________________
દે, તેવું આ શરીર છે. શરીરના રાગ-દ્વેષી બનવામાં કાંઈ સાર નથી.
શાસ્ત્રકાર કહે છે કે દેહનો કોઈ એક ખૂણો પણ શુદ્ધ નથી. પવિત્ર નથી. શરીરના કોઈ પણ અંગ-ઉપાંગમાંથી પવિત્રતાનો પરિમલ મળતો નથી. આવા અશુચિના કોથળા પ્રત્યે વિરાગી અને અનાસક્ત બની, હે ચેતન, આ શરીરનો ઉપયોગ આત્મશુદ્ધિની સાધના માટે કરી લઉં, તપશ્ચર્યા કરું, ત્યાગ કરું, ગુરુજનોની સેવા-ભક્તિ કરું, પરમાર્થ અને પરોપકારની પ્રવૃત્તિઓ કરું, નિર્મમ અને નિરાગી બનીને શરીરનાં બંધનને તોડી નાખું !
સ્મૃતિ સરોવરની પાળે, પૂ. મોટીબેનની સાથેના અનેક સંસ્મરણોની અનુભૂતિ થઈ આવતી હશે. આવી સ્મૃતિની અનુભૂતિઓને ભક્તિપૂર્વક વાગોળજો. તેમના જીવનમાંથી તમને ઘણું હજી પણ શીખવા મળશે. દરેકના જીવનમાં સારું સારું ગ્રહણ કરતા રહેવું, આનું જ નામ ગુણગ્રાહકતા.
એક દષ્ટાંત. એક વ્યક્તિનું મૃત્યુ થયું. પરભવમાં દેવલોકમાં જન્મ થયો. જન્મ થતાંની સાથે અવધિજ્ઞાનથી જોયું તો અગાઉના ભવનાં પત્ની, બાળકો, ભાઈ-બહેન તમામ તે જીવના અગાઉના ભવના શરીરની સામે બેસી કલ્પાંત કરતાં હતાં. તેથી, દેવલોકમાં ગયેલ જીવ અગાઉના ભવના સ્વજનો સમક્ષ આવી કારમાં કલ્પાંતનું કારણ પૂછે છે. બધાં સ્વજનો એકી સાથે ઉત્તર આપે છે ‘તમે મૃત્યુ પામ્યા તેથી.” દેવ જવાબ આપે છે કે હું તો આ રહ્યો. હું તો મર્યો નથી. જો તમને મારામાં રાગ છે તો હું તો અજર અને અમર છું; અને જો તમને મેં ધારણ કરેલ દેહમાં રાગ હોય, તો દેહ તો આ રહ્યો, તેને ઘરમાં જ રાખી લો ને. મૂળ વાત, ભાઈ, આપણને બધાને જે તે આત્માએ ધારણ કરેલ દેહમાં જે તે પર્યાયનો રાગ થઈ જાય છે, અને પર્યાય પરિવર્તન પામતાં જ દુઃખ અને વિષાદ થાય છે.
સ્વસ્થ બનો એ જ મારી ઇચ્છા છે. અંદરથી અને બહાર ચહેરા ઉપરથી તમને સ્વસ્થતા આવી છે તેની અમને અનુભૂતિ કરાવો.
લિ. આપનો ભાઈ,
રજની શાહ
પા
..
પત્રાવલિ-૮ જડચેતનનું સ્વરૂપ
શનિવાર, તા. ૨૫મી જાન્યુ., ૧૯૯૭ પ્રચંડ પુણ્યોદયના પ્રગટ પ્રભાવીશ્રી, જય જિનેન્દ્ર.
આત્મા માટે સંસાર એ એક જાતની જેલ છે. અનાદિકાળથી આત્માં ગુનેગાર બનતો આવ્યો છું. અજ્ઞાનદશામાં તો ગુના થાય, પણ આજે તો ડાહ્યા અને બુદ્ધિવાન ગણાતા આત્માઓની અંતરંગ પરિસ્થિતિ વિચારાય તો ગુનેગારીનો પાર નથી. જેટલા પ્રમાણમાં આત્મસ્વરૂપમાં, ભાઈ, આત્મા ટકે તેટલા પ્રમાણમાં તે બિનગુનેગાર.
પત્રાવલિ
૨૭૫
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org