________________
ખસેડવાના, દબાવવાના અને નાશ કરવાના ઉપાયો તેમ જ સમ્યગ્દર્શન ગુણને પ્રગટ કરવા માટે કેવા કેવા પ્રકારના માનસિક, વાચિક અને કાયિક પ્રયત્નો આવશ્યક છે; એ બધા વિષયોનું સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન મેળવવું જરૂરી છે.
અનાદિ અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવને પોતાના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કરાવનાર જો કોઈ હોય તો તે સમ્યગ્દર્શન છે. તેના પર્યાયવાચી શબ્દો છે યથાર્થ દર્શન, સમ્યકત્વ, મોક્ષદર્શન, સ્વરૂપદર્શન, તત્ત્વપ્રતીતિ, બોધીબીજ આદિ.
જયાં સુધી જીવ સમ્યગ્દર્શનને કે સમ્યગ્દર્શનના સામીપ્યને પ્રાપ્ત નથી કરતો, ત્યાં સુધી એની દિશા, એનો પુરુષાર્થ, એનું જ્ઞાન, એનો આચાર, એનો વિચાર, એ બધું જ ભ્રાંત હોય છે. એનો ધર્મ પણ અધર્મ બને છે; એનું સંયમ પણ અસંયમ બને છે; એની શુભકરણી પણ અશુભમાં જ પરિણમતી હોય છે. જો અનાદિ કાળથી વિકસાવેલી વિકૃતિઓનો વિનાશ કરવો હોય, કર્મથી બદ્ધ આત્માને નિર્બદ્ધ બનાવવો હોય, કર્મના યોગે ભ્રમણશીલ આપણા આત્માને સ્વસ્વરૂપમાં સ્થિર કરવો હોય, સઘળા ય ધર્મને ધર્મનું સ્વરૂપ આપવું હોય અને આચરેલા ધર્મને સાર્થક બનાવવો હોય તો સમ્યગ્દર્શનનું પ્રગટીકરણ એ અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે.
સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવા, સ્થિર કરવા અને નિર્મળ કરવા માટે એના સ્વરૂપનું જ્ઞાન જોઈએ અને એના વિરોધી તત્ત્વ મિથ્યાદર્શનનું પણ જ્ઞાન જોઈએ. સમ્યગ્દર્શનને મેળવવાના ઉપાયોનું જ્ઞાન જોઈએ અને એમાં આડે આવતા અવરોધોનું પણ જ્ઞાન જોઈએ. એ અવરોધોને અટકાવવાનું જ્ઞાન જોઈએ અને એવા કોઈ કર્મના ઉદયથી આવી ગયેલા અવરોધોને દૂર કરવાનું પણ જ્ઞાન જોઈએ. સમ્યગ્દર્શનને મલિન બનાવનારા દોષો અને અતિચારોનું પણ જ્ઞાન જોઈએ, અને સમ્યગ્દર્શનને પામેલા, નહિ પામેલા અને પામી તેને વમી ગયા હોય તેવા આત્માની સ્થિતિનું પણ જ્ઞાન જોઈએ.
બહિર્જગતમાં જે સ્થાન અને માન આંખનું છે, એ જ સ્થાન અને માન અંતર્જગતમાં સમ્યગ્દર્શનનું છે. આંખ વિનાના શરીરની કોઈ કિંમત નથી, તો સમ્યગ્દર્શન વિનાની સાધનાની કોઈ કિંમત નથી. સમર્પણની-શરણની શરૂઆત જો અરિહંત પરમાત્માથી છે (અરિહંતે શરણં પવન્જામિ), તો સાધનાની શરૂઆત સમ્યગ્દર્શનથી છે. શાસ્ત્રકારોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે જે ભવમાં જીવ સમ્યગ્દર્શન પામે એ જ એનો પહેલો ભવ ! એની પહેલાના ભવો જીવે ભલે અનંતાનંત પસાર કર્યા હોય પણ એની કોઈ ગણતરી જ નહીં. દુનિયાના બધા રસમાં સબરસ (મીઠું) મુખ્ય, તેમ આત્માની દુનિયામાં સમ્યગ્દર્શન મુખ્ય.
नादं सणिस्स नाणं, नाणेण विना न होन्ति चरणगुणा ।
अगुणिस्स नत्थि मुक्खा, नत्थि अमुक्खस्स निव्वाणं ।। અર્થ : સમ્યગ્દર્શન વિના જ્ઞાન ન હોઈ શકે; જ્ઞાન વિના ચારિત્રગુણો ન હોઈ શકે; ચારિત્ર વિના
મોક્ષ ન થઈ શકે અને જેનો મોક્ષ નથી તેને નિર્વાણ – પરમપદ નથી.
સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગદર્શન ૧૦૪
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org