________________
અધિકાર જમાવતા જાય છે. અને સરવાળે ક્રોધની સામે ક્ષમાભાવ ટકતો નથી, રોષ અને રીસ સ્વાભાવિક બની જાય છે. મનમાં જુદું, વાણીમાં જુદું ! આચરણ એનાથી પણ જાદું. કષાયોનો અનંત પ્રવાહ રોકે જ છૂટકો.
મોક્ષ સિવાયનું બધું જ સુખ અનિત્ય અને વિનશ્વર છે, તેનો વિચાર કરવો જ રહ્યો. પૂ. મોટી બેન હતા ત્યારે સુખ હતું કે જે આજે તેમની વિદાયથી તેમના થકી સુખ જતું રહ્યું. આવા વધુ ને વધુ વિચારો આત્માને કર્મબંધન કરાવે, આર્તધ્યાન-રૌદ્રધ્યાન તરફ લઈ જાય. માટે તે વિચારનો પણ સંવર. સર્વસંવર કરતાં ઘણાં વર્ષો હજી પણ વીતશે, કદાચ બે-ચાર ભવ પણ. પરંતુ મારે અને તમારે, આ પ્રયત્ન તો ચાલુ જ રાખવો પડશે અને તો જ ભાવસંવરની સફળતા. અને એક વાર જો ભાવસંવર આવી ગયું, તો સાચી નિર્જરા તેની સાથે જ છે એટલે સર્વસંવર સાથે આત્મામાં પ્રવેશી ગયેલાં સર્વ અનંત કર્મોનો નાશ. જે સમયે સમૂળગો નાશ તે જ સમયે કેવલજ્ઞાન, ખરુંને ભાઈ, શાસ્ત્ર સમર્થન આપે છે કે એક અંતર્મુહૂતમાં કોડાકોડી સાગરોપમ વર્ષો સુધી ભોગવવા પડે તેવા કર્મો બાંધે છે, અને આવી રીતે કોડાકોડી સાગરોપમ વર્ષોથી કર્મો બાંધતા આવ્યા છીએ. નિર્જરા તત્ત્વની ખાસિયત એ છે કે જો જીવ જ્ઞાનસહિત સવળો પડે તો કોડાકોડી સાગરોપમમાં બાંધેલા તમામ કર્મો એક જ અંતમુહૂતમાં તોડી પણ શકે છે.
આમ જો આશ્રવ અટકે પછી અનુક્રમે એટલે સંવર પછી સર્વસંવર આવે જ. મનને આવી બધી વાતોથી સમજાવજો. પૂ. મોટીબેનના દેહત્યાગની ઘટનાને શુભ નિમિત્ત બનાવી આત્માના ઉત્થાન કાર્યમાં લગાડજો, અને તે જ સાચી શ્રદ્ધાપૂર્વકની અંજલિ. આટલી સમજણ પછી સ્તવન ગાવું પડશે જ નહીં. “આ જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો.”
આપનો સ્વજન, રજની શાહ
પત્રાવલિ-૧૧ અરિહંતે શરણં પવામિ
મંગળવાર, તા. ૨૮મી જાન્યુ. ૧૯૯૭ આણાએ ધમ્મો'ના અનુશાસક શ્રી, જય જિનેન્દ્ર.
અહિંસા એ જ આજ્ઞા છે, અને આજ્ઞા એ જ ધર્મ છે. પરંતુ તે આજ્ઞા કઈ ?
જો કે દરેક જીવના સુખ-દુઃખ જુદા જુદા હોય છે. એક માનેલું સુખ બીજાને દુઃખરૂપ હોય અને એકે માનેલું દુઃખ બીજાને સુખરૂપ હોય છે. મરવું કોઈને ગમતું નથી. તેથી વીતરાગ પ્રભુ કહે છે કે હેય-શેય અને ઉપાદેયને તસ્વરૂપ જાણવા-સ્વીકારવા તથા ત્યાગ કરવાનો વિવેક કરવો.
પૂ. મોટીબેનનો દેહ શેયભાવથી નાશવંત જ હતો માટે તેમાં રાખેલો રાગભાવ હેય છે.
સાધાર: પ્રથમ ધર્મ: અર્થાત્ કોઈ પણ ચીજનું જ્ઞાન ત્યારે જ સાર્થક ગણાય કે જાણ્યા પછી યથા પત્રાવલિ
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org