।' અર્થ : પરદ્રવ્યનું ચિંતન કરવું તે જ કર્મબંધ થવાનું કારણ છે, અને પવિત્ર આત્મદ્રવ્યનું ચિંતન કરવું તે કેવળ મોક્ષનું જ કારણ છે. આત્મદ્રવ્યના ચિંતન વડે જ આત્માની રિદ્ધિ, સાધનાની સિદ્ધિ અને સમતાની સમૃદ્ધિ પામી શકાય છે. અધ્યાત્મ ભાવ વડે, આપણે સૌ, સંસ્કારની શુદ્ધિ, વૈરાગ્યની વૃદ્ધિ, પરભાવની વિરુદ્ધિ, આત્મધર્મની અભિવૃદ્ધિ અને મોક્ષરૂપી શાશ્વત ઋદ્ધિને પામીએ, એ જ મારી શુભ ભાવના. લિ. આપનો ભાઈ, રજની શાહ પત્રાવલિ-૬૮ મુનિ મહારાજને ભાવનાનું સાદર નિવેદન બુધવાર, તા. ૭મી જાન્યુઆરી, ૨૦૦૪ વીર સંવત ૨૫૩૦ ને પોષ સુદ ૧૫ (પૂર્ણિમા) શ્રી ધર્મનાથ પ્રભુ કેવળજ્ઞાન શુભ કલ્યાણક દિન. પરમ ઉપકારી, પ્રાતઃ સ્મરણીય, સમ્યકુરન ઝવેરી, વાત્સલ્ય મહોદધિ, શાસન પ્રભાવક પંન્યાસજી પૂજ્ય શ્રી પૂર્ણચન્દ્રવિજયજી મહારાજ સાહેબ, પ.પૂ. મુનિરાજ શ્રી પૂર્ણરક્ષિત વિજયજી મ.સા., પ.પૂ. સાધ્વીજી શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી મ.સા. આદિ ઠાણા. પૂર્ણ ચન્દ્ર પૂર્ણિમાના દિવસે જ હોય છે. સાંયોગિક પણે, આજરોજ પૂર્ણિમા છે. આપશ્રી (પૂ. શ્રી પૂર્ણચન્દ્રવિજયજીને)ને તથા સઘળા ઠાણાને મારી કોટિ કોટિ ભાવ-વંદના. મારી રત્નત્રયીની આરાધનામાં અને ધર્મની સાધનામાં, આપ સર્વેનું પરમ ભાવ-સાનિધ્ય, પત્રાવલિ ૩૭૯ શ્રુતસરિતા 2010_03 Page #405 -------------------------------------------------------------------------- ________________ અવિરત ઉજમાળ બની, મને સર્વવિરતિ ધર્મ પમાડી, મારી મુક્તિ ખૂબ નજીક લાવે, એ જ એકની એક અને સદા માટેની શુભાભિલાષા. સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવશ્રી શ્રીમદ્ કૈલાસસાગર સૂરીશ્વરજી મહારાજા મને હંમેશાં ભારપૂર્વક કહેતા : ‘ઉત્તમના ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ.' ભવ્ય જીવો પ્રતિ આપશ્રીના અગણિત ઉપકારો છે. અરિહંત ભગવંતોની અનુપસ્થિતિમાં, દેદીપ્યમાન એવા જિનશાસનની જ્યોત ઝળહળતી રાખનાર એવા આપશ્રીની જાજરમાન જીવનગાથા સાચે જ હૃદયસ્પર્શી છે. જિનશાસનનો જે મજાનો ખજાનો આપશ્રી પામ્યા છો, તે સૌને પમાડવાના આપશ્રીના અપ્રતિમ પુરુષાર્થની કિંચિત્ પ્રશસ્તિ કરવા માટે, બાલબુદ્ધિ જેવો હું, આપશ્રી પ્રત્યે, ગુરુપદ પ્રત્યે, અનુભૂતિની સ્મૃતિની સાથોસાથ દેઢ ભક્તિથી પ્રેરાઈને, મારી લાગણીઓને વાચા આપવા આ પત્ર દ્વારા પ્રવૃત્ત થયો છું. શ્રી ધર્મનાથ પ્રભુએ ત્રણ ભવ પૂર્વે નિકાચિત કરેલ તીર્થકર નામકર્મનો આજની શુભ તિથિએ વિપાકોદય થયેલ, માટે પ્રાર્થના : ધર્મના દાતા ધર્મનાથજી, ધીર વીર ગંભીર પ્રભુ કરમના ભરમને દૂર કર્યો તમે, ખૂબ બની શૂરવીર વિભુ. સુવ્રતાનંદન સુવ્રત આપી, અમ સહુનો ઉદ્ધાર કરો; ભાનુરાજાના સુત સ્વામી, આટલો તો ઉપકાર કરો.” આપશ્રીનો ભાવવાહી, સત્ત્વસ્પર્શી અને આશીર્વાદથી ભરપૂર પત્ર મને મળ્યો. આ પત્ર મારા માટે આ જીવનનું એક સૌભાગ્યવંતુ સંભારણું બની ગયું છે. ગૃહમંદિરમાં આપના ફોટાની સાથે જ આ પત્રને મૂકી દીધો છે. ગૃહમંદિરમાં દરરોજ આપશ્રીને “અબ્યુટ્ટિયો' દઉં છું. પ્રતિક્રમણ વેળાએ આવતાં વાંદણામાં, આપશ્રીને સ્મરણમાં રાખીને, નિયમિત દ્વાદશાવર્ત વાંદણાં પણ હું દઉં છું. મારા બાંધેલા અશુભ કર્મોના ઉદયે આ અનાર્ય દેશમાં ફસાયો છું. અંતરમાં સંતાપ તો અવશ્ય રહ્યા કરે છે; સંતાપની માત્રા અતિશય વધી જાય ત્યારે ત્યારે પૂ. શ્રી વીરવિજયજી મ.સા. એ અંતરાય કર્મની પૂજાની ઢાળમાં કહેલું યાદ કરું છું. બંધ સમયે ચિત્ત ચેતીએ રે, ઉદયે શો સંતાપ.” આપશ્રીના પત્રથી મેં જાણ્યું કે આપશ્રીએ ૧૧ વર્ષની કુમળી વયે દીક્ષા ગ્રહણ કરેલી. ધન્ય છે આપને અને ધન્ય છે આપશ્રીના પરમ ઉપકારી માતાપિતાને કે જેઓએ સર્વવિરતિ ધર્મના સુસંસ્કારોનું સિચન આપનામાં કર્યું. મારી અનુમોદના છે, આપશ્રીએ પૂર્વભવે આરાધેલ ધર્મસાધનાને જિનશાસનના શણગાર સમા અણગાર એવા આપશ્રીને જિનશાસનની પ્રાપ્તિ અને જિનશાસનને આપ મહાપુરુષની પ્રાપ્તિ. કેવો અદ્ભુત યોગ્યાતિયોગ્ય યોગાનુયોગ ! મારા જેવા અનેકાનેકના જીવનમાં, આપશ્રી રત્નત્રયીની રસધાર રેલાવી રહ્યા છો, જીવનપથમાં શ્રુતસરિતા ૩૮૦ પત્રાવલિ 2010_03 Page #406 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનરૂપી પુષ્પો વેરી રહ્યા છો, જીવનરથના ચક્રમાં સમતાના પ્રાણ પૂરી રહ્યા છો અને જીવનયાત્રામાં સુધર્મરૂપી અમૃત સીંચી રહ્યા છો. જડવાદમાં જબરજસ્ત ડૂબેલા જગતને જિનશાસનનો પરમ સંદેશ પહોંચાડવાના આપશ્રીના આદર્શને મારી પૂજ્યભાવે અને અંતરના અહોભાવપૂર્વક વંદના. સાચે જ, આપશ્રી ગુણાનુવાદનું પ્રેરણાત્મક સ્થિર અને સ્થાયી સ્મારક છો. આપશ્રીના ભવ્ય નિમિત્ત વડે અનેક જીવો આત્મકલ્યાણને સાધનારા બને છે, અને બનતા રહેશે. - અમેરિકાની ભોગભૂમિ માટે અંગ્રેજીના બને શબ્દો યથાર્થરૂપે લાગુ પડે છે. (૧) West (૨) Waste આધ્યાત્મિક અંધાપાભરી અહીંની ભૂમિ ઉપર અવિરતિના કારખાનામાંથી પ્રત્યેક સમયે ઊપજતી અઢળક કર્મરાશિના ઉત્પાદનથી સ્વાભાવિક પણે ખૂબ વ્યથિત થઈ જવાય છે. આનો કોઈ ઉપાય પણ નથી. આ ભૂમિમાં અશુભ કર્મોદયના કારણે મારા નિવાસમાં એટલું શુભ વર્તાય છે કે આ દેશના શહેરોના જૈન સંઘો મને શિબિરો યોજવાની તક આપે છે, કે જેના કારણે મારા અભ્યાતિઅલ્પ ક્ષયોપશમમાં થોડી પણ વૃદ્ધિ થઈ શકે, અને વૈવિધ્યપૂર્ણ શ્રાવક-શ્રાવિકાને વાત્સલ્યભાવે મળવાનું બને. ઓઘદૃષ્ટિ એટલે કે ભવાભિનંદીપણાના રંગથી રંગાયેલી ધર્મક્રિયામાં અહીંના શ્રાવકોને પ્રીતિ ખરી; પણ મુખ્ય પ્રીતિ તો પૌલિક વિષયોમાં જ. સભ્યશ્રદ્ધા સંપન આત્મહિત તરફ એટલે કે યોગદૃષ્ટિ તરફ લક્ષ્ય અને વિકાસ અતિ અલ્પ જોવા મળે છે. અલૌકિક (લોકોત્તર)ના મિશ્રણ વિનાની એકલી લૌકિક કરણી (કુસંસ્કારોનું સેવન, હેયમાં પ્રવર્તન, ઉપાદેયમાં અપ્રવર્તન) પાપમય છે, તેવું આગ્રહપૂર્વક હું શિબિરોમાં સમજાવું છું. સમ્યક પ્રતીતિપૂર્વકની સંપ્રત્યયાત્મક શ્રદ્ધાનો અભાવ અહીંના શ્રોતાવર્ગમાં નજરે તરી આવે છે. તેને જ કારણે, ધર્મ પુરુષાર્થમાં જોડાય (જેવા કે દાન, શીલ, તપ આદિ); પણ અનુક્રમે પરિગ્રહ સંજ્ઞા, વિષય સંજ્ઞા કે આહાર સંજ્ઞા ઉપર કાપ કે કાબૂ દેખાતો નથી. જ્ઞાનની બૂમો પડે, પરંતુ ચારિત્ર પ્રત્યે રુચિ જાગે નહીં, તો જ્ઞાન શુષ્ક બનીને રહે. હું એવું પણ સમજાવું છું કે મોક્ષમાર્ગ ઉપર ચાલવું એનું જ નામ જૈનશાસનમાં ચારિત્ર નથી; પણ ચાલવાની સાથે મોક્ષમાર્ગ પર આગળને આગળ જ ચાલનારાના પગ પડે; જરા પણ આડોઅવળો પગ ન પડે તેનું જ નામ ચારિત્ર છે. પંચમાંગ શ્રી ભગવતીસૂત્રને ટીકાકાર પૂ. શ્રી અભયદેવસૂરિજીએ આપેલ જયકુંજર હાથીની ઉપમામાં જ્ઞાન અને ચારિત્રને હાથીના ચક્ષુઓ સાથે યથાર્થપણે ઘટાવેલ છે. પૂજ્ય સાહેબજી, આ અનાર્ય દેશની બીજી એક મોટી સમસ્યા એ છે કે અહીંના સંઘોમાં જૈનધર્મના બધા સંપ્રદાયો ભેગા હોય છે, એટલે દિગંબર, સ્થાનકવાસી, શ્રી કાનજી સ્વામીજી, શ્રી રાજચંદ્રજી, તેરાપંથી, વીરાયતનવાળા શ્રી ચંદનાશ્રીજી, દાદા ભગવાન (શ્રી અંબાલાલ પટેલનો સંપ્રદાય) વગેરે. શ્રોતાવર્ગ પણ આ સંપ્રદાયો-મિશ્રથી બનેલો હોય છે. અમેરિકાની રાષ્ટ્રીય કક્ષાની સંગઠન-સંસ્થા (JAINA). એ તો બધા સંઘોને જિનાલયમાં પ્રતિમાની ગોઠવણી અંગે પણ બિનશાસ્ત્રોકત સૂચનાઓ આપેલ છે. તેઓની સૂચના અનુસાર, સંઘમાં શ્વેતાંબર-દિગંબર વચ્ચે મૂળનાયકનો ઝઘડો ના થાય માટે મૂળનાયક તરીકે જિનાલયમાં નવકાર-માની પાટલી રાખવી (આમ કરવાથી, સ્થાનકવાસી સંપ્રદાય પણ સંતોષાય છે). તે પાટલીની આજાબાજા એક-બે શ્વેતાંબરની અને એક-બે દિગંબરના પ્રતિમાજીની સ્થાપના કરવાની. પત્રાવલિ 2010_03 ૩૮૧ શ્રુતસરિતા Page #407 -------------------------------------------------------------------------- ________________ જિનાલયમાં આ દેશ્ય ખૂબ જ અજુગતુ, અસંબદ્ધ અને શાસ્ત્ર અનુરૂપ લાગતું નથી. વધુમાં, અહીંનો શ્રોતાવર્ગ ભારતથી અત્રે પધારતા આ બધા સંપ્રદાયોના પ્રવચનકારોને સાંભળતા હોય છે. તેનું કમનસીબ પરિણામ એ આવ્યું છે કે પોતાનામાં સદ્ધર્મની સમજના અભાવે અને સાંપ્રદાયિક ભેદોના આશયની જાણકારીના અભાવે, શ્રોતાવર્ગ મહદ્ અંશે પોતાને વધુ રૂચિકર સુખશીલતા અને આચારવિહોણાપણાને પુષ્ટિ મળે, તેવા જે તે સંપ્રદાય તરફ ઢળી પડે છે. ઘણી વાર એવું પણ જોવા મળે છે કે વિવિધ સંપ્રદાયોમાંથી (તેઓના પ્રવચનકારો દ્વારા જાણી), પોતાના મનસ્વી અને પ્રમાદી વલણને અનુકૂળ પડે અને માન કષાયને પુષ્ટિ મળે, તેવી અમુક અમુક સમજ એકત્રિત કરી, ધર્મવિષયક પોતાની એક આગવી સમજ ઊભી કરે છે. આ બધું, સાહેબજી, અકલ્યાણનો માર્ગ છે, તેવું સમજાવ્યા છતાં પણ સમજે જ નહીં, તેવો પણ એક વર્ગ છે. આ બધું હોવા છતાં, થોડીક સંખ્યામાં સમજદાર વર્ગ (સુદેવ-સુગુરુ-સુધર્મમાં પારાવાર શ્રદ્ધાવાળો) પણ અવશ્ય જોવા મળે છે. આજના નિશ્ચયવાદીઓ મંગલમય ધર્મપ્રવૃત્તિને ‘જડની ક્રિયા’ જેવા અનુચિત શબ્દોથી સંબોધે છે. આવા અસંબદ્ધ યથેચ્છ પ્રલાપો ઉન્મત્ત આત્માની માફક ઉચ્ચારે છે. શ્રદ્ધાસંપન્ન વર્ગ ભદ્રિક ભાવે બે-પાંચ વાર આવા નિશ્ચયવાદીના પ્રવચનકારોને સાંભળે તો ભલભલા આત્માઓને ફસાઈ જતાં વાર નથી લાગતી. હું શિબિરોમાં એમ સમજાવું છું કે આપણી કક્ષાએ આપણા કલ્યાણનો અસાધારણ ઉપાય છે, પ્રથમ વ્યવહાર અને પછી નિશ્ચય. અપેક્ષાએ પ્રથમ નિશ્ચય અને પછી વ્યવહાર અને અપેક્ષાએ નિશ્ચય-વ્યવહાર બન્ને સાથે પણ છે. પૂર્વાચાર્યો અને ૨૫૦-૩૦૦ વર્ષ પહેલાં જ થઈ ગયેલ મહોપાધ્યાય પૂજયશ્રી યશોવિજયજી મહારાજે સ્પષ્ટ કહ્યું છે : ‘નિશ્ચય દૃષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર.' આવા આવા પુરાવાઓ આપી, સાહેબજી, હું સચોટ સમજાવવાનો પુરુષાર્થ કરું છું કે દૃષ્ટિમાં નિશ્ચય આવવો તે જુદી વાત છે અને નિશ્ચયની હદ આત્મામાં પ્રાપ્ત થવી તે જુદી વાત છે. આવો સગવડીઓ ધર્મ સ્હેજે પ્યારો લાગે પણ ધ્યાન રાખજો કે એ ધર્મ નથી, પરંતુ મહાન અધર્મ છે મહામિથ્યાત્વ છે; આમ સ્પષ્ટ સમજાવવાનો પ્રયાસ હું કરું છું. સ્વપરિપક્વતાના અભાવે, વિધવિધ સંપ્રદાયોના પ્રવચનકારોને સાંભળી સાંભળી, અહીંનો શ્રોતાવર્ગ મહદ્ અંશે નિશ્ચય-વ્યવહારમાં નિશ્ચયને, જ્ઞાન-ક્રિયામાં જ્ઞાનને, પાંચ સમવાય કારણમાં નિયતિને (ક્રમબદ્ધ પર્યાય), શ્રુત-ચારિત્રધર્મમાં શ્રુતધર્મને, ઉપાદાન-નિમિત્તમાં ઉપાદાનને, પાંચ પ્રકારના દાનમાં કીર્તિદાન અને અનુકંપાદાનને પ્રાધાન્ય આપતો એક ભેળસેળિયો શ્રોતાવર્ગ અહીંયાં જોવા મળે છે. પોતાનો સ્વીકારેલો એકાંતિક માર્ગ જ સાચો છે, તેવો દૃષ્ટિરાગ સેવે છે, કે જે કામરાગ અને સ્નેહરાગ કરતાં પણ વધુ ભયંકર છે. મારા અંતરની વેદના જણાવવા જ આપશ્રીના પત્રમાં આ બધું લખેલ છે. હું તો શ્વેતાંબર દેરાવાસી પ્રણાલી અનુસાર ધર્મપ્રવૃત્તિનું (જેવી કે પૂજા, દેવદર્શન, સામાયિક, વ્રત, પચ્ચક્ખાણ આદિ) પ્રતિપાદન કરું છું. સાંપ્રદાયિક અને એકાંત નિશ્ચયના પ્રશ્નોથી શિબિરોમાં શ્રુતસરિતા 2010_03 ૩૮૨ પત્રાવલિ Page #408 -------------------------------------------------------------------------- ________________ હું દૂર રહું છું. પુદ્ગલ પ્રત્યે ઉદાસીનભાવ, કષાયો, પ્રત્યે ઉપશમભાવ, વિષયો પ્રત્યે અનાસકતભાવ, જીવો પ્રત્યે મૈત્રીભાવ અને પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ – આ પાંચ પ્રકારના ભાવોનો યોગક્ષેમ કરવાના સાધનો તરીકે હું આચરણ-ક્રિયા-વ્યવહાર ધર્મ વખતોવખત સમજાવું છું. પણ, મને ઘણી વાર વિચાર આવે છે : आम घडे निहतं जहा, जलं तं घडं विणासह । જેમ કાચા ઘડામાં નાખેલું પાણી, ઘડાના તેમ જ પોતાના વિનાશનું કારણ બને છે, તેમ શ્રુતજ્ઞાનરૂપી રસાયણ એ સગવડિયા-ભેળસેળિયા વર્ગને એટલે કે ગમે તેવા અયોગ્ય પાત્રને આપવામાં લાભ કરતાં અનર્થ તો મારાથી નહીં થતો હોય ને ! આવા અનર્થ વડે મારા ભવની વૃદ્ધિ તો નહીં થઈ જાય ને ! પૂજ્ય સાહેબજી, હું તો મારી અલ્પ સમજણ સાથે, આશ્રવનો ત્યાગ, સંવરનો રાગ, જિનાજ્ઞાપાલનની આવશ્યકતા અને અનિવાર્યતા, નિત્ય ધર્મ, છ આવશ્યક, અઢાર પાપસ્થાનકમાંથી વિરમણ, કર્મોના ઔદયિક ભાવને ‘ભલે પધાર્યાનો ભાવ, સાક્ષીભાવની કેળવણી, તથા ભવ્યત્વ પરિપાકના સાધનો વગેરેની વિશદ્ ચર્ચા હું સ્વાધ્યાય-શિબિરમાં કરું છું. આ બાબતમાં, સાહેબજી, મને માર્ગદર્શન આપશોજી અને મારા સમજવામાં જ્યાં આપને ક્ષતિ કે દોષયુક્ત જણાય, તે મને જણાવશો. આપશ્રી તથા સર્વે સાધુ-સાધ્વીજી ભગવંતો શાતામાં હશો. “સ્વામી, શાતા છે જી' તો હું બોલી શકું છું; પણ અમેરિકામાં રહેતો મહા-દુર્ભાગી હું “ભાત-પાણીનો લાભ દેશોજી” તો કયા મોઢે બોલું? આપશ્રી જૈનકુળમાં ઉચ્ચ જન્મને પ્રાપ્ત કર્યા પછી રત્નત્રયી અને તેના સાધનોની આરાધનામાં જોડાયો છો. ગુણાનુરાગ ગુણવંતી ભક્તિ પ્રશંસા એ શુભ નામકર્મના બંધનો હેતુ છે. આપને મારા અપૂર્વ વંદન, સ્તુતિ, ભક્તિ, પ્રશંસા અને અનુમોદના. આપશ્રી લિખિત કે સંપાદિત પુસ્તકોના પ્રાપ્તિસ્થાનની મને જાણ કરશોજી. આ પત્ર લખવામાં કોઈ જગ્યાએ જાણતાં-અજાણતાં આપશ્રીનો અવિનય થયો હોય તો ઉદાર ભાવે મને ક્ષમા કરશોજી. - ધર્મભાવનો ટેકો લઈને નરક-તિર્યંચ ગતિ ટાળવા અને મોક્ષભાવનો ટેકો લઈને દેવ-મનુષ્ય ગતિ ટાળવા, આપશ્રીના પરમોચ્ચ આશીર્વાદના બળથી હું સમર્થ બને; અને જ્યાં ભ્રમણ નથી, કર્મોનું આક્રમણ નથી અને સુખ-દુઃખનું સંક્રમણ નથી, તેવા મોક્ષપદની પ્રાપ્તિ શીધ્ર બને તે માટે આવશ્યક પુણ્યનો હું અધિકારી બનું, તેવી અભિલાષા સેવું છું. જિનેશ્વર પ્રણીત ધર્મની પ્રભાવનાના વ્યાસંગી, આત્મપ્રદેશોમાં શુભ ભાવોની રંગોળી પૂરનાર, અમદમાદિ ગુણગણાલંકૃત, મારા જેવા અનેકને પ્રેરણાના પીયૂષ પાનાર એવા પૂજ્ય આપશ્રીને મારા ભાવપૂર્વક વંદન. “અખંડ નિર્મળ સંયમ જેનું, સદા સુવાસી ચંદન; ગુરુદેવશ્રી પૂર્ણચન્દ્રવિજયજીના, ચરણે અપાર વંદન.” લિ. આપનો ગુણાનુરાગી, રજનીના ૧૦૦૮ વંદણા સ્વીકારશોજી. પત્રાવલિ 2010_03 ૩૮૩ શ્રુતસરિતા Page #409 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૬૯ ગુણવૃદ્ધિ તે આત્મશુદ્ધિ બુધવાર, તા. ૧૯મી, નવેમ્બર, ૦૩ વીર સંવત ૨૫૩૦ ને કારતક વદ ૧૦ શ્રી મહાવીર સ્વામી દીક્ષા કલ્યાણક શુભ દિન. સંયમમાર્ગી પરમ સુશ્રાવક શ્રી, પ્રણામ. ગયા રવિવારે આપના સંઘે મને ‘અત્યંતર તપ યાત્રા” વિષય ઉપર શિબિર કરાવવાનો લાભ આપ્યો. આવો લાભ મારા જ્ઞાનના ક્ષયોપશમ માટે “સાધન' તરીકે મને ખૂબ જ ઉપયોગી નીવડે છે. સાચે જ, આપ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ચરમ શાસન તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાનનું આજે દીક્ષા કલ્યાણક છે. તેઓને આપણી પ્રાર્થના : ચરમ તીર્થક્ર ત્રિશલાનંદન ! મહાવીર સ્વામીને વંદન; નામ તમારું લેતાં મારા, પુલકે પ્રાણોના સ્પંદન. ધર્મનો રાહ બતાવ્યો સ્વામી, સહુને સુખ-શાંતિ દેવા; ભવોભવ મળજો મુજને તમારા, ચરણકમળની શુભ સેવા.' સાંસારિક કામની સાધનામાં કેટકેટલી તકલીફ પડે છે, તે કાર્યો પણ વગર મહેનતે પાર પડતા નથી. જરૂર કોઈ પુણ્યવાન જીવને સાંસારિક પદાર્થો વગર મહેનતે મળી જાય છે. જ્યારે ધર્મકાર્યમાં તો ઉદ્યમ પ્રધાન છે; માટે શક્તિ હોવા છતાં ધર્મકાર્ય ન કરવામાં આવે તો ધર્મમાં અંતરાય-કર્મ બંધાય. માટે જ, અશક્તિનું બહાનું કાઢી ધર્મકાર્યથી ખસી જવું નહીં. પહેલ વહેલા તો અઘરું લાગે, થોડીક અકળામણ પણ કદાચ થાય. થોડાક દાખલા, જોઈએ તો; વિષયના રાગીઓને શીલ અઘરું જ લાગે, આખો દહાડો ખા-ખા કરનારને તપ અઘરું જ લાગે, વાત વાતમાં ગુસ્સો કરનારને ક્ષમા રાખવી ભારે પડે, અભિમાનીઓના પૂતળાને નમ્રતા આકરી લાગે, માયાકપટમાં ટેવાયેલાને સરળતા રાખવી મુશ્કેલ પડે, લોભના અને લાભના દાસ બનેલામાં સંતોષ આવે નહીં વગેરે. આપશ્રીએ આ વખતની સ્વાધ્યાય-શિબિર વેળાએ જે નિયમો સ્વેચ્છાપૂર્વક અને ભાવોલ્લાસપૂર્વક લીધા, તેનો મને અપાર અપાર અપાર આનંદ થયો છે, તે જણાવવા જ, આપને આ પત્ર લખી રહ્યો - ભાઈ, આપણા દોષને દોષરૂપે જાણી, ઓળખી, એનાથી બચવા માટે અને ગુણનો સાચો પરીક્ષક બની, એને મેળવી લેવા માટે શ્રુતશરણે (જિનવાણીના શરણે) જઈ કૃતનિશ્ચયી આપણે બનીએ તો આજે અઘરાં લાગતાં અનુષ્ઠાનો કે ગુણો સહેલા લાગે. મારો તો સ્વાનુભવ છે કે ધર્મકાર્યમાં પ્રયત્નશીલ રહેવાથી એક દિવસ તો અવશ્ય સારો ભાવ આવી જાય છે અને પછીના શેષ જીવનમાં શ્રુતસરિતા ૩૮૪ પત્રાવલિ 2010_03 Page #410 -------------------------------------------------------------------------- ________________ ટકી જાય છે. સાધુ સમાગમ, જિનવાણીનું શ્રવણ અને આચરણ અને અનુષ્ઠાનના યોગે અનેક જીવો વસાગર તરી ગયા છે, તો આપણે કેમ નહીં ? આપશ્રીએ લીધેલ નિયમો અવશ્ય અશુભ કર્મોને છેદનારા બનશે. તજી દેવા લાયક ત્યજી દેવું અને સ્વીકારવા લાયક સ્વીકારી લેવું. થોડીક અઘરી ભાષામાં કહીએ તો હેયનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર. તેનાથી પણ વધુ આધ્યાત્મિક ભાષામાં કહીએ તો “હેયમાં અપ્રવર્તન અને ઉપાદેયમાં પ્રવર્તન.' આવી ઊંડી ઝીણવટભરી બુદ્ધિપૂર્વકની અપેક્ષાથી સર્વ પ્રકારની લક્ષ્મીની સહેલાઈથી પ્રાપ્તિ થાય છે. ભાઈ, પ્રાપ્ત ગુણની ખિલવણી કે અભિવૃદ્ધિ માટે અથવા અપ્રાપ્ત ગુણની પ્રાપ્તિ માટે પ્રતિદિન ધર્મશ્રવણ કરવું જોઈએ. પ્રચદં ઘર્મ cruત | ધર્મશાસ્ત્રનું શ્રવણ અનંત ગુણના લાભનું અમોઘ કારણ છે. તેના વડે, સંતાપ યુક્ત ચિત્તને શાંત બનાવી સ્થિર બનાવી શકાય છે. મુખ્યત્વે ધર્મ એક જ હોવા છતાં અનુષ્ઠાતાના ભેદ બે વિભાગમાં વહેંચાય છે. તેમ, ગૃહસ્થ ધર્મના પણ તથાવિધ અનુષ્ઠાતાના ભેદે પુનઃ બે પ્રકાર પડે છે : (૧) સામાન્ય ગૃહસ્થ ધર્મ (૨) વિશેષ ગૃહસ્થધર્મ. સઘળા શ્રાવક-શ્રાવિકા સામાન્ય રીતે જે જે આચારને માન્ય રાખે તે બધો સામાન્ય ગૃહસ્થધર્મ, અર્થાત્ આત્મશ્રેય માટે સર્વમાન્ય જે સદાચારને પાળે તે સામાન્ય ગૃહસ્થ ધર્મ. બીજો વિશેષ ગૃહસ્થધર્મ એટલે કે ગ્રંથિભેદ કર્યા બાદ જે આંશિક આત્માનુભવરૂપ સમ્યગ્દર્શન અને અમુક અપેક્ષાએ પાપ નહીં કરવા રૂપ સ્થૂલ વિરતિ અર્થાત્ અણુવ્રત વગેરેનો સ્વીકાર કરવો તે વિશેષ ગૃહસ્થધર્મ. ક્યાં સુધી આપણે સામાન્ય ગૃહસ્થધર્મી બન્યા રહેવાનું, તે આપણે જ નક્કી કરવાનું છે. આ અમેરીકા ક્ષેત્રમાં કોઈ કહેવા આવનાર નથી. ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે. મારી સમજણ અનુસાર, મુક્તિ, મુક્તિનાં સાધનો, મુક્તિમાર્ગના ઉપદેશકો અને મુક્તિના સાધકો તરફ રાગ-બુદ્ધિ અને આદરભાવ આપણે કેળવવો જોઈએ. આ એક જ ગુણ બાકીના સઘળા ય ગુણોને ખેંચી લાવે છે. આ એક જ ગુણ ના હોય તો બાકીના બધા ય ગુણો, ભાઈ, એકડા વિનાના મીંડા જેવા છે – દેવ વિનાના દેરાસર જેવા છે. જેમ બીજનો ચંદ્રમા ક્રમશઃ વિકાસ પામી પૂર્ણિમાએ પૂર્ણ પ્રકાશને પામે, તેમ આપણે ધાર્મિક સામગ્રી પામી ક્રમશઃ આત્મવિકાસને પંથે આગળ વધી પૂર્ણ પ્રકાશ (કેવળજ્ઞાન રૂપી)ને પામવાનો છે. આ જ દૃષ્ટાંતને, બીજી રીતે જોઈએ તો, જેમ ચંદ્રમા પૂર્ણિમા પછી વધતો અટકી જાય છે, તેથી તે ઘટવા માંડે છે; તેમ આપણે પણ ધર્મમાં આગળ વધતા અટકી જઈએ, તો ઘટવા માંડીશું. આપના પૂ. પપ્પા-મમ્મીને મારા પ્રણામ. આપ બન્ને પ્રત્યે મને અપાર મમતા' છે, અને આપ બને પુણ્યવંતા ભાગ્યશાળી જીવો ધર્મમાર્ગમાં “પાર્થ” બનો તેવી શુભેચ્છા સેવું છું. લિ. આપનો ભાઈ, રજની શાહ પત્રાવલિ 2010_03 ૩૮૫ શ્રુતસરિતા Page #411 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૭૦ ધર્મપત્નીને તપ પ્રસંગે પારમાર્થિક ભેટનો અભિગમ સોમવાર, તા. ૧૫મી સપ્ટેમ્બર, ૧૩ વીર સંવત રપર૯ ને ભાદ્રપદ વદ ૫ (આ પત્ર ન્યુયોર્ક સંઘના ભાવશ્રાવક-શ્રાવિકાને લખેલ. આ પત્રમાંની વિગતો આપણા સૌના જીવનને પણ સ્પર્શે છે. દૈનિક ધોરણે આ અમલમાં આવી શકે તો આ ભવ અને પરભવને સુખી બની શકે છે.) પ્રણામ. પરમ શ્રાવિકા બેનશ્રીએ આ પર્યુષણ મહાપર્વ નિમિત્તે શ્રી વીર ગણધર તપ નિર્વિદને પાર પાડ્યું, તે બદલ મારી અપાર અનુમોદના અને અંતરના અભિનંદન. ___ चरम जिनस्यैकादश शिष्य, गणधारिणस्तदर्थं च । प्रत्येकमनशनान्यप्या, चाम्लान्यथ विदध्याय्य ।। અર્થ : ચરમ (છેલ્લા) તીર્થકરના અગિયાર ગણધર (શિષ્યો) હતા; તે અર્થે એટલે કે ગણધરની આરાધના માટે જે તપ તે ગણધર તપ. તેમની આરાધના માટે અગિયાર ઉપવાસ આંબિલ કરવાનું વિધાન છે. આ તપનું ફળ કેવળજ્ઞાનની પ્રાપ્તિ છે. આપણે સૌ જાણીએ છીએ કે શ્રી મહાવીર સ્વામીના પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીજી હતા. ગૌતમ' શબ્દનો અર્થ છે : ગૌ = ગાય એટલે કામધેનુ (ઇચ્છાઓ પૂર્ણ કરે), ત = તરુ (વૃક્ષ) (કલ્પવૃક્ષ) - ઇચ્છાઓ અનુસાર ફળ આપે અને મ = મણિ (ચિંતામણિ) - સઘળી ચિંતાઓ દૂર કરે. આમ, શ્રી ગૌતમ સ્વામી કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતામણિ સમાન છે. આ ચોવીસીના ચોવીસ તીર્થકર ભગવંતોના કુલ ૧૪૫ર ગણધર ભગવંતોમાં શ્રી ગૌતમ સ્વામી ૧૪૪૨ના ક્રમાંકે હતા. ૧૪૫ર ગણધર ભગવંતોમાં ત્રણ ગણધર ભગવંતો પ્રખ્યાત છે (૧) શ્રી આદીશ્વરદાદાના ગણધર-શ્રી પુંડરિક સ્વામી; (૨) શ્રી નેમિનાથ પ્રભુના ગણધર - શ્રી વરદત્ત સ્વામી અને (૩) શ્રી મહાવીર સ્વામીના ગણધર - શ્રી ગૌતમ સ્વામી. - શ્રી ગૌતમ સ્વામીજી વિનમ્રતાની મૂર્તિ હતા. સરળતા, પવિત્રતા અને સમર્પિતતાની મહામૂલી સંપત્તિના સ્વામી હતા. અનંત લબ્લિનિધાન એવા શ્રી ગૌતમ સ્વામીજીએ ૫0,000 શિષ્યોને દીક્ષા આપેલ, તે બધાને કેવળજ્ઞાન થયું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે તેઓને પોતાને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પહેલાં તેમના ૫0,000 શિષ્યોને કેવળજ્ઞાન પમાડી શક્યા હતા. તેઓની કેટલીક વિશેષતાઓ : (૧) અષ્ટાપદ પર્વત ઉપર ૧૫00 તાપસોને અંગૂઠા વડે ખીર (અમૃત)થી પારણું કરાવેલ. માટે, આપણે બોલીએ છીએ-“અંગૂઠે અમૃત વસે..... (૨) દરેક આચાર્ય ભગવંત જે સૂરિમ– ગણે છે, તેની પાંચ પીઠિકામાં મુખ્ય પીઠિકા ઉપર શ્રી ૩૮૬ પત્રાવલિ Jain મુતસરિતા 2010_03 Page #412 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીજી અધિષ્ઠિત છે. (૩) બેસતા વર્ષે શ્રી ગૌતમ સ્વામીનો રાસ ગાવામાં આવે છે. (૪) વીસ સ્થાનક તપમાં - ૧૫મું પદ છે - શ્રી ગૌયમ પદ. (૫) શ્રી ગૌતમ સ્વામીએ દીક્ષા લીધા પછી નિરંતર છટ્ટને પારણે છટ્ટ જ કરતા હતા. (૬) આહાર વહોરાવનાર કલ્યાણ પામે તે એક માત્ર હેતુથી ૫૦,૦૦૦ થી વધુ શિષ્યો હોવા છતાં, દરરોજ પોતાની ગોચરી લેવા જાતે જતા. (૭) શ્રી ઋષિમંડલ મહાસ્તોત્ર, જગચિંતામણિ ચૈત્યવંદન આદિના રચયિતા છે. (૮) વિવિધ તપ - જેવા કે (૧) ગૌતમ પડઘો તપ (૨) ગૌતમ કમળ તપ (૩) વીર ગણધર તપ (૪) છઠ્ઠ-અટ્ટમ-દિવાળી, ટૂંકમાં એટલું જ, કે જો આપણું મન ગૌતમ બને તો મહાવીર આપણને સહેજે મળી જાય. શ્રાવિકા બેનની આવી અનન્ય અને અજોડ તપસ્યાના સુમંગલ અવસરે, આપશ્રીએ એમને કોઈ વસ્તુ ‘ભેટ’ આપવી જોઈએ. આપ બન્નેના ગયા ભવના ઋણાનુબંધના કારણે આ ભવમાં બેનશ્રીએ આપની ધર્મપત્ની એટલે કે આપના સહધર્મચારિણી બનવાનું પસંદ કર્યું છે. આપના બાળકોની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. આપની તન અને મનની સેવા કરવાનું નક્કી કર્યું. અમેરિકા જેવા અભાગિયા દેશમાં આવીને તેઓએ કમાણી કરીને આપને ‘ધન’થી સેવા કરવાનું પણ નક્કી કર્યું. આ ભવમાં પ્રાપ્ત થયેલા માત્ર પતિ-પત્ની જ નહીં, પણ તમામ સંબંધો કર્મોના ઉદયથી છે. આપણી આંખ મીચાતાં આ સંસારનો આપણો તમામ સેટ-અપ આપણા માટે બંધ થઈ જશે. ભવિષ્યમાં આ જ સેટ-અપ મળનાર નથી. પરમ ઉપકારી ગુરુ ભગવંતો કહે છે કે કર્મના ઉદયથી મળેલા આ સંસારના સંબંધોમાં સમભાવ એટલે કે સમતાભાવ જ કેળવવો જોઈએ; કે જેના પરિણામે, વર્તમાન સુધરે અને તેની ફલશ્રુતિરૂપે આપણો પરભવ એટલે કે ભવિષ્યકાળ પણ સુધરે. ભાઈ, તમે મને એમ જ કહેશો કે “રજનીભાઈ, તમે જે કહો તે હું શ્રાવિકાબેનને એટલે કે મારી ધર્મપત્નીને ભેટ આપવા તૈયાર છું.’ હવે જ્યારે તમે પૂછો જ છો તો હું આપને કહી જ દઉં કે આપશ્રીએ બેનને ‘ક્રોધ'ની ભેટ આપવાની છે. આનો અર્થ એ કે આપનામાં રહેલો ક્રોધ જે કાંઈ માત્રામાં હોય તે બધો તેમને આપી દેવાનો, એટલે કે હવેથી તમારે કદાપિ તેમના ઉપર ગુસ્સે નહીં થવાનો નિયમ લેવાનો. ‘ક્રોધ'ના સ્ટોકથી તમે હવે ખાલી થઈ ગયા; એટલે આવે જ ક્યાંથી ? એક સ્વાધ્યાયર્તા તરીકે, ભાઈ, મારો વિશાળ અનુભવ છે કે દરેક દંપતીમાં સામાન્યતઃ પરસ્પર વારેઘડીએ ગુસ્સે થઈ જવાનું સ્વભાવ જેવું બની ગયું છે. તપસ્વી શ્રાવિકાને અર્પણ કરેલો ‘ક્રોધ' તેમના તપમાં ભસ્મીભૂત થાય તેવી ભાવના સાથે વિશ્વાસથી તમને કહી શકું છું. ઊકળતા પાણીમાં કોઈપણ ચીજનું પ્રતિબિંબ સ્પષ્ટ હોતું નથી, એમ જ્યારે આપણા દિમાગમાં ક્રોધાદિનો ઊકળાટ હોય ત્યારે પરિસ્થિતિનું યથાર્થ પ્રતિબંધ ઝિલાતું નથી. બીજી રીતે કહું તો, બેટરી ગમે તેટલી પાવરફુલ હોય પણ જો એને દેશ્ય પદાર્થ (માર્ગ કે વસ્તુ કે આપણી કહેવાની વાત) પર પત્રાવલિ . 2010_03 ३८७ શ્રુતસરિતા Page #413 -------------------------------------------------------------------------- ________________ સ્થિર કરવામાં ના આવે અને જોરજોરથી ઘુમાવ્યા કરીએ; તો એ બેટરી પ્રકાશવાન હોવા છતાં યથાર્થ દર્શન કરાવી શકતી નથી. આ દૃષ્ટાંત અનુસાર, આપણી ગમે તેવી ધારદાર બુદ્ધિ, સત્ય અને સચોટ વાત પણ, ક્રોધાદિના આવેશ કાળે, યથાર્થ નિર્ણય આપી શકતી નથી. તે વેળાએ લેવાયેલો નિર્ણય ભૌતિક અને આધ્યાત્મિક, આ બન્ને રીતે આપણને ભારે નુકસાનકર્તા પુરવાર થાય છે. ભાઈ, પરિવાર, સંસ્થા અને સમાજ ઉપર અનેકવિધ અજોડ ઉપકાર કરનાર (આપશ્રી દાખલા તરીકે ભારતમાં આપના જન્મસ્થળના જૈન સંઘ માટે અમેરિકામાં બેસીને કરી રહ્યા છો) વ્યક્તિ પણ, જો ક્રોધ ઉપર કાબૂ ના હોય, તો લોકપ્રિયતા ગુમાવી અળખામણો બની જવાનું કેટલું મોટું નુકસાન કરી લે. “લોકપ્રિયતા’ની ગુણ-પ્રાપ્તિની શરૂઆત પતિ-પત્ની, પુત્ર-પુત્રી અને પરિવારથી જ આપણે કરવો જોઈએ. મારો આ પત્ર લખવાનો અર્થ એવો ના કાઢતા કે તમે હંમેશાં બેન ઉપર અને બેન તમારા ઉપર ગુસ્સે થતા હશો. પરંતુ, થોડી થોડી વારે ગમે તે કારણે કે વિના કારણે, દાંપત્ય જીવનમાં વિખવાદ અને વિસંવાદિતા મેં અનેક પરિવારોમાં જોઈ છે. અને તેમાંય ખાસ કરીને, અમેરિકામાં ૨૫-૩૦ વર્ષોથી રહેતા હોય, બાળકો અલગ રહેવા જતા રહ્યા અને પતિ-પત્ની ઘરમાં એકલાં બેસી, સામે સામે બેસી, વાતો કરતાં કરતાં અનેક મતભેદો અને મનભેદો સેવતાં મેં જોયાં જે પરિસ્થિતિને પલટવા માનવી ક્રોધનો સહારો લે છે, તે સામાન્ય રીતે બે પ્રકારી હોય છે. (૧) સામી વ્યકિતનું દોષ-અપરાધ કે આશાતના ભરેલું વર્તન (૨) “પોતાની વાત જ સત્ય છે તેનો સામી વ્યક્તિ દ્વારા અસ્વીકાર. આ બન્ને પરિસ્થિતિમાં ક્રોધથી કાર્યસિદ્ધિ તો બહુ દૂર જ થાય છે. સોનાની લગડી આપણને અતિ પસંદ હોવા છતાં, લાલચોળ તપાવીને આપવામાં આવે તો એને કોણ હાથમાં ઝાલશે ? સામાને આપણી વાત સમજાવવા માટે ક્રોધ નહીં, બલ્ક શાંતિ જ ઉપાયરૂપ નીવડે છે. ક્રોધના ધમધમાટ માં આપણી વાતની તથ્થતા અને યુક્તિસંગતતા દબાઈ જાય છે. ભાઈ, એક સુંદર દૃષ્ટાંતથી આપને સમજાવું. ઠંડી હથોડી તપેલા લોખંડને ઇચ્છા મુજબનો ઘાટ આપી શકે છે; પણ તપલું લોખંડ ઠંડી હથોડીને ઘાટ આપી શકતું નથી. આ વાસ્તવિકતાને આપણે સૌએ હંમેશાં યાદ રાખવા જેવી છે. કોધથી બળી ઝળીને ખાખ થતા દુઃખિયારા જીવોને કરુણાના ભંડાર સમા મહર્ષિઓ કેવી રીતે જોઈ શકે? ઉપશમ અને ક્ષમાની ચિંતનધારા રૂપી બંબાના જલપ્રવાહથી આ આગને ઠારવા જ્ઞાની ભગવંતો ખૂબ મથ્યા છે. તેઓ ફરમાવે છે વાવમુક્ટિ: વિદત્ત મુવિ – કષાયમુક્તિ એ જ સાચી મુક્તિ છે. ભાઈ, જાત અને જગત ઉપર વિજય પ્રાપ્ત કરવાનું એક માત્ર શસ્ત્ર છે – ક્ષમા. આ ક્ષમાને કોઈ ‘શમ' કહે છે; કોઈ ઉપશમ’ કહે છે; કોઈ “માફી' કહે છે; કોઈ “શાન્તરસ' કહે છે; કોઈ એને જીવનનો પરમ વૈભવ' કહે છે; તો કોઈ એને “આત્માનું સાચું સૌંદર્ય' કહીને બિરદાવે છે. માટે તો, જ્ઞાની ભગવંતોએ ક્ષમાગુણના અપાર ગુણગાન ગાયા છે : શ્રુતસરિતા પત્રાવલિ ૩૮૮ 2010_03 Page #414 -------------------------------------------------------------------------- ________________ क्षमा शस्त्रं करे यस्य, दुर्जनः किं करिष्यति । અર્થ : જે ‘ક્ષમા’ નામના શસ્ત્રને ધારણ કરે છે, તેને દુર્જન પણ શું કરી શકે ? (દુર્જન પણ કાંઈ કરી શકે નહીં.) આપણા ધર્મશાસ્ત્રો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની સમુદિત સાધનાને મોક્ષનો માર્ગ કહે છે. આ ત્રણેને ‘ઉપશમ’ એટલે ‘ક્ષમા’ સાથે બહુ ગાઢ સંબંધ છે. ‘ક્ષમા’ સંસ્કૃત શબ્દનો અર્ધમાગધી શબ્દ બને છે ‘ખમા’; અને શ્રમણ (સાધુ) સંસ્કૃત શબ્દનો અર્ધમાગધી શબ્દ બને છે ‘સમણો’. આમ, અર્ધમાગધી ભાષામાં ‘ખમા’ (ક્ષમા) અને ‘સમણો’ (શ્રમણ-સાધુ) બે શબ્દો સાથે થતાં શબ્દ બને છે ‘ખમાસમણો'. આપણે બોલીએ છીએ આ શબ્દ ખમાસણું દેતાં ‘ઇચ્છામિ ખમાસમણો.' આમ, ક્ષમા આપણો પોતાનો વૈભવ છે. ક્રોધ એ વિભાવની નીપજ છે. ક્ષમા એ સ્વભાવની પેદાશ છે. આ વાત જો મનમાં બરોબર ગોઠવાઈ જાય, તો ક્રોધના તાવને ઉતારવા વારંવાર ઉપદેશના ઇન્જેકશનની જરૂર પડે જ નહીં. ક્ષમા એ વ્યવહાર નથી, જીવનમૂલ્ય છે; એ વ્યાપાર નથી, પરમાર્થ છે. શ્રી સિદ્ધર્ષિગણિજીએ ‘ઉપમિતિ ભવપ્રપંચા’ માં આ ક્ષમાને ‘અનેક ગુણરત્નોની મંજૂષા (પેટી)’ કહીને નવાજી છે. જૈન પંચતંત્ર ગ્રંથમાં કહ્યું છે કે ક્ષમા જેવો કોઈ તપ નથી. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે ક્ષમાને સંયમરૂપી બગીચાને નવપલ્લવિત કરનાર નીક સમાન ગણી છે. યોગશાસ્ત્રમાં તેઓએ લખ્યું છે કે “ત્રણે લોકના પ્રલયને રક્ષણ કરવા સમર્થ એવા ખુદ તીર્થંકરદેવો પણ જો ક્ષમાનું શરણ સ્વીકારે છે, તો તે ક્ષમાનો આશ્રય આપણે કેમ નથી લેતા ? એક બીજી વાત, ભાઈ, મનમાં નક્કી ધારી રાખવા જેવી છે. કર્મોદયથી થતું નુકસાન અનિવાર્ય છે, કારણ કે જે તે ઉદયમાં આવેલા કર્મો પહેલા બંધાયેલા હતા. પરંતુ, ક્રોધથી થતું નુકસાન તો નિવારી શકાય તેમ છે. ક્રોધથી શરીરના રોગો થાય છે અને આત્માને અશુભ કર્મોરૂપી રોગો લાગે છે. ભાઈ, ‘ઉપદેશમાલા' નામના ગ્રંથમાં ૩૦૨મા શ્લોકમાં ‘ક્રોધ'ના અનેક સમાનાર્થક નામો આપવામાં આવ્યા છે. તેમાં એક નામ છે - અનુશય. અનુશયનો અર્થ થાય છે - પ્રાયશ્ચિત્ત. ક્રોધ કર્યા પછી આપણને હંમેશાં પ્રાયશ્ચિત્ત, એટલે કે પસ્તાવો થાય છે; તેથી જ ક્રોધનું નામ રાખ્યું - અનુશય. જ્યારે જ્યારે પણ ક્રોધ આવે, ત્યારે ત્યારે એક જ સૂત્ર, એક જ મંત્ર યાદ રાખવાનો - મઘ્યેનીવા મ્મવશ - દરેક જીવ પોતપોતાના કર્મ અનુસાર વર્તે છે. આ સૂત્ર સામી વ્યક્તિ માટે યાદ રાખવાનું. આપણા માટે નહીં. આપણા માટે એ યાદ રાખવાનું કે મારા કર્મોના ઉદયથી આવેલા ‘ક્રોધ’ને હું વશ થઈશ નહીં; હું હવે જાગી ગયો છું, મારામાં સમજણ આવી થઈ છે; મારે મારું વર્તમાન અને ભવિષ્ય ક્રોધ કરવા વડે બગાડવું નથી. પત્રાવલિ 2010_03 अहर्नकेन हरत्येव, तेजः षाण्मासिकं ज्वरः । क्रोध पुनः क्षणेनापि पूर्वकोहय र्जितं तपः ॥ ૩૮૯ શ્રુતસરિતા Page #415 -------------------------------------------------------------------------- ________________ અર્થ : એક જ દિવસનો તાવ જેમ છ મહિનાની સ્તુતિને હણી નાખે છે, તેમ એક જ ક્ષણનો ક્રોધ કોડપૂર્વ વર્ષમાં પેદા કરેલા તપના ફળને ફૂંકી મારે છે. ધનની ઉદારતા અને તનની ઉદારતા કરતાં સૌથી વધુ મુશ્કેલ છે મનની ઉદારતા. કોઈ ગમે તેવા અપરાધ કરે છતાં મન મોકળું રાખીને ક્ષમા આપવી તે મનની ઉદારત છે “ભૂલ’ની વ્યાખ્યા પણ બરોબર યાદ રાખવા જેવી છે “જે ભૂલી જવા યોગ્ય હોય તેનું નામ ભૂલ.” ક્ષમાં હાર્દિક જોઈએ; ક્ષમા સર્વની જોઈએ; ક્ષમા બિનશરતી જોઈએ; ક્ષમા ચિરંજીવ હોવી જોઈએ અને ક્ષમા જ્ઞાનગર્ભિત જોઈએ. ક્ષમાનાં આ પાંચ પ્રાણોને ધારણ કરવાના આપના પુરુષાર્થને હું સફળતા ઇચ્છું છું. આપશ્રી વડીલ છો; હું આપનો લઘુબંધુ છું. આ પત્ર લખવામાં ક્યાંય અવિનય થયો હોય તો મારા મિચ્છામિ દુક્કડમ્. મારા પુરુષાર્થને સફળ બનાવવાનું આપ બન્નેના હાથમાં છે. મારા પ્રત્યે આપ બન્નેના સાધર્મિક સદ્ભાવની પ્રેરણાથી હું આ પત્ર લખવા પ્રવૃત થયો છું. લિ. આપનો ભાઈ, રજની શાહ * * * * પત્રાવલિ-૭૧ પવધિરાજ પર્યુષણનાં વિશિષ્ટ કાર્યો અને ધર્મ મંગળવાર, તા. ૧૯મી ઓગસ્ટ, ૨૦૦૩ વીર સંવત ૨પર૯ને શ્રાવણ વદ ૭ શ્રી શાન્તિનાથ પ્રભુ ચ્યવન કલ્યાણક દિન શ્રી ચન્દ્રપ્રભ સ્વામી નિર્વાણ કલ્યાણક દિન શ્રેયસ્કર શ્રાવકશ્રી, શ્રાવિકાશ્રી આદિ પુણ્યવંતો પરિવાર - પ્રણામ - જય જિનેન્દ્ર, આંતરશુદ્ધિના અમૂલ્ય અવસર સમાન પર્યુષણ મહાપર્વની પધરામણી થઈ રહી છે. પુણ્યનું પોષણ અને પાપનું શોષણ કરવાની અનુપમ અને અજબગજબની ક્ષમતા ધરાવતા આ મહામંગલકારી પર્વનું ભવ્ય સ્વાગત છે. આ પર્વનું સ્થાન-માન સર્વશ્રેષ્ઠ અને સર્વયેષ્ઠ છે. જિનશાસનમાં આ પનોતા પર્વને ‘પર્વાધિરાજ' રૂપે બિરદાવવામાં આવે છે. શાસ્ત્રકારોએ એની સ્તુતિ-પ્રશસ્તિ આ રીતે કરી છે : पर्वाणि बहुशः सन्ति, प्रोक्तानि जिनशासन । पर्युषणासम नान्यत्, कर्मणां मर्मभेद कृत ।। અર્થ : તારક તીર્થકરના શાસનમાં પર્વો તો બહુ છે, પરંતુ કર્મના મર્મને ભેદી નાખનાર પર્યુષણની સમાન કોઈ પર્વ નથી. સંસ્કૃત ભાષા મુજબ પર્યુષણ’માં બે શબ્દ રહેલા છે. પરિ’ અને ‘ઉષણ-પરિ એટલે “ચારે શ્રુતસરિતા ૩૯૦ પત્રાવલિ 2010_03 Page #416 -------------------------------------------------------------------------- ________________ તરફ' અને “ઉષણ' એટલે ‘વસવું'. બાહ્ય પ્રવૃત્તિઓને ત્યાગીને આત્માની ચારે તરફ વસવું તે. આથી જ, આ મહાપર્વના પાવન પ્રસંગે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપના સાધન વડે આત્માનું સામીપ્ય મેળવવા કાજે પ્રાજ્ઞ પૂર્વાચાર્યોએ નીચે દર્શાવેલ પાંચ કર્તવ્યો પ્રબોધેલ છે : (૧) અમારિ પ્રવર્તન - જીવ હિંસા ના કરવી - અહિંસામય વાતાવરણ કેળવવું - સખ્ય ચારિત્ર ગુણની આરાધના. (૨) સાધર્મિક વાત્સલ્ય - સમ્યકજ્ઞાનના ધારક-ઉપાસક-આરાધક શ્રાવક-શ્રાવિકાઓની સાધર્મિક ભક્તિ-સેવા-સમ્યમ્ જ્ઞાન ગુણની આરાધના. (૩) પરસ્પર ક્ષમાપના - પર્યુષણ પર્વનું હાર્દ-ભાવાત્મક કર્તવ્ય-ક્ષમાપનાના આદાન-પ્રદાન દ્વારા પોતાના આત્માને શાન્ત-ઉપશાંત કરી શુદ્ધ બનાવવો-સમ્યક્ દર્શન ગુણની આરાધના. (૪) અઠ્ઠમ તપ - નિરંતર ત્રણ ઉપવાસ કરવા અથવા યથાશક્તિ તપશ્ચર્યા કરવી-સમ્યક તપ ગુણની આરાધના. (૫) ચૈત્ય પરિપાટી - જિનમંદિરોના દર્શન-વંદન કરવા-ઉત્તમ ભાવોથી, ઉત્તમ સામગ્રીથી પરમાત્માની પૂજા કરવી - આ કર્તવ્ય ભાવવૃદ્ધિનું અજોડ સાધન છે. સમ્યક્ દર્શનગુણની આરાધના. આવી અલૌકિક ઉપદેશધારા વહાવનાર શ્રી વીર પ્રભુને વિનયાવનતભાવે વંદન કરીને આપણી ચિંતનયાત્રાનો પ્રારંભ કરીએ. તપ અને ક્ષમાપના - આ બે પ્રધાન કર્તવ્યો પૈકી શાસ્ત્રકારોએ તપની વ્યાખ્યા કરી છે – vi તાપના તા: | - જે કર્મોને તપાવે તેનું નામ તપ. નિકાચિત અને કઠિન કર્મોને પણ દૂર કરવાની અને નૂતન કર્મોના આગમનને અટકાવી દેવાની તાકાત “તપ'માં રહેલી છે. માટે જ, તત્ત્વાર્થ સૂત્રકાર શ્રી ઉમાસ્વાતિજી લખે છે - તવા નિર્બરા ઘ - તપથી સંવર અને નિર્જરા બને થાય છે. આ દષ્ટિએ તપને Two in one' રૂપે બિરદાવી શકાય. તપ વિના તાપ નહીં, તાપ વિના શુદ્ધિ નહીં. શુદ્ધિ વિના સિદ્ધિ નહીં અને સિદ્ધિ વિના શાશ્વત સુખ નહી. ક્ષમાપના સાધનાના ત્રણ સ્તર છે. (૧) ક્ષમા માંગવી (૨) ક્ષમા આપવી (૩) ક્ષમા રાખવી. હૈયું વિનમ્ર બને ત્યારે જ ક્ષમા માંગી શકાય છે. હૈયું વિશાળ બને ત્યારે જ ક્ષમા આપી શકાય છે; અને હૈયું જ્યારે વિમલ બને ત્યારે જ ક્ષમા રાખી શકાય છે. વિનમ્રતા-વિશાલતા અને વિમલતાના ત્રિવેણી સંગમ દ્વારા ક્ષમાની આ ત્રિસ્તરીય સાધના કરીએ તો જ આપણા મનનું મંદિર મૈત્રીભાવથી મંડિત થઈ જાય. માટે તો, આ પનોતા પર્વને જ્ઞાની ભગવંતો કહે છે : (૧) પર્વાધિરાજ પર્યુષણનો પ્રાણ એટલે સંવત્સરીનું પર્વ. (૨) જગતના જીવ માત્ર સાથે મૈત્રીનો મંગલમય હાથ પ્રસરાવવાનું પુણ્ય પર્વ. (૩) ક્ષમાની સાધના દ્વારા સિદ્ધિનાં શિખરો સર કરવાનું પર્વ. પત્રાવલિ ૩૯૧ શ્રુતસરિતા 2010 03 Page #417 -------------------------------------------------------------------------- ________________ (૪) ‘મિચ્છા મિ દુક્કડમ'નો મહાનાદ ગજાવવાનું પર્વ. (૫) ક્ષમાપના (ક્ષ++લા+વ+7+) - દરેક વર્ણની મંત્રશક્તિ # + + + પૃથ્વીબીજ માયાબીજ મા + આકર્ષણ કરનાર ૫ + आ સર્વ વિદન આકર્ષણ વિનાશક બીજ કરનાર. આ ઉપરાંત, દૈનિક ધર્મઆરાધના તેમ જ વાર્ષિક કર્તવ્યોની સંકલના ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ. દૈનિક ધર્મ આરાધના : (૧) પરમાત્મ પૂજન (૨) ગુરુ પર્યુપાસ્તિ (૩) જીવ અનુકંપા (૪) સુપાત્રદાન (૫) ગુણાનુરાગ (૬) જિનવાણી-શ્રવણ. વાર્ષિક કર્તવ્યો ઃ (૧) સંઘ પૂજા (ર) સાધર્મિક ભક્તિ (૩) ત્રણ યાત્રાઓ (ભક્તિયાત્રારથયાત્રા-તીર્થયાત્રા) (૪) સ્નાત્ર મહોત્સવ (૫) દેવ દ્રવ્યની વૃદ્ધિ (૬) મહાપૂજા (લઘુ શાન્તિ સ્નાત્ર, શ્રી સિદ્ધચક્ર મહાપૂજન અથવા અન્ય મહાપૂજનો ભણાવવા) (૭) રાત્રિ ભાવના (૮) શ્રુતભક્તિ (૯) ઉજમણું (ઉઘાપન)-તપની પૂર્ણાહુતિ પ્રસંગે ઉજમણું કરવું. (૧૦) તીર્થ પ્રભાવના (જિનશાસનની પ્રભાવના-જૈન-અજૈન સર્વેને) (૧૧) હૃદયશુદ્ધિ-આલોચના, પાયશ્ચિત્ત લેવું વગેરે. न + વિનયબીજ અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માએ મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ ધર્મતીર્થરૂપી જિનશાસનની સ્થાપના કરી છે. વિપુલ પ્રમાણમાં પુણ્ય કર્મોનો સંચય થતાં, આ ભવમાં આપણે આ ધર્મતીર્થની પ્રાપ્તિ થઈ છે. આ જગતમાં સર્વને માટે વંદનીય, સર્વને માટે પૂજનીય અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મહામંગલકારી કોઈ તત્ત્વ હોય તો તે તીર્થંકર ભગવંતોએ સ્થાપેલ આ ધર્મતીર્થ જ છે. અનંતા તીર્થંકરોની બીજભૂમિ કહો કે ઉત્પતિની ખાણ કહો, તો તે આ ધર્મતીર્થ જ છે. પૂજ્ય સુધર્માસ્વામી ગણધર મહારાજા રચિત ‘આવશ્યક સૂત્ર’ ઉપર ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામી મહારાજાએ નિર્યુક્તિ રચી છે. તેમાં આપણે ‘લોગસ્સ ઉજજોઅગરે, ધમ્મતિત્શયરે જિણે’ બોલીએ છીએ. ત્યાં ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરતાં વિશેષણ આપ્યું કે તીર્થંકરો ધર્મતીર્થના કરનારા છે. ‘ધર્મતીર્થ’ શબ્દનો સામાસિક અર્થ જુદી જુદી અપેક્ષાએ કરી શકાય. જિનશાસનના અજોડ વિદ્વાન પ.પૂ. ગણિવર્યશ્રી યુગભૂષણ વિજયજી મ.સા. શ્રી (નાના પંડિત મહારાજા) લિખિત ‘ધર્મતીર્થ’ માં આ શબ્દનો સાત વિભક્તિથી અર્થ કરે છે; તે આ રીતે (૧) ધર્મ એ જ તીર્થ, ધર્મસ્વરૂપ તીર્થ, ધર્મમય તીર્થ. (૨) ધર્મ વિષયક તીર્થ, ધર્મને પ્રાપ્ત કરાવનાર તીર્થ. (૩) ધર્મ દ્વારા તારનારું તીર્થ. (૪) ધર્મ પ્રદાન કરવા સ્થપાયેલું તીર્થ. (૫) ધર્મમાંથી પ્રગટેલું તીર્થ. (૬) ધર્મ સંબંધી તીર્થ. શ્રુતસરિતા 2010_03 ૩૯૨ પત્રાવલિ Page #418 -------------------------------------------------------------------------- ________________ (૭) ધર્મ જ આધાર છે જેનો એવું તીર્થ. ધર્મની વ્યાખ્યા : વ્યુત્પત્તિ - આત્માને અવનતિથી ધારી રાખે અને ઉન્નતિ તરફ લઈ જાય. નિરૂક્તિ - સારા વિચારો, સારી વાણીનો પ્રયોગ અને સદ્વર્તન કરે તે. તીર્થની વ્યાખ્યા : દ્રવ્ય તીર્થ - સ્થાવર તીર્થ આદિ. ભાવ તીર્થ - ગીતાર્થ ગુરુ, દ્વાદશાંગી, શ્રી ચતુર્વિધ સંઘ સિદ્ધર્ષિ ગણિ મહારાજાએ ‘ઉપમિતિ ભવ પ્રપંચકથા' ગ્રંથમાં જિનશાસનને રાજમહેલની ઉપમા આપી છે. રાજમહેલની જેમ ધર્મતીર્થના ઐશ્વર્યનું વર્ણન કર્યું છે. સમ્યગ્દષ્ટિને શાસન જોતાં જ આ ઐશ્વર્ય નજરોનજર દેખાતું હોય. આપણામાં સમ્યગ્દર્શન હોય તો ધર્મતીર્થનું અપાર ઐશ્વર્ય આપણને દેખાયા વગર રહે નહીં. આ શાસનની ગુણ રિદ્ધિનો પાર નથી. ત્રણે લોકમાં પુણ્યાનુબંધી પુણ્યના જેટલા વિપાકો છે, તે સર્વે આ જિનશાસનમાં સમાય છે. વળી, આત્માની આંતરિક લબ્ધિઓ, આત્માનું ગુણ ઐશ્વર્ય, આત્મકલ્યાણની શ્રેષ્ઠ ભૂમિકાઓ તે સઘળું આ ધર્મતીર્થમાં સમાઈ જાય છે. દેદીપ્યમાન જિનશાસનનો જય જયકાર હો; તેથી તો આપણે સૌ ભાવોલ્લાસ સાથે બોલીએ છીએ જિનશાસન દેવ કી જય'. પૂ. આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા યોગદષ્ટિ સમુચ્ચય'માં લખે છે કે “જીવ બોધિબીજ પામ્યો એટલે તે જીવ સંસારસાગરને તરવા સાબદો થઈ ગયો.' તે મોક્ષમાર્ગની મુસાફર છે અને સંસારનો મહેમાન છે. જેલખાનામાંથી કેદીને છોડવાનો સમય થાય ત્યારે જેમ જેલમાં સાયરન વાગે, તેમ અહીં સંસારરૂપી મહાકેદખાનામાંથી હવે આ કેદી છૂટી રહ્યો છે. કર્મની સજા પતવાના આરે છે, તેની સાયરન વાગી રહી છે. આવી લાગણી જ બોધિબીજનો મહિમા સૂચવે છે. બોધીબીજની પ્રાપ્તિ અર્થે આત્મશુદ્ધિના ત્રણ ઉપાયો અનુક્રમે સેવવા જોઈએ. (૧) સમ્યગ્દર્શન (૨) દેશવિરતિ (૩) સર્વવિરતિ. આ ત્રણેમાં સૌથી વધુ મહત્તા “સર્વ વિરતિ'ની છે. હેદી સારું વ્રતધારyi ઘ - અર્થાત્ માનવજન્મની ઉત્તમતા વ્રત-નિયમના પાલનમાં છે. આત્મશુદ્ધિના ત્રણ ઉપાયોનું સેવન “ચાર માતા' ને જન્મ આપે છે. જિનશાસનનું હાર્દ છે : “આશ્રવનો ત્યાગ અને વિરતિનો રાગ.' નવકાર મહામત્રના પરમ આસક, ઉપાસક અને ચાહક અધ્યાત્મયોગી પરમ પૂજય ગુરુદેવ આચાર્ય ભગવંતશ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાએ “ચાર માતાનો ઉપદેશ આપેલ છે. (૧) વર્ણ માતા - જ્ઞાન માતા- ૩ થી સુધીના અક્ષરો શ્રી ગણધર ભગવંતોએ સ્વયં તેને નમન કર્યું છે. નમો વેપીજી સિgિ | - બાહ્મી લિપિને નમસ્કાર. (૨) નમસ્કૃતિ માતા (નવકાર) - પુણ્યની માતા - વિશિષ્ટ પુણ્ય પેદા કરવાથી જીવનો વિકાસ થતો જ રહે. (નવકાર આરાધના વડે) પત્રાવલિ Jain Education international 2010_03 ૩૯૩ શ્રુતસરિતા Page #419 -------------------------------------------------------------------------- ________________ (૩) પ્રવચન માતા ધર્મ માતા (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ) - પુણ્ય પછી ધર્મનું સર્જન થવું જોઈએ. (૪) ધ્યાન માતા - ત્રિપદી (ઉત્પા ્, વ્યય અને ધ્રુવ) પ્રથમની ત્રણે ય માતાઓ આપણને છેલ્લે ધ્યાનમાતા’ ના ખોળે મૂકી દે. પણ પ્રારંભ ક્રમશઃ જ થશે. સીધું ધ્યાન કદાપિ નહીં આવે. મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત ‘ભક્તિબત્રીશી'ના સંકલનકાર પૂ.આ. ભગવંત શ્રી વિજય ચન્દ્રગુપ્તસૂરીશ્વરજી મ. સાહેબ પ્રતિષ્ઠાના સ્વરૂપમાં જણાવે છે કે મોક્ષે ગયેલા શ્રી વીતરાગ પરમાત્માને ઉદ્દેશીને પોતાની જે બુદ્ધિ છે, તે બુદ્ધિની આત્મા (પોતામાં) જે સ્થાપના છે તે મુખ્ય પ્રતિષ્ઠા છે. પ્રતિષ્ઠા કરાવનારમાં જ, શ્રી વીતરાગત્વ, સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ અને સિદ્ધત્વ વગેરે ગુણોનું અવગાહન કરનારી પોતાની જે બુદ્ધિ છે, તે બુદ્ધિ સ્વરૂપ ભાવની જે સ્થાપના છે, તે મુખ્ય પ્રતિષ્ઠા છે. ચારે નિક્ષેપે હાજરાહજૂર પરમાત્મામાંથી ‘સ્થાપના નિક્ષેપો’ આ રીતે આપણે સમજવો જોઈએ. અનેક ગ્રંથરત્નોના ગર્ભમાં મોતીની જેમ વિખરાયેલા એવા આત્મહિતકારી અનેકવિધ પદાર્થો જેવા કે ધર્મતીર્થ, સમોવસરણ, પર્ષદા, દેશના, દ્વાદશાંગી, સામાયિક, લેશ્યા, ધ્યાન, યોગ, ગુણસ્થાનક, ગણિત, ભૂગોળ આદિ વિધવિધ વિષયોના રહસ્યમય તત્ત્વના નિચોડનું એક સ્થાને નય-નિક્ષેપપ્રમાણ-ઉત્સર્ગ-અપવાદના સમન્વયપૂર્વક સમ્યક્ સંકલનને જોતાં, દરેક શ્રાવક-શ્રાવિકાના મુખમાંથી પ્રધાનં સર્વ ધર્માણં' સાહજિક રીતે સરી પડે છે. પર્યુષણ મહા પર્વ વેળાએ, ચિંતન માટે નીચેના શ્લોકો પર વિચારવું : (૧) ધમ્માં ધંધુ સુમિત્તો ય, ધમ્માં ય પરમગુરુ । મુદ્દામા ચડ્ડાળ, ધમ્માં પરમસંતનાં ।। - વૈરાગ્યશતક ધર્મ આપણો બંધુ છે, સારો મિત્ર છે, શ્રેષ્ઠ ગુરુ છે અને મોક્ષમાર્ગ ઉપર ચાલનારાઓ માટે ઉત્તમ રથ છે. (२) अप्पा कत्ता विकत्ता य दुक्खाण य सुहाण य આત્મા પોતે જ પોતાના સુખ-દુઃખનો કર્તા છે. (૩) ત્રર્મમય સંમાર:, સંસાર નિમિત્તઃ પુનવુ:ūામ્ - પ્રશમરતિ-શ્લોક ૫૭ કર્મનો વિકાર સંસાર છે અને સંસારના કારણે જ દુ:ખ છે. (૪) ઞયમાત્મય સંમાર:, વાયેન્દ્રિય નિનિત - યોગશાસ્ત્ર - પ્રકાશ ચોથો, શ્લોક ૫ કષાય અને ઇન્દ્રિયોથી જિતાયેલ આત્મા જ સંસાર છે. - શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર શ્રુતસરિતા . 2010_03 ( 4 ) सर्वाश्रव निरोधकैः एक ही रस जिनशासनम् । સર્વ આશ્રવોનો નિરોધ - આ એક જ વાતમાં જિનશાસનને રસ છે. અપેક્ષાએ, નિર્જરા (Cure) કરતાં આશ્રવનિરોધ (Prevention) તરફ પુરુષાર્થ કરવો વધુ ઉત્તમ છે. માટે તો અંગ્રેજી ૩૯૪ પત્રાવલિ Page #420 -------------------------------------------------------------------------- ________________ ભાષામાં પણ કહે છે. ‘Prevention is better than cure' (૬) ભવ શું છે ? ભાવ શું છે ? અને સ્વભાવ શું ? ભવથી શું મળે ? ભાવથી શું મળે ? સ્વભાવથી શું મળે ? દર વર્ષે પર્યુષણ આવે છે અને જાય છે. આટઆટલાં વર્ષો વીતી ગયાં, પણ હજી જિનશાસનનો પાકો રંગ લાગ્યો નથી. જેટલા પ્રયત્નો સંસારના નાશવંત સુખ મેળવવા આપણે કરીએ છીએ તેટલા પ્રયત્નો જો આત્માનું સુખ મેળવવા આપણે કરીએ તો ભવાંતરમાં અવશ્યમેવ આપણે શિવવધૂના સાથી બની શકીએ. આ ભવના આપણા શેષ જીવનને, જીવનપથને, જીવનરથને વ્રત-નિયમોરૂપી અલંકારો વડે શણગારવાનો સંકલ્પ આપણે કરીએ, અને મોક્ષ તરફની આપણી ગતિને વધુ ઝડપી બનાવીએ. અજ્ઞાનવશથી, દૃષ્ટિદોષથી, મતિમંદતાથી અંશે ય વીતરાગ પ્રવચનથી વિરુદ્ધ આલેખન થઈ ગયું હોય; યુક્તિ, શ્રદ્ધા કે અનુભવ વિરુદ્ધ વિષય કે આશય પ્રદર્શિત થઈ ગયો હોય, તે બદલ ત્રિવિધ ત્રિવિધ મારા ‘મિચ્છા મિ દુક્કડમ્.' દેશવિરતિ ધાતુ પરિનામ: સર્વવિરતિ - દેશ વિરતિનું ખરું પરિણામ જ સર્વવિરતિ છે : સંસારની સમાપ્તિ અને મોક્ષની પ્રાપ્તિ કરાવી આપનાર ‘સર્વવિરતિ’ એટલે કે દીક્ષા ગ્રહણ કરવાની અભિલાષા આપણે સેવીએ, આની ફલશ્રુતિરૂપે, આ ભવમાં કે પરભવમાં, સદ્ગુરુનો સંયોગ પ્રાપ્ત કરી, દીક્ષા અંગીકાર કરી, મરણને બદલે કાળધર્મ પામતાં પામતાં પરંપરાએ નિર્વાણને પામીએ એ જ અભ્યર્થના. આ મહાપર્વ દરમ્યાન આપ સૌને દેવગુરૂપસાય અપાર શાતા-સમતા-સમાધિ રહે તેવી મારી શુભ ભાવના. વર્ષ દરમ્યાન દિલ દુભાય એવું કાંઈ પણ જાણતાં-અજાણતાં મન, વચન, કાયાથી મેં કર્યું હોય, તે બદલ મારા મિચ્છા મિ દુક્કડમ્. પત્રાવલિ 2010_03 લિ. આપનો સાધર્મિક ભાઈ, રજની શાહ * * પત્રાવલિ-૭૨ સંસારમાં માતાનું અજોડ સ્થાન રવિવાર, તા. ૨૭મી જુલાઈ, ૨૦૦૩ વીર સંવત ૨૫૨૯ ને અષાઢ વદ ૧૩ ધર્માનુરાગી પરમ શ્રાવિકા બેનશ્રી, પ્રણામ - શાતામાં હશો. પૂ. બાના અરિહન્તશરણ થયાના સમાચાર ઓચિંતા અને આકસ્મિક હતા. તેથી, મન આ ઘટનાને સ્વીકારવા તૈયાર થાય નહીં, તે સ્વાભાવિક છે. વિદાય લેનાર પૂ. બાની અપેક્ષાએ આવું મૃત્યુ જ સર્વોત્તમ ગણાય છે. અંત સમયે વેદના અને લાંબી માંદગી નહીં, એ પણ પુણ્યોદય અને શાતા વેદનીયનો ઉદય જ ધર્મમાં સમજાવાય છે. બેન, આપણે પણ એ જ સમજવું. મનને મનાવવું. ૩૯૫ શ્રુતસરિતા Page #421 -------------------------------------------------------------------------- ________________ પરિસ્થિતિ ના બદલી શકાય ત્યાં આપણી મનસ્થિતિ જ બદલવી જોઈએ. તેમાં જ આપણું હિત છે, અલ્પ કર્મબંધ છે, કલ્યાણ છે. માતાનું સ્થાન દરેકના જીવનમાં મહત્ત્વનું અને અગત્યનું હોય છે. આપણા આ ભવના દેહની અપેક્ષાએ, બેન, માતા એ તો આપણા અસ્તિત્વનો પાયો છે. ઈતર દર્શનના કવિઓએ પણ “મા”ની અનુપમ સરખામણી કરી છે, આબેહૂબ સ્વરૂપ વર્ણવ્યું છે. (૧) તૈતરીય ઉપનિષદ - માતૃદેવો ભવ - પિતૃવો ભવ | (૨) મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખિ ! નહિ જડે રે લોલ -કવિ બોટાદકર લવણ વિના જ્યમ ફિક્કુ અન, ભાવ વિના જેવું ભોજન કીકી વિના જેવું લોચન, માત વિના તેવું બાપનું મન. ઘડો ફૂટે રઝળે ઠીકરી, મા વિના એવી દીકરી; ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર. -કવિ પ્રેમાનંદ કુંવરબાઈનું મામેરું.’ (૪) પડું કે ચડું તો ખમા આણી વાણી, પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી; પછી કોણ પોતાતણું દૂધ પાતું ? મહા હેતવાળી દયાળી જ માતું. - કવિ શ્રી દલપતરામ (૫) જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા, પીધો કસુંબીનો રંગ, એનાં ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ, પામ્યો કસુંબીનો રંગ; હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ -કવિશ્રી ઝવેરચંદ મેઘાણી (૬) નત માતૃમમાં : - માતા સમાન બીજો કોઈ ગુરુ નથી. મહાભારત (૭) આ જે એક જ ભાર, માસ નવ તે વેક્યો હું તેનું ઋણ પામ્યો ઉન્નતિ તો ય ના ભરી શકું, માથું નમે મા તને. -શ્રી મકરન્દ દવે (૮) પિતા ઘરમાં મસ્તકના સ્થાને છે, જ્યારે માતા હૃદયના સ્થાને છે. વ્યવહારની ભાષામાં, મા એ ગૃહપ્રધાન છે, જ્યારે પિતા વિદેશપ્રધાન છે. अकदेशमुपाध्याय, ऋत्विम् यज्ञहमदुच्यते । अते मान्या यथापूर्व मेभ्यो माता गरीयसी ।। અર્થ : ગુરુ, આચાર્ય, ઉપાધ્યાય અને ઋત્વિજ પૂજય છે; પરંતુ માતા એ બધા કરતાં વધુ પૂજ્ય છે. -શ્રી યાજ્ઞવલ્કય સ્મૃતિ. શ્રુતસરિતા 2010_03 ૩૯૬ પત્રાવલિ Page #422 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ઘરમાં ગોકુળિયું ગામ રે, મારી નથી જવું તીરથધામ (અમેરિકા ધામ) માતા-પિતાના ચરણોમાં છે, અડસઠ તીરથધામ રે. (૧૧) રૂપાધ્યાયાઃ ટાવાય:, માધાર્યાનાં શi પિતા // सहसंत्रं पितृणां माता, गौरवणातिरिच्यते ।। અર્થ દશ ઉપાધ્યાય કરતાં એક આચાર્ય ચડે, સો આચાર્ય કરતાં એક પિતા ચડે અને સહસ્ત્ર પિતા કરતાં એક માતા ગૌરવથી મહાન છે. -મનુસ્મૃતિ (૧૨) બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને; વત્સલ મૂરત સ્નેહલ સૂરત, હૃદય હૃદયમાં વંદન તેને. -કવિ શ્રી ઉમાશંકર જોશી (૧૩) જ્યોતિ લાધે ફક્ત શિશુને, એટલી ઉર કામ; મોડી મોડી ખબર પડી બા, તું જ છો જ્યોતિધામ. -શ્રી કરસનદાસ માણેક (૧૪) કીધેલ જે ઉપકાર તે, ભૂલે નહિ જરીએ વડી, નિત્ય નિત્ય નમતા નમ્ર થઈ, મા-બાપને પાયે પડી; મા-બાપ યશને બોલતા, જે પ્રતિદિને તે દીકરા, બાકી બીજા ભાંગેલ, કાચા હાંડલાના ઠીકરા. (૧૫) “મા”નો અર્થ દુનિયાની બધી જ ભાષામાં “મા” થાય છે. -શ્રી રવિન્દ્રનાથ ટાગોર (૧૬) બિમાર પડતો કોઈ પણ માણસ સૌથી પહેલો અને વારંવાર જે શબ્દ બોલે છે તે “મા” છે. -શ્રી સ્વામી રામતીર્થ (૧૭) જગતરૂપી ખારા સમુદ્રમાં, એ મીઠી વીરડી સમાન છે, મા તે મા છો બાકી તો બધા, વગડાના વા જેવા છે. (૧૮) અન્ય વસ્તુ માનવા:, પ્રથમતઃ શાના સુશિક્ષfઉપ્તા | मन्यहं जननी सुशिक्षणकृते, योग्य परा शिक्षिता ।। અર્થ : નિશાળ કે કૉલેજ વગેરે. બાળકોને શિક્ષણ આપે છે એમ લોકો ભલે માને; પણ હું તો એમ સમજું છું કે સુશિક્ષિત માતા જ બાળકને ખરું શિક્ષણ આપે છે. -કર્તવ્ય કૌમુદી-શ્લોક ૬૯ યુગ યુગની સ્થિરતા અને સુખ માટે મથતી માનવ જાત માટે આશાભર્યો આધાર છે. એ પરમ ઉપકારી માતા-પિતાની હિતચિંતા, નૈસર્ગિક વાત્સલ્ય અને નિસ્વાર્થ પ્રેમ એ જ સાચા અર્થમાં આપણી મહામૂલી મૂડી છે. સંસ્કૃતિના ઊંચા આદશ, માનવતાની મહાન મહેચ્છાઓ, શિક્ષણ અને સંસ્કારના પરમ લક્ષ્ય, માતાના શ્રમ અને પ્રેમથી પ્રેરાયેલાં છે. જૈન સાહિત્યમાં પત્રાવલિ 2010_03 શ્રુતસરિતા Page #423 -------------------------------------------------------------------------- ________________ પણ અનેક ગ્રંથોમાં માતાના વાત્સલ્યનું અનેરું વર્ણન કરેલ છે. (૧) આદિ જિણંદ, આદિ જિણંદ, ભરત બતાવો આજ મરુદેવી માતા પૂછે છે, કયાં છે મારો લાલ? (૨) તિરૢ વુદિયાર સમળાડમાં ! સંગદા - अम्मा पिउणं भट्टिस्स धम्मायरियस्सी અર્થ : હે આયુષ્યમ શ્રમણો ! ત્રણનો પ્રત્યુપકાર કરવો યાને એમના ઋણમાંથી મુક્ત થવું મુશ્કેલ છે. તે આ પ્રમાણે-માતાપિતા, ભરણપોષણ કર્તા શેઠ તથા ધર્માચાર્ય-ધર્મગુરુ. -ઠાણાંગ સૂત્ર-ત્રીજે ઠાણે. (૩) ચરમ શાસન તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી પરમાત્માએ પોતાના ચરમ ભવમાં ગર્ભવાસ દરમ્યાન, માતાને દુઃખ ના થાય, તે શુભ આશયથી હલનચલન બંધ કરી દીધેલ. (૪) માર્ગાનુસારીના ૩૫ ગુણોમાં એક ગુણ ‘માતા-પિતાની પૂજા’નો મૂક્યો છે. પૂજાનો અર્થ ‘સેવા’ નહીં લેવો. માતા-પિતાની સેવા તો કદાચ માંદગી, લાચાર કે પરવશ અવસ્થામાં થાય છે; પરંતુ પૂજાઓ અંતરના બહુમાનપૂર્વકની હોવાથી કોઈ પણ અવસ્થામાં થાય છે. (૫) શ્રમણ જીવનમાંથી પતન પામીને નવદીક્ષિત યુવાન મુનિ અરણિક એક વારાંગનાની સાથે ભોગ-વિલાસમાં કાળ નિર્ગમન કરે છે. અરણિકના ગુમ થવાના સમાચાર સાંભળી તેની સાધ્વી માતા આઘાતમાં પાગલ થઈ જાય છે અને આક્રંદ કરીને ‘અરણિક'ના નામની બૂમો પાડતી જુદી જુદી શેરીઓમાં તે માતા આમતેમ ભટકે છે. અંતે, મિલન થતાં, અરણિક માતૃચરણે પશ્ચાત્તાપના પુનિત અશ્રુ વહાવે છે અને શ્રમણ જીવનને પુનઃ સ્વીકારી માતાના હૃદયને પુલકિત કરતો તે તેના આશીર્વાદને પ્રાપ્ત કરે છે. (૬) રૂડાં મત્તે માર્યા પદ્મત્તા ? પોયમાં તાં માįા પત્તા, તંદ્દા મંસ, સોશિ! મઘનું” || અર્થ : શ્રી ગૌતમ સ્વામી શ્રી મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછે પ્રશ્ન : માતા તરફથી પ્રાપ્ત થયેલા અંગો (માતૃ અંગ) કયા છે ? ઉત્તર : હે ગૌતમ ! ત્રણ અંગો માતા તરફથી પ્રાપ્ત થયેલ છે - માંસ, લોહી અને મગજ. પ્રશ્ન : હે ભગવન્ ! પિતા તરફથી પ્રાપ્ત થયેલા અંગો (પિતૃ અંગ) કયા છે ? ઉત્તર : હે ગૌતમ, પિતૃ અંગ ત્રણ છે - (૧) હાડકાં (૨) હાડકાના મજાગરૂ અને વાળ (૩) ચરબી, રોમ તેમજ નખ. : -શ્રી ભગવતીજી સૂત્ર-શતક : ૧-ઉદ્દેશો-૭ (૭) પ્રભુ શ્રી મહાવીર સ્વામીનો જન્મ પ્રથમ બ્રાહ્મણી દેવાનંદા માતાની કુક્ષિએ થયો હતો. ત્યાં પ્રભુ ૮૨ દિવસ-રાત્ર રહ્યા હતા. ત્યાર પછી શક્રેન્દ્ર મહારાજાની આજ્ઞાથી હરિણગમૈષી દેવે પ્રભુને ત્રિશલાદેવી ક્ષત્રિયાણીની કૂખે મૂક્યા હતા. કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ, એક વખત ભગવાન શ્રી મહાવીર સ્વામી બાહ્મણકુંડ નગરમાં પધાર્યા કે જ્યાં તેઓની ચરમ ભવની પ્રથમ માતા દેવાનંદા તથા પિતા ઋષભદત્ત રહેતા હતા. પિતા શ્રી શ્રુતસરિતા 2010_03 ૩૯૮ પત્રાવલિ Page #424 -------------------------------------------------------------------------- ________________ ઋષભદત્ત ચાર વેદોમાં પારંગત હતા અને જીવ-અજીવ આદિ નવ તત્ત્વના જાણકાર શ્રમણોપાસક હતા. બંને જણા શ્રી મહાવીર સ્વામીના દર્શન કરવા આવે છે. ભગવાનને જોઈને પાંચ અભિગમ સાચવી તેમને વંદના કરી યાવતુ પર્યાપાસના કરી. દેવાનંદાજી શ્રમણ ભગવાન મહાવીરને અનિમેષ દષ્ટિથી અર્થાત્ ધારીધારીને જોવા લાગી; આંખો હર્ષાશ્રુથી ભીંજાઈ ગઈ; હર્ષથી પ્રફુલ્લિત બને બાજુબંધ ફૂલાઈ ગયા; હર્ષાતિરેકથી એની કાંચળી વિસ્તીર્ણ થઈ ગઈ, અને તેના સ્તનોમાં દૂધ આવી ગયું. માતા-પિતા (દેવાનંદાજી અને ઋષભદત્તજી) એ ભગવાનના શ્રીમુખેથી દીક્ષા ગ્રહણ કરી આરાધનાપૂર્વક સિદ્ધ-બુદ્ધ-મુકત દશાને પ્રાપ્ત કરી. -શ્રી ભગવતીજી સૂત્ર-શતક : ૯-ઉદ્દેશ : ૩૩ (૮) માતા-પિતાના પુત્ર સ્નેહના કારણે વિલાપ કે વિષાદ ના થાય, તેથી પ્રભુએ (શ્રી મહાવીર સ્વામીએ) અભિગ્રહ ધારણ કર્યો કે માતા-પિતા હયાત હશે, ત્યાં સુધી હું સંયમ અંગીકાર નહિ કરું. ધન્ય માતા ! ધન્ય પિતા ! ધન્ય પુત્ર ! ભગવાન મહાવીરના પરમ ભક્ત શ્રેણિક મહારાજાની પ્રિય રાણી ચેલણાએ એક પુત્રને જન્મ આપ્યો અને ઉકરડા ઉપર ફેંકાવી દીધો, કારણ કે એ પુત્ર જયારે માતાની કુક્ષિમાં હતો ત્યારે સતી ચેલણાને પતિનું માંસ ખાવાની ઈચ્છા થયેલી. આના ઉપરથી સતીએ ચોક્કસ માનેલું કે આ પુત્ર પિતાનો ઘાતક થશે. શ્રેણિક મહારાજાને ખબર પડતાં તેમણે તુરત જ દાસી મારફત પુત્રને તેડાવી લીધો. પરંતુ એ પુત્રની એક આંગળીને કુકડાએ કરડી લીધેલી, તેથી તેનું નામ “કુણિક' પાડ્યું. જખી આંગળીને શ્રેણિક મહારાજાએ મોઢામાં રાખી હતી, જેથી દર્દની પીડા ઓછી થાય. આટલી મમતા એ બાપને પુત્ર ઉપર હતી. (૧૦)દરેક જીવને પિતા તરફથી “કુળ પ્રાપ્ત થાય છે અને માતા તરફથી “ગોત્ર' પ્રાપ્ત થાય છે. “i બ્ધ રૂતિ ત્ર: -' નો અર્થ “વાણી અગર ભાષા' થાય છે, કે જે માતા તરફથી પ્રાપ્ત થાય છે. માટે જ, “માતૃભાષા' શબ્દ બોલાય છે. પિતૃભાષા જેવો શબ્દ બન્યો જ નથી. આ દૃષ્ટિએ પણ, માતા, માતૃભૂમિ, માતૃભાષા અને માતૃસંસ્કારનું આર્ય સંસ્કૃતિમાં ખૂબ મહત્ત્વ છે. માટે, આલીશાન બંગલાઓ કે ઘરને નામ કેટલાક આપે છે, જેવા કે, માતૃછાયા, માતૃસદન, માતૃવંદના, માતૃભવન, માતૃ-કૃપા, માતૃતીર્થ વગેરે. (૧૧)શ્રી કૃષ્ણ મહારાજાના લઘુબંધુ ગજસુકુમાલ માતા દેવકી પાસે દીક્ષા લેવા માટે અનુમતિ લેવા જાય છે. સ્નેહવશ માતાએ અનુમતિ આપતાં સ્વાભાવિક દુઃખ થાય તેથી માતાએ “આ જ ભવમાં જો તું મુક્તિને પામે તે શરતે અનુમતિ આપી (કે જેથી અન્ય ભવમાં અન્ય માતાને દુઃખ ના થાય). ગજસુકુમાલે, તે શરત સ્વીકારી, શ્રી નેમિનાથ પ્રભુના શ્રીમુખે દીક્ષા ગ્રહણ કરી તે જ ભવે મુક્તિને વર્યા. પત્રાવલિ ૩૯૯ શ્રુતસરિતા 2010_03 Page #425 -------------------------------------------------------------------------- ________________ (૧૨) વર્તમાન આરાના છેલ્લા દસપૂર્વધર શ્રી વજસ્વામીને દીક્ષા લેવાના ભાવ ગર્ભમાંથી જ હતા. તેથી, જન્મ ધારણ કરીને સતત રડવા જ માંડ્યું. છાના રહે નહીં. નિરંતર રુદન કરવાનો એક માત્ર આશય એ જ કે માતાને તેઓના પ્રત્યે સ્નેહ કે પ્રીતિ થવાને બદલે અ-સ્નેહ અને અ-પ્રીતિ થાય; કે જેના પરિણામે, તેમનાથી વિખૂટા પડતાં માતાને કોઈ જાતનું દુઃખ ના થાય. શ્રી વજસ્વામીજીએ અતિ નાની ઉંમરમાં દીક્ષા ગ્રહણ કરી હતી. ચૌદ પૂર્વ પૈકી દસમાં પૂર્વ, વિદ્યાનુપ્રવાદ પૂર્વમાંથી “શ્રી સિદ્ધચક્રજી પત્ર' ઉદ્ધરવાનો યશ શ્રી વજસ્વામીના ફાળે જાય છે. માતા-પિતા” આવી અદ્ભુત વાતો હોવા છતાં, તેઓના વિદાયને, વિયોગને, વિસર્જનને ભૂલવા અને વિષાદને દૂર કરવા આપણે આધ્યાત્મિક રીતે પણ આ ભવ પૂરતા થયેલ આ સંબંધનું વિશ્લેષણ કરવું જોઈએ. અનાદિ કાળથી સંસારની આ સપાટી ઉપર દરેક જીવ નવા નવા પહેરવેશ પહેરી એક નાટકિયાની જેમ નાટક કરે છે. આ નાટકનો સૂત્રધાર ‘કર્મ છે, કે જે આદેશ અને ઇશારા કરી કરીને જીવને નાચ નચવે છે. આ ભવના અને દરેક ભવનાં બધાં જ પાત્રો જેવાં કે પિતા-માતા, પતિ-પત્ની, પુત્ર-પુત્રી આદિ, કર્મસંયોગે જ હોય છે. નદી નાવ સંજોગ' જેવા સંસાર-પ્રવાહમાં જે તે જીવનો કર્મસંયોગ પૂરો થતાં તે તે જીવ આગળ આગળના ભવમાં ગતિ-પ્રગતિ કરતો જાય છે. આ ભવની માતા ગયા ભવની પત્ની હોઈ શકે છે અને આ ભવની પત્ની આપણા આવતા ભવની માતા પણ બની શકે છે. માટે આ સંબંધોમાં મોહવશ-પ્રેમવશ-ભક્તિવશ-અજ્ઞાનવશ વિયોગ વેળાએ આપણને દુઃખ વંતું હોય છે “એક્લા જ આવવાનું અને એક્લા જ જવાનું' આ વાતની સમજણ માત્ર છે; હજી સ્વીકાર નથી થયો. સ્વીકાર થતાં આવા પ્રસંગોએ ઉભવતું દુઃખ આપોઆપ વિલીન થઈ જાય છે. જન્મનો આનંદ અને મૃત્યુનો શોક એ જ મહા મિથ્યાત્વ છે, મહા અજ્ઞાન છે. મૃત્યુ ના જોઈતું હોય તો “જન્મ લેવો ના પડે તેવું આયોજન, તેવી પ્રવૃત્તિ, તેવી કરણી કરવી પડે. જેનો જન્મ હોય, તેનું મૃત્યુ અવશ્ય હોય જ; પરંતુ જેનું મૃત્યુ હોય, તેનો જન્મ હોય જ તેવું નથી. દા.ત., મોક્ષે જતા જીવોનો છેલ્લો ભવ. જન્મ, ઘડપણ અને મૃત્યુનું નિવારણ કરવાનું લક્ષ્ય રાખવાનું છે. પરંતુ, એ યાદ રાખવું કે જરા (ઘડપણ) અને મૃત્યુ પણ જેનો જન્મ હોય તેને જ આવે છે. માટે, જો જન્મ જ ના લેવાનું પાકું નક્કર આયોજન થઈ જાય, તો જરા અને મૃત્યુનું આપોઆપ નિવારણ થઈ જાય છે, માટે, તો પૂજામાં બોલીએ છીએ “જન્મ-જરા-મૃત્યુ નિવારણાય.” ઉપકારી જ્ઞાની ભગવંતો કહે છે : “કર્મવેશે જિન આત્મા, ભવમાંહી ભટકાય; પહેરી પુગલ વેષને, જન્મ-મરણ દુ:ખ થાય.” ઉચ્ચ આદર્શો, અનુપમ સમતા અને અનેરી સાધમિકતા – આ ત્રણે શબ્દોથી વ્યકત થતાં ભાવાત્મક ગુણોના સ્વામી એવા આપના પૂજ્ય બા, તેઓની અણનમ અને અખંડ અસ્મિતા અને ઓજસ્વિતા વડે, આપણા સૌના હૃદયમંદિરમાં અંકિત બનીને રહેશે. પનોતા પુણ્ય અને પરમ સંવેગશ્રુતસરિતા ૪૦) પત્રાવલિ 2010 03 Page #426 -------------------------------------------------------------------------- ________________ નિર્વિદાદિ ગુણોથી વિભૂષિત વ્યક્તિત્વના વાહક એવા પૂજ્ય બા આપણા સૌ માટે ગુણાનુવાદનું એક સ્થિર અને સ્થાયી સ્મારક બનીને રહેશે. મહાવિદેહ ક્ષેત્રના તીર્થપતિ શ્રી સીમધૂર સ્વામીનું પરમ અને પ્રબળ નિમિત્ત પૂ. બાના પુણ્યાત્માને અપાર શાતા-સમતા અને સમાધિ બક્ષે અને આપ સૌ પરિવારને વિયોગનું આ વસમું દુ:ખ સહન કરવા શક્તિ અર્પે તેવી પ્રાર્થના. બા એવો શબ્દ પણ, મુજ કાનમાં અથડાય જ્યાં; તન મન અને કોડો રુવાડાં, ઉલ્લસિત થઈ જાય ત્યાં” ભવ ભાગે, ભાવ જાગે અને સ્વભાવમાં આત્માની ગતિ લાગે – આ ત્રણ કારણો વડે સંસારની સમાપ્તિ અને મોક્ષની પ્રાપ્તિને આપણે સૌ પામીએ તેવી મંગલ મનીષા. લિ. આપનો સાધર્મિક ભાઈ, રજની શાહ * * * * * ( પત્રાવલિ-૭૩ જ્ઞાનક્રિયાનો સુભગ મેળ. બુધવાર, તા. ૮મી, જાન્યુઆરી, ૨૦૦૩ વીર સંવત ૨પર૯ ને પોષ સુદ ૬ શ્રી વિમલનાથ પ્રભુ કેવળજ્ઞાન કલ્યાણક શુભ દિન. રત્નત્રયી આરાધક શ્રી, પ્રણામ-જય જિનેન્દ્ર-૨૦૧૩ના નૂતન વર્ષની આપની શુભેચ્છા દર્શાવતો પત્ર મળ્યો. આપના વિચારોની સ્પષ્ટ રજૂઆત અને અકર્તવ્યપણાની સચોટ કબૂલાતથી હું પ્રભાવિત થયો છું. આપનું ધર્મરાગીપણું અને ધર્મક્રિયારુચિપણું આપના પત્રથી ફલિત થાય છે. જિનશાસન દરેક ભવમાં પ્રાપ્તમાન નહીં થાય તેવી સમજણ અવશ્ય સારી છે; પરંતુ જ્યાં સુધી સમજણ કૃત્યમાં એટલે કે આચરણમાંક્રિયામાં ના પરિણમે, ત્યાં સુધી તે સમજણનું મૂલ્ય અંકાતું નથી કે ફળપ્રાપ્તિ થતી નથી. દા.ત., આપશ્રી જે જે દવાઓ દર્દીને લખી આપો, તે પ્રીસ્ક્રીપ્શન જ્યાં સુધી દર્દી ફાર્મસીમાં લઈ જવાની ક્રિયા અને જે તે દવા લેવાનું આચરણના દરે ત્યાં સુધી દર્દીને તો ફાયદો નથી જ થતો; પરંતુ સાથે સાથે આપે લખેલા પ્રીસ્ક્રીપ્શનનું કોઈ મૂલ્ય નથી પુરવાર થતું. મેં અગાઉના મારા પત્રમાં જે જે લખ્યું તે તે બધું એકી સાથે કરવાનું નથી. જેમ આપશ્રી ઑફિસમાં કામ કરવાની યાદી બનાવો છો અગર તો મનમાં ધારી રાખો છો, બસ તેવું જ ધર્મક્ષેત્રે આ જીવનમાં શું શું કરવા યોગ્ય તેને ધારી રાખવું. જે તે યોગ્ય સમયે તે તે આચરણમાં જોડાઈ જવાનું. જે જે સંસ્કારોનું સિંચન આપણે આપણાં બાળકોમાં કરવા ઇચ્છતા હોઈએ તે તે સંસ્કારો માતા-પિતાએ તો કેળવવા જ પડે ને ! એકલી માતા કે એકલા પિતા કેળવે તે ના ચાલે; બંનેએ પત્રાવલિ ૪૦૧ શ્રુતસરિતા 2010_03 Page #427 -------------------------------------------------------------------------- ________________ એકબીજાના પરસ્પર સહયોગી, સહકારી અને સમદર્શી બનીને કેળવવા પડે; અને તો જ બાળકો ઉપર એક ચોક્કસ અસર ઊભી થાય છે. દા.ત., બાળકોને તમે સવારે યાદ દેવડાવો કે આજે આઠમ કે ચૌદશ છે; ખ્યાલ રાખજો, સ્કૂલમાં કાંઈ ખવાય (વનસ્પતિ આદિ) નહીં. પરંતુ બાળકોને યાદ દેવડાવવા આપશ્રીએ યાદ રાખવું પડશે, તે નક્કી છે. દિવસ-રાત્રી, પ્રકાશ-અંધકાર, બાહ્ય-અત્યંતર, નિશ્ચય-વ્યવહાર, જ્ઞાન-ક્રિયા-આ બધાં જોડકાં પ્રાથમિક દૃષ્ટિએ સમાન લાગે; પણ તાત્ત્વિક દૃષ્ટિએ એમાં ફરક છે. દિવસ-રાત્રી અને પ્રકાશઅંધકાર એકબીજાના અભાવમાં વર્તાય છે એટલે કે દિવસ ના હોય ત્યારે જ રાત્રી હોય છે. નિશ્ચયવ્યવહાર, બાહા-અત્યંતર અને જ્ઞાન-ક્રિયા પરસ્પર પૂરક, પ્રેરક, પોષક, સહકારી અને સહયોગી છે. એકબીજાના અભાવના સ્વભાવવાળા નથી. માટે, ધર્માચરણમાં બંનેને સાથે રાખવા. હૃદયમાં નિશ્ચય દષ્ટિ રાખવી જેમ કે હું આત્મા છું, એકલો આવ્યો છું, એકલો જવાનો છું, મારા કરેલા કર્મોનો ભોક્તા છું, મારા કર્મોનો કર્તા છું, મોક્ષે જવાના ઉપાયો મારે જાતે જ કરવાના છે; અને વ્યવહારમાં બાળકો, માતા-પિતા મારો આ ભવ પૂરતો પરિવાર છે અને તેઓ પ્રત્યેની સંસારની ફરજો મારે પૂર્ણપણે બજાવવાની છે. બાહા તપ એટલે ઉપવાસ, આયંબિલ, એકાસણું, બેસણું આદિ તો શક્ય હોય ત્યારે જ કરવું. મેડિકલ ઑફિસની કામગીરીની સાથે આવા તપ કરવા અનુકૂળ નથી થતું પરંતુ, રસના ઇન્દ્રિયને જીતવા માટે વૃત્તિસંક્ષેપ (આખા દિવસમાં દા.ત., ૧૦-૧૨ કે ૧૫ની વધુ વસ્તુ ના ખાવી વગેરે.) રસત્યાગ (દા.ત., એક-બે-ચાર અઠવાડિયા માટે તળેલું, ગળ્યું, અથાણું, ઘી અથવા વિગઈ જે ભાવતું હોય તે ગમે તે એકાદ-બે પદાર્થ ના ખાવા.) આદિ તપ કરવા. આઠમ-ચૌદસ જેવી મોટી તિથિએ પાણી ઉકાળેલું પીવું, કંદમૂળનો સદંતર ત્યાગ કરવો, આદિ તપ બાહી સ્વરૂપે કરવું. તપના અત્યંતર સ્વરૂપને પણ પામવું દા.ત., દરરોજ ઓછામાં ઓછી ૨૪ મિનિટ સ્વાધ્યાય (ધાર્મિક વાચન કે ચર્ચા), કાઉસગ્ગ, ધ્યાન વગેરે કરવું. અત્યંતર તપ જે મેં ગયા સ્વાધ્યાયમાં સમજાવી હતી તદનુસાર કરવાનો પ્રયત્ન કરવો. સામાયિક વીક-એન્ડમાં કરવી વગેરે. જિનેશ્વર પરમાત્માએ, ભાઈ, અત્યંતરની અલબેલી પકડ માટે તપનાં બાહ્ય લક્ષણો દર્શાવ્યાં છે. મદ્દ અંશે આપણે આખી જિંદગીને બાહ્ય તપ વડે પકડી રાખીને પૂરી કરીએ છીએ તે ઉચિત નથી. બાહ્યા સાધન છે અને અત્યંતર સાધ્ય છે. બાહ્ય તપ રૂપી સાધન વડે અત્યંતર તપની સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય આપણે સૌએ રાખવાનું છે. હવે જ્ઞાન અને ક્રિયા વિષે. દાખલા તરીકે મને આપના ઘેર આવવા માટેના રસ્તાનું મને જ્ઞાન હોય; પરંતુ જ્યાં સુધી ગાડી ચલાવવાની ક્રિયા ના કરું ત્યાં સુધી આપના ઘેર પહોંચી શકવાનો નથી. આનાથી વિરુદ્ધ, હું ગાડી ચલાવવાની ક્રિયા કરતો જ રહું અને આપના ઘેર આવવાના રસ્તાની મને જાણકારી ન હોય તોપણ હું આપના ઘેર પહોંચી શકવાનો નથી. આમ, જ્ઞાન અને ક્રિયા એકબીજાના પૂરક છે. મોક્ષે જવાના માર્ગનું જ્ઞાન પણ જોઈએ અને ચાલવાની – આચરણની ક્રિયા શ્રુતસરિતા ૪૦૨ પત્રાવલિ 2010_03 Page #428 -------------------------------------------------------------------------- ________________ પણ જોઈશે. આપશ્રીએ લખ્યું છે કે બાળકોની જવાબદારી વગેરે માંથી મુક્ત થઈ ગયા પછી ધર્મ તરફ વધુ વળવું છે. જ્ઞાની ભગવંતો સ્પષ્ટ કહે છે કે આ કાયા ક્યાં સુધી સાથ આપે તેનો ભરોસો નથી અને આયુષ્ય ક્ષણભંગુર છે. માટે, ધર્મ આવતી કાલ પર ટાળવા જેવો નથી. ધર્મક્ષેત્રમાં આ સૂત્ર બરોબર બંધબેસતું છે ‘આજે રોકડા ને કાલે ઉધાર.' સિન્દ્ર પ્રકરણના ત્રીજા શ્લોકમાં યથાર્થ દર્શાવ્યું છે : त्रिवर्ग संसाधनमं तरेणं, पशोरि वायुर्विफलं नरस्य । तत्रापि धर्म प्रवरं वदति, न तं विना सद् भवतोऽर्थकामी ॥ અર્થ : ધર્મ-અર્થ-કામ-મોક્ષ ચતુર્વર્ગ પૈકી પ્રથમના ત્રિવર્ગની સાધના વિના મનુષ્યનું જીવન પશુની જેમ નિષ્ફળ છે. આમ છતાં, આ ત્રણેમાં ધર્મ જ શ્રેષ્ઠ છે; કારણ કે ધર્મ વિના બાકીના બે અર્થ અને કામની પ્રાપ્તિ થઈ શકતી નથી. ભાઈ, સાથે સાથે આ ગાથા પણ તપાસીએ : नरः प्रमादी शक्येऽर्थे, स्यादु पालंभ भाजनम् । અર્થ : કોઈ પણ વ્યક્તિ પોતાનાથી શક્ય એવા ધર્મકાર્યનો પ્રારંભઆરંભ કરે નહીં તો બીજાના ઠપકાને પાત્ર બને છે. જે જે ધર્મક્રિયાઓ શક્ય છે, સંભવિત છે, તે આપણા જીવનમાં કેમ પ્રારંભ પામે તેનું આયોજન આપણે જાતે જ કરવું પડશે. આ અનાર્ય દેશમાં આપણને ઉપદેશ આપનાર પૂ. સાધુ-સાધ્વી ભગવંતો આવવાના નથી. સૌ કોઈની જેમ આપણા બધાનું આયુષ્ય પણ દરેક ક્ષણે ક્રમશઃ ઘટતું જાય છે. યુર્યાતિ ક્ષ ક્ષળે । આ ભવના આપણા આયુષ્યનો અંત ક્યારે તે માત્ર કેળવજ્ઞાની ભગવાન જ જાણે છે, આપણી પાસે જાણવાનો કોઈ ઉપાય નથી. માટે, આપણા આ જૈનકુળના ભવમાં ઝળહળતા જિનશાસન વડે મુક્તિપદનો પાયો નંખાઈ જાય તેમાં જ આપણું ગૌરવ સમાયેલું છે, સફળતા સમાયેલી છે. નીતિશાસ્ત્ર પણ મારી આ વાતને સમર્થન આપે છે : प्रथमे नार्जितं विद्या, द्वितीये नार्जितं धनम् । तृतीये नार्जिते धर्मः चतुर्थे किं करिष्यति ।। અર્થ : આશરે આપણું આયુષ્ય ૮૦ વર્ષનું હશે, તેમ ધારીને જિંદગીના વર્ષગાળા અનુસાર ચાર ભાગ પાડીએ. પ્રથમ ભાગમાં (ઉંમર ૧-૨૦) જેણે વિદ્યા સંપાદન નથી કરી; બીજા ભાગમાં (ઉંમર ૨૧-૪૦) જેણે ધન ઉપાર્જન નથી કર્યું, ત્રીજા ભાગમાં (ઉંમર ૪૧-૬૦) જેણે ધર્મ ઉપાર્જન નથી કર્યો, તે ચોથા ભાગમાં (ઉંમર ૬૧-૮૦) શું કરી શકશે ? અર્થાત્ કશું પણ નહીં કરી શકે. આપણા બાળકો પણ સ્વતંત્ર જીવ છે. તેઓ પણ કારકિર્દી, સુખ, દુઃખ પોતપોતાના કર્મ અનુસાર પામવાના છે. તેનો અર્થ એ નહીં કે આપણે પ્રયત્ન નહીં કરવાના. આ બંને બાળકો આપના પત્રાવલિ શ્રુતસરિતા 2010_03 ४०३ Page #429 -------------------------------------------------------------------------- ________________ અને બેન સાથે પૂર્વભવના સંબંધના કારણે આ ભવમાં આપના ઘેર આવ્યા છે. તેઓ પ્રત્યે સુંદર આયોજન કરી, શિક્ષણ અને સંસ્કાર આપી, તેઓના જીવનબાગમાં ગુલાબના ફૂલો પાથરવા માટે આપણે બધો જ પ્રયત્ન અવશ્ય કરવાનો. પણ સાથે સાથે, આપણે આપણું ધર્માચરણ પણ વધારતા રહેવું જોઈએ, આપણે આપણા પ્રત્યેનું લક્ષ્ય પણ ઉપયોગી છે. જીવનની જરૂરિયાતો ઘટાડવી, જીવનને સાદું બનાવવું, જે અને જેટલું મળે (આવક સહિત) તે રીતે ચલાવી લેવું, મળે તેટલું બધું ય ના ભોગવવું (થોડુંક દાન કરવું.) લાગણીઓ-માગણીઓઈચ્છાઓ-અપેક્ષાઓ-તૃષ્ણાઓ-આશાઓ-અભિલાષાઓ-આયોજનો, ભાવિની વધુ પડતી ચિંતાઓ વગેરે નો અંત લાવવો ઉપકારી છે. અતિ લાગણી, અતિ માગણી, ઇચ્છાઓનો અંત નથી; ચક્ર સનાતન રહે ચાલતું, કાયમ ક્યાંય વસંત નથી.” અત્યંતર તપના બીજા પ્રકાર વિનય ગુણ' વડે વિનીત થવાય છે. “શ્રી” નો અર્થ મોક્ષરૂપી લક્ષ્મી થાય છે. જગતની બધી જ વસ્તુઓ પરાજયને પામે છે, જ્યારે મોક્ષરૂપી લક્ષ્મી નિયમા જયને પામે છે. “જયશ્રી' નામનો આ શબ્દાર્થ છે. પત્નીને પત્ની ના કહેતાં “સહધર્માચારિણી' કહે છે; એટલે કે ધર્મમાં સાથે આચરણ કરવું તે. આપના ભાવભર્યા પ્રત્યુત્તરના લીધે આ પત્ર લખવાની મને પ્રેરણા થઈ આવે, તે સ્વાભાવિક છે. મારો આ પત્ર આપશ્રી રસપૂર્વક અને રુચિપૂર્વક વાંચી જશો, તેનાથી આપની ધર્મયાત્રાનો પ્રારંભ નહીં થાય; તેના માટે તો નાનકડું પણ એકેક કદમ આપશ્રીએ જ ઉઠાવવું પડશે. - શમચ શમ્ - શુભ કાર્યોમાં પ્રવૃત્ત થવા માટે હંમેશાં ઉતાવળ કરવી. મનને જેમાં અને જ્યાં રસ છે, ત્યાં એ ચંચળ નથી, પણ સ્થિર છે. મનને જે ગમે, મન તેમાં રમે. મન બદલવાની જરૂર નથી, રૂચિરસ બદલવાની જરૂર છે. આપશ્રી કોઈ નિયમ લો અને આપના ઘેર મારું આવવાનું બને તેવી મારી ભાવના છે. આ પત્રમાં અવારનવાર નિર્દેશ મેં આપના તરફ કર્યો છે. પણ પત્ર આપ બંને માટે જ લખ્યો છે. શુભેચ્છાઓ સાથે. લિ. આપનો ભાઈ, રજની શાહ શ્રુતસરિતા ૪૦૪ પત્રાવલિ 2010_03 Page #430 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૭૪ આત્મભાવનાના વિશિષ્ટ ભેદ શુક્રવાર, તા. ૨૭મી, જૂન ૨૦૦૩ વીર સંવત રપર૯ ને જેઠ વદ ૧૩ શ્રી સુવિધિનાથ પ્રભુને નમો નમ: ભાઈ, જય જિનેન્દ્ર. ધર્મ-વાર્તાલાપની પ્રવૃત્તિ દ્વારા મને મારી આધ્યાત્મિક પ્રગતિમાં અપાર અપાર લાભ થાય છે. આપના સંઘ દ્વારા મારા લાભની આવી અમૂલ્ય તક મને અવારનવાર સાંપડે છે, તે મારું સદ્ભાગ્ય છે. આપના શ્રી સંઘનો અને ખાસ કરીને આપણા પરમ આત્મીય વૈયાવચ્ચગુણના અનુરાગી સ્વજનશ્રી પ્રવિણભાઈ અને તેઓના ધર્મપત્ની શ્રાવિકા શ્રી ભાવિનીબેન વાકાણીનો હું અત્યંત આભારી છું. તા. ૧૫મી જૂનને રવિવારના રોજ મારા વાર્તાલાપ નિમિત્તે મારે આપના નિવાસસ્થાને આવવાનું બન્યું. છેલ્લા થોડાક સમયથી આપણી પરસ્પર ઇચ્છા ફળીભૂત થઈ. આપના ઘેર આવવાનો આનંદ મારે મન પણ અનેરો હતો, ઉલ્લાસપૂર્ણ હતો. આપ બન્નેની ધર્મકરણી અને ધર્મસંસ્કારોનું હું પણ ખૂબ અનુમોદના કરું