________________
ના થઈ જાય તે માટે વધુ પુરુષાર્થ કરવો જોઈએ. તમે તો પૂર્ણપણે, ભાઈ, સજાગ છો, જાગ્રત છો. જ્ઞાન અને ક્રિયા બંને વડે પૂરા રંગાયેલા છો. માટે પૂર્ણ સમજેલાને વળી વધુ શું સમજાવવા !
“સક્લ વિભાવ અભાવથી, પ્રગટ્યો શુદ્ધ સ્વભાવ, ડ્રોયથી જ્ઞાન અનંત જસ, તે સિદ્ધ નમો ધરી ભાવ. અનંત જ્ઞાન દરશન ધણી, રૂપ બળ જાસ અનંત,
સાદિ અનંત સુખ અનુભવે, નમો સિદ્ધ ભગવંત.” આપ બંનેની કુશળતા ઇચ્છું છું.
લિ. આપનો ભાઈ,
રજની શાહ
પત્રાવલિ-૭ અચિમય શરીર છતાં આવો રાગ !
શુક્રવાર, તા. ૨૪મી જાન્યુ., ૧૯૯૭ જ્ઞાનપિપાસુ, ક્રિયાસિક અને પ્રચંડ આત્મબળના ત્રિવેણી સંગમ સમા વ્હાલા ભાઈશ્રી, જય જિનેન્દ્ર.
મને શરીર ગમે છે ! શરીર પર અને રાગ છે ! એટલે હું શરીરની કાળજી રાખું છું; શરીરની માવજત કરું છું. મારો આ શરીરપ્રેમ મને રાગ-દ્વેષી બનાવે છે.
શરીરપ્રેમ તોડવો છે. વીતરાગ વાણીમાં તેના ઉપાયો છે. જપ-તપની કાંઈ લપ નથી. માત્ર ચિંતવન કરવું. વિચાર કરવાનો. ભાવના જ ભાવવાની.
સૌ પ્રથમ એ વિચારીએ, કે મેં જ આ શરીરની રચના કરી છે. માતાના ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થતાં જ શરીરરચનાનું કાર્ય કર્યું હતું. આ રચના કરવા માટે મેં સર્વપ્રથમ માતાએ લીધેલા અને પેટમાં આવીને બીભત્સ-ગંદા બની ગયેલા આહારના પુલો (રજ, વીર્ય, લોહી વગેરે.) ગ્રહણ કર્યા હતા. આ રીતે શરીર રચનાનાં મૂળભૂત દ્રવ્યો ગંદાં અને મલિન હતાં, ત્યાર બાદ શરીરના સંવર્ધન માટે પણ માતાના ઉદરમાંથી આવતો જ આહાર મેં ગ્રહણ કર્યો - અસ્થિ, માંસ, મજજા આદિથી શરીર ભરાવા માંડ્યું.
આવા ગંદા અને અશુચિમય પદાર્થોથી નિર્માયેલા આ શરીર પર રાગ કેવી રીતે થાય? આ શરીરમાં ભરેલા એ ગંદા પદાર્થો જ્યારે આ દેહના તમામ છિદ્રોમાંથી દિવસ દરમિયાન અવારનવાર બહાર પડે છે, ત્યારે જોવા પણ ગમતા નથી અને જોવામાં આવે તો કમકમાં આવી જાય છે. મારી અને તમારી કમનસીબી અને દુર્ભાગ્ય એ છે કે ભીતરનો ગંદવાડ જોવાની દૃષ્ટિ નથી લાધી. શરીર ઉપર ચડેલું વસ્ત્ર કે શરીરને કરાવેલો સ્વાદિષ્ટ આહાર પણ અંદર જઈ શુદ્ધ રહી શકતો નથી. ચોખ્ખા વસ્ત્રને પણ મેલું કરી નાખે, તો સ્વાદિષ્ટ આહારને પણ મળ’ જેવો દુર્ગધમય પદાર્થ બનાવી શ્રુતસરિતા ૨૭૪
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org