________________
પડશે.
ઉપાદાન-જાગૃતિનો અભિગમ, મિથ્યાત્વનો અપગમ, સદ્ગુરુનો સમાગમ અને રત્નત્રયીનો સંગમ-આપણને સૌને ભવોભવ સાંપડે એ જ પરમ ભાવના-પ્રાર્થના-અભ્યર્થના.
આપશ્રીની જ્ઞાન-રુચિ અને વૈયાવચ્ચના અપ્રતિપાતિ ગુણની અપાર અપાર અનુમોદનાઓ સાથે..
લિ. આપનો ભાઈ,
રજની શાહ
પત્રાવલિ-૬ર વ્યવહારનય-નિશ્વયનયની યથાર્થતા
વીર સંવત ૨૫૩૨ ને મહા વદ ૧૪
રવિવાર, તા. ૨૬મી ફેબ્રુઆરી, ૨૦૦૬
શ્રી વાસુપૂજય સ્વામી જન્મદિને શુભ કલ્યાણક દિન
| ૐ હૈં વૈાતુપૂર્ચસ્વામી તે નમ: || ભાવશ્રાવક ભાઈશ્રી,
પ્રણામ-જય જિનેન્દ્ર.
તા. ૧૬મી ફેબ્રુઆરીનો આપનો ભાવસભર પત્ર મળ્યો. સાથે પરમ પૂજય શ્રી નંદીયશાશ્રીજીના શિષ્યારત્ન પ્રશમસંવેગી પૂ. શ્રી વિરતિયશાશ્રીજીની અધ્યાત્મસભર અને આપણને સૌને મોક્ષમાર્ગ ઉપર આગળ ધપવામાં ઉપયોગી થઈ પડે તેવી તેઓશ્રીની નોંધ પણ મળી.
પ્રભુ વીરનો મારગડો મીઠો, બહુ પુણ્ય મેં આજે દીઠો. પંક્તિનો અર્થ સરળ છે. એનું હૈયું અતિ ગંભીર છે. સમકિત પ્રગટે એને જ આ મારગ મીઠો લાગે. બેન, આપણે બધા તો હજુ કેડીએ છીએ. આનંદ એટલો જ કે કેડી મારગ તરફ લઈ જાય છે. એટલે મારગ પણ મળશે અને આગમ પ્રકાશ એવો શાસ્ત્રબોધ પણ મળશે, એવો વિશ્વાસ છે.
મિથ્યામતોની મિથ્યા-માન્યતાને આધીન બનેલું જગત પ્રથમ તો મિથ્યાત્વનું બંધન ઊભું કરે છે. જ્ઞાન કે ક્રિયા અથવા નિશ્ચય કે વ્યવહાર પ્રત્યે આપણી માન્યતા જો એકાંતિક હોય, તો તે પણ મિથ્યાત્વ જ છે. જ્ઞાન અને ક્રિયા એ બને સાધનો મુક્તિમાર્ગે ગમન કરાવનાર સંયમરથનાં બે પૈડાં છે. બે ય પૈડાં ગતિશીલ જોઈએ. બે ય પૈડાંમાં પરસ્પર સામંજસ્ય પણ જોઈએ. જ્ઞાનને ક્રિયાનો ટેકો જોઈએ અને ક્રિયામાં જ્ઞાનની ચેતના જોઈએ.
આ જ સામંજસ્યની ખૂબી યોગવિંશિકામાં દર્શાવી છે. ત્યાં કહ્યું છે કે ક્રિયાને યોગ બનાવવો હોય તો ચાર કારણો એમાં ભળવાં જોઈએ. (૧) સ્થાન - આસન મુદ્રા આવે. પત્રાવલિ
૩૬૯
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org