છું. મારા આપના ઘેર રાત્રિ-રોકાણ પ્રસંગે આપ બને એ મારા માટે સદ્ભાવ અને લાગણીઓ દાખવી છે, તે બદલ આપનો ખૂબ આભાર. સમ્યક્રરત્નના ત્રણ પ્રકાર છે : (૧) દર્શન (શ્રદ્ધા) (૨) જ્ઞાન (૩) ચારિત્ર. આપણે આ ત્રણ રત્નોના “ઝવેરી” બનવા માટે નીચેના વિધાન ઉપર વિચાર કરીએ : ભવ ભાગે નહીં; ભાવ જાગે નહીં; સ્વભાવમાં આત્માની ગતિ લાગે નહીં. જન્મમરણનું ચક્ર કહો કે સંસાર કહો, જગત કહો કે લોક કહો. બધાય એક પર્યાયના શબ્દો જ છે. આ ચક્રને ગતિમાન કરનારી સત્તાને કર્મ કહેવાય છે. જીવ દરેક ભવમાં જન્મ ધારણ કરી મૃત્યુ પર્યત અથાગ મહેનત કરી ધન, પરિવાર આદિ મોહની સામગ્રીઓ એકઠી કરી નિત નવા નવા કર્મો બાંધી એકઠું કરેલું બધું જે તે ભવમાં મૂકીને ગતિરૂપી પરિભ્રમણ કર્યા કરે છે. ઘાંચીના બળદની માફક “ગતિ' અવશ્ય દેખાય છે, પણ પ્રગતિ લેશમાત્ર થતી નથી. આપણી ઇચ્છાએ કે અનિચ્છાએ જે જે વસ્તુઓ (ધન, પરિવાર આદિ) મૃત્યુ આપણને છોડાવનાર છે, તે તે વસ્તુમાં મિથ્યાભાવનો મોહ કેળવવા જેવો નથી. પરભવમાં સાથે લઈ જવાના ગુણોની એક નાનકડી યાદી બનાવી તે તે ગુણોની પ્રાપ્તિ અર્થે આપણે સાધનો શોધવા તો પડશે, અને શોધ્યા બાદ, તે તે દિશામાં આપણું આચરણ પણ કેળવવું પડશે. આચરણ વડે જ સ્વમાં સ્થિરતા અને સ્વસ્થતા આવે છે અને “મમતા'નું સ્થાન “સમતા' લે છે, કે જે આત્મભાવના પ્રાગ્ટયપણાનું સાધન છે. આત્મભાવના સાત પ્રકારો છે : (૧) ઉદાસીન ભાવ : જેમ પ્રભુને દરેક પરિસ્થિતિ, વ્યક્તિ અને વસ્તુ પ્રત્યે ઉદાસીન ભાવ હોય (હર્ષ કે ખેદ નહીં), તેમ આપણે પણ સાંસારિક પદાર્થોમાં પ્રાપ્તિ સમયે હર્ષ પત્રાવલિ ૪૦૫ શ્રુતસરિતા 2010_03 Page #431 -------------------------------------------------------------------------- ________________ (૨) સ્નેહ ભાવ (૩) ઉપશમ ભાવ (૪) વૈરાગ્ય ભાવ (૫) ભક્તિ ભાવ (૬) સમ ભાવ (૭) સાક્ષી ભાવ નહીં અને વિયોગ સમયે ખેદ નહીં. જગતના તમામ પદાર્થો પ્રત્યે ઉદાસીન ભાવ કરી સાધનાનો પ્રારંભ કરવો. : જેમ પરમાત્માને જગતના તમામ જીવો પ્રત્યે વાત્સલ્ય છે તેમ આપણે જગતના તમામ જીવો પ્રત્યે સ્નેહભાવ રાખવો. જીવ માત્ર પ્રત્યે સ્નેહનું ઝરણું વહેતું રહે તેવી ભાવના ભાવવી. આપણને જે જે જીવો અણગમતા કે ઓછા ગમતા હોય તેવા માટે ‘સત્રે નીવા જન્મવશ' દરેક જીવ પોતાના કર્મોને વશ વર્તે છે - આવો ભાવ મનમાં ભાવી તેઓ પ્રત્યે સ્નેહભરી લાગણી પ્રગટાવવી. : જેમ અરિહંત પરમાત્માની સામે પણ રાગ-દ્વેષના અનેક નિમિત્તો આવે, પરંતુ તેમાં તેઓ ભળે નહીં; તેમ આપણે પણ નિમિત્તો આવે ત્યારે નિષ્ફળ બનાવવા અને શાંતભાવ રાખવો, શાંતિમાં રહેવું. : પાંચ ઇન્દ્રિયના વિષયો પ્રત્યે વૈરાગ્ય ભાવ કેળવવાનો છે. આ વિષયોમાં પરમાત્મા કદાપિ મળતા નથી. આપણો આત્મા આ પાંચ ઇન્દ્રિયોના માધ્યમથી જગતને જુએ છે અને જાણે છે. આ પાંચે ઇન્દ્રિયો તો જડ છે; પરંતુ તેના માધ્યમથી અંદરમાં બેઠેલો આપણો આત્મા રાગ-દ્વેષ કરે છે અને તેને પરિણામે સંસાર-વૃદ્ધિ થાય છે અને મોક્ષ દૂર થાય છે. : આપણા ઉપયોગને-પરિણામને દેવ-ગુરુને ધર્મની ભક્તિ તરફ લઈ જવા. પૈસા, પરિવાર, પદાર્થ અને પ્રસિદ્ધિ તરફથી રાગને હટાવી આપણા પરિણામની ધારા ભક્તિ તરફ વાળવી જોઈએ. સાંજે સૂતાં પહેલાં અનુકૂળતાપૂર્વક એકાદ ભક્તિ-સ્તવન ગાવું જોઈએ. : સુખ-દુ:ખના વહેણ જીવનમાં બદલાયા જ કરે છે. તે ક્યારેય પણ સ્થિર રહેવાવાળા નથી. માટે, સુખમાં અકડતા નહીં-લીન નહીં અને દુઃખમાં દીનતા નહીં. : સાક્ષી ભાવ એટલે વિકલ્પ વગરનો ભાવ. માત્ર જોવું અને જાણવું. આગ્રહશૂન્ય તટસ્થ અવલોકન. કશું પણ ના કરવાની શક્તિ-માત્ર ઉપસ્થિતિ. ટૂંકમાં, સાક્ષીભાવ એટલે જ વીતરાગતા. આજે બુદ્ધિ વધી છે, તર્કશક્તિ વધી છે. આ બુદ્ધિ અને તર્કની વૃદ્ધિને સમાધાન મેળવી આત્માની આધ્યાત્મિક પ્રગતિ ઝડપી બનાવવા જેવી છે. - એક અપેક્ષાએ, આ સાત ભાવ પરમાત્માના જીવનના છે. આ સાત ભાવ વડે જ જેમ તેઓ પરમાત્મા બની શક્યા છે, તેમ આપણે પણ આ સાત ભાવ વડે પરમાત્મા બનવાનું લક્ષ્ય બાંધવું જોઈએ. ઉદાસીન ભાવથી પ્રારંભ કરી અનુક્રમે આગળ વધતાં વધતાં આ સાતે ભાવોની અનુમોદના, પરિપાલના કરતાં કરતાં આપણે સાક્ષીભાવની ટોચ ઉપર બિરાજવાનું છે. શ્રુતસરિતા 2010_03 ૪૦૬ પત્રાવલિ Page #432 -------------------------------------------------------------------------- ________________ “સમકિતી આત્મભાવે રમે, સ્વ-ભાવ એને બહુ બહુ ગમે; પરમાત્મભાવને નિશદિન નમે, સુખદુઃખને સમભાવે ખમે.” આ સાતે ભાવો લાવવા/કેળવવા માટે જિનવચનોનું શ્રવણ, વાંચન, સ્મરણ અને પુનઃસ્મરણ કરવું જોઈએ. “સ્વાધ્યાય' શબ્દના અનેક અર્થો છે. હું આ અર્થને પ્રાધાન્ય આપું છું. સ્વ+અધિ+આય= સ્વાધ્યાય. સ્વ એટલે પોતે, અધિ એટલે સન્મુખ થઈને, અને આય એટલે જોડાવું; એટલે પોતાની સન્મુખ થઈને પોતામાં જોડાવું તેનું નામ સ્વાધ્યાય. અનેક પ્રકારના કર્મોની, સંયોગોની અને સંસ્કારોની અસર નીચે આપણે સૌ વિધવિધ ભાવોમાં રહેલા છીએ. જૈનધર્મનું હાર્દ એક જ વાક્યમાં કહેવું હોય તો “આશ્રવનો ત્યાગ અને સંવરનો રાગ.” સંવરનો રાગ કેળવવા માટે સાધન છે. “આશ્રવનો ત્યાગ' છે, અને આશ્રવના ત્યાગ માટે સાધન છે, નીચે દર્શાવેલ જેવા કેટલાક નિત્યજીવન નિયમો : (૧) ઓછામાં ઓછું પાંચ તિથિ ઉકાળેલું પાણી. (૨) કંદમૂળ ત્યાગ (છેવટે ચાતુર્માસ દરમિયાન). (૩) દરરોજ સામાયિક. (૪) વૃત્તિસંક્ષેપ (દરરોજ વપરાશની/ખાવાની કુલ સંખ્યા ધારવી) રસત્યાગ (દર અઠવાડિયે એક અઠવાડિયા માટે એકાદ ખાવાની વસ્તુનો ત્યાગ. (૫) ગૃહમંદિરમાં નિત્ય ચૈત્યવંદન. આપશ્રીએ કયો નિયમ લીધો છે, તે જાણી મને અતિ આનંદ થાય તે સ્વાભાવિક છે. સાતે ભાવો વડે સંસારની સમાપ્તિ કરી આપણે બધા સાથે અને સંગાથે સિદ્ધિશિલામાં બિરાજીએ તેવી શુભભાવના. લિ. આપનો ભાઈ, રજની શાહ * * * * * પત્રાવલિ-૭૫ અંતરથી ખમો ખમાવો સોમવાર, તા. ૨૬મી ઑગસ્ટ, ૨૦૦૨ વીર સંવત ૨પ૨૮ ને શ્રાવણ વદ ૩ શ્રેયસ્કર શ્રાવક ભાઈશ્રી, શ્રાવિકા બેનશ્રી તથા પુણ્યવંતો પરિવાર, પ્રણામ-જય જિનેન્દ્ર. પુણ્યનું પોષણ અને પાપનું શોષણ કરવાની અજોડ ક્ષમતા ધરાવતા પર્યુષણ મહાપર્વની પધરામણી થઈ રહી છે. પર્યુષણ' શબ્દનો અર્થ છે “આત્મામાં વસવું તે.' પર્યુષણ એટલે આંતરિક શુદ્ધિકરણ દ્વારા આત્મિક શુદ્ધિકરણ દ્વારા આત્મિક વિકાસ સાધવાનું અનુપમ પર્વ. યથાર્થ આરાધના વડે મમતાનું મરણ થાય, સમતાનું સર્જન થાય, આવેશનો અગ્નિસંસ્કાર પત્રાવલિ ૪૦૭ શ્રુતસરિતા 2010_03 Page #433 -------------------------------------------------------------------------- ________________ થાય, પ્રશમની પ્રાપ્તિ થાય, વાસનાનો વિનાશ થાય અને મૈત્રીનો મંગલનાદ થાય. પનોતા પર્વાધિરાજ પર્યુષણનો પ્રાણ છે ‘ક્ષમાપના’. વિચાર-વાણી અને વર્તન આ ત્રણેય ભૂમિકા ઉપર ક્ષમા ધર્મની આરાધના કરી આત્માને વાત્સલ્યમય બનાવવાનો છે. આરાધના એવી સમતાથી આપણે કરવી જોઈએ કે જેથી આપણો આક્રોશ ઓસરી જાય, કષાયો કૃશ થઈ જાય, પાપોનું પ્રક્ષાલન થાય અને પરંપરાએ પરમપદની પ્રાપ્તિ થાય. માટે, જ્યારે આપણે સાંવત્સરિક પ્રતિક્રમણ કરીએ ત્યારે અહંકારને અળગો કરીને એવી વિનમ્રતા વિકસાવીએ કે ‘ધામેમિ બનીને નો આદર્શ આચરણમાં અવતરીત થાય અને એના દ્વારા આત્માને શાન્ત, પ્રશાન્ત અને ઉપશાન્ત બનાવીને સંવત્સરીની સાધનાને સફળ કરીએ. આ મહાપર્વ દરમ્યાન આપ સૌને આરાધનામાં દેવગુરુ પસાય વડે શાતા, સમતા અને સમાધિ બની રહે તેવી મારી શુભેચ્છા. આ વર્ષ દરમ્યાન, જાણતાં-અજાણતાં, મન-વચન-કાયાથી આપ સૌનું દિલ દુભાય તેવું મેં કાંઈ કર્યું હોય, તો તે બદલ મારા આપસૌને ‘મિચ્છા મિ દુક્કડમ્.’ આપ સૌ મને પણ ઉદાર ભાવે ક્ષમા કરશો. * * * * * પત્રાવલિ-૭૬ ઉપગૃહન ગુણ ગુણ શ્રુતસરિતા . 2010_03 લિ. આપનો ભાઈ, રજની શાહ ગ્રહણતા ઔદાર્ય અનુમોદક શ્રી, પ્રણામ-જય જિનેન્દ્ર-આપ બન્ને તથા આપનો સૌભાગ્યવંતો પરિવાર ક્ષેમકુશળતામાં રહો તેવી મારી નિરંતર શુભેચ્છા અને પ્રાર્થના છે. ગુરુવાર, તા. ૨૦મી જૂન, ૨૦૦૨ વીર સંવત ૨૫૨૮ ને જેઠ સુદ ૯ ષોડશક પ્રકરણમાં સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ધર્મસિદ્ધિના પાંચ લક્ષણ બતાવ્યાં છે : (૧) ઔદાર્ય (૨) દાક્ષિણ્ય (૩) પાપજુગુપ્સા (૪) નિર્મલ બોધ (૫) પ્રાય : જનપ્રિયત્વ. આ પાંચ પ્રકારોમાં ઔદાર્ય એટલે કે ઉદારતા એ ધર્મસિદ્ધિનું પ્રથમ લક્ષણ છે. પીધેલા દૂધનું શરીરમાં પાચન થતાં શરીર ઉપર પુષ્ટિ દેખાય છે, તેમ કરેલી આરાધના (ધર્મારાધના) પરિણત બનતાં ઔદાર્ય આદિ સહજ ગુણો સહજપણે ખીલી ઊઠે છે. ધર્મારાધનાનું આ સ્વાભાવિક પરિણામ છે. ભાઈ, કોઈનું દર્દ જોઈને ખિસ્સામાંથી ૧૦૦ ડોલરની નોટ કાઢીને આપી દેવી તે ધનની ઉદારતા છે. ધનના ઔદાર્ય કરતાં આ તનની ઉદારતા થોડી કઠિન છે. અન્યને ખાતર પોતાના કિંમતી સમયનો ભોગ આપીને તનથી ઘસાઈ છૂટવાનું મુશ્કેલ લાગે. આમ, ધનની ઉદારતા કરતાં તનની ઉદારતા કઠિન; પણ આ બન્ને કરતાં વધુ અઘરી અને મહત્ત્વની ત્રીજી ઉદારતા છે - મનની ઉદારતા. ૪૦૮ પત્રાવલિ Page #434 -------------------------------------------------------------------------- ________________ કોઈ ગમે તેવા અપરાધ કરે છતાં મન મોકળું રાખીને ક્ષમા આપે જ રાખવી તે મનની ઉદારતા છે. સ્વસ્થ અને શાંતિપૂર્ણ જીવન માટે, અન્યની ભૂલોને ભૂલી જવાની આ ઉદારતા ખૂબ જ જરૂરી બને છે. ‘ભૂલ’ની વ્યાખ્યા પણ સમજીને યાદ રાખવા જેવી છે-જે ભૂલી જવા યોગ્ય હોય તેનું નામ ભૂલ.’ ભાઈ, ભૂલ તો કોનાથી નથી થતી ? ખુદ તીર્થંકર મહાવીરદેવના આત્માએ પણ મરિચીના ભવમાં કુળનો ગર્વ કરવાની ભયંકર ભૂલ નહોતી કરી ? તે જ ભવમાં પેલા કપિલ નામના કુમાર આગળ (શ્રી ગૌતમ સ્વામીનો જીવ તે કપિલ) ‘ધર્મ અહીંયાં પણ છે' આવી ઉત્સૂત્ર પ્રરૂપણા કરવાની બીજી ભયંકર ભૂલ તેમનાથી નહોતી થઈ ? સુવર્ણમૃગનું ચામડું લેવા દોડવાની શ્રી રામચંદ્રજીએ ભૂલ નહોતી કરી ? સીતાજીને એકલાં મૂકીને ભાઈની મદદે ચાલ્યા જવાની ભૂલ લક્ષ્મણજીએ પણ કાં નહોતી કરી ? લક્ષ્મણજીએ દોરેલી રેખાને ઓળંગી જવાની ભૂલ સીતાજીએ પણ કરી જ હતી ને ! કામલતા ગણિકાને ધનલાભ બતાવી દેવાની ભૂલ મહામુનિ નંદીષેણે પણ કરી હતી જ ને ? ભાઈ, આપણે સૌ સંસારમાં સબડતા જીવો છીએ, તેથી વીતરાગ નથી; માટે દોષયુક્ત તો આપણે બધા રહેવાના જ. સ્મરણશક્તિના અભાવમાં કદાચ એટલું મોટું નુકસાન નહિ થતું હોય જેટલું અન્યની ભૂલોનું વિસ્મરણ કરવાની શક્તિના અભાવમાં થાય છે. કર્મ પ્રકૃતિથી આ કથન સમજાવું તો, ભાઈ, સ્મરણશક્તિનો અભાવ એ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી હોય છે અને બીજાની ભૂલોને ભૂલી જવાની અક્ષમતા એ મોહનીય કર્મના ઉદય સ્વરૂપ છે, માટે વધુ ઘાતક છે. જીવન એક વહેતી સરિતા છે. અનેક પ્રસંગોનો જીવનપ્રવાહ સતત વહી રહ્યો છે. આપણે કિનારે ઊભા રહીને પ્રેક્ષક બની બધું જોયા કરવાનું છે. આ દ્રષ્ટાભાવ છે. પણ મોટા ભાગે, આપણે આ દ્રષ્ટાભાવ રાખી શકતા નથી. આપણે તો એ પ્રસંગપ્રવાહમાં કૂદી પડીએ છીએ અને તેમાં તણાઈએ છીએ. આપની ધર્મવિષયક આશાતનાની વાતની સત્યતાને નકારી શકાય તેમ નથી. પરંતુ, એક વખત ધ્યાન દોર્યા પછી સંઘના કાર્યકરો તદ્નુસાર વર્તે કે ના વર્તે તેમાં આપણે ‘માધ્યસ્થ ભાવ' કેળવવો જ જોઈએ. વહેતું લોહી સ્વસ્થતાની નિશાની છે. લોહી વહેલું અટકે અને એક સ્થાને એકઠું થાય તો ગંઠાય છે અને અનેક વ્યાધિઓ જન્મે છે. જીવનના સર્વ પ્રસંગ વહી દેવા જોઈએ, તો જ જીવન સ્વસ્થ રહે. અન્યની ભૂલનો એકાદ પ્રસંગ વહી જવાને બદલે દિલમાં અટકી જાય તો તેમાંથી પૂર્વગ્રહની ગાંઠ બંધાશે, અને તે ગાંઠ વકરતા ‘વૈર’નો મહા વ્યાધિ થશે. પછી ખામેમિ સવ્વજીવે' કેવી રીતે આપણે ખોલી શકીશું ? બીજાના ગુણો કે ઉપકારોને વિસ્મૃતિની ખાઈમાં ધકેલી દેવા અને બીજાની ભૂલો કે અપરાધો પર પૂર્વગ્રહનું મંદિર રચવાની આપણા સૌની અનાદિની આદત છે. જે દાંતમાં કાંઈ ભરાયું હોય તેના પર જીભ વારંવાર ફર્યા કરે છે, પણ બાકીના દાંતના તો અસ્તિત્વની નોંધ પણ જીભ લેતી નથી. આપણા સંઘપતિના રત્નત્રયી આરાધનાના અપૂર્વ ગુણોની અપાર અનુમોદના કરશો, અને ક્ષમાની સિદ્ધિ માટે ચાર અંગો (પુરુષાર્થ, સતત પુરુષાર્થ, સખત પુરુષાર્થ અને ધીરજ)નો પરિપૂર્ણ અભ્યાસનો પ્રારંભ કરવાની આપને મારી ખાસ ભલામણ છે. જ્ઞાની ભગવંતો કહે છે : પત્રાવલિ 2010_03 ૪૦૯ શ્રુતસરિતા Page #435 -------------------------------------------------------------------------- ________________ अभ्यासात् सिद्धिःઅર્થ : ગમે તેવું કઠિન કાર્ય પણ વારંવાર અભ્યાસ કરવાથી સિદ્ધ થાય છે. તપના બાર પ્રકાર પૈકી અત્યંતર છ તપમાં પ્રથમ તપ પાયશ્ચિત્ત' છે. સર્વજ્ઞતા અને વીતરાગતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવનથી ભૂલો તો આપણા સૌની થવાની જ. અનેક પ્રકારના કર્મોની, સંયોગોની અને સંસ્કારોની અસર નીચે રહેલા આપણે સૌ કોઈ નાની કે મોટી, મામૂલી કે ગંભીર ભૂલોના ભાગી બનવાના. આપશ્રીએ બીજા જ દિવસે ક્ષમાયાચનાનો પત્ર લખી દીધો, તે આપના સુસંસ્કારોનું અને પશ્ચાત્તાપનું પ્રતિક છે. પત્ર લખ્યો તે જ બતાવે છે કે થઈ ગયેલા ક્રોધને આપશ્રીએ ખોટો માન્યો. ક્રોધવિજય માટે આ બહુ જરૂરી બાબત છે. ક્રોધને ખોટો માન્યો અને તેની આલોચના કરી તેથી કર્મના અનુબંધ શિથિલ બને છે. અનુબંધ એટલે વૃત્તિ અથવા સંસ્કાર અહંની પાઘડી બાજુમાં ઉતારીને જેના ઉપર ક્રોધ કરેલ તેની માફી યાચીને આપશ્રીએ ઘણો મોટો લાભ પ્રાપ્ત કર્યો છે. ક્ષમાયાચના થતાં જ પ્રકરણ સમાપ્ત થઈ જાય છે અને ચિત્ત સ્વસ્થ થઈ જાય છે. પૂ. શ્રી શય્યભવસૂરિજી “દશવૈકાલિક' સૂત્રમાં ફરમાવે છે. __ चत्तारि ओ ओ कसिणा कसाया, सिंयन्ति मूलाई पुणब भवस्स । અર્થ : આ ચાર કાળિયાઓ ભેગા થઈ ભવપરંપરાના મૂળ સિંચ્યાં કરે છે. કષાયની પુષ્ટિમાં સંસારનો વિસ્તાર અને કષાયના નાશમાં સંસારની સમાપ્તિ. લિ. આપનો ભાઈ, રજની શાહ * * * * * પત્રાવલિ-૭૭ કર્મ અને કષાયનું જોખમી યુગલ મંગળવાર, તા. ૧૮મી જૂન, ૨૦૦૨ વીર સંવત ૨પર૮ ને જેઠ સુદ ૮ શ્રુતસંગી પરમ સ્નેહીશ્રી, પ્રણામ-જય જિનેન્દ્ર. કર્મબંધનને એક જ વાકયમાં સમજીએ તો “કર્મથી કષાય આવે છે અને કષાયથી કર્મ આવે છે.” આનો અર્થ એ છે કે આપણે જ્યારે જ્યારે કષાયનું સેવન કરીએ છીએ ત્યારે કર્મ બંધાય છે. આ બાંધેલું કર્મ જ્યારે પણ ઉદયમાં આવે ત્યારે બાંધતી વેળાએ આપણે દાખવેલ ક્રોધ-માન-માયા-લોભ પૈકીનો જે તે કષાય ઉદયમાં આવે છે. આનો અર્થ એ છે કર્મથી જ કષાય આવે છે. ઉદયકાળ વેળાએ પણ આપણે સમતાના અભાવમાં કે જાગૃતિ ચૂકી જવા વડે જે તે ઉદયમાં આવેલ કષાય અનુસાર વર્તીએ છીએ. અને આ વર્તન વડે કર્મ બંધાય છે. માટે કહેવાય છે કે કષાયથી કર્મ આવે છે. દા.ત., શ્રી મહાવીર સ્વામીનો છેલ્લો ભવ. અગાઉ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં “ક્રોધ કષાય વડે જે નોકરના (શવ્યાપાલક)ના કાનમાં ધગધગતું સીસું રેડાયેલું, તે કર્મ છેલ્લા ભવમાં ઉદયમાં આવતાં જ તે જ નોકરનો જીવ ખેડૂત બની કાનમાં ખીલા લગાવવા હાજર થઈ જાય છે. શ્રી મહાવીર શ્રુતસરિતા ૪૧૦ પત્રાવલિ 2010_03 Page #436 -------------------------------------------------------------------------- ________________ સ્વામીના જીવે આ કર્મ બાંધતી વેળાએ ક્રોધ કષાય સેવેલો તેથી કાનમાં ખીલા લગાવતી વેળાએ તેમને પણ અપાર ક્રોધનો ઉદય/આવિર્ભાવ થયો. બાંધેલું ઉદયમાં તો આવે જ, પરંતુ શ્રી મહાવીર સ્વામીનું લક્ષ્ય મોક્ષગામી હોઈ ઉદયકાળમાં તેઓએ ક્રોધ કષાયને સેવવાને બદલે સમતાભાવ અથવા સાક્ષીભાવને સેવ્યો; અને આ રીતે, કર્મથી કષાય તો આવ્યો, પણ કષાયથી કર્મ આવતું અટકી ગયું. આપણે માટે આ જ નિયમ છે. ‘કર્મથી કષાય અને કષાયથી કર્મ' એ સંસાર પરિભ્રમણનું બીજ છે, જ્યારે ‘કર્મથી કષાય અને કષાયથી કર્મ નહીં' એ મોક્ષલક્ષીપણાનું બીજ છે. ગુણોના બે પ્રકાર છે : લૌકિક ગુણો (સાંસારિક ગુણો) : નીતિ, સદાચાર, સંતોષ, દયા, દાન, ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા, લજ્જા, કુલીનતા આદિ. લોકોત્તર ગુણો (આધ્યાત્મિક ગુણો) : વિનય, કષાયમંદતા, સ્વમત ત્યાગ, સમતા ભાવ, સાક્ષીભાવ, વૈરાગ્યભાવ, અલ્પ પરિગ્રહીપણું, ભવભીરુપણું, પાપભીરુપણું, વૈયાવચ્ચ, અનાસક્તપણું આદિ. લૌકિક ગુણોનું જીવનમાં સ્થાન છે, પરંતુ એ યાદ રાખવું કે લૌકિક ગુણો અને તેની સુવાસ બને અહીં મૂકીને જ આગળના ભવમાં આપણે જવાનું છે. ધર્મારાધનાની ધરી ઉપર શ્રાવકોમાં સામાન્યતઃ લૌકિક ગુણો જ તરી આવતા દેખાય છે. લોકોત્તર ગુણો અને તેની સુવાસ બને આપણી સાથે પરભવમાં આવનાર છે. માટે, બુધ જનોએ લક્ષ્ય તો લોકોત્તર ગુણોની પ્રાપ્તિ ઉપર જ રાખવું જોઈએ. લૌકિક ગુણો વડે સ્થિરતા આવે છે, જ્યારે લોકોત્તર ગુણો વડે સ્વમાં અવસ્થા (સ્વસ્થતા) રમાવે છે. આમ, અપેક્ષાએ લૌકિક કરતાં લોકોત્તર ગુણો આપણું વધુ કલ્યાણ કરનારા છે. ઇષ્ટ-અનિષ્ટ, ઉચિત-અનુચિત એવી અપાર ઘટનાઓ સાથે જોડાયેલું આપણા સૌનું કર્મસંયોગી જીવન માત્ર શ્વાસોશ્વાસનું માળખું નથી, પણ અનેકવિધ લોકોત્તર ગુણોના સ્વામી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરાવી શકે તેમ છે. મનને ભૂતકાળના બદલે વર્તમાનમાં જ રાખવા પ્રયત્ન કરશો. મારી પ્રાર્થના આપની સાથે જ છે. લિ. આપનો ભાઈ, રજની શાહ પત્રાવલિ-૭૮ બુધવાર, તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૦૨ વીર સંવત ૨૫૨૮ ને ભાદ્રપદ સુદ ૫ પર્યુષણ તપસ્વી-પારણા દિન. ગુણરત્ન રત્નાકર પરમ તપસ્વી/તપસ્વિની શ્રાવક-શ્રાવિકા પરિવાર - પ્રણામ-જય જિનેન્દ્ર. પર્વાધિરાજ પર્યુષણ દ્વારા આપ પરિવારની શાતા સારી રહી હશે. પત્રાવલિ ૪૧ ૧ શ્રુતસરિતા 2010_03 Page #437 -------------------------------------------------------------------------- ________________ આ મહાપર્વ અવસરે આપશ્રીએ અઠ્ઠાઈ તપની આરાધના નિર્વિદનપણે દેવ-ગુરૂ પસાય પાર પડી છે. આપશ્રીએ પૂર્ણ કરેલ ‘તપ’ની તાપણીને મારી અહોભાવપૂર્વક વંદના અને ‘કર્મ’ની કાપણીને મારી અનુમોદનાપૂર્વક અભ્યર્થના. ‘તપ છે એવી તાપણી, ઉડાડે ઊંઘ આપણી; કર્મની કરે કાપણી, જગાવે મોક્ષ માગણી.’ આવી અનુપમ આરાધના એ આપ બન્નેના પરમ ઉપકારી માતા-પિતાએ સીચેલા ધર્મ સંસ્કારો અને સદ્ગુણોનું પ્રતિબિંબ છે, પ્રતિભાવ છે, પ્રતિફળ છે. જે કોઈ વ્યક્તિ બહારના જગતથી વિમુખ થઈને પોતાના ભીતરની ચેતના સાથે અનુસંધાન જોડવા તત્પર છે, તે સૌનું આ પર્વ છે. પર્યુષણ એટલે અપ્રમાદનું પર્વ. પ્રમાદના કારણે આત્મા ડૂબે છે. અપ્રમાદ આત્માને તારે છે. પર્યુષણ આંતરશુદ્ધિનો અવસર છે. સાધનાના સોપાન ક્રમશઃ ચઢતાં જઈએ તો આપણને સિદ્ધિના શિખરે પહોચાડતું પર્યુષણ પર્વ લોકોત્તર પર્વ છે. ‘વર્’ ધાતુ ઉપરથી ‘પર્વ’ શબ્દ બન્યો છે. તેના બે અર્થ થાય છે. (૧) ભરવું (ર) ટકાવવુંસાચવવું. આનો અર્થ એ છે કે આ પર્વ આપણને ઉચ્ચ સદ્ગુણોથી અને ભાવોથી ભરી દે અને સાથે સાથે આ સદ્ગુણો અને ભાવો ટકાવી રાખવામાં - સાચવી રાખવામાં ઉચ્ચતમ સહાય કરે. આરાધના અને આચરણા વડે આત્મગુણોના ઉઘાડનું જ આ પર્વનું પ્રધાન લક્ષ્ય છે. આપણી જીવનગંગાના પ્રદૂષિત થઈ ચૂકેલ વહેણને પ્રદૂષણમુક્ત કરી દેવાની સુંદર ક્ષમતા આ પર્વ ધરાવે છે. આ પર્વ વડે ચિંતનધારામાં સ્નાન કરીને ભાવિત-વાસિત થઈએ અને સુખ-શાન્તિ માટે સત્તા-સંપત્તિ વગેરેને ગણી લેવાના ખોટા ગણિતને દૂર કરી સદ્ગુણોને આપણા નિત્ય જીવનમાં સ્થાન આપીએ. ગુણવાન બનવાનો માર્ગ ચાર તબક્કાનો છે-૫૨માં (૧) ગુણ દર્શન (૨) ગુણાનુરાગ (૩) ગુણાનુવાદ (૪) ગુણગ્રહણ. સ્વાધ્યાય, સંયમ, તપ અને પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ)ને દૈનિક જીવનમાં સ્થાન આપી ચિત્તશુદ્ધિ કરી જીવનશુદ્ધિ સાધવી પડશે. જીવનશુદ્ધિ વગર નિર્મળતા નહીં આવે નિર્મળતા વગર આત્માની સમીપ જઈ શકાતું નથી અને આંતરશુદ્ધિ વિના આત્માનો સંપર્ક સધાતો નથી. ‘હૃદયપ્રદીપ’ નામના ગ્રંથમાં ગ્રંથકાર જણાવે છે કે વિષયોના ભોગમાં સુખ ક્ષણનું છે; ભોગ ભોગવતી વેળાએ બંધાતું પાપકર્મ મણનું છે અને તે બાંધેલ પાપકર્મો ઉદયમાં આવે ત્યારે દુઃખો ટનનાં છે. આપણા શિક્ષણ, સ્વાધ્યાય અને જ્ઞાનની ફલશ્રુતિરૂપ આપણા આચરણને ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (૧) હેય-ત્યાગવા લાયક (૨) શેય-જાણવા લાયક (૩) ઉપાદેય-આચરવા લાયક, અઠ્ઠાઈ જેવી મહાતપની આરાધનાવાળા મહાભાગ્યશાળી શ્રાવક-શ્રાવિકાએ ત્યાગવા લાયક કંદમૂળ આદિનો સંપૂર્ણ ત્યાગ કરવારૂપ પચ્ચક્ખાણ લેવા જોઈએ. દરરોજ શક્ય ના બને તો બાર તિથિ (પાંચ સુદની, પાંચ વદની અને પૂનમ-અમાસ) ઉકાળેલું પાણી, પ્રતિક્રમણ આદિ નિયમો ધારવા જોઈએ. સામાયિક, તીર્થંકર કલ્યાણક દિન આદિ પ્રવૃત્તિઓને દૈનિક જીવનમાં સ્થાન આપવું શ્રુતસરિતા 2010_03 ૪૧૨ પત્રાવલિ Page #438 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. સંયમમય રોજિંદુ જીવન, જિનાજ્ઞાનુસાર વર્તન અને શ્રદ્ધાસભર મન એ જ આ અઠ્ઠાઈ તપની ફલશ્રુતિ છે. ચરમ શાસન તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી ‘ઉત્તરાધ્યયન' સૂત્રમાં ફરમાવે છે ધમ્મો મંગલ મુક્કિઠં' અર્થાતુ ધર્મ મુક્તિ અપાવનાર છે. આ સૂત્રનું પરિશીલન કરવાથી બોધ મળે છે કે નિષેધાત્મક ભાવોથી દૂર રહીને વિધાયક ભાવોનું આચરણ કરવાથી ધર્મ ઉત્કૃષ્ટ મંગલ બને છે. એક બાજુ આપણે આ વાતને બોધને માનીએ-સ્વીકારીએ, પરંતુ નિષેધાત્મક ભાવો લાવનાર લૌકિક વીક-એન્ડ પાર્ટીઓ-મિજબાનીઓથી દૂર થઈએ નહીં; આ ઉચિત નથી. સંસારના સંબંધોના અતિ પરિચયનો ક્રમશ: ત્યાગ કરી શ્રદ્ધા સંપન શ્રાવકો અને સંવેગયુક્ત શ્રાવિકાઓનો પરિચય વધારવો આપણા સૌ માટે કલ્યાણકારી છે. જીવન વિકાસ માટે જ્ઞાન આવશ્યક છે. જ્ઞાન માટે સ્વાધ્યાય આવશ્યક છે. સ્વાધ્યાયનું એક સ્વરૂપ છે – મનન, ચિંતન, અનુપ્રેક્ષા. આપણે જેને “સ્વાધ્યાય વર્ગ” કહીએ છીએ તે તો “અધ્યયન વર્ગ જ છે. અધ્યયન વર્ગમાં જે જે સાંભળ્યું, તેનું ઘેર આવી એકાંતમાં બેસી મનન-ચિંતન કરીએ તેને “સ્વાધ્યાય કહેવાય. સ્વાધ્યાય શબ્દમાં “સ્વ” જ છે; પર છે જ નહીં. દા.