________________
સમ્યગ્દર્શનના પાંચ પ્રકાર : (૧) ઔપથમિક : મિથ્યાત્વ મોહનીયને દબાવવાથી (ઉપશમાવવાથી) આત્મામાં જે શ્રદ્ધા ગુણ
પ્રગટ થાય છે. સંસારચક્રમાં કુલ પાંચ વાર જ પ્રાપ્ત થાય છે. તેનો કાળ
જઘન્યથી એક સમયથી માંડી અંતર્મુહૂર્ત માત્ર છે. (૨) સાસ્વાદન : સમ્યગુભાવનો ત્યાગ કરીને મિથ્યાત્વની સન્મુખ થયેલા જીવને અનંતાનુબંધી
કષાયોનો ઉદય થતાં જે ભાવ પ્રગટે છે. આ ભાવ વધુમાં વધુ છ આવલિકા
સુધી (સમયનું માપ) રહે. (૩) ક્ષાયોપથમિક : ઉદયમાં આવેલા મિથ્યાત્વ મોહનીયનો તીવ્ર રસ મંદ કરી ઉદય દ્વારા ભોગવી
ક્ષય કરવાથી અને ઉદયમાં ન આવેલા પરંતુ સત્તામાં રહેલા અને ઉદીરણા આદિ દ્વારા ઉદયમાં આવવાને યોગ્ય એવા મિથ્યાત્વ મોહનીયના ઉપશમ કરવાથી જે ગુણ પ્રગટે છે. આનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી
સાધિક છાસઠ સાગરોપમ છે. (૪) વેદક : ક્ષપકભાવને પ્રાપ્ત થયેલા અનંતાનુબંધી કષાયની ચોકડી ક્ષય થયેલા, ક્ષાયક
સમકિતની સન્મુખ બની સમકિત મોહનીયના છેલ્લા અંશને ભોગવનારા જીવને
આ પ્રાપ્ત થાય છે. (૫) ક્ષાયિક : મિથ્યાત્વ મોહનીયાદિ દર્શન સપ્તકનો (દર્શન મોહનીયના ત્રણ પ્રકારો અને
પોષક-વર્ધક એવા અનંતાનુબંધી ચાર કષાયો) સંપૂર્ણપણે નાશ કરવાથી પ્રગટ થતો જે નિર્મળ શ્રદ્ધાળુણ. સંસારચક્રમાં એક જ વાર પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત
થયા પછી આ ગુણ કદાપિ જતો નથી. સમક્તિ દર્શનગુણથી નીચે દર્શાવેલ ત્રણ પ્રકારે પણ છે : (૧) રોચક – શાસ્ત્રોકત તત્ત્વમાં હતુ અને ઉદાહરણ વિના જે દેઢ પ્રતીતિ ઉત્પન્ન થાય તે. (૨) દીપક – જે બીજાઓના સમકિતને પ્રદીપ્ત કરે દા.ત., અંગારમદકાચાર્ય (૩) કારક – જે સંયમ અને તપ વગેરેને ઉત્પન્ન કરે તે. ૬૭ બોલ :
શ્રદ્ધા ગુણ આંતરિક હોવાથી નિશ્ચયનયથી સમ્યગ્દર્શન કહેવાય છે. શ્રધ્ધાગુણની શુધ્ધ પરિણતિ તે નિશ્ચયનયથી સમ્યગ્દર્શન છે. જીવની બહારની રીતભાત, વર્તણૂક આદિ બાહ્ય નિશાનીઓ વડે જે પ્રગટ થાય તેને વ્યવહાર નયથી સમ્યગ્દર્શન કહેવાય છે. આ બાહ્ય નિશાનીઓ પ્રાયે ૬૭ (સડસઠ) છે. મહોપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી મ.સા.એ “સમક્તિના ૬૭ બોલની સજઝાય'ની રચના કરી છે. ૬૦ બોલ અથવા સ્થાનોના પ્રકારોની વિગત :
સમકિત એ બાહ્ય લક્ષણ નથી પણ આત્માનો અંતરંગ ગુણ છે તેને શાસ્ત્રકારોએ સડસઠ ભેદથી નિરૂપણ કર્યું છે. સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગુદર્શન ૧૦૬
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org