________________
પ્રબંધ-૧૦ સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગદર્શન
ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીની છઠ્ઠી પાટે થયેલા છેલ્લા ચૌદપૂર્વધર, શ્રુતકેવલી પૂજ્ય | શ્રી ભદ્રબાહુસ્વામીજી રચિત ઉવસગ્ગહરે સૂત્રનું મંગલાચરણ :
उवसग्गहरं पास, पासं बंदामि कम्म-घण-मुक्का विसहर-विस-निन्नासं, मंगल-कल्लाण-आवासं ॥१॥ तुह सम्मत्ते लब्द्धे, चिंतामणि-कप्पपायवब्भहिए ।
पावंति अबिग्धेणं, जीवा अयरामरं ठाणं ॥४॥ (૧) ઉપસર્ગોને દૂર કરનાર પાર્થયા છે જેને એવા કર્મરૂપી મેઘોથી (ધાતી કર્મોથી) ઝેરી સર્પોના
વિષનો સંપૂર્ણપણે નાશ કરનાર અને વિપત્તિઓનું ઉપશમન તથા સંપત્તિઓનો ઉત્કર્ષ કરનાર
શ્રી પાર્શ્વનાથ ભગવાનને હું વંદન કરું છું. (૪) હે પરમાત્માનું ! ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવંત એવું સમ્યકત્વ
(સમ્યગ્દર્શન) રત્ન પામ્યા પછી જીવો કોઈ પણ પ્રકારના વિન વિના અજરામર સ્થાન મોક્ષને
પ્રાપ્ત કરે છે. આધાર ગ્રંથો : (૧) સુવિશાલ ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ, પૂજ્યપાદ સ્વ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિજી પ્રવચન (પૂ. શ્રી
કીર્તિયશસૂરિજી સંપાદિત)-“સમ્યગ્દર્શન.” (૨) સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિજીના શિષ્યરત્ન સૂક્ષ્મતત્ત્વવિવેચક દર્શનપ્રભાવકે પ. પૂ. ગણિવર્યશ્રી [ યુગભૂષણ વિજયજી મ.સા. (નાના પંડિત મહારાજ) લિખિત ‘દર્શનાચાર.” (૩) તપોનિધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મ.સા. ના પ્રશિષ્ય પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ
આચાર્યદેવશ્રી વિજય કીર્તિયશસૂરિજી લિખિત “નવપદ આરાધના.” ! (૪) સ્વ. ગચ્છાધિપતિ, જરુણાધારક, પ્રશાન્તમૂર્તિ, આચાર્યદેવેશ શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજાના વિનય
શિષ્યરત્ન પરમ તારક પૂ. ગુરુદેવ ગણિવર્યશ્રી જ્ઞાનસાગરજી મ.સા. લિખિત “કૈલાસના સંગે, જ્ઞાનના રંગે.” (૫) સંઘહિતચિંતક સ્વ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરિજીના શિષ્યરત્ન સાધુસેવા
તત્પર પૂજ્યપાદ મુનિરાજ શ્રી દેવસુંદરવિજયજી મ.ના શિષ્યરત્ન આચાર્યદેવ શ્રી વિજય રત્નસુંદરસૂરિજી
લિખિત “નવપદ હૃદયમાં, પરમપદ સહજમાં.” (૯) પંન્યાસ પૂજ્યશ્રી મુક્તિચન્દ્ર વિજયજી ગણિવર સંપાદિત “કહે કલાપૂર્ણસૂરિ.” (૭) શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ, પ્રકાશિત “પ્રબોધ ટીકા.'' પ્રસ્તાવના :G
સમ્યગ્દર્શનનો મહિમા અપરંપાર છે. સમ્યગ્દર્શન વિનાના નવ પૂર્વીને પણ શાસ્ત્ર અજ્ઞાની કહ્યા છે. સમ્યગ્દર્શન એ આત્માનો પોતાનો ગુણ હોવા છતાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ, પ્રમાદાદિ શત્રુઓએ તેને દબાવી દીધો છે. તે મિથ્યાત્વાદિ શત્રુઓની ઓળખ, તેના પ્રકારો, તેને શ્રુતસરિતા
૧૦૩ સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગદર્શન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org