ત., અધ્યયન વર્ગમાં એક વાકય સાંભળ્યું “ધર્મ પ્રવૃત્તિથી થાય છે, પણ ધર્મનો પ્રવેશ હજી દૈનિક જીવનની વૃત્તિમાં થતો નથી.' આ વાક્યને ઘેર આવી ચિંતનની સપાટી પર લાવી સ્વને લગાડવાનું. અધ્યયનને સ્વ સાથે લગાડતાં સ્વાધ્યાય' બને છે. આવું નહીં કરવાથી આચરણ વિનાનું, આપણી વૃત્તિમાં પ્રવેશ્યા વિનાનું અધ્યયન વર્ગમાં મેળવેલ જ્ઞાન માત્ર સપાટી ઉપર જ રહી જાય છે. શાસ્ત્રોના અધ્યયન કરવા માત્રથી કલ્યાણ થતું નથી; પણ ઊંડાણથી સમજી આચરણમાં મૂકવાથી જ કલ્યાણ થાય છે. આપણા વ્યક્તિત્વને જૈનત્વની દીક્ષા અને શિક્ષા જ્ઞાનના મનન-ચિંતન દ્વારા આચરણથી જ પ્રાપ્ત થાય છે. આપણી વૃત્તિને સ્પર્શેલું જ્ઞાન આચરણ દ્વારા પ્રવૃત્તિમાં અને છેવટે નિવૃત્તિમાં સ્થિર થઈ ઘાતી કર્મોનો કચ્ચરઘાણ અવશ્ય કરે છે, તેમ જ્ઞાની ભગવંતો કહે છે. આચરણની પ્રવૃત્તિ વડે જ પુદ્ગલની પ્યાસ, સંસારસુખની આશ અને વિષયોનો વિકાસ વિરમશે અને મોક્ષનો અભિલાષ પ્રગટશે. આપણા દૈનિક જીવનમાં અને રોજિંદી પ્રવૃત્તિમાં “આચરણ' અવતરિત થવા વડે આત્મભાવના નીચે દર્શાવેલ સાત ભાવો કેળવાશે, પ્રગટાવાશે. (૧) પ્રેમભાવ - જગતના જીવ માત્ર પ્રત્યે પ્રેમભાવ-મૈત્રીભાવ-આ ભાવવાળો જીવ કંદમૂળ ત્યાગ, ઉકાળેલું પાણી આદિ પ્રવૃત્તિવાળો જ હોય છે. (૨) વૈરાગ્ય ભાવ - ઇન્દ્રિયોના વિષયોમાં વિરાગીપણું-વિરક્તપણું. (૩) ઉદાસીનભાવ - અજીવ એટલે કે તમામ પ્રકારના પુગલ પ્રત્યે ઉદાસીનતા. (૪) સમભાવ - આપણે જ બાંધેલા કર્મના ઉદય વેળાએ પમાતી-શાતા-અશાતા કે સુખ-દુઃખમાં સમભાવ. કર્મના ઉદયમાં કર્મન. આપણે અનુસરીએ તે કર્મોદય અને કર્મ આપણને અનુસરે તે કર્મનો ક્ષયોપશમ. પત્રાવલિ ૪૧૩ શ્રુતસરિતા 2010_03 Page #439 -------------------------------------------------------------------------- ________________ (૫) ઉપશમભાવ - કષાયોના ભાવો જે જે પ્રસંગે ઉદ્ભવે તે તે સમયે ઉપશમ દાખવવો. (૬) સાક્ષીભાવ - દ્રષ્ટાભાવ-પ્રેક્ષકભાવ-આગ્રહશૂન્ય તટસ્થ અવલોકન-મન અને બુદ્ધિને અળગા રાખી જે કાંઈ બને તેના સાક્ષી માત્ર બનીને રહેવું. વિકલ્પો અનેક છે, અનિત્ય છે. માટે “જે થાય તે સારા માટેનું સૂત્ર યાદ રાખી આપણા પરિણામ બગાડવા નહીં. (૭) ભક્તિભાવ - અધ્યાત્મ માર્ગે વિહરતા અને વિચરતા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા પ્રત્યે ભક્તિ દાખવવી. સાધકો, ગુણીજનો પ્રત્યે અહોભાવ દાખવવો. આ સાતે ભાવો વડે ભાવિત થતાં થતાં આપણે ગાવાનું છે : ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન; ભાવે જિનવર પૂજીએ, ભાવે કેવળજ્ઞાન.” કલ્પસૂત્ર ટીકામાં સૂત્રકારશ્રી ફરમાવે છે : 'तमः स्तोम मपाकर्तुं, सूर्यो जैव प्रतीक्षते' અર્થ : અંધકાર જેવા નકારાત્મક પરિબળને ખતમ કરી દેવા માટે સૂર્ય જરા પણ વિલંબ નથી કરતો. - “આશ્રવ નામના નકારાત્મક પરિબળને ખતમ કરવા માટે, સંવર ધર્મને વધુ સમૃદ્ધ કરવા માટે, અંતર્યાત્રાની સાચી દિશા પકડવા માટે અને આત્મધર્મના આરાધક બનવા માટે દુષ્કતની ગહ, સુકૃતની અનુમોદના અને ચતુઃ શરણગમનના તારક ત્રિવેણી સંગમમાં આત્મસ્નેહને આત્મસાત કરી સ્વસ્વરૂપનો આવિર્ભાવ આપણે કરી શકીએ તેવી શુભ ભાવના સાથે. લિ. આપનો સાધર્મિક, રજની શાહ * * * * * પત્રાવલિ-૭૯ લૌકિક અને લોકોત્તર ગુણ ગુરુવાર, તા. ૧૧મી એપ્રિલ, ૨૦૦૨ વીર સંવત ૨પ૨૮ ને ફાગણ વદ ૧૪ પરમ સૌભાગ્યવાન સ્વજન શ્રી, પ્રણામ-જય જિનેન્દ્ર-આપ પરિવાર શાતામાં રહો તેવી શુભ ભાવના. “સ્વ” માં સ્થિરતા, સ્વસ્થતા અને સમતાની આવશ્યકતા દરેક જીવને હોય છે. લૌકિક ગુણો વડે સ્થિરતા આવે છે, જ્યારે લોકોત્તર ગુણો વડે (સ્વમાં અવસ્થારૂપી) સ્વસ્થતા અને સમતા આવે છે. ધર્મારાધનાની ધરી ઉપર સામાન્યતઃ લૌકિક ગુણો જ તરી આવતા દેખાય છે. આ બંને ગુણોનાં નામ જોઈએ : લૌકિક ગુણો : નીતિ, સદાચાર, સંતોષ, દયા, દાન, ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા, લજ્જા શ્રુતસરિતા પત્રાવલિ ૪૧ ૪ 2010_03 Page #440 -------------------------------------------------------------------------- ________________ દાક્ષિણ્યતા, કુલીનતા આદિ. લોકોત્તર ગુણો : વિનય, વિવેક, કષાયમંદતા, સમતા, સ્વમતત્યાગ, વૈરાગ્ય, અલ્પ પરિગ્રહીપણું, ભવભીરુપણું, દાન, પાપભીરુપણું, વૈયાવચ્ચ, અનાસક્તિપણું, ઉદાસીનપણું, વિરક્તપણું, સાક્ષીભાવ આદિ. લૌકિક ગુણોનું જીવનમાં નિશ્ચિત સ્થાન છે, પરંતુ એ ખાસ સમજવા જેવું છે કે લૌકિક ગુણોની સુવાસ મૂકીને (અહીં મૂકીને) આપણે પરભવમાં જવાનું થાય છે. માટે, આપણી કાયમી વિદાય પછી આપણા સ્વજનો ‘સારી સુવાસ મૂકીને ગયા તેવાં વિધાનો કરતા જોવા મળે છે. ટૂંકમાં, આ ગુણોનું સમષ્ટિગત મહત્ત્વ હોવા છતાં તેની પરભવમાં સાથે લઈ જવાની મર્યાદા છે. આથી, પરભવલક્ષી જીવ લોકોત્તર ગુણો કે જે સાથે આવનાર છે, તેની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે. લોકોત્તર ગુણોની પ્રાપ્તિના પુરુષાર્થ પહેલાં જે તે જીવ લૌકિક ગુણો તો સાધી જ લે છે, કારણ કે જેમ લોકોત્તર ગુણો વિના પરભવ સુધારી શકાતો નથી, તેમ લૌકિક ગુણો વિના આ ભવ સુધારી શકાતો નથી. માટે, એક વાત મનમાં નક્કી ધારી રાખવી કે આ ભવને બગાડીને કદાપિ પરભવ સુધારી શકાતો નથી. ગુણોના બે પ્રકાર છે (૧) સામાજિક સગુણો અને (૨) ધાર્મિક સદ્ગુણો - લૌકિક ગુણો પ્રથમ પ્રકારમાં આવે છે, જ્યારે લોકોત્તર ગુણો બીજા પ્રકારમાં ગણાય છે. લોકોત્તર ગુણોમાં બે ગુણો પ્રત્યે ખાસ ધ્યાન દોરવા જેવું છે : (૧) વૈયાવચ્ચ : આ ગુણ નિયમો અપ્રતિપાતિ છે. એક વાર ગમે તે ભવમાં આત્મામાં આ ગુણ આવે, એટલે આત્મા જ્યાં સુધી મોક્ષપદને ના પામે ત્યાં સુધી ધારણ કરવા પડતા બધા ભવોમાં આ ગુણ સાથે ને સાથે હોય જ. (૨) દાન ગુણ : આ ગુણ લૌકિક અને લોકોત્તર બનેમાં ગણાય છે. દાનના પાંચ પ્રકાર (૧) અભય દાન (૨) સુપાત્ર દાન (૩) ઉચિત દાન (૪) અનુકંપાદાન (૫) કીર્તિદાન. આ પાંચ પ્રકાર પૈકી પ્રથમના બે (અભયદાન અને સુપાત્રદાન) લોકોત્તરમાં અને બાકીના ત્રણ (ઉચિત-અનુકંપા અને કીર્તિદાન) લૌકિકમાં ગણાય છે. દાનમાં શ્રેષ્ઠ દાન ‘અભય દાન' છે. દરેક જીવને મોટામાં મોટો ભય “મૃત્યુનો હોય છે; પ્રાણાતિપાતનો હોય છે. દા.ત., ઉકાળેલું પાણી વાપરવું એ અપકાયના કાચા પાણીના જીવોને આપેલ અભયદાન ગણાય. સુપાત્ર દાન એટલે સાત ક્ષેત્રોમાં વાવેતર રૂપી દાન (જિનાલય, જિનપ્રતિમા, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા). ઉચિત દાન એટલે અર્જનના સાત ક્ષેત્રોમાં દાન; અનુકંપાદાન એટલે વસ્ત્ર, ભોજન, મેડીકલ, આર્થિક સહાય આદિ અને કીર્તિદાન એટલે દાનપ્રવૃત્તિનું પ્રેરક બળ સ્વકીર્તિની વૃદ્ધિ અથવા તો પરભવમાં વધુ ભોગ મેળવવાની અભિલાષા. ચિરકાળ સુધી ધાર્મિક એટલે કે લોકોત્તર ગુણોના સેવન વડે આધ્યાત્મિક ગુણો પ્રગટે જેવા કે મનના ચિંતન, અંતર્યાત્રા, ધ્યાન, સાક્ષીભાવ આદિ, કે જેના વડે જીવ ગુણશ્રેણિનું આરોહણ કરવા સમર્થ બને છે. પત્રાવલિ શ્રુતસરિતા ૪૧૫ 2010_03 Page #441 -------------------------------------------------------------------------- ________________ અનાદિ કાળથી આપણે કર્મના સંયોગે માંડેલી, પાંગરેલી, ખીલવેલી, વિકસાવેલી વેલડીરૂપ આ સંસાર-યાત્રામાં ૮૪ લાખ જીવાયોનિના અતિથિ બનીબનીને અથડાતા-કૂટાતા આ ભવમાં આપણા માતાપિતાને ત્યાં જન્મ ધારણ કર્યો છે. માતાપિતાએ હોંશે હોંશે લોકોત્તર ગુણોનું સિંચન કરવાનો પુરુષાર્થ આપણા બાળપણ અને યુવાનીના પ્રારંભ-કાળમાં કર્યો હતો, પરંતુ આપણું લક્ષ્ય લૌકિક ગુણો એટલે કે સામાજિક સગુણો પરત્વે હોવાથી આ ભેદ તે વખતની આપણી ઉંમરના લીધે સમજી શક્યા ન હોતા. ધર્મપુરુષાર્થ સાધન છે, તો લૌકિક ગુણો સાધ્ય છે; અને જ્યારે લોકોત્તર ગુણો સાધ્ય બને છે ત્યારે સાધન તરીકે તો લૌકિક ગુણો જ કામ આવે છે. લોકોત્તર ગુણો જીવને દરેક ભવમાં આગેકૂચ કરાવે છે. નિગોદમાં અવ્યવહાર રાશિમાંથી નીકળી ક્રમાનુસારે વ્યવહાર રાશિ, કૃષ્ણપાક્ષિક, ચરમાવર્ત પ્રવેશ, અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગાનુસારી, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ, ગુણશ્રેણિ (ઉપશમશ્રેણિ-ક્ષપક શ્રેણી) માંડીને છેક સિદ્ધશિલા સુધીના વિકાસયાત્રામાં લોકોત્તર ગુણો જ કામ લાગે છે. માટે જ, લોકોત્તર ગુણોને ઉપમા આપી છે : (૧) ચિદાદિત્ય (ચિ+આદિત્ય) (સૂર્ય); (૨) ચિદાકાશ (ચિરૂઆકાશ) (સર્વવ્યાપી); (૩) ચિદાદર્શ ( ચિઆદર્શ) (દર્પણ); (૪) ચિદાનંદ ( ચિઆનંદ) (અવિનાશી). જાજવલ્યમાન જિનશાસન વડે લોકોત્તર ગુણોની પ્રાપ્તિ વડે આપણા જીવનપથ અને જીવનરથને શણગારવાનું લક્ષ્ય બાંધવા જેવું છે. આપણા આત્મનિકેતનમાં લોકોત્તર ગુણોના ગુણાનુવાદનું એક સ્થિર અને સ્થાયી સ્મારક બનાવવાનું નક્કી કરવા જેવું છે. જૈનદર્શનમાં આત્મિક વિશુદ્ધિ અને આત્મિક વિકાસ જ કેન્દ્રસ્થાને છે કે જેની ફલશ્રુતિ રૂપે જીવ મૃત્યુલોકમાંથી મુક્તિલોક તરફ પ્રયાણ કરે છે. તે માટે આપણે જીવન, મરણ અને પરભવને સફળ બનાવવો પડે. જીવન સુધી કામ આવે તે ધન, મરણ સુધી કામ આવે તે પુણ્ય અને પરભવ સુધી કામ આવે તે ધર્મ. આમ, અપેક્ષાએ ધન, પુણ્ય, કર્મ અને ધર્મને સમજવા જોઈએ. પરભવ સુધી કામ આવે તે ધર્મ એટલે ધર્મ'નો અર્થ “લોકોત્તર ગુણો' જ લેવા. સુખ-દુઃખના સંયોગ અને વિયોગ (કભી ખુશી કભી ગમ) સાથે જોડાયેલું આપણા સૌનું જીવન માત્ર શ્વાસોશ્વાસનું માળખું નથી; પરંતુ અનેક અપ્રગટ સત્યોના ઉઘાડની સંભાવનાવાળું આ જીવન છે. અનેકવિધ સગુણોના સ્વામી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરાવે તેવો પુણ્યવંતો આ ભવ છે. નીચે દર્શાવેલ જિનવચનો પર દરરોજ ચિંતન કરવા જેવું છે. (૧) ગાયુર્યાત ક્ષણે ક્ષણે ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે. (૨) ૩પ્પાઇપમેવ સુન્નાદ, વિતે સુખ વસ્ફાયો ? આત્મા સાથે જ યુદ્ધ કર; બાહ્ય યુદ્ધની તારે શું જરૂર છે. પપ્પા દત્તા વિદત્તા , સુદાન સુદા| વ | આપણો આત્મા જ આપણા સુખ-દુઃખનો કર્તા (૪) EVI 1 = માઁ 0િ | બાંધેલા નિકાચિત કર્મો ભોગવ્યા વિના મુક્તિ થતી નથી. શ્રુતસરિતા ૪૧૬ ૫ત્રાવલિ 2010_03 Page #442 -------------------------------------------------------------------------- ________________ (૫) રુચ્છા ટુ ગામમાં ૩viતિયા | ઇચ્છા એ તો આકાશની જેમ અનંત છે. (૬) મધ્યે દામા સુરાવદા તમામ કામનાઓ-ઇચ્છાઓ દુઃખની જન્મદાત્રી છે. ધર્મભાવનો ટેકો લઈને નરક-તિર્યંચ ગતિ ટાળવા અને મોક્ષભાવનો ટેકો લઈને દેવ-મનુષ્ય ગતિ ટાળવા આપણે સૌ સમર્થ બનીએ તેવી શુભ ભાવના - અર્જુથના. આપનો ભાઈ, રજની શાહ * * * * * પત્રાવલિ-૮) જીવો અને જીવવા દો ગુરૂવાર, તા. ૧૫મી ઑગસ્ટ, ૨૦૦૨ વીર સંવત ૨૫૨૮ ને શ્રાવણ સુદ ૮ પરમ પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાન નિર્વાણ કલ્યાણક શુભ દિન. સ્વાધ્યાયી પરમ સુશ્રાવિકાએ પત્ર દ્વારા પૂછેલા પ્રશ્નો ઉત્તર : પ્રશ્ન : ૧ હિંસાના પ્રકાર કેટલા છે ? વિગતવાર સમજાવશો. ઉત્તર : ૧ પ્રમાદ-માનસિક દોષ જ મુખ્યત્વે હિંસા છે, અને એ દોષમાંથી જન્મેલ જ પ્રાણનાશ હિંસા છે. આ સ્વરૂપે હિંસાના બે પ્રકાર છે : (૧) દ્રવ્ય હિંસા - પાંચ ઇન્દ્રિય+મને+વચન+કયા+શ્વાસોશ્વાસ+આયુષ્ય મળી કુલ દસ પ્રાણોનો નાશ તે. (૨) ભાવ હિંસા - સ્વ-સ્વરૂપમાંથી બહાર નીકળી આત્માને રાગાદિ ભાવોથી ખરડવો તે. હિંસાનાં બે રૂ૫ : (અન્ય અપેક્ષાએ) (૧) નિષેધાત્મક (નકાર) : (૧) કોઈને ઈજા કરવી. (૨) પોતાના દુઃખમાં કોઈને અનિચ્છાએ ભાગીદાર કરવો. (૨) વિધેયાત્મક (હકાર) : (૧) બીજાના દુઃખમાં ભાગીદાર ના થવું. (૨) પોતાની સુખસગવડનો લાભ અન્યને ના આપવો. આ બંને પ્રકારની હિંસાની વિરુદ્ધ વર્તન કરવાથી નિષેધાત્મક અહિંસા અને વિધેયાત્મક અહિંસાને પામી શકાય છે. નિષેધાત્મક અહિંસા જ અહિંસા તરીકે જણાય છે, જ્યારે વિધેયાત્મક અહિંસા દયા અગર તો સેવા તરીકે જાણીતી છે, લોકગમ્ય છે, લોકોને વધુ પ્રીતિકર છે, સુગમ છે, સુકર છે. વિધેયાત્મક અહિંસા સૌની નજરે દેખાતી હોઈ માનાદિ પ્રાપ્તિના આશયવાળા જીવોને વધુ રુચિકર હોય છે, જ્યારે નિષેધાત્મક અહિંસા અંતરના-અત્યંતર પરિણામવાળી હોય છે. તાત્ત્વિક સ્વરૂપે હિંસાના ત્રણ પ્રકાર : પત્રાવલિ શ્રુતસરિતા ૪૧૭ 2010_03 Page #443 -------------------------------------------------------------------------- ________________ (૧) હેતુ હિંસા - જીવો બચાવવાની કાળજીનો અભાવ. (૨) સ્વરૂપ હિંસા - જીવોનો ઘાત કરવો તે પ્રાયે પ્રાણોને હણવાનો હેતુ નથી. (૩) અનુબંધ હિંસા - જે હિંસામાં પરિણમે છે. આ ત્રણ પ્રકારના વિશ્લેષણમાંથી સ્પષ્ટ ફલિત થાય છે કે જો અપ્રમત્તભાવે કોઈ જીવની વિરાધના-હિંસા થઈ જાય અગર તો કરવી પડે તો એ કેવળ અહિંસા કોટીની છે, અને તેથી આવી હિંસા જો જીવોને મારવાનો હેતુ ન હોય તો પ્રાય નિર્દોષ તેમ જ નિર્જરાવર્ધક બને છે. દ્રવ્ય હિંસાના ચાર ભેદો : (૧) સંકલ્પી - જાણી, બૂઝી, સંકલ્પપૂર્વક, મન, વચન, કાયા વડે કરવા, કરાવવા, અનુમોદવા વડે. (૨) વિરોધી - સમજ સાથે પરિવાર, ધર્મ, દેશ, ધનરક્ષા આદિમાં પ્રવૃત્તિ. (૩) આરંભી - ઘર, કપડાં, સ્નાન, અનાજ આદિ. (૪) ઉદ્યોગી - ભરણપોષણ માટે વ્યવસાય-ધંધો, પંદર (૧૫) કર્માદાન. હિંસાનાં સાધનો તરીકે અપેક્ષાએ અઢાર પાપસ્થાનકોને પણ ગણાય છે, અઢાર પાપ સ્થાનકમાં (૧) મનથી થતાં પાપ - ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, રતિ-અરતિ (૨) વચનથી થતાં પાપ - મૃષાવાદ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરંપરિવાદ, કલહ, માયામૃષાવાદ ૬ (૩) કાયાથી થતાં પાપ - પ્રાણાતિપાત, અદત્ત (અચૌર્ય), મૈથુન, મિથ્યાત્વ, પરિગ્રહ ૫ ૧૮ મન-વચન-કાયાની કોઈ એક એક પાપમાં પ્રધાનતા હોય છે, બાકી તો બધાં ય પાપોમાં ગૌણતાએ ત્રણે ય યોગોનો વ્યાપાર તો હોય છે, તેમ સમજવું. હિંસાની કેવી હોનારત છે : “હિંસા દુઃખની વેલડી, હિંસા દુઃખની આણ; અનંત જીવ નરકે ગયા, હિંસા તણા ફળ જાણ.” અહિંસા કેવી અદ્ભુત છે : અહિંસા સુખની શેલડી, અહિંસા સુખની ખાણ; અનંત જીવ મોક્ષે ગયા, અહિંસા તણા ફળ જાણ. પ્રશ્ન : ૨ સમ્યગ્દર્શન, સમ્યકત્વ અને સમકિત, – આ ત્રણ શબ્દમાં શું ફર્ક છે? આ વિષય ઉપર થોડુંક સમજાવો. ઉત્તર : ૨ આ ત્રણે શબ્દો એકાર્થી છે, પર્યાયવાચી છે. જિનેશ્વર ભગવાનના કહેલા તત્ત્વોમાં રુચિ થવી એ સમ્યગ્દર્શન, સમ્યત્વ અથવા સમકિત છે. સમ્યગ્દર્શન એ દર્શન મોહનીય કર્મના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયથી ઉત્પન્ન થતું હોવાથી (૧) ઔપશમિક (૨) ક્ષાયોપથમિક અને (૩) ક્ષાયિક એમ ત્રણ પ્રકારે છે. વ્યવહારિક ધોરણે, સમ્યગ્દર્શન (સખ્યત્વ)ના કેટલાક પ્રકારો નીચે મુજબ છે. શ્રુતસરિતા ૪૧૮ પત્રાવલિ 2010_03 Page #444 -------------------------------------------------------------------------- ________________ (૧) સાસ્વાદન - બીજા ગુણસ્થાનકે-વમનના સ્વાદવાળું. (૨) વેદક - મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય કર્મનો ક્ષય કર્યા પછી સમ્યકત્વ મોહનીયના પુંજનો ક્ષય કરે તેના અંતિમ સમયે શુદ્ધ પરમાણુનું વેદન કરે છે. આ વેદનની સ્થિતિ માત્ર એક જ સમયની હોય છે. (૩) કારક - સુત્રાનુસારિણી શુદ્ધ ક્રિયામાં પ્રવર્તાવે છે. વિશુદ્ધ ચારિત્રીને જ હોય. (૪) રોચક - સમ્યક્રક્રિયામાં રુચિ કરાવે પણ પ્રવૃત્તિ ના કરાવે છે. દા.ત. શ્રી શ્રેણિક મહારાજા. (૫) દીપક - સ્વયં મિથ્યાત્વી અગર અભવ્ય હોય પણ ઉપદેશ લબ્ધિ દ્વારા અન્ય જીવોને બોધ પમાડે. “દીવા નીચે અંધારું' આ ઉક્તિને ચરિતાર્થ કરે દા.ત. આચાર્યશ્રી અંગાર મર્દક. (૬) નિશ્ચય - આધ્યાત્મિક વિકાસ ગ્રંથિભેદ વડે ઉત્પન્ન થયેલ આત્માનો એક પ્રકારનો શ્રદ્ધા પરિણામ. (૭) વ્યવહાર - રુચિના બળથી ઉત્પન્ન થતી ધર્મતત્ત્વ નિષ્ઠા. | સર્વ ગુણોનો રાજા-મહારાજા સમ્યગ્દર્શન છે. માટે, મુહપત્તિ પડિલેહણના બોલમાં પ્રથમ બોલ છે “સૂત્ર-તત્ત્વ અર્થ કરી સદહુ'. સમર્પણની શરૂઆત (અરિહંતે શરણે પવનજામિ) જો અરિહંત પરમાત્માથી જ હોય, તો સાધનાની શરૂઆત સમ્યગ્દર્શનથી છે. નવપદમાં સમર્પણના પ્રથમ પાંચ પદમાં પરમોચ્ચ સ્થાને શ્રી અરિહંત પરમાત્મા છે, તે જ રીતે બાકીના ચાર સાધના પદમાં પરમોચ્ચ સ્થાને “સમ્યગ્દર્શન' પદ છે. ધર્મક્રિયામાં સમ્યગ્દર્શન “સબરસ' સમાન છે. શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષાપૂર્વક તે સત્ય છે તેવા શ્રદ્ધાના પરિણામ જેથી પમાય છે તે સમ્યગ્દર્શન છે; અને કે જે જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે. નિશ્ચયથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો અનુભવ કેવલીગમ્ય છે, પણ વ્યવહારથી ૬૭ બોલ વડે અથવા પાંચ લક્ષણો વડે (શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્યતા) છે. વર્તન અને ક્રિયા એ ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ છે અને શ્રદ્ધા-માન્યતા એ દર્શન મોહનીયનો ક્ષયોપશમ છે. नादंसणिस्स नाणं, नाणेण विना न होन्ति चरणगुणाः । अगुणिस्स नत्थि मुक्खं, नत्थि अमुक्खस्स निव्वाणं ।। અર્થ : સમ્યગ્દર્શન વિના જ્ઞાન ના હોઈ શકે, જ્ઞાન વિના ચારિત્ર ગુણ ના હોઈ શકે અને ચારિત્ર ગુણ વિના મોક્ષ ના પામી શકાય, અને જેનો મોક્ષ નથી, તેને નિર્વાણ કે પરમપદ નથી. न सम्यकत्वं समं श्रेयः, त्रैकालये त्रिजगत्यपि । અર્થ : ત્રણે કાળમાં અને ત્રણે જગતમાં સ ત્વ સમાન શ્રેય (કલ્યાણ) એક પણ નથી. જીવના ભવોની ગણતરી પણ સમ્યગ્દર્શન પામ્યા પછી જ થાય છે. અર્થાત્ સમ્યગ્દર્શન જે ભવમાં જીવ પામે એ જ એનો પહેલો ભવ. એની પહેલાનાં ભવો ભલે અનંતાનંત પસાર કર્યા હોય આ જીવે, પણ એની કોઈ ગણતરી નહીં. પત્રાવલિ ૪૧૯ શ્રુતસરિતા 2010_03 Page #445 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : ૩ ધર્મ ક્રિયામાં સેવાતા ચાર દોષો કયા છે ? સવિસ્તર સમજાવો. ઉત્તર : ૩ પંડિત શ્રી વીર વિજયજી મહારાજાએ નવાણું પ્રકારની પૂજામાં (દસમી પૂજામાં આઠમી ઢાળમાં) રચના કરી છે : “ચાર દોષ કિરિયા ઇંડાણી, યોગાવંચક પ્રાણી રે’’ અર્થ : જે ભવ્યાત્મા ચાર દોષોને છોડીને ક્રિયા કરે છે, તે જીવ અવંચક એટલે નહીં છેતરનાર એવા સફળ યોગને પામનારો બને છે. આ ચાર દોષો નીચે મુજબ છે : (૧) દગ્ધ (૨) શૂન્ય (૩) અવિધિ બાળી નાખનાર-દા.ત., આપણે પ્રશસ્ત ધર્મક્રિયામાં પ્રવૃત્ત થયા હોઈએ, પરંતુ ક્રિયા દરમિયાન મન કોઈ નિમિત્ત વડે કે નિમિત્ત વિના પરભાવ, પચિંતન કે પાપ સ્થાનકની સેવનામાં (મન) જોડાઈ જાય તો જે તે શુભ ધર્મક્રિયાનું પરિણામ બળી જાય છે. દેરાસરમાં નિસિહીનો સાવધાનપૂર્વક ઉપયોગ, સામાયિકમાં સાવધ વ્યાપારનો ત્યાગ આદિ કાળજી રાખવી. મનને એકાગ્રતાપૂર્વક સંયમમાં રાખવું જોઈએ. ભાવશૂન્યપણું. ક્રિયાને અનુરૂપ અનુસરતો ભાવના અભાવમાં ક્રિયા નિષ્ફળ બને છે. માટે, આપણે જે જે ક્રિયાઓમાં જોડાઈએ તેને અનુરૂપ ભાવો મનમાં લાવવા જોઈએ. દા.ત., પૂજામાં અભિષેક વેળાએ મેરુ પર્વતના અભિષેકનું ચિંતનમનના શૂન્યભાવ વડે કેટલીક વાર આખી નવકારવાળી પૂરી થાય. પરંતુ આ ક્રિયા ફળની અપેક્ષાએ શૂન્ય છે. ઉપયોગ શૂન્યપણે સમ્પૂર્ણિમની જેમ ક્રિયા ના કરવી. -વિધિનું જાણકારીપૂર્વક અને જાગૃતિપૂર્વક પાલનનો અભાવ, તે અવિધિ. દરેક ક્રિયામાં શાસ્ત્રાનુસારે વિધિવિધાન જાણવા અને પાળવા જોઈએ. દા.ત., જિનાલયમાં દસત્રિક, ત્રણ નિસિહી આદિ. (૪) અતિપ્રવૃત્તિ - આપણે સંસારના સર્વથા ત્યાગી નથી; માટે ધર્માચરણ કે ધર્મક્રિયાના અભિગમમાં ‘અતિ’ ના થઈ જાય તેની પૂરી કાળજી રાખવી. હૃદયમાં નિશ્ચય દૃષ્ટિ નિરંતર રાખીને સંસારની બધી જ પારિવારિક ફરજો વ્યવહારપૂર્ણ બજાવવી. લંચ કે ડીનરના સમયે સામાયિકાદિ ક્રિયાઓમાં જોડાવું તે અનુચિત છે. પ્રભુનું નામ મનમાં જેટલી વાર લેવું તેટલી વાર લઈ શકાય છે; પરંતુ કાર ચલાવતાં રસ્તાના ટ્રાફિક પરત્વે કે રસોઈ કરતાં ગૅસ, આદિ સાધનો પ્રત્યે જ પૂર્ણ ધ્યાન આપવું જોઈએ. તે વેળાએ મનમાં લોગસ્સ કે સમોવસરણનું ચિંતન ‘અતિ’ બની જાય. સંસારીની ફ૨જો પ્રત્યે દુર્લક્ષ સેવાવાના લીધે ધર્મ અને ધર્મી બંને વગોવાય અને આપણી ‘અતિ પ્રવૃત્તિ’ પરિવારના અન્ય સભ્યોને આપણા પ્રત્યે અને ધર્મ પ્રત્યે શ્રુતસરિતા 2010_03 ૪૨૦ પત્રાવલિ Page #446 -------------------------------------------------------------------------- ________________ અભાવનું નિમિત્ત કે કારણ ના બની જાય, તેની કાળજી રાખવી જોઈએ. ઉત્સર્ગ રુચિનો અભાવ દાખવી અપવાદનું આલંબન લેવું નહિ. આ ચારે પ્રકારના દોષો પ્રત્યે લક્ષ્ય આપી તેનાથી દૂર રહેવા પ્રયત્ન કરવો. ભવ્યત્વ, ભવિતવ્યતા અને તથાભવ્યત્વમાં શું ફરક છે ? સમજાવો. પ્રશ્ન : ૪ ઉત્તર : ૪ (૧) ભવ્યત્વ : આત્માના પાંચ ભાવો છે-ઔયિક, ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપમિક, પારિણામિક, પારિણામિક ભાવોમાં જીવત્વ, ભવ્યત્વ (મુક્તિની યોગ્યતા) અભવ્યત્વ (મુક્તિની અયોગ્યતા) અસ્તિત્વ, અન્યત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, ગુણવત્ત્વ આદિ છે. દરેક જીવ ચૈતન્ય ગુણવાળો જ હોય છે અને ભવ્યત્વ કે અભવ્યત્વ પરિણામથી હોય છે. વ્યાખ્યા : જે શક્તિના નિમિત્તથી આત્મામાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર પ્રગટ થવાની યોગ્યતા હોય તેને ભવ્યત્વ ગુણ કહે છે. ભવ્ય જીવોમાં મુક્તિપદને પામવાની યોગ્યતા હોય; પરંતુ બધા જ ભવ્ય જીવો મુક્તિપદને પામે જ તેવો નિયમ નથી. માટે સત્ય ક્થન આ રીતે બોલી શકાય કે મુક્તિપદને પામનારા બધા જ જીવો ભવ્ય હોય છે. મુક્તિપદને પામ્યા પછી પારિણામિક ભાવોમાંથી ફક્ત ભવ્યત્વનો જ નાશ થાય છે, બીજા ભાવોનો નહીં. (૨) ભવિતવ્યતા : કાર્યના કરનારા પાંચ કારણો (કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, પૂર્વકૃત કર્મ અને પુરૂષાર્થ) પૈકીનું આ એક કારણ છે. જેમ પૂર્વકૃત કર્મનો પર્યાયવાચી શબ્દ ‘પ્રારબ્ધ-ભાગ્ય-નસીબ' છે, તેમ ભવિતવ્યતાનો પર્યાયવાચી શબ્દ છે - નિયતિ (Destiny) આનો અર્થ એ છે કે જે થવાનું હોય તે બધું નિયત જ હોય છે, નક્કી જ હોય છે અને તે તેમ જ થાય છે. ક્રમસર થવાવાળા પર્યાયો બદ્ધ રીતે ગોઠવાયેલા જ છે, તેને ક્રમબદ્ધ પર્યાય કહે છે. દા.ત., શ્રી રામચંદ્રજીને રાજગાદીના બદલે તે જ સમયે પ્રાપ્ત થયેલ વનવાસ. બધું જ જો નક્કી છે, તો પુરુષાર્થ શા માટે કરવો ? તેનો ઉત્તર એ છે કે નિયતિ કે ભવિતવ્યતા જે તે કાર્યમાં પુરુષાર્થ વડે જ નિયત થયેલી હોય છે. દા.ત., દર અઠવાડિયે પગાર મળવાની નિયતિ પણ તે વીકના ૪૦ કલાક કામ કરવા વડે નિયત થયેલી હોય. કાર્યસિદ્ધિમાં કોઈ એકાદ કારણ પ્રમુખ હોઈ શકે; પરંતુ અન્ય ચાર કારણો ગૌણપણે પણ હતા જ, તેમ માનવું જોઈએ. (૩) તથાભવ્યત્વ : જીવની તે તે રીતે (ભવિતવ્યતાની રીતે) થવાની યોગ્યતા. જેમ જેમ જીવ મુક્તિપદની નજીક આવતો જાય (ભવની અપેક્ષાએ) તેમ તેમ તે જીવની પત્રાવલિ . 2010_03 ૪૨૧ શ્રુતસરિતા Page #447 -------------------------------------------------------------------------- ________________ તથાભવ્યતા પાકી તેમ કહેવાય છે. નિગોદમાંથી નીકળી તથા ભવ્યતા પાકે તે પહેલાં અનંતાનંત ભવો જીવ કરે છે. કોઈ જીવ અપવાદ માર્ગે બે-ચાર ભવમાં જ (નિગોદમાંથી નીકળ્યા પછી) મોક્ષ પામે છે દા.ત., શ્રી મરુદેવા માતાજી. ધ્યાનમાર્ગમાં પ્રવેશ અને સ્થિરતા વિષે જણાવો. પ્રશ્ન : ૫ ઉત્તર : ૫ વ્યુત્પત્તિ : ‘ધ્યા’ ધાતુ છે ધ્યાન શબ્દમાં, તેના થોડાક અર્થો છે : (૧) ધ્યેય (૨) વિચારવું (૩) સ્થિરતા (૪) અવિનાશીતા (૫) ચિંતન (૬) કાયનિરોધ (૬) યોગસ્થર્ય. વ્યાખ્યાઓ : (૧) સ્વનું વેદન એટલે ધ્યાન, સ્વ-સાધન વડે સાધી શકાય તે ધ્યાન. (૨) ચિત્તના વિક્ષેપોનો ત્યાગ કરવો તે ધ્યાન. મન, વચન, કાયાના યોગોની સ્થિરતા તે ધ્યાન. (૩) (૪) શ્રમિત થયેલા મન, વચન, કાયાના યોગની જ્ઞાનપૂર્વકની વિશ્રાંતિ એ જ ધ્યાન. (૫) ઉત્તમ સંઘયણબળ વાળાનું એક વિષયમાં અંતઃકરણની વૃત્તિની સ્થાપના. (૬) જ્ઞાનધારાને અનેક વિષયગામિની બનતી અટકાવી એક વિષયગામિની બનાવવી. (૭) સ્વરૂપમાં અભિમુખતા એ ધારણા, પણ સ્વરૂપમાં એકાગ્રતા તે ધ્યાન. (૮) ધ્યાતા વડે ધ્યેય-પ્રાપ્તિ અર્થે કરાતી ક્રિયા તે ધ્યાન. (૯) જે સ્વરૂપ નથી, સાધ્ય નથી, માત્ર સાધન છે તે ધ્યાન. (૧૦) સ્થિર અધ્યવસાય વડે મતિજ્ઞાનને કેવળજ્ઞાન સાથે જોડી આપે તે. (૧૧) અધ્યવસાય-સ્થાનકની પ્રાપ્તિ અર્થે ધ્યેય રૂપ પદાર્થને બહુ ઘૂંટવાની પ્રક્રિયા. (૧૨) મોહનીય કર્મના સઘળા ભાવોને મતિજ્ઞાનના વિકલ્પોમાંથી કાઢવાની રીત. (૧૩) ન જાણવું, ન ઇચ્છવું, ન વિચારવું, ન સ્મરણ કરવું એ જ નિર્વિકલ્પ ધ્યાન. (૧૪) ધ્યાતા, ધ્યેય અને ધ્યાન - ત્રણેનો જેમાં બોધ હોય તે ધ્યાન; અને આ ત્રણેનો જેમાં અભેદ હોય - અભાવ હોય તે સમાધિ. (૧૫) મન એ ઘટના છે, ધ્યાન એ સ્વભાવ છે. (૧૬) સાક્ષીભાવનો સરળ અર્થ છે - આગ્રહશૂન્ય તટસ્થ અવલોકન. આજ ધ્યાનનું રહસ્ય છે. (૧૭) બહિર્યાત્રામાંથી અંતર્યાત્રા તરફનો વળાંક એ જ ધ્યાન. (૧૮) કાયાની સ્થિરતા એ કાયયોગનું ધ્યાન છે. વચનથી મૌન પાળવું એ વાચિકયોગનું ધ્યાન છે. મનથી નિર્વિચાર બનવું એ મનોયોગનું ધ્યાન છે. આ ત્રણે જેમાં અંતગતિપણે સમાવિષ્ટ હોય તે કાઉસગ્ગ (પાંચમું આવશ્યક કર્મ અને બારમું સર્વોચ્ચ તપ). જિનશાસનમાં આરાધના પારમાર્થિક યોગનું વિધાન માટે અસંખ્ય યોગો છે. સંક્ષેપમાં જો વિશ્લેષણ કરીએ તો ભક્તિયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, સામ્યયોગ અને ધ્યાનયોગ બતાવ્યા છે. જીવનમાં પ્રથમ ભક્તિયોગ લાવી અનુક્રમે આગળ વધતાં વધતાં ધ્યાનયોગને પામવાનું છે. આ બધા શ્રુતસરિતા 2010_03 ૪૨૨ પત્રાવલિ Page #448 -------------------------------------------------------------------------- ________________ યોગમાં ઉચ્ચ કક્ષાએ ધ્યાનયોગ છે. અનંત કાળના જામેલા મોહનો ઉચ્છેદ કરી છેલ્લે કરી છેલ્લે અમનસ્ક દશાને પમાડી શકવાની તાકાત ધ્યાનયોગમાં છે. ધ્યાન વિવિધ સ્થાનકો છે : (૧) યોગાંગ : યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ (-સાતમું અંગ.) (૨) તપ-બાર : અણસણ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાઉસગ્ગ (-અગિયારમું તપ.) (૩) આવશ્યક છ : સામાયિક, ચકવીસત્યો, વાંદણાં, પડિક્કમણું, કાઉસગ્ગ, પચ્ચકખાણ (-પાંચમું આવશ્યક.) ઉપર દર્શાવ્યા અનુસાર, બધાં પગથિયાં અનુક્રમે પસાર કરતાં કરતાં આપણે ધ્યાન ઉપર પહોંચવું જોઈએ; નહિતર ધ્યાનમાં વ્યતીત કરેલ સમય નિર્મળ ધ્યાનયોગની અપેક્ષાએ ફળરહિત પુરવાર થાય છે. ધ્યાનનું ફળ છે-આશ્રવનિરોધ અને નિર્જરા. ભૂમિકા શુદ્ધિની અપેક્ષાએ ધ્યાનના ચાર આલંબનો/સાધનો દર્શાવ્યા છે : (૧) શુભ ચિંતન : એક વિષય લઈને તેમાં ઊંડા ઊતરતા જાઓ, ચિંતન કરો, ઉહાપોહ કરો, નવો બોધ થયા કરશે. ધારાબદ્ધ વિચારણાને ચિંતન કહે છે. દા.