________________
(3) પરમાત્મા ભોગી છે અને યોગી પણ છે :
પરમાત્મા સ્વગુણોની અપેક્ષાએ ભોગી છે, ભોકતા છે અને પરદ્રવ્યના ગુણોની અપેક્ષાએ તેઓ યોગી છે, અથવા તો આમ પણ વિચારી શકીએ, કે તીર્થકરત્વના ઋદ્ધિ-વૈભવને એઓ ભોગવે છે માટે ભોગી શકાય, જ્યારે કે આત્મભાવોની અવિકલ સ્થિરતાની અપેક્ષાએ તેઓ યોગી છે.
હજી બીજો અર્થ સમજીએ. ભોગી કે યોગીનો અર્થ વસ્તુ કે પદાર્થ હોવા કે ના હોવા તેના પર આધારિત નથી; અને હોય તો તેને વાપરનાર કે ભોગવનાર ભોગી કહેવાય તેવો નિયમ નથી. વસ્તુ કે પદાર્થનો જે આત્મા ઉપભોગ કરે તે ભોગી, અને ઉપયોગ કરે તે યોગી. (૪) પરમાત્મા વક્તા છે અને મોની પણ છે.
પરમાત્મા સમવસરણમાં બિરાજીને જે કથનીય ભાવો છે, એ કહે છે, ઉપદેશે છે. આ અપેક્ષાએ તેઓ વકતા છે, અને જે અનંત અનંત કથનીય ભાવો છે પણ તેઓના આયુષ્યની મર્યાદાને લીધે કહી શકતા નથી, શકવાના નથી, એ અપેક્ષાએ મૌની પણ કહેવાય છે. કથનીય ભાવો ઉપરાંત અનંત અનંત અકથનીય ભાવો પણ હોય કે જેઓને પરમાત્મા ન તો કહી શકે કે ન તો સમજાવી શકે. (૫) પરમાત્મા ઉપયોગયુક્ત છે અને ઉપયોગરહિત પણ છે.
સિદ્ધ અવસ્થામાં પરમાત્માના બે ઉપયોગ હોય છે. ‘ઉપયોગ' શબ્દનો અર્થ વપરાશ નહીં, પણ ઉપયોગ એટલે સ્થિતિ સમજવી. એક જ્ઞાનોપયોગ, બીજો દર્શનોપયોગ. એક સમયે એક જ ઉપયોગ હોય. આ અપેક્ષાથી પરમાત્મા ઉપયોગવાળા છે, અને જ્યારે જ્ઞાનોપયોગ હોય ત્યારે દર્શનોપયોગ નથી હોતો, એ દષ્ટિએ એઓ ઉપયોગરહિત પણ પૂરવાર થાય છે. - મહાન ઉપકારી એવા પૂ. આચાર્ય ભગવંતો પાસેથી આવી “ભંગીઓ દ્વિભંગી, ત્રિભંગી, ચતુર્ભગી વગેરે ઘણુંબધું શીખેલું, સાંભળેલું. મારા જ્ઞાનનો ક્ષયોપશમ અલ્પ હોવાને લીધે ઘણું બધું ભૂલી ગયો છું. જેટલું જેટલું યાદ આવે છે તેને વધુ વિગતવાર પરાવર્તન કરવા પ્રયત્નશીલ તો હંમેશાં પ્રયત્નશીલ રહું છું.
અંતમાં, યોગી હંમેશાં આતમરામી હોય. જે આતમરામી છે એઓ તો નિષ્કામયોગી હોય છે. જેમણે કામનાઓનાં કપડાં ઉતારી દીધાં છે, પદ્ગલિક સુખોના શણગાર ત્યજી દીધા છે. આપણું ધ્યેય હોવું જોઈએ આત્મશુદ્ધિનું ! અને ક્રિયા હોવી જોઈએ એ ધ્યેયને સિદ્ધ કરનાર !
લિ. આપનો ભાઈ,
રજની શાહ
પત્રાવલિ Jain Education International 2010_03
૩૦૩. For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org