________________
પત્રાવલિ-૬ સંયોગો વિયોગાન્તા
ગુરુવાર, તા. ૨૩મી જાન્યુ., ૧૯૯૭ પ્રેમાળ, પ્રભાવી અને પ્રસન્ન ભાઈશ્રી, જય જિનેન્દ્ર. - પૂ. મોટીબેનના દેહત્યાગને દિવસો વિતતા જાય છે તેમનાં સંસ્મરણો તાજાં રહે છે. સ્મૃતિપટ પરથી પૂ. બેનના સ્મરણને દૂર કરી નાખો અને તેમને ભૂલી જાઓ, તેવું હું આ પત્રમાં કે અગાઉના પત્રોમાં કહેવા માગતો જ નથી. યાદ તો ચોક્કસ આવે જ. તે પર્યાય સાથે આપણો લાગણીભર્યો પ્રેમાળ સંબંધ હતો. સમ્ + બંધ = સંબંધ – બધાય સંબંધ બંધ-સમ જ ગણાય; અને બંધ શેનો કરાવે, કર્મનો જ કરાવે. માટે “સંબંધ” ને બદલે “સંયોગ' શબ્દ વિચારવો. સંયોગ વિચારીએ એટલે વિયોગ સમજી લઈએ જ. એક જ માતા-પિતાના સુસંસ્કારોથી તમે બંને એક જ ઘરમાં ઊછર્યા, મોટાં થયાં અને તમે તો વળી લઘુબંધુ. નાનાને આમે ય વધુ પ્રેમ મળે. ટૂંકમાં, બેનને ભૂલી ન જતા. પણ મારું કહેવાનું માત્ર એટલું જ છે કે દેહનો પર્યાય પરિવર્તનશીલ છે. એક કાયામાંથી બીજી કાયામાં સરકવું તેનું જ નામ સંસાર.
પૂ. મોટીબેનની વિદાયને બીજી એક દૃષ્ટિથી પણ જોઈએ. મૃત્યુ એ એક હર્ષનું નિમિત્ત છે. જનાર જીવ એમ વિચાર કરે જ કે આયુષ્ય કર્મના નિમિત્તથી જ આ દેહનું ધારણ કરવાપણું છે, અને તેની સ્થિતિ પૂર્ણ થયે તે કર્મના પુદ્ગલો નાશ પામશે ત્યારે મારે બીજી ગતિમાં ઉત્પન્ન થવું પડશે, મારો આત્મા તો અનાદિ કાળથી મરણ પામ્યો નથી અને મરશે પણ નહિ; પરંતુ પુણ્યશાળી આત્માને તો આ સાત ધાતુમય મહા અશુચિના કોથળા જેવા અને વિનશ્વર સ્વભાવવાળા દેહનો ત્યાગ કરવો, અને શુભ કર્મોના પ્રભાવથી સમાધિના પ્રભાવથી પરભવે નવીન સુંદર શરીર ધારણ કરવું જેને મરણ કહેવાય છે. તેમાં શોક શાનો હોય ? તેમાં તો આનંદ જ માનવાનો છે.
એક દષ્ટાંતથી જોઈએ : જેમ કોઈ માણસને એક સડી ગયેલી ઝૂંપડીને છોડી દઈ બીજા નવીન મહેલમાં જઈને વસવું હોય, તો તે માણસને શોક નહિ થતાં આનંદના ઊભરા હોય છે. તેવી જ રીતે આ આત્માને આ ખંડેર જેવા સડી ગયેલ દેહરૂપ ઝૂંપડીનો ત્યાગ કરી નવા દેહરૂપ મહેલને પ્રાપ્ત કરવો, એ મહા ઉત્સવનો અવસર છે. તેમાં કોઈ પ્રકારની હાનિ છે જ નહિ, કારણ કે જો આવા પ્રકારનું ઉત્તમ સમાધિ મરણ થાય તો હે ચેતન ! તે મરણ ઉત્તમ ગતિને આપનાર છે.
પૂ. મોટીબેન સંથારો લઈને ઉત્તમ પ્રકારનું સમાધિમરણથી આનંદ માની સ્વજનો સહિત તમામ વસ્તુઓ વોસિરાવી અને પાછળના જીવો એટલે કે આપણે બધા, રાગના કે મોહના જોરથી કર્મબંધન ન કરે તે માટે પાકી ભલામણ કરી જ હોય અને તમે પણ તેમની ભલામણ અનુસાર વર્તન દાખવો એ જ સાચી ભાવપૂર્વકની શ્રદ્ધાંજલિ.
પ્રાચીનકાળમાં આર્ય સંસ્કૃતિનું સજીવનપણું હતું, પરંતુ પાંચમો આરો આગળ વધતાં વધતાં વર્તમાનમાં તેથી વિપરીત દશા છે. માટે આપણું જૈનત્વ, આર્યત્વ અને મનુષ્યત્વની મર્યાદાનું લીલામ પત્રાવલિ
શ્રુતસરિતા
૨ ૭૩. For Private & Personal Use Only
Jain Education International 2010 03
www.jainelibrary.org