________________
૧૪૮. આત્મ-કલ્યાણ કરવામાં મને શું નડે છે ? ૧૪૯. આત્મ-કલ્યાણ કરવામાં મને વિદન કરનાર વાસ્તવમાં કોણ છે? ૧૫૦. શું કરું અને કેવી રીતે કરું તો આત્માને લાભ થાય? ૧૫૧. આ બધું જાણનારો કોણ છે ? ૧૫ર. એ કેમ જણાતો નથી ? ૧૫૩. આત્માને ઓળખવામાં શું શું નડે છે ? ૧૫૪. મૂળ સ્વરૂપે મારો આત્મા કેવો છે? ૧૫૫. વર્તમાનમાં તેની કઈ દશા છે? ૧૫૬. આત્મા સુખી કઈ રીતે થાય? ૧૫૭. આત્માનંદ અખંડપણે કઈ રીતે પ્રગટે ? ૧૫૮. અનાદિ કાળની રખડપટ્ટી હજુ સુધી કેમ ટળી નથી ? ૧૫૯. આત્મામાં લીન થવાનું હું કેમ દેઢતાથી મનોમન ધારતો નથી? ૧૬૦. જોઈએ તેવી આત્માની અપૂર્વતા હૃદયમાં કેમ વસી કે ઠસી નથી? ૧૬૧. આત્મલીનતા ન થવા છતાં તેની ભાવના પણ અંદરમાં કેમ ઊગતી નથી ? ૧૬૨. જ્યારે એવો રૂડો અવસર-સંયોગ આવે કે હું આત્મામાં મગ્ન-લીન બનું? ૧૬૩. સ્વાનુભૂતિ ક્યારે કરીશ? ૧૬૪. વિષય-કષાયના ગંદા કીચડમાંથી નીકળવાનો ઉમળકો કેમ જાગતો નથી? ૧૬૫. વિષયો હજુ ઝેર જેવા કેમ લાગતા નથી ? ૧૬૬. ગંદા વિકારોમાં જ મન શા માટે ખેંચાઈ રહેતું હશે ? ૧૬૭. બીજાઓ મારામાં શું દોષ જુએ છે ? ૧૬૮. કયો દોષ મને મારામાં દેખાય છે? ૧૬૯. ક્યો દોષ જાણવા છતાં છોડતો નથી? ૧૭૦. શા માટે ? ૧૭૧. તે છોડવામાં મને શું નડે છે? ૧૭૨. સાચા આરાધકોના ગુણ કેવા હોવા જોઈએ ? ૧૭૩. એમાંના કયા ગુણો ખાસ કરીને મારામાં નથી ? ૧૭૪. તે મેળવવા જેવા હૈયામાં લાગે છે કે નહિ ? ૧૭૫. તે મેળવવા હું શું કરું છું? ૧૭૬. તેમ કરવામાં મને શું તકલીફ છે ? ૧૭૭. વાસ્તવમાં તે ગુણોની ગરજ-ભૂખ લાગી છે કે નહિ? ૧૭૮. પ્રભુનું નામ દીપે એવું આચરણ કર્યું છે કે વગોવાય તેવું? શ્રુતસરિતા
૧૦૧ આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org