________________
૧૭૯. તેનું પરિણામ શું ?
૧૮૦. અહંભાવથી કેમ છૂટાય ?
૧૮૧, અહંકારને છોડવાના ભાવ કેમ ટકતા નથી ?
૧૮૨. કઈ રીતે આરાધના કરું ?
૧૮૩. કઈ રીતે વિરાધનાઓને છોડું ?
૧૮૪. કઈ રીતે આરાધના કરું તો તેનું અનેકગણું ફળ મળે ? ૧૮૫. રાગાદિના ઉદયનો મૂળ હેતુ શું ?
૧૮૬. તેની નિવૃત્તિનો ઉપાય શું ?
૧૮૭. તેની નિવૃત્તિ કેમ થાય ?
૧૮૮. હજુ સુધી તેની નિવૃત્તિ કેમ થઈ નથી ?
૧૮૯. કેવી રીતે થશે ?
૧૯૦. ક્યારે થશે ?
૧૯૧. આત્મા પ્રત્યે જેમ જેમ લાગણી વધે તેમ તેમ કેમ વર્તવું ? ૧૯૨. તે માટે શું કરવું ?
૧૯૩. કઈ રીતે કરવું ?
૧૯૪. મારી અંતરંગ રુચિ-વૃત્તિ-દષ્ટિનું સર્વત્ર ઊર્ધીકરણ કરવાનો ઉત્સાહ-ઉમંગ કેમ સતત ટકતો નથી ?
૧૯૫. વર્તમાનનું મારું પરિણમન અને મારા મૂળભૂત સ્વરૂપ વચ્ચે કેટલો ફેરફાર છે ?
૧૯૬. મારા મૌલિક પરમાનંદમય સ્વભાવને હું ક્યારે અનુભવીશ ?
૧૯૭. વીતરાગદશા-સિદ્ધ અવસ્થા ઝડપથી પ્રગટે તે માટે સતત સર્વત્ર સર્વથા તાત્ત્વિક પુરુષાર્થનો ઉત્સાહસભર ઉપાડ ક્યારે થશે ?
૧૯૮. શાસ્ત્રાભ્યાસ-સાધનામાર્ગ-જિનશાસનનું મારામાં સ્થાયી પરિણમન ક્યારે, કેવી રીતે થશે ? ૧૯૯. આત્મસ્મરણ વિના, આત્માનુભવ વિના એક પણ ક્ષણ રહી ન શકાય તેવી ઉન્નત આત્મદશા ક્યારે પ્રગટશે ?
૨૦૦. અંતરાત્મા અને પરમાત્મા વચ્ચે રસિલી અભેદઅનુભૂતિ ક્યારે સ્થિર અને વિશુદ્ધ થશે ? એવા વિચારો જાગશે તો આત્મા માટે જ બધું કર્તવ્ય લાગશે. આવા ભાવ જાગે તો શાસ્ત્ર ભણવાનો-મેળવવાનો-સાંભળવાનો-પરિણમાવવાનો વાસ્તવિક અધિકાર જાણવો.
આ પ્રકારના આંતર સંશોધનથી સૂતેલો આત્મા જાગ્રત થશે. બેભાન આત્મા ભાનમાં આવશે. અજ્ઞાનદશામાં વારંવાર થતી ભૂલો વિરામ પામશે. અંતરમાં જ્ઞાનજ્યોત પ્રગટ થશે. અવચેતન મન નિર્મળ થશે. આગળનો માર્ગ ઓળખાતો જશે. આત્મગગનમાં નિર્ભયતાથી મુક્તપણે ઉડ્ડયન થશે.
આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા
Jain Education International_2010_03
૧૦૨
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org