________________
શકાય તેવું માનીએ, તો મૃત શરીર લાકડી વડે નથી ચાલી શકતું. ઉપાદાનથી શક્તિ અને નિમિત્ત બંને પરસ્પર સહકારી અને સહયોગી કારણ છે.
આ બન્ને વચ્ચે કાર્ય-કારણનો પણ સંબંધ સમજવા જેવો છે. જ્યાં કાર્ય થાય ત્યાં (નિમિત્ત) કારણ અવશ્ય હોય જ, દા.ત., નફો થાય તેને માટે (નિમિત્ત) ધંધો હોવો જોઈએ. પરંતુ જ્યાં કારણ હોય ત્યાં કાર્ય થાય જ તેવો નિયમ નથી; એટલે કે જ્યાં ધંધો હોય ત્યાં નફો થાય જ તેવો નિયમ નથી. સંતાન-પ્રાપ્તિના કાર્ય માટે માતા-પિતાનું નિમિત્તકારણ અવશ્ય જોઈએ જ; પણ માતા-પિતાનું નિમિત્તકારણ અવશ્ય સંતાન-પ્રાપ્તિનું કાર્ય નિપજાવે જ તેવો નિયમ નથી. આમ, એ નક્કી માનવું કે કાર્ય ઉપાદાનમાં જ પ્રગટે છે, ઉપાદાન પોતે જ કાર્યરૂપે પરિણમે છે, પરંતુ તે કાર્ય થવામાં, નિપજાવવામાં નિમિત્તની માત્ર હાજરી નથી હોતી; પણ નિમિત્ત સહકારી છે, સહયોગી છે, ઉપકારી છે, મદદગાર
છે.
ઉપાદાન એ દ્રવ્ય છે, તો નિમિત્ત પર્યાય છે, એમ પણ અપેક્ષાએ કહી શકાય. આપણે આપણા આત્માને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે યથાર્થ રીતે જાણવો જોઈએ, અને તેના વડે મિથ્યાત્વ મોહનો નાશ કરી મોક્ષસુખના બીજભૂત સમ્યગ્દર્શન અને સ્વાત્માનુભૂતિ પ્રગટ કરવા તરફ વધુ લક્ષ્ય આપવું જોઈએ.
ઉપસંહારમાં, પુણ્યપુંજના ઉદયથી આપણને આ ભવમાં પ્રાપ્ત થયેલ આર્યકુળ, મનુષ્યભવ, જૈન-જીવન આદિ શુભ નિમિત્તોનો સાર્થક સહયોગ કેળવી ઉપાદાનને જાગ્રત કરવામાં લક્ષ્યવેધી પુરુષાર્થ કરવો જોઈએ. પ્રમાદનું ઘર છોડવું જોઈએ. આપણી દૃષ્ટિ નિશ્ચય અને વ્યવહારલક્ષી બનાવવી જોઈએ. એકાન્ત નિશ્ચય કે એકાતે વ્યવહાર પરમ હિતકર નથી. મહોપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી મ.સા. કહે છે :
“નિશ્ચય દૃષ્ટિ હદયે ધરીને, પાળે જે વ્યવહાર;
પુણ્યવંત તે પામશે, ભવસમુદ્રનો પાર.” શ્રી આચારાંગ સૂત્રમાં શ્રી સૂત્રકાર ફરમાવે છે :
___ “जे आसवा ते परिसवा; जे परिसवा ते आसवा" ઉપાદાનના એટલે કે પરિણામના વશથી જે આશ્રવનું કારણ હોય તે સંવરનું કારણ બની જાય; અને જે સંવરનું કારણ હોય તે આશ્રવનું કારણ બની જાય. પાપસ્થાનકની નિવૃત્તિ અને અણુવ્રતની પ્રવૃત્તિ આ બે જ ઉપાય છે.
ઉપાદાનકારણરૂપ ભાવધર્મની ભવ્યતાને પ્રગટાવવા માટે પાયાની એક વાત સ્વીકારવી પડે કે સંસારમાં એક ક્ષણનું સુખ મેળવવા માટે એક મણનું પાપ કરવું પડે છે; અને તે પાપના પરિપાકરૂપે એક ટન જેટલું દુઃખ ભોગવવા સારુ આપણી સામે આવીને ઊભું રહે છે. હેય અને ઉપાદેયથી વિવેક કેવળી આપણે સૌ ઉપાદાનને ભવ્ય અને ઉપકારી નિમિત્તો જોડી વિકસાવીએ. “આચાર” એ ઈલેક્ટ્રિકનો બલ્બ છે, તો જ્ઞાન એ ફિટિંગ છે અને ઉપાદાનપણું તે પાવરહાઉસ છે. આ ત્રણેનો સંગમ કરવો શ્રુતસરિતા
પત્રાવલિ
૩૬૮
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org