________________
પત્રાવલિ-૨૯ આત્મસ્વરૂપ કેવી રીતે જાણવું ?
શનિવાર, તા. ૧-૩૦-૯૯ વ્હાલા ભાઈશ્રી, જય જિનેન્દ્ર.
ભાઈ, આપણે જો આધ્યાત્મિક વિકાસ જોઈતો હોય તો આત્મ-સ્વરૂપનું વ્યાપક જ્ઞાન મેળવવું જ પડશે, અને એ જ્ઞાન દ્વારા આત્માના સ્વરૂપને ઓળખવું પડશે.
દરેક વસ્તુમાં બે ધર્મ હોય છે, એટલે કે દરેક વસ્તુનો સ્વભાવ બે જાતનો હોય છે. એક ‘સામાન્ય કહેવાય છે તો બીજો વિશેષ' તરીકે ઓળખાય છે. વસ્તુના સામાન્ય સ્વભાવની જાણકારી ‘દર્શન' કહેવાય છે, જ્યારે વસ્તુના વિશેષ સ્વભાવની જાણકારી “જ્ઞાન” કહેવાય છે. વસ્તુનો સામાન્ય સ્વભાવ નિરાકાર હોય છે એટલે કે કોઈ વિશેષ આકાર એનો હોય નહીં, જ્યારે વસ્તુનો વિશેષ સ્વભાવ સાકાર રૂપે હોય છે. આકાર ભેદ પેદા કરે છે. નિરાકારમાં અભેદ જ હોય છે.
આત્મામાં દર્શન શક્તિ છે. આત્મામાં જ્ઞાનશક્તિ છે. કોઈ પણ વસ્તુને જાણવા માટેની કોશિશ આત્મા બે રીતે કરે છે. દર્શનથી અને જ્ઞાનથી. આ અપેક્ષાએ ચેતનાના પણ બે પ્રકાર - (૧) દર્શન ચેતના (૨) જ્ઞાન ચેતના. મારું સમજાવવાનું તાત્પર્ય એ છે કે આત્માની ચેતના દર્શન અને જ્ઞાન બંનેમાં પ્રવાહિત હોય છે. જ્યારે ચેતના દર્શનમાં વહેતી હોય ત્યારે આત્મા નિરાકાર કહેવાય અને ચેતના જ્યારે જ્ઞાનમાં વહેતી હોય ત્યારે આત્મા સાકાર” કહેવાય.
આત્મા ચૈતન્યયુક્ત હોવાથી “સચેતન” કહેવાય છે. ક્યારેય પણ આત્મા ચૈતન્યરહિત હોતો નથી. આત્મા કર્મથી બંધાયેલો હોય કે મુક્ત હોય, એમાં ચૈતન્ય તો હોય જ, કારણ કે એ ચૈતન્યમય છે. એક જ જીવાત્મામાં કેટલાં બધાં પરિવર્તન ! જીવાત્મા સ્વયં એ પરિવર્તનના પડદા પાડે છે, ઉઠાવે છે. પરિવર્તન માટે જવાબદાર પરિબળ “કર્મ છે. જીવાત્મા કર્મ બાંધે છે અને પરિવર્તનનું નર્તન કરે છે. પરિવર્તનશીલ જીવાત્માને આપણા દર્શનમાં પરિણામી આત્મા’ કહેવામાં આવે છે.
જીવાત્મા પોતાના નિશ્ચિત પર્યાયો મુજબ પરિવર્તન પામ્યા કરે છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આ દ્રવ્ય એક જ છે. આના કારણે એ એક જ છે એમ કહેવાય છે; પણ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ, આત્માના પર્યાયો અનંત હોય છે, માટે એ દૃષ્ટિકોણથી આત્માને “અનંત પણ સમજવો.
વ્યવહાર નય જેમ આત્માના અશુદ્ધ સ્વરૂપની વાત કરે, તેમ નિશ્ચય નય આત્માના શુદ્ધ સ્વરૂપની વાત કરે છે. શુદ્ધ સ્વરૂપમાં (કર્મરહિત અવસ્થા) સુખ-દુઃખનો ભોક્તા આત્મા નથી હોતો. કર્મજન્ય અશુદ્ધ અવસ્થામાં જ આત્મા સુખ-દુ:ખને ભોગવે છે. પણ બંને અવસ્થાએ (શુદ્ધ અને અશુદ્ધ) હોય છે આત્માની જ. માટે ટૂંકમાં આમ કહી શકાય :
અશુદ્ધ અવસ્થા - આત્મા સુખ-દુઃખનો ભોકતા છે. શુદ્ધ અવસ્થા - આત્મા માત્ર આનંદનો જ (સ્વગુણોનો) ભોક્તા છે.
આ બંને અંતિમ છેડાનાં સત્ય છે, પણ છે તો બંને સત્ય જ. નિશ્ચયનયથી આત્મા અરૂપી છે, શ્રુતસરિતા ૩૦૪
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org