________________
વ્યાખ્યા :
( १ ) तत्तत्थसहणं सम्मतं તત્ત્વોની શ્રદ્ધા
પૂ. શ્રી હરિભદ્રસૂરિજી – પંચાશક ગ્રંથમાં.
(२) तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् તત્ત્વભૂત પદાર્થોનું યથાર્થરૂપથી શ્રદ્ધાન. પૂ. શ્રી ઉમાસ્વાતિજી – તત્ત્વાર્થાધિગમ સૂત્ર. પરમાર્થ દૃષ્ટિ : નવ તત્વોના સદ્ભાવમાં શ્રદ્ધા વ્યવહારષ્ટિ : સુદેવ – સુગુરુ — સુધર્મમાં શ્રદ્ધા.
–
(૩) सम्यग् पश्यति यः सः सम्यग्दृष्टि જે સાચું જુએ છે અને માને છે. (૪) સમ્યક્ દૃશ્યને ચૈન તત સપર્શનમ્ – જેના દ્વારા સાચું જોઈ શકાય, માની શકાય. દર્શનમોહનીય કર્મના ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ થકી થયેલા જીવાદિ તત્ત્વોની શ્રદ્ધા; યથાવસ્થિત તત્ત્વોનું શ્રદ્ધાન.
(૫)
(૬) આત્મશક્તિના વિકાસથી તત્ત્વની અર્થાત્ સત્યની પ્રતીતિ થાય; તેથી હેય અને ઉપાદેય તત્ત્વના યથાર્થ વિવેકની અભિરુચિ જાગે તે.
(૭) અરિહંતાદિ નવે પદોનું સ્વરૂપ પોતાનામાં છે એવી પ્રતીતિ, દૃઢ શ્રદ્ધા તે.
(૮) સર્વ જીવ પ્રત્યે સમદર્શીપણું.
(૯) પરભાવથી અળગા થવાની ઇચ્છા તે.
-
(૧૦) આત્મા અને દેહનું ભેદ દર્શન એટલે સ્વ-પરનું ભેદ વિજ્ઞાન.
(૧૧) વીતરાગ દેવ, નિર્ગથ ગુરુ અને સુધર્મની શ્રદ્ધા.
ભૂમિકા
પ્રકાર :
તત્ત્વોના અર્થોની શ્રદ્ધા કરવી તે.
:
આપણી ધર્મક્રિયાના ધ્યેયને તપાસવું. ધ્યેય સુધરે તો પરિણામ સુધરે. મોક્ષ ગમે છે એનો અર્થ એ જ છે કે સંસારનાં સુખો ખરેખર ગમતાં નથી. મનમાં નક્કી થઈ ગયું છે કે સંસારના સુખમાં સરવાળે કાંઈ સાર જેવું નથી; અને એમાં જે ફસાય તે સંસારના દુઃખમાં ખૂંપ્યા વિના રહે નહિ. સાચેસાચ, જો ધર્મ પામવો હોય અને ધર્મ કરવો હોય તો સૌથી પહેલાં સંસારના સુખ તરફ આંખ બગડવી જોઈએ. સંસારના સુખ ઉપરથી આંખ ઊઠે નહીં, ત્યાં સુધી ધર્મ ધર્મરૂપે રૂચે નહીં. બીજાના હૂંફે જીવવાની વૃત્તિ છોડીને ધર્મની હૂંફે જીવનારા આપણે બનવું જોઈએ; કારણ કે સુખ-દુઃખમાં શરણભૂત તો એક માત્ર ધર્મ જ છે.
શ્રુતસરિતા
Jain Education International 2010_03
ધાતી કર્મોમાં રાજાતુલ્ય મોહનીય કર્મ બે પ્રકારે છે :
(૧) દર્શન મોહનીય - શ્રદ્ધાગુણનો પ્રતિઘાત કરે (સમ્યક્ત્વ, મિશ્ર અને મિથ્યાત્વ મોહનીય) (૨) ચારિત્ર મોહનીય - ચારિત્રગુણનો પ્રતિઘાત કરે (ચાર ભેદે ચાર કષાયો અને નવ નોકષાય (૧૬+૯=૨૫)
સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગ્દર્શન
www.jainelibrary.org
૧૦૫
For Private & Personal Use Only