ત., પરમાત્મતત્ત્વ લઈએ. પરમાત્મા કેવા છે? તેઓના ગુણો કયા છે? સ્વરૂપ શું છે? અદ્વિતીય કેમ છે? આપણા ગુણો સાથે સરખામણી? જીવનચરિત્રનું ચિંતન, આદિ. આ અંગેના વિષયનું જ્ઞાન તો પહેલેથી મેળવવું જ જોઈએ. બીજો દાખલો : કર્મવ્યાખ્યા-સ્વરૂપઘાતી-અઘાતી-ભેદો-પ્રકારો-કઈ રીતે બંધાય, કઈ રીતે છૂટે, વેશ્યા, ગુણસ્થાનક, મોક્ષ વગેરે. (૨) ભાવના : દ્રવ્યના મૂળભૂત યથાર્થ સ્વરૂપને પમાડે તે ભાવના. ભાવના એ આત્માના આરોગ્યનું ઔષધ છે. ભાવના વડે પૌલિક વિષયોનો નાશ અને વિષયોની વાસનાનો વિનાશ થાય છે. ભાવનાને ભવનાશિની કહે છે. “આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.” શુભ ભાવના દિવ્ય વિચારોની વિચારણા વહેતી મૂકે છે. મનમાં વિચારની દિશા જાગ્રત થાય છે, અને મનની દઢતા વધારી આત્મામાં સંસ્કારો પાડે છે. ધ્યાનનાં શિખરો પર આરૂઢ થયેલા મહાત્માઓને મૂળમાં ભાવના છે. જૈન દર્શનમાં ચાર ભાવના (મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ) અને બાર ભાવના (અનિત્ય આદિ) પ્રચલિત છે. ચાર ભાવનાનું ભાવન ટ્રેષને છોડવા માટે છે, તો બાર ભાવનાનું ભાવન “રાગ’ને છોડવામાં ઉપયોગી છે. જીવનો જીવ સાથે સંબંધ જોડવો છે, તો ચાર ભાવના ભાવવી જોઈએ; અને જીવનો અજીવ સાથે સંબંધ તોડવો છે, તો બાર ભાવનાનું ચિંતન કરવું જોઈએ. “ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે જ્ઞાન; ભાવે જિનવર પૂજીએ, ભાવે કેવળજ્ઞાન.” (૩) અનુપ્રેક્ષા : જાણેલું, ભણેલું, અનુભવેલું, સ્મૃતિમાં રહેલા પદાર્થોનું ચિંતન, ભાવના એ જ પત્રાવલિ ૪૨૩ શ્રુતસરિતા 2010_03 Page #449 -------------------------------------------------------------------------- ________________ અનુપ્રેક્ષા. ભાવનાનું અનુચિંતન-પરિશીલન-ભાવનાનું આગળનું પગથિયું. આપણા જીવનમાં જેટલું ધર્મનું જ્ઞાન છે તેને ચિંતનના સ્ટેજ પર લાવી, ભાવના વડે ભાવન કરી અનુપ્રેક્ષા કરવી જોઈએ. અનુપ્રેક્ષાની આરાધના વડે અનેક જીવો મુક્તિને પામ્યા છે. નવું જાણવામાં સમજવામાં રસ છે, રુચિ છે; પણ સામાયિકપ્રતિક્રમણાદિ ના કરે અને સીધા ધ્યાન માર્ગમાં પ્રવેશ કરે તે ફળને લાવનારું બને નહીં. ચિંતન, ભાવના અને અનપેક્ષા પછી ધ્યાનમાં ધ્યાન બીજે ક્યાંય જાય જ નહીં. (૪) ધ્યાન : ઉપરના ત્રણ કર્યા પછી ધ્યાન કરવું જોઈએ. ધ્યાનમાં ત્રણે યોગ સતેજ છે. શુભ આલંબન લઈ ચિંતનથી પ્રારંભ કરી અનુક્રમે આગળ વધવું જોઈએ. આંખો ખુલ્લી રાખી કોઈ એક શુભ વિષયનું ચિંતન, શુભ ભાવોની અભિવૃદ્ધિ અને અનુપ્રેક્ષા કર્યા બાદ ધ્યાનમાં પ્રવેશ કરવા વડે મનની સ્થિરતા સારી રહે છે. મનનો ઉપયોગ ને ધ્યાન નથી; મન-વચન-કાયાનો ઉપયોગ (સમગ્રતાથી) તે ધ્યાન છે. ધ્યાનના ચાર પાયા (આર્ત-રૌદ્ર : અશુભ ધ્યાન) અને (ધર્મ-શુકલ શુભ ધ્યાન) છે. આવશ્યક સૂત્રના “ચઉહિં ઝPહિ' પદના ભાષ્યમાં ધ્યાનના પ્રસંગમાં વિશેષરૂપે “ધ્યાનશતક'માં ધ્યાનના અધિકારી, લિંગ, લક્ષણ, ફળ, ધ્યાનના વિષયો સુંદર રીતે પ્રતિપાદન કર્યું છે. “શ્રી સન્મતિતર્કની ટીકા, “શાસ્ત્રવાર્તા ટીકા અને ‘અધ્યાત્મસાર’માં ધર્મધ્યાનને દસ પ્રકારે દર્શાવ્યું છે. (૧) અપાય વિચય (૨) ઉપાય વિચય (૩) જીવ વિચય (૪) અજીવ વિચય (૫) વિપાક વિચય (૬) વિરાગ વિચય (૭) ભવ વિચય (૮) સંસ્થાન વિચય (૯) હેતુ વિચય (૧૦) આજ્ઞાવિચય (આશ્રવનો ત્યાગ અને સંવરનો રાગ એ જ અરિહંતની આજ્ઞા છે). ધ્યાનમાર્ગનો પુરુષાર્થ વ્યક્તિ ભેદે, સંયોગ ભેદ, ભૂમિકા ભેદે અલગ અલગ હોય છે, માટે ગીતાર્થ વ્યકિતનું માર્ગદર્શન લઈને આ માર્ગમાં પ્રવેશ કરવાની સલાહ છે. 'धम्मो बंधू सुमित्तो य, धम्मो य परमो गुरु । मुक्खमग्गपयट्टाणं, धम्मो परमसंदणो ।' અર્થ : ધર્મ બંધુ છે, સુમિત્ર છે, ધર્મ જ પરમ ગુરુ છે. મોક્ષમાર્ગમાં જવાને માટે ધર્મ એ શ્રેષ્ઠ રથ છે. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. લિ. આપનો ભાઈ રજની શાહ * * * * * શ્રુતસરિતા ૪૨૪ પત્રાવલિ 2010_03 Page #450 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૮૧ શાસ્ત્ર ગ્રંથ તે સત્ પંથનો ભોમિયો છે વીર સંવત ૨૫૩૨ ને કારતક વદી ૫ સોમવાર, તા. ૨૧મી નવેમ્બર, ૨૦૦૫ શ્રી સુવિધિનાથ પ્રભુ જન્મ-કલ્યાણક શુભ દિન. પરમ શાસન પ્રવચન પ્રભાવક પૂજય બેનશ્રી, (શ્રી સુનંદાબેન વોહોરા, અમદાવાદ.) અંતકરણપૂર્વક અને અહોભાવપૂર્વક મારા પ્રણામ. બહિરંગજીવનના પાત્રો, સંબંધો, સંવાદો અને ઘટનાઓનું યથાર્થ મૂલ્યાંકન કરી, અમારા અંતરંગજીવનનો અને આત્માના વિકાસનો વિચાર આપશ્રીએ અમેરિકામાં અમારી સૌની સમક્ષ અનેક વર્ષો સુધી ખૂબ અદ્ભુત રીતે રજૂ કર્યો છે. ભવનિર્વેદ ઉત્પાદક સામગ્રી અને આપશ્રી જેવા પ્રવચન પ્રભાકર વ્યાખ્યાતા-આ બન્નેનો સુભગ સમન્વય અમારા સૌના પુણ્યોદયનું પ્રતિક છે, પ્રતીતિ છે. આપશ્રીના રોમાંચક, હૃદયસ્પર્શી અને મનનીય પ્રવચનોના ભાવભર્યા શ્રવણ વડે અમ સૌના કલ્યાણના દ્વાર ઊઘડચા છે, તે ચોક્કસ વાત છે. આપશ્રીએ કરેલી, અને ખાસ કરીને અમેરિકામાં કરેલી શ્રુતભક્તિ-પ્રવચનભક્તિની ભૂરિભૂરિ મારી અનુમોદના. જૈનદર્શનના બધા જ ગ્રંથો-શાસ્ત્રો ચાર પાયા ઉપર જ રચાયેલા છે. (૧) વૈરાગ્ય (ર) સમિકત (૩) દીક્ષા અને (૪) મોક્ષ. જીવજીવાદિ નવતત્ત્વોને ય ટપી જાય તેવા તત્ત્વો બે છે (૧) વૈરાગ્ય અને (૨) સમાધિતત્ત્વ. ગમે તેવા સુખમાં ય અલીનતા એ વૈરાગ્ય તત્ત્વ અને ગમે તેવા દુઃખમાં ય અદીનતા એ સમાધિતત્ત્વ છે. જ્ઞાની ભગવંતોએ આ બે તત્ત્વો પર ઘણો ભાર મૂક્યો છે. તમામ આરાધના કરીને, તેની ફલશ્રુતિસ્વરૂપ, આપણે આ બે તત્વોને જ આત્મસાત કરવાના છે. વૈરાગ્ય અને સમાધિ પેદા ન કરે એવું નવતત્ત્વનું જ્ઞાન પણ જ્ઞાન નથી; માત્ર મગજનો બોજો છે. અરિહંત પરમાત્મા એ જ મારા દેવ, સુસાધુઓ જ મારા ગુરુ અને જિનપ્રણીત હોય એ જ સાચું તત્ત્વ-આ ત્રણે ઔષધનું સેવન અમને સૌને, આપશ્રીએ થાક્યા વગર નિરંતર કરાવ્યું છે. જગતને જોવા, જાણવા અને પૌદ્ગલિક ભાવોમાં રહેવાને બદલે સ્વ-આત્માને જીઓ, જાણો, માણો અને સ્વસ્વરૂપમાં રહેવાના પ્રખર પુરુષાર્થી બનો, એવી આપશ્રીની શિખામણ અમારા હૃદયમાં કોતરાઈ ગઈ છે. આપશ્રીના ઉપકારોનો બદલો અમારાથી વાળી શકાય તેમ નથી. અનાર્ય ભૂમિ અમેરિકામાં અને પૂજય ઉપકારી ગુરુભગવંતોની અનુપસ્થિતિવાળી ભૂમિ અમેરિકામાં, આપશ્રીની યોગકૈલાશ પરથી વ્હેતી જ્ઞાનગંગાએ મારા જેવા અનેકના જીવનપ્રદેશને પાવન બનાવ્યો છે. આપશ્રીએ અંતરથી અસીમ કૃપામૃત વરસાવી, પરમાર્થની પગદંડી પર પગરણ મંડાવ્યાં, સંસારસાગર પાર ઊતરવા અમને સંયમનૌકા આપી, અમારી જીવનનૈયાના આપશ્રી સફળ સુકાની બન્યા છો. આપશ્રીએ ઉત્તમ શિલ્પી બની મારા જેવા અનેક આત્માઓની જીવનપ્રતિમામાં પ્રાણ પૂર્યા છે. આવા ભવસિન્ધુતારક, સદૈવ ઉપકારક, નિષ્કામ, કરુણાધારક અને પ્રશાંતમૂર્તિ, અમારા પત્રાવલિ શ્રુતસરિતા 2010_03 ૪૨૫ Page #451 -------------------------------------------------------------------------- ________________ પરમ તારક પૂજ્ય બેનશ્રીના, પદપંકજમાં ભાવવિભોર હૈયે મારું સાદર સમર્પણ. ભક્તિયોગના અધિષ્ઠાતા સ્વ. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજીના ગુરુમંદિરમાં આર્થિક સહયોગરૂપી અપૂર્વ લાભની અમને તક આપવા બદલ, હું આપનો ખૂબ ઋણી છું. આપનું સ્વાસ્થ્ય સુધરતું જાય તેવી અમારી શાસનદેવને પ્રાર્થના. આપશ્રીના દર્શનની અને આશીર્વાદની નિરંતર હું અભિલાષા સેવું છું. * * * * પત્રાવલિ-૮૨ ઉપકરણ આત્મ-શ્રેયાર્થે છે લિ. રજનીભાઈ શાહ મંગળવાર, તા. ૯મી ઑગસ્ટ, ૨૦૦૬ વીર સંવત ૨૫૩૨ને શ્રાવણ સુદ ૧૫ શ્રી મુનિસુવ્રત સ્વામી ચ્યવન કલ્યાણક શુભદિન. ગુણરત્ન રત્નાકર જિનશાસન પ્રવચન પ્રભાવક પૂજ્ય બેનશ્રી, (પૂ. શ્રી સુનંદાબેન વોહોરા, અમદાવાદ.) આપશ્રીને મારા અંતઃકરણપૂર્વક અને અહોભાવપૂર્વક પ્રણામ. આપશ્રીનો તા. ૨૯મી જુલાઈ, ૨૦૦૬નો ભાવશ્રુત-પ્રસાદીરૂપ પત્ર મળ્યો. આપના ભાવો જાણવાથી, માણવાથી અને ચિંતન કરવાથી મને ખૂબ આનંદ થયો. ચાર પ્રકારના ચક્ષુ પૈકી (દિવ્ય ચક્ષુ, અવિધ ચક્ષુ, આગમ ચક્ષુ અને ચર્મ ચક્ષુ) આગમચક્ષુ દ્વારા આપણને ઉપલબ્ધ થયેલા માપકયંત્રોની અને તેના વડે સ્વયંની ચકાસણીની વાત આપશ્રીએ સચોટ, સક્ષમ અને સુંદર રીતે રજૂ કરી છે. આપશ્રીની રજૂઆત યથાર્થ છે કે સ્વાત્માના ઘરના સુખ માટે શુદ્ધોપયોગ સાધન છે અને શુદ્ધોપયોગ માટે શુભ ભાવ સાધન છે. ગયા મહિને એડીસન, ન્યુજર્સીમાં, ‘સામાયિક યોગ’ વિષય ઉપર ચાર કલાકની સ્વાધ્યાય શિબિર યોજવાનો લાભ મને મળ્યો હતો. મારા પુરુષાર્થનો સારાંશ એ હતો કે ‘સામાયિક’નું ફળ ‘સમભાવ’ છે. સમભાવની પ્રાપ્તિ માટે એક માત્ર સાધન છે—સ્વના સાધનો ઉપર ચિંતન કરવા વડે પ્રાપ્ત થતું સ્વરૂપદર્શન’. સ્વમાં સ્થિરતા આવે, તો જ સ્વસ્થતા આવે. સ્વમાં અવસ્થા તેનું જ નામ ‘સ્વાસ્થ્ય’ છે. માટે, સામાયિકમાં ‘પરના’ સાધનો છોડીને ‘સ્વના’ સાધનો પકડવા જોઈએ. સામાયિકમાં ચિંતન કરવા યોગ્ય વિષયોની યાદી મેં સ્વાધ્યાયીઓને વહેચી હતી, જે આ સાથે સામેલ છે. આવા પ્રકારના ચિંતન વડે જ સામાયિક ક્રિયા સાચા અર્થમાં એક અભૂતપૂર્વ યોગ બની જશે, કે જે પરિણામે સંવ૨-નિર્જરાનું સબળ સાધન બની જશે. પૂજય આચાર્યશ્રી ભુવનભાનુસૂરિજી ફ૨માવે છે કે છ આવશ્યક પૈકી પ્રથમ આવશ્યક ‘સામાયિક’ જ સાધ્ય છે; બાકીના પાંચ આવશ્યક તો તેના સાધનો છે. ક્યાં સુધી સામાયિકમાં શ્રુતવાંચન, નવકારવાળી, અનાનુપૂર્વી, નવસ્મરણ, સૂત્રો ગોખવાના શ્રુતસરિતા પત્રાવલિ 2010_03 ૪૨૬ Page #452 -------------------------------------------------------------------------- ________________ વગેરે ચાલુ રાખીશું ? વાતાવરણ શુદ્ધિ, ઉપકરણ શુદ્ધિ અને વિધિ શુદ્ધિની આવશ્યકતા અને ફલશ્રુતિપૂર્વકની ઉપયોગીતા સમજાવી હતી. ઉપકરણ શુદ્ધિ સમજાવતાં. (૧) કટાસણું : “કાસન' શબ્દ ઉપરથી આ શબ્દ અપભ્રશ થયેલો છે. જે આસન ઉપર વધુ સમય બેસી રહેવામાં કષ્ટ અનુભવાય છે. તૈજસ શરીરની સક્રિયતા અને પંચેન્દ્રિય (ઘેટા)ના શરીર ઉપરથી આવતા ઊનના કટાસણાનો સંબંધ ‘સામાયિક યોગ'માં જ થાય છે. (ર) મુહપત્તિ : શાસ્ત્રીય નામ : મુખાનંતક. પડિલેહણ' પાકૃત શબ્દનું સંસ્કૃત પ્રતિલેખન' થાય. લેખન'નો અર્થ “અવલોકન' થાય. પડિલેહણ'નો અર્થ: આત્માને લાગેલા દોષો પ્રતિ અવલોકન'. મુહપત્તિના ૫૦ બોલ (૯ અકખોડા અને ૩૪ પકખોડા સહિત) અપેક્ષાએ આત્માને લાગેલા દોષો જ છે, કે જેને અવલોકનની પદ્ધતિ દ્વારા નિર્મૂળ આપણે બનાવવાના છે. કહે છે ને : મુહપત્તિના બોલ, ખોલે કર્મની પોલ.” (૩) ચરવડો : “જયણાનું સાધન' તે દ્રવ્યાર્થ; મન ચરવા જાય તેને વાળી લાવે, તે ભાવાર્થ ચરવડાની ૨૪ આંગળ લાંબી દાંડીને, ૮ આંગળ લાંબી ઊનની દશીઓ સાથે કાર્ય-કારણનો સંબંધ છે. ૨૪ દંડક વડે દંડાતો આપણો આત્મા એ કાર્ય છે અને કારણ છે આ આઠ કર્મોનો બંધ અને ઉદય. આ આઠ કર્મોના બંધ, ઉદય, સંવર અને નિર્જરાના કારણો અને ઉપાયોનું ચિંતન આપણે “સામાયિક'માં કરવું જોઈએ. શિબિરમાં મેં વધુ સમજાવતાં એમ પણ કહ્યું હતું કે વીતરાગતા જે અનાદિથી આપણી ખંડિત થયેલી છે, એમાંથી રાગ-દ્વેષ જમ્યા. રાગ-દ્વેષ માંથી ક્રોધ-માન-માયા લોભ એ ચાર કષાયો ઉદ્ભવ્યા. એમાંથી હાસ્યાદિ નવ નોકષાય નીપજયા. આમ, અખંડ તત્ત્વ ખંડિત થતાં એ અનેક ખંડોમાં ટૂકડાઓમાં વહેંચાઈ ગયું. એ ખંડો ટૂકડાઓ ભેગાં થઈ એક અખંડ તત્ત્વ બનતાં જીવ પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. પૂર્ણ સ્વરૂપને અભિવ્યકત કરનારા સ્વરૂપ વિશેષણો એ જ ઘાતકર્મોનો ક્ષયથી પ્રગટ થતી અનંત ચતુષ્ટયી કે જે ગુણો વિધેયાત્મક-હકારાત્મક છે અને અઘાતિ કર્મોનો ક્ષયથી પ્રગટ થતા બાકીના ચાર ગુણો કે જે નિષેધાત્મક-નકારાત્મક છે. ઘાતિકર્મોના ક્ષય વડે અરિહંત ભગવંતને સ્વરૂપ ગુણોનું પ્રગટીકરણ થાય છે; પરંતુ તે અનંત ચતુષ્ટયી સ્વરૂપે વિધેયાત્મક હોઈ, આ ચાર ગુણોની ઉપલબ્ધિ હોવા છતાં તેનો સમાવેશ અરિહંત ભગવંતના બાર ગુણોમાં થતો નથી. તીર્થકર નામકર્મ પ્રકૃતિના વિપાકોદય સંબંધથી પ્રગટેલા અષ્ટ પ્રતિહાર્યો અને ચાર અતિશય મળી કુલ બાર ગુણો અરિહંત ભગવંતના સમજાવાય છે. પુદ્ગલ દ્રવ્યના જે ગુણધર્મો છે, તેનાથી વિરુદ્ધ ગુણધર્મો આત્માના છે. માટે જ, પુગલ દ્રવ્યના બંધનથી અને આવરણથી પર થઈ જવું, છૂળ જવું, મુકત થઈ જવું, તે જ આત્માનું મૂળ, સાચું, શુદ્ધ અને ક્ષાયિક સિદ્ધ સ્વરૂપ છે. પુદ્ગલસંગે સંસારી જીવના કર્મજનિત જે ગુણધર્મો છે, તે વાસ્તવિક તો પુદ્ગલના પોતાના જ ગુણધર્મો છે. માટે જ કહેવાય છે કે સંસારનું એક માત્ર કારણ જીવઅજીવનું મિશ્રણ છે. પુદ્ગલ રૂપી' છે, મૂર્ત છે, જડ છે, અજીવ છે, ગુરુ-લઘુ છે, વિનાશી છે, હાનિપત્રાવલિ ૪૨૭ શ્રુતસરિતા 2010_03 Page #453 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધિવાળું છે, ઉત્પાદ-વ્યયયુક્ત છે, ક્ષર-નશ્વર છે, પરિવર્તનશીલ છે, પરિભ્રમણશીલ છે, રૂપ-રૂપાંતર પામતું છે અને ક્ષેત્ર-ક્ષેત્રાંતર કરનારું છે. પુદ્ગલના આ ગુણધર્મોને નિષેધાત્મક અભાવસૂચક “અ” ઉપસર્ગ લગાડવાથી કેવળજ્ઞાનના વિશેષણ બને છે. કર્મના પ્રકારોની તુલના : ઘાતી અઘાતી (૧) પાપકર્મો જ હોય. પુણ્ય-પાપ બને ભેગા હોય. (૨) મોહનીય કર્મ રાજા જેવું. આયુષ્ય કર્મ પ્રમુખ ગણાય. (૩) ક્ષયોપશમ, ક્ષય થાય (મોહનીય કર્મનો ઉપશમ પણ થાય) ક્ષય જ થાય. (૪) જીવદ્રવ્યને લાગુ પડે. પુદ્ગલ દ્રવ્યને લાગુ પડે. (૫) ક્ષયથી વિધેયાત્મક ગુણો પ્રગટે ક્ષયથી નિષેધાત્મક ગુણો પ્રગટે. (૬) પુરુષાર્થ વડે નિર્જરા થાય ક્ષય વડે જ નિર્જરા થાય. આત્માનું પુદ્ગલ દ્રવ્ય વિરુદ્ધનું નિષેધાત્મક સ્વરૂપ સમજવાનું છે, અને પાંચે અસ્તિકાયનું સ્વરૂપ વિચારી શુદ્ધાત્માનું સ્વમાં વિધેયાત્મક સ્વરૂપ વેદવાનું છે - અનુભવવાનું છે. પાંચે અસ્તિકામાં જીવાસ્તિકાય એક જ દ્રવ્ય એવું છે કે જેની પ્રકૃતિ વિકૃતિરૂપ થઈ જાય છે, જ્યારે બાકીના ચારે અસ્તિકાય અનાદિકાળથી પોતાની પ્રકૃતિમાં જ છે. આત્માને ‘સ્વ' અને ચારે અસ્તિકાયને ‘પરી’ કહીને “સ્વમાં વસ, પરથી ખસ; એટલું જ બસ” જે વિધાન કર્યું છે, તે આ જ સંદર્ભમાં કરેલ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાય દ્રવ્યો અરૂપી અને જડ છે. પુદ્ગલાસ્તિકાય રૂપી અને જડ છે. પાંચે અસ્તિકાયમાં, એક માત્ર જીવાસ્તિકાય જ ચેતન દ્રવ્ય છે. સિદ્ધ પરમાત્માના જીવો ચેતન અને અરૂપી છે. સંસાર જીવો ચેતન છે. તેમની જાત અરૂપી છે, પણ તેની ઉપર ભાત રૂપીની છે. ‘પોત અરૂપીનું પણ ભાત રૂપીનું', એવી સંસારીજીવનની ચેતન-અવસ્થા છે. સાધ્યનું જે સ્વરૂપ હોય તે સ્વરૂપ સાધક પોતાની સાધનામાં ઉતારે તો જ સાધ્યથી અભેદ થાય. આ જ સિદ્ધાંતને અનુસરીને આપણી આરાધનામાં કાઉસગ્ગ અને તેને કરવાની વિધિ આલેખાયેલી છે. સાધ્ય-સાધન અને કાર્ય-કારણનો વિવેક જાણ્યા વિના માત્ર નવકાર કે લોગસ્સના મહઅંશે ગણાતા આ કાઉસગ્ગ પરમાર્થથી સાધ્યથી અભેદ અવસ્થાનું સાધન કેવી રીતે બની શકે? શબ્દની સંધિ વડે બનતો શબ્દ પર્યુષણ”નો અર્થ પણ એ જ છે કે “સમગ્રતયા આત્મામાં વસવાટ વડે સાધ્યથી અભેદ થવું તે.' સ્વરૂપચિંતક પંડિતવર્ય પૂજય શ્રી પનાલાલ જગજીવનદાસ ગાંધીએ કેટલાક શબ્દો અને તેના અર્થોમાં જે સુંદર આત્મભાવ વ્યક્ત કર્યો છે, તે વિચારવા યોગ્ય છે : (૧) ગર્ભ = ળ + ૨ + ભ = – 3 ગમનાગમન અગ્નિતત્ત્વ ભસ્મ (પરિભ્રમણ) = ચાર ગતિના ગમનાગમનને-પરિભ્રમણને અગ્નિબીજથી ભસ્મ કરી નાખ. શ્રુતસરિતા ૪૨૮ પત્રાવલિ 2010_03 Page #454 -------------------------------------------------------------------------- ________________ (૨) જન્મ = જ + નું + મ = જ જન્મ શૂન્ય મરણ = જન્મને શૂન્ય કરી નાખ કે જેથી જરા-મૃત્યુ આવે જ નહીં. (૩) મરણ = મ + ૨ + ણ = મ ૨ ણ મરણ અગ્નિતત્ત્વ પંચપરમેષ્ઠિરૂપ રત્નત્રયી રૂપ = અગ્નિબીજથી મરણને બાળી નાખી પંચપરમેષ્ઠિરૂપ બની જા. (૪) મૃત્યુ = મૃ + ત્યુ = મુ. મૃગજળ સમાન સંસાર ત્યાગ કર = મૃગજળ સમાન સંસારનો ત્યાગ કર. (૫) સ્મશાન = સ્મ + શાન = સ્મ શાન સ્મરણ કર જ્ઞાન-ધ્યાન-ભાન સ્વરૂપ શાન = તારા જ્ઞાન-ધ્યાન-ભાન સ્વરૂપ શાન કેળવી તારા સ્વસ્વરૂપનું સ્મરણ કર. સ્વાધ્યાય-શિબિર દરમિયાન રજા કરેલા સવિશેષ કથનો : (૧) પુણ્યોદયમાં પુણ્યના ઉદયનો ત્યાગ એ જ ધર્મ. (૨) ઘાતકર્મોનો ક્ષયોપશમ એ જ ધર્મ. (૩) દેશ્ય બદલાય તેના કરતાં દ્રષ્ટા બદલાય એ જ ધર્મ. (૪) જાણનારને જાણવો એ જ ધર્મ. (૫) વિચારથી સ્વરૂપદર્શન થાય, ભાવનાથી આંતરશુદ્ધિ થાય અને ધ્યાનથી સ્વરૂપ-પ્રાપ્તિ થાય. (૬) બધી વસ્તુ છે આપણામાં અને લખાઈ છે શાસ્ત્રોમાં. (૭) નિશ્ચયને છોડો મા, વ્યવહારને તરછોડો મા. (૮) “સ્વ'નો સ્વાદ લેવાનો હોય; અર્થ કરવાની જરૂર નથી. (૯) યમ-નિયમની સાધના ઉપકરણ વડે થાય છે; આસન-પ્રાણાયામ અને પ્રત્યાહારની સાધના કરણ વડે થાય છે; ધારણા-ધ્યાન અને સમાધિની સાધના અંતઃકરણ વડે થાય છે. (૧૦) બુદ્ધિ વડે શાસ્ત્રને ભણો તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય; અને આત્મા વડે શાસ્ત્રને સમજવામાં આવે તો મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય. (૧૧) બાધક તત્ત્વોનો રોધક તે જ સાધક. (૧૨) સ્વમાં સ્થિરતા આવશે તો જ મમતાનું સ્થાન સમતા લેશે. (૧૩) ભગવાન શોધવાનું માંડી વાળો; ભગવાન બનવાનું શોધી કાઢો. (૧૪) ધર્મનો ટેકો લઈ નરક-તિર્યંચ ગતિ ટાળો અને મોક્ષભાવનો ટેકો લઈ દેવ-મનુષ્ય ગતિ ટાળો. (૧૫) પ્રભુના દર્શન કરતાં સ્વયં પ્રભુ બની જવું. પત્રાવલિ ૪૨૯ શ્રુતસરિતા 2010_03 Page #455 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : આ જ તો છે પ્રભુની પ્રભુતા, વિભુનો વૈભવ, સ્વભાવનો પ્રભાવ, ઈશ્વરનું ઐશ્વર્ય, સ્વરૂપનું સૌંદર્ય અર્થાત્ સ્વરૂપ ઐશ્વર્ય. પ્રકૃતિને ઓળખી વિકૃતિનો પ્રકૃતિમાં લય કરી સહુ કોઈ આત્મા પોતાના સ્વરૂપને ઓળખે અને સામાયિક યોગ દ્વારા-સામાયિક વિજ્ઞાન દ્વારા-સ્વસ્વરૂપને પ્રગટ કરે અને સ્વરૂપ ઐશ્વર્યને પામે એ જ મારી અભ્યર્થના. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. * * * * પત્રાવલિ-૮૩ વીતરાગ ધર્મ શ્રેષ્ઠ છે आर्त्तरौद्र परित्यागस्तद्धि, सामायिकम् व्रतम् ॥' સર્વ જીવો પ્રત્યે સમતા વિધાયક વ્યાખ્યા સંયમ નિષેધક વ્યાખ્યા શ્રુતસરિતા 2010_03 પરમ પુરુષાદાનીય શ્રી પ્રાર્શ્વનાથ પ્રભુ જન્મ કલ્યાણક પરમ પૂજય ધર્મપ્રભાવક અને સમતાધારક બેનશ્રી, (શ્રી સુનંદાબેન વોહોરા, અમદાવાદ.) આપને મારા ચરણસ્પર્શભર્યા અહોભાવપૂર્વક પ્રણામ. આપશ્રીના ત્રણ પત્રો મળ્યા. ચારે અનુયોગરૂપ આપશ્રીના પત્રો શ્રુતજ્ઞાન સમસ્તની વાનગીનો સ્વાદ ચખાડે છે. અમેરિકામાં કમનસીબે વસતા મારા જેવા કેટલાક સાધર્મિકોને આપના પત્રો મનન-ચિંતન અને નિદિધ્યાસન કરવા માટે સબળ અને સક્ષમ સાધનરૂપ પુરવાર થાય છે. તે શુભ હેતુને ધ્યાનમાં લઈ, આપના પત્રોની સેંકડો નકલ કરી વિવિધ સંઘોના જિનશાસનરસિક અનેક સાધર્મિકોને પહોંચાડું છું. ગયા મહિને કલીવલેન્ડ સંઘમાં (Ohio State) ‘સામાયિક વિજ્ઞાન' વિષય ઉપર સ્વાધ્યાયશિબિર યોજવાનો લાભ મને મળ્યો હતો. આપશ્રીની સાત્ત્વિક સાધના અને આદર્શ આરાધનાની સાથે સાથે ધર્મપ્રધાવનાને તે સંઘના સર્વે સાધર્મિકો અપાર યાદ કરતા હતા. ‘સામાયિક વિજ્ઞાન' વિષય ઉપર સ્વાધ્યાય-શિબિર યોજવાનો લાભ મને અનેક સંઘોએ આપ્યો. શિબિર દરમ્યાન થયેલ પ્રશ્નોત્તરીનો સારાંશ નીચે મુજબ છે. ઉત્તર આપવામાં મારી ક્ષતિઓ અથવા વિપરિત વિચારણા તરફ ધ્યાન દોરશો, તેવી આપશ્રીને વિનંતી. (૧) સામાયિકની વ્યાખ્યા કઈ ધ્યાનમાં લેવી ? (૧) ‘સમતા સર્વમૂતેષુ, સંયમ: શુમ માવના। - લિ. આપનો ભાઈ, રજની શાહ શુક્રવાર, તા. ૧૫મી, ડિસેમ્બર, ૨૦૦૬ વીર સંવત ૨૫૩૩ ને વિક્રમ સંવત ૨૦૬૩ ને માગસર વદ ૧૦ ૪૩૦ પત્રાવલિ Page #456 -------------------------------------------------------------------------- ________________ શુભ ભાવના - વિધેયક વ્યાખ્યા આર્ત-રૌદ્રનો પરિત્યાગ - નિષેધ વ્યાખ્યા (૨) “નિગોદ' શબ્દની વ્યુત્પત્તિ અર્થ ? (૨) નિ = નિરંતર ગો = ભૂમિ (અનંત ભવ માટે ભૂમિ) દ = દેનારું સ્થાન (૩) વસ્તુઓની પ્રાપ્તિ કેટલી રીતે થાય? (૩) કેટલીક વસ્તુઓ પુણ્યોદયથી પ્રાપ્ત થાય; કેટલીક વસ્તુઓ પુરુષાર્થથી મળે છે, તો કેટલીક ક્ષયોપશમભાવથી મળે છે. (૪) જીવનમાં વ્યવહાર ધર્મના પ્રવેશની કેટલી રીતો છે ? (૧) અશુભનો ત્યાગ (૨) શુભનો સ્વીકાર ૧. અશુભનો ત્યાગ અને શુભનો સ્વીકાર કરવાની ભાવના = સમ્યગ્દર્શન ૨. અશુભને અશુભ તરીકે જાણીને ત્યાગ અને શુભને શુભ તરીકે જાણીને સ્વીકાર = સમ્મચારિત્ર ૩. અશુભનો સર્વથા ત્યાગ અને શુભનો સર્વથા સ્વીકાર = સમ્યફચારિત્ર (સર્વ વિરતિ) નિશ્ચયધર્મ = નિશ્ચયથી શુભાશુભ બંનેથી મુક્ત તેવી સ્વભાવદશા તે નિશ્ચય મોક્ષ માર્ગ. (૫) કટાસણું ‘કાસન' કેમ કહેવાય? (૫) જે આસન ઉપર વધુ સમય બેસી રહેતાં કષ્ટ અનુભવાય છે. (૧) પાતળું હોય છે. (૨) ઊનનું હોય છે. (૩) ભીત કે અન્ય કોઈ ટેકા વિના બેસવાનું હોય છે. (૪) તૈજસ શરીરની થતી સક્રિયતા દારિક શરીરને થોડીક પ્રતિકૂળતા પેદા કરે છે (૫) અનાદિથી પડેલી સાવધ યોગની ક્રિયાઓની ટેવને થોડી નિરવઘ યોગમાં પ્રવેશવું પડે છે. (૬) “સજઝાય કરું' નો અર્થ શો લેવો ? (૬) “સજઝાય’ શબ્દ પ્રાકૃત છે. સંસ્કૃત પર્યાયવાચી શબ્દ છે – “સ્વાધ્યાય” સ્વ+અધિ+આય = આ ત્રણ શબ્દોની સંધિ છે. પરમાંથી ખસીને સ્વને લગતું સાધનોને સેવવા અથવા તેનું અધ્યયન કરવું. શ્રુતજ્ઞાનના અધ્યયનને “સ્વ” સાથે લગાડવાની પ્રક્રિયા. (૭) “સામાયિક અને પ્રતિક્રમણ'-આ બંનેમાં વધુ અગત્યનું કર્યું? (૭) છ આવશ્યકો પૈકી દરેક આવશ્યકનું મહત્ત્વ સ્પષ્ટ અને સુરેખ છે. સામાયિકમાંથી માંડી પચ્ચખાણ, એટલે કે બધા જ આવશ્યકો પોતપોતાના સ્થાને મહત્ત્વના છે. સામાયિક એ સંવરગુણની સાધના છે, તો પ્રતિક્રમણ મહદ્ અંશે નિર્જરા તત્ત્વની આરાધના છે. જૈનશાસનની અદ્ભુત રસાયણ જેવી આ પ્રતિક્રમણ ક્રિયા રાગ-દ્વેષ-મોહ નામના ત્રિદોષહારક પત્રાવલિ ૪૩૧ શ્રુતસરિતા 2010_03 Page #457 -------------------------------------------------------------------------- ________________ અને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રિગુણકારક હોવા છતાં ઘણા જૈનોના જીવનમાં દૈનિક ધોરણે વણાયેલી નથી. પ્રતિક્રમણ નામનું આ અનુષ્ઠાન માત્ર એક કર્તવ્યરૂપ કે આવશ્યકરૂપ નથી; પણ અરિહંત પરમાત્માએ સૂચવેલ નિત્ય છ આવશ્યકની સહજ બજવણી થઈ જાય એ રીતે ગૂંથાયેલો “અમૃત સિદ્ધિયોગ” છે. આ અમૃતક્રિયાનો પ્રભાવ, મહિમા, આવશ્યકતા અને દુર્લભતા સમજાયા વિના જીવ આ આવશ્યકમાં પ્રવૃત થતો નથી. પ્રતિક્રમણની પરિપૂર્ણતા માટે, આ સભાવી ક્રિયાને “ક્રિયાવંચકયોગ બનાવવા માટે ચાર પ્રક્રિયામાંથી પસાર થવું : (૧) Remembering - યાદ કરો કે આજે ના કરવા જેવું શું શું કર્યું અને કરવા જેવું શું શું ના કર્યું? (૨) Rethinking - વિચારદિશા બદલો. પાપોનો ત્યાગ વધુ ને વધુ થાય અને અલ્પ કર્મબંધ થાય તેવા નિમિત્તો સેવવાનું આયોજન કરો. જીવનને જીવવા તરફના વિચારનું વહેણ બદલો. (૩) Returning - પાપથી પાછા ફરો. દુષ્કતની ગહ ગુરુસાક્ષીએ કરી પાછા ફરો. (૪) Relieving - ધોવા આપેલાં કપડાં અને ધોવાઈને આવેલાં કપડાં વચ્ચે જેવો ફરક છે તેવો ફરક પ્રતિક્રમણ પહેલાંના અને પ્રતિક્રમણ કર્યા પછી આપણા મન-બુદ્ધિ-વ્યવહાર આપણામાં આવવો જોઈએ. મેલાં કપડે ગમે ત્યાં બેસી જઈએ. તો ચાલી જાય; હવે ધોયેલા કપડે આ ના ચાલે ! પૂજય પંન્યાસ અભયશેખર વિજયજી મ.