________________
૧૧૮. મને કર્મ શા માટે બંધાય છે ? ૧૧૯. કઈ રીતે બંધાય છે ? ૧૨૦. પારમાર્થિક સુખની ભાવના શું ખરેખર અંતરમાં જાગી છે ખરી? ૧૨૧. પારમાર્થિક સુખને શું ઓળખું છું? ૧૨૨. મારી દૃષ્ટિ અંતર્મુખ ક્યારે થશે ? ૧૨૩. અંતર્મુખતાની સાચી ગરજ-લગની-ખા-જરૂરત ક્યારે જાગશે? ૧૨૪. આત્મભાવનાનું તાત્ત્વિક સ્વરૂપ શું ? ૧૨૫. આંતર-પરિણામ વૈરાગ્યમય થઈ મોક્ષે લઈ જાય એમ છે કે નહિ? ૧૨૬. વીતરાગનો માર્ગ શું છે? ૧૨૭. એ મને કેટલો સમજાયો - ગમ્યો અને પરિણમ્યો છે? ૧૨૮. પ્રભુકૃપાને પાત્ર થવા હું કેમ હતું? ૧૨૯. વીતરાગવચનમાં પરમ આદર-દઢ શ્રદ્ધા-અવિહડ રાગ હૃદયમાં અચળ ક્યારે થશે ? ૧૩૦. તેમાં મારી શી કચાશ અને ભૂલ છે? ૧૩૧. તેનું નિવારણ કઈ રીતે થશે ? ૧૩૨. ખરી મુમુક્ષુતા પ્રગટી છે કે નહિ? ૧૩૩. મોહનિદ્રામાંથી હજુ સુધી જાગ્યો નહિ તેનું કારણ શું? ૧૩૪. કઈ રીતે આ અનાદિ સ્વપ્રદશા-મોહદશા-મૂઢદશા દૂર થાય? ૧૩૫. વિભાવ દશાથી નિવૃત્તિ ક્યારે મળશે ? ૧૩૬. કેવી રીતે મળશે? ૧૩૭. વિભાવ દશામાં શું સુખ દેખાય છે? ૧૩૮. કેમ ભવભ્રમણનાં કારણો એકઠાં કરી રહ્યો છું? ૧૩૯. મારું પરભવમાં શું થશે? ૧૪૦. શું કરવાથી હું સુખી થાઉં? ૧૪૧. શું કરવાથી હું દુઃખી છું? ૧૪૨. ખરું દુઃખ મને શાનું લાગે છે? ૧૪૩. આ પાંચમા આરામાં મારે શું કરવા યોગ્ય છે ? ૧૪૪. સહાય, શક્તિ, સમજણ, સંયોગ, સામગ્રી, સહવર્તી - આ બધાનો યોગ કેવો છે? મારી કઈ
જાતિ - કઈ કુલદેવી અને કઈ અવસ્થા છે ? ૧૪૫. સર્વજ્ઞની દૃષ્ટિએ મારો આત્મા પશુતાને છોડી સાચી રીતે કેટલો ઊંચો આવ્યો છે? ૧૪૬. આત્મવિકાસના માર્ગે આગળ વધાય છે કે નહિ ? ૧૪૭. આત્મા કર્મથી પકડાયો છે તે કેમ છૂટે ? આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા ૧૦૦
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org