સા.એ કહ્યું છે કે પ્રકૃતિ પાસે વીડીઓ (Video), ઓડીઓ (Audio) અને સાઈકો (Psycho) - ત્રણ પ્રકારની કેસેટ છે. આપણા સારા કે નરસા આચાર, ઉચ્ચાર કે વિચાર તેમાં ઝિલાયા વિના રહેતા નથી. પરભવે ફિલ્માંકન થનારી આ કેસેટમાંથી અનિચ્છનિય દેશ્યોને ડબીંગ (Dubbing) દ્વારા કેન્સલ કરવાની અદ્ભુત પ્રક્રિયા તે પ્રતિક્રમણ. (૮) પુણ્યના લક્ષણવાળો ધર્મને જ ઉપાદેય સમજવો ? (૮) આનો ઉત્તર અપેક્ષાએ સમજવો. પુણ્યાનુબંધી પુણ્યના વિવિધ ભાંગાઓને અપેક્ષિત સમજવો. પુણ્યના લક્ષણવાળો જે ધર્મ છે તે આશંસા-દોષવાળો હોવાથી જીવને ચાર ગતિમાં રખડાવનારો છે. પુણ્ય એ સોનાની બેડી છે અને પાપ એ લોખંડની બેડી છે; પણ પારાંચના અવિશેષપણાને લીધે બન્નેમાં ફળભેદ નથી. આ જ વાતની પુષ્ટિમાં પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી “અધ્યાત્મસાર'માં ફરમાવે છે : सर्व पुण्यफलं दुःखं, कर्मोदय कृत्तत्वतः । तत्र दुःख प्रतिकारे, विमूढानां सुखस्य धीः ।। અર્થ : પાપનું ફળ જેમ દુઃખ અને બંધન છે, તેમ કર્મોદયરૂપ હોવાથી પુણ્યનું ફળ પણ દુઃખ જ છે. છતાં દુઃખના પ્રતિકારરૂપ સુખમાં પણ વિમૂઢોને સુખ બુદ્ધિ થાય છે. સંસારમાં ધર્મ જ ઉપાદેય છે. ધર્મનો અર્થ “ધૂ' ધાતુ બનેલ શબ્દ “ધર્મ'ની રીતે લેવો. ભાગત્યાગ-વૈરાગ્ય-વીતરાગ-આ પ્રક્રિયા તરફ અનુક્રમે આપણું પ્રયાણ એ જ ધર્મ. જિનાજ્ઞાપાલન એ જ ધર્મ. શ્રુતસરિતા પત્રાવલિ For private ૪૩ ૨ 2010_03 Page #458 -------------------------------------------------------------------------- ________________ જ્યાં ઠરીને ઠામ જ થવાનું ન હોય તેવા આ સંસારમાં સુખ કયાંથી હોય ? સંસારી જીવ એ રખડુ જાત કહેવાય. સ્વરૂપની પ્રતિષ્ઠાવાળા અને એક સ્થિતિમાં રહેનારા હોવાથી સિદ્ધોને જ સાચું સુખ છે. પુણ્ય-પાપની ચતુર્ભગીમાં ગતાનુગતિક રીતે શૂન્યમનસ્કપણે, શુભ પ્રણિધાન-શૂન્ય રીતે શુભ ક્રિયા વડે બંધાતું નિરનુબંધ પુણ્ય અને અશુભ ક્રિયા વડે બંધાતું નિરનુબંધ પાપ તરફ આપણે જાગ્રતા બનવા જેવું છે. પૂજયશ્રી રતનવિજયજી મહારાજ સાહેબ : ‘કર્મ જનિત જે સુખ તે દુ:ખરૂપ, સુખ તે આતમ ઝાંખ.” ઉપસંહાર : સામાયિકનું નિશ્ચયિક ફળ “સમતા છે. સમતાભાવને સિદ્ધ કરવામાં યોગની સિદ્ધિ છે. સમતા એ પરભાવનો અભાવ છે અને સ્વસ્વરૂપનો આવિર્ભાવ છે. પરમાત્માનું જીવન એ પ્રયોગ છે અને ઉપદેશ એ સિદ્ધાંત છે. સમતા એ સંપત્તિ છે, મમતા એ વિપત્તિ છે. સમતા એ જ જ્ઞાનનો સાક્ષાત્કાર છે. કહ્યું છે કે समयाए समणो होइ - સમતા વડે સાધુ થવાય છે. સમતાની સમૃદ્ધિ, સાધનાની સિદ્ધિ અને આત્માની રિદ્ધિ માટે સર્વવિરતિપણું એ આવશ્યક અંગ છે. માટે તો કહેવાય છે કે દેશવિરતિપણાનું સાચું ફળ તો સર્વવિરતિ છે. મોહની ફોજ સામે, સમતાના હોજમાં, આત્માની મોજમાં, રોજ રોજ રમતાં રમતાં આપણે આપણા સંસ્કારની શુદ્ધિ, વૈરાગ્યની વૃદ્ધિ, પરભાવની વિદ્ધિ અને આત્મધર્મની અભિવૃદ્ધિ વડે મોક્ષરૂપી શાશ્વત ઋદ્ધિ આપણે સૌ સત્વરે પામીએ એ જ મંગલ કામના. પૂ. બેન, આપની પત્ર-પ્રસાદી નિરંતર મને મોકલ્યા કરજો. આપશ્રીના અસીમ આશીર્વાદને સદાય ઝંખતો. લિ. આપનો રજનીભાઈ યુ. શાહ પત્રાવલિ-૮૪ પોષ સુદ ૧૩ ‘ભાવશ્રાવકની ભવ્યતા' શિબિરના લખાણ વિષયક સ્વ. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજીના આજ્ઞાપ્રવર્તિની પરમ પૂજય મ.સા. શ્રી ચારૂગિરાશ્રીજીની પ્રતિભાવ. પરમ ભક્તિવત, સુશ્રાવક, રજનીભાઈ, સિદ્ધક્ષેત્રથી લિ. સા. ચારૂગિરાશ્રીજીના ધર્મલાભ. પત્રાવલિ 2010_03 ૪૩૩ શ્રુતસરિતા Page #459 -------------------------------------------------------------------------- ________________ પત્ર દ્વારા અક્ષરદેહે તમારા ભાવોના દર્શન કર્યા...આરાધકતા, કૃતજ્ઞતા, પંચપરમેષ્ઠિ પ્રત્યેનું સાદર સમર્પણ...નિહાળ્યા... પ.પૂ. નયવર્ધનસૂરીશ્વરજીના વ્યાખ્યાનનું લખાણ સુંદર કર્યું છે. ભાવશ્રાવકના લક્ષણો મેળવવા પહેલા ભવવૈરાગ્ય જરૂરી છે. ભવ-એટલે વિષય-કષાયની પરિણતિ...આત્માને દુઃખી કરનાર રાગદ્વેષની પરિણતિ દુઃખદાયક લાગે, તેમાંથી છૂટવાનું મન થાય, તે જ સાચા જિનના અનુયાયી છે...જેને રાગ-દ્વેષ કરવા જેવા લાગે છે, તે કદી જિનના ભક્ત ન બની શકે. સુખમય સંસારનો કંટાળો આવે તે તેમાંથી છૂટવાનું મન થાય ત્યારે જ સાધનાનો પ્રારંભ થાય છે...સાધનાનો વિકાસ જિનાજ્ઞા મુજબની આરાધનાથી થાય છે. અને સાધનાની સિદ્ધિ પુરુષાર્થથી થાય છે. સત્ય જિનાજ્ઞા શું ? એ જાણવા ‘સત્યશોધકતા’ અને ‘પ્રજ્ઞાપનીયતા’ બે ગુણની મુખ્ય જરૂર છે. જિનાજ્ઞા મારા માટે શું છે ? વ્યક્તિ ભેદ, કાળ ભેદે, ભૂમિકાભેદે, જિનાજ્ઞા બદલાય છે...માટે શાસ્ત્ર ને સમજવા, રહસ્યો પામવા સતત, ઉદ્યમી બનીએ...યોગમાર્ગને પામવાની જિજ્ઞાસા પૂર્વક સાધના પંથે પ્રયાણ કરીએ...યોગમાર્ગ ખૂબ ગહન અને સૂક્ષ્મ છે. સૂક્ષ્મબુદ્ધિથી, સદ્ગુરુના સહારે સન્માર્ગને પામી આત્મકલ્યાણ સાધી મનુષ્ય જન્મ સફળ કરીએ...એ માટે દેવ-ગુરુ-ધર્મની સાચી ઓળખની ખૂબ જ આવશ્યકતા છે...મારા સ્વીકારેલા દેવ-સુદેવ કેમ ? સ્વીકારેલા ગુરુમાં સુગુરુત્વ, અને ધર્મમાં સુધર્મત્વ શું ? આ ખૂબ જ માર્મિક તત્ત્વ છે...તેને પામવાની મોક્ષ સુલભ બને છે. નવકારમંત્ર તેમજ લોગસ્સ સૂત્રની આરાધનાનો નિર્ધાર ઉત્તમ છે. પંચ પરમેષ્ઠિનું નિર્મળ આત્મદ્રવ્ય એ અત્યંતરયોગનું પુષ્ટ આલંબન છે. પણ પંચ પરમેષ્ઠિનું યથાર્થ સ્વરૂપ જે સમજે છે, પંચપરમેષ્ઠિ એ જ સારભૂત લાગે છે...એ સિવાયનું તમામ અસાર લાગે છે તે જ અત્યંતર યોગ પામી શકે છે. પંચ પરમેષ્ઠિના ગુણોની ઓળખ કરવા યોગમાર્ગનો સ્પષ્ટ બોધ જરૂરી છે... વચનગુપ્તિ વિષેનું ચિંતન ખૂબ સુંદર છે મનનીય છે. જિનશાસનના સારભૂત અષ્ટ પ્રવચન માતાને પામવા, ભાવથી પામવા સમર્થ બની પરમપદની નિકટતા પ્રાપ્ત કરીએ... એ જ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડમ્. એજ. લિ. સા. ચારુગિરાશ્રીજીના ધર્મલાભ • પુત્તોમુત્રપ્રવૃત્તિ એ ગુપ્તિ છે...સમિતિ ગુપ્તિના પરિણામ ગુણસ્થાનક પામ્યા પછી આવે છે. * * * * પત્રાવલિ-૮૫ સિંગાપુર સત્સંગયાત્રા રવિવાર, તા. ૧૮મી માર્ચ, ૨૦૦૭ વીર સંવત ૨૫૩૩ ને ફાગણ વદ ૧૪ મારી સીંગાપુર સંઘની મુલાકાત બોધકર, હિતકર અને રસપ્રદ રહેવા પામી હતી. સંઘના સ્થાપક, અગ્રણી અને ભાવશ્રાવક શ્રી નગીનભાઈ દોશી ને લખેલ પત્રની નકલ આપના વાચન-મનન સારું. શ્રુતસરિતા 2010_03 * ૪૩૪ પત્રાવલિ Page #460 -------------------------------------------------------------------------- ________________ સંઘના સ્થાપક-સેવક અને શ્રેયસ્કર શ્રાવક ભાઈશ્રી, તા. ૬ઠ્ઠી માર્ચના રોજ હું તથા મારા ધર્મપત્ની અરુણા આપની તથા આપના સંઘની સુવાસ સાથે સુખરૂપ અમેરિકામાં પહોંચી ગયા છીએ. શિબિરમાં મારો પ્રયાસ આપ સર્વેને હિતકર, બોધકર અને રુચિકર લાગ્યો, તે જાણી મને સ્વાભાવિકપણે આનંદ અને સંતોષ થયો. આપને તથા આપના સંઘને પ્રથમ વાર મળી મને અનહદ આનંદ આવ્યો. રૂબરૂ મળવાની આવી અજોડ તક મને આપ સૌ દ્વારા સાંપડી, તે બદલ આપનો આભાર માનું છું. અમારી મહેમાનગતિ અને આપશ્રી દ્વારા મને વ્યક્તિગત આપના ઘેર બોલાવી કરેલ સાધર્મિક બહુમાનપૂર્વક ભક્તિ સાચે જ અનુપમ અને અવર્ણનીય હતી. ભાઈ, આપણા સૌમાં પરમ શ્રદ્ધાનું બીજ કેમ પાંગરે, સંસાર પરથી રાગ કેમ દૂર થાય, સંયમની તાલાવેલી કેમ જાગે, જિનાજ્ઞાપ્રધાન જીવન કેવી રીતે જિવાય, વ્યાધિમાં સમાધિ કેમ રખાય, કર્મનિર્જરાનું લક્ષ્યની સાથે સાથે આશ્રવનિરોધ એટલે કે સંવર કેમ સાધી શકાય; અને આ બધામાંથી પરમ શ્રેય સાધીને લોકોત્તર ક્રિયા કરતાં કરતાં મોક્ષનું સુખ પ્રાપ્ત કરવું સુગમ અને સરળ બની જાય છે, તેવું આપણાં શાસ્ત્રો-આગમાં સ્પષ્ટપણે દર્શાવે છે. ધર્મનો મર્મ સમજાવતી આગમવાણી વૈરાગ્ય રેલાવતી, મિથ્યાત્વ કાપતી, સમ્યકત્વ જગાડતી, દેશવિરતિ વિકસાવતી, સંયમમાં જોડતી, સન્માર્ગે દોરતી, મોહને છેદતી, રાગ-દ્વેષને બાળતી, સંશયને છેદતી, શાસનરસ છલકાવતી અને આપણને સૌને અનંત આત્મવૈભવનું દર્શન કરાવતી અને જન’ માંથી “જૈન” અને “જૈન” માંથી “જિન” બનવાનું સબળ અને પ્રબળ નિમિત્ત પૂરું પાડે છે. આપણે લક્ષ્ય તો બરોબર જિનેશ્વર ભગવંત સમાન બનવાનું ગોઠવી રાખ્યું છે; પરંતુ હવે, હવે આપણે આપણાં લક્ષણો તદ્અનુસાર કેળવવાં તો પડશે ને? આ ભવનું આયુષ્ય પાણીના પરપોટાની માફક પૂર્ણતાને આર ક્યારે આવી જશે, તેની ખબર તો આપણને નથી. ચરમ શાસનપતિ તીર્થકર શ્રી મહાવીર સ્વામી ભગવન્ત શ્રી ગૌતમ સ્વામી દ્વારા આપણને સૌને ઉપદેશ આપે છે કે “એક પણ સમયનો પ્રમાદ કરીશ નહીં.” પ્રમાદની પથારી છોડી આપણે, ભાઈ, સમજણના ઘરમાં બેસવું જ પડશે. અને તે માટે, અઢાર પાપસ્થાનકના ઉકરડામાંથી વિરમી રત્નત્રયીની અભુત સુવાસ પ્રગટાવનારી પરમ કલ્યાણમયી જ્ઞાનસહિત ક્રિયાની આવશ્યકતા આપણે સમજી આપણા રોજિંદા જીવનમાં ઉતારવી પડશે, અપનાવવી પડશે. - ભાઈ, આપશ્રીની સંઘસેવા તો સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે; અનુમોદનીય છે; અનુકરણનીય છે. આપ બન્નેનો ધર્મરાગ અને ધર્મચિ સાચે જ પ્રશંસનીય છે. ધન્ય છે આપ બન્નેને અને આપ બન્નેના પરમ ઉપકારી માતા-પિતાને કે જેઓએ આપ બન્નેમાં ધર્મના આવા સુશોભિત સુસંસ્કારોનું સિંચન કર્યું છે. ભારોભાર ભાવપૂર્ણ ધર્મપરાયણ એવા આપશ્રીના પરિવાર સાથે મારે પરિચય થયો તે મારા માટે ચિરસ્મરણીય બની રહેશે, ગૌરવપૂર્ણ બની રહેશે. શ્રી સિદ્ધ ભગવત્ત બનવાના સિદ્ધ ઉપાયો : પત્રાવલિ શ્રુતસરિતા ૪૩૫ 2010_03 Page #461 -------------------------------------------------------------------------- ________________ (૧) રત્નત્રયીનું તરણ - (દર્શન, જ્ઞાન, ચારિત્ર) (૨) તત્ત્વત્રયીનું શરણ - (દેવ, ગુરુ, ધર્મ) (૩) સાધનત્રયીનું કરણ - (શ્રદ્ધા, શુદ્ધિ, વિધિ) (૪) ભાવત્રયીનું ભરણ - (જ્ઞાન, સંવર, તપ) પ્રકાશક રોધક શોધક આ ચારે ઉપાયોનું નિયમિત સેવન કરતાં કરતાં આપણામાં એવો અનોખો અને અપૂર્વ ધર્મ પ્રગટે કે જે બે-ચાર ભવોમાં આપણને અવશ્ય સિદ્ધશિલા ઉપર બિરાજમાન કરાવી દે. ભાઈ, સંસારમાં સર્વ સુખનું મૂળ જાણતાં-અજાણતાં કરેલી પરમાત્માની આજ્ઞાની આરાધના છે અને સર્વ દુઃખનું મૂળ જાણતાં-અજાણતાં પણ કરેલી પરમાત્માની આજ્ઞાની વિરાધના છે. સતિ અને સદ્ગતિની પરંપરાનું મૂળ આજ્ઞાની આરાધના છે અને દુર્ગતિ અને દુર્ગતિની પરંપરાનું મૂળ આજ્ઞાની વિરાધના છે. આપણે સૌએ, જિનાજ્ઞાનો તાત્ત્વિક આદર, બહુમાન અને પાલન તરફ જીવનને વાળવું જ પડશે. કારણ કે મુક્તિના લક્ષ્ય વગર અને જિનાજ્ઞા પ્રત્યેના આદર વિના જે પણ ધર્મક્રિયા કરાય છે તેનાથી માત્ર ગતિ થાય છે; પ્રગતિ તો મુક્તિના લક્ષ્યપૂર્વક અને આજ્ઞા પ્રત્યેના આદરપૂર્વક જે ધર્મક્રિયા કરાય તેનાથી જ થાય છે. સંસારના લક્ષ્યથી અને આજ્ઞા પ્રત્યે અનાદરથી જે પણ ધર્મક્રિયા કરાય તેનાથી અવગતિ-અધોગતિ થાય છે. ભાઈ, ધર્મક્રિયા કરનાર આપણે નિરંતર એ જોવું જોઈએ કે “હું જે ધર્મક્રિયા કરું છું તેનાથી મારી ગતિ-પ્રગતિ કે અવગતિ થઈ રહી છે ?’’ ધર્મક્રિયા એટલે કે ધર્મકરણી એ વકરો છે અને તેના દ્વારા જે ગુણપ્રાપ્તિ થાય છે તે નફો છે. ધર્મકરણી જીવનભર કરીએ અને ગુણપ્રાપ્તિ ન થાય તો શું કહેવાય ? માત્ર વકરો કર્યો પણ નફો ના કર્યો. ભાઈ, આપણે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, જાપ, દાન, શીલ, તપ વગેરે અનેક પ્રકારની ધર્મકરણી કરીએ અને એના દ્વારા ગુણ પ્રાપ્તિ રૂપ નફો ન થાય તે એનો ફાયદો શું ? ધર્મકરણી કરવા છતાં ગુણ પ્રાપ્તિ થાય નહીં તો સમજવું કે આ બધી ધર્મકરણી જિનાજ્ઞા-નિરપેક્ષપણે કરી એનું આ પરિણામ છે. માટે, જિનેશ્વરની આજ્ઞાને, આશાના સ્વરૂપને અને આશાના પ્રકારોને જાણવા અત્યંત જરૂરી છે. પાંચ પદનો નવકાર કર વડે શંખાવૃત્ત-નંદાવૃત્ત વડે આપ બન્ને ગણવાનો પ્રારંભ કરો અને દરરોજ એક સામાયિક કરવાનો નિયમને આપ બન્ને વરો તેવી મારી પણ ભાવના છે. શંખાવર્ત અને નંદાવર્ત પણ અત્યંત ઉપકારી છે. તેના ઉપર આંગળીના વેઢા ઉપર ગણવાની વિધિ મેં ‘નવકાર’ લિખિત ફોલ્ડરમાં Page 19A ઉપર આપેલી છે. એક વાત નક્કી કરી લેવા જેવી છે : (૧) જવું છે કયાં ? મોક્ષમાં ! (ર) પામવું છે શું ? સાધુપણું કે મહાસતીજીપણું (૩) એ ન મળે ત્યાં સુધી એને મેળવવા માટે ઊંચામાં ઊંચું શ્રાવકપણું. શ્રુતસરિતા 2010_03 ૪૩૬ પત્રાવલિ Page #462 -------------------------------------------------------------------------- ________________ જેમણે અહિંસા, સંયમ અને તપના અનુષ્ઠાન વડે આત્માની અનંત શક્તિનો પ્રકાશ કર્યો અને અક્ષય, અનંત અને અવ્યાબાધ પદની પ્રાપ્તિ કરી છે તેવા શ્રી જિનેશ્વર ભગવંત આપ બન્નેને અને પરિવારને ઊર્ધ્વગામી લક્ષ્ય સાધવામાં પરમ નિમિત્ત પૂરું પાડે એ જ મારી ભાવના-અભ્યર્થના. લિ. આપનો સાધર્મિક રજની શાહ * * * પત્રાવલિ-૮૬ મંગળવાર, તા. ૮મી મે, ૨૦૦૭ વીર સંવત ૨૫૩૩ ને વૈશાખ વદ ૬ શ્રી શ્રેયાંસનાથ પ્રભુ ચ્યવન કલ્યાણક શુભ દિન. સાધર્મિક સૌજન્યશીલ શ્રાવક શ્રી દિલીપભાઈ તથા પરિવાર, મસ્કત. આપનો તા. ૧૯મી એપ્રિલ, ૨૦૦૭નો પત્ર મળ્યો. વાંચી આનંદ થયો. આપશ્રીએ પાઠવેલ નિયંત્રણ બદલ આપનો ખૂબ આભાર. મસ્કતમાં આટલી મોટી સંખ્યામાં જૈન પરિવારનો વસવાટ છે, તે જાણી હર્ષ થયો. 2010_03 સ્વપરિચયાર્થે જણાવું તો મારું મૂળ વતન અમદાવાદ છે. દેરાવાસી મૂર્તિપૂજક પરિવારમાં જન્મેલ. મારી ઉંમર ૬૪ વર્ષની છે. અમેરિકાની એક સ્થાનિક બેંકમાં કોમર્શીયલ Lending Department માં હાલમાં હું નોકરી કરું છું. ધાર્મિક ગ્રંથોનો પણ અભ્યાસ કરેલ છે. આપના સંઘમાં આવવા માટે મારે વૅકેશનની રજાઓની જરૂર પડે. ૨૦૦૭નું વૅકેશન સીંગાપુરમાં ભાવશ્રાવક અને અનુપમ વૈયાવચ્ચ ગુણધારી શ્રી નગીનભાઈ દોશીના સાનિધ્યમાં શિબિરમાં પસાર થઈ ગયું. આવતા વર્ષે જો અનુકૂળતા થશે, તો આપને અવશ્ય જાણ કરીશ. દિલીપભાઈ, સાંસારિક કામની સાધનામાં કેટકેટલી તકલીફ પડે છે. તે કાર્યો પણ વગર મહેનતે પાર પડતા નથી. જરૂર કોઈ પુણ્યવાન જીવને સાંસારિક પદાર્થો વગર મહેનતે મળી જાય છે. જ્યારે ધર્મકાર્ય તો ઉદ્યમપ્રધાન છે, પુરુષાર્થપ્રધાન છે. માટે, શક્તિ હોવા છતાં ધર્મકાર્ય કે ધર્મક્રિયા ન કરવામાં આવે તો ધર્મમાં અંતરાય કર્મ બંધાય. માટે જ, અશક્તિનું બહાનું કાઢી ધર્મકાર્યથી ખસી જવું નહીં. નવકારવાળી, સામાયિક, પ્રતિક્રમણ, પચ્ચક્ખાણ આદિ ક્રિયાઓ પહેલવહેલી કદાચ અઘરી લાગે. થોડીક અકળામણ પણ કદાચ થાય. થોડાક દાખલા જોઈએ તો; વિષયના રાગીને શીલ અઘરું જ લાગે, આખો દહાડો ખા-ખા કરનારને તપ અઘરૂં જ લાગે, વાતવાતમાં ગુસ્સો કરનારને ક્ષમા રાખવી ભારે પડે, અભિમાનીને નમ્રતા કેળવવી આકરી લાગે, માયાકપટમાં ટેવાયેલાને સરળતા રાખવી મુશ્કેલ લાગે, લોભના અને લાભના દાસ બનેલાને સંતોષ આવે જ નહીં; વગેરે. ભાઈ, આપણા દોષને દોષરૂપે જાણી, ઓળખી, એનાથી બચવા માટે અને ગુણના પરીક્ષક પત્રાવલિ ૪૩૭ શ્રુતસરિતા Page #463 -------------------------------------------------------------------------- ________________ બની ગુણને મેળવી લેવા માટે શ્રુતશરણે (જિનવાણીના શરણે-કેવલી પન્નત ધમ્મ શરણં પવામિ) જઈ કૃતનિશ્ચયી આપણે બનીએ તો આજે અઘરા લાગતાં અનુષ્ઠાનો કે ગુણો મેળવવા સહેલા લાગે. મારો તો સ્વાનુભવ છે કે ધર્મક્રિયામાં સતત પ્રયત્નશીલ રહેવાથી એક દિવસ તો અવશ્ય સારો ભાવ આવી જાય છે કે જે પછીના આપણા શેષજીવનમાં તે શુભ ભાવ ટકી જાય છે. શ્રી સાધુ/પૂ. મહાસતીજી સમાગમ, જિનવાણીનું શ્રવણ-આચરણ અને સદ્અનુષ્ઠાનના યોગે અનેક જીવો ભવસાગર તરી ગયા છે, તો દિલીપભાઈ, આપણે કેમ નહીં ? દિલીપભાઈ, અપ્રાપ્ત ગુણની પ્રાપ્તિ માટે અને પ્રાપ્ત ગુણની અભિવૃદ્ધિ કે ખિલવણી માટે આપણે પ્રતિદિન ધર્મશ્રવણ કરવું જોઈએ. પ્રત્ય, ધર્મ શ્રવમિતિ । ધર્મશાસ્ત્રનું શ્રવણ અનંત ગુણના લાભનું અમોઘ કારણ બને છે. તેના વડે, સંતાપયુક્ત ચિત્તને શાંત બનાવી સ્થિર બનાવી શકાય છે. પરદેશમાં ધર્મશાસ્ત્રનું શ્રવણ સંભવિત હોતું નથી. માટે, જાતે અથવા કોઈ અભ્યાસી શ્રાવક-શ્રાવિકાની સહાયથી ધર્મશાસ્ત્રના અભ્યાસની, વાચનની, મનનથી ચિંતનથી સુટેવ પાડવા જેવી છે. મુખ્યત્વે ધર્મ એક પ્રકારે હોવા છતાં અનુષ્ઠાતાના ભેદે બે વિભાગમાં વહેંચાય છે. સર્વવિરતિ ધર્મ અને દેશવિરતિ ધર્મ (ગૃહસ્થ ધર્મ). ગૃહસ્થ ધર્મના પણ તથાવિધ અનુષ્ઠાતાના ભેદે પુનઃ બે પ્રકાર પડે છે - (૧) સામાન્ય ગૃહસ્થ ધર્મ (૨) વિશેષ ગૃહસ્થ ધર્મ. સઘળો શ્રાવક-શ્રાવિકા સમુદાય સામાન્ય રીતે જે જે આચારોને માન્ય રાખે તે બધો સામાન્ય ગૃહસ્થ ધર્મ. અર્થાત્ આત્મશ્રેય માટે સર્વમાન્ય જે સદાચારને પાળે તે સામાન્ય ગૃહસ્થ ધર્મ. વિશેષ ગૃહસ્થ ધર્મ એટલે કે ગ્રંથિભેદ કર્યા બાદ જે આંશિક આત્માનુભવરૂપ સમ્યગ્દર્શન અને અપેક્ષાએ પાપ નહીં કરવા રૂપ સ્થૂલ વિરતિ અર્થાત્ અણુવ્રત વગેરેનો સ્વીકાર કરવો તે. દિલીપભાઈ, ક્યાં સુધી આપણે સામાન્ય ગૃહસ્થ ધર્મી બન્યા રહેવાનું, તે આપણે જ નક્કી કરવાનું છે. કોઈ કહેવા આવનાર નથી. ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટતું જ જાય છે. મારી સમજણ અનુસાર, મુક્તિ, મુક્તિના સાધનો, મુક્તિમાર્ગના ઉપદેશકો (પૂ. મહાસતીજી આદિ), અને મુક્તિના સાધકો તરફ આપણે રાગ અને આદર કેળવવો જોઈએ. આ એક જ ગુણ બાકીના સઘળા ય ગુણોને ખેંચી લાવે છે. આ સઘળા ગુણો ભેગા મળી આપણને આત્મવિકાસના પંથે આગળ લઈ જશે અને અંતે કેવળજ્ઞાનરૂપી પૂર્ણ પ્રકાશને પમાડશે. અમેરિકામાં આ વર્ષે બે વિષયો પર મને શિબિર કરાવવાનો લાભ મળેલ. (૧) પુણ્ય પ્રકાશનું સ્તવન (૨) માર્ગાનુસારીના ૩૫ ગુણ. આ બન્ને શિબિર વિષયક મેં તૈયાર કરેલ લખાણ આ સાથે, આપણી જાણ સારું મોકલું છું. આપના આમંત્રણ બદલ ફરીથી આભાર. શ્રુતસરિતા 2010_03 * * * ૪૩૮ * લિ. આપનો સાધર્મિક, રજની શાહ પત્રાવલિ Page #464 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૮૭ જેનાથી બધું સમાય તે આજ્ઞા ગુરુવાર, તા. ૧૦મી મે, ૨૦૦૭ વીર સંવત ૨પ૩૩ ને વૈશાખ વદ ૮ શ્રી મુનિસુવ્રત સ્વામી જન્મ કલ્યાણક શુભ દિન સૌજન્યશીલ સ્વજન અને સમ્યકરત્ન ઝવેરી શ્રી નગીનભાઈ, સિંગાપોર. આપની સાથે થોડાક સમય અગાઉ ફોન પર વાત થયાનો મને ખૂબ આનંદ થયો હતો. આપશ્રીની ભલામણથી અને અપૂર્વ અનુગ્રહથી, લંડનથી ધર્મપ્રભાવક શ્રી નેમુભાઈ ચંદેરિયાનો મારા ઉપર ફોન હતો અને ત્યાં જવા મને આમંત્રણ પાઠવ્યું હતું. મસ્કતથી શ્રી દિલીપભાઈનો પણ પત્ર મને નિમંત્રણ પાઠવતો મળ્યો છે. મેં તેઓને પ્રત્યુત્તર લખ્યો છે. નકલ આપની જાણ સારું આ સાથે મોકલું છું. મારા ગયા પત્રમાં લખ્યા મુજબ, આપશ્રીએ નવકાર ગણવાનો અને સામાયિક કરવાનો પ્રારંભ કરી દીધો હશે. પૂ. શ્રી ભદ્રબાહુસ્વામી, જે અંતિમ ચૌદ પૂર્વધર હતા, તેઓશ્રી લિખિત “આવશ્યક સૂત્ર'માં જણાવે છે કે સામાયિક એ સાધ્ય છે અને એ સાધ્યને સિદ્ધ કરવાના સાધનો બાકીના પાંચ આવશ્યક છે. આમ, છ આવશ્યકનું વિશ્લેષણ યથાર્થપણે કરતાં “સામાયિક’ આવશ્યક પર ખૂબ ભાર મૂકવામાં આવે છે. ભાઈ, જૈનશાસનનું હાર્દ જિનાજ્ઞા છે. જિન વિના જિનાજ્ઞા નહીં અને જિનાજ્ઞા વિના જૈનશાસન નહીં. રાગ-દ્વેષાદિ આંતરશત્રુઓને જીતે તે જિન. એવા શ્રી જિનેશ્વર ભગવંતે સ્વયં કેવળજ્ઞાનદર્શનથી જોયો-જાણેલો રાગ-દ્વેષાદિ આંતરશત્રુઓને જીતવાનો માર્ગ બતાવ્યો એ જ જિનાજ્ઞા. શ્રી જિન કયારેય આજ્ઞા કરતા નથી. એ વસ્તુ સ્વરૂપનું નિદર્શન માત્ર જ કરાવતા હોય છે. એમને સમર્પિત જૈન માત્ર માટે એ ઉપદેશ જ પરમ આજ્ઞા સ્વરૂપ બની જતો હોય છે. કારણ કે એ ઉપદેશને ઝીલીને જ આત્મા પરમાત્મપદ કરી શકે. સીંગાપુરની શિબિરમાં મેં આ બાબત વધુ વિશ્લેષણથી સમજાવી હતી. ઈતર ધર્મો એટલે ધર્મને બનાવનાર અને જૈન ધર્મ એટલે ધર્મને બતાવનાર. ધર્મને બનાવનાર આજ્ઞા આપે અને ધર્મને બતાવનાર ઉપદેશ આપે. ભાઈ, જિનની ઉપદેશાત્મક સઘળી આજ્ઞાઓનો સરવાળો એટલે જૈન શાસન. બીજી રીતે કહું તો જૈન શાસનને સમજવું હોય તો તેણે જિનની આશાઓને સમજવી પડે. આજ્ઞા શબ્દની વ્યુત્પત્તિ પણ આવો જ બોધ આપણને આપે છે. મમત્તાત્ જ્ઞાયતે ત નાજ્ઞા | અર્થ : જેનાથી બધું જ જણાય તે આજ્ઞા. જરા વિસ્તારથી આ વ્યાખ્યાને આપણે ખોલીએ તો આપણને કેવળજ્ઞાન અને કેવળદર્શન સુધી પહોંચાડે તે આશા'. આ પરમાર્થ મળ્યા વિના નહીં રહે. સિદ્ધ ભગવંતો જિનાજ્ઞાના પરમોચ્ચ શિખરે આરૂઢ થયેલા છે. ભાઈ, તમારે, અમારે, આપણા સહુએ કે જગતના કોઈ પણ જીવને સુખની ભેટ આપનાર આશા-સામ્રાજ્ય જ છે. દુ:ખથી હંમેશ માટે મુક્તિ આપનાર તત્ત્વ પણ એ જ આજ્ઞાશાસન છે. જે કોઈ આ તારક આજ્ઞાશાસનના શરણે આવ્યા તે સુરક્ષિત બન્યા. જેમણે જિનાજ્ઞાને ફગાવી તે ચોર્યાશીના ચક્કરમાં અનંત દુ:ખનો મેરુભાર વહેવા માટે ફેંકાઈ ગયા. પત્રાવલિ ૪૩૯ શ્રુતસરિતા 2010_03 Page #465 -------------------------------------------------------------------------- ________________ ભાઈ, નાનકડી પણ ધર્મક્રિયા જો જિનાજ્ઞા ભળે તો આપણને એનું વાસ્તવિક ફળ બેસે. શ્રી જિને બતાવેલ સાધનાના પ્રભાવે આપણે આપણા રાગ-દ્વેષને જીતી શકીએ. ચૌદ રાજલોકની ટોચે આવેલ સિદ્ધશિલાના સ્વામી આપણે પણ બની શકીએ. એ માટે આપણી ધર્મક્રિયાઓ અમૃતમય બનવી જોઈએ. આ કાર્ય સાધવા માટે વીતરાગ પરમાત્માએ બતાવેલ મહાસતીજીપણું અને તેવી અશક્તિવાળા આત્મા માટે બીજા નંબરે સુશ્રાવકપણું અણિશુદ્ધ પાળવું પડે. આપણી સાધનામાં નવો જોન રેડી આપણી મુરઝાયેલી ચેતના શક્તિને નવો ઊર્ધ્વ આયામ “જિનાજ્ઞા વડે આપવાનો પ્રયાસ કરવાનો છે. આપની સંઘસેવા તો અજોડ છે, અપૂર્વ છે, અપ્રતિમ છે. એ અમૂલ્ય સેવા વડે, વૈયાવચ્ચ ગુણ વડે, આપશ્રી અપ્રતિપાતિ ગુણધારક છો. આ બધાની સાથે, આપનું અંતરંગ જીવન પણ ધર્મક્રિયાઓથી વધુ ને વધુ રંજિત થવા માંડે તો સોનામાં સુગંધ ભળી જાય. આ સંસારમાં વિશુદ્ધ ધર્મ જ મુક્તિ અર્થે સદા ઉપાદેય છે-આદરથી ગ્રહણ કરવા યોગ્ય છે; કારણ કે બીજું બધું ય અંતે સુખ-દુ:ખનું કારણ છે. સુખના સંયોગ અને વિયોગ સાથે જોડાયેલું આપણું જીવન માત્ર શ્વાસોશ્વાસનું માળખું નથી; પણ અનેક અપ્રગટ ગુણોના ઉઘાડની શક્યતાવાળું-સંભાવનાવાળું આ જીવન છે. અનેકવિધ સગુણોના સ્વામી બનવાનું સદ્ભાગ્ય અને સૌભાગ્ય પ્રાપ્ત કરવાનું આ જીવન છે. મનને જ્યાં રસ છે, જેનામાં રસ છે; ત્યાં એ ચંચળ નથી, પણ સ્થિર છે. મનને જે ગમે, મન તેમાં રમે. મન બદલવાની જરૂર નથી, રુચિ કે રસ બદલવાની જરૂર છે. બહિર્મુખીમાંથી અંતર્મુખી થવાની જરૂર છે. આમાં, આપણે સૌ સફળ થઈએ તેવી મંગલ મનીષા. લિ. આપનો હિતેચ્છુ શ્રાવક, રજની શાહ પત્રાવલિ-૮૮ પ્રભુની પ્રભુતા પામીએ મંગળવાર, તા. ૩૧મી જુલાઈ, ૨૦૦૭ વીર સંવત ૨૫૩૩ ને અષાઢ વદ ૨ સૌજન્યશીલ સુશ્રાવક પૂજય શ્રી, (શ્રી મહેન્દ્રભાઈ શાહ, અમદાવાદ.) મારા ચરણસ્પર્શભર્યા પ્રણામ. આપનો તા. ૧૬મી માર્ચ, ૨૦૦૭નો લખેલ પત્ર મને મળ્યો. મારા પ્રત્યે આપના રાગના અને સુમધુર ભાવનાં દર્શન કર્યા. વાંચી અપાર આનંદ થયો. હસ્તલિખિત પત્ર અને E-mail વિષયક સચિત-અચિતનો ભેદ આપશ્રીએ સચોટ રીતે દર્શાવ્યો છે. આપની તબિયત ક્રમશઃ સારી થતી જાય છે, તે જાણી આનંદ અને સંતોષ. “અત્યંતર તપ યાત્રા વિષય ઉપર મેં અમેરિકામાં શિબિર યોજેલ. તે વિષયના મંગલાચરણમાં પૂ. શ્રી યશોવિજયજી મહોપાધ્યાય વિરચિત “જ્ઞાનસારમાંથી એક શ્લોક કહેલ. તે શ્લોક અહીંયાં યથાર્થપણે પ્રસ્તુત કરું છું. ४४० શ્રુતસરિતા 2010_03 પત્રાવલિ Page #466 -------------------------------------------------------------------------- ________________ तदेहि तपः कुर्यात्, दुनिं यत्र नो भवेत् । येन योगात् हीयन्ते, क्षीयन्तेने द्रियानि च ।। અર્થ દુર્ગાન ધ્યાન થાય નહીં; મન, વચન, કાયાના યોગની હાનિ થાય નહીં, તેમજ ઇન્દ્રિયની હાનિ થાય નહીં તેવો તપ કરવો જોઈએ. પરમોપકારી પૂ. આચાર્ય ભગવંત મને પણ કહેતા કે જૈનકુળમાં માનવભવનું અનેકગણું મહત્ત્વ છે. માટે, વધુ ને વધુ આ ભવમાં રહી શકાય, ટકી શકાય તેવા પ્રયત્નો કરવા. કાયાને સાધનાના સાધન તરીકે ગણી ખૂબ જ સાચવવી, જાળવવી. તનને પરિશ્રમમાં જોડવાના બદલે, મનને પરિશ્રમમાં જોડવું. મનથી જ બંધ છે અને મનથી જ મોક્ષ છે. તનને સંસારમાં રાખવાનું અને મનને મોક્ષમાં રાખવાનું. વધતી જતી ઉંમરને ધ્યાનમાં રાખી તનને માન આપવાનું આપણે સૌએ શીખવા જેવું છે. આપણને મોક્ષપ્રાપ્તિમાં આલંબનભૂત જૈનદર્શન બે વિભાગોમાં વહેંચાયેલ છે : (૧) શ્રતધર્મ અને (૨) ચારિત્રધર્મ. જીવ, અજીવ, પુણ્ય, પાપ આદિ ભાવોનું જેનાથી વાસ્તવિક જાણપણું થાય; ષ દ્રવ્યો, તેના ભિન્ન ભિન્ન ગુણો, અને દરેક દ્રવ્યના પર્યાયો વગેરે ભાવોનો જેનાથી સાચી રીતે ખ્યાલ થાય તેનું નામ “શ્રતુધર્મ' છે. શ્રી આચારાંગ સૂત્રાદિ દ્વાદશાંગી, અગિયાર ઉપાંગ, પન્ના, મૂલસૂત્ર, છેદસૂત્રો તેમજ સમ્યકશ્રુત તરીકે ગણી શકાય તેવા સર્વ પ્રકરણાદિ ગ્રન્થોનો એ શ્રતધર્મના સાધનમાં સમાવેશ થાય છે. જીવ, અજીવ, પુણ્ય, આદિ ભાવોને જાણ્યા બાદ તે ભાવો પૈકી “હેય ભાવો ઉપર હેય તરીકેની અને ઉપાદેય' ભાવોમાં ઉપાદેય તરીકેની શ્રદ્ધા થવા સાથે આત્માનું અહિત કરનાર પાપ, આશ્રવાદિ હેય ભાવોનો ત્યાગ અને આત્માનું હિત થાય તેવા પુણ્યાનુબંધી પુણ્ય, સંવરાદિ ભાવોનો આદર કરવામાં પુરુષાર્થ ફોરવવો, તેનું નામ “ચારિત્ર ધર્મ છે. શ્રત શ્રવણ માટે હોય છે; પણ “શ્રુતશ્રવણ'ને સાધન બનાવી જીવનલક્ષી સુખપાક્ય ધર્મચિંતનને આપણે સાધ્ય બનાવવું જોઈએ. ચિંતનમાં આવા પ્રશ્નો આપણી જાતને પૂછવા જોઈએ : તું કોણ? તે કોણ ? પોતે કોણ? હું કોણ? હું ક્યાંથી આવ્યો ? મારે ક્યાં જવાનું? મારું મૂળ શું? મારી પ્રકૃતિ, સ્વભાવ શું? પ્રકૃતિમાં થયેલી વિકૃતિ શું? મારા સ્વભાવનો વિભાવ શું ? મારું સ્વરૂપ શું? શું મારું સ્વરૂપ મને પ્રાપ્ત છે કે અપ્રાપ્ત? સ્વરૂપ પ્રાપ્તિની સાધના શી? સાધ્યનું સ્વરૂપ શું ? જ્ઞાની એવો હું અજ્ઞાની કેમ? આનંદસ્વરૂપ એવો હું સુખી-દુ:ખી કેમ ? આવાં આવાં પ્રશ્નો જાતને પૂછી જાત સાથે વાત કરીને અર્થાત્ સ્વરૂપચિંતન-આત્મચિંતન કરનાર આપણે દ્રવ્ય-ગુણ-પર્યાયના જ્ઞાતા બનવું જોઈએ. ગચ્છાધિપતિ પૂ. કૈલાસસાગરસૂરિજી મને કહેતાં કે પ્રભુએ પ્રભુ બનીને પ્રભુ બનવાનો માર્ગ બતાવ્યો છે. આ જે માર્ગ તે જ જૈનધર્મ. પ્રભુના બનીએ ! પ્રભુ બનીએ ! આ જ ધર્મનો સાર તથા બોધ. ભગવાનને શોધવાનું માંડી રાખી, ભગવાન બનવાનું શોધી કાઢો. પત્રાવલિ ૪૪૧ શ્રુતસરિતા 2010_03 Page #467 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બનવા ભાવની વિશુદ્ધ દશા જોઈએ, કે જેનું બીજું નામ “કેવળજ્ઞાન' છે. તેનું સ્વરૂપ ત્રણ પ્રકારે છે : (૧) વીતરાગ જ્ઞાન એટલે કે વીતરાગતાપૂર્વકનું જ્ઞાન કે જે પ્રશાન વેદન છે. (૨) નિર્વિકલ્પક જ્ઞાન એટલે કે અખંડ અક્રમિક જ્ઞાન કે જે અખંડ વેદન છે. (૩) સર્વજ્ઞ જ્ઞાન એટલે કે સર્વનું જ્ઞાન કે જે અનંતરરૂપ વેદન છે. આ ત્રણ ભાવમાંથી સાધનામાં જો કોઈ ભાવ ઉતારી શકાતો હોય તો તે વીતરાગતા છે. કારણ કે વીતરાગતાની વિકૃતિ મતિજ્ઞાનમાં થઈ છે. વીતરાગતા’ને જો આપણે મતિજ્ઞાનમાં ઉતારીએ તો સાધ્યથી અભેદ થઈ-વીતરાગ બની-આપણા લક્ષ્યને (કેવળજ્ઞાન) પ્રાપ્ત કરી શકાય. વિભુનો વૈભવ, સ્વભાવનો પ્રભાવ, પ્રભુની પ્રભુતા અને સ્વરૂપનું સૌંદર્ય આપણે સૌ સત્વરે પામીએ, એ જ શુભ ભાવના સાથે - લિ. આપનો સ્નેહાધીન, રજની શાહ પત્રાવલિ-૮૯ શ્રી પર્યુષણ આરાધના તા. ૨૮મી ઑગસ્ટ, ૨૦૦૭ વીર સંવત રપ૩૩ ને શ્રાવણ સુદી ૧૫ ને મંગળવાર શ્રી મુનિસુવ્રત સ્વામી ચ્યવન કલ્યાણક શુભ દિન સાધર્મિક શ્રાવક-શ્રાવિકા પરિવાર આપને મારા ભાવભર્યા અને ચરણસ્પર્શભર્યા પ્રણામ. વીસમા મુનિસુવ્રતસ્વામીને, વંદન કરીએ ભાવથી; પદમાનંદન પીડા હરી દે, પ્રકૃષ્ટ પુણ્ય પ્રભાવથી. અને પ્રતિબોધિત કરવાને, પ્રભુએ ઉગ્ર વિહાર કર્યો; શરણાગતની રક્ષા કરીને, દુનિયાથી ઉદ્ધાર કર્યો. પાવનકારી પર્વાધિરાજ પર્યુષણ પધારી રહ્યા છે, તે મંગલ અવસરે મારી પ્રાસંગિક અભિવ્યક્તિ અને શુભેચ્છાઓ પાઠવું છું. “સુણજો સાજન સંત, પર્યુષણ આવ્યા રે; તમે પુણ્ય કરો પુણ્યવંત, ભવિક મન ભાવ્યાં રે.” આરાધ્ય, આરાધક, આરાધના અને આરાધનાનું ફળ - આ ચારે વસ્તુઓનું જ્ઞાન પર્યુષણ પર્વની આરાધનામાં આવશ્યક છે. (૧) આરાધ્ય - પંચ પરમેષ્ઠિ (૨) આરાધક - પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિયુક્ત જીવ. (૩) આરાધના - મન, વચન અને કાયાથી શુદ્ધિપૂર્વક અને એકાગ્રતાપૂર્વક થતો જાપ. શ્રુતસરિતા ૪૪ ર પત્રાવલિ 2010_03 Page #468 -------------------------------------------------------------------------- ________________ (૪) ફળ - ઈહલૌકિક : અર્થ, કામ, આરોગ્ય પારલૌકિક : સ્વર્ગ, અપવર્ગ (મોક્ષ)ના સુખ. પરમેષ્ઠિઓ પાંચ છે અને ઈન્દ્રિયોના વિષયો પણ પાંચ છે. નમવું એટલે શરણે જવું. પાંચ વિષયોને શરણે જવાથી ચાર કષાયો પુષ્ટ થાય છે અને પાંચ પરમેષ્ઠિઓને શરણે જવાથી આત્માના ચાર ગુણ (જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ) પુષ્ટ થાય છે. પુષ્ટ થયેલા ચાર કષાયો ચાર ગતિરૂપ સંસારને વધારવામાં અને પુષ્ટ થયેલા ચાર ગુણ ચાર ગતિનો છેદ કરી પંચમ ગતિ (મોક્ષ)ને પમાડે ‘નમો' એ શરણગમનરૂપ છે. દુકૃત ગહ અને સુકૃતાનુંમોદનાએ શરણગમનરૂપ એક જ સિક્કાની બે બાજુ છે. દુષ્કતગહથી પાપનું મૂળ બળે છે અને સુકૃપાનુમોદનાથી ધર્મનું મૂળ સિંચાય છે. આમ, નવકારમાં સાધ્ય, સાધન અને સાધના - એ ત્રણેની શુદ્ધિ રહેલી છે. ‘ામાં રદંતા ' પદમાં ‘vમો' એ સાધન છે; “ગરિ' એ સાધ્ય છે અને ‘તાdi' - તન્મયતા - એ સાધના છે. આ સપ્તાક્ષરી મંત્રના ઉચ્ચારણથી ‘નમો’ પદ વડે સાધ્યનો સમ્યક્યોગ થાય છે; ‘રઈં' પદ વડે સાધ્યના સમ્યક સાધનની પ્રાપ્તિ થાય છે અને “તા' પદ વડે સાધ્યની સમ્યસિદ્ધિ થાય છે. મનને આત્માધીન બનાવવાની પ્રક્રિયા ‘ri' પદ વડે સધાય છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબ કૃત ‘એકાક્ષરી કોષમાં જણાવે છે કે “મો' પદનો “” “=' અક્ષર સૂર્યવાચક છે અને “' અક્ષર ચંદ્રવાચક છે. મંત્રશાસ્ત્રમાં સૂર્ય એટલે આત્મા અને ચંદ્ર એટલે મન. આ દષ્ટિએ, ‘માં’ પદમાં પ્રથમ સ્થાન આત્માને મળે છે. “માં” કે “નમો’ પદથી થતો બોધ : (૧) આ પદ વડે આપણા અંતરમાં ધર્મબીજનું વાવેતર થાય છે. માટે, આ પદને ધર્મનું પ્રવેશદ્વાર ગણવામાં આવ્યું છે. (૨) મન એ કર્મનું સર્જનસ્થાન છે. માટે, કર્મના બંધનથી જેને છૂટવું છે, તેને સૌ પ્રથમ મનની આધીનતામાંથી છૂટવું પડશે. આ પદ મનની ગુલામીમાંથી આપણને છોડાવે છે. (૩) પ્રકૃતિ ઉપર વિજય અપાવનારૂં પદ. (૪) બહિર્મુખ મનને આત્માભિમુખ બનાવવા માટેનું સામર્થ્ય. (૫) ઉપલક્ષણથી કાયા, કંચન, કામિની, કુટુંબ અને કીર્તિને ગૌણત્વ આપવું. (૬) આત્મામાં જ મન, આત્મા તરફ જ વેશ્યા, આત્માનો જ અધ્યવસાય અને આત્મામાં જ ઉપયોગ ધારણ કરવો. (૭) ત્રણેય કરો અને ત્રણેય યોગોને આત્મભાવનાથી ભાવિત કરવા. (૮) દ્રવ્યથી અને ભાવથી, દેહથી અને પ્રાણથી, મનથી અને બુદ્ધિથી તેમ જ બાહા અને અંતરથી સંકુચિત થવું તે. પત્રાવલિ શ્રુતસરિતા ૪૪૩ 2010_03 Page #469 -------------------------------------------------------------------------- ________________ (૯) આ પદની સાથે પંચ પરમેષ્ઠિના પદોને જોડવાથી, તેનો અર્થ અને આશય પણ આત્માની શુદ્ધ અવસ્થાઓને આગળ કરવાનો છે. તે અવસ્થાઓ વડે અવસ્થાવાન શુદ્ધ આત્માની અંદર પરિણતિ' લઈ જઈ ત્યાં સ્થિર કરવાની છે. (૧૦) અનાત્મભાવ તરફ ઢળતા જીવને આત્મભાવમાં લઈ જવાના પ્રશસ્ત કાર્યમાં સેતુ સમાન છે. (૧૧) અનાત્મભાવની શૂન્યતામાંથી આત્મભાવની પૂર્ણતામાં લઈ જવા માટેનું આ પદ અમોઘ સાધન (૧૨) કર્મગ્રંથની દષ્ટિએ, રાગ-દ્વેષ અને મોહ એ ત્રિમાર સ્વરૂપ છે, અથવા ઔદયિક ભાવના ધર્મો ત્રિમાત્ર સ્વરૂપ છે. ક્ષયોપશમ ભાવના ધર્મો એ અર્ધમાત્રારૂપ છે. ક્ષાયિક ભાવના ધર્મો એ અમારરૂપ છે. અમારા એટલે અપરિચિત એવું આત્મસ્વરૂપ. કર્મકૃત વૈષમ્ય એ ત્રિમાત્ર સ્વરૂપ છે. ધર્મકૃત “નમો' ભાવ એ અર્ધમાત્રારૂપ છે અને તેથી થતો પાપનો નાશ અને મંગલનું આગમન એ અમાત્રરૂપ છે. (૧૩) “નમો’ પદ નિર્વિકલ્પ પદની પ્રાપ્તિ વડે પાંચમી ગતિની ભેટ આપે છે. અશુભ વિકલ્પોમાંથી છોડાવી શુભ વિકલ્પોમાં જોડાવે અને અંતે નિર્વિકલ્પ બનાવે છે. માટે, “નમો પદને પુલની ઉપમા યથાર્થપણે ઘટે છે. આપણને મોક્ષપ્રાપ્તિમાં આલંબનભૂત જૈનદર્શન બે વિભાગોમાં વહેંચાયેલ છે. (૧) શ્રતધર્મ અને (૨) ચારિત્રધર્મ. જીવ, અજીવ, પુષ્ય, પાપ આદિ ભાવોનું જેનાથી વાસ્તવિક જાણપણું થાય, પડ દ્રવ્યો, તેના ભિન્ન ભિન્ન ગુણો અને દરેક દ્રવ્યના પર્યાયો વગેરે ભાવોનો જેનાથી સાચી રીતે ખ્યાલ થાય તેનું નામ “મૃતધર્મ છે. શ્રી આચારાંગ સૂત્રાદિ દ્વાદશાંગી, અગિયાર ઉપાંગ, પન્ના, મૂલસૂત્ર, છેદસૂત્રો તેમ જ સમ્યકશ્રુત તરીકે ગણી શકાય તેવા સર્વ પ્રકરણાદિ ગ્રન્થોનો એ શ્રુતધર્મના સાધનમાં સમાવેશ થાય છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ આદિ ભાવોને જાણ્યા બાદ તે ભાવો પૈકી “હેય' ભાવો ઉપર “હેય’ તરીકેની અને ‘ઉપાદેય' ભાવોમાં ‘ઉપાદેય' તરીકેની શ્રદ્ધા થવા સાથે આત્માનું અહિત કરનાર પાપ, આસવાદિ હેય ભાવોનો ત્યાગ અને આત્માનું હિત થાય તેવા પુણ્યાનુબંધી પુણ્ય, સંવરાદિ ભાવોનો આદર કરવામાં પુરૂષાર્થ ફોરવવો, તેનું નામ “ચારિત્રધર્મ' છે. શ્રત શ્રવણ માટે હોય છે; પણ “શ્રુતશ્રવણ' ને સાધન બનાવી જીવનલક્ષી સુખપાઠય ધર્મચિંતનને આપણે સાધ્ય બનાવવું જોઈએ. ચિંતનમાં આવા પ્રશ્નો આપણી જાતને પૂછવા જોઈએ. હું કોણ? હું કયાંથી આવ્યો? મારે ક્યાં જવાનું? મારૂં મૂળ શું? મારો સ્વભાવ શું? મારું સ્વરૂપ શું? પરભવે સદ્ગતિ મેળવવા માટે હજી શું શું કરવાનું બાકી છે ? મારી પ્રકૃતિમાં થયેલી વિકૃતિ શું ? મારા સ્વભાવનો વિભાવ શું? શું મારું સ્વરૂપ મને પ્રાપ્ત છે કે અપ્રાપ્ત ? સ્વરૂપ પ્રાપ્તિની સાધના શી? જ્ઞાની એવો હું અજ્ઞાની કેમ ? આનંદસ્વરૂપ એવો હું સુખી-દુઃખી કેમ? સાધ્યનું સ્વરૂપ શું? શ્રુતસરિતા ४४४ પત્રાવલિ 2010_03 Page #470 -------------------------------------------------------------------------- ________________ પ્રભુએ પ્રભુ બનીને પ્રભુ બનવાનો માર્ગ આપણને બતાવ્યો છે. પ્રભુના બનીએ ! પ્રભુ બનીએ. આ જ ધર્મનો સાર અને બોધ. પ્રભુને શોધવાનું માંડી વાળી, પ્રભુ બનવાનું શોધી કાઢીએ. આ વર્ષ દરમ્યાન, જાણતાં-અજાણતાં, મન, વચન અને કાયાથી મારા વડે આપનું દિલ જો દુભવ્યું હોય, તો તે બદલ મારા મિચ્છા મિ દુક્કડમ્. આપ પણ મને ઉદાર દિલે ક્ષમા કરશો. આત્માને શાન્ત, પ્રશાન્ત અને ઉપશાનત બનાવી, સંવત્સરિ પર્વની સાધનાને સફળ બનાવી પ્રભુની પ્રભુતા, વિભુનો વૈભવ, સ્વભાવનો પ્રભાવ અને સ્વરૂપનું સૌંદર્ય આપણે સૌ સત્વરે પામીએ એ જ મંગલ મનીષા. લિ. આપનો સાધર્મિક, રજની શાહ * * * * * પત્રાવલિ-૯૦ તા. ૨૧મી ડિસેમ્બર, ૨૦૦૬ ભવજલનિધિપોત : પૂજય બેનશ્રી, પ્રણામ. અશાતાના ઉદય વેળાએ આપશ્રીએ અનેરી સમતા ધારી છે, જે અભૂતપૂર્વ તો અવશ્ય છે જ; પણ જીવનની પશ્ચિમ દિશામાં આવી ગયેલા મારા જેવા માટે આપશ્રીની સમતા ઉદાહરણરૂપ છે. કાયાની વેદના વેળાએ અને ભાવિની ભયંકરતાના ખ્યાલ વડે ઉત્પન્ન થતી અસમાધિ ટાળવા માટે દેવગુરૂની કૃપા જ સાર્થ્યવાન છે. સત્સંગનું એક અજોડ બળ હોય છે. આપશ્રીની સ્વસ્થતા જળવાઈ રહે અને સમતા ટકી રહે તેવી શાસનદેવને નિરંતર પ્રાર્થના છે. બેન, આપશ્રીએ મારા જેવા અલ્પજ્ઞાનીના લખાણો માટે આ સંકલનની તૈયારી દર્શાવી છે, તે જાણી મને અંતરનો ખૂબ આનંદ થયો છે. આપનો આભાર કેમ કરી માનું? આપનો હું ઋણી છું. મારા હસ્તલિખિત લખાણોનું સંકલન છપાય તો એક બુક તરીકે વાંચવાનું અને સાચવવાનું વધુ સુગમ બની રહેશે, તે વાત આપશ્રીએ ફોન ઉપર કહી હતી, તે સાચી છે. મારા લખાણોનો આધાર મારા અલ્પ ક્ષયોપશમ સહિત મુખ્યત્વે પૂ. સાધુ ભગવંતોના લખેલ પુસ્તકો-ગ્રંથો-વિવેચનો-ટીકાઓ વિગેરે છે, જે આપની જાણ સારૂં. તેમ છતાં, ક્યાંય પણ આપને વિપરિતતા દેખાય તો સુધારજો. હવે આપશ્રી પ્રત્યે મારા અપાર રાગનું કારણ કહું છું. શ્રી નીતિસૂરિ ગચ્છ પ્રવર્તિની પૂ. સાધ્વીજી મહારાજ કે જેઓ મુખ્યત્વે ઘાંચીની પોળ (માણેકચોક)ના ઉપાશ્રયમાં બિરાજતા. તેઓશ્રીને કાળધર્મ પામે પણ અનેક વર્ષો થઈ ગયા. તેઓ મારા માટે “યામિનિ મહારા’ સમાન હતા. તેઓશ્રી સંસારી અવસ્થામાં મૂળ દહેગામના હતા. હું પણ દહેગામનો. માટે, કૌટુંબિક પરિચય પણ ખરો જ. ઘાંચીની પોળથી એક વાર તેઓશ્રી અમારા ઘર (આંબાવાડી) વિહાર કરીને પધાર્યા. તેઓશ્રી અમારા ઘેર પધારે, ત્યારે સ્થિરતાથી એકાદ અઠવાડિયું અમારા બંગલે રહેતા અને અમને જ્ઞાનદાનનો લાભ આપે અને અમે વૈયાવચ્ચનો લાભ લેતા. પત્રાવલિ ૪૪૫ શ્રુતસરિતા 2010_03 Page #471 -------------------------------------------------------------------------- ________________ એક વખત મેં તેઓશ્રીને મારી સાંસારિક મુંઝવણની વાત કરી અને તે અંગે કોઈ અનુષ્ઠાન નિવારણાર્થે કરવા માટે પૂછયું. તેઓશ્રીએ એક ચિઠ્ઠી લખી મને પૂ. ભાનુચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ પાસે તે વિષય અંગે મોકલ્યો. અને ત્યાંથી પરિચય શ્રી આચાર્ય ભગવંતનો થયો. પૂ. ભાનુચંદ્રસૂરિજીએ ખાસ કરીને મંત્ર-યંત્ર રહસ્યના ગ્રંથો, જૈનભૂગોળ અને લોકપ્રકાશ (દ્રવ્યલોક, ક્ષેત્ર લોક, કાળલોક અને ભાવલોક) વિ. ગ્રંથો ખૂબ મહેનત કરી મને ભણાવ્યા. અન્ય પૂ. સાધુ ભગવંતો પાસેથી સમય, સંજોગ અને શક્તિ અનુસાર મને ભણવાનો લાભ મળ્યો. આમ, બેન, જે પૂજય સાધ્વીજી મહારાજને હું મારા ‘યાકિની મહત્તરા' સમાન ગણું છું, તેઓશ્રીનું નામ ‘પૂજય સુનંદાશ્રીજી' હતું. અમેરીકા કાયમી આવવાના એક અઠવાડિયા અગાઉ હું તેઓના શિષ્યાશ્રીજીને ઘાંચીની પોળે દર્શન કરવા ગયેલ. પૂ. સુનંદાશ્રીજીએ મને કહેલ કે આર્યભૂમિ છૂટશે તેવું દેખાય છે. મેં કહ્યું કે અનાર્યભૂમિમાં જઈ ધર્મના સંસ્કારો હું કેવી રીતે ટકાવી રાખીશ ? ધર્મના મૂળીયાં અમેરીકામાં ભીના રાખવા એ સામા પાણીએ તરવા જેવી વાત છે. મારી શંકાની બાબતમાં, પૂ. શ્રી સુનંદાશ્રીજીએ તે વખતે જ પ્રત્યુત્તર આપેલ કે તું એમરીકા જઈશ એટલે આ પૂ. સુનંદાશ્રીજી સાધ્વીજી તો નહીં આવે; પણ કોઈને કોઈ ‘સુનંદાબેન' તો અવશ્ય આવશે જ, કે જે તારા ધર્મના મૂળીયાં ભીના રાખવામાં સહાયક અને માર્ગદર્શક બનશે. બસ, તું તેમને, તેમના વચનને, તેમની આજ્ઞાને અનુસરજે અને તારૂં કલ્યાણ થતું કોઈ અટકાવી નહીં શકે. બેન, આપશ્રીમાં દર્શન મને તો પૂ. સુનંદાશ્રીજીનું થાય છે. માટે, સ્વાભાવિક પણે મારો ધર્મરાગ આપશ્રી પ્રત્યે હોય જ. પૂ. શ્રી સુનંદાશ્રીજીએ ૧૦૦ આયંબીલની વર્ધમાન તપની ઓળી ચઢતીઉતરતી બન્ને કરી હતી. તેઓશ્રી ખૂબ તપસ્વી અને પ્રભાવશાળી હતા. મને ખ્યાલ નથી કે આપને કોઈ વાર તેઓશ્રીના દર્શન થયેલા ! આ સાથે તેઓશ્રીના ફોટાની નકલ મોકલું છું. આપશ્રીની ‘મારી મંગલયાત્રા' આખી વાંચી. આપશ્રીએ લખ્યું છે તે રીતે, આ પુસ્તક આપશ્રીની માત્ર જીવનકથા નથી; પરંતુ અનેક આધ્યાત્મિક સંવાદો, ઘટનાઓ અને આશીર્વાદનો ઉલ્લેખ એમાં કરેલ છે. આ ગ્રંથ સાચે જ એક અનુમોદનીય પુરૂષાર્થ તો છે જ; પરંતુ સાથો સાથ અનેક બાબતો પ્રેરણારૂપ છે. અશુભ કર્મોનો ઉદય અને શુભ કર્મોના ઉદય વેળાએ સર્જાયેલી પરિસ્થિતિ, માનસિક અવસ્થા વિ. નું પણ સુંદર વિશ્લેષણ આપશ્રીએ કરેલ છે, ધન્ય છે આપના માતા-પિતાને કે જેઓએ આપનામાં આવા સુશોભિત સુસંસ્કારોનું સિંચન કર્યું. આપના અગાઉના પત્રોની ૧,૦૦૦ જેટલી નકલ સ્વાધ્યાયમાં બધાને વહેંચી હતી અને ૩૦૦ વધુ તો મેં ટપાલથી અન્યત્ર મોકલી હતી. મને પણ આવી પ્રભાવનાનું પત્રો રૂપી સાધન આપો છો, તે બદલ ઋણી છું. લિ. રજનીભાઈના પ્રણામ તા.ક. : મેં પૂછ્યું હતું કે મારા વિષે આ તમે અંતરના ભાવ લખ્યા છે કે વાસ્તવિક બીના છે. તેમણે કહેલું જેવું બન્યું છે તેવું લખ્યું છે. * * શ્રુતસરિતા 2010_03 * * ૪૪૬ * પત્રાવલિ Page #472 -------------------------------------------------------------------------- ________________ (પત્રાવલિન પ્રતિભાવ જાણનારને જાણવો એ જ ધર્મ, નિશ્ચયને છોડો મા વ્યવહારને તરછોડો મા' આદરણિય સુજ્ઞ શ્રી રજનીભાઈ, કુશળ હો. તમારો પત્ર મળ્યો. વ્યવહારમાં પણ મૂલ્યવાન વસ્તુ મેળવવા તે પ્રમાણે મૂડી જરૂરી બને છે. માનવજીવન ઘણા મૂલ્ય મળ્યું છે. તે મળ્યા પછી ગુણવૃદ્ધિની મૂડી ભેગી ન કરી તો જીવન ફૂટી બદામ જેવું નિવડે. સાધકે વિચારવું જોઈએ કે ખરેખર તે અનંતગુણ નિધાન સ્વરૂપ પ્રાપ્તિ માટે ઝંખે છે; પ્રભુના સન્માર્ગે જવું છે ! સંસાર દુઃખમાં કે શુભમાં દુઃખરૂપ, ત્યાજય જણાયો છે ! તો હવે પેલી માગનુસારિતાના ગુણોને લઈને આગળ ચાલ. ૯૦ લાખ થયા છે ૧૦ લાખની મહેનત કરી લે એટલે તું કરોડપતિ, આ માર્ગનો શ્રાવક એ શ્રાવકપણાના પ્રથમનું માપક યંત્ર ૨૧ ગુણો છે. જે તમે પત્રમાં જણાવ્યા છે. આ ગુણમાં પ્રવેશ: અહીં આવ્યો એટલે કર્મો નષ્ટભ્રષ્ટ થઈ એક સાગર કોડાકોડી હીન થયા. 100 માઈલ જવાનું હતું ૯૦ માઈલે પહોંચ્યો. ગંતવ્ય સ્થાનની નિશાનીઓ મળતી થઈ. અને કોઈ કાળલબ્ધિએ ચરમ યથાપ્રવૃત્તકરણના વિશુદ્ધ અધ્યવ્યસાય વડે, અંતરના અપૂર્વ ઉલ્લાસ વડે અપૂર્વકરણમાં પ્રવેશ કરી, અધ્યવસાયની શુદ્ધિના બળે અનિવૃત્તિકરણમાં પ્રવેશ પામ્યો. અહીં એવી આત્મશાંતિ અનુભવે છે કે પાછો ન જતા આગળ વધી અંતરકરણ વડે, મિથ્યાત્વને છોડી સમ્યકત્વ પામી લે છે. તે જ વખતે આંશિક મુક્તિને અનુભવે છે. સત્તર પાપનું એકમ, પૂરા સંસારના પરિભ્રમણનું કારણ. જીવના ઉપયોગમાં ભળી જનારા રાગાદિભાવોની મલિનતા, પૌગલિક સુખબુદ્ધિ, આવા અનેક બાધકતત્ત્વોનો અહીં ગોટો વળી જાય છે. મિથ્યાત્વથી મુક્તિ મળે છે. સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી, મિથ્થામતિ અપરાધણ જાણી, ઘરથી બહાર કાઢી. હો મલ્લિજિન... - શ્રી આનંદઘનજી સવાર થતાં પહેલાનું પ્રભાત. આત્મા અનંતશકિત ધારક છે. તેનો એ અંશ પણ શકિતમાન હોય ને ? આથી સમ્યગુ દશા શમ-સમભાવ, સંવેગ-મોક્ષાભિલાષ, નિર્વેદ-સંસાર પ્રત્યે અબહુમાન, આસ્થા, દેવ, ગુરૂ અને સ્વ-પર દયારૂપ ધર્મની અપૂર્વ શ્રદ્ધા, સ્વાત્માની દ્રષ્ટિયુક્ત શ્રદ્ધા, અનુકંપા, જીવમાત્ર સાથે વાત્સલ્ય નિર્વેરબુદ્ધિ. આવી ભૂમિકા સાથેનો પરિવાર તો અજબ ગજબનો છે. નિઃશંકિત સમ્યકત્વની આત્માનુભૂતિમાં તેને ગજબનું દર્શન થયું કે અહો ! આવા પરમ શાંતરસમય મારું સ્વરૂપ ? હવે શંકા શાની? ભય, મોહ, વિકલ્પ ક્ષોભ શો ? નિકાંતિ : સ્વમાં સુખ ભર્યું છે તો બહારની દોડ કઈ આકાંક્ષાઓ માટે ? સ્વમાં ઠરી જવું છે ભલે સંસાર દૂર રહી જાય. નિર્વિચિકિત્સા : સ્વરૂપમાં કંઈ જુગુણિત છે નહિ. પછી સ્વાત્મા કે અન્ય સૌ પ્રત્યે ઋજુભાવ. અમૂરદ્રષ્ટિ: દિશા ફરી દશા ફરી, દ્રષ્ટિમાં કુશાગ્રતા વિકસી. હિતાહિતની વિવેકબુદ્ધિ સહજ બની. પત્રાવલિ ४४७ શ્રુતસરિતા 2010_03 Page #473 -------------------------------------------------------------------------- ________________ ઉપગૂહન જિનેન્દ્રના માર્ગની ખૂબી તો જૂઓ. સ્વદોષનો સ્વીકાર, ગુણોનું ગોપન, પરદોષનું ગોપન, પરગુણોનું દર્શન. સ્થિતિ કરણ : સ્વભાવરૂપ ધર્મમાં સ્થિર થવું. અન્યને તેજ બતાવવું. પ્રભુ મહાવીરે સમતા, કરૂણા જેવા આત્મિક ગુણો મૌનભાવે પ્રગટ કર્યા. અન્યને ધર્મમાર્ગમાં સ્થિર કર્યા. વત્સલ-વાત્સલ્ય : બાહ્યક્રિયા ઉપચાર છે. સાધકનો આત્મા સૃષ્ટિના ચેતન્ય પ્રત્યે સદાય પ્રસન્ન. સર્વત્ર શાંતિ વિસ્તરો, મારા તારાના ભેદ રહિત નિર્મળભાવ, આવા ભાવનું પરિણામ મુકિત છે. પ્રભાવના : પ્રકૃષ્ટ ભાવના, ઉત્તમ ભાવના, સમ્યગુ દ્રષ્ટિ આત્મા સ્વાત્મસુખનો ચાહક છે. તે સૌને આપે તો શું આપે? સ્થૂલ પ્રકારો વ્યવહારજન્ય ઉપયોગી બને તેની પાછળ સ્વાત્મકૂલ્ય ભાવના સ્વના પરના હિતરૂપ બને. સમકિતનો પરિવાર તેની જ જાતનો હોય છે. સોની અલંકાર ઘડે તેમાંથી સોનાની રજકણો ખરે ને ! સમ્યકત્વ એ આત્માનું સર્વગુણાંશ પ્રગટીકરણ છે. તેમાંથી આત્મગુણ જ નિખરે. છતાં આ તો હજી કાચા ઘડા જેવું છે. પૂરી જાગૃતિ માંગે છે. ક્ષાયિકભાવે પહોંચવાનું છે. તેથી ઉ. યશોવિજયજીએ તેને માટે ૬ ૭ કિલ્લાનું રક્ષણ આપ્યું. આપ તો જાણો છો, આ તો મેં મારા ભાવ રજુ કર્યા. તમે ગુણ પ્રમોદ ગ્રાહક છો. આ કાળમાં તેની પણ દુર્લભતા છે. એટલે મળ્યું તો માણી લીધું. તમને લખેલું કેવું વ્યાપક બને છે તે દ્રષ્ટિની વિશદતાને પ્રણમું છું. મિચ્છામિ દુક્કડં. સાદર વંદન. લિ. બહેન નિશ્ચયને છોડો મા, વ્યવહારને તરછોડો મા, આ આપનું સુવાક્ય મનનીય છે. “પ્રભુના દર્શન કરી સ્વયં પ્રભુ બની જવું' સુજ્ઞશ્રી રજનીભાઈ, આપની પત્ર પ્રસાદી માણી. સામાયિક યોગની આરાધના કરી કરાવી. પત્ર દ્વારા તેનો સંદર્ભ અનુભવ્યો. સામાયિકમાં છેલ્લે સજ્જોય કરું? નો આપણે શું અર્થ કર્યો? સામાન્ય રીતે સો રોજની નિયત ક્રિયા પૂરી કરે છે. સજ્જાય-સ્વાધ્યાય, સ્વમાં ઠરવું. તમે લખ્યું તેમ સ્વરૂપ દર્શન, બધા જ અનુષ્ઠાનો યોગરૂપ બને તે સન્માર્ગનું હાર્દ છે વીતરાગતા વિષે ખૂબ સુંદર ચિંતન મૂકયું છે. આત્માનું લક્ષણ ઉપયોગ-જ્ઞાન. આત્મા અને જ્ઞાન અભેદ છે. પરંતુ જીવ વીતરાગમાં ટકતો ન હોવાથી ખંડ ખંડ થાય છે. ઉપયોગની શુદ્ધિ અખંડ તત્ત્વ બને છે એટલે જીવ સ્વસ્વરૂપે પ્રગટે છે. સુંદર) ચાર અનંત ચતુર્યનો આંશિક ભાવ ચાર અતિશયમાં પ્રગટ થાય છે ! સર્વ કેવળીમાં અનંત ચતુષ્ટયનું હોવું સમાન હોવાથી પણ આ પ્રરૂપણા સમજાય છે. પૂરા પત્રમાં તમે સ્વાત્મતુલ્ય ભાવનાથી ઘણો શ્રમ (હિતરૂ૫) કરીને ઘણા રહસ્ય પ્રગટ કર્યા છે. પત્ર ત્રણ ચાર વાર વાંચું છું. આનંદ આવે છે. મેરો મન પંછી બન્યો, ઉડન લાગ્યો આકાશ; સ્વર્ગલોક ખાલી દીઠો, સાહિબ સંતનકી પાસ.” લિ. બહેન શ્રુતસરિતા ४४८ પત્રાવલિ 2010_03 Page #474 -------------------------------------------------------------------------- ________________ જઈ જીબSAASAA 90999999999 200 દિવ્યાશીખી પૂ. અધ્યાત્મયોગી આ. શ્રી કલીપર્ણસુરીજી - 28 S SU @ મોહનીયની જાળથી ગ્રસિત આ કળિકાળમાં જીવોનો સાચો લ અને સરળ સહારો ભક્તિ-સત્સંગ છે. ભક્તિમાં સત્સંગ સમાઈ ( જાય છે. તેથી ભક્તિને મુક્તિની દૂતી કહી છે. ( આમ આત્મા પરમાત્માનું ઐક્ય કરાવનાર સાચા હૃદયની ભક્તિ છે. હું તો પરમાત્માની ભક્તિ કરું અને આત્માના એક એક પ્રદેશે જ તે સ્વરૂપાનંદ પ્રગટે, આ મારો અનુભવ છે. સમયનું ભાન ન રહે, ને Gર દેહનું ભાન રહે, શિષ્યો કંઈ સંકેત કરે ત્યારે ઉપયોગ બહાર આવે. (વા છતાં કંઈ ભક્તિની મસ્તી જાય નહિ એ તો નિરંતર શ્વાસની જેમ રહ્યા કરે, જ જેને, ભક્તિ દ્વારા મુક્તિ પામી શકાય છે તેવી શ્રદ્ધા નથી. જ આવી ખાટલે જ ખોટ હોય ત્યાં પ્રભુની શક્તિ-યોગબળ તેમને શું [ સહાય કરે મારો જ અનુભવ કહું, મને તો ભક્તિમાં સાક્ષાત , લવ પરમાત્માની કૃપાનો અનુભવ થાય છે. ત્યારે મારા આત્મા અને પરમાત્માનો ભેદ જ ભૂંસાઈ જાય છે. એવા અનુભવમાં જતાં પહેલાં આ સંસારનો ભાવ છૂટવો જોઈએ, જેને સંસાર સાચવીને ભક્તિ કરવી છે તેને આત્મા પરમાત્માનું દર્શન શકય નથી. તેવા ભ્રમિત મનવાળા - લોકો ઘણા છે, તેમની વાત સાચી ન માનશો, ખોટનો ધંધો છે. ભગવાન છે જ (હાથ લાંબો કરીને) આ રહ્યાં એ જોવા અનોખી - આંખ જોઈએ. 02868862002028 2028 2010_03